અલ-બલાગ : ફેબ્રુઆરી-2025

મુફલિસ કોન

મુસ્લિમ શરીફ મેં હઝરત અબૂ હુરૈરહ રદિ. સે રિવાયત હે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ  અલયહિ વ સલ્લમને એક મરતબા હઝરાતે સહાબા સે પૂછા કે તુમ મુફિલસ કિસ કો કહતે હો ? સહાબા રદિ.ને અર્ઝ કિયા કે અલ્લાહ કે રસૂલ ! જિસ કે પાસ દીનાર વ દિરહમ ન હોં, માલ ના હો, હમ તો ઉસ કો મુફિલસ સમઝતે હૈં. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાયા : મેરી ઉમ્મત કા મુફિલસ વો હે, જો કયામત કે રોજ બહુત સારી નમાઝે, રોઝે, હજ ઔર ઝકાત લે કર આયેગા, યાની ઈબાદતેં ઔર ઉનકા સવાબ બહોત ઝયાદા, પહાડોં જૈસા લે કર આયેગા, લેકિન, કિસી કો મારા થા, કિસી કો ગાલી દી થી, કિસી પર તોહમત લગાઈ થી, કિસી કો સતાયા થા, કિસી કી ગીબત કી થી, કિસી કો તાના દિયા થા, કિસી કો બેઈઝઝત કિયા થા, અલ્લાહ તઆલા ઉસકે બદલે મેં, ઉસ કી નેકિયાં ઉસ કો દે દેંગે.

યહાં તક કે એક વકત આયેગા કે સબ કો નેકીયાં દેતે દેતે, ચૂકાતે ચૂકાતે, સારી નેકીયાં ખતમ હો જાયેંગી ઔર અભી હિસાબ સે પાક ઓર પૂરા નહીં હુવા, અભી કુછ લોગ હેં જિન કા હક અદા કરના બાકી હે, અબ નેકીયાં તો રહી નહીં કે ઉન કો દી જાયે તો અબ દુસરા તરીકા અપનાયા જાયેગા, ઉન કે ગુનાહ સર પર ડાલે જાયેંગે, ઔર ઈસકે નતીજે મેં વો જહન્નમ મેં જાયેગા ! હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાયા કે મેરી ઉમ્મત કા મુફિલસ યે શખ્સ હોગા.


છેલ્લા પાને 



કુટુંબ એટલે

કુટુંબ એવું સ્થળ છે, જયાં દરેક સ્થિતિમાં તમને આવકારવામાં આવે છે. જો આમ ન હોય તો એ ઘર નથી. જો આપણે ઈચ્છીએ છે કે કોઈના તરફથી આપણને ઘર જેવા સંબંધો મળે તો આપણે પણ એને દરેક સ્થિતિમાં અપનાવવો જરૂરી છે.

મુલ્યાંકન કરો

દર થોડા સમય પછી, જેમ કે દર અઠવાડિયે, દરરોજ રાત્રે કે દર મહીને પોતાનું મુલ્યાંકન કરતા રહો, તમે કેટલું કમાયા ? કેટલું શીખ્યા ?

વફાદારી કરો

જેની પાસેથી લેવાનું છે એની વફાદારી કરો. અથવા જે કંઈ આપે છે એની વફાદારી કરો. અથવા જેની વફાદારી કરતા હોઈએ એની પાસે જ માંગવું જોઈએ.

નવું શીખતા રહો

કંઈ પણ નવું શીખવા માટે ધગશ હોવી જરૂરી છે. સાથે જ પોતાની અજ્ઞાનતાનો એહસાસ પણ જરૂરી છે. કુરઆન કહે છે કે એના થકી હિદાયત એવા માણસને જ મળશે જે હિદાયત માટે ચિંતા કરતો હોય.

પ્રયાસ કરતા રહો

સફળતા સામે મોટો ખતરો અસફળતાનો નથી, બલકે પ્રયાસ ન કરવો સફળતા સામે મોટી રુકાવટ છે.

સૌથી મોટી ખુશી

જીવનની સૌથી મોટી ખુશી આ છે કે જે કામમાં માણસ મશ્ગૂલ હોય એને સારું સમજીને એને પ્યાર કરે.

બધા એક સમાન

લોકો, રિશ્તેદારો, દોસ્તો અમુક બાબતે અલગ હોવા છતાં ઘણી બધી બાબતે એક જેવા હોય છે, એટલે શકય હોય ત્યાં સુધી બધાને સરખી નજરે જોવા જોઈએ.

અંતરની લાગણી

અંતરની લાગણીઓ ઘણી અસર કરે છે. કોઈને ખુશ કરવા જાહેરમાં કરેલા એના વખાણથી એટલો ફાયદો નથી થતો જેટલો સાચી નિયતે કરેલી ટીકાથી થાય છે.

સલામત દિલ

સાચી વાત સાંભળીને દિલમાં અસર થાય તો સમજવું કે દિલ સલામત છે, નહિંતર દિલનો ઈલાજ કરવો જરૂરી છે.

માણસનું મન

માણસે એના મનની વાતે કદી ચાલવું જોઈએ નહીં, માણસનું મન સામાન્ય પણે એને બુરાઈના રસ્તે લઈ જવા માંગે છે. માટે દિલની ઈચ્છાને નેક લોકોની નસીહત સાથે મેળવી જુઓ, મેળ ખાય તો આગળ વધો.


નેઅમતનો શુક્ર

હઝરત અનસ રદિ. રિવાયત ફરમાવે છે કે અલ્લાહ તઆલા એ બંદાથી ઘણા રાજી રહે છે જે કંઈ પણ ખાય ત્યારે અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરે છે અને કંઈ પણ પીએ છે ત્યારે અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરે છે.

ખાવા પીવા ઉપર શુક્ર કરવો એમ તો નાની વાત છે, પણ એમાં એક મોટી લાગણી છે. જાહેરમાં માણસ એમ સમજે છે કે હું મારી મહેનતની કમાણીનું ખાઉં છું, મારા ઉપર કોઈનું એહસાન નથી. એટલે આવા સમયે અલ્લાહ તઆલાને યાદ રાખીને એવા એહસાસ સાથે કે અલ્લાહ તઆલાની કુદરતથી મને આ ખાણું –પીણું મળ્યું છે, માણસ શુક્ર અદા કરે તો નિશંક આવા માણસ આ ફઝીલત અને સવાબનો હકદાર છે.


The 15th of Sha'ban - A Night for Asking Forgiveness

The importance of the 15th night of Sha'ban is a subject of debate among Muslims. Some celebrate the night with special prayers and fast the following day, while others say that this practice is not from the Sunnah.

The reality is that scholars consider the hadiths about 15th Sha'ban as being sound (Sahih), good (Hassan) and weak (Dha'if). However, due to the fact that there are numerous hadith, and the weakness of many of the hadith is not severe, the virtue of this night is accepted as authentic by scholars.

Ibn Taymiyyah (rh) says, “So many ahadith and reports exist regarding the excellence of the 15th night of Sha'ban that one is compelled to accept that this night does possess some virtue.” This is the general consensus of scholars regarding this night.

So what are the blessings of 15th Sha'ban, and how can you take advantage of them?

Allah (swt) forgives many of His servants on this night: The main blessing of this night is that Allah pours His mercy and forgiveness upon earth from Maghrib until Fajr.

The Prophet (saw) described the extent of His forgiveness in powerful language in numerous narrations: The Prophet (saw) said, “Allah gazes at His creation on the fifteenth night of Sha'ban and then forgives all His slaves except for two types of people: those who attribute partners to Allah and those who have rancour for their fellow Muslims.” [Ahmad]

(In other narrations, he (saw) mentioned more categories of people who wouldn't be forgiven, including those who severed the ties of kinship and those who disobeyed their parents, among others).

Hazrat Aishah (ra) also narrated that the Prophet (saw) once remained in Sajdah for so long during this night that she became scared, and touched his foot to make sure he was still alive. He (saw) moved his foot and she heard him reciting the following du'a:

Allaahumma 'innee 'a'oothu biridhaaka min sakhatika, wa bimu'aafaatika min 'uqoobatika, wa 'a'oothu bika minka, laa 'uhsee thanaa'an 'alayka, 'Anta kamaa 'athnayta 'alaa nafsika

O Allah, I seek refuge with Your Pleasure from Your anger. I seek refuge in Your forgiveness from Your punishment. I seek refuge in You from You. I cannot count Your praises, You are as You have praised Yourself.

The Prophet (saw) also said to Aishah (ra), “Allah descends on the night of the middle of Sha'ban to the lowest heaven, and He forgives more than the numbers of hairs on the sheep of Banu Kalb (an Arab tribe renowned for their great flocks of sheep).” [Ibn Majah and others]

Finally, the Prophet (saw) said that on this night, from sunset until dawn, Allah asks His servants, “Is there anyone seeking forgiveness from Me so that I may forgive him? Is there anyone seeking provision from Me so I may provide for him? Is there anyone suffering so I may relieve his suffering?” [Ibn Majah]

Therefore, make du'a for forgiveness on the 15th night of Sha'ban. Increase your dhikr, and ask Allah particularly for forgiveness, mercy, relief from suffering and provision. Remember to forgive anyone who you have a grudge against and resolve your problems with them, especially if they are family members, so Allah will forgive you.


બોધકથા

એકવાર જંગલમાં ફરતાં ફરતાં ગઘેડો અને વાઘ સામ સામે આવી ગયા. ગધેડાએ વાઘને કહયું કે આમ ઘાસ જેવી લાલ આંખો કરીને કયાં જઈ રહયા છો ?

વાઘે કહયું કે મારી આંખો લાલ હશે પણ ઘાસ લાલ નથી, એ તો લીલું છે.

ગધેડો કહેવા લાગ્યો કે ઘાસ લાલ છે, મારી આંખોએ જોઈને કહું છું, તમને બરાબર દેખાતું નથી શું ? બન્ને વચ્ચે બરાબર જીભાજોડી થઈ પણ બંને પોતાની વાતે અડી રહયા એટલે અંતે આ વિવાદને નિર્ણય માટે જંગલના રાજા પાસે લઈ જવાનું નક્કી થયું. અને બંને સિંહ રાજા પાસે પહોંચ્યા.

સિંહે પૂછયું : બોલો શું સમસ્યા છે ?

ગધેડાએ પોતાની રજુઆત કરી કે રાજાજી જંગલમાં ઉગેલ આ ઘાસનો રંગ લાલ છે, મને નરી આંખોએ દેખાય છે, પણ આ વાઘભાઈ માનવા તૈયાર નથી, એટલે તમારા પાસે આવ્યા છે, તમે નિર્ણય કરીને બતાવો કે ઘાસ લાલ જ છે, જેથી વાઘભાઈ માની લે.

થોડું વિચારીને સિંહ રાજાએ નિર્ણય સંભળાવ્યો કે ગધેડો સાચો છે, ઘાસનો રંગ ગધેડો કહે છે એ મુજબ લાલ છે. અને આવી ફાલતુ ચર્ચા કરવા બદલ વાઘને એક વર્ષ જંગલમાંથી કાઢી મુકવામાં આવે છે. ગધેડો તો ખુશ થઈ ગયો. હોંચી હોંચી કરીને સિંહ રાજાની જયકાર બોલાવતો દરબારમાંથી બહાર નીકળી ગયો.

વાઘ થોડી વાર ત્યાં જ ઉભો રહયો. જયારે બધા વિખેરાય ગયા તો સિંહને અરજ કરી કે ઘાસનો રંગ તો લીલો જ છે. તમે એનો રંગ લાલ હોવાનો ફેસલો કર્યો એ મારી સમજથી બહાર છે. સિંહે જવાબ આપ્યો કે હું પણ જાણું છું કે ઘાસનો રંગ લીલો છે. પણ તમારો વાંક આ છે કે તમે ગધેડા સાથે ચર્ચા અને વિવાદમાં ઉતર્યા, તમારી પાસે આવી જાહેર વાતની ચર્ચા કરવા માટે, અને તે પણ ગધેડા સાથે, સમય કયાંથી આવ્યો ? આ જ તમારો ગુનો છે.

વાર્તાનો સાર આ છે કે કોઈ વિષયની ચર્ચા કરવા માટે સામે વાળાની લાયકાત, સભ્યતા, બુદ્ધિનું લેવલ વગેરે બાબતો વિચારવું જરૂરી છે. નહિંતર ગમે તેવા માણસ જોડે ચર્ચા કરવાથી માણસનો સમય, શકિત અને માન-મોભો જતો રહે છે. માટે જયારે લાગે કે કોઈ અભણ કે બેવકૂફ માણસ તમારી સામે હોય તો પોતાની વાત રજૂ કરીને ચાલતી પકડવી. ચર્ચામાં ઉતરવું નહીં, કુરઆનમાં આ બાબતે કહેવામાં આવ્યું છે કે બુદ્ધિમાન લોકો સાથે જાહિલો ચર્ચા કરવા માંગે છે તો સાચા સજ્જનો એમને સલામ કરીને નીકળી જાય છે.


કબ્રના અઝાબથી હિફાઝત

દરેક મુસલમાન ચાહે છે કે અલ્લાહ તઆલાના અઝાબ અને કબ્રના અઝાબથી બચી શકે. આ બંને મોટા અઝાબ છે અને માણસ માટે આખિરતની બરબાદી સમાન છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે અલ્લાહ તઆલાના ઝિક્રથી વધીને કોઈ વસ્તુ નથી જે માણસને કબ્રના અઝાબથી બચાવી શકે. દરરોજ રાત્રે સુરએ મુલ્ક પઢવાની પણ ઘણી ફઝીલત છે. એની બરકતથી અલ્લાહ તઆલા કબ્રના અઝાબથી અને જહન્નમના અઝાબથી બચી શકાય છે.

હદીસ શરીફમાં હઝરત અબૂ ઉમામહ રદિ. રિવાયત ફરમાવે છે કે જે માણસ બંને ઈદની રાતોને જીવંત રાખે, એટલે કે એમાં ઈબાદત કરતો રહે તો એનું દિલ એ દિવસે નહીં મરે જયારે અન્ય લોકોના દિલો મરી જશે. દિલ મરવાનો મતલબ આ છે કે કયામતના દિવસે બધા લોકો પરેશાન હશે અને પોતાના ગુનાહોના કારણે તેઓ ઘણા જ ભયભીત હશે અને અલ્લાહની રહમતની ઉમ્મીદ તેઓને યાદ નહીં રહે. આ દિવસે આવો માણસ અલ્લાહ તઆલાની રહમતની ઉમ્મીદમાં શાંત અને મુત્મઈન હશે.


શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ

તસ્દીક કર્તા :મવ. મુફતી અહમદ દેવલા 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

મસ્જિદની જુની વસ્તુઓને વેચવી

સવાલ નં.(૧) હમારે ગાવમેં મુસલમાન મકાનોં કી તાદાદ કુલ ૯૦ હૈ. બસ્તીમેં એક જુમ્આ મસ્જીદ હૈ ઔર એક મદરસા કાયમ હૈ. મસ્જીદ ઔર મદરસા તકરીબન ૧૦૦ સાલોં સે અલ્લાહ કે કરમ સે ચલ રહા હૈં, મસ્જીદ ઔર મદરસા દોનોં હી પુરાને જમાને કે હિસાબ સે લકડી ઔર લોહે કે દરવાજે ખીડકી, કબાટ, દરવાજે ખીકડી કી ચોકઠ ઔર ફારચે ઔર જુની પુરાની ફરશી, ટાઈલ્સ કે કુછ અચ્છે ઔર તુકડે મસ્જીદ કે પડે હવે હેં. એક કોન્ટ્રાકટર કે ઝરીયે સુપુર્દ કીયા થા ઉસ્ને જુને દરવાજે ઔર ખીડકી ઓર ફારસા કો કલર લગા કર લગા દીયા થા, ઉસ્કે બાદ દરવાજે ઔર ખીડકી બહોત સર ગયે હે તો મસ્જીદ કો મરમ્મત કરાના હૈ તો મસ્જીદ કે જુને દરવાજે, ખીડકી ઔર ચોકડ નીકાલ કર ઉસ્કો બેચ સકતે હે યા નહી ? ઔર બેચને કે બાદ જો રકમ આયેગી ઉસ્કો મસ્જીદ કે અંદર લગા સકતે હે યા નહી ? બસ્તી કે ચંદે સે મસ્જીદ કે તા 'મીરી કામ કર રહે હે. પુરાની મસ્જીદ કી કોઈ ભી ચીઝ નીકાલને કે બાદ ઉસ સામાન કો નીલામ (હરાજી) કર સકતે હે યા નહીં ? ઉસ કા જવાબ જલ્દ દેનેકી ગુજારીશ હે.

જવાબઃحامدا و ومصليا ومسلما 

સવાલમેં મઝકૂર સૂરતમેં પુરાની મસ્જિદ કે દરવાજે, ખીડકી ઓર લકડે કી ફ્રેમ (ચોકઠા) જબકે ખરાબ હો ગએ હેં ઓર મરમ્મત કી જરૂરત હે, તો ઉનકો નિકાલ કર બેચના દુરૂસ્ત હે, બેચને કી સૂરતમેં જો રકમ આએ ઉસકો મસ્જિદ કી જરૂરતમેં ઈસ્તિઅમાલ કર લીયા જાએ. હઝરાતે ફુકહાએ કિરામને ઈન ઉમૂર કી ઈજાઝત દી હે. (ફ.મહમૂદીય્યહ: ૧૪/૪૭૫, જદીદ) ફકત વલ્લાહૂ તઆલા અ'અલમુ. (૩/રજબ/૧૪૩૯ હિજરી)

કોમન પ્લોટમાં મસ્જિદ કે મસ્જિદના નિભાવ હેતુ દુકાન વગેરે બનાવવું

સવાલઃ બાદ સલામ મસ્નુન હઝરત મુફતી સાહબને જણાવવાનું કે અમો અમારી રાજી ખુશીથી સહી કરીએ છીએ કે અમારી સોસાયટીમાં આવેલી સી.ઓ.પી.ની ખુલ્લી જગ્યાઃ ત્રણ જગ્યા ખુલ્લી આવેલી છે. જેમાં એકમાં હાલ મસ્જીદ બનેલી છે, જે પહેલેથી જ પ્લોટ પાડનાર માલીકે મસ્જીદની નિય્યતથી રાખેલ હતી અને એમાં મસ્જીદ બની છે. હાલ મસ્જીદની બાજુમાં પણ ઘણી જગ્યા ખુલ્લી રાખેલ છે. હવે જે મસ્જીદના નિભાવ ખર્ચ માટે એક સી.ઓ.પી.માં રૂમ બનાવવા માટે સોસાયટીના લોકો અને કમિટી મેમ્બર વિચાર કરી રહ્યા છે, હાલ જે સી.ઓ.પી.માં રૂમ બનાવવા વિચાર કરી રહ્યા છે, ત્યાર પછી પણ બે(૨) સી.ઓ.પી.ની જગ્યા ખુલ્લી પડેલ છે. સોસાયટીના કોઈ પણ વ્યકિતને વાંધો વિરોધ પણ નથી અને કોઈને નડતરરૂપ થાય એવું પણ નથી અને આ પછી પણ બે સી.ઓ.પી. ઓપન પ્લોટ પડેલ છે જે બચે છે. સોસાયટીના પ્લોટ પાડનાર અને હાલ પ્લોટ ખરીદનાર બન્ને મુસલમાન છે અને બધા રાજી છે તો પુછવાની સુરતમાં આ જગ્યા પર બાંધકામ કરી શકાય કે નહિં ? જેનો વિગતવાર શરીઅતની રૂએ જવાબ આપવા મહેરબાની કરશોજી.

નોંધ : આ સી.ઓ.પી.માં જે બાંધકામ થાય અને બાંધકામ વાળી જગ્યા બન્ને મસ્જીદને કાયમ માટે આપેલ છે. જે તમામ સોસાયટીના મેમ્બરો રાજી છે. જેની સાબીતી આ સહી થી જોવા મળે છે. અને મસ્જીદ કમેટીના મેમ્બરો આ જગ્યા અને બાંધકામને સરકારી દફતરે નોંધાવવાની જવાબદારી લે છે.

એક મસ્જીદની બાજુમાં મસ્જીદ બનાવ્યા પછી બચેલ જગ્યા અને બે એના વગર જેમાં હાલ એકમાં બાંધકામ કરવા ઈચ્છે છે.

જવાબઃحامدا و ومصليا ومسلما 

સી.પી.ઓ. (કોમન પ્લોટ) સોસાયટીના સર્વે રહેવાસીઓના સામૂહિક વપરાશ માટેની જગ્યાની હેસીયત ધરાવે છે, જેમાં સોસાયટીના બધા જ રહેવાસીઓનો હક હોય છે, મસ્જિદ તથા તેની જરૂરતની વસ્તુઓ બધાની સહયારી જરૂરત છે, જો સદર સોસાયટીના રહીશો ત્યાં મસ્જિદ અથવા મસ્જિદના અનુલક્ષિ કોઈ વસ્તુમાં (સદર સી.પી.ઓ.નો ખુલ્લો પ્લોટને) ઉપયોગમાં લેવા વિશે સહમત હોય અને સરકારી ધારા મુજબ આ રીતનો ઉપયોગ વાંધાજનક ન હોય અને ફિત્નો વિગેરે ઉપસ્થિત થવાનો ભય ન હોય, તો આવી જગ્યાએ મસ્જિદની જરૂરતના લઈ નિભાવ ખર્ચ માટે દુકાન વિગેરે બનાવવાની ગુંજાઈશ છે. (અહસનુલ ફતાવાઃ ૬/૪૪૪ ઉપરથી)

ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.તા. ૧૪/રજબ/૧૪૩૯ હિજરી


મહમૂદુલ ખસાઈલ

મવલાના મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ.ની અત્યંત આધારભૂત અને મશહૂર કિતાબ શમાઈલે તિરમિઝીની ઉર્દૂ શરહ “મહમૂદુલ ખસાઈલ”નો ગુજરાતી અનુવાદ..

• અનુવાદક :જનાબ અહમદહુસેન ગાજી સા.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સફેદ વાળોનું વર્ણન

ફાયદોઃ આ પ્રકરણ હઝરત નબીએ કરીમ (સલ.)ના સફેદ વાળોના વર્ણનમાં કાયમ કરવામાં આવ્યું છે, એટલે આપ (સલ.) ના માથા અને દાઢીના વાળ સફેદ હતા કે નહીં ? અને હતા તો કેટલા હતા ?

હદીસ નંબર (૩૬) : હઝરત કતાદહ (રહ.) કહે છે કે મેં હઝરત અનસ (રિદ.) થી પૂછયું : શું રસૂલુલ્લાહ (સલ.) એ ખિઝાબ લગાવ્યો હતો ? તેમણે જવાબ આપ્યો કે આપ (સલ.)ના વાળ એ હદે પહોંચ્યા ન હતા, હુઝૂર (સલ.) ના વાળમાં માત્ર કાનપટ્ટીઓમાં થોડી સફેદી હતી. પરંતુ હઝરત અબૂ બક્ર (રદિ.) હિન્ના અને કતમ દ્વારા ખિઝાબ કરતા હતા. 

ફાયદો : કયાં કયાં હુઝૂર (સલ.) ના વાળ સફેદ હતા?

فی صدغیه આંખથી લઈને કાન સુધીનો હિસ્સો કાનપટ્ટી કહેવાય છે અને તેની આસપાસ આવેલા વાળ પણ તેમાં શુમાર થાય છે. હુઝૂર (સલ.) ના માથા અને દાઢીમાં ક્યાં કયાં વાળ સફેદ હતા ? આ વિશે મુસ્લિમ શરીફની એક રિવાયતથી માલૂમ થાય છે કે ત્રણ જગ્યાએ સફેદ વાળ હતા. (૧) કાનપટ્ટીઓમાં (૨) દાઢીની ઉપરના નાના ભાગમાં (૩) સેંથો પાડવાની જગ્યાએ. પરંતુ આ બધી જગ્યાઓમાં સફેદ વાળોની સંખ્યા કુલ વીસ પણ ન હતી, તે આગળ રિવાયતમાં આવશે.

بالحناء والکتم હાફિઝ ઈબ્ને હજર અસ્કલાની (રહ.) ફરમાવે છે કે کتم  એક યમની છોડ છે તેનો રંગ કાળો (અથવા લાલાશ પડતો કાળો) હોય છે અને હિન્નાના છોડનો રંગ લાલ હોય છે બંનેને ભેગા કરીને જયારે વાપરવામાં આવે છે તો કાળા અને લાલ રંગની વચ્ચેનો રંગ બને છે.

હદીસ નંબર (૩૭) : હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના માથા અને દાઢીમાં ચૌદથી વધારે સફેદ વાળ ન જોયા.

સફેદ વાળોની સંખ્યા

إلا أربع عشرة આ રિવાયતમાં ચૌદ સફેદ વાળનું વર્ણન છે, બીજી રિવાયતોમાં સત્તર આવ્યા છે અને અમુકમાં અઢાર આવ્યા છે અને અમુકમાં વીસથી ઓછા, આ બધાનો સારાંશ એ છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ના મુબારક માથા અને દાઢીમાં સફેદ વાળોની સંખ્યા ઘણી ઓછી હતી.

સવાલ એ છે કે સંખ્યામાં મતભેદ કેમ થયો ? કેટલાક લોકોનું કહેવું છે કે સમયના ફેરફારને કારણે સંખ્યા અલગ અલગ રહી, જયારે સફેદી આવવાની શરૂઆત થઈ ત્યારે ચૌદ હતા, બાદમાં ત્રણનો વધારો થયો તો સત્તર થઈ ગયા, પછી એકનો વધારો થયો તો અઢાર થયા, કેટલાક લોકો ફરમાવે છે કે આ ગણતરીનો તફાવત છે, કેટલાક લોકોને ચૌદ નજર આવ્યા અને કેટલાકને સત્તર અને કેટલાકને અઢાર બંને બાબતોની શકયતા છે.

હદીસ નંબર (૩૮): હઝરત સિમાક બિન હર્બ (રહ.) કહે છે કે હઝરત જાબિર બિન સમુરહ (રદિ.) થી રસૂલુલ્લાહ (સલ.) ના સફેદ વાળો વિશે પૂછવામાં આવ્યું તો મેં તેમનો આ જવાબ સાંભળ્યો કે જયારે આપ (સલ.) માથામાં તેલનો ઉપયોગ કરતા તો સફેદીનો અનુભવ ન થતો, પરંતુ જયારે તેલનો ઉપયોગ ન કરતા તો કયાંક કયાંક અનુભવ થતો.

ફાયદોઃ لم ير منه شيب તેલ લગાવવાથી વાળોની ચમક આવી જાય છે અને એ ચમકમાં સફેદી છુપાય જાય છે અથવા તેલને કારણે વાળ પરસ્પર ચોટી જાય છે અને જો કે સફેદ વાળોની સંખ્યા ઘણી ઓછી હતી એટલે ચોંટી જવાને કારણે સફેદ વાળ નજર ન આવતા હતા, પરંતુ તેલ ન હોવાને કારણે વાળ વિખેરાઈ જતા અને વિખેરાઈ જવાને કારણે સફેદ વાળ સ્પષ્ટ નજર આવી જતા.

હદીસ નંબર (૩૯): હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ.) ના (માથા અને દાઢીમાં) લગભગ વીસ વાળ સફેદ હતા.

ફાયદો : આ રિવાયતમાં વીસનું વર્ણન છે, મતભેદનું કારણ પહેલા આવી ગયું છે.

હદીસ નંબર (૪૦): હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) નું બયાન છે કે (એક વખતે) હઝરત અબૂબક્ર (રદિ.) એ (રસૂલુલ્લાહ સલ.થી) અરજ કરી : હે અલ્લાહના રસૂલ (સલ.) ! આપ તો વૃદ્ધ થઈ ગયા, આપ (સલ.) એ ફરમાવ્યું : મને સુરએ હુદ, સૂરએ વાકિઅહ, સૂરએ મુરસલાત, સૂરએ અમ્મ યતસાઅલૂન અને સૂરએ ઈઝશમ્સુ કુવ્વિરતે વૃદ્ધ કરી દીધો.

હદીસ નંબર (૪૧): હઝરત અબૂ જુહયફહ (રદિ.) નું બયાન છે કે લોકોએ અરજ કરી : હે અલ્લાહના રસૂલ ! આપ વૃદ્ધ નજર આવી રહ્યા છો ? આપ (સલ.) એ ફરમાવ્યું : મને સૂરએ હુદ અને એના જેવી બીજી સૂરતોએ વૃદ્ધ કરી દીધો છે.

વાળ સફેદ હોવાના કારણો

قد شبت રિવાયતોમાં છે કે એક વખતે હઝરત નબીએ કરીમ (સલ.) પોતાની દાઢી પર હાથ ફેરવી રહ્યા હતા, હઝરત અબૂબક્ર (રદિ.) હાજર હતા તેમણે અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ! આપના વાળ સફેદ થઈ રહ્યા છે, હાલાંકે અલ્લાહ તરફથી મળેલ સ્વભાવનો તકાદો તો એ હતો કે આપના વાળોમાં સફેદી ન આવતી, તેઓ આમ કહીને રડવા લાગ્યા. હુઝૂર (સલ.) એ જવાબમાં ઈરશાદ ફરમાવ્યો કે આ સૂરતો (હૂદ, વાકિઅહ, મુરસલાત, નબા, તકવીર) એ મારા વાળોને સફેદ કરી દીધા, મને વૃદ્ધ કરી દીધો, કારણ કે તેમાં કયામત, જહન્નમ, હિસાબ કિતાબ, સૂર ફૂંકવા વગેરે ભયાનક કયામતના વાકિઆતનું વર્ણન છે, આ સૂરતોમાં વર્ણન કરેલા વાકિયાતથી હઝરત નબીએ કરીમ (સલ.) ની તબીયત પર એ અસર થયો કે વાળોમાં સફેદી આવી ગઈ.

એક હદીસમાં છે કે આખિરતના ભયાનક હાલાત જે હું જાણું છું જો તે તમે જાણી લો તો હસવું કમ અને રડવાનું વધી જાય, બલકે પોતાની પત્નીઓ પાસે જવાનું છોડી દેશો.

શર્હુસ્સુન્નહમાં છેઃ એક વ્યકિતએ સપનામાં અલ્લાહના રસૂલ (સલ.) ને આ હદીસ સંભળાવીને પૂછયું કે હે અલ્લાહના રસૂલ ! તેમાં એવી કઈ ચીજ છે જેને કારણે આપને વૃદ્ધ બનાવી દીધા ? તો આપ સલ્લલ્લાહુ  અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે તેમાં આ આયત فاستقم کما أمرت એ મારા વાળોને સફેદ કરી દીધા.

આ આયતમાં અલ્લાહના હુકમો પર અડગતાથી સ્થિર રહેવાનો હુકમ છે અને જાહેર છે કે અલ્લાહના હુકમો પર દ્રઢ-અડગ રહેવું કોઈ સામાન્ય બાબત નથી, સુફીયાએ કિરામ ફરમાવે છે કે અડગતા હજાર કરામતોથી વધીને છે, અલ્લામાં ઝમખ્શરી (રહ.) ફરમાવે છે કે મેં એક કિતાબમાં વાંચ્યું હતું કે એક નવયુવાનના વાળ સાંજના સમયે બિલ્કુલ કાળા હતા, સવારે ઉઠયો તો તેના વાળ સફેદ થઈ ગયા, લોકોએ કારણ પૂછયું તો તેણે કહ્યું : મેં રાત્રે સપનામાં કયામતનું દ્રશ્ય જોયું, લોકોને સાંકળોથી બાંધીને જહન્નમ તરફ ખેંચીને લઈ જઈ રહ્યા છે, તેની ભયાનકતા જે સપનામાં નજર આવી રહી હતી, તેને કારણે એક જ રાતમાં વાળ સફેદ થઈ ગયા, અલ્લાહુ અકબર !

હદીસ નંબર (૪૨): હઝરત અબૂ રિમ્શા તયમી (રદિ.) તેમનો સંબંધ કબીલા તૈમીર્રબાબથી છે, ફરમાવે છે કે હું નબી (સલ.)ની ખિદમતમાં હાજર થયો અને મારી સાથે મારો પુત્ર પણ હતો, લોકોએ મને હુઝૂર (સલ.) ને બતાવ્યા, હું હુઝૂર (સલ.) ને જોતા જ બોલી ઉઠયો, આ (ખરેખર) અલ્લાહના નબી છે અને તે વખતે આપ (સલ.) (ના શરીર પર) પર બે લીલા કપડા હતા અને આપના અમુક વાળોમાં ઘડપણનો અસર હતો જે લાલ (રંગની સુરતમાં) હતો.

ફાયદો:  આ શબ્દથી એવું માલૂમ થાય છે કે હઝરત અબૂ રિશ્માની હઝૂર (સલ.) થી પહેલી વખતે મુલાકાત થઈ છે એટલે લોકોએ તેમને બતાવ્યા કે આ હુઝૂર (સલ) છે.

એક પ્રતિષ્ઠિત અને માનનીય ચહેરો

ھذا نبی اللہ અલ્લાહ તઆલાએ હુઝૂર (સલ.) ને તે પ્રતિષ્ઠા, દેખાવ, ગૌરવ અને સન્માન આપ્યું હતું અને આપના ચહેરા પર નુબુવ્યતનું એવું નૂર વરસ્તું હતું કે આપને જોઈને નવો માણસ એકદમ બોલી પડતો કે આ અલ્લાહના નબી છે, તિરમિઝી શરીફમાં હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને સલામ (રદિ.) નો વાકિયો છે, તેઓ ફરમાવે છે કે જયારે હું આપ (સલ.) ની ખિદમતમાં હાજર થયો અને મારી પહેલી નજર આપના ચેહરએ મુબારક પર પડી તો મેં મારા દિલમાં કહ્યું કે આ જુઠા માણસનો ચહેરો નથી હોઈ શકતો. અબૂ દાવૂદ શરીફની રિવાયતમાં છે કે આપ (સલ.) હજ્જતુલ વિદાઅના મોકા પર મીનામાં તશરીફ ફરમા હતા, સહાબા (રદિ.) આપને ઘેરીને બેઠા હતા, ગામડાના રહેવાસી – જેઓએ આપ (સલ.) ને ક્યારેય જોયા ન હતા— આવતા અને આપ (સલ.) ના ચેહરએ અનવરને જોઈને એકદમ કહેતા હતાઃ આ ઘણો બરકતવંતો ચહેરો છે. ટુંકમાં આપ (સલ.) ના ચેહરએ અનવર પર તે અનવારાત હતા કે જોનારો એકદમ કહી દેતો : આ અલ્લાહના સાચા નબી છે !

હુઝૂર (સલ.) ના વાળોમાં લાલાશ ખિઝાબની હતી કે કુદરતી ?

قد علاہ الشیب અમુકના મત પ્રમાણે આ લાલાશ ખિઝાબની હતી અને અમુક લોકો ફરમાવે છે કે હુઝૂર (સલ.) ખિઝાબ વાપરતા ન હતા, એટલે આ લાલાશ કુદરતી હતી, વ્યકિતના વાળ જયારે સફેદ થવા લાગે છે તો પહેલા લાલ થાય છે અને પછી ધીરે ધીરે સફેદ થઈ જાય છે, અહીંયા કુદરતી લાલાશ મુરાદ છે.

હદીસ નંબર (૪૩): હઝરત સિમાક બિન હર્બ (રહ.) ફરમાવે છે કે હઝરત જાબિર બિન સમુરહ (રદિ.) થી કોઈએ પૂછયું : શું રસૂલુલ્લાહ (સલ.) ના માથામાં સફેદ વાળ હતા ? તેમણે જવાબ આપ્યો (હા) રસૂલુલ્લાહ (સલ.) ના સેંથામાં અમુક સફેદ વાળ (એટલા ઓછા) હતા કે જયારે આપ તેલ નાંખતા તો તેલ તેને છુપાવી દેતું હતું. …

તંત્રી સ્થાનેથી

ભારત એક લોકશાહી દેશ છે, અહીંયા વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો રહે છે, અને મુસલમાનોની પણ મોટી સંખ્યા ભારતમાં રહે છે. ભારતમાં મુસલમાનોના અસ્તિત્વનો લગભગ ૧૪૦૦ વરસ જૂનો ઈતિહાસ છે. મુસલમાનોએ ભારતને ઘણું આપ્યું છે. સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજિક અને જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે મુસલમાનોનું મોટું યોગદાન છે. ભારતમાં આક્રમણકારી બનીને આવેલા મુગલો અને અન્ય લડાકુ સરદારો અહિંયા આવીને ભારતના જ બની ગયા. બલકે તેઓ સવાયા ભારતીય બનીને રહયા. અત્રે આ બધા ઈતિહાસને ઉલ્લેખવાનો આશય નથી. પરંતુ તાજેતરના વર્ષોમાં મુસલમાનો અનેક પડકારોનો સામનો કરી રહયા છે. મુસલમાનો માટે પડકારજનક હોય એવા કેટલાક મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે :

૧. રાજકીય અને સામાજિક ભેદભાવ.

એટલે કે સરકાર તરફથી ઘડવામાં આવેલ અમુક નીતિઓ અને કાયદાઓ મુસલમાનો વિરુદ્ધ હોય એવું સ્પષ્ટ દેખાય આવે છે. જેમ કે નાગરિકતા સંશોધન કાયદો CAA અને NRC, જેના પર ઘણો વિરોધ અને ચર્ચા થઈ ચુકી છે. આવો જ એક કાયદો UCC એટલે કે સમાન નાગરિક સંહિતાનો પણ છે, વારંવાર એની ધમકી આપીને મુસલમાનોને કહેવામાં આવે છે કે તમારી ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવામાં આવશે.

૨. શિક્ષણમાં પછાતપણું

મુસલમાનોનો મોટો વર્ગ શૈક્ષણિક રીતે પછાત છે. તેઓને યોગ્ય ભણતર નથી મળી રહયું. એના અનેક કારણો છે. એક કારણ આ પણ છે કે સરકારી સંસ્થાઓમાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે, રાજકીય વગ ઓછી છે બહુમતિ સમાજમાં યેનકેન પ્રકારે મુસલમાનો પ્રત્યે ધૃણાની ભાવના પેદા કરવામાં આવી રહી છે. આમ તેમના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હાલના વરસોમાં મુસલમાનો કંઈક અંશે શિક્ષણ તરફ વળ્યા છે, પણ આ શિક્ષણ ડોકટરી કે સ્કુલ ટીચરો સુધી સિમિત છે. સમાજના ઉદ્ધાર માટે જરૂરી છે કે મુસલમાનો શિક્ષણ થકી સિવિલ સર્વિસમાં આવે.

૩. આર્થિક નિર્બળતા.

મુસલમાનોનો મોટો ભાગ આર્થિક રીતે કમજોર છે. સરકારી નોકરીઓ અને વેપારના અવસરોમાં પણ તેમને યોગ્ય હિસ્સો મળતો નથી, જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ બગડી રહી છે. મસલમાનો માટે વ્યાજ હરામ હોવાથી ઘણા મુસલમાનો કાબેલ હોવા છતાં બેંક લોન થકી પોતાનો ધંધો આગળ વિકસાવી શકતા નથી, આવી સ્થિતિમાં આવશ્યક હતું મુસલમાનો પાસે પોતાની વ્યાજ રહિત ધિરાણની વ્યવસ્થા હોત, અથવા ભાગીદારીની ભાવના હોત, જેનાથી તેઓ એક બીજા સાથે ભાગીદારીને સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરે.. પરંતુ અફસોસ જનક રીતે આ બંને શકયતાઓનો અભાવ જોવા મળે છે. એક અન્ય શકયતા ઈસ્લામિક બૅન્કિંગની હતી, પણ અફસોસ ! સરકાર એને પણ મંજૂરી નથી આપી રહી.

૪. મોબ લિંચીંગ અને ઘૃણાપૂર્ણ ગુનાઓ

તાજેતરના વર્ષોમાં કેટલાક મુસ્લિમ વિરોધી ઉગ્રવાદી જૂથોએ મુસલમાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એકલ દોકલ ફરતા મુસલમાનોની કોઈ ખોટા બહાને હત્યા કરી દે છે, અને પછી કોઈ ગુનો એ મરનાર માથે ચડાવીને હત્યાને જસ્ટીફાય કરવામાં આવે છે. ઉત્તરાખંડ અને દેશના અમુક સ્થળોએ સામુહિક રીતે મુસલમાનોને હિજરત કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ઉપરથી મીડિયા ચેનલ્સ પણ નકારાત્મક પ્રચાર ફેલાવીને આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે.

૫. મસ્જિદો અને ધાર્મિક પરંપરાઓ પર દબાણ

કેટલાક વિસ્તારોમાં મસ્જિદો, હિજાબ, અઝાન અને અન્ય ધાર્મિક બાબતો પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. જેનાથી મુસલમાનોમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે.

શકય નિવારણો અને ઉપાયો:

મુસલમાનોએ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે. શિક્ષણ થકી તેઓ દરેક ક્ષેત્રે આગળ વધી શકશે.

રાજકીય રીતે જાગૃત થવાની જરૂર છે, અને પોતાનું નેતૃત્વ પસંદ કરવા બાબતે વધારે સજાગ રહેવાની જરૂરત છે. એવું નેતૃત્વ ઉભું કરવું મુસલમાનોની જવાબદારી છે જે સમાજના હકો માટે અવાજ ઉઠાવી શકે.

આર્થિક આત્મનિર્ભરતા માટે વેપાર અને કૌશલ્ય શીખીને પોતાના પગ ઉપર ઉભા થવાની હિંમત કેળવવાની જરૂરત છે. મુસલમાનોમાં ઝકાત ફરજ  છે, એના થકી માલદારો ગરીબોની મદદ કરે છે. પણ ઝકાતથી આગળ વધીને બીજાની મદદ કરવાની ભાવના વિકસી નથી. મોટા વેપારીઓ નાના વેપારીઓને આગળ લાવવા ઉપર ધ્યાન આપતા નથી. આસપાસના માણસોના રોજગાર બાબતે સજાગ નથી. બધું મળીને તેઓ એમની આસ પાસના ગેરમુસ્લિમ વાતાવરણથી ટેવાય ગયા છે અને એમના જેવું જ વર્તન છે. પોતાની આગવી ધાર્મિક વિચારસરણીને અનુસરતા નથી.

કાયદાકીય હકોની રક્ષા માટે સંયુક્ત રીતે બંધારણીય રસ્તાઓ અપનાવવા વિશેષ જરૂરત છે. બધાંએ સામુહિક શકિત સાથે આગળ આવવાની જરૂરત છે.

આ બાબતે મુસલમાનો સંપૂર્ણ ગાફેલ છે. જે કોઈ પોતાના મહોલ્લા અને ઘરમાં સુરક્ષિત છે તે એમ સમજે છે કે બધા જ સલામત છે. કંઈક ફિકર થાય છે તો થોડાક રૂપિયાની મદદ મોકલાવીને સંતોષ માને છે.

હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત મંચો પર કામ કરવું પડશે, જેથી સામ્પ્રદાયિક સન્માન જળવાઈ રહે. આ ફકત મુસલમાનોની જરૂરત છે, એટલે એમાં મુસલમાનોએ જ વધારે કુરબાની આપવાની રહે છે. સામે પક્ષે આવી જરૂરત નથી. એટલે તેઓ બેફિકર હોય એ સ્વાભાવિક છે, પણ મુસલમાનોને જરૂરત છે, એટલે આ માટે આયોજન પૂર્વક પ્રયાસો કરવાની જરૂરત છે. દરેક માણસ પોતાને જરૂરત પડે એવા અમુક સંબંધોને સાચવતો હોય છે, એમ હિંદુ - મુસ્લિમ સંબંધો આખા સમાજની સામુહિક જરૂરત છે. એટલે દરેકે આ બાબતે પોતાનાથી બનતું કરી છુટવાની જરૂરત છે.

આપણી આસપાસ અમુક લોકો બીજા રાજયોના હોય છે, તેઓ અત્યંત સંગઠિત રીતે રહેતા હોય છે અને એકબીજાને આગળ લાવવામાં ભરપૂર મદદ કરતા હોય છે. કોઈ પણ લઘુમતિ બહુમતિ કરતાં વધારે મહેનત કરતી હોય છે, એ વિશ્વભરની સ્વીકૃત માન્યતા છે, કેમ કે લઘુમતિએ બહુમતિ સામે ટકી રહેવા વધારે જ મહેનત અને આયોજનની જરૂરત હોય છે, આમાં ફકત ભારતીય મુસલમાનોનો જ અપવાદ છે, એમને પોતાની અને સમાજની કંઈ વિશેષ ફિકર જ નથી. એમને ખબર જ નથી કે બહુમતિ એમને ખાય જવા આગળ વધી રહી છે, અને ખબર છે તો પ્રયાસો કરવાના બદલે આસમાની મદદની રાહ જોઈ રહયા છે.


યહૂદીઓની ખોટી માંગણીઓ, ગુનાહો અને હઝરત ઈસા અલૈ. વિશે ગુસ્તાખીઓ

یَسْئَلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَیْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَلُوْا مُوْسٰۤى اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ  ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ  وَ اٰتَیْنَا مُوْسٰى سُلْطٰنًا مُّبِیْنًا﴿۱۵۳﴾ وَ رَفَعۡنَا فَوۡقَہُمُ الطُّوۡرَ بِمِیۡثَاقِہِمۡ وَ قُلۡنَا لَہُمُ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّ قُلۡنَا لَہُمۡ لَا تَعۡدُوۡا فِی السَّبۡتِ وَ اَخَذۡنَا مِنۡہُمۡ مِّیۡثَاقًا غَلِیۡظًا ﴿۱۵۴﴾فَبِمَا نَقۡضِہِمۡ مِّیۡثَاقَہُمۡ وَ کُفۡرِہِمۡ بِاٰیٰتِ اللّٰہِ وَ قَتۡلِہِمُ الۡاَنۡۢبِیَآءَ بِغَیۡرِ حَقٍّ وَّ قَوۡلِہِمۡ قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ طَبَعَ اللّٰہُ عَلَیۡہَا بِکُفۡرِہِمۡ فَلَا یُؤۡمِنُوۡنَ اِلَّا قَلِیۡلًا ﴿۱۵۵﴾۪ وَّ بِکُفۡرِہِمۡ وَ قَوۡلِہِمۡ عَلٰی مَرۡیَمَ بُہۡتَانًا عَظِیۡمًا ﴿۱۵۶﴾ۙ  وَّ قَوۡلِہِمۡ اِنَّا قَتَلۡنَا الۡمَسِیۡحَ عِیۡسَی ابۡنَ مَرۡیَمَ رَسُوۡلَ اللّٰہِ ۚ وَ مَا قَتَلُوۡہُ وَ مَا صَلَبُوۡہُ وَ لٰکِنۡ شُبِّہَ لَہُمۡ ؕ وَ اِنَّ الَّذِیۡنَ اخۡتَلَفُوۡا فِیۡہِ لَفِیۡ شَکٍّ مِّنۡہُ ؕ مَا لَہُمۡ بِہٖ مِنۡ عِلۡمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَ مَا قَتَلُوۡہُ یَقِیۡنًۢا ﴿۱۵۷﴾ۙ   بَلۡ رَّفَعَہُ اللّٰہُ اِلَیۡہِ ؕ وَ کَانَ اللّٰہُ عَزِیۡزًا حَکِیۡمًا ﴿۱۵۸﴾وَ اِنۡ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ اِلَّا لَیُؤۡمِنَنَّ بِہٖ قَبۡلَ مَوۡتِہٖ ۚ وَ یَوۡمَ الۡقِیٰمَۃِ یَکُوۡنُ عَلَیۡہِمۡ شَہِیۡدًا ﴿۱۵۹﴾ۚ

રજુ.-મુફતી ફરીદ અહમદ કાવી.

તરજમહ : અહલે કિતાબ તમારી પાસે માંગણી કરે છે કે તમે એમના ઉપર એક કિતાબ આસમાનેથી લખાયેલી ઉતારાવો. એમણે તો હઝરત મુસા પાસે એનાથી મોટી માંગણી કરી હતી, એમણે કહયું હતું કે અમને રૂબરૂમાં અલ્લાહ તઆલા દેખાડો. ત્યારે એમને વીજળીની ગર્જનાએ પકડી લીધા, ત્યાર પછી એમણે એમની સામે સ્પષ્ટ નિશાનીઓ આવ્યા છતાં વાછરડાને માબૂદ બનાવ્યો હતો. પછી આ બધું અમે માફ કરી દીધું. અને અમે મુસા અલૈ.ને ખુલ્લી શકિત (સત્તા ફતેહ) અર્પણ કરી. (૧૫૩) અને અમે એમની પાસેથી કરાર લેવા માટે તૂર પહાડ એમના માથા ઉપર લાવી મુકયો હતો. અને એમને એક હુકમ આ પણ કર્યો હતો કે દરવાજેથી માથું નમાવીને દાખલ થજો, અને એમને આ પણ હુકમ કર્યો હતો કે શનિવાર બાબતે હદથી આગળ વધજો નહીં. અને એમની પાસેથી મજબૂત વચન લીધું હતું. (૧૫૪) પછી અમે એમના ઉપર લઅનત ફરમાવી એમના દ્વારા કરાર તોડવાના કારણે અને અને અલ્લાહ તઆલાના હુકમોનો ઈન્કાર કરવાના કારણે, અને નાહક રીતે અલ્લાહના નબીઓની હત્યા કરવાના કારણે અને તેઓના એમ કહેવાના કારણે કે અમારા દિલો તો મહફૂઝ (બંધ) છે. (સાચી વાત આ છે કે) એમના દિલો ઉપર અલ્લાહ તઆલાએ એમના ઈન્કારના કારણે મહોર મારી દીધી છે. હવે તે બધામાંથી અમુક જ લોકો ઈમાન લાવશે. (૧૫૫) તેમજ એમના કુફ્રના કારણે અને મરયમ અલૈ. ઉપર ગંભીર આરોપ મુકવાના કારણે પણ અમે એના ઉપર લઅનત ફરમાવી. (૧૫૬) તેમજ તેઓના એમ કહેવાના કારણે એમના ઉપર લઅનત ફરમાવી કે અમે મરયમ (અલૈ.)ના પુત્ર, અલ્લાહના રસૂલ ઈસા મસીહ (અલૈ.)ને કતલ કરી નાખ્યા, જયારે કે એમણે ઈસા મસીહ અલૈ.ને કતલ નથી કર્યા, ન તો એમને શુળી આપી છે. પણ એમની સામે એવું જ કંઈક રજૂ કરવામાં આવ્યું. અને જે લોકો એમના વિશે વિરોધાભાસ ધરાવે છે તે બધા એમના વિશે શંકામાં છે. એમની પાસે આ વિશે અનુમાન ઉપર ચાલવા સિવાય કંઈ જાણકારી નથી, અને નિશંક એમણે હઝરત ઈસા અલૈ.ને કતલ કર્યા જ નથી. તેઓએ તેમને કતલ કર્યા જ નથી. (૧૫૭) બલકે અલ્લાહ તઆલાએ એમને પોતાની પાસે ઉઠાવી લીધા છે અને અલ્લાહ ઝબરદસ્ત અને હિકમતવાળો છે. (૧૫૮) અને અહલે કિતાબમાંથી દરેક મૃત્યુ પહેલાં એમના (આસમાને જીવંત હોવા) ઉપર જરૂર ઈમાન લાવશે અને કયામતના દિવસે તેઓ અહલે કિતાબ વિરુદ્ધ ગવાહ પણ બનશે. (૧૫૯)

તફસીર : ઉપરોકત આયતોમાં યહૂદીઓને એમના દ્વારા કરવામાં આવેલ માંગણીઓ અને વાંધાઓનો જવાબ અલ્લાહ તઆલાએ આપ્યો છે, અને આ બધી વિગત કુરઆનમાં એટલા માટે એને શામેલ કરવામાં આવી કે પાછળથી જયારે પણ કોઈ આવા વાંધાઓ – પ્રશ્નો ઉભા કરી શકે અથવા કોઈ કુરઆન બાબતે પશ્નો કરે તો કુરઆન થકી એટલે કે અલ્લાહ તઆલા થકી જ એનો જવાબ મળી રહે.

મદીનાના યહૂદીઓ મુળ રીતે ઈસ્લામ સ્વીકારવા માંગતા ન હતા, તેઓ એમ સમજતા હતા કે આમ કરવાથી એમની શ્રેષ્ઠતા અને પ્રતિષ્ઠા ખતમ થઈ જશે, એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષ એમણે વાંધો ઉઠાવ્યો કે અમારા નબી હઝરત મૂસા અલૈ ને તો અલ્લાહ તઆલાએ પરી કિતાબ “તવરાત” એક સામટી આપી દીધી હતી. તમારા ઉપર તો થોડું થોડું કુરઆન ઉતરે છે, એટલે અમને શંકા છે કે કદાચ તમે તમારી જ વાતોને અલ્લાહની વહી કહીને રજૂ ન કરતા હોવ ! એટલે જો તમે સાચા નબી હોવ તો અલ્લાહને કહો કે આખું કુરઆન કિતાબ સ્વરૂપે એક સામટું તમને આપી દયે.

અલ્લાહ તઆલાએ એનો જવાબ આ આયતોમાં આપ્યો છે કે હે આ યહૂદીઓ એમના નબી હઝરત મૂસા અલૈ. પાસે આનાથી મોટી માંગણી કરી ચુક્યા છે. આ માંગણી અને એના સંલગ્ન કિસ્સાઓ અગાઉ સૂરએ બકરહમાં આવી ગયા છે અને અત્રે ટુંકમાં એનો ઉલ્લેખ છે. એ બધાનો સાર આ છે કે અલ્લાહ તઆલાએ જયારે હઝરત મૂસા અલૈ.ને તૂર પહાડ ઉપર કિતાબ આપવા માટે બોલાવ્યા તો ચાલીસ દિવસ સુધી પોતાની ઈબાદતમાં મશ્ગૂલ કરી દીધા. તેઓ પોતાની કોમને ત્રીસ દિવસનું કહીને આવ્યા હતા, એટલે ત્રીસ દિવસ પછી હઝરત મૂસા અલૈ. કોમ પાસે પાછા ન પહોંચ્યા તો એમની કોમમાંથી “સામરી” નામના એક માણસે ધાતુઓ ઓગાળીને એક વાછરડો બનાવ્યો અને લોકોને કહેવા લાગ્યો કે હઝરત મૂસા અલૈ. રસ્તો ભૂલીને અવળા રસ્તે ગુમ થઈ ગયા છે, આપણો ખુદા તો આ વાછરડું જ છે. એટલે એની જ ઈબાદત કરવાની છે. ઘણા લોકો એની વાતમાં આવી ગયા અને એને પૂજવા લાગ્યા. જયારે હઝરત મૂસા અલૈ. અલ્લાહ તઆલા પાસેથી “તવરાત” કિતાબ લઈને પાછા આવ્યા તો આ બધું જોઈને ઘણા નારાજ થયા, પોતાના ભાઈની પૂછપરછ કરી જેમને દેખરેખની જવાબદારી આપી હતી. અંતે અમુક લોકોને સજા આપી અને અમુકને માફ કર્યા.

પછી અલ્લાહ તઆલાએ આપેલ કિતાબ “તવરાત” એમને આપી. લોકોએ કિતાબ જોઈને વાંધો ઉઠાવ્યો કે આ અલ્લાહ તઆલાની જ કિતાબ હોય એની શું ખાતરી ? એટલે લોકોને ખાતરી કરાવવા દરેક સમુહમાંથી એક એક માણસ નક્કી કરીને સિત્તેર માણસોને તૂર પહાડ ઉપર લઈ ગયા, જયાં અલ્લાહ તઆલાએ હઝરત મૂસા અલૈ. સાથે વાત કરી હતી. અહિંયા બધાને એક ગેબી અવાજ અલ્લાહ તઆલા તરફથી સંભળાવવામાં આવ્યો જેમાં હઝરત મૂસા અલૈ.ને તવરાત આપવાની વાતનું સમર્થન અને ખરાઈ હતી. આ સિત્તેર લોકોએ આ અવાજ સાંભળી તો વાંધો ઉઠાવીને શંકા વ્યકત કરી કે આ અવાજ અલ્લાહ તરફથી જ હોય એની શું ખાતરી ? શકય છે કે તમે કોઈ માણસને કયાંક સંતાડી રાખ્યો હોય ? અલ્લાહ તઆલા સાક્ષાત અમારી સામે આવીને કહે તો અમને યકીન થાય! અલ્લાહ તઆલા જયારે પોતાના આદેશ વિશે લોકોનું આ અપમાન જોયું તો એક ભયાનક ગરજ વડે બધાને મારી નાખ્યા. હઝરત મૂસા અલૈ. આ સ્થિતિથી અસમંજસમાં મુકાય ગયા કે પાછા જઈને પુરી કોમને શું કહીશ? સાચી બીના બતાવીશ તો કોમ મારા ઉપર વિશ્વાસ નહીં જ કરે, એટલે અલ્લાહ તઆલા પાસે દુઆ કરીને આ લોકોને જીવતા કરાવ્યા. આ બધા લોકો હઝરત મૂસા અલૈ. સાથે કોમ પાસે પાછા આવ્યા અને કોમને જણાવ્યું કે આ અલ્લાહ તઆલાની જ કિતાબ છે જેના હુકમો આપણે માનવાના છે, તો અમુક લોકોની શરારતના કારણે ફરી બધા લોકોએ તવરાતમાં દર્શાવવામાં આવેલ હુકમોને અઘરા હોવાનું બહાનું કરીને માનવાનો ઈનકાર કરી દીધો. અલ્લાહ તઆલાએ એમના ઈન્કારની સજા રૂપે તૂર પહાડ એમના માથા ઉપર કરી દીધો જેમ ઘરની છત હોય છે અને હુકમ કર્યો કે કાં કિતાબ “તવરાત” ઉપર ઈમાન લાવો અથવા પહાડ નીચે કચડી નાંખીશું. આખરે લોકો તવરાત ઉપર ઈમાન લાવ્યા.

પોતાને હઝરત મૂસા અલૈ.ની નુબુવ્વતને માનનાર અને યહૂદી કહેવાતા લોકોની એમના નબી સાથે આવી હરકતો હતી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને કુરઆન વિશે તેઓ એલ ફેલ બોલે એમાં શું નવાઈ ? એટલે આ કિસ્સાઓ દર્શાવીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનોને શાંત્વના આપવામાં આવી છે.

આયતમાં આગળ એમના અન્ય બે કરતૂતોનું વર્ણન પણ છે.

એક એ વેળાનું જયારે અલ્લાહ તઆલાના એક આદેશનો અનાદર કરવાના કારણે અલ્લાહ તઆલાએ એમને ચાળીસ વરસ સહરા અને જંગલમાં ભટકતા રહેવાની સજા આપી હતી, આ દિવસોમાં એક વાર એમની વિનંતી સ્વીકારીને એક શહેરમાં જઈને ત્યાંની વસ્તુઓ ખાવાની પરવાનગી આપવામાં આવી અને હુકમ કરવામાં આવ્યો કે શહેરમાં માથું નમાવીને દાખલ થજો અને માફી માફી બોલતા દાખલ થજો, પણ આ કોમ શહેરમાં સામી છાતીએ દાખલ થઈ અને ઘઉં... ઘઉં... એમ પોકારતી શહેરમાં દાખલ થઈ. આ ગુનાની સજામાં પ્લેગની બીમારીમાં એમના ઉપર નાખી દીધી, પરિણામે એક જ દિવસમાં સિત્તેર હઝાર માણસો મરી ગયા અને પછી બીજા લોકોને માફ કરી દેવામાં આવ્યો.

બીજું કરતૂત શનિવારે અલ્લાહ તઆલા તરફથી મનાઈ હોવા છતાં માછલીઓના શિકાર કરવાનું છે, જેની સજા સ્વરૂપે અલ્લાહ તઆલાએ આ નાફરમાનોને વાંદરા બનાવી દીધા હતા, જે બધા ત્રણ દિવસમાં મરી ગયા. આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અમે એમનાથી પાકો કરાર અને વચન લીધા હતાં કે તેઓ તવરાત ઉપર પૂરો અમલ કરશે, છતાં તેઓ નાફરમાની કરતા રહેતા હતા.

પછીની ચાર આયતોમાં અલ્લાહ તઆલાએ યહૂદીઓની બગાવતો અને ખુલ્લી નાફરમાનીઓ વર્ણવી છે જેના કારણે એમના ઉપર લઅનત કરવામાં આવી અને એમને અલ્લાહ તઆલાની રહમતથી દૂર કરી દેવામાં આવ્યા અને હઝરત ઈસા અલૈ. વિશે એમની ગુસ્તાખીના જવાબમાં એમના વિશે સાચી હકીકત અલ્લાહ તઆલાએ વર્ણવી છે.

  • એમણે અમારા સાથે તવરાત ઉપર અમલ કરવાના વચન અને કરાર તોડી નાખ્યો એટલે અમે એમના ઉપર લઅનત ફરમાવી.

  • નાફરમાન યહૂદીઓ માંહે કોઈ અલ્લાહના નબી પણ એમને સમજાવવા કે હિદાયતની દાવત માટે જતા તો તેઓ અલ્લાહના નબીઓને પણ કતલ કરી દેતા હતા, જેમ કે હઝરત યહયા અલૈ. અને હઝરત ઝકરિયા અલે.ની એમણે હત્યા કરી હતી. અલ્લાહ તઆલાની નાફરમાનીમાં તેઓ આટલા બધા આગળ વધી ગયા હતા એટલે પછી અમે આ યહૂદીઓ ઉપર લઅનત ફરમાવી.

  • જયારે અલ્લાહના નબી એમને અલ્લાહના હુકમો બતાવતા, બુરાઈઓ અને ગુનાહોથી રોકવા નસીહત કરતા તો કહેતા કે અમારા દિલો ઘણા રક્ષિત છે, એમાં તમારા જેવા લોકોની વાતોની કોઈ અસર થશે નહીં. એટલે અમે એમના ઉપર લઅનત ફરમાવી.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે એમના દિલો મહફૂઝ ન હતા, એ તો અલ્લાહ તઆલાએ એમની નાફરમાનીના કારણે એમના દિલમાંથી હિદાયતનું નૂર અને દીનની સમજ છીનવી લીધી હતી.

પછી આયત નં ૧૫૬ - ૧૫૭માં માં હઝરત ઈસા અલૈ.ની શાનમાં એમણે કરેલી ત્રણ ગુસ્તાખીઓ અને અપમાનનું વર્ણન છે, જેના કારણે એમના ઉપર લઅનત કરવામાં આવી. અને હઝરત ઈસા અલૈ. વિશે એમણે ફેલાવેલ ખોટા આરોપો અને જૂઠી વાતોનું ખંડન કરીને સાચી હકીકત બતાવવામાં આવી છે :

  • જયારે હઝરત ઈસા અલૈ.ને યહૂદીઓના નબી બનાવવામાં આવ્યા તો એમણે અલ્લાહ તઆલાનો આ હુકમ માનવાનો ઈનકાર કરી દીધો, અને એમના વિરોધમાં ઉતરી આવ્યા. બલકે છેલ્લે એમની પણ હત્યા કરવાનો મન્સૂબો કરવા માંડયા. અલ્લાહ તઆલાએ હઝરત જિબ્રઈલ અલૈ.ને હઝરત ઈસા અલૈ.ની હિફાઝત માટે કાયમ સાથે કરી દીધા હતા. એમની આ હરકતના કારણે અમે એમના ઉપર લઅનત ફરમાવી.

  • હઝરત મરયમ રદિ.ની કુખે ફકત અલ્લાહ તઆલાની વિશેષ કુદરતના કરિશ્મા સ્વરૂપે હઝરત ઈસા અલૈ. નો જન્મ થયો તો યહૂદીઓએ હઝરત મરયમ રદિ. ઉપર બદકારીનો આરોપ મુકયો. અલ્લાહ તઆલાએ એ જ વેળા હઝરત મરયમના ખોળામાં રમતા અબોલ બાળક એટલે કે હઝરત ઈસા અલૈ.ના મોઢે ચમત્કારિક રીતે હઝરત મરયમની પાકદામની વિશેની વાત બોલાવી, છતાં તેઓ માન્યા નહીં અને અલ્લાહની એક નેક બંદી અને એક પાકદામન સ્ત્રી ઉપર ઝિનાની તહોમત મુકવાની કુચેષ્ટા કરતા રહયા. એટલે અમે એમના ઉપર લઅનત ફરમાવી.

  • એમનો ઈરાદો તો હઝ ઈસા અલૈ.ની હત્યા કરી દેવાનો જ હતો, પણ અલ્લાહ તઆલાની કુદરત તેઓ કતલ કરી શકયા નહીં, જેની વિગત આગળ આવી રહી છે, પણ તેઓ ઘણા ગર્વથી આ દાવો કરે છે કે અમે હઝરત ઈસા અલૈ.ની હત્યા કરી છે. એક માણસ બલકે અલ્લાહના નબીની હત્યા અકલ્પનીય ગુનો છે, અને આ લોકો ઉપરથી ગર્વભેર એનો એકરાર કરતા હતા. એટલે અમે એમના ઉપર લઅનત ફરમાવી.

હઝરત ઈસા અલૈ. વિશે સાચી હકીકત આગળ અલ્લાહ તઆલાએ દર્શાવી છે કે યહૂદીઓ હઝરત ઈસા અલૈ.ને કતલ કરી શકયા નથી. એમને સૂળીએ લટકાવવાનો ઈરાદો હતો, એ પણ કરી શકયા નથી. તેઓ ફકત અટકળો કરે છે, સાચી હકીકત કોઈની પાસે નથી, એનું કારણ આ છે કે જયારે હઝરત ઈસા અલૈ.ને કતલ કરવા કે સૂળીએ લટકાવવા યહૂદીઓએ એમના ઘર ઉપર હમલો કર્યો તો પ્રથમ એક માણસ ઘરમાં ઘુસ્યો કે ઈસા અલૈ. ઘરમાં છે કે નહીં, એ જોઈએ. અલ્લાહ તઆલાએ એ જ વેળા એની શકલ હઝરત ઈસા અલૈ. જેવી કરી દીધી અને હઝરત ઈસા અલૈ.ને આસમાને ઉઠાવી લીધા. પછી જયારે બધા માણસો અંદર આવ્યા તો એને જ ઈસા મસીહ અલૈ. સમજીને પકડીને સૂળીએ લટકાવી દીધો. પછી તેઓ આપસમાં ચર્ચા – અટકળો કરવા લાગ્યા, કોઈકે કહ્યું કે આ માણસની શકલ તો ઈસા મસીહ જેવી છે પણ બાકી ધડ આપણા માણસ જેવું છે. કોઈએ કહયું કે ઈસા મસીહ અલૈ.ને આપણે સૂળીએ લટકાવી દીધા તો આપણો માણસ કયાં છે ? અને જો આ આપણો માણસ છે તો ઈસા મસીહ કયાં છે ? આમ હઝ ઈસા મસીહ અલૈ.ને અલ્લાહ તઆલાએ આસમાને ઉઠાવી લીધા અને લોકો વિવિધ અટકળો કરતા રહી ગયા.

છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે કયામત પૂર્વે જયારે અલ્લાહ તઆલા હઝરત ઈસા અલૈ.ને આસમાનેથી ધરતી ઉપર ઉતારશે ત્યારે બધા અહલે કિતાબ યહૂદીઓ અને ઈસાઈઓ સહિત આ બાબત ઉપર યકીન કરશે કે સાચે જ ઈસા અલૈ. જીવંત છે અને તે સમયના યહૂદીઓ એમને કતલ કરી શકયા ન હતા. હઝરત ઈસા અલૈ. વિશે પહેલાં ઈસાઈઓ પણ એમના આસમાને ઉઠાવી લેવાની જ માન્યતા ધરાવતા હતા, કહે છે કે આજે પણ ઈસાઈઓનો કોઈ નાનો ફિરકો આવી જ માન્યતા ધરાવે છે, પણ પાછળથી ઈસાઈઓ પણ યહૂદીઓની ચાલમાં આવીને એમના સૂળીએ ચડી જવાની માન્યતા પાળતા થઈ ગયા, પછી એમાં પણ અતિશયોકિત કરીને એવી માન્યતા પાળે છે કે સમગ્ર ઈસાઈ ઉમ્મતના ગુનાહોના કફફારા માટે ઈસા મસીહ અલૈ. પોતે જ સુળીએ ચડી ગયા. એટલે હવે કોઈને આખિરતમાં ગુનાનો હિસાબ આપવો પડશે નહીં, બસ એકવાર ચર્ચમાં આવીને પોતાના ગુનાનો એકરાર કરી લેવાનો રહેશે. નઉઝુબિલ્લાહ…


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર : ૧૮૯

કુરઆને કરીમની અમુક ખાસ સુરતોની ફઝીલત

સુરએ ઝિલ્ઝાલ, સુરએ કાફિરૂન, સુરએ ઈખ્લાસ

(٥٧) عَنْ ابْنِ عَبَّاسٍ وَأَنَسِ بْنِ مَالِكٍ ؓقَالَا قَالَ رَسُوْلُ اللّهِ ﷺ "إِذَا زُلْزِلَتْ" تَعْدِلُ نِصْفَ الْقُرْآن و "قُلْ هُوَ اللهُ أَحَدٌ" تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ وَ "قُلْ يا أَيُّهَا الْكٰفِرُوْنَ" تَعْدِلُ رُبُعَ الْقُرْآن۔(رواه الترمذي) 

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.અને હઝરત અનસ બિન માલિક રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ  અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “સુરએ ઈઝા ઝુલ્ઝીલત” અર્ધા કુર્આન બરાબર છે. અને “કુલ હુવલ્લાહુ અહદ” ત્રીજા ભાગના કુર્આન બરાબર છે. અને “કુલ આ અવ્યુહલ કાફિરૂન” ચોથા ભાગના કુર્આન બરાબર છે. (તિર્મિઝી શરીફ)

ખુલાસો :- સુરએ “ઈઝા ઝુલ્ઝીલત”માં કયામતનું વર્ણન અને તેનો ચિતાર ઘણો જ અસર કારક વર્ણવ્યો છે. અને એ જ મુજબ તેની છેલ્લી આયત “ફમંયઅમલ મિસ્કાલ ઝર્રતીન ખૈરંયરહુ” માં બદલો અને સજા બન્નેવનું વર્ણન હોવા છતાં એટલું બધુ અસર કારક રીતે કરવામાં આવ્યું છે કે જો એ સંબંધી આખી કિતાબ પણ લખવામાં આવે તો એનાથી વધુ અસર કારક નહી હોય. કદાચ આ સુરતની એ ખાસિયતના કારણે જ આ હદીસમાં તેને અર્ધા કુર્આન બરાબર બતાવવામાં આવી છે. એ જ પ્રમાણે સુરએ ઈખ્લાસ (કુલ હુવલ્લાહ)માં ઘણા જ ટુંકસાર સાથે અલ્લાહની એકતા, તેની પાકી, અને તેના ગુણો, કમાલનું જે ચમત્કારિક રીતે વર્ણન છે તે પણ આ સુરતની જ ખાસિયત છે. અને કદાચ એ જ કારણે તેને ત્રીજા ભાગના કુર્આન બરાબર બતાવી છે. અને “કુલ યા અય્યુહલ કાફિરૂન”માં ઉઘાડી રીતે શિર્કવાળાઓથી અલગતા અને દૂર રહેવાની જાહેરાત કરી જે રીતે ચોખ્ખી એકતાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. (જે દુનિયાનો પાયો અને જડ છે) તે આ સુરતની ખાસિયત છે. અને કદાચ એ જ કારણે એ સુરતને આ હદીસમાં ચોથા ભાગના કુર્આન બરાબર બતાવવામાં આવી છે.વલ્લાહુ અઅલમ.

(٥٨) عَنْ فَرَوَةَ بْنِ نَوْفَلٍ عَنْ أَبِيهِ أَنَّهٗ قَالَ يَا رَسُوْلَ اللّهِ عَلِّمْنِي شَيْئًا أَقُوْلُهٗ إِذَا أَوَيْتُ إِلٰى فِرَاشِيْ، فَقَالَ إِقْرَأْ قُلْ يَا أَيُّهَا الْكٰفِرُوْنَ فَإِنَّهَا بَرَاءَةٌ مِنَ الشِّرْكِ (رواه الترمذي وأبو داود والنسائي)

હઝરત ફરવહ બિન નૌફલ તેમના વાલિદ નૌફલ રદિ.થી રિવાયત કરે છે કે તેમણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી અરજ કરી કે મને કોઈ એવી ચીઝ પઢવાની બતાવો જેને હું સુતી વખતે બિસ્તર પર પઢી લઉં આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “કુલ યા અવ્યુહલ કાફિરૂન” પઢયા કરો, તેમાં શિર્કથી બરાઅત (દુરી) છે. (તિર્મિઝી, અબૂ દાઉદ, નસાઈ)

(٥٩) عَنْ أَبِي الدَّرْدَاءِ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ أَيَعْجِرُ أَحَدُكُمْ أَنْ يَقْرَأَ فِي لَيْلَةٍ ثُلُثَ الْقُرْآنِ قَالُوْا كَيْفَ يَقْرَأُ ثُلُثَ الْقُرْآنِ قَالَ "قُلْ هُوَ اللّهُ أَحَدٌ" يَعْدِلُ ثُلُثَ الْقُرْآن - (رواه مسلم ورواه البخاري عن أبي سعد وروى الترمذي عن ابي ايوب الانصاري بمعناه)

હઝરત અબૂ દરદહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું શું તમારામાંથી કોઈ એનાથી પણ આજીઝ છે કે એક રાતમાં ત્રીજા ભાગનું કુર્આન પઢે? તો સહાબા રદિ. એ પુછ્યું કે  એક રાતમાં ત્રીજા ભાગનું કુર્આન પઢી શકે તો ફરમાવ્યું “કુલ હુવલ્લાહુ અહદ” ત્રીજા ભાગના કુર્આન બરાબર છે.(તો જેણે રાતમાં તે સુરત પઢી તેણે જેવું ત્રીજા ભાગનું કુર્આન પઢી લીધું) (મુસ્લિમ શરીફ)

અને ઈમામ બુખારીએ એ જ હદીસ હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત કરી છે. અને ઈમામ તિર્મિઝીએ એ જ બયાનની એક હદીસ હઝરત અબૂ ઐયુબ અન્સારી રદિ.થી રિવાયત કરી છે.

(٦٠) عَنْ أَنَسٍ ؓأَنَّ رَجُلًا قَالَ يَا رَسُوْلَ اللّهِ ﷺإِنِّي أُحِبُّ هٰذِهِ السُّورَةَ "قُلْ هُوَ اللهُ أَحَد" قَالَ إِنَّ حُبَّكَ إِيَّاهَا أَدْخَلَكَ الْجَنَّة (رواه الترمذي وروى البخاري معناه)

હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની સેવામાં અરજ કરી કે હઝરત! મને આ સુરત “કુલ હુવલ્લાહુ અહદ” ઘણી જ પ્યારી છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું એ સુરત સાથે તમારો પ્યાર તમને જન્નતમાં લઈ જશે. (તિર્મિઝી શરીફ)

(શબ્દો અને લખાણના નહીવત ફેરફાર સાથે એ જ બયાનની હદીસ ઈમામ બુખારીએ પણ રિવાયત કરી છે.)

(٦١) عَنْ أَبِي هُرَيْرَۃَ  ؓأَنَّ النَّبِيَّ ﷺ مَا سَمِعَ رَجُلًا يَقْرَأُ "قُلْ هُوَ اللّهُ أَحَدٍ" فَقَالَ وَجَبَتْ قُلْتُ وَمَا وَجَبَتْ قَالَ الْجَنَّةُ (رواه مالك والترمذي والنسائي)

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એક માણસને “કુલ હુવલ્લાહ અહદ” પઢતા સાંભળ્યો, તો ફરમાવ્યું તેના માટે વાજિબ થઈ ગઈ. મેં અરજ કરી યા રસુલ્લાહ ! શું વાજિબ થઈ ગઈ ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જન્નત.

ખુલાસો :- સહાબા રદિ. જેમણે શિક્ષણ અને કેરવણી સીધી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પાસેથી પ્રાપ્ત કરી હતી. અને દરેક કાર્યમાં આપ સલ્લલ્લાહુ  અલયહી વસલ્લમનું અનુકરણ તેમ તાબેદારીના લાલચી હતા. સાફ વાત છે કે જયારે તેઓ કુર્આન પાકની અને ખાસ કરી આ સુરતો અને આયતોની તિલાવત કરતા હશે. જેમાં અલ્લાહ તઆલાની એકતા અને ગુણોનું વર્ણન ઘણી જ અસર કારક રીતે કરવામાં આવ્યું છે. તો બીજાઓને પણ સાફ જણાતુ હશે કે આ તેમના દીલની હાલત છે. અને તેમની જીભ પર ખુદા બોલી રહ્યો છે. આ હદીસમાં જે સહાબીએ “કુલ હુવલ્લાહ અહદ” પઢવાનું વર્ણન છે. તેમની હાલત તે સમયે એવી જ હશે અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને જણાયું હશે કે તેઓ ખરી ઈમાની કેફિયત અને ઈમાની મજા સાથે “કુલ હુવલ્લાહ અહદ” પઢી રહ્યા છે.

એવા માણસો માટે જન્નત વાજિબ હોવામાં શું શંકા છે. અલ્લાહ તઆલા આ નેઅમતનો થોડો ભાગ આપણ કમ નસીબોને પણ અર્પણ કરે.

(٦٢) عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ مَنْ أَرَادَ أَنْ يَّنَامَ عَلٰى فِرَاشِهٖ ثُمَّ قَرَأْ مِائَةَ مَرَّةٍ "قُلْ هُوَ اللهُ أَحَدٌ" إِذَا كَانَ يَوْمُ الْقِيٰمَةِ يَقُولُ لَهُ الرَّبُّ يَا عَبْدِي ادْخُلْ عَلٰى يَمِيْنِكَ الْجَنَّةَ. (رواه الترمذي)

હઝરત અનસ બિન માલિક રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે માણસ બિસ્તર પર સુવાનો ઈરાદો કરે, પછી (સુવા પહેલા) સો વાર સુરએ કુલ હુવલ્લાહુ અહદ પઢે તો જયારે કયામત કાયમ થશે, તો અલ્લાહ તઆલા તેને ફરમાવશે એય ! મારા બંદા ! તારા જમણા હાથ તરફથી જન્નતમાં ચાલ્યો જા.

ખુલાસો :- “અલા યમીનિક” (તારા જમણા હાથ તરફ)નો અર્થ એ પણ થઈ શકે છે કે તે બંદો હિસાબની જગ્યાએ જયાં હશે ત્યાંથી જન્નત તેની જમણી બાજુ હશે, અને તેને કહેવામાં આવશે કે તારી જમણી બાજુ ચાલી જન્નતમાં ચાલ્યો જા, બીજો શકય અર્થ આ છે કે જન્નતનો જમણી તરફનો ભાગ ડાબી બાજુના ભાગ કરતાં અફઝલ હશે. અને તે બંદાને ફરમાવવામાં આવશે કે તું જમણી બાજુવાળી જન્નતમાં ચાલ્યો જા, ખચિત ઘણો જ સસ્તો સોદો છે. કે સુતા પહેલાં ફકત સો વાર “કુલ હુવલ્લાહુ અહદ” પઢવા પર આ દોલત મળી જાય અલ્લાહ તઆલા તોફિક આપે તો કોઈ મહાન વાત નથી. અલ્લાહ તઆલાના અમુક બંદાઓને જોયા છે કે તેમનો રાત્રે સુતા પહેલાં દરરોજનો અમલ એનાથી પણ ઘણો જ વધારે છે. 

મુઅવ્વઝતૈન

(٦٣) عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ ؓقَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ أَلَمْ تَرَ آيَاتٍ أُنْزِلَتِ اللَّيْلَةَ لَمْ يُرَ مِثْلُهُنَّ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ وَقُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (رواه مسلم)

હઝરત ઉકબા બિન આમિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું શું તમને ખબર નથી ? આજે રાત્રે જે આયતો મારા ઉપર ઉતરી છે (તે એવી અનોખી છે કે) તેના જેવી ન કદી જોવામાં આવી, ન સાંભળવામાં આવી. કુલ અઉઝુ બિરબ્બિલ્ફલક, અને કુલ અઉઝુ બિરબ્બિન્નાસ.

ખુલાસો :- આ બન્નેવ સુરતો એ હિસાબે અનોખી છે કે તેમાં આરંભથી અંત સુધી અલ્લાહ તઆલાની પનાહ લેવામાં આવી છે. જાહેર શરારતથી અને છુપી શરારતોથી પણ, અને અલ્લાહ તઆલાએ તેમાં ફિત્નાઓથી બચવા માટે બે હિસાબ તાસીર રાખેલી છે. મતલબ કે બધા જ ફિત્નાઓથી બચવા માટે મજબૂત કિલ્લો છે અને આ સુરતો ટુંકી હોવા છતાં ઘણી જ કમાલ વાળી અને અદભૂત છે.

(٦٤) عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ بَيْنَا أَنَا أَسِيْرُ مَعَ رَسُوْلِ اللّهِ ﷺ بَيْنَ الْحُحْفَةِ وَالْأَبْوَاءِ إِذْ غَشِيَتْنَا رِيحٌ وَظُلْمَةٌ شَدِيْدَةٌ فَجَعَلَ رَسُوْلُ اللّهِ ﷺ يَتَعَوَّذُ بِأَعُوْذُ بِرَبِّ الْفَلَقِ وَأَعُوْذُ بِرَبِّ النَّاسِ وَيَقُوْلُ يَا عُقْبَةَ تَعَوَّذْ بِهِمَا فَمَا تَعَوَّذَ مُتَعَوِّذٌ بِمِثْلِهِمَا - (رواه أبو داود)

હઝરત ઉકબા બિન આમિર રદિ.થી રિવાયત છે કે એક સફરમાં હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)સાથે હતો જુહફા અને અબ્વાઅની વચમાં (આ બન્નેવ પ્રખ્યાત જગ્યાઓ મદીના અને મક્કાની વચમાં છે) અચાનક જોરદાર વાવાઝોડું ફૂંકાયું અને ઘણું જ અંધારૂ છવાય ગયું, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ આ બન્નેવ સુરતો (મુઅવ્વઝતૈન) પઢી અલ્લાહ તઆલા પાસે પનાહ માંગવી શરૂ કરી, અને મને પણ ફરમાવ્યું કે ઉકબા ! તમે પણ આ સુરતો પઢી અલ્લાહ તઆલાની પનાહ માંગો, કોઈ પનાહ લેનારને એનાથી અનોખી પનાહ મળશે નહી. (એટલે અલ્લાહ તઆલાની પનાહ લેવા માટે કોઈ દુઆ એવી નથી જે આ બન્નેવ સુરતો જેવી હોય. આ ખાસિયતમાં તે અનોખી અને અદભુત છે. (અબૂ દાઉદ શરીફ)

ખુલાસો :- આ હદીસથી જાણવા મળ્યું કે જયારે કોઈ મુસીબત અને ખતરો સામે આવે તો મુઅવ્વઝતૈન પઢી અલ્લાહથી પનાહ (આસરો) માંગવી જોઈએ, એનાથી ઉમ્દા અને એના જેવું બીજું તઅવ્વુઝ નથી.

(٦٥) عَنْ عَائِشَةَ  ؓأَنَّ النَّبِيَّ كَانَ إِذَا أَوٰى إلٰى فِرَاشِهٖ كُلَّ لَيْلَةٍ جَمَعَ كَفَّيْهِ ثُمَّ نَفَثَ فِيْهِمَا فَقَرَأَ فِيْهِمَا "قُلْ هُوَ اللهُ أَحَد وَ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ وَ قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ" ثُمَّ يَمْسَحُ بِهِمَا مَا اسْتَطَاعَ مِنْ جَسَدِهِ يَبْدَأَ بِهِمَا عَلٰى رَأْسِهٖ وَوَجْهِهٖ وَمَا أَقْبَلَ مِنْ جَسَدِهِ يَفْعَلُ ذَالِكَ ثَلٰثَ مَرَّات (رواه البخاري ومسلم)

હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો મામૂલ હતો કે દરરોજ રાત્રે જયારે આરામ ફરમાવવા માટે બિસ્તર પર પધારતા હતા તો પોતાના બન્નેવ હાથોને મેળવી લેતા (જેમ દુઆ વખતે બન્નેવ હાથ મેળવવામાં આવે છે) પછી હાથો પર ફુંક મારતા અને “કુલ હુવલ્લાહુ અહદ અને કુલ અઉઝુ બિરબ્બિલ્ફલક તથા કુલ અઉઝુ બિરબ્બિન્નાસ” પઢતા, પછી જયાં સુધી બની શકતું ત્યાં સુધી પોતાના બદન પર બન્નેવ હાથ ફેરવતા માથા મુબારક અને ચેહરા મુબારક તથા પાક શરીરના સામેના ભાગથી શરૂ ફરમાવતા (તે પછી બાકી શરીર પર જયાં સુધી હાથ પહોંચી શકતા ત્યાં સુધી ફેરવતા હતા) એવું આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ત્રણવાર કરતા હતા.

ખુલાસો :- રાત્રે સુતા પહેલાં આ ટુંકો નબવી અમલ તો ઘણો જ સહેલો છે. ઓછામાં ઓછી એની પાબંદી આપણે બધાએ જ કરવી જોઈએ. એની બરકતો બયાનથી બહાર છે. અલ્લાહ તઆલા તૌફિક અતા ફરમાવે.

અમુક ખાસ આયતોની ફઝીલત અને અનોખાપણું

ઉપરોકત હદીસોમાં જે પ્રમાણે ખાસ ખાસ સુરતોની ફઝીલતો વર્ણન કરવામાં આવી છે. એ જ મુજબ અમુક હદીસોમાં અમુક ખાસ આયતોની ફઝીલત અને વિશેષતાઓ વર્ણન કરવામાં આવ્યું છે. એ બારામાં અમુક હદીસો નીચે વાંચો :

આયતુલ કુર્સી

(٦٦) عَنْ أَبَيِّ بْنِ كَعْبٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ يَا أَبَا الْمُنْذِرِ أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللّهِ تَعَالٰى مَعَكَ أَعْظَمُ ؟ قُلْتُ اَللّهُ وَرَسُولُهٗ أَعْلَمُ قَالَ يَا أَبَا الْمُنْذِرْ أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللهِ تَعَالٰى مَعَكَ أَعْظَمُ ؟ قُلْتُ اللّهُ لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ؟ قَالَ فَضَرَبَ فِي صَدْرِى وَقَالَ لِيَهْتِكَ الْعِلْمُ يَا أَبَا الْمُنْذِرْ۔

હઝરત ઉબય બિન કઅબ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ  અલયહી વસલ્લમ)એ (તેમના ઉપનામ અબૂ મુન્ઝીરથી સંબોધતાં) ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર ! તમે જાણો છો કે અલ્લાહ તઆલાની કિતાબની કઈ આયત તમારી પાસે સૌથી વધુ મહત્વતા વાળી છે ? મેં અરજ કરી કે અલ્લાહ અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને વધુ ઈલ્મ છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરીવાર ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર ! તમે જાણો છો કે અલ્લાહ તઆલાની કિતાબમાં કઈ આયત તમારી પાસે વધુ મહત્વતા વાળી છે? મેં અરજ કરી “અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવલ હૈયુલ્કય્યમ” તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મારી છાતી ઠપકી (મતલબ કે એ જવાબ પર શાબાશી આપી) અને ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર તને આ જ્ઞાન માફક આવે અને મુબારક થાય. (મુસ્લિમ શરીફ)

ખલાસો :- રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના સવાલના જવાબમાં ઉબય બિન કઅબ રદિ.એ પહેલાં અરજ કરી કે અલ્લાહ અને તેના રસુલ વધુ જાણનાર છે. (કે કઈ આયત અલ્લાહ તઆલાની કિતાબમાં વધુ અઝમત વાળી છે) આ જવાબ અદબ પુર્વક હતો, પરંતુ જયારે રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરીવાર તે જ સવાલ કર્યો તો ઉબય બિન કઅબ રદિ.એ પોતાના જ્ઞાન અને સમજ મુજબ જવાબ આપ્યો, કે મારી સમજ મુજબનો “અલ્લાહુ લા ઈલાહ” એટલે “આયતુલ કુર્સી” કુર્આન પાકની સૌથી વધુ મહત્વતા પૂર્ણ આયત છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એ જવાબને યોગ્ય ગણી શાબાશી આપી અને એ શાબાશીમાં તેમની છાતી કદાચ એટલા ઠપકી કે દિલ (હૃદય) (જે જ્ઞાન અને ઓળખનું સ્થાન છે) તે છાતીમાં જ હોય છે.

મતલબ કે આ હદીસથી જાણવા મળ્યું કે કુર્આનની આયતોમાં આયતુલ કુર્સી સૌથી વધુ મહત્વતા પુર્ણ છે. અને તે એટલા માટે કે તેમાં અલ્લાહ તઆલાની એકતા, પાકી, અને કમાલના ગુણો ત્થા તેની ઉચ્ચ શાનની મહત્વતા તેમ ઉચ્ચતા, જેવી રીતે વર્ણન કરવામાં આવી છે. તે તેમાં એકલો અને અદભુત છે.


જીવનનો સંદેશ 

કબ્રસ્તાન, હોસ્પિટલ અને જેલથી શીખો

દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જઈને આપણે આપણા જીવન, આપણી ક્ષણિક ઈચ્છાઓ, ઈર્ષાઓ, વિશેષ કરીને આપણા અહંકારની વાસ્તવિક હકીકત સમજી શકીએ છીએ. આ જગ્યાઓ છે : કબ્રસ્તાન, હોસ્પિટલ અને જેલ.

આ સ્થળો જીવનની વાસ્તવિકતા સમજવા માટે એક શ્રેષ્ઠ દર્પણ છે. જો આપણે સમયાંતરે આ જગ્યાઓ પર જતા રહીશું તો એના થકી આપણને નવી દ્રષ્ટિ સાથે જીવન જીવવાની પ્રેરણા મળશે.

કબ્રસ્તાનનો ખામોશ પયગામ

કબ્રસ્તાન એવી જગ્યા છે જ્યાં જઈને માણસ જીવનના અંત અને અંજામ વિશે વિચારી શકે છે. એકવાર સારાં કપડાં પહેરીને, સંદર સુગંધ લગાવીને કબ્રસ્તાન જઈએ, અને એક ખૂણે બેસી કબરોના પાટિયા વાંચવા માંડીએ.

આપણે જોશું કે અહીંયા દફન થયેલા કેટલાક લોકો આપણા કરતાં વધારે સમૃદ્ધ અને વધુ પ્રતિષ્ઠિત હતા, તેમ છતાં આજે તેઓ માટી બની ગયા છે. તેમણે જીવનમાં જે ઉચ્ચતા –ભવ્યતાનો ગર્વ કરેલો તે હવે પાટિયાની માટી નીચે દબાય ગયું છે અથવા બે શબ્દો કબરના પથ્થર ઉપર લખેલી છે. તેમની ગાડીઓ, ઘરો અને ગર્વ એ બધું અહીં કશું જ મૂલ્યવાન નથી.

અહીંયા બેસીને આપણે શાંત ચિત્તે પોતાને સવાલ પૂછવાનો છે કે મારે કેટલો સમય બાકી છે? એનો જવાબ જયારે આપણા દિમાગમાં ઝબુકશે ત્યારે આપણને આ જીવનની ક્ષણિકતા અને અમર્યાદિત શૂન્યતાનો અનુભવ થશે.

હોસ્પિટલ જઈને સ્વાસ્થ્યની કિંમત સમજો.

હોસ્પિટલ એવી જગ્યા છે જ્યાં આપણને તંદુરસ્તીના મૂલ્ય કિંમતનો સાચો ખ્યાલ આવે છે. ત્યાં આપણને અનેક લોકો જોવા મળશે, જેઓ થોડા દિવસો પહેલાં સુધી આપણા જેવા મજબૂત અને સશકત હતા. તેઓના સ્વાસ્થ્ય અને શક્તિને હવે કોઈ બીમારી ભેટી ગઈ છે, અને તેઓ બેડ પર લાચાર પડયા છે.

એક નજર હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં જઈને પણ જોવા જેવું છે, અહીયાં મોટા માલદારો મોંઘીદાટ સારવાર લઈ રહયા હોય છે, પણ મોંઘા રૂમ અને મોંઘી સારવારથી એમની બિમારી સારી નથી થતી. પૈસા, ગૌરવ કે શ્રેષ્ઠતમ ડોકટરો તેમના સ્વાસ્થ્યને પરત લાવી શકતા નથી.

આપણને ત્યાં હરી ફરીને આપણા જીવન અને તંદુરસ્તીની સાચી કિંમતનો અનુભવ થશે. અને આપણી તંદુરસ્તી – શકિતનો શુક્ર કરવાનું શીખીશું, અને આ જ હોસ્પિટલ થકી આપણને મળતો સબક છે, જે આગળ આપણને આરોગ્યમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.

જેલ થકી સ્વતંત્રતા અને સંયમનું મુલ્ય સમજો.

કયારેક જેલમાં પણ જવું જોઈએ. ત્યાં આપણને એવા લોકો મળશે, જેઓ એક સમયે આપણી જેમ સ્વતંત્ર જીવન જીવતા હતા. તેઓ રાતે ત્રણ વાગ્યે કોફી પીવા નીકળી જતા હતા. શરદીની ગુલાબી રાતોમાં નરમ બિસ્તર ઉપર હુંફાળી પળોની મોજ માણતા હતા. પણ એક નાની ભૂલના કારણે તેઓ આજે સળિયા પાછળ છે.

ત્યાં જઈને ફાંસીની સજા પામેલા કેદીઓને પણ જોઈએ. આપણે એમની દાસ્તાન સાંભળીશું તો સમજાશે કે એક ક્ષણની લાલચ કે ગુસ્સો જીવનને કેવી રીતે બરબાદ કરી શકે છે. તેઓ હવે આજીવન પસ્તાવા અને વ્યથામાં છે.

અહીંયા આપણને અમુક એવા કેદીઓ પણ મળશે જેઓ બિલકુલ નિર્દોષ છે, તેમ છતાં તેઓ વરસોથી જેલમાં છે, કારણ કે કેટલીક સંજોગોએ એમને આ કપરી જિંદગીમાં સપડાવી દીધા છે. આવા લોકો જોઈને આપણે સાવચેતી અને સંયમ શીખી શકીએ છીએ.

આ ત્રણ સ્થળો માનવી માટે એક અરીસાની જેમ છે. માણસ અહીંયા આવીને પોતાના જીવનની ક્ષણિકતા, અહંકારની મર્યાદા અને અસ્તિત્વનું સાચું મૂલ્ય ઓળખી શકે છે.

અહીંયા આવીને માણસને જીવનની દરેક પળ માટે અલ્લાહ તઆલાનો શુક્ર કરવાનો એહસાસ થશે. અલ્લાહ તઆલાની આપેલી નેઅમતોની કદર થશે, એની કિંમત સમજાશે.

સમજદાર માણસે આ ત્રણેવ સ્થળોએથી શિખામણ મેળવીને હવે પછીના જીવનમાં નવી શૈલી અપનાવવાની છે. અને તે આ છેકે હવે આપણી પાસે વધારે જીવન, કે વધારે શકિત અને સ્વાસ્થ્ય બાકી નથી. બસ જેટલું બાકી છે એમાં અલ્લાહ તઆલાના હુકમોની બજવણી કરીએ, એના આદેશોનું પાલન કરીએ. આપણી આસપાસના લોકો ચાહે તે કુટુંબીજનો હોય કે પાડોશીઓ, અજનબીઓ હોય કે મુસાફરો, દરેકથી મહોબ્બત કરીએ અને સાફ દિલથી બાકીના જીવનને સકારાત્મક રીતે માણીને જીવન પુરું કરીએ.


ભારતીય મુસ્લિમોની સમસ્યાઓ અને નિરાકરણ 

ભારતમાં મુસ્લિમ સમુદાય સામાજિક અને આર્થિક ક્ષેત્રે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. આમાં અભણતા, ગરીબી, અને સામાજિક વિભાજન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

અભણતા : ભારતમાં મુસ્લિમ સમુદાયમાં અભણતા દર હજુ પણ ઊંચો છે. શિક્ષણની અછત અને શિક્ષણ પ્રત્યેની અવગણના આ સમસ્યાને વધારી રહી છે.

ગરીબી : 2004-05 માં ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે 2011-12 માં ઘટીને 21.9% થયું. આ સાત વર્ષમાં ગરીબીના પ્રમાણમાં 15% નો ઘટાડો થયો છે. તેમ છતાં, મુસ્લિમ સમુદાયમાં ગરીબીનું પ્રમાણ અન્ય સમુદાયો કરતાં વધુ છે.

૧. શિક્ષણમાં સુધારો : મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના પ્રસાર માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ, જેમાં છાત્રવૃત્તિઓ, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે.

૨. આર્થિક સશક્તિકરણ : સ્વરોજગાર, વ્યાવસાયિક તાલીમ, અને લઘુ ઉદ્યોગોના પ્રોત્સાહન દ્વારા આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકાય.

૩. સામાજિક સુધારણા : સમુદાયમાં સામાજિક સમાનતા અને એકતા માટે જ્ઞાતિપ્રથા અને અન્ય વિભાજનકારી પ્રથાઓનો વિરોધ કરવો જરૂરી છે.

૪. સરકારી યોજનાઓનો લાભ : સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જાગૃતિ અને સક્રિયતા જરૂરી છે.

ઈસ્લામની ઓળખ અને મુસલમાનોનું ચિત્ર

મવલાના રૂમી રહ.એ મષ્નવીમાં એક કિસ્સો લખ્યો છે કે કોઈ શહેરમાં એક ઘણા જ ભૂંડા અવાજ વાળો મુઅઝિઝન હતો. એવો કર્કશ અને ભૂંડો અવાજ હતો કે લોકો સાંભળીને ડરી જતા હતા. ગામલોકોએ કંટાળીને એના માટે થોડા પૈસા ભેગા કર્યા અને મુઅઝિઝનને પૈસા આપીને કહયું કે તમે કોઈ બીજા ગામ કે શહેરમાં ચાલ્યા જાઓ. સંજોગોવસાત મક્કા શરીફ જઈ રહેલ એક કાફલો ત્યાંથી પસાર થયો તો આ મુઅઝિઝન પણ એમની સાથે થઈ ગયો.

આગળ જતાં રસ્તામાં એક જગ્યાએ કાફલાએ પડાવ નાખ્યો. જયાં પાસેના એક ગામડામાં બધા જ ઈસાઈઓ રહેતા હતા. આ મુઅઝિઝનને એમ હતું કે મારી અવાજ ઘણી જ સુંદર છે, એટલે નમાઝનો સમય થયો કે તુરંત અઝાન દેવા માંડયો. અઝાન પૂરી થયાને થોડી વાર પછી ગામનો સરદાર ઘણા બધા તોહફા લઈને મુઅઝિઝને આપવા આવ્યો. લોકોએ પૂછયું કે તોહફા શા માટે છે ? તો એણે જણાવ્યું કે મારી એક વહાલી દીકરી છે, ઘણા દિવસથી એ જીદ પકડીને બેસી હતી કે મુસલમાન થવું છે. અમે એને ઘણી સમજાવી પણ માનતી ન હતી. આજે આ માણસની અઝાન સાંભળી તો એ ઘણી ડરી ગઈ, અને અમે મોકો મુનાસિબ સમજીને એને સમજાવ્યું કે તું જે ધર્મમાં જઈ રહી છે એ ધર્મની પોકાર આવી જ ભુંડી અને કર્કશ હોય છે. ઘણું બધું સમજાવ્યા પછી એ માની ગઈ અને હવે ઈસ્લામ પ્રત્યેનું એનું આકર્ષણ ખતમ થઈ ગયું. તમારા આ મુઅઝિઝનનું મારા ઉપર આ મોટું એહસાન છે એટલે એને તોહફા આપવા આવ્યો છું.

આ કિસ્સો કોઈ રમુજ નથી. મુસલમાનો માટે મોટો બોધ છે. દરેક મુસલમાને પોતાના આચાર - વિચાર અને વહેવારો ઉપર એક નજર કરવાની જરૂરત છે કે કયાંક આપણે પણ પેલા મુઅઝિઝન જેવું નથી કરી રહયા ને ! વાએઝો અત્યતં ઊંચા અવાજે કોઈને લલકારતા હોય એમ તકરીરો કરે છે, અને તે પણ મસ્જિદના લાઉડ સ્પીકરો વડે આખા ગામ અને શહેરમાં સંભળાય છે. મસ્જિદના ટ્રસ્ટીઓ અને કોમના વડીલ ગણાતા લોકોના વહેવાર અન્યો લોકોની સામે જાય છે ત્યારે ઈસ્લામ મુજબ નથી હોતા, મોલ્વીઓ, દીનદારો અને દીન – ધર્મના નામે કામ કરતા લોકોની કથની – કરણી ઈસ્લામ મુજબ નથી હોતી. ગેર મુસ્લિમ ઈસ્લામ તરફ આકર્ષાય એ તો દૂરની વાત છે. મુસલમાનો પણ આવા લોકોના કારણે સ્વયંના ધર્મ ઈસ્લામ વિશે ડગમગી જાય છે.

દીનદારી, દયાનતદારી, અમાનતદારી, સચ્ચાઈ, ઈખ્લાસ, પાકી નેકી, દિલ અને આંખોની હિફાઝત, સખાવત, ખુદાનો ખોફ, આખિરતની ફિકર, સ્વભાવમાં નરમી, મુસીબત ઉપર સબ્ર, અને બીજા અનેક અખ્લાક સંસ્કારમાં આપણે અન્ય ધર્મના લોકો કરતાં પાછળ છીએ. આપણે ચાહીએ છીએ કે એમના જેવા બની જઈએ, એમની જેમ મોજ કરીએ, હલાલ – હરામની ફિકર વગર મોજ કરીએ. આપણી ફરજ તો એ હતી કે આપણે લોકો સમક્ષ ઉદાહરણ રજૂ કરીએ કે તમે અમારા જેવા સજ્જન બનો, એના બદલે આપણે બીજાઓની જેમ નિર્લજ્જ બનીએ છીએ.

એકવાર શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ને સફર દરમિયાન તરસ લાગી તો રેલ્વે ઉપર સ્ટોલ ઉપર ગયા, ત્યાં મુકેલ રંગબેરંગી દારૂની બોટલોને તેઓ શરબત સમજીને દુકાનદારને એક બોટલ આપવાનું કહયું કે પણ દુકાનદારે એમનો લિબાસ – ચહેરો જોઈને એમને ત્યાંથી પાછા કાઢયા.

હઝરત અલ્લામા મવલાના અન્વર શાહ કાશ્મીરી રહ.ને એકવાર મોડી રાત્રે રેલ્વે સ્ટેશને જવાનું થયું તો ત્યાં ડયુટી ઉપર મોજૂદ કોઈ માણસે લાલટેન ઉંચી કરીને આપનો ચહેરો જોયો તો એટલો પ્રભાવિત થયો કે તુરંત મુસલમાન થઈ ગયો અને કહેવા લાગ્યો કે ખુદાના સમ ! આ માણસ જૂઠો નથી લાગતો.

એક મોટી ખરાબી મુસલમાનો આ પણ આવી ગઈ છે કે ઈસ્લામના નામે કરતાં કામોમાં ઈસ્લામના નિયમો અનુસરતા નથી. ઈખ્લાસના કામોમાં દેખાવ અને ભપકો હોય છે. ઈખ્લાસ ઓછો અને લોકોને બતાવવાની નિયત વધારે હોય છે. અમુક નાદાન મુસલમાનો ખોટી અને બનાવટી વાતોને ઈસ્લામની ઓળખ તરીકે રજૂ કરે છે. સોશ્યલ મીડીયામાં ઘણા લોકો ઈસ્લામના નામે અન્યોને નીચા બતાવવાના પ્રયત્નો કરે છે. કોઈને સમજાવવાના બદલે, એની સામે સારું ઉદાહરણ રજૂ કરવાના બદલે બીજાના ધર્મને ગાળો ભાંડીને એને ઉતારી પાડવાની ચેષ્ટા કરવામાં આવી છે.

સાચી વાત આ છે કે ઈસ્લામ મુળ રીતે અનુસરવાનો ધર્મ છે. બીજાને દેખાડવાનો નથી. અને જેમ લડાઈ કરવાની હોય તો શક્તિશાળી લોકોને જ આગળ કરવાના હોય એમ વિચાર સરણી, માન્યતાઓ અને ધર્મની ખૂબીઓ રજૂ કરવાની હોય તો એ વિષયના કાબેલ લોકોને આગળ કરવા જરૂરી છે. નાદાન અને જાહિલ લોકોએ ખોટી વાતો, કમઝોર દલીલો અને ટુચકા કે મઝાક લાગે એવી વાતોને ઈસ્લામની ઓળખ કે પૂરાવા તરીકે રજૂ કરવી જોઈએ નહીં.

ખુલાસો આ છે કે સહુપ્રથમ માણસે એના વહેવાર દ્વારા ઈસ્લામનું સાચું ચિત્ર રજુ કરવાની જરૂરત છે. એટલે કે દરેકે પોતે ઈસ્લામ ઉપર સાચી રીતે અમલ કરવાનો છે, પણ દરેક માણસ ઈસ્લામની તબ્લીગ કરવા નીકળી પડે એ ખોટું છે. અમલ દરેક ઉપર જરૂરી છે. પણ અન્યો સામે ઈસ્લામનો પરિચય કરાવવો હોય તો યોગ્યતા જરૂરી છે.

_________________________

હઝરત અલી રદિ. ફરમાવે છે કે જે માણસ કોઈને ગુના ઉપર સજા આપવાની તાકત રાખતો હોય એવા માણસની માફી વધારે કીમતી છે.

બીમારીમાં પણ જયાં સુધી શકિત હોય, ચાલતા ફરતા રહો.

માણસની અકલ પાકી થઈ જાય ત્યારે બોલવાનું ઓછું થઈ જાય છે.

માંગનારને થોડું આપવામાં પણ શરમ ન કરવી જોઈએ. કારણ કે ખાલી હાથે પાછો કરવો એના કરતાં વધારે શરમની વાત છે.


મોબાઈલ ફોન

ઓન લાઈન આંકડા ભેગા કરતી વેબસાઈટ www.statista.com મુજબ વિશ્વભરમાં ફકત સોશ્યલ મીડીયા વાપરતા લોકોની સંખ્યા સવા પાંચ અરબ લોકોથી વધી ગઈ છે. એમાં ફેસબુક, યુટયુબ, ઈન્સ્ટાગ્રામ, વોટસેપ, ટીકટોક, વી ચેટ, ટેલીગ્રામ, સ્નેપચેટ, એકસ, સૌથી વધારે વપરાતા એપ્લીકેશન છે. સોશ્યલ મીડીયા વાપરવા માટે સામાન્ય પણે કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ મોબાઈલનો ફાળો સોશ્યલ મીડીયાના વપરાશ અને વ્યાપમાં સૌથી વધારે છે.

મોબાઈલ ફોનની શોધ આરંભે પરસ્પર સંપર્ક અને વિકટ પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ મેળવવા માટે ઘણી ઉપયોગી પુરવાર થઈ, પણ જેમ જેમ કોમ્પ્યુટર સાયન્સ અને ટેલીકોમ્યુનિકેશન ઈન્જિન્યરીંગ આગળ વધી એમ મોબાઈલનું સ્વરૂપ અને વપરાશ પણ બદલાતો રહયો. આજે આપણી સામે મોબાઈલનું એક નવું સ્વરૂપ સ્માર્ટ ફોન સ્વરૂપે મોજૂદ છે અને આજે પરસ્પર સંપર્કના માધ્યમથી વધીને બીજા અનેક ઉપયોગી કામોમાં વાપરવામાં આવે છે. જેમ કે ઈમેઈલ માટે, ડોકયુમેન્ટ સ્કેન કરવા માટે, ગેમ રમવા માટે, વેપાર માટે, સ્ટોક માર્કેટના ટ્રેડીંગ માટે, હિસાબ કિતાબ માટે, વીડીયો બનાવવા અને જોવા માટે, ન્યુઝ વાંચવા માટે... વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. બલકે જે કામ માટેના એપ્લિકેશન બનાવવામાં આવે એ બધા કામો મોબઈલ થકી કરી શકાય છે. પહેલાં માણસ સમાચાર, ફિલ્મો અન્ય ઉપયોગી માહિતી માટે ટીવી ઉપર નિર્ભર હતો. આજે એ બધું મોબાઈલ ઉપર ઉપલબ્ધ છે અને તે પણ માણસ ચાહે તે સમયે અને ચાહે તે સ્વરૂપે. આ એક સ્માર્ટ ફોને માણસને અનેકાનેક ઈલેકટ્રીક ઉપકરણો વાપરવાથી નજાત આપી દીધી છે અને અલાદીનના ચિરાગની જેમ બધું માણસના હાથમાં મુકી દીધું છે.

આજકાલ સ્માર્ટફોન દરેક માણસની પહોંચમાં છે અને દરેક માણસ, બલકે બાળકો પણ વાપરે છે એટલે એના ઉપયોગમાં કોઈ મર્યાદા બાકી નથી રહી, ગુનેગારો ગુના માટે વાપરે છે તો શયતાની લોકો એને લોકોમાં નગ્નતા અને નિર્લજ્જતા ફેલાવવા માટે વાપરે છે. અને આ જ એના નુકસાનનું મોટું પાસું છે….