તંત્રી સ્થાનેથી
પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામુહિક મહેનત અને પ્રયાસો કરવા 'જીવન'ની ખાસિયત છે. એટલે કે જીવ રાખતું દરેક જાનવર એવા સામુહિક પ્રયાસો કરતું નજર આવશે, જેના થકી એનું પોતાનું વ્યકિતગત અને એની પ્રજાતિનું સામુહિક અસ્તિત્વ બાકી રહે. ભેગા રહેવું અને સામુહિક પ્રયાસો કરવા, ભેગા મળીને શત્રુનો મુકાબલો કરવો, વગેરે બાબતો આપણે અનેક જાનવરોમાં સીધી રીતે જોઈએ જ છીએ.
માણસનું પણ કંઈ આવું જ છે. દેશ, પ્રદેશ, કોમ, ધર્મ, બિરાદરી જેવા વાડાઓમાં વહેંચાયેલા માનવીએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે તો સામુહિક પ્રયાસો કરવા પડશે. આવા સામુહિક પ્રયાસો ખતરા પ્રમાણે જરૂરી, અતિજરૂરી કે ઈમરજન્સીની હદે જરૂરી બની શકે છે. પણ જયારે પણ જરૂરત પડે, એ પ્રયાસો કરવા જ રહયા.એનાથી આંખ બંધ કરીને રહેવું સામુહિક વિનાશ નોતરવા સમાન છે.
પર્યાવરણ, ભ્રુણહત્યા, શિક્ષણ, ભુખમરી, માનવજીવન માટે ખતરો બનતી બીમારીઓ... વગેરે સમસ્યાઓ ઉપર જે વૈશ્વિક પ્રયાસો અને ઉકેલો શોધીને એને અમલમાં મુકવામાં આવી રહયા છે, એ પ્રયાસો માનવજીવનના સામુહિક અસ્તિત્વને બાકી રાખવા માટે છે, એની વિશાળતા, એની પાછળ કરવામાં આવતો ખર્ચ અને દરેક વર્ગ – દેશને આવરી લે એવી રીતે આ પ્રયાસો કરવાથી અંદાઝો કરી શકાય છે કે આ બધી સમસ્યાઓ કેટલો મોટો ખતરો છે.
ઘણા બધા ખતરાઓ માનવજીવન માટે મોટો ખતરો નથી હોતા, પણ માનવીય સંસ્કૃતિને લગતા અમુક પાસાઓ અને વિભાગોને લગતા હોય છે, એના વિશે પણ જે અંશે ખતરો હોય એ પ્રમાણે બચાવ અને અસ્તિત્વની મહેનત કરવામાં આવે છે. કોઈ ભાષા નષ્ટ થવાનો ખતરો હોય કે કોઈ પ્રજાતિ ખતમ થવાને આરે હોય તો એના માટે પણ મહેનત કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં બહુમતિ જાતિ કે ધર્મથી વિપરીત જે સમાજ લઘુમતિમાં હોય એને સાચવવા માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રયાસો જે લોકો સમસ્યાથી ગ્રસ્ત હોય તેઓ પણ કરે છે, અને બહારના લોકો પણ એમની વહારે પહોંચે છે. ઈઝરાયેલના અત્યાચારોથી પરેશાન પેલેસ્ટાઈની લોકોની સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા માટે વૈશ્વિક સંસ્થાઓની સેવા બિરદાવવા જેવી છે, પણ આ જ પેલેસ્ટાઈની લોકોના સમુળગા અસ્તિત્વ સામે જે ખતરો છે, અને જેના વિરુદ્ધ તેઓ લડી રહયા છે અને ખુવાર થઈ રહયા છે એ માટે વૈશ્વિક સમાજ મદદ કરવા આગળ આવતો નથી. તેઓ પોતે એકલા જ સંઘર્ષ કરી રહ્યા છે.
આપણે ભારતની વાત કરીએ તો લઘુમતિમાં રહેતા અનેક સમાજોના અસ્તિત્વ અને એમની સંસ્કૃતિઓની સાચવણી ખાતર બંધારણમાં અનેક અધિકારો અને જોગવાઈઓ આપવામાં આવેલ છે. 'મુસ્લિમ પર્સનલ લો'ની જેમ પારસી લો, ઈસાઈ લો, હિન્દુ કાનૂન, વગેરે અલગ અલગ કાયદાઓ છે. જંગલોમાં વસતી અનેક જાતિઓના અલગ અલગ અધિકારો બંધારણમાં છે. બંધારણમાં આ અધિકારો આપવામાં આવ્યા, એનાથી જ સમજી શકાય છે કે આ બધી જાતિઓ કે લઘુમતિઓના અસ્તિત્વ સામે ખતરો હતો, કોનાથી ખતરો હતો કે છે, એ કહેવાની જરૂરત નથી.
આજની વાત આ છે કે, વિપરીત કે વિરોધી બહુમતિમાં જીવતા લોકો અને સમાજ માટે હવે ફક્ત બંધારણીય અધિકારો પૂરતા નથી. આવા લોકોએ, વિશેષ કરીને મુસલમાનોએ આ અધિકારો સાચવવા, એના આધારે પોતાના હકો અને લાભો મેળવવા માટે પણ મહેનત કરવાનો સમય આવી ગયો છે.
જે રીતે દેશના માહોલમાં એકબીજા પ્રત્યે નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહયું છે, એ જોતાં હવે મુસલમાનોએ વધારે પ્રયાસો કરવાની જરૂરત ઉભી થઈ છે. મુસલમાનોએ કેવા પ્રયાસો કરવાની જરૂરત છે, એ મુસ્લિમ નેતાગીરીને લગતી બાબત છે, પણ એક વાત સામાન્ય લોકોને લગતી અત્રે વર્ણવી દઉ કે, જેવી સમસ્યા એ પ્રમાણે એનો તોડ અને ઉકેલ હોય છે. વર્તમાનમાં આપણી સમસ્યા નફરત અને વિરોધની છે. એનો તોડ એ નથી કે આપણે પણ સામેવાળાની નફરત અને વિરોધમાં પડી જઈએ, એમ કરવાથી તો સમસ્યા ઓર વધી જશે. એટલે વર્તમાન નફરતના વાતાવરણનો તોડ આ જ હોય શકે કે આપણા તરફથી દેશના દરેક નાગરિક પ્રતિ સહકાર અને મોહબ્બતના સંબંધો વધારે વિકસાવવામાં આવે અને ફેલાવવામાં આવે. ચાહે આ બધું એક તરફી ફકત આપણે જ કરવું પડે..
ઝિનાની સજા, તોબાનો છેલ્લો સમય.
વારસાઈ અને ઓરતોને લગતા અમુક હુકમો
-મુફતી ફરીદ અહમદ કાવી
بسم الله الرحمن الرحيم
وَ الّٰتِیْ یَاْتِیْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآئِكُمْ فَاسْتَشْهِدُوْا عَلَیْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِی الْبُیُوْتِ حَتّٰى یَتَوَفّٰهُنَّ الْمَوْتُ اَوْ یَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِیْلًا ﴿15﴾ وَ الَّذٰنِ یَاْتِیٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا فَاِنْ تَابَا وَ اَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِیْمًا ﴿16﴾ اِنَّمَا التَّوْبَةُ عَلَى اللّٰهِ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ یَتُوْبُوْنَ مِنْ قَرِیْبٍ فَاُولٰٓئِكَ یَتُوْبُ اللّٰهُ عَلَیْهِمْ وَ كَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ﴿17﴾ وَ لَیْسَتِ التَّوْبَةُ لِلَّذِیْنَ یَعْمَلُوْنَ السَّیِّاٰتِ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّیْ تُبْتُ الْئٰنَ وَ لَا الَّذِیْنَ یَمُوْتُوْنَ وَ هُمْ كُفَّارٌ اُولٰٓئِكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا اَلِیْمًا ﴿18﴾ یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا وَلَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَیْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ وَ عَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَیْئًا وَّ یَجْعَلَ اللّٰهُ فِیْهِ خَیْرًا كَثِیْرًا ﴿19﴾ وَ اِنْ اَرَدْتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَّ اٰتَیْتُمْ اِحْدٰىهُنَّ قِنْطَارًا فَلَا تَاْخُذُوْا مِنْهُ شَیْئًا اَتَاْخُذُوْنَهٗ بُهْتَانًا وَّ اِثْمًا مُّبِیْنًا ﴿20﴾ وَ كَیْفَ تَاْخُذُوْنَهٗ وَ قَدْ اَفْضٰى بَعْضُكُمْ اِلٰى بَعْضٍ وَّ اَخَذْنَ مِنْكُمْ مِّیْثَاقًا غَلِیْظًا ﴿21﴾
તરજમહ : અને તમારી સ્ત્રીઓમાં જે કોઈ નિર્લજ્જતા (નાગાઈ)નું કાર્ય કરે તો તેઓ વિરુદ્ધ તમારા (મુસલમાનો)માંથી ચાર પુરુષની ગવાહી રજૂ કરો.આમ જો તેઓ ગવાહી આપે તો તેણીઓને ઘરોમાં પૂરી રાખો, ત્યાં સુધી કે મૌત તેણીઓ(ની જિંદગી)ને પૂરી કરી દે. અથવા અલ્લાહ તઆલા એમના માટે કોઈ બીજી રાહ (સજા) નક્કી કરે. (૧૫) અને તમારામાંથી જે બે પુરૂષો આવું (બદફેલીનું) કામ કરે તો તે બંનેને સજા આપો. પછી જો તે બન્ને તોબા કરે અને સુધરી જાય તો તેમનો પીછો છોડી દો, બેસક અલ્લાહ તઆલા મોટો તોબા કબૂલ કરનાર (અને) ઘણો રહમ કરનાર છે. (૧૬) બેશક અલ્લાહ તઆલાએ (એણે ઠરાવેલ નિયમ મુજબ) એવા લોકોની તોબા કબૂલ કરવી નક્કી છે, જેઓ નાદાનીથી કોઇ બુરું કામ કરી બેસે છે, પછી જલદી જ તોબા કરી લે છે. તો આવા લોકોની તોબા અલ્લાહ તઆલા કુબૂલ કરી લે છે, અને અલ્લાહ સઘળું જાણનાર અને હિકમતવાળો છે. (૧૭) અને એવા લોકો માટે તોબા (કુબૂલ થતી) નથી, જેઓ ગુનાહો કરતા રહે છે, ત્યાં સુધી કે એવા કોઈ માણસ સામે આવી પહોંચે છે ત્યારે કહે છે કે હવે મેં તોબા કરી લીધી. તેમજ એવા લોકોની તોબા પણ કુબૂલ નથી થતી જેઓ કાફિર હોવાની હાલતમાં મરે છે. આ તે લોકો છે જેમના માટે તો અમે દુઃખદાયક અઝાબ તૈયાર કરી રાખ્યો છે. (૧૮) હે ઇમાનવાળાઓ ! તમારા માટે હલાલ (જાઇઝ) નથી કે બળજબરીથી સ્ત્રીઓને (કે એમના માલના) વારસદાર (માલિક) બની જાઓ. અને તેણીઓને એટલા માટે ન રોકી રાખો કે તમે જે કંઈ એમને (મહેર વગેરેમાં) આપ્યું છે તે કંઈક પાછું લઈ લો. પણ જે તેણીઓ સ્પષ્ટ રૂપે કોઈ નિર્લજ્જતાનું (નીચ) કામ કરે (તો રોકી રાખવી કે માલ પાછો લેવામાં વાંધો નથી.) અને સ્ત્રીઓ સાથે ભલાઈથી વર્તો, અને જો તમને એ પસંદ ન હોય તો બનવાજોગ છે કે એક ચીજને તમે પસંદ ન કરો, પણ અલ્લાહ તઆલાએ તેમાં કોઈ મોટી ભલાઈ રાખી હોય. (૧૯) અને જો તમે એક જોરુ (પત્નિ)ને બદલે બીજી પત્નિ લાવવા ચાહતો હોવ અને તે એકને ઢગલો માલ (મહેરમાં) આપી ચૂક્યા છો, તો તેમાંથી કંઈ પણ પાછું ન લેશો, શું કોઈ ખોટો આરોપ લગાવીને લેશો કે ખુલ્લો ગુનો (ઝુલમ) કરીને લેશો ? (૨૦) અને તમે કેવી રીતે લેશો ? જયારે કે તમે એક બીજા સુધી પહોંચી ચૂક્યા છો, અને ઓરતો તમારાથી (નિકાહ વખતે) ભારે કરાર પણ લઈ ચૂકી છે. (૨૧)
તફસીર : પ્રથમ બે આયતોમાં વ્યાભિચાર — ઝીનાના ગુનાની સજાનું વર્ણન છે. આયત નં : ૧૫ માં દર્શાવવામાં આવ્યું કે, જે ઓરતો ઝીનાકારીને ગુનો કરે, અને એમના ઉપર આવા ગુનાનો આરોપ લાગે તો પ્રથમ ચાર પુરુષ ગવાહો દ્વારા એ ગુનો પુરવાર કરવાનો રહેશે. (આરોપ લગાવનાર વ્યકિત ચાર પુરુષ ગવાહો દ્વારા આરોપ પુરવાર નહીં કરી શકે તો એના ઉપર જ ઓરતને બદનામ કરવાની સજા લાગુ કરવામાં આવશે. એનું વર્ણન કુરઆનમાં અન્ય સ્થળે છે.) અને જો ચાર ગવાહો દ્વારા ઓરત ઉપર ઝીનાનો ગુનો પુરવાર થઈ જાય તો આવી ગુનેગાર ઓરત માટે આયતમાં કહેવામાં આવ્યું કે, એમને સદાને માટે ઘરમાં કેદ કરી દો, ત્યાં સુધી તેણી આ કેદમાં જ મરી જાય, અથવા તો પાછળથી અલ્લાહ તઆલા આવી ગુનેહગાર ઓરતોની સજાની કોઈ ઓર રીત નક્કી કરે તો એ મુજબ અમલ કરવામાં આવશે.
આ હુકમ ઇસ્લામના આરંભે લાગુ કરવામાં આવ્યો હતો અને તે વેળા જ કહી દેવામાં આવ્યું કે શકય છે કે પાછળથી આવી ઓરતોની સજા માટે કોઈ બીજી રીત નક્કી કરવામાં આવે, એટલે પછી કુરઆનમાં અલ્લાહ તઆલાએ વિગતવાર હુકમ નાઝિલ ફરમાવ્યો અને ઝીનાકાર ઓરત કુંવારી હોય તો એને ૧૦૦ કોરડા અને શાદીશુદા હોય તો 'રજમ' (પથ્થરો મારીને મારી નાખવા)ની સજા નક્કી કરવામાં આવી.
આયતમાં ઝીના કરનાર પુરુષની કોઈ સજાનું વર્ણન નથી. એનું વર્ણન કુરઆનમાં સૂરએ નૂરમાં છે.
આયત નં ૧૬માં પુરુષોની બદકારીના ગુનાનું વર્ણન છે, એટલે બે પુરૂષો એકબીજા સાથે બદફેલી કરે તો આયતમાં એમની સજા મોંઘમ રીતે વર્ણવવામાં આવી છે કે એમને 'અઝાબ' એટલે કે આકરી સજા આપવામાં આવે. કુરઆન શરીફમાં આ બાબતે કોઈ નક્કી સજાનું વર્ણન નથી. અલબત્ત હદીસ શરીફમાં અને સહાબએ કિરામ રદિ.ના ફેસલાઓમાં આ બાબતે આગમાં સળગાવવા, દીવાર નીચે કચડી નાખવા, પહાડ ઉપરથી નીચે ફેંકી દેવા, પથ્થરોથી મારી નાખવા અને તલવારથી કતલ કરવા, વગેરે સજાઓનું વર્ણન છે.
નોંધ : અમુક તફસીરકારોના મતે પહેલી આયતમાં ઝીનાકાર ઓરતની સજા અને બીજી આયતમાં ઝીનાકાર પુરુષની સજાનું વર્ણન છે. એટલે કે ઝીનાકાર પુરુષની સજા પણ શરૂમાં મોંઘમ રીતે અઝાબ આપવાની વર્ણવવામાં આવી અને પછી શાદી શુદાને પથ્થરથી મારી નાખવા અને કુંવારાને ૧૦૦ કોરડા મારવાની સજા નક્કી કરવામાં આવી. અને આયતના અંતે કહેવામાં આવ્યું કે આવા ઝીનાકાર પુરુષો સજા ખાધા પછી તોબા કરી લે અને સુધરી જાય તો એમને સામાન્ય નેક મુસલમાન જેમ સમાજમાં રહેવા દેવામાં આવે. એમને બુરું ભલું કહીને બદનામ કે હડધૂત કરવામાં ન આવે.
ઉપરોક્ત આયતમાં એક મોટા ગુનાથી તોબા કરવાનું વર્ણન છે, એના અનુસંધાનમાં આગળ તોબા કુબૂલ થવા માટેની શરતનું વર્ણન છે. એટલે કે કયી તોબા કુબૂલ થઈ શકે છે અને કયી તોબા કુબૂલ થશે નહીં, એની વિગત દર્શાવવામાં આવી છે.
આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે, અલ્લાહ તઆલાએ ઠરાવેલ નિયમો મુજબ અલ્લાહ તઆલા એવા લોકોની તોબા જરૂર કબૂલ કરશે, જેઓ નાદાનીથી કોઈ બૂરું કામ કરી બેસે છે, પછી જલદી જ તોબા કરી લે છે તો આવા લોકોની તોબા અલ્લાહ તઆલા કુબૂલ કરી લે છે.
આ આયતમાં 'નાદાની' (جھالۃ)નો મતલબ ફકત એટલો જ નથી કે માણસથી અજાણતામાં કોઈ ગુનો થઈ જાય. બલકે આખિરતની ગફલત, અલ્લાહની નારાજગી અને અઝાબથી લાપરવાહી પણ નાદાનીમાં શામેલ છે. એટલે આયતનો મતલબ એ થયો કે માણસથી અજાણતામાં કોઈ ગુનો થઈ જાય, અથવા આખિરત પ્રત્યેની લાપરવાહીના કારણે ઈરાદાપૂર્વક પણ કોઈ ગુનો માણસ કરી બેસે, અને પછી તોબા કરી લે તો એ તોબા અલ્લાહ તઆલા કુબૂલ ફરમાવે છે.
આયતમાં બીજી મહત્વની બાબત એ કહેવામાં આવી છે કે ગુના પછી જલદીથી તોબા કરવામાં આવે તો એ કુબૂલ થાય છે. જલદીનો મતલબ આ છે કે મરતાં પહેલાં સભાનતાની અવસ્થામાં તોબા કરી લે, એ જલદી જ કહેવાય. હદીસ શરીફમાં છે કે જે મોમિન બંદો મરવાના એક મહીના પહેલાં, અથવા એક દિવસ પહેલાં અથવા એક ઘડી પહેલાં, ઇખ્લાસ સાથે સાચી તોબા કરશે, અલ્લાહ તઆલા એની તોબા કુબૂલ ફરમાવે છે. હઝરત અકદસ મોલાના અશરફ અલી થાનવી રહ. ફરમાવે છે કે મોત પહેલાંના બે તબક્કા છે. પ્રથમ તબક્કે માણસ જીવન બાબતે માયૂસ થઈ જાય છે, એને દેખાય છે કે દવા-ઇલાજ વગેરે કંઈ અસર કરતું નથી, એટલે યકીન થઈ જાય છે કે હવે ગમે ત્યારે મોત આવી શકે છે. બીજા તબક્કો 'સકરાત'નો છે, જેમાં ધીરે ધીરે માણસની રૂહ નીકળવા માંડે છે. માણસને મોતના ફરિશ્તાઓ અને આખિરતના દશ્યો દેખાવા માંડે છે. તોબા કુબૂલ થવાનો સમય પહેલા તબક્કા સુધી છે. બીજા તબક્કો શરૂ થઈ જાય પછી તોબા કુબૂલ થતી નથી. ખુલાસો આ કે મરતાં પહેલાં જયારે પણ તોબા કરી લેવામાં આવે, એ જલદી જ છે. અને આવી તોબા અલ્લાહ તઆલા કુબૂલ ફરમાવે છે. આગળની આયતમાં એવી તોબાનું વર્ણન છે, જે કુબૂલ થતી નથી, એને જોતાં પણ ઉપર મુજબ જ મતલબ સમજમાં આવે છે.
આગળ આયત નં : ૧૮માં એવી તોબાનું અથવા એવા લોકોનું વર્ણન છે જેમની તોબા કુબૂલ કરવામાં આવતી નથી. એટલે કે જે લોકો જીવનભર ઇરાદાપૂર્વક, અલ્લાહ તઆલાની નાફરમાનીમાં બહાદુર બનીને ગુનાહો કરતા રહે છે, અને જયારે મોત માથે આવી ઉભું રહે છે, સકરાતનો સમય શરૂ થઈ જાય છે, મોતના ફરિશ્તાઓ સામે આવીને ઉભા રહે છે ત્યારે કહે છે કે 'હું તોબા કરું છું, આવા લોકોની તોબા કુબૂલ થતી નથી. જેમ કે ફિરઓન દરિયામાં ડૂબવા માંડયો ત્યારે તોબા કરવાની બુમો પાડવા માંડયો, પણ એ તોબા નિરર્થક હતી. એવી જ રીતે જે લોકો કુફ્રની હાલતમાં મરે છે, એટલે કે છેલ્લી ઘડીએ કુફ્રથી તોબા કરીને ઈમાન લાવે છે તો એમનું ઈમાન કુબૂલ કરવામાં આવતું નથી.
ખુલાસો એ કે બે માણસોની તોબા કુબૂલ થતી નથી. (૧) મરતાં સુધી ગુનાહોમાં મશ્ગુલ રહેનાર, આવા માણસે મર્યા પછી ગુનાહની સજા ભોગવવા જહન્નમાં જવું પડશે અને ગુનાહોની સજા ભોગવ્યા પછી ઈમાન અને નેક આમાલનો સવાબ મેળવવા જન્નતમાં આવશે અને પછી હમેંશા જન્નતમાં રહેશે. (૨) અને મરતાં સુધી કુફ્રમાં મશ્ગુલ રહેનાર. આવો માણસ સદાને માટે જહન્નમમાં જ રહેશે.
સાચી તોબા માટે ત્રણ શરતો પૂરી કરવી જરૂરી છે. (૧) જે ગુનો થઈ ગયો છે એના ઉપર અફસોસ અને પસ્તાવો હોય. (૨) એ ગુનો એવી રીતે છોડી દે કે હવે પછી કદી એ ગુનો કરશે નહીં. (૩) ગુના થકી કોઈ હક અલ્લાહનો અથવા બંદાઓનો છુટયો હોય તો એની ભરપાઈ કરવામાં આવે. નમાઝ – રોઝા છુટયા હોય તો એની કઝા કરવામાં આવે અને કોઈનો માલ -હક છીનવાયો હોય તો એની અદાયગી કરવામાં આવે.
વારસાઈ અને ઓરતોને લગતા અમુક બીજા હુકમો
પહેલેથી વારસાઈને લગતા આદેશોનું વર્ણન ચાલી રહયું હતું. એમાં ઓરતોના વારસાઈ હકનું વર્ણન પણ હતું. એના અંતે કહેવામાં આવ્યું કે વારસાઈના આ આદેશોનું ઉલ્લંઘન કરવું મોટો ગુનો છે. પછી ઝીનાકારી જેવા મોટા ગુનાની સજાનું વર્ણન કરીને એના અનુસંધાનમાં તોબાને લગતા આદેશો વર્ણવવામાં આવ્યા. હવે વારસાઈ અને ઓરતોને લગતા બીજા આદેશોનું વર્ણન પાછું શરૂ થઈ રહયું છે.
આ ત્રણ આયતો (૧૯,૨૦,૨૧)માં સ્ત્રીઓ બાબતે જે અત્યાચારી નિયમો અને રિવાજો લોકોમાં ચાલતા આવતા હતા, એની મનાઈ કરવામાં આવી છે.
જહાલતકાળમાં રિવાજ હતો કે શોહરો પત્નિના માલને પણ પોતાનો માલ સમજતા હતા, બલકે પત્નિને પણ પોતાની એક સંપત્તિ સમજતા હતા. એટલે માણસના મરવા પછી વારસદારો મરનારના માલ સાથે એની ઓરતને પણ સંપત્તિ સમજીને વારસા તરીકે એના માલિક બની જતા હતા. બીજી ઓરતથી પેદા થયેલ મરનારનો દીકરો અથવા અન્ય વારસદાર મરનારની પત્નિને વારસાઈમાં મેળવીને એની સાથે પોતે શાદી કરી લેતા અથવા પોતે પણ શાદી ન કરતા અને ઓરતને બીજે ઠેકાણે શાદી પણ કરવા દેતા નહીં. મકસદ એ રહેતો કે ઓરતનો જે માલ – અસબાબ હોય એના ઉપર પોતે કબજો કરી લે. અથવા કોઈ બીજા સાથે ઓરતના નિકાહ કરાવીને એની મહેર પોતે લઈને કમાણી કરતા હતા. બિચારી ઓરત રિવાજ અને સમાજમાં બંધાયેલી અત્યાચારો વેઠતી હતી, કુરઆનમાં અલ્લાહ તઆલાએ લોકોને આમ કરવાથી મનાઈ ફરમાવી અને હુકમ ફરમાવ્યો કે, ઓરતની મરજી વિરુદ્ધ જબરદસ્તી ઓરતને વારસો સમજીને કે એના માલ ઉપર કબજો કરીને એના માલિક બની જવું હલાલ નથી. આવી રીતે ઓરતની મરજી વિરુદ્ધ એની સાથે નિકાહ કરી લેવામાં આવે અથવા એનો માલ લઈ લેવામાં આવે તો ઓરત પણ હલાલ નથી થતી અને માલ પણ હલાલ નથી થતો.
અત્યાચાર અને ઝુલમની આ રીત ઉપરાંત ઓરતો - પત્નિઓ ઉપર ઝુલમની બીજી રીતો વર્ણવીને એને ખોટી - ગુનો ઠેરવીને એની મનાઈ કરવામાં આવી છે.
(૧) ઘણા લોકો પત્નિ પ્રત્યે કોઈ અણગમો અને નારાજગીના કારણે તલાક દેવા – છોડવા ચાહતા હતા, પણ ઓરતને આપેલ મહેરની મોટી રકમ, ઝવેરાત, વગેરે બધું જતું રહેવાની બીકે ઓરતને છુટી પણ કરતા ન હતા અને એની સાથે સારો સંબંધ પણ નિભાવતા ન હતા, ઓરતને એવી રીતે સતાવતા કે એ પોતે જ માલ પાછો આપીને છુટી થવાની માંગણી કરે, જેથી માલ પણ પાછો મળી જાય અને ઓરતથી પણ છુટકારો મળે. આમ કરવું ઓરત ઉપર ચોખ્ખો ઝુલમ હતો, એટલે એની મનાઈ કરવામાં આવી.
સાથે જ નસીહત પણ કરવામાં આવી કે, પુરુષને કોઈ અણગમો હોય છતાં ઓરતને નિકાહમાંથી છુટી ન કરે, બીવી તરીકે એને નિભાવીને સદવર્તન કરતો રહે, એ વધારે સારું છે. અને એનું કારણ કુરઆનમાં જ અલ્લાહ તઆલા ફરમાવે છે એવું હોય શકે છે કે કોઈ બાબતને તમે પસંદ ન કરતા હોય, પણ અલ્લાહ તઆલાએ એમાં મોટી ભલાઈ મુકેલી હોય. જેમ કે શકય છે કે આ ઓરત ખિદમત ગુઝાર બની જાય અથવા એના થકી નેક અવલાદ પેદા થાય, વગેરે.
આ હુકમમાં એક અપવાદ કુરઆનમાં આ વર્ણવવામાં આવ્યો છે કે, જો ઓરત તરફથી કોઈ નાફરમાની કે ખોટું કામ થયું હોય, જેના કારણે માણસ એનાથી છૂટવા માંગતો હોય, અને સીધી તલાક આપવામાં પોતે આપેલ ઘણો બધો માલ જતો રહેવાની બીક હોય તો ઓરતને મજબૂર કરી શકે છે કે તેણી પોતે માલ આપવાના બદલામાં તલાક - ખુલાની માંગણી કરે, જેથી એને છુટી પણ કરી શકાય અને એની પાસેથી પોતાનો માલ (મહેર વગેરે) પણ પાછો મેળવી શકાય.
(૨) અમુક લોકોને એમની વર્તમાન પત્નિથી એકંદરે ખુશ હોવા છતાં એમ કોઈ બીજી સ્ત્રી પ્રત્યે વધારે લગાવ હોવાના કારણે વર્તમાન પત્નિને તલાક આપીને પ્રેમિકાને લાવવા ચાહતા હતા, પણ વર્તમાન પત્નિ ને આપેલ મહેર અને માલ જતો કરવો પણ તૈયાર ન હતા. આવા લોકો પણ એમ ઇચ્છતા હતા કે કોઈ બહાનું એવું બની જાય કે વર્તમાન પત્નિને છુટી પણ કરી શકાય અને માલ પણ પાછો લઈ શકાય. એમાં કોઈક બેશરમ - લાલચી માણસ ઓરત ઉપર ખોટો આરોપ લગાવીને બદનામ કરવાનો પણ પ્રયત્ન કરતો. આયત નં ૨૦ - ૨૧માં આ બાબતની મનાઈ છે કે પહેલી પત્નિને ગમે તેટલો વધારે માલ આપી ચુકયા હોય, જો તમે એની સાથે સોહબત કરી લીધી છે તો હવે કંઈ પણ પાછું લેવું દુરૂસ્ત નથી. અને કોઈ ખોટું બહાનું કાઢીને પાછું લેવું સંસ્કાર અને અખ્લાકના પણ વિરુદ્ધ છે. તમે એક બીજા સાથે રહેવા અને જીવન સંગાથેનો કરાર કરી ચુક્યા છે, સોહબત કરીને એકમેકના લગોલગ પહોંચી ચુકયા છે, પછી માલ પાછો લેવાની ઇચ્છા રાખવી અથવા એના માટે બોહતાન કે ગુનો બને એવા પેંતરા રચવા ખોટું કામ છે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નં.(૧૫૯)
નબવી ખાનદાન માટે ઝકાત અને સદકાતનો હુકમ
عَنْ عَبْدَ الْمُطَّلِبِ بْنَ رَبِيعَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : « إِنَّ هَذِهِ الصَّدَقَاتِ إِنَّمَا هِيَ أَوْسَاخُ النَّاسِ ، وَإِنَّهَا لَا تَحِلُّ لِمُحَمَّدٍ ، وَلَا لِآلِ مُحَمَّدٍ » (رواه مسلم)
અનુવાદ : હઝરત અબ્દુલ મુત્તલિબ બિન રબીઅહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું: આ સદકાઓ લોકોના માલનો મેલ છે અને તે મુહંમદ સલ. તેમજ મુહંમદ સલ.ની અવલાદ માટે હલાલ નથી.(મુસ્લિમ શ.)
ખુલાસો :- આ હદીસમાં ઝકાત અને સદકાને મેલ એટલા માટે કહેવામાં આવ્યો કે જેમ મેલ નિકળી જવાથી કપડું જોવામાં સાફ દેખાય છે એ જ પ્રમાણે ઝકાત કાઢયા પછી બાકી માલ અલ્લાહને ત્યાં પાક થઈ જાય છે. આ વાતથી એ પણ ઈશારો કરવામાં આવ્યો કે બની શકે ત્યાં સુધી ઝકાતનો માલ વાપરવાથી બચવું જોઈએ, એ જ કારણે હુઝૂર સલ.એ પોતાના માટે અને કયામત સુધી પોતાના કુટુંબ બની હાશિમ માટે ઝકાતને જાઈઝ ઠેરવી દીધી.
عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : مَرَّ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِتَمْرَةٍ فِي الطَّرِيقِ ، قَالَ : « لَوْلاَ أَنِّي أَخَافُ أَنْ تَكُونَ مِنَ الصَّدَقَةِ لَأَكَلْتُهَا » (رواه البخاري ومسلم)
અનુવાદ : હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. પસાર થઈ રહ્યા હતા, રસ્તામાં પડેલા એક ખજૂરનો દાણો જોઈ આપ સલ.એ ફરમાવ્યું કે જો મને ભય ન હોત કે કદાચ આ ઝકાતનો દાણો છે. તો હું ઉઠાવી તેને ખાઈ લેતે. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- એ મોકા પર આપનું ફરમાન લોકોને બોધ માટે હતું કે અલ્લાહની રોજી અને તેની કોઈ નેઅમત (ભલે તે બિલ્કુલ નજીવી હોય) કોઈ જગ્યાએ પડેલી દેખાય તો તેની ઈઝ્ઝત અને કદર કરી તેને તે કામમાં વાપરી લેવી જોઈએ. જેના માટે તેને અલ્લાહે બનાવી છે. તે સાથે જ આપ સલ. એ બતાવી ને કે હું એને એટલા માટે નથી ખાતો કે કદાચ ઝકાતની ખજૂરોમાંથી પડી ગઈ હોય, શંકાશીલ ચીજો વાપવાથી બચવાનો પાઠ પણ તકવાવાળાઓને ભણાવી આપ્યો.
عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : أَخَذَ الحَسَنُ بْنُ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُمَا ، تَمْرَةً مِنْ تَمْرِ الصَّدَقَةِ ، فَجَعَلَهَا فِي فِيهِ ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « كِخْ كِخْ » لِيَطْرَحَهَا ، ثُمَّ قَالَ : « أَمَا شَعَرْتَ أَنَّا لاَ نَأْكُلُ الصَّدَقَةَ » (رواه البخاري ومسلم)
અનુવાદ : હઝ. અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નવાસા હઝરત હસન બિન અલી રદિ.એ (બાળપણમાં) ઝકાતની ખજૂરોમાંથી એક ખજૂર ઉઠાવી મોંમાં મુકી દીધી, તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જોઈ ફરમાવ્યુંઃ થું થું, જેથી તેઓ તેમના મોંમાંથી કાઢી નાંખે અને થુંકી દે, પછી આપ સલ.એ ફરમાવ્યું બેટા તમને ખબર નથી કે અમે લોકો (બની હાશિમ) ઝકાત ખાતા નથી. (બુખારી મુસ્લિમ)
عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أُتِيَ بِطَعَامٍ سَأَلَ عَنْهُ : « أَهَدِيَّةٌ أَمْ صَدَقَةٌ؟ » ، فَإِنْ قِيلَ صَدَقَةٌ ، قَالَ لِأَصْحَابِهِ : « كُلُوا » ، وَلَمْ يَأْكُلْ ، وَإِنْ قِيلَ هَدِيَّةٌ ، ضَرَبَ بِيَدِهِ ، فَأَكَلَ مَعَهُمْ. (رواه البخاري ومسلم)
અનુવાદ : હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.ની આદત હતી કે જયારે કોઈ ખાવાની ચીજ આપ સલ. પાસે લાવવામાં આવતી તો આપ સલ. પુછતા કે આ ભેટ છે કે સદકો છે? જો આપ સલ.ને બતાવવામાં આવતુ કે આ સદકો છે તો આપ સલ. પોતાના સાથીઓ (જેઓ સદકાના હકદાર હતા જેમકે સુફફા વાળાઓ)ને ફરમાવતા કે તમો લોકો ખાઓ, અને પોતે ન ખાતા હતા. અને જો કહેવામાં આવતુ કે આ ખાવું ભેટ (હદીયો) છે તો આપ સલ. પણ તેમાં હાથ લંબાવતા અને સાથીઓ સાથે ખાવામાં શરીક થતા.
ખુલાસો :– કોઈ જરૂરતમંદ અને ગરીબ માણસને મદદ પુરતુ સવાબની નિય્યતથી કોઈ ચીજ આપવામાં આવે તો શરીઅતની પરિભાષામાં તેને સદકો કહેવામાં આવે છે. ભલે તે ફરજ કે વાજિબ હોય, જેમકે ઝકાત, સદકએ ફિત્ર, અથવા નફલી હોય (જેને આપણી ભાષામાં મદદ, ખેરાત કહેવામાં આવે છે) અને જો અકીદત અને સંબંધ ત્યા મહોબ્બતમાં પોતાના કોઈ મોહતરમ અને મહેબુબની સેવામાં કંઈ અર્પણ કરવામાં આવે તો તેને હદીયો અને ભેટ કહેવામાં આવે છે. સદકામાં આપનારનું સ્થાન ઉંચુ અને લેનારનું સ્થાન નીચુ હોય છે. જેથી રસૂલુલ્લાહ સલ. આવા પ્રકારનો સદકો વાપરતા ન હતા. અને ભેટ આપનાર તેનાથી એહતેરામ અને અકીદત તથા સંબંધ અને મહોબ્બત જાહેર કરે છે. અને તેને પોતાની જરૂરત સમજે છે. જેથી રસૂલુલ્લાહ સલ. તેને ખુશીથી કબૂલ ફરમાવી આપનારને દુઆઓ આપતા હતા. અને ઘણીવાર પોતાના તરફથી તેને ભેટ આપી, તેનો બદલો ચુકવતા હતા અને જયારે કોઈ સદકા રૂપે કંઈક રજૂ કરતો તો પોતાના હકદાર સાથીઓને અર્પણ કરી દેતા હતા.
عَنْ ابْنِ أَبِي رَافِعٍ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَعَثَ رَجُلًا مِنْ بَنِي مَخْزُومٍ عَلَى الصَّدَقَةِ ، فَقَالَ لِأَبِي رَافِعٍ : اصْحَبْنِي كَيْمَا تُصِيبَ مِنْهَا ، فَقَالَ : لَا ، حَتَّى آتِيَ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَسْأَلَهُ ، فَانْطَلَقَ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَسَأَلَهُ فَقَالَ : « إِنَّ الصَّدَقَةَ لَا تَحِلُّ لَنَا ، وَإِنَّ مَوَالِيَ القَوْمِ مِنْ أَنْفُسِهِمْ » (رواه الترمذي وأبو داود والنسائى)
અનુવાદ : રસૂલુલ્લાહ સલ.ના આઝાદ કરેલ ગુલામ હઝરત અબૂ રાફેઅ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. એ બની મખ્ઝુમના એક માણસને ઝકાત વસુલ કરવા પર નક્કી કર્યા, તે મખ્ઝુમીએ અબુ રાફેઅ રદિને કહ્યું તમે પણ મારી સાથે ચાલો, જેથી તમને પણ (મહેનતાણા પેટે) તેમાંથી કંઈક મળી જાય, જેમકે મને મળશે. અબૂ રાફેઅ રદિ.એ તેમને કહ્યું કે જયાં સુધી હું રસૂલુલ્લાહ સલ.ને એ બાબત પુછી ન લઉં, તમારી સાથે જઈ શકતો નથી. અબૂ રાફેઅ રદિ. હુઝૂર સલ.ની સેવામાં હાજર થઈ એ બાબત પુછયુ તો આપ સલ.એ ફરમાવ્યું કે અમારા ઘર માટે અને કુટુંબ માટે ઝકાતમાંથી કંઈ પણ લેવું જાઈઝ નથી. અને કોઈ ઘરના ગુલામ પણ તેમાંથી જ છે.(એટલા માટે અમારી જેમ તમારા માટે પણ એ જાઈઝ નથી.) (તિર્મિઝી, અબૂ દાઉદ, નસાઈ)
ખુલાસોઃ આ હદીસથી કુલ ત્રણ વાતો જાણવા મળી.
(૧)એક વાત તો એ જાણવા મળી કે જેમ રસૂલુલ્લાહ સલ. અને આપના કુટુંબવાળાઓ માટે ઝકાત હલાલ નથી એ જ પ્રમાણે આપના અને આપના કુટુંબના ગુલામો માટે પણ હલાલ નથી અહીં સુધી કે અઝાદ થયા પછી પણ તેઓ ઝકાત ફંડમાંથી કંઈ પણ લઈ શકતા નથી.
(૨) બીજી વાત આ હદીસથી જાણવા મળી કે ઝકાત વસુલ કરવાનું મહેનતાણું તે ઝકાતમાંથી દરેક આમીલ (કાર્ય કર્તા)ને આપી શકાય છે. (એટલે સુધી કે કાર્યકર્તા ઘરનો માલદાર હોય અને તેના ઉપર ભલે ઝકાત વાજિબ હોય, તો પણ તેને મહેનતાણા પેટે ઝકાતમાંથી આપી શકાય છે.) પરંતુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કુટુંબીઓ અને ગુલામો માટે એની પણ ગુંજાઈશ નથી.
(૩) ત્રીજી વાત એ જાણવા મળી કે રસૂલુલ્લાહ સલ.એ અને ઈસ્લામી કાનૂને જયારે ગુલામોની દુનિયામાં કોઈ હૈસિયત ને હતી તે સમયે કેટલું ઉચ્ચ સ્થાન અર્પણ કર્યું કે કાનૂની માલિકોની ખાનદાની ખુસુસીયતોમાં તેમને પણ કંઈક અંશે ભાગીદાર બનાવ્યા.
સીરતે નબવીના અભ્યાસનું મહત્વ
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દીનની પુર્ણ સમજ આપવા સાથે પોતાની જીંદગીમાં એના ઉપર અમલ કરીને જે ઉદાહરણ આપણી સામે રજૂ કર્યું છે, એને આપણે 'સીરતે તય્યિબહ' કહીયે છીએ, અલ્લાહ તઆલાએ પણ કુર્આન શરીફમાં હુકમ આપ્યો છે કે આપના જીવન ચરીત્રને જાણી, સમજી, તેના ઉપર અમલ કરવામાં આવે.
અલ્લાહ તઆલા ફરમાવે છે :
(હે લોકો !) ખરેખર, તમારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હસ્તીમાં એક અનુકરણીય નમૂનો છે. એટલે કે એવા લોકો માટે જેઓ અલ્લાહની તથા આખિરત(ના સવાબ)ની આશા રાખતા હોય અને અલ્લાહને વિશેષ યાદ કરતા હોય.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હવે આપણા વચ્ચે નથી, પરંતુ આપણા પાસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુબારક જીવનની દરેક પળ અને ક્ષણ સલામત, મહફૂજ અને મોજૂદ છે, જો મુસલમાન ખુદા અને ખુદાના રસૂલને ખુશ કરવા ઈચ્છે તો તેના માટે જરૂરી છે કે આપ સલ.ના જીવનનો એ નિયતે અભ્યાસ કરે કે આ મુજબ જીવન પસાર કરીશ અને મારૂ જીવન આપ સલ.ના જીવન પ્રમાણે બનાવીશ.
યાદ રાખો ! આપ સલ. સાથે સાચી મુહબ્બતનો તકાદો આ છે કે આપની દરેક અદા અને આદતને આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે, અને આપ જે દીન અને ધર્મને લાવ્યા તેના ઉપર પુરેપુરો અમલ કરવામાં આવે, અને તેના માટે આસાન રીત આ જ છે કે આપના જીવન ચરીત્રનો અભ્યાસ કરી તેના ઉપર અમલ કરવામાં આવે.
જો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જીવન વિશે જાણકારી પ્રાપ્ત ન કરીએ અને આપની આદતો અને જીવન પસાર કરવાની રીતોને ન જાણીએ તો પછી કેવી રીતે કહી શકીએ કે આપણને રસૂલે ખુદા સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સાથે મુહબ્બત છે?
વર્તમાન સમયમાં લોકો યુરોપી સંસ્કૃતિ અને સંસ્કારથી ધોકો ખાઈ તેને અપનાવી રહ્યા છે, પણ માણસે યાદ રાખવું જોઈએ કે ફકત આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જીવન પસાર રીત જ તેમને તે અંધકારમાંથી પ્રકાશ તરફ લાવી શકે છે.
આજનો મુસલમાન ઇસ્લામી દ્રષ્ટિકોણ અને ફિલોસોફીથી અજાણ હોવાથી અને પોતાના આમાલની કમઝોરીના કારણે યુરોપિયન સંસ્કૃતિને કામ્યાબીનો રાહ સમજી રહયો છે. અને એના અનુસરણની ગર્તામાં ધકેલાય રહ્યો છે. તે પ્રમાણે જીવન પસાર કરવાને ગૌરવ સમજે છે, યુરોપિયન વાસ્તવિકતામાં નાસ્તિકતા આધારીત છે, અને તે મુસ્લમાનો માટે ભુતકાળમાં પણ નુકસાનકારક હતી અને હાલમાં પણ હંમેશાં નુકસાન કારક સાબિત થાય છે, પરંતુ ઉમ્મતના દરેક પ્રકારના લોગો તેના તરફ આકર્ષિત થતા દેખાય રહયા છે.
આપણી આ દશા કેમ થઈ છે? કારણ કે આપણે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સીરત અને આપના જીવન ચરિત્રને ભુલાવી દીધું છે, આપણી મુહબ્બત નબી સલ. સાથે ફકત શબ્દો પુરતી રહી ગઈ છે, આપણા અમલો ગેર કોમોના અમલો જેમ છે અને યુરોપિયનનું અનુકરણ કરીએ છે, શું આ જ મુહબ્બત છે? શું આ સાચો ઈશ્ક છે? શું આ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો અદબ અને એહતિરામ છે ? આપણી આ સ્થિતિ પછી પણ આપણે જન્નતના હકદાર છે?
નિઃશંક આપ સલ. સાથે આપણને સાચી મુહબ્બત નથી અને આપના પ્રત્યે અદબ નથી, નિઃશંક આપણે જન્નતના હકદાર નથી, અને આવા કાર્યો થકી આપણે અલ્લાહની રહમત પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે આપણે અલ્લાહના મહબૂબ અને આખરી નબીની તાલીમ ભુલાવી દીધી છે, તો પછી અલ્લાહ તઆલા આપણ ઉપર કેવી રીતે રહમ કરે ? આપણે તો તેમના માર્ગે ચાલી રહયા છે જેમના પર અલ્લાહ તઆલા ગુસ્સે થયા અને જેઓ અવળા માર્ગે ગયા. આ જ કારણ આજે મુસલમાનો પરાજિત છે. અલ્લાહ તઆલા આપણને સહીહ સમજ આપે.
સામાજિક બહિષ્કારના દિવસોમાં હિજરત પૂર્વેનું નબવી મેનેજમેન્ટ
= ફરીદ અહમદ કાવી.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કા મુકર્રમહમાં ઈસ્લામ, તવહીદ અને નુબુવ્વતનું એલાન કર્યું તો તુરંત તવહીદ અને રિસાલતના વિરોધીઓ શત્રુ સામે આવી ગયા. આવા સંજોગોમાં અલ્લાહના નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સામે દીનની તબ્લીગ એટલે કે લોકો સુધી ઈસ્લામનો સંદેશ પહોંચાડવો સૌથી મોટો પડકાર હતો. આ સ્થિતિમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કેવી રીતે દીનની વાત લોકો સુધી પહોંચાડી અને પોતાનું મિશન કેવી રીતે પાર પાડયું ? એ અભ્યાસનો વિષય છે. પ્રતિકુળ અને નકારાત્મક સંજોગોમાં પોતાનું કામ આગળ વધારવા માટે માણસે કેવું આયોજન કરવું જોઈએ, એના માટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ સમયકાળમાં અપનાવેલ રીત – આયોજન સર્વશ્રેષ્ઠ ઉદાહરણ અને નમૂનો છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સૌથી પહેલા પોતાના નજીકના સગાં-સંબંધીઓને ઈસ્લામ વિશે ખબરદાર કર્યા.
સૌ પ્રથમ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનાં પવિત્ર પત્ની હઝરત ખદીજા (રદિ.) ઇસ્લામ લાવ્યાં, ત્યાર પછી આપના બાળપણના મિત્ર હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.)ને ઈસ્લામ વિશે વાત કરી તો તેમણે પણ ઈસ્લામ સ્વીકાર્યો. ત્યાર પછી હઝરત અલી (રદિ.) સામે મુસલમાન થયા. શરૂઆતમાં તો દાવતની આ ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ છુપી રીતે અને પરદા પાછળ રહીને કરવામાં આવતી હતી. અને બધી પ્રવૃતિઓનું કેન્દ્ર હઝરત અરકમ રદિનું ઘર હતું. જે શહેરથી બહાર હતું અને હઝરત અરકમની ઉમર ૧૭ વર્ષની હતી, એટલે કોઈના મનમાં પણ ન હતું કે અહીંયાથી ઈસ્લામના કિરણો ફેલાય રહયાં છે. સતત ત્રણ વર્ષ સુધી આ રીતે છુપી રીતે દાવતનું કામ ચાલતુ રહયું.
ત્રણ વર્ષ પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જાહેરમાં દાવત આપવાની શરૂઆત કરી, એના માટે 'સફા' પહાડ નક્કી કરવામાં આવ્યો. આ પહાડ પાસે અંગત, અગત્યના કામો માટે લોકો ભેગા થવાની મક્કાવાસીઓમાં પરંપરા પહેલેથી ચાલતી આવતી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પહાડ ઉપર ઉભા થઈને واصباحا ના શબ્દો બોલ્યા, આ શબ્દો સાંભળીને લોકો ભેગા થતા કે ખતરાની ઘંટી છે ! લોકો એમ સમજીને કે મુહંમદ કોઈ ઘણી અગત્યની વાત કહેવા ચાહે છે, એટલે ભેગા થવા માંડયા. અને ભેગા થયા પછી એમની સામે ઈસ્લામ અને તવહીદની વાત રજૂ કરી.
ત્યાર પછી એકવાર આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના પરિવાર બનૂ અબ્દુલ મુત્તલિબના લોકોને પોતાના ઘરે ખાવાની દાવત આપીને ભેગા કર્યા, તેમના માટે ખાવું તૈયાર કર્યું અને ખાધા પછી ઈસ્લામનો પ્રસ્તાવ મુકયો.
આ સમગ્ર સમયગાળા દરમિયાન, અને લોકો સામે પોતાની વાત રજૂ કરવામાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબા (રદિ.)નો મક્કાના કુરૈશ સાથે કોઈ પણ ઝઘડો થવા દીધો નથી. મક્કાના કુરૈશ આપના વિરુદ્ધ અનેક ષડયંત્રો ઘડતા, પરંતુ આપ પોતાના સાથીઓને ધીરજ ધરવાનું કહેતા, સામે સહાબા ફરિયાદ કરતા કે અમે મુશરિક હતા ત્યારે અમારી ખૂબ ઈઝઝત હતી અને ઈમાન લાવ્યા તો કાફિરો દ્વારા અમારું અપમાન કરવામાં આવી રહયું છે, આપ (સલ.) એ ફરમાવ્યું : મને માફ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, માટે લડાઈ-ઝઘડો ન કરો.
પછી જયારે કાફિરોનો ત્રાસ ઘણો બધો વધી ગયો તો કંટાળીને મુસલમાનોએ હિજરત કરવી પડી. બે વાર સહાબા કિરામ (રદિ.) હબશા હિજરત કરી ગયા. અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબા (રદિ.)ને દિલાસો આપતાં ફરમાવ્યું કે 'તમે હબશા દેશ પ્રયાણ કરી જાવ તો સારુ રહેશે. ત્યાંનો રાજા કોઈના ઉપર દમન ગુઝારતો નથી. તે ભલાઈવાળી ધરતી છે, તમે ત્યાં જ રહો, જયાં સુધી કે અલ્લાહ તઆલા તમારી આ મુસીબતને ખતમ કરવાનો કોઈ રસ્તો કાઢે. મક્કાના શત્રુઓ આ મુસલમાનોનો પીછો કરવા હબશા - ઇથોપીયા સુધી આવ્યા અને ત્યાંના રાજાને ભેટ - સોગાદ આપીને મુસલમાનોને પાછા કાઢવાનો આગ્રહ કર્યો, પણ રાજા નજાશી રાજી થયો નહીં, અને તેઓ ખાલી હાથ પાછા આવ્યા.
હવે મક્કાના કુરેશે આગલો વાર કર્યો, એમણે મુસલમાનો સાથે સંપૂર્ણ બહિષ્કારનું એલાન કરી દીધું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનો માટે આ મોટો પડકાર હતો. સબ્ર - ધીરજ દ્વારા મુસલમાનો આ પડકારને પણ પહોંચી વળ્યા.
પણ હવે એક વાત નક્કી થઈ ગઈ હતી કે મુસલમાનો માટે મક્કામાં અને કુરેશ સાથે રહેવું મુશ્કેલ છે અને ઈસ્લામની દાવત માટે કોઈ બીજું મેદાન, બીજા સમજદાર લોકો અને મુસલમાનો માટે કોઈ બીજું સલામત સ્થળ શોધવું જરૂરી છે. એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હજના દિવસોમાં અને અન્ય કોઈ પ્રસંગે ભેગા થતા અને અરબસ્તાનના દૂર દૂર વિસ્તારોમાંથી આવતા કબીલાઓ સાથે મુલાકાતો શરૂ કરી દીધી. આ મુલાકાતો એક યોજનાબદ્ધ રીતે કરવામાં આવતી હતી. કોઈ પણ કબીલા પાસે જતાં પહેલાં એમની પૂરી જાણકારી મેળવવામાં આવતી હતી. જે બાબતની જાણકારી ન મળી હોય તો મુલાકાત વેળા એ વિશે પૂછી લેવામાં આવતું હતું. આ બધાનો મકસદ મુસલમાનો માટે કોઈ બીજા મજબૂત અને તાકતવર કબીલાની સહાય અને રક્ષણ શોધવાનો હતો.
એટલા માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને હઝરત અબૂબક્ર (રદિ.) વિવિધ કબીલાઓ પાસે જતા અને તેમના વિશે સંપૂર્ણ જાણકારી મેળવતા. એક સ્થળે બનૂ શયબાન કબીલા સાથે મુલાકાત થઈ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમારી સંખ્યા કેટલી છે ? તેમણે જવાબમાં કહયું : એક હઝાર ! એક હઝાર કોઈ ઓછી સંખ્યા ન કહેવાય. ત્યાર પછી પૂછયું : તમે અને તમારા શત્રુઓ વચ્ચે યુદ્ધ કઈ રીતે થાય છે ? જવાબ આપ્યો: કયારે અમે જીત્યે છીએ તો કયારેક દુશ્મનો બાજી મારી જાય છે.
અંતે અલ્લાહના રસૂલ એ પરિણામ સુધી પહોંચ્યા કે મક્કાના મુશરિકો પછી તાઇફ શહેરમાં વસતો ષકીફ કબીલો અને હવાઝિન જ સૌથી વધુ શક્તિશાળી છે. આ પરિવારો સરદારી માટે અનેક વાર કુરેશ સાથે યુદ્ધ કરી ચુકયા હતા. જેથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તાઈફના આગેવાનોને દાવત આપવા ગયા, જો કે તેમણે અત્યંત ઉદ્ધત જવાબ આપ્યો. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે એવું અસભ્ય વર્તન કર્યું કે ભાગ્યે જ કોઈ માણસ સહન કરી શકે! પરંતુ તેમના આ અસભ્ય વ્યવહાર સામે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો એક જ જવાબ હતો : બની શકે કે એમની પેઢીઓમાંથી કોઈ ઈમાન લઈ આવે. ત્યાર પછી આપ બનુ કિન્દા પરિવાર પાસે ગયા અને તેમના વડા મલીહને દાવત આપી, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી.
પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કલ્બ કબીલાની શાખ બનૂ અબ્દુલ્લાહના સરદાર પાસે ગયા, તેઓ પણ ન માન્યા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બનૂહનીફાની મુલાકાત લીધી અને તેઓ સામે પોતાની વાત મુકી, પરંતુ તેમણે ઘણી ઉદ્ધતાઈથી જવાબ આપ્યો. બનૂ આમિર બિન સઅસઆ પાસે ગયા, તેમણે પણ ઈન્કાર કરી દીધો.
આ દિવસોમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક જ મહેનત અને ચિંતા હતી કે આસપાસના કબીલાઓ ઇસ્લામ સ્વીકારી લે અને કોઈ મોટો કબીલો એવો મુસલમાન બની જાય જે અન્ય મુસલમાનો માટે મદદ અને રક્ષણનું કામ આપી શકે. જે સ્થળે પણ કોઈ તહેવાર કે પ્રસંગને બહાને અમુક કબીલાઓ ભેગા થવાની જાણ થતી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ત્યાં પહોંચી જતા અને ઈસ્લામ - તવહીદની વાત રજૂ કરતા હતા.
આ કડીમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બનૂ ઝુહલ કબીલાના સરદાર મફરૂક પાસે પણ ગયા અને કુરઆનની આયતો એને સંભળાવી. સરદાર મફરૂક કુરઆનની આયતો સાંભળીને પોકારી ઉઠયો કે ખુદાની કસમ ! આ કોઈ માણસનું કલામ – વાણી નથી. પણ એણે તુરંત ઇસ્લામ સ્વીકારવાની હિમંત કરી નહીં અને કહેવા લાગ્યો કે મારે મારી કોમને પૂછવું પડશે. અમે ઈરાની રાજા કિસ્રાના તાબેદાર છીએ, એને ખોટું ન લાગે એ પણ અમારે જોવાનું રહેશે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એની સચ્ચાઈ પસંદ આવી અને પરત આવી ગયા. સીરતની કિતાબોથી માલૂમ પડે છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કુલ ૨૧ કબીલાઓને દાવત આપી હતી.
આ સિલસિલામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ખઝરજ કબીલાના લોકોને દઅવત આપી. આ મદીનાનો એક કબીલો હતો. આ કબીલાને મદીનામાં યહૂદીઓ તરફથી ભારે દબાણ અને અત્યાચાર વેઠવો પડતો હતો. મદીના અને આસપાસના યહૂદીઓ સિફતપૂર્વક બે ગ્રુપોમાં વહેંચાયને મદીનાના બે કબીલાઓ ખઝરજ અને અવસને લડાવતા હતા. ખઝરજના લોકો સાથે મક્કામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મુલાકાત થઈ એ પૂર્વેના વરસોમાં બંને કબીલાઓ વચ્ચે લડાઈઓ થઈ ચુકી હતી અને બંને પક્ષે ભારે ખુવારી પણ થઈ હતી. આ નુકસાનથી બંને કબીલાઓને સમજમાં આવવા માંડયું હતું કે યહૂદીઓ એમને લડાવીને પોતે મજબૂત બની રહ્યા છે. એટલે બંને કબીલાઓએ સુલેહ કરીને અબ્દુલ્લાહ બિન ઉબયને પોતાનો સંયુકત સરદાર બનાવવાનો નિર્ણય પણ કરી લીધો હતો.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધી વિગત અને ઘટનાઓ સામે રાખીને ખઝરજના લોકોને ઈસ્લામનું આમંત્રણ આપ્યું.
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને પૂછયું કે, તમે કોણ છો ? એમણે જવાબ આપ્યો કે ખઝરજ. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે, તમારો યહૂદીઓ સાથે કરાર છે ? એમણે જવાબ આપ્યો કે હા, પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, જો તમે ચાહો તો આપણે બેસીને શાંતિથી વાત કરીએ. તેઓ તૈયાર થયા તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બેસીને શાંતિથી વાત કરી અને એમને ઇસ્લામની બુનિયાદી વાતો બતાવીને ઇસ્લામની દાવત આપી.
ખઝરજના લોકોને મદીનામાં પોતાની સ્થિતિનું ભાન હતું. યહૂદીઓ સાથે કરાર હોવા છતાં એમના દબાણ અને શોષણને સમજતા હતા. અંદરોઅંદરની લડાઈથી પણ તેઓ થાકી ગયા હતા, અને કોઈ એવા રસ્તાની શોધમાં હતા જેમાં ઉજળું ભવિષ્ય દેખાતું હોય. યહૂદીઓ વિશે તેઓ જાણતા હતા કે આસમાની ધર્મને અનુસરે છે. ઉપરાંત એમણે યહૂદીઓથી સાંભળી રાખ્યું હતું કે મક્કામાં કોઈ માણસે નુબુવ્વતનું એલાન કર્યું છે. યહૂદીઓ એમને ધમકાવતા હતા કે અમે એ નબી સાથે મળીને તમારી સામે લડીશું અને તમને નેસ્તનાબૂદ કરી દઈશું. ખઝરજના લોકોએ વિચાર્યું કે કયાંક યહૂદીઓ આ નબી સાથે કરાર કરી લેશે તો વધારે મજબૂત બની જશે, અને આપણી બરબાદી નક્કી છે. એટલે તેઓએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાતને સ્વીકારવા તૈયાર થઈ ગયા.
આપણે કહી શકીએ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ આ કબીલાને દઅવત આપવામાં મદીનાના સંજોગો અને યહૂદીઓ સાથે ચાલી રહેલ એમની ખેંચતાણને પણ સામે રાખી જ હશે, જેમ તાઈફના કબીલાઓને દઅવત આપતી વેળા બધા પાસાઓ સામે રાખ્યા હતા.
ખુલાસો આ છે કે ઇસ્લામના આરંભે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ધારેલી સફળતા મળતી ન હતી. ત્રણ વરસની છુપી મહેનત પછી અમુક લોકો જ મુસલમાન થયા હતા. પછી જાહેરમાં ઇસ્લામનો પ્રચાર શરૂ થયો તો બનુ અબ્દુલ મુત્તલિબ (દાદાની અવલાદ)માંથી પણ પુરતો આવકાર મળ્યો નહીં. સફા પહાડ પાસે લોકોને ભેગા કરીને તવહીદની વાત કરી તો પણ કોઈ લાભ નહીં થયો. બાયકોટ વેઠયો. ઈથોપિયાની હિજરતમાં ત્યાં રહી જનાર લોકો સલામત રહયા પણ મુસલમાનો માટે લાંબાગાળે કોઈ ફાયદો દેખાયો નહીં. મક્કાની આસપાસના અનેક કબીલાઓ અને સરદારો સામે ઈસ્લામ રજૂ કરવામાં આવ્યો, પણ કોઈ પરિણામ નહીં.. અને આ દરમિયાન વિરોધ વધતો રહયો, વિરોધીઓની સતામણી તો એટલી બધી કે અશકતો અને એકલા અટૂલા લોકોને મારી નાખવા માંડયા...
આવા સંજોગોમાં શું કરવું? કોઈ ગમે તેવો સમજદાર માણસ હોય, આવા સંજોગોમાં છેલ્લો નિર્ણય એ જ કરે કે હવે આ કામને માંડી વાળવું છે. પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલા તરફથી મળેલ તવહીદ - રિસાલતના સંદેશ ઉપર સંપૂર્ણ યકીન હતું, અને એ માટે અલ્લાહ તઆલાએ આપને એટલી અડગતા, હિમ્મત અને ધીરજ આપી હતી કે આપ સફળતાને શોધવા માટે નવી રીતો અને નવો રસ્તાઓ - તરીકાઓ શોધતા જ રહેતા હતા. પણ ચારે તરફથી રસ્તાઓ બંધ દેખાતા હતા, કોઈ તરફ આશાનું કોઈ કિરણ ન હતું, કુરેશના બાયકોટમાં કે મક્કાની માયૂસીમાં ઘેરાય રહેવું, અને સઘળી મહેનત અહિંયા જ વેડફી નાંખવી પણ સમજદારીની વાત ન હતી. અંતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કુરેશના પ્રપંચોથી અનેક ગણી વધારે અસરકારક તદબીર અપનાવી, અન્ય કબીલાઓમાં ઇસ્લામ અને મુસલમાનોનું રક્ષણ શોધવાનું શરૂ કરી દીધું. અને ઘણી બધી શોધખોળ તેમજ મહેનતના અંતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મહેનત રંગ લાવી અને મદીના શરીફમાં એક મજબૂત અને મહફૂજ સ્થળ મુસલમાનોને મળી આવ્યું.
માણસ ઉપર અલ્લાહની દેખરેખ અને અસત્ય બોલવાની મનાઈ
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
માણસ ઉપર અલ્લાહ તઆલાનો કાયમી ગુપ્ત પહેરો
મુસલમાનોના અકીદા મુજબ જે કંઈ મામલાઓ અને ઘટનાઓ બને છે એનો હિસાબ દુનિયામાં પૂરી નથી થઈ જતો, બલકે દરેક વાત આમાલ નામામાં મહફૂજ થાય છે, અલ્લાહ તઆલાની સાચી અને પાકી ગુપ્ત પોલીસ પહેરો ભરે છે, જે બધું લખે છે. કુરઆનમાં છેઃ માણસ જે કંઈ મોંઢેથી બોલે છે, એના ઉપર એક ફરિશ્તો તાકમાં બેસેલો હોય છે. (સૂરએ કાફ – ૧૮)
બીજી એક આયતમાં છે : હમારા ફરિશ્તાઓ તમારા બધા પ્રપંચોને લખી રહયા છે. માટે કોઈના ઉપર ખોટા આરોપ લગાવવાથી બચવું ઘણું જરૂરી છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક હદીસ આપણને આવી બાબતોએ બેહતરી માર્ગદર્શન પુરું પાડે છે, હદીસ શરીફમાં છેઃ
જયારે કોઈ માણસ તમને તમારી એવી કોઈ ખામીના કારણે બદનામ કરે, જેના તમારા અંદર હોવા વિશે એને ખબર છે, તો બદલામાં તમે એને એવા કોઈ ગુના બાબતે બદનામ ન કરો, જેના વિશે તમને ખબર છે કે તે ગુનો – ખામી એના અંદર મોજૂદ છે. (એટલે કે એ ભલે તમને બદનામ કરે, પણ તમને એને બદનામ ન કરો.) પણ આપણી સ્થિતિ આ છે કે કોઈને બદનામ કરવા ખાતર કે એનાથી બદલો લેવા માટે આપણે એવું પણ નથી જોતા કે જે એબ – ગુના દ્વારા એને બદનામ કરી રહયા છે, એ ગુનો સાચે જ એના અંદર છે કે નહીં. બલકે સંદતર જુઠ બોલીને બોહતાન લગાવવામાં આવે છે. ઈસ્લામ ઉપર અમલ કરવાની આ આપણી રીત છે ! આ પોતાના વિરોધીથી બદલો લેવાનું નામ નથી, બલકે એને ખોટી રીતે બદનામ કરવાનો ગુનો છે. કોઈ બીજાને શી ખબર કે આપણા આ કામો ઇસ્લામી તાલીમ નથી, બલકે ઇસ્લામ વિરુદ્ધ હરકતો છે. કોઈ અજાણ્યાને કેવી રીતે ખબર હોય કે ઇસ્લામી તાલીમ શું છે ? અને આજના મુસલમાનો ઇસ્લામની તાલીમથી દૂર થઈ ગયા છે. અજાણ્યા લોકો તો આપણને જ ઈસ્લામની તસવીર સમજે છે. પરંતુ એમને શી ખબર કે અમે મુસલમાનો તો ઈસ્લામની તાલીમ ઉપર અમલ કરવાની વાત તો દૂર રહી, એને જાણવા-સમજવાની કોશિશ પણ નથી કરતા. આપણને તો આપણા દીન, આપણા ધર્મ, આપણે ઈસ્લામી આદર્શો અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કાર્યો – કથનો તેમજ સહાબએ કિરામ રદિ.ની કાર્યશૈલી અને જીવનચર્યા વગેરે જાણવાની કોઈ ફુરસદ પણ નથી. એના ઉપર અમલ કરવાની વાત તો દૂર રહી.
હવે તો રોઝી - રોટી જ આપણો દીન બની ગયો છે. પૈસો આપણો ધર્મ છે. અને દુનિયાનું સન્માન જ આપણી છેલ્લી કામ્યાબી છે. આપણે ફકત આપણી દુનિયાની ઇઝઝત અને સન્માન મેળવવા ખાતર અથવા દુનિયાના કોઈ તુચ્છ લાભ ખાતર કોઈને બદનામ કરવામાં પણ ખચકાતા નથી. જૂઠ બોલવામાં કોઈ શરમ નથી આવતી. ખોટી કસમો ખાય લઈએ છીએ. હાલાંકે મુસલમાન અને જૂઠ તો એકબીજાને વિરોધી બાબતો છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જયારે કોઈ માણસ જૂઠું બોલે છે, એના મોંઢામાંથી નીકળતી જૂઠની બદબૂના કારણે રહમતનો ફરિશ્તો એક માઇલ દૂર ચાલ્યો જાય છે. (મિશ્કાત) કારણ કે જૂઠની દુર્ગંધ એક માઈલ સુધી ફેલાય છે.
મોમિન જૂઠો નથી હોય શકતો (હદીસ)
એક માણસે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું:
મોમિન માણસ બુઝદિલ – ડરપોક હોય શકે છે?
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: હા, હોય શકે છે.
એમણે પૂછયું કે, મોમિન કંજૂસ હોય શકે છે?
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યુંઃ હા, હોય શકે છે.
એમણે પૂછયું: મોમિન જૂઠો હોય શકે છે ?
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: ના. મોમિન જૂઠો નથી હોય શકતો. (મિશ્કાત શરીફ)
હઝરત અબૂબક્ર રદિ.નો ઇરશાદ છે : પોતાને જુઠ બોલવાથી બચાવો.કારણ કે જૂઠ ઈમાનથી દૂરની બાબત છે. (દુર્રે મન્ષુર)
હઝરત આઇશહ રદિ. ફરમાવે છે : નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સૌથી વધારે અણગમો જૂઠ બાબતે જ હતો. જયારે કોઈના વિશે જુઠું બોલવાની ખબર પડતી તો જયાં સુધી એના તોબા કરવાની ખબર ન પડે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ નારાજ રહેતા હતા.
હઝરત અબ્દુલ્લાહ બિન ઉંમર રદિ. ફરમાવે છે કે, અમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પૂછયું કે,
સૌથી સારો માણસ કોણ છે?
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, સાફ દિલ અને સાચું બોલનાર માણસ શ્રેષ્ઠ છે.
અમે પૂછયું કે સાચું બોલવાનો મતલબ તો ખબર છે પણ સાફ દિલ હોવાનો શો મતલબ?
તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જે માણસ મુત્તકી -પરેહઝગાર હોય, ઝુલમ ન કરતો હોય, હસદ અને કપટ ન રાખતો હોય. (ઈબ્ને માજહ)
હઝરત ઉમર રદિ. ફરમાવે છે : કોઈ મોમિનને જૂઠો હોય એવું તમને ક્યાંયે નહીં દેખાય.
હઝરત અનસ રદિ. ફરમાવે છે : માણસ જૂઠની નહૂસતના કારણે દિવસના રોઝા અને રાતની તહજ્જુદથી મહરૂમ થઈ જાય છે.
હઝરત ફુઝેલ બિન અયાઝ રહ. ફરમાવે છે : હલાલ કમાઈ અને સાચું બોલવાથી માણસને જેટલી ઈઝઝત મળે છે એટલી કોઈ બીજા કામથી નથી મળતી. (દુર્રે મન્ષુર)
હઝરત ઉકબહ બિન આમિર રદિ. ફરમાવે છે :
મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે નજાતનો સબબ શું છે ?
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : પોતાની ઝબાન ઉપર કાબૂ રાખો. પોતાના ઘરમાં રહો. (વગર કામના આંટા – ફેરા ન મારો) અને પોતાના ગુનાહો ઉપર રડતા રહો. (મિશ્કાત)
ઇસ્લામી ઇબાદતોના ફાયદાઓ
ઈસ્લામ દ્વારા ઈબાદતોનું જે વિશેષ માળખું આપવામાં આવ્યું છે, એનો ધ્યેય બંદા અને પરવરદિગાર વચ્ચે નિખાલસ સંબંધોની સ્થાપના છે. માણસને પરવરદિગારની આજ્ઞાઓ સામે આજ્ઞાંકિત બનાવવાનો છે. અંતર અને મનની (રૂહાની) કેળવણી પણ એનો મુખ્ય હેતુ છે. સરળ રીતે કહેવામાં આવે તો ઇસ્લામી ઇબાદતો દ્વારા બે મુખ્ય હેતુઓની પ્રાપ્તિનું લક્ષ્ય છે.
(૧) અલ્લાહ સાથે દઢ સંબંધ.
(૨) આખિરતનો ખોફ.
ઇબાદત વડે બંદો અલ્લાહની નિકટતા મેળવે છે, જેટલી વધારે ઇબાદત અને જેટલી વધારે નિખાલસતા, એટલી વધારે નિકટતા મળે છે. એના થકી જ અલ્લાહની મુહબ્બત અને ડર દિલમાં વસે છે. અલ્લાહની આવી નિકટતાનું નામ જ તો રૂહાનિયત અને આધ્યાત્મિકતા છે. એને જ તઝકિયહ, તસવ્વુફ, એહસાન અને સૂફીવાદ કહેવામાં આવે છે. આ રૂહાનિયત અને આધ્યાત્મિકતા ઇસ્લામની બુનિયાદ છે. સાદા શબ્દોમાં એને ધર્મપરાયણતા કહેવામાં આવે છે. એના વગર માણસ અને ધર્મ એક ખાલી ખોખાની જેમ રહી જાય છે.
આજના માનવીમાં કરપ્શન, સંસ્કારોની પડતી, દુરાચાર અને કુરિવાજોનું જે ચલણ છે, એનું બુનિયાદી કારણ માનવીમાં આવી ગયેલ રૂહાનિયત અને ધર્મપરાયણતાની ઉણપ છે. અલ્લાહ તઆલા સાથે ગાઢ સંબંધ અને આખિરતના ખોફ વગર રૂહાનિયત નથી મળી શકતી અને રૂહાનિયત ઈબાદત વગર પેદા નથી થતી, માટે ઈબાદત ઘણી જરૂરી બાબત છે. અને ઈબાદતના આ મહત્વને અનુરૂપ જ ઇસ્લામમાં ઇબાદતો નક્કી કરવાની સાથે એમાં નિરંતરતા જળવાય એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. માણસના તન-મન – ધન... બધાને આવરીને ઈબાદતોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
શરઈ માર્ગદર્શન
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા
મવ. મુફતી અહમદ દેવલા
સદર મુફતી જામિઅહ જંબુસર
બિલ્ડર-કોન્ટ્રાકટર દ્વારા મકાન ખરીદારને બેન્કલોન લેવામાં મદદ કરવી
સવાલ : સલામ બાદ મસ્અલહનો જવાબ આપવા ગુજારીશ છે.
હું મોટી જમીન રાખી મકાન બનાવી બિલ્ડર તરીકે કામ કરૂં છું, મકાનો તૈયાર થયા પછી બજારમાં વેચવા મુકતા મોટા ભાગના મુસ્લિમભાઈઓ એમ પુછે છે કે લોન પડી જશે ? મારે બેન્ક લોન પડે તેવા તમામ કાગળો તૈયાર રાખવા પડે છે, બેન્ક લોનમાં બેન્ક દસ્તાવેજ જયાં સુધી લોન પુરી ના થાય ત્યાં સુધી કબ્જામાં રાખે છે. સરકારી સહૂલત મુજબ જો પ્રથમ મકાન ઉપર લોન લીધી હોય તો બે લાખ સડસઠ હજાર જેવી સબસિડી સરકાર આપે છે, વ્યાજદર દરેક બેન્કના અલગ-અલગ હોય છે તો :
(૧) શું બિલ્ડર પોતાના કાગળો બેન્ક લોન લેનારને આપી શકે છે?
(૨) મકાનો બનાવીને વેચવાનો કારોબાર હાલની હાલાતમાં વધુ બેન્ક લોનવાળા ગ્રાહક હોય છે, માટે બેન્ક લોન વગર આ ધંધો કરી શકીએ તેમ નથી, તો શું કરવું જોઈએ?
(૩) ઘણીવાર ગ્રાહક એમ પુછે છે કે લોન પાડનાર કોઈ સારો વ્યકિત હોય તો અમને બતાવો, તો ગ્રાહકના હિતમાં સારો વ્યકિત પણ બતાવવો પડે છે, તો આ બતાવવું કેવું છે?
(૪) બેન્ક લોનની સરકારી કામગીરી થયા પછી અમારે સામેથી પૈસાની જરૂરત હોય પુછવું પડે છે કે લોનનો ચેક કયારે આવશે?
(૫) જાહેરાતમાં બિલ્ડર તરીકેની સારી છાપ રહે તે માટે સોસાયટીની જાહેરાતના બેનરો પર તથા સોસાયટી પ્લાનિંગના પ્લેમફેટ પર લખવું પડે છે કે 'લોન સુવિધા ઉપ્લબ્ધ છે' તો આ લખવું કેવું છે? શરીઅતની રોશનીમાં જવાબ આપવા ગુજારીશ છે.
بسم الله الرحمن الرحيم ؛ حامدا و مصليا ومسلماً
જવાબ : પ્રથમ આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે સામાન્ય રીતે બેંકમાંથી લેવામાં આવતી લોન વ્યાજુ હોય છે, કુર્આન, હદીસની રૂએ વ્યાજુ લેવડ-દેવડ હરામ અને ગુનાહે કબીરહ છે, તેના આચરણ ઉપર કુર્આન અને હદીસમાં સખત વઇદો સંભળાવવામાં આવેલ છે.
સુરએ બકરહની આયત નંબર " ૨૭૮-૨૭૯" માં અલ્લાહ તઆલા ફરમાવે છે : હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી ડરો અને જો તમે ઈમાન રાખતા હોય તો જેટલું વ્યાજ બાકી હોય, તેને છોડી આપો, પછી જો તમે (તેમ) કરશો નહીં તો અલ્લાહ તઆલા તથા તેના રસૂલ તરફથી લડાઈની ચેલેંજ સાંભળી લો.
સુરએ આલે ઈમરાનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
હે ઈમાનવાળાઓ! અનેકગણું વ્યાજ ખાઓ નહીં, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો કે જેથી તમે કામ્યાબ થાઓ. અને તે આગથી પણ ડરો કે જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. (સૂરએ આલે ઈમરાન : ૧૩૧
સદર આયતના સંદર્ભમાં મશહૂર ફકીહ અને મુફસ્સીર અબૂલ બરકાત નસફી (રહ.) લખે છે કે હઝરત ઈમામ અબૂ હનીફહ (રહ.) ફરમાવે છે :
કુર્આનની આ આયત સૌથી વધુ ખોફ પેદા કરનાર છે કે અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓને (જો તે હરામ વસ્તુથી બચવામાં અલ્લાહ તઆલાથી ન ડરે તો) આગની ધમકી આપી છે, જે આગ કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.(મદારિકુ ત્તનઝીલ: ૧/૨૦૨ બહવાલા : ફ. મહમૂદીય્યહ: ૧૬/ ૩૫૩)
તેમજ હદીસ શરીફમાં વ્યાજ ખાવાવાળા અને ખવડાવવાવાળા વ્યકિત પર લઅનત મોકલવામાં આવી છે, મુસ્લિમ શરીફમાં રિવાયત છેઃ હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ (રદી.) ફરમાવે છેઃ અલ્લાહ તઆલાના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે વ્યાજ ખાનાર (લેનાર)ખવડાવનાર (આપનાર), વ્યાજનો હિસાબ લખનાર અને તેમાં ગવાહ બનનાર વ્યકિતઓ પર લાનત મોકલી છે.અને ફરમાવ્યું છે કે આ બધા સરખા છે, એટલે કે લેવાની જેમ વ્યાજ આપવું, લખાણ કરવું, ગવાહ બનવું, આ બધા જ કામો ગુનાહ છે. (મસ્લિમ શ.)
ઉપરોકતમાં રજૂ કરવામાં આવેલ આયતો અને હદીસથી અંદાજો લગાવી શકાય છે કે વ્યાજુ લેવડ-દેવડ ઘણોં જ ગંભીર ગુનાહ છે, અને અલ્લાહ તઆલાથી લડાઈ કરવા સમાન, લઅનત પાત્ર કૃત્ય છે.
મુસ્લિમ શરીફની મશહૂર શરહ અને ગાઈડમાં ઈમામ નવવી રહ. સદર હદીસનું વિવરણકર્તા લખે છે કે મઝકૂર હદીસથી માલુમ પડે છે કે વ્યાજુ લેવડ-દેવડ કરનાર બે પક્ષના વ્યાજુ મામલાની લખાણ કરવું અને તે ઉપર ગવાહ બનવું હરામ છે, અને આ બાબત પણ ફલિત થાય છે કે ગલત કામમાં મદદ કરવું પણ હરામ છે. (શરહે મુસ્લિમ નવવી) તેમજ કુર્આનમાં પણ સાફ શબ્દોમાં ગુનાહના કામમાં પરસ્પર એક બીજાની મદદ કરવાથી મનાઈ ફરમાંવવમાં આવી છે.(સૂરએ માઈદહ, આયત નંબર: ૨)
મઝકૂર "માઈદહ'ની આયતના સંદર્ભમાં હઝરત મોલાના મુફતી મુહંમદ શફીઅ સાહબ (રહ.) મઆરીફુલ કુર્આનમાં ગુનાહ અને જુલ્મના કામમાં મદદરૂપ થવાના વિશે વિવિધ હદીસો વર્ણન કરેલ છે, અહીંયા તેને નકલ કરવામાં આવે છે.
બુખારી શરીફમાં છેઃ આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું જે વ્યકિત લોકોને હિદાયત અને નેકીના કામોની દઅવત આપી નેકીનો માર્ગ બતાવે, તો જેટલા માણસો તેના થકી દઅવત કબૂલ કરે, અને નેક કામ કરે તો તે બધાના સવાબ બરાબર નેકીનો માર્ગ બતાવનાર ને પણ સવાબ આપવામાં આવશે, અને તે નેક કામ કરવા વાળાની નેકીમાં કોઈ પણ કમી કરવામાં આવશે નહી.
જે વ્યકિત લોકોને ગુમરાહી અને ગુનાહના કામો તરફ બોલાવી તે માર્ગ બતાવશે, તો જેટલા લોકો તે ગુનાહીત કૃત્ય કરશે તે બધાના ગુનાહોનો બોજ તેના ઉપર લાડવામાં આવશે, અને તેઓના ગુનાહમાંથી કંઈ ઓછું કરવામાં આવશે નહી.
અને ઈબ્ને કષીર રહ.એ તબરાનીના હવાલાથી હદીસ નકલ કરી છેઃ રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું: જે વ્યકિત કોઈ જાલિમ સાથે તેની મદદ કરવા માટે ચાલશે તો તે ઈસ્લામમાંથી નીકળી જશે, તે જ માટે આપણાં અકાબીર ઉલમાએ કિરામ અને ફુકહા જાલિમ બાદશાહની ત્યાં કોઈ પણ પ્રકારનો હોદ્દો અને પદ કબૂલ ન કરતા હતા, કારણકે તેમાં જાલિમ બાદશાહની મદદ કરવું લાજિમ આવે છે.
તફસીરે રૂહુલ મઆનીમાં આયતે કરીમહ فَلَنْ اَكُوْنَ ظَهِیْرًا لِّلْمُجْرِمِیْنَ ના હેઠળ આ હદીસ નકલ કરવામાં આવી છે કે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું : કયામતના દિવસે અવાજ આપવામાં આવશે, કયાં છે જાલિમ લોકો અને તેમના મદદગારો? એટલે સુધી કે જે લોકોએ જાલિમોની શાહી-કલમ ઠીકઠાક કરી તે બધાને પણ એક લોઢાના તાબુતમાં ભેગા કરી જહન્નમમાં ફેંકી આપવામાં આવશે. (મઆરીફુલ કુર્આન : ૨/૫૯)
ઉપરોકત વિગતથી માલૂમ પડે છે કે ગુનાહિત કામમાં બીજાની મદદ કરવું પણ ગુનાહ છે, વિશેષ રીતે જયારે કે આપણી નિય્યત પણ ગુનાહના કામમાં જ સહાય કરવું હોય.
જવાબો લખતા પહેલા રજૂ કરવામાં આવેલ સવાલ સંબંધિત મહમૂદુલ ફતાવાથી અત્રે એક સવાલ અને તેનો જવાબ નકલ કરવામાં આવે છે.
સવાલ: મેં એક બિલ્ડીંગ કનટ્રકશન(ઘર બાંધકામ)કા કામ કરતા હું, તો મેરે પાસ દો તરહકે ગ્રાહક આતે હૈં.
(અ) મુકમ્મલ નકદ રૂપયે દેકર ઘર ખરીદતે હેં.
(બ) દુસરી કિસમકે ગ્રાહક સૂદી કરજા લે કર ઘર ખરીદતે હૈં, આજ કે દૌરમેં સૂદી કરજ લેકર હી ઝયાદહતર લોગ ઘર ખરીદતેં હૈં, શરૂમેં કુછ રકમ બેકીનીંગકે તોર પર દેતે હૈં ઓર બાકી રકમ બેંન્કસે લેકર દેતે હૈં, તો ઈસ સૂરતમેં મુજે ઈન ગ્રાહકોકો મેરી જમીનકે કુછ કાગજાત દેને પડતે હૈ, ઓર બાજ મરતબા બેંકમેં જાકર ગ્રાહક કી જાનિબસે પચાસ યા અસ્સી ફિસદ કામ મુજે હી કરના હોતા હે, કામ યે હોતા હે કે જરૂરી કાગજાત પર દોને ફરીક કે દસ્તખત લેના, ઉસકી તનખવાહકા રેસ્ત વગેરા જમા કરાના, ઈસી તરહ કુચ એસે જરૂરી કામ જીસકે બગૈર બેંક કર્જા દેતી હી નહી, તો અબ મેરા સવાલ યે હે કે:
મેરી જમીન કે મકાનાત બેચનેકે લીએ બેંકવાલા કામ કરના પડતા હે, તો યે કામ મેં કર સકતા હું યા નહી? ન કરનેકી સૂરતમેં બડી મુશકેલી ઓર પરેશાની ઉઠાની પડતી હે, ઘર બિકતે નહી હે, જીસકી વજહ સે મઆશી હાલત તંગદસ્ત હો જાતી હે, ઓર બુરા અસર પડતા હે, લોગો સે કામ જારી રખને કે લીએ ગેર સૂદી કર્જા માગાના પડતા હે.
જવાબ : હઝરત જાબિર રદી.નકલ ફરમાતે હૈં કે નબી કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને લઅનત ફરમાઈ સૂદ લેને વાલે ઓર સૂદ દેને વાલે ઓર સૂદી મુઆમલાકી તહરીર લિખને વાલે ઓર સૂદી મુઆમલહમે ગવાહ બનને વાલો પર, ઓર ફરમાયા યે સબ અસલ ગુનાહમેં બરાબર હે.
અલ્લામાં ખત્તાબી રહ. ઈસ હદીસ કી તશરીહ (વિવરણ) કરતે હુએ ફરમાતે હૈં કે સૂદી મુઆમલાત ઇન તમામકી બાહમી ઈશતિરાક (ભાગીદારી) ઓર તઆવુન સે અનજામ પાતા હે ઓર વુજુદમે આતા હે ઈસલિએ ઈનમે સે હર એક ગુનહગાર હોગા (મિરકાત શરહે મિ શકાત ૬/૫૯)
જો ગ્રાહક આપસે દુકાન ખરીદતે હૈં ઓર ઇસકે લિએ બેન્કસે સૂદી કરજ હાસિલ કરતે હૈં, ઉન કે લિએ બેંકસે સૂદી કરજા હાસિલ કરનેકે લિએ કી જાને વાલી કારવાઈમેં આ૫ ભી હિસ્સા લેતે હૈં, ગોયા ઈસ ગુનાહકે કામમેં આપને ભી તઆવુન પેશ કિયા, ઈસ લિએ આપભી ગુનાહગાર હુએ, ઓર વઈદકે મુસ્તહિક ઠેહરે. (મહમૂદુલ ફતાવા ૬/૮૪)
હવે સવાલોના જવાબ લખવામાં આવે છે.
(૧) બેંકમાંથી ઉપાડવામાં આવતી લોનની વિવિધ સૂરતો હોય શકે છે.
(૧) સબસિડી વાળી લોન, જેની કુલ ત્રણ સૂરતો નીકળી શકે છે.
(અ)સબસિડી એટલે છુટની માત્રા વ્યાજના બરાબર હોય, તો આ પ્રકારની લોન ઉતારવી જાઈઝ છે, અને આવી વ્યકિતને લોન માટે કાગળો તૈયાર કરી આપવા દુરૂસ્ત છે, કે આ જાઈઝ કામમાં મદદરૂપ થવું છે,
(બ)સબસિડી એટલે છુટની માત્રા વ્યાજથી પણ વધુ હોય, તો લોનની આ સૂરત દુરૂસ્ત છે, અને તે માટે ઉપાડવા માટે કાગળો તૈયાર કરી આપવા દુરૂસ્ત છે.
(ક) સબસિડીની માત્રા વ્યાજથી ઓછી હોય, તો આ લોન વ્યાજુ શુમાર થશે અને આ પ્રકારની લોન ઉપાડવી જાઈઝ નથી અને આ પ્રકારની વ્યાજુ લોન અર્થે કાગળો બનાવી આપવા ગુનાહના કામમાં મદદરૂપ થવુ હોય, નાજાઈઝ છે. (અર્રિબાઃ૨૯૨-૨૯૩- મોલાના ઉબૈદુલ્લાહ અસ્અદી, ફિકહ અકેદમી)
(૨)ઝિરો ઇન્ટરેસ્ટ પર વ્યાજુ લોનની સ્કિમ બેંક દ્વારા જારી કરવામાં આવી હોય તો આવી લોનની સૂરત વ્યાજના વર્તુળમાં શામેલ ન થતી હોય, જાઈઝ છે, એટલે માટે આવી લોન ઉપાડવા માટે કાગળો બનાવી આપવામાં વાંધો નથી.
(૩) સ્પષ્ટ રીતે વ્યાજુ લોનની સૂરત, મઝકુર લોન ઉપાડવામાં વ્યાજ આપવા જેવા હરામ કામનું આચરણ થતુ હોય, આવી લોન ઉતારવી જાઈઝ નથી, અને તે માટે કાગળો તૈયાર કરી આપવા, વ્યાજુ લોનમાં મદદરૂપ થવુ હોય, નાજાઈઝ છે.
(૨) શરીઅતમાં કમાઈની હલાલ રીત ઈખ્તિયાર કરવાનો હુકમ છે, માટે વિકલ્પ રૂપે હરામથી બચવા માટે અન્ય કોઈ જાઈઝ કારોબારની રીત ઈખ્તિયાર કરવામાં આવે, અથવા કન્સટ્રકશનની લાઈનના નિષ્ણાંતોથી મશ્વરો કરી કારોબારમાં ચાલી શકે એવી સૂરત જે શરઈ રીતે વાંધા જનક ન હોય, તેને શોધવામાં આવે, જેની રીત છે કે આ લાઈનના જાણકારોથી વિવિધ રીતો માલૂમ કરી, મુફતી સા.ની સેવામાં રજૂ કરી, જે સૂરતને તેઓ જાઈઝ ઠેરવે, તેને અમલી સ્વરૂપે અપનાવવામાં આવે.
(૩) એક મુસલમાનની જવાબદારી છે કે તે પોતાના બીજા મુસ્લિમ ભાઈને ગુનાહથી રોકે, માટે જે સૂરતમાં લોન લેવું ના જાઈઝ છે, તેવી સ્થિતિમાં આપણે લોન વિશે દીની સમજૂતી આપતા, તેને યથાશકિત રોકવાના પ્રયાસો કરવા જોઈએ, નાજાઈઝ લોન ઉપાડવાના આશયે રેહનુમાઈ કરવું પણ ગુનાહના કામમાં એક દરજજામાં મદદ કરવું હોય, તેનાથી પણ બચાવવામાં આવે.(જવાહિરૂલ ફિકહ ભાગઃ૭/૫૦૫)
(૪) કોઈ વાંધો નથી.
(૫) સોસાયટી પલાનીંગની જાહેરાત માટે છપાવવામાં આવતા બેનરો અને પેમ્ફલેટોમાં લોનની સુવિધા ઉપ્લબધ હોવાનો ઉલ્લેખ કરવામાં કોઈ વાંધો નથી, અલબત્ત તેમાં એક શબ્દનો વધારો કરી દેવામાં આવે "શર્તો આધીન" લોનની સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવશે, શર્તો આધિન હોવાનો મતલબ એ રહેશે કે લોનની સ્થિતિ વ્યાજુ અને નાજાઈઝ ન ઠરતી હોય, તો લોન માટેની સુવિધા ઉપ્લબ્ધ કરી આપવામાં આવશે.
ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. ૧ / સફર / ૧૪૪૩ હિજરી
બોધકથા
કહે છે કે એક બાદશાહ રૈયતની રખેવાળી અને પ્રજાની પરવરિશ છોડીને અન્યાય અને અત્યાચારના રસ્તે ચાલી નીકળ્યો હતો. પરિણામે દેશના લોકો ઘરબાર – કારોબાર છોડીને પરદેશ હિજરત કરી રહયા હતા.
એક દિવસ આ નાદાન અને અત્યાચારી રાજા દરબારમાં વઝીરો અને દરબારીઓ માંહે બેસીને ફિરદોસીના મશ્હૂર કાવ્ય 'શાહનામા' સાંભળવામાં મસ્ત હતો. એમાં રાજા ઝહાક અને રાજા ફરીદૂનનો ઉલ્લેખ આવ્યો. એણે દરબારીઓને પૂછ્યું કે ઝહાક જેવા મહાન રાજાનો રાજપાઠ ઉજડી ગયો અને ફરીદૂન એક મોટો બાદશાહ બની ગયો, એવું કેમ ? ફરીદૂન પાસે તો લશ્કર - ચાકર અને ધન દોલત કંઈ ન હતું! રાજાનો વઝીર હોશિયાર હતો. એણે તક જોઈને જવાબ આપ્યો કે, બાદશાહ સલામત ! કારણ ફક્ત એટલું જ હતું કે ફરીદૂન રૈયતનો રખેવાળ અને પ્રજાને પ્રેમ કરતો હતો, જયારે ઝહાક લોકોના કલ્યાણ અને હિત પ્રત્યે ગાફેલ હતો. પરિણામે લોકો ઝહાકને છોડીને ફરીદૂનના ઝંડા તળે ભેગા થઈ ગયા અને ફરીદૂન બાદશાહ બની ગયો.
પછી વઝીરે બાદશાહને નસીહત કરી કે પ્રદેશ ઉપર પોતાની હુકૂમત કાયમ રાખવા માટે આવશ્યક છે કે બાદશાહ સલામત હુકૂમત કરવાની રીત અને તરીકો બદલે. લોકોને હેરાન – પરેશાન કરવાના બદલે એમની સાથે સદવર્તન કરે. ન્યાય અને કલ્યાણકારી નીતિઓ અપનાવવાથી લોકોના દિલોમાં બાદશાહ પ્રત્યે આદર અને પ્રેમ વધશે. સૈન્ય અને સિપાહીઓ પણ વફાદાર અને જાનિષાર બનશે.
વઝીરે આ બધી વાતો બાદશાહના હિત અને ભલા ખાતર જ કહી હતી, પરંતુ બાદશાહ એનાથી નારાજ થઈ ગયો અને પોતાનું વર્તન બદલવાના બદલે વઝીરને જેલમાં પૂરી દીધો. આ ઘટનાના થોડાક જ દિવસ પછી બાદશાહના ભાઈ ભત્રીજાઓએ બગાવત કરી દીધી. પ્રજા એમ પણ બાદશાહથી વિમુખ હતી એટલે બગાવતીઓને સાથ આપ્યો અને બાદશાહને ગાદીએથી ઉઠલાવી દીધો. કારણ કે સત્તા અને ઝુલમ કદી ભેગા રહી શકતા નથી. હાકેમ જયારે ઝુલમ અને અત્યાચાર ઉપર ઉતરી આવે તો આખરે એણે પોતે જ સત્તા પરથી ઉતરી જવું પડે છે.
શેખ સાદીએ આ હિકાયતમાં રાજકાજ અને સત્તાભોગનો એક સોનેરી સિદ્ધાંત વર્ણવ્યો છે કે બાદશાહની અસલ શકિત રૈયતના હિત અને કલ્યાણમાં છુપાયેલી છે. આ શકિત-સમર્થન ન્યાય અને ઉપકાર થકી જ મેળવી શકાય છે. નહીંતર અત્યંત નજીકના વફાદારો પણ વિરોધી બની જાય છે. અત્યાચારી – અન્યાયી રાજા એકલો પડી જાય છે, અને પછી શત્રુઓ એને સરળતાથી ખતમ કરી દે છે.
The truth about Milad
On the 12th of Rabi-Awwal Milad-un-Nabi is celebrated with great fanfare and Milad meetings are arranged. What is the ruling of Shariah regarding that?
The gatherings arranged to remember the birth of the Prophet Muhammad, Sall-Allahu alayhi wa sallam, the mercy to mankind, are called Milad gatherings. Remembering the life of the Prophet, Sall-Allahu alayhi wa sallam, and teaching others about it, is an act of great blessing and virtue. However all good deeds have to be performed according to the rules and guidelines established by the Shariah. To exceed them is a grave sin. For example, reciting the Qur'an is a great act of virtue, but it is prohibited to do so while one is in ruku or sujud in prayers. Likewise, Salat is one of the most important acts of worship. Yet, it is haram to perform it at sunrise or sunset.
Similarly, there are rules governing the blessed remembrance of the Sirah. For example, this remembrance must not be associated with a particular day or month; it should be considered equally virtuous during every month of the year, every week of the month, and every day of the week. Also it can take any permissible form. For example you can arrange a reading of an authentic book on Sirah or have a lecture delivered by a scholar. Doing that is not only permissible but it will bring great reward. But it is important to stay away from the evils found in the prevalent Milad gatherings. Here are some of those evils:
A particular date (12 Rabi-Awwal) has been designated for this remembrance. There is no evidence supporting this designation during the time of Sahaba (Companions), the tabiyeen (the generation that followed the companions) or taba-tabiyeen (the next generation). This designation is bida'a (innovation).
The element of showoff (riya) is commonly present in these gatherings.
If someone does not attend these gatherings, he is looked down upon.
Distribution of sweets is considered an indispensable part of the proceedings.
To meet the expenses donations are collected from sometimes unwilling people who give money under social pressure. According to the hadith it is not permissible to take any Muslim's money without his willingness.
Intermixing of men and women commonly takes place in these gatherings. People stay late at night in these meetings thereby missing the next morning's prayers.
The focus of the talks delivered there is very limited. The Prophet, Sall-Allahu alayhi wa sallam, has given guidance for every aspect of our life. These cover acts of worship, dealing with other people, morals and manners, social relationships, business dealings, etc. However, it has been observed that the prevalent Milad talks concentrate mainly or solely on the account of the birth of the Prophet, Sall-Allahu alayhi wa sallam, and his miracles. They do not attempt to cover the vast teachings of the Prophet, Sall-Allahu alayhi wa sallam. [Thus, not only the form of these meetings but also the message given by them is generally a distorted one. Translator.]
For these reasons one should refrain from the prevalent Milad gatherings. However if care is taken to avoid all of these evils and to follow the Shariah carefully, then a meeting organized to remember the Prophet, Sall-Allahu alayhi wa sallam, with the sole purpose of seeking Allah's pleasure, will Insha-Allah be a blessed event. And Allah knows best.
છેલ્લા પાને…
પોતે સુધરીએ.
અમુક બાબતો કદી સુધરતી નથી, આપણે જ એમાં એડજસ્ટ થવું પડે છે. જેમ રસ્તાના વળાંક સીધા નથી કરી શકાતા, આપણે જ ગાડી વાળવી પડે છે.
ભરોસો અને ધોકો
ભરોસો અને ધોકો, બંને ભારે કીમત માંગે છે. પણ માણસને ખબર નથી પડતી કે અંતે એને શું મળવાનું છે. ભરોસો મળે છે તે બમણું વળતર લઈને આવે છે અને ધોકો હાથ લાગે છે તો મુળ માલની સાથે બીજું પણ ઘણું બધું નુકસાન કરી જાય છે.
મોડું ન કરો.
જીવન નાનું નથી હોતું. પણ લોકો રમત – ગમત મસ્કૂલ રહીને જીવવાનું જ મોડું શરૂ કરે છે. અને જયારે જીવનની રીત – કળા સમજમાં આવે છે, રસ્તાઓની સમજણ પડે છે ત્યારે પાછા વળવાનો સમય આવી જાય છે.
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
સરળતા સસ્તી ન હોય
વધુ પડતું સરળ હોવું માણસને કદીક સસ્તો બનાવી દે છે. લોભીયા લોકો લાભ ઉઠાવીને નાકદરી કરે છે.
તકદીર ઉપર વિશ્વાસ
જે માણસ અલ્લાહ તઆલાની તકદીર ઉપર ભરોસો રાખે છે અને યથાસ્થિતિ ઉપર ખુશ રહે છે, અલ્લાહ તઆલા એને કદી માયૂસ નથી કરતા.
કડવી વાત અને કડવો અંદાઝ
સાચી વાત કડવી હોય છે, એ સચ્ચાઈ છે. પણ વાત કહેવાનો અંદાઝ - શૈલી કડવી હોય તો સમજો કે કહેનારના દિલમાં પાપ છે.
નાની નેકી
લોકો નાની અમથી વાતમાં સાથ છોડી જાય છે, પણ અલ્લાહ તઆલા નાની અમથી નેકીના બદલામાં પણ માણસને થામીને મદદ કરે છે.
મોટું કામ
કદી કદી નેકી કરી લેવી કોઈ મોટી બાબત નથી. મોટું અને મહાન કામ આ છે કે ભલે એક નાની નેકી-ભલાઈ હોય. પણ એ પાબંદીથી કરવામાં આવે.
સબ્ર અને નમાઝ
કુરઆનમાં અલ્લાહ તઆલા કરમાવે છે : હે ઈમાન વાળાઓ ! સબ્ર અને નમાઝ વડે મદદ માંગતા રહો. અલ્લાહ તઆલા સબ્ર કરનાર લોકો સાથે હોય છે. (સૂ. બકરહ)
અલ્લાહની યાદ
મુશ્કેલીમાં અલ્લાહ તઆલાને યાદ કરવા મુશ્કેલ નથી. રાહતમાં અલ્લાહને યાદ રાખવા અઘરું કામ છે.
મઝાક
જે માણસ મઝાક કરવા અને મઝાક ઉડાડવાનો ફરક સમજતો હોય એ બીજા સાથે મઝાક કરી શકે છે.