અલ-બલાગ : જુલાઈ-2025

તંત્રી સ્થાનેથી

ભારતીય મુસ્લિમોનું સન્માનપૂર્ણ જીવન ઈસ્લામી આદર્શોના પ્રકાશમાં

ભારતીય મુસ્લિમો ભારતના વૈવિધ્યસભર સમાજનો અભિન્ન ભાગ છે. ઈસ્લામના આદર્શોને અનુસરવા સાથે તેઓ પોતાની મુસ્લિમ ઓળખ જાળવી રાખી શકે છે અને ભારતમાં પણ સન્માનપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવી શકે છે. કુરાન અને હદીસની શીખ આપણને આ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. અત્રે આપણે અમુક એવા મુદ્દાઓની ચર્ચા કરીશું જે આપણ વર્તમાન પરિપેક્ષ્યમાં ઈસ્લામ અને ભારતીયતાના સમન્વયને દર્શાવે છે, અને એ મુદ્દાઓના આધારે ભારતમાં ઈસ્લામ અનુરસણ સાથે રહેવું વધારે સરળ બની શકે છે.

ઈસ્લામી શિક્ષણ અને નૈતિકતા : ઈસ્લામ શાંતિ, ન્યાય અને સદાચારનું શિક્ષણ આપે છે. કુરાનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : અને હે મુહમ્મદ ! અમે તમને આખા જગત માટે રહેમ (કૃપા) તરીકે જ મોકલ્યા છે. (સૂરહ અલ–અંબિયા). આ આયત દર્શાવે છે કે મુસ્લિમોએ દયા અને ન્યાયનું જીવન જીવવું જોઈએ, આ જ મુસલમાનોની ઓળખ હોવી જોઈએ. આ ઓળખ મુસલમાનોને મજબૂત કરશે અને સમાજમાં એમનો આદર વધારશે.

શિક્ષણ અને આર્થિક સ્વાવલંબન : ઈસ્લામ શિક્ષણને પ્રોત્સાહન આપે છે. એક હદીસમાં પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : જ્ઞાન પ્રાપ્ત કરવું દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રી પર ફરજ છે. (ઈબ્ને માજા). ભારતીય મુસ્લિમોએ આધુનિક અને ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બનવું જોઈએ, જેથી તેઓ સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે. અને સમાજ અને દેશ પણ એમનો આભારી રહીને એમના વજૂદને પોતાના માટે ઉપયોગી સમજે.

સમાજસેવા અને સહઅસ્તિત્વ : ઈસ્લામમાં સમાજસેવા અને સહઅસ્તિત્વનું ઘણું મહત્વ છે. એક હદીસમાં પયગંબર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : તમારામાંથી શ્રેષ્ઠ લોકો તે છે જે લોકો માટે વધુ ફાયદાકારક હોય. (બુખારી શરીફ). મુસ્લિમોએ અન્ય ધર્મના લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનાવવા અને સમાજસેવાની પ્રવૃતિઓમાં વધારે ભાગ લેવો જોઈએ, આ વિષયે મુસલમાનો વધારે અળગા રહે છે. આવી પ્રવૃતિઓમાં ભાગ લેતા થશે તો ભારતીય સમાજમાં એમને સન્માનજનક ઓળખ મળશે.

કાયદાનું પાલન : ઈસ્લામ એના અનુયાયીઓને દેશના કાયદાનું પાલન કરવાનું શીખવે છે, જ્યાં સુધી તે ધર્મના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય. ભારતના નાગરિક તરીકે, મુસ્લિમોએ કાયદાનું પાલન કરવું જરૂરી છે. મુસલમાનોની ઓળખ કાયદો તોડનાર તરીકેની ન હોવી જોઈએ.

ભારત જેવા દેશ અને સમાજમાં મુસ્લિમ ઓળખ જાળવવા માટે ધાર્મિક મૂલ્યોનું પાલન ઘણું જરૂરી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિના સકારાત્મક પાસાઓને અપનાવવાથી સમાજમાં સમન્વય વધી શકે છે, ઉદાહરણ તરીકે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવો, વ્યકિતગત સંબંધો કેળવવા અને પોતાની સારી ઓળખ રજૂ કરવી. દેશ સેવા અને સમાજ સેવાના સામુહિક કામોમાં પોતાનું યોગદાન આપવું, વગેરે ઈસ્લામના શાંતિના સંદેશને આગળ વધારે છે અને મુસલમાનોની ધાર્મિક ઓળખ પણ મજબૂત કરે છે.

સકારાત્મક દૃષ્ટિકોણ અને ધૈર્ય : આજના સમયમાં ગેરસમજો વધારે ફેલાય છે, અને તે પણ ઘણી વહેલી. સત્ય બહાર નીકળીને જૂઠને પડકારે ત્યાર પહેલાં તો જૂઠ - નફરત એક દુનિયામાં પોતાની બદબૂ ફેલાવી ચુકયું હોય છે. આવા સંજોગોમાં ધૈર્ય અને સકારાત્મક વલણ જરૂરી છે.

મુસ્લિમોએ એમની સામે આવતા પડકારોનો સામનો ધૈર્ય અને હકારાત્મકતાથી કરવો જોઈએ. આ બધું કરતી વખતે ભારતીય મુસ્લિમોએ ઈસ્લામના સર્વગ્રાહી સંદેશ, શાંતિ, ન્યાય, દયા અને માનવતાને પોતાના જીવનનો આધાર બનાવવો જોઈએ. એનાથી તેઓ પોતાની મુસ્લિમ ઓળખને મજબૂત રાખીને ભારતમાં સન્માનપૂર્ણ, સમૃદ્ધ અને સુમેળભર્યું જીવન જીવી શકશે.:

હલાલ- હરામ વસ્તુઓ, શિકાર અને અહલે કિતાબ સ્ત્રીઓથી શાદીનો હુકમ

– મુફતી ફરીદ અહમદ કાવી.

حُرِّمَتْ عَلَیْكُمُ الْمَیْتَةُ وَ الدَّمُ وَ لَحْمُ الْخِنْزِیْرِ وَ مَاۤ اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ وَ الْمُنْخَنِقَةُ وَ الْمَوْقُوْذَةُ وَ الْمُتَرَدِّیَةُ وَ النَّطِیْحَةُ وَ مَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّیْتُمْ- وَ مَا ذُبِحَ عَلَى النُّصُبِ وَ اَنْ تَسْتَقْسِمُوْا بِالْاَزْلَامِؕ-ذٰلِكُمْ فِسْقٌؕ-اَلْیَوْمَ یَىٕسَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ دِیْنِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَ اخْشَوْنِؕ-اَلْیَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِیْنَكُمْ وَ اَتْمَمْتُ عَلَیْكُمْ نِعْمَتِیْ وَ رَضِیْتُ لَكُمُ الْاِسْلَامَ دِیْنًاؕ-فَمَنِ اضْطُرَّ فِیْ مَخْمَصَةٍ غَیْرَ مُتَجَانِفٍ لِّاِثْمٍۙ-فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ(3) یَسْــٴَـلُوْنَكَ مَا ذَاۤ اُحِلَّ لَهُمْؕ-قُلْ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُۙ-وَ مَا عَلَّمْتُمْ مِّنَ الْجَوَارِ حِ مُكَلِّبِیْنَ تُعَلِّمُوْنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ٘-فَكُلُوْا مِمَّاۤ اَمْسَكْنَ عَلَیْكُمْ وَ اذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَیْهِ۪-وَ اتَّقُوا اللّٰهَؕ-اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ(4) اَلْیَوْمَ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُؕ-وَ طَعَامُ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ حِلٌّ لَّكُمْ۪-وَ طَعَامُكُمْ حِلٌّ لَّهُمْ-وَ الْمُحْصَنٰتُ مِنَ الْمُؤْمِنٰتِ وَ الْمُحْصَنٰتُ مِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ اِذَاۤ اٰتَیْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ مُحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَ وَ لَا مُتَّخِذِیْۤ اَخْدَانٍؕ-وَ مَنْ یَّكْفُرْ بِالْاِیْمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهٗ-وَ هُوَ فِی الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِیْنَ(5)

તરજમહ : તમારા ઉપર હરામ કરવામાં આવ્યું મડદું, અને લોહી અને ડુક્કરનું માંસ અને જે જાનવરને અલ્લાહના સિવાય બીજાના નામે પુકારવામાં (ઝબહ કરવામાં) આવ્યું હોય, અને જે જાનવર શ્વાસ રૂંધાય જવાથી કે મૂઢમારના કારણે અથવા ઊંચેથી પડવાના કારણે કે શીંગડું વાગવાના કારણે મરણ પામે અને તે જાનવર જેને હિંસક પ્રાણી ફાડી ખાય, એને તમે (પ્રાણ નીકળવા પહેલાં) ઝબહ કરી લો તો અપવાદ (હલાલ) છે. અને જે જાનવરને કોઈ થાનક પર વધ કરવામાં આવ્યું હોય, અને પાસાના તીરોથી (ગોશ્તની) વહેંચણી કરવી (પણ હરામ કરવામાં આવ્યું.) આ બધું ગુનાહના કામો છે. હવે કાફિરો તમારા દીન બાબતે નિરાશ થઈ ગયા, માટે તેનાથી ડરો નહિ, પણ મારાથી ડરો. આજે મેં તમારા માટે તમારા ધર્મને પૂર્ણ કરી દીધો છે અને આમ તમારા ઉપર મારું ઈનામ પૂર્ણ કર્યું છે અને મેં તમારા માટે ઈસ્લામ ધર્મને પસંદ કર્યો છે. માટે જે કોઈ ભૂખનો માર્યો લાચાર થઈને (અને) ગુનાહનો ઈરાદો ન હોય (એવી સ્થિતિમાં ઉપરોકત હરામ વસ્તુઓ ખાય લે) તો બેશક અલ્લાહ તઆલા ઘણો બખ્શનાર ઘણો રહમ કરનાર છે. (૩) હે નબી (સલ.) ! લોકો તમને પૂછે છે કે કઈ વસ્તુઓ એમના માટે હલાલ કરવામાં આવી છે ? તમે બતાવી દયો તમારા માટે બધી સારી વસ્તુઓ હલાલ ઠેરવવામાં આવી છે. અને તમારા કેળવેલ શિકારી જાનવરનો શિકાર હલાલ છે, જેને તમે શિકાર ઉપર દોડાવ્યું હોય, તમે એમને જે શિખવાડો છો, એ અલ્લાહ તઆલાએ તમને આપેલ કેળવણીનો જ એક ભાગ છે. તો આ શિકારી જાનવર જે શિકાર તમારા માટે પકડી રાખે એમાંથી ખાઓ અને તેના ઉપર (શિકાર માટે છોડતી વેળા) અલ્લાહનું નામ લો. અને અલ્લાહ તઆલાથી ડરો. બેશક, અલ્લાહ ઘણો જલદી હિસાબ લેનાર છે. (૪) હવે તમારા માટે બધી સારી વસ્તુઓ હલાલ કરી દેવામાં આવી છે અને અહલે કિતાબનું (ઝબહ કરેલું) ખાણું તમારા માટે હલાલ છે અને તમારું (ઝબહ કરેલું) ખાણું તેમના માટે હલાલ છે. અને મુસલમાન પાકદામન સ્ત્રીઓ તેમજ તમારા પહેલાં જેમને કિતાબ આપવામાં આવી હતી, તેઓ માંહેની પાકદામન સ્ત્રીઓ પણ જો તમે એમને એમની મહેર આપી દયો તો હલાલ છે. એટલા માટે કે તમે પાકદામન રહો, ફકત વાસના પૂરી કરવાનો કે છૂપી દોસ્તી રાખવાનો ઈરાદો ન હોય. અને જે કોઈ (આ બધા હુકમો ઉપર) ઈમાન લાવવાનો ઈનકાર કરશે તો તેના બધા અમલો બેકાર ગઈ જશે અને તે આખિરતમાં નુકસાન ભોગવનારાઓ માંહે હશે. (૫)

તફસીર : આ સૂરતની પહેલી આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હતું કે બધા જાનવરો હલાલ છે, સિવાય તે જાનવરો જેનું વર્ણન આગળ આવશે. આ આયતમાં એનું જ વગેરેનું વર્ણન છે. આમ આ આયત ઉપરની આયતની પૂરક છે.

આ આયતમાં અલ્લાહ તરફથી હરામ કરવામાં આવેલ વસ્તુઓ નીચે મુજબ છે :

૧. મૃત જાનવર. એટલે કે જે જાનવર માણસના ઝબહ કર્યા વગર પોતાની મોતે મર્યું હોય એ હરામ છે.

૨. લોહી. જાનવરની રગોમાં વહેતું લોહી જે ઝબહ કરતી વેળા નીકળે છે એને ખાવું પીવું હરામ છે. અરબ લોકો એને ખાતા— પીતા હતા એટલે મનાઈ કરવામાં આવી. જે લોહી ગોશ્ત ઉપર હોય છે એ જાનવરને ઝબહ કર્યા પછી હરામ કે નાપાક નથી ગણાતું. એનાથી કપડાં પણ નાપાક નથી થતાં અને ગોશ્ત ધોયા વગર એમ જ પકાવી લેવામાં આવે તો દુરુસ્ત ગણાશે. અલબત્ત આમ કરવું સફાઈ સ્વચ્છતા વિરુદ્ધ છે.

૩. ડુક્કરનો ગોશ્ત. ડુક્કરની દરેક વસ્તુ હરામ છે. ગોશ્ત, ચામડું, વાળ, ચરબી, નખ વગેરે બધું જ. અલબત્ત મુખ્ય ઉપયોગ ગોશ્ત માટે થતો હતો એટલે ગોશ્ત હરામ હોવાનો હુકમ કરવામાં આવ્યો.

૪. અલ્લાહ તઆલા સિવાય કોઈ અન્યના નામે ઝબહ કરવામાં આવેલું જાનવર. એટલે જાનવર ઝબહ કરતી વેળા અલ્લાહ તઆલા સિવાય કોઈ બીજી શકિત – વ્યકિતનું નામ લેવામાં આવે. તફસીરકારોએ અત્રે લખ્યું છે કે કોઈ જાનવર અલ્લાહ તઆલા સિવાય કોઈ અન્ય હસ્તીને ખુશ કરવા કે એની નિકટતા મેળવવાના ઈરાદે ઝબહ કરવામાં આવે, જેમ કે કોઈ મરહૂમ બુઝુર્ગની દરગાહે એ બુઝુર્ગને ખુશ કરવા કે એમની નિકટતા મેળવવાના ઈરાદે આજકાલ લોકો કરે છે, એવું જાનવર અલ્લાહ તઆલાનું નામ લઈને બિસ્મિલ્લાહ - અલ્લાહુ અકબર બોલીને ઝબહ કરવામાં આવ્યું હોય તો પણ હરામ છે. કારણ કે આ જાનવર અલ્લાહ તઆલા સિવાય કોઈ અન્યની રઝામંદી માટે ઝબહ કરવામાં આવ્યું છે.

૫. શ્વાસ રૂંધાય જવાથી મરનાર જાનવર, જેમ કે કદી ધુમાડાના કારણે કે ખાતી વેળા ગળે ડુચો વાગી જવાથી કોઈ જાનવર મરી જાય છે.

૬. જે જાનવરને ચાકુ – છુરીથી ગરદનની નસો કાપવાના બદલે લાકડી પથ્થરોનો મુઢમાર મારીને મારી નાખવામાં આવ્યું હોય એ પણ હરામ છે. 

૭. ઊંચી જગ્યા જેમ કે પહાડથી ગબડી પડવાને કારણે કે કુવામાં પડી જવાને કારણે મરેલ જાનવર.

૮. શિંગડાથી મરેલું જાનવર. જાનવરોની પરસ્પર લડાઈમાં આવું થાય છે

૯. જે જાનવરને કોઈ દરિંદુ- હિંસક જાનવરે ફાડી ખાધું હોય એ હરામ છે. જેમ બિલાડી મરઘીને ફાડી ખાય છે. અલબત્ત શિકાર થયેલ જાનવર જીવતું હોય અને શરીઅત મુજબ ઝબહ કરવામાં આવે તો પછી એ જાનવર હલાલ ગણાશે.

૧૦. કોઈ થાન કે થાનક ઉપર વધેરવામાં આવેલ જાનવર પણ હરામ છે. થાનક મંદિર - દેવળને પણ કહે છે અને જાનવરનો વધ કરવામાં માટેના નક્કી સ્થાનને પણ કહે છે. ઘણા લોકો મુર્તિ કે અલ્લાહ સિવાય એમણે માનેલા ખુદાના નામે ઝબહ કરે છે તો ઘણા લોકો જિન્નાત કે ભૂત કે શયતાની શકિતઓને રાજી કરવા ચોક્કસ સ્થાને જાનવરનો વધ કે બલી આપે છે. આવું જાનવર ભલેને અલ્લાહ તઆલાનું નામ લઈને ઝબહ કરવામાં આવ્યું હોય, હલાલ નથી.

૧૧. સહિયારુ જાનવર ઝબહ કરીને પછી પાસુ ફેકીને એની વહેંચણી કરવી પણ હરામ છે.

જહાલતકાળમાં અની રીત આ હતી કે સમાન રકમ ભેગી કરીને અમુક લોકો કોઈ જાનવર ખરીદ કરીને ઝબહ કરતા હતા, પછી ભાગીદારોની સંખ્યા મુજબ હિસ્સા પાડતા, પણ ગોશ્તને સમાન વહેંચણી કરવાને બદલે પાસા ફેંકતા હતા, એ ઝમાનામાં એક ડબ્બામાં અમુક તીરો ઉપર લખીને ડબ્બામાં ભરી દેતા હતા. પછી એક એક તીર કાઢવામાં આવતું, તીર ઉપર બે ભાગ લખ્યા હોય એ બે ભાગ લઈ જતો, કોઈ તીર પર ત્રણ લખ્યા હોય તો ત્રણ ભાગ લઈ જતો, અને જે કોઈના નંબરે એવી તીર નીકળતું જેના ઉપર કંઈ લખ્યું ન હોય તો એને કંઈ પણ મળતું નહીં, બલકે એક વધારાનું જાનવર પણ એના માથે નાંખી દેવામાં આવતું. આ એક પ્રકારનો સટ્ટો છે એટલે આ રીત હરામ ઠેરવવામાં આવી.

આ આયતનો એક મતલબ આ પણ તફીસીર કર્તાઓએ લખ્યો છે કે તીરો વડે કિસ્મત જાણવી મના છે. જહાલત કાળમાં અરબો જયારે કોઈ મહત્વનું કામ કરવું હોય, મોટી સફરે નીકળવું હોય વગેરે તો એમના ધર્મ સ્થાનોના જે કોઈ વડા કે પૂજારી હોતા એની પાસે શુભ – અશુભ જાણવા માટે જતા. એ પૂજારી પાસે તીરોનો એક ડબ્બો હોતો, જેમાં અમુક ઉપર હા અને અમુક ઉપર ના લખેલું હોતું. એ કંઈ પઢીને ફુંક મારીને તીર કાઢતો, હા નીકળે તો એ કામ સફળ થશે અને ના નીકળે તો સફળતા નહીં મળે, આમ તીરોથી કિસ્મત જાણવાનો પ્રયત્ન કરતા હતા.

આ બધા ગુનાના કામો ગણાવીને છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે : આ બધા ગુનાના - ફિસ્કના કામો છે. ફિસ્ક અરબી મુજબ અલ્લાહ તઆલાની ફરમાબરદારી બહારના કામો કરવાને કહે છે.

આ એક લાંબી આયત છે, અને અલ્લાહ તઆલાએ એમાં ઘણી બધી વાતોનું વર્ણન ફરમાવ્યું છે. આ આયત અલ્લાહ તઆલાએ હજ્જતુલ વદાઅના મોકા ઉપર હિજરી સન દસમાં અરફાના દિવસે ઉતારી હતી. અને હિજરી સન ૧૦ આવતાં સુધીમાં તો લગભગ આખું અરબસ્તાન અને અરબસ્તાનથી બહાર પણ ઈસ્લામ ફેલાય ચુકયો હતો. ફત્હે મક્કા હિજરી સન ૮માં થઈ હતી. ત્યાર પછી હઝરત એક હજ ઈસ્લામી રીતે થઈ ચુકી હતી. અને હિજરી સન ૧૦ માં આયત ઉતરી એના થોડાક મહીનાઓ પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈન્તેકાલ થઈ ગયો. એમ કહી શકાય આ આયત ઘણી છેલ્લી ઉતરી છે અને ઉતરી ત્યારે અલ્લાહ તઆલા તરફથી ઉતારવામાં આવતા ઈસ્લામી આદેશો અને આદર્શો લગભગ પૂરા થવાની નજીક હતા. હદીસ શરીફમાં આવે છે કે અરફાના દિવસે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મેદાને અરફાતમાં હાજર સમુહ ઉપર નજર કરી તો આટલો મોટી સંખ્યામાં કોઈ બિનમુસ્લિમ ન હોતો. જેઅરબસ્તાનમાં મુસલમાનોના વર્ચસ્વની ખુલ્લી નિશાની હતી. અને આ વેળાએ જ અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી હતી, જેમાં શરૂમાં હરામ વસ્તુઓ વર્ણન પછી અલ્લાહ તઆલાએ મુસલમાનોને બતાવ્યું કે હવે તમારી સંખ્યા ઘણી વધી ગઈ. દીને ઈસ્લામ ઉપર તમારા અમલ કરવાનો જઝબો અને સમપર્ણ બરકરાર છે. સામે વિરોધીઓ લગભગ ખતમ થઈ ગયા છે. એટલે મક્કા અને અરબસ્તાનના શત્રુ કાફિરો હવે તમારા દીની બાબતે કંઈ કરીને એને ખતમ કરવાના મનસુબાથી માયુસ થઈ ગયા છે. માટે હવે એવા લોકોથી તમારે ડરવાની જરૂરત નથી. ફક્ત મારાથી જ ડરો.

અને એમનાથી ન ડરવા અને એમના તરફ ધ્યાન નહિં આપવાનું એમ મુખ્ય કારણ આ છે કે હવે મેં (અલ્લાહ તઆલાએ) તમારા દીનને પરિપૂર્ણ કરી દીધો છે. જે જરૂરી વાતો હતી એ બધી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મારફત લોકોને પહોંચાડી દેવામાં આવી છે. અને અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ દીન – ઈસ્લામ અને એના આદેશો, માર્ગદર્શનો અને હુકમો મારી એક નેઅમત છે, જેના માટે મેં મુસલમાનોને પસંદ કર્યા હતા, એમને જ આપવાનું નક્કી કર્યું અને ધીરે ધીરે આ નેઅમત પૂરી થઈ ગઈ, એટલે કે સંપૂર્ણ રૂપમાં મુસલમાનોના હાથમાં પહોંચાડી દેવામાં આવી. અને મેં તમારા માટે દીન તરીકે ઈસ્લામ પસંદ કર્યો છે, હું એમાં જ રાજી છું કે તમે ઈસ્લામને જ અપનાવી રાખો.

આયતના છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે ઉપર જે હરામ વસ્તુઓનું વર્ણન છે, એ બીજા બધા હુકમો પણ માનવીના સામાન્ય સંજોગોને સામે રાખીને આપવામાં આવ્યા છે. એટલે કે મજબૂરી અને લાચારીના સમયે જો કોઈ હુકમ ઉપર અમલ શકય ન હોય તો બીજી રીત અપનાવી શકાય છે. જેમ કે વુઝૂ માટે પાણી ન હોય તો તયમ્મુમ કરી શકાય છે. ઉભા રહીને નમાઝ ન પઢી શકાય તો બેસીને પઢી શકાય છે. સફર કે બીમારીના કારણે રોઝા રાખવા મુશ્કેલ હોય તો હાલ પૂરતા એને ટાળીને પાછળથી રાખી શકાય છે. વગેરે. આવો જ એક હુકમ આ છે કે ઉપરોકત વસ્તુઓનું હરામ હોવું પણ સામાન્ય સ્થિતિ મુજબ છે. જો કોઈ માણસ કેટલાય દિવસનો ભુખ્યો હોય અને હવે ખાણું નહીં ખાય તો મરી જશે એમ હોય, અને પાસે કોઈ હલાલ વસ્તુ ખાવાની નથી અને મેળવી શકવાના કોઈ સંજોગો નથી તો કોઈ હરામ વસ્તુ ખાયને પોતાનો જીવ બચાવી શકે છે. અલબત્ત જરૂરી છે કે દિલમાં હરામ વસ્તુ ખાવાનો શોખ ન હોય, બલકે ફક્ત જીવ બચાવવા પુરતું ખાવાનો ઈરાદો હોય અને જેટલું ખાવાથી જીવ બચી શકતો હોય એટલું જ ખાય. વધારે નહી. આમ આવા સંજોગોમાં હરામ ખાવાનો કોઈ ગુનો નથી. અલ્લાહ તઆલાએ આવા સંજોગોમાં થતા ગુનાને પહેલેથી જ માફ કરી દીધો છે.

ઉપરની આયતના છેલ્લે મજબુરીનો હુકમ હતો એટલે એના અનુંસધાને હવે પછી અનેક આયતોમાં એવા હુકમો છે જે મજબૂરીને લગતા છે, એટલે મજબૂરી, લાચારી કે બીમારીને લગતા છે. જેમ કે શિકારી જાનવર દ્વારા કરવામાં આવેલ શિકાર, અહલે કિતાબ (યહૂદી – ઈસાઈ) સ્ત્રીઓ સાથે નિકાહની ઈજાઝત. વુઝૂ-ગુસલમાં પાણી ન મળે તો તયમ્મુની ઈજાઝત વગેરે.

આયત નં ૪ માં શિકારી જાનવરો દ્વારા શિકાર કરવા અને શિકાર કરવામાં આવેલ જાનવર હલાલ હોવાનું વર્ણન છે. એની અમુક શરતો પણ આયતમાં વર્ણવવામાં આવી છે. શિકાર કરવામાં આવેલ જાનવરના હલાલ હોવા માટે સાત શરતો જરૂરી છે.

(૧) શિકારી જાનવરને શિકાર માટે કેળવવામાં આવ્યું હોય. અલ્લાહ તઆલા ફરમાવે છે તમે કુતરા વગેરે અમુક જાનવરોને જે કેળવો છો અને શિકાર કરવાનું શીખવાડો છો એ અલ્લાહ તઆલાએ તમને આપેલ ઈલ્મનો જ એક ભાગ છે.

(૨) શિકારી જાનવરને શિકાર ઉપર છોડવા - દોડાવવામાં આવે. શિકાર જોઈને તે પોતે દોડી જાય અને શિકાર કરી લાવે તે હલાલ નથી.

(૩) શિકારી જાનવરને શિકાર ઉપર છોડે ત્યારે બિસ્મિલ્લાહ પઢે.

(૪) શિકારી જાનવર શિકારને ઝખ્મી કરે. ફકત ગળું દબાવીને મારી નાખે તો શિકાર હલાલ નહીં થાય.

(૫) શિકારી જાનવર શિકારમાંથી કંઈ ખાય નહીં. ફકત પકડીને લઈ આવે. જો એમાંથી કંઈ ખાય લે તો પછી હલાલ નહીં ગણાય.

(૬) જે જાનવરને શિકાર કરવામાં આવે તે હલાલ હોય અને પાલતું જાનવર ન હોય. કારણ કે પાલતું જાનવરને પકડીને શરીઅતના નિયમ મુજબ ઝબહ કરવું જરૂરી છે.

(૭) શિકાર કરવામાં આવેલ જાનવર માણસના હાથમાં આવે ત્યારે જીવતું હોય તો ઝબહ કરવું જરૂરી છે. મરી ગયું હોય અને ઝખ્મી હોય તો હલાલ છે.

આયત નં ૫ માં અન્ય વસ્તુઓ બે હલાલ હોવાનું વર્ણન છે.

એક : અહલે કિતાબ એટલે કે યહૂદી - ઈસાઈ લોકોનું શિકાર કરેલ જાનવર કે નિયમ મુજબ ઝબહ કરેલ જાનવર મુસલમાનો માટે હલાલ છે અને મસલમાનોનું શિકાર કે ઝબહ કરેલ જાનવર એમના માટે હલાલ છે. યહૂદી – ઈસાઈ લોકો એક અલ્લાહને માને છે. ભલે એમના માંહે ઘણી ખરાબીઓ છે. અને ઝબહ કરતી વેળા કે શિકાર છોડતી વેળા અલ્લાહ તઆલાનું નામ લે છે. એટલે એમનું ઝબહ કે શિકાર કરેલ જાનવર હલાલ કહેવાશે.

અહિંયા અલ્લાહ તઆલાએ મુસલમાનનું જાનવર અહલે કિતાબ માટે અને એમને જાનવર મુસલમાન માટે હલાલ હોવાનો હુકમ બતાવ્યો છે. જયારે આગળ આવતી આયતમાં અહલે કિતાબ ઓરતો મુસલમાન પુરુષો માટે હલાલ હોવાનો હુકમ છે, પણ મુસલમાન ઓરતો અહલે કિતાબ લોકો માટે હલાલ હોવાનો ઉલ્લેખ નથી, એટલે બંન હુકમોમાં તફાવત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અને ઝબહ કે શિકાર હલાલ હોવાનો ફાયદો આ પણ છે કે ઘરમાં અહલે કિતાબ સ્ત્રી હોય તો ખાવા પીવામાં બંનને કોઈ વાંધો ન હોય. 

બીજો હુકમ આ છે માણસ જેમ મુસલમાન પાકદામન ઓરતથી નિકાહ હલાલ છે એમ અહલે કિતાબ માંહેથી પાકદામન સ્ત્રીથી કોઈ મુસલમાન શાદી કરવા ઈચ્છે તો કરી શકે છે. એ માટે એક શરત કે મહેર આપીને શાદી કરવામાં આવે. બીજી શરત આ છે કે શાદીનો મકસદ બંનેવના મતે પાકદામન રહેવાનો હોય, એટલે જાહેર રીતે શાદીની રીત મુજબ શાદી કરવામાં આવે. એક બે વાર મજા માણીને અલગ થવાનો આશય ન હોય, અને ફકત મોજ શોખ અને શહવતની મજા માણવા માટે છુપી રીતે નિકાહ ન કરવામાં આવે. જેમ કે આજકાલ વિદેશમાં પઢનાર યુવકો - યુવતીઓ માં – બાપની જાણ બહાર ત્યાં રહે એટલી મુદ્દ મોજશોખ ખાતર નિકાહ કરી લે છે, પછી જયારે તાલીમ પૂરી કરીને ઘરે આવવાનું થાય ત્યારે નિકાહ ખતમ કરી નાખે છે. અને ઘરવાળા એમ સમજે છે કે અમારા દીકરા-દીકરી પહેલાં જેવા કુંવારા જ છે.

આમ છુપી રીતે અહલે કિતાબ ઓરતથી ફકત મોજ ખાતર શાદી કરવાના ઘણા નુકસાનો છે, મુસલમાન યુવાન ઘણી વાર કુફ્રમાં સપડાય જાય છે. કારણ કે તે સમાજમાં નથી હોતો, એનો સંબંધ પણ સમાજની જાણ બહાર છે. આવી સ્થિતિ માણસને ગુમરાહ કરી દે છે એટલે છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે જે કોઈ ઈસ્લામ પછી કુફ્ર કરશે તો એના પાછલા બધા અમલ બેકાર થઈ જશે, તોબા કરી ફરી મુસલમાન બનશે તો પણ પાછલી નેકીઓ ફરી મળશે નહીં અને જો કુફ્રની હાલતમાં જ મોત આવી તો જહન્નમ નક્કી છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબરઃ ૧૯૪

દુઆ કબૂલ થવાના ખાસ સમય અને હાલતો

દુઆ કબૂલ થવામાં પાયારૂપે તો અલ્લાહ તઆલા સાથે દુઆ કરનારનો સંબંધ અને તેના અંદરની કેફિયત હોય છે. જેને કુર્આન પાકમાં "ઈઝતિરાર" અને "ઈબ્તિહાલ'થી યાદ કરવામાં આવે છે. તે સિવાય અમુક ખાસ હાલતો અને સમય પણ એવા છે. જેમાં અલ્લાહ તઆલાની રહમત અને મહેરબાનીઓની ખાસ આશા રાખી શકાય છે નીચેની હદીસોમાં રસૂલુલ્લાહ સલેએ તે હાલતો અને સમયની ખાસ નિશાનીઓ આપી છે.

(۹۷) عَنِ الْعِرْبَاضِ بْنِ سَارِيَةٌ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَنْ صَلّٰی فَرِيضَةً فَلَهُ دَعْوَةٌ مُسْتَجَابَةٌ وَمَنْ خَتَمَ الْقُرْآنَ فَلَهُ دَعْوَةٌ مُسْتَجَابَةٌ . (رواه الطبراني في الكبير)

હઝરત ઈરબાઝ બિન સારિયા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે બંદો ફર્ઝ નમાઝ પઢે (અને તે પછી દિલથી દુઆ કરે) તો તેની દુઆ કબૂલ થશે. એવી રીતે જે માણસ કુર્આન પાક ખતમ કરે (અને દુઆ કરે) તો તેની પણ દુઆ કબૂલ થશે. (તબરાની)

ખુલાસો :- નમાઝ અને ખાસ કરી ફર્ઝ નમાઝમાં તેમ કુર્આન પાકની તિલાવત સમયે બંદો અલ્લાહ તઆલાથી વધુ નજીક અને તેની સાથે વાત ચીતમાં લાગેલો હોય છે. પરંતુ શર્ત એ છે કે નમાઝ અને તિલાવતનો ફકત દેખાવ ન હોય, પણ હકીકત હોય, મતલબ કે આ બન્નેવ કામો મો'મિનની મેઅરાજ છે. એ બન્નેવના અંત પર બંદો અલ્લાહ તઆલાથી જે દુઆ કરશે, તે એની હકદાર છે કે રહમતે ઈલાહી આગળ વધી તેનું સ્વાગત કરે.

(۹۸) عَنْ أَنَسٍ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺلَهُ الدُّعَاءُ لَا يُرَدُّ بَيْنَ الْآذَانِ وَالْإِقَامَةِ (رواه الترمذي وأبو داود)

હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે અઝાન અને ઈકામત (તકબીર) વચ્ચે દુઆ રદ થતી નથી. કબૂલ જ થાય છે.

(۹۹) عَنْ أَبِى أُمَامَةٌ قَالَ قَالَ رَسُولُ اللهِﷺ تُفْتَحُ أَبْوَابُ السَّمَاءِ وَيُسْتَجَابُ الدُّعَاءُ فِي أَرْبَعَةِ مَوَاطِنَ عِنْدَ اِلْتِقَاءِ الصُّفُوْفِ فِيْ سَبِيْلِ اللهِ وَعِنْدَ نُزُوْلِ الْغَيْثِ وَعِنْدَ إِقَامَةِ الصَّلٰوةِ وَعِنْدَ رُؤيَةِ الْكَعْبَةِ - (رواه الطبراني في الكبير)

હઝરત અબૂ ઉમામહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું ચાર મોકા એવા છે જેમાં દુઆ ખાસ કરી કબૂલ થઈ જાય છે. ૧. અલ્લાહ તઆલાના રસ્તામાં લડાઈ વખતે, ર. જે સમયે આસમાનથી વરસાદ વરસી રહ્યો હોય, (અને રહમતનો દેખાવ હોય) ૩.નમાઝના સમયે, ૪. જયારે કા'બા નજર સામે હોય.

(١٠٠) عَنْ رَبِيْعَةَ بْنِ وَقَّاصِِ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ ثَلَاثَةُ مَوَاطِنَ لَا تُرَدُّ فِيْهَا دَعْوَةٌ رَجُلٌ يَكُوْنَ فِيْ بَرِيَّةٍ حَيْثُ لَا يَرَاهُ أَحَدٌ إِلَّا اللّهُ فَيَقُوْمُ وَيُصَلِّىْ وَرَجُلٌ يَكُوْنُ مَعَهُ فِئَةٌ فَيَفِّرُ عَنْهُ أَصْحَابُهُ فَيَثْبُتُ وَرَجُلٌ يَقُوْمُ مِنْ آخِرِ اللَّيْلِ - (رواه ابن مندة في مسنده)

હઝરત રબિઅહ બિન વક્કાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું ત્રણ મોકા એવા છે કે તેમાં દુઆ કરવામાં આવે તો રદ નથી થતી. (જરૂર કબૂલ થશે) એક એ કે કોઈ માણસ એવા જંગલમાં હોય જયાં ખુલા સિવાય કોઈ તેને જોનાર નથી, ત્યાં તે અલ્લાહ તઆલાની સામે ઉભો થઈ નમાઝ પઢે અને દુઆ કરે, બીજો તે માણસ કે જિહાદના મેદાનમાં (દુશ્મનનું લશ્કર સામે) હોય, તેના સાથી મેદાન છોડી નાસી છુટયા હોય, પરંતુ તે (શત્રુઓ વચ્ચે) મજબૂત રહ્યો (અને એવી હાલતમાં દુઆ કરે) ત્રીજો તે માણસ જે રાતના છેલ્લા ભાગમાં (બિસ્તર છોડી) અલ્લાહ તઆલાની સામે ઉભો થાય (અને પછી દુઆ કરે તો તે બંદાઓની દુઆઓ જરૂર કબૂલ થશે) (મસ્તદે ઈબ્ને મુન્દાહ)

(۱۰۱) عَنْ جَابِرٌ قَالَ سَمِعْتُ النَّبِيَّ ﷺ إِنَّ فِي اللَّيْلِ لَسَاعَةً لَا يُوَافِقُهَا رَجُلٌ مُسْلِمٌ يَسْأَلُ اللهَ فِيْهَا خَيْراً مِنْ أَمْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا أَعْطَاهُ إِيَّاهُ وَذَالِكَ كُلَّ لَيْلَةٍ .(رواه مسلم)

હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી સાંભળ્યું કે રાતમાં એક ખાસ સમય છે, જે મોમિન બંદો તે સમયે અલ્લાહ તઆલા પાસે દુનિયા અથવા આખિરતની કોઈ ભલાઈ માંગશે તો અલ્લાહ તઆલા તેને જરૂર અર્પણ કરશે. અને તેમાં કોઈ ખાસ રાત નક્કી નથી. બલકે અલ્લાહ તઆલાનો આ કરમ દરેક રાત્રે હોય છે.

ખુલાસો:- હઝરત અબૂ હરૈરહ રદિ.ની તે હદીસ (મઆરિફુલ હદીસના ત્રીજા ભાગમાં) તહજુદના બયાનમાં બુખારી અને મુસ્લિમના હવાલાથી વર્ણન થઈ ચુકી છે. જેમાં ફરમાવવામાં આવ્યું છે કે જયારે રાતનો છેલ્લો ત્રીજો ભાગ બાકી રહી જાય છે. તો અલ્લાહ તઆલા દુનિયાના આસમાન તરફ ઉતરે છે. અને તેના તરફથી પુકાર થાય છે કે કોઈ માંગવા વાળો છે. જેને હું અર્પણ કરૂં કોઈ બખ્શીશ ચાહવાવાળો છે. જેથી બખ્શીશનો ફેંસલો કરી આપું, કોઈ મારી પાસે દુઆ કરનાર છે જેની દુઆ હું કબૂલ કરૂં આ હદીસના અજવાળે એવું નક્કી થાય છે કે હઝરત જાબિર રિદ.થી ઉપરોકત હદીસમાં દરેક રાત્રે દુઆ કબૂલ થવા માટે જે ખાસ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રાત્રીનો છેલ્લો ભાગ છે. વલ્લાહુ અઅલમ...

ઉપરોકત હદીસોથી દુઆ કબૂલ થવાની જે ખાસ હાલતો અને સમયો જાણવા મળે છે તે આ છે :–

ફર્ઝ નમાઝો પઢી, કુર્આન પાક ખતમ કર્યા પછી, અઝાન અને તકબીરની વચ્ચે, જિહાદના મેદાનમાં લડાઈ વખતે, રહમતનો વરસાદ વરસતી વખતે જયારે ક'બતુલ્લાહ નજર સમક્ષ હોય, એવા જંગલમાં નમાઝ પઢી, જયાં ખુદા સિવાય કોઈ જોનાર ન હોય, જિહાદના મેદાનમાં જયારે નબળા સાથીઓએ સાથ છોડી દીધો હોય, અને રાત્રીના છેલ્લા ભાગમાં.

તે હદીસો તેમના મોકા પર પસાર થઈ ચુકી છે. જેમાં શબેકદ્રમાં અને અરફાના દિવસે અરફાતના મેદાનમાં, તેમ જુઆની ખાસ ઘડીમાં, અને રોઝો ઈફતાર કરતી વખતે, અને હજ તેમજ જિહાદના સફરમાં, અને બીમારી તેમ મુસાફરીની હાલતમાં, દુઆઓ કબૂલ થવાની ખાસ આશાઓ બતાવી છે. પરંતુ ખાસ ધ્યાનમાં રહે કે દુઆનો અર્થ દુઆના શબ્દો અને ફકત તેની શકલ જ ન હોય, પણ તેની તે હકીકત છે. જે પહેલાં વર્ણન થઈ ચુકી છે. છોડ તે દાણામાંથી ઉગે છે. જેમાં બીજ હોય છે. એ જ પ્રમાણે આગળ ટાંકવામાં આવતી હદીસોથી દુઆ કબૂલ થવાનો ભાગાર્થ પણ સમજી લેવો જોઈએ.

દુઆ કબૂલ થવાનો અર્થ અને તેની શકલો

ઘણા લોકો અંજાણ પણે દુઆ કબૂલ થવાનો અર્થ ફક્ત એવો સમજે છે કે બંદો અલ્લાહ તઆલા પાસે જે કંઈ માંગે તે તેને મળી જાય. અને જો તે ન મળે તો સમજે છે કે દુઆ કબૂલ થઈ નથી. એ ઘણી જ મોટી ભુલ છે. બંદાનું જ્ઞાન ઘણું જ અધરૂ છે. અને તે જન્મના આધારે જાલિમ અને જાહિલ (અભણ) છે. ઘણા બંદાઓ એવા છે. જેમના માટે માલદારી નેઅમત છે. અને ઘણા વા છે કે દોલત તેમના માટે પરિક્ષા છે. ઘણા બંદાઓ માટે સરદારી અને રાજય અલ્લાહ તઆલાથી નઝદીક થવાનું સાધન છે. અને હજ્જાજ બિન યુસુફ, તેમ ઈબ્ને ઝિયાદ જેવા કેટલાય એવા છે જેમના માટે સરદારી ખુદાથી દૂર થવા અને તેના ગુસ્સાનું કારણ બની જાય છે. બંદો જાણતો નથી કે કંઈ વસ્તુ મારા માટે યોગ્ય છે. અને શું મારા માટે ફિત્નો અને ઝેર છે. એટલા માટે ઘણા વખતે તે એવી ચીજ અલ્લાહ તઆલા પાસે માંગે છે જે તેના માટે યોગ્ય હોતી નથી. અથવા તે એને અર્પણ કરવી અલ્લાહ તઆલાની હિકમત વિરૂધ્ધ હોય છે. એટલા માટે અલ્લાહ તઆલા જે હિકમત વાળો અને જાણકાર છે. તે જ્ઞાન અને હિકમતની વિરૂધ્ધ છે કે દરેક બંદો જે માંગે તે તેને જરૂર અર્પણ કરી દે.

બીજી બાજુ તેની કરીમીનો તકાઝો છે કે જયારે તેનો બંદો એક જરૂરતમંદ અને ભીખારી માફક તેની સામે હાથ ફેલાવી દુઆ કરે, તો તેને ખાલી હાથ ન કાઢે, માટે અલ્લાહ તઆલાનો એ કાયદો છે કે તે દુઆ કરનાર બંદાને મહરૂમ (અભાગ્ય) નથી રાખતો. કોઈ વખતે તેને તે જ અર્પણ કરી દે છે જે તેણે દુઆમાં માંગ્યું છે. અને કોઈવાર તેની દુઆના બદલામાં આખિરતની મહામૂલી નેઅમતોનો ફેંસલો ફરમાવી દે છે. અને એ રીતે તેની એ દુઆ તેના માટે આખિરતનો ભંડાર બની જાય છે. કોઈવાર એવું પણ બને છે કે આ અસબાબનો જે ખુદાઈ નિઝામ છે તેના હિસાબે દુઆ કરનાર બંદા પર કોઈ આફત અને મુસીબત આવવાની હોય છે. તો અલ્લાહ તઆલા તેની દુઆના પરિણામે તે આવનાર બલા અને મુસીબતને રોકી દે છે. ખુલાસો આ છે કે દુઆ કબૂલ થવાનો અર્થ એ છે કે દુઆ બેકાર જતી નથી અને દુઆ કરનાર અભાગ્ય રહેતો નથી. અલ્લાહ તઆલા તેના જ્ઞાન અને હિકમત મુજબ ઉપરોકત હાલતોમાંથી કોઈ ન કોઈ રીતે તેને જરૂર અર્પણ કરે છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહ અલયહી વસલ્લમે ઘણા જ ખુલાસા પૂર્વક આ હકીકત વર્ણવી છે.

(۱۰۲)عَنْ اَبِیْ سَعِیْدِِ اَلْخُدْرِیْ اَنَّ النَّبِیَّ قَالَ مَامِنْ مُسْلِمِِ یَدْعُوْ بِدَعْوَۃِِ  لَيْسَ فِيْهَا إِثْمٌ وَلا قَطِيْعَةُ رَحْمِِ إلَّا أَعْطَاهُ اللهُ بِهَا إِحْدٰى ثَلٰثِِ إِمَّا أَنْ يُعَجِّلَ لَهُ دَعْوَتَهُ وَإِمَّا أَنْ يَّدَّخِرَهَا لَهُ فِي الْآخِرَةِ وَإِمَّا أَنْ يَّصْرِفَ عَنْهُ مِنَ السُّوْءِ مِثْلَهَا قَالُوْا إِذََا نُكْثِرُ قَالَ اللّهُ أَكْثَرُ (رواه احمد)

હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે મો'મિન બંદો કોઈ દુઆ કરે છે જેમાં ગુનાહની કોઈ વાત ન હોય. અને સંબંધ તોડવા બાબત કોઈ વાત ન હોય તો અલ્લાહ તઆલા તરફથી તેને ત્રણ ચીજોમાંથી કોઈ એક ચીજ જરૂર અર્પણ થાય છે. અથવા તો જે માંગ્યું છે તે જ તેને હાથો હાથ અર્પણ કરવામાં આવે છે. અથવા તેની દુઆને આખિરત માટે ભંડાર બનાવી મુકવામાં આવે છે. અથવા આવતી મુસીબત અને તકલીફ તે દુઆના હિસાબમાં રોકી લેવામાં આવે છે. સહાબા રદિ.એ અરજ કરી જયારે વાત એમ છે (કે દરેક દુઆ જરૂર કબૂલ થાય છે અને તેના હિસાબે કંઈ ન કંઈ મળે જ છે) તો અમે ઘણી જ દુઆઓ કરીશું, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અલ્લાહ તઆલા પાસે એનાથી પણ ઘણું જ વધારે છે. (અહમદ)

ખુલાસોઃ- ભાવાર્થ એ છે કે અલ્લાહ તઆલાનો ખઝાનો ઘણો જ મોટો અને ખતમ ન થાય એવો છે. જો બધા જ બંદાઓ હમેશાં તેની પાસે માંગે અને તે દરેક માટે અર્પણ કરવાનો ફેંસલો કરે તો તેના ખઝાનામાં કોઈ નુકસાન થશે નહીં મુસ્તદરક હાકિમમાં હઝરત જાબિર રદિ.ની એક હદીસ છે. જેમાં ફરમાવવામાં આવ્યું છે કે અલ્લાહ તઆલા જયારે તે બંદાને જેણે દુનિયામાં ઘણી એવી દુઆઓ કરી હશે જે જાહેરમાં દુનિયામાં કબૂલ નહિં થઈ હોય, તે દુઆઓના હિસાબમાં ભેગું થયેલું ભંડોળ આખિરતમાં અર્પણ કરશે. તો બંદાની જીભથી નિકળશે.

يَالَيْتَهُ لَمْ يُعَجَّلْ لَهُ شَيْءٌ مِنْ دُعَائِهِ - ( كنز العمال: ٥٧/٢)

હાય ! મારી કોઈ પણ દુઆ દુનિયામાં કબૂલ ન થતે, અને દરેક દુઆનું ફળ મને અહીંયા મળતે.

મર્હુમ હઝરત મવલાના ગુલામ મુહંમદ વસ્તાનવી (રહ.)

મૌલાના બશીર સા. ભડકોદ્રવી સા. દા.બ. ઉસ્તાદે હદીસ. જામિઅહ જંબુસર

તા. ૪/મે/૨૦૨૫ને રવિવારના દિવસે ઝોહર વખતે હઝરત મવ. ગુલામ મુહંમદ વસ્તાનવી સાહબ ૭૫ વર્ષની વયે અલ્લાહને પ્યારા થઈ ગઈ. ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન !

إن لله ما أخذ، وله ما أعطى وكل شيء عنده بأجل مسمى

મવલાનાનું મૂળ વતન કોસાડી ગામ હતું, સુરત જિલ્લાનું નાનકડું ગામ છે, પણ સાધન સંપન્ન આબાદીવાળું ગામ છે, ઉકત ગામના મધ્યમવર્ગીય કિસાનના ઘરે ૧ લી જૂન ૧૯૫૦ ના દિવસે મવલાનાનો જન્મ થયો હતો, પરંતુ મવલાનાની બાલ્યવસ્થામાં જ મવલાનાનું ખાનદાન કોસાડીથી વસ્તાન ગામ ચાલ્યું ગયું હતું, મવલાના સાહેબનું બાળપણ વસ્તાનમાં જ ગુજર્યું, વસ્તાન ગામ સાથે એવો નાતો રહ્યો કે, વસ્તાનવી આપનું નિસ્બતી નામ થઈ ગયું અને દુન્યાભરમાં વસ્તાનવી સાહબના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. મવલાના મર્હુમના વ્યકિતત્વ અને દેશ-વિદેશમાં આપની ખ્યાતિને લઈ નાનકડા અલ્પ આબાદી ધરાવતા ગામનું નામ પણ જગત આખામાં પ્રખ્યાત થઈ ગયું. વસ્તાનવાસીઓએ પણ પોતાના ગામના આવા સપૂત પર ગર્વ અનુભવવો જોઈએ, બલકે મવલાનાની યાદમાં કોઈ એવું તાલીમી કેન્દ્ર સ્થાપવું જોઈએ, જેનાથી મર્હુમને સવાબ પહોંચતો રહે, એ જ મવલાનાને સાચી ખિરાજે અકીદત (શ્રધ્ધાંજલી) ગણાશે.

મવલાના મર્હુમે પ્રાથમિક દીની તાલીમ મદ્રસા કુવ્વતુલ ઈસ્લામ કોસાડીમાં લીધી હતી, વડોદરામાં પણ મદ્રસા શમસુલ ઉલૂમમાં આપ સાહબે દીની તાલીમ પ્રાપ્ત કરી હતી, અને ઉચ્ચ દીની તાલીમ માટે ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતના પ્રખ્યાત દારૂલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરમાં દાખલ થયા હતા.

ફલાહે દારૈન તડકેશ્વરના અસાતિઝએ કિરામ સાથે મવલાનાને ઘણી અકીદતનો સંબંધ હતો, ઉસ્તાદોની ખિદમત મવલાના મર્હુમ ઘણી જ નિખાલસતાથી કરતા હતા, બલકે અસાતિઝાની ખિદમતને પોતાની સઆદત સમજતા હતા, ઘણી વખતે કહેતા પણ હતા કે આ જે કંઈ દીનની સેવાની તક મળી છે તે ઉસ્તાદોની જુતીઓ સીધી કરવાના તુફેલમાં મળી છે, ફલાહે દારૈનના રઈસ મવ. અબ્દુલ્લાહ કાપોદ્રવી સાહબ રહ. આપની સાથે એક બેટાની જેમ સંબંધ રાખતા હતા, આપની કારકિર્દી બનાવવામાં મર્હુમ રઈસનો પણ સારો એવો ફાળો છે.

ઈ.સ. ૧૯૬૪માં ફલાહે દારૈન તડકેશ્વરથી ફારિગ થઈ મવલાના મર્હુમ મઝાહિરુલ ઉલૂમ સહારનપુર (યુ.પી.) માં વધુ તાલીમ અર્થે પહોંચ્યા, ત્યાં તે સમયના ધુરંધર ઉલમાએ કિરામની સોહબતમાં રહી ઘણો જ ફૈઝ ઉઠાવ્યો. વિશેષતઃ મઝાહિરુલ ઉલૂમ સહરાનપુરના શૈખુલ હદીષ મવલાના યુનુસ જોનપુરી સાહબ સાથે આપને ઘણો જ આત્મિય અને અકીદતમંદાના તાલુક હતો, આપની સોહબતમાં મવલાના મર્હુમે ઘણો જ ઈલ્મી અને રૂહાની ફૈઝ ઉઠાવ્યો, શૈખુલ હદીષ મવ. ઝકરિય્યહ (રહ.) તેમજ મવ. અસઅદુલ્લાહ રામપુરીની ખિદમતમાં હાજરી આપી મર્હુમે ખૂબ ફૈઝ ઉઠાવ્યો.

દરસે નિઝામીથી ફારિંગ થઈ મવલાના ગુજરાતની મશહૂર દીની દર્સગાહ દારૂલ ઉલૂમ કંથારીયામાં મુદર્રિસ તરીકે જોઈન્ટ થયા, બિલ્કુલ યુવાન વયે આપ દારૂલ ઉલૂમમાં મુદર્રિસની હૈસિયતથી નિમણુંક પામ્યા હતા, શરૂઆતમાં અરબી-૩ સુધીની કિતાબોની તદરીસની ઝિમ્મેદારી હતી.

મવલાના ખૂશ મિજાજ અને પ્રેમાળ સ્વભાવના હોવાથી તલબામાં ઘણાં જ મકબૂલ હતા, તલબાની અખ્લાકી નિગરાની રાખતા હતા, અને તલબાની જરૂરતોનો ખ્યાલ રાખી માલી મદદ પણ કરતા હતા, લખનાર સાથે પણ મૌલાનાને સારો સંબંધ હતો, મને યાદ છે કે મવલાના જુમ્આના દિવસે પોતાના ઘરે વસ્તાન જતા હતા, તો ઘણી વખતે મારા માટે ઈંડા લાવતા હતા, એક વખતે મુસ્કુરાતા ચેહરે મને કહેવા લાગ્યા કે, બશીર ! હું તારા માટે મરઘી લાવતો હતો, પરંતુ રસ્તામાં મરી ગઈ તો ભરૂચના પુલ પરથી નર્મદામાં ફેંકી દીધી ! મેં હસ્તાં હસ્તાં કહ્યું કે મવલાના મારું નસીબ જ પાંગળુ છે, અહિંયા આવી ગયા પછી નિય્યત કરવી હતીને!

મવલાના ઈન્તિકાલ બાદ મેં મારા તાલિબે ઈલ્મીના જમાનાની વાતનુુુુ વર્ણન મુફતી અહમદ દેવલવી સાહેબ સમક્ષ કર્યા તો મુફતી સાહેબે મને તાકીદપૂર્વક કહ્યું કે તમારે મર્હુમ સાથેના ઉકત કિસ્સાને લખવો જોઈએ. અને સાથે એ નોંધ પણ લખવી જોઈએ કે ''ઉસ્તાદ હો તો ઐસા’''.

કલાસમાં તલબા સાથે ઘણા જ બે તકલ્લુફ અંદાજથી પેશ આવતા હતા. અમુક રમુજી વાતો પણ તલબા સાથે કરી લેતા હતા, અત્રે એક રમુજ ટાંકું છું. મવલાનાનો દારૂલ ઉલૂમ કંથારિઆનો શરૂઆતનો દૌર હતો, હજુ અક્કલકુવાનો કોઈ તસવ્વુર મૌલાનાના માનસ પર પ્રગટ થયો ન હતો, મારા તાલિબે ઈલ્મીના જમાનામાં હું અને મૌલાના ઈસ્માઈલ પરીએજી (હાલ મુકીમ યુ.કે) અક્કલકુવા તરાવીહ પઢાવવા જતા હતા, મૌલાના ઘણી વખતે હસતા હસતા કહેતા હતા કે "બશીર ! તમોએ અચ્છો ટાપુ શોધી કાઢયો છે" ખૈર ત્યાર બાદ મૌલાના ઈસ્માઈલ વિદેશ ચાલ્યા ગયા અને હું તાલીમી ફરાગત પછી તદરીસમાં મશગુલ થઈ ગયો. અમુક જ વરસ પસાર થયા કે અક્કલકુવાની કિસ્મત જાગી, એટલે કે મવલાના મર્હુમે અક્કલકુવામાં દારૂલ ઉલૂમ સ્થાપવાનું નક્કી કરી લીધું, અને દારૂલ ઉલૂમનું નામ દારૂલ ઉલૂમ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવા ઘોષિત પણ કરી દીધું. અમુક દોસ્તો ટિખળ પણ કરતા હતા કે, મવલાના વગર દારૂલ ઉલૂમના મોહતમિમ છે, મવલાનાની ભાગદોડ અને નિશ્વાર્થ ખિદમતોના પરિણામે ટૂંક સમયમાં જ એક મોટો દારૂલ ઉલૂમ અસ્તિત્વમાં આવી ગયો કહાં કે જંગલમાં મંગલ ખડું થઈ ગયું છે, તાજેતરમાં મવલાના મર્હુમની બિમારપુર્સી માટે મારે અક્કલકુવા જવાનું થયું તો દારૂલ ઉલૂમ કેમ્પસ જોઈને હું દંગ રહી ગયો, આ તે અક્કલકુવા જ ન હતું જે નકશો મારા દિલ-દિમાગમાં હતો, ખરેખર કહેવું પડે "કરામત નહીં તો ફિર ઔર કયા હૈ ?!!"

મવલાના મર્હુમની ખૂબી એ હતી કે, ટીકાકાર તરફ પાછું વળીને જોતા ન હતા, જવાબો આપવામાં સમય બગાડવો ઉચિત સમજતા ન હતા. બલકે પોતાના મિશનમાં આગળને આગળ ડગલાં માડવામાં જ શાળપણ સમજતા હતા. કોઈ શાયરે ઠીક કહ્યું છે :

નશેમન પર નશેમન ઈસ કદર તામીર કરતા જા

 કે બિજલી ગિરતે ગિરતે આપ ખૂદ બેઝાર હો જાયે

ઈ.સ. ૧૯૭૫ થી ૧૯૮૦ના સમયગાળમાં જમીઅતે ઉલમા જિલ્લા ભરૂચ ખૂબ જ સક્રિય હતી, બલકે એવું કહેવામાં અતિશયોકિત નહીં લેખાય કે તે સમયે ભરૂચ જિલ્લા જમીઅત સમગ્ર ગુજરાતમાં મરકઝી હેસિયતમાં હતી.

મવલાના અબૂલહસન બિહારી (રહ.) (શૈખુલ હદીષ દારૂલ ઉલૂમ માટલીવાલા), મવલાના અ. હન્નાન સા. (ઉસ્તાદે હદીષ દારૂલ ઉલૂમ માટલીવાલા), મુફતી અહમદ દેવલવી (હાલ મોહતમિમ જામિઅહ-જંબુસર) જેવા ધુરંધર ઉલમાએ કિરામ ભરૂચ જિલ્લા જમીઅતના સક્રિય સભ્યો હતા, જમીઅતના તે સુવર્ણ યુગમાં મર્હુમ મવલાના ગુલામ સાહેબ વસ્તાનવીએ ભરૂચ જિલ્લા જમીઅતનુ સેક્રેટરી પદ દિપાવ્યું હતું, આપના કાર્યકાળ દરમ્યાન જમીઅત જિલ્લા ભરૂચના ચોમેરથી વખાણ થતા હતા.

હાલમાં આ લખું છુ ત્યારે મવલાના મર્હુમથી અનુભવેલો એક જુનો કિસ્સો મને યાદ આવી ગયો. એકવાર મવલાના હસ્તા-મુસ્કુરાતા કલાસમાં દાખલ થયા અને મોટા અવાજે ગુનગુનાવા લાગ્યા :

صرت أبا حذيفه صرت أبا حذيفه

ભાઈ હુઝૈફા મવલાનાનું બીજું સંતાન હતું, હુઝૈફાની પૈદાઈશ પર મવલાના ઘણા જ ખૂશ હતા અને ખૂશ કેમ ના હોય ? બેટા હુઝૈફાની પૈદાઈશે તો મવલાનાને પણ અબૂ હુઝૈફા બનાવી દીધા, જે એક મોટા સહાબીની કુન્નિયત (વિશેષ નામ) હતી. નામની સામ્યતા પણ સઆદત છે. વર્તમાનમાં આપણે મવલાના હુઝૈફા સાહેબની ઈલ્મી શાન, આલિમાના વકાર અને વહિવટી કુશળતા જોઈએ છીએ તો માનવું પડશે કે મવલાનાની ઉકત ખુશી યથાર્થ હતી.

પુત્રના લક્ષણો પારણાંમાંથી જ પરખાય.

અમને આશા છે અને દુઆ પણ છે કે, મવલાના હુઝૈફા સાહેબ પોતાના વાલિદે મર્હુમના ચાતરેલા ચીલે ચાલશે અને મવલાના મર્હુમના અધૂરા રહી ગયેલા સ્વપ્નો સાકાર કરશે. ઈન્શાઅલ્લાહ તઆલા.

દુરવેશ સિફત બુઝુર્ગ હઝરત સૈયદ કારી સિદ્દીક (રહ.)થી મર્હુમ બયઅત થયા હતા, અને હઝરતથી ખિલાફત પણ મળી હતી, કુર્આન શરીફની સિહત બાબત હઝરત કારી સિદ્દીક સાહબેની વિશેષ ખિદમતો છે, મવલાના મર્હુમે પણ પોતાના શૈખના નકશે કદમ પર ચાલીને કુર્આની સિહત તેમજ તજવીદ-કિરાઅતની ખિદમતનું બીડું ઝડપ્યું હતું, કિરાઅતના મુસાબકાથી પૂરા દેશ આખામાં ડંકો વગાડી દીધો, બલકે કુર્આનની ખિદમતની સુવાસ હરમૈન શરીફેન સુધી પણ પહોંચી ગઈ, હરમૈન શરીફેનના કિરાઅતના મુસાબકતી પોગ્રામોમાં ઈન્ડિઆના તલબા પણ શિર્કત કરી રહ્યા છે, જેનો શ્રેય પણ મવલાનાના જ સિરે છે, કુર્આન શરીફની ખિદમતની બરકતથી હરમૈનની હાજરી નસીબ થાય છે. ખૂદ મવલાના ફરમાવતા હતા કે, હું તો ફકીર આદમી છું મારી પાસે લાંબો પૈસો નથી, પરંતુ કુર્આન શરીફની ખિદમતના તુફેલથી વારંવાર હરમૈન શરીફેનની હાજરી નશીબ થાય છે.

મવલાના મર્હુમની નજર આખેરત પર હતી, પોતાનું સર્વસ્વ આખેરત માટે કુર્બાન કરી દીધું હતું, હંમેશા દીનની અને દીની ઈદારાઓની ચિંતા કરી, કદી પોતાના માટે કે પોતાના સંતાનો માટે ભેગું કરવાનું વિચાર્યુ પણ ન હતું, મર્હુમના ઈન્તિકાલ પછી એક મજલિસમાં આપના ફરઝંદ મવલાના હુઝૈફા સાહેબને બોલતા સાંભળ્યા કે "અપની મિરાસમેં ન કોઈ દોલત છોડી, ન કોઈ જાયદાદ છોડી, ન કોઈ ઘર છોડા, કોઈ ચીઝ ઐસી નહીં છોડી જિસકો તકસીમ કરને કી નોબત આયે.''નબી (સલ.)નું ફરમાન છેઃ

إن العلماء ورثة الأنبياء ، إن الأنبياء لم يورثوا دينارًا ولا درهما إنما ورثوا العلم

બેશક આલિમો અંબિયાએ કિરામના વારસદારો છે, અને અંબિયા (અલૈ.) દીનાર અને દિરહમ (માલ-દૌલત)નો વારસો છોડીને જતા નથી. બેશક વારસામાં ઈલ્મ છોડીને જાય છે. 

કોઈએ જાણે ગિફારી સિફત બુઝુર્ગ હઝરત વસ્તાનવી માટે જ કહ્યું છે :

રહા મરને કી તૈયારીમેં મશરૂફ

મેરા કામ ઔર ઈસ દુનિયામેં કયા થા

ભલે સંતાનો માટે કંઈ ન છોડયું હોય, પરંતુ કૌમ-મિલ્લત માટે જે મિરાસ છોડીને ગયા છે, તેનું ઉદાહરણ ઘણું ઓછું જોવા મળશે, જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવા શું છે ? કુર્આન, હદીષ ગ્રહણ કરવાનું એક વિશાળ દારૂલ ઉલૂમ છે, જયાં હજારો તાલિબે ઈલ્મો પોતાની ઈલ્મી – રૂહાની પ્યાસ (તરસ) બુઝાવે છે, અને એવી ભૂમિ પર આવડો મોટો દારૂલ ઉલૂમ ખડકી દેવામાં આવ્યો છે, જયાં અમુક વરસો પહેલાં દારૂલ ઉલૂમની કલ્પના પણ મુશ્કેલ હતી, જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવાના શરૂઆતી દૌરમાં લગભગ અને ૧૯૮૦-૮૧ના અરસામાં પાકિસ્તાનના મશહૂર આલિમે દીન ખતીબ મવલાના અ. મજીદ નદીમનો પોગ્રામ અક્કલકુવામાં હતો, મર્હુમ મૌલાના ગુલામ વસ્તાનવી સાહબ તેઓને અક્કલકુવા સુધી લઈ જવામાં સફળ થયા હતા, તે સમયે વર્તમાન આલિશાન ઈમારતો ન હતી, મવલાના નદીમ સાહેબે હઝરત ઈબ્રાહીમ (અલૈ.)ની દુઆ :

رَبَّنَا إِنِّيْ أَسْكَنْتُ مِنْ ذُرِّيَّتِيْ بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِنْدَ بَيْتِكَ الْمُحَرَّمِ

થી બયાનની શરૂઆત કરી હતી, અક્કલ કુવા ખરેખર તે સમયે વાદીએ 'ગૈર ઝી ઝરઅ' હતી, એટલે કે ખાલી મૈદાન હતું, આજે મવલાના મર્હુમની મહેનત અને બુઝુર્ગોની દુઆઓથી માશાઅલ્લાહ એક ઈલ્મી ગુલશન આબાદ થઈ ગયો છે.

જામિઅહની છત્રછાયા હેઠળ અનેક પ્રકારના કૌમી, મિલ્લી અને દીની કામો થઈ રહ્યા છે, સંસ્થાના નેજા હેઠળ ૩૫૦૦ મકાતિબ સ્થાપવામાં આવ્યા, ૭૦૦૦ મસ્જિદો અસ્તિત્વમાં આવી, ૩૩ હોસ્પીટલો અને ૧૮૦ દારૂલ ઉલૂમો વજૂદમાં આવ્યા, આપણી આવતી નસલોમાં દીન-ઈમાનની હિફાઝત માટે મકતબ-મદ્રસાની તાલીમનું ઘણું જ મહત્વ છે, નાના બાળકોના માનસ પર સારી રીતે દીન-ઈમાનનું સિંચન થઈ જાય તો ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં પણ દીન-ઈમાન સચવાય રહે છે, મવલાના મર્હુમ આ ફલસફો સારી રીતે સમજતા હતા, એટલે મવલાનાએ મકતબો અને મદ્રસા ખોલવા પાછળ પોતાની સારી એવી શરત લગાવી દીધી હતી, ૩૫૦૦ મકતબો અને ૧૮૦ દારૂલ ઉલૂમો સ્થાપવા કોઈ ખેલ નથી, મવલાના મર્હુમ જેવા દીનના આશિકો અને દીવાનાઓ જ કરી શકે, દુન્યા મવલાનાની ઉકત ખિદમતો નિહાળી રહી હતી અને આપની સેવાઓનો તો બધાને ઈકરાર પણ હતો, કાશ એકાદ દશકો વધુ જીવી ગયા હોતે તો આ સિલસિલાને વધુ વેગ મળતો અને ઈલ્મ પ્યાસી ધરતી વધુ સેરાબ થાતી. પરંતુ જાણે મજલિસમાંથી ઉઠીને એકદમ ચાલ્યા ગયા હોય એવો એહસાસ થાય છે. ડો. ઈકબાલના શેરને થોડો બદલીને કહું તો ...

ઝમાના બડે ગૌર સે સુન રહા થા

 તુમ્હીં સો ગયે દાસ્તાં કેહતે કેહતે

ઉલમાએ કિરામ બલકે અંબિયાએ ઈઝામ પણ દુન્યવી શિક્ષણના વિરોધી નથી, રસૂલુલ્લાહ (સલ.)એ બદરના કેદીઓને લખતા-વાંચતા શીખવાડવાના બદલામાં મુકત કર્યા હતા. સભ્યતાથી જીવન જીવવા માટે પણ તાલીમની આવશ્યકતા હોય છે, મવલાના મર્હુમે એ ક્ષેત્રે પણ પોતાની અદભૂત સેવાઓ પ્રદાન કરી છે, અસંખ્ય સ્કૂલો, કોલેજો ઉભી કરી દીધી, મકતબ-મદ્રેસાઓ સાથે પણ સ્કૂલ-કોલેજોનો નિઝામ કરી દીધો, અત્રે જામિઅહ હસ્તકની સંસ્થાઓમાંથી ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓની આછેરી ઝલક નામુના રૂપે રજૂ કરું છું, અત્યાર સુધીમાં M.B.B.S. ડોકટર થનારની કુલ સંખ્યા ૪૬૨, B.U.M.S. ની ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા : ૯૨૩, ડિપ્લોમા ફાર્મસીની ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ ૧૫૦૯, B ફાર્મસીની ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ : ૮૯૭, અત્યાર સુધી આઈ.ટી.આઈ ની ડીગ્રી મેળવેલ વિદ્યાર્થીઓ : ૩૯૯૧, કુલ આલિમ થયેલ તલબાની સંખ્યા ૧૧૧૬ અને મુફતીની સંખ્યા : ૧૭૭ અને કારી થયેલની કુલ સંખ્યાઃ ૩૦૯૩ છે. અને હાફિઝે કુર્આન થનારની સંખ્યાઃ ૧૧૦૦૭ છે, આ સિવાય પણ સમાજોપયોગી હુન્નર-ઉદ્યોગોના કોર્ષોનું લાંબુ લિસ્ટ છે. જે બયાને મુસ્તુફામાં પ્રગટ થયું છે.

મવલાના મર્હુમ ભલે પોતાના વારિસોમાં વહેંચવા લાયક કંઈ છોડીને ન ગયા હોય, પરંતુ કૌમ-મિલ્લત માટે ઘણી મોટી મીરાસ છોડીને ગયા છે, જે મર્હુમ માટે સવાબે જારિયહ છે.

આસમાં તેરી લહદ પર શબનમ અફશાની કરે, નૂરસે મા'મૂર યે ખાકી શબિસ્તા હો તેરા

મૌલાના મર્હુમ પોતાની પાછળ ૨ પુત્રો, ૬ પુત્રીઓ અને એહલિયા મોહતરમાને છોડી ગયા છે, એક પુત્ર મવ. સઈદ મૌલાનાની હયાતીમાં જ જખીરએ આખેરત થઈ ગયો, બધા જ પુત્રો માશાઅલ્લાહ આલિમ છે, જેમનાથી આશા છે કે મર્હુમના તૈયાર કરેલા ગુલશનની આબયારી (સિંચન) કરશે જ, બલકે આગે કૂચ કરી ગુલશનની રોનકમાં વધારો કરશે. ઈન્શા અલ્લાહુ તઆલા. અલ્લાહ તઆલા મર્હુમની મગ્ફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ નશીબ ફરમાવે. આમીન.

મહમૂદુલ ખસાઈલ

પીરો મુરશિદ હઝ. અકદસ મવલાના મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ.ની અત્યંત આધારભૂત અને મશહૂર કિતાબ શમાઈલે તિરમિઝીની ઉર્દૂ શરહ 'મહમૂદુલ ખસાઈલ'નો ગુજરાતી અનુવાદ..

અનુવાદક : જનાબ અહમદહુસેન ગાજી સા.

હદીસ નંબર (૬૪) : હઝરત અબૂ રિમ્સહ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ.) ને એવી હાલતમાં જોયા કે આપ (ના મુબારક શરીર) પર બે લીલી ચાદરો હતી.

ફાયદો : આ રિવાયતને પણ અહીંયા એ બતાવવા માટે વર્ણન કરી છે કે આપે લીલા રંગનો પોશાક પહેર્યો હતો.

હદીસ નંબર (૬૫) : હઝરત કિલહ બિન્તે મખરમહ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ.)ને આ હાલતમાં જોયા કે આપ (ના મુબારક શરીર) પર જાફરાનથી રંગેલી બે જુની ચાદરો હતી, જો કે ચાદરોનો રંગ ઉડી ગયો હતો. અને આ હદીસમાં એક લાંબો કિસ્સો છે.

عن جدتي :અબ્દુલ્લાહ ઇબ્ને હસ્સાન અન્બરીના નાની અને  દાદી બંને બહેનો છે, હઝરત કિલહ બિન્તે મખરમહ (રદિ.) એ એ બંનેની પરવરિશ કરી હતી. હઝરત કિલહ (રદિ.) એ બંનેના પિતાની નાની થાય છે. નાનીને ત્યાં એ બંનેએ પરવરિશ પામી હતી; માટે એ બંને પોતાની નાનીથી જે સહાબિય્યહ છે, આ રિવાયતને નકલ કરી છે.

જાફરાનથી રંગેલી ચાદરો પહેરવાનો હુકમ

وقد نفضتہઆ એટલા માટે કહ્યું કે જાફરાનથી રંગેલો પોશાક પુરુષો માટે મના છે, તો આપ (સલ.) એ જે ચાદરો પહેરી હતી તેમાં જો કે જાફરાનનો અસર બાકી ન હતો, એટલે તેની મનાઈ ન રહી.

અહીં તો આ રિવાયત એટલા માટે લાવ્યા છે કે હઝરત નબીએ કરીમ (સલ.)ના પોશાકનું વર્ણન છે. આગળની રિવાયતમાં ઉમદા પ્રકારની ચાદરોનું વર્ણન આવ્યું, અહીં એક ઘસાઈ ગયેલી ચાદરનું પણ વર્ણન આવી ગયું.

પોશાક ઉમદા હોય કે સામાન્ય

હઝરત નબીએ કરીમ (સલ.) પોશાકના મામલામાં કોઈ એહિતમામ ફરમાવતા ન હતા જે ઉપલબ્ધ હોય તે પહેરી લેતા હતા, કયારેક ઉમદા લિબાસ પણ આપ (સલ.) એ પહેર્યો તો કયારેક સામાન્ય પણ. એક વખતે એક લિબાસ આપે તેત્રીસ ઊંટો આપીને સિવડાવ્યો અને પહેર્યો, જો ઉમદા લિબાસ પહેરીને વ્યકિતની તબીયતમાં કોઈ ઘમંડ પેદા ન થાય તો કોઈ વાંધો નથી, અલ્લાહ તઆલાએ નેઅમત આપી છે તો પહેરી શકે છે અને જો ઉમદા પોશાક પહેરીને તબીયતમાં ઘમંડ આવે છે અને એ પોશાકને કારણે વ્યક્તિ બીજાને તુચ્છ સમજે છે તો એવો પોશાક તેના માટે બરબાદીનું કારણ બને છે. આ જ હાલત સાદા પોશાકની છે, અમુક લોકો સાદો પોશાક પહેરીને નમ્રતા જાહેર કરવા માંગે છે, તેને પણ શરીઅત પસંદ કરતી નથી, હા ! જો ખરેખર નમ્રતાને કારણે સાદો પોશાક પહેરે છે તો પ્રિય છે, તેમાં કોઈ વાંધો નથી. ટુંકમાં કોઈ પણ સુરત હોય, શરીઅતની હિદાયતની વિરુદ્ધ ન હોવું જોઈએ.

وفي الحديث قصة طويلة તે કરીમ (સલ.)ની પાસે આવ્યા, તે વખતે હઝરત કિલહ (રદિ.) ત્યાં હાજર હતા, તે વ્યકિતએ આવીને હઝરત નબીએ કરીમ (સલ.) ને સલામ કર્યો, જવાબમાં હઝરત નબીએ કરીમ (સલ.) એ ફરમાવ્યું : વ અલયકુમુસ્સલામ વ રહમતુલ્લાહિ. હઝરત કિલહ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) સામાન્ય ચાદરો પહેરેલા હતા અને ખૂબ જ નમ્રતાના અંદાજમાં બેઠા હતા, હુઝૂર (સલ.)ની આ હાલત જોઈને મારા પર એક અજીબ ગભરામણ થઈ અને હું ધ્રુજવા લાગી, તો હુઝૂર (સલ.) પાસે બેઠેલા એક વ્યકિતએ હઝરત નબીએ કરીમ (સલ.) થી અરજ કરી : હે અલ્લાહના રસૂલ ! આ બેચારી ધ્રુજી રહી છે. હઝરત કિલહ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) એ મારી તરફ જોઈને ફરમાવ્યું : 'શાંત રહો.' બસ આપના આ ફરમાનથી મારો ભય દૂર થઈ ગયો અને મારા શરીરની ધ્રુજારી બંધ થઈ ગઈ.

હદીસ નંબર (૬૬) હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) એ ઈર્શાદ ફરમાવ્યો : સફેદ કપડા અપનાવો, જીવતાએ (પણ) આ જ પહેરવા જોઈએ અને મુર્દાઓને (પણ) તેમાં કફન આપવા જોઈએ. એટલા માટે કે આ તમારા માટે ઉત્તમ કપડા છે. 

સફેદ પોશાક ઉત્તમ પોશાકમાંથી

અહીંયા હુઝૂર (સલ.) નો ઈરશાદ નકલ કર્યો છે, હાલાંકે આખી કિતાબ હઝરત નબીએ કરીમ (સલ.)ના શમાઈલને બયાન કરવામાં તરતીબ આપવામાં આવી છે કે હુઝૂર (સલ.) શુ પહેરતા હતા ? આપનો અમલ કેવો હતો? પરંતુ અહીંયા આપ (સલ.) નો ઈરશાદ નકલ કર્યો. તેથી આ હદીસની શરહ કરતા શારેહીને લખ્યું છે કે હઝરત નબીએ કરીમ (સલ.)નું સફેદ કપડાની તરગીબ આપવી, આ દલીલ છે કે આપ (સલ.)એ પણ વાપર્યા છે. તેથી બુખારી શરીફની રિવાયત છે કે આપ (સલ.)એ સફેદ લિબાસ વાપર્યા છે હદીસ નંબર

 (૬૭) : હઝ. સમુરહ બિન જુન્દુબ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : સફેદ કપડાં પહેર્યા કરો. એટલા માટે કે આ પવિત્ર અને ઉમદા લિબાસ છે અને પોતાના મુર્દાઓને (પણ) તેમાં કફન આપ્યા કરો. 

ફાયદો : પાક સાફ એટલા માટે કહ્યું કે રંગીનના મુકાબલામાં સફેદ લિબાસ મેલને જલ્દી કબૂલ કરે છે, તેમાં થોડો પણ મેલ લાગી જાય છે તો સ્પષ્ટ નજર આવે છે, જેને કારણે આદમી તેને ધોવા પર મજબુર થઈ જાય છે, જયારે કે રંગીન પોશાકમાં થોડો મેલ હોય તો ખબર પડતી નથી અને વ્યક્તિ તેને ધોવા તરફ ધ્યાન પણ આપતો નથી, જો કે સફેદ લિબાસ પર મેલ નજર આવવાને કારણે તેને વારંવાર ધોવામાં આવે છે અને જયારે વારંવાર ધોવામાં આવશે તો પાક પણ રહેશે અને સાફ પણ રહેશે.

મસઅલો : રંગીન કફન પણ આપી શકાય છે; પરંતુ સફેદ કફનને મુસ્તહબ ગણવામાં આવ્યું છે.

હદીસ નંબર (૬૮) :હઝરત આયશા (રદિ.) ફરમાવે છે કે એક દિવસે સવારે રસૂલુલ્લાહ (સલ.) બહાર તશરીફ લાવ્યા, તે વખતે આપ (ના મુબારક શરીર) પર કાળી વાળોની ચાદર હતી.

وعليه مرط شعر اسودકારણ કે પણ આપ (સલ.) નો એક પોશાક હતો, એટલે આ રિવાયતને અહીંયા વર્ણન કરી છે.

હદીસ નંબર (૬૯) : હઝરત મુગયરહ બિન શુઅબહ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ના શરીર મુબારક પર એક રૂમી જભ્ભો હતો, તેની બાંયો તંગ (સાંકડી) હતી.

ફાયદો : હુઝૂર (સલ.) એ રૂમી જભ્ભો પહેરવો

અમુક રિવાયતોમાં આવે છે કે એ શામનો ગૂંથેલો હતો, હુઝૂર (સલ.) ના જમાનામાં શામ દેશ રૂમીઓની અંદરમાં હતો, એટલે એ કુર્તાને "શામી" પણ કહેવાય છે અને "રૂમી" પણ.

કયારેક સફરને કારણે વ્યકિતને પોતાના લિબાસમાં કંઈક ફેરફાર કરવો પડે છે, જેમકે સામાન્ય રીતે એક વ્યકિત પોતાના ઘર પર રહીને તો સફેદ કપડા પહેરે છે, પરંતુ સફરને કારણે રંગીન પણ પહેરે છે, એવી રીતે વતનમાં વ્યક્તિ એવો પોશાક પહેરે છે જેમાં વધારે ખિસ્સા નથી હોતા પરંતુ સફરમાં વધુ ખિસ્સા વાળા પોશાકનો ઉપયોગ કરે છે, મતલબ એ છે કે જો કપડાની શૈલીમાં સફરને કારણે કોઈ ખાસ ફેરફાર કરવામાં આવે તો વાંધો નથી, હઝરત નબીએ કરીમ (સલ.)એ રૂમી જભ્ભો પહેર્યો હતો તેની બાંયો તંગ હતી.

હઝરત મુગયરહ (રદિ.) ની આ રિવાયતમાં છે કે હઝરત નબીએ કરીમ (સલ.) કઝાએ હાજત માટે તશરીફ લઈ ગયા અને કઝાએ હાજતથી ફારિંગ થયા પછી હઝરત મુગયરહ (રદિ.) પાણી લઈને વુઝૂ કરાવવા માટે પહોંચ્યા. વુઝૂ દરમિયાન મોઢું ધોયા પછી જયારે હાથ ધોવાનો મોકો આવ્યો તો બાંયો ઉપર કરવાની કોશિશ કરી, પરંતુ તંગ હોવાને કારણે ઉપર સુધી ચઢી નહીં, તો હઝરત નબીએ કરીમ (સલ.) એ અંદરથી હાથ કાઢીને બંને હાથોને ધોયા. આ વાકિયો ગઝવએ તબૂકના મોકા પર પેશ આવ્યો હતો.

નવા કપડા ધોયા વગર પહેરવા

આ હદીસથી એક મસઅલો એ પણ માલૂમ થાય છે કે કાફિરોના દેશમાં બનેલા કપડા ધોયા વગર વાપરી શકાય છે, જેમકે ચીનથી કપડા આવે છે તો જરૂરી નથી કે તૈયાર કરનાર મુસલમાન હોય, શકય છે કે બિન મુસ્લિમે બનાવ્યા હોય. હવે કોઈ વ્યકિત ત્યાંથી બિલ્કુલ નવા કપડા લાવ્યો તો તમે તેને ધોયા વગર વાપરવા માંગો તો વાપરી શકો છો, જયાં સુધી કે તેની નાપાકીનું યકીન ન હોય, ધોવા જરૂરી નથી, હા! જો તેની ઉપર નાપાકી લાગેલી હોય તો તેને ધોવા જરૂરી છે, પરંતુ માત્ર એટલા માટે કે કાફિરોના હાથથી બનાવેલા છે, એટલે જયાં સુધી ન ધોવામાં આવે, ત્યાં સુધી પહેરવા ન જોઈએ, આ વાત યોગ્ય નથી.

વિશ્વમાં પ્રચલિત વિવિધ કેલેન્ડરો

સમયના માપનની અનંત યાત્રા

સમયને માપવા અને તેને વ્યવસ્થિત કરવા માટે માનવજાતે સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રણાલીઓનો વિકાસ કર્યો છે. દરેક સંસ્કૃતિએ પોતાની જરૂરિયાતો, ધાર્મિક માન્યતાઓ અને ખગોળીય અવલોકનોને આધારે સમયના ચક્રને સમજવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે, આજે આપણે વિશ્વભરમાં અસંખ્ય કેલેન્ડરો પ્રચલિત જોઈએ છીએ, જેમાંથી કેટલાક વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે, જ્યારે કેટલાક ચોક્કસ સમુદાયો અથવા ધર્મો પૂરતા મર્યાદિત છે. આ લેખમાં આપણે વિશ્વના કેટલાક મુખ્ય કેલેન્ડરો, ખાસ કરીને ગ્રેગોરિયન (અંગ્રેજી), ભારતીય અને ઈસ્લામિક કેલેન્ડર પર વિગતવાર ચર્ચા કરીશું.

૧. ગ્રેગોરિયન કેલેન્ડર (અંગ્રેજી કેલેન્ડર):

આજે વિશ્વભરમાં સૌથી વધુ પ્રચલિત અને વ્યાપકપણે સ્વીકૃત કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડર છે, જેને સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. મુળ રીતે પોપ ગ્રેગરી XIII દ્વારા રજૂ કરાયેલું આ સૌર કેલેન્ડર જુલિયન કેલેન્ડરમાં રહેલી ભૂલોને સુધારવા માટે બનાવવામાં આવ્યું હતું.

મૂળભૂત માળખું : ગ્રેગોરિયન કેલેન્ડર ૩૬૫ દિવસનું હોય છે, જેમાં દર ચાર વર્ષે એક લીપ યર (અધિવર્ષ) આવે છે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરવામાં આવે છે, જેથી તે ૩૬૬ દિવસનું થાય છે. આ કેલેન્ડરમાં ૧૨ મહિના હોય છે : જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર.

ગણતરીનો આધાર : આ કેલેન્ડર પૃથ્વીના સૂર્યની આસપાસના એક સંપૂર્ણ ચક્રને (સૂર્ય-કેન્દ્રીય ક્રાંતિ) આધાર તરીકે લે છે, જે લગભગ ૩૬૫.૨૪૨૫ દિવસનો હોય છે.

વ્યવસાય, શિક્ષણ, સરકારી કાર્યો અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો સાર્વત્રિક ઉપયોગ થાય છે.

૨. ભારતીય કેલેન્ડર (પંચાંગ)

ભારત દેશ કેલેન્ડરોની સમૃદ્ધ પરંપરા ધરાવતો દેશ છે. અહીં વિવિધ પ્રાદેશિક અને ધાર્મિક કેલેન્ડરો પ્રચલિત છે, જો કે ભારતીય કેલેન્ડર તરીકે સામાન્ય રીતે ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર એટલે કે શક સંવતને ઓળખવામાં આવે છે, જે શક યુગ પર આધારિત છે અને ૨૨ માર્ચ, ૧૯૫૭ ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિક્રમ સંવત પણ ભારતમાં વ્યાપકપણે પ્રચલિત છે. શક સંવતનો પ્રારંભ ઈ.સ. ૬૭ માં કનિષ્ક દ્વારા થયો હોવાનું મનાય છે.

આ કેલેન્ડરમાં ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ એમ ૧૨ મહિના હોય છે.

શક સંવત મુખ્યત્વે સૌર-ચંદ્ર કેલેન્ડર છે, જે સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિને ધ્યાનમાં લે છે. તિથિઓ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે, મહિનાઓ પણ ચંદ્ર ગતિ સાથે સંકળાયેલા હોય છે. લીપ વર્ષની ગણતરી ગ્રેગોરિયન કેલેન્ડર જેવી જ હોય છે, જેમાં ચાર વરસે એક વધારાનો (અધિક માસ) મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૌર અને ચાંદ્ર ચક્ર વચ્ચે સુમેળ જળવાઈ રહે. સરકારી દસ્તાવેજો, ગેઝેટ અને આકાશવાણીના કાર્યક્રમોમાં તેનો ઉપયોગ થાય છે.

વિક્રમ સંવત :

પ્રારંભ : વિક્રમ સંવતનો પ્રારંભ ઈ.સ. પૂર્વે ૫૭ માં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારા થયો હોવાનું મનાય છે.

ઉપયોગ : ગુજરાત સહિત ભારતના ઘણા ભાગોમાં ધાર્મિક તહેવારો, સામાજિક પ્રસંગો અને ખેતીવાડી સંબંધિત કાર્યો માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

વર્ષની શરૂઆત : ગુજરાતમાં કારતક સુદ એકમથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે.

૩. ઈસ્લામિક કેલેન્ડર (હિજરી કેલેન્ડર) : ચંદ્ર આધારિત ખુદાઈ વ્યવસ્થા

ઈસ્લામિક કેલેન્ડર, જેને હિજરી કેલેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સંપૂર્ણપણે ચંદ્ર આધારિત (ચંદ્ર કેલેન્ડર) છે. આ કેલેન્ડરનો ઉપયોગ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ધાર્મિક રજાઓ, ઉપવાસના સમયગાળા (રમઝાન), હજ યાત્રા અને અન્ય ઈસ્લામિક ઘટનાઓ નક્કી કરવા માટે થાય છે. ઈસ્લામમાં મહિનાઓની સંખ્યા અને સમયની આ વ્યવસ્થા અલ્લાહ તઆલા તરફથી નિર્ધારિત માનવામાં આવે છે. પવિત્ર કુરાનમાં સૂરત અલ-તૌબાની આયત ૩૬ માં અલ્લાહ તઆલા ફરમાવે છે :

إنَّ عدة الشهور عند الله اثنا عشر شهرا في كتاب الله 

(ખરેખર, અલ્લાહના નિકટ મહિનાઓની સંખ્યા બાર મહિના છે, અલ્લાહના લખાણમાં, તે દિવસથી જ્યારે તેણે આકાશો અને પૃથ્વીનું સર્જન કર્યુ.)

આ આયત સ્પષ્ટ કરે છે કે મહિનાઓની બારની સંખ્યા અલ્લાહ દ્વારા આકાશો અને પૃથ્વીના સર્જનના દિવસથી જ નિર્ધારિત કરાયેલી એક શાશ્વત વ્યવસ્થા છે, જે ઇસ્લામિક કેલેન્ડરના મૂળભૂત માળખાને ખુદાઈ આધાર પૂરો પાડે છે.

મૂળભૂત માળખું: ઈસ્લામિક કેલેન્ડરમાં પણ ૧૨ મહિના હોય છે, જે ચંદ્રના ચક્ર પર આધારિત હોય છે. દરેક મહિનો નવા ચંદ્ર (નવા ચંદ્રના દર્શન) ના દેખાવ સાથે શરૂ થાય છે અને ૨૯ અથવા ૩૦ દિવસનો હોય છે. પરિણામે ઈસ્લામિક વર્ષ ૩૫૪ અથવા ૩૫૫ દિવસનું હોય છે, જે ગ્રેગોરિયન સૌર વર્ષ કરતાં લગભગ ૧૦ થી ૧૨ દિવસ ટૂંકું હોય છે.

ઈસ્લામિક કેલેન્ડરના મહિનાઓ નીચે મુજબ છે :

૧. મહોર્રમ.

૨. સફર

૩. રબીઉઅલ અવ્વલ

૪. રબીઉલ આખર

૫. જુમાદલ ઉલા

૬. જુમાદલ આખિર

૬. રજબ

૭. શાબાન

૮. રમઝાન

૧૦. શવ્વાલ

૧૧. ઝુલ કઅદહ 

૧૨. ઝુલ હિજહ

ઈસ્લામિક કેલેન્ડરનો પ્રારંભ પયગંબર મુહમ્મદ સાહેબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મક્કાથી મદીના હિજરત (સ્થળાંતર)થી ગણાય છે. આ ઘટના, જેને હિજરત તરીકે ઓળખવામાં આવે છે, તે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ૬૨૨ ઈ.સ. માં બની હતી. ઈસ્લામિક કેલેન્ડરનું વર્ષ હિજરી તરીકે દર્શાવવામાં આવે છે. દા.ત., ૧૪૪૬ હિજરી.

સૌર વર્ષ સાથેનો સંબંધ : ઈસ્લામિક કેલેન્ડર સૌર વર્ષ કરતાં ટૂંકું હોવાથી, ઈસ્લામિક તહેવારો અને ઘટનાઓ દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડરમાં લગભગ ૧૦ થી ૧૨ દિવસ વહેલા આવે છે. આનો અર્થ એ થયો કે રમઝાનનો મહિનો અથવા ઈદ જેવા તહેવારો દર વર્ષે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ અલગ-અલગ તારીખોએ આવે છે અને ધીમે ધીમે બધી ઋતુઓમાંથી પસાર થાય છે. ઉદાહરણ તરીકે, રમઝાનનો પવિત્ર મહિનો, જેમાં ઉપવાસ કરવામાં આવે છે, તે કયારેક કાળઝાળ ઉનાળામાં આવે છે, તો કયારેક આહલાદક શિયાળામાં અથવા વસંત ૠતુમાં આવે છે. તેવી જ રીતે, ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-ઉલ-અદહા જેવા મુખ્ય તહેવારો પણ દર વર્ષે અલગ-અલગ મૌસમનો અનુભવ કરાવે છે.

આ ઋતુચક્ર ઈસ્લામિક કેલેન્ડરની સુંદરતા છે, કારણ કે તે લોકોને દરેક ઋતુની વિશિષ્ટતાઓ સાથે તેમના ધાર્મિક કાર્યો અને ઉજવણીઓને જોડવાની તક આપે છે. પછી ભલે તે ગરમ દિવસોના લાંબા ઉપવાસ હોય કે ઠંડી રાતોમાં તહેવારોની રોનક, દરેક મોસમ તહેવારોમાં એક નવો રંગ અને અનુભવ ઉમેરે છે, જે ધાર્મિક પ્રથાઓને વધુ ગતિશીલ અને વૈવિધ્યસભર બનાવે છે.

નવા મહિનાની શરૂઆત : ઈસ્લામિક કેલેન્ડરમાં નવા મહિનાની શરૂઆત ચંદ્રના નવા દેખાવ (હિલાલ) પર આધારિત હોય છે. આથી વિશ્વના વિવિધ ભાગોમાં ભૌગોલિક સ્થાન અને વાદળછાયા હવામાનને કારણે નવા મહિનાની શરૂઆતની તારીખમાં થોડો તફાવત જોવા મળી શકે છે. કેટલાક સમુદાયો ખગોળીય ગણતરીઓનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય લોકો વાસ્તવિક ચંદ્ર દર્શન પર આધાર રાખે છે.

ઈસ્લામિક કેલેન્ડર મુખ્યત્વે ધાર્મિક અને સાંસ્કૃતિક હેતુઓ માટે વપરાય છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં, તે સત્તાવાર કેલેન્ડર તરીકે અથવા ગ્રેગોરિયન કેલેન્ડર સાથે સહ-અસ્તિત્વ ધરાવે છે.

ઈસ્લામ અને ઈબાદત

ઈસ્લામ એક કુદરતી ધર્મ છે. એટલે કે અલ્લાહ તઆલાએ બનાવેલ સૃષ્ટિ અને દરેક સર્જનો સાથે બંધ બેસતો છે. હદીસ શરીફમાં આવે છે કે પેદા થનાર દરેક બાળક મુળે ઈસ્લામ મુજબ પેદા થાય છે. પછી માં – બાપ એને યહૂદી કે ઈસાઈ બનાવે છે. એટલે કે જો માં બાપ તેને કોઈ ધર્મની તાલીમ ન આપે તો તેનો સ્વભાવ આપોઆપ ઈસ્લામ મુજબ જ બનશે.

ઈસ્લામના દરેક હુકમ અને દરેક માર્ગદર્શનમાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તેના પર અમલ કરી શકાય. ઈસ્લામમાં ઈબાદતનો ખ્યાલ એ છે કે જે કામ અલ્લાહ તઆલાની મરજી અને તેની નિર્ધારિત મર્યાદાઓ-સીમાની અંદર હોય તે બધા જ કામો ઈબાદતમાં શામેલ છે.

જ્ઞાન પ્રાપ્ત કરવું, વેપાર કરવો, રાજકારણમાં ભાગ લેવો, પત્ની- બાળકોનું પાલનપોષણ કરવું કે માતા-પિતાની સેવા કરવી, આ બધા કાર્યો જો અલ્લાહ તઆલા અને તેના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા બતાવેલા તરીકા મુજબ કરવામાં આવે તો તે પણ ઈબાદત છે.

પરંતુ ઈબાદતની કેટલીક રીતો ફરજિયાત છે, જેમ કે નમાઝ, રોઝા, હજ, ઝકાત વગેરે. ઈબાદત આમ તો દરેક સમયે, દરેક જગ્યાએ થઈ શકે છે, પરંતુ નમાઝ માટે મસ્જિદો બનાવવામાં આવે છે. મસ્જિદમાં ઘણા મુસલમાનો ભેગા મળીને નમાઝ અદા કરે છે. મસ્જિદને અલ્લાહનું ઘર પણ કહેવાય છે. તેથી મસ્જિદ અત્યંત પવિત્ર અને મુબારક જગ્યા હોય છે. તેનું સન્માન કરવું દરેક મુસલમાન પર ફરજ છે. કોઈ મુસલમાન એવું વિચારી પણ ન શકે કે તે મસ્જિદનું સન્માન ન કરે.

અને મુસલમાન તો મસ્જિદ જ શું, દરેક ઈબાદતગાહ-પૂજા સ્થળનું અપમાન નથી કરતો. ભલે તે કોઈપણ ધર્મના અનુયાયીઓની ઈબાદતગાહ હોય. મુસલમાનો કોઈ પણ કોમની ઈબાદતગાહને નુકસાન પહોંચાડતા નથી. આપણા પ્યારા નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો મૂર્તિઓને પણ ખરાબ કહેવાથી મના ફરમાવી છે.

મુસલમાનો કોઈને તકલીફ પહોંચાડતા નથી, તેથી મુસલમાનો ઈચ્છે છે કે બીજી કોમોના લોકો પણ તેમને તકલીફ ન પહોંચાડે અને તેમની મસ્જિદોનું સન્માન કરે. જ્યારે કોઈ વ્યક્તિ કે કોમ તેમની મસ્જિદનું અપમાન કરે છે ત્યારે તેમનું દિલ દુઃખે છે.

શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

કબર અને દફનના અમુક મસાઈલ.

સવાલ: એક મુસ્લિમની કબર કેટલી હોવી જોઈએ ? ઉપરનો તથા નીચેનો ભાગ કેટલો રાખવો ? મર્દ અને ઓરતની કબરની ખોદવાની રીત અલગ અલગ રહેશે ?

જવાબ: حامدا ومصليا ومسلما

આપણે ત્યાં ખોદવામાં આવતી કબરના બે ભાગો હોય છે, એક ઉપરનો ભાગ અને બીજો નીચેનો ભાગ, બંને ભાગોથી બનતી કબરની કુલ ઊંડાઈ મધ્યમ પ્રકારની ઊંચાઈવાળા માણસની અડધી ઊંચાઈથી લઈ પૂરી ઊંચાઈના પ્રમાણમાં રાખી શકાય છે, ઓછામાં ઓછી અડધી ઊંચાઈના પ્રમાણમાં તો ખોદવી જ જોઈએ, અને વધુથી વધુ પૂરી ઊંચાઈના પ્રમાણમાં, અડધી ઊંચાઈથી જેટલી વધારે ઊંડી ખોદવામાં આવે, તેટલી વધારે બહેતર છે, કારણ કે લાશની વાસ (દુર્ગંધ) બહાર ફેલવાથી અને જંગલી પ્રાણીઓ દ્વારા કબર ખોદાય જવાથી હિફાઝત થશે. (શામી : ૫૯૯ / ૧, ઈન્દાદુલ અહકામઃ ૧/૮૩૮, ઝુબ્દતુલ ફતાવા : ૩/૪૩૫) નીચેના ભાગની ઊંડાઈ ઓછામાં ઓછી એટલી રાખવામાં આવે કે ઉપરના ભાગમાં પાટીયાં મુકવાની સૂરતમાં, પાટીયાં મય્યિત-લાશના બદનને ન સ્પર્શે. (તહતાવી: ૬૦૭, કિતાબુલ મસાઈલઃ ૨/૯૫) અને કબ્રની લંબાઈ ૨૦૦ સે.મી. અથવા બે મીટર અને પહોળાઈ ૭૫ સે.મી. અથવા પોણો મીટર એક મધ્યમ કદવાળા માણસ માટે રાખવામાં આવશે, અને આ પ્રમાણ અને માપમાં માણસની લંબાઈ, જાડાઈ, નાનુ હોવું વગેરેની દ્રષ્ટિએ વધ-ઘટ કરી શકાય છે. (મસાઈલુલ મીઝાનઃ ૧૮૩), કબર ખોદવા સંબંધિત મઝકૂર પ્રમાણ મર્દ અને ઓરત બંને માટે લાગુ થશે. કફત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

સવાલ : ઓરતની કબરમાં કોણ કોણ મર્દ ઉતરી શકે છે ?

જવાબ: حامدا ومصليا ومسلما 

ઔરતની કબરમાં તેના તે રિશ્તેદારો કબરમાં દફન ક્રિયા માટે ઉતરે.

જેમને શરીઅતની પરિભાષામાં 'ઝુ રહમ મહરમ' (કિંવા જેમની સાથે નિકાહ કરવા સદા માટે હરામ ઠરે છે.) અને આવા રિશ્તેદારો ઉપસ્થિત ન હોય, તો અન્ય નઝદીકના સગાઓ ઉતરે અને જો નઝદીકના રિશ્તેદારો પણ મૌજૂદ ન હોય, તો પછી અન્ય કોઈ પણ પરાયો માણસ કબરમાં દફન ક્રિયા માટે ઉતરી શકે છે. (બહરૂર્રાઈકઃ ૨ / ૧૯૩, કિતાબુલ મસાઈલઃ ૨/૯૭) કફત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

સવાલ: અમારા ગામના કબ્રસ્તાનમાં જનાઝાની નમાઝ પઢવાની જગ્યા પર કેટલાક મર્દ નવાફિલ નમાઝ પઢે છે, તો શું નવાફિલ પઢી શકાય છે ? શરીઅતની રોશનીમાં જણાશો.

જવાબ: حامدا ومصليا ومسلما 

જનાઝાની નમાઝ પઢવાની જગ્યાએ સામે કબર ન હોય અથવા કબરની આગળ આડ હોય, તો નફલ નમાઝ પઢવામાં વાંધો નથી. કફત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

સવાલઃ કબર પાસે કુર્આન શરીફમાં જોઈને કે મોબાઈલમાં જોઈને પઢી શકાય કે કેમ ?

જવાબ: حامدا ومصليا ومسلما 

કબર પાસે કુર્આન પઢી મય્યિતને બખ્શવું જાઈઝ છે, મોઢે યાદ ન હોય, તો કુર્આનમાં જોઈને પઢવું પણ દુરુસ્ત છે, અને મોબાઈલમાં જોઈને કુર્આન પઢવાનો પણ આ જ હુકમ છે. (ફતાવા હિન્દિય્યહ :૧/૧૬૬ ઉપરથી) અલબત્ત મહમૂદુલ ફતાવામાં છે કે ઉત્તમ અને બહેતર છે કે મોઢે કુર્આન પઢે.(૩/૨૯૩)

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૧/ જુમાદલ આખર, ૧૪૪૦ હિજરી)

જીતની ખુશી

કહે છે કે અરબસ્તાનનો એક રાજા ઘરડો થઈ ગયો હતો અને વૃદ્ધાવસ્થામાં જ એક ખતરનાક બીમારીમાં સપડાય ગયો. બીમારીનું કષ્ટ વેઠીને તે જીવનથી નિરાશ થઈ રહયો હતો અને ઈચ્છા કરતો હતો કે મોતનો ફરિશ્તો વહેલી તકે આવી જાય તો મુસીબતોથી છુટકારો મળે.

આ દિવસોમાં યુદ્ધ મેદાનેથી પરત ફરેલા એક સિપાહીએ રાજાને ખુશખબર સંભળાવી કે બાદશાહ સલામતની પ્રતિભા અને પ્રતિષ્ઠાના પ્રતાપે આપણી સેનાએ શત્રુને પરાજિત કરીને ફલાણા ફલાણા વિસ્તારો ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું છે અને તે વિસ્તારના લોકો સાચા દિલથી બાદશાહના તાબેદાર બની ગયા છે.

રાજાને આ સમાચારથી કોઈ હરખ કે પ્રસન્નતા ઉપજી નહીં, એ નિરાશ જ રહયો, અને આહ ભરીને કહેવા લાગ્યો : આ ખુશખબરી મારા માટે નથી, મારા દુશ્મનો માટે છે, જેઓ રાજગાદીએ બેસવાની લાલચે મારા મરવાની દુઆ કરી રહયા છે.

આખું જીવન પૂરું થયું અને હું મનની મુરાદ પૂરી થવાની રાહ જોતો રહયો. અને આજે મુરાદ બર આવી છે તો હવે શો ફાયદો ? હવે તો મૃત્યુના રસ્તેથી હું પાછો વળી શકું એમ નથી. મૃત્યુનો ઘંટ વાગી ચુકયો છે. પ્યારી આંખો! હવે આ માથાને અલવિદા કહી દો. હાથ, હથેળી અને કાંડા, બાવડાં ! બધા એકબીજાને આવજો કહી દો. શત્રુની મનોકામના મુજબ હું મરી રહયો છું, દોસ્તો હવે માફ કરશો. આખું આયખું નાદાનીમાં વીત્યું, હું બુરાઈઓથી ન બચી શકયો, પણ તમે બચીને રહેશો.

વાર્તાનો બોધ આ છે કે માણસ ગમે તેટલો મહાન સત્તાધીશ બની જાય, આખરે મૃત્યુ જ એનો અંજામ છે. એના નક્કી સમયે મૃત્યુ દરવાજે આવીને ઉભું રહે છે અને માણસે બધો સરંજામ મુકીને ચાલી નીકળવું પડે છે, અને ત્યારે ખબર પડે છે કે જે ઈચ્છાઓ અને હેતુઓને પ્રાપ્ત કરવા ખાતર આયખું ઘસી નાંખ્યું એનું કોઈ મુલ્ય નથી. બલકે એ બધું મરવાની રાહ જોઈ રહેલા પુત્રો માટે છે. દુનિયાની સત્તાનો એક અંજામ આ પણ છે કે બેટો બાપના જીવવાની નહીં, મરવાની રાહ જુએ છે. આજે પણ ધનવાનોમાં આવા કિસ્સાઓ સાંભળવા મળે છે.

Five Golden Advices of Rasulullah (S.A.W.) to Abu Huraira (RA)

عن أبي هريرة رضي الله عنه قال : قال رسول الله صلى الله عليه وسلم: (من يأخذ عنى هؤلاء الكلمات فيعمل بهنّ أو يعلمهن من يعمل بهنّ؟ قال أبو هريرة: فقلت أنا يا رسول الله، فأخذ بيدي فعدّ خمسََا، قال: (اتّق المحارم تكن أعبد الناس، وارض بما قسم الله لك تكُن أغنى النّاس، وأرض إلى جارك تكن مؤمنا ، وأحب للناس ما تحب لنفسك تكن مسلما، ولا تكثر الضحك فإن كثرة الضحك تُميتُ القلب) رواه أحمد، والترمذي

1)"Avoid what is forbidden, and you will be the most devout ('Abid) of people."

"Maharim" means the things Allah has prohibited: such as zina, theft, lying, riba (interest), backbiting, alcohol, etc. and to be truly devout isn't just about praying or fasting, it's about avoiding sin.

Worship is not only about doing more; it's also about protecting your soul from haram. Avoiding haram is the foundation of true taqwa (God- consciousness)

True worship means staying away from sin as much as performing good deeds.

2)"Be content with what Allah has allotted for you, and you will be the richest of people."

True richness is not about how much wealth you have, but about how satisfied you are with what Allah has decreed for you.

Real wealth is found in contentment (Qanaat), not money.

Contentment (Qanaat) leads to peace and removes greed, jealousy, and depression. A poor person who is content is richer than a millionaire who is always chasing more.

3) “Be kind to your neighbor, and you will be a true believer.”

Good character toward your neighbors is a sign of true faith, Includes helping them, not harming them, and treating them kindly.

Islam is not just personal: it's social. Faith must reflect in our actions toward others closest, like neighbors. especially those

Faith shows through character and good treatment of others.

4)"Love for people what you love for yourself, and you will be a true Muslim."

Wishing good, success, and blessings for others just as you wish for yourself.

True Islam requires a pure heart, free of envy, hatred, and selfishness. This is the foundation of a united Ummah.

A sincere Muslim desires good for others just like himself.

5) Do not laugh excessively, for too much laughter kills the heart.

Islam is not against laughter, but constant, excessive joking can lead to heedlessness and hard-heartedness. Balance joy with remembrance of Allah (dhikr), reflection, and seriousness. A dead heart loses its sensitivity to faith and sins. 

Maintain balance - joy is good, but heedlessness is harmful.

જીતની ખુશી

કહે છે કે અરબસ્તાનનો એક રાજા ઘરડો થઈ ગયો હતો અને વૃદ્ધાવસ્થામાં જ એક ખતરનાક બીમારીમાં સપડાય ગયો. બીમારીનું કષ્ટ વેઠીને તે જીવનથી નિરાશ થઈ રહયો હતો અને ઈચ્છા કરતો હતો કે મોતનો ફરિશ્તો વહેલી તકે આવી જાય તો મુસીબતોથી છુટકારો મળે.

આ દિવસોમાં યુદ્ધ મેદાનેથી પરત ફરેલા એક સિપાહીએ રાજાને ખુશખબર સંભળાવી કે બાદશાહ સલામતની પ્રતિભા અને પ્રતિષ્ઠાના પ્રતાપે આપણી સેનાએ શત્રુને પરાજિત કરીને ફલાણા ફલાણા વિસ્તારો ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું છે અને તે વિસ્તારના લોકો સાચા દિલથી બાદશાહના તાબેદાર બની ગયા છે.

રાજાને આ સમાચારથી કોઈ હરખ કે પ્રસન્નતા ઉપજી નહીં, એ નિરાશ જ રહયો, અને આહ ભરીને કહેવા લાગ્યો : આ ખુશખબરી મારા માટે નથી, મારા દુશ્મનો માટે છે, જેઓ રાજગાદીએ બેસવાની લાલચે મારા મરવાની દુઆ કરી રહયા છે.

આખું જીવન પૂરું થયું અને હું મનની મુરાદ પૂરી થવાની રાહ જોતો રહયો. અને આજે મુરાદ બર આવી છે તો હવે શો ફાયદો ? હવે તો મૃત્યુના રસ્તેથી હું પાછો વળી શકું એમ નથી. મૃત્યુનો ઘંટ વાગી ચુકયો છે. પ્યારી આંખો! હવે આ માથાને અલવિદા કહી દો. હાથ, હથેળી અને કાંડા, બાવડાં ! બધા એકબીજાને આવજો કહી દો. શત્રુની મનોકામના મુજબ હું મરી રહયો છું, દોસ્તો હવે માફ કરશો. આખું આયખું નાદાનીમાં વીત્યું, હું બુરાઈઓથી ન બચી શકયો, પણ તમે બચીને રહેશો.

વાર્તાનો બોધ આ છે કે માણસ ગમે તેટલો મહાન સત્તાધીશ બની જાય, આખરે મૃત્યુ જ એનો અંજામ છે. એના નક્કી સમયે મૃત્યુ દરવાજે આવીને ઉભું રહે છે અને માણસે બધો સરંજામ મુકીને ચાલી નીકળવું પડે છે, અને ત્યારે ખબર પડે છે કે જે ઈચ્છાઓ અને હેતુઓને પ્રાપ્ત કરવા ખાતર આયખું ઘસી નાંખ્યું એનું કોઈ મુલ્ય નથી. બલકે એ બધું મરવાની રાહ જોઈ રહેલા પુત્રો માટે છે. દુનિયાની સત્તાનો એક અંજામ આ પણ છે કે બેટો બાપના જીવવાની નહીં, મરવાની રાહ જુએ છે. આજે પણ ધનવાનોમાં આવા કિસ્સાઓ સાંભળવા મળે છે.

છેલ્લા પાને......

હલાલ રોઝીની બરકત

લોકો પોતાની રોઝી હલાલ કરી લે તો બસ છે. પછી આખી રાત ઈબાદત ન કરે અને દિવસોના રોઝા ન રાખે તો પણ વાંધો નથી. (ઈબ્રાહીમ બિન અદહમ રહ.)

દિલનો આયનો

માણસ પોતાને આયનામાં જેટલો જુએ છે, એટલો પોતાને દિલમાં નજર કરીને જોતો હોય તો ઘણો સારો હોય.

ખુબસૂરતી

સારી ખુબસૂરત વસ્તુઓ ન શોધો, એવી વસ્તુઓ શોધો જે આપણને ખૂબસૂરત બનાવી દે.

તકદીદ અને કોશિશ

દુનિયા થકી માણસને એટલું જ મળે છે, જે એની તકદીરમાં લખ્યું હોય. એનાથી વધારે એક દાણો માણસને મળતો નથી. માટે કોશિશ ઘણી બધી કરો પણ જે મળે એના ઉપર રાજી રહો.

દુનિયા અને ઈમાન

જેના દિલમાં દુનિયા વસી ગઈ હોય તો પછી ઈમાન ડગમગવા લાગે છે, અને જેના દિલમાં ઈમાન વસી ગયું હોય તો દુનિયા એની પાસે ટકતી નથી, ડગમગતી રહે છે.

દિલની અવાઝ

અલ્લાહ તઆલા બધું જાણનાર સાંભળનાર છે. માણસના બોલવા પહેલાં દિલની અવાજ સાંભળી છે. માટે પોતાના દુખડાં અલ્લાહ સામે રજૂ કરો, ઉકેલ અને નિવારણ જરૂર આવશે.

નિયત અને અમલ

નિય્યત સારી હોવી જોઈએ. લોકોની નજર અમલ તરફ હોય છે, પણ અલ્લાહ તઆલાની નજર નિય્યત ઉપર હોય છે.

ઈસ્તેકામત

મશાઈખનું કહેવું છે કે ઈસ્તેકામત વગર માણસને કંઈ મળતું નથી. 'યક દર ગીર, મુહકમ ગીર' માણસની જીંદગીનો સિદ્ધાંત હોવો જોઈએ.

માફીનું મહત્વ

શેખ નિઝામુદ્દીન રહ. ફરમાવતા હતા કે ગુસ્સો પી જવા કરતાં પણ માફ કરવું વધારે મોટું કામ છે. કારણ કે કોઈ માણસ ગુસ્સો પી જાય પણ માફ ન કરે તો શકય છે કે પછી એના દિલમાં 'કીના'ની બુનિયાદ પડી જાય.

તોબાની બરકત

જે માણસથી કોઈ ગુનો થઈ જાય અને તે સાચી તોબા કરી લે તો પછી એનો મરતબો અલ્લાહ તઆલા પાસે પહેલાં કરતાં વધારે થઈ જાય છે.

ઝિક્રની મજલિસ

હસન બસરી રહ. પાસે માણસે દિલ સખત હોવાની શિકાયત કરી તો આપ રહ.એ ફરમાવ્યું કે ઝિક્રની મજલિસમાં શરીક થયા કરો. 

ઈખ્લાસ

દુઆની કુબૂલિયત એમાં રહેલા ઈખ્લાસ ઉપર આધાર રાખે છે.