અલ બલાગ : ઓગસ્ટ-2021

છેલ્લા પાને......

સંબંધોની હાર

દિલમાં ખટાશ, સ્વભાવમાં જિદ અને શબ્દોમાં વિરોધ આવે છે તો આ સંબંધો હારી જાય છે અને આ નકારાત્મક બાબતો જીતી જાય છે.

પોતાની ખબર રાખો

લોકોને એવી તો ખબર છે કે આખિરતમાં બીજા લોકો સાથે શું થવાનું છે, પણ પોતાની સાથે શું થવાનું છે, એની એમને ખબર નથી.

નેતાની ભૂખ

ગરીબની ભુખ ફક્ત એના શરીરને ખાય છે, પણ હાકેમ – નેતાની ભુખ દેશ અને કોમને ખાય જાય છે.

લાંબી ઉમરના લાભ-નુકસાન

હદીસ શરીફમાં છે કે જે માણસની ઉમર લાંબી હોય અને નેક આમાલ કરતો રહે એ નસીબદાર છે અને લાંબી ઉમરમાં જે માણસ ગુનાહો કરતો રહે એ બદનસીબ છે.

અનુભવથી ફાયદો ઉઠાવો


સાચો અકલમંદ માણસ પોતાના અનુભવોથી જેટલો લાભ ઉઠાવે છે એટલો જ લાભ અન્યોના અનુભવોથી  પણ ઉઠાવે છે. દરેક બાબતે આગવો અનુભવ કરવો શકિત અને સમય બરબાદ કરે છે.

મંડયા રહો

કોઈના વિરોધ અને ટીકા નિંદાથી ગભરાયને પોતાનું કામ ધ્યેય છોડો નહીં, તમે જયારે ધ્યેય અને લક્ષ્યને પામી લેશો તો આવા લોકોનું મંતવ્ય બદલાય જશે.

દિમાગમાં માણસાઈ જ સારી

પૈસો ગજવામાં, ડીગ્રી ફાઈલમાં અને હોદ્દો ઓફિસમાં જ રહે એ વધારે સારું. આ બધું માણસના દિમાગમાં ન આવવું જોઈએ. માણસના દિમાગમાં તો માણસાઈ જ સારી લાગે.

શિક્ષણ અને પરિશ્રમ

શિક્ષણ માણસને રાહ બતાવે છે અને પરિશ્રમ અને મહેનત મંઝિલે પહોંચાડે છે.

ઉડતાં શીખો - શીખવાડો

પક્ષીઓ એમના બાળકોને ફક્ત માળો નથી આપતા બલકે એમને ઉડતાં પણ શીખવાડે છે.

હદીસ શરીફ

જયાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો. કોઈ ગુનો થઈ જાય તો તુરંત કોઈ નેકી પણ કરી લ્યો અને લોકો સાથે સંસ્કારથી વર્તો. (હદીસ શરીફ)

સઆદતની વાતો

નબીએ કરીમ સલ્લલ્લાહ્ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : ત્રણ વસ્તુઓ માણસની સઆદતની નિશાની છે : સારો પાડોશી, સારી સવારી અને સુવિધા વાળું ઘર.

પછી રાહત આવે છે.

મદદ માટે સબ્ર જરૂરી છે. તંગી પછી છુટછાટ અને પરેશાની પછી રાહત આવે છે. (હદીસ શરીફ)



Seven Praiseworthy Characteristics of Ibrahim (AS)

The days of Hajj and Qurbani passed away which are the remembrance of holy prophet Ibrahim (A.S.). What can we learn from the example of the Prophet Ibrahim (AS), and how can we follow in his footsteps? Allah tells us that the prophets were the best of humankind, sent into the world to guide people back to the worship of Allah (swt).

In the Quran, Allah even describes Ibrahim as khalil al-Rahman, His intimate friend. We should all try to replicate the qualities of Ibrahim. Here are some of his exemplary attributes that are the legacy of one of the greatest prophets of Islam

1. Prioritising worship over dunya:

Ibrahim's commitment to Allah was stronger than his desires for the dunya; he chose pleasing Allah over comfort, luxury, and even love. In surah Ibrahim, it is explained that he left his family behind in Makkah so that they could establish prayer: "O our Lord! I have made some of my offspring to dwell in an uncultivable valley by Your Sacred House in order, O our Lord, that they may perform As-Salat" (14:37)

2. Sacrifice:

Ibrahim was willing to sacrifice his beloved son after a lifetime of longing for a child, all for the sake of Allah. Not only does this history teach us to sacrifice what we love in the pursuit of Allah's pleasure, but it also teaches us to uphold Ibrahim's legacy of Qurbani.

3. Leadership:

In the Quran, when Allah tells Ibrahim He will make him an imam for the people, Ibrahim responds:"...and of my offspring (to make leaders)." (2:124) This is a powerful example in using the blessings of Allah to do more good. Allah made him an imam, a leader for the people, and his focus was continuing this legacy for his progeny and the Ummah. Ibrahim (AS) wanted to worship Allah by serving humanity. He knew the value of cultivating leadership and made du'a for Allah to help him in his efforts. He inspired others to continue good example, but he also fulfilled his duty to his family and, therefore, he was a man of balance.

4. Tawakkul (trust in Allah):

When Ibrahim was thrown into the fire, he had certainty of faith that Allah would help him tawakkul.

5. Hospitality and generosity:

Has there reached you the story of the honoured guests of Ibrahim? When they entered upon him and said, "[We greet you with] peace." He answered, "[And upon you] peace, [you are] a people unknown. Then he went to his family and came with a fat [roasted] calf. And placed it near them; he said, "Will you not eat?" (51:24-27)Ibrahim exemplified the Islamic responsibility of honouring guests; he fed strangers and did so with generosity, preparing a large meal. It's an example that is still relevant and instructive for all of us today.

6. Forbearance and patience:

Ibrahim (AS) endured his many trials with calmness and sensibility. When Ibrahim's father opposed his message, Ibrahim was not angry or impatient, rather, he spoke to his father in a beautiful, soft manner. This is an important lesson to remember in today's globalised world, in which we often mix with people who differ from us in belief. Ibrahim was indeed forbearing, most tender-hearted, [and] penitent. (11:75)

7. Ihsan (excellence):

Often, when it comes to our spiritual obligations, we rush our prayers, or neglect charity and fasting outside of Ramadan. Yet in the example of Ibrahim, we witness the power and value of excellence, or ihsan. His role was so exemplary that, thousands of years later, we still strive to continue and follow his legacy.Indeed there has been an excellent example for you in Ibrahim and those with him, when they said to their people: "Verily, we are free from you and whatever you worship besides God, we have rejected you, and there has started between us and you, hostility and hatred forever, until you believe in God Alone. (60:4)

When we learn about the prophets from the Quran and Sunnah, we should remember that these are not just stories, but lessons to heed. From these seven examples, ask yourself what inspired you the most and how can you implement this learning in your own life. How can you follow in the footsteps of the prophets?

May Allah nourish our hearts and actions with His remembrance and allow us to excel in His worship in the most beautiful ways, always..........

તોપનું લાઇસન્સ

એક ગામડિયાએ સરકાર પાસે તોપ રાખવાની પરમિશન અને લાઇસન્સ માંગ્યું હતું. એક અફસર પાસે એની અરજીની સુનાવણી હતી, અને આ અજીબો ગરીબ અરજીની સુનાવણીનો શું ફેસલો આવે છે એની ઉત્સુકતામાં મોટી સંખ્યામાં લોકો અફસરની ઓફિસમાં ભેગા થયા હતા.

જજ : તમે સભાનતા-સમજદારી સાથે તોપ મેળવવાની આ અરજી કરી છે ?

ગામડિયો : હા, સાહેબ !

જજ : તમે અમને બતાવી શકો છો કે આ તોપ તમે કયાં અને કોના ઉપર ચલાવવા માંગો છો ?

ગામડિયો : સાહેબ વાત એમ છે કે, ગત વરસે મેં ગ્રામિણ બેંકમાં ૧ લાખ રૂા.ની રોજગાર લોન માટે અરજી કરી હતી, બેંક ઓથોરીટીએ બધી તપાસ કરી અને અંતે ૧૦ હઝાર રૂા.ની લોન મંજૂર કરી.

ત્યાર પછી મેં બહેનની શાદી માટે સસ્તાભાવની ૧૦૦ કિલો ખાંડની માંગણી કરી તો ૧૦ કિલો ખાંડ આપવામાં આવી. હમણાં થોડા દિવસ પહેલાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે ઉભા પાકને નુકસાન થયું, સર્વે અધિકારી મારા ખેતર માટે ૫૦ હઝારનું વળતર લખીને ગયો હતો, પણ મારા એકાઉન્ટમાં ફકત પાંચ હઝાર રૂપિયા જ આવ્યા છે. આટલા બધા અનુભવ પછી મને સરકારની કાર્યપ્રણાલી સારી રીતે સમજમાં આવી ગઈ છે, અને એમ તો મારે વાંદરાઓ ભગાડવા માટે એક પિસ્તોલની જ જરૂરત છે, પણ હું પિસ્તોલની માંગણી કરીશ તો મને કદાચ ગિલોલનું લાઈસન્સ મળશે, એટલે મેં તોપની માંગણી કરી છે, જેથી કમથી કમ પિસ્તોલ કે બંદૂકનું લાઈસન્સ મને મળી જાય.

એમ તો આ સરકારી કાર્યપ્રણાલીને બતાવવાની ફક્ત એક મજાક છે. પણ વાસ્તવિક જીંદગીમાં ૧૦૦ ટકા સફળ થવાની આ એક જ રીત છે. માણસે એની જરૂરતથી કંઈ ગણું વધારે લાંબુ – ઊંચું લક્ષ્ય રાખવું જરૂરી છે. દુકાનનો વેપારી કે લારીનો ફેરિયો ફક્ત સવારથી સાંજ સુધી વેચાય એટલો સામાન નથી ભરીને લાવતો, બલકે બેચાર દિવસ કે એનાથી વધારે સમય લાગે એટલો સામાન ભરીને લાવે છે ત્યારે સાંજે કંઈક નફો રળીને પાછો જાય છે. પરીક્ષા માટે તૈયારી કરતા અને પછી પેપર લખતા વિદ્યાર્થીઓ ૧૦૦ થી પણ વધારે માર્કસનું લખીને આવે છે ત્યારે કંઈ ૧૦૦ ની આસપાસ પહોંચી શકે છે.

દીન અને આખિરતનું પણ આવું જ છે. ઘણા વધારે આમાલ કરીશું તો એક બે કુબૂલ થશે અને નજાતનો સબબ બનશે.

આ જ પ્રમાણે હદીસ શરીફમાં દુઆ માંગવા બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે શિખામણ આપી છે કે જન્નતુલ ફિરદોસની દુઆ માંગો.

શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ

 તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

સુતરહમાં કઈ વસ્તુ ચાલી શકે ?

સવાલ : (૧) અમારી મસ્જિદમાં પાટિયા મુકેલા છે તો તે સૂતરહ માટે બરાબર છે ? સુતરહના સ્વરૂપમાં (વ્યાખ્યામાં) આવે કે કેમ ?

જવાબ حامدا و مصليا ومسلما 

(૧)"સુતરહ" અરબી શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ કોઈ પણ પ્રકારની આડનો થાય છે, શરીઅતની પરિભાષામાં દરેક તે વસ્તુ કે જે નમાઝીના આગળથી પસાર થનારને રોકનાર હોય, તેને "સુતરહ" કહેવામાં આવે છે.(મવસુઅતુલ્ ફિકહિય્યહ : ૨૪/૧૭૭, તહતાવી : ૩૨૫)

સુતરહ અર્થે શરીઅત તરફથી કોઈ વસ્તુ નિયત નથી, લાકડી અન્ય કોઈ વસ્તુ જેનાથી આડ થઈ જાય અને સામાન્ય સ્થિતિમાં તે પ્રમાણે લંબાઈમાં એક ઝિરાઅ કિંવા એક હાથ (બે વેંત, નવી માપણી મુજબ ૧૮ ઈંચ) બરાબર હોય, તેવી વસ્તુ પણ "સુતરહ" માટે કાફી છે. (તહતાવી, ઉમ્દતુલ ફિકહ : ૨ / ૧૩૪, અ.ફતાવા : ૩, અવઝાનુલ મહૂદહ : ૮૩)

માટે પૂછેલ સૂરતમાં મસ્જિદમાં મુકવામાં આવેલ પાટિયા, જો પ્રમાણે લંબાઈમાં એક ઝિરાઅ (૧૮ ઈંચ) અથવા એથી વધુ માપના હોય તો સુતરહ અર્થે કાફી છે. (ફતાવા મહમુદિય્યહ : ૬ / ૧૧૨)

બાળકોને મળતી ભેટ - સોગાતનો હુકમ

(૨) આપણા સમાજમાં નાના છોકરાને સગા સંબંધીઓ અમુક રકમ ભેટ કે વાપરવા માટે આપે છે, જેમાંથી અમુક બાળકો રકમ ભેગી કરે છે, આ રકમ મા બાપ પોતાના ઉપયોગમાં લઈ શકે કે નહીં?

મા – બાપ પોતાની ઝકાત આપવાનો હિસાબ કાઢે તો પોતાની નાબાલિગ અવલાદની પાસે આવી રકમ હોય તો તેની ઝકાત આપવા (આ બાળકની રકમની) ગણતરી કરવી કે નહીં ?

જવાબ حامدا ومصليا ومسلما 

સ્નેહીઓ જે ભેટ રૂપી રકમ આપે છે, તેના માલિક તે નાના છોકરાઓ છે. જેને મા-બાપ તે બાળકની જીવન જરૂરિયાત ખાવા-પીવા, દવા-ઈલાજ, પોશાક વિગેરેમાં ખર્ચ કરી શકે છે. મા-બાપે પોતાના જાતી ઉપયોગમાં ખર્ચ કરવું દરસ્ત નથી. (અહકામુસ્સિગાર : ૨ / ૮૧, ૧૯૨)

અલબત્ત જો મા-બાપ મોહતાજ (જરૂરતમંદ) હોય અને બાળક પાસે સદકતુલ ફિત્ર વાજિબ થાય (એટલે કે તેની જીવન જરૂરીયાતથી વધારે ઝકાતના નિસાબની માત્રામાં) એટલો માલ હોય તો મા-બાપ ભરણપોષણની માત્રામાં સગીર વય બાળકના માલમાંથી ઉપયોગ કરી શકે છે. (દુર્રે મુખ્તાર : શામી : ૨ /૭૩૫, લુબાબ : ૨ /૨૮૫)

નાબાલિગ જયારે કે શરઈ અહકામનો મુકલ્લફ ન હોય, નમાઝની જેમ ન તો 'ઝકાત' તેના ઉપર લાગુ થશે અને ન મા-બાપ ઉપર. માટે મા-બાપે તેઓના માલની ગણતરી ઝકાત કાઢવી વેળાએ કરવી નહીં. (હિદાયહ:૧/ ૧૭૫)

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (૧૫/૨જબ/૧૪૨૬-૨૨/૮/૨૦૦૫)

ગાડીઓના વીમા કરાવી દેવાની એજન્સી લેવી નાજાઇઝ છે.

સવાલ : મારો દિકરો વીમા (ઈન્શ્યુરન્સ) ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલનું કામ કરવા માંગે છે (દા.ત.) કંપની કોઈ ટુ વ્હીલર ગાડીનો વીમો ૬૦૦ રૂા. લેતી હોય તો એ જ કામ મારો દિકરો ૫૦ થી ૧૦૦ રૂા. વધારીને ગ્રાહકને આપે એટલે ૬૦૦ રૂા.નું બીલ અને કમીશન ૧૦૦ રૂા. એટલે ૭૦૦ રૂા. ગ્રાહક પાસેથી લે, તો આ રીતે વીમાનું કામ કરવું એટલે એજન્સી લેવી મારા માટે જાઈઝ હોય તો શરીઅતની રૂએ માર્ગદર્શન આપી મદદ ફરમાવશો.

જવાબ: حامدا ومصليا ومسلما 

'વીમા'ની હકીકત વિશે ભારત અને પાકિસ્તાનના મુફતીયાને કિરામ અને ઉલમાએ ઇઝામ સહમત છે કે 'વીમો' વ્યાજ-જુગારનું મિશ્રણ છે, અને વ્યાજ અને જુગાર બંનેવ વસ્તુઓને કુર્આને કરીમ અને હદીસ શરીફમાં સ્પષ્ટ રીતે હરામ ઠેરવવામાં આવ્યા છે, આથી જ સામાન્ય હાલતમાં એક મુસલમાન માટે વીમો કરાવવો નાજાઈઝ છે. જયારે વીમો કરાવવો જ જાઈઝ નથી, બલકે બે હરામ કામોનું મિશ્રણ હોય, તેનું એજન્ટ બનવું પણ ના જાઈઝ ઠરશે. જેમકે બેંકની કાર્ય પધ્ધતિ મૂળે વ્યાજુ હોય, તેમાં નોકરી કરવાને શરઈ દ્રષ્ટિએ ના જાઈઝ ઠેરવવામાં આવ્યું છે, માટે વીમા કંપનીનું કોઈ પણ રીતે એજન્ટ બનવું નાજાઈઝ ઠરશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (૮ ૨બી.૨, ૧૪૩૫-૯/૨/૨૦૧૪)

કંઈક છુટક વાતો

• એક યુનિવર્સિટીના સંશોધકોનું તારણ પાછલા દિવસોમાં વાંચવામાં આવ્યું કે, 'શરાબ - નશાની થોડી માત્રા પણ માણસના દિમાગને પ્રભાવિત કરી શકે છે. એટલે ઘણી થોડી શરાબ પણ નુકસાનથી ખાલી નથી. એમનું કહેવું છે કે નશો અને શરાબ માણસના દિમાગના એવા ભાગને અસર કરે છે જયાં જ્ઞાન - જાણકારી અને કામની વાતો જમા હોય છે.' કદાચ આ જ કારણે શરાબ પીધા પછી માણસ સાચું બોલવા માંડે છે. આ જ કારણે ભેદો જાણવા માટે દુશ્મનને શરાબ અથવા નશાકારક વસ્તુ ખવડાવવામાં આવે છે. આજે પણ દુશ્મન દેશના અફસરો કે વૈજ્ઞાનિકો કે સૈન્ય અધિકારીઓ પાસેથી જાણકારી કઢાવવા માટે એમને શરાબના નશામાં ઉતારવામાં આવે છે. અને જો શરાબ આટલી બધી ખતરનાક રીતે માણસને અકલને નુકસાન ન કરતી હોત તો અલ્લાહ તઆલા એને હરામ ન ઠરાવત.

• તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ દુનિયાભરમાં ફેલાયેલ પક્ષીઓની સંખ્યા ૫૦ અરબ થઈ રહી છે. એક અરબ સાંઈઠ કરોડ ચકલીઓ છે. અને ચકલીઓની બધી જ જાતોની વાત કરવામાં આવે તો અઢી અરબથી વધારે છે. આ વિષયના જાણકારોમાં ચિંતા છે કે અમુક પક્ષીઓની સંખ્યા ઓછી થઈ રહી છે, તો અમુક પક્ષીઓ બિલ્કુલ નામશેષ થઈ રહયા છે. શકય છે કે આ પક્ષીઓ માંહે ફેમીલી પ્લાનીંગનું પાલન કરવામાં આવતું હોય. અને માનવીઓમાં રહેલા પક્ષીઓના જાણકાર આ બાબતે પરેશાન છે તો પક્ષીઓ પોતે પણ પરેશાન હશે. જેવી રીતે ચીન વાળા આજકાલ ઘણા પરેશાન છે. એમને ત્યાં જેટલા વૃદ્ધો મરી રહ્યા છે એનાથી વધારે યુવાનો વૃદ્ધ થઈ રહયા છે, અને જેટલા યુવાનો વૃદ્ધ થઈ રહયા છે, એના મુકાબલામાં નવા આવનાર યુવાનોની સંખ્યા ઘણી ઓછી છે. એટલે કે બાળકો ઓછા છે. આમ ચીનને હવે યુવાનોની જરૂરત છે, પણ બાળકોની સંખ્યા ઓછી હોવાથી યુવાનોની ખેંચ છે. ચીને વરસો સુધી એક દંપતી એક – એક બાળકની નીતિ અપનાવી હતી. એનાથી બાળકોની સંખ્યા એમના અંદાઝા કરતા પણ વધારે ઓછી થઈ ગઈ. એટલે હવે એક ઘર દીઠ બે બાળકોની પોલીસી લાગુ કરવામાં આવી છે. એ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે, છતાં એમની ગણતરી મુજબ બાળકોની સંખ્યામાં વધારો નથી થઈ રહયો.

• આપણી પાસે એક પાકા સમાચાર અને આગાહી છે. એના ભરોસો અને આશાએ જ આજકાલ જીવી રહયા છીએ, બલકે એ જ છેલ્લો સહારો છે.સમાચાર આ છે કે હઝરત મહેદી અને હઝરત ઈસા અલૈ. આવનાર છે. અને મુસલમાનો એમના નેતૃત્વમાં ઈસ્લામના દુશ્મનો સાથે લડશે અને વીણી વીણીને ખતમ કરશે. આ આગાહી અને યકીનના સહારે વરસો વીતી ગયા અને લાગે છે કે ઉમ્મતે મુસ્લિમહ હજુ પણ આ આગાહીના સહારે જ જીવવા માંગે છે. પોતે કંઈ કરવા માંગતી નથી. લોકોને કહેવામાં આવે છે કે જિહાદ માટે કોઈ 'ઈમામ' અને 'અમીર' હોવા જરૂરી છે. અને જિહાદ કે લડાઈની જાહેરાત – ઘોષણા સરકારનું જ કામ છે, એટલે મુસ્લિમ દેશોના નાગરિકો એમની સરકારો તરફ નજર કરે છે, અને સરકારો એમની મજામાં મસ્ત છે. ન તો તેઓ શત્રુઓ સાથે યુદ્ધની ઘોષણા કરે છે, ન યુદ્ધ કરે છે. અમેરિકા, બ્રિટન, ભારત જેવા બિન મુસ્લિમ દેશોના મુસલમાનો તો ફકત દુઆના સહારે જ જીવે છે. ત્યાંની સરકારો કહેવાતા સેકયુલર બંધારણ મુજબ ઇઝરાયેલની આલોચના કરે એ માટે પણ એમણે માંગણી કરવી પડે છે. પરંતુ આ બધું કયાં સુધી ? મને પણ પેલી આગાહી જ સામે દેખાય છે અને વિચારું છું કે હઝરત મહેદી અને હઝરત ઈસા અલૈ. આવશે પછી આ મુસ્લિમ સરકારો શું કરશે? સરહદો, કાયદાઓ, પાસપોર્ટ અને વીઝા વગેરેનું શું થશે ? એની શું હેસિયત હશે? અને આ સેકયુલર કહેવાતા દેશો કયા પક્ષે હશે? ત્યારે પણ તટસ્થ રહેશે કે પછી કોઈ એક તરફ એમણે ઝુકવું પડશે?

• વોટસએપ ! શું ઝબરદસ્ત વસ્તુ છે. રહમત પણ અને મુસીબત પણ. શાંતિ પણ અને અશાંતિ પણ. રાહત અને આફત બંને.. ફાયદો અને નુકસાન સાથે સાથે.. બીજું પણ ઘણું બધું. આખી દુનિયામાં એમાં સમાયેલી લાગે છે. સગાઓની સગાઈ, દોસ્તોની ભાઈબંધી, સરકારોના ફરમાનો અને અધિકારીઓની રિપોર્ટ, બલકે અદાલતો પણ હવે એના સહારે હોય એમ લાગે છે. આખરે ત્યાં પણ માણસો જ બેસે છે. એમાં એક સહુલત વોઈસ મેસેજની પણ છે. લોકો હવે લખવાથી કતરાય છે અને સીધા વોઈસ છોડે છે. અને જેમ બીજે બધે થાય છે, આ બાબતે પણ ઘણી જ બેદરકારી દાખવવામાં આવે છે. કોઈક વધારે સ્માર્ટ બનીને બે ચાર સેકન્ડનો મેસેજ અને તે પણ કાનમાં કહેતો હોય એવા ધીમા શબ્દોમાં મોકલે છે કે એને સાંભળવા અને સમજવા કોઈ ટેકનીયશનની લેબમાં જવું પડે. તો વળી કોઈક એક જ વાતને ફેરવી તોળવીને ૧૦ – ૨૦ મીનીટ સુધી બોલતો રહે છે અને આપણે છેવટ સુધી એ આશાએ કાન લગાવી રાખવા પડે છે કે રખેને કોઈ અગત્યની વાત હજુ આવવાની બાકી હોય. ઘણી વાર તો લાગે છે કે એ માણસ આપણને નહીં, બલકે લોકો સામે જાહેર ભાષણ કરતો હોય.

એક મુસીબત ફોરવર્ડ કરવાની પણ છે. અમુક માણસો એમ સમજતા હોય છે કે યુટયુબ કે ફેસબુકના જાહેર પેજ ઉપર જાહેર રીતે મુકાયેલી, અને કરંટ ટોપિક ઉપર આવેલ વીડીયો ફકત અમારી નજરમાં આવી છે અને પછી આવું વિચારનારા અનેક માણસો એને ત્યાંથી ઉઠાવીને વોટસએપ ઉપર, ગ્રુપમાં મુકી દે છે, અને એનાથી એમને શાંતિ નથી થતી તો પર્સનલ ઉપર મોકલે છે. વોટસએપનો સાચો વપરાશ તો કોઈ એમનાથી શીખે !

• પહેલાં એવું થતું જોયું છે કે ખુશીના સમાચાર સૌથી વહેલા પહોંચાડવામાં લોકો ઉતાવળ કરતા હોય. તમારા ઘરે છોકરાનો જન્મ થયો, તમારા દીકરાનો ૧૦ કે ૧૨માં ધોરણમાં પહેલો નંબર આવ્યો.. વગેરે.. આવા લોકોને વધાઈ પણ આપવામાં આવતી હતી. પણ આ વોટસએપ ! સત્યાનાશી... અહિંયા લોકો કોઈના મૃત્યુના સમાચાર આપવામાં એટલી ઉતાવળ કરે છે, જેટલી ઉતાવળ તેઓ સવારે ઉઠીને સંડાસ જવામાં પણ નહીં કરતા હોય. અને ઘણા તો એમાં જૂઠી ખબર જ ચલાવી દે છે, અને આવા એક મેસેજ પછી પેલા ફોરવર્ડ કરનાર લોકો તૈયાર જ હોય છે, એક સાથે દસ ગ્રુપોમાં મુકી દે છે..

• રાતે બિસ્તર પર પડીને સૂતા પહેલાં કામના મેસેજ હોય તો ઝરા એક નજર કરી લઈએ, એમ વિચારીને વોટસએપ ખોલીએ અને સામે કોઈ જોઈ લે કે ઓનલાઈન છે, એટલે બે ચાર માણસો તુરંત તક ઝડપીને કંઈને કંઈ લખી મોકલે. કંઈ નહીં તો ગુડનાઈટ..! અને પછી શરમ અને વહેવારના નાતે આપણે જવાબ લખવો જરૂરી, નહીંતર એ મોભેદારનું અપમાન થયું કહેવાય ! અલ્લાહ તઆલા આવા લોકોને હિદાયત આપે. અથવા વોટસએપ જ એમનાથી નારાજ થઈ જાય તો સારું કે એમનાથી બધાને નજાત મળે.

દીની આમાલની શકિત

અલ્લાહ તઆલાએ દીની આમાલ કરવાના બદલામાં જેમ આખિરતનો સવાબ નક્કી ફરમાવ્યો છે, એ જ પ્રમાણે દરેક દીની અમલ ઉપર દુનિયાના ફાયદાઓ અને શકિતઓનો પણ વાયદો કર્યો છે. પરંતુ આપણા ઈમાનની કમજોરીને લઈ દીની આમાલની તાકત જાહેર થતી નથી, કલિમહ કેટલો શકિતશાળી અને વજનદાર છે, સાત આસ્માન અને સાત જમીન એક તરફ અને કલિમહ એક તરફ. નમાઝ પણ કેટલી વજની છે, નમાઝ મોમિનની મેઅરાજ છે, નમાઝમાં મોમિનની એટલી તરકકી થાય છે જેટલી મેઅરાજમાં થાય. સદકહમાં કેટલી તાકત છે હદીસમાં છે : અલ્લાહ તઆલાએ પહાડ બનાવ્યા તો ફરિશ્તાઓને આશ્ચર્ય થયું કે આ તો ઘણી શક્તિશાળી વસ્તુ છે, જમીનને પાણી ઉપર જમીન પાથરી તો જમીન હલતી હતી જેવી રીતે હોડી અને વહાણ હલે છે એટલા માટે અલ્લાહ તઆલાએ પહાડ બનાવ્યા, તો ફરિશ્તાઓએ આશ્ચર્યથી પુછયું આનાથી વધારે શકિતશાળી કોઈ મખ્લુક બનાવી છે ? તો અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હાં! લોખંડ, તે પહાડને તોડી નાખે છે, તો ફરિશ્તાઓએ પુછયું : આનાથી વધારે શક્તિશાળી પણ કોઈ મખ્લુક છે? તો ફરમાવ્યું હા ! આગ જે લોખંડને પાણીની જેમ ઓગાળી નાખે છે, ફરિશ્તાઓએ પુછયું:આનાથી વધારે શક્તિશાળી કોઈ મખ્લુક? તો ફરમાવ્યું : હા ! પાણી, જે આગને ઓલવી નાખે છે, તો ફરિશ્તાઓએ પુછયું : આનાથી વધારે શકિતશાળી પણ કોઈ મખ્લુક છે ? તો ફરમાવ્યું હા ! હવા, જે પાણીને સુકાવી નાખે છે, ફરિશ્તાઓએ પુછ્યું: આનાથી વધારે શકિતશાળી પણ કોઈ મખ્લુક છે ? તો ફરમાવ્યું હા ! મુસલમાનનો એવો સદકહ કે એક હાથથી આપે અને બીજા હાથને ખબર પણ ન પડે. (તિરમિઝી શરીફ: ૩૬૯૫)

સદકહમાં ઘણી તાકત છે, આપણને બધા જ આમાલ શકિતમાન આપ્યા છે, કલિમહ તાકતવર છે, સદકહ તાકતવર છે, દુઆ તાકતવર છે, દુઆથી મૃત્યુ પામેલ પણ જીવંત થઈ શકે છે. કોઈ પણ અમલ કમજોર નથી આપ્યો, પરંતુ આપણે આ બધા અમલોની કદર ન કરી, માટે તે આમાલ આપણા કામમાં નથી આવતા, દા.ત. પિતા ભણેલ અને શિક્ષિત હોય પરંતુ તેના વારસદારો અભણ હોય તો તેની ભણતર અને તાલિમ સંબધિત વસ્તુઓ તે વારસદારોને શું કામ લાગશે? કારણ કે વારસદારો અભણ છે તો તેમને કોઈ કામ લાગશે નહી.

ન્યાય વ્યવસ્થા

સામુહિક ન્યાય અને સમાન વ્યવહાર કરવો, દરેકને એનો હક અને અધિકાર આપવા, આ બધું ઇન્સાફના વર્તુળમાં આવે છે. અને જયાંથી ન્યાય આપવામાં આવતો હોય, લોકોને એમના હક અને અધિકાર મળે એવી દરેક જગ્યાને અદાલત (ન્યાયાલય) કહી શકાય છે. જે દેશોમાં ન્યાય પ્રણાલી નથી, ત્યાં લોકોને ન્યાય મળતો નથી. પરંતુ જયાં ન્યાય પ્રણાલી છે ત્યાંના જાનવરો પણ ન્યાય મેળવે છે.

હઝરત ઉમર (રદિ.)નો ન્યાય પ્રખ્યાત છે, દરેકને અધિકાર હતો કે તે મસ્જિદે નબવીમાં ઉભો થઈને ઈન્સાફ અને હકની માંગણી કરી શકે તેમજ હાકેમ અને શાસક (સરકાર) સામે પણ અવાજ ઉઠાવવાનો પણ હક હતો. એકવાર હઝરત ઉમર (રદિ.) બે ચાદરો પહેરીને મસ્જિદમાં આવે છે તો એક સહાબી પૂછે છે કે દરેકને તો એક ચાદર આપવામાં આવી હતી, પરંતુ તમે બે ચાદરો કેવી રીતે પહેરી છે ? જેથી હઝરત ઉમર (રદિ.) એ તેમના પુત્ર હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)ને કહયું કે (અબ્દુલ્લાહ !) આનો જવાબ તમે આપો. હઝરત અબ્દુલ્લાહ (રદિ.) એ ફરમાવ્યું કે (એક ચાદર તો એમની પોતાની છે અને) બીજી ચાદર મેં મારી પિતાને આપી દીધી છે. જેથી તેમનો લિબાસ સંપૂર્ણ થઈ જાય !

ત્યાર પછીના જમાનામાં પણ અમુક લોકો એવા થઈ ગયા છે કે જેમના ન્યાયની ચર્ચા આજે પણ થાય છે, હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહ.) નો જમાનો પણ ઇન્સાફ અને ન્યાયનો સુવર્ણ યુગ હતો. એ જ રીતે ઈરાનના બાદશાહ નૌશેરવાંનું નામ પણ આ સુચિમાં શામેલ છે. એ પોતાની હુકૂમતમાં ન્યાયને સહુથી વધારે મહત્વ આપતો હતો. ભારતના મોગલ બાદશાહ જહાંગીર અને ઓરંગઝેબના ન્યાયના પણ અનેક કિસ્સાઓ છે.

મસ્જિદે નબવી અથવા મદીનામાં એક ગામડિયા માણસને પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે પોતાનો હક માંગવાનો અધિકાર હતો. એક વાર એક ગામડિયાએ આક્ષેપ મુક્યો કે તમે ન્યાય કરો, જેથી આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું હતું કે જો હું નબી થઈને પણ ઇન્સાફ નહીં કરું તો બીજું કોણ ઇન્સાફ કરશે?

હઝરત ઉમર (રદિ.)એ પોતાના શાસનકાળમાં ન્યાયની એવી વ્યવસ્થા કરી હતી કે દૂર દૂર સુધી તેમના ન્યાયનો ડંકો વાગતો હતો. પરિણામે આપને કોઈ સુરક્ષાની જરૂરત પડતી ન હતી, આપ (રદિ.) કોઈ પણ જાતના ભય અને ખતરા વગર ખુલ્લા વૃક્ષ નીચે આરામ ફરમાવી લેતા હતા. આપ (રદિ.)ના ન્યાયની લોકચર્ચા એટલી હતી કે યમન દેશથી એક ઓરત ઘરેણાં પહેરીને એકલી મક્કા મદીનાનો સફર કરી શકતી હતી. તેને લુટારાઓ અને ડાકૂઓની કોઈ જાતની બીક તથા ખતરો રહેતો ન હતો. એક પ્રખ્યાત કિસ્સો છે કે એકવાર મદીનામાં ભૂકંપ આવ્યો, હઝરત ઉમર (રદિ.)એ જમીન પર પગ મારતા કહ્યું કે શું ઉમર તારા ઉપર ન્યાય કરી રહયો નથી. જેથી તુ આ રીતે કંપી રહી છે? અને પછી જમીન ઠરી ગઈ. આવા તો આપ (રદિ.) ના અનેક કિસ્સાઓ છે.

અંગ્રેજો ભારતમાં અને આખી દુનિયામાં પોતાના નિયમો છોડીને ગયા છે. કહેવામાં તો એ ન્યાય અને અધિકારના કાયદા છે, પણ વાસ્તવમાં એ ભેદભાવ અને અત્યાચારના કાયદા છે. એમાં દરેકને એના હોદ્દા મુજબ ઓળખવામાં આવે છે. અમુક તમુક હોદ્દા વાળાને કાયદાથી ઉપર સમજવામાં આવે છે. અફસોસની વાત એ છે કે આઝાદી પછી પણ આપણે ત્યાં એવા લોકો પેદા થયા નથી જે ન્યાય વ્યવસ્થાનું નવિનિકરણ કરે.

ઇસ્લામી શરીઅતે અલગથી પોતાની શ્રેષ્ઠ અને ઉત્તમ ન્યાય પ્રણાલી વિશ્વ સમાજને આપી છે. તેમ છતાં આપણી મુસ્લિમ સત્તાઓ, ન્યાયાલયો, જજો અને વકીલો આજ સુધી એ જ જુની પ્રણાલીને જ અપનાવી રહયા છે. શું હજુ પણ સમય નથી આવ્યો કે આપણે ઇસ્લામે આપેલ ન્યાય વ્યવસ્થાને પોતાની અદાલતોમાં લાગુ કરીએ, જેથી ઈસ્લામી જગતના ખુણેખુણે અલ્લાહની હુકૂમત કાયમ થાય અને ન્યાય વ્યવસ્થા શ્રેષ્ઠ થઈ શકે.

વર્તમાન સમયમાં સામુહિક ઇસ્લામી ન્યાય વ્યવસ્થાની સખત જરૂરત છે. જા ન્યાયતંત્ર મજબૂત હશે તો ગુનાહો પર નિયંત્રણ રહેશે. આપણે ત્યાં લૂંટફાટ, સત્તાબાજી, સંગ્રહખોરી, ચીજ-વસ્તુઓમાં ભેળસેળ, મોંઘવારી, ચોરી, લૂંટફાટ વગેરે જેવી અસંખ્ય ખરાબીઓએ જનમ લીધો છે. રેપ, હત્યા, માપતોલમાં ચોરી, દગાબાજી એક રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. દિવસે દિવસે તેમાં વધારો થઈ રહયો છે. આ સમસ્યાઓનું નિરાકરણ અતિ જરૂરી છે. જેને નિયંત્રણમાં લાવવા માટે આપણે ન્યાય પર આધારિત સામુહિક વ્યવસ્થાની અતિ આવશ્યકતા છે. ન્યાય અને સમાનતાના ઘણા કામો સરકારના માથે હોય છે, તો ઘણી બાબતો માણસના વ્યકિતગત આચરણ અને વહેવાર ઉપર પણ આધારિત હોય છે. જયારે સરકારી સિસ્ટમ અને વ્યવસ્થામાં ન્યાયને મહત્વ આપવામાં આવતું ન હોય તો માણસના વ્યક્તિગત વહેવાર અને આચરણમાં ન્યાય વધારે મહત્વની બાબત બની જાય છે.

તંત્રી સ્થાનેથી..

ઇસ્લામી આદર્શો અને આદેશોની વિશેષતા આ છે કે એનો દરેક હુકમ માનવીય શકિત અને સ્વભાવને અનુરૂપ બનાવવામાં આવ્યાં છે. અને એના માટે અલ્લાહ તઆલાએ વ્યવસ્થા એ અપનાવી હતી કે માનવીય સમાજમાંથી જ એક આદર્શ વ્યકિતને પસંદ કરીને લોકો માટે નમૂનારૂપ બનાવ્યા. અલ્લાહના આદેશો એમના થકી લોકોને પહોંચાડયા તો ખરા જ.. પણ એમના થકી ઇસ્લામી આદેશોનું અમલીકરણ કરાવીને લોકોને નમૂનો પૂરો પાડવામાં આવ્યો. એટલે જ કુરઆનમાં અલ્લાહ તઆલાએ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને લોકો માટે 'આદર્શ ઉદાહરણ' કહેવામાં આવ્યા છે. એમ તો આ બાબત ઘણું વિસ્તારપૂર્વકનું વર્ણન માંગી લે છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબા રદિ.ના જીવનનો અભ્યાસ વાંચન કરીએ છીએ તો સ્પષ્ટ રૂપે સામે આવે છે કે એમણે પોતાની કિમતી – પ્યારી વસ્તુઓની જેમ પોતાના કીમતી અને પ્યારા પ્રાણને પણ અલ્લાહ તઆલાની રાહમાં કુરબાન કરવા સદા તત્પર રહેતા હતા. અને જયારે પણ જરૂરત પડી એમણે પોતાની તત્પરતા પૂરવાર કરી બતાવી હતી.

ઇસ્લામી વરસનો છેલ્લો મહીનો ઝિલહજ છે, અને પહેલો મહીનો મુહર્રમ. ઝિલ્હજમાં કુરબાનીની તરબિયત આપવામાં આવી છે. અને શીખવાડવામાં આવ્યું કે પોતાની પ્રિય અને પાળેલી વસ્તુના પ્રાણની કુરબાની આપો, જેથી જરૂરત પડે ત્યારે પોતાના પ્રાણની કુરબાની આપવાની પણ હિમ્મત રહે.

પછી વરસનો પહેલો મહીનો મુહર્રમ આવે છે . એમ તો આ મહીને અનેક રીતે બરકતવંતો છે, બલકે કુરઆનમાં છે કે આ જમીન આસમાન બનાવવામાં આવ્યાં, ત્યારથી જ આ મહીનો બરકતવંતો છે. પાછળથી આ મહીનામાં અનેક એવી ઘટનાઓ પણ ઘટી છે જેના કારણે આ મહીનાનું મહત્વ ઓર વધી ગયું..

ખુશી અને ગમની અનેક ઘટનાઓ આ મહીનાની યાદગાર છે. ઈસ્લામ પૂર્વેની પણ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં પણ અને ત્યાર પછી પણ.

અલબત્ત હઝરત હુસૈન રદિ.ની શહાદત લોકોને વધારે યાદ છે. આપણે એનું જ ઉદાહરણ લઈએ તો કહી શકાય કે ..

ઝિલહજમાં કુરબાની અને બલિદાનની જે કેળવણી અને તરબિયત આપવામાં આવી હતી એની જ પરીક્ષા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નવાસાથી લેવામાં આવી. જેમ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં દરેક કામ માટે પ્રથમ તેઓ જ નમૂનો પૂરો પાડતા હતા, એમ ત્યાર પછી પણ ખાનદાને નુબુવ્વત આ નમૂનો પૂરો પાડતું આવ્યું છે. અને કહી શકાય કે તાલીમ પૂરી થયાના બરાબર એક માસ પછી પરીક્ષા થઈ અને હઝરત હુસૈન રદિ. ઉપરાતં નબવી ખાનદાનના અનેક લોકોએ આ દિવસે પોતાના પ્રાણની શહાદત આપીને ખુદાઈ પરીક્ષામાં પોતાને કામ્યાબ કરી લીધા.

હઝરત ઉમર રદિ.ના સમયકાળમાં સહુપ્રથમ ઈસ્લામી કેલેન્ડરની શરૂઆત કરવામાં આવી. અને જયારે વરસનો પ્રથમ મહીનો નક્કી કરવાની બાબત એમની સામે આવી તો મુહર્રમને પ્રથમ મહીનો નક્કી કરવા પાછળ એક કારણ આ પણ હતું કે આ મહીનાથી જ હિજરતની શરૂઆત થઈ હતી. ઝિલ્હજમાં મદીના વાસીઓ હજ માટે મક્કા આવ્યા, અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના હાથ ઉપર મુસલમાન થયા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તેમજ મક્કાના મુસલમાનોને મદીના આવવાની દાવત અને એમની હિફાજતની ખાતરી આપતા ગયા. એમના મદીના પરત ગયા પછી મુહર્રમ મહીનાથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનોને હિજરત કરીને મદીના જવાની પરવાનગી આપી અને પોતે પણ હિજરતની તૈયારી શરૂ કરી.

આ મહીના સાથે એક અન્ય કુરબાની અને મોટા બલિદાનનો ઈતિહાસ પણ જોડાયેલો છે. દીન ખાતર સગાઓ અને સગાઈ, વતન અને ઘરબાર છોડવાનો ઇતિહાસ..

વારસા વહેંચણીના નિયમો અને વારસદારોના હિસ્સાઓ

મુફતી ફરીદ અહમદ કાવી.

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ 

یُوْصِیْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْۗ-لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِۚ-فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَیْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَۚ-وَ اِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُؕ-وَ لِاَبَوَیْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌۚ-فَاِنْ لَّمْ یَكُنْ لَّهٗ وَلَدٌ وَّ وَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُۚ-فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْ بِهَاۤ اَوْ دَیْنٍؕ-اٰبَآؤُكُمْ وَ اَبْنَآؤُكُمْ لَا تَدْرُوْنَ اَیُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًاؕ-فَرِیْضَةً مِّنَ اللّٰهِؕ-اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا(11)

તરજમહ : અલ્લાહ તઆલા તમને તમારી અવલાદ વિશે તાકીદ (નો હુકમ) કરે છે કે (એક) છોકરાને બે છોકરીઓના હિસ્સા જેટલો (વારસાઈ) હક મળશે. અને જે એકલી છોકરીઓ જ હોય, (બે અથવા) બેથી વધારે હોય તો તેણીઓને મરનારે જે માલ છોડયો છે એના બે તૃતિયાંશ મળશે અને જો એક જ છોકરી હોય તો તેણીને મળશે. અને મરનારના માં બાપ બંનેમાંથી દરેકને જો મરનારની અવલાદ હશે તો એણે છોડેલા માલમાંથી છઠ્ઠો ભાગ મળશે, અને જો તેને કોઈ અવલાદ ન હોય અને તેના માં બાપ જ (એકલા) વારિસ હોય તો તેની મને એક તૃતિયાંશ મળશે, પણ જો મરનારના એકથી વધુ ભાઈ (યા બહેન) હોય તો માંને છઠ્ઠો ભાગ મળશે. આ મુજબની વહેંચણી મરનારે જે વસિય્યત કરી હોય તે પૂરી કર્યા બાદ અને (કરજ હોય તો) કરજ (ચૂકવ્યા) પછી કરવામાં આવશે. તમારા બાપ (દાદા) અને દીકરા (પૌત્રા)ઓ માંહે તમને ખબર નથી કે લાભ પહોંચાડવામાં તમારા વધુ નજીક કોણ છે. આ હુકમ અલ્લાહ તરફથી નક્કી કરવામાં આવ્યો છે. બેશક, અલ્લાહ બધું જાણનાર પૂર્ણ હિકમતવાળો છે.

તફસીર : અગાઉ આયત નં ૭ માં સંક્ષિપ્તમાં કહેવામાં આવ્યું હતું કે મરનાર સગાઓના માલમાં પુરૂષ અને સ્ત્રી, બંનેનો વારસા હક હોય છે. આયત નં ૧૧-૧૨માં વારસા વહેંચણીના બુનિયાદી નિયમો અને હિસ્સાઓનું કંઈક વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. આ આયતોમાં બુનિયાદી રીતે અવલાદ, માં – બાપ અને શોહર – બીવીના હિસ્સાઓનું વર્ણન છે. ભાઈઓના વારસા હકનું કંઈ વર્ણન આ સૂરતના અંતે પણ છે. આ જ આયતો થકી વારસા વહેંચણીના સિદ્ધાંતો પણ નક્કી થાય છે, જેના આધારે બીજા અમુક હુકમો હદીસ શરીફમાં વર્ણવવામાં આવ્યા છે.

વારસા વહેંચણીના જે હુકમો અને હિસ્સાઓ આગળ આવી રહયા છે, એને સમજવા માટે પ્રથમ અમુક જરૂરી વાતો અત્રે લખીએ છીએ.

• આયતના શરૂમાં જ અલ્લાહ તઆલા ફરમાવે છે કે, અલ્લાહ તઆલા તમને તમારી અવલાદ બાબતે વસીય્યત કરે છે, એટલે કે તાકીદનો હુકમ કરે છે... એનો મતલબ એ છે આ વારસા વહેંચણીના આ હિસ્સાઓ અલ્લાહ તઆલાએ પોતે નક્કી કર્યા છે, અને દરેક વારસદારને અલ્લાહ તઆલાએ હકદાર ઠેરવ્યો છે. એટલે હવે આ બાબતે કોઈને કંઈ કહેવાનો કે ઓછું વધતું કરવાનો અધિકાર રહેતો નથી.

• તફસીરકારોના મતે અવલાદમાં સૌપ્રથમ પુત્ર-પુત્રીનું સ્થાન આવે છે. એટલે મરનારની સીધી અવલાદ (પુત્ર) હોય તો પૌત્ર-પૌત્રીઓને વારસો મળશે નહીં. સીધી અવલાદ (પુત્ર) ન હોય તો પૌત્ર-પૌત્રીઓ વારસદાર બની શકે છે. પણ નવાસા-નવાસીઓ નહીં.

• વારસા વહેંચણીના નિયમો અને વિવિધ સૂરતોનું સંકલન કરીને નિયમ મુજબ વારસા વહેંચણી થાય એ હેતુ એ આગવો વિષય 'ઈલ્મે ફરાએઝ' મુસ્લિમ વિદ્વાનો દ્વારા સંપાદિત અને વિકસિત કરવામાં આવ્યો છે. કોઈ પણ માણસના મર્યા પછી શકય બધી જ સૂરતોનો હુકમ એમાં વર્ણવવામાં આવ્યા છે. અત્રે બધી વિગત દર્શાવવી શકય નથી. પરંતુ  આગળ આવતા હુકમો સમજવા માટે એક જરૂરી નિયમ જાણી લઈએ કે... શરીઅત દ્વારા મરનારની મિલ્કતના હકદાર ઠેરવવામાં આવેલ વારસદારો બે પ્રકારના છે. એક : જેમનો કોઈ હિસ્સો (આઠમો ભાગ, છઠ્ઠો ભાગ, ત્રીજો ભાગ વગેરે) નક્કી કરી દેવામાં આવ્યો હોય. આવા વારસદારો ને આ વિષયની પરિભાષામાં “ઝવીલ ફુરૂઝ”(ذوى الفروض )કહેવામાં આવે છે. બે : જેમનો હિસ્સો નક્કી નથી હોતો, બલકે નક્કી હિસ્સા વાળા વારસદારોને એમનો હિસ્સો આપ્યા પછી જે કંઈ બચે એ બધાના તેઓ વારસદાર ગણાય છે. આવા વારસદારોને આ વિષયની પરિભાષામાં 'અસબહ' (عصبہ)કહેવામાં આવે છે.

• મરનારે પોતાની પાછળ છોડેલ માલમાં મરનારનો હક સહુથી આગળ રહેશે. એટલે પહેલાં મરનારના કફન દફનને લગતો જરૂરી ખર્ચ મધ્યમ રીતે (ફૂઝુલ ખર્ચી પણ ન હોય અને કંજૂસાઈ પણ ન હોય એવી રીતે) એ માલમાંથી પૂરો કરવામાં આવશે. પછી બીજા નંબરે એમાંથી મરનારના માથે કોઈનું દેવું હોય તે એની ચુકવણી કરવામાં આવશે. આ બધા ખર્ચા અને ચુકવણીમાં જો એનો બધો માલ વપરાય જાય તો વારસદારોના ભાગે કંઈ નહીં આવે. ત્યાર પછી ત્રીજા નંબરે મરનારે કોઈ વસીયત કરી હોય તો ત્રીજા ભાગની મિલ્કત સુધી એ વસીયત ઉપર અમલ કરવામાં આવશે. મરનારે બધી જ મિલ્કત કોઈને આપી દેવાની વસીયત કરી હોય તો પણ એ ફકત ત્રીજા ભાગ સુધી જ માન્ય ગણાશે. વસીયત ગુનાના કામમાં માલ આપવાની હોય અથવા કોઈ વારસદારને એને મળનાર હિસ્સા કરતાં વધારે આપવાની હોય તો માન્ય નહીં ગણાય.

હવે આયતમાં વર્ણવવામાં આવેલ હુકમ જોઈએ

 આયત નં ૧૧ માં પ્રથમ મરનારની અવલાદના હિસ્સાનું વર્ણન છે, એટલે કે બાપ કે મા મરે, તો એમણે છોડેલા માલમાં અવલાદ (દીકરા -દીકરી)ને કયા હિસાબે વારસો મળશે ? પછી માં—બાપનું વર્ણન છે, એટલે કે દીકરો – દીકરી મરી જાય તો એમણે છોડેલા માલમાં માં -બાપને કેટલો ભાગ મળશે.

માણસના મર્યા પછી અવલાદ હોય તો એની કુલ ચાર સુરતો શકય છે. (૧) દીકરા-દીકરી બંને હોય. આ સૂરતમાં કોઈ હિસ્સો નક્કી કરવામાં નથી આવ્યો, બલકે વહેંચણીનો નિયમ આ રહેશે કે દીકરાને દીકરી કરતાં કરતાં બમણું મળશે. એટલે કે એક દીકરો અને એક દીકરી હોય તો ત્રણ ભાગ કરીને બે ભાગ દીકરાને અને એક ભાગ દીકરીને. એક દીકરો અને બે દીકરીઓ હોય તો ચાર ભાગ કરીને બે ભાગ દીકરાને અને એક – એક ભાગ દીકરીઓને આપવામાં આવશે. (૨) ફકત દીકરીઓ જ અવલાદમાં હોય, દીકરો ન હોય, તો બે અથવા બેથી વધારે દીકરીઓ હોય તો બે તૃતીયાંશ હિસ્સો તેણીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે. (૩) એક જ દીકરી હોય તો મરનારે છોડેલી મિલ્કતનો અડધો હિસ્સો એને મળશે. (૪) ફકત દીકરાઓ જ હોય તો બધી મિલ્કત તેઓ માંહે સરખા ભાગે વહેંચાશે. અલબત્ત કોઈ અન્ય વારસદાર નક્કી હિસ્સો ધરાવનાર હોય તો પ્રથમ એનો નક્કી હિસ્સો આપવામાં આવશે. જેમ કે મરનારની પત્નિને આઠમો ભાગ આપવામાં આવશે. મરનારનાં માં – બાપ હયાત હોય તો એમને છઠ્ઠો હિસ્સો આપવામાં આવશે. પછી દીકરાઓ વચ્ચે સરખા ભાગે વહેંચણી થશે.

નોટ : બીજી અને ત્રીજી સૂરતમાં દીકરીઓને આપ્યા પછી જે માલ વધશે એના હકદાર નિયમ મુજબ બીજા વારસદારો બનશે. અને જો અન્ય વારસદારો નહીં હોય તો એ પણ દીકરીઓ પાસે આવશે.ચોથી સૂરતનું વર્ણન અહિંયા આયતમાં સ્પષ્ટ રીતે મોજૂદ નથી.

આયતના બીજા ભાગમાં મરનાર દીકરો – દીકરી હોય અને પાછળ માં – બાપ હયાત હોય તો એમને શું હિસ્સો મળશે, એની ત્રણ સૂરતોનું વર્ણન છે. (૧) મરનાર દીકરાની અવલાદ હોય, ચાહે એક પુત્ર કે પુત્રી હોય, તો મરનારના માં–બાપ દરેકને છઠ્ઠો ભાગ મળશે. બાકીની મિલ્કત મરનારના પુત્ર – પુત્રીમાં વહેંચાશે. (૨) મરનારને કોઈ અવલાદ ન હોય, બે કે વધારે ભાઈ બહેન પણ ન હોય, તો એની મિલ્કતનો એક તૃતીયાંશ હિસ્સો એની માં ને અને બીજા બે તૃતીયાંશ બાપને મળશે. આ સૂરતમાં મરનારની બીવી કે શોહર હશે તો પ્રથમ એમનો નક્કી હિસ્સો  નિયમ મુજબ કાઢવામાં આવશે. પછી ઉપર મુજબ એક તૃતીયાંશ માં ને અને બે તૃતીયાંશ બાપને મળશે. (૩) મરનારને કોઈ અવલાદ તો ન હોય, પણ બે કે વધારે ભાઈ બહેન હોય, બે ભાઈ અથવા બે બહેન અથવા એક ભાઈ અને એક બહેન, ચાહે સગા ભાઈ બહેન હોય કે માં જણ્યા હોય કે બા૫ જણ્યા હોય, આવી સ્થિતિમાં માં ને છઠ્ઠો ભાગ મળશે. અને નક્કી હિસ્સો ધરાવનાર કોઈ અન્ય વારસદાર જેમ કે પતિ અથવા પત્નિ ન હોય તો બાકી પાંચ ભાગ બાપને મળશે.

બીજી સૂરતમાં એક ભાઈ અથવા એક બહેન હોય શકે છે, અને ત્રીજી સૂરતમાં બે કે વધારે... પણ આ બંને સૂરતોમાં ભાઈ – બહેનને કંઈ મળશે નહીં. ફક્ત માં ના હિસ્સામાં ફરક પડે છે. કોઈ ભાઈ - બહેન ન હોય, અથવા એક જ હોય તો માં ને એક તૃતીયાંશ મળે છે અને બે કે વધારે ભાઈ બહેન હોય તો માં નો હિસ્સો ઓછો થઈ જાય છે અને બાપનો વધી જાય છે.

આયતમાં અંતે અલ્લાહ તઆલાએ બે વાતો બીજી પણ દર્શાવી છે. પ્રથમ આ કે આ વારસા વહેંચણી પહેલાં મરનારે છોડેલ માલમાંથી એના માથે કંઈ દેવું-કરજ હોય તો પ્રથમ એ ચુકવવાનું છે અને મરનારે કોઈ વસીયત કરી હોય તો એક તૃતીયાંશ માલમાંથી એ પૂરી કરવાની રહેશે. પછી જે વધે એમાંથી ઉપર મુજબ વહેંચણી કરવામાં આવશે. બીજી વાત આ કે અવલાદ અને માં બાપના હિસ્સા અલ્લાહ તઆલાએ નક્કી કર્યા છે, અને અગાઉ આયત નં ૭ માં આવી ગયું એ મુજબ એનો કાયદાકીય આધાર સગાઈ અને નિકટ હોવું છે. કોનાથી કોને વધારે લાભ પહોંચે છે, કોણ વધારે જરૂરત મંદ છે, એ આધાર નથી, અને દુનિયામાં માણસને કોનાથી લાભ કે નુકસાન પહોંચે છે, અને કોણ કયારે જરૂરતમંદ કે તવંગર બની જાય એની તમને કોઈ ખબર નથી. એટલે વારસા વહેંચણીમાં આ બધા માપદંડોને આધાર બનાવવા ખોટા છે. અલ્લાહ તઆલાએ જે હિસ્સા નક્કી કર્યા છે, એ જ સાચા અને અટલ ગણાશે. અલ્લાહ તઆલા વધારે જાણનાર અને હિકમત વાળો છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

         અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.

(બ્લેકબર્ન. યુ.કે.)

ઝકાત માલને પાક કરવા અને સાફ કરવાનું સાધન છે

عَنْ ابْنِ عَبَّاسٍ ، ‏‏‏‏‏‏قَالَ : ‏‏‏‏ لَمَّا نَزَلَتْ هَذِهِ الْآيَةُ : ‏‏‏‏ وَ الَّذِیْنَ یَكْنِزُوْنَ الذَّهَبَ وَ الْفِضَّةَ وَ لَا یُنْفِقُوْنَهَا فِیْ سَبِیْلِ اللّٰهِۙ-فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ(34) یَّوْمَ یُحْمٰى عَلَیْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰى بِهَا جِبَاهُهُمْ وَ جُنُوْبُهُمْ وَ ظُهُوْرُهُمْؕ-هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ(35) ، كَبُرَ ذَلِكَ عَلَى الْمُسْلِمِينَ ، ‏‏‏‏‏‏فَقَالَ عُمَرُ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَا أُفَرِّجُ عَنْكُمْ ، ‏‏‏‏‏‏فَانْطَلَقَ ، ‏‏‏‏‏‏فَقَالَ : ‏‏‏‏ يَا نَبِيَّ اللَّهِ ، ‏‏‏‏‏‏إِنَّهُ كَبُرَ عَلَى أَصْحَابِكَ هَذِهِ الْآيَةُ ، ‏‏‏‏‏‏فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ‏‏‏‏ "إِنَّ اللَّهَ لَمْ يَفْرِضْ الزَّكَاةَ إِلَّا لِيُطَيِّبَ مَا بَقِيَ مِنْ أَمْوَالِكُمْ وَإِنَّمَا فَرَضَ الْمَوَارِيثَ .....وَذَكَرَ كَلِمَةً ..... لِتَكُونَ لِمَنْ بَعْدَكُمْ" ، فَقَالَ ‏‏‏‏‏‏فَكَبَّرَ عُمَرُ..... ‏‏‏‏‏‏ثُمَّ قَالَ : ‏‏‏‏ "أَلَا أُخْبِرُكَ بِخَيْرِ مَا يَكْنِزُ الْمَرْءُ : ‏‏‏‏ الْمَرْأَةُ الصَّالِحَةُ إِذَا نَظَرَ إِلَيْهَا سَرَّتْهُ وَإِذَا أَمَرَهَا أَطَاعَتْهُ وَإِذَا غَابَ عَنْهَا حَفِظَتْهُ". (رواه أبو داود)


તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે જયારે (સૂરએ તોબાની)આ આયતમાં આ ઉતરી

وَ الَّذِیْنَ یَكْنِزُوْنَ الذَّهَبَ وَ الْفِضَّةَ وَ لَا یُنْفِقُوْنَهَا فِیْ سَبِیْلِ اللّٰهِۙ-فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ(34) یَّوْمَ یُحْمٰى عَلَیْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰى بِهَا جِبَاهُهُمْ وَ جُنُوْبُهُمْ وَ ظُهُوْرُهُمْؕ-هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ(35) 

અને જે લોકો સોના ચાંદી (માલ-દોલત) વગેરે ને ખજાના રૂપે ભેગો કરે છે. અને તેને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરતા નથી. તો હે પયગમ્બર! આપ તે(માલના પુંજારીઓને આખિરતના) સખ્ત અઝાબની ખુશ ખબરી સંભળાવી આપો. (આ અઝાબ તેમને તે દિવસે થશે) જયારે તેમનો ભેગો કરેલો માલ દોઝખની આગમાં તપાવવામાં આવશે. અને તેનાથી તેમના માથા અને પાસાંઓ અને પીઠ પર ડામ દેવામાં આવશે. (અને તેમને કહેવામાં આવશે) આ તમારી તે દોલત છે. જેને તમે ભેગી કરી હતી. હવે તમે માલ ભેગો કરવાની મજા ચાખો.

જયારે આ આયત ઉતરી જેમાં ભંડોળ ભેગો કરનારાઓ માટે આખિરતના ઘણા સખ્ત અઝાબની ચેતવણી આપી છે. તો સહાબા રદિ. માટે આ વાત ઘણી જ ચિંતાજનક બની ગઈ. હઝરત ઉમર રદિ. એ સહાબાને કહ્યું કે હું તમારી આ ફિકર અને ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરીશ. પછી તેઓ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પાસે પહોંચ્યા અને પુછયું! કે, હઝરત આપના સાથીઓ પર આ આયતથી ઘણું જ દબાણ છે.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે અલ્લાહ પાકે ઝકાત એટલા માટે ફરજ કરી છે કે તેને અદા કર્યા પછી જે માલ બાકી રહે તે સ્વચ્છ થઈ જાય અને (એ જ પ્રમાણે) વારસા વહેંચણીનો કાયદો એટલા માટે જ નક્કી કરવામાં આવ્યો કે (ઈબ્ને અબ્બાસ રદિ. કહે છે કે અહીંયા એક શબ્દ આપે કહ્યો હતો જે મને યાદ નથી આવતો) તમારા પાછળવાળાઓને સહાય થઈ શકે.

હઝરત ઉમર રદિ.એ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો એ જવાબ સાંભળી ખુશીમાં ''અલ્લાહુ અકબર''કહ્યું.

ત્યાર પછી હુઝુર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ હઝરત ઉમર રદિ.ને ફરમાવ્યું હું તમને પ્રાપ્ત કરવા અને સાચવીને રાખવા લાયક સારામાં સારી દોલત બતાવું, તે સારા સંસ્કાર અને નેક જીવનવાળી પત્નિ છે. કે માણસ તેને જુએ તો દિલ અને આત્મા રાજી થઈ જાય. અને તેને કોઈ કામ વિષે કહેવામાં આવે તો તાબેદારી કરી તેને પાર પાડે અને પતિ જયારે બહાર જાય તો તેની ગેર હાજરીમાં તેના ઘરબાર અને દરેક અમાનત ને સાચવે. (અબૂ દાઉદ શરીફ)

ખુલાસો :- સૂરએ તોબાની જે આયતનું ઉપરોકત હદીસમાં વર્ણન છે, જયારે તે ઉતરી તો સહાબા રદિ. તેના શબ્દો સામાન્ય ભાવાર્થથી એવું સમજયા કે એનો હેતુ અને માંગ એ છે કે કમાઈમાંથી કંઈ પણ ભેગું કરવામાં ન આવે, જે કંઈ હોય બધું અલ્લાહના રસ્તામાં ખર્ચી નાંખવામાં આવે. આવા આદેશનું માણસ માટે કઠણ અને અઘરું હોવું સ્પષ્ટ છે. હઝરત ઉમર રદિ.એ હિંમત કરી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને એ બાબત પૂછયું, આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ જવાબમાં ફરમાવ્યું કે આ આયતને સંબંધ તે લોકો સાથે છે, જેઓ માલ દોલત ભેગી કરી તેની ઝકાત આપતા નથી. પરંતુ જો ઝકાત આપવામાં આવે તો બાકી માલ હલાલ અને પાક થઈ જાય છે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તે ટાણે ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ ઝકાત એટલા માટે ફરજ કરી છે કે તેને અદા કરવાથી બાકી માલ પણ પાક અને સ્વચ્છ થઈ જાય.

તે પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આ પણ ફરમાવ્યું કે એ જ મુજબ અલ્લાહ તઆલાએ વારસા વહેંચણીનો કાયદો પણ એટલા માટે રાખ્યો છે કે માણસના ચાલ્યા ગયા પછી તેના પાછળ વાળાઓ માટે ટેકા રૂપ બને. આ જવાબમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ઈશારે કર્યો કે જો માલ ભેગો કરવો મના હોત તો શરીઅતમાં ઝકાત અને મિરાસના કાયદાઓ જ ન હોત. કેમ કે શરીઅતના આ બંનેવ હુકમોનો સંબંધ ભેગા થયેલા માલ સાથે છે. જો માલ દોલત રાખવાની છુટ જ ન હોત તો ઝકાત અને મીરાસનો સવાલ જ ઉભો થાય નહીં.

હઝરત ઉમર રદિ.ના અસલ સવાલના જવાબ પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ સહાબા રદિ.ની માનસમાં દુરગામી પરિવર્તન હેતુ એક અન્ય વાત ફરમાવી કે માલ દોલતથી વધુ કામની ચીજ જેનાથી દુનિયામાં દિલને શાંતિ અને આત્માના સુખનું કારણ બને, તે સારી અને સદગુણો વાળી તથા તાબેદાર પત્નિ છે. માલ દોલતથી વધુ એની કદર કરો, એને અલ્લાહની મહાન નેઅમત સમજો. આ વાત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ એ ટાણે એટલા માટે ફરમાવી કે તે સમયમાં સ્ત્રીઓની ઘણી નાકદરી અને તેમની સાથે મહાન અન્યાય થતો હતો.

ઝકાતના વિગતવાર હુકમો અને કાયદાઓ

ઝકાતની અછૂતી અને મુળભુત હકીકતો આટલી જ છે કે પોતાની દોલત અને કમાઈમાંથી અલ્લાહ તઆલાને રાજી કરવા માટે તેના રસ્તામાં ખર્ચ કરવામાં આવે. અને જેવી રીતે પાછળ જ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ઇસ્લામના આરંભ કાળમાં એ જ મધ્ધમ હુકમ હતો. પાછળથી તેના વિગતવાર હુકમો આવ્યા અને કાયદાઓ નક્કી થયા. જેમકે કયા પ્રકારના માલદાર પર ઝકાત વાજિબ થશે, ઓછામાં ઓછા કેટલા માલ પર ઝકાત વાજિબ થશે. કેટલો સમય વિત્યા પછી ઝકાત વાજિબ થશે. અને કયા કયા રસ્તે ખર્ચ થઈ શકશે. હવે તે હદીષો વાંચવામાં આવે જેમાં વિગતવાર ઝકાતના હુકમો અને કાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઓછામાં ઓછા કેટલા માલ પર ઝકાત વાજિબ છે ?

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : "لَيْسَ فِيمَا دُونَ خَمْسَةِ أَوْسُقٍ مِنَ التَّمْرِ صَدَقَةٌ ، ‏‏‏‏‏‏وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوَاقٍ مِنَ الْوَرِقِ صَدَقَةٌ ، ‏‏‏‏‏‏وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ ذَوْدٍ مِنَ الْإِبِلِ صَدَقَةٌ" (رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબુ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસુલૂલ્લાહ સલ.એ ફરમાવ્યું કે પાંચ વસકથી ઓછી ખજુરોમાં ઝકાત વાજિબ નથી. અને પાંચ અવકીયા ચાંદીથી ઓછામાં પણ ઝકાત નથી. અને પાંચ ઉંટોથી ઓછામાં ઝકાત નથી. (બુખારી, મુસ્લિમ)

ખુલાસો :- નબવી યુગમાં ખાસ કરી મદીના તૈયબાની આજુબાજુ જે લોકો માલદાર અને સારી હાલત વાળા હતા તેમની પાસે દોલત ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારની રહેતી તેમના બાગોમાં ખજુરોની પાકના પ્રકારે, અથવા ચાંદી અને ઊંટોના પ્રકારમાં રસુલૂલ્લાહ સલ.એ આ હદીસમાં ત્રણે પ્રકારના માલની ઝકાતનો નિસાબ બનાવ્યો. એટલે તે વસ્તુઓની ઓછામાં ઓછી હદ પર ઝકાત વાજિબ થશે. ખજુરો વિષે આપ સલ.એ બતાવ્યું કે પાંચ વસકથી ઓછા પર ઝકાત વાજિબ નથી. એક વસક લગભગ છ મણનો થાય છે. તે હિસાબે પાંચ વસક લગભગ ત્રીસ મણ બરાબર થાય છે. અને ચાંદી વિષે આપ સલ.એ પાંચ અવકીયાથી ઓછામાં ઝકાત વાજિબ ન હોવાનું ફરમાવ્યું એક અવકીયા ચાંદી ચાલીસ દિરહમ બરાબર થાય છે. એ હિસબે પાંચ અવકીયા બસો દિરહમ બરાબર થશે. જેનું વજન પ્રખ્યાત કથન મુજબ સાડા બાવન તોલા થાય છે. અને ઊંટો વિષે આપ સલ.એ બતાવ્યું કે પાંચથી ઓછામાં ઝકાત નથી.

આ હદીસમાં ફકત એ જ ત્રણ પ્રકારના માલમાં ઝકાત વાજિબ થવાનો ઓછામાં ઓછો નિસાબ બતાવવામાં આવ્યો છે.

હઝરત શાહ વલિયુલ્લાહ રહ.એ લખ્યું છે કે પાંચ વસક ખજુરો એક નાના કુટુંબ માટે વર્ષ દરમિયાન ગુજરાન માટે બસ છે. એ જ પ્રમાણે બસો દિરહમમાં વર્ષનો ખર્ચ નિકળી શકે છે. અને માલના હિસાબે લગભગ એ જ હૈસીયત પાંચ ઉંટોની પણ થાય છે. જેથી એટલી હદના માલિકને માલદાર ગણી ઝકાત વાજિબ કરી.


عَنْ عَلِيٍّ قَالَ : ‏‏‏‏ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ‏‏‏‏ "قَدْ عَفَوْتُ عَنِ الْخَيْلِ وَالرَّقِيقِ فَهَاتُوا صَدَقَةَ الرِّقَةِ مِنْ كُلِّ أَرْبَعِينَ دِرْهَمًا دِرْهَمٌ ، ‏‏‏‏‏‏وَلَيْسَ فِي تِسْعِينَ وَمِائَةٍ شَيْءٌ ، ‏‏‏‏‏‏فَإِذَا بَلَغَتْ مِائَتَيْنِ فَفِيهَا خَمْسَةُ دَرَاهِمَ". (رواه الترمذي وأبو داود)

તરજુમા-હઝરત અલી રદિ.થી રિવાયત છે કે રસુલૂલ્લાહ સલ.એ ફરમાવ્યું કે ઘોડાઓમાં અને ગુલામોમાં ઝકાત વાજિબ નથી. ઝકાત અદા કરો ચાંદીની દર ચાલીસ દિરહમમાંથી એક દિરહમ અને એક સો નવ્વાણું સુધી કંઈ પણ વાજિબ નથી. જયારે પુરા બસો દિરહમ થઈ જાય તો પાંચ દિરહમ વાજિબ થશે.

ખુલાસો :- ઘોડા અને ગુલામો જો કોઈની પાસે વેપાર માટે હોય તો હઝરત સમુરહ બિન જુન્દુબ રદિ.ની આગળ આવતી હદીસ પ્રમાણે તેમાં પણ ઝકાત વાજિબ થશે. પરંતુ જો વેપાર માટે ન હોય, ફકત સવારી માટે અને વાપરવા માટે (સેવા માટે) હોય તો ભલે તે મહામુલ્ય હોય તેના ઉપર ઝકાત વાજિબ નથી. હઝરત અલી રદિ.ની આ હદીસમાં ગુલામો અને ઘોડાઓ પર ઝકાત વાજિબ ન હોવાનું જે બયાન છે તેનો સંબંધ એની સાથે જ છે. આગળ ચાંદી બાબત ફરમાવ્યું કે જયારે કોઈની પાસે બસો દિરહમ જેટલી ચાંદી ન હોય તો તેના પર ઝકાત વાજિબ થશે નહી. અને બસો દિરહમ થઈ જવા પર ચાલીસમાં ભાગે પાંચ દિરહમ આપવા પડશે.

જીવનનો અનુભવ શું છે ?

સામાન્ય પણે માણસનો સ્વભાવ એવો હોય છે કે પોતે વિચારેલ અને નક્કી કરેલ માપદંડને સાચો સમજતો હોય છે. જે એમાં ફીટ બેસતો હોય એ યોગ્ય માણસ હોય છે અને જે એ માપંદડ ઉપર ખરો ન ઉતરે એ ખોટો હોય છે. ડ્રાઈવીંગ કરવામાં માણસ પોતાને અનુરૂપ એક સ્પિડ નક્કી કરીને ચાલે છે, પછી જો કોઈ પાછળથી વધારે ઝડપે આવીને ઓવરટેક કરી જાય તો એને પાગલ ગણે છે, અને બબડે છે કે એને આગળ (ઉપર) જવાની જલદી હોય એમ લાગે છે. કોઈ એની સ્પીડ કરતાં ઓછી ઝડપે શાંતિથી ચાલતો હોય તો એને બેવકૂફ અને નવરો ગણે છે.

ખર્ચ કરવામાં કોઈ બીજો માણસ આપણા જેટલો જ ખર્ચ કરતો હોય, દાન – સખાવત કરતો હોય એ સમજદાર અને સાચો સખી છે. અને આપણા કરતાં વધારે ખર્ચ કરનાર કુઝૂલ ખર્ચ અને ઓછો ખર્ચ કરનાર બખીલ કહેવાય છે. જે માણસ આપણા જેટલી જ હિમ્મત અને બહાદુરીથી કામ કરતો હોય એને સાચો બહાદુર, હિમ્મતવાન ગણીએ છીએ, અને વધારે જોશ, વધુ શકિત -હિમ્મતથી કામ કરનારને બાવલો, આંધળુકિયું કરનાર નાદાન તેમજ ઓછી હિમ્મત કે શકિતથી કામ કરનારને બુઝદિલ, કાયર કે ડરપોક કહીએ છીએ.

નવાઈની વાત આ છે કે આપણે આવું બધું ફક્ત વહેવાર, વેપાર, વર્તનમાં જ નથી કરતા બલ્કે દીન અને દીની આમાલની બાબતે પણ આ જ રીત અપનાવીને અન્યોને તોળીએ છીએ. જે માણસ આપણા જેટલી ઇબાદત કરતો હોય, આપણા જેટલી જ પરેઝગારી અને તકવો દાખવતો હોય એ સાચો ઇબાદતગુઝાર, દીનદાર અને નેકદિલ છે. આપણાથી ઓછી ઇબાદત કરનાર સુસ્ત, આળસુ, બેદરકાર અને બે દીન છે. અને આપણાથી વધારે ઈબાદત કરનારને 'સૂફી' 'ખુશ્કી' અથવા સંસાર સમાજના હકો નહીં સમજનાર ગણીએ છે.

વધુ નવાઈની વાત આ છે કે, માણસનો સ્વભાવ એક સરખો નથી રહેતો. સમય મુજબ બદલાતો રહે છે. માણસના વિચાર, વહેવાર, વર્તન અને આદત તબદીલ થતાં રહે છે. અને પછી એ મુજબ અન્યોને જોવા પરખવાના આપણાં માપદંડો પણ બદલાતાં રહે છે. જે લોકોને પહેલાં આપણે પસંદ ન કરતા હતા હવે એ આપણી નજરે સારા છે. પેલો કંજૂસ હવે સમજદાર અને દાનવીર હવે ઉડાઉ વ્યકિત લાગે છે.

આવું શા માટે થાય છે ?

એટલા માટે માણસ હમેંશા પોતાને જ પરફેકટ સમજે છે. પોતાને જ સાચો, પોતાની વાતને જ સાચી, પોતાના મંતવ્યને જ યોગ્ય અને પોતાના વહેવારને જ સહી સમજે છે. બીજા લોકોની સ્થિતિ, સંજોગો અને સંબંધો અલગ પ્રકારના હોય છે છતાં આપણે એમને આપણા ત્રાજવે તોળીને જ એમના વિશે પોતાનું અનુમાન બાંધીએ છીએ. માણસ સમજે છે કે એની પાસે દરેક સમસ્યાનું નિવારણ, મુસીબતનો ઉકેલ અને પરેશાનીનો હલ મોજૂદ છે. પોતે ખોટું બોલે, કે ખોટું કરે કે ખોટું વિચારે છતાં એને ખરું ઠેરવવાના પ્રયાસો કરે છે. અને આમ કરે ત્યારે જ એના દિલને સંતોષ અને સુકૂન મળે છે.

માણસનું જીવન આમ ચાલ્યા કરે છે અને પાંચ - છ દસકા ગુઝારીને તે વૃદ્ધ થઈ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે દર દસ વરસે માણસ આખો બદલાય જાય છે. વિચારો અને વહેવાર બદલાય જાય છે. અને જિંદગી આટલી આવી ઊંચ – નીચ જોયા પછી, પોતાના બદલાતા વહેવાર અને વિચારોને જોયા— અનુભવ્યા પછી, એના આધારે અન્યોને તોળ્યા પછી, જે માણસ પાછલું બધું યાદ કરીને, સમજીને એ નિષ્કર્ષ ઉપર પહોંચે કે પહેલાં જયારે પણ મેં બીજાઓને ખોટા સમજયા હતા, ત્યારે હું પોતે ખોટો હતો, અથવા કમથી કમ એટલું સમજતો થઈ જાય કે દરેક માણસ પોતાની જગ્યાએ સાચો હતો, અને મારા ત્રાજવે એમને તોળવું એ મારી ભૂલ હતી, તો...…. આ નિષ્કર્ષ એ જ .... માણસનો અનુભવ છે. અને હવે આ માણસ અનુભવી કહી શકાય. એને અધિકાર છે કે પોતાના અનુભવોના આધારે તે નવી પેઢીની કેળવણી કરે.

અને જો હજુ પણ એ દરેક દસકામાં પોતે અપનાવેલ માપદંડને જ સાચું અને અન્યોને ખોટા જ સમજે છે, એના મતે ૩૦-૪૦ વરસ પહેલાં પણ હું જ ખરો હતો, અને બીજાઓ ખોટા જ હતા.. તો આ માણસે જીવનનો કોઈ બોધ નથી લીધો. એણે કોઈ અનુભવ નથી મેળવ્યો. અને આવા માણસને અધિકાર નથી કે અનુભવી હોવાનો ડોળ કરીને નવી પેઢીને કોઈ શિખામણ આપે.

= ઉર્દૂ ઉપરથી ભાવાનુવાદ. ફરીદ અહમદ.

ફજરની નમાઝ માટે ઉઠવાની તદબીરો

(૧) આ દુઆ માંગતા રહેવું જોઈએ, તેનાથી પોતાને અને અવલાદને નમાઝ પઢવાની પ્રેરણા મળશે.

કુરઆનમાં હઝરત ઈબ્રાહીમ અલૈ.ની દુઆ છે કે, હે મારા પરવરિદગાર મને અને મારી અવલાદને નમાઝ કાયમ કરનાર બનાવ. અને મારી દુઆ કુબૂલ ફરમાવ.

رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء (سورة ابراهیم٤١٠٤٠:)

(૨) સગવડ હોય તો બપોરે થોડીક વાર સુવું જોઈએ, આ કયલૂલા (બપોરે સુવું) સુન્નત છે અને તેના કારણે ફજરની નમાઝ માટે ઉઠવામાં મદદ મળે છે.

(૩) રાત્રે જલ્દી ખાવું જોઈએ, અને ઓછું ખાવું જોઈએ.

(૪) રાત્રે પાણી ન પીવું જોઈએ, અને ખુબ તરસ લાગે તો થોડુંક પાણી પીએ.

(૫) રાત્રે જલ્દી સુવું જોઈએ, જો જલ્દી નહી સુવે તો કોઈપણ તદબીરથી ફાયદો થશે નહી.

(૬) રાત્રે સુતાં પહેલા મસ્નૂન આમાલ કરી ને સુવે.

(૭) કોઈને સવારે ઉઠાડવાનું કહીને સુવું જોઈએ.

(૮) એલાર્મ મુકીને સુવું જોઈએ, અને એલાર્મ સુવાની જગ્યાથી એટલા દુર મુકવું જોઈએ કે તેને બંધ કરવા માટે ઉભા થઈને દુર જવું પડે.

(૯) આંખ ખુલતાની સાથે જ બન્ને હાથોને મોં પર બરાબર ફેરવવા જોઈએ, આ અમલ સુન્નત પણ છે અને તેનાથી ઉંઘ પણ ઉડી જાઈ છે.

(૧૦) આંખ ખુલતા વેંત જ હિમ્મત કરી ને ઉઠી જવું જોઈએ, અને આમ સોચી ફરી વાર ન સુવું જોઈએ કે થોડીક વાર સુઈ જાવ છું પછી ઉઠી જઈશ, કારણ કે આમ કરવાથી ઘણી વાર નમાઝ કઝા થઈ જાય છે.

(૧૧) ઉઠીને તરત અલ્લાહ તઆલાએ આપણને આપેલ ઈમાનની નેઅમત પર ત્રણ વાર અલ્હદુ લિલ્લાહ પઢે, અને મસ્નૂન અમલ કરે.

(૧૨) ફજરની નમાઝ પઢયા પછી ત્રણ વખતે અલ્હદુલિલ્લાહ આ નિય્યતથી પઢે કે અલ્લાહ તઆલાએ કોઈ અધિકાર અને લાયકાત વગર ફજરની નમાઝ પઢવાની તવફીક અને પ્રેરણા આપી, નેઅમતનો જેટલો શુક્ર અદા કરવામાં આવે છે તેટલે નેઅમતમાં વધારો થાય છે.

(૧૩) જે દિવસે ફજરની નમાઝ કઝા થઈ જાય તે દિવસે ખુબ અફસોસ સાથે રડીને અને રડવાનું ન આવતું હોય તો રડવાની શકલ બનાવીને ખુબ માફી માગે, જેથી અલ્લાહ તઆલા રહમ કરીને નમાઝની પાબંદીની તવફીક આપે, અને તેના બદલામાં દસ રકાત નફલ પઢે.

(૧૪) નમાઝ કઝા થવા પર એટલા રૂપિયા સદકહ કરે જે ખર્ચ કરવું નફસ માટે મુશ્કેલ હોય, જેમ કે વીસ રૂપિયા ખર્ચ કરવા નફસ માટે મુશ્કેલ નથી તો ત્રીસ રૂપિયા ખર્ચ કરે.

(૧૫) કોઈ વ્યકિતને શરીરમાં દુખાવો હોય, સુસ્તી આવતી હોય, અથવા બ્લડ પ્રેશર વધુ હોવાને લઈ સુતો હોય અને અચાનક સાંપ તેના બિસ્તર પર અચાનક આવી જાય, તો પણ બધુ છોડી ત્યાંથી ઉઠી જશે. આવી જ રીતે સવારે આંખ ખુલે કે તુરંત આખિરતના અઝાબને યાદ કરીને બિસ્તર ઉપરથી ઉભો થઈ જાય. તંદુરસ્તી અને અલ્લાહ તઆલા સાથે વાત કરવાની, અલ્લાહના દરબારમાં હાજર થવાની કદર નથી હોતી, એટલે માણસને સુસ્તી આવે છે.

(૧૬) કોઈ વ્યકિત જાણ કરે કે તમને ફજરની નમાઝ પછી જરૂરી મીટીંગમાં જવાનું છે, અને ટીકીટ આપે કે આ ટીકીટ છે, તો કેટલી વાર પહેલા તૈયારી કરવા લાગશે, અને વારંવાર ટીકીટ, વિઝા વગેરેને જોશે, કારણ કે આ વાતનું યકીન છે કે વખત પર ન પહોંચી શક્યો તો નુકસાન થશે, તો નમાઝની તૈયારી કયારથી કરવી જોઈએ, નમાઝના છુટવા પર નુકસાનનું યકીન કેમ નથી.

લોકોની બુરાઈઓ - એબો શોધીને એમને બદનામ ન કરો.

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

મુસલમાનનું અપમાન કરવું ઘણું બુરું વ્યાજ છે.

આ વાત વિશેષ ઘ્યાને રાખવાની છે, અને ઘણી મહત્વની પણ છે કે, એક મુસલમાનનું અપમાન કરવું અલ્લાહ તઆલાના નજીક મોટો ગુનો છે. એ વિશે ઘણી વઈદો - અઝાબની ધમકીઓ વર્ણવવામાં આવી છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : કોઈ મુસલમાનની ઈઝઝત વિશે નાહક (દલીલ વગર) કંઈ બોલવું બદતરીન વ્યાજ છે. (જામેઅ)

નાહક કંઈ બોલવાનો મતલબ આ છે કે શરીઅતે બોલવાની પરવાનગી આપી હોય એવા સમયે બોલી શકાય છે. અને જયાં શરીઅતે મના કરી છે, એવા મોકા ઉપર કોઈની ઈઝઝત વિશે ખરાબ બોલવું 'નાહક' છે. એક હદીસ શરીફમાં છે કે સૌથી નાના દરજાનું વ્યાજ, પોતાની મા સાથે ઝીના કરવા જેટલું ખરાબ હોય છે. અને મુસલમાનનું અપમાન કરવું બદતરીન વ્યાજ છે. (જામેઅ)

એક હદીસમાં છે કે વ્યાજના ૭૨ દરવાજાઓ છે. એમાં સૌથી નાનો દરજો પોતાની મા સાથે ઝીના કરવા સમાન છે. અને સૌથી મોટો દરજો મુસલમાનનું અપમાન કરવા હેતું ઝબાન ખોલવી છે. (જામેઅ)

એક હદીસમાં છે કે વ્યાજના ૭૨ દરજાઓ છે. એમાં સૌથી હલકો દરજો પોતાની મા સાથે ઝીના કરવા સમાન અને સૌથી બુરો દરજો મુસલમાનનું અપમાન કરવું છે.

એક હદીસમાં છે કે મોમિનનું અપમાન કરવું કબીરહ ગુનો છે. અને એકના બદલે બે ગાળો આપવી પણ કબીરહ ગુનો છે. (જામેઅ)

એક હદીસમાં છે કે જયારે મારી ઉમ્મત પરસ્પર એક બીજાને ગાળો આપવા માંડશે, તો અલ્લાહની નજરમાંથી ઉતરી જશે. (રિસાલા તબ્લીગ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો આ વિશે એટલી બધી તકેદારી રાખતા હતા કે સમાજના વડીલોની નાની મોટી ભૂલોને જતી કરવાની પણ તાકીદ કરતા હતા.

હદીસ શરીફમાં છે : 

أَقِيلُوا ذَوِي الْهَيْئَاتِ عَثَرَاتِهِمْ إِلَّا الْحُدُودَ

 અર્થાત : માન મોભો ધરાવનાર લોકોની 'હદ' સિવાયની ભૂલોને દરગુઝર કરો. એટલે કે ચોરી, ઝીના જેવા જે ગુનાહોની સજા અલ્લાહ તઆલાએ નક્કી કરી દીધી છે, એ તો કોઈના વિશે પુરવાર થઈ જાય તો ગમે તે હોય, સજા આપવામાં આવે. પણ એ સિવાય નાના ગુનાહો બાબતે રિઆયત કરવામાં આવે.

શરઈ પુરાવા વગર કોઈના ઉપર આરોપ લગાવવો જાઇઝ નથી. વહીવટી સાવચેતી ખાતર અલગ થઈ જવું અલગ બાબત છે.

હદ એટલે કે નક્કી સજાના મોટા ગુનાહો વિશે પણ જયાં સુધી એ ગુના વિશે શરઈ પુરાવા ન હોય, ફકત બદગુમાની કે વ્યક્તિગત અદાવતના કારણે કોઈને બદનામ કરવા ખાતર એના ઉપર આરોપ લગાવવો જાઇઝ નથી. સૂરએ નૂરમાં ઝીના વિશે કુરઆનનો સ્પષ્ટ હુકમ છે કે નજરે જોનારા ચાર શરઈ ગવાહો રજૂ ન કરે તો આવો આરોપ લગાવનાર પોતે જ શરીઅત મુજબ ગુનેગાર ઠરશે. આમ છતાં આપણી હાલત આ છે કે જેની સાથે આપણો વિરોધ હોય એના વિશે ગમે તેવું ગંદુ કાર્ટૂન છપાવી દઈએ છીએ, ગમે તેવો છીછરો લેખ લખાવી દઈએ છીએ. કોઈને ઝીનાખોર અને શરાબી વગેરે કહી દેવું તો સામાન્ય બાબત છે. શરીઅતનો કાનૂન છે કે જયાં સુધી મોતબર પુરાવા ન હોય, આવો આરોપ લગાવનારને ૮૦ કોરડાઓની સજા ફટકારવામાં આવે. પણ આપણે તો કોઈના ઉપર આરોપ લગાવવા માટે શરઈ ગવાહી કે પુરાવાની કોઈ જરૂરત નથી. શરીઅતનો નિયમ છે કે કોઈના વિશે એક સાચો ગુનો પુરવાર કરવા ખાતર પણ આદિલ (નેક મોતબર) ગવાહો જરૂરી છે. પોતાના તરફની કોઈ બનાવટી આરોપ લગાવવાની વાત તો દૂર રહી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : શયતાન કદી કદી માણસની શકલમાં આવીને કોઈ જૂઠી વાત કહી જાય છે. ઘણા બધા સાંભળનાર એની વાત સાંભળે છે, પછી આ બધા લોકો વિખેરાયને કહેવા માંડે છે કે મેં પોતે એક માણસના મોઢેથી આ બધું સાંભળ્યું છે, હું એનું નામ તો નથી જાણતો પણ ચહેરાથી એને ઓળખી શકું છું. (મિશ્કાત, મુસ્લિમ શરીફ)

માટે જયાં સુધી શરઈ નિયમ મુજબ પુરવાર ન થાય, કોઈ સભા કે જલસામાં કોઈ અજાણી વ્યક્તિના મોઢે કોઈ વાત સાંભળીને એને સાચી માની લેવી યોગ્ય નથી. હા, આવી વ્યકિત બાબત સાવચેતી રાખવી, વહીટવમાં એનાથી દૂર રહેવું કે એને છુટો કરી દેવો, અલગ બાબત છે, પણ પુરાવા વગર એના ઉપર કોઈ આરોપ લગાવી દેવો ખોટું છે. આ વાત વિશેષ સમજવાની છે કે કોઈનાથી દૂર રહેવું કે કોઈને છુટો કરી દેવો, વહીવટ કે મસ્લેહત કે સાવચેતીના કારણે પણ હોય શકે છે, પણ એના ઉપર કોઈ આરોપ લગાવીને ગુનેગાર ઠેરવવા શરઈ પુરાવાની જરૂરત છે. આવા બનાવટી આરોપો વધુ પડતા વ્યકિતગત કે સંસ્થાગત હસદના કારણે ઉત્પન્ન થાય છે. કારણ કે એક માણસને બીજા માણસની પ્રગતિ ગમતી નથી.નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : અદાવત અને હસદ નેકીઓને એવી રીતે ખાય જાય છે જેમ આગ ઈંધણને ભડભડ ભરખી જાય છે. (જામેઅ)

આવી રીતે લોકો ફકત બદગુમાની કરીને અન્યો ઉપર આરોપ લગાવે છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો સમજવાની કોશિશ કરે તો એમને સમજમાં આવશે કે આવી રીતે તેઓ પોતાનું પણ નુકસાન કરી રહ્યા હોય છે. કારણ કે જે રીત તેઓ અન્યોને બદનામ કરવા માટે અપનાવે છે આખરે એ રીતે એમને પણ બદનામ કરવામાં આવશે.

જેસી કરની વેસી ભરની

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે  : كما تدين تدان،જેવું કરશો એવું ભોગવશો. (મકાસિદે હસનહ)

એક હદીસમાં છે : ભલાઈ અને નેકી જૂની નથી થતી. અને ગુનો ભૂલાતો નથી. અને બદલો આપનાર હસ્તી (અલ્લાહ તઆલા) મરનાર નથી. જેવા ચાહો અમલ કરો, જેવું કરશો એવું ભોગવશો.

એક હદીસમાં તવરાતના હવાલાથી આ વાત વર્ણવવામાં આવી છે કે જેવું કરશો એવું ભોગવશો, અને જે પ્યાલાથી બીજાને પીવડાવો છો, એનાથી જ તમારે પણ પીવાનું છે. (મકાસિદે હસનહ)

એક હદીસમાં ઇન્જીલના હવાલાથી વર્ણવવામાં આવ્યું છે કે જેવું કરશો એવું ભોગવશો. અને જે ત્રાજવે તોળીને આપશો એ જ ત્રાજવે તમને પણ તોળવામાં આવશે. (જામેઉસ્સગીર)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ કોઈ મુસલમાનને એવા સમયે એકલો છોડી દે, જયારે એને બદનામ અને અપમાનિત કરવામાં આવી રહયો હોય તો અલ્લાહ તઆલા આવા માણસને એવા સમયે નિસહાય છોડી દેશે જયારે એને પોતાને મદદની સખત જરૂરત હશે. અને જે માણસ કોઈ મુસલમાનની એવા સમયે મદદ કરશે જયારે એને બદનામ – અપમાનિત કરવામાં આવી રહયો હોય તો અલ્લાહ તઆલા આવા માણસની એવા સમયે મદદ કરશે જયારે એને મદદની સખત જરૂરત હશે. (મિશ્કાત શરીફ)

હઝરત અબૂઝર ગિફારી રદિ. એક સહાબી છે. એમનો એક લાંબો કિસ્સો હદીસની કિતાબોમાં વર્ણવવામાં આવ્યો છે. કિસ્સાના અંતમાં આ બાબત આવે છે કે, એમણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દરખાસ્ત કરી કે મને કંઈ વસીયત - નસીહત કરો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તકવાની વસીયત કરું છું. એ દરેક કામની ખૂબસૂરતી છે. (કારણ કે અલ્લાહ તઆલાથી ડરનાર માણસ કોઈ ખામી કે મુસીબતમાં સપડાતો નથી). એમણે અરજ કરી કે બીજી કોઈ નસીહત પણ કરો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : કુરઆનની તિલાવત અને અલ્લાહનો ઝિક્ર વધારે કરતા રહો. એનાથી આસમાનો ઉપર તમારું નામ લેવાશે અને ધરતી ઉપર તમારા માટે નૂર રોશનીનો સબબ છે. એમણે હજુ વધારે નસીહતની ઈચ્છા દર્શાવી તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : વધુ પડતા ચુપ રહો. એનાથી શયતાન દૂર રહેશે. (કારણ કે વધુ બોલવાના કારણે શયતાન બરબાદીમાં ફસાવી દે છે.)અને ચુપ રહેવું દીની કામોમાં મદદરૂ૫ થાય છે. (જે માણસને બેકાર બકવાસની આદત હોય છે એ ઘણા બધા દીની કામોથી મહરૂમ રહે છે. એમણે હજુ વધારે નસીહતની દરખાસ્ત કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : વધારે હસવાથી બચો. એનાથી દિલ મરી જાય છે. અને ચહેરાની રોનક ખતમ થઈ જાય છે. એમણે ઓર વધારે નસીહતની ઇચ્છા વ્યકત કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હક વાતો કહો. ચાહે કોઈને કડવી લાગે. એમણે હજુ વધારે નસીહતની માંગણી કરી તો ફરમાવ્યું : અલ્લાહ તઆલા વિશે કોઈની રોક-ટોકની પરવા ન કરો. હઝરત અબૂઝર રદિ.એ ઓર નસીહતની ઇચ્છા દર્શાવી તો ફરમાવ્યું : પોતાના ગુનાહો – ખામીઓ ઉપર નજર રાખો. એનાથી તમે અન્યોની ખામીઓ જોવાથી બચી જશો.

આ છેલ્લી વાત મારે અત્રે બતાવવી છે. આપણે બધો સમય અન્યોની ખામીઓ – ગુનાહોની ચિંતા કરીએ છીએ, પણ જો આપણને આપણી ભૂલો જોવા સુધારવાનો ચસ્કો પડી જાય તો પછી બીજાની ખામીઓ જોવાની ફુરસત વબબ અને એને ફેલાવવાની હિમ્મત નહીં મળે.

શેખ સાદી રહ. ફરમાવે છે :

મને મારા અકલમંદ પીર શેખ શિહાબુદ્દીન રહ.એ પાણી ઉપર બેસીને (દરિયાની સફર વેળા) બે નસીહતો કરી હતી. એક આ કે પોતાની ખૂબીઓ ન જુઓ. અને બીજી નસીહત આ કે અન્યોની બુરાઈઓ ન શોધતા રહો.

મુહર્રમ - આશૂરાની ફઝીલત અને કરવાના કામો

મુહર્રમુલ હરામ, ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ મહીનો છે. નવું ઈસ્લામી વરસ આ મહીનાથી શરૂ થાય છે. દિવસ, રાત અને મહીનાઓ, વરસ.. બધું અલ્લાહ તઆલાએ નક્કી ફરમાવ્યું છે. કુરઆનમાં અલ્લાહ તઆલાએ ફરમાવે છે : જે દિવસે અલ્લાહ તઆલાએ આસમાનો અને જમીન પેદા ફરમાવ્યાં, ત્યારથી જ અલ્લાહ તઆલાએ મહિનાઓની સંખ્યા 'બાર' નક્કી ફરમાવી છે. એમાંથી ચાર મહિનાઓ પવિત્ર છે. (સૂરએ તવબહ : ૩૬) આ ચાર પવિત્ર મહીનાઓ એટલે ઝિલ્કદ, ઝિલ્હજ, મુહર્રમ અને રજબ...

મતલબ એ થયો કે જયારથી અલ્લાહ તઆલાએ દુનિયા બનાવી છે ત્યારથી જ મુહર્રમ મહીનો પવિત્ર ઠેરવવામાં આવ્યો છે. લોકો એમ સમજે છે કે આ મહીનાની પવિત્રતા અને અઝમત એટલા માટે છે કે એમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નવાસા હઝરત હુસૈન રદિ. શહીદ થયા હતા.. પણ હકીકત આવી નથી. એમની શહાદતના કારણે આ મહીનાનું મહત્વ ઓર વધી ગયું એમ કહી શકાય, પણ એમની શહાદત આ મહીનાની અઝમતનો મુખ્ય સબબ છે, એમ સમજવું ખોટું છે. આવી રીતે જોવામાં આવે તો વરસના બારે મહીનાઓમાં કોઈને કોઈ મોટા નબી, સહાબી કે બુઝુર્ગની વફાત અને શહાદતની અથવા કોઈ ખુદાઈ ઈનામ, દુશ્મનો ઉપર ફતેહ, જેવી ઘટના ઘટી હોય છે. પણ આવી ઘટનાઓ કોઈ દિવસ કે મહીનાની અઝમતનો સબબ નથી બની શકતી.

મુર્હરમની ફઝીલતનો એક સબબ આ છે કે આ મહીનાની દસમી તારીખ ઘણી ફઝીલત વાળો દિવસ ગણાય છે. હદીસ શરીફમાં આ દિવસની ફઝીલત વર્ણવતા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : મને ઉમ્મીદ છે કે દસમી મુહર્રમના રોઝાથી પાછલા એક વરસના ગુનાહોનો કફફારા (માફી) થઈ જશે. આ દિવસે મદીનાના યહૂદી લોકો પણ રોઝો રાખતા હતા, અને તે ઝમાનામાં ઈસ્લામની શરૂઆત હતી. એક નવા દીન તરીકે ઈસ્લામના દરેક હુકમ નોખો અને આગવો હોય એની તકેદારી રાખવામાં આવવામાં આવતી હતી, જેથી લોકો બીજા બધા ધર્મોને પણ સમાન સમજીને ઈસ્લામનું મહત્વ ઓછું ન સમજે. આજે પણ ઘણા લોકો સર્વ ધર્મ સમાન કહીને ઘણા ઈસ્લામી આદેશો – આદર્શો છોડીને અન્ય ધર્મના રીત રિવાજો પાળવાની ચેષ્ટા કરે છે. સાચી વાત આ છે કે દરેક ધર્મની પોતાની આગવી રીત અને અલગ હુકમો હોય છે. ખેર.. તે દિવસોમાં પણ આ બાબતની ખાસ જરૂરત હતી, એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આદેશ ફરમાવ્યો કે આપણે દસમી મુહર્રમથી પહેલાં એક દિવસ અથવા પછી એક દિવસ મેળવીને બે દિવસ રોઝો રાખીશું. જેથી યહૂદીઓથી આપણો દીન અલગ રહે. આમ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આદેશ ઉપર અમલ કરવાની નિયતે બે દિવસનો રોઝો રાખવો મુસ્તહબ છે. અલબત્ત ફકત દસમી મુહર્રમનો રોઝો રાખવો પણ દુરુસ્ત છે, એમાં કોઈ વાંધો નથી દસમી મુહર્રમના દિવસે રોઝો રાખવા સિવાય કોઈ બીજા કામ કે નક્કી ઈબાદતની વિશેષ ફઝીલત નથી. અમુક લોકો એમ સમજે છે કે આ દિવસે ખીચડો પકાવવો જરૂરી છે. નહીંતર આ ફઝીલત હાસિલ નહી થાય.જે સદંતર ખોટું છે.

અલબત્ત અમુક રિવાયતોમાં છે કે જે માણસ આ દિવસોમાં પોતાના ઘરના અને તાબા હેઠળના માણસો ઉપર ખાવા - પીવા બાબતે છુટછાટ રાખશે, અલ્લાહ તઆલા એની રોઝીમાં બરકત આપશે. એટલે આ દિવસે કુલ બે કામોની ફઝીલત સાબિત છે એમ કહી શકાય.. રોઝો રાખવો અને ઘરવાળાઓ ઉપર ખાવા પીવામાં છુટછાટ કરવી... એ સિવાય બીજા કામોની કોઈ ફઝીલત સાબિત નથી, જેમ કે આ દિવસે સુરમો લગાવવો કે ખુશી મનાવવી કે માતમ કરવો.. વગેરે...

ફિકહે હનફીની મશ્હૂર કિતાબ 'શામી'માં અલ્લામહ ઈબ્ને અબી લઈઝ રહ.ની વાત લખીને એની સમીક્ષા કરવામાં આવી છે. ઈબ્ને અબી લઇઝ રહ. એમની કિતાબ (التنبیه علی مشکلات الهدایه) માં લખે છે કે આશૂરાના દિવસે રોઝા સિવાય કોઈ બીજો અમલ સાબિત નથી. અને હકીકત આ છે કે આશૂરાના દિવસે હઝરત હુસૈન રદિ.ની શહાદતના કારણે રાફઝી અને શીયા લોકોએ માતમ અને શોક વ્યકત કરવા ખાતર નવી નવી રીતો અને રિવાજો ચાલુ કર્યા તો એમના જવાબમાં અહલે સુન્નતના જાહિલ લોકોએ ખુશીઓ મનાવવા, દાણા ફોડવા, ખાવું પકાવવું અને સુરમો લગાવવા જેવી ખુશીઓ મનાવવાની રીતો ચાલુ કરી દીધી. અને રિવાજોને સાચા ઠેરવવા માટે અમુક લોકોએ સુરમો લગાવવા અને ખાવું પકાવવાની ફઝીલત વાળી મનઘડત હદીસો બનાવટી રીતે વર્ણવવાની શરૂ કરી દીધી.

અલ્લામા શામી રહ. શેખ ઉમર બિન ઇબ્રાહીમ રહ.ની કિતાબ નહરુલ ફાઇકનો જવાબ નકલ કર્યા પછી લખે છે કે આશૂરાના દિવસની ફઝીલત વિશે સુરમો લગાવવાની રિવાયત તો ખોટી અને મનઘડત છે, એ સાચું.. પણ ઘરવાળાઓ માટે ખાવા પીવામાં છૂટછાટની રિવાયતો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાબિત છે, એટલે એને મનઘડત કહેવી અને આ કામને પણ ગલત કહેવું ખોટું છે.

ખુલાસો આ છે કે મુહર્રમનો મહીનો સ્વયં એક ફઝીલત વાળો મહીનો છે અને એની ફઝીલત દુનિયા બનાવવામાં આવી ત્યારથી જ સાબિત છે. અને આ મહીનાના એક ખાસ દિવસે એટલે કે દસમી મુહર્રમે રોઝો રાખવાની પણ ફઝીલત હદીસ શરીફમાં સ્પષ્ટ રૂપે વર્ણવવામાં આવી છે. અને આ દિવસે ઘરવાળાઓ માટે ખાવા - પીવામાં છૂટછાટ રાખવાની ફઝીલત પણ અમુક હદીસોમાં આવી છે. એટલે માણસે આખો મહીનો વિવિધ ઇબાદતો કરીને આ મહીનાની ફઝીલત હાસિલ કરવી જોઈએ અને આશૂરાના દિવસે રોઝો રાખવાનો પણ એહતેમામ કરવો જોઈએ. પરંતુ શરીઅતથી આગળ વધીને આ દિવસે અન્ય રીત રિવાજો પાળવાથી બચવું જોઈએ. એનાથી સવાબ તો મળશે નહીં, ઉલટાનો ગુનો માણસના માથે લાગુ પડે છે.