આખિરતમાં નબીઓની ગવાહી અને ખુદા રસૂલના નાફરમાનોની સ્થિતિ
- મુફતી ફરીદ અહમદ કાવી
﷽ فَكَیْفَ اِذَا جِئْنَا مِنْ كُلِّ اُمَّةٍۭ بِشَهِیْدٍ وَّ جِئْنَا بِكَ عَلٰى هٰۤؤُلَآءِ شَهِیْدًا(41) یَوْمَىٕذٍ یَّوَدُّ الَّذِیْنَ كَفَرُوْا وَ عَصَوُا الرَّسُوْلَ لَوْ تُسَوّٰى بِهِمُ الْاَرْضُؕ-وَ لَا یَكْتُمُوْنَ اللّٰهَ حَدِیْثًا(42)
તરજમહ: અને તે સમયે કાફિરોની શી સ્થિતિ હશે (તે વિચારો) જ્યારે દરેક ઉમ્મતમાંથી અમે એક ગવાહ હાજર કરીશું અને (હે મુહમ્મદ સલ. !) તમને આ (તમારા સમયના) લોકો સામે ગવાહ તરીકે બોલાવીશું. (૪૧) આ દિવસે કાફિર લોકો અને રસૂલની નાફરમાની કરનાર લોકો ઈચ્છા કરશે કે કાશ કે એમને જમીન સરખા કરી દેવામાં આવે. અને તેઓ અલ્લાહ તઆલાથી કોઈ વાત છુપાવી શકશે નહીં. (૪૨)
તફસીર : પાછલી આયતોમાં માલ ખર્ચ કરવા અને સદવર્તન કરવાના સ્થાનો, એના હકદારો અને પાત્ર લોકો તેમજ કંજૂસ લોકોની બુરાઈ વર્ણન કરવામાં આવી હતી. અને અંતે કહેવામાં આવ્યું કે લોકો અલ્લાહ તઆલાએ આપેલ માલ એના જ બંદાઓ ઉપર, અલ્લાહની રાહમાં ખર્ચ કરત તો એમનું શું થઈ જાત? તેઓ અલ્લાહ ખાતર ખર્ચ કરત તો અલ્લાહ તઆલા પોતાના ખઝાનામાંથી એમને કંઈ ગણો વધારે સવાબ અને બદલો આપત.
લોકોએ માલ દુનિયામાં ખર્ચ કરવાનો છે, અને અલ્લાહ તઆલાનો સવાબ આખિરતમાં મેળવવાનો છે, એટલે હવે આગળની આયતોમાં આખિરતનું દશ્ય દોરીને અલ્લાહ તઆલા ફરમાવે છે કે જયારે અમે દરેક ઉમ્મતને કયામતના મેદાનમાં હાજર કરીશું, એમના નબીઓને પણ હાજર કરવામાં આવશે. અને દરેક નબી એમની નાફરમાન કોમ વિરુદ્ધ ગવાહી આપશે કે મેં અલ્લાહના હુકમો આ લોકોને પહોંચાડયા હતા, એમને સદકાર્યો અને સખાવતની તાલીમ આપી હતી, પણ એમને અનુસરણ કર્યું નથી. આ જ કાફિરો અને મુશ્રિકો સામે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ગવાહ તરીકે લાવવામાં આવશે. એટલે કે આજે જે નબીની વાત લોકો માનતા નથી. કાલે એ નબી સામે આવીને ગવાહી આપશે કે મેં લોકોને સખાવત અને સદકાર્યોની તાલીમ આપી હતી પણ એમણે માની નહી.
સ્પષ્ટ છે કયામતના દિવસે આમ થશે ત્યારે આવા લોકોને ઘણો પસ્તાવો થશે, તેઓને ઘણું નીચાજોણું થશે, એટલે તેઓ તમન્ના કરશે કે જેમ જાનવરો અને પક્ષીઓને માટી બનાવી દેવામાં આવ્યાં, અને એમને જહન્નમનો અઝાબ નહીં થાય, એમ અમને પણ જમીનમાં દાટીને જમીન સરખા કરી દેવામાં આવે કાં જમીન ફાટે અને અને એમાં દટાય જઈએ તો કેટલું સારું ? જેથી આખિરતની પૂછપરછ, અઝાબ અને આવું નીચાજોણું ન વેઠવું પડે. પણ આમ થશે નહીં, એમની આ તમન્ના પૂરી થશે નહીં, અને એમના બધા ગુનાહો એમની સમક્ષ રજૂ કરીને પૂરવાર કરવામાં આવશે એની સજા આપવામાં આવશે.
તેઓ અલ્લાહ તઆલા સમક્ષ જૂઠ બોલીને કહેશે કે અમે કુફ્ર – શિર્કના ગુનો કર્યો ન હતો, પણ અલ્લાહ તઆલા સામે આમ જૂઠ બોલીને તેઓ એમના અપરાધો છુપાવી શકશે નહીં. એમના ગુનાહો પૂરવાર કરવા અલ્લાહ તઆલા અનેક ગવાહો સામે લાવશે. માણસના અવયવો બોલશે, જયાં ગુનો કર્યો હશે એ જમીન બોલશે, એ જ પ્રમાણે આવા લોકોના ગુનાહો પૂરવાર કરવા તે નબીઓને પણ ગવાહ તરીકે રજૂ કરવામાં આવશે જેમણે એમને ઈસ્લામ, અને સદકાર્યોની તાલીમ આપી હશે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહે.(બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૬૫
મરનારાઓ તરફથી સદકો
સદકો શું છે ? અલ્લાહના બંદાઓ સાથે એ આશા અને નિય્યતે ઉપકાર કરવો કે તેના બદલામાં અલ્લાહ ખુશ થાય અને તેની રહમતો અને મહેરબાનીઓ પ્રાપ્ત થાય. અને ખરેખર એ અલ્લાહની રહમત અને તેની મહેરબાની મેળવવાનું ખાસ સાધન છે. રસૂલુલ્લાહ સલ.એ પણ બતાવ્યું કે જેમ માણસ પોતાના તરફથી સદકો કરી ખુદા પાસેથી સવાબ અને બદલાની આશા રાખે છે. તેજ મુજબ જો કોઈ મૃત્યુ પામેલા માણસ તરફથી સદકો કરી અલ્લાહથી સવાબ અને બદલો તે મરનારને પણ મળશે. માટે મરનાર સાથે લાગણી અને ઉપકારની એક રીતે અથવા એ જ પ્રમાણે તેમના તરફથી નેક કામો કરી તેનો સવાબ પહોંચાડવામાં આવે આ બારામાં હુઝૂર સલ.ની અમૂક હદીસો નીચે વાંચો :-
عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا : أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنَّ أُمِّي افْتُلِتَتْ نَفْسُهَا ، وَأَظُنُّهَا لَوْ تَكَلَّمَتْ تَصَدَّقَتْ ، فَهَلْ لَهَا أَجْرٌ إِنْ تَصَدَّقْتُ عَنْهَا؟ قَالَ : « نَعَمْ » (رواه البخارى ومسلم)
તરજુમા:- હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહની સેવામાં અરજ કરી કે મારી માંનું એક દમ અચાનક મૃત્યુ થઈ ગયું અને મારૂ માનવું છે કે દેહાંત પહેલા જો તે કંઈ બોલી શકતે તો જરૂર સદકો કરતે, તો હવે હું તેના તરફથી સદકો કરૂ. તો તેનો સવાબ તેણીને પહોંચી જશે? હુઝૂર સલ.એ ફરમાવ્યું હા, પહોંચી જશે.
عَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ رَضِيَ اللَّهُ عَنْهُ تُوُفِّيَتْ أُمُّهُ وَهُوَ غَائِبٌ عَنْهَا ، فَقَالَ : يَا رَسُولَ اللَّهِ إِنَّ أُمِّي تُوُفِّيَتْ وَأَنَا غَائِبٌ عَنْهَا ، أَيَنْفَعُهَا شَيْءٌ إِنْ تَصَدَّقْتُ بِهِ عَنْهَا؟ قَالَ : « نَعَمْ » ، قَالَ : فَإِنِّي أُشْهِدُكَ أَنَّ حَائِطِيَ المِخْرَافَ صَدَقَةٌ عَلَيْهَا. (رواه البخارى)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે સઅદ બિન ઉબાદાહ રદિ.ની માતા શ્રી એવા સમયે મૃત્યુ પામ્યા કે તેઓ હાજર ન હતા. (રસૂલુલ્લાહ સલ. સાથે એક ગઝવામાં ગયા હતા, જયારે પાછા ફર્યા) તો રસૂલુલ્લાહ સલ.ની સેવામાં તેમણે અરજ કરી કે યા રસૂલલ્લાહ! મારી ગેર હાજરીમાં મારી માનું અવસાન થયું જો હું તેમના તરફથી સદકો કરું તો તે તેણીને ફાયદો થશે? (અને તેમને સવાબ મળશે?) આપ સલ.એ ફરમાવ્યું: હા, પહોંચશે. તેમણે અરજ કરી કે હું આપને શાક્ષી રાખી મારો "મિખ્રાફ'' બાગ મારી મર્હૂમહ વાલિદહ માટે સદકો કર્યો.
عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : جَاءَ رَجُلًا اِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنَّ أَبِي مَاتَ وَتَرَكَ مَالًا ، وَلَمْ يُوصِ ، فَهَلْ يُكَفِّرُ عَنْهُ أَنْ أَتَصَدَّقَ عَنْهُ؟ فَقَالَ : « نَعَمْ » (رواه ابن جرير فى تهذيب الآثار)
તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ સલ.ની સેવામાં હાજર થઈ અરજ કરીઃ હઝરત! મારા બાપનું અવસાન થઈ ગયું છે અને તેમણે મીરાસમાં માલ છોડયો છે (અને તેઓ સદકો વિગેરેની) કોઈ વસીય્યત નથી કરી ગયા, તો જો હું તેમના તરફથી સદકો કરૂં તો મારો એ સદકો તેમના ગુનાહોનો કફફારો અને મગફિરત તેમ છુટકારાનું સાધન બની શકશે? આપ સલ.એ ફરમાવ્યુંઃ હા! (અલ્લાહથી એ જ આશા છે)
عَنْ عَبْدِ اللهِ بْنَ عَمْرُو بْنَ الْعَاصَ أَنَّ الْعَاصَ بْنَ وَائِلٍ نَذَرَ فِي الْجَاهِلِيَّةِ أَنْ يَنْحَرَ مِائَةَ بَدَنَةٍ وَأَنَّ هِشَامَ بْنَ الْعَاصِي نَحَرَ حِصَّتَهُ خَمْسِينَ بَدَنَةً وَأَنَّ عَمْرًا سَأَلَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذَلِكَ؟ فَقَالَ : « أَمَّا أَبُوكَ ، فَلَوْ كَانَ أَقَرَّ بِالتَّوْحِيدِ ، فَصُمْتَ ، وَتَصَدَّقْتَ عَنْهُ ، نَفَعَهُ ذَلِكَ » (رواه احمد)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.થી રિવાયત છે કે તેમના દાદા આસ બિન વાઈલે જહાલત યુગમાં સો ઊંટ કુર્બાન કરવાની નઝર માની હતી, (જે પુરી ન કરી શકયા હતા) તો તેમના એક પુત્ર હિશામ બિન આસે તો પચાસ ઊંટોની કુર્બાની (તેમના બાપની નઝરના હિસાબે) કરી દીધી. અને બીજા પુત્ર અમ્ર બિન આસ રદિ.એ (જેમને અલ્લાહે ઈસ્લામની તોફિક આપી હતી) રસૂલુલ્લાહસલ.ને પુછયું તો આપ સલ.એ ફરમાવ્યું જો તમારા પિતા ઈમાન લાવ્યા હોત, અને પછી તમે તેમના તરફથી રોઝા રાખતે, અથવા સદકો કરતે તો તે તેમના માટે લાભ કારક હતું (અને તેનો સવાબ તેમને મળતે) પરંતુ કુફ અને શિર્કની હાલતમાં મરવાના કારણે હવે કોઈ અમલ તેમના કામ આવી શકતો નથી. (મુસ્નદે અહમદ)
ખુલાસો :- રસૂલુલ્લાહ સલ.એ આ હદીસોમાં (અને તે સિવાય બીજી ઘણી હદીસોમાં જે હદીસની કિતાબોમાં વિવિધ ભાગોમાં રિવાયત કરવામાં આવી છે) વિગતવાર જણાવ્યું છે કે સદકા વિગેરે જે પણ નેક અમલ કોઈ મરનાર તરફથી કરવામાં આવે. એટલે તેનો સવાબ મૃત્યુ પાનારને પહોંચાડવામાં આવે તે તેના માટે લાભદાયક થશે અને તેને સવાબ મળશે. જેવી રીતે આ જગતમાં કોઈ માણસ પોતાની કમાઈના પૈસા બીજાને આપી તેની સેવા અને મદદ કરે છે. તેનાથી તે માણસને લાભ મેળવે છે. એ જ મુજબ જો કોઈ મો'મિન તેના મર્હુમ માં-બાપ અથવા બીજા કોઈ મો'મિન બંદા તરફથી સદકો કરી તેને આખિરતમાં ફાયદો અને લાભ પહોંચાડી સેવા કરતા ઈચ્છતો હોય તો ઉપરોકત હદીસોમાં બતાવ્યા મુજબ કરી શકાય છે. અને અલ્લાહ તઆલા તરફથી દરવાજો ખુલ્લો છે. સુબ્હાનલ્લાહી વ બિહમ્દીહિ અલ્લાહનો કેટલો મહાન ઉપકાર અને મહેરબાની છે કે એ રસ્તે માં-બાપ અને બીજા સગા સંબંધીઓ, દોસ્તો, અને ઉપકારીક લોકોની સેવા તેમના મૃત્યુ પછી પણ કરી શકાય છે. અને તેમને બરાબર ભેટ સોગાત મોકલી શકાય છે.આ મસ્અલો નબવી હદીસોથી પણ સાબિત છે. અને તેના પર ઉમ્મતના ઈમામો એકમત છે. આપણા ઝમાનામાં અમૂક લોકો જેઓ હદીસ અને સુન્નતને કુર્આન પછી દીન અને શરીયતનું બીજુ મૂળ નથી માનતા. અને તેને દીનની દલીલ માનવાનો ઈન્કાર કરે છે. તેમણે આ મસ્અલાથી પણ ઈન્કાર કર્યો છે. આ નાચીઝે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં એક બુકલેટ એ વિષે લખી હતી. તેમાં આ મસ્અલાના દરેક પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે અને ન માનનારાઓની દરેક શંકાનો જવાબ આપ્યો છે. અલ્હમ્દુલિલ્લાહ તે બારામાં વધુ સરળ છે. "કિતાબુ ઝકાત" આના પર પુરી "કિતાબુસ્સોમ" (ઝકાતનું વર્ણન પુરૂ કરી રોઝાનું વર્ણન) શરૂ કરીએ છીએ. اللَّهُمَّ لَكَ الْحَمْدُ وَأَنْتَ الْمُسْتَعَان
મુલાકાતના અદબો
હે ઈમાનવાળાઓ ! તમારા ઘરો સિવાય અન્ય ઘરોમાં ત્યાં સુધી દાખલ ન થાઓ, જયાં સુધી તમે તેમની રજા ન લઈ લો અને તેમને સલામ ન કરી લો, આ જ તમારા માટે બેહતર છે, આશા છે કે તમે યાદ રાખશો, પછી જો તમને ઘરમાં કોઈ ન જણાય, તો પણ તેમાં દાખલ ન થાઓ, ત્યાં સુધી કે તમને રજા આપવામાં આવે, અને જો તમને કહેવામાં આવે કે પરત જાઓ તો પાછા ચાલ્યા જાઓ, એ તમારા માટે વધું સારું છે, અને તમે જે કંઈ કરો છો, તેને અલ્લાહ તઆલા બહુ સારી રીતે જાણે છે, તમારા માટે એવા ઘરોમાં દાખલ થવામાં કોઈ વાંધો નથી, જેમાં કોઈ રહેતું ન હોય, અને જેમાં તમારો સામાન હોય, તમે જે કંઈ જાહેર કરો છો, અને જે કંઈ છુપાવો છો, તેને અલ્લાહ તઆલા જાણે છે.
અલ્લાહ તઆલાએ પ્રત્યેક વ્યકિતને રહેવા માટે જગ્યા આપી છે, ભલે તે તેની માલિકીની હોય કે પછી ભાડુતી ! પરંતુ તેનું ઘર તેનું રહેઠાણ છે અને રહેઠાણનો મુખ્ય હેતુ શાંતિ અને આરામ છે, કુર્આને જયાં અલ્લાહની વિશેષ નેઅમતો વર્ણવી છે, તેમાં એના પ્રતિ ઈશારો છે, અલ્લાહ તઆલા ફરમાવે છે جعل لکم من بيوتکم سکنا તમારા માટે તમારા ઘરોમાં શાંતિ મૂકી છે " સ્પષ્ટ છે કે આ આરામ અને શાંતિ માણસને ત્યારે જ મળશે જયારે માણસ તેના ઘરમાં બીજાઓની દખલગીરી વિના પોતાની જરૂરત પ્રમાણે આઝાદીથી કામ અને આરામ કરી શકે. ઘરમાં આ પ્રમાણે માણસને મળેલ આઝાદીમાં દખલ પાડવી ઘરના મુખ્ય હેતુને ખતમ કરી દે છે. જે એક પ્રકારની તકલીફ અને સતામણી કહેવાય. અને ઈસ્લામે કોઈ પણ પ્રકારની તકલીફ આપવાની મનાઈ કરી છે.
કોઈના ઘરમાં પ્રવેશતા પહેલાં પરવાનગીના લેવાનો આદેશ આપવાનો એક મકસદ લોકોના આરામમાં ખલેલ પાડવાથી અને તકલીફ આપવાથી બચવું છે. આ આદેશનો બીજો ફાયદો એ છે કે મુલાકાત માટે જનાર વ્યકિત પરવાનગી લઈ જે સંસ્કારી દાખવે છે તેના પ્રભાવે સામેવાળી વ્યકિત પણ તેની સાથે સભ્યતાથી વાત કરશે અને તેની કોઈ જરૂરત હશે તો તેને પૂરી કરવા તત્પર થશે. એથી વિપરીત જો કોઈ આદમી જાનવરની જેમ રજા લીધા વિના ઘરમાં ચાલ્યો આવે તો સામેવાળો વ્યકિત તેને આકસ્મિક બલા સમજી જલદીથી ભગાડવાનો પ્રયત્ન કરશે અને કંઈ ભલાઈ ઈચ્છશે તો તે પણ પ્રસન્નતાથી નહીં.
ત્રીજો મકસદ નિર્લજ્જતા અને બેશર્મી પર પાબંદી લગાવવાનો છે. વિના રજાએ કોઈના ઘરમાં દાખલ થવાથી ભય રહે છે કે ગેર મહરમ (પરાયી) ઓરતો પર નજર પડે અને શૈતાન બંનેવના દિલમાં કોઈ બીમારી પેદા કરી દે.
ચોથો મકસદ માણસની સ્વતંત્રાનું રક્ષણ છે, કેટલીકવાર વ્યકિત તેના ઘરમાં એકાંતમાં કોઈ એવું કામ કરવા ઈચ્છતો હોય છે જેને તે અન્યોથી છુપાવવા માંગતો હયો છે. રજા વિના સીધા કોઈના ઘરમાં દાખલ થઈ જવાથી સામે વાળાની આ આવશ્યકતા અને સ્વતંત્રતા છીનવાય જાય છે.
ઉપરોકત આયતમાં દર્શાવવમાં આવેલ હુકમ અને તેના મકસદોથી સ્પષ્ટ છે કે કોઈ બીજી વ્યકિતના ઘરમાં દાખલ થતાં પહેલાં પરવાનગી લેવાનો આદેશ (સ્ત્રી-પુરૂષ, મહરમ- ગેરમહરમ)તમામ માટે છે, એટલે કે ઓરત બીજી પાસે જાય, અથવા એક પુરૂષ બીજા પુરૂષ પાસે જાય તો પણ રજા માંગવી ફરજીયાત છે. એવી જ રીતે માં-બહેન અથવા ઘરના કોઈ પણ સભ્યને મળવા માટે જાય તો પણ પરવાનગી માંગવી જરૂરી છે.
રજા માંગવા બાબતે લોકોમાં એક કુટેવ આ પણ પ્રચલિત છે કે માણસને જયારે અંદરથી પૂછવામાં આવે છે તો જવાબ આપે છે કે ' હું છું '. આ રીત બિલકુલ ખોટી છે, કેમ કે આ પૂછનારનો જવાબ નથી, જેણે પહેલો અવાજ સાંભળતા જ તને ઓળખ્યો તો હું છું કેહવાથી કેમ કરી ઓળખશે ? કેટલાક લોકો જવાબ આપવાના બદલે ચુપચાપ ઉભા રહે છે, આ અંદરવાળી વ્યક્તિને પરેશાન અને તકલીફ આપનાર છે, અને એનાથી પરવાનગી લેવાનો હેતુ ખતમ થઈ જાય છે.
ઘરમાં પ્રવેશતાં પહેલાં પરવાનગી કેવી રીતે લેવી ?
પરવાનગીની અલગ અલગ રીતો છે, એક તો દરવાજા ઉપર ટકોર કરવી, આ રીત હદીષથી સાબિત છે.
કેટલાક લોકોના દરવાજા પર ઘંટડી હોય છે. આ ઘંટડી વગાડવી પણ પરવાનગીના આદેશ પર અમલ કરવા બરાબર ગણાશે. પરંતુ ઘંટડી વગાડયા પછી માણસે તેનું નામ ઉચા અવાજે બતાવવું જોઈએ, જેથી અંદરની વ્યકિત તેને સાંભળી લે સંતોષ કરી લે,
ઘણી જગ્યાએ ઓળખપત્ર (I CARD)નો રિવાજ હોય છે, એનાથી પણ પરવાનગીનો મુખ્ય હેતુ સારી પેઠે પુરો થઈ જાય છે, રજા માંગનારની પૂરી ઓળખ ઘરમાં બેઠા બેઠા ખબર પડી જાય છે. માટે આ રીત અપનાવવામાં પણ કંઈ વાંધો નથી ! ઈસ્લામે સારૂં જીવવાના અદબો તથા એક બીજાને તકલીફ આપવાથી બચવા- બચાવવાના બધા જ પ્રકારની વ્યવસ્થા કરી છે, કોઈ વસ્તુ બાકી નથી જેને ઈસ્લામે શિખવાડી ન હોય.
ઉપરોકત આયતમાં મુલાકાત માટે આવનારને એ પણ હિદાયત આપવામાં આવી છે કે " જો તમે રજા માંગો અને તમને ઘરમાં પ્રવેશવાની રજા ન મળે તો તમે ખુશીથી પરત ચાલ્યા જાવ, અને ખોટુ ન લગાવો." હદીસમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું, જે માણસ તમને મળવા માટે આવે તેનો હક છે કે તેને આવકાર આપો અથવા તો બહાર આવી તેની મુલાકાત કરો અને તેનું માન રાખો, વાત સાંભળો તમને કોઈ મજબુરી ન હોય તો તેને મુલાકાત કરવાની મનાઈ ન કરો.
ઉપરોકત આયતમાં હિદાયત આ પણ છે કે" بيوت غير مسكونة " માં પરવાનગી વિના દાખલ થવાની છુટ છે. "بيوت غير مسكونة " થી મુરાદ તે ઘરો – સ્થળો છે જે કોઈની માલિકીના ન હોય, બલકે સાર્વજનિક હોય, દા.ત. શહેરો અને અને જંગલોમાં લોકો માટે બનાવવામાં આવેલ જાહેર મુસાફિર ખાનુ, મસ્જીદો, ખાનકાહો, ધાર્મિક મદ્રસાઓ, પોષ્ટઓફિસો, રેલ્વે સ્ટેશનો, અને વિમાન મથકો વગેરેના તે ભાગો જયાં દરેક માટે આવનજાવનની છૂટ હોય છે. આ તમામ એવી જગ્યાઓ છે જયાં માણસ પરવાનગી વગર જઈ શકે છે.
કુર્આની આદેશના ઉપરોકત વિવરણથી સ્પષ્ટ થાય છે કે મૂળ વાત કોઈને તકલીફ આપવાથી બચવું છે, ઉલમાએ કિરામે એના આધારે જ નીચેના આદશો અને માર્ગદર્શનો વર્ણન કર્યા છે.
(૧) કોઈ વ્યકિતને એના સુવાના કે બીજી જરૂરીયાતો અથવા નમાઝના સમયે ફોન પર બોલાવવો વિના જરૂરતે જાઈઝ નથી, આ પણ ઘરમાં પરવાનગી વિના દાખલ થઈ તેના આરામમાં ખલેલ પાડવા જેવું જ છે.
(૨) કેટલાક લોકો ટેલીફોનની ઘંટડી વાગ્યા કરવા દે છે. અને કોઈ પરવા નથી કરતા, ન તો પછે છે કે કોણ છે ? શું કહેવા માંગે છે ? આ ઈસ્લામી સંસ્કારો વિરૂધ્ધ છે અને વાત કરનારનો હક્ક મારવો છે. હદીસમાં છે : إن لزورك عليك حقا " જે માણસ તમને મળવા આવે તો તેનો તમારા પર હક્ક છે કે તમો તેના સાથે વાત કરો અને વિના કારણે તેના સાથે વાત કરવાનો ઈન્કાર ન કરો, માટે જે માણસ ટેલીફોન પર તમારા સાથે વાત કરવા માંગતો હોય તો તેને જવાબ આપો.
(૩) ઉપરોકત આયતમાં જે ઘરોમાં વિના પરવાનગીએ દાખલ થવાની મનાઈ કરવામાં આવી છે, તે સામાન્ય પરિસ્થિતિમાં છે. ! જો આકસ્મિક ઘટના બની જાય દા.ત. ઘરને આગ લાગી જાય અથવા તો ઘર પડવાનો ભય હોય તો રજા લીધા વિના ઘરમાં પ્રવેશી શકીએ છીએ, અને સહાય માટે જવું જોઈએ.
જહાલતના દોરમાં કુફ્ર ઈમાનની વાતો વિશે તકેદારી રાખવી જરૂરી છે.
હઝરત અકદસ શૈખલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મફતી કરીદ અહમદ કાવી.
આજકાલ નાદાની અને જહાલતના કારણે બેદીની-કુફ્ર ઘણું સસ્તું થઈ ગયું છે. બેદીની-કુફ્રની વાતોની લોકોને ખબર નથી એટલે એમાં મશ્ગુલ થઈ જાય છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસોમાં સ્પષ્ટ રૂપે આ બાબત વર્ણવવામાં આવી છે કે કુફ્ર ઘણું સસ્તુ થઈ થઈ જશે. એક હદીસમાં આવ્યું છે કે નેક આમાલમાં જલદી કરો. કયાંક એવા ફિત્નાઓ ન આવી પડે જે અંધારી રાતના ટુકડાની જેમ હશે કે એમાં હક — ઈસ્લામની ઓળખ મુશ્કેલ થઈ જશે. સવારે માણસ મુસલમાન હશે અને સાંજે કાફિર થઈ જશે, સાંજે મુસલમાન હશે અને સવારે કાફિર થઈ જશે. દુનિયાના મામૂલી નફા ખાતર દીન વેચી દેવામાં આવશે. (મિશ્કાત)
એક હદીસમાં છે કે એવો ફિત્નો આવનાર છે કે દરેક બાજૂએથી જહન્નમમાં લઈ જનાર બોલાવતો હશે. (મિશ્કાત)
એક હદીસમાં છે કે ટુંક સમયમાં જ એવા ફિત્ના આવશે જેમાં માણસ સવારે મોમિન હશે અને સાંજે કાફિર. હા, જે માણસને અલ્લાહ તઆલા ઈલ્મની બરકતથી જીવતો રાખશે એ બચી જશે. (દારમી)
ઈલ્મની બરકતથી જીવતો રહેવાનો મતલબ આ જ છે કે તે માણસ ઈમાન અને કુફ્રના ફરક બાબતે વાકેફ હશે. તેને ખબર હશે કે કઈ બાબતથી માણસ મુસલમાન બને છે અને કયી બાબતથી કાફિર થઈ જાય છે. એક બીજી હદીસમાં છે કે કયામતની નજીક એવા સખ્ત ફિત્નાઓ હશે જેમ કે અંધારી રાતના ટુકડા. સવારે માણસ મુસલમાન હશે અને સાંજે કાફિર. સાંજે મુસલમાન હશે અને સવારે કાફિર. આવા સમયે બેસેલો માણસ ઉભા માણસ કરતાં બેહતર હશે અને ઉભો માણસ ચાલતા માણસ કરતાં બેહતર હશે. આવા સમયે તમે તમારા ઘરોની ચટાઈ બની જજો. એટલે કે ચટાઈની જેમ ઘરના એક ખુણામાં પડયા રહેજો. (મિશ્કાત)
એક હદીસમાં છે કે એવો કાળો ફિત્નો આવનાર છે જેની અસરથી ઉમ્મતનો કોઈ પણ માણસ બચશે નહીં. જયારે એમ લાગશે કે હવે આ કિત્નો ખતમ થઈ ગયો તો ફિત્નાની બીજી શકલ સામે આવી જશે. સવારે માણસ મુસલમાન હશે અને સાંજે કાફિર. સાંજે મુસલમાન હશે અને સવારે કાફિર. છેવટે બે સમુહો અલગ પડી જશે. એક સાચા – પાકા મસલમાનોનો સમુહ, જેમાં કોઈ પણ મુનાફિક ન હશે. અને એક સમુહ મુનાફિકોનો, જેમના અંદર બિલ્કુલ ઈમાન નહીં હોય. આ સમયે દજ્જાલ જાહેર થશે. (મિશ્કાત)
એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : હું જોઈ રહયો છું કે આજે તો લોકોના ટોળા એક પછી એક ઈસ્લામમાં દાખલ થઈ રહયા છે, પણ એવો સમય પણ આવશે કે આવી જ રીતે લોકો ઈસ્લામ છોડી રહયા હશે.
ઈસ્લામ છોડવાની અને કાફિર થવાના આ સંજોગો તો મોલ્વીઓએ પેદા નથી કર્યા. આ તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતે જ કહી ચુકયા છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે ઘણી સાવચેતી અને તકેદારીથી કામ લેવામાં આવે. ફકત એટલું કહી દેવાથી માણસની ઝિમ્મેદારી પૂરી નહીં થાય કે ફલાણી જમાત પેલી જમાતને કાફિર કહે છે અને પેલી જમાત ફલાણી જમાતને કાફિર કહે છે એટલે હવે કોઈનો એતેબાર નથી. બલકે આવા સંજોગોમાં જવાબદારી ઓર વધી જાય છે. એટલા માટે કે હવે માણસ ઉપર જવાબદારી આવે છે કે જે કારણોસર એક જમાત બીજી જમાતને કાફિર કહે છે એના કારણો વિશે જાણકારી મેળવવામાં આવે કે સાચે જ એના કારણે માણસ દીનમાંથી નીકળી જાય છે કે નહીં ? અને આવા કારણોસર કુફ્ર થતું હોય તો માણસે પોતે અને અન્યોને એનાથી બચાવવું જરૂરી થઈ પડે છે.કટાક્ષ કરીને એમ કહી દેવાથી કે આજકાલ કુફ્ર સસ્તુ થઈ ગયું છે માણસ છુટી શકતો નથી. જે બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નક્કી નિર્ણય સુણાવી દીધો છે. એનો ઈન્કાર કરવાથી કે એની મઝાક ઉડાવવાથી દીન કેવો બાકી રહી શકે છે એના વિશે કુરઆન ફરમાવે છે કે....
કસમ છે તમારા રબની ! આ લોકો પરસ્પરના ઝઘડાઓમાં તમારા મારફતે મામલો ન પતાવે અને પછી તમારા ફેસલા વિશે પોતાના દિલોમાં કોઈ નારાજગી ન રાખે, અને પૂર્ણ રીતે તમારા ફેસલાને સ્વીકારી ન લે, ત્યાં સુધી તેઓ ઈમાનવાળા નથી બની શકતા.
અનેક હદીસોમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે તમારામાંથી કોઈ પણ માણસ ત્યાં સુધી મુસલમાન નહીં કહેવાય જયાં સુધી એ પોતાના શોખ અને મરજીને એ દીનના તાબે ન કરી દે જે લઈને હું આવ્યો છું.
અલ્લાહ તઆલા ફરમાવે છે: હે નબી તમે લોકોને કહી દો કે જો તમે અલ્લાહ તઆલા સાથે મુહબ્બત કરો છો તો મારું અનુસરણ કરો. અલ્લાહ તમારા સાથે મુહબ્બત કરશે. અને તમારા ગુનાહોને માફ કરી દેશે. અને અલ્લાહ તઆલા ઘણા માફ કરનાર અને રહમ કરનાર છે. અને આ પણ કહી દો કે અલ્લાહ અને રસૂલની ઈતાઅત કરો. પછી પણ તેઓ ઈન્કાર કરે તો એ લોકોએ સમજી લેવું જોઈએ કે અલ્લાહ તઆલા કાફિરો સાથે મુહબ્બત નથી કરતા. (આલે ઈમરાન)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : હું તમારામાંથી કોઈ એકને પણ એવો ન જોઉં કે પોતાની ગાદી ઉપર ટેક લગાવીને બેસ્યો હોય અને એની પાસે મારો કોઈ એવો હુકમ પહોંચે જેમાં મેં કોઈ કામ કરવાનું કહ્યું હોય કે કોઈ બાબતે મનાઈ ફરમાવી હોય, અને પછી તે માણસ એમ કહી દે કે મને આ હુકમની ખબર નથી, અમે તો જે કંઈ કુરઆનમાં હશે એના ઉપર જ અમલ કરીશું.
આ વાત અનેક હદીસોમાં વર્ણવવામાં આવી છે, અને એના થકી એવા લોકોને જવાબ આપવામાં આવ્યો છે જેઓ એમ કહેતા ફરે છે કે અમલ માટે ફકત કુરઆન જ કાફી છે. એક હદીસમાં છે : મને કુરઆન શરીફ આપવામાં આવ્યું છે અને એના જેવા બીજા અન્ય હુકમો પણ આપવામાં આવ્યા છે. ટુંકમાં જ એવો સમય આવશે કે ખાધે પીધે ધરાયેલો એક માણસ ગાદી ઉપર બેસીને કહેશે કે અમલ માટે ફક્ત કુરઆનને પકડી રાખો. એમાં જે હલાલ હોય એને હલાલ સમજો અને એમાં જે હરામ હોય એને હરામ સમજો. હાલાં કે અલ્લાહના રસુલે હરામ ઠરાવેલ વસ્તુઓ પણ એવી જ છે જેમ અલ્લાહ તઆલાએ હરામ ઠરાવેલ વસ્તુઓ. (મિશ્કાત)
આવી હદીસોમાં ધરાયેલ માણસનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે પૈસાના કારણે જ માણસને આવી બકવાસ કરવાની હિમ્મત કરે છે. ચાર પૈસા પાસે હોય તો દીન અને ઈસ્લામને સુધારવાની વાતો કરવા માંડે છે. ગરીબના દિલમાં આવી વાતો આવતી નથી. અલ્લાહનો ખોફ હોય છે. હઝરત ઈબ્ને ઉમર રદિ.ને કોઈએ પૂછયું કે મુકામે(ઘર પર) પઢવાની નમાઝનો હુકમ અને ખોફ - લડાઈ દરમિયાન પઢવાની નમાઝનો હુકમ કુરઆનમાં છે, પણ સફરની નમાઝનો હુકમ કુરઆનમાં નથી. એમણે ફરમાવ્યું કે ભત્રીજા ! અલ્લાહ તઆલાએ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નબી બનાવીને મોકલ્યા છે, અમને તો કંઈ ખબર ન હતી, એટલે અમે એમને જે કંઈ કરતાં જોયા એનું અનુસરણ કરીએ છીએ.
હઝરત ઉમર રદિ. ફરમાવે છે કે લોકો કુરઆન શરીફની આયતો રજૂ કરીને તમારા સાથે ઝઘડો કરશે. એમને હદીસ વડે જવાબ આપજો અને કહેજો કે હદીસ જાણનારા જ અલ્લાહની કિતાબને વધુ સારી રીતે સમજે છે.
ઈમામ ઝુહરી મોટા વિદ્વાન છે. મશ્હૂર તાબેઈ છે. તેઓ ફરમાવે છે કે મેં મારા આગલા ઉલમા એટલે કે સહાબા રદિ.થી સાંભળ્યું છે કે સુન્નત (નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના તરીકા)ને મજબૂત પકડી રાખવામાં નજાત છે અને ઈલ્મ ઘણું જલદી ઉઠાવી લેવામાં આવશે. ઈલ્મની મજબૂતીમાં જ દીન અને દુનિયાની અડગતા છે. અને ઈલ્મ જતું રહેવાથી આ બધું બરબાદ થઈ જશે.
અલ્લાહની નેઅમતો યાદ કરતા રહો
એક વખતે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આંગળી જખ્મી થઈ ગઈ અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તુ એક આંગળી જ છે જે લોહીથી તળબોળ થઈ છે, અને જે તકલીફ તને પહોંચી તે અલ્લાહનાં રસ્તામાં પહોંચી છે.
આ જખમના લીધે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તબીઅત ઢીલી થઈ ગઈ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક -બે રાતો તહજ્જુદ પઢવા માટે ઉઠી શકયા નહીં. જેથી આપને ખુબ જ દુઃખ થયું. બીજી તરફ ઘણા સમયથી આપ ઉપર વહી પણ આવતી ન હતી. જેના લીધે કાફિરો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મહેંણા ટોણા મારતા કે 'અલ્લાહે તમને છોડી દીધા છે'. ખાસ કરીને આપના કાકા અબૂલહબની પત્ની ઉમ્મે જમીલે આપના વિરુદ્ધ આ શબ્દો કહયા : یا محمد ما أری شیطانک الا قد قلاک۔. હે મુહમ્મદ મને લાગે છે કે તારા શયતાને તને છોડી દીધો છે.
એના આ મહેંણાથી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું પરેશાન થવું સ્વભાવિક હતું, કેમકે અલ્લાહની બંદગી માટે તહજ્જુદમાં ઉઠી શકતા ન હતા, અને વહી પણ આવતી ન હતી કે ખબર પડે કે અલ્લાહ તઆલાનો શું હુકમ છે ?અલ્લાહ તઆલા શું ચાહે છે? અને આ સંજોગોમાં મારે શું કરવાનું છે ?
આ સ્થિતિમાં વારંવાર આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખેથી આ શબ્દો સરી પડતા કે 'એવું તો નથી ને કે મારાથી કોઈ એવું કામ થઈ ગયું હોય જેનાથી અલ્લાહ મારાથી નારાજ થઈ ગયા હોય અને તેણે મને છોડી દીધો હોય.' અલ્લાહ તઆલાએ પોતાના પયગમ્બરની ચિંતા અને પરેશાની દૂર કરવા "સૂરએ દુહા" ઉતારી. જેમાં અલ્લાહ તઆલાએ આપને દિલાસો આપવા ઉપરાંત આપને પરેશાની અને ચિંતામાંથી મુકિતનો ઈલાજ પણ બતાવ્યો.
અલ્લાહ તઆલાએ રસૂલે અકરમ (સલ.) ને દિલાસો આપતાં ફરમાવ્યું : દિવસની રોશનીની કસમ ! અને રાત્રીના સોગંદ છે જ્યારે તે છવાય જાય છે. હે રસૂલ ! આપના પરવરદિગારે ન આપને છોડી દીધા છે અને ન (આપથી) નારાજ થયો છે અને આખિરત આપના માટે દુનિયા કરતાં ઘણી જ બેહતર છે અને વહેલી તકે આપનો પરવરદિગાર આપને (એટલું) આપશે કે આપ ખુશ ખુશ થઈ જશો.
આ સુરતમાં આગળ અલ્લાહ તઆલાએ દિલાસો આપવા ઉપરાંત રસૂલે અકરમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને તે નેઅમતો પણ યાદ અપાવી જે અત્યાર સુધી આપને આપવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું કે આપ ઉપર પોતાની નેઅમતોનો વરસાદ કરનાર હસ્તી એટલે કે અલ્લાહ તઆલા નારાજ થઈને તમને કેવી રીતે છોડી શકે છે ? અને પછી અલ્લાહ તઆલાએ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મૂંઝવણને દૂર કરવા ખાતર વિશેષરૂપે ત્રણ નેઅમતો તરફ આપનું ધ્યાન દોર્યુ :
(૧) શું તમે યતીમ ન હતા? પછી અલ્લાહ તઆલાએ તમને ઠેકાણું આપ્યું !
હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ હજુ માંના પેટમાં જ હતા કે પિતા અબ્દુલ્લાહ વફાત પામ્યા. છઠ્ઠા વર્ષે માતાનું પણ મૃત્યુ થયું. તો આઠમાં વર્ષ સુધી દાદાએ અને તેમના મરણ પછી જવાન થતાં સુધી કાકા અબૂ તાલિબે પાલનપોષણ કર્યું, અને મુસલમાન ન હોવા છતાં મૃત્યુ સુધી છાંયડાની જેમ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની દેખરેખ અને સંપૂર્ણ મદદ કરતા રહ્યા.
(૨) બીજી નેઅમત વિશે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું : તમને મેં માર્ગથી અપરિચિત જોયા તો માર્ગ બતાવ્યો.
જયાં સુધી નુબુવ્વતનું એલાન થયું ન હતું, આપની પાસે શરીઅતનું ઈલ્મ ન હતું. અલ્લાહ તઆલાએ પછીથી આપ્યું. અને આપને હિદાયતની એવી રોશની આપી કે લોકો માટે તમને રોશનીનો મિનારો બનાવી દીધા, હવે લોકો આપની તાલીમ અને માર્ગદર્શન તકી પોતાના જીવનની દિશા નક્કી કરે છે.
(૩) અલ્લાહ તઆલાએ ત્રીજી નેઅમત યાદ અપાવતાં ફરમાવે છે : આપ નિરાધાર હતા, આપની પાસે સંપત્તિ ન હતી, અલ્લાહ તઆલાએ આપને માલદાર અને તવંગર બનાવી દીધા.
એમ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પહેલેથી જ વેપાર સાથે સંકળાયેલા હતા, અને વેપાર માટે દૂરની સફરો પણ કરી હતી, તેમ છતાં આપની માલદારીની શરૂઆત હઝરત ખદીજા (રદિ.)ના માલમાં હિસ્સેદારીથી થઈ હતી. પછી મદીના શરીફ આવ્યા અને દુશ્મનો સાથે લડાઈઓ થવા લાગી તો ગનીમતના માલમાંથી પાંચમો હિસ્સો આપના માટે અલ્લાહ તઆલા તરફની નક્કી કરવામાં આવ્યો. આ સિવાય પણ આપની પાસે આજીવિકાના અન્ય સાધનો હતા, જેના લીધે આપ ધનવાન બની ગયા હતા.
અલ્લાહ તઆલાએ રસૂલ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને પોતાના ત્રણ ઉપકારો યાદ અપાવ્યા પછી ત્રણ આદેશ પણ આપ્યા:
(૧) અલ્લાહ તઆલાએ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પ્રથમ આદેશ આપ્યો કે યતીમો પર સખ્તી ન કરશો.
(૨) જયારે કોઈ ભીખ માંગનાર આવે તો તેમના પર ગુસ્સે થઈને કાઢી મુકશો નહીં.
(૩) ત્રીજો આદેશ ખૂબ જ અગત્યનો છે : સામાન્ય રીતે આ તરફ લોકોનું ધ્યાન ઓછું છે, અલ્લાહ તઆલા તરફથી મળનાર નેઅમતને વારંવાર બયાન કરતા રહો, લોકો જયારે પોતાની દોલત અને નેઅમતોનું વર્ણન કરે છે તો તેમનાથી એક ભૂલ થતી હોય છે કે તેઓ તેને પોતાનો કમાલ અને મહેનતનું ફળ ઠેરવે અને સમજે છે, હાલાંકે આ નેઅમતો અલ્લાહ તઆલા તરફથી જ મળેલ હોય છે, માટે તેનો ફઝલ સમજી નેઅમતોને બયાન કરવી જોઈએ.
સૂરતનો નિચોડ આ જ છે કે અલ્લાહ તઆલાએ રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સંબોધીને ફરમાવ્યું કે મેં તમને જે કંઈ પણ નેઅમતો આપી છે તે બધી નેઅમતોને પોતાની ઝબાન વડે જાહેર કરવામાં આવે અને બયાન કરે.
જયારે અલ્લાહ તઆલા કોઈને દોલત અર્પણ કરે તો તેના ઉપર દોલતની અસરો નજર આવવી અલ્લાહને ઘણી પસંદ છે. અલ્લાહ ચાહે છે કે બંદો મારી નેઅમતોને જાહેર કરે. નેઅમત પર આભાર માનવાનો હુકમ બધા માટે છે, આપણે અલ્લાહની આપેલ નેઅમતોને વારંવાર યાદ કરતા રહેવું જોઈએ.
અલ્લાહ તઆલાએ કુર્આનમાં ઈર્શાદ ફરમાવ્યો છે:
'અલ્લાહની નેઅમતોને યાદ કરો જેથી તમે સફળ થાઓ, (સૂ.અઅરાફ : ૬૯)
જો તમે કોઈ પરેશાની અથવા મુસીબતમાં હોવ તો અલ્લાહની નેઅમતોને યાદ કરી તમે તમારી પરેશાનીઓથી મુકિત મેળવી શકો છે.
અલ્લાહ તઆલાએ સૂરએ ઈબ્રાહીમ માં ફરમાવે છે : તમારા પરવરદિગારે એલાન કર્યું છે કે જો તમે મારી નેઅમતોને યાદ કરશો તો હું તેમાં વધારો કરીશ.
આજે આપણી પરેશાનીનું મૂળ કારણ જ આ છે કે જે વસ્તુઓ અલ્લાહ તઆલાએ આપણને કોઈ મસ્લેહત ખાતર આપી નથી, તેને યાદ કરી પરેશાન થઈએ છીએ. અને જે વસ્તુઓ આપણા માટે લાભદાયક છે અને અલ્લાહે આપેલી છે, તે તરફ આપણું ધ્યાન જ નથી હોતુ. તેને ભૂલી જ જતા હોય છે. ••
વેપાર અને લાલચ એક સાથે નથી ચાલી શકતા.
હું ૮ વર્ષનો હતો ત્યારે મારી મા અમારા ખેતરમાં ઉગતી શાકભાજી મને આપતાં કે મહોલ્લામાં ફરીને વેચી આવું. હું તેમની આજ્ઞાનું પાલન કરતો રહયો. અંતે આ એક સામાન્ય કામ મારી આખી જિંદગી પર છવાય ગયું. અને હું કાયમ માટે એક મોટો બિઝનેસમેન બની ગયો. અમારા ખેતરમાં મૂળાની ખૂબ જ ખેતી થતી, પહેલા તો હું માત્ર મૂળા વેચતો. ત્યાર પછી વાલિદા મને તેની ચટણી બનાવી આપતી, જેને લઈને હું વેચવા જતો. આ મારી વાલિદાની પોતાના હાથની બનાવટ હતી, જેને લોકો ખૂબ જ પસંદ કરતા હતા, દિવસે દિવસે તેની માંગ વધવા લાગી, આ માટે મેં એક ઘોડાગાડી ખરીદી અને તેને લઈને વેચવા નીકળતો. શહેરમાં પણ અમારી પ્રોડકટ અઠવાડિયામાં ત્રણ વાર પહોંચાડતો, તેનાથી મને ધાર્યો નફો થતો, એટલું જ નહીં બલકે અમારી પ્રોડકટની માંગ વધતા મને કારોબાર કરવાનો શોખ વધતો ગયો.
મારા પિતા ઈંટોનો વેપાર કરતા હતા, તેમની સાથે મળીને કાયદેસરથી એક બિઝનેસ પાર્ટનર તરીકે કામ કર્યું, પરંતુ આ ધંધામાં મને ભવિષ્યમાં પ્રગતિની શકયતાઓ વધારે દેખાયી નહીં એટલે તેમના ધંધાથી અલગ થઈને હું મારા ખેતરમાં જ શાકભાજીની ખેતી કરવા લાગ્યો, ૧૭વર્ષની ઉમરમાં હું જમીનદાર બની ચુકયો હતો, લોકો મારા ખેતરમાંથી ટ્રકો ભરી ભરીને શાકભાજી લઈ જતા, તેનાથી મારા પિતા ખૂબ જ ખુશ હતા, મારા પિતા ધાર્મિક હતા પરંતુ આધુનિક શિક્ષણથી પણ અપરિચિત ન હતા, તેમનું કહેવું હતું કે જ્ઞાન વગર કોઈ પણ કામ કરવું પોતાને નુકસાનીમાં નાંખવા સમાન છે. મારું દિમાગ વેપારમાં ખૂબ ચાલવા લાગ્યું, મારો શોખ જોઈને પિતાએ મને બિઝનેસ કોલેજમાં શિક્ષણ અપાવ્યું, તેનાથી મારી કારોબારની લાયકાત વધારે ઉભરી આવી. હવે હું શાકભાજીને કાચો માલ તરીકે વેચવાના બદલે ધોઈને સાફ કરીને પેકીંગ કરતો અને વેચતો. આવું કરવાથી આવક ડબલ થઈ ગઈ.
ઈ.સ. ૧૮૬૯માં એક મિત્ર સાથે મળીને હેલ્ઝ નોબલ એન્ડ કંપનીના નામે એક કંપની સ્થાપી અને એ જ વર્ષે પ્રથમ પ્રોડકટ "હોર્સ રીડશન" વેચવાની શરૂઆત કરી, આ વેપાર ત્રણ વર્ષ જ ચાલ્યો, ત્યાર પછી બંધ થઈ ગયો, તેનું કારણ એ બન્યું કે મૂળાનો ભાવ ખૂબ જ ગગડી પડયો, અમારી પ્રોડકટ એનાથી જ તૈયાર થતી હતી, અમારા બિઝનેસમાં મોટું નુકસાન થયું, જેથી કંપની બંધ કરવી પડી, પરંતુ મારો ઉત્સાહ ઠંડો ન પડયો, વહેલી તકે મેં મારા કઝિન ફ્રિડેક સાથે મળીને એક નવી કંપની F&Z Heinz શરૂ કરી. અહીંયા અમે મારી પ્રોડકટમાં વેરાયટી લાવ્યા. ત્યાર પછી અમારી પ્રગતિનો સફર શરૂ થયો.
ઈ.સ. ૧૮૬૯માં એક શૂઝ કંપનીની ૨૧ થી વધારે સ્ટાઈલો અને વેરાયટીઓ જોઈને મેં મારી પ્રોડકટની પેકિંગમાં ૫૭ જાતની નવી નવી રીતો અપનાવી, આ રીતે પ્રોડકટના વેચાણમાં નવું જીવન આવ્યું, જેમ જેમ બિઝનેસ વિસ્તરતો ગયો તેમ કંપનીની પ્રતિષ્ઠા પણ વધતી ગઈ, હવે કર્મચારીઓની સંખ્યા વધવા લાગી.
મૂળા, ગાજર અને ટામેટા વગેરેની પ્રાપ્તી માટે વધુ જમીન ખરીદી, જયારે તમે પોતાની પ્રોડકટ માટે કોઈનાથી કાચો માલ ખરીદો છો તો તે તમને મોઘું પડે છે, જો શકય હોય તો કોઈ પણ પ્રોડકટ તૈયાર કરવા માટે જાતે કાચો માલ તૈયાર કરવામાં આવે આ રીતે તમને ડબલ, ચાર ગણો નફો થશે.
મારી સફળતામાં કુદરતનો હાથ છે, પરંતુ તેમાં અમુક બાબતો એવી છે જેણે મહત્વની ભૂમિકા ભજવી છે,
એક : વસ્તુની સ્વચ્છતા છે, જેના ઉપર મેં ખૂબ ધ્યાન આપ્યું, ઉત્પાદનની તૈયારીથી લઈને પેકિંગના તબક્કા સુધી સફાઈ અને સ્વચ્છતા પર ખૂબ જ ધ્યાન આપતો. અને હું મારી આગામી પેઢીથી આ જ આશા રાખુ છું.
બીજી બાબત : કર્મચારીઓ સાથે હળીમળીને રહેવું, હું તેમને અવાર નવાર ખુશીના પ્રસંગે તોહફા અને ભેટો આપતો, જયારે તેમાંથી કોઈ બીમાર અથવા ઘરેલૂ પરેશાનીમાં હોય તો ઘરે જઈને તેના ખબર અંતર પૂછતો, કર્મચારીઓનું નામ લઈને બોલાવતો અને વ્યકિતગત ઓળખાણ સ્થાપિત કરતો. જયારે પણ મારી કંપનીમાં કોઈ નવો કર્મચારી આવતો તો હું તેના ચેહરાથી જ ઓળખી લેતો કે આ કર્મચારી નવો છે.
ત્રીજી બાબતઃ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને એના તરફ આજ કાલ ધ્યાન આપવામાં આવતુ નથી, વેપારીઓની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવાની છે, મેં હમેશાં બિઝનેસમાં આ વાતનો ખ્યાલ રાખ્યો કે માનવતાની સેવા કરવી છે. જયારે બિઝનેસ સારી રીતે કરીશું તો પૈસા આપમેળે આવશે, પૈસા તો ચોર અને ડાકૂઓ પાસે પણ હોય છે.
ચોથી બાબત : ઉત્તમ ચરિત્ર છે, જેને હું મહત્વ આપુ છું, જો માણસ પાસે ચરિત્ર અને સંસ્કાર દોલત ૫૦ અને સલાહિયત ૧૦૦ ટકા છે અને બીજા પાસે ચરિત્ર ૧૦૦ ટકા અને લાયકાત ૫૦ ટકા છે તો હું બીજા નંબરના માણસને અગ્રીમતા આપીશ, કેમકે તે પોતાના ચરિત્રથી તેની સલાહિયત અને લાયકાતની ઉણપને પૂર્ણ કરી શકે છે.
અંતમાં "હનરી હેન્ઝ" પોતાના વ્યવસાયિક જીવનનો સાર વર્ણવતા કહે છે કે જો પૈસા કમાવવા માટે તમે બિઝનેસ કરો છો તો પૈસાની લાલચમાં બિઝનેસ બર્બાદ થઈ જશે અને જો જનસેવા ખાતર કારોબાર કરશો તો તેની નેકીના કારણે બિઝનેસ ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરશો.
એક અમેરિકન બિઝનેસમેન "હનરી હેન્ઝ"ની આ કહાની છે, તેના બિઝનેસની શકલમાં રોપેલ વૃક્ષ આજે પણ "ક્રાફટ હેન્ઝ"ની સુરતમાં ફાયદો આપી રહયું છે, લોકો તેના છાયડા અને ફળોથી ફાયદો ઉઠાવી રહયા છે. (ઉર્દૂ પરથી અનુવાદ)
શેખ સાદીનો વાદ વિવાદ
માલદારી અને ગરીબી : શું બેહતર ?
શેખ સાદી રહ. વર્ણવે છે કે હું એક મહેફિલમાં શરીક થયો તો ત્યાં એક એવા માણસને જોયો, જેનો પહેરવેશ તો દરવેશો જેવો હતો, પણ અમીરો વિરુદ્ધ શિકાયતોની લાંબી યાદી લઈને બેઠો હતો. અને કહી રહયો હતો કે, આજકાલના અમીરોમાં કરમ, રહમ અને સખાવત જેવું કંઈ છે જ નહીં, લાગે છે બધા કંગાળ બની ગયા છે.
મેં એની વાતો સાંભળી તો ચુપ રહી શકયો નહીં. એને કહયું કે હે માણસ ! તારી વાતો વાસ્તવિક નથી. સત્ય આ છે કે અમીરો અને માલદારો જ ગરીબોના મદદગાર અને ભલાઈ ઈચ્છનાર છે. ઘણા તો એવા છે કે કોઈ ગરીબને કોળિયો આપ્યા વગર પોતે પણ ખાતા નથી.
અમીરોં કી મઝમ્મત યૂં ન કર, યે એક હકીકત હે
ગરીબોં કી મદદ મેં ખર્ચ યૂં હોતા હે માલ ઉન કા
ઝકાત વ ફિતરહ વ ખૈરાત ઉન કે ઘર સે ચલતી હે
ઉન્હી આમાલ સે તાબિન્દહ રેહતા હે જમાલ ઉન કા
અને આ પણ એક હકીકત છે કે શાંતિ, સંતોષ અને નવરાશ હોવાના કારણે તેઓ અલ્લાહ તઆલાની ઈબાદત પણ વધારે સારી રીતે કરે છે. એમને રુકૂઅ સજદહમાં વધારે મજા આવે છે. પૂજાની મજા અને ઈબાદતનો એહસાસ પવિત્ર લિબાસ અને હલાલ રોઝી થકી જ મળે છે. અને બધા જ સમજે છે કે હાથ ખાલી હોય તો ન સખાવત થઈ શકે છે ન કોઈની મદદ કરી શકાય છે.
વો મુફલિસ કૈસે પા સકતા હે ઈત્મીનાન કી દોલત
જો ખાલી હાથ રેહતા હે, જો ખાલી પેટ હોતા હે
અકલમંદોને સીખા યે સબક નન્હી સી ચુંટી સે
ઝખીરા હો અગર ઘર મેં તો ઈત્મીનાન રેહતા હે
ગરીબ માણસ સંતોષ અને શાંતિથી ઈબાદત કેવી રીતે કરી શકે ? એક ગરીબ માણસના એકીસાથે બે સ્વરૂપ હોય છે. એક સ્વરૂપે એ ઈશાની નમાઝ માટે કિબ્લા સામે ઉભો હોય છે, તો બીજા સ્વરૂપે રાતના ખાણા માટે મોં ખોલીને ઉભો હોય છે. માલદાર તો શાંતિથી અલ્લાહની યાદમાં તલ્લીન હોય છે, પણ મુફલિસનું દિલ તો એના ઘરની જેમ વેરાન હોય છે.
અરબો દુઆ કરતા રહે છે કે હું એવી ગરીબીથી અલ્લાહની પનાહ માંગું છું, જેના થકી માણસ ઊંધા મોંએ પટકાય છે. નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની હદીસ પણ તમે સાંભળી હશે કે, મુફલિસી માણસને દુનિયા અને આખિરત, બંને જગાએ અપમાનિત કરી શકે છે.
મારી આ વાતો સાંભળીને એ દરવેશ કહેવા લાગ્યો કે, તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક હદીસ નથી સાંભળી જેમાં ફકીરીને પોતાનું ગૌરવ ગણાવ્યું છે.
મેં કહ્યું કે, ભાઈ તું ચુપ જ રહે તો સારું. નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે જે ફકીરી અને ગરીબીને પોતાનું ગૌરવ કહ્યું છે, તે એવા લોકોની ફકીરી છે, જેઓ પરવરદિગારની મરજીમાં જ ખુશ રહે છે, અલ્લાહના ફેસલાઓને જ પોતાની તકદીર સમજીને રાજી રહે છે, લોકોને બતાવવા ખાતર નમાઝો નથી પઢતા અને માલની લાલચે વઝીફાઓ -દુઆઓ નથી પઢતા. હલાલ ખાણું ખાય છે અને તકવાનો લિબાસ પહેરે છે.
તું ખાલી ઢોલની જેમ જોરથી વાગી રહયો છે, પણ તારી પોટલીમાં અમલનો માલ બિલ્કુલ નથી. જો તારા દિલમાંથી લાલચ અને લાલસા ખતમ નથી થઈ તો તારી હઝાર મણકાઓની તસ્બીહ–માળા એક ફરેબજાળ છે.
વિચાર તો કર ! કોઈ ગરીબ ફકીર, માલદારના સ્થાને કેવી રીતે પહોંચી શકે ? તેં સાંભળ્યું નથી કે દેવા વાળો હાથ લેનાર હાથ કરતાં શ્રેષ્ઠ ગણાય છે.
અલ્લાહ તઆલા જન્નતી લોકો વિશે ફરમાવે છે કે એમની રોઝી નક્કી હશે.
મારી વાતો સાંભળીને એ કહેવાતો દરવેશ ધૂંધવાય ગયો. ગુસ્સામાં આવીને કહેવા લાગ્યો : સાદી ! તું માલદારોના વખાણ કરવામાં અતિશ્યોકિત કરી રહયો છે. એવું લાગે છે તે તારા મતે રોઝીના ખઝાનાઓની ચાવીઓ આવા માલદારોના હાથમાં છે. હાલાંકે તેઓ માલદારીના સબબ ઘમંડી બની ગયા છે, ગરીબોને તિસ્રકારભરી નજરે જુએ છે, તેઓ આલિમો – વિદ્વાનોને ભિખારી સમજે છે. દરવેશોને મોહતાજી – ફકીરીના ટોણા મારે છે. એમના માટે બુદ્ધિશાળીઓનું આ કથન કાફી છે કે જે માણસ ધન દોલતમાં આગળ હોય, પણ ઈબાદતમાં પાછળ હોય, તો જાહેરમાં ભલે એ તવંગર દેખાય, પણ હકીકતમાં એ ગરીબ અને મોહતાજ છે.
જો બે હુનર કોઈ ઈતરાયે માલ વ દોલત પર
ગધે કી લીદ સમજ, ઉસ કે ઉદ વ અંબર કો
સાદી કહે છે કે મેં એને જવાબમાં કહયું કે, ભાઈ! એમની આટલી બધી ટીકા અને વગોવણી પણ ખોટી છે.
તે કહેવા લાગ્યો : કેમ એમની ટીકા ન કરીએ ? તેઓ રાહે ખુદામાં સફર નથી કરતા. એમના ઉપકારનો બોજ ઉઠાવ્યા વગર કોઈને એમની પાસેથી એક દિરમ પણ મળતો નથી. લુચ્ચાઈથી કમાય છે, કંજૂસાઈથી ખર્ચે છે અને અફસોસ સાથે પાછળ મુકીને મરે છે. બુઝુર્ગોનું આ કથન એમના માટે યોગ્ય જ છે કે, કંજૂસ જમીન તળે દટાય છે ત્યારે એનું ધન જમીનમાંથી બહાર આવે છે.
રાઝ યે કિસ કી સમજ એં આયે ?
કોઈ કમાએ, કોઈ ખાએ !
મેં એને કહયું કે તને એમની કંજૂસાઈની શિકાયત કદાચ એટલા માટે છે કે તેં એમની સામે મદદ માટે હાથ લંબાવ્યો હશે ! જેમના દિલમાં લાલચ ન હોય, એમના મતે કંજૂસ અને દાનવીર, બધા સમાન હોય છે. તેઓ તો પોતાના મનમાં મસ્ત રહીને કોઈની પાસે કંઈ માગતા જ નથી, તો એમને ખબર પણ નથી હોતી કે કોણ કયા ગુણથી ગુણવંત છે?
કહેવા લાગ્યો કે આ બધું સ્વ અનુભવ અને જ્ઞાનના આધારે કહી રહયો છું.
મેં કહયું કે અમીરો એટલા માટે ફકીરોથી દૂર રહે છે કે સવાલીઓ મોહતાજોની ભીડ એમને પરેશાન કરે છે. અને એટલી બધી દોલત એમની પાસે હોતી નથી. હકીકત આ છે કે રણની રેતીના બધા કણો મોતીદાણા બની જાય તો પણ લાલચી દરવેશોની જરૂરતો પૂરી કરી શકાય નહીં!
આખી દુનિયાની દોલત મળી જાય તો પણ લાલચીને સંતોષ નથી થતો, જેમ ઝાકળથી કુવાનો કટોરો ધરાતો નથી.
આ દુનિયા પરસ્ત લોકોની હાલત વિશે તમે વિચારશો તો તમને ખબર પડશે કે એમની બધા દુઃખો અને કષ્ટોનું મૂળ એમની લાલચ અને લાલસા છે. બલકે ઘણી વાર તો તેઓ હલાલ - હરામનો ફરક પણ ભૂલી જાય છે.
ઈંટ કા ટુકડા ભી અગર કુત્તે કી જાનિબ ફેંકે
વો ખુશી સે મૂં ઉછલતા હે કે હડ્ડી મિલ ગઈ
અપને કંધો પર ઉઠા રખા હો લાશા ભી અગર
લાલચી સમજે ગા યે ભી ખ્વાને નેઅમત હે કોઈ
અલબત્ત માલદાર માંહે આવી કોઈ બુરાઈ નથી હોતી. ન્યાય અને સચ્ચાઈથી કહેજો, તમે કદી જોયું કે ચોરીના ગુનામાં કોઈ માલદારનો હાથ કાપવામાં આવ્યો હોય. કેદ અને જેલ, હાથ કાપવો કે કોરડા મારવા, વધુ પડતી આ બધી સજાઓ લાલચુ લોકોને થાય છે. ગરીબના દિલમાં કોઈ વસ્તુનો શોખ ઉદભવે અને ગરીબમાં એટલી સદ્ધરતા ન હોય તો નિંઃશક ગુનાના રસ્તે એ શોખ પુરો કરવાનો પ્રયત્ન કરશે અને અંતે કાનૂનના શિકંજામાં સપડાય છે. યાદ રાખો. ભૂખ અને લોભ, બે જોડિયા વાસનાઓ છે. માણસ જેમ ભૂખથી લાચાર બનીને ગુનો કરી બેસે છે, એમ શોખ - શહવતમાં પડીને પણ પોતાને બરબાદ કરે છે. માલદાર આ બંને બુરાઈઓથી ખાલી હોય છે. જેમ એમના ભંડારોમાં તરેહ તરેહના દાણા — ખાણા હોય છે, એમ જ એમના મહેલોમાં સ્વરૂપવાન સ્ત્રીઓ પણ હોય છે. આવી સ્થિતિમાં તેઓએ ગુનો કરવાની શી જરૂરત હોય ? મારા ભાઈ ! વધુ પડતા ગુનાઓ ગરીબો – દરિદ્રો જ કરે છે.
ભૂખે ને આજ તક નહીં પૂછા હે કિસ કા ગોશ્ત
દજ્જાલ કા ગધા થા કે સાલેહ કી ઊંટની ?
તમને ખબર હોવી જોઈએ કે કેટલાયે ઝાહિદો, એકાંતવાસી અને સન્યાસી લોકો મુફલિસીના કારણે જ ગુનાહોમાં સપડાય ગયા.
શેખ સાદી રહ. કહે છે અમારો વાદ વિવાદ ધીરે ધીરે હવે એવા મુકામે પહોચી ગયો હતો કે દલીલના મેદાનમાં હું એને પછાડી ચુકયો હતો. એની દરેક વાતનો યોગ્ય પુરાવા અને તથ્યો દ્વારા મેં જવાબ આપ્યો હતો, ઉપરાંત મારી દરેક વાત તર્કબદ્ધ અને પુરાવા આધારિત હતી. આવા સંજોગોમાં પાછળથી જે થાય છે, એવું જ થયું. એ આ કહેવાતો દરવેશ મારી સાથે હાથાપાઈ ઉપર ઉતરી આવ્યો અને આમ અમારો વિવાદ – કેસ કાજી સમક્ષ પહોંચી ગયો.
કાજી સાહેબે બધી વાતો વિગતે સાંભળી અને પછી અમને સંબોધની કહયું : દરવેશોની ટીકા કરીને માલદારોના વખાણ કરનાર હે સાદી, ધ્યાનથી સાંભળો !
જયાં ફૂલ હોય છે ત્યાં કાંટા પણ હોય છે.
મદિરાની મજા સાથે માથાનો દુખાવો પણ હોય છે.
ખઝાનાઓ પાસે સાંપ અવશ્ય હોય છે.
સમુદ્રમાં મોતી મળે છે પણ ત્યાં મગરમચ્છ પણ ફરતા હોય છે.
સગાનો સાથ અને દુશ્મનનું દુખ, ખુશી અને ગમી, બંને એકબીજા સાથે પરોવાયેલાં જ હોય છે.
ખઝાનો અને સાંપ, ફૂલ અને કાંટા, બધા સાથે જ હોય છે.
કહેવાનું તાત્પર્ય આ કે અમીરો બધા ભલામાનસ નથી હોતા. એમના માંહે પણ ધીરજવાનો અને અધીરા, ઉપકારી અને અપકારી બંને પ્રકારના લોકો હોય છે.
ઝાકળના બધા બિંદુઓ દુર્લભ મોતી બની જતાં હોત તો પછી એ દુર્લભ અને અનમોલ ન હોત, બજાર એનાથી ભર્યાં પડયાં હોત.
ખુદાના બંદાઓમાં એવા માલદારો પણ છે, જેઓ સંપન્ન અને સમૃદ્ધ હોવા છતાં દરવેશ છે. અને એવા દરવેશો પણ છે જેઓ બાદશાહ બનવાના સપનાં જુએ છે.
હે દરવેશ ! તારી આ વાત સાચી કે ઘણા અમીરો અય્યાશી અને મોજ મસ્તીમાં મસ્ત છે. પાખંડ અને ઘમંડ ભરેલા હોય છે. કોઈને મુસીબતમાં જોઈને પણ પીગળતા નથી કે ખુદાનો ખોફ નથી રાખતા. ઊંટોની પાલકીમાં બેસીને જતા ઘણા લોકો એવા મસ્ત હોય છે કે પાછળ ફરીને જોતા પણ નથી કે કોઈ બિચારું રણમાં કે રેતીમાં તરફડી રહયું છે.
આમ છતાં ઘણા તવંગરો એવા છે જેમણે એમની નેઅમતો – સંપતિ હકદાર લોકો માટે ખુલ્લી મુકી દીધી છે. તેઓ અલ્લાહ તઆલાનો ખોફ રાખે છે, તેઓ સખાવત થકી પ્રસિદ્ધિ પણ કમાય છે અને મગફિરત પણ મેળવે છે. આવા લોકો દુનિયા અને આખિરતમાં ઉચ્ચ મોભો અને મરતબો મેળવે છે.
સુલેમાની સલતનતના વારસદાર, રહેમદિલ સુલતાન, વિશ્વભરમાં ન્યાય માટે ખ્યાત અને દીન – દુનિયામાં સફળતાના શિખરે બિરાજમાન એવા આપણા બાદશાહ અતાબક અબૂબક્ર બિન સઅદ ઝંગી પણ આવા જ એક મહાપુરૂષ છે.
ખુદા એમનું આયુષ્ય લાંબુ કરે અને સલતનતને મજબૂત કરે.
શેખ સાદી કહે છે કે કાઝીની વિદ્વતા ભરી, ન્યાયપૂવર્કની સમતોલ વાતો સાંભળીને અમે બંનેએ સુલેહ કરી લીધી અને એકબીજાને પ્રેમથી ભેટી પડયા.
હે દરવેશ ! શિકાયતના શબ્દો શીદને ઉચ્ચારે છે ? આ સ્થિતિમાં જ મૃત્યુ આવી જશે તો તારું ભાગ્ય ફૂટી જશે.
હે તવંગર ! ખાવું અને ખવડાવવું બંને તારી ફરજો છે. આવા દાતાને અલ્લાહ તઆલા પોતાનો દોસ્ત બનાવે છે.
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
મસ્જિદોમાં એ.સી. અને કમઝોરોની તકલીફ
સવાલ : હયાતુસ્સહાબામાં છે : હઝરત અબૂલ હસન (રદિ.) ફરમાવે છે કે અમે લોકો હુઝૂર (સલ.) પાસે બેઠા હતા, એક માણસ ઉભો થઈને ચાલ્યો ગયો અને જોડા ત્યાં જ ભુલી ગયો, એક માણસે તે જોડા લઈને પોતાની નીચે દબાવી દીધા, તે માણસ થોડી વાર પછી પાછો આવ્યો અને કહેવા લાગ્યો કે મારા જોડા કયાં છે ? લોકોએ કહયું: અમે તો નથી જોયા (થોડી વાર સુધી તે પરેશાન થઈ શોધતા રહયા) ત્યાર પછી જે માણસે જોડા દબાવ્યા હતા તેણે કહયું કે જોડા તો આ રહયા ! આ જોઈ હુઝૂર (સલ.) એ કહયું : એક માણસને પરેશાન કરવાનો શું જવાબ આપશો ? તે માણસે કહયું મેં તો મજાકમાં છુપાવ્યા હતા, હુઝૂર (સલ.) એ બે-ત્રણ વાર કહયું : ''મોમિનને પરેશાન કરવાનો શું જવાબ આપશો ? અન્ય એક રિવાયતમાં રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું : જે માણસ અલ્લાહ પર અને આખિરત પર ઈમાન રાખતો હોય એને જોઈએ કે તે કોઈ મુસલમાનને હરગીઝ પરેશાન ના કરે. (૨ / ૫૨૩)
અને કોઈ પણ મુસલમાનને તકલીફ પહોંચાડવી ગુનાહે કબીરા છે.
ઉપરના વિષય વિશે આપની ખિદમતમાં અરજ છે કે આજકાલ એકબીજાની દેખાદેખી મસ્જિદોમાં એ.સી. લગાડવામાં આવે છે અને ઉનાળાના બળબળતા બપોરે એ.સી. ચલાવે એ તો ઠીક પણ ઉનાળો ગયા પછી પણ ચલાવવામાં આવે છે, મસ્જિદની બારીઓ ખોલવામાં આવે તો પવન હોય કે ઝાડની ડાળીઓ ઝુકી જતી હોય, જો મસ્જિદની બારીઓ ખોલવામાં આવે તો સફો ઉપર વજન મુકવુ પડે, છતાં ચલાવે છે, બહાર વરસાદ પડતો હોય છતાં એ. સી. ચલાવે છે, બલકે મગરીબ, ઈશા અને ફજરમાં વાતાવરણ ઠંડુ હોય છે, પંખા કાફી છે તો પણ ચલાવે છે, હવે એ.સી.ની ઠંડકથી ઘણા કમજોર – ઘરડા અને બીમારોને અસહય તકલીફ થાય છે, પરંતુ શું કરે ? બધી જ મસ્જિદોમાં એ.સી. લગાવેલ છે, હું પાંચ ટાઈમની નમાઝ પહેલી સફમાં પઢતો હતો અને જુઆના દિવસે ૧૨ : ૩૦ કલાકે મસ્જિદમાં પહોંચી જતો અને ૨ : ૧૫ વાગ્યા સુધી રહેતો, તરાવીહ પણ પહેલી સફમાં પઢતો હતો પરંતુ એ.સી. લગાડવાથી મને અસહય તકલીફ થાય છે, એટલે હું મસ્જિદમાં થતા દરેક અમલથી મહરૂમ છું, અલ્લાહના નેક બંદાઓના બયાનમાં શિર્કત કરી શકતો નથી કે તબ્લીગી જોડ જેમાં પાંચ કલાકનો ટાઈમ થાય છે, તેમાં પણ શિર્કત પાબંદીથી કરતો હતો હવે નથી કરી શકતો, જેથી હું ખુબ જ પરેશાન છું અને દુઃખી છું, આ પરિસ્થિતિમાં કેટલાક સવાલો ઉપસ્થિત થાયછે જે નીચે મુજબ છે, સવાલને અનુરૂપ કુર્આન – હદીસની રોશનીમાં જવાબ આપવા મારી નમ્ર અરજ છે.
સવાલ (૧) : મસ્જિદોને એર કંડીશન બનાવવું કેવું છે ? આ બાબતે કુર્આન – હદીસ શું કહે છે.
સવાલ (૨) : આગળ દર્શાવેલ વાકીઆતમાં સામાન્ય દુન્યવી બાબતે મુસલમાનને પરેશાન કરવાને અલ્લાહના નબી (સલ.) હરામ અને ગુનાહે કબીરા બતાવે છે તો એક કમઝોર ઘરડા મુસલમાનોને એ.સી. લગાવી પરેશાન કરવા અને તે પણ અલ્લાહના ઘરમાં, અલ્લાહના સૌથી મહાન હુકમ નમાઝ અદા કરવામાં પરેશાન કરવા બાબત કુર્આન હદીસ શું કહે છે ?
સવાલ (૩) : જે કામથી અનેક નમાઝીઓ પરેશાન થતા હોય તે કામને નેકીનું કામ કહી શકાય ? આ બાબતે કુર્આન – હદીસ શું કહે છે ?
સવાલ (૪) : મસ્જિદમાં એ.સી. લગાડવાથી ઘણા મુસલમાન પરેશાન થાય છે એવા કામમાં મર્હુમોના ઈસાલે સવાબ અર્થે માલ આપવાથી મર્હુમોને સવાબ મળશે ?
સવાલ (૫) : હું પાંચ ટાઈમની નમાઝ પહેલી સફમાં પઢતો હતો, હવે પઢી શકતો નથી, જુમ્આની નમાઝ પહેલી સફમાં પઢી શકતો નથી, તથા દીની મજલિસોમાં શિર્કત કરી શકતો નથી એટલે આ આમાલના સવાબથી મહરૂમ રહું છું એના જવાબદાર કોણ?
સવાલ (૬) : હું અને જેઓને એ.સી.થી તકલીફ થાય છે તેઓ મસ્જિદની બહારના હિસ્સામાં નમાઝ પઢીએ છીએ. હવે મસ્જિદમાં પાછળના ભાગે ઘણી સફો ખાલી રહે છે તો આ સુરતમાં અમારી નમાઝ દુરૂસ્ત થઈ જશે ?
ઉપરના સવાલનો જવાબ કુર્આન – હદીસની રોશનીમાં આપી પરેશાનીનો હલ કરવા વિનંતી છે,
જવાબઃ حامدا و ومصليا ومسلما
પહેલા જમાનામાં પંખાનું અસ્તિત્વ ન હતુ અને સદીઓ બાદ તે અસ્તિત્વ આવેલ, જયારે તે અસ્તિત્વમાં આવેલ તે વખતે મસ્જિદમાં લોકોની સહુલતના ખાતર નમાઝીઓ નમાઝને ઈત્મીનાનથી અદા કરી શકે, તે આશયે તે સમયના હઝરાતે ફુકહાએ મસ્જિદમાં પંખા લગાડવાની ઈજાઝત આપી અને મસ્જિદમાં પંખાની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી, જયારે કે તે સમયની મસ્જિદોનો હાલ આ હતો કે તે ગીચ વસ્તી અને ભરચક આબાદીની જે પરિસ્થિતિ આજે જોવા મળે છે, તે ન હતી અને મસ્જિદ સામાન્ય રીતે ખુલ્લામાં જોવા મળતી હતી, પુષ્કળ હવા ઉજાસ મળી રહે એ રીતનું બાંધકામ જોવા મળતુ હતુ, તેમ છતાં પંખાની સહૂલતની ઈજાઝત હઝરાતે ફુકહાએ આપી.
આજે જયારે કે તે મસ્જિદો જે પહેલા ખુલ્લામા જોવા મળતી હતી, આબાદી વધવાને લઈ ગીચ વસ્તીમાં થઈ ગઈ, પહેલાની જેમ ખુલ્લાપણ અને હવા ઉજાસ પણ બાકી ન રહયો, બલકે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ સતત વધતુ જ જઈ રહયું છે, જેના લઈ પંખાની વ્યવસ્થા અપુરતી માલૂમ પડે છે, અને રાહત પહોંચાડવાનો જે મકસદ છે, તે પૂર્ણ થતો જણાતો નથી, તો આવા સંજોગોમાં નમાઝીઓની સહૂલત માટે, ઈત્મીનાનથી નમાઝ પઢી શકે તે આશયે મસ્જિદમાં એ.સી. ની વ્યવસ્થા કરવી પણ જાઈઝ ઠરશે, આમ કરવું શરઈ રીતે કોઈ જ રીતે વાંધાજનક બાબત નથી.
મસ્જિદના ઈતિહાસનો અભ્યાસ કરવાથી આ વાત સાબિત થાય છે કે નુબુવ્વત કાળથી જ આ વાત પર ઉમ્મતનો સામુહિક અમલ રહેલ છે કે જેમ જેમ દુન્યાની તરક્કીના લઈ નવી નવી સહૂલતો અસ્તિત્વમાં આવતી ગઈ અને તે સહૂલત મસ્જિદની શાનના વિરુદ્ધ ન હતી, તો તે સહૂલત અમલી સ્વરૂપે સાર્વત્રીક રીતે સ્વિકાર કરતા, મસ્જિદમાં તેનાથી ફાયદો ઉઠાવવામાં આવ્યો છે, માટે નમાઝીઓની રાહત માટે ગરમીનું પ્રમાણ અને મસ્જિદની પરિસ્થિતિ જોતા એ.સી.ની સહૂલતથી મસ્જિદમાં ફાયદો ઉઠાવવો જાઈઝ ઠરશે.
કોઈને પરેશાન કરવું, તકલીફ પહોચાડવું ખરેખર મોટો ગુનોહ છે, આપે વર્ણન કરેલ હદીસ શરીફ અને બુઝુર્ગોની હિકાયતોમાં સ્પષ્ટ રીતે માલૂમ થાય છે, બલકે બુખારી શરીફની એક હદીસથી તો જાણવા મળે છે કે જે મુસલમાનથી અન્ય મુસલમાનને તકલીફ પહોંચતી હોય, તો આવો વ્યકિત મુસલમાન કહેવાને લાયક નથી. (બુખારી શરીફ ભાગ : ૧) આનાથી અંદાજો લગાડી શકાય છે કે કોઈને તકલીફ પહોંચાવી એ કેટલી ભયંકર બાબત છે.
અલબત્ત આપે સવાલમાં જે વિગત રજૂ કરી છે, તે પરિસ્થિતિમાં એ.સી ચાલુ કરવાને બીજાને તકલીફ પહોંચાડવાથી, પરેશાન કરવાથી શુમાર કરવું, એક વિચારવા જેવી બાબત છે, મસ્જિદના સંચાલકો જે મસ્જિદનું કારભારુ પોતાને શિરે લઈ પોતાની આખિરત બનાવવા માંગતા હોય, સામાન્ય રીતે આ વ્યવસ્થા કરવા પાછળ નમાઝીઓને રાહત પહોંચાડવાની નિય્યત હોય છે, તકલીફ આપવા માટે નહીં. આવું વિચારવું એ મસ્જિદના વ્યવસ્થાપકો સંબંધિત જાહેર રીતે બદગુમાની છે, જેનાથી કુર્આનમાં મનાઈ ફરમાવવામાં આવી છે. (સૂરએ હુજૂરાત) માટે વ્યવસ્થાપકો પ્રત્યે સારુ ગુમાન રાખવામાં આવે.
મસ્જિદના સંચાલકોએ જોઈએ કે અગર ગરમીનું પ્રમાણ વધુ ન હોય, પંખાથી મસ્જિદમાં ઠંડક થઈ જતી હોય, તો એવી સૂરતમાં એ.સી. ચાલુ ન કરે કે જેથી કરી મસ્જિદનો માલ ફુઝૂલ બરબાદ ન થાય.
નમાઝીઓની રાહત માટે મસ્જિદમાં એ.સી. લગાડવું એક નેક કાર્ય છે, જેના લઈ અગર કોઈ વ્યકિત મસ્જિદમાં એ.સી.ની વ્યવસ્થા કરવા ખર્ચ કરશે, તો તેને અલ્લાહની ઝાતથી ઉમ્મીદ છે કે સવાબ મળશે અને આ વ્યકિત મસ્જિદની તા'મીરમાં ભાગીદાર ગણાશે.
જમાઅતખાનામાં એ.સી. ચાલવાના લઈ, જો આપને જમાતખાનામાં નમાઝ પઢવામાં તકલીફ થતી હોય, તો આપના માટે બિન એ.સી. વાળા ભાગ, બહાર સહનમાં નમાઝ પઢવામાં કોઈ વાંધો નથી, પછી દરમિયાનમાં અમુક સફો ખાલી રહેતી હોય, તો પણ આપની નમાઝ દુરૂસ્ત ગણાશે.
(કિતાબુન્તવાઝિલ : ૪/૩૯૭)
આપ સાહેબ પોતાના ઉઝરના લઈ પહેલી સફમાં નમાઝ નથી પઢી શકતા અને પહેલી સફમાં નમાઝ પઢવાનો આપ અત્યાર સુધી પ્રબંધ કરતા આવ્યા હતા, તો અલ્લાહ તઆલાથી પુરી ઉમ્મીદ છે કે આપને આ સવાબથી મહરૂમ નહીં રાખે.
હઝરત રસૂલુલ્લાહ (સલ.) નું ફરમાન છે : જયારે આદમી બીમાર પડી જાય, અથવા સફરમાં જાય અને તે નફલી આ'માલ જેને તે તંદુરસ્તીની હાલતમાં અને ઈકામતની હાલતમાં અદા કરતો હતો, તેને બીમારી અથવા સફરના લઈ અદા ન કરી શકે તો અલ્લાહ તઆલા બીમારી અને સફરની હાલતોમાં આ નેક આમાલને તે નામાએ આમાલમાં લખી આપે છે. (બુખારી શરીફ, હદીસ નં : ૨૯૯૬)
ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(તા. ૧ ઝુલ હિજ્જતુલ હરામ, ૧૪૩૬ હિ.)
બોધકથા.
નં : ૧૨૭
કાળા કાગડાએ એક દિવસ હંસને જોયો તો એને વિચાર આવ્યો કે આ હંસ કેવો સફેદ અને સુંદર છે. મારા કરતાં એ વધારે નસીબદાર અને ખુશ છે. કાગડો આખરે હંસ પાસે ગયો અને એના વખાણ કરવા લાગ્યો. હંસે જવાબમાં કહ્યું કે હું પણ પોતાને ખુબસૂરત સમજીને ખુશ હતો, પણ પછી પોપટને જોયો તો મને થયું કે એની પાસે બે રંગ છે અને મારા કરતાં એ વધારે સુંદર અને ખુશ છે.
કાગડો ઉડીને પોપટ પાસે ગયો અને સુંદર તેમજ નસીબદાર હોવા વિશે એના વખાણ કરવા લાગ્યો. પોપટે એને જણાવ્યું કે એક સમય સુધી હું પોતાને સુંદર અને ખુશનસીબ સમજતો હતો, પણ પછી મેં મોરને જોયો તો મને ખબર પડી કે એની પાસે તો અનેકાનેક રંગ છે, એની સુંદરતા સામે મારી કોઈ વિસાત નથી. સાચો નસીબદાર અને ખુશ તો મોર જ કહેવાય.
કાગડો હવે મોર પાસે પહોંચ્યો. મોર એક ચીડીયા ઘર - ઝૂ માં બંધ હતો. લોકો દૂર દૂરથી એને જોવા આવતા હતા. ઘણીવાર પછી જયારે લોકો વિખરાય ગયા તો કાગડો મોર પાસે ગયો અને એની સુંદરતાના વખાણ કરવા લાગ્યો. એને જણાવ્યું કે મારા કરતાં તું કેટલો વધારે સુંદર અને નસીબદાર છે.
કાગડાના વખાણ સાંભળીને મોરે એક નિસાસો નાંખ્યો અને કહયું કે, હું સમજું છું કે બધા પક્ષીઓમાં હું સૌથી વધારે સુંદર છું. પણ મારી સુંદરતાના કારણે જ હું અહિંયા કેદ કરી દેવામાં આવ્યો છું. મારી આઝાદી છીનવી લેવામાં આવી છે. મેં અહિંયા રહીને ઘણો વિચાર કર્યો, અને અંતે મને સમજમાં આવ્યું કે, ફકત કાગડો જ એવું પક્ષી છે જે અહિંયા પીંજરામાં નથી. પક્ષીઓમાં મારા મતે સૌથી નસીબદાર કાગડો જ કહેવાય. સાચી ખુશી તો એને જ પ્રાપ્ત છે. કાશ હું કાગડો હોત તો આજે આઝાદ હોત.
મોરની વાત સાંભળીને કાગડાને રાહત થઈ અને પોતાની આઝાદીની કદર કીમત સમજમાં આવી.
બોધ : માણસોમાં પણ આવું જ હોય છે. લોકો એક બીજા સાથે પોતાની તુલના કરીને જીવ બાળે છે અને પોતાને પ્રાપ્ત ખુશીઓથી મજા ઉઠાવી શકતા નથી. માણસે સહુપ્રથમ પોતાની સ્થિતિ ઉપર ખુશ રહીને એની માણવાની જરૂરત છે. અન્યો સાથે તુલના અને મુકાબલો કરવામાં માણસ દુખી પણ થાય છે અને ખુશ રહેવાની પોતાને મળેલી તક પણ ગુમાવી દે છે.
TEACHINGS OF RAMDHAN
Taqwa or Fear of Allah: Taqwa means fear of Allah (God). Ramadan teaches us the most, taqwa. In the last verse of the verse in which Allah has declared fasting obligatory, He said, "So that you may attain taqwa." A fasting person can eat something secretly in the corner of the house if he wants. But, no one does that as the person has fear of Allah. But, we should not only fear Allah during Ramadan, we should hold fear all time. We can learn this lesson of Ramadan and apply it to our daily life by doing good deeds by knowing that Allah is watching us.
Self-control: Self-control means to suppress oneself, to control oneself. In other months, we do bad things or use bad words, these happen very rarely among us during Ramadan. For the sake of the purity of Ramadan, many times we refrain from these misdeeds by thinking about the sanctity of Ramadan. This habit of self-control is formed in us only during the month of Ramadan and we need to continue this throughout the year.
Patience: iftar is ready on the table, but we are not taking anything until the Azan or the exact time to break the fast. This is patience. Someone hurts you, but you did not reply back as you are fasting. This teaches us passion. Further, Ramadan teaches us great patience even in worship. are fasting every day and after completing the Esha prayer we are performing 20 Rakat Taraweeh prayers. This also teaches patience, which we can use in our life.
Good sense of discipline: The well-disciplined feeling that Ramadan teaches us every day, from Sehri to Tarabeeh, is important to our lives, even if we don't see it. During Ramadan, every fasting person has a specific routine, according to which the person manages the whole day. We have to carry this Ramadan-given routine for the sake of welfare even after Ramadan. A tot asil obeyed
Helping the Poor : Ramadan actually gives us a special opportunity to help the poor through Zakat and donation During Ramadan, almost every eligible person pays Zakat to the rightful owners according to their ability. Through this Zakat, we create special sympathy for the poor, orphans, and helpless people of society. We can keep this as throughout the year.
Provide food to Other: The beloved Prophet (peace and blessings of Allah be upon him) has clearly told us that there is reward if we feed someone. In Ramadan, many people come forward to arrange Iftar-sehri for the helpless, aiming to get huge rewards. It awakens a kind of human feeling in us. The gentle mentality of giving food to the hungry develops in us. This is a great lesson we can make a habit even after Ramadan.
Lighten the Labor of the Workers: Ramadan has been instructed to lighten the burden of hardship on employees and to be kind to the workers. Workers' rights are important in Islam. His labor hours, labor value, social status, and nights are preserved in the most beautiful way in Islam. STUNER OS portohaq In addition, during the month of Ramadan, it has been instructed to alleviate the sufferings of the workers, and 37 Allah forgives the person who reduces the workload of his slaves and employees during this month. However, the opposite situation is observed in our country We can learn this empathy from Ramadan imply to our life after Ramadan too.
Equality and Harmony: All Muslims at the same time, in the month of Ramadan, abide by the same rules, refraining from eating and drinking from dawn to dusk And collectively, that is, rich-poor, fair-black, men and women all obey the command of Allah together. Hence, the image of great unity ernerged. Fasting teaches people to refrain from quarrels and fights In this way, it encourages the establishment of harmony and love between each other.
These teachings and lessons of Ramadan wit be effective only when we apply these in the remaining 11 months of the year, We have to spend the every day of our lives focusing on these lessons and applying them to our daily life.
છેલ્લા પાને......
હાર અને પતન
હાર, ધ્યેય પ્રાપ્તિમાં મોડું થવાનું નામ છે. અસફળતા કે પતન નથી. કંઈક અનુભવ અને શીખામણ સાથે ફરીવાર સફળ થવાનો મોકો આપે છે.
મંઝિલ અને રસ્તાના કાંટા
મંઝિલ ઉપર પહોંચવા માટે રસ્તાના કાંટાથી બચવું કાં એને સહીને આગળ વધવું જરૂરી છે. એમાં જ ફસાયને રહી જવાથી મંઝિલ મળતી નથી.
આજનો ડૂબેલો સૂરજ
આજનો ડૂબેલો સૂરજ કાલે ફરીવાર જરૂરી ઉગવાનો છે. માણસે આવતી કાલ સુધી જીવવા અને અને એને જોવાનો શકિત કેળવવાની જરૂર છે.
દેખાડાની ખૂબી
દેખાડાની ખૂબીઓ વાસ્તવિક ખામીઓ કરતાં પણ વધારે નુકસાનકારક હોય છે.
નેકી કર, દરિયામેં ડાલ
નેકીઓ કરતા રહો અને દરિયામાં નાંખતા રહો, કદી જિંદગીમાં તોફાન આવશે તો આ નેકીઓ નાવડી બનીને બચાવી લેશે.
સૌથી સારો અને ખરાબ માણસ
હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જેની ઉમર લાંબી હોય અને એના આમાલ સારા હોય એ સૌથી સારો માણસ છે. એનાથી વિપરીત જે માણસની ઉંમર ટુંકી હોય અને એના આમાલ ખરાબ હોય એ સૌથી ખરાબ માણસ છે.
વેરાન ઘર
હઝરત ઈબ્ને અબ્બાસ રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ વર્ણવે છે કે જે માણસના દિલમાં કુરઆનનો કોઈ પણ હિસ્સો ન હોય, એટલે કે અમુક સૂરતો પણ એને યાદ ન હોય, એ વેરાન ઘરની જેમ છે.
લોકોની વાતો
ઈમામ શાફેઈ રહ. ફરમાવે છે કે લોકોની વાતો પથ્થરોની જેમ હોય છે, એને પીઠ ઉપર લાદીનો ફરશો તો પીઠ તૂટી જશે. માટે આવી વાતોને પગો તળે મુકી દો અને એના ઉપર ચડીને ઊંચા થઈ જાઓ.
આંખ અને માણસ
આંખ એની સામેનું બધું જ જોઈ શકે છે પણ આંખમાં કશું જતું રહે તો આંખને પણ દેખાતું નથી. આવી જ રીતે અન્યોની અનેકાનેક બુરાઈઓ જોનાર માણસને પોતાના અંદર મોજૂદ બુરાઈઓ નજર આવતી નથી.
ખુશી નહીં, હમ તો ગમ ચાહતે હૈં.
ખુશી ઉસે દે દો, જિસે હમ ચાહતે હૈં.
તંત્રી સ્થાનેથી
આપણે જોઈએ છીએ કે દરેક ધર્મના વધુ પડતા અનુયાયીઓ એમના ધર્મને એક પરાપૂર્વેથી ચાલતી આવતી પરંપરા અથવા કોઈ અન્ય બહાને માનતા અને અનુસરતા આવ્યા છે.
ધર્મમાં, ધાર્મિક આદેશોમાં, માન્યતાઓ અને આદર્શોમાં, બલકે જેમને પૂજવામાં આવે છે એ માબૂદોમાં પણ લોકોને શ્રદ્ધા અને યકીન નથી. અમુક તમુક લોકો આમાંથી અપવાદ હોય શકે છે. શ્રદ્ધા ડગમગી જવાના અનેક કારણો છે. એક કારણ તો અન્ય ધર્મોમાં વર્તમાન વિશ્વ યોગ્ય માર્ગદર્શન ન હોવું છે. એક કારણ આ પણ છે કે ધાર્મિક સિદ્ધાંતો અને માન્યતા સ્પષ્ટ રીતે જ ખોટી અને સમજમાં ન આવે એવી હોય છે, જેમ ઈસાઈ ધર્મમાં હઝરત ઈસા અલૈ.ને એક માનવા અથવા ખુદા ત્રણ છે અને ત્રણેવ એક છે, વગેરે.. એ જ પ્રમાણે સન્યાસી જીવન, કંકર એટલા શંકર, વર્ણભેદ, વગેરે...
એક ખાસ કારણ ધર્મનો ઝંડો લઈને ફરતા ધાર્મિક નેતાઓનું આચરણ ધર્મ પ્રમાણે ન હોવું પણ છે.
વ્યકિતગત, કુટુંબિક, આર્થિક સ્વાર્થની વાત આવે અથવા દોસ્તી – દુશ્મનીની લાગણી આડે આવે તો ખૂબી અને સંસ્કારને છોડીને એનાથી વિપરીત બદી અને કુસંસ્કાર અપનાવી લેવાનું વલણ સામાન્ય બાબત છે. આમ થવાથી સામાન્ય માણસ એમના ધર્મને ફકત થોથાંની ફિલોસોફી માને છે, આચરણની વસ્તુ નહીં.
અલબત્ત મુસલમાનોમાં આવું નથી. ધાર્મિક નેતાઓ, મૌલાનાઓ, બુઝુર્ગો અને કોઈ પણ રીતે દીન અને ઈસ્લામની મહેનત કરતા લોકો શકય એટલા ઈસ્લામ મુજબ અમલ કરવાના પ્રયાસ કરે છે. એ માટે કુરબાની આપે છે. જેના કારણે સામાન્ય મુસલમાનની શ્રદ્ધા પણ ઈસ્લામ ઉપર બાકી રહે છે.
ધીરે ધીરે હવે મુસલમાનોમાં પણ આ બાબતે ઢીલાશ આવી રહી છે. વિશેષ કરીને માલ-સંપત્તિ અને હોદ્દા-પ્રસિદ્ધિની લાલચે હવે મુસલમાનોના ધાર્મિક આગેવાન કહેવાતા લોકો પણ લપસી જાય છે.
વર્તમાન વિશ્વમાં આ એક પોઈન્ટ થકી અન્યધર્મના લોકો સામે આપણે ઈસ્લામની સચ્ચાઈ પૂરવાર કરી શકીએ છીએ. માટે ઈસ્લામ અને દીને ઈસ્લામની મહેનત કરતા દરેક માણસે, મોલ્વી, મુફતી, આલિમ, હાફિજ, મુબલ્લિગ, વાએઝ, લેખક અને ગમે તે ક્ષેત્રમાં લોકો જો કોઈ માણસને ઈસ્લામ ઉપર અમલ કરવામાં અને ઈસ્લામની દાવત આપવામાં આગળ પડતો સમજતા હોય તો એણે જોઈએ કે દઢતા અપનાવે, અડગ રહે અને દુન્યવી માન – મોભાની કે માલ- હોદ્દાની કુરબાની આપવાની વાત આવે તો તત્પર રહે. આ બાબત અન્ય ધર્મોના લોકોને ઈસ્લામ પ્રતિ આકર્ષે છે, એટલું જ નહીં, સામાન્ય મુસલમાનોને પણ ઈસ્લામ ઉપર અડગ રહેવામાં ઘણી મદદ કરે છે.