અલ-બલાગ : ઓક્ટોબર-2024

તંત્રી સ્થાનેથી
સબ્ર અને સંયમની જરૂરત

દુનિયાની દરેક કોમ અને શકિતઓ મુસલમાનોને મારવા અને નષ્ટ કરવા એકસંપ થઈ ગઈ એવું લાગી રહયું છે. યુરોપના અનેક દેશોમાં મુસલમાનો પ્રત્યે નફરત પ્રગટ કરવા માટે વાણી - વિચારની આઝાદીના ઓઠા હેઠળ કુરઆન સળગાવવામાં આવી રહયાં છે. ફ્રાંન્સ અને જર્મનીમાં તો ભારતની જેમ મુસ્લિમ નફરતના સહારે ચુંટણીઓ લડવામાં આવી રહી છે. ભારતમાં અન્ય દરેક કોમના ગુનાઓ છુપાવીને મુસલમાનોના ગુનાઓને ચગાવવામાં આવે છે અને અલગાવવાદનું વાતાવરણ સર્જવામાં આવી રહયું છે. કશ્મીરમાં અન્ય ભારતીયો જમીન ખરીદ કરીને રહી શકે એટલે બંધારણમાં પણ સુધારો કરવામાં આવે છે અને હિમાચલ - ઉત્તરાખંડમાં અન્ય રાજયોમાંથી આવેલ મુસલમાનોને પાછા કાઢવાની ચળવળ ચલાવવામાં આવે છે. અમેરિકા જેવી મોટી સૈનિક શકિતઓથી લઈ શ્રીલંકા જેવો નાનકડો દેશ પણ મુસલમાનો સાથે અન્યાયનો વર્તાવ કરે છે, પેલેસ્ટાઈનના ખાલી હાથ મુસલમાનોને મારવા બલકે જીવતા ઓગાળી દેવા માટે ભારત સહિત આખું યુરોપ શસ્ત્રો સપ્લાય કરે છે. મીડીયા, કોર્પોરેટ અને સૈન્યશકિત દ્વારા મુસલમાનોને રંજાડવામાં આવે છે, મુસલમાનોને ખરાબ ચીતરવા ઉપરાંત ઈસ્લામના સિદ્ધાંતો અને કુર્આન હદીસ બાબત ભ્રામકતાઓ ફેલાવવામાં આવે છે, ઈસ્લામના મહાપુરુષો એટલે કે પયગંબરો અને સહાબા બાબત ઘસાતું બોલવા-લખવામાં આવે છે, વગેરે.. આ બધું સદીઓથી ચાલે છે, બીજા વિશ્વયુદ્ધ પછી અનેક નાનકડા ટુકડાઓમાં વહેંચી નાખીને શત્રુઓ મુસ્લિમ વિશ્વ તરફથી કંઈ અંશે નચિંત થઈ ગયા હતા, પણ મુસલમાનોમાં આજ કાલ ચાલી રહેલ જાગૃતિની લહેરથી ફરી પાછા તેઓ અનેક મોરચે વધુ સક્રિય થઈ ગયા છે, અને ફરી પાછા સૈન્યશકિત, પ્રેસ-મીડીયા અને અન્ય હથિયારો વડે મુસલમાનો ઉપર ચઢાઈ કરી રહયા છે, એમના આ બધા પ્રયત્નો પૂર્ણ સફળ તો નથી નિવડતા, પણ મુસલમાનોને નુકસાન જરૂર પહોંચાડે છે, અને મુસલમાનો પણ એનાથી વધારે નહીં તો કંઈ તો નાસીપાસ થાય જ છે...


ખુદાની કુદરત.... આવી પરિસ્થિતિમાં આશાનું કિરણ કોઈ બીજી બાજુએથી પ્રગટ થઈ રહયું છે, એટલે કે યુરોપ અને અમેરિકામાં નવા લોકો ઈસ્લામ સ્વીકારી રહયા છે, અને એક નવી શકિત નવા જોમ-જુસ્સા વાળી ઈસ્લામને મળી રહી છે.


શત્રુઓ એનાથી પણ અજાણ ન હોય એ સ્પષ્ટ છે, ઇસ્લામ સ્વીકારની આ લહેરને રોકવા ખાતર બધા જ પ્રયાસો કરવામાં આવી રહયા છે, પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ત્રાસવાદી બતાવવા, બુરખાને બંદીની નિશાની ગણાવવી, ટોપી-પાઘડીને ત્રાસવાદીઓનો લિબાસ દર્શાવવો, મદરસાઓને કટ્ટરવાદના તાલીમ કેન્દ્રો ચીતરવા વગેરે...પણ વાસ્તવિકતા આમ કંઈ ઢંકાય ખરી ? સમજદારો અને બોદ્ધિકો સ્વપરિચય અને અભ્યાસને અંતે ઈસ્લામને ગળે લગાવે છે. આવી સ્થિતિમાં શત્રુઓ એક નવી યુકિત અજમાવી રહયા છે, અને તે છે મુસલમાનોને વિભાજિત કરવાની. મુસલમાનોના વિવિધ સમુહો કે પંથોને એટલા દૂર કરી દેવામાં આવે કે તેઓ એક બીજાને કાફિર કહેતા થઈ જાય..


આનાથી એમના બે મકસદ છે, મુસલમાનોને કમઝોર કરવાનો, અને ઇસ્લામ સ્વીકાર કરનારાઓને ભ્રમમાં નાખવાનો. નવો માણસ વિચારતો રહી જાય કે કયો ઇસ્લામ સાચો?


જ્યાં જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આ કામ કરવામાં આવે છે, કયાંક આધુનિક અને જુનવાણી એમ બે ભાગોમાં મુસલમાનોને વહેંચી નાખવામાં આવે છે, કયાંક સરકારી અને બગાવતી કબીલાઓના નામે આ ખેલ ખેલાય છે, તો કયાંક બીજી રીતે...


સ્પષ્ટ શબ્દોમાં કહું તો આજકાલ સરકારી મિશનરીઓ તરફથી કાદયાની, શિયા, સુન્ની, દેવબંદી, બરેલ્વી મુસલમાનોને અલગ અલગ રીતે પંપાળીને બીજા સમુદાય વિરુદ્ધ ઉભા કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહયા છે. માટે દરેક મુસલમાને સંયમ, સહનશીલતા અને નબવી હિકમતથી કામ લઈને આ પડકારનો સામનો કરવાનો છે. થોડી અકરામણથી વ્યાકુળ થઈને ફાટી જવું શાણા માણસો અને મોમિનની શાન નથી.


અલ્લાહ તઆલા દરેકને સાચી સમજ આપે.

એક અલ્લાહ 
આકાશ, જમીન અને સર્વસૃષ્ટિનો માલિક

લેખક : મુફતી ફરીદ અહમદ કાવી 

بسم الله الرحمن الرحيم


وَلِلّٰهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوْتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللّٰهَ وَإِنْ تَكْفُرُوْا فَإِنَّ لِلّٰهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَكَانَ اللهُ غَنِيًّا حَمِيدًا وَلِلّٰهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَكَفَى بِاللَّهِ وَكِيلًا۔ إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ، وَكَانَ اللّٰهُ عَلَى ذٰلِكَ قَدِيرًا مَنْ كَانَ يُرِيْدُ ثَوَابَ الدُّنْيَا فَعِنْدَ اللّٰهِ ثَوَابُ الدُّنْيَا وَالْآخِرَةِ وَكَانَ اللّٰهُ سَمِيعًا بَصِيرًا 


તરજમહ : અને આસમાનો તેમજ જમીનમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે, અને નિશંક અમે તમારાથી આગળના અહલે કિતાબ લોકોને અને તમને પણ તાકીદ કરી છે કે અલ્લાહ તઆલાથી ડરો. અને જો તમે ઇન્કાર (કુફ્ર) કરશો તો પણ જે કંઈ આસમાનોમાં છે અને જે કંઈ જમીનમાં છે એ બધું અલ્લાહ તઆલાનું જ છે. અને અલ્લાહ તઆલા બેનિયાઝ બધી ખૂબીઓવાળો છે. (૧૩૧) અને આસમાનોમાં છે તે અને જમીનમાં છે તે બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ તઆલા કાર્ય કરનાર તરીકે કાફી છે. (૧૩૨) હે લોકો ! જો અલ્લાહ તઆલા ચાહે તો તમને ખતમ કરી દે અને બીજાઓને લઈ આવે. અને અલ્લાહ આમ કરવા ઉપર પૂર્ણ શક્તિ ધરાવનાર છે. (૧૩૩) જે કોઈ દુનિયાનો બદલો ચાહતો હોય તો અલ્લાહ પાસે તો દુનિયા અને આખિરત બંનેનો બદલો છે અને અલ્લાહ બધું સાંભળનાર બધું જોનાર છે. (માટે બંને સવાબ માંગવા જોઈએ.)

તફસીર : આ આયતો મુળ રીતે પાછલી અનેક આયતોમાં અલ્લાહ તઆલાએ વર્ણવેલ અમુક બાબતોની સ્પષ્ટતા છે. પ્રથમ અલ્લાહની ઉદારતા, એના ખઝાના અને માલિકી - સલતનતની વિશાળતાનું વર્ણન છે. અને આ એટલા માટે પાછળની અનેક આયતોમાં અલ્લાહ તઆલાની બેનિયાઝી અને ઉદારતા – વિશાળતાનું વર્ણન હતું. આટલી વિશાળ ધરતી, એના ખઝાનાઓ, એની ચારે તરફ અનંત દેખાતું આસમાન, એના ઉપર બીજા છ આસમાનો, પછી ઉપર અર્શ, અસંખ્ય ફરિશ્તાઓ, જન્નત જહન્નમ અને એમાં જે કંઈ છે એ બધું. આ બધાથી વધીને અલ્લાહ તઆલાની શકિત અને કુદરત. માણસ પાસે તો એટલી વિચાર શકિત પણ નથી કે અલ્લાહ તઆલાની વિશાળતાનો કયાસ કરી શકે.

પછી તકવાની તાકીદ છે. જે દરેક ઉમ્મતને અલ્લાહ તઆલા તરફથી કરવામાં આવી છે. અગાઉની આયતોમાં યતીમોના માલ બાબતે, ઓરતના હકો સગાઓને અને શોહરને અલ્લાહ તઆલાથી ડરવા (તકવા)ની તાકીદ કરવામાં આવી છે. આ હુકમ દરેક ઝમાનામાં દરેક માટે છે. અને એનો ઈન્કાર કરનાર કાફિર ગણાય.

કારણ કે અલ્લાહ તઆલાને માનનાર અલ્લાહ તઆલાથી ડરનાર જ હોય અને જે અલ્લાહ તઆલાથી ડરતો ન હોય એ નિશંક અલ્લાહ તઆલાનો અથવા એની શક્તિ – અઝાબ – સવાબ વગેરેનો ઈન્કાર કરે છે. અને કોઈના ઈન્કાર કરવાથી અલ્લાહ તઆલાની શક્તિ, કુદરત અને વિશાળતામાં કશી કમી નથી આવવાની. બધું એનું જ છે અને એનું જ રહેશે.

પછી અલ્લાહ તઆલાની કારસાઝી એટલે કે બંદાઓના કામો પૂરા કરવાની કુદરતનું વર્ણન છે. આ માટે કુરઆનમાં સામાન્ય પણે 'વકીલ' શબ્દ દ્વારા અલ્લાહ તઆલાની આ સિફત અને કુદરત વર્ણવવામાં આવી છે. વકીલ એટલે બીજાનું કામ એના વતી કરી આપનાર. અલ્લાહ તઆલા બંદાઓના કામો એની આસાની માટે પૂરા કરી દે છે. મુસીબતો હલ કરી દે છે, દુશ્મનને ખતમ કરી નાખે છે, વગેરે. આ હકીકત સમજાવવા ખાતર અલ્લાહ તઆલાએ પોતાના માટે વકીલ શબ્દ વાપર્યો છે. પાછળની આયતોમાં હતું કે શોહર - બીવી જો અલગ થઈ જશે તો અલ્લાહ તઆલા એ બંનેને સદ્ધર કરી દેશે. એનો આ પુરાવો છે.

પાછલી ઘણી આયતોમાં તકવાનો હુકમ હતો, અલ્લાહ તઆલાની બેનિયાઝીનું વર્ણન પણ હતું. બંદાઓની ઇતાઅત કે ઇન્કારની અલ્લાહ તઆલાની શક્તિ, કુદરત અને કારસાઝીમાં કોઈ ફરક નથી પડતો, એનું પણ વર્ણન છે, એને અલ્લાહ તઆલા વધારે સ્પષ્ટ કરીને ફરમાવે છે કે અમે ઇચ્છીએ તો નેક – બદ બધાને ખતમ કરીને નવા માણસો પેદા કરવા કે નવા મુસલમાન સામે લાવવા શક્તિ શાળી છીએ. કુરઆનમાં બીજા સ્થળે એમ પણ છે કે તેઓ તમારા જેવા નાફરમાન ન હશે. એટલે કોઈ ઇબાદત કરનારનું પણ અલ્લાહ તઆલા ઉપર કોઈ એહસાન નથી અને નાફરમાની કરનાર કોઈ નુકસાન નથી કરી શકતો.

છેલ્લી આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે દુનિયાના બધા કામો ચાહે ઇબાદત હોય કે અન્ય મામલાઓ, ઝઘડાઓ, સુલહ વગેરે કરવામાં ફકત દુનિયાનો બદલો અને ફાયદો સામે ન રાખો. અલ્લાહ તઆલા પાસે દુનિયા અને આખિરત, બંનેનો બદલો છે, એટલે બંનેની નિયત રાખો.

આયતથી આ પણ સમજાયું કે દુનિયાનો બદલો આપનાર પણ અલ્લાહ તઆલા જ છે. જે આખિરતનો બદલો આપનાર છે. સુલેહ કે તલાક કે અન્ય કોઈ પણ કામ કરતી વેળા દુનિયાના માલ અને બદલાની આશા રાખી શકાતી હોય તો આખિરતના બદલાની આશા કેમ ન રાખવામાં આવે ? આ નસીહત એટલા માટે કરવામાં આવી કે પાછલી આયતોમાં ઓરતને હુકમ હતો કે શોહરને કંઈક માલ આપીને સુલેહ કરી લે. એટલે હવે શોહરને કહેવામાં આવે છે કે સુલેહમાં અલ્લાહ તઆલાના સવાબની ઉમીદ રાખો અને માલ વગર પણ ઓરત સાથે સુલેહ કરીને સદવર્તન કરો.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. 

ભાગ નંબર : ૧૮૭ (બ્લેકબર્ન. યુ.કે.)


ઈસ્મે આ'ઝમ


હદીસોથી જાણવા મળે છે કે અલ્લાહ તઆલાના અસ્માએ હુસ્નામાંથી અમુક એવા છે કે તેમને એટલા માટે વધુ અગત્યના અને બુઝુર્ગી પ્રાપ્ત છે કે જયારે તેમના મારફત દુઆ કરવામાં આવે તો કબૂલ થવાની વધુ આશા રાખી શકાય છે.


તે નામોને હદીસમાં “ઈસ્મે આ'ઝમ” કહેવામાં આવ્યા છે. પરંતુ ચોક્કસ પણે સાફ રીતે તેમને નક્કી કરવામાં આવ્યા નથી. પણ કોઈ ભોગે તેમને પદડામાં રાખવામાં આવ્યા છે. જેવી રીતે “'શબે કદ્ર” અને જુમ્આના દિવસે દુઆ કબૂલ થવાની ખાસ ઘડીને પડદામાં રાખવામાં આવ્યા છે. હદીસોથી એ પણ જાણવા મળે છે કે અલ્લાહપાકનું કોઈ એક જ નામ “ઈસ્મે આ'અઝમ” નથી. જેમકે ઘણા લોકો સમજે છે બલકે અસંખ્ય નામોને “ઈસ્મે આ'અઝમ” કહેવામાં આવ્યા છે. તે હદીસોથી એ પણ સ્પષ્ટ થાય છે કે લોકોમાં “ઈસ્મે આ'અઝમ”નો જે ખ્યાલ છે અને તેના વિષે જે વાતો પ્રચલિત છે તે બિલ્કુલ બે બુનિયાદ છે. ખરી હકીકત એ જ છે જે ઉપર અરજ કરવામાં આવી. તે પછી એ વિષેની હદીસો નીચે વાંચો.


(۳۱) عَنْ بُرَيْدَهُ أَنَّ رَسُولَ اللَّهِ ﷺ سَمِعَ رَجُلًا يَقُولُ اللّٰهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدُ وَلَمْ يَكُنْ لَّهُ كُفُواً أَحَدٌ ، فَقَالَ دَعَا اللّٰهَ بِاسْمِهِ الْأَعْظَمِ الَّذِي إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ  (رواه الترمذي وابو داؤد) 

હઝરત બુરૈદહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ એક માણસને આ પ્રમાણે દુઆ કરતાં સાંભળ્યો, તે અલ્લાહ સામે અરજ કરી રહ્યો હતો : એય અલ્લાહ ! હું મારી જરૂરત તારાથી જ માગું છું, એના વસીલાથી કે બસ તું જ અલ્લાહ છે. તારા સિવાઈ કોઈ માલિક અને માઅબૂદ નથી. તે એક અને એકલો છે. બિલ્કુલ બેપરવા છે. બધા તારા હોશિયારા છે. તારી કોઈ અવલાદ નથી. તું કોઈની અવલાદ નથી. અને તારો કોઈ બરાબરીનો નથી. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ (જયારે તે બંદાને આ દુઆ કરતાં સાંભળ્યો) તો ફરમાવ્યું કે એ બંદાએ અલ્લાહ તઆલા પાસે તેના “ઈસ્મે આ'અઝમ”ના વાસ્તાથી દુઆ કરી છે. જયારે તેના વસીલાથી તેની પાસે માંગવામાં આવે તો તે આપે છે. અને જયારે તેના વસીલાથી દુઆ કરવામાં આવે તો તે કબૂલ કરે છે.


(۳۲) عَنْ أَنَسٍ‏ؓ قَالَ كُنتُ جَالِسًا مَعَ النَّبِيِّ ﷺ فِي الْمَسْجِدِ وَرَجُلٌ يُصَلِّي فَقَالَ اللّٰهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْحَنَّانُ الْمَنَّانُ بَدِيعُ السَّمَوَاتِ وَالْأَرْضِ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ يَا حَيُّ يَا قَيُّومُ أَسْأَلُكَ فَقَالَ النَّبِيُّ ﷺ دَعَا اللّٰهَ بِاسْمِهِ الْأَعْظَمِ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطٰى (رواه الترمذي وأبو داود والنسائي وابن ماجة)


હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે હું એક દિવસ મસ્જીદમાં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની સેવામાં હાજર હતો. અને એક માણસ ત્યાં નમાઝ પઢી રહ્યો હતો, તેણે પોતાની દુઆમાં અરજ કરી કે અય અલ્લાહ ! હું તારી પાસે પોતાની હાજતો માંગું છું તેના વસીલાથી કે બધા વખાણ તારા જ માટે લાયક છે તારા સિવાય કોઈ માબૂદ નથી. તું ઘણો જ મહેરબાન અને ઘણો એહસાન કરનાર છે. જમીન અને આસમાનનો સર્જનહાર તુ છે. હું તારી જ પાસે માગું છું એય ઝુલ્જલાલી વલ્ઈકરામ તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે આ માણસે અલ્લાહના તે “ઈસ્મે આ'અઝમ”ના વાસ્તાથી દુઆ કરી છે કે તેના વાસ્તાથી દુઆ કરવામાં આવે તો તે કબૂલ કરે છે. અને જયારે તેના વાસ્તાથી માંગવામાં આવે તો અર્પણ કરે છે. (તિર્મિઝી, અબૂ દાઉદ)


(۳۳) عَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيدَ أَنَّ النَّبِيَّ ﷺ قَالَ اسْمُ اللّٰهِ الْأَعْظَمُ فِي هَاتَيْنِ الْآيَتَيْنِ وَاِلٰهُكُمُ اِلٰهٌ وَاحِدٌ لَا إِلٰهَ إِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِيمُ وَفَاتِحَةِ آلِ عِمْرَانَ ۔ الۤمۤ اللهُ لَا إِلٰهَ إِلَّا هُوَالْحَيُّ الْقَيُّومُ - (الترمذي وأبو داود وابن ماجة الدارمي)


અસ્મા બિન્તે યઝીદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અલ્લાહ તઆલાનું ઈસ્મે આ'અઝમ આ બે આયતોમાં મોજુદ છે. એક વ ઈલાહુકુમ ઈલાહું વાહિદ, અને બીજી આલે ઈમ્રાનની શરૂ આયત “અલિફ લામ મિમ અલ્લાહુ લાઈલાહ ઈલ્લા હુવ લ્હય્યુલ્કય્યુમ”.


ખુલાસો: આ હદીસોમાં વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે અલ્લાહ તઆલાના કોઈ એક ખાસ પાકનામને “ઈસ્મે આ'અઝમ” કહેવામાં નથી આવ્યું પણ એ વાત વધુ સમજમાં આવે છે કે છેલ્લી હદીસમાં જે બે આયતોનો હવાલો આપવામાં આવ્યો અને એનાથી પહેલાં બન્નેવ હદીસોમાં બે માણસોની જે બે દુઆઓ નકલ કરવામાં આવી, તેમાંથી દરેકમાં અસંખ્ય અલ્લાહના નામોની ખાસ ગોઠવણીથી અલ્લાહના જે જોડાયલા નામો અને ગુણો સમજાય છે. તેને “ઈસ્મે આ'અઝમ”થી યાદ કરવામાં આવ્યા છે.


હઝરત શાહ વલિયુલ્લાહ મુહદ્દીસ દહેલ્વી રહ. જેમને અલ્લાહ તઆલાએ આવી બાબતના ઈલ્મ અને મઅરિફતના ખાસ ભંડાર અર્પણ કર્યા હતા. તેઓ પણ આ હદીસોથી એજ સમજયા છે. વલ્લાહુ અઅલમ.


કુર્આન મજીદની તિલાવત


વર્ણવામાં આવ્યું છે કે કુર્આન મજીદની તિલાવત પણ “અલ્લાહ તઆલાના ઝિક્ર”નો એક માર્ગ છે. અને અમુક હૈસિયતથી સૌથી અફઝલ અને ઉમ્દા માર્ગ છે. તેમાં માણસનું પરોવાયેલું રહેવું અલ્લાહ તઆલાને ઘણું જ પસંદ છે.


બેશક અલ્લાહ તઆલા છબી અને સેમ્પલથી દૂર છે. પરંતુ નાચીઝ સંપાદકે એ હકીકતને પોતાના જાતી અનુભવથી સારી રીતે સમજી લીધી છે કે જયારે કોઈને એવી હાલતમાં જોયો કે તે મારી લખેલી કોઈ કિતાબ ધ્યાન પૂર્વક વાંચી રહ્યો છે. તો દિલ ખુશીથી છલકાય ગયું. અને તે માણસ સાથે એક ખાસ સંબંધ જોડાઈ ગયો. એવો સંબંધ જે ઘણા નજીકના સગાઓ અને દોસ્તો સાથે પણ નથી હોતો. મતલબ કે મેં તો મારા એ અનુભવથી જ સમજી લીધું કે જયારે અલ્લાહ તેના કોઈ બંદાને તેના કલામ કુર્આન પાકની તિલાવત કરતાં સાંભળે અને જુએ છે તો તે બંદા પર તેને કેટલો પ્યાર જાગતો હશે. (અલબત્ત એ બંદો કોઈ મહાન ગુનાહના લીધે અલ્લાહના કરમનો હકદાર ન હોય તો અલગ વાત છે.)


રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ઉમ્મતને કુર્આન પાકની બુઝુર્ગીથી વાકીફ કરી તેની તિલાવત વગેરેની પ્રેરણા આપવામાં જે વિવિધ નામો વાપર્યા છે. અમે પણ એ વિષેની હદીસો વિવિધ પ્રકરણોમાં વહેંચીએ છીએ. અલ્લાહ તઆલા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના તે કથનોથી એવો ફાયદો ઉઠાવવાની તોફિક આપે. જે તેનો ખરો હેતુ છે.


કુર્આન મજીદની બુઝુર્ગી અને ફઝીલત


કુર્આન પાકની મહાન બુઝુર્ગી માટે એટલું જ બસ છે કે તે અલ્લાહ તઆલાનું કલામ છે. અને અલ્લાહ તઆલાનો ખાસ ગુણ છે. હકીકત એ છે કે આ જગતમાં જે કંઈ છે. અહીંયા સુધી કે ધરતીની મખ્લૂકમાં કા'બા શરીફ અને નબીઓ અલૈ.ની પવિત્ર હસ્તીઓ, અને ઉપરની દુનિયા અને ગેબની દુનિયાની મખ્લૂકમાં અર્શ, કુરસી, તખ્તી, કલમ, જન્નત, અને જન્નતની નેઅમતો તેમ તેના બિલ્કુલ નજીકના ફરિશ્તા, આ બધી જ વસ્તુ તેમની જાણીતી અને માન્ય રાખેલ બુઝુર્ગી હોવા છતાં ખુદા નથી પણ મખ્લૂક છે. પરંતુ કુર્આન મજીદ અલ્લાહ તઆલાની સર્જેલી અને તેનાથી અલગ કરેલી કોઈ વસ્તુ નથી. તેનો ખરો ગુણ છે જે તેની આલી જાત સાથે સંકળાયલો છે.


અલ્લાહ પાકનું મહાન કરમ અને તેની મોટામાં મોટી નેઅમત છે કે તેણે તેના રસૂલે અમીન (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) મારફત તે કલામ અમારા સુધી મોકલ્યું અને અમને એ લાયક બનાવ્યા કે તેની તિલાવત કરી શકીએ અને આપણી ઝબાનથી પઢી શકીએ પછી તેને સમજી પોતાના જીવનનો માર્ગ બતાવનાર બનાવીએ.


કુર્આન મજીદમાં છે કે અલ્લાહ તઆલાએ “તુવા”ની પવિત્ર યાદમાં એક ઝાડથી હઝરત મુસા અલૈ.ને પોતાનું કલામ સંભળાવ્યું હતું, કેટલું ખુશ નસીબ હતું તે નિર્જીવ ઝાડ જેને હક તઆલાએ પોતાનું કલામ સંભળાવવા માટે સબબ તરીકે વાપર્યુ હતું, જે બંદો ઈખ્લાસ અને અઝમત તેમ એહતેરામ સાથે કુર્આન મજીદની તિલાવત કરે છે. તેને તે સમયે મુસા અલૈ. વાળા ઝાડનો શર્ફ નસીબ થાય છે. અને જાણે તે એ સમયે અલ્લાહના પવિત્ર કલામની રેકાર્ડ હોય છે. હક એ છે કે માણસ એનાથી વધીને કોઈ શર્ફનો વિચાર પણ કરી શકતો નથી.


આ ટુંકી રૂપ રેખા પછી કુર્આન મજીદની બુઝુર્ગી અને ફઝીલતના બયાનમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની નીચેની અમુક હદીસો વાંચો :-

 (٣٤) عَنْ أَبِي سَعِيدٍ ؓ قَالَ قَالَ رَسُولُ اللّٰهِ ﷺ يَقُولُ الرَّبُّ تَبَارَكَ وَتَعَالٰى مَنْ شَغَلَهُ الْقُرْآنُ عَنْ ذِكْرِى وَمَسْأَلَتِي اَعْطَيْتُهُ أَفْضَلَ مَا أُعْطِي السَّائِلِينَ وَفَضْلُ كَلَامِ اللّٰهِ تَعَالٰى عَلٰى سَائِرِ الْكَلَامِ كَفَضْلِ اللّٰهِ عَلَى خَلْقِهِ (رواه الترمذى والدارمي والبيهقي في شعب الايمان)


હઝ. અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે : રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે અલ્લાહ તઆલનો ઈર્શાદ : જે માણસને કુર્આને મારા ઝિક્રથી અને મારી પાસે માંગવાથી અને દુઆ કરવાથી મશ્ગુલ રાખ્યો. હું તેને માંગનારાઓ અને દુઆઓ કરનારાઓથી અફઝલ અર્પણ કરીશ. અને બીજા કલામોના મુકાબલામાં અલ્લાહ તઆલાના કલામને એવી જ બુઝુર્ગી અને ફઝીલત છે જેવી તેની મખ્લૂકના મુકાબલામાં અલ્લાહ પાકને પોતે.


ખુલાસો :– આ “મઆરિફુલ હદીસ”માં પહેલાં પણ વર્ણન થઈ ચુકયું છે કે જયારે કોઈ હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)અલ્લાહ તઆલાના હવાલાથી કોઈ વાત ફરમાવે અને તે વાત કુર્આનમાં ન હોય તો ખાસ પરિભાષામાં એવી હદીસોને “હદીસે કુદસી” કહેવામાં આવે છે. હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.ની આ હદીસ પણ એ જ પ્રકારની છે. તેમાં બે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૧) એક એ કે અલ્લાહ તઆલાના જે બંદાને અલ્લાહ તઆલાના કલામે પાક સાથે એવી મુશ્ગુલી હોય કે તે રાત દિવસ તેની જ સાથે લાગેલો વળગેલો રહેતો હોય એટલે તેની તિલાવતમાં, તેને યાદ કરવામાં, તેમાં વિચાર મગ્ન રહેતો હોય, અથવા તેને શિખવા શિખવવામાં ઈખ્લાસ સાથે મગ્ન હોય અને કુર્આન પાકમાં એવી કાયમી મશ્ગુલીયતના કારણે તે સિવાયનો અલ્લાહ તઆલાનો ઝિક્ર, તેની હમ્દ, તસ્બીહ, અને તેનાથી દુઆઓ કરવાનો મોકો જ ન મળતો હોય, તો તે એમ ન સમજે કે નુકસાનમાં રહેશે. અને ઝિક્ર તેમ દુઆ કરનારને અલ્લાહ તઆલા જે અર્પણ કરે છે. તે તેને નહીં મળે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવે છે કે અલ્લાહ તઆલાનો ફેંસલો છે કે એવા બંદાને હું સૌથી વધારે અને સૌથી સારૂ આપીશ. જે ઝિક્ર કરનાર અને દુઆઓ માંગનાર બંદાઓને અર્પણ કરૂં છું. બીજી વાત આ હદીસમાં એ ફરમાવવામાં આવી છે કે અલ્લાહ તઆલાના કલામને બીજા કલામોના મુકાબલામાં એવી જ ફઝીલત અને બુઝુર્ગી પ્રાપ્ત છે જેવી કે અલ્લાહતઆલાને જાતે તેની મખ્લૂકના મુકાબલામાં છે. અને એનું કારણ એ જ છે કે તે અલ્લાહ તઆલાનું કલામ અને તેની હમેશાંની સિફત છે.

 (٣٥) عَنْ عَلِي قَالَ إِنِّي سَمِعْتُ رَسُولَ اللَّهِ ﷺ يَقُولُ إِنَّهَا سَتَكُونُ فِتْنَةٌ، قُلْتُ مَا الْمَخْرَجُ مِنْهَا يَا رَسُولَ اللهِ ﷺ ؟ قَالَ كِتَابُ اللَّهِ، فِيهِ نَبَأُ مَا قَبْلَكُمْ وَخَبَرُ مَا بَعْدَكُمْ وَحُكْمُ مَا بَيْنَكُمْ هُوَ الْفَصْلُ لَيْسَ بِالْهَزْلِ، مَنْ تَرَكَهُ مِنْ جَبَّارٍ قَصَمَهٗ اللهُ، وَمَنِ ابْتَغَى الْهُدٰى فِيْ غَيْرِهٖ أَضَلَّهُ اللّٰهُ، وَهُوَ حَبْلُ اللّٰهِ الْمَتِيْن، وَهُوَ الذِّكْرُ الْحَكِيم، وَهُوَ الصِّرَاطُ الْمُسْتَقِيم، هُوَ الَّذِي لَا تَزِيغُ بِهِ الْأَهْوَاءُ وَلَا تَلْتَبِسُ بِهِ الْأَلْسِنَةُ وَلَا يَشْبَعُ مِنْهُ الْعُلَمَاءُ وَلَا يَخْلُقُ عَنْ كَثْرَةِ الرَّدِ وَلَا يَنْقَضِي عَجَائِبُهُ، هُوَ الَّذِي لَمْ تَنْتَهِ الْجِنُّ إِذْ سَمِعَتْهُ حَتّٰى قَالُوا ”إِنَّا سَمِعْنَا قُرْآناً عَجَباً يَهْدِى إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ“ مَنْ قَالَ بِهِ صَدَقَ وَمَنْ عَمِلَ بِهِ أُجِرَ وَمَنْ حَكَمَ بِهِ عَدَلَ وَمَنْ دَعَا إِلَيْهِ هُدِىَ إِلٰى صِرَاطٍ مُّسْتَقِيمٍ (رواه الترمذى والدارمي)


હઝરત અલી મુર્તઝા રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી સાંભળ્યું આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એક દિવસ ફરમાવ્યું ચેતી જાઓ, એક ઘણો મોટો ફિત્નો આવનાર છે. મેં અરજ કરી યા રસૂલલ્લાહ ! એ ફિત્નાની બુરાઈથી બચવાનો શું માર્ગ છે ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “અલ્લાહ તઆલાની કિતાબ” તેમાં તમારાથી પહેલી ઉમ્મતોના બોધ દાયક પાઠ છે. અને તમારા પછીની તેમાં ખબરો છે. (એટલે અમલ અને અખ્લાકના જે દુનિયા અને આખિરતના પરિણામો અને ફળો ભવિષ્યમાં સામે આવશે, કુર્આન પાકમાં તે બધાંથી ચેતવણી આપી દીધી છે.) અને તમારા વચમાં જે મસાઈલ ઉપસ્થીત થશે, કુર્આનમાં તેનો ફેંસલો અને હુકમ મોજુદ છે. (હક, નાહક, ખરૂ, ખોટુ, સૌ વિષે) તે છેલ્લા ફેંસલા રૂપ છે. તે બેકાર વાત અને જુઠ નથી. જે કોઈ જાલિમ અને માથા ફરેલ માણસ તેને છોડી દેશે. (એટલે અભિમાન, અને શરારતના કારણે કુર્આનથી મોં ફેરવશે) અલ્લાહપાક તેને તોડી નાંખશે. અને જે કોઈ સત્ય માર્ગ કુર્આન વગર શોધશે તેના હાથ ફકત ગુમરાહી અલ્લાહ તઆલા તરફથી આવશે. (એટલે તે સત્ય માર્ગથી અભાગ્ય રહેશે.) કુર્આન જ અલ્લાહ તઆલાની મજબુત દોર છે. એટલે અલ્લાહ તઆલા સાથેના મજબૂત સંબંધનો વસીલો છે. અને મજબુત નસીહત નામું છે. તે જ સીધો રસ્તો છે તે જ ખુલ્લો હક છે. જેની તાબેદારીથી ખ્યાલો વળાંકથી બચી જાય છે. અને જીભો તેમાં ગરબડ કરી શકતી નથી. (એટલે જેમ આગલી કિતાબોમાં જીભ વડે ફેરફાર આવ્યા, અને ફેરફાર કરનારાઓએ કયાંનું કયાં પઢી તેને બદલી નાંખ્યું, એવો કુર્આનમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. અલ્લાહ તઆલાએ કયામત સુધી તેને સાચવવાની વ્યવસ્થા કરી દીધી છે.) અને ઈલ્મવાળા તેના ઇલ્મી ખજાનાથી કદી સેરાબ થશે નહીં, (એટલે કુર્આનમાં ધ્યાન મગ્ન રહેવું અને તેની હકીકતો અને મઆરિફ શોધવાનું કામ કાયમ માટે ચાલુ રહેશે. કયારેય એવો સમય નહિં આવે કે કુર્આનનું ઈલ્મ પ્રાપ્ત કરનારાઓ એવું માને કે અમે કુર્આનનું ઇલ્મ પુરેપુરૂ ગ્રહણ કરી લીધું, હવે અમારે ગ્રહણ કરવા માટે કંઈ બાકી રહ્યું નથી.બલકે કુર્આનના તાલિબે ઈલ્મોની હાલત હમેશાં એવી રહેશે કે તેઓ કુર્આનના ઈલ્મમાં જેટલા આગળ વધશે. એટલી જ તેમની તલબ પ્રગતિ કરતી રહેશે. અને તેમની જિજ્ઞાસા એ હશે કે જે કંઈ અમે ગ્રહણ કર્યુ છે તે અમે નથી ગ્રહણ કરી શકયા તેના મુકાબલામાં કંઈ જ નથી.) અને કુર્આન પાક વધુ વપરાસથી જુનુ નહિં થાય (એટલે જેમ દુનિયાની બીજી કિતાબો વારંવાર વાંચવાથી તેના વાંચનારને મજા નથી આવતી કુર્આન પાકનો મામલો તેનાથી બિલકુલ વિરૂધ્ધ છે. તે જેટલું પઢવામાં આવશે અને જેટલું તેમાં વિચાર મગ્ન રહેશે. એટલી જ તેમાં મજા અને લિઝઝતમાં વધારો થતો જશે. અને તેની નવાઈઓ (એટલે તેની બારીકીઓ અને લતીફ હકીકતો) કદી ખતમ નહીં થાય. કુર્આનની એ શાન છે કે જયારે જિન્નાતોએ એ સાંભળ્યું તો એકદમ બોલી ઉઠયા.


إِنَّا سَمِعْنَا قُرْآناً عَجَباً يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ -


અમે કુર્આન સાંભળ્યું જે ઘણું જ નવાઈ પમાડનાર છે. રસ્તો બતાવે છે ભલાઈ તરફ બસ અમે તેના ઉપર ઈમાન લઈ આવ્યા.


જેણે કુર્આન પ્રમાણે વાત કરી તેણે સાચી વાત કહી, અને જેણે કુર્આન પર અમલ કર્યો, તે અજર અને સવાબનો હકદાર બન્યો, અને જેણે કુર્આન પ્રમાણે ફેંસલો કર્યો તેણે પ્રમાણિકતા સાથે ઈન્સાફ કર્યો, અને જેણે કુર્આન તરફ બોલાવ્યા, તેને સીધા રસ્તાની હિદાયત મળી ગઈ.


ખુલાસો :– આ હદીસ કુર્આન કરીમની બુઝુર્ગી અને ફઝીલતમાં બેશક ઘણી જ મજબુત હદીસ છે. તેમાં જે કલિમા અને વાકયો ખુલાસો કરવા જેમ હતા, તેનો ખુલાસો અનુવાદમાં જ કરી દેવામાં આવ્યો છે.


અમ્ર બિલ મઅરૂફ – નહિ અનિલ મુન્કરનું મહત્વ

ગુનાને સાંખી ન લ્યો. શકિત મુજબ રોકટોક કરો 

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ : “ઇસ્લામી સિયાસત”નો ક્રમશ અનુવાદ. મુફતી ફરીદ અહમદ કાવી.


અત્યાર સુધીના લખાણથી આટલું તો સ્પષ્ટ થઈ ગયું કે આપણી બધી પરેશાનીઓનું મુળ ઇસ્લામી જીવન પ્રણાલીથી આપણી ગફલત છે અને ઇસ્લામના આદેશો ઉપર અમલ ન કરવું છે. એટલે યાદ રાખવું જોઈએ કે મુસલમાનની તરક્કીનો ભેદ ઇસ્લામના આદેશો ઉપર અમલ કરવામાં જ છુપાયેલો છે. એના સિવાય બીજું કંઈ નહીં. માટે એક છેલ્લી નસીહત અને વસિય્યત કરું છું :


نصیحت گوش کن جانان که از جان دوست تردارند جوانان سعادت مند پند پیر دانا را


જયાં પણ કોઈ નાજાઇઝ કામ થતું જુઓ અને એના રોકવા ઉપર શકિત હોય તો એમાં પાછા ન પડો. અને જયાં શકિત ન હોય ત્યાં ફસાદ વિવાદ ઉભો ન કરો. આ બે વાતો ઘણી જ બારીક અને મહત્વની છે. એમાં આપણે ઘણીવાર ભૂલ કરી બેસીએ છીએ. ઘણા કામો જે આપણે કરી શકીએ છીએ, છતાં સંબંધોનો ખ્યાલ રાખીને, અવલાદ કે સંબંધીઓની મુહબ્બતના કારણે આપણે એના ઉપર ખામોશ રહીએ છીએ, નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે :


من رأى منكم منكرا فليغيره بيده ، فإن لم يستطع فبلسانه ، فإن لم يستطع فبقلبه و ذلك أضعف الإيمان


તમારામાંથી જે માણસ પણ કોઈ નાજાઇઝ કામ થતું જુએ એને પોતાના હાથો વડે બદલી નાંખે, જેમ કે કોઈ નાજાઈઝ વસ્તુ બનતી જુએ અને શક્તિ હોય તો એને તોડી નાખે. કોઈને ગુનાહ કરતો જુએ તો એને હાથ પકડીને લઈ જાય. શક્તિ હોય તો મારીને પણ રોકે. અને જો એની શક્તિ ન હોય તો ઝબાન વડે બદલે. એટલે કે હાથ વડે રોકવાની શકિત ન હોય તો ઝબાનથી બોલીને ગુનાથી રોકે. અથવા કમથી કમ એ કામ નાજાઇઝ હોવાનું એલાન કરે કે કરનારને એની જાણ કરે. અને જો એની પણ શક્તિ ન હોય તો દિલમાં એ ગુનાના કામને બૂરું સમજે. અને આ ઈમાનનો છેલ્લો દરજો છે. બીજી રિવાયતમાં છે કે એનાથી નીચે ઈમાનનો કોઈ દરજો નથી.


અને સ્પષ્ટ છે કે માણસ કોઈ ગુનાને દિલથી પણ બુરો ન સમજતો હોય તો એણે એ ગુનાના કામને દિલથી પસંદ કરી લીધેલું ગણાય, પછી ઈમાનનો કયો દરજો બાકી રહે. આ જ આધારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમે ફરમાવ્યું છે કે 


أفضل الجهاد كلمة حق عند سلطان  

એટલે કે ઝાલિમ બાદશાહ સામે હક વાત કહેવી સૌથી બેહતરીન જિહાદ છે. કેમ કે બાદશાહને તો હાથો વડે રોકવાની શક્તિ માણસમાં ન હોય એટલે એને ઝબાનથી જ કહી દેવામાં આવે, કદાચ એને અસર કરે અથવા કમથી કમ એને ખબર તો પડે કે મારું ફલાણું કામ નાજાઇઝ છે. જે પોતાની જહાલતના કારણે નાજાઈઝને જાઈઝ ન સમજતો રહે, નહીતર એને કદી તોબાની તોફીક નહીં થાય.


નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ કોઈ જઆમતમાં શરીક હોય અને એમાં એક માણસ નાજાઇઝ કામ કરતો હોય, પછી આ જમાઅતના લોકો એને રોકવા બાબતે શક્તિ હોવા છતાં એને રોકે નહીં તો જમાઅતના બધા લોકો મરતાં પહેલાં એ ગુનામાં પડશે.


ઘણી સખત વઈદ છે. આપણે આપણી અવલાદને, આપણા નીચેના લોકોને સ્પષ્ટ રૂપે નાજાઇઝ કામો કરતા જોઈએ છીએ, એમના ઉપર આપણને કાબુ છે, છતાં પણ એમની મહોબ્બતમાં કે દીન વિશે લાપરવાહી અને ગફલતના કારણે એમને રોકતા નથી. એમાં ન તો એમની ભલાઈ છે ન આપણી. એમને પણ મુસીબતમાં નાખીએ છીએ અને પોતાને પણ. આ જ અવલાદ, ચાકર, બીવી કે બહેન માલ - સંપત્તિનું કોઈ નુકસાન કરે, આપણા માન મોભા વિરુદ્ધ કોઈ વાત બોલી દે તો આપણે એની પાછળ પડી જઈએ છીએ. માર્યા વગર છોડતા નથી. અપશબ્દો કે ગાળો તો જરૂર જ એને સંભળાવીશું. પરંતુ આ જ માણસ જો નમાઝ ન પઢતો હોય, દાઢી મુડાવતો હોય, અલ્લાહ તઆલાના અને શરીઅતના કોઈ હુકમ વિરુદ્ધ કરતો હોય તો એને મારવાની વાત તો દૂર રહી, મોઢેથી બે શબ્દો પણ આપણે નથી કહેતા. બલકે કંઈ કહેવાનો દિલમાં વિચાર પણ નથી આવતો. સરકારનો કોઈ ગુનેગાર હોય કે વિરોધી હોય, હત્યાનો આરોપી હોય, અને આપણી પાસે આવીને બેસે તો મોઢેથી ભલે એને કંઈ ન કહીએ પણ દિલમાં વારંવાર આ ખ્યાલ આવશે કે આ ગુનેગાર મારી પાસે બેસેલો છે, કયાંક મને પણ એની સાથે પકડી લેવામાં ન આવે. એની સાથે અલ્લાહનો વિરોધી, ગુનેગાર માણસ આપણી પાસે આવે છે તો એને મોઢેથી બે શબ્દો કહેવાની વાત તો દૂર રહી, દિલમાં વિચાર પણ નથી આવતો કે આ અલ્લાહના ગુનેગાર સાથે હોવાના કારણે હું પણ કયાંક એની સાથે પકડમાં આવી જઈશ તો ? કુરઆન અને હદીસમાં અનેક વાર આ વિશે ચેતવણી આપવામાં આવી છે. ઉપરથી અલ્લાહ તઆલા જેવો સર્વ શક્તિમાન, જે દુનિયા અને આખિરતનો બાદશાહ છે, અને દુનિયાના બધા બાદશાહો એના કબજામાં છે, આપણા દિલમાં થોડો પણ એ ખુદાનો ખોફ પણ નથી આવતો ? જાહેરમાં અને જાણી જોઈને એના હુકમો વિરુદ્ધ કરવામાં આવે તો પછી આપણા ઉપર મુસીબતો ન આવે તો શું થાય ? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે :


અલ્લાહ તઆલા અમુક લોકોના ગુનો કરવાના કારણે બધાને અઝાબ નહીં આપે. જયાં સુધી ગુનેગારોને રોકવાની શક્તિ હોય છતાં રોકે. અને જયારે એવા સંજોગો થઈ જાય કે ગુનેગારને ગુનો કરવાથી રોકવાની શક્તિ હોય છતાં ન રોકવામાં આવે તો પછી અલ્લાહ તઆલા સારા - નરસા બધા લોકોને અઝાબમાં સપડાવી દે છે.


આ બધી વાતો હું રિસાલા તબ્લીગમાં લખી ચુકયો છું. અહિંયા મારે એટલું જ કહેવું છે કે કોઈ બુરાઈ – ગુનાને રોકવાની માણસની શક્તિ હોય છતાં એને રોકવાની કોશિશ ન કરવી પોતાને મુસીબત અને પરેશાનીઓમાં નાખવા જેવું છે. આજકાલ આપણી પરેશાનીઓ જેના ઘણા બધા અસબાબ છે એમાં એક સબબ આ પણ છે કે કોઈ વિરોધી કે દુશ્મનને એની આબરૂ ઉડાડવાની નિયતે કે એનો મોભો ઘટાડવાની નિયતે આપણે દીન વિશે જરૂર ટોકીએ છીએ, કંઈ નહીં તો એના વિરુદ્ધ એક ફતવો છાપી દેવામાં આવે છે. પરંતુ પોતાના કોઈ સગાને, દોસ્ત કે લાડલાને કદી ટોકવાનો ઈરાદો પણ નથી કરતા. નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જયારે મારી ઉમ્મત દુનિયાને મોટી અને મહાન સમજશે તો ઇસ્લામનું મહત્વ એમના અંદરથી જતું રહેશે. અને જયારે નેકી કરવાનો હુકમ અને બુરાઈથી રોકવાનું છોડી દેવામાં આવશે તો વહી એટલે કે કુરઆનની બરકતોથી મહરૂમ થઈ જશે.


એક હદીસમાં છે કે તમને બે નશાઓ ઘેરી લેશે. એક જિંદગીની મહોબ્બતનો નશો. બીજો જહાલતનો નશો. એટલે કે ઇલ્મ મેળવવાથી દૂર રહેવાનો શોખ. આવા સમયે તમે નેકીનો હુકમ અને બુરાઈની રોકટોક ખતમ કરી દેશો. અને આ ઝમાનામાં કુરઆન હદીસ ઉપર અડગ રહેનાર એવા હશે જાણે ઊંચા દરજાના મુહાજિરીન અને અન્સાર સહાબા.


નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે લોકો અલ્લાહ તઆલાના હુકમો ઉપર અડગ હોય અને જે લોકો અલ્લાહના હુકમો ઉપર અમલ ન કરતા હોય, અને ગુનાહો કરતા હોય એમની ઉદાહરણ તે સમુહ જેવું છે જે બધા એક સાથે કોઈ પાણીના જહાઝમાં સવાર હોય. જેમાં અમુક લોકો ઉપરની મંઝિલે હોય અને બીજા અમુક નીચેના માળે. નીચે વાળા લોકોને વારંવાર પાણી માટે ઉપર આવવું પડે છે, એટલે તેઓ એમ વિચારીને કે વાંરવાર ઉપર જવામાં ઉપર વાળાઓને પણ તકલીફ છે, આપણે જહાઝની તળિયે કાણું પાડી લઈએ, જેથી ત્યાંથી પાણી મળતું રહે. આવી સ્થિતિમાં જો ઉપરના માળ વાલા લોકો એમને રોકશે નહીં તો જહાઝમાં કાણું પડી જશે અને એટલું પાણી અંદર આવી જશે કે બધા ડૂબી જશે. …


ઇસ્લામનું નૂર, મક્કાથી મદીના

મક્કામાં ઇસ્લામ અને મુસલમાનોનું કામ આસાન ન હતું. મક્કાના લોકો દ્વારા ઘણી સતામણી અને અદાવતનો સામનો કરવો પડતો હતો. ખાનદાનના લોકો કંઈક સમર્થન કરતા હતા પણ ઇસ્લામ સ્વીકાર કરવા તૈયાર ન હતા. મક્કાના જે સજ્જનોએ ઇસ્લામ સ્વીકાર કર્યો હતો એમને પણ સતાવવામાં આવતા હતા.


સીરતકાર ઈબ્ને ઇસ્હાક લખે છે કે શરૂમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ બધી નમાઝો સંતાયને મક્કાની આસપાસ પહાડોની કોઈ તળેટીમાં જઈને પઢતા હતા. હઝરત અલી રદિ. પણ એમના વાલિદ અબૂતાલિબ અને અન્ય કાકાઓથી સંતાયને જતા હતા અને બધી નમાઝો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે પઢતા હતા. એક દિવસ અબૂતાલિબે જોઈ લીધા તો પૂછયું કે આ કેવો દીન – ધર્મ છે? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે અલ્લાહનો, એના ફરિશ્તાઓનો, એના પયગંબરોનો અને આપણા વડીલ - પૂર્વજ બુઝુર્ગ હઝરત ઇબ્રાહીમ અલૈ.નો ધર્મ છે. મને અલ્લાહે રસૂલ બનાવ્યો છે. અને તમે જ તે હકદાર માણસો છો, જેને સહુપ્રથમ આ દીનની દાવત પેશ કરવામાં આવે. અબૂતાલિબે કહયું કે હું મારા બાપદાદાઓની રસમને છોડી શકતો નથી. અલબત્ત હું તમને કોઈ તકલીફ નહીં પહોંચવા દઉં.


નુબુવ્વત મળ્યા પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પ્રથમ સાવચેતી પૂર્વક અમુક્તમુક લોકો સામે જ ઇસ્લામની દાવત રજૂ કરતા હતા. જાહેરમાં ઇસ્લામી દાવત અને એનો સંદેશ લોકો સામે વર્ણવતા ન હતા. ચોથા વરસે અલ્લાહ તઆલા તરફથી જાહેરમાં ઇસ્લામ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને સહુપ્રથમ ઘરના અને ખાનદાનના લોકોને તબ્લીગ કરવાનું કહેવામાં આવ્યું તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સફા પહાડ ઉપર ચઢીને ખાનદાનના લોકોને ભેગા કર્યા અને ઇસ્લામની દાવત આપી. પરંતુ વરસોથી મુર્તિપૂજાના રંગે રંગાયેલા લોકો એકદમ સમજે એમ ન હતા. અબૂલહબે તો એ જ મજલિસમાં એલફેલ બકવાસ કરીને જવાબ આપ્યો.


નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બીજો પ્રયાસ કર્યો અને ખાનદાનના લોકોને ખાવાની દાવત ઉપર ભેગા કર્યા. આ માટે હઝરત અલી રદિ.ને વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. હઝ. અલી રદિ. હજુ ઘણા નાના હતા. આશરે ૧૪ વર્ષની ઉમર હશે, છતાં સરસ બંદોબસ્ત ફરમાવ્યો. દસ્તરખાન ઉપર બકરાના પગ અને દૂધ વગેરેની વ્યવસ્થા હતી. ખાનદાનના ચાલીસ જેટલા લોકો શરીક હતા. હઝ, હમ્ઝહ રદિ, અબ્બાસ રદિ., અબૂલહબ અને અબૂતાલિબ પણ હતા. લોકો ખાણાથી પરવાર્યા તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઉભા થઈને ફરમાવ્યું : હે અબ્દુલ મુત્તલિબના વારસદારો ! ખુદાની કસમ ! હું તમારી સામે દુનિયા અને આખિરતની બેહતરીન નેઅમત પેશ કરું છું. તમારામાંથી કોણ એમાં મારી મદદ કરીને મને સાથ આપશે ? જવાબમાં બધાં ચુપ રહયા. ફકત અલી રદિ. બોલ્યા કે, એમ તો હું ઉંમરમાં નાનો છું, અને મારી આંખોમાં બીમારી અને પગો પાતળા છે, છતાં હું તમારો સહાયક અને મદદગાર બનીશ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : સરસ. તમે બેસી જાઓ. આવું ત્રણ વાર થયું. પણ કોઈ બીજું આગળ આવ્યું નહીં. અંતે મુસલમાનોએ હિજરતની રાહ અપનાવી. બે વાર નાના-મોટા સમુહોમાં હિજરત કરીને હબ્સહ ગયા અને શાંતિથી રહેવા લાગ્યા અહિંયા મક્કામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અડગતાથી ઇસ્લામનો પયગામ મક્કાના લોકો અને હજ, ઉમરહ, તવાફ માટે બહારથી આવનાર લોકો સામે રજૂ કરતા હતા. મક્કાની આસપાસ અને દૂર રહેતા અનેક મજબૂત કબીલાના લોકો સાથે મુલાકાત કરીને એમને ઇસ્લામ સ્વીકારની દાવત આપીને રજૂઆત કરતા કે તમે મુસલમાન થઈને તમારા શહેરને મુસલમાનો માટે સલામત સ્થળ તરીકે બનાવી લ્યો તો હું તમારી પાસે હિજરત કરીને આવી જઈશ.


ઇસ્લામની દાવત માટે તાઈફ પણ ગયા. આ બધી મહેનતોમાં ધાર્યું પરિણામ મળતું ન હતું. સહાય અને સમર્થન તો દૂરની વાત, તકલીફો, અડચણો અને અવરોધોના પહાડ સામે હતા. આ દરમિયાન હઝરત હમ્ઝહ રદિ. અને હઝરત ઉમર રદિ. જેવા બહાદુર અને શકિતશાળી લોકોના ઇસ્લામ સ્વીકારથી મુસલમાનોને કંઈક રાહત થઈ.


દસેક વરસ પછી મદીનાથી હજ માટે મક્કા માટે આવતા ઓસ અને ખઝરજ કબીલાના લોકોને ઇસ્લામની દાવતમાં પોતાનું ઉજળું ભવિષ્ય દેખાયું. તેઓ મદીનામાં યહૂદીઓ સાથે રહેતા હતા અને એમના સહવાસથી એટલું જાણતા હતા કે એક છેલ્લા નબી આવશે અને એમની ફરમાબરદારીમાં દુનિયા આખિરતની કામ્યાબી છે. યહૂદીઓ એમને કહેતા કે એ નબી આવશે તો એમની સાથે મળીને તમારો ખાતમો કરીશું. મદીનાવાસીઓના કિસ્મતમાં અલ્લાહ તઆલાએ સઆદત લખી હશે એટલે એમણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાતો સાંભળીને વિચાર્યું કે આ જ તે નબી છે, યહૂદીઓ એમને અપનાવે એ પહેલાં આપણે એમને અપનાવી લઈએ. અને આમ મદીના શરીફમાં ધીરે ધીરે ઇસ્લામનો ફેલાવો થવા લાગ્યો.


હઝ. ખવલહ બિન્તે ષઅલબહ રદિ.

મદીનાના બુઝુર્ગ અન્સારી ખાતૂન


અમીરુલ મુઅમિનીન હઝ. ઉમર રદિ. એક દિવસ અમુક માણસો સાથે કયાંક જઈ રહયા હતા. રસ્તામાં એક વૃદ્ધ ઓરત એમને મળ્યાં. એમણે હઝ. ઉમર રદિ.ને રોકી લીધા અને વાતો શરૂ કરી દીધી. હઝ. ઉમર રદિ. પણ માથું નમાવીને એમની વાતો સાંભળતા રહયા. જયારે એમની વાતો પૂરી થઈ ત્યારે આગળ વધ્યા.


કોઈકે પૂછયું કે આ વૃદ્ધ ઓરતની વાતો આટલા ધ્યાનથી કેમ સાંભળતા રહયા ? અને બધા સાથીઓને પણ એના કારણે રોકાવું પડયું ?


હઝ. ઉમર રદિ.એ ફરમાવ્યું તમને ખબર છે આ કોણ ઓરત છે ? એમની વાત તો અલ્લાહ તઆલાએ સાત આસમાનો ઉપર પણ સાંભળી હતી. ખુદાની કસમ ! આ વૃદ્ધા આખી રાત ઉભી રહેત તો હું પણ નમાઝ પઢવા સિવાય કોઈ કામ ન કરત અને એની વાત સાંભળ્યા કરત.


આ ઓરત હઝ. ખવલહ બિન્તે ષઅલબહ રદિ. હતાં. તેઓ મદીનાના રહેવાસી હતાં. અન્સારના ખઝરજ કબીલાના હતાં. એમના નિકાહ એમના પિત્રાઈ ભાઈ હઝ. અવસ બિન સામિત રદિ. સાથે થયા હતા. હઝ. અવસ રદિ. અને હઝ. ઉબાદહ બિન સામિત બન્ને ભાઈ હતા. અને બન્ને ભાઈ મોટા વડીલ સહાબામાં ગણાતા હતા. હઝ. ખવલહ રદિ. પણ એમના શોહર હઝ. અવસ રદિ. સાથે મુસલમાન થયાં હતાં.


આમ તો તેઓ ઘરનું કામ કરતાં એક સામાન્ય સ્ત્રી હતાં. પણ અચાનક એક એવી ઘટના ઘટી ગઈ જેના કારણે તેઓ સહાબા વચ્ચે મશહૂર પણ થયાં અને સહાબા માંહે એમનું માન – સન્માન પણ વધી ગયું.


ઘટના એમ હતી કે હઝ. ખવલહ રદિ.ના શોહર હઝ. અવસ રદિ. વૃદ્ધ માણસ હતા. ઘડપણના કારણે એમનો સ્વભાવ ચિડાઉ બની ગયો હતો. નાની નાની વાતે પણ ગુસ્સે થઈ જતા અને અમુક વાર તો કાબૂ બહાર થઈ જતા. એકવાર ગુસ્સામાં એમણે પોતાની બીવી એટલે કે હઝ. ખવલહ રદિ.ને એમ કહી દીધું કે  أنت على كظهر أمی અર્થાત તું મારા માટે એવી છે જેમ મારી માં ની પીઠ. આ શબ્દોનો અર્થ એ ઝમાનામાં એવો હતો કે તું મારા ઉપર મારી માં ના જેમ હરામ છે. આવું કરવાને અરબીમાં “ઝિહાર” કહેવામાં આવે છે. ગુસ્સો ઉતર્યો તો એમને ઘણો પસ્તાવો થયો કે આ શું થઈ ગયું. હવે ઘર સંસાર બચાવવા શું કરવું ? હઝ. ખવલહ રદિ. પણ પરેશાન હતાં. અને જયારે હઝ. અવસ રદિ.એ પણ એમની સાથે પસ્તાવો વ્યકત કર્યો કે મારાથી ભૂલ થઈ ગઈ તો એમણે કહયું કે તમે મને સ્પષ્ટ શબ્દોમાં તો તલાક નથી આપી, પણ મને એ પણ ખબર નથી કે આ શબ્દો કહયા પછી આપણા વચ્ચે હવે શોહર બીવીનો સંબંધ બાકી છે કે ખતમ થઈ ગયો ? તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જાઓ અને આ બાબતે હુકમ પૂછી લ્યો.


હઝ. અવસ રદિ.એ કહયું કે મને તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જવામાં શરમ આવે છે. તમે જ જાઓ અને રસૂલે ખુદાને મસ્અલો પૂછી આવો.


હઝ. ખવલહ રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં આવ્યાં. આપ રદિ. એ વેળા હઝ. આઈશહ રદિ.ના ઘરે રોકાયેલા હતા. હઝ. ખવલહ રદિ. આવ્યાં અને પૂરો કિસ્સો બતાવીને અરજ કરી કે યા રસૂલલ્લાહ ! મારા માં - બાપ તમારા ઉપર કુરબાન. મારી, મારા બચ્ચાઓની જિંદગીને તબાહીથી બચાવવાની કોઈ સૂરત છે ?


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે મારો ખ્યાલ છે કે તમે હવે એમના માટે હરામ થઈ ગયાં છો. અને અમુક હદીસોમાં આવો જવાબ છે કે, આ વિશે અલ્લાહ તઆલાનો શું હુકમ છે એ મને ખબર નથી.


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ જવાબ સાંભળીને હઝ. ખવલહ રદિ. રડવા કરગરવા લાગ્યાં કે અવસ તો મારો પિત્રાઈ ભાઈ છે, એ વૃદ્ધ છે અને એનો ચીડયો સ્વભાવ બધા જાણે છે. એણે ગુસ્સામાં આવું કહયું છે. અને હું કસમ ખાયને કહું છે કે આ તલાક નથી જ. અલ્લાહ વાસ્તે કોઈ એવી સૂરત બતાવો કે મારી, મારા વૃદ્ધ શોહર અને અવલાદની જિંદગી બરબાદ ન થાય.


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની વાતે અડગ રહયા કારણ કે આ વિશે કોઈ નવો હુકમ અલ્લાહ તઆલા તરફથી આવે તો જ કંઈ કહી શકાય એમ હતું. હઝ. ખવલહ રદિ. પણ માયૂસ થયાં નહીં. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મનાવવાની કોશિશ કરતાં રહયાં, અંતે હાથ ઉઠાવીને દુઆ કરવાં લાગ્યાં કે હે કરીમ રબ ! હું તારી સામે મારી આ સખત મુસીબતની ફરિયાદ કરું છું. હે અલ્લાહ ! અમારા માટે રહમત હોય એવો હુકમ તારા નબી મારફત અમને અતા ફરમાવ.


હઝ. આઇશહ રદિ. ફરમાવે છે કે આ દ્રશ્ય એટલું કરૂણ લાગણીવાળું હતું કે ઘરના બધા સભ્યોની આંખો ભીની થઈ ગઈ.


હજુ હઝ. ખવલહ રદિ.નો આગ્રહ ચાલુ જ હતો કે બીજી તરફ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર વહી ઉતરવાની અસર દેખાવા માંડી. હઝ. આઈશહ રદિ.એ હઝ. ખવલહ રદિ.ને કહયું કે થોડો સબ્ર કરી લ્યો. કદાચ અલ્લાહ તઆલા તમારા માટે જ કોઈ હુકમ નાઝિલ કરી દે.


હઝ. ખવલહ રદિ. માટે આ અત્યંત કઠણ સમય હતો. દિલની બેચેનીનો કોઈ પાર ન હતો. એક તરફ એવી બીક પણ હતી કે કદાચ અલ્લાહનો હુકમ એમના વિરુદ્ધ હશે તો આ ગમ તેઓ બરદાશ્ત નહી કરી શકે. અલબત્ત વહી પૂરી થઈ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફ જોયું તો આપ મુસ્કુરાય રહયા હતા. એમને થોડી શાંતિ થઈ અને હુકમ સાંભળવા ઉભા થઈ ગયાં. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ખવલહ ! અલ્લાહ તઆલાએ તમારો ફેસલો કરી દીધો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સૂરએ મુજાદલહ છેલ્લે સુધી પઢી સંભળાવી. જેમાં પહેલી જ આયતમાં હઝ. ખવલહ રદિ. વિશે કહેવામાં આવ્યું હતું :


قَدْ سَمِعَ اللهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِيْ زَوْجِهَا وَتَشْتَكِيْ إِلَى الله وَاللهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا إِنَّ اللّٰهَ سَمِيعٌ بَصِيرٌ


અલ્લાહ તઆલાએ એ ઓરતની વાત સાંભળી લીધી છે, જે એના શોહર વિશે તમારી સાથે ઝઘડી રહી છે અને અલ્લાહ સામે પણ ફરિયાદ કરી રહી છે. બેશક અલ્લાહ તઆલા સઘળું સાંભળનાર અને બધું જ જોનાર છે.


ત્યાર પછી આ સૂરતમાં અલ્લાહ તઆલાએ બતાવેલ હુકમ મુજબ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝ. ખવલહ રદિ.ને કહ્યું કે તમારા શોહરને કહો કે એક ગુલામ કે લોંડી આઝાદ કરે. આ તમારા શોહરે કહેલા શબ્દો એટલે કે ઝિહારનો કફફારો છે.


હઝ. ખવલહ રદિ.એ અરજ કરી કે યા રસૂલલ્લાહ ! મારા માં બાપ ઉપર કુરબાન. મારા ખાવિંદ પાસે ગુલામ કે લોંડી કંઈ નથી.


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું એમને કહો કે સાંઈઠ દિવસ લગાતાર રોઝા રાખે.


હઝ. ખવલહ રદિ.એ કહયું કે યા રસૂલલ્લાહ, ખુદાની કસમ, મારા શોહર ઘણા કમઝોર છે. જો તેઓ દિવસમાં ત્રણ વાર ખાય પીયે નહીં તો આંખોએ દેખાતું પણ નથી. લગાતાર સાંઈઠ રોઝા રાખવા એમના માટે શકય નથી.


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું તો એમને કહો કે સાંઈઠ ગરીબોને ખાવું ખવડાવે. હઝ. ખવલહ રદિ.એ અરજ કરી કે યા રસૂલલ્લાહ ! મારા શોહર પાસે આટલી શક્તિ – માલ પણ નથી. હા, આપ મદદ કરો તો આટલું કરી દઈશું.


આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સખાવતનો દરિયો વહેતો જ રહેતો હતો. ખવલહ રદિ.ની દરખાસ્ત પર અવસ બિન સામિત રદિ.ને એટલો માલ આપ્યો કે સાંઈઠ મિસ્કીન લોકોને બે સમયનું ખાણું ખવડાવી શકાય. હઝ. અવસ રદિ.એ આ માલ મિસ્કીન લોકોને સદકો કર્યો અને આમ એમના “ઝિહાર”નો કફફારો અદા થયો. બીજી રિવાયતમાં છે કે અડધો માલ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આપ્યો અને અડધો હઝ. અવસ રદિ.નો. આમ આ પૂરો કફફારો અદા કરવામાં આવ્યો.


અલ્લામહ સઅદ રહ.લખે છે કે આયતનો હુકમ આવ્યા પછી હઝ. ખવલહ રદિ. જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસેથી પરત આવ્યાં તો એમના શોહર હઝ. અવસ રદિ. ઘરના દરવાજે ઉભા એમની રાહ જોઈ રહયા હતા. તુરંત જ પૂછયું કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે શું હુકમ આપ્યો છે ? ખવલહ રદિ. આખી ઘટના સંભળાવી અને કહયું કે તમે ઘણા ખુશનસીબ છો. જાઓ ફલાણી ઓરત પાસેથી એક ઊંટના બોજ જેટલી ખજૂરો ખરીદો અને સાંઈઠ ગરીબોને ખવડાવી દયો, જેથી તમારી કસમનો કફફારો અદા થાય.


નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર આ બાબતે જે આયતો નાઝિલ થઈ એ સૂરએ મુજાદલહ હતી. આ સૂરતમાં હઝ. ખવલહ રદિ. વિશે અલ્લાહ તઆલાએ કહયું હતું કે અમે એ ઓરતની ફરિયાદ સાંભળી છે, અને પછી એમની પરેશાનીના ઉપાય રૂપે કફફારાનો હુકમ પણ આપ્યો હતો, એટલે હવે સહાબા રદિ.માં હઝ. ખવલહ રદિ.નું માન - સન્માન વધી ગયું. મોટા વડીલ સહાબા પણ હવે એમનું સન્માન કરતા હતા.


હઝ. ઉમર રદિ.ની મુલાકાતનો જે કિસ્સો અહિંયા વર્ણવ્યો છે કે હદીસની એક કિતાબ બયહકીની રિવાયત મુજબ છે.


આ કિસ્સો બીજી કિતાબોમાં ફેરફાર સાથે બીજા અંદાજમાં વર્ણવવામાં આવ્યો છે. એમાં છે કે હઝ. ઉમર રદિ.એ રસ્તામાં હઝ. ખવલહ રદિ.ને જોયાં તો એમને સલામ કરી. હઝ. ખવલહ રદિ.એ સલામનો જવાબ આપ્યો અને હઝ. ઉમર રદિ.ને ત્યાં ઉભા રાખીને કહેવા લાગ્યાં :


ઓ હો.. ઉમર ! એક ઝમાનામાં મેં તમને ઉકાઝની બજારમાં જોયા હતા. લોકો તમને ઉમૈર (નાનો ઉમર) કહીને પોકારતા હતા. તમે લાકડી હાથમાં લઈને બકરીઓ ચરાવતા હતા. એના થોડા સમય પછી લોકો તમને ઉમર કહેવા લાગ્યા. અને આજે સમય છે કે લોકો તમને અમીરુલ મુઅમિનીન કહે છે. સાંભળો ! અલ્લાહની મખલૂક બાબતે નરમીનો વર્તાવ કરજો. અને યકીન રાખજો કે જે માણસ અલ્લાહના અઝાબથી ડરતો હોય એના માટે દૂરની વસ્તુ પણ નજીક છે. અને જે કોઈ મોતથી ડરતો હશે એને હર સમય મોતની બીક રહેશે અને જે કંઈ એ બચાવવા ચાહતો હોય એ ખતમ કરતો રહેશે.


અમુક લોકોએ હઝ. ખવલહ રદિ.ને કહયું કે ડોશીમાં તમે તો અમીરુલ મુઅમિનીનને આટલી બધી નસીહત કરો છો ?


હઝ. ઉમર રદિ.એ એમને કહયું કે તેઓ જે કંઈ કહે એ કહેવા દયો. તમને ખબર નથી તેઓ કોણ છે ? આ તો ખવલહ બિન ષઅલબહ રદિ. છે. એમની વાત સાત આસમાન ઉપર પણ સાંભળવામાં આવી હતી. અને એમના વિશે તો ૨૮માં પારાની આયતો ઉતરી હતી. મારે તો એમની વાત જરૂર સાંભળવી જ જોઈએ.


બાદશાહનો ગુસ્સો

કહે છે કે એક બાદશાહ કોઈ કારણે એના વઝીરથી નારાજ થઈ ગયો અને વઝીરને એના હોદ્દા ઉપરથી હટાવી દીધો. વઝીર ઘણો હોશિયાર અને નેકદિલ માણસ હતો. બાદશાહનો દરબાર છુટયો તો અલ્લાહ વાળાઓની સંગત અને મજલિસમાં જોડાઈ ગયો. અહીંયા નેક લોકોના સોબત અને સહવાસની બરકતથી એને એવી ખુશી અને શાંતિ મળી, જે એને શાહી દરબાર અને હોદ્દો હોવા છતાં નસીબ ન હતી.


થોડા દિવસ પછી બાદશાહને એહસાસ થયો કે જે વઝીરને એના હોદ્દા ઉપરથી છુટો કરવામાં આવ્યો છે, એ તો કાબેલ અને હોદ્દાને ઘણો લાયક હતો. સાચો અને વફાદાર પણ હતો અને દરેક બાબતે એનું મંતવ્ય સચોટ અને ઉપયોગી નીવડતું હતું. એટલે બાદશાહે વઝીરને શોધીને એને ફરીવાર વઝીરનો હોદ્દો સંભાળવા અને સન્માન સહિત શાહી દરબારમાં પધારવાનું આમંત્રણ આપ્યું. વઝીરે જવાબ આપ્યો કે, હુઝૂરે વાલા ! હોદ્દો સંભાળીને ફરીવાર રાજકાજમાં પ્રવૃત થવાના બદલે મારા માટે તો એનાથી દૂર રહેવું જ બેહતર છે. હવે મને બધી રીતે શાંતિ છે. કુતરાઓ જેવી પ્રકૃતિ ધરાવનાર લોકોની દુષ્ટતા અને સાજિશોથી હવે મને નજાત મળી ગઈ છે. અને અલ્લાહની મહેરબાનીથી મારો બધો સમય સારી રીતે પસાર થઈ રહયો છે. બાદશાહે ઘણો આગ્રહ કર્યો પણ વઝીર ટસથી મસ ન થયો અને બાદશાહની વાત ઠુકરાવી દીધી.


હુમા પક્ષી અન્યો પક્ષીઓ કરતાં શીદને શ્રેષ્ઠ અને પાવંત ગણાય છે ? તે હાડકાં ખાયને ચલાવી લે છે, પણ તરાપ કે શિકાર દ્વારા કોઈને હણતું કે સતાવતું નથી. આ સંતોષ અને તૃપ્તિએ જ એને પક્ષીઓનો રાજા બનાવ્યો છે. અને યાદ રાખો ! સન્માન એને જ મળે છે જેઓ અન્યોને દુખ ન આપે.


બોધપાઠ : શેખ સાદી શીખવાડે છે સાચી ખુશી અને સાચો આરામ એવા માણસને જ મળે છે જે દિલને લોભ મોહ અને લાલચ લાલસાથી પવિત્ર કરીને જીવે છે, જે કોઈને આ “દોલત” મળી જાય તો પછી એ સત્તા, સપંત્તિ અને હોદ્દાઓ પાછળ દોડતો નથી કે કાવા દાવા કરતો નથી. આ બધું તો પછી એના ચરણોમાં આવી પડે છે.


Importance of Recitation of Darud and its Virtues

Allah says in the Holy Qur'an: Surely, Allah and His angels send blessings to the Prophet. O you who believe, do pray Allah to bless him, and send your Salam (prayer for his being in peace) to him in abundance (Al-Ahzab: 56).


This verse indicates the position of the prophet (ﷺ), which he enjoys among those who are in heavens, i.e. that Allah mentions him in the assembly of Angles and sends His blessings to him, and the angles also supplicate Allah for the high position of the prophet (ﷺ). Allah also ordains upon those who are in the earth to send their supplication for the mercy and blessings of Allah on His prophet (ﷺ)


It is mentioned in Hadeeth that when this verse was revealed, the companions said "O messenger of Allah (PBUH), we know how to salute you i.e. saying "Assalamu Alaika Ayyuhan Nabi, during salah, How to recite Darud.


Allah's messenger (ﷺ) instructed them to recite Darud Ibrahimi which the Muslims recite during salah after "At-Tahiyyat." (Bukhari).


Meaning of Darud: Sending Darud by Allah to His messenger means showering His mercy on him and exalting his name in the assembly of the angles. Sending Darud by angles and Muslims to the Prophet (PBUH) means to supplicate Allah to shower His mercy on the Prophet and exalt his mention.


Virtues of reciting Darud:


Allah's Messenger(ﷺ) said: "Whoever recites one Darud (Salat) upon me, Allah will send ten Daruds (Salat) upon him. (Muslim)


Allah's Messenger (ﷺ) said: "Whoever, from my Ummah, recites, sincerely from his heart, a prayer (Salat) upon me, Allah sends ten blessings upon him, raises his Darajat by ten degrees and records for him ten good deeds and erases off him ten evil deeds". (Nisai)


Based on the sincerity and Taqwa, different rewards have been mentioned in Ahadith for the recitation of Darud.


Allah's Messenger(ﷺ) said: "The closest to me from amongst you on the Day of Resurrection will be one who sends more Darud to me". (Tirmizi)


Allah's Messenger (ﷺ) said: Sending more Darud to me will cause the forgiveness of small sins. (Tirmizi)


Allah's Messenger (ﷺ) said: As long as Darud is not sent to me Duas are stopped from being accepted. (Tabrani)


Allah's Messenger(ﷺ) said: May his nose soil with dust in whose presence mention is made of me and he does not supplicate for me. (Tirmizi)


Jibrail (AS) invoked Allah against the one who does not recite Darud upon hearing of the name of Allah's Messenger (ﷺ) saying: May that person be destroyed in whose presence you are mentioned and who does not confer blessings upon you. Allah's Messenger (PBUH) said "Amen"


Allah's Messenger (ﷺ) said: The miser is the one in whose presence I am mentioned but he does not supplicate for me. (Tirmizi)


There are many wordings reported in Ahadith for Darud. However, the below mentioned words of Darud (Darud-e Ibrahimi) are the best among them:


اللَّهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيمَ وَعَلٰى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اَللّٰهُمَّ بَارِكَ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى إِبْرَاهِيمَ وَعَلٰى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ


(Allaahumma salli 'alaa Muhammadinw wa 'alaa 'aali Muhammad; kamaa sallayta 'alaa 'Ibraaheema wa 'alaa 'aali 'Ibraaheem, 'innaka Hameedun Majeed. Allaahumma baarik 'alaa Muhammadinw wa 'alaa 'aali Muhammad; kamaa baarakta 'alaa 'Ibraaheema wa 'alaa 'aali 'Ibraaheem, 'innaka Hameedun Majeed.).


(O Allah, bestow Your favor on Muhammad and on the family of Muhammad as You have bestowed Your favor on Ibrahim and on the family of Ibrahim, You are Praiseworthy, Most Glorious. O Allah, bless Muhammad and the family of Muhammad as You have blessed Ibrahim and the family of Ibrahim, You are Praiseworthy, Most Glorious.')....


છેલ્લા પાને..

આદમ કે ઇબ્લીસ ?

ભૂલ થાય કે ગુનો થાય ત્યારે માફી માંગવી હઝ. આદમની સુન્નત છે. અને પોતાના ગુના ઉપર દિલેર બનીને ધૃત બનવું ઇબ્લીસની રીત છે.

કેટલી હોશિયારી ?

જેટલી હોશિયારી કોઈની વાતોનો જવાબ આપવા માટે હોવી જોઈએ, એનાથી વધારે હોશિયારીની જરૂરત એની વાત સમજવા માટે જરૂરી છે.

સારા લોકોની ભૂલ

કદી કદી સારા લોકો પણ ભૂલ કરી બેસે છે. એનો મતલબ એ નથી હોતો કે તેઓ બુરા છે. એનો મતલબ એટલો જ હોય છે કે તેઓ પણ માણસ છે.

નાનો માણસ કોણ ?

જો આપણને કોઈ માણસ નાનો દેખાય છે તો કાં આપણે એને દૂરથી જોઈ રહયા છે, એટલે કે એનાથી પૂરા પરિચિત નથી અથવા અભિમાનના કારણે એ આપણને નાનો દેખાય છે.

ઊંચું ઝાડ

ઝાડ જેટલું ઊંચું હોય છે એનો છાંયડો ઓછો હોય છે. એટલે ઊંચા નહીં, વિશાળ બનવું જોઈએ.

કામ્યાબીની રીત

માણસ જે નસીહતો બીજા લોકોને આપે છે એના ઉપર પોતે અમલ કરી લે તો એ જરૂર કામ્યાબ થઈ શકે છે.

ઝુલમથી ઇઝઝત

જે માણસ ઝુલમ અન્યાય કરીને ઈઝઝત મેળવવાનો પ્રયત્ન કરે છે અલ્લાહ તઆલા એને પોતાના ઇન્સાફ વડે અપમાનિત કરે છે.

નફરત અને મહોબ્બત

કોઈનાથી એટલી નફરત ન કરો કે કદી મળવાની જરૂરત પડે તો મળી ન શકો અને કોઈનાથી એટલી મહોબ્બત ન કરો કે એકલા થવું પડે તો જીવી ન શકો.

સૌથી મોટો ગરીબ

જેથી પાસે નેક આમાલ ન હોય એ સૌથી મોટો ગરીબ અને મુફલિસ માણસ છે.

નફરતનો ઇલાજ

જયારે કોઈના વિશે દિલમાં નફરત આવવા માંડે ત્યારે એના સારા કામો યાદ કરો.

નાનો અને મોટો ગુનો

જે ગુનાહને માણસ નાનો સમજે એ જ સૌથી મોટો ગુનો છે.

પસ્તાવો અને અભિમાન

ગુનાનો પસ્તાવો ગુનો માફ કરાવી દે છે અને નેકીનું અભિમાન નેકી ખતમ કરાવી દે છે.


મહમૂદુલ ખસાઈલ


• જનાબ અહમદહુસેન ગાજી સા.


હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) નું સ્થાન 


જંગના મોકા પર કબિલા ઓસની શાખ બનૂ હારિષાના કિલ્લામાં હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાન ઓરતો અને બાળકોને હિફાઝતના હેતુથી રાખ્યા હતા, હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) ના વાલિદા પણ ત્યાં હતા, હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઈજાઝતથી વાલિદાની ખૈરિયત પૂછવા માટે ગયા, હઝરત આઈશા (રિદ.) ફરમાવે છે કે તેમણે અડધા શરીર સુધી બખ્તર પહેર્યુ હતું, બાકીના ભાગ પર માત્ર કપડા હતા. મેં તેમની વાલિદાથી કહ્યું કે સઅદના ખભા ખુલ્લા છે, મને ડર છે કે કયાંક દુશ્મનનું કોઈ તીર ન લાગી જાય, તો તેમની વાલિદાએ કહ્યું, છોડો! અલ્લાહને ત્યાં જે મુકદ્દર હોય છે તે થઈને રહે છે. વાલિદાએ કહ્યું, બેટા જાઓ !મારી ખૈરીયત તો માલૂમ કરી લીધી, હવે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જાઓ ! તેઓ લશ્કરમાં પહોંચ્યા અને દુશ્મનનું તીર તેમના ખભામાં એ જગ્યાએ વાગ્યું જયાં રગ (નસ) હોય છે, જે અસલમાં દિલની નસ હતી તેની શાખો આખા શરીરમાં ફેલાયેલી હોય છે, તે કપાઈ અને લોહી વહેવા લાગ્યું, લોહીને બંધ કરવાની કોશિશ કરી પરંતુ બંધ ન થઈ શકયું, તો છેવટે મેં લોખંડ ગરમ કરીને ડાઘ આપ્યો, આ તે જમાનામાં ઈલાજનો તરીકો હતો, હંગામી ધોરણે લોહી બંધ થઈ ગયું. હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેમના માટે અલગથી એક તંબુ મસ્જિદની નજીક બંધાવ્યો, જેથી નજીકમાં રહીને તેમની બિમારપૂર્સી કરી શકાય અને ખૈરીયત માલૂમ કરી શકાય.


હઝરત સઅદ (રદિ.) ને જયારે ઝખમ આવ્યો તો તેમણે દુઆ કરી હતી કે હે અલ્લાહ ! મારી તમન્ના છે કે જે લોકોએ તારા હબીબને જુઠલાવ્યા, તકલીફો પહોંચાડી, વતનથી કાઢી મુકયા, તેમનાથી લડાઈ કરું, જો હવે પછી કુરૈશનો અને મક્કાવાળાઓનો મદીના પર હુમલો થવાનો છે તો તું મને બાકી રાખ, જેથી હું તેમનો મુકાબલો કરું અને જો મદીના પર તેમનો હુમલો થવાનો નથી તો મને શહાદતની મોત આપ, પરંતુ જયાં સુધી બનૂ કુરૈઝાનો અંજામ પોતાની આંખોથી ન જોઈ લઉં, ત્યાં સુધી મને મૌત ન આવે. બીજી બાજુ અલ્લાહ તઆલાએ દુશ્મનોને નાકામ કર્યા અને તેમનું લશ્કર ભાગી ગયું.


હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ખંડકથી પરત તશરીફ લાવ્યા, હથિયાર ઉતારીને ગુસલ કર્યુ, એક બાજુ ગુસલથી ફારિગ થયા અને બીજી બાજુ હઝરત જિબ્રઈલ (અલૈ.) આવ્યા અને કહ્યું કે આપે હથિયાર પણ ઉતારી લીધા, અમે ફરિશ્તાઓએ હજુ હથિયાર ઉતાર્યા નથી અને બનૂ કુરૈઝા તરફ ઈશારો કરીને કહ્યું : આ ગદ્દારોની ખબર લો. માટે તે જ સમયે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એલાન કર્યુ કે જે લોકોએ ઝોહરની નમાઝ નથી પઢી તે ત્યાં જઈને નમાઝ પઢે અને જે ઝોહર પઢી ચુકયા છે તે અસર ત્યાં જઈને પઢે, મતલબ એ હતો કે જલ્દી પહોંચો, હઝરત અલી (રદિ.) ને ઝંડો આપીને રવાના કર્યા, હુઝૂર (સલ.) પાછળ પાછળ તરીફ લઈ ગયા, કિલ્લાનો ઘેરો ઘાલ્યો, એ લોકો તંગ આવ્યા તો તેમણે કહ્યું કે અબૂ લુબાબાને અમારી પાસે મોકલો તેમનાથી મશવરો કરવો છે, હુઝૂર (સલ.) એ ફરમાવ્યું કે જાઓ ! તેઓ કિલ્લામાં ગયા, તેમણે કહ્યું કે અમને મશવરો આપો, શું અમે પોતાને મુસલમાનોને હવાલે કરી દઈએ ? તેમણે કહયું કે ઠીક છે, કરી દો ! પરંતુ હાથને ગરદન પર ફેરવીને ઈશારો કર્યો કે તમારો તો ફેસલો કતલ થવાનો છે. આ કહીને પરત ફર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે મેં હુઝૂર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ભેદ ખોલી નાંખ્યું, તેમણે પોતાને સજા રૂપે મસ્જિદે નબવીના એક થાંભલા સાથે બાંધી દીધા અને કહ્યું કે જયાં સુધી હુઝૂર (સલ.) પોતાના હાથથી નહીં ખોલે હું નહીં જઉં, પછી તોબા કબૂલ થઈ, હુઝૂર (સલ.) એ પોતાના હાથથી ખોલ્યા, મસ્જિદે નબવીમાં રિયાઝુલ જન્નતમાં ઉસ્તુવાનએ લુબાબા તે થાંભલો છે, જયાં તેમણે પોતાને બાંધ્યા હતા.


ટુંકમાં બનૂ કુરૈઝાએ પોતાને હુઝૂર (સલ.) ને હવાલે કરવાનો ફેસલો કર્યો. જાહિલિયતના જમાનામાં બનૂ કુરૈઝા ઔસના સાથી હતા અને બનૂ નઝીર ખઝરજના, બનૂ નઝીરથી જંગના મોકા પર પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરાદો કતલ કરવાનો હતો, પરંતુ તેમના સાથી ખઝરજમાંથી મુનાફિકોના સરદાર અબ્દુલ્લાહ બિન ઉબયે સિફારિશ કરી હતી, તેથી તેની સિફારિશ પર આપ (સલ.) એ બનૂ નઝીરને કતલ કરવાને બદલે દેશ નિકાલ કરવાનો હુકમ કર્યો, હવે જયારે બનૂ કુરૈઝાનો મોકો આવ્યો તો તેમના સાથી ઔસવાળાઓએ હુઝૂર (સલ.) ની ખિદમતમાં આવીને અરજ કરી કે હૈ અલ્લાહના રસૂલ ! આપે બનૂ નઝીરના સિલસિલામાં અમારા ખઝરજી ભાઈઓની સિફારિશ કબૂલ કરીને તેમણે જાન બખ્શી હતી, આપ અમારા સાથી બનૂ કુરૈઝાના સિલસિલામાં અમારી સિફારિશ કબૂલ કરો, આપ (સલ.) એ ફરમાવ્યું : જો તમારા જ કબીલાના એક માણસને ફેસલો સોપું તો તમે રાજી છો ? તેમણે કહ્યું રાજી છીએ. હુઝૂર (સલ.) એ ફરમાવ્યું : હઝરત સઅદ ઈબ્ને મુઆઝ (રદિ.) ને બોલાવો ! તેઓ બિમાર હતા, સવારી પર સવાર કરીને લાવવામાં આવ્યા, જયારે નજીક આવ્યા તો આપ (સલ.) એ ફરમાવ્યું કે તેમને ઉતારી લાવો અને ફરમાવ્યું કે તમે તેમના હકમાં જે ફેસલો કરશો તે માનવામાં આવશે, હઝરત સઅદ (રદિ.) એ હુઝૂર (સલ.) થી પૂછયું કે આપ પર પણ લાગુ પડશે, એટલે કે આપ પણ માનશો ? હુઝૂર (સલ.) એ ફરમાવ્યું, હા, હું પણ માનીશ, માટે તેમણે કહ્યું કે મારો ફેસલો એ છે કે તેમના લડનારા તમામ મર્દોને કતલ કરવામાં આવે, તેમની ઓરતો અને બાળકોને ગુલામ બનાવવામાં આવે અને તેમના માલને માલે ગનીમત રૂપે મુસલમાનોમાં વહેંચી દેવામાં આવે, હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : સઅદ ! તમે એ જ ફેસલો કર્યો જે અલ્લાહને પસંદ હતો.


ત્યાર બાદ તેઓ પોતાના તંબુમાં તશરીફ લઈ ગયા, તે લોહી જે બંધ કર્યુ હતું તે બીજી જગ્યાએ એકત્ર થઈ સોજો બની ફુલી ગયું, છાતીની નજીકથી બીજી વખત ઝખમ ફુટયું અને લોહી નીકળ્યું એવી હાલતમાં હુઝૂર (સલ.) પાસે લાવવામાં આવ્યા. આપ (સલ.) એ લોહી નીકળવાની હાલતમાં તેમને પોતાની છાતીથી લગાવ્યા, હુઝૂર (સલ.)ના બદન મુબારક પર પણ લોહી લાગ્યું. તેમનું માથું પોતાના ખોળામાં લીધું અને દુઆ કરી કે હે અલ્લાહ ! તું કોઈ બંદાની રૂહને જેવી રીતે ખુશ થઈને મળે છે, સઅદની રૂહને પણ એવી રીતે ખુશ થઈને ઈસ્તિકબાલ-સ્વાગત કર અને હૈ અલ્લાહ! જે ઉત્તમ બદલો તું તે કોમના સરદારને જેણે ઈસ્લામની મદદ કરી તું તેને આપે છે તેમને અર્પણ કર. હઝરત સઅદ (રદિ.) એ હુઝૂર (સલ.) નો શુક્રિયા અદા કર્યો અને એ જ હાલતમાં મૃત્યુ થયું.


મૃત્યુ સમયે ૩૭ વર્ષની ઉંમર હતી, તેઓ ભારે શરીરના હતા, તેમના મૃત્યુ પછી જયારે તેમનો જનાઝો ઉઠાવવામાં આવ્યો તો મુનાફિકોએ ટોણા માર્યા કે તેમનો જનાઝો ઘણો હલકો માલૂમ પડે છે. અસલમાં તેઓ એવું કહેવા માંગતા હતા કે અમે તો અમારા સાથીઓની જાન બચાવી હતી અને તેમણે તો અમારા કતલનો ફેસલો કર્યો. હુઝૂર (સલ.) એ ફરમાવ્યું : કે સઅદના જનાઝાને ખભો આપવા માટે આસમાનથી એવા સિત્તેર ફરિશ્તા ઉતર્યા છે જે આજ પહેલા કયારેય ઉતર્યા નથી, એટલે જનાઝો હલકો માલૂમ પડે છે, એ જ સમયે આપ (સલ.) એ ફરમાવ્યું કે તેમના આવવાની ખુશીમાં અલ્લાહનો અર્શ પણ હચમચી ગયો.


દફન કર્યા પછી હઝરત નબીએ કરીમ (સલ.) એ જોરથી ત્રણ વખત “સુબ્હાનલ્લાહ” કહ્યું. સહાબા (રદિ.) એ પણ જોરથી ત્રણ વખત “સુબ્હાનલ્લાહ” પઢયું, પછી હુઝૂર (સલ.) એ ત્રણ વખત “અલ્લાહુ અકબર” કહ્યું. સહાબા (રદિ.) એ પણ એટલી જોરથી કહ્યું કે વાતાવરણ ગુંજી ઉઠયું, પછી આપ (સલ.) એ ફરમાવ્યું કે સઅદને પણ કબરે દબાવ્યા, જો કોઈ કબરની તંગીથી બચી શકતું હોત તો સઅદ બચી શકયા હોત, આ છે કબરની હાલત ! એટલે હઝરત ઉસ્માન (રદિ.) જયારે કબરને જોતા તો ખૂબ રડતા હતા, કોઈએ પૂછયું તમે કબરને જોઈને આટલું કેમ રડો છો ? ફરમાવ્યું કે મેં હઝરત નબીએ કરીમ (સલ.) નો આ ઈર્શાદ સાંભળ્યો છે કે આખિરતની મંઝિલોમાં સૌથી પહેલી મંઝિલ કબર છે, જો આ આસાન થઈ ગઈ તો બાદની તમામ મંઝિલો આસાન થઈ જશે અને જો તેમાં પકડ થઈ તો બાદની તમામ મંઝિલો વધુ મુશ્કેલ બની જશે, અને આ પણ ફરમાવતા હતા કે મેં હુઝૂર (સલ.) નો ઈર્શાદ સાંભળ્યો છે કે કબર જેવો ખતરનાક મંજર મેં નથી જોયો.


ટુંકમાં હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) ની કબરમાંથી મુશ્કની ખુશ્બુ આવતી હતી, હઝરત સઅદ (રદિ.) નું સહાબામાં ખૂબ ઊંચું સ્થાન હતું, અહીંયા આ રિવાયતને એટલા માટે લાવ્યા છે કે સહાબી ઓરતે اھتز لہ عرش الرحمن વાક્ય એટલું નજીકથી સાંભળ્યું કે જો તે હુઝૂર (સલ.) ની નુબુવ્વતની મુહરને ચુંબન કરવા માંગતી તો કરી શકતી હતી.


હદીસ નંબર (૧૮)


હઝરત અલી બિન અબી તાલિબ (રદિ.)ના પૌત્ર ઈબ્રાહીમ બિન મુહમ્મદ (રહ.) કહે છે કે હઝરત અલી (રદિ.) જયારે રસૂલુલ્લાહ (સલ.) ના ગુણો બયાન કરતા તો (ખૂબ જ સારી રીતે વિસ્તૃત બયાન કરતા) પછી ઈબ્રાહીમે (ઉપર વર્ણન કરેલ) પૂરી હદીસ બયાન કરી. એ (લાંબી હદીસ) માં (હઝરત અલી (રદિ.)ના હવાલાથી) એ પણ નકલ કર્યુ છે કે હુઝૂર (સલ.) ના બંને ખભાઓ વચ્ચે મુહરે નુબુવ્વત હતી, અને આપ નબીઓના સિલસિલાને પૂર્ણ કરનાર હતા. 

ફાયદો : આ રિવાયત પહેલા પ્રકરણમાં હઝરત નબીએ કરીમ (સલ.) ના હુલ્યા શરીફના બયાનમાં આવી ગઈ છે, જો કે આમાં મુહરે નુબુવ્વતનું બયાન હતું એટલે બીજી વખત આ રિવાયત રજૂ કરી.


હદીસ નંબર (૧૯)


હઝરત અબૂ ઝૈદ અમ્ર બિન અખ્તબ અન્સારી (રદિ.) નું બયાન છે કે (એક દિવસ) રસૂલુલ્લાહ (સલ.) એ મારાથી ફરમાવ્યું : હે અબૂ ઝૈદ ! મારી નજીક આવી જાઓ અને મારી કમર દબાવી દો, મેં કમર દબાવવાની શરૂ કરી તો એ દરમિયાન મારી આંગળીઓ મુહરે નુબુવ્વત પર લાગી. (રિવાયત કરનાર ઈલ્બા કહે છે કે) મેં (અબૂ ઝૈદથી) પૂછયું મુહરે નુબુવ્વત કેવી હતી ? તેમણે જવાબ આપ્યો અમુક એકત્ર થયેલા વાળ હતા.


ફાયદો : شعرات المجتمعات : મુહરે નુબુવ્વત અસલમાં શરીરની અંદર ગોશ્તનો એક ઉભરેલો ટુકડો હતો અને તેની ચારે તરફ વાળ ઉગેલા હતા, એટલે તેમણે તેને “વાળોનો ગુચ્છો અને સંગ્રહ” થી બયાન કર્યુ, પહેલા પણ બતાવી ચૂકયો છું કે દરેક વ્યકિત પોતાની બુદ્ધિ અને સમજ પ્રમાણે બયાન કરે છે. ચીજ એક જ છે પરંતુ બયાન કરવામાં તફાવત છે.


માં કાર્ડનો લાભ કોણ લઈ શકે ?

શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ


મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર


માં કાર્ડનો લાભ કોણ લઈ શકે ?


મોહતરમ જનાબ મુફતી સાહબ- સલામે મસ્તુન- નીચેના સવાલનો જવાબ આપવા વિનંતી


પ્રશ્ન : મુસ્લીમ સમાજ ટ્રસ્ટ તરફથી લોકોની મદદ માટે માં કાર્ડ યોજના બનાવવી મુસ્તહબ છે કે નહી ?


(૧) શુ આ કાર્ડ બનાવવુ શરઈ હદે યોગ્ય છે કે નહી ?


(૨) જો કોઈ ઉમેદવાર ખોટો આવકનો દાખલો રજૂ કરે તો તેને મદદ કરવામાં મુસ્લીમ સમાજ ટ્રસ્ટ ગુનેહગાર સાબિત થઈ શકે ? જવાબ આપી આભારી કરશોજી.


જવાબ: 

حامدا ومصليا ومسلما 

“માં કાર્ડ” એક સરકારી યોજના છે, જેના માધ્યમથી આર્થિક રીતે પછાત વર્ગના લોકોની મદદ કરવામાં આવે છે અને આ કાર્ડથી સહાયને પાત્ર તે વ્યકિત શુમાર થાય છે, જે સરકારે સદર કાર્ડ માટે નકકી કરેલા ધારા-ધોરણો પર પુરો ઉતરતો હોય; માટે જો કોઈ વ્યકિત (પુરૂષ/સ્ત્રી) જે તે સરકારી ધોરણોથી હકદાર ઠરતી હોય, તો તે મઝકૂર “માં કાર્ડ” હાસિલ કરી, તેનાથી લાભ ઉઠાવી શકે છે, તેમાં શરઈ રીતે કોઈ વાંધો નથી.


સરકારની જવાબદારી છે કે તે આર્થિક રીતે પછાત એવી દેશની કોઈ પણ વ્યકિતની મદદ કરે, સરકારી ખઝાનામાં જેમ દેશની અન્ય કૌમોનો હક છે, એવી જ રીતે મુસ્લિમ કોમ્યુનિટીનો પણ હક છે, માટે આ રીતની જે પણ યોજના સરકાર તરફથી જાહેર કરવામાં આવે અને સરકારી નીતી-નિયમોથી જે લોકો હકદાર ઠરતા હોય એવા તમામ લોકોએ આવી સહાયરૂપી યોજનાઓથી ફાયદો ઉઠાવવો જોઈએ અને જે હકદાર ઠરતા હોય, તેવા લોકોને વાકેફ પણ કરવા જોઈએ અને જો કોઈ આવા હકદાર લોકોને આ કાર્ડ અપાવવામાં મદદની નિય્યતથી સહાયરૂપ બનશે, તો આ પણ એક મોટું સવાબનું કાર્ય છે, અલ્લાહ તઆલા આ ઉપર પણ સવાબ અતા ફરમાવશે. ઈ.અલ્લાહૂ તઆલા.


(૨) જે લોકો સરકારી ધારા-ધોરણોથી “માં કાર્ડ”ના હકદાર ન બનતા હોય, તેવા લોકોએ ખોટા દાખલાઓ, પુરાવાઓ રજૂ કરી મઝકૂર “કાર્ડ”ને પ્રાપ્ત કરવો, તેનાથી લાભ ઉઠાવવો બિલકુલ જાઈઝ નથી, કારણ કે તેમાં ધોકો આપવું, જુઠ બોલવું, નાજાઈઝ રીતે માલ પચાવવો, જેવા ગુનાહિત કામોના આચરણની સાથે સાથે પોતાની જાતના બેઆબરૂ થવાનો પણ ભય છે, જયારે કે ઈઝઝત અને આબરૂની હિફાઝત શરઈ રીતે પણ જરૂરી છે. માટે જે વ્યકિત સરકારી નિયમથી સદર કાર્ડની હકદાર ન ઠરતી હોય, તેણે નિયમ વિરુદ્ધ આવો કાર્ડ કઢાવવો દુરૂસ્ત નથી, અને તેના માટે કાર્ડ કઢાવવો જ દુરૂસ્ત નથી તો તેમાં સહાય કરવી પણ જાઈઝ નથી; કારણ કે આ ખોટા કામમાં મદદરૂપ બનવા સમાન છે.


ઈસ્લામીક ફિકહ એકેડમી દ્વારા ૪,૫,૬, માર્ચ ૨૦૧૭ ના રોજ ઉજ્જૈન (એમ.પી.)માં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં આવી બાબતો વિશે પસાર કરવામાં આવેલ અમુક ઠરાવો લખવામાં આવે છે. 


(૧) “દુસરી કૌમી એકાઈયોં કી તરહ મુસલમાનો કા ભી સરકારી ખઝાને મેં હક હે, ઈસ લીયે સરકારી સ્કીમો સે મુસલમાનોં કો ઈસ્તિફાદા કરના (ફાયદો ઉઠાવવો) ચાહયે, બ શર્તે કે (શર્ત એ કે) કોઈ શરઅન (શરઈ રીતે) મહઝૂર (બાધરૂપ બાબત) ન હો.”


(૨) “શુરકાએ સેમીનાર મુસ્લિમ દાનિશવરોં, તન્ઝીમોં ઓર ઈદારોં કે નુમાઈદો ઓર ઝિમ્મેદારોં કો તવજજુહ દિલાતે હૈં કે સરકારી જાઈઝ સ્કીમોં કા લોકો મેં ઝયાદા સે ઝયાદા તઆરૂફ કરાએઁ ઓર બિલા મુઆવઝા મુમ્કિના તઆવુન કી સૂરત પેદા કરેં.”


(૩) “ઈમ્દાદી રૂકૂમ યા કર્ઝ હાસિલ કરને કે લીયે જો શરાઈત વ મિઅયારાત (માપ દંડો) હુકૂમત કી તરફસે મુતઅય્યન હો, ઈસ સિલસિલે મેં ગલત બયાની સે કામ લેના ઓર ગલત તરીકે પર ઈમ્દાદ યા કર્ઝ હાસિલ કરના દુરૂસ્ત નહીં હે.” ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા.૮/ ૨બી. આખર/૧૪૩૯ હિજરી


જોબ એજન્ટ દ્વારા પગાર કાપી લેવાનો હુકમ


મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર


સવાલઃ એક મુસ્લીમ છોકરો એક કંપનીમાં નોકરી કરે છે જેનો પગાર ૧૭૦૦૦/- રૂપિયા છે એક એજન્ટ વચ્ચે છે જે છોકરાને ૯૫૦૦/- રૂપિયા આપે છે અને બીજા બધા એ એજન્ટ લઈ લે છે. છોકરાના અકાઉન્ટમાં ૧૭૦૦૦/- રૂપિયા આવે છે જે પોતાના અકાઉન્ટમાંથી ૭૫૦૦/- કાઢીને એ એજન્ટને આપી દે છે. જે કંપની સેલરી સ્લિપ બનાવે છે તેના પર ૧૭૦૦૦/- રૂપિયા લખે છે અને એના પર સાઈન કરાવે છે. ગવરમેન્ટમાં પણ એ કંપની ૧૭૦૦૦/- રૂપિયા બતાવે છે. જયારે છોકરાએ નોકરી શરૂ કરી ત્યારે એજન્ટે ૯૫૦૦/- આપવાના કીધા હતા.એજન્ટને પૈસા પાછા ન આપીયે તો કોઈ ગુનોહ ખરો કે નહી ?


જવાબ :

حامدا ومصليا ومسلما 

કંપનીમાં કોઈને પોતાના સંબંધો દ્વારા કંપનીમાં નોકરીએ લગાડવું એક સિફારિશ અને ભલામણ છે, જે એક નેક અને સવાબનું કામ છે, જે ઉપર કમીશન લેવું ના જાઈઝ છે, હદીસ શરીફમાં મનાઈ વર્ણન થઈ છે, માટે સદર સૂરતમાં જે તે એજન્ટ માટે આપના પગારની દર મહીને ચોકકસ રકમ કમીશન પેટે વસૂલ કરવું જાઈઝ નથી, માટે આપ પોતાના પગારમાંથી જે કંપની આપને જ આપે છે અને આપની મહેનતનો ઈવઝ છે, અને આપ જ એના માલિક છો, આપે એજન્ટને આપવાની જરૂરત નથી, બલકે આ રીતે આપવું એક રીતે રિશ્વત હોય, આપવું દુરૂસ્ત નથી, સરકારી કાનૂન પ્રમાણે પણ આ રિશ્વત જ શુમાર થાય છે, માટે આ રીતના લેવડ-દેવડના મુઆમલાથી બચવામાં આવે. (અલ મવસુઅતુલ ફિકહીય્યહ: ૨૬/૧૩૪ ઉપરથી)


ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૨૩/૨બી.આખર/૧૪૩૯ હિજરી