ગુનાહો રોકવા માટેની ઈસ્લામી વ્યવસ્થા
આ એક વાસ્તવિકતા છે કે ગમે તેટલા સ્વચ્છ-સારા સમાજમાં અમૂક માણસો એવા જરૂર હોય છે જેમના વાણી, વર્તન નિયંત્રિત કે ભદ્ર નથી હોતાં અને નિર્ધારિત નિયંત્રણો પાબંદીઓનું ઉલ્લંઘન કરતા હોય છે, તે આવા કાર્યોને જ “ગુનો” કહેવામાં આવે છે. ઈસ્લામી શરીઅત સામાન્ય રીતે અખલાકી રાહે આવા ગુનાહોની રોકઠામનો પ્રયત્ન કરવામાં આવે છે, અલબત્ત અનિવાર્ય સંજોગોમાં કાનૂની રાહે સજાકીય પગલાંઓ પણ ભરવામાં આવે છે.
કાનૂન અને વ્યવસ્થાની પહેલી ગરજ-આશય એ છે કે માણસના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવે. આવા અધિકારો-હકો પાંચ હોય શકે. (૧) પ્રાણની રક્ષા (૨) ધર્મની રક્ષા(ધાર્મિક સ્વતંત્રતા) (૩) અક્કલ- સમજની રક્ષા (વૈચારિક સ્વતંત્રતા) (૪) ઈઝઝત આબરૂની રક્ષા (૫) માલની રક્ષા.
આ માટે ઈસ્લામે એક ચોક્કસ પ્રણાલી અને વ્યવસ્થા અપનાવી છે. કિસાસ (પ્રાણના બદલામાં પ્રાણ)ના કાનૂનમાં લોકોના પ્રાણની રક્ષા છે. દારૂ, નશીલા પદાર્થો અને અન્ય વસ્તુઓ ઉપર પાબંદી દ્વારા માનવીની વૈચારિક શકિતને રક્ષાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચોરીની એક સ્પષ્ટ સજા નક્કી કરવામાં માલની રક્ષાનો પ્રયત્ન છે. અને તહોમતની સજા (હદ્દે કઝફ) દ્વારા ઈઝઝત આબરૂની રક્ષા કરવામાં આવે છે. આ બધી વસ્તુઓના પાબંદ રહેવા ઉપરાંત દરેકને તેના ધર્મ પ્રમાણે ક્રિયાકાંડો કરવાની છુટ આપી ધર્મરક્ષાની બાંહેધરી આપવામાં આવી છે.
શરીઅતના ધારા ધોરણ મુજબ અમૂક ગુનાહો એવા છે, જેની સજા નક્કી છે. જયારે બીજા ગુનાહોની સ્પષ્ટ સજા દર્શાવવામાં આવી નથી. બલ્કે ફેસલો કાજી – જજના નિર્ણય ઉપર છોડી દેવામાં આવ્યો છે કે તે જ ગુનો અને ગુનેગારની પરિસ્થિતિની તુલના કરી કોઈ સજા નિર્ધારિત કરે.
છેલ્લા પાને......
ટુંકુ અને લાંબુ સુખ
ઈન્તેકામ અને બદલાનું સુખ થોડો સમય રહે છે પણ પછી અવળા બદલાનો ખોફ રહે છે. જયારે કે માફીનું સુખ ઘણું લાંબુ અને હમેંશા રહે છે.
પ્રેમ અને સુગંધ
મહોબ્બત અને ખુશ્બુ છુપાવી શકાતી નથી.
ખુશ રહેવાની ચાવી
ખુશ રહેવાની ફકત એક ચાવી છે, આશાઓ અને ઉમ્મીદો ઓછી કરી દયો.
શબ્દો અને અમલ
માણસના શબ્દો કરતાં એનો અમલ વધારે કહી જાય છે.
જન્નત અને જહન્નમ
સો નેક કામો કરવા છતાં કોઈ આપણને જન્નતની ખુશખબર નહીં સંભળાવે, પણ એક બુરાઈ થઈ જશે કે બધા આપણને જહન્નમના દરવાજે છોડી આવશે.
માણસની કમઝોરી
માણસના સ્વભાવમાં આ કમઝોરી છે કે અન્યોની સફળતા એને ગમતી નથી. વિશેષ કરીને જયારે માણસ પોતે સફળ ન હોય.
માલ અને આમાલ
દુનિયામાં માણસને એના માલથી તોલવામાં આવે છે પણ આખિરતમાં એને આમાલથી તોલવામાં આવશે.
સંબંધોને અજમાવો નહીં
આજકાલ સંબંધો એટલા માટે કમઝોર હોય છે કે લોકો સંબંધો નિભાવવાના બદલે અજમાવવાની કોશિશ કરે છે.
પોતાના અંદર જુઓ
પોતાના માટે શું સારું અને શું ખોટું ઘણું જોઈએ છીએ, સાથે પોતાના અંદર શું સારું ખરાબ છે એ પણ જોવાની જરૂરત છે.
પસીનો અને આંસુ
જેઓ ખરા સમયે પસીનો નથી વહાવતા તેઓ પાછળથી આંસુઓ વહાવે છે.
સચ્ચાઈનો સ્વાદ
સાચી વાતોનો સ્વાદ જ કંઈ અલગ હોય છે. માણસ પોતે બોલીને કોઈને કહેવા ચાહે તો ઘણી મીઠી લાગે છે પણ કોઈ આપણને કહે તો ઘણી કડવી લાગે છે.
સન્માન અને સલાહ
સન્માન અને સમયસર સાચી સલાહ આપનાર લોકો ઓછા હોય છે. એટલે ખુશામત કરનાર સોબતીઓ કરતાં એમને વધારે સાચવવાની જરૂરત છે.
Dua and its Acceptance During Ramadan
Dua is the weapon of the believer. It is an opportunity which no one can ever take away from us. Allah the Exalted is always there to answer us whenever we call on Him, and that's why one of His names is al Mujeeb (the One who responds).
The significance of making supplications during Ramadan can be understood from the verse that follows the verse on Ramadan. Since the sequence of the verses in the Quran are significant in and of itself, the fact that Allah mentions dua right after the verse on Ramadan should tell us something.
The month of Ramadan [is that] in which was revealed the Qur'an.... [2:185]
And when My servants ask you, [O Muhammad (saws)], concerning Me - indeed I am near. I respond to the invocation of the supplicant when he calls upon Me. So let them respond to Me [by obedience] and believe in Me that they may be [rightly] guided. [2:186]
This is a verse with profound meaning, needing an in-depth study by itself. First of all it says that Allah expects us to ask about Him and ask Him for things. Then He says that He responds to any supplication of any caller, even if they are not even Muslims. This is evident from the fact that He says 'caller' and not 'muslims' or 'My slaves' or 'mu-mins'.
So no matter how close or distant you're from Allah, you just need to call Him once and He'll respond.
The Prophet (saws) used to supplicate a lot during the month of Ramadan. Hazrat Aishah (ra) said: 'With the start of the last ten days of Ramadan, the Messenger of Allah (S.a.w.) would pray all the night, and would keep his family awake for the prayers. He tied his lower garment (i.e., avoided sleeping with his wives) and devoted himself entirely to prayer and supplication.' [Al-Bukhari and Muslim].
The Prophet said, When the fasting person breaks his fast, his supplication is not turned back. [ibn Majah]
Also, There are three whose supplication is not rejected: The fasting person when he breaks his fast, the just leader, and the supplication of the oppressed person; Allah raises it up above the clouds and opens the gates of heaven to it. And the Lord says: 'By My might, I shall surely aid you, even if it should be after a while.' [Tirmidhi]
Allah answers your dua in the way He knows best and at the time when He knows best, because He knows the future and you don't, He knows what's good for you and you don't. He answers your dua in one of three ways:
By giving the thing asked for
By averting a calamity that would otherwise have afflicted him/her
Gifts waiting in the Hereafter.
Understand every word in salah to get from ritual to spiritual - by understanding the meaning of each word in your 5 daily prayers, your salah will never be the same again, in sha Allah.
બોધકથા..
એક અનભવી અને વૃદ્ધ વડીલ માણસ રોજ સવારે એક ઝાડ નીચે બેસતા અને લોકોને રોજ નવી નવી કહાનીઓ સંભળાવતા. લોકો ઘણા શોખ અને મન લગાવીને એમની વાતો સાંભળતા હતા. વૃદ્ધ વડીલ સાથે એમનો નાનો પોત્ર પણ આવતો હતો. તે કદી કહાની સાંભળતો તો કદી આમ તેમ રમ્યા કરતો.
એકવાર એ બાળકે પૂછયું કે દાદાજી!
• આ લોકો રોજ તમારી પાસે શીદને આવે છે ? વૃદ્ધે જવાબ આપ્યો કે વાર્તાઓ સાંભળવા.
• તમે આટલી બધી વાર્તાઓ કયાંથી લાવો છો ? વૃદ્ધે જવાબ આપ્યો કે મારા અને અન્ય લોકોના અનુભવો છે.
• બીજાના અનુભવો સાંભળીને આ લોકોને શો લાભ ? વૃદ્ધે જવાબ આપ્યો કે એનાથી જીવન જીવવાની સાચી રાહ મળે છે. પોતાના કામોમાં ભૂલથી બચી શકાય છે. અનુભવી માણસો અન્યો સામે એમના અનુભવો વર્ણવે નહીં તો દુનિયાની ત્યાંને ત્યાં જ રહે. કોઈ ફળ તમે ચાખ્યું અને મીઠું લાગ્યું તો જયાં સધી તમે અન્યોને નહીં જણાવો, લોકો એમ જ સમજશે કે આ ફળ બેકાર છે.
• શું દરેક કહાનીનો લાભ દરેકને સમાન રીતે મળે છે ? વૃદ્ધે જવાબ આપ્યો કે નહીં, દરેક અનુભવ અને કહાનીનો લાભ માણસને અલગ અલગ રીતે મળે છે. આવા અનુભવો અને કહાનીઓ તો માણસને વિચારવા તરફ પ્રેરિત કરવા માટે હોય છે. જે માણસ કહાની સાંભળીને વિચારે, પોતાના જીવનમાં એના નિષ્કર્ષ અને બોધને ગ્રહણ કરવાની રીત શોધે અને કોશિશ કરે એને જરૂર ફાયદો થાય છે.
• શું સાંભળવા આવતા બધા લોકો આમ કરતા હશે ? ના, બધા આમ નથી કરતા. ઘણા તો ફકત નવી નવી વાતો સાંભળવાના શોખથી આવે છે. એમને કોઈ અનુભવ અને વાર્તાને કંઈ લેવા દેવા નથી હોતી.
• તો મારે શું કરવું જોઈએ ? વૃદ્ધે જવાબ આપ્યો કે દરેક વસ્તુને એના ઉદ્દેશ અને મકસદ પ્રમાણે જ વાપરવી જોઈએ. મોજ શોખ માટે નહીં. વાર્તા બોધગ્રહણ માટે હોય છે. ફકત મનોરંજન માટે નહીં. અને દરેક સાધન બાબતે આ જ નિયમ અપનાવો.
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવલાના મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા:મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
કબ્રસ્તાનના ઘાસ કાપવાનો હુકમ
સવાલઃ અસ્સલામુ અલયકુમ વ.વ.
સલામ મસ્નૂન બાદ ખયરો-આફિયતથી હશો અલ્લાહ તઆલા આપની બધી દીની ખિદમતો કબૂલ ફરમાવે. આમીન. વધુમાં નીચે જણાવેલ મસ્અલામાં શરઈ માર્ગદર્શન આપવા મહેરબાની ફરમાવશો.
અમારા ગામમાં નાનું અને મોટું એમ બે કબ્રસ્તાન છે. તેનું સંચાલન મસ્જિદ કમિટી કરે છે. કબ્રસ્તાનને લગતી બધી જરૂરીયાત મસ્જિદ કમિટી થકી પૂરી થાય છે, જે ગામ લોકોની જાણમાં છે. બંનેવ કબ્રસ્તાનમાં ચોમાસામાં ઘાસ ઉગી નીકળે છે. અમૂક ભાગમાં આ ઘાસ ઊંચુ તથા મોટું થાય છે. ઘાસમાં ઝેરી જાનવરનો ડર (બીક) પણ હોય છે. માટે કબ્રસ્તાનમાં સફાઈ રહે તથા અવાર-નવાર કબ્રસ્તાને આવતા લોકો આસાનીથી કબરો સુધી પહોંચી શકે એ હેતુથી વર્ષોથી કબ્રસ્તાનમાં ભાગ પાડી ઉગતી ઉભી ઘાસની હરાજી કરવામાં આવે છે, હરાજીમાં ભાગ લેનાર ભાઈઓ પોતાની રીતે જરૂરત પ્રમાણે પોતાના ભાગમાંથી ઘાસ કાપે છે. તો શું આ હેતુથી આ પ્રમાણે કબ્રસ્તાનની ઉભી લીલી ઘાસની હરાજી કરી શકાય ? યાદ રહે કે આ પ્રમાણે હરાજીથી પણ કબ્રસ્તાનની સફાઈનો પ્રશ્ન સંપૂર્ણ હલ થતો નથી. ચોમાસા બાદ કમિટી ખર્ચ કરીને સફાઈ કરાવે છે અને આશરે ૪૦ હજાર ખર્ચ થાય છે.
હાલમાં એવી દવાઓ નીકળી છે. જેનો છંટકાવ કરવાથી ઘાસ ઉગતી નથી કાં તો ઉગતી ઘાસ બળી જાય છે. તો શું ઘાસ ન ઉગે અથવા ઓછી ઉગે તે હેતુથી કબ્રસ્તાનમાં આવી દવાનો છંટકાવ કરી શકાય ?
નાના કબ્રસ્તાનમાં વધુ પડતો ભાગ તથા મોટા કબ્રસ્તાનનો અમુક ભાગ એવો છે જયાં કબરો નથી. મોટા કબ્રસ્તાનમાં વધુ પડતા ભાગમાં નવી-જુની કબરો છે. બંનેવ પ્રકારના ભાગોમાં મજકૂર દવા છાંટવાનો શું હુકમ છે ? લખી જણાવશો. અંતમાં પોતાની દુઆઓમાં યાદ રાખવા નમ્ર અરજ છે.
જવાબ :
بسم الله الرحمن الرحيم؛ حامداً و مصلياً ومسلماً
(૧) કબ્રસ્તાનમાં ઉગી નીકળેલ ઘાસ (પછી તે લીલું હોય અથવા સુકું) ઉગેલી એટલે કે ઉભા હોવાની હાલતમાં હરાજી અથવા અન્ય કોઈ રીતે વેચાણ કરવું બાતિલ અને નાજાઈઝ છે, વેચાણથી આવેલી રકમને કબ્રસ્તાન વિગેરેના કામોમાં ઉપયોગમાં લેવું જાઈઝ નથી. અલબત્ત જે સૂરત અને હાલતમાં ઘાસ કાપવાની શરઈ દ્રષ્ટિએ ઈજાઝત છે, તે સૂરતમાં કબ્રસ્તાનના વહીવટકર્તા મજૂરોથી કપાવીને પછી તે કાપેલ ઘાસને વેચે તો જાઈઝ છે, અને આ વડે આવેલ રકમ કબ્રસ્તાનના ઉપયોગમાં લેવી દુરૂસ્ત છે. (દુર્ર-શામી: ૭/૨૫૬, ૨૫૮, ઝક., ઝુબ્દતુલ ફતાવા: ૩/૪૪૧)
(૨) ઘાસ કાપવા વિશેનો શરઈ હુકમ નીચે મુજબ રહેશે.
કબ્રસ્તાનનું લીલુ ઘાસ કાપવું મકરૂહ છે; કારણ કે જયાં સુધી ઘાસ લીલું રહે છે, તે અલ્લાહની તસ્બીહ પઢે છે, અને તેની તસ્બીહના લઈ મુર્દાઓ ઉપર અલ્લાહ તઆલાની રહમત ઉતરે છે, અને મુર્દાઓને હુફ પણ મળે છે. (શામીઃ ૩/૧૫૫ ઝક., મહમૂદુલ ફતાવાઃ ૫/૨૫૦) અને આ રીતની લીલી ઘાસ કાપી લેવામાં મુર્દાઓને તેઓના હકથી મહરૂમ કરવું પણ છે. (મ.ફતાવા: ૫/૨૫૦) માટે કબ્રોની ઉપર તથા નિકટના આસ પાસના લીલા ઘાસને ન કાપવામાં આવે, અલબત્ત કબરો સિવાય ખાલી પડેલ અન્ય જગ્યામાં ઉગેલું લીલું ઘાસ કાપવાની ગુંજાઈશ છે. (ઝુ.ફતાવાઃ ૩/૪૪૦) મઝકૂર ઉગેલું ઘાસ સુકાય ગયા બાદ દરેક સૂરતમાં (કબ્રોની ઉપરનું પણ) કાપવું જાઈઝ છે. જે સૂરતમાં ઘાસ કાપવાની ઈજાઝત છે, તે સૂરતમાં કેમિકલ વડે તેને ખતમ કરવું પણ જાઈઝ છે, અલબત્ત આ વાતની ચકાસણી કરી લેવામાં આવે કે કેમિકલનો અસર કબ્રોની અંદર સુધી પહોંચતો ન હોય. (શામીઃ૩/૨૫૫, ખઝીનતુલ ફિકહ: ૩/૨૮૬ ઉપરથી)
(૩) લોકોને કબ્રસ્તાનમાં કબ્રો સુધી પહુંચવામાં નડતર રૂપ જે લીલું ઘાસ બનતું હોય તેને તથા કબ્રોની આજુ બાજુના મોટા લીલા ઘાસના લઈ સાંપ વગેરે ઝેરી જાનવરથી નુકસાન થવાનો ભય હોય, તો તેવા ઘાસોને લીલા હોવાની સ્થિતિમાં પણ કાપવાની ગુંજાઈશ રહેશે. (શર્હૂલ મજલ્લા:ભાગ-૧) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૧૩/ઝુલ કઅદહ/૧૪૩૯ હિજરી.
મહમૂદુલ ખસાઈલ
હઝરત મવલાના મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ.ની અત્યંત આધારભૂત અને મશહૂર કિતાબ શમાઈલે તિરમિઝીની ઉર્દૂ શરહ “મહમૂદુલ ખસાઈલ”નો ગુજરાતી અનુવાદ..
• અનુવાદક : જનાબ અહમદહુસેન ગાજી સા.
રસૂલુલ્લાહ (સલ.)નું સુરમો લગાવવાનું બયાન
ફાયદો : આ બાબમાં હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું સુરમો લગાવવા વિશેનું બયાન છે, સફર હોય કે વતનમાં, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હંમેશા સુરમો વાપરતા હતા, સફરમાં જે વસ્તુઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સાથે રહેતી હતી, તેમાં એક સુરમાદાની પણ છે, તેનાથી આપ રાત્રે સુતી વખતે સુરમો લગાવતા હતા, તેથી ઉલમાએ લખ્યું છે કે આંખમાં સુરમો લગાવવો સુન્નત છે અને સુન્નતની નિય્યતથી જ સુરમો લગાવવો જોઈએ. આંખમાં પણ ફાયદો પહોંચશે અને સુન્નતનો પણ સવાબ મળશે.
હદીસ નંબર : ૪૯
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યો : ઈષમીદ સુરમો લગાવો, કારણ કે તે આંખોને રોશન કરે છે અને વાળોને મજબૂત કરે છે, પોપચા વધારે ઉગાડે છે, હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) એ પણ ફરમાવતા હતા કે આપ (સલ.) પાસે એક સુરમાદાની હતી, તેમાંથી દરરોજ રાત્રે ત્રણ સળી (લાકડી) આ (જમણી) આંખમાં અને ત્રણ સળી (લાકડી) આ (ડાબી) આંખમાં સુરમો નાંખતા હતા.
ફાયદો : ઈષમીદની ખુબીઓ
ઈષમીદઃ આ એક ખાસ પ્રકારનો પથ્થર છે, જે કાળો લાલ જેવો હોય છે, ઈસ્ફહાન (ઈરાનનું શહેર) માં મળે છે, તેને ગ્રાઈન્ડીંગ કરીને સુરમો તૈયાર કરવામાં આવે છે.
یجلو البصر આ સુરમાનો ફાયદો એ છે કે આંખોની રોશની તેજ થાય છે અને પાંપણના વાળ વધે છે, કયારેક બિમારીને કારણે પાંપણના વાળ ખરી જાય છે, અથવા ઓછા થઈ જાય છે તો ઈષમીદનો ઉપયોગ કરવાથી ઝડપથી વધે છે.
હઝરાતે શુર્રાહ (વિવિરણકારો) ફરમાવે છે કે આ સુરમો તેજ હોય છે. અમુક લોકોની આંખો કમજોરીને કારણે આ સુરમાની તેજીને વેઠી શકતી નથી, એટલે પહેલાં તબીબોથી મશવરો કરવામાં આવે અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવામાં આવે. હઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું આ પ્રોત્સાહન તે લોકો માટે છે જે તેને વેઠી શકે છે.
કોઈ વસ્તુ મિજાઝ પ્રમાણે યોગ્ય હશે તો જ ફાયદો થશે.
એક ઉસૂલી વાત યાદ રાખવી જોઈએ કે કોઈ વસ્તુનો ફાયદો બયાન કરવાનો હેતુ એ નથી કે દરેક વ્યક્તિને તેનો ફાયદો પહોંચે, તે વસ્તુ જેના મિજાઝ પ્રમાણે યોગ્ય હશે તેને ફાયદો થશે, જેમકે ખજુરનો અસર એ બતાવવામાં આવે છે કે તેનાથી આરોગ્ય અને શક્તિમાં વધારો થાય છે. પરંતુ આ દરેક માટે નથી. હઝરત અલી (રદિ.) નો વાકિયો હદીસની કિતાબોમાં છે કે કોઈ જમાનામાં હઝરત અલી (રદિ.) બિમારીથી તંદુરસ્ત થઈને હમણાં હમણાં બિસ્તર પરથી ઉઠયા હતા. બિમારીને કારણે પેદા થનારી કમજોરી હજુ બાકી હતી, તે સમયમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સાથે એક સહાબી ઓરતના ઘરે તશરીફ લઈ ગયા, ત્યાં ખજુરની ડાળીઓ લટકતી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તાજી ખજુરો તોડીને ખાવા લાગ્યા, હઝરત અલી (રદિ.) પણ હાથ લંબાવવા લાગ્યા પરંતુ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એવું કહીને રોકી લીધા કે તમે હમણાં બિમારીથી ઉભા થયા છો, એટલે તમારું પેટ કમજોરીને કારણે તેને બરદાશ્ત નહીં કરી શકે.
જુઓ ! ખજુરનો ફાયદો અને તેની અસર વાસ્તવિક છે. પરંતુ હઝરત અલી (રદિ.) માટે ફાયદાકારક ન હતો, તેથી હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મના ફરમાવ્યું. એવી રીતે ઈષમીદનો ફાયદો જરૂર છે, પરંતુ સુરમાની તેજીને કારણે અમુક કમજોર આંખોવાળા માટે સેટ થતો નથી, આમ હદીસમાં આવેલ ઈષમીદનો ફાયદો અને તેની અસર પર કોઈ શંકા નહીં થાય, માણસના સ્વભાવ અને મિજાઝનો કસૂર છે, બાકી ઈષમીદનો ફાયદો પોતાની જગ્યા પર છે જ.
રાત્રે સુરમો લગાવવાની હિકમત
રાત્રે લગાવવાની હિકમત એ છે કે દવા જયારે આંખમાં નાંખવામાં આવે છે તો આંખો થોડીવાર માટે બંધ રાખવામાં આવે છે, જેથી દવા પોતાનો અસર બતાવી શકે, સુતી વખતે સુરમાને એટલા માટે સુન્નત કર્યો કે સુરમો લગાવ્યા પછી જયારે આંખો બંધ હશે તો સુરમો છિદ્રોમાં પ્રવેશીને પોતાની અસર બતાવશે અને તેનો જેવો ફાયદો થવો જોઈએ તેવો ફાયદો પણ થશે. પરંતુ જો કોઈએ દિવસમાં સુરમો લગાવ્યો તો પણ સુરમો લગાવવાની સુન્નત અદા થઈ જશે.
સુરમો ત્રણ અને બે અથવા ત્રણ ત્રણ સળી લગાવવી
કેટલીક રિવાયતોમાં એક આંખમાં બે અને એક આંખમાં ત્રણ સળી સુરમો લગાવવાનું વર્ણન છે, પરંતુ મુલ્લા અલી કારી (રહ.) અને હાફિઝ ઈબ્ને હજર (રહ.) એ ત્રણ-ત્રણ સળી-લાકડી વાળી રિવાયતને પસંદ કરી છે.
હદીસ નંબર : ૫૦
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુતા પહેલા દરેક આંખમાં ત્રણ સળી ઈષમીદ સુરમો નાંખતા હતા, યઝીદ બિન હારૂન (રદિ.) એ આ હદીસમાં એ પણ કહ્યું કે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક સુરમાદાની હતી, તેમાંથી સુતી વખતે દરેક આંખમાં ત્રણ સળી સુરમો લગાવતા હતા.
ફાયદો : સૌથી બહેતર સુરમો
સુરમો લગાવવો સુન્નત છે, અને ઈષમીદ લગાવવો અફઝલ છે. મતલબ કે ઈષમીદ સિવાય કોઈ બીજો સુરમો લગાવશે તો સુન્નત અદા થઈ જશે. પરંતુ જે ઈષમીદ વાપરશે તો સુન્નતની સાથે ફઝીલત પણ પ્રાપ્ત કરશે.
હદીસ નંબર : ૫૧
હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: તમે સુતી વેળાએ ઈષમીદ સુરમો જરૂર લગાવો, કારણ કે તે આંખોને રોશન કરે છે અને વાળોને જમાવે છે, પાંપણ પણ ઉગાડે છે.
હદીસ નંબર : પર
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે : રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યો : બેશક તમારા તમામ સુરમાઓમાં ઈષમીદ ઉત્તમ સુરમો છે, જે આંખોને રોશન કરે છે અને વાળોને જમાવે છે, પાંપણ પણ ઉગાડે છે.
ફાયદો : બિશર બિન મુફદ્દલ : તેમના વિશે શુર્રાહે (વિવરણકારો) લખ્યું છે કે તેમનો દરરોજ ચારસો રકાત નમાઝ નફલ પઢવાનો મામૂલ હતો અને એક દિવસ રોઝો રાખતા અને એક દિવસ ઈફતાર કરતા.
હદીસ નંબર : ૫૩
હઝરત ઈબ્ને ઉમર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: તમે ઈષમીદ સુરમો લગાવ્યા કરો કારણ કે તે આંખોને રોશન (તેજ) કરે છે અને વાળોને પણ જમાવે છે / પાંપણ પણ ખૂબ ઉગાડે છે.
ફાયદો : રિવાયત ઉપરવાળી જ છે પરંતુ રાવી હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) છે, આ હદીસને રિવાયત કરનાર ત્રણ સહાબી (રદિ.) છે : (૧) હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.), (૨) હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) (૩) હઝરત જાબિર (રદિ.)ઈસ્લામિક આર્થિક નીતિઓ
તુલના અને વિશેષતાઓ
આજકાલ A.I. આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સનો શોર છે. અમે પણ એને અજમાવવા ખાતર સવાલ પૂછયો કે શું ઈસ્લામની આગવી આર્થિક નીતિઓ છે ? અને છે તો એના વિશેષ ફાયદાઓ શું છે ? જે જવાબ મળ્યો એ આંશિક ફેરફાર સાથે અત્રે રજૂ કરીએ છીએ.
ઈસ્લામમાં વિશિષ્ટ આર્થિક નીતિઓ છે, જે ઈસ્લામિક શરિયત અને નૈતિક મૂલ્યો પર આધારિત છે. ઈસ્લામિક અર્થશાસ્ત્ર સામાન્ય પૂંજીવાદ (Capitalism) અને સામ્યવાદ (Socialism) કરતા અલગ છે અને ઈન્સાફ (Justice) અને સમતોલ વિકાસ (Balanced Development) પર ભાર મૂકે છે.
ઈસ્લામિક આર્થિક નીતિઓને અન્ય પદ્ધતિઓ (જેમ કે પૂંજીવાદ અને સામ્યવાદ) કરતાં અલગ અને વધુ લાભપ્રદ બનાવતા કેટલાક મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે :
૧. ઈસ્લામમાં વ્યાજનું લેન દેન હરામ છે. વ્યાજ મુક્ત નાણાંકીય વ્યવસ્થાનો વિશેષ ફાયદો નાણાંકીય સ્થિરતા છે. અન્ય પદ્ધતિઓમાં વ્યાજ આધારિત લેણ-દેણથી આર્થિક તંગી, મોંઘવારી અને ગરીબી વધી શકે છે. ઈસ્લામિક નાણાકીય વ્યવસ્થા વ્યાજ ઉપર નહીં, પણ નફા-નુકસાન વહેંચવા (Profit & Loss Sharing) ઉપર આધારિત હોવાથી તે વધુ સ્થિર અને ન્યાયપૂર્ણ છે. આ નીતિ થકી નાણાંકીય સંકટ (Financial Crisis) ટાળવામાં મદદ મળે છે.
૨. ઝકાતની વહેંચણી અને સમાન સંપત્તિ વહેંચણી થકી ગરીબી ઘટવાનો વિશેષ ફાયદો પ્રાપ્ત થાય છે. અન્ય પદ્ધતિઓમાં અમુક લોકોએ મૂડી એકઠી કરીને ગરીબો માટે અવકાશ ઓછો કરી દીધો છે. ઈસ્લામમાં ઝકાત દ્વારા સંપત્તિ ગરીબો વહે છે, જે ગરીબી ઘટાડે છે અને દરેકની જીવનશૈલી સુધારે છે. આમ થવાથી અર્થતંત્રમાં માંગ (Demand) વધે છે અને વિકાસ ગતિમાન બને છે.
૩. હલાલ આવક અને નૈતિક વ્યવસાય આધારિત ન્યાયપૂર્ણ અર્થતંત્ર પણ ઈસ્લામી નીતિનો મુખ્ય નિયમ છે. અન્ય પદ્ધતિઓમાં જુગાર, સુદ (વ્યાજ), મોનોપોલી, અને છેતરપિંડીથી ધન એકઠું થાય છે, જે સામાજિક તણાવ અને આર્થિક અસમાનતા લાવે છે. એનાથી વિપરીત ઈસ્લામ હલાલ આવક ઉપર ભાર મૂકે છે, જે અર્થતંત્રમાં ન્યાય અને વિશ્વાસનો વિકાસ કરે છે. ઉદ્યોગ અને વેપાર નૈતિકતાથી ચાલે તો ભ્રષ્ટાચાર અને શોષણ અટકે છે.
૪. મુદારબહ અને મુશારકહ એટલે નફા અને નુકસાનની ભાગીદારી આધારિત વેપારની નીતિઓ ઈસ્લામી અર્થ વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. આ જ તે મુખ્ય વસ્તુ છે જે ઈસ્લામ થકી વ્યાજ આધારિત લોનના પર્યાય તરીકે ઈસ્લામ દ્વારા રજૂ કરવામાં આવી છે.
પૂંજીવાદી પદ્ધતિઓમાં ફાઈનાન્સ સંસ્થાઓ પાસેથી વ્યાજ આધારિત મોટી લોન લેવામાં આવે છે. આવી લોન થકી વિકસેલ ધંધાની મોટી આવક વ્યાજમાં જતી રહે છે. એટલે લોન લેનાર ધંધાદારી પોતાનો નફો વધારવા શ્રમિકોને ઓછું વેતન આપીને અને પ્રોડકટને મોંઘી વેચીને વધારે નફો કમાવવા પ્રયત્ન કરે છે. જયારે કે ઈસ્લામિક વ્યવસ્થામાં ભાગીદારી પદ્ધતિ હોવાથી રોકાણકારો અને ધંધાદારીઓ બંનેને ન્યાયસંગત નફો મળે છે. આમ થવાથી શ્રમિકોનું શોષણ કરવાની જરૂરત નથી રહેતી અને સારી – સસ્તી વસ્તુ બજારમાં આવી શકે છે.
૫. મોનોપોલી અને કૃત્રિમ મોંઘવારી ઉપર પ્રતિબંધ દ્વારા સમતોલ ભાવવ્યવસ્થા પણ ઈસ્લામીક ઈકોનોમીની એક વિશેષતા છે. પૂંજીવાદમાં કેટલીક મોટી કંપનીઓ ભાવને નિયંત્રિત કરીને નાની કંપનીઓને બહાર કરી દે છે, જે ગરીબો માટે હાનિકારક છે.
ઈસ્લામિક સિદ્ધાંતો મુજબ કૃત્રિમ મોંઘવારી (Price Manipulation) અને જથ્થાબંધ સંગ્રહ (Hoarding) ઉપર પ્રતિબંધ છે, જે સામાન્ય જનતા માટે સસ્તા અને ઉપલબ્ધ ભાવે સામાન રાખે છે. અને અર્થતંત્રમાં સ્થિરતા રહે છે.
૬. કુદરતી સંસાધનો પર તમામનો હક અને ન્યાયપૂર્ણ વિકાસ ઈસ્લામીક આર્થિક નીતિઓનું લક્ષ્ય છે. અન્ય પદ્ધતિઓમાં મોટા ઉદ્યોગો કુદરતી સંપત્તિઓ પર કબજો જમાવે છે, જેનાથી ગરીબ લોકો વંચિત રહે છે. ઈસ્લામમાં પાણી, જમીન અને ખનીજ જેવા કુદરતી સંસાધનો સૌના ઉપયોગ માટે હોય છે, જેનાથી એક ન્યાયસંગત સમાજનું નિર્માણ થાય છે.
૭. સામાજિક જવાબદારી અને માનવ કલ્યાણ આધારિત વિકાસ એ છેલ્લો લાભ છે જે ઈસ્લામી નીતિઓ થકી સમાજને મળે છે. સામ્યવાદ (Socialism)માં સરકાર તમામ મૂડીનો કબજો રાખે છે, જેનાથી લોકોમાં આળસ અને ઉદ્યોગ ધીમા પડે છે. પૂંજીવાદ (Capitalism)માં મોટાં ઉદ્યોગો અને કોર્પોરેટ લોબી બધું કબજે રાખે છે. ઈસ્લામિક સિદ્ધાંતો હેઠળ બન્ને વચ્ચે સમતોલન જાળવવામાં આવે છે. બધા લોકો માટે ઉદ્યોગ કરવાની છૂટ છે, પણ સાથે સામાજિક જવાબદારી પણ છે. આથી અર્થતંત્ર સતત વિકાસ પામે છે અને નાણાંકીય વિસંગતીઓ ઓછી રહે છે.
નિષ્કર્ષઃ- હિન્દુ, ઈસાઈ, જૈન અને શીખ ધર્મો પાસે પોતાની આગવી આર્થિક નીતિઓ છે, પણ આધુનિક સમયના વૈશ્વિક બજાર અને બેંકિંગ સિસ્ટમને કારણે વ્યાજ આધારિત પૂંજીવાદ અને સામ્યવાદ પ્રભુત્વ ધરાવે છે.
આજના સમયમાં, કેટલાંક ધર્મો હજુ પણ ચેરિટી, નૈતિક વેપાર, અને ગરીબોની સહાયતા પર ભાર મૂકે છે, પણ પૂર્ણ રીતે ધર્મ આધારિત આર્થિક સિસ્ટમ અપનાવવી મુશ્કેલ બની ગઈ છે. ઈસ્લામિક અર્થતંત્ર એ એકમાત્ર સિસ્ટમ છે, જે આજની તારીખે પણ વ્યાજ વિનાની બેંકિંગ અને ન્યાયસંગત વેપાર માટે સક્રિય પ્રયાસ કરી રહી છે.
ગુસ્સાની કેમિસ્ટ્રી અને ઠંડો કરવાના ઉપાય
એક ઓફિસના કાઉન્ટર ઉપર રકઝક થઈ રહી હતી. એક માણસ કાઉન્ટર ઉપર મોજૂદ ઓફિસર કે મેનેજરને બુમો પાડીને ગાળો આપી રહયો હતો. પણ કુરસી ઉપર બેસેલ માણસ શાંત હતો અને નમ્રતાથી જવાબ આપતો હતો. લોકોને લાગતું હતું કે મેનેજર આ માણસને હવે એક તમાચો મારીને બહાર કાઢી મુકશે. પણ એમ થયું નહીં, મેનેજર કુર્સી ઉપરથી ઉભો થયો, બાથરૂમમાં જઈ વુઝૂ કર્યું અને નમાઝ પઢવા મંડી પડયો.
બીજી તરફ પેલા માણસે કોઈને ફોન કર્યો અને જેમ જેમ ફોન ઉપર એની વાત આગળ વધતી ગઈ એ શાંત થતો ગયો. વાત પૂરી થતાં એણે આસપાસના લોકોને જણાવ્યું કે મારી જ ભૂલ હતી. મારી ફાઈલ આ ઓફિસમાંથી આગળ પાસ થઈ ગઈ છે પણ સારા એજન્ટે મને ખોટી જાણકારી આપી હતી. થોડી જ વારમાં મેનેજર પણ નમાઝ પૂરી કરીને ફરી ટેબલ ઉપર આવ્યો અને ફરી નમ્રતા પૂર્વક કહયું કે તમારી ફાઈલ મેં આગળ મોકલી દીધી છે. તમને ત્યાં ન મળે તો ફરી આવજો, હું પણ તમને શોધવામાં મદદ કરીશ. પેલા માણસે જવાબ આપ્યો કે હા, સાહેબ મારી જ ભૂલ હતી. મને મારા એજન્ટે ખોટી જાણકારી હતી એટલે હું ગુસ્સામાં આમ તેમ બોલી ગયો. હું માફી માંગું છું. મેનેજરે ઉભા થઈને એને ગળે વળગાડયો અને મુસાફહો કરીને રવાના કર્યો.
એના ગયા પછી હાજર માણસોમાંથી કોઈએ મેનેજરને પૂછયું કે પેલા માણસની ગાળાગાળીથી પણ તમે શાંત રહયા, તમને ગુસ્સો ન આવ્યો, હું તમારી સજ્જનતાથી પ્રભાવિત થયો છું. મેનેજરે કહયું કે કોણ કહે છે કે મને ગુસ્સો નથી આવ્યો ? આવા વર્તનથી કોને ગુસ્સો ન આવે. પણ મેં મારો ગુસ્સો દબાવી રાખ્યો હતો. કારણ કે હું ગુસ્સાની કેમિસ્ટ્રી સમજું છું અને જે કોઈ ગુસ્સાની કેમિસ્ટ્રી સમજતો હોય એણે ગુસ્સો કાબુ કરવો સરળ છે.
હાજર માણસે પૂછયું કે ગુસ્સાની કેમિસ્ટ્રી શું છે ?
આપણાં અંદર ૧૬ પ્રકારના કેમિકલ હોય છે. આ કેમિકલ આપણી લાગણીઓ અને ભાવનાઓ બનાવે છે અને આપણી લાગણીઓ અને ભાવનાઓ આપણો સ્વભાવ મૂડ બનાવે છે અને આ સ્વભાવ આપણી ઓળખ અને પર્સનાલિટી બને છે.
આપણી દરેક લાગણીનો સમયગાળો ૧૨ મીનીટનો હોય છે. ગુસ્સો એક કેમિકલના કારણે ઉદભવે છે. જેમ કે આપણે ઈન્સુલીન લેવાનું ભુલી ગયા, નમક વધારે ખાય લીધું, ઊંઘ પૂરી નથી થઈ, ઘરેથી ભુખ્યા ઓફિસે આવ્યા છે, આ બધાનું પરિણામ એ આવશે કે શરીરના કેમિકલનું રીએકશન આવશે, જેનાથી આપણું પ્રેશર વધશે અને એના પરિણામે સામાન્ય વાતે પણ આપણને ગુસ્સો આવશે.
પણ આપણે યાદ રાખવાનું છે કે આપણા ગુસ્સાનો મુળ સમયગાળો ફકત ૧૨ મીનીટનો હોય છે. ૧૨ મીનીટ પછી આપણું શરીર પોતે ગુસ્સો ઠંડો કરતું કેમિકલ છોડવાનું શરું કરશે અને પછીને ૧૫ મીનીટમાં આપણે બિલકુલ સામાન્ય બની જઈએ છીએ. જો આપણે આ ૧૨ મીનીટને સાચવી લઈએ તો પછી આપણે ગુસ્સાના નુકસાનોથી બચી શકીએ છીએ.
હાજર માણસે પૂછયું : આ ફોર્મુલા ફકત ગુસ્સાની છે કે અન્ય લાગણીઓમાં પણ આમ થાય છે ?
આપણી બુનિયાદી લાગણીઓ છ પ્રકારની છે : (૧)ગુસ્સો. (૨)ડર. (૩)નફરત. (૪)નવાઈ. (૫)ખુશી અને (૬)ઉદાસી. આ બધી લાગણીઓ સાચી રીતે ફકત ૧૨ મીનીટ સુધી રહે છે. પછી શરીર આપોઆપ આ લાગણીઓને ઠંડી કરવા માંડે છે.
હાજર માણસે પૂછયું કે અમુક માણસો તો આખો દિવસ ગુસ્સામાં રહે છે, એનું શું કારણ?
આ લાગણીઓ આગ જેવી હોય છે. સળગતી આગમાં તેલ નાખતા રહીએ તો સળગતી જ રહે, એમ એકવાર ગુસ્સે થયેલા માણસ સામે ગુસ્સો આવે એવી બાબત વારંવાર આવતી રહે તો એ આખો દિવસ ગુસ્સે રહેશે.
જો આપણે ઈચ્છતા હોય કે ગુસ્સો કે નફરત કે ઉદાસી ખતમ થઈ જાય તો એનો સબબ બનતી વસ્તુઓ કે માણસોથી દૂર થઈ જવું જોઈએ. ગુસ્સો આપોઆપ ખતમ થઈ જશે. આપણે ગુસ્સાના અસબાબ આસપાસ રહેવા દઈએ છીએ એટલે ગુસ્સો કેમ ખતમ થાય?
હાજર માણસે પૂછયું : ૧૨ મીનીટ કેવી રીતે પસાર કરવી?
એ માટે વિવિધ કામો કરી શકાય છે. હમણા તમે જોયું એમ હું નમાઝ પઢવામાં મશ્ગૂલ થઈ ગયો. કદી ચાલવા નીકળી પડું છું. કદી નહાવા જતો રહો છું, કદી ૧૨ મીનીટ માટે બોલવાનો રોઝો રાખી લઉ છું. ઈસ્તેગ્ફારની એક તસ્બીહ શરૂ કરી દઉ છું, વગેરે....
—-----------------------------
હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : બહાદુર માણસ તે નથી જે લોકોને કુસ્તીમાં પછાડી દેતો હોય, બહાદુર માણસ તે કહેવાય જેને ગુસ્સો આવે ત્યારે તે પોતાના ઉપર કાબુ રાખે.
બીજી એક હદીસમાં છે : ગુસ્સો શયતાન તરફથી હોય છે, અને શયતાન આગથી બનેલો છે, એટલે શયતાનની અસર (ગુસ્સા)ને પાણી વડે ઠંડો કરવા માટે વુઝૂ કરી લ્યો.
એક હદીસમાં છે : માણસને ગુસ્સો આવે અને તે ઉભો હોય તો બેસી જાય, એનાથી ગુસ્સો ખતમ થઈ જાય તો ઠીક, નહિતર સૂઈ જાય.
લોકોનું કહેવું છે કે ગુસ્સો અને આંધી તોફાન... ઠંડા પડે ત્યાર પછી ખબર પડે છે કે કેટલું નુકસાન કરી ગયાં છે.
ઈસ્લામ અને માનવાધિકાર
ઈસ્લામ અને માનવાધિકાર
ઈસ્લામ પોતાના અનુયાયીઓની જિંદગી માત્ર ઈબાદતો પૂરતી નથી રાખવામાં આવી. એટલે કે ઈસ્લામ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક માર્ગદર્શન અને નીતિ નિયમો નમાઝ, રોઝા, હજ, ઝકાત, અને દીનની હિફાઝત પ્રચાર માટેની મહેનત સુધી જ સિમિત નથી. બલ્કે ઈસ્લામ થકી માનવીને એક એવા માર્ગે ચાલવાની તાકીદ કરવામાં આવે છે જેના પંથ ઉપર માનવતાના સર્વશ્રેષ્ઠ મહાન ઉપકારક હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ચાલ્યા હતા.
મુસલમાનોના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આખી જિંદગી સમગ્ર માનવજાત માટે એક આદર્શ અને ઉદાહરણ છે. અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પવિત્ર જીવન ચરિત્રનું પ્રકાશમય અને આદર્શ પાસું આ જ છે કે એમની કેળવણી ફકત નમાઝ અને રોઝા પૂરતી ન હતી. બલકે એમના થકી માનવીય અધિકારો એક સંપૂર્ણ અને વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો હતો. અને એ સંદર્ભે ઉમ્મતને શિખામણ આપવાના સાથે સાથે સ્વયં અમલી રીતે પણ એને કરી બતાવ્યું.
ઈસ્લામમાં નેકીનો જે વ્યાપક અને સંપૂર્ણ અભિગમ રજૂ કરવામાં આવ્યો છે, તેમાં ખિદમતે ખલ્ક (માનવસેવા), હુકૂકે ઈન્સાનિયત (માનવીય અધિકારો), રહન સહન અને સામાજિક જીવનના આદર્શો પણ એક અનિવાર્ય હિસ્સો છે. કુરઆનમાં અલ્લાહ તઆલાનો આદેશ છે :
નેકી માત્ર આ નથી કે તમે તમારું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ (ઈબાદત) કરો; પરંતુ ખરી નેકી તો એ છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ ઉપર, કયામતના દિન ઉપર, ફરિશ્તાઓ ઉપર, અલ્લાહની કિતાબો ઉપર અને પયગંબરો ઉપર ઈમાન લાવે અને અલ્લાહની મહોબ્બતમાં પોતાનો માલ નજીકના સગા - સંબંધીઓ, યતીમો, મુહતાજો, મુસાફરો, માંગનારાઓ અને ગુલામોની મુક્તિ માટે ખર્ચ કરે. અને નેક તે લોકો છે જેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને જ્યારે કોઈ વચન કરે છે, તો તેને પૂરુ કરે છે. અને મુશ્કેલી, તકલીફ અને જિહાદના સમયે ધીરજ રાખે છે. આ લોકો જ સાચા છે અને આ લોકો જ પરહેઝગાર (મુત્તકી) છે. (અલ-બકરહ ૨/૧૭૭)
શાંત અને સંતોષભર્યું જીવન જીવવા માટે ઈસ્લામે મનુષ્યની ભાવનાઓ અને લાગણીઓની કદર કરવાની અને પરસ્પર સન્માન તથા સહિષ્ણુતા કાયમ રાખવાની દરેક સ્તરે તાકીદ કરી છે. અને દરેક એવા કૃત્યથી કડક મનાઈ ફરમાવી છે જેનાથી માનવીય લાગણીઓને ઠેસ પહોંચે અથવા લોકોને થોડી પણ યાતનાનો એહસાસ થાય.
ઈસ્લામમાં ઈન્સાનિયતને કેટલો મહાન દરજ્જો આપવામાં આવ્યો છે, તેનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ઈસ્લામે પોતાના અનુયાયીઓ ઉપર એમના સંબંધિત દરેક માણસોના સ્પષ્ટ હક્કો નક્કી કરીને એને પૂરા કરવા ફરજ ઠેરવ્યા છે. માતા-પિતાના હકો, સંતાનોના હકો, પતિ-પત્નીના હકો, યતીમોના હકો, ગેરમુસ્લિમોના હકો, પાડોશીઓના હકો, મહેમાનોના હકો, મુસાફરોના હકો, વગેરે દરેકના હકો નક્કી કરીને, તેમને અદા કરવાની તાકીદ કરવામાં આવી છે.
જો મનુષ્ય પરસ્પર એકબીજાના હકો અદા ન કરે, તો દુનિયામાં ફસાદ જરૂર પેદા થશે. ઉદાહરણ તરીકે જો રાજા અને શાસક પોતાના હકો અદા ન કરે તો પ્રજાની જિંદગી તકલીફો અને મુશ્કેલીઓમાં ઘેરાઈ જશે. જો પતિ પત્નિના હકો અદા ન કરે, તો પત્નિની જિંદગી દુનિયાના અંદર જ નર્ક બની જશે, અને જો પત્નિ પતિના હકો અદા ન કરે, તો પતિના જીવનની શાંતિ ઉડી જશે. પડોશીઓ પરસ્પર એકબીજાના હક્કો અદા ન કરે, તો પ્રેમ અને શાંતિનું વાતાવરણ દૂષિત થઈ જશે.
તે જ રીતે જો મુસલમાનો ગેરમુસ્લિમોના હકો અદા ન કરે તો દુનિયા વાડાબંધી, શત્રુતા અને ફસાદના જંગલમાં ફેરવાઈ જશે. જો ધનિક લોકો ગરીબોના હકો અદા ન કરે તો ગરીબોની જિંદગી ભૂખમરીનો શિકાર થઈ જશે. એ જ રીતે, જો માતા–પિતા સંતાનોના હક અદા ન કરે, તો સંતાનો નાફરમાન, બાગી, ધર્મથી દૂર અને માતા-પિતા માટે દુઃખ અને વબાલ બની જશે. અને જો સંતાનો માતા-પિતાના હકો અદા ન કરે, તો વૃદ્ધાવસ્થામાં માતા-પિતાને કોઈ આશરો અને શાંતિ નહીં મળે.
અને જો આવું થશે તો આથી, દુનિયામાં ફસાદ ફેલાઈ જશે અને શાંતિ કાયમ નહીં રહી શકે. એટલે શાંતિ જાળવવા માટે જરૂરી છે કે તમામ માનવજાત પરસ્પર એકબીજાના તેઓ ઉપર ફરજિયાત થયેલા હકો અદા કરે. આ જ ઈસ્લામની પ્રથમ શિક્ષા છે અને હઝરત નબીએ પાક સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પયગંબરીનો અસલ મકસદ છે.
| યે પેહલા સબક થા કિતાબે હુદા કા | કે હે સારી મખ્લૂક કુંબા ખુદા કા |
| વહી દોસ્ત હે ખાલિકે દો સરા કા | ખલાઈક સે હી જિસ કો રિશ્તા વલા કા |
| યહી હે ઈબાદત યહી દીન વ ઈમાં | કે કામ આયે દુન્યા મેં ઈન્સાં કે ઈન્સાં |
મુસીબતોથી બચવા માટે અસરકારક ઉપાયો
(૧) સૂરહ ફાતિહા સાત વખત પઢો.
પ્રથમ વખત પઢતાં પહેલાં أعُوذُ بالله من الشيطن الرحيم અને દરેક વખતે بسم الله الرحمن الرحيم કહીને સાત વખત સુરએ ફાતિહા પઢો.
એ પછી હાથ પર ફૂંક મારીને આખા શરીર પર ફેરવો. દિવસમાં ઓછામાં ઓછી બે વાર આવું કરવું જોઈએ. દરેક નમાજ પછી અથવા સવાર, બપોર અને સાંજે આમ ત્રણવાર કરવું વધારે સારું છે.
જો કોઈ બીમાર હશે, તો ઈન્શા અલ્લાહ શિફા મળશે. બીમાર વ્યકિત પર આમ ફૂંક મારીને હાથ ફેરવવાથી તે પણ તંદુરસ્ત થઈ જશે.
આમ કરવાથી માણસ બીમારી ઉપરાંત અન્ય મુશ્કેલીઓથી પણ બચી શકે છે. પાણી પર સુરએ ફાતિહા પઢવાની બરકત પણ ઘણી છે. એક અસાધ્ય રોગગ્રસ્ત માણસ ઉપર આ જ પદ્ધતિથી સાત વખત સૂરએ ફાતિહા પઢીને પાણી પર ફૂંકીને તેને પીવડાવવામાં આવ્યું તો તે માણસ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો. અલબત્ત ખાતરી અને વિશ્વાસ સાથે પઢવું જરૂરી છે. કોઈ પણ દુઆની અસર માટે બે વસ્તુ ઘણી જરૂરી છે. માણસનો વિશ્વાસ - યકીન અને અલ્લાહ તઆલાનો ફેસલો. અલ્લાહ તઆલાનો ફેસલો તો આપણા હાથમાં નથી, પણ અલ્લાહ તઆલાની કુદરત અને રહમત ઉપર યકીન રાખીને પઢવું આપણી શકિતમાં છે, એટલે પૂરા યકીન સાથે પઢવામાં આવે ઈન્શા અલ્લાહ વહેલી તકે એની અસર થશે.
(૨) અલ્લાહ તઆલાનાં ૯૯ નામ (અસ્માએ હુસ્ના) પઢવાની પણ ઘણી ફઝીલત અને બરકત છે.
અલ્લાહ તઆલાના ૯૯ પવિત્ર નામો (અસ્માએ હુસ્ના) કહેવાય છે. દરેક દિવસે ઓછામાં ઓછી એક વખત આ પવિત્ર નામોનો ઝિક્ર કરવો એટલે કે પઢવાં જોઈએ. પોતે પણ આમ કરવું અને બાળકોને પણ એની આદત પાડવી જોઈએ. એની બરકતથી ઘણી બીમારીઓ અને તકલીફોથી બચી શકાય છે. અને અલ્લાહ તઆલાની અપાર બરકતો અને નૂર પ્રાપ્ત થવું સૌથી મોટો ફાયદો છે.
(૩) કુરાનની છેલ્લી બે સૂરતો ઘણી મહત્વની અને અસરકારક છે.
છેલ્લી બે સૂરતો એટલે સૂરહ ફલક અને સૂરહ નાસને મુઅવ્વઝતૈન કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે પનાહ આપનારી સૂરતો. સવાર અને સાંજે ત્રણ-ત્રણ વખત આ સૂરતો પઢવાથી જાદૂ અને જાદૂ જેવી અન્ય બીમારીઓથી બચી શકાય છે. આ સૂરતો પઢીને પણ હાથ ઉપર ફૂંક મારીને શરીર ઉપર ફેરવવા જોઈએ. આ સૂરતો ઘણી અસરકારક છે. અને અનેક મુસીબતો અને બીમારીઓથી બચવામાં મદદગાર છે. હદીસ શરીફમાં પણ તેના ઘણાં ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે.
(૪) સદકહ – ખૈરાત કરવાની બરકતો પણ અનેક છે. સદકહ આપવાથી મુસીબતો આપમેળે ખતમ થાય છે. હદીસ શરીફમાં છે કે માણસે એના માલમાંથી ફક્ત ઝકાત ઉપરાંત વધારાનો સદકો પણ આપવું જોઈએ. એટલે માણસે ઝકાત ચોક્કસ આપવા ઉપરાંત દરેક મહિને કંઈક સદકો પણ જરૂર કરતા રહેવું જોઈએ.
સદકહ અંગે ખાસ બે મુદ્દા ધ્યાનમાં રાખવા યોગ્ય છે. સદકહ માટે ફક્ત રૂપિયા પૈસા આપવા જરૂરી નથી. કોઈ પણ વસ્તુ, અનાજ, કપડાં, તૈયાર ખાણું વગેરે પણ સદકહમાં આપી શકાય છે.
(૫) અલ્લાહ તઆલાના દરબારમાં દુઆનું મહત્વ ઘણું જ વધારે છે. માણસના અલ્લાહ તઆલા સમક્ષ દુઆ કરવાથી અલ્લાહ તઆલા ઘણા જ ખુશ થાય છે. અને અલ્લાહ તઆલા દુઆને કબૂલ ફરમાવીને બંદાઓની જરૂરતો ઘણી જલ્દી પૂરી ફરમાવે છે. દુઆમાં એટલી બધી બરકત છે કે ઘણીવાર એ તાવીઝથી પણ વધારે અસર કરે છે. અલ્લાહ તઆલા ઉપર યકીન રાખીને દુઆ માંગવાથી એક સાથે ત્રણ ફાયદા થાય છે. અલ્લાહની ઈબાદત થાય છે. અલ્લાહ તઆલા ખુશ થાય છે. અને આપણા કામો પણ ધીરે-ધીરે બની જાય છે.
કોઈ પણ માણસ એમ ન સમજે કે હું ગુનેગાર છું, નાફરમાન છું, મારી દુઆ કુબૂલ નહીં થાય. આવી નિરાશાને અલ્લાહ તઆલાના દરબારમાં કોઈ સ્થાન નથી. અલ્લાહ તઆલાના દરબારમાં દુઆ કુબૂલ થવા માટે અમુક સમયોને વધારે ફઝીલત છે. એટલે એ વિશેષ સમયોમાં દુઆ કરવાનો ખાસ એહતેમામ કરવો જોઈએ. જેમ કે દરેક ફરજ નમાઝ પછી. રાત્રે તહજ્જુદમાં નમાઝ પઢીને. સાંજે મગરિબ પહેલાં, જુમ્અહના દિવસે. રમઝાનમાં. ઈદની રાત્રિઓમાં અને ઈદના દિવસોમાં.
અલ્લાહ તઆલા આપણા બધાને મુસીબતો અને બીમારીઓથી બચાવે અને દુનિયા આખિરતની બરકતો આપે.
દિમાગ માટે હાનિકારક ૮ આદતો
ઉંમર વધવાની સાથે માણસનું દિમાગ ધીમે ધીમે નબળું થવા લાગે છે, આપણે વસ્તુઓ ભૂલવા લાગીએ છીએ અને સમસ્યાઓ ઉકેલવી પહેલા જેટલી સરળ રહેતી નથી.
પરંતુ યાદ રાખો ! ભલે ઉંમર વધવાનું રોકી ન શકાય, દિમાગને તંદુરસ્ત રાખી શકાય છે. કેટલીક આદતો દિમાગ માટે હાનિકારક હોય છે અને માનસિક કમઝોરીની ગતિ તેજ કરી શકે છે. અત્રે એવી આઠ આદતો વર્ણવીએ છીએ, જેનાથી માણસ બચશે તો દિમાગને તંદુરસ્ત રાખી શકશે.
૧.ઓછી ઊંઘ અથવા રાતે મોડું સુવું.
દિમાગ માટે સૌથી ખતરનાક આદતોમાંની એક છે : ઊંઘની અછત અથવા રાતે મોડું સુવું. આ ડિમેન્શિયા (Dementia) અને અલ્ઝાઈમર જેવા રોગોનું જોખમ વધારે છે. દરરોજ ૭-૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો ઊંઘની સમસ્યા હોય તો ચા-કોફી ટાળવી અને સૂતાં પહેલાં મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ.
૨. એકલતામાં વધારે સમય ગાળવો.
માણસ પ્રકૃતિથી સામાજિક પ્રાણી છે. જો વાસ્તવિક જીવનમાં મિત્રો ઓછા હોય તો દિમાગ પર ખરાબ અસર પડે છે. સંશોધન કહે છે કે કેટલાક સારા મિત્રો જીવનમાં આનંદ અને ઉલ્લાસ લાવી શકે છે અને ડિમેન્શિયા જેવી સમસ્યાઓથી બચાવી શકે છે.
૩. તમાકુ સેવન.
તમાકુ અને ધૂમ્રપાન કરવાથી દિમાગના કોષો નબળા પડે છે, જે યાદશક્તિ પર ગંભીર અસર કરે છે. તે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને બ્લડ પ્રેશર વધારવા માટે પણ જવાબદાર છે.
૪. વધારે જંક ફૂડ ખાવું .
જંક ફૂડ દિમાગના એવા ભાગોને નુકસાન પહોંચાડે છે, જે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ હોય છે. સતત બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સોફટ ડ્રિકસનું સેવન કરવાથી મગજના કેટલાક ભાગ નબળા થઈ જાય છે. એના સ્થાને જાબુંડા અને બેરી પ્રકારના ફળો, ઘઉં, સૂકા મેવા અને લીલાં શાકભાજીનો સમાવિષ્ટ આહાર લેવો જોઈએ.
૫. હંમેશા હેડફોન લગાવી રાખવા
લાંબા સમય સુધી વધુ અવાજમાં હેડફોન વાપરવાથી માત્ર સાંભળવાની ક્ષમતા જ નહીં પણ દિમાગ પર પણ ખરાબ અસર પડે છે. હેરિંગ લોસ થવાથી દિમાગ પર વધારાનો ભાર પડે છે, જે યાદશક્તિને નુકસાન પહોંચાડી શકે છે. હેડફોનનો અવાજ ઘણો જ ઓછો રાખો અને એકસાથે ૨ કલાકથી વધુ સમય ઉપયોગ ન કરવો.
૬. આળસુ જીવનશૈલી.
શારીરિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું ડિમેન્શિયા, હાર્ટ ડિઝીઝ અને બ્લડ પ્રેશર વધારવાની સંભાવના ઊભી કરે છે. નિયમિત કસરત, ખાસ કરીને દર અઠવાડિયે ત્રણ વખત ઝડપી ચાલવું, દિમાગને તંદુરસ્ત રાખવામાં ઘણી મદદ કરે છે.
૭. વધુ ખાવાની આદત.
અગત્યની પૌષ્ટિક વસ્તુઓ ખાવા છતાં જો વધુ ખાવાની આદત હોય, તો દિમાગની કાર્યક્ષમતા ઉપર ખરાબ અસર થાય છે. વધુ ખાવાથી વજન વધી શકે છે, જે હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી શકે છે, આ વસ્તુ દિમાગના રોગો માટે વધારે જવાબદાર બને છે.
૮. સૂર્યપ્રકાશથી દૂર રહેવું
જો શરીરને પૂરતો કુદરતી પ્રકાશ ન મળે, તો ડિપ્રેશન વધે છે અને મગજની કાર્યક્ષમતા ઓછી થઈ શકે છે. સંશોધન મુજબ, સૂર્યપ્રકાશ દિમાગને વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત કરે છે.
નિષ્કર્ષઃ આ દિનચર્યાની આદતો બદલીને આપણે આપણા દિમાગને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકીએ છીએ. સાદું જીવન, શારીરિક કસરત, સારો ખોરાક અને પર્યાપ્ત ઊંઘ લઈને, આપણું મગજ તંદુરસ્ત રાખી શકીએ છીએ.તંત્રી સ્થાનેથી
વર્તમાન ભારતીય પાર્ટી એના જૂના એજન્ડા મુજબ અમલ કરીને વિવિધ રાજયોમાં સમાન નાગરિક કાનૂન લાગુ કરવાની કોશિશ કરી રહી છે. સૌપ્રથમ ઉત્તરાખંડમાં અને હવે ગુજરાતમાં એને લાગુ કરવાની પ્રક્રિયા શુરૂ કરવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે રાજયના બધા નાગરિકો માટે કોટુંબિક કાયદાઓ સમાન કરીને બધાને સમાન નજરે જોવાનો આશય છે. સરકાર તરફથી આ કાયદા માટે જે કંઈ તર્કો રજૂ કરવામાં આવે છે, એ બધા પાયા વિહોણા છે. આ કાયદા થકી નાગરિકોના ધાર્મિક જીવનને સૌથી વધારે અસર થશે અને ધર્મ – કુટુંબ બાબતે સરકારની દખલગીરી વધી જશે.
માણસ એના વ્યક્તિગત કે સામાજિક જીવનમાં ધર્મને અનુસરતો હોય છે. ભારત જેવા દેશમાં તો ધર્મ દરેક સમાજનું અભિન્ન અંગ છે. હિંદુ હોય કે મુસલમાન, શીખ કે ઈસાઈ.. બધા જ સમાજો ધર્મ બાબતે ઘણા શ્રદ્ધાળુ અને સજાગ છે. ભારતમાં યુરોપ જેવી સ્થિતિ નથી કે ધર્મને એક નગણ્ય બાબત ગણવામાં આવતી હોય. આવી સ્થિતિમાં આ કાયદો વિવિધ ધાર્મિક સમુહોની ધાર્મિક સ્વતંત્રતા ઉપર સીધી તરાપ સમાન છે. અને એટલે જ એનો વિરોધ કરવામાં આવી રહયો છે.
જો 'મુસિલમ પર્સનલ લો' નામના હિસ્સાને જોવામાં આવે તો ખબર પડશે કે એમાં બધી બાબતો ઈસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજને લગતી છે, તેમાં અન્ય ધર્મીઓને કોઈ લેવા દેવા નથી, જેમ કે નિકાહ, તલાક, વારસા વહેંચણી. એવી બાબતો જે મુસલમાન અને અન્યધર્મી ભારતવાસીઓથી સંલગ્ન છે, તેને મુસ્લિમ પર્સનલ લો માં સ્થાન આપી મુસલમાનોને બાકાત કરવામાં નથી આવ્યા, જેમકે દીવાની - ફોજદારી કાયદાઓ અને અન્ય નાગરિક ફરજો વગેરે. એમાં હિંદુ મુસ્લિમ દરેક માટે સમાન લો અને કાનૂન છે.
જો મસ્લિમ પર્સનલ લોને લગતી બાબતોને મુસલમાનો છોડી દે તો તેના વિકલ્પમાં બંધારણ પાસે આજે હિન્દુ લો છે, જેને સુધારા વધારા સાથે સામાન્ય કાયદાનું સ્થાન આપી દેવાશે. એક મસલમાનને કેમ કરી હિન્દુ કાયદા પાળવા માટે બાધ્ય કરાય ? ખૂબીની વાત એ છે કે બંધારણે આવી જ વિશેષતા પારસી લો ને પણ આપી છે, ખ્રિસ્તીઓને પણ આવી બાબતોમાં ધર્મ અનુસાર વર્તવાની છુટ છે, પછી મુસલમાનો સંબંધી જ આ પ્રશ્ન કેમ વધુ ચગાવામાં આવે છે ? ઉત્તર સ્પષ્ટ છે કે અમુક તત્વો પેલી અંગ્રેજોવાળી નીતિ અપનાવી તેમનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરે છે.
જેમકે ઉપર જણાવ્યું, મુસલમાનોને પણ ભારતનુ બંધારણ સમાન રીતે લાગુ પડે છે, અને તેના સઘળા કાયદા અન્યોની જેમ મુસલમાનોને પણ બંધનકર્તા છે, પ્રશ્ન એ છે કે આવા સમાન કાયદા હોવા છતાં એ બાબતોમાં એકતા, એકરૂપતા કે કોમન ફિલિંગ કેટલું જોવા મળ્યું ? મારામારી, લૂંટ-ફાટ, ભણતર તેમજ નોકરી બાબત બધા જ માટે સરખા કાયદા છે. છતાં આ બાબતે સમાનતાનું પરિણામ નથી મળતું, બલકે ઉલટાનું મુસલમાનોને જનરલ કેટેગરીમાં મૂકી હિન્દુઓ અન્ય કવોટાનો સસ્તામાં લાભ મેળવી જાય છે.
શું સાંસદો માટે ગૃહના કાયદા સમાન નથી ? છતાં તેઓ (બે વિરોધી પક્ષો) કેટલું કોમન ફિલિંગ અનુભવે છે ? લગ્ન અને છુટાછેડા બાબતના કાયદાઓ હિન્દુઓ માટે સમાન છે, તેના લઈ તેમની કેટલી સમસ્યાઓ હલ થઈ ? આ બધું બતાવે છે કે સમાન કાયદો એ સમસ્યાનું મૂળ નથી, સમાનતાની ભાવના ઉત્પન્ન કરવી પાયાની જરૂરત છે. અને તે મળે છે દરેકને એના અધિકારો આપવાથી, ધર્માનુસરણની સ્વતંત્રતાથી.
સૌથી મોટું નુકસાન આ કાયદાનું એ થશે કે સ્ટેટ - સરકાર ધર્મનું સ્થાન લઈ લેશે. ધાર્મિક કાયદાઓ ઉપર સરકારના નિયંત્રણનો સીધો મતલબ આ છે કે સરકારી કાયદાઓ ધર્મનું સ્થાન લઈ લે અને સરકાર સ્વંય એક ભગવાન બની જાય. આમ થવાથી રાજય અને ધર્મ વચ્ચેની રેખા ધુંધળી બની જશે. અને સરકાર સેકયુલર નહીં રહે.
દરેક ધર્મના પર્સનલ લો એટલે કે ધર્મની લગતી આંતરિક બાબતો ધર્મના નિતિ નિયમો અનુસાર હોય છે. એના સ્થાને સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદાઓ લાગુ કરવાનો મતલબ એ જ કહેવાય કે સત્તાનો ધર્મ લોકો ઉપર લાગુ કરવામાં આવે છે. ઉપરાંત ભારત જેવા દેશમાં હિંદુઓ બહુમતિમાં છે, અને એમાંથી આજે પોતાને હિંદુવાદી કહેતા લોકો સરકારમાં છે. જેઓ પોતાના ધર્મના અનેક વર્ગોને તુચ્છ સમજીને આભડછેટ રાખે છે, અને અન્ય ધર્મના કોઈ પણ નિશાનને સ્વીકારવા તૈયાર નથી. આવી સ્થિતિમાં આ કાયદો ઘડવો અને એનું અમલીકરણ એક રીતે વિવિધ ધાર્મિક સમુદાયોની સ્વતંત્રતા છીનવી લેવાનું એક કાવતરું જ છે.
એનાથી વિપરીત વાસ્તવિકતા આ પણ છે કે પર્સનલ લો સિવાયના જે કોમન લો બધાને સમાન રીતે લાગુ પડે છે એમાં સરકાર સમાનતા નથી જાળવતી, રોજગાર, કાયદો અને વ્યવસ્થા, વાણી, આચરણ અને વિચારોની સ્વતંત્રતા, શિક્ષણનો અધિકાર.. જેવી અનેક બાબતો છે જેમાં લોકો વચ્ચે ભેદભાવ છે. દિલ્લીની સરકાર દિલ્લીમાં અને ગાંધીનગરની સરકાર ગાંધીનગરમાં જ જોઈ લે કે શહેરના બધા વિસ્તારોમાં સમાન રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને પાણીની વ્યવસ્થા આપવામાં આવે છે કે નહીં ?
પોતાની ધાર્મિક કુંઠા કાઢવા અને રાજકીય લાભ મેળવવા ખાતર આમ કરવું પ્રજા સાથે અન્યાય છે. ઓરંગઝેબનો અન્યાય તો કોઈએ જોયો નથી, પણ વર્તમાનમાં થઈ રહેલ અન્યાય બધા જ જુએ છે.
દીન - ધર્મ બાબતે ઈસાઈઓની અતિશયોકિત
ઈસા અલે. અલ્લાહના બેટા અને ત્રણ ખુદા હોવાની માન્યતાનું ખંડન
-મુફતી ફરીદ અહમદ કાવી,
بسم الله الرحمن الرحيم
﷽ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِيۡلِ اللّٰهِ قَدۡ ضَلُّوۡا ضَلٰلًاۢ بَعِيۡدًا ﴿١٦٧﴾ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَظَلَمُوۡا لَمۡ يَكُنِ اللّٰهُ لِيَـغۡفِرَ لَهُمۡ وَلَا لِيَـهۡدِيَهُمۡ طَرِيۡقًا ۙ ﴿١٦٨﴾ اِلَّا طَرِيۡقَ جَهَـنَّمَ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا ؕ وَكَانَ ذٰ لِكَ عَلَى اللّٰهِ يَسِيۡرًا ﴿١٦٩﴾ يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمُ الرَّسُوۡلُ بِالۡحَـقِّ مِنۡ رَّبِّكُمۡ فَاٰمِنُوۡا خَيۡرًا لَّـكُمۡ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا ﴿١٧٠﴾ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ وَلَا تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ اِلَّا الۡحَـقَّ ؕ اِنَّمَا الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ رَسُوۡلُ اللّٰهِ وَكَلِمَتُهٗ ۚ اَلۡقٰٮهَاۤ اِلٰى مَرۡيَمَ وَرُوۡحٌ مِّنۡهُ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ ۚ وَلَا تَقُوۡلُوۡا ثَلٰثَةٌ ؕ اِنْتَهُوۡا خَيۡرًا لَّـكُمۡ ؕ اِنَّمَا اللّٰهُ اِلٰـهٌ وَّاحِدٌ ؕ سُبۡحٰنَهٗۤ اَنۡ يَّكُوۡنَ لَهٗ وَلَدٌ ۘ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا ﴿١٧١﴾ لَنۡ يَّسۡتَـنۡكِفَ الۡمَسِيۡحُ اَنۡ يَّكُوۡنَ عَبۡدًا لِّـلَّـهِ وَلَا الۡمَلٰٓٮِٕكَةُ الۡمُقَرَّبُوۡنَؕ وَمَنۡ يَّسۡتَـنۡكِفۡ عَنۡ عِبَادَ تِهٖ وَيَسۡتَكۡبِرۡ فَسَيَحۡشُرُهُمۡ اِلَيۡهِ جَمِيۡعًا ﴿١٧٢﴾ فَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ وَ يَزِيۡدُهُمۡ مِّنۡ فَضۡلِهٖۚ وَاَمَّا الَّذِيۡنَ اسۡتَـنۡكَفُوۡا وَاسۡتَكۡبَرُوۡا فَيُعَذِّبُهُمۡ عَذَابًا اَ لِيۡمًا ۙ وَّلَا يَجِدُوۡنَ لَهُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيۡرًا ﴿١٧٣﴾
તરજમહ : બેશક જે લોકો કુફ્ર (અલ્લાહ અને રસૂલનો ઈન્કાર) કરે છે અને અલ્લાહ ના રસ્તાથી(અન્યોને પણ) રોકે છે તેઓ ઘણી દૂરની ગુમરાહીમાં જઈ પડયા છે. (૧૬૭) બેશક જે લોકો કાફિર છે અને ઝાલિમ છે તેઓને અલ્લાહ કદી માફ નહીં કરે અને કદી તેઓને કોઈ માર્ગ પણ દેખાડશે નહીં. (૧૬૮) જહન્નમના માર્ગ સિવાય, જેમાં તેઓ હમેંશા રહેશે અને આમ કરવું અલ્લાહ તઆલા માટે સરળ છે. (૧૬૯) હે લોકો ! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી આ રસૂલ હક (કુર્આન) લઈને આવી પહોંચ્યા છે. માટે ઈમાન લાવો, એ તમારા માટે ઘણું સારું છે. અને જો તમે ઈન્કાર (કુફ્ર) કરશો તો પણ જે કંઈ આસમાનો અને જમીનમાં છે તે બધું અલ્લાહનું જ છે. અને અલ્લાહ સઘળું જાણનાર ઘણી હિકમતવાળો છે. (૧૭૦) હે અહલે કિતાબ ! તમે તમારા દીનમાં અલ્લાહ તઆલા વિશે સત્ય સિવાય કંઈ ન કહો. નિશંક મરયમ (અલૈ.)ના પુત્ર ઈસા મસીહ અલ્લાહના રસૂલ અને અલ્લાહના (હુકમથી પેદા થનાર) છે, જે(હુકમ)ને અલ્લાહે મરયમ (અલૈ.)ને પહોંચાડયો હતો અને તેઓ અલ્લાહ તરફથી રૂહ મેળવનાર હસ્તી છે, માટે તમે બધા અલ્લાહ ઉપર તથા તેના બધા રસૂલો ઉપર ઈમાન લાવો અને ત્રણ ખુદા હોવાની વાત ન કરો. આમ કહેવાનું બંધ કરો એ તમારે માટે વધારે સારું છે. બેશક, અલ્લાહ એકલો જ મઅબૂદ છે, તેને કોઈ પુત્ર હોય એવી બાબતથી તે ઘણો પવિત્ર છે. જે બધું આસમાનોમાં છે અને જે કંઈ જમીનમાં છે તે બધું એનું છે, અને તે અલ્લાહ જ સઘળા કામો કરનાર તરીકે પૂરતો છે. (૧૭૧) મસીહ (અલૈ.)ને આ બાબતે કયારેય ઈન્કાર ન હતો કે તેઓ અલ્લાહના બંદા હોય, અને ન તો અલ્લાહના નિકટના ફરિશ્તાઓને ઈન્કાર છે. અને જે કોઈ અલ્લાહ તઆલાની બંદગીનો ઈન્કાર કરશે અને અભિમાન કરશે તો અલ્લાહ તઆલા આ બધા લોકોને પોતાની પાસે ભેગા કરશે. (૧૭૨) પછી જે લોકો ઈમાન લાવ્યા હશે અને નેકીઓ કરી હશે, તેમને તેઓનો બદલો (સવાબ) પૂરો આપશે અને પોતાની મહેરબાનીથી વધારે પણ આપશે. અને જે લોકોને અલ્લાહના બંદા હોવાનો ઈન્કાર હશે અને અહંકાર જતાવ્યો હશે એમને દર્દનાક અઝાબ આપશે અને તેઓ પાસે અલ્લાહ સિવાય કોઈ દોસ્ત અને મદદગાર પણ ન હશે. (૧૭૩)
તફસીર : ઉપરોકત આયતોમાં પ્રથમ એક અલ્લાહ તઆલા એટલે કે તવહીદ ઉપર ઈમાન લાવવાની તાકીદ છે, અને પછી હઝરત ઈસા અલૈ. વિશે ઈસાઈઓની ખોટી માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે.
પ્રથમ ચાર આયતોમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે જે લોકો કુફ્ર કરવાની સાથે અન્યોને પણ ઈમાનથી રોકે છે, તેમની ગુમરાહી ઘણી ઊંડી અને દૂરની છે. જેમ કોઈ માણસ રસ્તો ભૂલીને ઘણો દૂર ગુમ થઈ જાય એમ આ લોકો ઈમાનનો રસ્તો ભૂલીને પોતે તો ભટકી ગયા છે ઉપરાંત અન્યોને પણ સાચા દીનથી રોકવાના કારણે એમની ગુમરાહી ઓર આગળ વધી ચુકી છે.
આવી જ રીતે કુફ્ર સાથે ઝુલમ કરનાર લોકો પણ ગુમરાહ છે. અહિંયા ઝુલમનો મતલબ બધા જ ખોટા કામો છે. અલ્લાહના એક હોવાનો ઈન્કાર એટલે કુફ્ર અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વતનો ઈન્કાર એટલે ઝુલમ, એવી જ રીતે લોકોને ઈસ્લામથી રોકવા પણ ઝુલમ છે. અને કોઈનો માલ છીનવી લેવો, એને સતાવવો વગેરે બાબતો પણ ઝુલમમાં શામેલ છે. આવા લોકો (કુફ્ર સાથે ઝુલમ કરનાર) પોતે જ સાચા રસ્તાથી એટલા દૂર ચાલ્યા ગયા છે કે હવે અલ્લાહ તઆલા એમને હિદાયતનો માર્ગ નહિં બતાવે, પરિણામે તેઓ ગુમરાહ જ રહેશે, અને એમની મગફિરત પણ નહીં કરે. આવા લોકોને ફકત જહન્નમનો રસ્તો જ બતાવવામાં આવશે અર્થાત જહન્નમમાં નાંખી દેવામાં આવશે અને અલ્લાહ તઆલા માટે એમને આવી સજા આપવી મુશ્કેલ નથી. કોઈ ગુનેગાર અને ઝાલિમ દુનિયામાં ગમે તેવો શકિતશાળી હોય, આખિરતમાં અલ્લાહની શકિત સામે તે બેબસ હશે, કારણ કે ત્યારે ફકત અલ્લાહ તઆલાની જ સત્તા હશે, કાફિરો, નાફરમાનો, ઝાલિમો નિસહાય હશે, એમના કુફ્ર, નાફરમાની અને ઝુલમથી અલ્લાહ તઆલાની સત્તા અને શકિતમાં ઝરાયે ફર્ક નહિ પડશે. આસમાન અને જમીનની દરેક વસ્તુ એની માલિકીમાં અને એની શકિતના તાબે હશે. એટલે અલ્લાહ તઆલા ફરમાવે છે કે આવા લોકો ઈમાન લઈ આવે, અલ્લાહ એક છે, એવું સ્વીકારે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના પયંગબર માને, એ જ બેહતર છે.
ઉપરોકત આયતો અલ્લાહ તઆલાની તવહીદ અને નુબુવ્વતે મુહમ્મદીના ઈન્કાર કરનાર લોકો (કાફિરો) માટે હતી. એમાં મક્કા મદીનાના મુર્તિપૂજકો પણ શામેલ છે અને અહલે કિતાબ (યહૂદી – ઈસાઈ) લોકો પણ શામેલ છે. તેઓ પણ તવહીદ અને નુબુવ્વતે મુહમ્મદીનો ઈન્કાર કરતા હતા. આગળની આયતો : ૧૭૧ - ૧૭૩માં ઈસાઈઓને એમના એક ખોટા અકીદા બાબતે ચેતવણી આપવામાં આવી છે.
હઝરત ઈસા અલૈ.નો જન્મ એમની વાલિદહ હઝરત મરયમ અલૈ.ની કુખે થયો હતો અને હઝરત મરયમ અલૈ.ની કોઈ શાદી ન હતી, એટલે કે હઝરત ઈસા અલૈ.નો જન્મ બાપ વગર ફકત માં થકી થયો હતો. એટલે જ તેઓ અલ્લાહ તઆલાની કુદરતની નિશાની ગણાતા હતા. અલ્લાહ તઆલાએ તો હઝરત આદમ અલૈ.ને બાપ – માં બંને વગર પેદા કર્યા હતા. અલબત્ત ઈસાઈ પાદરીઓ થકી હઝરત ઈસા અલૈ.ના આમ ચમત્કારિક જન્મને એટલું વધારે મહત્વ આપવામાં આવ્યું કે તેઓ એમને અલ્લાહના પુત્ર કહેવા લાગ્યા. અને આ આધારે અન્ય ખોટી ઘણી માન્યતાઓ બનાવી લીધી, જેમ કે અમારી શરીઅત છેલ્લી છે અથવા ઉત્તમ છે, એટલે અમને શરીઅતે મુહમ્મદીની જરૂરત નથી, વગેરે. આ વિશે અલ્લાહ તઆલા ફરમાવે છે કે દીન બાબતે હદથી આગળ ન વધો અને અલ્લાહ વિશે ખોટી વાતો ન કરો. પછી અલ્લાહ તઆલાએ હઝરત ઈસા અલૈ.ની નીચે મુજબની વાતો વર્ણન કરી છે.
ઈસા મસીહ અલ્લાહના બેટા ન હતા, તેઓ મરયમ અલૈ.ના પુત્ર હતા.
તેઓ અલ્લાહના રસૂલ અને નબી હતા. એમના વિશે એનાથી વધારે ખોટી માન્યતા રાખવી દુરુસ્ત નથી.
તેઓ અલ્લાહના “કલિમહ” અર્થાત હુકમ હતા, જે અલ્લાહ તઆલાએ મરયમ અલૈ. સુધી પહોંચાડયો હતો. એટલે કે અલ્લાહ તઆલાએ હઝરત મરયમ સુધી આ હુકમ પહોંચાડયો કે એમના થકી વગર બાપે પુત્ર થાય એટલે અલ્લાહના હુકમથી આમ થઈ ગયું. અલ્લાહ તઆલા જે ચાહે તે કરી શકે છે. અને ઈસા અલૈ.ને અલ્લાહ તઆલાના હુકમથી જ રૂહ મળી હતી, અલ્લાહ તઆલાએ જ એમના અંદર રૂહ નાખી હતી અને તેઓ જીવંત બાળક બનીને હઝરત મરયમની કુખે પેદા થયા.
અલ્લામહ આલૂસી રહ.એ એમની તફસીરમાં ઈમામ ગિઝાલી રહ.નું કથન વર્ણવ્યું છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુના અસ્તિત્વમાં આવવા માટે બે પ્રકારના સબબ હોય છે. એક ઝાહેરી અને નજીકનો સબબ અને બીજો અસલી અને દૂરનો સબબ. ઝાહેરી સબબ એટલે સ્ત્રી – પુરૂષના સહવાસ થકી સ્ત્રીના પેટમાં બંનેના વીર્યનું ભેગું થવું. અને અસલી સબબ એટલે અલ્લાહ તઆલાનો હુકમ. દુનિયાની વ્યવસ્થા અલ્લાહ તઆલાએ જાહેરી સબબ પણ બનાવી છે. એટલે કે ઝાહેરી સબબ બનાવીને પછી અલ્લાહ તઆલા હુકમ ફરમાવે છે, પણ કદીક અલ્લાહ તઆલા ઝાહેરી સબબ વગર સીધી રીતે પોતાના હુકમથી પણ કોઈ કામ અંજામ આપે છે. હઝરત ઈસા અલૈ.ના જન્મની ઘટનામાં ફકત અલ્લાહ તઆલાનો હુકમ જ સબબ હતો એટલે એમના વિશે કુરઆનમાં કહેવામાં આવ્યું કે તેઓ અલ્લાહના કલિમહ હતા.કલિમહ એટલે વાત – હુકમ.
ઈસાઈઓએ અલ્લાહ તઆલાની કુદરત ઉપર અને કુદરત થકી પેદા થયેલા એના રસૂલ ઉપર ઈમાન લાવવું જોઈએ. અને ત્રણ ખુદા હોવાની માન્યતા છોડી દેવી જોઈએ.
ઈસાઈઓ ત્યારે પણ અને આજે પણ એક એટલે ત્રણ અને ત્રણ એટલે એક (Trinity)ની માન્યતા ધરાવે છે. આ ત્રણ એટલે કોણ કોણ ? એક અલ્લાહ તઆલા, બીજા હઝરત ઈસા અલૈ. અને ત્રીજી હસ્તી વિશે એમના માંહે વિરોધાભાસ છે. કોઈ હઝરત મરયમનું નામ લે છે, કોઈ અન્ય પવિત્ર હસ્તીનું. પોતાની આ માન્યતાને સાચી ઠેરવવા માટે ઈસાઈઓ અનેક પ્રકારની ફિલોસોફી રજૂ કરે છે. જે અત્રે અસ્થાને છે.
અલ્લાહ તઆલાને અવલાદ હોવું એની શાન અને મરતબા વિરુદ્ધ છે. આ બધું એની મખલૂકમાં હોય છે. ખાલિક અને સર્જનહાર ઘણો ઉચ્ચ છે. એમાં આવી ખામીઓ બિલ્કુલ નથી. આસમાન અને જમીનની સઘળી વસ્તુઓ એની માલિકી અને અધિકારમાં છે, પછી એણે કોઈને પોતાનો દીકરો બનાવવાની શી જરૂરત ? વધારે અવલાદ હોવી, સારી અવલાદ હોવી કે આટલો તેટલો માલ હોવાના નામ ઉપર મહાનતા જતાવવાની જરૂરત મખલૂકને છે. અલ્લાહને નહીં, કારણ કે જે કંઈ છે એ બધું એનું જ છે. અને અલ્લાહ તઆલા પોતાના કામો પોતે કરી શકે છે બલકે બંદાઓના કામો પણ અલ્લાહ તઆલા કરી આપે છે, એટલે મદદગાર તરીકે પણ એને અવલાદની જરૂરત નથી.
હઝરત ઈસા અલૈ. અને અલ્લાહ તઆલાની નિકટ રહેતા ફરિશ્તાઓ પોતે અલ્લાહના બંદા હોવામાં જ ગર્વ અનુભવે છે. એમને અલ્લાહ તઆલાના બંદા હોવામાં કોઈ શર્મ નથી. તો પછી તમને હઝરત ઈસા અલૈ.ને અલ્લાહના બંદા માનવામાં શું વાંધો છે ? અલ્લાહ તઆલાના બંદા હોવા અને એની ઈબાદતમાં શરમ અનુભવવી કે નાનપ સમજીને ઈન્કાર કરવો મોટો ગુનો છે.
અલ્લાહ તઆલા કયામતના દિવસે બધા લોકોને ભેગા કરશે. પછી જે લોકો ઈમાન લાવ્યા હશે અને નેકીઓ કરી હશે, તેમને તેઓનો બદલો (સવાબ) પૂરો આપશે અને પોતાની મહેરબાનીથી વધારે પણ આપશે. અને જે લોકોને અલ્લાહના બંદા હોવાનો ઈન્કાર હશે અને અહંકાર જતાવ્યો હશે એમને દર્દનાક અઝાબ આપશે અને તેઓ પાસે અલ્લાહ સિવાય કોઈ દોસ્ત અને મદદગાર પણ ન હશે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૯૧
હદીષની રોશનીમાં દુઆની ફઝીલત
અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને જે કમાલ અને અનોખાપણાથી સુસજ્જ ફરમાવ્યા, તેમાં સૌથી મહાન અખોનાપણુ અને કમાલ કામિલ અબ્દીય્યતનું સ્થાન છે.
અબ્દીય્યત શું છે ?
અલ્લાહ તઆલાના દરબારમાં ઘણી જ નમ્રતા અને બંદગી તથા લાચારી, આજીઝી અને મોહતાજી તથા ગરીબાઈની પુરેપુરી જાહેરાત અને દેખાવ, તેમ એ માનવા સાથે કે બધું જ તેના કાબુ અને મરજી મુજબ થાય છે. તેના દ્વારની ફકીરી અને ભીખ એ બધાને એકત્ર કરવાનું નામ અબ્દીય્યતનું સ્થાન છે. જે બધા જ સ્થાનોમાં સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ છે. અને બેશક સય્યિદિના મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ગુણના આધારે અલ્લાહ તઆલાની બધી સૃષ્ટિમાં સૌથી વધુ પરીપકવ અને સૌથી શ્રેષ્ઠ છે. અને તેથી જ સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ અને કાયનાતમાં સૌથી વધુ અશરફ છે. કાનૂન છે કે દરેક વસ્તુ તેના હેતુ મુજબ પુરી કે અધુરી સમજવામાં આવે છે. જેમકે ઘોડો જે હેતુસર પેદા કરવામાં આવ્યો છે. એટલે સવારી અને ઝડપભેર ચાલવું. તેને સુંદર અને અધુરો એ જ હેતુના આધારે સમજવામાં આવશે. એ જ પ્રમાણે ગાય અને ભેંસ તો જે હેતુ છે. એટલે દુધ મેળવવું, તેની કિંમત દુધના વધારા ઘટાડાના હિસાબે જ લગાવવામાં આવશે. આ ઉપરથી સમજી લો, મનુષ્યની સૃષ્ટિનો હેતુ તેના પેદા કરનારે અબ્દીય્યત અને ઈબાદત બતાવ્યો છે. " وَمَا خَلَقْتُ الجِنَّ وَالْإِنسَ الَّا لِيَعْبُدُنِ " માટે સૌથી વધુ અફઝલ અને અશરફ મનુષ્ય જ ગણાયો જે એ હેતુમાં સૌથી વધુ પાવરધો છે. બસ સય્યિદિના હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) જો કે અબ્દીય્યતમાં સૌથી આગળ છે. એટલા માટે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સૃષ્ટિમાં સૌથી વધુ અફઝલ અને અશરફ છે. અને એ જ કારણે કુર્આન પાકમાં જે જે જગ્યાએ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના ઉચ્ચતર ગુણો અને કમાલો અને અલ્લાહ તઆલાના ખાસ ખાસ ઈનામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં ઘણો જ ઈઝઝતવાળો લકબ (ઉપનામ) રૂપે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને અબ્દના નામથી જ યાદ કરવામાં આવ્યા છે. મેઅરાજનું વર્ણન કરતા સુરએ ઈસરાઅમાં ફરમાવ્યું છે “સુબ્હાનલ્લઝી અસરા બિઅબ્દિહી” પછી એ જ મેઅરાજના સફરની છેલ્લી મંઝીલોનો ઉલ્લેખ કરતા “સુરએ નજમ”માં ફરમાવ્યું “ફઅવહા ઈલા અબ્દિહીમાં અવહા” અને સૌથી મહાન નેઅમત અને દોલત કુર્આન પાકના ઉતરાણનો ઉલ્લેખ કરતાં સુરએ ફુરકાનમાં ફરમાવ્યું “તબારકલ્લઝી નઝઝલલ્ફુરકાન અલા અબ્દિહી” અને સુરએ કહફમાં ફરમાવ્યું “અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અન્ઝલ અલા અબ્દિહી લ્કિતાબ” ખુલાસો એ છે કે બંદાઓના દરજ્જાઓમાં સૌથી ઉચ્ચ દરજો અબ્દીય્યતનો છે. અને સય્યિદિના મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એ દરજ્જાના ઈમામ એટલે ખાસ ગુણમાં સૌથી આગળ છે. અને દુઆ અબ્દિય્યતની ખાસ શર્ત અને નિશાની છે. અલ્લાહ તઆલાથી દુઆ કરતી વખતે (એ શર્તે હકીકતમાં દુઆ હોય) બંદાનું જાહેર અને છુપું જીવન અબ્દીય્યતમાં ડુબેલું હોય છે. એટલા માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જીવન ચરિત્રમાં વધુ પડતો ગુણ અને હાલત દુઆની જણાય છે. અને ઉમ્મતને આપની મારફત રૂહાની દોલતોના જે મહાન ખજાનાઓ મળ્યા છે. તેમાં સૌથી વધુ કિમતી ખઝાનો દુઆનો છે. જે વિવિધ સમયમાં અલ્લાહ તઆલાથી પોતે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે માંગી. અથવા ઉમ્મતને તેની તલ્કીન ફરમાવી. તેમાંથી અમુક દુઆઓ એવી છે જેનો સંબંધ ખાસ હાલતો અને સમયો સાથે અને ખાસ હેતુઓ અને જરૂરતો સાથે છે. અને વધુ પડતી દુઆઓ સીધી સાદી છે. એ દુઆઓની કિંમત અને ફાયદાની એક રીત તો એ છે કે તેનાથી દુઆ કરવા અને અલ્લાહ તઆલા પાસે પોતાની જરૂરતો માંગવાનો ઢંગ અને રીત જાણવા મળે છે. અને એ બારામાં એવો સરળ રસ્તો મળે છે જે કોઈ જગ્યાએ મળતો નથી. બીજો એક ખાસ ઈલ્મી અને ઈરફાની હેતુ એ છે જેનાથી જાણવા મળે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની પાક આત્માને અલ્લાહ તઆલા સાથે કેટલો ગાઢ અને કાયમી સંબંધ હતો. અને આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના હૃદય પર તેનો જલાલ અને જમાલ કેટલો છવાયેલો હતો, અને પોતાની તેમ બધી સૃષ્ટિની લાચારી અને મોહતાજી તેમ તે માલિકે મુલ્કની મહાન કુદરત અને દરેક વસ્તુને ઘેરામાં રાખતી રહમત અને તેની પાલનહારી પર આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને એટલો બધો ભરોષો હતો કે તે ભરોષો પ્રત્યક્ષ લાગતો હતો. હદીસના ભંડારમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની જે સેંકડો દુઆઓ મોજૂદ છે. તેમાં જો મનન કરવામાં આવે તો સાફ જણાશે કે તેમાંથી દરેક દુઆ અલ્લાહ તઆલાની ઓળખનો નમૂનો અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની આત્માના પરીપૂર્ણ હોવા તેમ અલ્લાહ તઆલાના જ્ઞાન તેમ ખુદા સાથે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો સાચો સંબંધ હોવાની ખુલ્લી દલીલ છે. અને એ આધારે દરેક દુઆએ માસુરા આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો એક ચમકદાર ચમત્કાર છે. આ આજીઝ લેખકનો રિવાજ છે કે જયારે પણ કોઈ ભણેલા અને સમજદાર ગેર મુસ્લિમ સાથે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઓળખ કરાવવાનો મોકો સાંપડે છે. તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની અમુક દુઆઓ તેમને જરૂર સંભળાવું છું લગભગ સો ટકા અનુભવ થયો કે તે દરેક વસ્તુથી વધુ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆઓથી અસર લે છે. અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો પુરેપુરો ખુદાનો ભય અને ખુદા સુધી પહોંચવામાં કોઈ શંકા રહેતી નથી.
આ તમ્હીદ પછી પહેલા તે અમુક હદીસો વાંચો જેમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ અલ્લાહ તઆલાથી દુઆ કરવાની પ્રેરણા આપી છે. અને તેની બરકતો વર્ણવી છે. અથવા દુઆના અદબો બતાવ્યા છે. અથવા તે વિષે કોઈ સુચના આપી છે. ત્યાર પછી એક ખાસ ગોઠવણી સાથે તે હદીસો ટાંકવામાં આવી છે. જેમાં તે દુઆઓ વર્ણવી છે. જે વિવિધ મોકાઓ પર આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) અલ્લાહ તઆલાના દરબારમાં કરી અથવા ઉમ્મતને તે દુઆઓ કરવા માટે પ્રેરણા આપી.
દુઆનું સ્થાન અને તેની મહત્વતા
(۷۱) عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِ الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ ثُمَّ قَرَأَ وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ - (رواه أحمد والترمذي وأبو داود والنسائي وابن ماجة)
હઝરત નોઅમાન બિન બશીર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું દુઆ એક ખાસ ઈબાદત છે. તે પછી આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ સનદ માટે આ આયત પઢી “વકાલ રબ્બુકુમૂદઉની” (તમારા પરવરદીગારનું ફરમાન છે કે મારાથી દુઆ કરો, અને માંગો, હું કબૂલ કરીશ. અને તમને આપીશ જે લોકો મારી ઈબાદતથી અભિમાનમાં મોં ફેરવશે. તેમને બેઈઝઝત અને જલીલ થઈ જહન્નમમાં જવું પડશે.) (અહમદ, તિર્મિઝી, અબૂ દાઉદ, નસાઈ, ઈબ્ને માજા)
ખુલાસો :- અસલ હદીસ ફકત એટલી છે કે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું દુઆ ખાસ ઈબાદત છે. કદાચ હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના આ ફરમાનનો હેતુ એ હોય કે કોઈ એવો વિચાર ન કરે કે બંદાઓ જે રીતે પોતાની જરૂરતો માટે બીજા પ્રકારની મહેનત અને કોશિશ કરે છે. એ જ મુજબની એક કોશિશ દુઆ પણ છે. જો તે કબૂલ થઈ ગઈ તો બંદો સફળ થઈ ગયો. અને તેને કોશિશનું ફળ મળી ગયું અને જો કબૂલ ન થઈ તો તે કોશિશ પણ બેકાર ગઈ, હા! દુઆની એક વિશેષતા આ છે કે તે મકસદ મેળવવાનું એક સાધન હોવા સાથે એક અગત્યની ઈબાદત છે. અને એ હેતુસર તે બંદાનો એક પવિત્ર અમલ છે. જેનું ફળ તેને આખિરતમાં જરૂર મળશે.
જે આયત આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ સનદના આધારે તિલાવત ફરમાવી, તેનાથી એ વાત સાફ જાણવા મળે છે કે અલ્લાહ તઆલાને ત્યાં દુઆ ખાસ ઈબાદત છે. આગળ ટાંકવામાં આવતી બીજી હદીસમાં દુઆ ઈબાદતનું સત અને તેનો ગુદો બતાવવામાં આવ્યો છે.
(۷۲) عَنْ أَنَسٍ ؓ قَالَ قَالَ رَسُوْلُ اللهِ الدُّعَاءُ مُخُّ الْعِبَادَة (رواه الترمذي)
હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું દુઆ ઈબાદતનો સત અને તેનો ગુદો છે. (તિર્મિઝી શરીફ)
ખુલાસો :- ઈબાદતની હકીકત અલ્લાહ તઆલા સામે આજીઝી અને નમ્રતા તેમ પોતાની બંદગી અને મોહતાજી જાહેર કરવી, અને દુઆનો એક અંશ તેમ આયત દુઆ, તેનો આરંભ અને અંત, તેનો અંદર અને બહાર એ જ છે. જેથી બેશક દુઆ ઈબાદતનું સત અને તેનો ગુદો છે.
(۷۳) عَنْ أَبِي هُرَيْرَةَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللَّهِ مِنَ الدُّعاء (رواه الترمذي وابن ماجة)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અલ્લાહ તઆલાના ત્યાં કોઈ ચીજ અને કોઈ અમલ દુઆથી વધુ પ્યારી નથી. (તિર્મિઝી, ઈબ્ને માજા)
ખુલાસો આ કે દુઆ ઈબાદતનો સત છે. અને ઈબાદત જ મનુષ્યની સૃષ્ટિનો ખાસ હેતુ છે. તો એ વાત નક્કી થઈ ગઈ કે મનુષ્યના અમલો અને હાલતોમાં દુઆ જ સૌથી વધુ કિમતી અને મહત્વતની છે. અને અલ્લાહ તઆલાની રહમત અને મહેરબાની ખેંચવાની સૌથી વધુ શકિત તેમાં જ છે.
(٧٤) عَنْ ابْنِ عُمَرَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ مَنْ فُتِحَ لَهٗ مِنْكُمْ بَابُ الدُّعَاءِ فُتِحَتْ لَهٗ أَبْوَابُ الرَّحْمَةِ وَمَا سُئِلَ اللهُ شَيْئاً يَعْنِي أَحَبُّ إِلَيْهِ مِنْ أَن يُسْأَلَ الْعَافِية (رواه الترمذي)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું તમારામાંથી જેના માટે દુઆનો દરવાજો ખુલી ગયો, તેના માટે રહમતના દરવાજા ખુલી ગયા, અને અલ્લાહને સવાલો અને દુઆઓમાં સૌથી વધુ પસંદ એ છે કે બંદો તેની પાસે આફિયતની દુઆ કરે, એટલે કોઈ દુઆ અલ્લાહ તઆલાને એનાથી વધુ પસંદ નથી.
ખુલાસો :- આફિયતનો મતલબ છે દુનિયા અને આખિરતની બધી જાહેર અને છુપી આફતો અને બલાઓથી સલામત અને બચાવ. તો જે માણસ અલ્લાહ તઆલાથી આફિયતની દુઆ માંગે છે. તે ખુલ્લમ ખુલ્લા એ વાતનો ઈકરાર કરે છે કે અલ્લાહ તઆલાની હિફાઝત અને મહેરબાની વગર તે જિવંત અને સલામત પણ રહી શકતો નથી. બસ એવી દુઆ પોતાની પુરેપુરી કમઝોરી અને બેબસી તથા ખુલ્લી મોહતાજીનો દેખાવ છે. અને એ જ અબ્દીય્યતનું ઉચ્ચ સ્થાન છે. જેથી આફિયતની દુઆ અલ્લાહ તઆલાને સૌથી વધુ પસંદ અને પ્યારી છે. બીજી વાત હદીસમાં એ ફરમાવી છે કે જેના માટે દુઆનો દરવાજો ખુલી ગયો, એટલે જેને દુઆની હકીકત પ્રાપ્ત થઈ ગઈ અને અલ્લાહ તઆલાથી માંગતાં આવડી ગયું તેના માટે અલ્લાહ તઆલાની રહમતના દરવાજા ખુલી ગયા, દુઆ ખરેખર તે દુઆના શબ્દોનું નામ નથી જે જીભ વડે નિકળે છે. તે શબ્દોને તો વધુમાં વધુ દુઆનો પહેરવેશ અથવા તેનું બુથ કહી શકાય છે. દુઆની હકીકત મનુષ્યના હૃદય અને તેની આત્માની માંગ અને તેની તડપ છે. અને હદીસ પાકમાં એ કેફિયત નસીબ થવાને જ દુઆના દ્વાર ખુલી જવું કહેવામાં આવ્યું છે. અને જયારે બંદાને તે નસીબ થઈ જાય તો તેના માટે રહમતના દ્વાર ખુલી જાય છે. અલ્લાહ તઆલા નસીબ ફરમાવે.
(٧٥) عَنْ أَبِي هُرَيْرَةَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ مَنْ لَّمْ يَسْأَلِ اللّهَ يَغْضَبْ عَلَيْهِ (رواه الترمذي)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે અલ્લાહ તઆલા પાસે ન માંગે તેના ઉપર અલ્લાહ તઆલા નારાજ થાય છે. (તિર્મિઝી શરીફ)
ખુલાસો :– દુનિયામાં કોઈ નથી જે સવાલ ન કરવાથી નારાજ થતો હોય, માં-બાપ સુધ્ધાંની એ હાલત હોય છે કે જો છોકરું હમેશાં માંગે અને સવાલ કરે તો પણ ચીડાય જાય છે. પરંતુ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની આ હદીસે બતાવ્યું કે અલ્લાહ પાક એવો રહેમ કરનાર અને માયાળુ તથા બંદાઓ પર એટલો મહેરબાન છે કે જો બંદો તેની પાસે ન માંગે તો તેનાથી નારાજ થઈ જાય છે. અને માંગવાથી તેના ઉપર પ્યાર આવે છે.
ઉપર હદીસ પસાર થઈ ગઈ કે અલ્લાહ તઆલાની સમક્ષ બંદાનો સૌથી પ્યારો અને કિમતી અમલ દુઆ અને સવાલ છે.
لك الحمد يا رب العالمين و يا ارحم الراحمين !
(٧٦) عَنْ ابْنِ مَسْعُودٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ سَلُو اللّهَ مِنْ فَضْلِهِ فَإِنَّ اللّهَ يُحِبُّ أَنْ يُّسْأَلَ وَأَفْضَلُ الْعِبَادَةِ انْتِظَارُ الْفَرَجِ (رواه الترمذي)
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અલ્લાહ તઆલાથી તેનો ફઝલ માંગો, (એટલે દુઆ કરો કે તે ફઝલ અને કરમ ફરમાવે) કેમકે અલ્લાહ તઆલાને એ વાત ઘણી જ પસંદ છે કે તેના બંદાઓ તેનાથી દુઆ કરે અને માંગે ! અને ફરમાવ્યું કે (અલ્લાહ તઆલાના કરમથી આશા રાખી) એ વાતની રાહ જોવી કે તે બલા અને પરેશાની પોતાની મહેરબાનીથી દૂર કરશે. ઉચ્ચ દરજાની ઈબાદત છે. (કેમકે તેમાં નમ્રતાથી ભરપુર સવાલી બની અલ્લાહ તઆલા તરફ ધ્યાન દોરાય છે. (તિર્મિઝી શરીફ)