અલ-બલાગ : માર્ચ-2022

તંત્રી સ્થાનેથી

ભારતની સરકારને અને તેના દરેક તંત્રને મુસલમાનોને લગતી બાબતો પ્રત્યે સુગ હોય, એમ જયારે પણ મોકો મળે દરેક પોતાનાથી બનતા બધા જ પ્રયાસો ઈસ્લામ અને મુસલમાનોને પરેશાન કરવાના કરી છુટે છે. એમ લાગે છે કે એક આખી મિશનરી બારે માસ એવા પયત્નોમાં વ્યસ્ત રહે છે કે મુસલમાનો કોઈ પણ રીતે પોતાને શાંત, સલામત, સ્વતંત્ર ન સમજે, સદાએ કોઈને કોઈ સમસ્યામાં ફસાયેલા જ રહે, જેથી દેશ અને દુનિયા સાથે એમનો વિકાસ ન થાય અને તેઓ દરેક રીતે પછાત રહી જાય.

આજકાલ હિજાબનો મુદ્દો ઉછાળવામાં આવી રહયો છે. કાયદા અને બંધારણની રક્ષક ગણાતી કોર્ટ પણ ચોખ્ખા ચણાક આ મુદ્દા ઉપર લાંબી સુનાવણી કરી રહી છે.

અને હિજાબનો વિરોધ પણ શિક્ષણ સંસ્થાનોમાં ! એક તો આ વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો છે, ઉપરથી એમાં ધાર્મિક સ્વતંત્રતા અને આસ્થાનો અધિકાર પણ શામેલ થાય છે, અને આ બધાથી ઉપર જઈને વિચારવાની જરૂર છે કે કોઈ વ્યકિત કે યુવતી પોતાના ધર્મ અનુસાર અથવા શોખ અને પસંદના આધારે કોઈ પહેરવેશ અપનાવે તો શું સ્કૂલ યુનિફોર્મના નામે એને શિક્ષણથી વંચિત રાખવામાં આવશે ? શું શિક્ષણ મહતવનું છે કે યુનિફોર્મ ? પહેરવેશ અને યુનિફોર્મના ગમે તેટલા ઉચ્ચ આદર્શ અને ધ્યેય હોય, ગમે તેવા લાભ હોય છતાં ..તે એવી તો કોઈ દિવ્ય બાબત નથી કે એના લઈને શિક્ષણના મુળભૂત અધિકારથી કોઈને વંચિત રાખવામાં આવે, કોઈને અભણ રાખવામાં આવે.

આજકાલ મુસ્લિમ સમાજે પણ પૂરી સભાનતા વર્તવાની જરૂરત છે. ઈસ્લામી શરીઅત ઉપર શરીઅતના માર્ગદર્શન મુજબ અમલ કરવાની સાથે એની યોગ્યતા અને ઉપયોગિતા ઉપર પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ વ્યકત કરવામાં આવે એ પણ જરૂરી છે.

પતિ - પત્નિ વચ્ચેના અણબનાવના નિવારણ માટે કુરઆની માર્ગદર્શન

-મુફતી ફરીદ અહમદ કાવી.

 ﷽ اَلرِّجَالُ قَوّٰمُوْنَ عَلَى النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعْضَهُمْ عَلٰى بَعْضٍ وَّ بِمَاۤ اَنْفَقُوْا مِنْ اَمْوَالِهِمْؕ-فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلْغَیْبِ بِمَا حَفِظَ اللّٰهُؕ-وَ الّٰتِیْ تَخَافُوْنَ نُشُوْزَهُنَّ فَعِظُوْهُنَّ وَ اهْجُرُوْهُنَّ فِی الْمَضَاجِـعِ وَ اضْرِبُوْهُنَّۚ-فَاِنْ اَطَعْنَكُمْ فَلَا تَبْغُوْا عَلَیْهِنَّ سَبِیْلًاؕ-اِنَّ اللّٰهَ كَانَ عَلِیًّا كَبِیْرًا(34) وَ اِنْ خِفْتُمْ شِقَاقَ بَیْنِهِمَا فَابْعَثُوْا حَكَمًا مِّنْ اَهْلِهٖ وَ حَكَمًا مِّنْ اَهْلِهَاۚ-اِنْ یُّرِیْدَاۤ اِصْلَاحًا یُّوَفِّقِ اللّٰهُ بَیْنَهُمَاؕ-اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا خَبِیْرًا(35)

તરજમહ : પુરુષો સ્ત્રીઓ ઉપર સરદાર (વડીલ) છે, એવા કારણોના લઈ જેના વડે અલ્લાહ તઆલાએ એકને બીજા ઉપર શ્રેષ્ઠતા આપી છે, અને એટલા માટે (પણ) કે તેઓએ એમનો માલ ખર્ચ કર્યો છે. માટે નેક સ્ત્રીઓ આજ્ઞાકારી હોય છે, અને પતિની ગેરહાજરીમાં પણ અલ્લાહ હિફાઝતથી રાખે એ મુજબ (માલ અને આબરૂની) હિફાજત કરનાર હોય છે. અને એવી સ્ત્રીઓ જેમની નાફરમાનીનો તમને ખોફ હોય તો તેણીઓને નસીહત કરો અને પથારીમાં અલગ કરી દો, અને મારો, આમ જો તેણી તમારી વાત માની લે તો એમના વિરુદ્ધ બહાનાં (આરોપો) ન શોધો. બેશક અલ્લાહ તઆલા ઘણો ઉચ્ચ અને મહાન છે. (૩૪) અને જો તમને તે બંને (પતિ-પત્ની) વચ્ચે ઝઘડા વિરોધાભાસનો ડર હોય તો એક લવાદ પતિના કુટુંબ તરફથી અને એક લવાદ પત્નીના કુટુંબ તરફથી નક્કી કરી દો. જો આ બન્ને લવાદ સુલેહ – સુધાર કરાવવા ચાહશે તો અલ્લાહ તઆલા બન્ને વચ્ચે મેળ કરાવી દેશે. બેશક, અલ્લાહ સર્વજ્ઞાની અને બધી જ જાણકારી ધરાવનાર છે. (૩૫)

તફસીર : સૂરએ બકરહમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે ઓરતોના પણ પુરૂષો ઉપર એવા જ હકો છે, જેમ પુરૂષોના હકો ઓરતો ઉપર છે, એટલે કોઈ એક પક્ષ પૂર્ણ રીતે બીજા ઉપર નિયંત્રણ રાખતો હોય અને બીજો પક્ષ એનો ગુલામ હોય, જેના કોઈ અધિકાર હોય એવું નથી. બંને પક્ષો એક બીજા ઉપર અધિકાર અને હક રાખવામાં સમાન છે. અલબત્ત પરિવાર અને કુટુંબ સામુહિક વ્યવસ્થાનું નામ છે, અને કમથી કમ બે માણસો (પતિ-પત્નિ) વડે જ ચાલતી વ્યવસ્થા છે, એટલે અન્ય સામુહિક કામોની જેમ એક વ્યકિત બોસ કે વડીલ હોય એ આવશ્યક છે. અને આ આશયે અલ્લાહ તઆલાએ પુરૂષને કોટુંબિક વ્યવસ્થામાં સરદાર બનાવ્યો છે અને અમુક વધારાની જવાબદારીઓ એના માથે નાખી છે તો એને આગવા અધિકારો પણ આપ્યા છે. પુરૂષને આવી પ્રાથમિકતા અને સરદારી શીદને આપવામાં આવી છે એના બે મુખ્ય કારણો આ આયતમાં અલ્લાહ તઆલાએ દર્શાવ્યા છે: પ્રથમ બાબત આ છે કે અલ્લાહ તઆલાએ એની હિકમત અને મસ્લેહત મુજબ પુરૂષને ઓરત કરતાં કંઈ વધારે વિશેષતા, શકિત વગેરે આપ્યાં છે. આ અલ્લાહનો ફેસલો છે અને એના કારણો એ જ જાણે છે, જેમ અન્ય મસ્જિદો કરતાં કાબા શરીફ અને મદીના શરીફને વધારે ફઝીલત આપી છે, વગેરે. બીજું કારણ જવાબદારીઓ.. એટલે કે અલ્લાહ તઆલાએ પુરૂષને એની શકિત અને આવડત મુજબ વધારે જવાબદારીઓ આપી છે, ઓરત સાથે નિકાહ કરતી વેળા મહેરમાં માલ આપવો પડે છે, પછી ખાધા -ખોરાકી અને રહેવા સહેવા વગેરેના સઘળા ખર્ચાઓ પુરૂષ ઉપર નાખવામાં આવ્યા છે. આમાં ઓરત ઉપર કોઈ જવાબદારી નથી.

પછી ઓરતોએ કેવી રીતે રહેવું જોઈએ એનું વર્ણન છે. કુરઆનના શબ્દો મુજબ તો નેક ઓરતો કેવી હોય છે એનું વર્ણન છે, પણ વાસ્તવમાં નેક ઓરતોએ આ પ્રમાણે રહેવું જોઈએ એનો આદેશ અને માર્ગદર્શન છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે નેક ઓરતોએ અલ્લાહ તઆલાએ બનાવેલ વ્યવસ્થા મુજબ નિકાહ કરીને શોહરના તાબે રહેવું જોઈએ. પુરૂષ એના કામ અર્થે ઘર બહાર હોય ત્યારે એની સઘળી સંપત્તિ અને આબરૂ પણ... ઓરતના હાથમાં હોય છે, એટલે આવા સમયે ઓરતની વિશેષ જવાબદારી છે કે અલ્લાહ તઆલાની મદદ માંગીને માલ અને આબરૂની હિફાઝત કરે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : શ્રેષ્ઠ ઓરત એને કહેવાય કે માણસ જયારે એને જુએ તો ખુશ થાય, જવારે કોઈ કામનું કહે તો શોહરની વાત માની લે. અને જયારે માણસ ગાયબ હોય તો પોતાની આબરૂ અને શોહરના માલની હિફાઝત કરે.

આયતનાં આગલા ભાગમાં બીજા પ્રકારની ઓરતોનું વર્ણન છે એટલે કે જે ઓરતો નાફરમાન હોય, એમના વિશે પુરૂષે શું કરવું જોઈએ ? કૌટુંબિક વ્યવસ્થામાં પુરૂષને વડીલ બનાવવામાં આવ્યો છે એટલે આ બાબતે પ્રથમ જવાબદારી પણ પુરૂષના માથે નાંખીને કહેવામાં આવ્યું કે, કોઈ ઔરત નાફરમાન હોય તો એને સમજાવો. નરમીનો વર્તાવ અને લાભ – નુકસાન બતાવીને સમજાવવામાં આવે. આટલેથી વાત ન બને તો એના પ્રત્યે પોતાનો અણગમો અને નારાજગી બતાવો અને આ આશયે એની સાથે સહવાસ બંધ કરી દયો. કુરઆનના શબ્દો છે : પથારી - બિસ્તરમાં અલગ કરી દયો. એટલે કે ઘર સંસાર ચાલુ રાખો, પણ ખાનગીમાં અને એકાંતમાં નારાજગી દર્શાવો. જેથી ઓરત સમજી જાય. અને એનાથી પણ નાફરમાની ખતમ ન થાય તો મામૂલી રીતે મારવામાં આવે. જેના વડે શરીર ઉપર નિશાન ન પડે કે ન ઝખમ થાય કે ભાંગ તૂટ પણ ન થાય.અને ચહેરા ઉપર બિલકુલ મારવામાં ન આવે.

કુરઆનના આદેશ ઉપર વિચાર કરીએ છીએ તો સમજમાં આવે છે કેટલા પતિ - પત્નિના સંબંધોને કેટલા ઊંચા અને ઊંડા સમજીને કંઈ કહેવામાં આવી રહયું છે અને જે આદેશ છે એમાં પણ પહેલા ત્રણ તબક્કામાં એની તકેદારી રાખવામાં આવી કે વાત બહાર જાય નહીં.

અને આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે આમ ત્રણ પ્રકારની તદબીરો અપનાવ્યા પછી સંબંધો સામાન્ય થઈ જાય એટલે કે ઓરત શોહરના તાબે થઈ જાય અને નાફરમાની ખતમ કરી દે તો પછી સંબંધો સામાન્ય બનાવી લ્યો. આ વિવાદની નારાજગી દિલમાં રાખીને નાની નાની વાતોને બહાનું બનાવીને ઓરતનો વિરોધ ન કર્યા કરો, એને કસૂરવાર ઠેરવવા માટે બહાના શોધવામાં ન આવે.

પતિ - પત્નિ વચ્ચેના અણબનાવને ખતમ કરવાની આ પ્રાથમિક ત્રણ તદબીરો ઘરમાં જ અપનાવવી પતિની જવાબદારી છે, પણ આમ છતાં ઝઘડો કે નારાજગી ખતમ ન થાય, કાં તો એટલા માટે કે શોહરનો જ કસૂર અને ઝુલમ હોય, અથવા ઓરતનો વાંક હોય, તો આ ઝઘડો ઘરની બહાર નીકળશે અને બંને પક્ષોના કુટુંબીઓ સુધી પહોંચશે. આવા સમયે બંને આ લડાઈ બે માણસોથી વધીને કુટુંબો સુધી પહોંચી જાય છે, પણ કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે ઘરની લડાઈ બે કુટુંબો સુધી લડાઈ પહોંચે એના કરતાં સમાધાનના જે પ્રયાસો ઘરમાં કરવામાં આવતા હતા એ સમાધાનમાં બંને કુટુંબોને સાથે લેવામાં આવે. ઝઘડામાં નહીં. એટલે કે બંને પક્ષેથી એક એક યોગ્ય માણસ નક્કી કરો, જે એમના વિવાદને જાણી સમજીને નિખાલસતાથી એમના વચ્ચે સુલહ કરાવે. આ બંને માણસો જો નિખાલસતાથી સુલહ કરાવશે તો અલ્લાહ તઆલા એમના વચ્ચે મેળ કરાવી જ દેશે. આમ વચ્ચે પડનાર માણસો જો નિખાલસતાથી કામ કરશે  તો અલ્લાહ તઆલાની ગેબી મદદ એમને મળશે.

ફુકહાએ કિરામે લખ્યું કે વિવાદના સમયે બંને પક્ષોના એક એક લવાદ દ્વારા સુલહ કરાવવાનો આ આદેશ ફકત પતિ - પત્નિા ઝઘડા પુરતો જ નથી. બલકે અન્ય વિવાદોમાં પણ એનાથી મદદ લઈ શકાય છે.

પત્નિને મારવાની છુટ વિશે થોડીક વિગત

સુધારણાની ઉપરોકત બન્ને તદબીરો નાકામ થાય અને શોહરને પૂરી આશા હોય કે થોડીક માર પીટથી ઓરત સુધરી જશે તો શોહર આ પગલું પણ ભરી શકે છે. અલબત્ત આ બાબતે અમુક શરતો સામે રાખવી જરૂરી છે.

(૧) પોતાનો ગુસ્સો ઠંડો કરવા કે બદલો લેવાની નિય્યતે સ્ત્રીને મારવામાં ન આવે. બલકે સુધારણાની નિય્યતે આ કામ કરવામાં આવે. બદલાની ભાવનાથી સંબંધોમાં સુધારના બદલે વધારે ખરાબી આવી જાય છે.

(૨) ઓરતની આદતો સુધારવા માટે કુરઆનમાં દર્શાવ્યા મુજબ પ્રથમ બે તદબીરો આજમાવી લેવામાં આવી હોય અને એનાથી કોઈ ફેર ન પડયો હોય, અને માર પીટાઈથી પણ કોઈ ફરક પડવાની આશા ન હોય તો ફકત સુધારણાના નામે કોઈ મકસદ વગર મારવાની પરવાનગી નથી.

(૩) ગમે તેવી સ્થિતિમાં વધારે મારવાની ઈજાઝત શોહરને હરગિઝ નથી. અનેક હદીસમાં સ્ત્રીને એવી રીતે મારવાની સખત મનાઈ છે જેનાથી એને ઈજા થાય. લોહી નીકળે. હાડકું તૂટી જાય. શરીર ઉપર મારનું નિશાન ઉપસી આવે.

ચહેરા અને નાક જેવા નાઝૂક અવયવો ઉપર મારવાની પણ સદંતર મનાઈ છે, આવા અવયવો ઉપર હલકી માર-પીટાઈની પણ મનાઈ છે

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે છેલ્લી હજ વેળા મેદાને અરફાતના ખુત્બહમાં ફરમાવ્યું હતું:

ઓરતો વિશે અલ્લાહથી ડરો. તમે ઓરતોને અલ્લાહની અમાનતમાં લીધી છે. અલ્લાહના નામે એમની સાથે તમે નિકાહનો સંબંધ બનાવીને એમને હલાલ બનાવી છે. તમારો એમના ઉપર હક આ છે કે કોઈ પરાયા પુરૂષને તમારા બિસ્તર ઉપર ન આવવા દે. જો તેણીઓ એ મુજબ ન કરે તો તમે એમને હલકી રીતે મારો. અને તમારા ઉપર એમનો હક આ છે કે યોગ્ય રીતે એમના ખાવા – પીવા અને રહેવાની વ્યવસ્થા કરો. (અહકામુલ કુરઆન, જસ્સાસ. ૩-૧૫)

ઓરતની નાફરમાની અને ખરાબ વર્તનને સુધારવા માટે પ્રથમ બે તદબીરો પછી જેની પરવાનગી આપવામાં આવી છે, એ માર-પીટાઈની તદબીર કોઈ ફરજ કે જરૂરી બાબત નથી. બલકે મજબૂરીના સંજોગોમાં શોહરને એની છૂટ આપવામાં આવી છે. ઈસ્લામ ધર્મ સ્ત્રીને મારવા બાબતે શોહરને પ્રોત્સાહિત કરતો હોય એવું નથી. બલકે આમ ન થાય એની તાકીદ કરવામાં આવી છે.

અનિવાર્ય સંજોગોમાં ઓરતને હળવી માર મારવાની પરવાનગી પણ એટલા માટે છે કે માનવીય સમાજના અમુક સમુહોમાં કૌટુંબિક જીવનને ટકાવવા અને આગળ વધારવા માટે એના સિવાય કોઈ બીજો રસ્તો નથી હોતો. ઈસ્લામનો મકસદ તો એક એવા સમાજની રચના છે જેમાં સ્ત્રીઓના માન સન્માનને પુરતું મહત્વ આપવામાં આવે. એમને મારવાની વાત તો દૂર, અપશબ્દો કહેવાની પણ મનાઈ છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં અમુક લોકોએ આપ સમક્ષ પોતાની બીવીની લાંબી જીભ અને ખરાબ બોલીની શિકાયત એ આશયે કરી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઓરતને મારવાની છૂટ આપે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા લોકોને મારવાની છૂટ આપવાના બદલે નિકાહના સંબંધો ખતમ કરી લેવાની એટલે કે તલાક આપવાની સલાહ આપી.

મશ્હૂર તાબેઈ હઝરત અતા રહ. ફરમાવે છે કે ઓરત એના શોહરની નાફરમાની કરે તો પણ શોહરે એને મારવી ન જોઈએ. બલકે ગુસ્સો અને નારાજગી વ્યકત કરે. કાઝી ઈબ્ને અરબી રહ.ના મતે હઝરત અતા રહ.નું આ કથન ઘણું જ મજબૂત અને શરીઅતના આદેશોની પૂરી સમજણ પછી કહેવામાં આવેલી વાત છે.

ઓરતને મારવાની પરવાનગી આપવા પાછળ શરીઅતનો શું ઉદ્દેશ્ય છે, એક હદીસ દ્વારા એને સમજી શકાય છે.

હઝરત ઈયાસ બિન અબ્દુલ્લાહ રદિ. રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલ્લાહની બંદીઓ એટલે કે ઓરતોને મારો નહીં. ત્યાર પછી હઝરત ઉમર રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં હાજર થયા અને અરજ કરી કે સ્ત્રીઓ એમના શોહરોની નાફરમાન અને બેખોફ થઈ ગઈ છે. હઝરત ઉમર રદિ.ની શિકાયત પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને મારવાની પરવાનગી આપી તો અનેક સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પત્નિઓ પાસે આવીને એમના શોહરોની શિકાયત કરવા લાગી. આ સ્થિતિ જોઈને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, મારી પત્નિઓ પાસે ઘણી બધી ઓરતો એમના શોહરો બાબતે મારવાની શિકાયત લઈને આવી છે. જે લોકો એમની સ્ત્રીઓને મારે – પીટે છે, તે સારા લોકો નથી. (અબૂદાવૂદ, ઈબ્નેમાજહ, દારમી)

આ હદીસથી સ્પષ્ટ થાય છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સ્ત્રીઓને મારવાને પસંદ કરતા ન હતા.

અલબત્ત મારવા બાબતે બિલ્કુલ પાબંદી લગાવી દેવાથી સમાજના અમુક સમુહોની સ્ત્રીઓ નાફરમાન અને હદથી આગળ જતી રહેવાનો ભય હતો એટલે મારવા બાબતે બિલ્કુલ પાબંદી લગાવવામાં આવી નહીં. (કૌટુંબિક ઝઘડાઓનો શરઈ હલ. મવલાના  અતીક બસ્તવી સાહેબ દા.બ.ની પુસ્તિકામાંથી)

કેવા આલિમની વાત નકારી શકાય છે?

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ • મુફતી ફરીદ અહમદ કાવી.

માણસને આલિમની વાત નકારવાનો હક જરૂર છે, એની વાતને રદ કરી શકાય છે, પણ એ માટે આવશ્યક છે આલિમની વાત રદ કરવા માટે શરીઅતની દલીલ હોય. એના વિરુદ્ધ કુરઆન – હદીસની દલીલ હોય. રદ કરનાર પોતે કુરઆન – હદીસની દલીલ સમજીને રદ કરતો હોય. હું એમ નથી કહેવા માંગતો કે ગમે તે આલિમ, ગમે તે કહી દે એ બધું સાચું જ હોય. અને આલિમની કોઈ પણ વાતને નકારી શકાય જ નહીં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સિવાય કોઈ પણ માણસ એવો નથી જેની વાત નકારી ન શકાય. અથવા એની કરણી – કથનીમાં ભૂલની શકયત ન હોય. ભૂલ થઈ શકે છે પણ કોઈની વાતનું ખંડન કરવા માટે પણ શરીઅતના નિયમો છે. એના દરજાઓ અને શિષ્ટાચાર છે. જયાં સુધી માણસને એ બધા નિયમોની જાણકારી ન હોય, કોઈની વાતને રદ કરવાનો પણ અધિકાર નથી.

હું એમ નથી કહેતો કે ઉલમામાં કોઈ એબ નથી હોતો. એમના માંહે કોઈ કોતાહી નથી હોતી. એમના અંદર પણ કોતાહી - એબ હોય છે.

અને જેવો સમય ચાલી રહયો છે એ મુજબ હોવી જ જોઈએ, પરંતુ એમની કોતાહીઓ પકડવાની બાબતે અમુક વાતો વિશે વિચાર કરવાની જરૂરત છે. આ બાબતો એવી છે કે ઉલમાએ કિરામ જ એના વિશે વિસ્તારથી વાત કરી શકે છે, પણ પરંતુ એમના પોતાને લગતી બાબત છે, એટલે તેઓ વિસ્તારથી વાત કરતા નથી, અને પોતાના સ્વાર્થની વાત હોવાથી તેઓ વધારે ખુલીને વાત કરી શકતા નથી. પોતાના સન્માનને લગતી બાબત હોવાથી તેઓ સ્પષ્ટતાથી અને ભાર દઈને વાત કરવાથી દૂર રહે છે, કે કયાંક સ્વાર્થનો આરોપ ન લાગે. છતાં હું ટુંકમાં આ બાબતો પ્રત્યે તમારું ધ્યાન દોરાવું છું. પ્રથમ તો એટલા માટે કે મારો અને તમારો સંબંધ આ પ્રકારની બદગુમાનીથી ઘણો ઊંચો છે. અને તમે કે હું એમ નહીં વિચારીએ કે હું તમારી પાસે મારું સન્માન કરાવવા માંગું છું. બીજું કારણ એ કે ઉલમામાં મારી કોઈ વધારે ગણતરી કે સ્થાન નથી. કિતાબોનો એક વેપારી છું અને એનાથી ગુઝરાન ચલાવું છું. ત્રીજું કારણ આ કે આ મારો એક ખાનગી પત્ર છે. અને ચોથું કારણ આ કે મારી સાથે તમારો બલકે બધા જ દોસ્તોનો સંબંધ અને સન્માન મારી હેસિયતથી વધારે છે, એટલે ધ્યાનથી સાંભળો કે, આ વિષયે અમુક બાબતોની તકેદારી રાખવી જરૂરી છે. ઘણી આ બાબતો પ્રત્યે ધ્યાન નથી આપવામાં આવતું અને આ બાબતોથી લોકો અજાણ છે એ પણ એક કારણ છે.

(૧) શું દરેક તે માણસ જે ઉલમા જેવો લિબાસ પહેરે, કોઈ અરબી મદરસામાં તલબાના રજિસ્ટરમાં પોતાનું નામ લખાવી ચુકયો હોય, અથવા જોરદાર તકરીર કરતો હોય, સુંદર લેખો લખતો હોય, તેને આલિમ ગણી લેવામાં આવે અને ઉલમાની જમાતનો સભ્ય ગણવામાં આવશે ? માટે આવા કોઈ પણ માણસની વાતને સાંભળીને એને ઉલમાની વાત કહી દેવામાં ઉલમાએ કિરામ ઉપર મોટો ઝુલમ છે. ખરું ખોટું, અસલી નકલી, સાચું અને બનાવટી, દુનિયાની દરેક વસ્તુમાં હોય છે. સોનું ચાંદી અને હીરા મોતી દુનિયાની સૌથી મોંઘી જણસો છે. અને દરેક માણસને જેની જરૂરત પડે છે એ સારવાર અને ડોકટરીનો વ્યવસાય છે. શું આ બંનેવમાં એવું નથી કે અસલી કરતાં નકલી અને સાચા કરતાં બનાવટી વસ્તુઓ વધારે ન મળતી હોય. તો પછી શું હકીમો અને ડોકટરોની ગાળો આપવામાં આવે છે કે એમની જમાતમાં બનાવટી અને 'ખતરે જાન' તબીબો વધારે છે, અથવા સોના ચાંદીના દાગીના એમ કહીને ફેંકી દેવામાં આવે છે કે એમાં તો નકલી અને બનાવટી વધારે હોય છે. પણ કોઈ આમ નથી કરતું, બલકે એમાં તો એટલા બધા આગળ વધી જાય છે કે કોઈ મશ્હૂર અને કાબેલ તબીબ નથી મળતો તો જાણવા છતાં ખોટા તબીબો પાસે ઈલાજ કરાવવામાં આવે છે. કેમ ? એટલે જ ને કે સખત જરૂરત છે. અને હોશિયાર તબીબ પાસે પહોંચવામાં વાર લાગે એમ છે. લોકો જાણી જોઈને બનાવટી સોનું ખરીદે છે, કેમ કે જરૂરત પૂરી કરવી હોય છે. અને અસલી સોનું મળવું – મેળવવું મુશ્કેલ છે, મોઘું પડે છે... પરતું અહિંયા ઉલમાની વાત આવે તો બધા જ ઉલમા બેકાર છે, ઉલમાના લિબાસમાં જૂઠા લોકો ફરે છે, એમ કહેવામાં આવે છે.

દીનની જરૂરતો એહસાસ અને ઉલમાએ દીનની શાન અને મિસાલ

તમે કદી વિચાર્યું આવો ફરક શા માટે છે ? એટલા માટે કે સોનું ચાદી, ડોકટર તબીબને જરૂરતની વસ્તુ સમજવામાં આવે છે, અને ઉલમાને બિનજરૂરી. ડોકટર વગર લોકોને છુટકો જ નથી અને ઉલમાને બેકાર સમજે છે. ડોકટરની વાત આવે તો સારામાં સારો તબીબ શોધવામાં આવે છે, અને જયાં સુધી કોઈ સારો તબીબ ન મળે, જેવો તેવો જે કોઈ મળે એને ગનીમત સમજીને એની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવામાં આવે છે, અને ઉલમાની વાત આવે તો કહેવાય છે કે સાચા ઉલમા છે નહીં અને જે છે તે અમારા મતે કાબિલ અને કામિલ નથી, એટલે બેકાર છે. ! લોકો જો દીની જરૂરતને પણ જરૂરત સમજે તો દીનનું મહત્વ અને કદર કિંમત માણસના દિલમાં કમથી કમ આટલી પણ હોય જેટલી કોઈ બીમાર સગાની હોય છે અથવા દીકરીના નિકાહની હોય છે તો માણસ યોગ્ય તબીબ કરતાં યોગ્ય આલિમની શોધ વધારે કરતો હોત. દીનની સાચી ફિકરનો તકાઝો આ જ છે. કોઈ સગો બીમાર છે તો એનો અંત મૃત્યુ છે, જેના વગર છુટકો જ નથી. ગમે તેવો હોશિયાર તબીબ પણ મૃત્યુ સામે લાચાર હોય છે. તે પોતાને નથી બચાવી શકતો તો અન્યોને કેવી રીતે બચાવી શકે ? બેટીની શાદીમાં ઝવેરાત નહીં મળે તો શું બગડી જશે ?

એટલું જ થશે કે બિરાદરી અને સમાજના લોકો મહેંણા - ટોણા મારશે. અને તેઓ તો એમ પણ કયાં કોઈને છોડે છે ? પહેલાં ચાર વાતો સંભળાવતા હતા તો હવે આઠ સંભળાવશે.

પણ માણસે યાદ રાખવું જોઈએ કે ઉલમાની જરૂરત દીન માટે છે. અને દીન વગર જિંદગી બેકાર છે. દુનિયામાં આવવું જ બેકાર ગણાશે. માણસ ફકત દીન ઉપર અમલ કરવા માટે જ પેદા કરવામાં આવ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે જિન્નાતો અને ઈન્સાનો ફકત મારી ઈબાદત માટે જ પેદા કરવામાં આવ્યા છે. માણસને પેદા કરવાનો અસલ મકસદ આ જ છે તો આ જરૂરત જયાંથી પૂરી થઈ શકે એ વસ્તુ પણ સૌથી વધારે મહત્વની અને જરૂરી હોવી જોઈએ.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : ઉલમાનું સ્થાન જમીનમાં એવું જ છે જેમ આસમાન ઉપર તારાઓ.

તારાઓ થકી અંધારાઓ અને સંમદરોની સફરમાં રસ્તાનું માર્ગદર્શન મળે છે, જો તારાઓનો પ્રકાશ બંધ થઈ જાય તો લોકોના રાહબર રસ્તો ભૂલી જાય. (તરગીબ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે :

નુબુવ્વતના દરજાથી અત્યંત નજીક એક જમાત ઉલમાની છે. બીજા મુજાહિદીન. અને આમ એટલા માટે છે કે ઉલમાએ કિરામ અલ્લાહ અને એના રસૂલના રસ્તાનું માર્ગદર્શન આપે છે. અને મુજાહિદીન એમની તલવારો વડે એ રસ્તો સાફ કરે છે. (ઈહયાઉલ ઉલૂમ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે :

ભલાઈની વાત શીખવાડનાર માટે અલ્લાહ તઆલા રહમતના ફરિશ્તાઓ મોકલે છે. આ ફરિશ્તાઓ એના માટે દુઆ કરે છે અને આસમાન – જમીનની દરેક વસ્તુ દુઆ કરે છે, ત્યાં સુધી કે કીડીઓ એમના દરમાં અને માછલીઓ સમંદરમાં એના માટે ભલાઈની દુઆ કરે છે. (તિરમિઝી)

હઝરત અલી રદિ.નો ઈરશાદ છે :

જયારે કોઈ આલિમ મરે છે તો ઈસ્લામમાં એક એવી ઉણપ આવી જાય છે જેને એનો સાચો નાયબ જ પૂર્ણ કરી શકે છે.(ઈહયા)

હઝરત ઉમર રદિ.નો ઈરશાદ છે :

એક હઝાર એવા ઈબાદતગુઝાર જેઓ રાતભર ઈબાદત કરતા હોય અને દિવસે રોઝા રાખતા હોય, એ બધાની વફાત કરતાં હલાલ – હરામની જાણકારી રાખતા ફકત એક આલિમની વફાત વધારે અઘરી છે (ઈહયાઉલ ઉલૂમ)

જુગારની શરત અને માલ

હિજરત પૂર્વે જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મક્કામાં વસતા હતા, તે કાળે ઈરાનીઓ અને રોમન સલતનતના પ્રદેશો ઉપર આક્રમણ કર્યું. આ લડાઈની ખબર મક્કા પહોંચી તો મક્કાના મુશરિકો ઈરાનીઓ તરફે ઝુકાવ વ્યકત કરીને તમન્ના કરતા કે ઈરાનીઓ જીતી જાય. કારણ કે મુર્તિપૂજા અને શિર્કની માન્યતાઓમાં ઈરાનીઓ અને મક્કાવાસીઓ સમાન હતા. અને મુસલમાનો ચાહતા હતા કે રોમન લોકો વિજયી બને, કારણ કે ધર્મ અને માન્યતાઓમાં તેઓ ઈસ્લામથી વધારે નિકટ હતા. પરંતુ લડાઈમાં ઈરાનીઓ વિજયી થયા. રોમન સલતનતનું મહત્વનું શહેર કોનોસ્ટેનિપલ પણ ઈરાનીઓના હાથમાં જતું રહયું અને ત્યાં ઈરાનીઓએ એક અગિયારી પણ સ્થાપી દીધી. ઈરાનીઓના રાજા પરવેઝની આ અંતિમ જીત હતી. ત્યાર પછી એનું પતન શરૂ થયું. અને અંતે મુસલમાનોના હાથે એનો અંત આવ્યો.

મુશરિકોએ આ જીતની ઉજવણી કરી. અને મુસલમાનોને ટોણો માર્યો કે તમને પ્રિય લોકો હારી ગયા છે, અને જેમ ઈસાઈ અહલે કિતાબ ઈરાનના મુર્તિપૂજકો સામે પરાસ્ત થયા છે, તમે પણ અમારી સામે પરાજિત થશો. સ્વભાવિક છે કે આ ઘટના અને એના પ્રત્યાઘાત સ્વરૂપે આપવામાં આવતા મહેંણા – ટોણાંથી મુસલમાનોને આઘાત લાગ્યો. આ અનુસંધાને જ સૂરએ રૂમની પારંભિક આયતો ઉતારવામાં આવી. એમાં ભવિષ્યવાણી અને ખુશખબર આપવામાં આવી કે અમુક વરસો પછી રોમન લોકો પાછા ઈરાનીઓ ઉપર પ્રભાવી થઈ જશે.

હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ જયારે આ આયતો સાંભળી તો મક્કાની આસપાસ મુશરિકોની સભાઓમાં અને બજારોમાં જઈને કહયું કે તમારે વધારે ઉત્સાહ કે ઉત્સવ મનાવવાની જરૂરત નથી. અમુક વરસો પછી રૂમીઓ ફરીથી ઈરાનીઓ ઉપર વિજયી થશે. હઝરત અબૂબક્ર રદિ.ની વાત સાંભળીને ઉબય બિન ખલફે પડકાર ફેંકયો કે તમે જૂઠું બોલો છો. આ શકય જ નથી. હઝરત અબૂબક્ર રદિ.એ એને કહયું કે ખુદાના દુશ્મન તું જુઠું બોલે છે. હું શર્ત લગાવું છું કે જો ત્રણ વરસમાં રૂમીઓ પાછા જીતે નહી તો દસ ઊંટણીઓ હું તને આપીશ અને જીતી જાય તો તારે મને દસ ઊંટણીઓ આપવાની રહેશે. (આ એક પ્રકારનો જુગાર છે, પરંતુ ત્યારે હજુ આવો જુગાર હરામ ઠેરવવામાં આવ્યો ન હતો.)

હઝરત અબૂબક્ર રદિ. આ પ્રમાણે શરત લગાવીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં હાજર થયા અને પૂરી ઘટના વર્ણવી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે ત્રણ વરસની મુદ્દત કુરઆનમાં સ્પષ્ટ નથી. કુરઆનમાં بضع سنین ના શબ્દો છે, એનો મતલબ ત્રણથી નવ વરસ માટે બોલાય છે. તમે જેની સાથે શરત લગાવી છે એને જઈને કહી દો કે દસના બદલે સો ઊંટણીઓની શરત રહેશે મુદ્દત નવ વરસની રહેશે. હઝરત અબુ બક્ર રદિ.એ આપની આજ્ઞાનુસાર શરતનો સુધારો રજૂ કર્યો તો સામે પક્ષે ઉબય બિન ખલફ પણ એના ઉપર રાજી થઈ ગયો. હદીસ શરીફની રિવાયતોથી માલૂમ પડે છે કે હિજરતના પાંચ વરસ પહેલાં આ ઘટના ઘટી હતી. અને સાત વરસ પછી બદરના યુદ્ધ ટાણે રૂમી લશ્કર ફરીથી ઈરાનીઓ ઉપર વિજયી બન્યું. ઉબય બિન ખલફ તો મરી પરવાર્યો હતો. એટલે હઝરત અબુબક્ર રદિ.એ એમના વારસદારોથી સો ઊંટણીઓની માંગણી કરી, જે એમણે પૂરી કરી. અમુક રિવાયતોમાં છે કે હિજરત પૂર્વે જયારે ઉબય બિન ખલફને એમ લાગ્યું કે અબુબક્ર પણ હિજરત કરીને જતા રહે એ શકય છે તો તેણે આવીને કહયું કે જયાં સુધી કોઈને આપણી શરતનો જામીન નહીં બનાવો, હું તમને જવા નહી દઉં. હઝરત અબુબક્ર રદિ.એ એમના પુત્ર અબ્દુર્રહરમાનને જામીન બનાવી દીધા.

પછી જયારે શરત પ્રમાણે સો ઊંટણીઓ હઝરત અબૂબક્ર રદિ.ને મળી ગઈ તો આપ રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં હાજર થયા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે એનો સદકો કરી દયો. રિવાયતોમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના શબ્દો છે કે : هذا السحت ،  تصدق به આ તો હરામ છે.એનો સદકો કરી દયો.

પાછળથી જુગાર હરામ ઠેરવવામાં આવ્યું એટલે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે શરતના ઊંટોને સદકો કરી દેવાનો હુકમ ફરમાવ્યો. હિજરત પછી જયારે દારૂની મનાઈ અલ્લાહ તઆલાએ નાઝિલ ફરમાવી તો એની સાથે જ જુગાર પણ હરામ ઠેરવવામાં આવ્યું અને એને શયતાની કાર્ય કહેવામાં આવ્યું. કુરઆનની આયત :

إنما الخمر والميسر والأنصاب والأزلام رجس من عمل الشيطان 

મયસિર અને અઝલામનું વર્ણન છે, આ બંને જુગારના જ પ્રકારો છે. જેની મનાઈ કરવામાં આવી છે. ઉપરોકત ઘટનામાં હઝરત અબુબક્ર રદિ. તરફથી ઠરાવવામાં આવેલ બેઉ તરફી લેનદેન અને હારજીતની શરત પણ એક પ્રકારનો જુગાર જ હતો, પરંતુ આ ઘટના હિજરત પૂર્વેની હતી, માટે આ માલ જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે લાવવામાં આવ્યો તો આ કોઈ એક રીતે હરામ ન હતો. કારણ તે વેળા શરત જાઈઝ હતી. તો પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ માલને સદકો કરવાનો હુકમ શા માટે ફરમાવ્યો ?

ફિકહના વિદ્વાનો કહે છે કે આ માલ એમ તો હલાલ હતો, પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને શરત અને જુગારનો માલ પહેલેથી જ પસંદ ન હતો. માટે સિદ્દીકે અકબર રદિ.ના મોભાને અનુરૂપ સમજીને સદકો કરી દેવાની તાકીદ ફરમાવી. જેમ કે દારૂ , શરાબ હલાલ હતું ત્યારે પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને હઝરત સિદ્દીકે અકબર રદિ.એ કદી પીધું નથી. હદીસ શરીફમાં આ શરતના માલ વિશે 'સુહત' (السحت) નો શબ્દ આવ્યો છે, એનો એક અર્થ હરામ હોવાનો પણ થાય છે અને બીજો અર્થ અયોગ્ય કે નાપસંદ હોવાનો પણ થાય છે.

અતિશયોકિત, આતંકવાદ અને ઈસ્લામ

ગુલૂ (અતિશયોકિત) એટલે કે પોતાની શકિતથી વધુ કોઈ કામ કરવું, કોઈ પણ કામમાં પોતાની શક્તિથી વધુ કામ કરવાને નાપસંદ કરવામાં આવે છે, ભલે પછી તે ઈબાદતમાં હોય કે સામાજિક કાર્યમાં હોય અહીં સુધી કે ખાવા પીવામાં પણ જરૂરતથી વધુ તેમજ વ્યર્થ ખર્ચને શરઈ દ્રષ્ટિએ નાપસંદ કરવામાં આવ્યો છે, કુર્આન શરીફમાં અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

ولا تسرفوا ان الله لا يحب المسرفين

અને માલને નકામો ખર્ચ ન કરો; કારણ કે અલ્લાહ ઉડાઉ લોકોને પસંદ કરતો નથી. તેમજ અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

ولا تبذر تبذيرا إن المبذرين كانوا إخوان الشياطين

ફુઝુલખર્ચી ન કરો, બેશક ફુઝુલખર્ચ કરનારા શૈતાનના ભાઈ છે, એઅતિદાલ એટલે કે કોઈ પણ કાર્યમાં સંતુલન હોય એ સ્વભાવિક છે, એટલે જ આ ઉમ્મતને "ઉમ્મતે વસત" કહેવામાં આવી છે, અલ્લાહ તઆલા ફરમાવે છે :

وكذلك جعلناكم أمة وسطاً

અને એવી જ રીતે અમે તમને મધ્યમાર્ગી ઉમ્મત બનાવી છે.

આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ઉમ્મત માટે નમુનારૂપ છે, આપે આખી જિંદગી એઅતિદાલ સાથે પસાર કરી અને ઉમ્મતને પણ દરેક કાર્યમાં મધ્યમ માર્ગ અને એઅતિદાલથી કામ કરવાની તાલીમ આપી, ભલે તે સામાજિક કાર્ય હોય કે પછી દીની કાર્ય હોય, અહીં સુધી કે પોતાના બળ અને શક્તિ કરતા વધારે ઈબાદત કરવાથી પણ મનાઈ ફરમાવી, હદીસમાં છેઃ

એક વાર આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમને અમુક સહાબા વિશે ખબર પડી કે તેમણે વધુ પ્રમાણમાં ઈબાદત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, અહીંયા સુધી કે નિકાહ અને સામાજિક જીવનનો પણ ત્યાગ કરવાનો નિણર્ય કર્યો છે, તો આપે મિમ્બર ઉપર ચઢી ખુત્બો આપ્યો, જેમાં ફરમાવ્યું: જે પ્રમાણે હું કરું છું એવું લોકો કેમ નથી કરતા ? ત્યાર બાદ આપે ફરમાવ્યું હું તમારા કરતા પણ વધારે અલ્લાહથી ડરનાર છું અને તમારા કરતા વધારે અલ્લાહ તઆલાને જાણું છું, તેમ છતાં હું (નફલ) રોઝા પણ રાખું છું અને અમુક વાર નથી પણ રાખતો, તેમજ હું શાદી કરી પત્ની સાથે દાંપત્ય જીવન પણ પસાર કરું છું.

તેમજ હદીસમાં છે કે આપે ફરમાવ્યું કે જે વ્યક્તિને ઊંઘ આવતી હોય તો નમાજ વગેરે ઈબાદત ન કરે બલકે પહેલા સુઈ જાય અને જયારે ઊંઘ પુરી થાય પછી ઈબાદત કરે, તેમજ એક સહાબી વિશે જાણ થઈ કે તેઓ હમેશાં દિવસે રોઝા રાખે છે અને રાત્રે કુર્આન પઢે છે, તો આપે તેમને બોલવી આવું ન કરવા કહયું અને ફરમાવ્યું તમારા શરીર, તમારી આંખો તેમજ તમારી પત્ની અને પરિવારજનોનો તમારા ઉપર હક છે, દરેકનો હક અદા કરો અને ઈબાદતમાં આ રીતે ગુલૂથી કામ લેવાની મનાઈ ફરમાવી.

ઉપરોકત કુર્આનની આયત અને હદીસ શરીફથી ખબર પડે છે કે કોઈ પણ કાર્યમાં ગુલૂ અને પોતાની શકિત કરતા વધુ કામ કરવાથી ઈસ્લામમાં રોકવામાં આવ્યા છે, માટે તેનાથી ખૂબ બચવું જોઈએ અને મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ, ખાસ કરીને દીની બાબતમાં, કારણ કે દીનમાં ગુલૂ અને અતિશયોક્તિ સમય જતા ઉગ્રવાદ અને આતંકવાદનુ સ્વરૂપ ધારણ કરે છે, આપણા દેશમાં તેમજ આખી દુનિયામાં જે અશાંતિ અને આતંકવાદ દેખાય રહયો છે તે ધર્મમાં મધ્યસ્થતા છોડી ગુલૂ કરવાનું જ પરિણામ છે.

આતંકવાદ માટે કોઈ એક ધર્મને દોષિત ઠેરવવો પણ યોગ્ય નથી, જેમકે આજે આખી દુનિયા ફક્ત ઈસ્લામ અને મુસલમાનને આતંકવાદી ઠેરવવા માટે પ્રયત્નશીલ દેખાય રહી છે, પરંતુ યાદ રહે કે સમગ્ર જગતમાં ફક્ત ઈસ્લામ જ એક એવો ધર્મ છે, જે શાંતિ અને સલામતીની તાલીમ આપે છે અને દરેક પ્રકારના અત્યાચાર તથા અન્યાયથી રોકે છે, તેમજ ગુનાહિત કૃત્યોથી રોકવા માટે કડક કાયદા બનાવી ગુનેહગારો માટે સખત સજાઓ બતાવી છે, માટે જ તો કુર્આન શરીફમાં " નાહક કોઈની હત્યા કરવાને સમગ્ર માનવજાતની હત્યા કરવા સમાન (કૃત્ય) ગણાવ્યું છે." (માઈદહ : ૩૨)

હદીસ શરીફમાં પણ આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે માણસની જાન અને માલનો આદર કરવાને કા'બાનું સન્માન કરવા સમાન ઠેરવ્યો છે. બુખારી શરીફમાં છે :

હઝરત અબૂ બક્ર રદી. ફરમાવે છે કે એક વખત હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ઊંટ ઉપર સવાર હતા, એક વ્યકિત ઊંટની લગામ પકડીને આગળ ચાલતો હતો, એવામાં આપે ફરમાવ્યું : આજે કયો દિવસ છે ? અમે (સહાબા) એવું સમજી ચુપ રહયા કે કદાચ હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ તે દિવસનું કોઈ બીજું નામ રાખશે, (અમે કંઈ જવાબ ન આપ્યો તો) હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું : શું આજે કુરબાનીનો દિવસ નથી ? અમે કહયું જી હા, કુરબાનીનો દિવસ છે. આપે ફરમાવ્યું : મહીનો કયો છે? અમે ફરી એમ સમજી કંઈ ન બોલ્યા કે કદાચ આપ મહીનાનું બીજું કંઈ નામ બતાવશે. (અમને ચુપ જોઈને)હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું : શું આ ઝીલહજનો મહીનો નથી ? અમે કહયું જી હા, ઝીલહજનો મહીનો છે !

ત્યાર પછી હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું કે જેવી રીતે આજનો દિવસ, આ શહેર અને મહીનો હુરમતવાળો છે(લડાઈ-ઝઘડો એમાં હરામ છે) એવી જ રીતે પરસ્પર તમારામાં એક બીજાનું ખુન કરવું, માલ લુટવો અને આબરૂ લેવી હરામ છે. (તમારામાંથી કોઈ પણ વ્યકિત કોઈની જાન, માલ અને આબરૂ તડાપ ન મારે) (બુખારી શરીફ)

અલ્લામા ઈબ્ને કષીર રહ. ફરમાવે છે કે આ હુકમ ફકત મુસલમાનો માટે નથી, બલ્કે દરેક માણસ માટે છે, એટલે કે માણસ કોઈ પણ ધર્મનો હોય તેની હત્યા કરવી, તેનો માલ છીનવી લેવો વગેરે હરામ અને ના જાઈઝ છે.

તેમજ કુર્આન શરીફમાં ઉગ્રવાદ અને આતંકવાદને –  محاربه અને فساد فی الارض  જેવા નામ આપવામાં આવ્યા છે, અને આતંકવાદીઓ માટે ચાર સખત સજાઓ નક્કી કરવામાં આવી છે, જેથી દેશ, દુનિયામાં કોઈ પણ પ્રકારનો આતંકવાદ અને અશાંતિ ન ફેલાય. સૂરએ માઈદહમાં છેઃ

જે લોકો જમીનમાં અશાંતિ ફેલાવે છે અને લૂટમાર કરે છે તેમની સજા (૧) કતલ કરવામાં આવે અથવા (૨) ફાંસીએ ચઢાવવામાં આવે અથવા (૩) તેમના હાથ પગ વિરુદ્ધ બાજુએથી (એટલે કે જમણો હાથ અને ડાબો પગ) કાપી નાખવામાં આવે અથવા (૪) દેશ નિકાલ કરવામાં આવે.

ગુનાહો પર રોક લગાવવા માટે માત્ર ઈસ્લામી કાનૂન જ એક સાધન છે, નહીં તો દુનિયામાં જેટલા પણ કાનૂન બનાવવામાં આવ્યા છે તેનાથી બચવા માટે છટકવાના ઉપાયો આરોપીને પહેલાથી જ ખબર હોય છે, જેથી ગુનેહગારોને ખુલ્લી છૂટ મળી જાય છે, પરિણામે આપણા દેશમાં આટલો બધો ભ્રષ્ટાચાર, બળાત્કાર વગેરે જેવા અપરાધો હોવા છતાં પોલીસ કે અદાલતને જાણ હોવા છતાં ગુનેહગારોને પકડી શકતી નથી.

હમણાં થોડા સમય પહેલા જયારે બળાત્કાર અને છેડતીની ઘટનાઓનું પ્રમાણ વધી ગયું હતું ત્યારે કેટલાક આર. એસ. એસ. કર્મીઓ જે ઈસ્લામી કાનૂનને માનવતા વિરૂદ્ધ અને ક્રુરતાનું નામ આપતા હતા, તેમણે જ માંગણી કરી હતી કે બળાત્કારીઓને ઈસ્લામિક કાનૂન મુજબ સજા આપવામાં આવે.

આજે આખી દુનિયામાં ખાસ કરી એશિયામાં જયાં જયાં જુલ્મ થઈ રહયો છે, આતંકવાદ અને અરાજકતા ફેલાય રહી છે, તેનું મૂળ કારણ અને મૂળ ગુનેહગારોની નિરપક્ષ રીતે તપાસ કરવામાં આવે તો યહૂદીઓ અને એવી કોમોના નામ બહાર આવશે જે પોતાને અમન અને શાંતી પસંદ કહે છે, આજે અફગાનિસ્તાનથી જે સાચી ખબરો મળી  રહી છે, તેમાં પણ અમેરિકાએ તાલિબાન પર આચરેલ જુલ્મ અને તેમને ખતમ કરવા માટે તૈયાર કરેલ હથિયારો વગેરે જોવા મળે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે જે લોકો પોતાને અમન અને શાંતિ પસંદ કહી ઈસ્લામ અને મુસલમાનોને આતંકવાદી સાબિત કરવાના પ્રયત્ન કરી રહયા છે, ખરેખર તે જ લોકો આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ છે.

નિઃસંકોચ ઈસ્લામ ધીરજ, પરસ્પર માફી, ન્યાય, સમાનતાની અને જુલ્મ તેમજ અન્યાય ન કરવાની તાલીમ આપે છે અને આતંકવાદનું મૂળ કારણ ગરીબી, બે રોજગારી, અસમાનતા અને ધર્મ બાબતે ગુલૂ રાખવું વગેરે છે, જેમાંથી કોઈ પણ બાબતની તાલીમ ઈસ્લામ આપતો નથી, બલકે ઈસ્લામે દરેક કામની હદો નક્કી કરી દીધી છે, ઈસ્લામ સિવાય કોઈ પણ ધર્મ આવી તાલીમ આપતો નથી, મન સાફ કરીને ઈતિહાસનો અભ્યાસ કરવામા આવે તો ખબર પડશે કે કોઈ પણ આતંકી કૃત્ય મુસલમાનોએ આચર્યુ જ નથી, જેના અમુક ઉદાહરણ રજૂ કરવામાં આવે છે.

પેહલું અને બીજું વિશ્વ યુદ્ધ કોણે કર્યુ ? શું તે મુસલમાનોએ કર્યુ ? તેમાં કરોડો લોકોની જાન કોણે લીધી ?

હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુ હુમલાઓ કોણે કર્યા?

૧૯૫૫થી ૧૯૭૫ સુધીના વિયેટનામ યુદ્ધમાં પાંચ મિલિયન લોકોને મોતને ઘાત કોણે ઉતાર્યા ? આ યુદ્ધ પણ અમેરિકાએ જ કર્યું હતું.

ઉત્તર અમેરિકામાં સો મિલિયનથી વધારે ભારતીઓને કોણે કતલ કર્યા?

ખુલાસો એ જ છે મુસલમાન ન આતંકવાદી હતા અને ના તો આતંકવાદી છે, પરંતુ મુવી અને સોશિયલ મિડીયા, સમાચારો વગેરે દ્વારા ખોટી અને જુઠી અફવાહો ફેલાવી મુસલમાનોને બદનામ કરવામાં આવી રહયા છે, જેથી દુનિયાએ જ પોતાની વિચારધારા બદલવાની જરૂરત છે, અને મુસલમાનોએ પણ લોકો સામે ઈસ્લામની વાસ્તવિકતા લાવવાની કોશિશ કરવી જોઈએ.

ઈદ્દતનો અર્થ, મકસદ અને હદીસ શરીફનું માર્ગદર્શન

અરબી ભાષા મુજબ માં ઈદ્દત શબ્દનો અર્થ : 'ગણતરી' કરવાનો થાય છે.

ઈસ્લામી શરીઅત મુજબ ઈદ્દત : નિકાહ ખતમ થયા પછી કે શોહરના ઈન્તેકાલ પછી શરીઅત દ્વારા નક્કી કરવામાં આવેલ એક નક્કી મુદ્દત છે, જેમાં ઓરત અને મરદ માટે અમુક વિશેષ હુકમો અને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

શોહરની વફાત કે તલાકના કારણે ઓરતને તકલીફ અને દુખ પહોંચે છે, એ સ્વભાવિક છે. ઈદ્દત નક્કી કરવા પાછળ શરીઅતનો એક મકસદ આ પણ છે. એટલે જ આ સમય દરમિયાન બીજા નિકાહ કરવાની મનાઈ હોય છે.

એક બીજો મકસદ આ પણ છે કે તલાક વેળા કે શોહરની વફાત વેળા ઓરતના હમલથી હોય એટલે કે શોહરના બાળકની મા હોય એ શકય છે, ઈદ્દતનો સમયગાળો નક્કી કરીને એમાં બીજા નિકાહ કરવાની મનાઈ કરી દેવાથી આ બાબત સ્પષ્ટ થઈ જાય છે કે ઓરતના પેટમાં બાળક છે કે નહીં ? અને આમ થવાથી બાળકના વંશ - નસબ વિશે કોઈ અસમંજસ કે ગરબડ રહેતી નથી.

ઈદ્દતનો સમયગાળો નક્કી કરીને એના વિશેષ હુકમો દર્શાવવાથી એ સ્પષ્ટ થાય છે કે શોહર સાથેનો જે સંબંધ ખતમ થયો છે એ એટલો બધો મહત્વનો હોય છે કે સંબંધ ખતમ થયા પછી પણ એની અસરો બાકી રહે છે.

તલાકની ઈદ્દત હોય તો આ સમય દરમિયાન બંને પક્ષોને વિચારવાનો સમય મળે છે, અને તલાક હોય એ પ્રમાણે શરીઅત તરફથી ગુંજાઈશ હોય તો ફરીથી નિકાહ કરી શકાય છે, જેથી બંનેનો સંસાર અને બાળકોનું ભવિષ્ય જળવાય રહે.

હઝરત સુબયઅહ બિન્તે હારિસ હઝરત સઅદ બિન ખવલહના નિકાહમાં હતા, તેઓના પતિની વફાત હજ્જતુલ વિદાઅ વેળાએ થઈ, તેઓ હમલથી હતા, વફાતને થોડીક (૨૫ દિવસ યા એથી પણ ઓછી) મુદ્દત ગુજરી હશે કે તેવણે બાળકનો જન્મ આપ્યો અને નિફાસથી પાક થવા પર, રંજ-સોગમાં બાકી રહેવાને બદલે પોતે સારા કપડા વિગેરેથી શણગાર લીધો, હઝરત અબૂ સનાબિલે તેણીના આ અમલ ઉપર વાંધો ઉઠાવ્યો (કે રંજ વ્યકત કરવાને બદલે પોતાને શણગારો છો) તેઓ હુઝૂર સલ.ની ખિદમતમાં હાજર થયા અને આ બાબત ફત્વો પૂછયો તો આપ સલ.એ જવાબ આપ્યો કે બાળકનો જન્મ થતાં જ તમારી ઈદ્દત પૂરી થઈ ગઈ. માટે તમો અન્ય સ્થળે શાદી કરવા ઈચ્છતા હોય તો શાદી કરી લ્યો. (બુખારી શરીફ : ૨/૫૬૯)

મુસ્લિમ શરીફમાં હઝરત ઉમ્મે હબીબહ રદિ. (જેઓ અજવાઝે મુતહ્હરાતમાંથી છે)ને જયારે પોતાના વાલિદ હઝરત અબૂ સુફયાન રદિ.ના વફાતની ખબર પડી તો તેઓએ બે દિવસ સુધી ખૂશ્બુ ન લગાડી અને ત્રીજા દિવસે પોતે જ ખૂશ્બુ મંગાવી અને લગાડી અને ફરમાવ્યું : મને હમણાં ખૂશ્બુ લગાડવાની કોઈ જરૂરત ન હતી, પરંતુ આપ સલ.થી સાંભળેલ વઈદથી બચવા ખાતર ખૂશ્બુ લગાડી મેં આપ સલ.થી સાંભળ્યું છે : તે ઔરત કે જે અલ્લાહ અને આખિરતના દિવસ ઉપર ઈમાન રાખનાર હોય, તેના (કોઈ મય્યત ઉપર) ત્રણ દિવસ અને ત્રણ રાત્રિઓથી વધુ શોક વ્યકત કરવું હલાલ નથી, અલબત્ત પોતાના પતિની વફાત પર ચાર મહીના અને દસ દિવસ શોક વ્યકત કરશે. (મુસ્લિમ શરીફ, તકમિલહ :૧/૨૨૪) આજ પ્રકારનો વાકિઅહ હઝરત ઝૈનબ બિન્તે જહશ રદિ.થી પણ સંબંધિત છે. (તેઓ પણ અઝવાજે મુતહ્હરાતમાંથી હતા) જયારે તેઓના ભાઈના મોતની ખબર સાંભળી તો ખૂશ્બુ મંગાવી અને લગાડી અને દલીલ પેટે તે જ હદીસ વર્ણન ફરમાવી જે હઝરત ઉમ્મે હબીબહ રદિ.એ પોતાના વાલિદની વફાત બાદ ત્રીજા દિવસે ખૂશ્બુ લગાડતા બયાન ફરમાવી હતી. (મુસ્લિમ શરીફ)

મજકૂર હદીસોથી માલૂમ પડે છે કે એક ઔરત માટે પોતાના શૌહરની વફાત થયેજ (હમલ ન હોવાની સ્થિતિમાં) ચાર મહીના અને દસ દિવસ સોગ પાડવો વાજિબ અને જરૂરી છે, અન્ય સગા સ્નેહીની વફાત થયે માત્ર ત્રણ દિવસ સોગ પાડવાની ફકત ગુંજાઈશ છે, વાજિબ નથી, જેમકે હઝરત ઝૈનબ અને હઝરત ઉમ્મે સુલૈમના અમલથી સાબિત થાય છે અને એથી વધુ સોગ પાડવાની સૂરતમાં હદીસમાં આવેલ વઈદના પાત્ર ઠરે છે, માટે સમાજમાં જે પહલેથી નક્કી શાદીને મોડુ કરવા વિશેની પ્રથા અને અન્ય પ્રથાઓ મોત વેળાએ રિવાજ પામેલ છે, તે છોડવા પાત્ર છે.

બુઝુર્ગોની મજલિસ

નફહાતુલ ઉન્સમાં છે કે, હઝરત ઈબ્રાહીમ અદહમ રહ., અલી બક્કાર રહ. હુઝયફહ મરઅશી રહ. અને સુલેમાન ખવાસ રહ.એ પરસ્પર કરાર કર્યો હતો કે, પૂરી રીતે હલાલ હોય એવી વસ્તુ જ ખાઈશું. અલબત્ત આવી સંપૂર્ણ હલાલ વસ્તુ એમને મળવી અઘરી થઈ પડી. એટલે નાછુટકે સૌથી વધારે હલાલ જે વસ્તુ લાગી એને ખાવાનું નક્કી કર્યું, પરંતુ ફકત એટલી જ માત્રામાં જેને ખાધા વગર કોઈ છુટકો ન હોય, એટલે કે જાન બચાવવા અને ઈબાદત કરવા પૂરતી જ ખાતા હતા. (નફહાત : ૪૨)

એકવાર હઝરત હુઝેફહ મરઅશી રહ. હઝરત ઈબ્રાહીમ અદહમ રહ. સાથે મક્કાના સફરે હતા. આ દિવસોમાં હઝરત શકીક બલ્ખી રહ. પણ મક્કા તરીફ લાવ્યા. લોકોને આ ખબર પડી તો ભેગા થઈ ગયા અને બન્ને બુઝુર્ગોને એક મજલિસમાં શરીક કરી દીધા. જેથી એમની રૂહાની મજલિસથી લાભ ઉઠાવી શકાય. મજલિસમાં હઝરત ઈબ્રાહીમ રહ.એ હઝરત શકીક રહ.ને પૂછયું કે, હે શકીક ! તમારા મુજાહદહનો નિયમ શું છે ? શકીક રહ.એ કહયું કે, જયારે રોઝી મળે છે તો ખાય લઈએ છીએ અને નથી મળતી તો સબ્ર કરીએ છીએ. હઝરત ઈબ્રાહીમ રહ.એ ફરમાવ્યું કે, આવું તો બલ્ખના કુતરાઓ પણ કરે છે. મળે છે તો ખાય છે નહીંતર સબ્ર કરીને બેસી રહે છે.

હઝરત શકીક રહ.એ પૂછયું: તો પછી તમારા મુજાહદહની બુનિયાદ શું છે? હઝરત ઈબ્રાહીમ અદહમ રહ.એ અરજ કરી કે, અમને જયારે માલ રોઝી મળે છે તો એમાં બીજાઓને આગળ કરીએ છીએ. અન્યો માટે એ માલ કુરબાન કરીએ છીએ. અને જયારે કંઈ નથી મળતું ત્યારે અલ્લાહ તઆલાના શુક્ર – વખાણમાં મશ્ગુલ રહીએ છીએ.

હઝરત શકીક રહ. આ સાંભળીને હઝરત ઈબ્રાહીમ રહ.ની સામે આવીને બેસી ગયા અને બોલ્યા કે, હે અબૂ ઈસ્હાક ! તમે મારા રાહબર છો. (તારીખે દમિશ્ક. ઈબ્રાહીમ નામના માણસોનું વર્ણન.)

શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવલાના  મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ

તસ્દીક કર્તાઃમવલાના મુફતી અહમદ દેવલા સાહેબ

(સદર મુફતી જામિઅહ જંબુસર)

જનાઝહની નમાઝ ખુલ્લા આસમાન નીચે કે છત નીચે ?

સવાલ : કબ્રસ્તાનના ગેટ પાસે જનાઝાની નમાઝ માટે જગ્યા બનાવેલ છે, જયાં વર્ષોથી નમાઝ અદા કરવામાં આવે છે. તે જગ્યા છત વગરની હતી, હાલ એક વ્યકિતએ આ જગ્યા ઉપર પોતાના મર્હૂમોના ઈસાલે સવાબ ખાતર શેડ બનાવી આપેલ છે, જેથી લોકો છાયડામાં નમાઝ પઢે, અમુક લોકો એમ કહે છે કે છાયડામાં જનાઝાની નમાઝ થતી નથી અને આસ્માન દેખાવું જરૂરી છે, તો શું જનાઝાની નમાઝમાં આસ્માન તરફ જોવું જરૂરી છે? દલીલ સાથે જવાબ આપશો.

(૨) જનાઝાની નમાઝનો સુન્નત તરીકો શું છે?

(૩) એક સાહિબે ખૈર તરફથી વકફરૂપે લોખંડનો શેડ બનાવી આપવામાં આવ્યો હતો, પરંતુ અમુક લોકોએ ભેગા થઈને શેડને તોડી નાખ્યો છે. તો આ વિશે શરીઅતનો હુકમ જણાવવા મહેરબાની કરશો.

જવાબઃ حامدا ومصليا ومسلما

જયારે હુઝૂરે અકરમ (સલ.)ની વફાત થઈ તો આપ (સલ.) ને ઘરમાં ખાટલા પર સુવડાવવામાં આવ્યા અને હઝરાતે સહાબા, અબૂબક્ર રદી., ઉમર રદી. થતા બીજા મુહાજિરીન અને અન્સાર સહાબા (રદિ.)માંથી એટલા લોકો જેટલા ઘરમાં આવી શકતા હતા, તેઓ ઘરમાં દાખલ થયા અને આપ (સલ.) ની નમાઝે જનાઝા ઘરમાં જ અદા ફરમાવી તેમજ બીજા સહાબા (રદિ.) પણ જમાઅતની શકલમાં આપના ઘરમાં દાખલ થતા અને નમાઝે જનાઝા અદા ફરમાવતા. (સુનને ઈબ્ને માજહ : ૧૧૭, તહતાવી અલલ મરાકી : ૫૮૪)

હઝરત અબૂતલ્હા (રદિ.) એ પોતાના પુત્ર ઉમૈર બિન અબૂતલ્હા (રદિ.) ની વફાત સમયે નબીએ કરીમ (સલ.) ને પોતાના ઘરે બોલાવ્યા, તો આપ (સલ.) એ તેમના ઘરે જઈ, ત્યાં તેમના પુત્રની નમાઝે જનાઝા અદા ફરમાવી, હુઝૂર (સલ.) આગળ હતા, પાછળ અબૂતલ્હા અને તેમની પાછળ ઉમ્મે સલમા (રદિ.) હતા.(મુ. હાકિમ : ૧/૫૧૯)

ઉપરોકત રિવાયતોથી આ વાત જાણવા મળે છે કે આપ (સલ.) અને આપના સહાબાએ ઘરમાં છતના નીચે નમાઝે જનાઝા અદા કરેલ છે અને આજ કારણે ફુકહાએ આ હુકમ લખેલ છે કે જંગલમાં, ખુલ્લા મેદાનમાં અને ઘરોમાં નમાઝે જનાઝા પઢવી બરાબર છે. (અને દુરૂસ્ત છે) અલબત્ત કોઈ ઉઝર વગર મસ્જિદમાં પઢવી મકરૂહ છે. (આલમગીરી : ૧ / ૨૦૮, ફતાવા તાતારખાનિયહ : ૩/૮૭, મવસૂઆ ફિકહિય્યહ : ૧૬ / ૩૫, કિતાબુલ મસાઈલઃ ૨ / ૮૩)

સાફ વાત છે કે છત હોવાની હાલતમાં આસ્માન નજર આવશે નહીં, તેથી એમ કહેવું કે જનાઝાની નમાઝમાં આસ્માન નજર આવવું જરૂરી છે, દુરૂસ્ત નથી, કેમકે એવું હોત તો હુઝૂર (સલ.) અને સહાબા (રદિ.) ઘરમાં જનાઝાની નમાઝ અદા ન કરતા, તેમજ ફુકહા એવી સ્પષ્ટતા ન કરતા કે "ઘરમાં જનાઝાની નમાઝ પઢી શકાય" જનાઝાની નમાઝમાં આસ્માન તરફ નજર કરવાને જરૂરી ઠેરવતા, બલકે ફુકહાએ તો નમાઝ દરમિયાન આસ્માન તરફ નજર કરવાને મકરૂહ લખેલ છે. જેનાથી જનાઝાની નમાઝમાં આસ્માન તરફ જોવું જરૂરી હોવાના બદલે મકરૂહ હોવું જણાય છે. માટે સહીહ વાત આ છે કે જનાઝાની નમાઝમાં આસ્માન તરફ જોવું ન જોઈએ., અને છત નીચે પણ જનાઝાની નમાઝ પઢી શકાય છે. (મુહીતે બુરહાની : ૨ / ૧૪૧)

(૨) જનાઝાની નમાઝનો સુન્નત તરીકો : મય્યતને આગળ રાખી, તેની છાતીની સામે ઈમામ ઉભા થઈ જાય, અને બધા લોકો દિલમાં અથવા દિલની સાથે ઝુબાનથી પણ આ નિય્યત કરે કે ' હું અલ્લાહની રઝા તથા મય્યીતના હકમાં દુઆ કરવા માટે જનાઝાની નમાઝ પઢી રહયો છું. ત્યાર બાદ "અલ્લાહુ અકબર" કહી બન્નેવ હાથ કાનની તીસી સુધી ઉઠાવી, દુંટીના નીચે બાંધી લે, પછી ષના પઢે જેના શબ્દો આ છે :

سُبْحَانَكَ اللّٰهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالٰى جَدُّكَ وَجَلَّ ثَنَاأُكَ وَلَا إِلٰهَ غَيْرُكَ 

(સુબ્હાનકલ્લાહુમ્મ વ બિહમ્દીક વ તબારકસ્મુક વ તઆલા જદુક વ જલ્લ ષનાઉક વ લા ઈલાહ ગયરૂક)

ત્યાર બાદ બીજી તકબીર કહે, પછી નમાઝવાળુ દુરૂદ શરીફ પઢે, ત્યાર બાદ ત્રીજી તકબીર કહી મય્યિત માટે દુઆ કરે જો મય્યિત બાલિગ છે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, આ દુઆ પઢે.

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَ کَبِیْرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا، اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ 

(અલ્લાહુમ્મમ્ફિર્ લિહય્યિના વ મય્યિતિના વ શાહિદિના વ ગાઈબિના વ સગીરિના વ કબીરિના વ ઝકરિના વ ઉન્ષાના, અલ્લાહુમ્મ મન્ અહ્યય્તહુ મિન્ના ફ–અહ્યિહી અલલ્ ઈસ્લામ વ મન્ તવફ્ફય્તહૂ મિન્ના ફતવફ્ફહૂ અલલ્ ઈમાન.)

અને જો મય્યિત ના બાલિગ છોકરાની હોય તો આ દુઆ પઢે :

اللَّهُمَّ اجْعَلْهُ لَنَا فَرطًا وَاجْعَلْهُ لَنَا اَجْرًا وَذُخْرًا وَاجْعَلْهُ لَنَا شَافِعًا وَمُشَفَّعًا 

(અલ્લાહુમજ્અલહૂ લના ફરતંવ વજઅલ્હુ લના અજરંવ વઝૂખ્રો વજઅલ્હુ લના શાફિઅંવ વ મુશફ્ફઆ)

અને જો તે મય્યિત નાબાલિગ છોકરીની હોય તો આ દુઆ પઢે :

اللَّهُمَّ اجْعَلْهَا لَنَا فَرطًا وَاجْعَلْهَا لَنَا اَجْرًا وَذُخْرًا وَّ اجْعَلْهَا لَنَا شَافِعَةً وَمُشَفَّعَة

(અલ્લાહુમજઅલ્હા લના ફરતંવ વજઅલ્હા લના અજરંવ વઝુખ્રા, વજઅલ્હા લના શાફિઅતંવ વ મુશફ્ફઅહ)

ત્યાર બાદ ચોથી તકબીર કહી સલામ ફેરવી દે.

પેહલી તકબીરમાં જ હાથ ઉઠાવે, બીજી, ત્રીજી અને ચોથી તકબીરમાં હાથ ન ઉઠાવે, હાથ ઉઠાવ્યા વગર તકબીર કહે, (કિતાબુલ મસાઈલ : ૨ / ૮૦, બહરુર્રાઈક : ૨/૩૧૯, દુર્ર - શામી : ૩ / ૧૦૫-૧૦૯)

(૩) વકફના માલની હિફાઝત ઘણી જ જરૂરી છે, જેથી કરી તે વસ્તુ સલામત રહે, અને તેનો સવાબ અખીરત પણે ચાલુ રહી શકે, જે લોકોએ નમાઝે જનાઝાની શેડની તોડફોડ કરી છે તે ઘણું જ ખોટુ કામ કર્યુ છે, કે આ રીતે શરીઅતના વકફના માલની હિફાઝતના હુકમની વિરૂધ્ધ અમલ છે, અને માલને બરબાદ કરવું છે, જયારે કે હુઝૂરે પાક (સલ.) એ માલને બરબાદ કરવાની મનાઈ ફરમાવી છે.(બુખારી શરીફ : ૫ / ૧૮૫)

મઝકૂર સૂરતમાં જે લોકોએ આ તોડફોડ કરી છે તેના નુકસાનની ભરપાઈની જવાબદારી તેઓના શિરે રહેશે, જો ફરીથી મઝકૂર પતરાંથી શેડ ઉભો થઈ શકતો હોય, તો તેને ઉભો કરવામાં જે કંઈ ખર્ચ થાય તે તોડફોડ કરનારાઓને આપવાનો રહેશે અને જો પતરાં કામના ન રહયા હોય, તો પછી મઝકૂર શેડને પહેલાની જેમ સંપૂર્ણ રીતે ઉભો કરવામાં જે ખર્ચ થતો હોય, તે અદા કરવાની જવાબદારી રહેશે. (શામી : ૯/૨૬૫, ઝકરિય્યહ, ફતાવા હિન્દિય્યહ : ૨ / ૪૯૨)ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૪ જમાદલ ઉલા – ૧૪૩૬ હિજરી)

બોધકથા...

કહે છે કે હઝરત સુલેમાન અલૈ.ના ઝમાનામાં એકવાર એક ચકલી નદી કિનારે પાણી પીવા આવી, દૂરથી એણે જોયું કે છોકરાઓ કિનારે રમી રહયા છે, એટલે નજીક આવવાની હિમ્મત કરી શકી નહીં, રખેને કોઈ છોકરો જોઈ લેશે તો પથરો મારીને મારું નિશાન તાકશે.

થોડી વારે છોકરાઓ ચાલ્યા ગયા તો ચકલી ઝાડેથી નીચે આવવા ઉડી, પણ એટલામાં જોયું કે દાઢી વાળા, નેક લોકોનો લિબાસ પહેરેલ એક સજ્જન વ્યકિત તળાવે પાણી પીવા આવી રહયા છે. ચકલીએ વિચાર્યું કે આ તો ભલા માણસ લાગે છે, મને કંઈ કરશે નહીં એટલે ઉડીને કિનારે આવી અને પાણી પીવા લાગી. પેલા સજ્જન દેખાતા માણસે ચકલી જોયી તો એક કાંકરી લીધી અને નિશાન તાકીને ચકલીને મારી. કાંકરી ચકલીને આંખે જઈ વાગી અને ચકલીની આંખ ફૂટી ગઈ.

ચકલી આ શિકાયત લઈને હઝરત સુલેમાન અલૈ. પાસે આવી. હઝરત સુલેમાન અલૈ.એ એ માણસને શોધાવીને એને પૂછયું કે, આ ચકલીને શિકાર કે અન્ય કોઈ જરૂરતના કારણે તમે કાંકરી મારી હતી? એણે કહયું કે ના, મારે એનો શિકાર કરવો ન હતો, એમ જ કાંકરી મારી હતી. હઝરત સુલેમાન અલૈ.એ હુકમ કર્યો કે આ માણસની આંખ ફોડી નાખવામાં આવે.

ચકલીએ આ હુકમ સાંભળ્યો તો કહેવા લાગી, મારી આંખ આ માણસની આંખના કારણે નથી ગઈ, મુળ વાંક તો એના પોશાક અને દેખાવનો છે. એની દાઢી અને પોશાકના કારણે મને થયું કે આ સજ્જન હશે પણ એ ઝાલિમ નીકળ્યો. એટલે એને આદેશ કરવામાં આવે કે નેક ન હોય તો નેક લોકો જેવી વેશભુષા પણ ન અપનાવે.

કિસ્સાનો બોધ  એક તરફ આ છે કે કોઈના બાહય દેખાવથી માણસે ધોકો ન ખાવો જોઈએ અને સદાએ સાવચેત રહેવું જોઈએ. અને બીજી તરફ આ છે કે ઝાલિમ અને અત્યાચારીની મુળ સજા આ છે કે એના ઝુલમની પાંખો કાપવામાં આવે. ફરેબી શિકારીને સજામાં કોરડા ફટકારવા કરતાં એની જાળ છીનવી લેવામાં વધારે ન્યાય સમાયેલો છે.

Be a good ambassador of Islam

Hazrat Abu Dajanah RA always used to pray behind the Prophet, (ﷺ). But as soon as he finishes his prayer, he comes out of the Masjid quickly. This caught the eyes of the Prophet, (ﷺ) and one day he stopped him and asked him: "O Abu Dajanah, don't you need anything from Allah?"Abu Dajana said: "O Messenger of Allaah, Yes I do. I can't live without Allah even with a blink of an eye.

"The Prophet said: "So why don't you stay with us after prayers and ask Allah what you need? "Abu Dajana said: "The reason is that I have a Jewish neighbor who has a date palm tree, and its branches are in the courtyard of my house. So when the wind blows at night, the dates fall into my courtyard. That is why you see me coming out of the Masjid quickly, so that I can go and collect the dates and return them to the owner, before my kids wake up. Because once they wake up, they will eat them as they are hungry. I swear to Allah, O Messenger of Allah, that one day I saw one of my children chewing the date, and I put my finger in his throat and took it out before he could swallow it. When my son cried, I said to him: 'Aren't you ashamed of standing in front of Allah as a thief? "When Abubakar heard what Abu Dajana said, he went to the Jewish and bought the date palm tree, and gave it to Abu Dajana and his children. When the Jewish learned the truth of the matter, he quickly collected his children and his family and went to the Prophet (ﷺ) and announced their entry into Islam. This is how they made people enter into Islam because of their stand and their actions. They were advocates of their deep-rooted faith, and their actions are a reflection of their faith.

"Non-Muslims don't read the Quran; they don't read the Hadith; they read you, so be a good ambassador of Islam.”

છેલ્લા પાને

એકતા એટલે ?

સંપ અને એકતા શું છે. ?

ગરીબી કે માલદારી, શિક્ષણ કે અભણતા, હોશિયારી કે નાદાની, દોસ્તી કે દુશ્મની, અનેક પ્રકારની વિવિધતા, અસમાનતા અને ભેદભાવ છતાં ધ્યેયને પામવા ભેગો સંઘર્ષ કરવો...

કુદરતનો એક ખઝાનો

માણસ પોતે કુદરતનો ખઝાનો છે, ભૂલો, મુસીબતો અને અન્યો તરફથી મળતા સાથ કે દગાની ઠોકરોથી તપીને આ હીરો ચમકદાર બને છે.

કોઈ એવો શકિતશાળી નથી

જે માણસ બીજાનું બુરું કરે છે એ પોતાનું પણ નુકસાન કરે છે, એવો શકિતશાળી આ દુનિયામાં કુદરત પેદા જ નથી કરતી કે અન્યોનું બુરું કરનાર પોતે નુકસાનથી મહફૂઝ રહી શકે.

સાંજ પછી સવાર

દરેક સાંજ પછી સવાર આવે છે, પણ સવારે જાગવું જરૂરી છે. એટલે કે મુસીબત પછી રાહત આવે છે પણ રાહત આવે તે પહેલાં માણસે એની લાયકાત કેળવી લેવી જોઈએ.

નાહક વસ્તુ

હક વગર કોઈની વસ્તુ હડપી લેવી શકય છે પણ એને પોતાની પાસે કાયમ રાખી મુકવી સહેલી નથી.

ઈંટ અને ઈમારત

વિખેરાયેલી ઈંટો કાટમાળનો ઢગલો છે, પણ જોડાયેલી અને ચણાયેલી ઈંટો કિલ્લો અને મહેલ કહેવાય છે. દુશ્મન સામે એ આપણું રક્ષણ કરે છે. માણસોનું પણ આમ જ છે.

ખામીઓથી પાક માણસ

જે માણસ અન્યોની ખામી શોધવામાં જેટલો વધારે મશ્ગુલ રહેતો હોય એટલી જ એનામાં વધારે ખામીઓ હશે. અને જે માણસ અન્યોની ખામી પ્રત્યે ધ્યાન ન આપતો હોય, એના વિશે માની શકાય કે એ પોતે ખામીઓથી પાક હશે.

સાચો માણસ

સાચો માણસ સિદ્ધાંત અને ન્યાયને તાબે રહીને ચાલે છે અને જૂઠો માણસ અંગત સ્વાર્થ અને ટુંકા લાભને સામે રાખીને નિર્ણયો લે છે.

વિરોધી અને સહયોગી

દરેક વિરોધીમાં પણ એક સહયોગી છુપાયેલો હોય છે. દરેક સામા માણસમાં છુપાયેલા આ દોસ્તની શોધ કરવાની જરૂર છે. અને એના માટે આપણે દુશ્મનનો પણ દોસ્ત બનવુ પડશે, ત્યારે જ એમાં છુપાયેલો દોસ્ત બહાર આવશે.

લાગણીને કાબૂમાં રાખો

લાગણી અને આવેશમાં તણાયને કામ કરવાનું પરિણામ હમેંશા નાકામી સ્વરૂપે જ મળે છે. અને આવેશને કાબૂમાં રાખીને કામ કરનાર માણસ સદાએ સફળ રહે છે.

મુસીબતથી બચવાની એક ખાસ દુઆ

الْحَمْدُ لِلّهِ الَّذِي عَافَانِي مِمَّا ابْتَلَاكَ بِهٖ وَ فَضَّلَنِي عَلٰى كَثِيرٍ مِمَّنْ خَلَقَ تَفْضِيلاً

અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી આફાની મિમ્મબ્તલાક બિહી વ ફઝ્ઝલની અલા કષીરી મ્મિમ્મન ખલક તફઝીલા.

તરજમહ : બધા વખાણો અલ્લાહ તઆલા માટે છે, જેણે મને આ મુસીબતથી બચાવીને રાખ્યો જેમાં તું (આ માણસ) સપડાયેલો છે.

મિશ્કાત શરીફમાં તિરમિઝી શરીફના હવાલાથી રિવાયત છે :

હઝરત અબૂ હુરયરહ રદિ. રિવાયત કરે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું :

"અગર કોઈ (સ્વસ્થ) માણસ બીજા પરેશાન માણસને જોઈને આ ઉપર મુજબની દુઆ પઢે તો અલ્લાહ તઆલા દુઆ પઢનાર માણસને એ મુસીબત અને બીમારીથી મહફૂઝ રાખશે. ચાહે ગમે તે બીમારી હોય."

મુલ્લા અલી કારી રહ. ફરમાવે છે કોઈ માણસને શારિરીક બીમારી, ખોડખાંપણ, રોગ અને માલની તંગીમાં સમડાયેલ જોઈને અને દીનની બીમારી એટલે ગુનાહ, ઝુલમ વગેરેમાં મશ્ગુલ જોઈને પણ આ દુઆ પઢવી જોઈએ. એટલે કે કોઈ માણસને આવી સ્થિતિમાં જોઈને બીજો માણસ અલ્લાહનો શુક્ર કરે કે અલ્લાહ તઆલાએ મને બચાવીને રાખ્યો એનો હું શુક્ર અદા કરું છું તો ભવિષ્યમાં પણ અલ્લાહ તઆલા એને આ પરેશાનીથી બચાવીને રાખશે.

માણસે આ દુઆ ધીરે રહીને પઢવી બેહતર છે.

પરદો - હિજાબ શા માટે નહીં ?

– મુફતી ફરીદ અહમદ કાવી 

વિશ્વમાં ફેલાયેલ અરાજકતા, સ્વછંદતા, અશ્લીલતા, કામના અને વાસનાની ભૂખ તેમજ જાતીય સંબંધો બાબત ફેલાવવામાં આવતી ગેર સમજોને જોતાં આજકાલ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહયો છે કે નારી જાતિના રક્ષણનું શું ? આ અબળાના અધિકારોનું શું ?

ચિંતકો, બોદ્ધિકો, નેતાઓ અને પ્રધાનો આ માટે વિશેષ કાયદાઓ બનાવી રહયા છે, બાળકોના નામ પાછળ માતાનું નામ લખો, એમના માટે દરેક વિભાગમાં અનામત જગ્યાઓ રાખવામાં આવે, વિશેષ ટ્રેનો ફકત સ્ત્રીઓ માટે દોડાવવામાં આવે, ઘરેલું હિંસા વિરૂદ્ધ કાયદો બનાવી કડક સજા નક્કી કરવામાં આવે, વગેરે....

આ બધાનો એક જ મકસદ બતાવવામાં આવે છે, સ્ત્રીનું રક્ષણ, એના અધિકારોનું રક્ષણ, એની સ્વતંત્રતાનું રક્ષણ.

આ જ અનુસંધાને આજે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે 'ઇસ્લામી હિજાબ શા માટે ?' જાણે કે હિજાબ દ્વારા કોઈ વ્યકિત સ્ત્રીના અધિકારો અને સ્વતંત્રતા ઉપર તરાપ મારતો હોય !

અત્રે એક વાત સમજી લેવાની છે કે કોઈ અન્ય વ્યકિત દ્વારા સ્ત્રીને હિજાબની પાબંદ નથી કરવામાં આવી, બલકે ધર્મ (ઇસ્લામ) દ્વારા સ્ત્રીને સ્વયં હિજાબ – પરદો અપનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

જેમ આજે પણ ભારત સહિત અનેક દેશોમાં નગ્ન ફરવું, અશ્લીલતા ફેલાવવું, જાહેરમાં ચેનચાળા નહી કરવા બાબત બંધારણ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ બંધારણને સ્વયં ખુશીથી અનુસરતા લોકો માટે બંધારણ ગુલામી કે અધિકારો ઉપર તરાપ રૂપ નથી સમજવામાં આવતું, એ જ પ્રમાણે કુર્આન અને ઇસ્લામના માર્ગદર્શનને અનુસરીને સ્વયં હિજાબને અપનાવતી ઓરતો માટે હિજાબને ગુલામી કે અધિકાર હવનનું ચિહ્ન ગણવું ખોટું છે. માટે આજનો પ્રશ્ન 'સ્ત્રી માટે હિજાબ પરદો કેમ ?' ના હોવો જોઈએ, બલકે 'હિજાબ કેમ નહી ?' એ મહત્વનો પ્રશ્ન છે.

સ્ત્રી માટેના ઈસ્લામી ડ્રેસ કોડને સદાએ ટીકા ટીપ્પણીઓનું નિશાન બનાવવામાં આવે છે.

પહેલાં કહેવાતું કે હિજાબ સ્ત્રીની ગુલામીનું પ્રતિક છે, એની સ્વતંત્રતા પર તરાપ છે. પછી કહેવામાં આવ્યું કે આ એક ધાર્મિક ઓળખચિહ્ન છે અને હવે હિજાબને આતંકવાદ — કટ્ટરવાદ સાથે જોડવામાં આવે છે.

હિજાબને છોડીને, ફકત ઢંગનો લિબાસ અને શરીરની રક્ષા કરતાં કપડાંઓની વાત કરીએ, તો આ બાબતે કોઈ સ્ત્રીએ સ્વયં અપનાવેલ ડ્રેસ ઉપર કોઈને વાંધો નથી હોતો, હિંદુઓની સાડી, પંજાબીઓનું ફોક, ઈસાઈઓ નો અને સાધ્વીઓનો ડ્રેસકોડ કોઈના માટે અવરોધ અને વાંધાની બાબત નથી, તો શા માટે મુસ્લિમ સ્ત્રીના લિબાસ ઉપર વાંધો ઉઠાવવામાં આવે છે ?

યુરોપમાં આજ કાલ સ્ત્રી નગ્નતાનું બીજું નામ બનીને રહી ગઈ છે, ઠંડા દેશોમાં પુરૂષો ત્રણ – ત્રણ જાડા કપડાંઓના સૂટ ચડાવી ફરે છે અને સાથે બિચારી સ્ત્રીને અર્ધાથી વધુ શરીર ઠંડીમાં ખુલ્લું રાખવાની ફરજ પાડવામાં આવે છે.

આજકાલ (અમુક વરસો પહેલાં આ લેખ લખવામાં આવ્યો હતો ત્યારે) ફ્રાન્સ અને એના રાષ્ટ્રપતિ સરકોઝી હિજાબના વિરોધમાં સૌથી આગળ છે. તેઓ કહે છે કે હિજાબ, પરદો અને ઇસ્લામનું ચુસ્ત અનુસરણ 'યહૂદી વિરોધી' છે, આ બાબત દર્શાવે છે કે તેઓ પૂર્ણ રીતે યહૂદી લોબીના હાથોમાં રમી રહયા છે. યુરોપના દેશોમાં ત્યાંના મુળ નિવાસીઓની ઘટતી સંખ્યા, તેમાંયે ઇસ્લામ સ્વીકારનું વધતું પ્રમાણ અને વિદેશથી આવતા મુસલમાનોના કારણે મુસલમાનોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે, આ સંખ્યા સંપૂર્ણ બહુમતિમાં ન ફેરવાય, છતાં એટલી જરૂર થઈ ગઈ છે કે થઈ શકે છે કે તે સંગઠિત રીતે પોતાના અધિકારો અને આગવી ઓળખ સ્થાપી શકે છે.

બીજી તરફ મુસલમાનોમાં ઇસ્લામ પ્રત્યે વિશેષતઃ ઈસ્લામી અર્થવ્યવસ્થા, રાજવ્યવસ્થા અને જીવનવ્યવસ્થા પ્રતિ ક્રેઝ વધી રહયો છે, મુસલમાનો તરફથી આ ત્રણ બાબતોને માનવીય જીવન માટે અતિઉપયોગી શ્રેષ્ઠ પ્રણાલી રૂપે આધુનિક સ્વરૂપે રજૂ કરવાના સુંદર પ્રયાસો થઈ રહયા છે.

આ બધામાં મહત્વની બાબત એ છે કે યુરોપના લગભગ દેશોમાં યહૂદીઓ કરતાં મુસલમાનો વધી ગયા છે. આવા સંજોગોમાં વિશ્વ વ્યવસ્થા પર યેનકેન પ્રકારે હાથ ઉપર રાખતા યહૂદીઓને, વિશેષ કરીને ઇઝરાયેલને એના સમર્થનમાં મોટો ફટકો પહોંચવાનો ખતરો છે, આવી પરિસ્થિતિમાં મુસલમાન વિરોધી પગલાં – નિવેદનો કરવા બાબત યુરોપના અને એશિયાના દેશોને અમુક લોકો અને સંસ્થાઓ તરફથી મજબૂર કરવામાં આવે છે, જેથી આ દેશના શાસકો અને મુસ્લિમ પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ તૂટી જાય, પરિણામે શાસકો કોઈ પણ પ્રાદેશિક કે વૈશ્વિક બાબતોમાં મુસલમાનોની તરફદારી કે વકાલત કરે નહીં. મુસલમાનોએ આવા સંજોગોમાં અત્યંત સાવધાનીનું વલણ અપનાવીને ઈસ્લામી જીવન પદ્ધતિને અનુસરીને તેમના અસ્તિત્વ તેમજ અસ્મિતાને સાચવવાના પ્રયત્નો કરવાના છે. (પુનઃપ્રકાશન.)