તંત્રી સ્થાનેથી
તંત્રી સ્થાનેથી
પાછલા નવ મહીનાઓથી ચાલી રહેલ કોરોના મહામારી હવે ભારતમાં ઓછી થઈ રહી છે, પણ યુરોપના દેશોમાં આ બીમારી નવી શકલમાં પાછી ફરી રહી છે. આપણે દુઆ કરીએ કે આ બીમારી બધી જ રીતે ખતમ થાય અને અલ્લાહની મખ્લૂકને એનાથી નજાત મળે.
કુરઆન હદીસથી માલૂમ પડે છે કે માણસ ઉપર જે કંઈ મુસીબત આવે છે, એના બે કારણો હોય શકે છે. (૧) મુસીબતો માણસના ગુનાહો અને કરતૂતોના કારણે જ આવે છે. (૨) મુસીબતો દ્વારા અલ્લાહ તઆલા મોમિન બંદાના ગુનાહો માફ કરે છે અથવા એના દરજા બુલંદ ફરમાવે છે.
સૂરએ તગાબૂનમાં છે : જે પણ મુસીબત આવે છે એ અલ્લાહના હુકમથી જ હોય છે, અને જે માણસ અલ્લાહ ઉપર ઈમાન ધરાવતો હશે એના દિલને અલ્લાહ તઆલા સાચી સમજ આપે છે.. (૧૧)
સૂરએ શૂરામાં છેઃ તમારા ઉપર જે મુસીબત આવે છે એ તમારી કરણીનું જ ફળ છે, અને ઘણું બધું તો અલ્લાહ તઆલા માફ કરી દે છે. (૩૦)
બુખારી શરીફમાં હઝરત અબૂસઈદ ખુદરી રદિ.ની રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મુસલમાનને થાક, બીમારી, ચિંતા, ગમ, અફસોસ, અને તકલીફ વગેરે જે કંઈ થાય છે, બલકે એક કાંટો પણ વાગે છે તો અલ્લાહ તઆલા આ બધાના બદલામાં એના ગુનાહો માફ કરે છે.
વ્યકિતગત કે સામુહિક મુસીબતો અને બીમારીઓ વિશે ઇસ્લામી દ્રષ્ટિકોણનો આ ખુલાસો છે. આપણે એનાથી બે વાતો શીખવાની છે : (૧) પાછલા ગુનાહોની માફી માંગીએ અને હવે પછી ગુનાહો ન કરવાનો પાકો ઇરાદો કરીએ. (૨) મુસીબતો ઉપર સબ્ર કરીએ અને મુસીબતોના વળતર રૂપે અલ્લાહ તઆલા પાસેથી દુનિયા અને આખિરતની ભલાઈની આશા રાખીએ.
લોકોને આદત હોય છે કે મુસીબતોની ચર્ચાઓ ઘણી કરે છે પણ એના અસબાબ અને બચવાના સાચા ઉપાયો તરફ ધ્યાન નથી આપતા.
ફારસીમાં કહેવત છે કે 'મર્ગે અંબોહ જશ્ન દારદ' એટલે કે એક સામટા ઘણા બધા લોકો મરી જાય તો પછી એની ચર્ચા અને લોકોના ભેગા થવાના કારણે જલ્સો અને ઉત્સવ જેવું વાતાવરણ બની જાય છે. કોરોનાનું પણ આવું જ થઈ રહયું છે, જે લોકો એમાં સપડાય છે તેઓ બીચારા રીબાય છે પણ બાકીના લોકો માટે આ બીમારી ફકત ટાઇમપાસ ચર્ચા અને પોતાના તુક્કાઓ લગાવવાનું એક બહાનું માત્ર છે. આપણે આ માનસિકતામાંથી બહાર આવીને વાસ્તવિકતા સમજવાની જરૂરત છે. બીમારીના દીની - રૂહાની કારણોની ઓળખ કરીને એનાથી તોબા કરવાની જરૂરત છે અને દુન્યવી અસબાબ બાબતે પણ તકેદારી રાખીને સાવચેતીના બધાં જ ઉપાયો અપનાવવાની જરૂરત છે.
કોરોના કારણે લગાવવામાં આવેલ લોકડાઉન એક આકરા કરફયુથી ઓછું ન હતું, આ દિવસોમાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા, મજૂરી કરીને રોજ કમાઈને ખાનારા તો લાચાર બન્યા જ હતા, પણ ઘણા એવા લોકો પણ લાચાર અને સહાયના મોહતાજ બની ગયા જેમના ધંધા સારા ચાલતા હતા પણ અચાનક બધું બંધ થઈ જવાના કારણે ધંધા પડી ભાંગ્યા અને બે ત્રણ મહીનામાં એમની જમા પૂંજી પણ પૂરી થઈ ગઈ... આ સ્થિતિમાં એક જાગૃત સમાજ તરીકે મુસલમાનોએ પરસ્પર સહાય અને મદદ કરીને જે સમાજ સેવાનું જે ઉમદા ઉદાહરણ પુરું પાડયું એ બેનમૂન છે. મુસ્લિમ સમાજે પોતાની આ જાગૃકતાને વધારે જાગૃત કરીને હજુ વધારે આગળ વધવાની જરૂરત છે.
દેશના વિવિધ રાજયોમાંથી મજૂરોનું પલાયન શરૂ થયું ત્યારે હાઇવે ઉપર એમના માટે ખાવા પીવા અને અન્ય સવલતો પૂરી પાડીને પણ મુસ્લિમ સમાજે દેશ સેવા અને માનવ સેવાનું સુંદર ઉદાહરણ પુરું પાડયું છે. દરેકની મદદ કરવાનો આ સિલસિલો ચાલુ રાખવાની જરૂરત છે. દરેક મુસલમાન એની કમાણીમાંથી ઝકાત ઉપરાંત કંઈ વધારે રકમ સમાજ સેવા અને માનવ સેવા માટે કાઢીને એનું યોગ્ય આયોજન કરે એ જરૂરી છે. આ ઇસ્લામી ફરજ પણ છે અને માનવસમાજના એક જાગૃત સભ્ય હોવાના નાતે પણ આપણી ફરજ છે.
અલ્હમ્દુલિલ્લાહ લોકડાઉનના આરંભે જામિઅહ જંબુસર તરફથી, અને જમીઅતે ઉલમા તરફથી જંબુસર શહેર અને આસપાસના અનેક ગામડાઓમાં ગરીબોને જરૂરત મુજબ સહાય પહોંચાડવાની બહોળી વ્યવસ્થા કરવામાં આવી હતી, આ માટે જે લોકોએ અમને ભંડોળ પુરું પાડયું અને અન્ય રીતે સહાય કરી એ બધાના અમે શુક્રગુઝાર છીએ અને દરેક માટે દુઆ કરીએ છીએ.
કોરોના કારણે બેરોજગાર બનેલા લોકોમાં એક વર્ગ મદરસાઓમાં દીની તાલીમ આપતા ઉલમાએ કિરામનો પણ હતો. આ લોકો કેમ બેરોજગાર થયા એની ચર્ચા અત્રે અસ્થાને છે, પણ વાસ્તવિક સ્થિતિ જોઈને એમની મદદની વ્યવસ્થા કરવી પણ જરૂરી હતી, એટલે એ માટે પણ બનતી સહાયના પ્રયત્નો કરવામાં આવ્યા. આ માટે દેશવિદેશમાંથી જે લોકોએ વિશેષ મદદ કરી છે, એમનો શુક્ર અદા કરીને દુઆ કરું છું કે અલ્લાહ તઆલા બંનેવ જહાનમાં એમને શ્રેષ્ઠ બદલો આપે. અલ્હમ્દુલિલ્લાહ..
આપણે જાણીએ છીએ શરૂમાં કોરોના બીમારીનો વધુ પ્રભાવ મોટા શહેરો પૂરતો મર્યાદિત હતો, પછી જયારે ગામડાઓમાં એનો ચેપ ફેલાયો તો તુરંત જરૂરત સમજીને જામિઅહના વડપણ હેઠળ ચાલતી અલમહમૂદ હોસ્પિટલમાં કોરોના સારવારનો વિભાગ શરૂ કરવાની સરકારી મંજૂરી મેળવવામાં આવી અને સંપૂર્ણ રીતે ફ્રી સારવારની વ્યવસ્થા કરવામાં આવી, આ વ્યવસ્થા આજ સુધી ચાલુ છે. અલ્લાહ તઆલાનો શુક્ર છે કે આ વ્યવસ્થાથી દેશ અને સમાજને ફાયદો થઈ રહયો છે. દૈનિક લાખો રૂપિયાના ખર્ચની વ્યવસ્થા કરવી સરળ ન હતી, પણ જે કોઈ અલ્લાહ તઆલાની મખ્લૂકની મદદ કરે છે અલ્લાહ તઆલા એની મદદ કરે છે, સમાજ તરફથી સહકાર મળવાની આશાએ જ આ મફત સેવા શરૂ કરવામાં આવી હતી અને અલ્હમ્દુલિલ્લાહ સમાજ દ્વારા જેમ આ સેવાથી ફાયદો ઉઠાવવામાં આવ્યો એ જ પ્રમાણે મદદ પણ મળતી રહી. હોસ્પિટલની સેવાથી સારવારનો લાભ ઉઠાવનાર લોકોના પણ અમે આભારી છીએ કે એમણે વિશ્વાસ મુકીએ અમને ખિદમતનો મોકો આપ્યો અને મદદ કરનાર સખીદાતાઓના પણ અમે ખૂબ આભારી છીએ.
આ બીમારીના દિવસોમાં મૃત્યુની સરેરાશ સામાન્ય કરતાં વધારે રહી એ આપણે બધાએ અનુભવ્યું છે. કોઈ એવું ન હશે જેના કોઈ સંબંધીનું મૃત્યુ ન થયું હોય.. અલ્લાહ તઆલાની રહમતમાં પહોંચનાર આવા લોકોમાં એક મોટી સંખ્યા આલિમો અને બુઝુર્ગોની પણ છે. ઘણા બધા જાણ્યા – અજાણ્યા, બુઝુર્ગો, આલિમો આ દિવસોમાં વફાત પામ્યા. અને એના થકી એક ખાલીપો સર્જાયો છે, અલ્લાહ કરે કે આપણે એના નુકસાનોથી મહફૂજ રહીએ અને જે કંઈ દીની-દુન્યવી રાહબરો આજે મોજૂદ છે એમની ઉમ્રમાં બરકત આપે અને સમાજ કરવામાં આવતી એમની સેવાઓને ફળદાયી બનાવે. આમીન. •
દીન સામે દુનિયાની કમાણી
بِسمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
وَإِذْ أَخَذَ اللهُ مِيثَاقَ الَّذِينَ أوْتُوا الْكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهٗ فَنَبَذُوْهُ وَرَاۤءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا فَبِئْسَ مَا يَشْتَرُوْنَ لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُوْنَ بِمَا أَتَوْا وَّيُحِبُّوْنَ أَنْ يُّحْمَدُوْا بِمَا لَمْ يَفْعَلُوْا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْأَرْضِ وَاللّٰهُ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيرٌ
તરજમહ : અને યાદ કરો જ્યારે અલ્લાહ તઆલાએ કિતાબ આપવામાં આવેલ લોકોથી કરાર લીધો કે તમે આ કિતાબ લોકોને જરૂર સમજાવજો અને તે(ની કોઈ વાત) છૂપાવશો નહિ, તો એમણે આ કરાર એમની પીઠ પાછળ ફેંકીને કિતાબના બદલામાં નજીવું મૂલ્ય લઈ લીધું, તો આ જે વસ્તુ તેઓ વહોરી રહયા છે, તે ઘણી ! (૧૮૭) જે લોકો એમના કરતૂત ઉપર હરખાય છે અને ઇચ્છે કે જે કામો એમણે નથી કર્યાં એ વિશે પણ એમના વખાણ કરવામાં આવે, તો આવા લોકો વિશે તમે કદી આપ એવું ન સમજશો કે તેઓ અઝાબથી બચી જશે, બલકે એમના માટે દર્દનાક અઝાબ છે. (૧૮૮) અને આસમાનો તેમજ ધરતીની સલતનત – સત્તા અલ્લાહની જ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુની શકિત ધરાવે છે. (૧૮૯)
તફસીર: ઉપરોક્ત આયતોમાં અલ્લાહ તઆલાએ અહલે કિતાબ -યહૂદીઓ અને ઈસાઈ- લોકોના મોટા ગુનાહોનું વર્ણન ફરમાવ્યું છે પહેલો ગુનો આ કે એમને હુકમ કરવામાં આવ્યો હતો કે અલ્લાહની કિતાબ દ્વારા જે માર્ગદર્શન અને કરવા - કરવાના કામો વિશે જે આદેશો એમને આપવામાં આવ્યા હતા, જે લોકો સામે સ્પષ્ટ રીતે, ઘટાડો કે વધારો કર્યા વગર વર્ણન કરવામાં આવે, લોકોને એની સમજણ આપવામાં આવે અને એમાંથી કંઈ છુપાવવામાં ન આવે. પણ એમણે અલ્લાહના આ આદેશને માન્યો નહીં, બલકે એટલી બધી હદે એનું ઉલ્લંઘન કર્યું કે અલ્લાહ તઆલાએ એવું કહેવું પડયું કે આ આદેશને એમણે પીઠ પાછળ ફેંકી દીધો, એટલે કે જાણી જોઈને એને નકારીને એના વિરુદ્ધ કામો કર્યા. ફકત માલ, હોદ્દાની લાલચ, દુનિયાની જૂઠી ઈઝઝત, વગેરે નફસાની શોખના કારણે તેઓએ કિતાબના ઘણા આદેશો છુપાવી દીધા કે હેરફેર કરીને લોકો સામે વર્ણવવા લાગ્યા. અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહની કિતાબને છોડીને એના બદલામાં એમણે ગમે તેટલો માલ કમાયો હોય, આખર તો એ ઘણો થોડો અને તુચ્છ જ છે. અલ્લાહની કિતાબ વેચીને આવો ગમે તેટલો વધારે કે ઉમદા માલ મળ્યો હોત, આખરે તો એ તુચ્છ જ છે.
બુખારી શરીફમાં રિવાયત છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે યહૂદીઓને એક વાત વિશે પૂછયું કે તમારી કિતાબ તવરાતમાં આ બાબતે શું કહેવામાં આવ્યું છે ? એમણે હકીકત છુપાવીને જે કંઈ કિતાબમાં અલ્લાહનો આદેશ હતો એના વિપરીત વાત દર્શાવી. અને જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મજલિસમાંથી પરત આવતાં ખુશ થઈને કહેતા હતા કે આપણે આ વેળા 'મુહમ્મદ'ને સરસ ધોકો આપ્યો છે. યહૂદીઓના આ કરતૂત વિશે ઉપરોકત આયતો અલ્લાહ તઆલાએ ઉતારી.
એમની બીજી ખરાબ આદત આ હતી કે જે નેક કામો તેઓ કરતા ન હતા, એવા કામો વિશે પણ તેઓ કોશિશ કરતા કે એમને એનો જશ મળે, કોઈ રીતે એ કામોને પોતાની સાથે જોડીને ચાહતા કે લોકો આ કામોની સફળતા માટે અમારી તારીફ કરે. જેમ કે મુનાફિક યહૂદીઓની આદત હતી કે કોઈ લડાઈ કે જિહાદનો મોકો આવતો તો ખોટા બહાના બનાવીને ઘરમાં બેસી રહેતા, આ મુસીબતથી બચી જવા ઉપર ખુશ થતા અને પછી જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પરત આવતા તો જૂઠી કસમો ખાઈને પોતાના બહાના રજૂ કરતા, અને કોઈ પણ રીતે એમ દર્શાવવાની કોશિશ કરતા કે અમે આ લડાઈમાં ભલે શરીક નથી થયા પણ આમ – તેમ રીતે મદદ કરવાની કોશિશ પણ કરી છે. અને પછી આ આધારે તેઓ એમ તમન્ના રાખતા કે એમની તારીફ કરવામાં આવે.
કુરઆનમાં અલ્લાહ તઆલાએ આ બંને કામોને અહલે કિતાબના ગુના અને શરારત સ્વરૂપે રજૂ કર્યા છે. એનાથી પુરવાર થાય છે કે ખુદા અને રસૂલે ખુદાની વાતોને છુપાવવી મોટો ગુનો છે. યહૂદીઓનું આમ કરવું દુનિયાની લાલચે હતું, તેઓ આમ કરીને લોકો પાસેથી માલ વસૂલતા હતા. અલબત્ત દીનની કોઈ વાત કોઈક મોકા ઉપર એટલા માટે દર્શાવવામાં ન આવે અને ખામોશ રહેવામાં આવે કે આ મોકા ઉપર વાત કહેવાથી કોઈ ગલતફહમી પેદા થઈ શકે છે, અથવા દીન અને મુસલમાનોને વધારે નુકસાન થઈ શકે છે, તો આવી મસ્લેહતના કારણે ખામોશ રહેવામાં આવે તો એમાં વાંધો નથી. ઈમામ બુખારી રહ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ થકી ઉપરોકત સ્પષ્ટતા ફરમાવી છે. (મઆરિફુલ કુરઆન : ૨- ૨૫૮)
સાચી રીતે નેક કામ કરીને એનો જશ લેવો અને અભિમાન કરવું શરીઅતની નજરે બુરી બાબત છે, તો પછી કોઈ કામ કર્યા વગર, દીન ખાતર કોઈ કુરબાની આપ્યા વગર, જ જશ લેવાની કોશિશ કરવી તો ઓર બુરી બાબત છે.
આજકાલ મુસલમાનોમાં આ વૃતિ વધારે જોવા મળે છે, સાચી રીતે દીન અને ઇસ્લામ માટે જેટલી મહેનત કરવી જોઈએ એટલી મહેનત કરતા નથી, અને જયારે જશ લેવાની, હોદ્દો લેવાની, ફોટા પડાવવાની, કુર્સી કે સ્ટેજ ઉપર બેસવાની વાત આવે છે તો રાજકારણીઓની જેમ બધા તૂટી પડે છે. અલ્લાહ તઆલા હિફાજત ફરમાવે.
મઆરિફુલ હદીસ(અલ-બલાગ)
જનાઝા સાથે જવા અને જનાઝાની નમાઝ પઢવાનો સવાબ
(۳۳۰) عَنْ أَبِي هُرَيْرَۃَ ؓ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ مَنِ اتَّبَعَ جَنَازَةَ مُسْلِمٍ إِيْمَاناً وَّاحْتِسَاباً وَكَانَ مَعَهٗ حَتّٰى يُصَلّٰى عَلَيْهَا وَيُفْرَغَ مِنْ دَفْنِهَا فَإِنَّهٗ يَرْجِعُ مِنَ الْاَجْرِ بِقِرَاطَيْنِ كُلُّ قِيْرَاطٍ مِثْلُ أُحَدٍ وَمَنْ صَلّٰى عَلَيْهَا ثُمَّ رَجَعَ قَبْلَ أَنْ تُدْفَنَ فَإِنَّهٗ يَرْجِعُ بِقِيْرَاطٍ، (رواه البخاري ومسلم)
તરજુમોઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: જે માણસ ઈમાનની સિફત સાથે અને સવાબની નિય્યતથી કોઈ મુસલમાનના જનાઝા સાથે જશે, અને ત્યાં સુધી જનાઝા સાથે રહે, જયાં સુધી તેના ઉપર નમાઝ પઢવામાં આવે અને તેને દફન કરવાથી પરવારી જાય, તો તે સવાબના બે કીરાત લઈ પાછો ફરશે, જેમાંથી એક કિરાત ઉહદ પહાડ બરાબર હશે, અને જે માણસ માત્ર નમાઝ પઢી પાછો ફર્યો, (દફન વીધી સુધી સાથે ન રહ્યો) તો તે સવાબનો (એવોજ) એક કીરાત લઈ પાછો ફરશે.
ખુલાસો: જેમકે હદીષથી જણાય છે કે હદીષનો હેતુ જનાઝા સાથે જઈ તેની નમાઝ પઢવા અને તેને દફન કરવાની પ્રેરણા અને ફઝીલત બયાન કરવાનો છે. ભાવાર્થ એ છે કે જે માણસ જનાઝા સાથે ગયો અને માત્ર નમાઝમાં શામેલ થઈ પાછો ફર્યો તે એક કીરાત જેટલા સવાબનો હકદાર છે. અને જે દફન સુધી શામેલ રહ્યો તે બે કીરાતનો હકદાર થશે. (કીરાત મજબૂત કથન મુજબ દિરહમનો દસમો ભાગ થાય છે. લગભગ બે પૈસા.)
જો કે તે સમયમાં મજુરોને તેમના કામની મજુરી કીરાતના હિસાબે ચુકવવામાં આવતી હતી, એટલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે પણ કીરાતનો જ શબ્દ અહીંયા વાપર્યો, અને એ પણ સમઝાવ્યું કે તેને દુનિયાનો કીરાત (દીરહમનો બારમો ભાગ આનો અર્ધો આનો) ન સમઝવામાં આવે. બલ્કે એ સવાબ આખિરતનો કીરાત હશે, જે દુન્યાના કીરાત કરતાં એટલો મોટો હશે જેટલો ઉહદ પહાડ તેના મુકાબલામાં મોટો અને મહાન છે.
આ સાથે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સાફ ફરમાવ્યું કે આ અમલ પર આ અમુલ્ય સવાબ ત્યારે જ મળશે જયારે કે આ અમલ ઈમાન અને યકીનના પાયા પર અને સવાબની નિય્યતથી જ કરવામાં આવશે. એટલે કે આ અમલ પર ઉભારનાર વસ્તુ અલ્લાહ અને રસૂલની વાતો પર ઈમાન અને ભરોષો તેમ આખિરતના સવાબની આશા હોય, બસ જો કોઈ માણસ માત્ર સંબંધ અને સગાઈના ખ્યાલથી અથવા મય્યતના ઘરવાળાઓને રાજી રાખવાની નિય્યતથી અથવા એવાજ બીજા હેતુસર જનાઝા સાથે ગયો અને જનાઝાની નમાઝ તેમ દફનક્રીયામાં શામેલ થયો, અલ્લાહ અને રસૂલનો હુકમ તેમ આખિરતનો સવાબ તેની નઝર સમક્ષ હતો જ નહીં, તો તે આ અમુલ્ય સવાબનો હકદાર નથી. હદીષના શબ્દો "ઈમાનં વ એહતિસાબં' નો અર્થ એ જ થાય છે. એ પણ સમજી લેવું જોઈએ કે અમલોના આખિરતના સવાબ માટે આ એક શરત છે. એ વિષે મઆરિફુલહદીશ'ના પહેલાં ભાગના બિલ્કુલ શરૂમાં હદીષ ''ઈન્નમલઅઅમાલુ બિન્નિયાત''ના ખુલાસામાં તેમ બીજા ભાગમાં "ઈખ્લાસ'ના શિર્ષક હેઠળ એના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
જનાઝા સાથે ઉતાવળે ચાલવું અને ઉતાવળ કરવાનો હુકમ
(۳۳۱) عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ إِسْرَعُوْا بِالْجَنَازَةِ فَإِنْ تَكُ صَالِحَةً فَخَيْرٌ تُقَدِّمُونَهَا إِلَيْهِ وَإِن تَكُ سِوٰى ذَالِكَ فَشَرٌ تَضَعُونَهٗ عِنْ رِقَابِكُمْ (رواه البخاری و مسلم)
તરજુમોઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: જનાઝાને ઉતાવળે લઈ જાઓ, જો તે નેક છે તો (કબર તેના માટે ભલાઈ છે. (એટલે સાફ ઠેકાણું છે.) જયાં તમે ઉતાવળે ચાલી જલ્દી પહોંચાડી દેશો અને જો તેના સિવાય બીજી વાત છે (એટલે કે જનાઝો નેક માણસનો નથી) તો એક ખરાબ (વજન તમારા ખભાઓ પર) છે. (તમે ઉતાવળે ચાલી જલ્દી) તેને તમારા ખભાઓ પરથી ઉતારી નાંખો. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- હદીષનો મતલબ એ છે કે જનાઝાને જલ્દી તેના ઠેકાણે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે. કફન દફનની વ્યવસ્થામાં પણ વીના જરૂરતે મોડુ કરવામાં ન આવે. અને જયારે દફનક્રીયા માટે જનાઝો લઈ જવામાં આવે તો ફોગટ ધીરેધીરે ચાલવામાં ન આવે, બલ્કે યોગ્ય ચાલથી જલ્દી ચાલવામાં આવે. જો મૈયત નેક અને અલ્લાહની રહમતની હકદાર છે. તો પછી જલ્દી તેને તેના સારા ઠેકાણે પહોંચાડી દેવામાં આવે, અને ખુદા ન કરે તેથી ઉલ્ટુ હોય તો પછી જલ્દી તેના ભારથી છુટકારો મળી જશે.
જનાઝાની નમાઝ અને તેમાં મૈયત માટે દુઆ
(۳۳۲) عَنْ أَبِي هُرَيْرَةَ ؓ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ إِذَا صَلَّيْتُمْ عَلَى الْمَيِّتِ فَاخْلِصُوا لَهُ الدُّعَاء (رواه أبو داود وابن ماجة )
હઝરત અબૂ હુરૈરહ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું : જયારે તમે કોઈ મૈય્યિતની જનાઝાની નમાઝ પઢો તો પુરા ઇખ્લાસથી તેના માટે દુઆ કરો. (અબૂ દાઉદ, ઈબ્ને માજા)
ખુલાસો :- જનાઝાની નમાઝનો ખરો હેતુ મૈયત માટે દુઆ છે. પહેલી તકબીર પછી અલ્લાહની હમ્દો સના અને બીજી તકબીર પછી દુરૂદ શરીફ જેવી દુઆની પ્રસ્તાવના જ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) જનાઝાની નમાઝમાં જે દુઆઓ પઢતા હતા. (જે આગળ ટાંકવામાં આવશે) તે સઘળી એ મોકા માટે ઘણી જ સારી દુઆઓ છે.
(۳۳۳) عَنْ عَوْفِ بْنِ مَالِكٍؓ قَالَ صَلّٰى رَسُولُ اللّهِ ﷺ عَلٰى جَنَازَةٍ فَحَفِظْتُ مِنْ دُعَائِهٖ وَهُوَ يَقُولُ اَللّٰهُمَّ اغْفِرْ لَهٗ وَارْحَمْهُ وَعَافِهٖ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهٗ وَوَسِّعْ مُدْخَلَهٗ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرْدِ وَنَقِّهٖ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ وَاَبْدِلْهُ دَاراً خَيْراً مِنْ دَارِهِ وَأَهْلًا خَيْراً مِنْ أَهْلِهٖ وَزَوْجاً خَيْراً مِنْ زَوْجِهٖ وَاَدْخِلْهُ الْجَنَّةَ وَاَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ قَالَ حَتّٰى تَمَنَيَّتُ أَنْ أَكُونَ أَنَا ذَالِكَ الْمَيِّتَ - (رواه مسلم)
તરજુમોઃ- હઝરત ઓફ બિન માલિક (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એક મૈય્યિતના જનાઝાની નમાઝ પઢી, (તેમાં આપ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ મૈયત માટે જે દુઆ કરી) તે દુઆના શબ્દો મને યાદ છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) અલ્લાહના દરબારમાં અરજ કરી રહ્યા હતા. એય અલ્લાહ! તું આ બંદાની મગફિરત ફરમાવ. તેના પર રહમ કર, તેને શાંતવત અર્પણ કર, તેને માફ કરી દે, તેની ઈઝઝત સાથે મહેમાની કર, તેની કબર તેના માટે પહોળી કરી દે, (જહન્નમની આગ અને તેના ભાંપને બદલે) પાણીથી, બરફથી અને કરાઓથી તેને નવડાવી દે, (અને ઠંડો અને પાક ફરમાવ) અને ગુનાહોની ગંદકીથી તેને સ્વચ્છ ફરમાવ. જેમ સફેદ ચળકતા કપડાંને તેં મેલથી સાફ કર્યુ છે. અને તેને દુનિયાવી ઘરના બદલે આખિરતનું સારૂ ઘર અને ઘરવાળાઓના બદલે સારા ઘરવાળા અને જીવન સાથીના બદલે સારો જીવન સાથી અર્પણ કર. અને તેને જન્નતમાં પહોંચાડી દે, અને કબરના અઝાબથી તેમ દોઝખના અઝાબથી બચાવ. (હદીષના રાવી ઔફ બિન માલિક સહાબી (રદિ.) કહે છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની આ દુઆ સાંભળી મારા દિલમાં તમન્ના જાગી કે કાશ આ મૈયત મારી હોત. (મુસ્લિમ શરીફ)
(۳۳۴) عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ كَانَ رَسُولُ اللّهِ إِذَا صَلّٰى عَلَى الْجَنَازَةِ قَالَ اَللّٰهُمَّ اغْفِرْ لِحَيّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيْرِنَا وَكَبِيْرِنَا وَذَكَرِنَا وَاُنْثَانَا اَللّٰهُمَّ مَنْ أَحْيَيْتَهٗ مِنَّا فَأَحْيِهٖ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيَتَهٗ مِنَّا فَتَوَفَّهٗ عَلَى الْإِيمَانِ اَللّٰهُمَّ لَا تُحْرِمْنَا أَجْرَهٗ وَلَا تَفْتِنَّا بَعْدَهٗ - (رواه أحمد، ابو داؤد، الترمذی، ابن ماجة)
તરજુમોઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) જયારે કોઈ જનાઝાની નમાઝ પઢતા હતા. તો તેમાં આ મુજબ દુઆ કરતા હતાઃ એય અલ્લાહ! અમારા જીવતાઓની, અને મુરદાઓની, હાજરોની, અને ગાયબોની, નાનાઓની, અને મોટાઓની, પુરૂષોની અને સ્ત્રીઓની, બધાની મગફિરત ફરમાવ. એય અલ્લાહ! જેને તું અમારા માંથી જીવતો રાખે તેને ઇસ્લામ પર કાયમ રાખી જીવંત રાખ. અને જેને તું આ જગતમાંથી ઉઠાવી લે, તેને ઈમાનની હાલતમાં ઉઠાવ. એય અલ્લાહ! આ મૈયતની મૃત્યુના સવાબથી અમને આખિરતમાં અભાગ્ય ન રાખ, અને આ જગતમાં એના પછી તું અમને કોઈ ફિત્ના અને પરિક્ષામાં ન નાંખ. (મુસ્નદે અહમદ, અબૂ દાઉદ, તિર્મિઝી, ઈબ્ને માજા)
(٣٣٥) عَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِؓ قَالَ صَلّٰى بِنَا رَسُولُ اللّهِ ﷺ عَلٰى رَجُلٍ مِّنَ الْمُسْلِمِيْنَ فَسَمِعْتُهٗ يَقُولُ اَللّٰهُمَّ إِنَّ فُلَانَ بْنَ فُلَانٍ فِيْ ذِمَّتِكَ وَحَبْلِ جَوَارِكَ فَقِهٖ مِنْ فِتْنَةِ الْقَبْرِ وَعَذَابِ النَّارِ وَأَنْتَ أَهْلُ الْوَفَاءِ وَالْحَقِّ اَللّٰهُمَّ اغْفِرْ لَهٗ وَارْحَمْهُ إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيم - (رواه أبو داود وابن ماجة )
તરજુમોઃ- હઝરત વાસિલા બિન અસ્કઅ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મુસલમાનોમાંથી એક માણસની જનાઝાની નમાઝ પઢાવી, મેં સાંભળ્યું કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એમાં આ દુઆ કરતા હતા.
એય અલ્લાહ! તારો આ બંદો ફલાણો ફલાણાનો પુત્ર તારી અમાનમાં અને તારી પનાહમાં છે. તે એને કબર અને આગના અઝાબથી બચાવજે. તું વાયદો પુરો કરનાર, અને ખુદાવંદ હક છે.
એય અલ્લાહ! તું આ બંદાની મગફિરત ફરમાવ. તેના ઉપર રહમ કર, તું મહાન બખ્શિશ કરવાવાળો મહેરબાન છે. (અબૂ દાઉદ, ઈબ્ને માજા)
ખુલાસો :- જનાઝાની નમાઝમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી અમૂક દુઆઓ પણ સાબિત છે. પરંતુ વધુ પ્રખ્યાત અને પ્રચલિત આજ ત્રણ છે. જે ઉપરોકત હદીષોમાં વર્ણન થઈ પઢનારની મરજી મુજબ જે દુઆ ઈચ્છે પઢે, અને ઈચ્છે તો તેમાંથી વિવિધ દુઆઓ પઢે.
ઉપરોકત હદીષોથી ખાસ કરી વાસિલા બિન અસ્કઅ અને અબૂ હુરૈરહ (રદિ.)ની હદીષોથી જાણવા મળે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ જનાઝાની નમાઝમાં આ દુઆઓ એટલા જોરથી પઢી કે સહાબા (રદિ.)એ સાંભળી તેને યાદ કરી લીધી.
રસૂલલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ) અમૂક વાર નમાઝમાં અમૂક દુઆઓ વગેરે એટલા માટે જોરથી પઢતા હતા કે બીજા લોકો સાંભળી શીખી લે, જનાઝાની તે નમાઝોમાં દુઆઓનું જોરથી પઢવું પણ કદાચ એ જ હેતુસર હતું, નહીં તો કાયદાની દૃષ્ટીએ દુઆ વિષે એવું છે કે તેને ધીરે માંગવી અફઝલ છે. કુર્આન મજીદમાં પણ ફરમાવ્યું કે" أُدْعُوْا رَبَّكُمْ تَضَرُّعاً وخُفْيةً " .તમારા રબથી દુઆ કરો આજીઝી અને નરમી સાથે ધીમેધીમે. …મુસલમાનોની પ્રગતિનું માપદંડ અને મુસીબતોથી બચવાનો એકમાત્ર ઉપાયમુસલમાનોની પ્રગતિનું માપદંડ અને મુસીબતોથી બચવાનો એકમાત્ર ઉપાય
નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની જે હદીસો વર્ણવવામાં આવી એનાથી સ્પષ્ટ થાય છે કે આ ઉમ્મતને એના ઘણા બધા ગુનાહોનો બદલો દુનિયામાં આપી દેવામાં આવે છે. અને એમાં જ અલ્લાહ તઆલાની રહમત છે. જો આમ ન હોય, એટલે કે ગુનાહો વધારે હોવા છતાં મુસલમાનો મુસીબતમાં ન સપડાય તો એ વધારે ખતરનાક બાબત છે. માટે જ આ ઉમ્મત માટે, એટલે કે ઉમ્મતે મુહમ્મદિયહ માટે મુસીબતનો અને પરેશાનીઓથી બચવાનો અને પડતી ઝિલ્લત દૂર કરવાનો એકમાત્ર ઇલાજ આ છે કે ઘણા જ એહતેમામ અને પાબંદી સાથે ગુનાહોથી બચવામાં આવે. કદી અચાનક આવેશમાં કોઈ ગુનો થઈ જાય તો એના વિશે રડી – કરગરીને ઈસ્તેગ્ફાર અને તોબા કરવામાં આવે. એના સિવાય કોઈ બીજો ઇલાજ નથી. હરગિઝ નથી. મુસલમાન, મુસલમાન રહીને ગુનાહો પણ કરતો રહે અને પ્રગતિ પણ કરતો રહે એવું નથી થઈ શકતું. કોઈ માણસ કાફિરો રહીને ઘણા બધા ગુનાહો કરીને પણ પ્રગતિ કરે એ શકય છે. કારણ કે કાફિર હોવા સાથે માણસ સેંકડો બુરાઈઓ છતાં જે અમુક મામૂલી ભલાઈઓ કરશે એના બદલામાં દુનિયાની પ્રગતિ મેળવશે.
હઝરત સુલેમાન બિન આમિર રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને પૂછયું કે મારા વાલિદ સિલા રહમી કરતા હતા, વાયદાઓ નિભાવતા હતા. મહેમાનની આગતા સ્વાગતા અને ચાકરી કરતા હતા. (શું આ બધા કામોનો એમને આખિરતમાં કોઈ ફાયદો થશે ?) આપ સલ્લલ્લાહ્ અલયહિ વ સલ્લમે પૂછયું : શું તેઓ ઇસ્લામ પહેલાં જ મરી ગયા હતા ? એમણે અરજ કરી કે, હા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : એમને તો આખિરતમાં આ બધા કામોનો કોઈ ફાયદો નહીં થાય, પણ એમની અવલાદ માટે ફાયદાકારક રહેશે. તમને અપમાન, ઝિલ્લત અને ગરીબીનો સામનો નહીં કરવો પડે. (દુર્રે મન્ષુર)
અમુક કાફિરોના આમાલ સારા નથી હોતા છતાં આપણે એમને દુનિયામાં સફળ અને ખુશહાલ જોઈએ છે, આ મુંઝવણનો ઉકેલ પણ ઉપર દર્શાવેલ હકીકતથી સમજમાં આવી જાય છે. ઉપરની હદીસ પ્રમાણે હોય શકે છે કે એમના માતા - પિતાએ કરેલી ભલાઈ અને નેકીઓના ફળ સ્વરૂપે એમને બધું મળતું હોય.
ખુલાસો આ છે કે અનેક હદીસોથી આ વાત સમજમાં આવે છે કે કાફિરો અને મુસલમાનોની પ્રગતિના માપદંડો સમાન નથી. બલકે અમુક સમાન છે અને અમુક અલગ અલગ છે. મુસલમાનોની પ્રગતિ – ચડતીનો એકમાત્ર અસલી રસ્તો દીન ઉપર અમલ કરવું છે. વિશેષ કરીને ગુનાહોથી બચવું જરૂરી છે. મુસલમાનો જે પ્રમાણમાં ગુનાહોમાં સપડાયેલા હશે એ જ પ્રમાણે દુનિયામાં મુસીબતોનો સામનો કરવો પડશે. એવું વિચારીને કે આવા ગુનાહો તો ગેરમુસ્લિમો પણ કરે છે, અને એમના માટે આ ગુનાહો દુનિયાની પ્રગતિમાં અવરોધરૂપ નથી બનતા, મુસલમાનોએ નિડર થઈ જવાનો મતલબ વધારે મુસીબતમાં પડવા સિવાય બીજો કોઈ નથી. અને ગુનાહો છતાં જો મુસીબતો ન હોય તો ઓર વધારે ખતરનાક બાબત છે, એમાં તો અલ્લાહ તઆલા તરફથી ઢીલ છે, જેમાં પાછળથી અચાનક બદલો લેવામાં આવે છે,
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ ગુનાહો કરીને કોઈ વસ્તુ હાસિલ કરવા માંગે છે, તો જે વસ્તુની તે આશા રાખતો હશે તે એનાથી દૂર થઈ જાય છે, અને જેનાથી ડરતો હશે એ નજીક આવી પહોંચશે. (જામેઉસ્સગીર)
માટે મુસલમાનોએ ગુનાહો કરવાની સાથે પ્રગતિ અને તરક્કીની આશા રાખવી, એટલે કે પોતાને તરક્કીથી વધારે દૂર કરી દેવું છે અને કાફિરો સાથે તુલના કરવી, એમના પગલે ચાલવું, બેશર્મી હોવા ઉપરાંત નાકામીનો સબબ પણ છે.
ગેરમુસ્લિમ સરદારનું માથું કાપી લાવવા ઉપર હઝરત સિદ્દીકે અકબર રદિ.ની સખત ટકોર
ઈરાન અને રોમના લોકોનો લશ્કરી નિયમ હતો કે જે લશ્કર જીતી જાય એ શત્રુ લશ્કરના સરદારોનું માથું વાઢીને ગર્વ, અભિમાન અને ખ્યાતિ મેળવવા માટે પોતાના સરદારો પાસે મોકલતા હતા.
હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ના ખિલાફતકાળમાં જયારે રોમન લોકો સાથે લડાઈ થઈ તો મુસલમાનોએ એમની સાથે એમના જેવો જ વ્યવહાર કરવાના વિચારે એક શામી સરદારનું માથું વાઢીને હઝરત ઉકબહ બિન આમિર રદિ. સાથે હઝરત અબૂબક્ર રદિ.ની સેવામાં મોકલ્યું. તેઓ જયારે હઝરત અબૂબક રદિ.ની સેવામાં પહોંચ્યા તો આપ રદિ.એ નારાજગી દર્શાવી. હઝરત ઉકબહ રદિ.એ અરજ કરી હે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જાનશીન ! તેઓ પણ આપણી સાથે આવો જ વહેવાર કરે છે. હઝરત અબૂબક્ર રદિ.એ ફરમાવ્યું : શું આપણે ઈરાન અને રોમના લોકોના પગલાઓનું અનુસરણ કરીશું ? મારી પાસે કદી પણ, કોઈનું પણ, માથું વાઢીને લાવવામાં ન આવે. આપણા માટે અલ્લાહની કિતાબ અને રસૂલની હદીસ અનુસરણ માટે પુરતાં છે. (શહુસ્સિયર)
ફુકહાએ કિરામે અમુક અન્ય દલીલોને સામે રાખીને આમ કરવાની પરવાનગી આપી છે, પણ હઝરત અબૂબક્ર સિદ્દીકે અકબર રદિ.ના મતે આ યોગ્ય ન હતું, એટલે મનાઈ કરી દીધી અને હઝરત ઉકબહ રદિ.ને ટકોર ફરમાવી કે તમે ગેરકોમની હરકતોને પોતાના માટે દલીલ કેમ બનાવી ? તમે તો મુસલમાન છો, તમે એમને જોઈને કોઈ કામ કેવી રીતે કરો છો ?
શામની સફરમાં હઝ. અબૂ ઉબૈદહ રદિ.ને હઝ. ઉમર રદિ.ની ટકોર
હઝરત ઉમર રદિ. શામ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કયાંક કીચડ - પાણી વાળો રસ્તો આવી ગયો. આપ રદિ. ઊંટ પરથી નીચે ઉતર્યા, મોજા કાઢીને હાથમાં પકડી લીધા અને પાણીમાં ઉતરી ગયા, ઊંટની લગામ હાથમાં હતી. હઝ. અબૂ ઉબૈદહ રદિ. કહેવા લાગ્યા: તમે એવી હરકત કરી છે કે શામના લોકો એને ઘણી ખરાબ સમજે છે. મને આ સારું નથી લાગતું શહેરના લોકો તમને આવી સ્થિતિમાં જુએ. આપ રદિ.એ એમની છાતી ઉપર હાથ મારીને ફરમાવ્યું : અબૂ ઉબૈદહ ! તમારા સિવાય કોઈ બીજો આવી વાત કરત તો હું એને ઇબ્રતનાક સજા આપત. આપણે ઝલીલ હતા, તુચ્છ હતા. અલ્લાહ તઆલાએ ઇસ્લામની બરકતથી દોલત - ઇઝઝત આપી. પછી હવે જેના વડે અલ્લાહ તઆલાએ આપણને ઇઝઝત આપી છે, એને છોડીને કોઈ બીજી વસ્તુમાં ઇઝઝત શોધીશું તો અલ્લાહ તઆલા આપણને ઝલીલ કરી દેશે. (મુસ્તદરક હાકિમ)
સન્માન અને અપમાનનો આધાર
મુસલમાનની અસલી ઈઝઝત, અલ્લાહ સામેની ઇઝઝત છે. દુનિયા અને દુનિયાવાળાઓ સામે અગર ઝિલ્લત હશે તો પણ શું અને તે કેટલા દિવસ રહેવાની છે ?
લોગ સમર્જે મુજે મહરૂમે વકાર વ તમકીન
વો ન સમજે કે મેરી બઝમ કે કાબિલ ન રહા
નબીએ અકરમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ અલ્લાહ તઆલાની નાફરમાની સાથે લોકોમાં ઇઝઝત શોધે છે, એના શુભેચ્છકો જ એના ટીકાકાર બની જાય છે.
'મકાસિદે હસનહ' નામી કિતાબમાં આ વાત અનેક રીતે વર્ણવવામાં આવી છે. માટે મુસલમાનોની તરક્કીનો રસ્તો, ઈઝઝતનો તરીકો, દુનિયામાં આવવાતો મકસદ, ફકત અલ્લાહ તઆલાની રઝામંદી ઉપર અમલ કરવો છે. એના સિવાય બીજું કંઈ નથી. આ જ ઇઝઝત છે, આ જ નફો – ફાયદો છે. પરંતુ અફસોસ છે કે, મુસલમાનો માટે અલ્લાહ તઆલાની કિતાબ, એના રસૂલની સાચી હદીસોમાં ઇલ્મ – હિકમત, બંને જહાનની કામ્યાબી અને તરક્કીના અસબાબ ખઝાનાઓ ભર્યા પડયા છે, પણ તેઓ દરેક બાબતે અન્યોને જુએ છે. બીજાઓનું એઠું ખાવા શોધી રહયા છે. શું આ બેશર્મી નથી. અલ્લાહ અને એના રસૂલ સાથે અણગમાની નિશાની નથી ? શું આવા લોકોની મિસાલ એક એવા બીમાર જેવી નથી, જેના પોતાના ઘરમાં એક કાબેલ, લોકોમાં મકબૂલ હોય એવો તબીબ છે છતાં તે કોઈ અનાડી તબીબ પાસે ઇલાજ કરાવે છે.
હઝરત જાબિર રદિ. ફરમાવે છે કે, એકવાર હઝરત ઉમર રદિ. તવરાતના પાનાઓ કયાંકથી લાવ્યા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને અરજ કરી કે યા રસૂલલ્લાહ ! આ તવરાત લાવ્યો છું, અને આમ કહીને તવરાત પઢવાની શરૂ કરી દીધી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આમ કરવું પસંદ ન પડયું, અને નૂરાની ચહેરો બદલાય ગયો. હઝરત અબૂબક્ર રદિ.એ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ચહેરો જોઈને હઝરત ઉમર રિદિ.ને કહયું કે, તમારો નાશ થાય ! જોતા નથી કે આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ચહેરા ઉપર નારાજગી છે.
હઝરત ઉમર રદિ. અત્યાર સુધી પઢવામાં જ મશ્ગુલ હતા, મોંઢું ઉચું કરીને જોયું તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ચહેરો જોઈને ડરી ગયા. અને વારંવાર આ દુઆ પઢવા લાગ્યા :
أعوذ بالله من غضب الله و غضب رسوله رضينا بالله ربا و بالاسلام دينا و بمحمد صلى الله عليه و سلم نبيا .
હું અલ્લાહની પનાહમાં આવું છું એના ગુસ્સાથી અને રસૂલે ખુદાના ગુસ્સાથી બચવા માટે. અમે અલ્લાહને રબ માનીને, અને ઇસ્લામને દીન તરીકે અપનાવીને અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને રસૂલ માનીને ખુશ છીએ.
નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્મે ફરમાવ્યું : તે ઝાતની કસમ ! જેના કબજામાં મુહમ્મદની જાન છે, અગર હઝરત મુસા અલૈ. મારી નુબુવ્વતના ઝમાનામાં હોત તો તેઓ પણ મારું જ અનુસરણ કરત. (મિશ્કાત શરીફ)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નારાજગી બિલ્કુલ સ્પષ્ટ હતી કે અલ્લાહની કિતાબ અને એના રસૂલના આદેશો બાબતે પૂરી જાણકારી – સમજ ન હોય, ત્યાં સુધી કોઈ એવી કિતાબ વાંચવી જેમાં હક અને બાતિલ ભેગાં હોય, પોતાના દીન – ધર્મને ખરાબ કરવું છે. કારણ કે જે માણસ દીન બાબતે પૂરતી જાણકારી ધરાવતો હોય, દરેક બાબતે હક નાહક તુરંત સમજી ઓળખી શકતો હોય, એના માટે તો વાંધો નથી કે કોઈ બીજી વસ્તુ તરફ નજર કરે. પણ જેને દીનના ઇલ્મ બાબતે પૂરી કાબેલિયત ન હોય, એના વિશે પૂરો ખતરો છે કે દીની ઇલ્મ ઓછું હોવાના કારણે કોઈ નાહક વાતને હક સમજી બેસે અને ગુમરાહીમાં સપડાય જાય. તવરાતમાં ઘણા હુકમો એવા પણ છે જે પાછળથી ખતમ કરી દેવામાં આવ્યા, ઉપરાંત એમાં લોકોએ ફેરફાર પણ કરી દીધો હતો, એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સખત નારાજગી દર્શાવી, કે કયાંક હઝરત ઉમર રદિ.ની આ હરકતથી દીને ઇસ્લામમાં કોઈ ભેળસેળ ન થઈ જાય. ઈબ્ને સીરીન રહ. ફરમાવે છે કે આ દીનનું ઇલ્મ છે, માટે જરા ધ્યાન આપજો કે તમે આ ઇલ્મ કોના મારફતે મેળવી રહયા છો ?
આ જ કારણે મશાઇખ અને અકાબિર બુઝુર્ગો હમેંશા એવા લોકોની સોબતમાં બેસવા અને એમની તકરીરો સાંભળવાથી મના કરે છે, જેમની દીની હાલત ખરાબ હોય. જેથી કરીને બેદીનીની ઝેરીલી અસરોથી બચી શકાય.
શાદીના રિવાજો
શાદીનો પ્રસંગ કોઈ પણ કુટુંબ માટે ઘણો મહત્વનો હોય છે. શાદી ચાહે મોટા પાયે કરવામાં આવે કે સાદી રીતે, એનું મહત્વ ઘણું હોય છે. મુળ તો આ બે વ્યકિતઓ એટલે દુલ્હા - દુલ્હન વચ્ચે અને એમના મારફત બે કુટુંબો વચ્ચે સ્થાપિત થનાર નવા સંબંધોની બુનિયાદ હોય છે. આમ છતાં ઘણા લોકો માટે શાદી એમના સ્ટેટસ અને મોભાનો પ્રશ્ન પણ હોય છે. એટલે ઘણા લોકો પોતાની કે પોતાની અવલાદની શાદીને યાદગાર બનાવવા માટે દિલ ખોલીને પૈસા ખર્ચ કરે છે. કપડાંઓની ખરીદારી, સિલાઈ, ડીઝાઈન વગેરે બધી બાબતોનો ખ્યાલ રાખવામાં આવે છે. વીડીયોગ્રાફી અને ફોટોશુટ માટે અત્યંત આધુનિક ટેકનીક ધરાવતા સ્ટુડીયો સાથે કરાર કરવામાં આવે છે. માલદાર કુટુંબો તો એકબીજાની હરિફાઈ, અદેખાઈ કે ચડસા ચડસી આવું બધું કરતા જ હોય છે, અને એમનો પૈસો વધુ પડતા આવા કામોમાં જ વપરાય છે.
પણ... હવે તો મધ્યમવર્ગના લોકો અને ગરીબ લોકો પણ શાદીના રિવાજો અને ભપકાઓમાં કોઈનાથી પાછળ રહેવા નથી માંગતા. ચાહે એના માટે લાંબા કરજમાં ઉતરવું પડે કે જીવનભરની પૂંજી ફૂંકી મારવી પડે. એમને લાગે છે કે આમ નહીં કરીએ તો સમાજમાં એમની નાક કપાય જશે અને કુટુંબવાળાઓના મેણા – ટોણા સાંભળવા પડશે. ઘણીવાર તો એક છોકરા કે છોકરીની શાદી ઉપર એટલો બધો ખર્ચ કરવામાં આવે છે કે એટલા ખર્ચમાં બધી જ અવલાદની શાદી થઈ જાય. છોકરા - છોકરીઓ અને સ્ત્રી – પુરૂષો સજી ધજીને પ્રસંગને માણવા માટે સ્વતંત્ર બની જાય છે. અને વડીલો પણ એમને એક બે દિવસ માટે દીનદારીની મર્યાદાઓ તોડવાની પરવાનગી પણ આપી દે છે.
દીનદાર કે દીનદાર લોકોમાં ઉઠવા બેસવાનું રાખતા લોકોમાં ઘણીવાર આવું બધું જોવા મળે છે. અને આમ થવાથી સમાજસુધારણની બધી એવું પણ બને છે કે બંનેમાંથી કોઈ એક પક્ષ સાદગીથી સંબંધ પતાવવા ચાહતો હોય પણ બીજા પક્ષ તરફથી દબાણ કરવામાં આવે છે, અથવા કટુંબીજનો કે ઘરની સ્ત્રીઓ તરફથી દબાણ કરવામાં આવે છે.
સાદગીથી શાદી કરવામાં આજકાલ એક બીજી સમસ્યા પણ લોકો ઉભી કરી રહયા છે. કોઈએ એમના છોકરા – છોકરીની શાદી સાદગીથી કરી દીધી હોય અને કોઈ સગા, સંબંધી કે ઓળખીતાને પાછળથી એની ખબર પડે તો નારાજ થઈ જાય છે, કોઈ સીધી રીતે તો કોઈ મજાકમાં ટોણા મારી જ લે છે કે 'અમને ખબર પણ કરી ?' વગેરે. પણ કોઈ આવી શાદીની પ્રસંશા કરીને દુઆઓ નથી દેતું.
લોકોનું તારણ છે કે ઘણા મોટા ઉપાડે, લાખોના ખર્ચા સાથે કરવામાં આવેલ શાદીઓમાં ૧૦ માંથી ૪ શાદીઓ ઘણી જ જલદી તૂટી જાય છે અને બધા ખર્ચા બેકાર જાય છે. પાછલા દિવસોમાં કોઈકે સોશ્યલ મીડીયામાં પોતાનો આવો અનુભવ લખીને અપીલ કરી હતી કે શાદી સાદગીથી જ કરવામાં આવે અને બંને કુટુંબો તરફથી જે કંઈ ખર્ચ કરવામાં આવવાનો હતો એ દુલ્હા – દુલ્હનને આપી દેવામાં આવે.
દેખા દેખી અથવા મનમરજીથી કરવામાં આવતા રિવાજોની કોઈ મર્યાદા કે હદ નથી હોતી. આવા રિવાજો મંગણી, શાદી, રુખસતીથી આગળ વધીને હવે મોત, તઅઝિયત અને બેવા ઓરતની ઈદ્દત વગેરે પ્રસંગોને પણ રિવાજને આધીન બનાવી દેવામાં આવ્યા છે. લોકો અને વિશેષ કરીને ઓરતો આવા પ્રસંગોએ મળવા જાય છે. હમદર્દી વ્યકત કરવા માટે ઘણીવાર એવી વાતો બોલી આવે છે જે યોગ્ય નથી હોતી. ઘણીવાર આમ જવામાં અને હાજરી આપવામાં ફક્ત દેખાડો જ હોય છે. બેવા ઓરત અને યતીમ થનાર બાળકો પ્રત્યે હમદર્દી અને મહોબ્બતના જે વિચારો વ્યકત કરવામાં આવે છે એમાં કયાંકને કયાંક એવી લાગણી શામેલ હોય છે કે હવે આ ઓરત અને યતીમ બાળકો કુટુંબ અથવા સમાજ માટે બોજ બનશે. લોકો એમને લાચાર સમજીને વિચારે છે કે એમનું શું થશે ? જયારે કે હકીકત આવી નથી હોતી. મા-બાપ હયાત હોય એવા ઘણા બાળકો અને શોહર વાળી ઘણી ઓરતો આવી બેવા ઓરતો કરતાં વધારે પરેશાન અને મોહતાજ હોય છે. બાપ હોય એવા બાળકો યતીમ બાળકો કરતાં વધારે નિરાધાર અને કેળવણી વગરના રહી જાય છે.
આવી સ્થિતિઓમાં માણસે અલ્લાહ તઆલાની તકદીરને સમજવાની જરૂરત છે. બેવા ઓરત નિરાધાર હોય તો એની મદદ કરવી જરૂરી છે, યતીમ બાળકોની મદદ કરવાનો મોટો સવાબ છે. પણ એમના વિશે જે લાચારી, મજબૂરી, અથવા હકીર - ફકીર હોવાના વિચારો લોકોના દિમાગમાં ઘર કરી ગયા છે, એ ઘણી ખરાબ બાબત છે. સમાજના બધા જ લોકો અને બધા જ ઘરો સમાન છે.
—------------------
ખલીફા હારૂન રશીદે જયારે તેમના પુત્ર અમીનને કેળવણી અને શિક્ષણ માટે અહમર નામી એક ઉસ્તાદને સોંપ્યો તો ઉસ્તાદને કહ્યું:
હે અહમર ! ખલીફાએ તેની સૌથી મહામૂલી પૂંજી અને તેના દિલનું ચેન-આરામ તમારા હાથમાં સોપ્યું છે. તમારે જોઈએ કે હેતનો હાથ એના માથે ફેરવો, એને કુર્આન પઢાવો, ઈતિહાસના બોધપ્રદ પ્રસંગો સંભળાવો, શેર-કાવ્યો યાદ કરાવો, સુન્નતે નબવીની આદત પાડો, એને સાચી સમજ આપો, જેથી તે સારા કામોને ઓળખી શકે, અમૂક ખાસ સમય સિવાય એને હસવાથી રોકો, એને શીખવાડો કે બનૂહાશિમ (આપ સલ.ના કુટુંબીજનો) જયારે તેની પાસે આવે તો એમનું સન્માન કરે, એમની સાથેની કોઈ પણ ઘડી ફાયદા વગરની ન રહે.
હે ઉસ્તાદ ! એને નારાજ ન કરજો કારણકે એનાથી દિમાગ મૃત થઈ જાય છે. એની ભૂલોને છોડો નહી, નહીતર એની ટેવ પડી જશે. નરમાશ અને પ્રેમથી એને સીધી રાહ પર લાવો, જો તમારૂં કહેવુ ન માને તો કડકાઈથી વર્તો. (મુકદ્દમહ ઈબ્ને ખલ્દુન) (ફલસફએ તઅલીમ વ તરબિયત : ૧૪૧)
ગુનેગારોએ નિરાશ ન થવું જોઈએ
અમુક લોકો કોઈ ગુનાહમાં સંડોવાઈ જાય છે અને તે ગુનાહમાં સતત લાગેલા જ રહે છે પછી જયારે તેઓને ગુનાહનો એહસાસ થાય છે તો આ વસ્તુ તેઓને સતત સતાવતી અને પરેશાન કરતી રહે છે કે મારું ઈમાન સલામત રહ્યું છે કે નહિં ? અને અલ્લાહ તઆલા મારાથી રાઝી અને ખુશ થશે કે નહીં ? અને અલ્લાહ તઆલાને રાઝી અને ખુશ કરવાનો તરીકો શું હશે ?
તો જાણવું જોઈએ કે કોઈ પણ ગુનાહ થઈ ગયા પછી અલ્લાહ તઆલાને રાજી અને ખુશ કરવાનો તરીકો આ છે કે દિલથી તવબહ કરવામાં આવે અને માણસનું એવું વિચારવું કે મારાથી તો એટલો મોટો ગુનોહ થયો છે કે તવબહ કબૂલ જ કેવી રીતે થશે ? આ એક શૈતાની ખ્યાલ અને ધોકો છે. કારણ કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે
وهو الذي يقبل التوبة عن عباده ويعفوا عن السيئات
અર્થાતઃ- તે એવો માલિક છે કે પોતાના બંદાની તવબહ કબૂલ ફરમાવે છે અને તમામ ગુનાહોને માફ કરી દે છે. (સૂરહે શુરા પારા-૨૫)
અલ્લાહ તઆલાની ઝાત બધાની વધારે રહીમ અને કરીમ છે, તેની રહમતથી કદાપી નિરાશ અને હતાશ ન થવું જોઈએ.
હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી સાંભળ્યું છે કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે એ ઈન્સાન ! બેશક તું જયાં સુધી મારાથી દુઆ કરતો રહીશ અને મારાથી ઉમ્મીદ લાગેલી રાખીશ, હું તારી બખ્શીશ કરીશ, તારા ગુનાહ જે કંઈ પણ હોય (ગુનાહ બખ્શવામાં) હું પણ પરવા નથી કરતો, એ ઈન્સાન ! અગર જો તારા ગુનાહ આકાશના વાદળો સુધી પહોંચી જાય, તે પછી પણ જો તું મારાથી માફી માંગીશ તો હું તને માફ કરી દઈશ, એ ઈન્સાન ! અગર તું એટલા ગુનાહ મારી પાસે લઈને આવે કે જેનાથી આખી જમીન ભરાઈ જાય, પછી મારાથી એવી હાલતમાં મુલાકાત કરે કે બીજી કોઈ વસ્તુને મારી સાથે શરીક ન કરતો હોય, તો હું તને એટલી જ માફી આપીશ કે જેનાથી આખી જમીન ભરાઈ જાય. (તિર્મિઝી શરીફ, પેજ-૫૦૯)
આ હદીસ મો'મિન બંદાઓ માટે બિલ્કુલ ચોખ્ખુ એ'લાન છે જે તમામ જમીન અને આકાશ અને તમામ વસ્તુઓના બાદશાહ તરફથી કરવામાં આવ્યું છે. માણસોથી ગુનાહ થઈ જાય છે, અહકામની અદાયગીમાં કમી રહી જાય છે, નાના મોટા ગુનાહ બંદો પોતાના તરફથી કરી નાંખે છે એટલે અલ્લાહ પાકે પોતાના તરફથી આ નુસ્ખો (ઈલાજ) નક્કી કર્યો છે કે આજીઝીની સાથે અલ્લાહ તઆલાના દરબારમાં મજબૂત ઉમ્મીદ રાખીને મગ્ફિરતનો સવાલ કરે અને દિલમાં ઘણો જ અફસોસ કરે કે હાય અફસોસ ! મારા જેવા ઝલીલ અને હકીર બંદાથી તમામ વસ્તુના પાલનહારના હુકમ વિરૂદ્ધ કામ થઈ ગયું! અને ફરીથી ગુનાહ ન કરવાનો પાકો ઈરાદો કરે તો તેને અલ્લાહ તઆલા માફ કરી દે છે, અને ફરમાવે છે કે લા ઉબાલી એટલે કે ગુનાહ માફ કરવામાં મારા ઉપર કોઈ બોજ કે વજન નથી. મને કોઈ પણ જાતની કોઈ પરવા નથી, ન મોટા ગુનાહ માફ કરવામાં કોઈ મુશ્કેલી છે ન નાના ગુનાહ માફ કરવામાં કોઈ રોકવા વાળું છે.
અને અલ્લાહ પાકે ગુનાહ વધુ હોવાના બે ઉદાહરણ આપતાં મુસલમાનોને વધારે તસલ્લી મળે તે માટે ફરમાવ્યું કે અગર તારા ગુનાહ એટલા બધા હોય કે તે ગુનાહોને શરીર (શકલ-સુરત) આપવામાં આવે અને તે શરીર જમીનથી આકાશ સુધી પહોંચી જાય, જમીન-આકાશ વચ્ચે જેટલી ખાલી જગ્યા છે તેને ભરી દે, તો પણ માફી માંગવા પર માફ કરી દઈશ અને જો તારા ગુનાહ એટલા બધા હોય કે આખી જમીન તેનાથી ભરાઈ જાય, તો પણ હું માફ કરવા પર કાદીર છું અને બધા ગુનાહોને માફ કરી દઉં છું. તારા ગુનાહ જમીનને ભરી શકે છે, તો મારી માફી પણ જમીનને ભરી શકે છે બલકે તેની માફી તો અપાર-અથાહ છે, જમીન અને આકાશની લંબાઈ-પહોળાઈ અને વિશાળતાની માફી સામે કંઈ પણ વિશાત નથી.
હદીસ શરીફમાં આવે છે કે નબીએ કરીમ સસલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે આગલા લોકોમાં એક માણસે ૯૯ ખૂન કર્યા હતા. તો તેણે જમીનમાં વધારે જાણવાવાળો કોણ છે તે વિશે સવાલ કર્યો તો તેને એક રાહિબ (પાદરી) પાસે જવાનું કહેવામાં આવ્યું,
તે માણસ રાહિબ (પાદરી) પાસે પહોચ્યો અને કહ્યું કે મેં ૯૯ ખૂન કર્યા છે અને મારા માટે તવબહ અને માફીનો કોઈ રસ્તો છે ? તો તે પાદરીએ કહ્યું કે કોઈ રસ્તો નથી. તો તેણે તે રાહિબ (પાદરી)નું પણ ખૂન કરીને ૧૦૦ ખૂન પુરા કર્યા, પછી ફરી તેણે જમીનમાં વધારે જાણવાવાળા વિશે સવાલ કર્યો તો એક આલિમ પાસે જવાનું કહેવામાં આવ્યું તો તેણે આલિમ પાસે જઈને કહ્યું કે મે સો ખૂન કર્યા છે, મારા માટે માફીનો કોઈ રસ્તો છે ? તો આલિમે કહ્યું કે હા, અલ્લાહ અને માફીના વચ્ચે કોઈ વસ્તુ આડ બની શકે નહી, તું ફલાણી જમીન તરફ જા, ત્યાંના લોકો અલ્લાહની ઈબાદત કરે છે, તું પણ તેઓની સાથે અલ્લાહ તઆલાની ઈબાદત કર અને તું તારી જમીન તરફ ફરીથી પાછો ના આવીશ. તો તે નેક લોકો તરફ ચાલવા લાગ્યો અને અડધા રસ્તા પર પહોંચતા જ મોતનો સમય આવી ગયો તો તેની રૂહ કબ્ઝ કરવા વિશે રહમતના અને અઝાબના ફરિશ્તા ઝઘડવા માંડયા, રહમતના ફરિશ્તાઓએ કહ્યું કે તે અલ્લાહથી સાચા દિલથી તવબહ કરીને આવ્યો છે અને અઝાબના ફરિશ્તાઓએ કહ્યું કે એને કદાપિ સારા કામ કર્યા જ નથી, તો તે ફરિશ્તાઓ પાસે એક ફરિશ્તો એક માણસના વેશમાં આવ્યો, તો તે ફરિશ્તાઓએ તેને પોતાની વચ્ચે ફેંસલો કરવા માટે નક્કી કર્યો તો તે ફરિશ્તાએ જે માણસના વેશમાં આવ્યો હતો તેમને કહ્યું કે તમો બન્નેવ જમીન જયાંથી નિકળ્યો અને જયાં જઈને રહ્યો હતો તે બન્નેવ વચ્ચેનું અંતર માપો, જે જમીનથી નજીક હશે તે મુજબ ફેંસલો કરવામાં આવશે તો ફરિશ્તાઓએ જમીન માપી, તો તેમણે તેને તે જમીનથી વધારે નજીક જોયો, જે જમીન તરફ જવાનો ઈરાદો કર્યો હતો પછી રહમતના ફરિશ્તાઓએ તેની રૂહ કબ્જે કરી.
હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.થી રિવાયત છે કે કેટલાક લોકો એવા હતા કે જેમણે નાહક ખૂન કર્યા હતા, અને ઘણા કર્યા હતા. અને ઝિનાખોરી કરી અને ઘણી કરી હતી, તેવા લોકોએ રસૂલુલ્લાહ સસલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પુછયું કે જે ધર્મની તરફ તમો બોલાવો છો તે તો ઘણો સારો છે પરંતુ ફિકર એ વાતની છે કે જયારે અમે આટલા બધા ગુનાહ કરી ચુકયા છીએ અને હવે જો મુસલમાન પણ થઈ ગયા તો શું અમારી તવબહ કબૂલ થઈ શકશે ? તો આ પ્રસંગે અલ્લાહ પાકે ફરમાવ્યું કે લા તક્નતૂ મિન રહમતિલ્લાહ, અર્થાતઃ અલ્લાહની રહમતથી નાઉમ્મીદ ન થાઓ. (મઆરિફુલ કુર્આન : ૫૬૯/૭)
સૂરએ ફુરકાનમાં પણ અલ્લાહ પાકે કાફિરોની સજાનું વર્ણન કર્યા પછી ફરમાવ્યું છે કે ઈલ્લા મનુ તાબ વઅમિલ અમલનુ સાલિહન....
અર્થાતઃ- કે જે લોકોએ કુફ્ર શિર્ક જેવો ભયંકર અને મહાન ગુનોહ કર્યો હોય અને જો તે સાચી તવબહ કરી લે અને ઈમાન લાવીને નેક આ'માલ કરવા લાગે તો અલ્લાહ તઆલા તેઓને ગુનાહોને નેકીઓથી બદલી નાંખશે, મતલબ એ કે તવબહ કર્યા પછી તેમના આ'માલનામામાં એકલી નેકીઓ જ બાકી રહેશે, કારણ કે કુફ્ર અને શિર્કથી તવબહ કરવા ઉપર અલ્લાહ તઆલાનો વાયદો છે કે કુફ્ર અને શિર્કની હાલતમાં જે કંઈ પણ ગુનાહ કર્યા હોય, ઈસ્લામ અને ઈમાન કબૂલ કરવાથી તે પાછળના બધા જ ગુનાહ માફ થઈ જાય છે, એટલા માટે પાછલા જમાનામાં જે એમનું આ'માલનામું ગુનાહ અને ખરાબ કામોથી ભરેલું હતું, હવે ઈમાન લાવવાથી તે જગ્યા ઈમાન અને સારા કામોએ લઈ લીધી. (મઆરિફુલ કુર્આન : ૫૦૫-૫૦૬/૬)
દુનિયામાં સૌથી મોટો અને મહાન ગુનોહ કુફ્ર અને શિર્ક છે, તવબહ કરવાથી કુફ્ર અને શિર્ક કરવાવાળા સાથે જયારે અલ્લાહ પાક આવો મામલો અને વર્તાવ કરે છે, તો મો'મિન બંદાથી ગમે તેટલા મોટા અને ગમે તેટલા ગુનાહ થઈ જાય, મો'મિન બંદાએ અલ્લાહની રહમત અને મમ્ફિરતથી કદાપી નાઉમ્મીદ ન થવું જોઈએ. ગુનાહોને લઈને ડર પેદા થવો પણ એક ઈમાનની નિશાની છે, અને ગુનાહ માફ થવાનો ઝરીયો બને છે, જેમ કે હદીસ શરીફમાં છે કે હઝરત અબૂ હુરૈરહ રદિ. ફરમાવે છે કે હુઝૂર સસલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે એક માણસ કે જેણે કદાપી કોઈ નેકી ન કરી હતી, જયારે તે મરવા લાગ્યો તો તેણે વસિય્યત કરી કે મને બાળીને અડધી રાખ જંગલમાં ઉડાડી દેવામાં આવે અને અડધી દરિયામાં નાંખી દેવામાં આવે, ખુદાની કસમ જો ખુદા તઆલા મારા ઉમર કાબુ મેળવી લેશે તો મને એવી સજા આપશે કે દુનિયામાં બીજા કોઈને એવી સજા નહીં આપે.
ત્યાર બાદ અલ્લાહ તઆલાએ દરિયાને હુકમ આપ્યો કે તેની રાખને જમા કરે અને જંગલને ફરમાવ્યું કે તે પણ તેની રાખને જમા કરે, તો બધી રાખ જમા કરવામાં આવી અને અલ્લાહ તઆલાએ તે માણસને જમા કરીને હુકમ ફરમાવ્યો કે આ (વસીય્યત કે મને બાળીને ઉડાડી દેજો) કેમ કરી ? તો તેણે કહ્યું કે તારા ડરથી અને તું તો સૌથી મહાન જાણકાર છે. હુઝૂર સલ.એ ફરમાવ્યું કે પછી તેની મગ્ફિરત કરી દેવામાં આવી. (બુખારી શરીફ: ૧૧૭/૨)
ઉપરોકત હદીસથી માલૂમ થયું કે ગુનાહોને લઈને ડર પેદા થવાથી તે માણસની મગ્ફિરત કરી દેવામાં આવી. એટલે જયારે પણ ગુનો થઈ જાય અલ્લાહ તઆલાના ડરની સાથે તવબહ અને ઈસ્તિગ્ફારમાં લાગેલા રહેવું જોઈએ અને મમ્ફિરતની પાકી ઉમ્મીદ બાંધવી જોઈએ, અલ્લાહ તઆલા જરૂરથી માફ કરી દેશે ઈન્શા અલ્લાહ અને આ દુઆ પઢતા રહેવું જોઈએ.
اللّٰهُمَّ اغْفِرْ لِيْ وَارْحَمْنِي وَاهْدِنِي وَعَافِنِي وَارْزُقْنِي وَاجْبُرْنِيْ
અલ્લાહમ્મ ગુફિરલી વરહમની વદિની વ આફિની વઝુકની વજબૂરની.
અર્થાત:- હે અલ્લાહ મને માફ ફરમાવી દે અને મારા ઉપર રહમ ફરમાવી આપ અને મને આફિયત અર્પણ ફરમાવી દે, અને મને હિદાયત અતા ફરમાવ અને રોજી ઈનાયત ફરમાવ અને મારી કમઝોરીઓને પૂર્ણ ફરમાવ. અને ઈસ્તિગ્ફાર કસરતથી કરતા રહેવું જોઈએ અને સવાર સાંજ સય્યિદુલ ઈસ્તિફાર પઢતા રહેવું જોઈએ.
સય્યિદુલ ઈસ્તિફાર :
اللّٰهُمَّ أَنتَ رَبِّي لَا إِلٰهَ إِلَّا أَنْتَ خَلَقْتَنِيْ وَ أَنَا عَبْدُكَ وَ أَنَا عَلٰى عَهْدِكَ وَ وَعْدِكَ مَا اسْتَطَعْتُ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَىَّ وَ أَبُوْءُ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهٗ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ -
અલ્લાહુમ્મ અન્ત ૨બ્બી, લા ઈલાહ ઈલ્લા અન્ત, ખલકતની વ અ-ન અબ્દુ-ક, વ અ-ન અલા અહ્દિ-ક, વ વઅદિ-ક મસ્તતઅતુ, અઉઝુ બિ-ક મિન શર્રિ મા સનઅતુ, અબૂઉ લ-ક બિનિઅમતિ-ક અલય્ય, વ અબૂઉ બિઝમ્બી, ફગ્ફિર્ લી, ફઈન્નહૂ લા યગ્ફિરૂઝ્ ઝુનૂ-બ ઈલ્લા અન્ત.
અર્થાતઃ- હે અલ્લાહ ! તું મારો પરવરદિગાર છે, તારા સિવાય કોઈ મા'બૂદ નથી, તેં જ મને પેદા કયો છે, અને હું તારો બંદો છું અને હું તારા વચન અને વાયદા પર યથાશકિત કામય છું, મારા કામોની બુરાઈથી તારી પનાહ ચાહું છું, મારા ઉપર તારી નેઅમતોનો સ્વીકાર કરૂં છું અને મારા ગુનાહોનો પણ મને ઈકરાર છે. તો તું મને માફ કર. બેશક, ગુનાહોને માફ કરનાર તારા સિવાય અન્ય કોઈ જ નથી. …
બાળકોની તરબિયત અને કેળવણી
જ્ઞાન, ઈલ્મ, શિક્ષણ... ઘણા શબ્દો જેટલા ઊંચા છે એટલા જ મોંઘા થઈ ગયા છે. શિક્ષણના વેપારીકરણના કારણે હવે આ મોંઘેરી વસ્તુ વધારે મોંઘી થઈ છે, પણ એમાંથી મહાનતા અને પ્રવિત્રતા નીકળી ગઈ છે. આજે શિક્ષણને ફકત રોજગાર સાથે જ જોડીને જોવામાં આવે છે, વર્તમાન સમયની આ મોટી સમસ્યા કહી શકાય.
શિક્ષણ અને ઈલ્મનો અસલ મકસદ કેળવણી અને ઘડતર છે. સંસ્કારનું સિંચન અને બુદ્ધિનો વિકાસ છે. વહેવાર અને વેપારની સમજ અને સદવર્તન કે સખાવતની શિખામણ છે. પણ શિક્ષણ હવે હાટડીમાં વેચાતો માલ છે. અને લોકો એક રોકાણ સમજીને એમાં પેસા લગાવે છે.
હવે તાલીમ અને શિક્ષણની કોઈ કમી નથી. સાયન્સ અને ટેકનોલોજીના પ્રતાપે તાલીમનું ક્ષેત્ર ઘણું વિસ્તરી ચુકયું છે. શહેરો અને ગામડામાં, બલકે દરેક મહોલ્લામાં એક શિક્ષણ સ્થાન ઉભું થઈ ચુકયું છે. બલકે અખબારો, ટી.વી. ઈન્ટરનેટના માધ્યમથી તાલીમ દરેકના ઘરના સુધી પહોંચી ચુકી છે. હવે ઓનલાઇન કલાસ થકી ઘરે બેઠા જ શિક્ષણ મેળવી શકાય છે. લાયબ્રેરીઓ પણ ડીઝીટલ છે. પુસ્તકો ખરીદવા અને ઘરે લાવવાની પણ જરૂરત નથી. મોબાઈલ અને કોમ્પ્યુટરમાં જ બધું જ ઉપલબ્ધ છે.
પણ .. આ બધાં ફકત શિક્ષણના માધ્યમો છે. એના થકી માણસની જાણકારી વધી શકે છે. પણ કેળવણી નથી મળતી. આ બધું 'ભણતર' છે, પણ 'ઘડતર' નથી.
અસલી તાલીમ માણસને અમલ શીખવાડે છે, શિક્ષણ માણસને શિસ્ત આપે છે, માનવીના વર્તન અને વહેવારને સુધારે છે. સંસ્કારથી શણગારીને માનવીને માનવતા શીખવાડે છે. એટલે તાલીમ થકી માણસ શું મેળવે છે એ જોવું વધારે મહત્વનું છે. બીજા શબ્દોમાં કહીએ તો તાલીમનું મહત્વ એના ધ્યેયના કારણે છે. ધ્યેય મળે છે તો ઓછી તાલીમ પણ ઘણી... અને મકસદ નથી મળતો તો ઘણી બધી તાલીમ પણ શુન્ય છે.
ઉલમાએ કિરામે લખ્યું છે કે, અલ્લાહ તઆલાએ દરેક ઝમાનામાં ઉમ્મતોની તાલીમ માટે કિતાબો ઉતારી, નબીઓ મારફત અલ્લાહના આદેશોની જાણકારી અને તાલીમ લોકોને આપવામાં આવી. પણ દરેક કિતાબ સાથે એક આદર્શ શિક્ષક અને મુરબ્બી પણ જરૂર મોકલ્યા. બલકે અલ્લાહ તઆલાએ કિતાબો ઓછી ઉતારી છે, પણ નબીઓ અને મુરબ્બીઓ વધારે મોકલ્યા છે. નબીઓને સોંપવામાં આવેલ જવાબદારીઓ અલ્લાહ તઆલાએ કુરઆનમાં ગણાવી છે, એમાં લોકોને કિતાબની તાલીમ સાથે સંસ્કારની તાલીમ આપીને એમનું જીવન ઘડતર કરવાની જવાબદારીનો વિશેષ ઉલ્લેખ ફરમાવ્યો છે.
તરબિયત અને કેળવણીની જરૂરત દરેકને છે. મોટા સમજદાર લોકોને પણ જયારે કોઈ નવું કામ કરવાનું હોય, કે નવા પ્રદેશમાં જવાનું હોય તો કામ કે પ્રદેશ મુજબ નવી તરબિયત અને કેળવણીની જરૂરત પડે છે. અલબત્ત સૌથી વધારે કેળવણીની જરૂરત બાળકોને હોય છે. બાળકોએ હજુ દુનિયા જોઈ હોતી નથી, પોતાના મા-બાપ અને દોસ્તોના નાનકડા વર્તુળની બહાર શું થતું હોય છે, લોકો કેવા હોય છે અને કેવી રીતે વર્તવાનું હોય એની ગતાગમ એમને હોતી નથી. ધીરે ધીરે મોટા થતા બાળકો કયાંક એવાને એવા બાળ સ્વભાવના જ ન રહી જાય એટલે જેમ જેમ ઉમર વધે એમ એમની તરબિયત કરવી જરૂરી છે.
બાળકો સમાજનું ભવિષ્ય હોય છે, એક પેઢી જયારે ખતમ થાય છે તો એના સ્થાને બીજી પેઢી આવે છે, આ નવી પેઢી બાળકોમાંથી જ આવતી હોય છે. એમની કેળવણીના ઝમાનામાં જેવી કેળવણી કરવામાં આવી હશે એ મુજબ તેઓ આગળ આવીને સમાજનું પ્રતિનિધિત્વ કરશે અને કુટુંબના તેમજ સમાજના કામો કરશે.
કુરઆનમાં અવલાદને દુનિયાની જિંદગીની ઝીનત કહેવામાં આવી છે. માણસ પોતાની અવલાદ થકી આરામ મેળવે છે, શકિતશાળી કહેવાય છે. કમાણી પણ કરે છે, આંખોને ઠંડક મળે છે, આ બધાના કારણે આ નેઅમત માણસ માટે ઝીનત અને રાહતનો સબબ છે. પણ કુરઆનમાં જ અલ્લાહ તઆલા અવલાદને ફિત્નહ એટલે કે કસોટીની વસ્તુ પણ કહી છે. માણસ એની અવલાદની મુહબ્બતમાં આંધળો થઈ જાય, એમને કેળવણી ન આપે, એમને હલાલ હરામની સમજ ન આપે, બલકે ઉલટાનું એમના માટે પોતે જ જાઈઝ — નાજાઇઝનો ફરક ભૂલીને ન કરવાના કામો કરે, આખિરત બરબાદ કરે... આ અવલાદ માણસ માટે ફિત્નહ છે.
માણસ અવલાદ માટે ગમે તેટલી દુનિયા છોડીને જાય, એમને લાડ લડાવીને એમના માટે એશ – આરામના સાધનો ઉપલબ્ધ કરાવે, પણ જો એમની યોગ્ય કેળવણી કરવામાં ન આવે તો ઘણું બધું કરવા છતાં આ અવલાદ માણસ માટે પસ્તાવાનું કારણ બને છે. વિશેષ કરીને આવી અવલાદ માં – બાપના હકો અને સન્માન બાબતે ગાફેલ હોય છે. મા બાપ તરફથી એમને મળેલ કેળવણી મુજબ તેઓ ફકત પોતાનો આરામ અને શીડયુલને જ મહત્વનું સમજે છે. એની સામે આવતા કોઈ પણ અવરોધ માટે તેઓ પોતાના આરામને કુરબાન કરવા તૈયાર નથી હોતા. એટલે જયારે મા – બાપ ઘરડા થાય છે અને એમને સેવાની જરૂરત પડે છે તો આવી અવલાદ મા બાપને પોતાના કામકાજમાં રુકાવટ સમજીને એમનાથી પીછો છોડાવવા મથે છે. કોઈ ઘરની બહાર કાઢી મુકે છે તો કોઈ વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે. અકબર ઇલાહાબાદીનો શેર છે :
હમ ઐસી કુલ કિતાબેં કાબિલે જબ્તી સમજતે હૈં જિન્હેં પઢ કર લડકે બાપ કો ખબ્તી સમજતે હૈં
એટલે જે પુસ્તકો વાંચીને બાળકો એટલા આધુનિક બની જતા હોય કે પછી મા – બાપ પણ એમની નજરમાં પાગલ કે બેવકૂ ગણાવા લાગે તો આ બધી કિતાબો અમારી નજરે જબત કરી લેવા જેવી છે. મતલબ કે બાળકોને ફકત શિક્ષણમાં એટલા આંધળા ન બનાવી દો કે સંસ્કાર અને સામાજિક બંધનોથી દૂર થઈને કોઈ કામના ન રહે.
જનાબ મરહૂમ અહમદ ભાઈ પટેલ
પીરામણ ગામના લોકલાડીલા અને ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતના પનોતાપુત્ર અને કોંગ્રેસ પક્ષના ચાણકય જનાબ અહમદભાઈ પટેલ ૭૧ વરસની વયે દિલ્હી ખાતે ખાનગી હોસ્પિટલમાં અવસાન પામતાં આખા દેશમાં શોક અને ગમની લાગણી પ્રસરી ગઈ. તેઓ દરેક સમાજમાં, દરેક સમાજના લોકોના કામો કરતા હોવાના કારણે ઘણા લોકપ્રિય હતા. કોરોનામાં ગત તા. ૨૫.૧૧.૨૦૨૦ના રોજ રાત્રે ૩.૩૦ વાગ્યે એમનું અવસાન થયું. યુવાનવયથી જ તેઓ સમાજસેવા અને રાજકણર સાથે સંકળાયેલા હતા. અને ૨૬ વરસની નાની વયે તેઓ કોંગ્રેસ તરફથી પ્રથમ લોકસભાની ચુંટણી લડયા હતા અને ૬૨૦૦૦ ઉપરાંત મતોથી વિજયી થયા હતા. ત્યાર બાદ ફરીથી ૧૯૮૦માં ૮૫૦૦૦ મતોથી વિજયી થયા હતા અને ૧૯૮૩માં ૧,૨૩,૦૦૦ મતોથી તેઓએ જીત હાસલ કરી હતી. તેઓ ૨૦૦૧થી સોનિયાગાંધીના સલાહકાર તરીકે સેવા આપતા હતા. કુલ ત્રણવાર લોકસભા અને પાંચવાર રાજયસભાના સાંસદ રહયા હતા. આ દરમિયાન કોંગ્રેસમાં જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા બજાવીને પક્ષને મજબૂત કરવાનું કામ તેઓ કરતા રહયા. કોંગ્રેસ પક્ષ વરસો સુધી સત્તા ઉપર રહયો છતાં અહમદભાઈએ સત્તાનો કોઈ લાભ કે કોઈ હોદ્દો લેવાનું મુનાસિબ માન્યું નહીં.
અવસાન પછી એમની અંતિમ ઇચ્છા મુજબ એમના માતા પિતાની કબર પાસે પીરામણ ખાતે દફન કરવામાં આવ્યા. એમ તો કોરોના બીમારીમાં અવસાન પામનાર લોકો માટે નિયમ આ છે કે જયાં મરણ પામે ત્યાં જ દફન કરવામાં આવે, પણ તેઓની ઇચ્છા મુજબ તેઓને તેઓના વતન ડેડબોડી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી. દેશના દરેક પક્ષના નેતાઓ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મીનીસ્ટરો તથા કોંગ્રેસ પક્ષના નેતાઓ, સોનિયાબેન ગાંધી, રાહુલગાંધી, વગેરેએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. એમની મય્યત તા. ૨૬.૧૧.૨૦ના રોજ ગુજરાત લાવવામાં આવતાં, કોરોના હોવા છતાં, દેશના અનેક આગેવાનો અને તમામ ધર્મના લોકો હજારોની સંખ્યામાં પીરામણ ખાતે હાજર રહયા હતા. અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નીતિનિયમનું પાલન કરીને એમને અંતિમ વિદાય આપી હતી અને પીરામણ ખાતે એમના માતા પિતાની બાજુમાં એમને દફન કરવામાં આવ્યા. એમના અવસાનથી દેશમાં અને ગુજરાતમાં એક સારા નેતા અને સમાજસેવકની ખોટ ઉભી થઈ છે. એમની જગ્યા કોઈ સંભાળે એવું લાગતું નથી. પોતાની પાછળ તેઓ પત્નિ અને દીકરા-દીકરીને વિલાપ કરતાં મુકી ગયા છે. અલ્લાહ તઆલા મરહૂમ અહમદભાઈની મગફિરત ફરમાવે અને એમના સગાંઓને હિમ્મત અને સબ્રની તોફીક આપે. આમીન
વાલિદે રસૂલ અને નૂરે નુબુવ્વત
ઇબ્ને જવઝી રહ. લખે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના વાલિદ હઝરત અબ્દુલ્લાહ જયારે પુખ્તવયના થયા તો કુરેશના અનેક સરદારો તરફથી એમની છોકરી માટે નિકાહના પયગામ આવવા શરૂ થયા, અને સ્ત્રીઓ સીધી રીતે એમના સાથે સંબંધ બનાવવાના પેંતરા કરવા લાગી, કેમ કે હઝરત અબ્દુલ્લાહની પેશાની નબી કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના નૂરના કારણે ચમકદાર હતી, અને જે કોઈ સ્ત્રી આપને જોતી એને આપ સાથે નિકાહ કરવા તત્પર બની જતી હતી.
જયારે એમના વાલિદ હઝરત અબ્દુલ્લ મુત્તલિબને આ બાબતની ખબર પડી તો એમને હઝરત અબ્દુલ્લાહને કહયું કે, બેટા ! તમે શિકાર કરવા માટે મક્કા બહાર ચાલ્યા જાઓ, જેથી આ ઓરતોથી તમને છુટકારો મળે. એટલે પછી હઝરત અબ્દુલ્લાહ એમના એક સાથી વહબ ઝુહરી સાથે શિકાર કરવા નીકળી ગયા.
હઝરત અબ્દુલ્લાહના દોસ્ત વહબ ઝુહરી કહે છે કે, અમે જંગલમાં શિકારની શોધમાં ફરી રહયા હતા, એવામાં અચાનક સિત્તેર ઘોડસ્વાર યહૂદીઓનું લશ્કર તલવારો લઈને સામે આવી ગયું. વહબે એમને પૂછયું કે તમારે શું ચાહો છો ?
એમણે જવાબ આપ્યો કે, અમે અબ્દુલ્લાહની હત્યા કરવા માંગીએ છીએ. વહબે પૂછયું કે, એમનો શું વાંક છે ?
યહૂદીઓએ જવાબ આપ્યો કે, એનો કોઈ વાંક તો નથી, પણ એની પીઠમાંથી એક એવા નબી જાહેર થવાના છે, જે બીજા અન્ય દીન – ધર્મોને ખતમ કરી દેશે. અને એમની મિલ્લત અન્ય મિલ્લતોને ખતમ કરી દેશે. એટલે અમે સીધા અબ્દુલ્લાહને જ મારી નાખવા માંગીએ છીએ, જેથી મુહમ્મદ . આવવા જ ન પામે.
હઝરત વહબ ફરમાવે છે કે હજુ અમે આ બધી ચર્ચા કરી રહયા હતા કે અચાનક આસમાનેથી એક લશ્કર ઉતર્યું અને એણે બધા જ યહૂદીઓને મારી નાખ્યા. (હલબી)
(શાને મુહમ્મદ કે મિસાલી વાકેઆત ૯૭)
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
દીકરીને આપવામાં આવતા દહેજમાં બીજી અવલાદ વચ્ચે સમાનતા
સવાલ : આજ કાલ છોકરીને લગ્ન પ્રસંગે જે દહેજ વાલિદૈન આપે છે, તો દીનની રોશનીમાં જે છોકરીને બખ્શીશ આપે છે, એવી જ રીતે દરેક છોકરા છોકરીને માં-બાપ તરફથી આપવી જરૂરી છે ? અને ના આપે તો શું હુકમ લાગુ પડશે ?
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ માં-બાપ તરફથી છોકરીની જરૂરત સંબંધિત વસ્તુ આપવું, એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ છોકરી સાથે સિલારહમી હોય, દુરુસ્ત છે. પરંતુ જરૂરી છે કે આવી વસ્તુઓ એક બાપ તરફથી પોતાની ખુશીથી હોય, નામ પ્રાપ્તિ અને દેખાવાના આશયથી કે સમાજના દબાવના લઈ ન હોય, અને એના લઈને સમાજમાં ગલત પ્રથા પડવાનો ભય પણ ન હોય, પરંતુ આજે આ વિશે અતિશયોકિત ભરી રીત અપનાવીને ફુઝૂલખર્ચી કરવામાં આવે છે. તે જોતાં આ આપવું હિન્દુઓની રસમ 'દહેજ'થી વધારે મેળ ખાય છે. આ જ કારણ છે કે આ રસમને ઉલમાએ કિરામ અને મુફતીયાને ઈઝામે તિલાંજલી આપી, સમાજને આ રસમથી પાક કરવાનો હુકમ આપ્યો છે. બલકે આ વિશે એકેડમીઓએ ઠરાવ પસાર કર્યા છે. માટે આ વસ્તુ ધ્યાનમાં રહે કે 'દહેજ' એક ગેર શરઈ, ગેર ઈસ્લામી રસમ હોય, તેને સમાજ-મુઆશરામાંથી જાકારો આપવામાં આવે.
શાદી વેળાએ બાપ તરફથી છોકરીને શરઈ મર્યાદાઓમાં રહી આપવામાં આવતી જરૂરતની ચીજ વસ્તુઓ હદિયો – તોહફો છે.
બાપ તરફથી હદિયા – બખ્શીશમાં અવલાદ દરમિયાન બરાબરી રાખવી જરૂરી તો નથી, પરંતુ શરીઅતની દ્રષ્ટિએ વિના કારણે આવું કરવું પસંદ લાયક પણ નથી. બલકે હઝરત રસૂલુલ્લાહ (સલ.) ની તાલીમાતના વિરુદ્ધ છે. અનેક અહાદીસમાં હઝરત (સલ.)એ આ વિશે હુકમ આપ્યો છે કે બખ્શીશમાં અવલાદ વચ્ચે બરાબરીનું માપદંડ જાળવવામાં આવે. (સુનને બયહકી કુબ્રરા) માટે જો કોઈ પ્રાથમિકતાનું કારણ ન હોય, તો બહેતર એ છે કે જેટલું એકને આપો તેટલું પોતાની અન્ય અવલાદને પણ આપો. (તકમિલએ ફત્હલ મુલ્હિમઃ ૨/૭૧)
ઓરતને દહેેજમા આપવામાં આવેલ સોનાનો વારસદાર કોણ ?
સવાલ : મારી બહેનના લગ્નમાં દહેજ તરીકે મારા વાલિદ સાહબ તરફથી તેને સાડા ચાર તોલા સોનું આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ મારી બહેનને એક છોકરો અને એક છોકરી છે, મારી બહેનના શોહરનો ઈન્તિકાલ થઈ ગયો અને મારી બહેનનો પણ ઈન્તિકાલ થઈ ગયો, તો લગ્ન પ્રસંગે દહેજ તરીકે આપવામાં આવેલ સોનાનો વારસદાર દીનની રોશનીમાં કોણ ગણાશે ?
નોંધ : મારી બહેને વસિય્યત કરી હતી કે, મારું સોનું મારી છોકરી અને છોકરાની પત્નીને આપશો તો તેનો હુકમ લખશો.
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ આપની બહેનને આપના વાલિદે જે કંઈ સોનુ આપ્યું તે બખ્શીશ હોય તેણીની માલિકીનું હતું, હવે તેણીનો ઈન્તિકાલ થયે તેના તરકહ વારસામાં મઝકૂર સોનાનો શુમાર થશે.
મરહૂમાએ જે વસિય્યત પોતાની પુત્રવધુ માટે કરી છે, તે દુરુસ્ત છે. અને પોતાની છોકરી માટે કરેલ વસિય્યતને મરહુમાના બીજા વારસદારો એટલે કે રજૂ કરેલ સ્થિતિમાં મરહુમાનો છોકરો ખુશીથી માન્ય નહીં રાખે, તો રદબાતલ ગણાશે અને મરહુમાએ છોડેલ સોનાનો ત્રીજો ભાગ માત્ર મરહુમાની પુત્રવધુ (છોકરાની વહુ)ને વસિય્યત પેટે આપવામાં આવશે. જેની સુરત આ છે કે સદર સોનાના નવ ભાગો કરી તેમાંથી ત્રણ ભાગ પુત્રવધુને, ચાર ભાગ મરહુમાના છોકરાને તથા બે ભાગ માત્ર મરહુમાની છોકરીને આપવામાં આવે. અને જો વસિય્યતને મરહુમાનો છોકરો ખુશીથી માન્ય રાખે, તો કુલ બે ભાગો કરી એક ભાગ મરહુમાની છોકરીને અને એક ભાગ મરહુમાની પુત્રવધુને આપવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
તા. ૧૦/ રબિઉલ અવ્વલ ૧૪૩૪ હિ. - ૨૩/૧/૨૦૧૩ ઈ.સ
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
દીકરીને આપવામાં આવતા દહેજમાં બીજી અવલાદ વચ્ચે સમાનતા
સવાલ : આજ કાલ છોકરીને લગ્ન પ્રસંગે જે દહેજ વાલિદૈન આપે છે, તો દીનની રોશનીમાં જે છોકરીને બખ્શીશ આપે છે, એવી જ રીતે દરેક છોકરા છોકરીને માં-બાપ તરફથી આપવી જરૂરી છે ? અને ના આપે તો શું હુકમ લાગુ પડશે ?
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ માં-બાપ તરફથી છોકરીની જરૂરત સંબંધિત વસ્તુ આપવું, એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ છોકરી સાથે સિલારહમી હોય, દુરુસ્ત છે. પરંતુ જરૂરી છે કે આવી વસ્તુઓ એક બાપ તરફથી પોતાની ખુશીથી હોય, નામ પ્રાપ્તિ અને દેખાવાના આશયથી કે સમાજના દબાવના લઈ ન હોય, અને એના લઈને સમાજમાં ગલત પ્રથા પડવાનો ભય પણ ન હોય, પરંતુ આજે આ વિશે અતિશયોકિત ભરી રીત અપનાવીને ફુઝૂલખર્ચી કરવામાં આવે છે. તે જોતાં આ આપવું હિન્દુઓની રસમ 'દહેજ'થી વધારે મેળ ખાય છે. આ જ કારણ છે કે આ રસમને ઉલમાએ કિરામ અને મુફતીયાને ઈઝામે તિલાંજલી આપી, સમાજને આ રસમથી પાક કરવાનો હુકમ આપ્યો છે. બલકે આ વિશે એકેડમીઓએ ઠરાવ પસાર કર્યા છે. માટે આ વસ્તુ ધ્યાનમાં રહે કે 'દહેજ' એક ગેર શરઈ, ગેર ઈસ્લામી રસમ હોય, તેને સમાજ-મુઆશરામાંથી જાકારો આપવામાં આવે.
શાદી વેળાએ બાપ તરફથી છોકરીને શરઈ મર્યાદાઓમાં રહી આપવામાં આવતી જરૂરતની ચીજ વસ્તુઓ હદિયો – તોહફો છે.
બાપ તરફથી હદિયા – બખ્શીશમાં અવલાદ દરમિયાન બરાબરી રાખવી જરૂરી તો નથી, પરંતુ શરીઅતની દ્રષ્ટિએ વિના કારણે આવું કરવું પસંદ લાયક પણ નથી. બલકે હઝરત રસૂલુલ્લાહ (સલ.) ની તાલીમાતના વિરુદ્ધ છે. અનેક અહાદીસમાં હઝરત (સલ.)એ આ વિશે હુકમ આપ્યો છે કે બખ્શીશમાં અવલાદ વચ્ચે બરાબરીનું માપદંડ જાળવવામાં આવે. (સુનને બયહકી કુબ્રરા) માટે જો કોઈ પ્રાથમિકતાનું કારણ ન હોય, તો બહેતર એ છે કે જેટલું એકને આપો તેટલું પોતાની અન્ય અવલાદને પણ આપો. (તકમિલએ ફત્હલ મુલ્હિમઃ ૨/૭૧)
ઓરતને દહેેજમા આપવામાં આવેલ સોનાનો વારસદાર કોણ ?
સવાલ : મારી બહેનના લગ્નમાં દહેજ તરીકે મારા વાલિદ સાહબ તરફથી તેને સાડા ચાર તોલા સોનું આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ મારી બહેનને એક છોકરો અને એક છોકરી છે, મારી બહેનના શોહરનો ઈન્તિકાલ થઈ ગયો અને મારી બહેનનો પણ ઈન્તિકાલ થઈ ગયો, તો લગ્ન પ્રસંગે દહેજ તરીકે આપવામાં આવેલ સોનાનો વારસદાર દીનની રોશનીમાં કોણ ગણાશે ?
નોંધ : મારી બહેને વસિય્યત કરી હતી કે, મારું સોનું મારી છોકરી અને છોકરાની પત્નીને આપશો તો તેનો હુકમ લખશો.
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ આપની બહેનને આપના વાલિદે જે કંઈ સોનુ આપ્યું તે બખ્શીશ હોય તેણીની માલિકીનું હતું, હવે તેણીનો ઈન્તિકાલ થયે તેના તરકહ વારસામાં મઝકૂર સોનાનો શુમાર થશે.
મરહૂમાએ જે વસિય્યત પોતાની પુત્રવધુ માટે કરી છે, તે દુરુસ્ત છે. અને પોતાની છોકરી માટે કરેલ વસિય્યતને મરહુમાના બીજા વારસદારો એટલે કે રજૂ કરેલ સ્થિતિમાં મરહુમાનો છોકરો ખુશીથી માન્ય નહીં રાખે, તો રદબાતલ ગણાશે અને મરહુમાએ છોડેલ સોનાનો ત્રીજો ભાગ માત્ર મરહુમાની પુત્રવધુ (છોકરાની વહુ)ને વસિય્યત પેટે આપવામાં આવશે. જેની સુરત આ છે કે સદર સોનાના નવ ભાગો કરી તેમાંથી ત્રણ ભાગ પુત્રવધુને, ચાર ભાગ મરહુમાના છોકરાને તથા બે ભાગ માત્ર મરહુમાની છોકરીને આપવામાં આવે. અને જો વસિય્યતને મરહુમાનો છોકરો ખુશીથી માન્ય રાખે, તો કુલ બે ભાગો કરી એક ભાગ મરહુમાની છોકરીને અને એક ભાગ મરહુમાની પુત્રવધુને આપવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
તા. ૧૦/ રબિઉલ અવ્વલ ૧૪૩૪ હિ. - ૨૩/૧/૨૦૧૩ ઈ.સ
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
દીકરીને આપવામાં આવતા દહેજમાં બીજી અવલાદ વચ્ચે સમાનતા
સવાલ : આજ કાલ છોકરીને લગ્ન પ્રસંગે જે દહેજ વાલિદૈન આપે છે, તો દીનની રોશનીમાં જે છોકરીને બખ્શીશ આપે છે, એવી જ રીતે દરેક છોકરા છોકરીને માં-બાપ તરફથી આપવી જરૂરી છે ? અને ના આપે તો શું હુકમ લાગુ પડશે ?
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ માં-બાપ તરફથી છોકરીની જરૂરત સંબંધિત વસ્તુ આપવું, એ વાસ્તવિકતાની દ્રષ્ટિએ છોકરી સાથે સિલારહમી હોય, દુરુસ્ત છે. પરંતુ જરૂરી છે કે આવી વસ્તુઓ એક બાપ તરફથી પોતાની ખુશીથી હોય, નામ પ્રાપ્તિ અને દેખાવાના આશયથી કે સમાજના દબાવના લઈ ન હોય, અને એના લઈને સમાજમાં ગલત પ્રથા પડવાનો ભય પણ ન હોય, પરંતુ આજે આ વિશે અતિશયોકિત ભરી રીત અપનાવીને ફુઝૂલખર્ચી કરવામાં આવે છે. તે જોતાં આ આપવું હિન્દુઓની રસમ 'દહેજ'થી વધારે મેળ ખાય છે. આ જ કારણ છે કે આ રસમને ઉલમાએ કિરામ અને મુફતીયાને ઈઝામે તિલાંજલી આપી, સમાજને આ રસમથી પાક કરવાનો હુકમ આપ્યો છે. બલકે આ વિશે એકેડમીઓએ ઠરાવ પસાર કર્યા છે. માટે આ વસ્તુ ધ્યાનમાં રહે કે 'દહેજ' એક ગેર શરઈ, ગેર ઈસ્લામી રસમ હોય, તેને સમાજ-મુઆશરામાંથી જાકારો આપવામાં આવે.
શાદી વેળાએ બાપ તરફથી છોકરીને શરઈ મર્યાદાઓમાં રહી આપવામાં આવતી જરૂરતની ચીજ વસ્તુઓ હદિયો – તોહફો છે.
બાપ તરફથી હદિયા – બખ્શીશમાં અવલાદ દરમિયાન બરાબરી રાખવી જરૂરી તો નથી, પરંતુ શરીઅતની દ્રષ્ટિએ વિના કારણે આવું કરવું પસંદ લાયક પણ નથી. બલકે હઝરત રસૂલુલ્લાહ (સલ.) ની તાલીમાતના વિરુદ્ધ છે. અનેક અહાદીસમાં હઝરત (સલ.)એ આ વિશે હુકમ આપ્યો છે કે બખ્શીશમાં અવલાદ વચ્ચે બરાબરીનું માપદંડ જાળવવામાં આવે. (સુનને બયહકી કુબ્રરા) માટે જો કોઈ પ્રાથમિકતાનું કારણ ન હોય, તો બહેતર એ છે કે જેટલું એકને આપો તેટલું પોતાની અન્ય અવલાદને પણ આપો. (તકમિલએ ફત્હલ મુલ્હિમઃ ૨/૭૧)
ઓરતને દહેેજમા આપવામાં આવેલ સોનાનો વારસદાર કોણ ?
સવાલ : મારી બહેનના લગ્નમાં દહેજ તરીકે મારા વાલિદ સાહબ તરફથી તેને સાડા ચાર તોલા સોનું આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ મારી બહેનને એક છોકરો અને એક છોકરી છે, મારી બહેનના શોહરનો ઈન્તિકાલ થઈ ગયો અને મારી બહેનનો પણ ઈન્તિકાલ થઈ ગયો, તો લગ્ન પ્રસંગે દહેજ તરીકે આપવામાં આવેલ સોનાનો વારસદાર દીનની રોશનીમાં કોણ ગણાશે ?
નોંધ : મારી બહેને વસિય્યત કરી હતી કે, મારું સોનું મારી છોકરી અને છોકરાની પત્નીને આપશો તો તેનો હુકમ લખશો.
જવાબઃحامدا ومصليا ومسلما
શાદી વેળાએ આપની બહેનને આપના વાલિદે જે કંઈ સોનુ આપ્યું તે બખ્શીશ હોય તેણીની માલિકીનું હતું, હવે તેણીનો ઈન્તિકાલ થયે તેના તરકહ વારસામાં મઝકૂર સોનાનો શુમાર થશે.
મરહૂમાએ જે વસિય્યત પોતાની પુત્રવધુ માટે કરી છે, તે દુરુસ્ત છે. અને પોતાની છોકરી માટે કરેલ વસિય્યતને મરહુમાના બીજા વારસદારો એટલે કે રજૂ કરેલ સ્થિતિમાં મરહુમાનો છોકરો ખુશીથી માન્ય નહીં રાખે, તો રદબાતલ ગણાશે અને મરહુમાએ છોડેલ સોનાનો ત્રીજો ભાગ માત્ર મરહુમાની પુત્રવધુ (છોકરાની વહુ)ને વસિય્યત પેટે આપવામાં આવશે. જેની સુરત આ છે કે સદર સોનાના નવ ભાગો કરી તેમાંથી ત્રણ ભાગ પુત્રવધુને, ચાર ભાગ મરહુમાના છોકરાને તથા બે ભાગ માત્ર મરહુમાની છોકરીને આપવામાં આવે. અને જો વસિય્યતને મરહુમાનો છોકરો ખુશીથી માન્ય રાખે, તો કુલ બે ભાગો કરી એક ભાગ મરહુમાની છોકરીને અને એક ભાગ મરહુમાની પુત્રવધુને આપવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
તા. ૧૦/ રબિઉલ અવ્વલ ૧૪૩૪ હિ. - ૨૩/૧/૨૦૧૩ ઈ.સ
બોધકથા
શેખ સાદીએએ ગુલિસ્તાં નામી કિતાબમાં ઈરાનના ન્યાયપ્રિય રાજા નોશેરવાનનો એક કિસ્સો વર્ણવ્યો છે.
એકવાર રાજા એના વિશ્વાસુ દરબારીઓ સાથે શિકારે હતો. શિકાર કરીને એના દરબારીઓ કબાબ બનાવવાની તૈયારી કરી રહયા હતા, એવામાં એમના ધ્યાને આવ્યું કે, શાહી રસાલામાં મીઠું લાવવાનું રહી ગયું છે. નોશેરવાને એક ચાકરને પાસેના ગામડામાં મીઠું લેવા રવાના કર્યો અને તાકીદ કરી કે, કીમત ચુકવીને જ મીઠું લાવજે.
આ સાંભળીને અમુક દરબારીઓ રજૂઆત કરી કે બાદશાહ સલામત ! ચપટી મીઠાની કીમત શા માટે ચુકવવામાં આવે ? અને શું લોકો ઉપર જરૂરી નથી કે રાજાની આટલી સેવા કરે ? થોડું મીઠું આપણે મફતમાં લઈશું તો એ કંઈ ખોટું નથી.
નોશેરવાને જવાબ આપ્યો કે, ભાઈ ! બીજા દેશોની પ્રજા ઉપર જે ઝુલમ આજે આપણે જોઈ રહયા છે, એ શરૂમાં આવો આકરો અને લોકોને રાંક બનાવી દે એવો ન હતો. કોઈકે શરૂમાં આવી જ કોઈ નાની વસ્તુ મફતમાં પરાણે છીનવી હશે અને પછી એની માત્રા વધતી ગઈ. આજે સ્થિતિ આ છે કે રાજાઓ એમની પ્રજાના બધા જ માલ ઉપર પોતાનો અધિકાર સમજે છે અને ચાહે ત્યારે છીનવી લે છે.
વાર્તાનો સાર આ છે કે બાદશાહે અથવા કોઈ પણ શકિતશાળી વ્યકિતએ, કોઈ એવી પ્રથા શરૂ ન કરવી જોઈએ, જે પાછળથી લોકો ઉપર ઝુલમ અને અત્યાચારનું નિમિત્ત બની જાય.
બીજી બાબત આ પણ સમજવાની છે કે આવી વાતો રાજાએ અને સત્તાધારી કે હોદ્દેદારે પોતે જ સમજવાની છે. એની આસપાસના લોકો આવી બાબતે સાચું કહેવાની વાત તો દૂર, સામાન્યપણે રાજાને ઝુલમ કરવાના નવા નવા તરીકાઓ શીખવતા હોય છે. માટે દરેક હોદ્દેદારે આવી બાબતોએ સ્વંય શિસ્ત અપનાવવાની જોઈએ અને ખુશામતખોરોની વાત ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં
Status of beard according to shariah
What is the stature of the beard in Shari'ah, is it obligatory or Sunnah? And is shaving impermissible or makrooh or forbidden (Haraam)? Majority of the scholars of Hadith, jurists, our respected Ulama and all the four Imams (RHA) (i.e. Imam Abu Hanifah, Imam Shaafa'ee, Imam Maalik and Imam Ahmad bin Hanbal) agree that beard is obligatory. Even in the present times almost all the schools of thought in Islam, in the light of the Holy Quran and sayings of Prophet Muhammad(), are convinced about its status as obligatory.
Some sayings of Prophet Muhammad(ﷺ)in relation to beard: Abdullah bin Umar (RA) narrates that Prophet Muhammad(ﷺ) said, "Oppose the polytheists, by growing your beards and trimming your mustaches." According to another report the words are, "Trim your mustaches properly and grow your beard." (Bukhari and Muslim).
Abdullah bin Umar (RA) narrates that Prophet Muhammad(ﷺ) was commanded to trim the mustache and grow a beard. It came to people's knowledge that the commandment to grow a beard is from Allah, the Ruler of all the rulers. The word of Amara too is found in books, which means that Prophet Muhammad(ﷺ) has ordered us to trim our mustache and grow our beard (Muslim).
Abu Hurairah (RA) narrates that Prophet Muhammad(ﷺ) said, "Polytheists grow their mustaches and trim their beard. Thus, you oppose them and grow your beard and trim your mustache (reported in Bazzaaz on the authority of a Hasan Sanad).
Description of Prophet Muhammad's Beard: Leader of all the prophets (AS) and apostles, seal of prophets (AS) and Khairul Bariyyah (the best of all human beings) Prophet Muhammad(ﷺ) always had beard as we find frequent references to Prophet's(ﷺ) beard in Hadeeth books.
The fact of the matter is that the companions of Prophet Muhammad (RA) have referred to his (ﷺ) beard in different ways. The gist of their description is that Prophet Muhammad's(ﷺ) beard was dense and had a lot of hair. Prophet Muhammad (ﷺ) also used to run his wet fingers through his beard while performing ablution, and at times he(ﷺ) would also apply henna on it. The Hadeeth books have references of the beard of the righteous caliphs and other companions of the Prophet (RA) but I am skipping them so that the article does not get too lengthy. Not even a single companion of the Prophet (RA) shaved his beard or had sported one that could not be held in his fist.
Size of beard: On the basis of categorically clear instructions majority of scholars of Hadeeth, jurists and our respected Ulama are in favour of beard being obligatory but for a very long time Ulama and jurists have expressed disagreement vis-a-vis what will be the size of the beard and whether Prophet Muhammad(ﷺ) himself set a certain size of beard to be kept in mind. It can be said with considerable authority that in the teachings of Prophet Muhammad (ﷺ) there is not much clarity with reference to the size of the beard. Yet, as per a Hadeeth recorded in Tirmidhi, which is indeed weak in terms of authenticity, Prophet Muhammd(ﷺ) used to trim extra hair in length and breadth. Moreover, several companions of Prophet Muhammad(ﷺ), for instance it is substantiated by an authentic Hadeeth that Abdullah bin Umar (RA) used to hold his beard in his fist and trim the extra hair, as mentioned by Imam Bukhari (RHA) (Bukhari).
My dear, keeping beard is the obedience of Prophet Muhammad(ﷺ), following and expressing love for him(ﷺ). The commandment of Prophet Muhammad(ﷺ) signals that growing beard is obligatory. However, in the times we live in, few people don't care at all about what Prophet Muhammad(ﷺ) commanded and not only do they get their beards shaved but they start passing various comments on it. Do remember that not growing a beard is a sin but to pass false comments on beard or making fun of it pertains to infidelity.
May Allah make us all true lovers of Prophet Muhammad(ﷺ) and may He make us one of those who grow a beard, Ameen!
છેલ્લા પાને
ત્યાગ એટલે શું ?
ત્યાગ, ઝુહદ એટલે દુનિયા છોડવાનો અર્થ આ છે કે માણસને જે મળે એ પહેરે અને ખાય. ચાહે મોંઘું અને ઉમદા હોય કે સસ્તું અને નબળું. પણ ભેગું કરવા માટે મહેનત ન કરે.
જરા પોતાના વિશે વિચારીએ.
કોઈ માણસને બીજા બધા જ માણસોમાં ખામીઓ દેખાતી હોય તો પછી એણે પોતાના વિશે પણ બે ઘડી વિચારવું જોઈએ કે ખામી કયાંક પોતાનામાં જ ન હોય !
નાદાન માણસ
વધુ પડતા માણસો એવા જોવા મળે છે જેઓ દગો, ફરેબ અને દુખ તકલીફ તો લોકોને આપે છે, અને પછી એની માફી અલ્લાહ તઆલા પાસે માંગે છે. આવા માણસો શું આટલા બધા નાદાન હશે ?
ભેદ જાણીને તુચ્છ સમજવું
માણસને કોઈના ભેદ અને છુપી વાતોની ખબર પડી જાય છે તો એની નજરમાંથી ઉતરી જાય છે. માટે કોઈને પોતાનો ભેદી અને રાઝદાર ન બનાવો. અને જો તમે કોઈના રાઝદાર દોસ્ત હોવ તો દોસ્તની ખામીઓ જાણીને એને તુચ્છ ન સમજશો.
પૂર્ણ રીતે નેક કામ
પૂર્ણ રીતે નેક કામ તે જ છે, જેને કરતી વેળા લોકોની તારીફ, બુરાઈ કે બદલાનો કોઈ ખ્યાલ ન હોય.
વિચારો અને અકીદો
માણસના વિચારો જ એના અકીદાનું મુળ છે. માટે વિચારો હમેંશા સારા રાખો. એમાં ખરાબી આવશે તો ધીરે ધીરે ઈમાન ખરાબ કરી દેશે.
સફળતાની ચાવી
કોઈ પણ કામમાં સફળતાની આશા, નિષ્ફળતાના વિચારથી વધારે હોવી, સફળતાની ચાવી છે.
સદકાના ફાયદા
હદીસ શરીફમાં છે : જે માણસ સદકો આપે છે, સગાઓ સાથે સદવર્તન કરે છે, અલ્લાહ તઆલા એની ઉમર લાંબી કરે છે, બુરી મોતથી એને બચાવે છે અને એની મુસીબતો - આફતો દૂર ફરમાવે છે.
શોખ મુજબનો ધંધો
માણસને એના શોખ મુજબનો ધંધો મળી જાય તો એની ખુશી બેવડાય જાય છે, રોઝી પણ અને શોખ પણ.. આ જ પ્રમાણે પોતાના દુન્યવી કામોમાં દીનદારીની નિયત શામેલ કરી લેવાથી બંનેવ ફાયદા મળી જાય છે. અને જે માણસને નિખાલસ રીતે દીની કામ કરવા બદલ પણ દુનિયા મળી જાય તો એ પણ સઆદતની વાત છે. "આમ કે આમ, ગુઠલિયોં કે દામ.”