અલ-બલાગ : ફેબ્રુઆરી-2023

તંત્રી સ્થાનેથી

એમ તો દરેક સમાજ, કોમ અને દેશ-પ્રદેશ માટે આ કુદરતનો નિયમ છે કે ભલાઈ અને બદી, બંને સમાંતર ચાલતા રહે છે. બુરા લોકો અને બુરાઈ પોતાની અસર પ્રસારે છે તો ભલા – નેક લોકો અને ભલાઈ પોતાનો પ્રભાવ પાથરે છે. પણ મહત્વનું આ છે કોઈ આગળ રહે છે ? કોણ જીતે છે ? કોની અસર વધારે થાય છે ?

સમાજ અને કોમોની ઉમર વ્યકિતઓ કરતાં વધારે હોય છે. સમાજ અને કોમમાં આવતી ખૂબીઓ અને બુરાઈઓની પણ એક જિંદગી હોય છે. તે બુરાઈ કે ભલાઈ ધીરે ધીરે આગળ વધે છે, મોટી થાય છે, પ્રસરે છે, કદીક કોઈ બુરાઈ કે ભલાઈ તુરંત જ ખતમ થઈ જાય છે કે ભુલાઈ જાય છે, તો વધુ પડતી ભલાઈ અને બુરાઈઓ એમની લાંબી ઉમર પૂરી કરે છે અને જયાં સુધો બુરાઈના સ્થાને કોઈ ભલાઈ ન આવી જાય અથવા કોઈ બીજી બુરાઈ સ્થાન ન લઈ લે, પહેલી બુરાઈ ચાલતી રહે છે. પણ ગાફેલ માણસ કોઈ બુરાઈ અપનાવતી વેળા વિચારતો નથી કે તે બુરાઈ અને બદીના સાંકળમાં જોડાય રહયો છે, અને એકવાર આ સાંકળની કડી બન્યા પછી એમાંથી નીકળવું એના માટે ઘણું અઘરું હશે.

સામાજિક અને સામુહિક રીતે જે પ્રસંગો અંજામ આપવામાં આવે છે એમાં લોકોએ વિશેષ વિચારવાનું રહે છે કે અમે કોઈ બુરાઈને સમાજમાં પ્રચલિત તો નથી કરી રહ્યા ? શાદી - વિવાહના ખર્ચા, રિવાજો આયોજનોમાં આજકાલ મુસલમાનો દ્વારા ઘણી વધારે બેદરકારી, બેફામ ખર્ચાઓ અને ભપકાઓ કરવામાં આવે છે. નિકાહ અને વલીમાના જમણવાર ઉપરાંત પણ બીજી વસ્તુઓ આ પ્રસંગ સાથે જોડી દેવામાં આવી છે. ઉલમાએ કિરામ અતે તબલીગી જમાઅતની સમાજ સુધારણાની મહેનત થકી જે સાદગી અને દીનદારી લોકોમાં આવી હતી, એ હવે ધીરે ધીરે નવા ઝમાનાનું નામ લઈને છોડવામાં આવી રહી છે. પહેલાંના કરતાં હવે લોકો પૈસે ટકે કંઈક વધારે સુખી થયા છે એમ દેખાય છે, પણ જેટલા સદ્ધર થયા છે એનાથી વધારે દેખાડો કરવામાં ખર્ચ કરવામાં આવે છે. છોકરા – છોકરીઓમાં ભણતર વધવાના કારણે બેપરદગી અને બેશર્મી પણ વધારે થાય છે.

મકાનની સજાવટ, ઘર કે બંગલા માટેનું રાચરચીલું આધુનિક અને નવું નકોર રહે એ માટે ખર્ચાઓ વધી ગયા છે. શકિત ન હોય છતાં મોંઘા મોબાઈલ ફોન અને ગાડીઓ ખરીદવી કે બદલતા રહેવાનો ક્રેજ વધી રહયો છે. પૈસા આવતો હોય તો ગમે તેવા ખોટા કામ કરી લેવા જોઈએ એવો માહોલ બની રહયો છે. બે ચાર સો કે બે ચાર હઝારની સહાય મેળવવા મોટા જૂઠ બોલવામાં આવે છે. વિદેશ જવા જૂઠા દસ્તાવેજ અને પુરાવાઓ રજૂ કરવામાં આવે છે. બલકે બનાવટી સગાઈઓ દર્શાવવામાં આવે છે. ઘણીવાર આ બધા કામો એટલા મોટા ગુનાના હોય છે કે લોકોને બહાર ખબર પડે તો ઇઝઝત આબરુનું ધોવાણ થઈ જાય.

ઘણા રિવાજો અને ખર્ચાઓ કરવા માટે શરીઅત અને ઈસ્લામનો સહારો પણ લેવામાં આવે છે. શાદીના બેફામ ખર્ચાઓ માટે વલીમાની સુન્નતને આડ બનાવવામાં આવે છે. ટૂર અને પિકનિકને ઈદની ખુશીમાં ઢાંકવામાં આવે છે.

પહેલાં ક્રિકેટ કે અન્ય રમતો પાછળ બરબાદ થતો સમય અને સટ્ટામાં વપરાતા પૈસા હવે મોબાઈલ ગેમ અને ઓનલાઈન જુગારમાં જઈ રહયા છે. નાના મોટા બહાના કાઢીને લોકો મોંઘી પિકનિક અને ટૂર ઉપર જાય છે અને ઘણા ગુનાઓ આચરે છે.

નિશંક આ બધું એ દર્શાવે છે કે ભલા લોકો અને ભલાઈની મહેનતની પકડ સમાજ ઉપરથી ઓછી થઈ રહી છે, પણ કોણ આ પકડને ઢીલી કરી રહયું છે ? સમાજ અને સમાજના માણસો જ ને !

માટે સમાજના દરેક માણસની વ્યકિતગત ફરજ બને છે કે તે પોતે શકય હોય ત્યાં સુધી બુરાઈઓ, ખોટા રિવાજો અને ગુનાના કામોથી બચે અને અન્યોને બચાવવાનો પ્રયત્ન કરે.


શરીઅતના જરૂરી હુકમોમાં ખુદા અને રસૂલની પૂર્ણ તાબેદારી જન્નતમાં ઉચ્ચ દરજ્જો અપાવે છે.

·મુફતી ફરીદ અહમદ કાવી

 

وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنفُسَكُمْ أَوِ اخْرُجُوا مِن دِيَارِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِنْهُمْ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا مَا يُوعَظُونَ بِهِ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيْتًا ﴿66﴾ وَإِذَا لَّآتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيْمًا(67) وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُسْتَقِيمًا ﴿68﴾ وَمَن يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِنَ النَّبِيِّينَ وَالصَّدِيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ وَحَسُنَ أُولَئِكَ رَفِيقًا(69) ذَلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ وَكَفَى بِاللَّهِ  عَلِيْمً(70)

તરજમહ : અને જો અમે લોકો ઉપર જરૂરી ઠેરવી દેત કે તમે પોતે પોતાને કતલ કરો, અથવા તમારા ઘરો (વતન) છોડીને નીકળી જાઓ તો એમના અમુક માણસો સિવાય કોઇ પણ આ (હુકમ ઉપર અમલ) કરત નહિ, અને આ (મુનાફિક) લોકો એમને જે કંઈ શીખામણ આપવામાં આવે છે એના ઉપર અમલ કરી લે તો એ એમના માટે ઘણું બેહતર અને એમની (ઈમાની) દઢતા વધારનાર પુરવાર થાત (૬૬) અને આ સૂરતમાં અમે મોટો સવાબ પણ એમને અવશ્ય આપત. (૬૭) અને સીધો માર્ગ પણ અમે એમને અવશ્ય બતાવી આપત. (૬૮) અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરશે, તે (જન્નતમાં) એવા લોકોની સાથે હશે, જેમને અલ્લાહ તઆલાએ વિશેષ ઇઆમ (નેઅમત) આપી છે, એટલે કે નબીઓ અને સિદ્દીકો તથા શહીદો અને સાલેહીન (નેક લોકો). અને આ બધા સારા સહવાસી છે. (૬૯) આ બધું અલ્લાહ તઆલાની મહેરબાની છે અને સઘળુ જાણનાર અલ્લાહ તઆલા કાફી છે. (૭૦)

તફસીર : અગાઉની આયતોમાં એક યહૂદી અને મુનાફિક વચ્ચેના વિવાદ બાબતેના કિસ્સાનું વર્ણન હતું. પોતાને મુસલમાન કહેનાર મુનાફિક રસૂલે ખુદા સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના ફેસલા બાબતે રાજી ન હતો અને કોઈ બીજાને લવાદ બનાવવાનો આગ્રહી હતો, એટલે આવા કરતૂતો બાબતે અલ્લાહ તઆલાએ ચેતવણી આપી હતી કે પોતાના દરેક ઝઘડામાં લોકોએ રસૂલે ખુદાને જ લવાદ બનાવવા જરૂરી છે અને એમના ફેસલાને ખુલ્લા દિલે પૂરી સહમતિ અને રાજીખુશીથી માનવો જરૂરી છે. તો જ માણસ સાચો મુસલમાન ગણાશે.

આ અનુસંધાને આગળની આયતમાં વધારે નસીહત કરવામાં આવે છે કે, પોતાના વિવાદો અને ઝઘડાઓમાં રસૂલે ખુદાના ફેસલાને માનવો કોઈ અઘરી કે મુશ્કેલ બાબત નથી. કારણ કે અલ્લાહના દરેક રસૂલ જે તે કોમના એક વ્યકિત હોય છે, લોકો બાબતે નરમદિલ અને ખેરખ્વાહ હોય છે, એટલે સામાન્ય પણે તેઓ અમલ કરી શકાય એવા જ ફેસલા અને હુકમો દર્શાવાતા હોય છે. એટલે એમના હુકમો માની લેવામાં જ ફાયદો છે. કયાંક એવું ન થાય કે લોકો રસૂલ અને નબીની વાતો માનવાથી ઈન્કાર કરે તો પછી અલ્લાહ તઆલા પોતાના તરફથી વધારે કડક અને અઘરા હુકમો આપે, જેના ઉપર અમલ કરવો ઓર અઘરો અને અશકય હોય અને માણસ કાયમનો ગુનેગાર અને નાફરમાન ગણાય જાય. આ બાબતને અલ્લાહ તઆલાએ પાછલી ઉમ્મતનું એક ઉદાહરણ આપીને સમજાવી છે કે હઝ. મુસા અલૈ.ની કોમ બની ઇસરાઈલ એમના નબી હઝ. મૂસા અલૈ.ના હુકમો–માર્ગદર્શનને અનુસરવામાં આનાકાની કરતી રહેતી હતી, અંતે એક ગુનાની સજામાં અલ્લાહ તઆલાએ એમને હુકમ કર્યો કે નેક લોકો પોતાની જ કોમના ગુનેગાર લોકોને કતલ કરે, અને અમુક રિવાયતો મુજબ આવી રીતે સિત્તેર હઝાર માણસોના કતલ કર્યા પછી અલ્લાહ તઆલાએ બીજા લોકોને માફી આપી. એટલે અલ્લાહ તઆલા મુસલમાનોને ફરમાવે છે કે અમે તો તમને એક મહેરબાન અને રહેમદિલ રસૂલના હુકમો માનવાનો આદેશ આપ્યો છે, જે સરળ છે. જો અમે તમને એકબીજાને કતલ કરવાનો હુકમ આપત અથવા ઘરબાર છોડવાનો હુકમ આપત તો વધુ પડતા લોકો માટે એના ઉપર અમલ કરવો અઘરો થઈ પડત. અને ઘણા થોડા લોકો જ એના ઉપર અમલ કરત.

જયારે આ આયત નાઝિલ થઈ તો અમુક સહાબા રદિ.એ અલ્લાહ તઆલાના હુકમ પ્રત્યે પોતાના ઇમાન એન દઢતા વ્યકત કરવા માટે કહયું કે જો મને કહેવામાં આવે કે પોતાને કતલ કરો તો હું એના માટે તૈયાર છું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ બાબતની ખબર પડી તો ઘણા ખુશ થયા.

પછી અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે, આવા કડક હુકમો તમને નથી આપવામાં આવતા. સરળ અને સહેલા આદેશો આપવામાં આવે છે અને એમાં પણ નસીહતની રીત અપનાવવામાં આવે છે, માટે ખુદા અને રસૂલે ખુદાની નસીહતોને માનીને અમલ કરવો લોકો માટે બેહતર છે. આ હુકમો માની લેવામાં અને ઈતાઅત વ્યકત કરવાનો બીજો ફાયદો આ પણ છે કે એનાથી માણસને દીન અને ઈમાન ઉપર દઢતા-અડગતા અને યકીન મળે છે. ત્રીજો ફાયદો એ થાય છે અલ્લાહ તઆલા પોતાની વિશેષ રહમત અને અલગથી સવાબ પણ આપે છે. અને ચોથો ફાયદો એ થાય કે સિરાતે મુસ્તકીમની હિદાયત મળે છે.

રસૂલે ખુદા પ્રત્યે આવી પૂરી ઇતાઅત અને ફરમાબરદારીનો બદલો વર્ણવતા અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ નેક અને તાબેદાર લોકોને જન્નતમાં નબીઓ, સિદ્દીક હસ્તીઓ, શહીદ વ્યકિતઓ અને સાલેહ (નેક) લોકો સાથે ઉચ્ચ સ્થાન આપવામાં આવશે.

આયતમાં વર્ણવવામાં આવેલ આ ચાર પ્રકારના લોકો અને એમના દરજાઓનો મતલબ શું છે ? અને આ ચારેવ દરજાઓ અલગ અલગ છે કે કોઈ એક માણસમાં ભેગા થઈ શકે છે, એ બાબતે મઆરિફુલ કુરઆનમાં છે કે, એમ તો આ ચાર અલગ અલગ દરજાઓ અને મરતબાઓ છે, અલબત્ત કોઈ એક માણસમાં ચારેવ મરતબાઓ ભેગા થઈ શકે છે. જેમ કે એક જ માણસ કારી, હાફેજ, આલિમ, મુફતી હોય શકે છે. અથવા જેમ એક જ માણસ શિક્ષક, ડોકટર, એન્જિન્યર વગેરે હોય શકે છે.

જન્નત મેળવાનાર ઉચ્ચ મુસલમાનોના આ ચાર દરજાત અલ્લાહ તઆલાએ વર્ણવ્યા છે, અને પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયસંહ વ સલ્લમની ફરમાબરદારી કરનાર નિખાલસ અને પાકા લોકોને પણ આ ઉચ્ચ લોકો સાથે જન્નતમાં સ્થાન આપવાની વાત છે, એનાથી સ્પષ્ટ થાય છે કે જન્નત મેળવનાર મુખ્ય લોકોના મુખ્યત્વે ચાર દરજાઓ હોય શકે છે. અને દરેક મુસલમાને કોશિશ કરવી જોઈએ કે તે આમાંથી કોઈ એક દરજાને પામવાની કોશિશ, મહેનત અને ઇબાદતો કરે. આ ચાર દ૨જાઓમાંથી નબીઓનો દ૨જો તો માણસને એની ઇબાદત કે તકવા દ્વારા મળી શકતો નથી, અને હવે નુબુવ્વતનો દરવાજો પણ બંધ છે. અલબત્ત સારા કામો અને ઇબાદતો થકી જન્નતમાં નબીઓ સાથે રહેવાનો દરજો મળી શકે છે, જેમ આ જ આયતમાં એનું વર્ણન છે અને પછીના મરતબાઓ પણ માણસ મેળવી શકે છે. જન્નતના ઉચ્ચ દરજાઓ મેળવનાર આ ચાર પ્રકારના લોકો સાથે રહેવું પણ ઘણા મોટા સન્માન અને સવાબનું કામ છે. તફસીરે માજિદીમાં છે કે આમાલમાં કોતાહી હોવા છતાં અને આ દરજાનો સીધી રીતે હકદાર ન હોય એવો માણસ પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઇતાઅત કરીને આ દરજાઓ મેળવી શકે છે. અને આયતમાં વર્ણવવામાં આવેલ રસૂલની ઈતાઅત અને ફરમાબરદારી ફરજ અને વાજિબ એટલે કે જરૂરી હુકમોનું પાલન કરવા પુરતી જ છે. માણસ એટલા કામો પૂરતી તાબેદારીથી કરી લે તો આ દરજાઓ પામશે. નફલ, મુસ્તહબ, વગેરે આમાલમાં ફરમાબરદારી શરત નથી. કારણ કે આ બધા આમાલમાં માણસ રસૂલની તાબેદારી કરે તો પછી સીધી રીતે જ ઉપરોકત મરતબાઓનો હકદાર બને છે. અહિંયા તો એવા લોકોનું વર્ણન છે, જેઓ સીધી રીતે આ મરતબાઓના હકદાર નથી, પણ જરૂરી હુકમોમાં રસૂલે ખુદાની ચોક્કસ તાબેદારીની બરકતથી આવા લોકોના મરતબાઓ મેળવે છે. આ બાબતની ખૂબી અને મહાનતા વર્ણવવા ખાતર અલ્લાહ તઆલા છેલ્લે ફરમાવે છે કે આ ચાર પ્રકારના લોકો સાથ, સંગાથ અને સાથે રહેવામાં કેટલા સારા છે ! જે માણસને એમની સોબત મળી ગઈ અને તે પણ જન્નતમાં, એ કેવો નસીબદાર ગણાય !


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૭૨

હજ્જતુલ વિદાઅ એટલે હુઝૂર સલ.ની છેલ્લી હજ

(ગતાંકથી ચાલુ)

આપ સલ.એ અરફાતના દિવસના ખુત્બામાં જે તેના મોકા અને મહલના આધારે આપના જીવનનો સૌથી મહત્વનો ખુત્બો કહી શકાય છે.

સૌથી અંતીમ વાત પોતાના વિયોગ અને વફાત તરફ ઈશારો કરતા એ ફરમાવી કે હું તમારા માટે હિદાયત અને પ્રકાશનો તે પુરેપુરો સામાન છોડી જઈ રહ્યો છું, જેના પછી તમો કદી ગુમરાહ થઈ શકશો નહીં, પંરતુ શરત એ છે કે તમે તેને વળગેલા રહો, અને તેના પ્રકાશમાં ચાલતા રહો, અને તે અલ્લાહની પવિત્ર કિતાબ કુર્આન મજીદ છે. એનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે વફાતની બિમારીના અંતીમ દિવસોમાં જયારે બિમારી વધી જવાના કારણે આપને ઘણી તકલીફ હતી આપ સલ.એ વસીય્યત રૂપે એક લખાણ લખવવાનો ઈરાદો જાહેર ફરમાવ્યો હતો, જેના વિષે આપ સલ.એ ફરમાવ્યું હતુ કે તમો તે પછી ગુમરાહ થશો નહીં, તેમાં આપ શું લખાવવા ઈચ્છતા હતા, હજ્જતુલ વિદાઅના આ મહત્વના ખુત્બાથી સાફ જણાય છે કે આપ સલ. કિતાબુલ્લાહ સાથેનો લગાવ અને તેની તાબેદારીની વસીય્યત લખાવા ઈચ્છતા હતા આપ સલ.એ અગત્યના ખુત્બામાંએ પણ બતાવી ચુકયા હતા કે આ શાન "અલ્લાહની કિતાબ"ની છે. અને હઝરત ઉમર રદિ. આ હકીકતથી વાકિફ હતા અને અલ્લાહે મોકા પર વાત કહેવાની હિંમત પણ અર્પણ કરી હતી. તેમણે તે મોકા પર એ મંતવ્ય જાહેર કર્યુ કે આપની લગાતાર તાલીમ અને  કેળવણીથી અમને માલમ થઈ ગયું છે કે એ હૈસીયત અલ્લાહની કિતાબની જ છે. જેથી આવી સખત તકલીફની હાલતમાં વસીય્યત લખાવવાની તકલીફ શા માટે આપવામાં આવે, અમને આપે પઢાવેલો સબક યાદ છે. અને યાદ રહેશે.

ثُمَّ رَكِبَ حَتّٰى أَتٰى الْمَوْقِفَ فَجَعَلَ بَطْنَ نَاقَتِهٖ الْقَصْوَاءِ إِلَى الصَّخَرَاتِ وَجَعَلَ حَبْلَ الْمُشَاةِ بَيْنَ يَدَيْهِ وَاسْتَقْبَلَ الْقِبْلَةَ فَلَمْ يَزَلْ وَاقِفَاً حَتّٰى غَرُبَتِ الشَّمْسُ وَذَهَبَتِ الصُّفْرَةُ قَلِيلًا حَتّٰى غَابَ الْقُرْصُ وَأَرْدَفَ أُسَامَةَ وَدَفْعَ حَتّٰى اَتٰی الْمُزْدَلِفَةَ فَصَلّٰى بِهَا الْمَغْرِبَ وَالْعِشَاءَ بِأَذَانِ وَاحِدٍ وَإِقَامَتَيْنِ وَلَمْ يُسَبِّحْ بَيْنَهُمَا شَيْئاً ثُمَّ اضْطَجَعَ حَتّٰى طَلَعَ الْفَجْرُ فَصَلّٰى الْفَجْرَ حِيْنَ تَبَيَّنَ لَهُ الصُّبْحُ بِأَذَانٍ وَإِقَامَةٍ ثُمَّ رَكِبَ الْقَصْوَاءَ حَتّٰى أَتٰى الْمَشْعَرَا الْحَرَامَ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ فَدَعَاهُ وَكَبَّرَهُ وَهَلَّلَهُ وَوَحَّدَهُ فَلَمْ يَزِلْ وَاقِفاً حَتّٰى أَسْغَرَ جِداً فَدَفَعَ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ وَارْدَفَ الْفَضْلَ بْنَ عَبَّاسٍ حَتّٰى أَتٰى بَطْنَ مُحَسَّرَ فَحَرَّكَ قَلِيلًا ثُمَّ سَلَكَ الطَّرِيْقَ الْوُسْطٰى الَّتِيْ عِنْدَ الشَّجَرَةِ فَرَمَاهَا بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ مَعَ كُلِّ حَصَاةٍ مِنْهَا مِثْلَ حَصَى الْخَذَفِ رَمٰى مِنْ بَطْنِ الْوَادِىْ ثُمَّ انْصَرَفَ إِلٰى الْمَنْحَرِ فَنَحَرَ ثَلٰثاً وَسِتِّيْنَ بُدْنَةٌ وَبِيَدِهِ ثُمَّ أَعْطٰى عَلِيّاً فَنَحَرَمَا غَبَرَ وَأَشْرَكَهُ فِي هَدْيِهٖ ثُمَّ أَمَرَ مِنْ كُلِّ يُدْنَةٍ بِبُضْعَةٍ فَجُعِلَتْ فِي قِدْرٍ فَطُبِخَتْ فَاكَلَا مِنْ لَحْمِهَا وَشَرِبَا مِنْ مَرْقِهَا ثُمَّ رَكِبَ رَسُولُ اللهِ ﷺ فَأَفَاضَ إِلٰى الْبَيْتِ فَصَلّٰى بِمَكَّةَ الظُّهَرَ فَأَتٰى عَلٰى بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ يَسْقُوْنَ عَلٰى زَمْزَمَ فَقَالَ اِنْزِعُوْا بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ فَلَوْلَا أَنْ يَغْلِبَكُمُ النَّاسُ عَلٰى سِقَايَتِكُمْ لَنَزَعْتُ مَعَكُمْ فَنَاوَلُوْهُ دَلْواً فَشَرِبَ مِنْهُ " (رواه مسلم)

અર્થાત :- પછી જયારે આપ સલ. ઝહોર અને અસર બન્નેવ એકી સાથે પઢી ચુકયા તો પોતાની ઉટડી પર સવાર થઈ અરફાતના મેદાનમાં એક ખાસ થોભવાની જગ્યાએ પધાર્યા, અને પોતાની ઉંટડી "કસ્વાઅ"નું મોં આપ સ.એ તે તરફ ફેરવી દીધું જે તરફ પથ્થરની મોટી મોટી શિલો પડેલી છે. અને પગે ચાલતા મજમાને આપની સામે કરી આપ કિબ્લા તરફ ફરી ગયા, અને ત્યાં જ સુર્યાસ્ત થતાં સુધી ઉભા રહ્યા. (અને સંધ્યા કાળે જયારે વાદળો પીળા થઈ જાય છે) તે પીળાશ પણ દૂર થઈ ગયો અને સુર્ય એકદમ અસ્ત થઈ ગયો તો આપ (અરફાતથી મુઝદલફા માટે) રવાના થયા, અને ઉસામા બિન ઝૈદ રદિ.ને પોતાના ઉંટ પાછળ સવાર કરી લીધા હતા. જયારે આપ મુઝદલ્ફા પહોંચ્યા (જે અરફાતથી લગભગ ત્રણ માઈલ છે) ત્યાં પહોંચી આપે મગરિબ અને ઈશાની નમાઝો એકી સાથે પઢી, એક અઝાન અને બે ઈકામત સાથે (એટલે અઝાન એક જ વાર કહેવામાં આવી અને ઈકામત મગરિબ માટે અલગ અને ઈશા માટે પણ અલગ કહેવામાં આવી) અને તે બન્નેવ નમાઝો વચ્ચે સુન્નત નફીલ કંઈ જ પઢી નહીં તે પછી આપ સલ. સુઈ ગયા અને સુબ્હ સાદિક સુધી સુઈ રહ્યા, ફજરનો વખત થયો તો આપ સલ.એ સુહ સાદિક થતાં જ અઝાન અને ઈકામત સાથે ફજરની નમાઝ અદા કરી તે પછી “મશ્અરે હરામ” પાસે આવ્યા (પ્રખ્યાત કથન મુજબ તે એક ટેકરી મુઝદલફાની હદમાં હતી હાલમાં પણ તે જ મુજબ છે. ત્યાં નિશાની રૂપે એક મસ્જીદ બનાવી દેવામાં આવી છે.) ત્યાં આવી આપે કિબ્લા તરફ મોં કરી દુઆ અને તકબીર, તહલીલ, અને તોહીદ, તમ્જીદમાં મશ્ગુલ રહ્યા.

જયારે બરાબર અજવાળુ થઈ ગયું અને સુર્યોદયથી થોડુ પહેલા આપ ત્યાંથી મીના રવાના થઈ ગયા તે વખતે આપે પોતાના ઉટ પર પાછળ ફઝલ બિન અબ્બાસ રદિ.ને બેસાડયા, અને ચાલતા થયા, જયારે "વાદીએ મુહસ્સર' વચ્ચે પહોંચ્યા તો આપે ઉટડીની ચાલ વધારી દીધી. ત્યાંથી નિકળી વચલા રસ્તે ચાલતા રહ્યા, જે મોટા જમરા પર પહોંચે છે. તે જમરા પર પહોંચી (જે જાડ પાસે છે) આપ સલ.એ તેના પર રમી કરી, સાત કાંકરા તેના પર ફેંકીને માર્યા, અને તે દરેક સાથે આપ તકબીર કહેતા હતા. આ કાંકરા "ખઝફના કાંકરા" સમાન હતા (એટલે નાના નાના હતા) જેમકે આંગળીઓમાં મુકી ફેંકી શકાય છે. જે લગભગ ચણા અને વટાણાના દાણા જેટલી હોય છે. આપ સલ.એ કાંકરા જમરાની નજીક વાળા નિચલા ભાગ પરથી ફેંકીને મારી અને તે રમીથી પરવારી કુર્બાનીની જગ્યાએ પધાર્યા, ત્યાં ત્રેસઠ ઉટોની કુર્બાની પોતાના હાથથી કરી, જે બાકી રહ્યા તે હઝરત અલી રદિ.ને સોંપી દીધા તે બધાની કુર્બાની તેવણે કરી અને તે કુર્બાની પોતાની કુર્બાનીમાં શામેલ કરી, આપે હુકમ ફરમાવ્યો કે દરેક ઉટમાંથી માંસનો એક એક ટુકડો કાપી લેવામાં આવે, તે બધા ટુકડા એક દેગમાં પકાવી રસૂલુલ્લાહ સલ. અને હઝરત અલી રદિ. બન્નેવે તેમાંથી ગોશ્ત ખાધો અને શરવો પીધો અને પછી હુઝૂર સલ. પોતાના ઉંટ પર બેસી "તવાફે ઝીયારત" માટે રવાના થઈ ગયા, ઝહોરની નમાઝ આપ સલ.એ મક્કામાં અદા કરી નમાઝથી પરવારી (પોતાના કુટુંબીઓ) બની અ.મુત્તલીબ પાસે આવ્યા, જેઓ ઝમઝમ કુવામાંથી ખેંચી લોકોને પીવડાવી રહ્યા હતા, આપ સલ.એ તેમને ફરમાવ્યું કે જો એ ભય ન હોત કે બીજા લોકો તમારી પાસેથી આ સેવા ખુંચવી લેશે તો હું પણ તમારી સાથે ડોલ ખેંચતે તે લોકોએ એક ડોલ ભરી ઝમઝમ આપને અર્પણ કર્યું, તો આપ સલ.એ તેમાંથી પીધું. (મુસ્લિમ શરીફ)

      ખુલાસો :- હજમાં સૌથી મહાન અમલ અને મોટો રૂકન ''વુકુફે અરફા''છે. એટલે નવમી જિલ્હજે ઝવાલ પછી ઝહોર અને અસરની નમાઝ પઢી અરફાતના મેદાનમાં અલ્લાહ સામે ઉભા રહેવું, આ હદીસથી જણાયું કે હુઝૂર સલ.એ વુકુફ કેટલો લાંબો કર્યો હતો, ઝહોર અને અસરની નમાઝ આપ સલ.એ ઝહોરનો વખત થતાં જ પઢી લીધી હતી, અને ત્યારથી લઈ સુર્યાસ્ત સુધી આપે વુકુફ કર્યો, અને પછી સીધા મુઝદલ્ફા ચાલ્યા ગયા, અને મગરિબ ઈશા ત્યાં પહોંચી એકી સાથે અદા કરી, અને જેમકે આગળ વર્ણન થયું, તે જ મુજબ એ દિવસે અલ્લાહનો હુકમ છે.

મુઝદલ્ફાની રાત્રે આપ સલ.એ ઈશાથી પરવારી ફજર સુધી આરામ ફરમાવ્યો, તે રાત્રે તહજ્જુદ બિલ્કુલ છોડી દીધી બે રકાત પણ પઢી નહીં, (હાલાંકે આપ સલ. સફરમાં પણ તહજ્જુદ છોડતા ન હતા) કદાચ એનું કારણ એ હતુ કે નવમીના આખા દિવસ દરમિયાન આપ ઘણા મશ્ગુલ રહ્યા હતા, સવારમાં મીનાથી નિકળી અરફાત પહોંચ્યા જયાં પહેલાં ખુત્બો આપ્યો, પછી ઝહોર અને અસરની નમાઝ પઢી, ત્યાર પછીથી મગરિબ સુધી લગાતાર વુકુફ કર્યો, પછી તે જ વખતે અરફાતથી મુઝદલ્ફા સુધીનો રસ્તો કાપ્યો, મતલબ કે ફજરથી ઈશા સુધી લગાતાર દોડભાગ અને મહેનત, અને બીજા દિવસે દસ જિલ્હજના પણ એ જ પ્રમાણે મશ્ગુલી હતી એટલે સવારમાં મુઝદલ્ફાથી ચાલી મીના પહોંચવું, ત્યાં જઈ પહેલાં રમી કરવી, ત્યાર પછી ફકત એક બે કે દસ વીસ નહીં પણ સાઈઠથી વધારે ઉંટોની કુર્બાની પોતે જાતે કરવી ત્યાર પછી તવાફે ઝિયારત માટે મક્કા જવું અને ત્યાંથી પાછા મીના આવવું, મતલબ કે નવમી અને દસમી જિલ્હજનો પોગ્રામ એટલો બધો ભરેલો અને મહેનત વાળો હતો જેથી તે બે દિવસોની મુઝદલ્ફા વાળી રાતે આખી રાત આરામ કરવો જરૂરી હતો, બદન અને તેની શકિતઓ માટે પણ કંઈક હકો છે. અને તેની દેખરેખ રાખવી ખાસ કરી આવા મજમાંઓમાં જરૂરી છે. જેથી સહુલત અને રીઆયતનું પાસું પણ લોકોની જાણમાં આવી જાય, અને તેઓ શરીઅતના ખરા અને સમતોલ મીજાઝને સમજી શકે. વલ્લાહુ અઅલમ.

આ હદીસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રસૂલુલ્લાહ સલ.એ ત્રેસઠ ઉટ પોતાના હાથે કુર્બાન કર્યા, કદાચ તે તે જ ત્રેસઠ ઉંટ હતા જે આપ મદીનાથી પોતાની સાથે લાવ્યા હતા બાકીના સાડત્રીસ જે હઝ.અલી રદિ. યમનથી લાવ્યા હતા, તે આપ સલ.એ તેમના જ હાથે કુર્બાન કરાવ્યા, ત્રેસઠની સંખ્યાની હિકમત બિલ્કુલ સાફ છે કે આપની ઉમર શરીફ ત્રેસઠ વર્ષ હતી મતલબ કે જીવનના દરેક વર્ષના શુક્ર પેટે આપ સલ.એ એક ઉટ કુર્બાન કર્યુ. વલ્લાહુ અઅલમ.

આપે સલ. અને હઝરત અલી રદિ.એ તેમની કુર્બાનીના ઉંટોનો ગોશ્ત પકાવી ખાધો. અને તેનો શેરવો પીધો, તેનાથી જાણવા મળે છે કે કુર્બાની કરનાર પોતાની કુર્બાનીનો ગોશ્ત પોતે પણ ખાય શકે છે. અને સવા સંબંધીઓને પણ ખવડાવી શકે છે.

દસ જિલ્હજના કુર્બાનીથી પરવારી આપ તવાફે ઝિયારત માટે મક્કા મુકર્રમહ પધાર્યા, સુન્નત એ જ છે કે તવાફે ઝિયારત કુર્બાનીથી પરવારી દસ ઝિલ્હજના જ કરવામાં આવે, ભલે મોડુ કરવાની પણ ગુંજાઈશ છે.

ઝમઝમનું પાણી ખેંચી હાજીઓને પીવડાવવાની સેવા અને સઆદત જુના ઝમાનાથી આપના કુટુંબ બની અબ્દુલ મુત્તલીબનો જ હક હતો રસૂલુલ્લાહ સલ. તવાફે ઝિયારતથી પરવારી ઝમઝમ પર પધાર્યા, ત્યાં આપના કુટુંબીઓ ડોલો ખેંચી લોકોને પીવડાવતા હતા. આપની પણ મરજી હતી કે આ સેવામાં પોતે પણ ભાગ લે, પરંતુ આપે બરાબર વિચાર્યુ કે જો એવું કરીશ તો આપની તાબેદારી અને અનુકરણમાં આપના બધા સાથેઓ પણ એ સઆદતમાં ભાગ લેવા માંગશે, અને બની અબ્દુલ મુત્તલીબ જેમનો એ જુનો હક છે તેનાથી મેહરૂમ થઈ જશે. જેથી આપ સલ.એ પોતાના કુટુંબની દિલદારી અને સંબંધો કારી રાખવા માટે પોતાની દિલી તમન્ના જાહેર તો કરી, પરંતુ સાથે એ મસ્લેહત પણ દર્શાવી જેના કારણે આપે પોતાની દિલી તમન્ના કુર્બાન કરવાનો ફેંસલો કર્યો હતો.

જેમકે શરૂમાં વર્ણન કરવામાં આવ્યું હતુ હઝરત જાબિર રદિ.ની આ હદીસ હજ્જતુલ વિદાઅના વર્ણનમાં સૌથી લાંબી હદીસ છે. તે છતાં પણ ઘણા બનાવોનો ઉલ્લેખ તેમાં છુટી ગયો છે. જેમકે માથું મુંડાવવું, અને દસમી તારીખના ખુત્બાનો ઉલ્લેખ થયો નથી જે બીજી હદીસોમાં વર્ણન કરવામાં આવ્યો છે.

હઝરત જાબિર રદિ.ની આ હદીસના અમૂક રાવીઓએ એ જ હદીસમાં વધારો પણ નકલ કર્યો છે કે રસૂલુલ્લાહ સલ.એ આ જાહેરાત પણ ફરમાવી :

نَحَرْتُ هٰهُنَا وَمِنىٰ كُلُّهَا مَنْحَرٌ فَانْحَرُوْا فِيْ رِحَالِكُمْ وَوَقَفْتُ هٰهُنَا وَعَرَفْةُ كُلُّهَا مُوْقِفٌ وَوَقَفْتُ هٰهُنَا وَجَمْعٌ كُلُّهَا مَوْقِفٌ- " (رواه مسلم)

અર્થાત :– મેં કુર્બાની આ જગ્યાએ કરી છે પરંતુ મીનાનો બધો જ ભાગ કુર્બાનીની જગ્યા છે માટે તમો લોકો પોત પોતાની જગ્યાએ કુર્બાની કરી શકો છો અને મેં અરફાતમાં અહીંયા (પથ્થરની મોટી મોટી ચટાનો પાસે કયો હતો) અને આખુ અરફાત વુકુફની જગ્યા છે (માટે તેના જે ભાગમાં પણ વુકુફ કરવામાં આવશે સહી છે.) અને મેં મુઝદલ્ફામાં અહીં (મશ્અરે હરામ પાસે) કિયામ કર્યો, અને આખુ મુઝદલ્ફા મૌકફ છે. (તેના જે ભાગમાં રાત્રે થોભશો સહી છે.)


માનવજાત પ્રત્યેની જવાબદારીઓ વિશે આપણી ગંભીર બેદરકારી

ઈસ્લામ માનવજાતની સાર્વજનિક સંપત્તિ છે. બરાબર એ રીતે જેવી હવાપાણી અને પ્રકાશ! કોઈ એવો દા'વો નથી કરી શકતું કે હવા-પાણી અને પ્રકાશ પર અમારો જ અધિકાર છે અને બીજાને તેનાથી લાભ લેવા દેવામાં આવશે નહીં. હવા-પાણી અને પ્રકાશ માનવજાતના ભૌતિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ જરૂરી છે તેમ મનુષ્યના રૂહાની (આધ્યાત્મિક) અસ્તિત્વનો આધાર ઈસ્લામ છે. આ દીનને સૃષ્ટિના સર્જનહારે ઈન્સાનોના રૂહાની જીવન માટે પ્રાણવાયુ બનાવ્યો છે. હવે કોઈને એ હક નથી કે આ પ્રાણવાયુથી લાભ લેતાં કોઈને અટકાવે. આ વાત અલગ છે કે કોઈ વ્યકિત ઈન્સાન મટીને હેવાનિયતના એ બિંદુએ પહોંચી જાય, જયાં એને પ્રાણવાયુ (આકિસજન) અંગારવાયુ (કાર્બનડાયોકસાઈડ) જેવો મુહસૂસ થવા માંડે. જેમકે, ભયંકર દુર્ગંધ મારતી ગંદી વસ્તુઓ એક સુવ્વર માટે મિષ્ટાન્ન હોય છે. 

મનુષ્યની પ્રકૃતિનો બનાવનાર સર્વશકિતમાન અલ્લાહ સર્વજ્ઞ અને તત્વદર્શી છે. અલ્લાહ તઆલાએ સ્વયં એલાન કર્યું છે. (સૂરએ રૂમઃ ૩૦) કે માનવીને ઈસ્લામની ફિતરત પર ઘડવામાં આવ્યો છે. સત્યના સ્વીકારની તત્પરતા અને સચ્ચાઈ તરફની અભિમુખતા માનવપ્રકૃતિમં સૃષ્ટિના સર્જનહારે સ્વયં મૂકેલી છે. અલ્લાહ તઆલાની શા'ને અદ્દલનો આ સ્વાભાવિક નતીજો છે, જેની દયા અને રહમત કલ્પનાતીત છે તે રહમાન અને રહીમ કેવી રીતે પોતાના બંદાને જબરદસ્તીથી ગુમરાહ કરી શકે છે? દરેક માણસના સ્વભાવમાં સચ્ચાઈ પ્રત્યે ઊંડે ઊંડે રહેલ અભિમૂખતા એક એવી હકીકત છે, જેનો ઈન્કાર કોઈ સમજદાર માણસ માટે શોભાસ્પદ નથી.

ઉપરોકત હકીકતોની પશ્ચાદભૂમિકામાં આપણે ઈસ્લામના અનુયાયી તરીકે પોતાની જાતને મૂલવવાની તાતી જરૂર છે. ભારતના મુસલમાનો પોતાની આસપાસ વસતા કરોડો અલ્લાહના બંદાઓ વિષે કેવી ધારણા બાંધીને બેઠા છે? નિશ્ચિતપણે કહી શકાય કે જે ધારણા તેઓ આપણા વિશે બાંધીને બેઠા છે તેજ ધારણા આપણે તે ગરીબો વિશે બાંધીને સંતુષ્ટ છીએ. શું એક જવાબદાર માનવજૂથ માટે આ પ્રકારનો અભિગમ શોભાસ્પદ છે ખરો? શું અમ્બિયાએ કિરામ અને સહાબએ કિરામની જીંદગીઓનો ઈતિહાસ આવો સબક આપે છે?

ભારતીય પ્રજાના દુર્ભાગ્યની સ્થિતિ તો જુઓ કે એક હજાર વર્ષના મુસ્લિમોના સહવાસ પછી પણ હજુ સુધી આ અલ્લાહના બંદાઓને એ ખબર નથી કે ઈસ્લામ શું છે અને માનવજાત અને માનવજાતથી તે કંઈ આશાઓ રાખે છે? ચોતરફ ઇસ્લામ વિષે ભયંકર અજ્ઞાનતા છે. ગેર સમજોનું વર્ચસ્વ છે.ખોટી માહિતીઓ છે. પરંતુ આપણા પેટનું પાણી હાલતું નથી! ઈસ્લામ વિષે કોઈ શું કહે છે, કોઈ શું લખે છે, કોઈ શું બોલે છે, કોઈ શું માને છે, પણ વીસ કરોડ મુસલમાનોમાંથી અત્યાર સુધી એવું જૂથ ઉભું થયું નથી. જે માનવજાતની સેવાના ધ્યેય સાથે અને માનવતા પ્રત્યેની અખૂટ સહાનુભૂતિ સાથે મેદાનમાં આવ્યુ હોય અને સહાબકિરામની જેમ લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકયું હોય. લોકો ચારિત્ર્ય જુએ છે, રીત-ભાત જુએ છે, વ્યવહારો અને વર્તણૂંક જુએ છે. અલ્લાહ જઝાએ ખૈર આપે તે લોકોને, જેઓ તબ્લીગ ચળવળ દ્રારા દુનિયામા સહાબએ કિરામના નમૂના પૈદા કરવા માટે તનતોડ મેહનત કરી રહયા છે અને જઝાએ ખૈર આપે તે ઉલમાએ હકકાની ને, જેઓ દીનેહકના મૂળ સ્વરૂપની સુરક્ષા માટે આશ્ચર્ય પમાડે તેટલી હદે કાર્યમગ્ન છે. દરેકની સેવાઓ પોતપોતાના સ્થાને અજોડ છે. સાથે સાથે હવે ભારતીય મુસ્લિમોએ દેશવાસીઓની પ્રવર્તમાન હાલત અને બદલાઈ રહેલાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને વધારે જાગ્રત થવાની જરૂરત છે. 

શકય છે કે આ દેશમાં વસતા લોકોથી આપણને ઘણી બધી શિકાયતો હોય અને એ પણ શકય છે કે આ શિકાયતો પૈકીની ઘણી બધી સાચી પણ હોય, પરંતુ આખરે તો ખુદાના આ બંદાઓ એક ભયંકર અંજામ તરફ ધસમસી રહયા છે. વિકરાળ અગનજવાળાઓ તરફનું ખુદાના આ બંદાઓનું પૂરપાટ પ્રયાણ આપણને ઢંઢોળીને કહી રહયું છે.કુન્તુમ ખયુર ઉમ્મતિનુ ઉરિજત્ લિન્નાસિ....આપ વિચારો કે ટ્રેનના પાટાઓ ઉપર કોઈ વ્યકિત ઊંઘી રહી છે અને આપ જોઈ રહયા છો કે સામેથી ટ્રેન ધસમસતી આવી રહી છે આ સંજોગોમાં આપની ફરજ બને છે કે એ વ્યક્તિને આપ ઊઠાડો અને જો એ ન ઊઠે તો તેના બે હાથ પકડીને પાટા પરથી ખેંચી કાઢો. જો આપ એવું વિચારો કે ‘તેને પાટા પર સુવાની શી જરૂર અથવા ન ઊઠે તો મારે શું?' તો આ સંજોગોમાં આવનાર પરિણામની નૈતિક જવાબદારી આપના શિરે છે.

બરાબર આ જ રીતે આખિરતના હાલાત આપણી સામે છે સારા નરસાનો અંજામ આપણી સામે છે, ઈમાનના સદપરિણામો તથા કુફૂ શિર્કના દુષ્પરિણામો જાણે આપણે જોઈ રહયા હોય તેટલી હદે અલ્લાહના માનવંત રસૂલે (સ.અ.વ.) વર્ણવ્યા છે, માનવતાનો સાર્વજનિક દિવ્ય પ્રકાશ કુર્આન ઠેરઠેર જન્નત-જહન્નમની ચિરકાલીન વાસ્તવિકતાઓનું એ'લાન કરે છે. આપણા શિરે સમસ્ત માનવજાતની જવાબદારી નાંખવામાં આવી છે. પરંતુ અફસોસની વાત છે કે આપણે આ બાબતે કોઈ આયોજન કરવા તૈયાર નથી, કોઈ આયોજન કરે તેને સહકાર આપવા તૈયાર નથી, કોઈ સંગઠન બનાવવા તૈયાર નથી અને કોઈ વ્યૂહરચનાઓ વિશે વિચારવા તત્પર નથી.

તો શું આપ એવું માનો છો કે હિન્દુસ્તાનમાં વસતા કરોડો અલ્લાહના બંદાઓ સુધી દીનની દઅવત પહોંચાડવાની જવાબદારીથી આપ મુકત થઈ ગયા છો? “પહેલા મુસલમાનોને સુધારો, પછી બીજાની ફિકર કરો.” “એક મુસલમાનને દીન પર લાવવો પચાસ બિનમુસ્લિમોને ઈમાન કબુલ કરાવવા કરતાં બેહતર છે.” “આપણા અખ્લાક સુધરશે તો સૌ પોતે જ સામે ચાલીને દીન સ્વીકારી લેશે.” આ પ્રકારના પાયાહીન ઉચ્ચારણો કરનાર લોકો, જો આવા બહાના હેઠળ પોતાની જવાબદારીમાંથી છૂટવા માંગતા હોય તો ખુદાને ત્યાં છૂટવાના નથી. કુર્આન-હદીષમાં કયાંય શોધતા જડે નહીં તેવી નિરર્થક દલીલો વડે હકીકતોને ઠુકરાવવી એ કોઈ અકલમંદીની વાત નથી. દેશબાંધવો સુધી ઈસ્લામની દઅવત પહોંચાડવી એ આપણી સૌથી મહાન ફરજ છે અને આ માટે એ તમામ પ્રયત્નો કરવા જોઈએ, જે આપણા કાબૂમાં હોય. મુફક્કિરે ઈસ્લામ અલ્લામહ સય્યિદ અબૂલ  હસન અલી નદવી રહ. એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અમદાવાદ ખાતે યોજાયેલ અધિવેશનમાં 'ખુત્બએ સદારત'માં આ બાબત તરફ ધ્યાન દોરતાં દેશબંધુઓ પ્રત્યેની પોતાની જવાબદારીઓ વિશે મુસ્લિમોને સ્પષ્ટ જણાવ્યું હતું કે દેશવાસીઓ પ્રત્યેના પોતાના અભિગમને ઈસ્લામના માનવતાવાદી જીવનદર્શન અનુસાર બનાવો અને લોકો માટે કલ્યાણકારી ચારિત્ર્યનું નિર્માણ કરો.

આજના સમયની સૌથી મોટી જરૂરત આ છે કે લોકોના માનસમાં ઈસ્લામ વિશે જે ગેર સમજો ફેલાયેલી છે તેને દૂર કરવા માટે કમર કસવામાં આવે. ચારિત્ર્ય સુધારણાના પ્રયત્નોની સાથે સાથે દઅવતના હેતુસર દેશ બંધુઓ સાથે વ્યાપક ગાઢ સંબંધો વિકસાવવામાં આવે ઈદ, યવમે મીલાદુન્નબી વગેરે પ્રસંગોને નિમિત્ત બનાવીને ગેરમુસ્લિમોને નિમંત્રવામાં આવે અને આવા સ્નેહમિલનો દ્રારા ઈસ્લામ શું છે અને માનવજાતથી એ શું ચાહે છે તે બાબતે શાંતચિત્તે, સૌજન્યપૂર્ણ ઢબે અર્થાત કુર્આનની તઅલીમ “ઉદ્ગ ઈલા સબીલિ રબ્બીક બિલ્હિમતી....” અનુસાર ચર્ચા કરવામાં આવે. વિના મૂલ્યે વ્યાપક પ્રમાણમાં ઈસ્લામી સાહિત્યનું વિતરણ કરવામાં આવે અને દેશવાસીઓના સતત સંપર્કમાં રહી દેશમાં અને આપણી આસપાસના વાતાવરણમાં બનતી ઘટનાઓ ઈસ્લામના જીવનસંદેશથી વિરૂધ્ધ હોય તો તીવ્રતાથી, સામુહિક રીતે દેશવ્યાપી ધોરણે વખોડી કાઢવામાં આવે. સાર એ કે ઉમ્મતે મુહમ્મદી હોવાને નાતે દેશના કરોડો લોકોની આખિરત વિશેની આપણી નિરસતા કોઈ પણ દ્રષ્ટિકોણથી ક્ષમ્ય નથી અને આ માટે અલ્લાહની હુઝૂર જવાબ દહી આપણા માટે ગંભીર પ્રશ્ન બની શકે છે. અલ્લાહુમ્મફઝ્ના મિન્હ !


માનવજાત પ્રત્યેની જવાબદારીઓ વિશે આપણી ગંભીર બેદરકારી

ઈસ્લામ માનવજાતની સાર્વજનિક સંપત્તિ છે. બરાબર એ રીતે જેવી હવાપાણી અને પ્રકાશ! કોઈ એવો દા'વો નથી કરી શકતું કે હવા-પાણી અને પ્રકાશ પર અમારો જ અધિકાર છે અને બીજાને તેનાથી લાભ લેવા દેવામાં આવશે નહીં. હવા-પાણી અને પ્રકાશ માનવજાતના ભૌતિક અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ જરૂરી છે તેમ મનુષ્યના રૂહાની (આધ્યાત્મિક) અસ્તિત્વનો આધાર ઈસ્લામ છે. આ દીનને સૃષ્ટિના સર્જનહારે ઈન્સાનોના રૂહાની જીવન માટે પ્રાણવાયુ બનાવ્યો છે. હવે કોઈને એ હક નથી કે આ પ્રાણવાયુથી લાભ લેતાં કોઈને અટકાવે. આ વાત અલગ છે કે કોઈ વ્યકિત ઈન્સાન મટીને હેવાનિયતના એ બિંદુએ પહોંચી જાય, જયાં એને પ્રાણવાયુ (આકિસજન) અંગારવાયુ (કાર્બનડાયોકસાઈડ) જેવો મુહસૂસ થવા માંડે. જેમકે, ભયંકર દુર્ગંધ મારતી ગંદી વસ્તુઓ એક સુવ્વર માટે મિષ્ટાન્ન હોય છે. 

મનુષ્યની પ્રકૃતિનો બનાવનાર સર્વશકિતમાન અલ્લાહ સર્વજ્ઞ અને તત્વદર્શી છે. અલ્લાહ તઆલાએ સ્વયં એલાન કર્યું છે. (સૂરએ રૂમઃ ૩૦) કે માનવીને ઈસ્લામની ફિતરત પર ઘડવામાં આવ્યો છે. સત્યના સ્વીકારની તત્પરતા અને સચ્ચાઈ તરફની અભિમુખતા માનવપ્રકૃતિમં સૃષ્ટિના સર્જનહારે સ્વયં મૂકેલી છે. અલ્લાહ તઆલાની શા'ને અદ્દલનો આ સ્વાભાવિક નતીજો છે, જેની દયા અને રહમત કલ્પનાતીત છે તે રહમાન અને રહીમ કેવી રીતે પોતાના બંદાને જબરદસ્તીથી ગુમરાહ કરી શકે છે? દરેક માણસના સ્વભાવમાં સચ્ચાઈ પ્રત્યે ઊંડે ઊંડે રહેલ અભિમૂખતા એક એવી હકીકત છે, જેનો ઈન્કાર કોઈ સમજદાર માણસ માટે શોભાસ્પદ નથી.

ઉપરોકત હકીકતોની પશ્ચાદભૂમિકામાં આપણે ઈસ્લામના અનુયાયી તરીકે પોતાની જાતને મૂલવવાની તાતી જરૂર છે. ભારતના મુસલમાનો પોતાની આસપાસ વસતા કરોડો અલ્લાહના બંદાઓ વિષે કેવી ધારણા બાંધીને બેઠા છે? નિશ્ચિતપણે કહી શકાય કે જે ધારણા તેઓ આપણા વિશે બાંધીને બેઠા છે તેજ ધારણા આપણે તે ગરીબો વિશે બાંધીને સંતુષ્ટ છીએ. શું એક જવાબદાર માનવજૂથ માટે આ પ્રકારનો અભિગમ શોભાસ્પદ છે ખરો? શું અમ્બિયાએ કિરામ અને સહાબએ કિરામની જીંદગીઓનો ઈતિહાસ આવો સબક આપે છે?

ભારતીય પ્રજાના દુર્ભાગ્યની સ્થિતિ તો જુઓ કે એક હજાર વર્ષના મુસ્લિમોના સહવાસ પછી પણ હજુ સુધી આ અલ્લાહના બંદાઓને એ ખબર નથી કે ઈસ્લામ શું છે અને માનવજાત અને માનવજાતથી તે કંઈ આશાઓ રાખે છે? ચોતરફ ઇસ્લામ વિષે ભયંકર અજ્ઞાનતા છે. ગેર સમજોનું વર્ચસ્વ છે.ખોટી માહિતીઓ છે. પરંતુ આપણા પેટનું પાણી હાલતું નથી! ઈસ્લામ વિષે કોઈ શું કહે છે, કોઈ શું લખે છે, કોઈ શું બોલે છે, કોઈ શું માને છે, પણ વીસ કરોડ મુસલમાનોમાંથી અત્યાર સુધી એવું જૂથ ઉભું થયું નથી. જે માનવજાતની સેવાના ધ્યેય સાથે અને માનવતા પ્રત્યેની અખૂટ સહાનુભૂતિ સાથે મેદાનમાં આવ્યુ હોય અને સહાબકિરામની જેમ લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકયું હોય. લોકો ચારિત્ર્ય જુએ છે, રીત-ભાત જુએ છે, વ્યવહારો અને વર્તણૂંક જુએ છે. અલ્લાહ જઝાએ ખૈર આપે તે લોકોને, જેઓ તબ્લીગ ચળવળ દ્રારા દુનિયામા સહાબએ કિરામના નમૂના પૈદા કરવા માટે તનતોડ મેહનત કરી રહયા છે અને જઝાએ ખૈર આપે તે ઉલમાએ હકકાની ને, જેઓ દીનેહકના મૂળ સ્વરૂપની સુરક્ષા માટે આશ્ચર્ય પમાડે તેટલી હદે કાર્યમગ્ન છે. દરેકની સેવાઓ પોતપોતાના સ્થાને અજોડ છે. સાથે સાથે હવે ભારતીય મુસ્લિમોએ દેશવાસીઓની પ્રવર્તમાન હાલત અને બદલાઈ રહેલાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને વધારે જાગ્રત થવાની જરૂરત છે. 

શકય છે કે આ દેશમાં વસતા લોકોથી આપણને ઘણી બધી શિકાયતો હોય અને એ પણ શકય છે કે આ શિકાયતો પૈકીની ઘણી બધી સાચી પણ હોય, પરંતુ આખરે તો ખુદાના આ બંદાઓ એક ભયંકર અંજામ તરફ ધસમસી રહયા છે. વિકરાળ અગનજવાળાઓ તરફનું ખુદાના આ બંદાઓનું પૂરપાટ પ્રયાણ આપણને ઢંઢોળીને કહી રહયું છે.કુન્તુમ ખયુર ઉમ્મતિનુ ઉરિજત્ લિન્નાસિ....આપ વિચારો કે ટ્રેનના પાટાઓ ઉપર કોઈ વ્યકિત ઊંઘી રહી છે અને આપ જોઈ રહયા છો કે સામેથી ટ્રેન ધસમસતી આવી રહી છે આ સંજોગોમાં આપની ફરજ બને છે કે એ વ્યક્તિને આપ ઊઠાડો અને જો એ ન ઊઠે તો તેના બે હાથ પકડીને પાટા પરથી ખેંચી કાઢો. જો આપ એવું વિચારો કે ‘તેને પાટા પર સુવાની શી જરૂર અથવા ન ઊઠે તો મારે શું?' તો આ સંજોગોમાં આવનાર પરિણામની નૈતિક જવાબદારી આપના શિરે છે.

બરાબર આ જ રીતે આખિરતના હાલાત આપણી સામે છે સારા નરસાનો અંજામ આપણી સામે છે, ઈમાનના સદપરિણામો તથા કુફૂ શિર્કના દુષ્પરિણામો જાણે આપણે જોઈ રહયા હોય તેટલી હદે અલ્લાહના માનવંત રસૂલે (સ.અ.વ.) વર્ણવ્યા છે, માનવતાનો સાર્વજનિક દિવ્ય પ્રકાશ કુર્આન ઠેરઠેર જન્નત-જહન્નમની ચિરકાલીન વાસ્તવિકતાઓનું એ'લાન કરે છે. આપણા શિરે સમસ્ત માનવજાતની જવાબદારી નાંખવામાં આવી છે. પરંતુ અફસોસની વાત છે કે આપણે આ બાબતે કોઈ આયોજન કરવા તૈયાર નથી, કોઈ આયોજન કરે તેને સહકાર આપવા તૈયાર નથી, કોઈ સંગઠન બનાવવા તૈયાર નથી અ%

કુદરતી ખૂબીઓની અસર અને હદીસ શરીફમાં કુરૈશી ઇમામની શરત

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ 

મુફતી ફરીદ અહમદ કાવી.

સાતમી જરૂરી બાબત વિચારવા લાયક આ છે કે કોમ તરફથી ઇલ્મી- દીની ખિદમત અને કામો માટે સામાન્ય પણે કેવા લોકોને પસંદ કરવામાં આવે છે? તમે જોશો કે જે માણસને બે ચાર દીકરાઓ હોય છે એ પ્રથમ તો દીકરાઓને દુન્યવી તાલીમ અપાવે છે, એના માટે પ્રયત્નો કરે છે, પૂરતી કોશિશ કરે છે, અને પછી એમાં માયૂસ થાય છે તો આવી અવલાદને દીની મદરસાને હવાલે કરે છે, શું આમ કરવું દીન અને દીની ઇલ્મ ઉપર જુલમ નથી ? શું અલ્લાહ તઆલાના દરબારમાં એનો જવાબ નહીં આપવો પડે ? ઘણા ઓછા એવા ખાનદાનો છે, જયાં દીની ઇલ્મ હાસિલ કરવાને પ્રથમ મહત્વ અને અસલ મકસદ સમજવામાં આવે છે. બાકી સામાન્ય પણે મજબૂરીના સબ્ર જેવી સ્થિતિ હોય છે.

સામાન્ય પણે મદરસાઓમાં અરબી પઢતા ભણતા લોકો એમના વાલીઓની ગરીબી – તંગીના કારણે દુન્યવી તાલીમ મેળવવા અશકત હોય છે, એટલે આવા લોકો પછી પણ જરૂરત મંદ જ હોય છે અને જરૂરતો માટે સવાલ મજબૂર હોય છે. અને સાચી રીતે જોઈએ તો જરૂરતનો સવાલ કરવો એમના માટે કોઈ બેગૈરતી કે અપમાનની બાબત નથી હોતી. અપમાન તો એવા લોકોએ સમજવું જોઈએ, જેઓ એમની જરૂરતોને પૂરી કરવાની જવાબદારી સમજતા નથી. આ ગરીબ લોકો એમની દીની જરૂરતો પૂરી કરે છે તો પછી શરીઅત અને સમજદારીની વાત આ નથી કે આવા લોકોની માનવીય જરૂરતો પૂરી કરીને એમનો બોજ હલકો કરવામાં આવે. આ જ કારણે આજના પડતીના સમયમાં જે લોકો દીની ઇલ્મ મેળવે છે અને કાબેલ બને છે તો અંતે તેઓ દુનિયાદારોની નજરમાં જે જિંદગીને હલકી કક્ષાને સમજવામાં આવે છે એમાંથી નીકળવા માટે દીની લાઈન છોડીને તબીબી કે હકીમી વિદ્યા મેળવવામાં મશ્શૂલ થાય છે કે પછી કોઈ ડીગ્રી વગેરે પાછળ પડે છે, અને પછી નોકરી કે અન્ય દુન્યવી કામોમાં પ્રવૃત થઈ જાય છે. અને ધીરે ધીરે મહેનતથી હાસિલ કરેલા દીની ઇલ્મ અને જાણકારીને ખોઈ નાખે છે, ભૂલી જાય છે.

પહેલી મુસીબત આ હતી કે દીની દીની ઇલ્મ મેળવનાર સારા માણસો જ ઓછા હતા, અને જે અમુક હોશિયાર માણસો આ લાઈનમાં આવે છે એમાંથી ઘણા આવી રીતે પાછા જતા રહે છે. હું કોઈના ઉપર આરોપ નહીં મુકું. પણ એટલું જરૂરી કહીશ કે અમુક ભાઈઓ પાસે મોટી જાયદાદ હોય, બધાની સારી નોકરી હોય, તો આ બધા મળીને કોઈ એક ભાઈને જાયદાદ સંપત્તિ સાચવવા અને વહીવટ માટે આજિઝી અને કાલાવાલા કરીને નોકરી છોડવા ઉપર રાજી કરીને એને કહેશે કે સંપત્તિનો વહીવટ કર અને જાયદાદની સહિયારી આવકમાંથી એના સારા પગારની વ્યવસ્થા કરશે. અને બધા ભાઈઓ આ એક ભાઈનું એહસાન પણ માનશે. આવું શા માટે ? એટલા માટે જ ને કે જાયદાદની સાચવણી અને વહીવટ જરૂરી છે, એ બરબાદ ન થવી જોઈએ. પણ એક ઘરના અમુક ભાઈઓની વાત નથી, મહોલ્લાના માલદારોની વાત નથી, બલકે પુરા ગામ અને કસબા અને શહેરને આ જરૂરત નથી દેખાતી કે એમના શહેર કે ગામમાં દીનીનો જાણકાર અને દીની જરૂરતો પૂરી કરનાર કોઈ માણસ હોય !

આવું શા માટે ?

એટલા માટે જ ને કે લોકોની દીનની જરૂરતનો એહસાસ નથી. દીની નુકસાન થવાને નુકસાન નથી સમજતા. દીની જરૂરત માટે લોકો બે ચાર ઉર્દૂ રિસાલા કે કિતાબો વાંચીને આલિમ બની જાય છે. જયારે કે આ પુરતું નથી. બલકે અલ્લાહ તઆલાએ તો જિહાદ જેવા જરૂરી કામમાં પણ આ બાબતનું ધ્યાન રાખ્યું છે કે બધા જ લોકો જિહાદમાં મશ્શૂલ ન થાય. બલકે ઇલ્મ શીખવા – શીખવાડવા માટે એક જમાઅત બાકી રહે, સૂરએ તોબહના અંતે આ બાબતે ટકોર કરવામાં આવી છે કે દરેક સમુહ — કબીલામાં એક અલગ જમાઅત ફુકહાઅ અને દીનના જાણકારોની હોવી જોઈએ.

આઠમી વિચારવાની બાબત આ છે કે દરેક માણસને એના ઈલ્મ પછી એના વ્યકિતત્વના ત્રાજવે તોળવો જોઈએ. એક તરફ દીની કે દુનિયાવી ઇલ્મ વાળા ઉચ્ચ વર્ગના માણસો મુકીને બીજી તરફ નિમ્ન માણસોની સમીક્ષા કરવી ઝુલમ છે. દરેક જ માણસ જ વિશે આ માપદંડે વિચારવામાં આવે કે જો આ માણસે ઇલ્મ – વિદ્યા મેળવી ન હોત તો એ એના માહોલ મુજબ કે એની હેસિયત મુજબ કેવા સંસ્કાર અને કામોમાં મશ્શૂલ હોત ? પછી વિચારવામાં આવે કે દીની અને દુન્યવી ઇલ્મ – વિદ્યા દ્વારા એનામાં કેટલું પરિવર્તન આવ્યું છે ? કેટલો સુધાર થયો છે ? અમુક માપદંડો મેં લખ્યા છે, વિચારવાથી અન્ય બાબતો પણ શામેલ કરી શકાય છે. મેં તો જે કંઈ લખ્યું છે એ પણ મજબૂરીમાં જ લખ્યું છે.

કેહના પડા મુજે પએ ઇલ્ઝામે પંદ ગો 

વો માજરા જે કાબિલે શર્હ વ બયાં નહીં

નેક અને બદ ઉલમા વચ્ચેનો તફાવત

આ બધા પછી મને આ બાબતે પણ ઈન્કાર નથી કે ઉલમાએ સૂ અને ઉલમાએ હક, એમ બે અલગ પ્રકારના ઉલમા હોય જ છે. બુરા અને ખરાબ ઉલમા વિશે હદીસ શરીફમાં સખત વઈદ વર્ણવવામાં આવી છે. જહન્નમમાં સહુથી પહેલાં જનાર લોકોમાં એમની ગણના કરવામાં આવી છે. પોતે પણ ગુમરાહ અને અન્યોને પણ ગુમરાહ કરનાર એમને ગણવામાં આવ્યા છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જે માણસ ઇલ્મ એટલા માટે મેળવે છે કે એનાથી દુનિયાની કમાણી કરે, એ જન્નતની ખુશ્બુ પણ નહીં સુંઘી શકે. (તરગીબ) બીજી એક હદીસમાં છે : જે માણસ એટલા માટે ઇલ્મ મેળવે કે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે, એને જહન્નમાં નાંખવામાં આવશે. એક હદીસમાં છે : લોકો માંહે સૌથી બુરા માણસો, એ બુરા ઉલમા છે. (તરગીબ)

નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : ઈલ્મ બે પ્રકારે હોય છે. એક ઇલ્મ ફકત ઝબાને જ હોય છે, દિલમાં એની અસર હોતી નથી. એ અલ્લાહ તરફથી લોકો ઉપર એની દલીલ હોય છે. બીજું ઇલમ દિલમાં હોય છે, એ જ ફાયદો આપે છે. આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : છેલ્લા ઝમાનામાં લોકો આબિદ- સૂફી લોકો જાહિલ હશે અને જેઓ આલિમ હશે એ ફાસિક હશે.

હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે:

ઇલ્મ એટલા માટે ન શીખો કે એના વડે ઉલમા સાથે સ્પર્ધા – મુકાબલો કરો. અને બેવકૂફ લોકો સાથે ઝઘડો કરો, અને એના વડે લોકોને પોતાના તરફ આકર્ષિત કરો. જે કોઈ આમ કરશે એને જહન્નમાં નાંખી દેવામાં આવશે.

હઝરત ઉમર રદિ. ફરમાવે છે : મને આ ઉમ્મત વિશે સૌથી વધારે બીક મુનાફિક આલિમની છે. લોકોએ પૂછયું કે મુનાફિક આલિમ કેવો હોય છે ? તો ફરમાવ્યું કે, મોઢેથી આલિમ હોય અને દિલથી જાહિલ હોય.

હઝરત હસન રહ. ફરમાવે છે કે,

ઉલમાનો અઝાબ દિલની મોત છે. અને દિલની મોત આ છે કે આખિરતના આમાલ કરીને દુનિયા કમાવા માંડે.

યહયા બિન મઆઝ રહ. ફરમાવે છે કે ઇલ્મ – હિકમત વડે દુનિયાની કમાણી થવા માંડે તો એની રોનક ખતમ થઈ જાય છે.

હઝરત ઉમર રદિ.નો ઇરશાદ છે : જયારે તમે કોઈ આલિમને દુનિયા પ્રત્યે મહોબ્બત કરતાં જુઓ તો એની દીનદારી બાબતે એને શંકાસ્પદ સમજો. કારણ કે માણસ જે વસ્તુ પ્રત્યે મહોબ્બત રાખે એમાં ઓતપ્રોત થઈ જાય છે.

માલિક બિન દીનાર રહ. કહે છે કે મેં જૂના ઝમાનાની કિતાબોમાં લખેલું વાંચ્યું છે કે, અલ્લાહ તઆલા ફરમાવે છે કે જયારે કોઈ આલિમ દુનિયાને મહોબ્બત કરતો હોય તો હું ઓછામાં ઓછું એટલું તો કરું જ છું કે મારી મુનાજાત (દુઆ, ઝિક્ર, તિલાવત વગેરે)ની મીઠાશ અને શોખ એના દિલમાંથી કાઢી નાંખું છું.

આ બધા કથનો અને હુકમો અને અન્ય વાતો પણ બુરા ઉલમા બાબતે વર્ણવવામાં આવ્યાં છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે કોઈ માણસ કે જમાઅતને સારા ઉલમા અને બીજાને બુરા ઉલમા કહેવાનો અધિકાર માણસ પાસે નથી. આ બાબત પણ શરીઅતના ત્રાજવે જ સમજી શકાય એમ છે. આ નહીં ચાલે કે જે માણસ આપણું સમર્થન કરે, એ સારો આલિમ છે અને આપણા વિરુદ્ધ કંઈ બોલ્યું નથી કે તુરંત એને બુરો આલિમ (ઉલમાએ સૂ) કહીને ગુનેગાર ઠેરવી દેવામાં આવે.

ગઈ કાલ સુધી આપણે ફલાણી રાજકીય પાર્ટીને સમર્થન કરતા હતા એટલે એની સાથે જોડાયેલા બધા ઉલમાને ઉલમાએ હક ગણતા હતા. અને હવે આજે આપણે મંતવ્ય બદલીને બીજી પાર્ટીના સમર્થક બની ગયા તો પેલી પાર્ટીના સમર્થક બધા ઉલમા આજે આપણા મતે બુરા ઉલમા બની ગયા. ઉલમાએ હક અને ઉલમાએ સૂ હોવાનો દારોમદાર ઇલ્મ અને અમલ ઉપર જ છે. પરંતુ આપણી હાલત એવી છે કે નાદાનીમાં કે લાગણીમાં કે અન્ય ધર્મીઓના પ્રભાવમાં આવીને એક માપદંડ પોતે જ નક્કી કરી લઈએ છીએ, અને પછી જે માણસ એ મુજબ ખરો ઉતરે એ મોટો અલ્લામા ગણાય, શરીઅતના ભેદો અને કોમની મસ્લેહતનો જાણકાર કહેવાય, ચાહે ગમે તેવો જાહિલ અને નાદાન કેમ ન હોય. કુરઆન અને હદીસની હવા પણ ન લાગી હોય !

અને જે કોઈ આપણે બનાવેલા માપદંડ ઉપર ખરો ન ઉતરે, એ ભલેને મોટા આલિમ હોય, શરીઅતનો જાણકાર અને વિદ્વાન હોય, સાચા અર્થમાં કોમ અને સમાજની મસ્લેહતને સમજતો હોય, પણ આપણે એને ગમે તેવા બુરા શબ્દો વડે એનું અપમાન કરવા તત્પર હોઈએ છીએ. હાલાંકે ઉલમાએ કિરામ દ્વારા સૂફી બુઝુર્ગોને પણ આ વાતની પરવાનગી નથી આપવામાં આવી કે તેઓ એમની બાતેની મઅરિફત અને રૂહાની ઇલ્મની રોશનીમાં કોઈ એવી રીત કે રસમ અપનાવે જે જાહેરી રીતે ઉલમાએ દર્શાવેલ દીની રાહથી અલગ હોય. ઉલમા અને વિદ્વાનોની કિતાબોમાં આ વિષયે ખૂબ લખવામાં આવ્યું


ઇસ્લામનું લક્ષ્ય

હદીષની કિતાબોના અધ્યયનથી આપ સલ્લલ્લાહ અલયહિ વસલ્લમના શુભાગમન ના બે મુખ્ય હેતુઓ સામે આવે છે. જેને આપે(સ.અ.વ.) પોતે આ રીતે વર્ણવ્યા છે. ૧, انما بعثت معلما હું મુઅલ્લિમ બનાવીને મોકલવામાં આવ્યો છું انما بعثت لاتمم مكارم الاخلاق .2 મોકલવામાં આવ્યો છું. અમુક હદીષવીદોએ આ બંને હેતુઓનું વિવરણ કરતાં ઉમેર્યું છે કે બન્ને બાબતો ભેગી કરી હઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના આગમનનો મુખ્ય ઉદ્દેશ્ય આ રીતે કહી શકાયانما بعثت لاؑعلم مكارم الاخلاق કે હું ઉચ્ચતમ્ આદર્શો અને સર્વશ્રેષ્ઠ ગુણો શીખવવા આવ્યો છું. કુર્આને પાકમાં ખુદ અલ્લાહ તઆલા એ સાક્ષીરૂપે انک لعلیٰ خلق عظیمનિ:શંક આપ સર્વશ્રેષ્ઠ સદગુણોના માલિક છો ફરમાવી આ વાતને સમર્થન આપ્યું છે.

કુર્આન અને હદીષના ઉપરોકત બોધોથી આટલું તારણ તો ચોકકસ કાઢી શકાય, કે માનવજીવનના અંતિમબંધારણ સ્વરૂપે આવનાર ઈસ્લામ ધર્મમાં, સદગુણો અને સદાચારોનું અસાધારણ વર્ચસ્વ છે. અને તે ફકત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના આગમન ટાણેના જહાલતકાળ ની સુધારણા માટે જ નહિ, પણ કિયામત સુધી આ ધરતી પરથી યુગેયુગે બદલાતી જહાલત અને વિવિધ સ્વરૂપે દેખા દેતી બદીને દૂર કરી, આદર્શ જીવન મુલ્યોનું આધિપત્ય સ્થાપવા માટેનું સર્વાંગસંપૂર્ણ જીવન બંધારણ છે.

વળી ઈસ્લામે સદગુણો સર્વસામાન્ય કરવા જે રીત અપનાવી તે પણ અનુપમ, અજોડ અને અનુકરણીય છે. ઈસ્લામે તે અંધકારયુગને પ્રકાશથી તબદીલ કરવા સૌપ્રથમ માનવજાતને એવી દ્રષ્ટિ અર્પી જેનાથી લોકો પોતે જ કાળા – ધોળા અને ખરા ખોટાનો તફાવત પામી શકે. અને પોતે માનવ છે એવું યકીન કરી ઈસ્લામના માનવતાવાદી અભીગમને વળે, જે રીતે રાત્રીના અંધકારમાં ખંડિયેર ઘરમાં પ્રવેશતાં માનવી સામે અનેક વહેમો, વિચારો આશંકાઓ ડર તથા ખૌફનું વાતાવરણ સર્જે છે. અને માનવી આવા ઘરમાં પ્રવેશતાં ખચકાટ અનુભવે છે, પરંતુ જયારે તેમાં કુત્રિમ કે કુદરતી પ્રકાશ પથરાઈ જાય છે ત્યારે વિના સંકોચે પ્રવેશી જાય છે તે જ રીતે બદીઓથી છલકાતા જહાલતકાળના તે મધપુડાને છંછેડયા વિના ઈસ્લામે જ્ઞાનની એવી જયોત જલાવી કે અંઘકારના ઓથાર હેઠળ ઘર કરી ચુકેલી બુરાઈઓ જ્ઞાનનો પ્રકાશ ફેલાતાં જ ઘરબાર છોડી રવાના થઈ ગઈ, અને લોકોએ ઈસ્લામના હિદાયતભર્યા અજવાળામાં જહાલત, બેદીની, બે હયાઈ અને બે ઈમાનીની બુરાઈ પામી, પારખી, આપમેળે જ તેને ત્યજી દેવા અને સમાજને તેનાથી પાક કરવાના પ્રયાસો આદર્યા.

આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અગણ્ય બદીઓ અને અસંખ્ય બે હયાઈઓથી ઉભરાતા સમાજની ઇસ્લાહ કાજે આદરેલા અભિયાનની અજોડ અને બેનમૂન શરૂઆત, નિશ્ચિત રૂપે આપણ સૌને દિશા સૂચન કરે છે કે બદીને વિકાસ પામવાની તથા સમાજને કોરી ખાવાની તકો ત્યારે જ મળે છે જયારે સમાજની સારા-નરસા અને ખરા-ખોટાને પામવાની શક્તિ જ મરી પરવારે છે અને અજ્ઞાનતા તેનું એવું સામ્રાજય બિછાવી દે છે કે ભલાઈ-બુરાઈના માપદંડ પણ બદલાઈ જાય છે, છેવટે તેમને છેતરાવા છતાં લાભ્યાનો અને ખોયા છતાં પામ્યાનો આભાસ થાય છે. એટલા માટે જ ઈસ્લામે આગાહી કરી છે કે જહાલત ઈસ્લામના પ્રારંભિક યુગ સુધી જ મર્યાદિત નથી, તે નવા નવા સ્વરૂપો ધારણ કરી, ફરી ફરીને આવશે, અને સમાજને ઈસ્લામના એકમાત્ર, સુંદર, સર્વવ્યાપી અને સફળ માનવ ગુણોથી વિચલિત કરી નાંખવાની કોશિષ કરશે. માનવસમૂહને મિસગાઈડ કરશે. ઈસ્લામના નિતિ નિયમોને પુરાણા અને આઉટ ઓફ ડેટ ગણાવશે અને લોકોને તેને છોડવા અને નવિન અંધકારને અપનાવવા, લોભામણાં – સોહામણાં પ્રયાસો કરશે, તે સમયે પણ તેને સુધારવાનો ખરો ઉપાય તે જ હશે જે ઈસ્લામના પહેલા આદેશમાં આપવામાં આવ્યો છે. અને જેને અંતિમ નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ પોતાના આ હિકમતસભર વકતત્વમાં વર્ણવેલ છે કે لا يصلح آخر هذه الأمة إلا بما صلح به કે આ ઉમ્મતના પાછલા વર્ગોની ઈસ્લાહ પણ તેજ આદર્શો અને ઉપદેશો દ્વારા થશે જે વડે તેના પ્રથમ વર્ગની ઈસ્લાહ થઈ હતી.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના આવા ઉપદેશોની રોશનીમાં જ ઉલમાએ ઉમ્મતે, મુસ્લિમ ઉમ્મતની પ્રગતિનો ભેદ અને મર્મ સમજાવતાં કહ્યું છે કે અન્યોને પ્રગતિ કદાચ સ્વજાતને એડવાન્સ બનાવવામાં દેખાતી હશે, પણ મુસલમાનની ખરી ઉન્નતિ આ છે કે તેઓ ઈસ્લામી આદેશોને મજબૂતીથી પકડવામાં પોતાના યુગથી એટલા પાછળ જાય છે કે સહાબા (રદિ.) અને ઈસ્લામના પુર્વજો ને પામી લે અને તેમના જેટલી જ મજબૂતીથી ઈસ્લામના અહકામોને પકડી લે.


મરઘાં ઉછેર કેન્દ્રના સોદાની બે રીતોનો હુકમ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા 

સદર મુફતી જામિઅહ જંબુસર

સવાલ : આજકાલ આપણા વ્હોરા પટેલ સમાજમાં મરઘાં ઉછેર કેન્દ્ર બનાવવામાં આવે છે અને ચલાવવામાં પણ બે રીતો છે (૧) માલિક પોતે મકાન, લાઈટ, પાણીના તથા બિમારી વખતે હવા-ખોરાકની પોતે મરઘીઓના બચ્ચા લાવી ઉછેર કરી, મોટા થાય ત્યારે વેપારીને મરઘીઓ જીવતી કિલોના ભાવે તોલીને આપી દે છે. (૨) માલિક મકાન, લાઈટ, પાણી તથા નોકરોનો ખર્ચ ઉઠાવે છે. અને બચ્ચાઓ કોઈ કાુ. પાસેથી મંગાવે છે અને તેનો ઉછેર કરે છે, મકાન માલિકના માથે ત્રણ ખર્ચાઓ રહે છે. લાઈટ બીલ, પાણીની વ્યવસ્થા અને નોકરોનો પગાર, જયારે કે જે કાું બચ્ચાઓ ઉછેર કરવા આપે છે, વગર પૈસે તે બે ખર્ચાઓ ઉઠાવે છે. ખોરાકી ખર્ચ, દવાખર્ચ, એમાં ઉછેરનારને નક્કી થયા મુજબ મોટા થાય ત્યારે તે જ કાું. મરઘીઓ લઈ જાય ત્યારે વજન કરી નક્કી કર્યા મુજબ કીલોની ગણત્રી કરી મજુરી ચુકવે છે. દા. ત. કીલોના : રૂા. ૫/- નકકી થયા હોય તો વજન ૧૦૦ કીલો થાય તો ૫૦૦ રૂપિયા ચુકવવામાં આવે છે. તો શું આ રીતે મામલો કરવો શરીઅત મુજબ સહી છે. યાદ રહે કે આમાં મનને બે વાતો રૂચતી નથી. જીવતી મરઘીનું વજન કરી વેચવું અથવા મજુરી લેવી, મજૂરી કિલો ઉપર નક્કી થાય છે. જે મજુરી મરઘાં મરી જાય તો ના પણ મળે અથવા ઓછી મજુરી મળે તો આ રીતનો મામલો કરવો શરીઅત મુજબ કેવું છે ?

જવાબ: حامدا ومصليا ومسلما

મરઘા ઉછેર કેન્દ્ર દ્વારા કરવામાં આવતા મરઘાઓના વેપાર વિશે સવાલમાં વર્ણન કરવામાં આવેલ બે સુરતોમાંથી (૧)માં મઝકૂર રીતે મરઘાઓના વેચાણનો મામલો કરવો દુરૂસ્ત છે, આ સૂરતમાં ફાર્મનો માલિક બચ્ચાઓને ખરીદ કરવાના લઈ બચ્ચાઓનો માલિક છે. ઉછેર કરતા હવે જયારે બચ્ચા મોટા થઈ ગયા, નંગથી વેચવું પણ દુરુસ્ત છે. અને પ્રચલિત રીત મુજબ વજનથી વેચવું પણ દુરુસ્ત છે, હઝરાતે મુફતીયાને કિરામના ફતાવા અને ફુકહાની ઈબારતોથી બન્નેવનું જાઈઝ હોવું માલૂમ પડે છે. (ફ. ઝકરિય્યા : ૫/૬૦, ગુબ્દતુલ ફતાવા ગુજરાતી : ૫ / ૩૯૦ ઉપરથી)

 મરઘાઓનો ઉછેર કરી વેપાર વિશે (૨) માં જે રીત લખવામાં આવી છે,તેનો સંબંધ શરીઅતના 'ઈજારહ'ના મામલાથી છે. આમાં મરઘાઓના ઉછેર માટે જરૂરી સહૂલતો અને ફેસીલીટીનો બંદોબસ્ત ફાર્મ માલિકના શિરે હોય છે, ફાર્મ માલિક પોતાની રીતે આ બધી સહૂલતો પૂરી પાડતા, તેના ઈવઝમાં ભાડુ લે છે. કિંવા માલિક મકાન, લાઈટ, પાણી એક વ્યવસ્થા અને સહૂલત ઉભી કરે છે, અને તેના બદલામાં જે તે બચ્ચાઓના ઉછેર માટે આ સહૂલતોને ઉપયોગમાં લેનાર વ્યકિત પાસેથી ભાડું લે છે, ફાર્મ માલિક તરફથી પ્રોવાઈડ કરવામાં આવતી સહૂલતો નકકી છે, અલબત્ત ભાડું નક્કી નથી, જયારે કે ઈજારહના મામલામાં ભાડુ પણ નક્કી હોવુ જરૂરી છે, અહીં ભાડું મોઘમ અને અચોક્કસ છે, શરીઅતના ઘણા બધાં મામલાઓમાં વસ્તુની કીંમત, ભાડુ સોદા વેળાએ નક્કી ન હોય, પણ મામલાના અંતે કોઈ રીતે તેનું અચોક્કસ હોવું, મોઘમ હોવું ખતમ થઈ જાય અને ભાડું નક્કી થઈ જતું હોય તો, હઝરાતે ફુકહાએ આ રીતના મામલાને પણ જાઈઝ ઠેરવ્યો છે, વિશેષ રીત જયારે કે આ મામલો લોકોમાં પ્રચલિત થઈ ગયો હોય, જેમકે દલાલીના મામલામાં દલાલીનું કમીશન ટકાવારીથી નક્કી કરવામાં આવે, તો આ પણ એક મહેનતાણું છે જે શરૂમાં અચોક્કસ છે, પરંતુ છેવટે નક્કી થઈ જવાના લઈ અને શરૂમાં ઉદભવતી અચોક્કસતાને લઈ કોઈ ઝઘડો ઉત્પન્ન ન થતો હોય, મૃતઅખ્ખિરીન ફુકહાએ આ રીતે કમિશન નક્કી કરવાને જાઈઝ લખ્યું છે, રજૂ કરવામાં આવેલ સૂરતમાં ભલે આરંભે તો ભાડું અચોક્કસ છે પરંતુ ઉછેર કરવામાં આવેલ મરઘીઓનું નક્કી દિવસો બાદ વજન કરતા વજન પર જે કંઈ ભાવ નક્કી થયો હોય તે હિસાબથી ભાડું ચોક્કસ અને નિયત થઈ જતું હોય છે અને શરૂમાં જોવા મળતી મોઘમતા અને જહાલત ઝઘડો ઉત્પન્ન ન કરતી હોય, આ રીતથી પણ સદર ભાડાનો મામલો દુરુસ્ત લેખાશે. બચ્ચાઓના મરણ પામવાની સૂરતમાં પણ ઓછા વધતા પ્રમાણે ફાર્મની સહૂલત વાપરવામાં આવી હોય, તેના બદલામાં ભાડું લેવાનું સાથે નક્કી કરી લેવું જોઈએ, પછી તે ઓછુ રાખવામાં આવે તો પણ વાંધો નથી. (શામી : ૯/ ૮૭, ત. ફત્હલ મુલહિમ : ૧ / ૩૨૦, કામુસુલ ફિકહ : ૧ / ૪૯૯, ફતાવા ઝકરિય્યહ : ૫/૬૫૧ ઉપરથી)

હિન્દુસ્તાનના મશહૂર ફકીહ અને શાહીમુરાદાબાદના નાયબ મુફતી હઝરત મવલાના સલમાન સા. મન્સૂરપુરીના ફતાવામાંથી એક જવાબ અત્રે નકલ કરવામાં આવે છે.

જવાબઃ મઝકૂરા મામલા શિર્કત કા નહીં, બલકે ઈજારહ કા હે, આપકો મુરઘીયોં કી દેખભાલ કરને કે બાદ પાની, જગહ ઔર લાઈટ ફરાહમ કરને કે ઈવઝ મુરઘીયોં કે ગોશ્ત કે વજન કે હિસાબ સે જો ઉજરત દી જાતી હે, વો અગર ચે શુરૂમેં મજહૂલ હે, લેકીન અંજામકાર હિસાબ કરતે વકત માલૂમ ઔર મુતઅય્યન હો જાતી હે, ઈસ લિયે યહ ઈજારહ કા મુઆમલા દાઈરએ જવાઝમેં દાખિલ હે, ઔર ઉસૂલી તૌર પર જો મુરઘી કે બચ્ચે આપકી દેખભાલ કે બાવજૂદ કિસી બિમારી કી વજહ સે મર જાએ, તો ઉસ પર ભી આપકો ઉજરત મિલની ચાહિયે, કયું કે આપ કી તરફ સે કોઈ કોતાહી નહીં પાઈ ગઈ, લિહાઝા ઈસ ઉજરત કા આપ કંપની સે મુતાલબા કર સકતેં હૈં.(કિ. નવાઝિલ : ૧૨/૨૯૪)


મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા 

સદર મુફતી જામિઅહ જંબુસર


નવીશરતની જમીનમાં ભાગીદારી અને વેચાણનો હુકમ

સવાલ : ચાર ભાગીદારો મળી અઢી વિઘાં જમીન બે કરોડ રૂપિયામાં રાખી, માલિકે જમીનને એક કરોડ રૂપિયા રોકડા આપ્યા. આ જમીન નવી શરતની છે, એટલે સુરત કોરપોરેશનની હદમાં આવેલી છે, જેથી પ્રીમિયમ પાત્ર છે, સરકારે ખેડૂતોને ખેતી કરવા આપેલ છે, "રહે તેનુ ઘર, ખેડે તેની જમીન" ના કાયદા હેઠળ ખેડૂત જયાં સુધી પ્રીમિયમ સરકાર નક્કી કરે તે ભર્યા વગર બીજાને વેચી શકતો નથી તથા બિન ખેતીમાં પોતે ખેડૂત પણ ઉપયોગ કરી શકતો નથી, હવે એનું પ્રીમિયમ લગભગ એક કરોડ રૂપિયા થાય છે, તથા દસ્તાવેઝ ખર્ચ ૮૦ લાખ રૂપિયા થાય. બીજા બિન ખેતી કરવાનો લીગલી – અનલીગલી ખર્ચ પચાસ લાખ રૂપિયા થાય છે જે ચાર ભાગ્યો પાસે જોગવાઈ નથી, જેથી આ જ હાલતમાં કોઈ વેચી નાખવા માંગે છે.

અને એમને પૈસાની જરૂરતના લઈ કોઈ પાસેથી પૈસા લે છે, એ રીતે કે હાલ તમો ત્રીસ લાખ રૂપિયા આપો તો ત્રીસ લાખ રૂપિયા જયારે જમીન આ હાલતમાં વેચાય ત્યારે અંદરથી બસો વારનો જે નફો થાય તે તથા ત્રીસ લાખ રૂપિયા તમોએ આપેલ નફો-મુડી મળી જશે. જમીનનો નફો કાઢવા માટે વારનો હિસાબ કરી બસોવારની કિંમત ત્રીસ લાખ ઉપરાંત જે વધારો આવે તે નફો ગણત્રી કરી તમને આપીશું. જમીન ઉપર હાલ મુળ માલિક ખેડૂત તથા રાખનારા ચાર ભાગ્યાનો કબ્જો સ્થળ ઉપર છે, જયારે રેકોર્ડ ઉપર મુળ માલિકનો જ કબજો છે તો આ રીતે ભાગીદારી કરવી શરઈ દૃષ્ટીએ જાઈઝ છે કે નહીં ?

જવાબ:حامدا ومصليا ومسلما 

જમીન નવી શરતની હોય અથવા જુની શરતની હોય, બંને સૂરતોમાં અમારી તહકીક મુજબ તેના માલિક ખેડૂત ગણાય છે, અલબત્ત જો કોઈએ કોઈની પાસેથી જમીન ભાડે રાખી, વરસો સુધી પોતાના ઉપયોગમાં રાખી અને સરકારી કાયદા 'રહે તેનું ઘર, ખેડે તેની જમીન'ના આધારે તે વ્યકિત માલિક થવા માંગે તો શરઈ દ્રષ્ટિએ તે માલિક થશે નહીં, મઝકૂર સૂરતમાં નવી શરતની જમીન બાબત આ નિયમ લાગુ થતો નથી. પ્રિમીયમ પાત્ર હોવા છતાં સરકારે જેને આપી હોય તે, એનો માલિક ગણાય છે, આની પુષ્ટિ આ વાતથી પણ થાય છે કે કેટલાક મુફતિયાને કિરામે પ્રિમીયમની અદાયગીને વ્યાજથી દુરસ્ત ઠેરવી છે, આને એમ સમજવું જોઈએ કે ઇસ્લામી નિયમ મુજબ એવી વેરાન જમીન જેનાથી આબાદી અને વસ્તીનો ફાયદો જોડાયેલ ન હોય, આબાદીથી દૂર હોય, હાકિમની પરવાનગીથી જે વ્યકિત તેને આબાદ અને જીવીત કરે તે આબાદકર્તા સદર બંજર જમીનના માલિક શુમાર થાય છે, તેને તે વ્યકિત બીજાને વેચાણે પણ આપી શકે છે, પ્રીમિયમની અદાયગીનું જરૂરી હોવું હેતુ ફેરફાર માટે છે, બીજાને વેચાણે આપવા માટે નહીં, માટે સવાલમાં દર્શાવેલ સુરતમાં જમીન નવી શરતની હોવા છતાં શરીઅતના ભાગીદારીના નિયમથી ભાગીદારી કરવામાં કોઈ વાંધો નથી. ૩૦ લાખ રૂપિયા આપી કુલ જમીનમાં બસો વાર જમીનના પ્રમાણેથી ભાગીદાર બની આગળ જયારે વેચાણ થાય ત્યારે તેમાં જો નફો મળ્યો હોય તો પાટનરશીપમાં નફાનું જે ધોરણ નક્કી થયું હોય, તે મુજબ મુળ કિંમત સિવાય નફાના હકદાર ઠરશો. (બદાઈઉસ્સના ઈઅ : ૬ / ૬૯, શિર્કત વ મુઝારબત : ૨૮૮, હિદાયા, બુશરા : ૭/૨૫૨ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.તા. ૧૧ / રજબ / ૧૪૩૭ હિજરી


મૌલાના મદની મેમેરીયલ હાઈસ્કૂલ જંબુસરમાં

૭૪માં પ્રજાસત્તક પર્વની ઉજવણી

જામિઅહ ઉલૂમુલ કુર્આન ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક શાખાઓના ઉપક્રમે મૌ..મ. મેમો.હાઈ.માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી. આ પર્વની ઉજવણી અંતર્ગત સંસ્થાના આદ્યસ્થાપક મૌલાના મુફતી અહમદ યાકુબ પટેલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સલામી અને રાષ્ટ્રગીત ગાન બાદ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમારંભમાં સંસ્થાના નાયબ મોહતમિમ મોલાના અરશદ સા. જામિઅહ આઈ.ટી.આઈ.ના સુપરવાઇઝર જહીર મારાજ સા. વિવિધ શૈક્ષણિક શાખાઓના કર્મચારી ભાઈઓ – બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. સભા સ્થળેથી મદની શાળાના મદદનિશ શિક્ષક શ્રી અહમદહુસૈન ગાજીએ બંધારણની ગતિવિધિઓ, તેની રચના, અધિકારો અને તેના માટે યોગદાનની મહત્વની બાબતો ઉપર પ્રકાશ પાડયો હતો.

શાળાના આચાર્ય શ્રી બી.આઈ. પટેલે આઝાદીની લડત અને દેશ આઝાદ થયા પછી બંધારણ, તેના ઘડવા માટેના પ્રયત્નોમાં આલિમોની કુરબાની અને બંધારણે આપેલ લઘુમતિના અધિકારો ઉપરાંત બિનસાંપ્રદાયિક માળખાને સાચવવા માટે ઉલમા દ્વારા સ્થાપિત જમીઅતે ઉલમાએ હિંદની રાષ્ટ્રીય સ્તરે રચનાની મહત્ત્વની બાબતો સમજાવી હતી. તેઓએ બંધારણે આપેલા વાણીસ્વાતંત્ર્ય, ધાર્મિક પરંપરાઓ અને લઘુમતિના મૂળભુત અધિકારોના બચાવ અને સરંક્ષણ માટે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવી તેનું જતન અને રક્ષણ કરવા આહવાન કર્યું.

મૌલાના મુફતી અહમદ સાહેબે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, દેશપ્રેમ એ આપણા ઈમાનની મહત્ત્વની કડી છે. દેશની આઝાદી અને ઉન્નતી-પ્રગતિમાં સૌનું યોગદાન છે, હાલમાં દેશમાં મુસ્લિમો વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહયા છે. ક્યાંક નમાઝનો પ્રશ્ન હોય કે હિઝાબનો પ્રશ્ન હોય એને રાઈનો પર્વત બનાવીને સોશ્યલ મીડીયા દ્વારા ફેલાવામાં આવી રહયું છે. સમાજમાં વેરભાવને વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. જેનો સામનો દિની-દુન્યવી શિક્ષણના થકી જ કરવા વિદ્યાર્થીઓને જણાવ્યું. તેઓએ દિની-દુન્યવી શિક્ષણની જામિઅહ દ્વારા સુંદર વ્યવસ્થાનો મહત્તમ ફાયદો ઉઠાવવા અપીલ કરી હતી. જામિઅહ દ્વારા ઘર આંગણે ઉભી કરેલ મેડીકલ અને ઈજનેરી પ્રવેશની NEET અને JEE ના કોચીંગ કલાસિસનો પણ ફાયદો ઉઠાવવા અપીલ કરી હતી. મૌલાના અરશદ સાહેબે અંતમાં દેશની ઉન્નતિ, વિકાસ અને બંધારણના મુલ્યોનું જતન થાય તે માટે દુઆ ગુજારી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સુપરવાઈઝર વાય.એચ. સારોદીએ કર્યુ હતું.


દેવલા ગામના માજી સરપંચ અને હાઇસ્કૂલના નિવૃત્ત કારકૂન 

સાદિકભાઈ અહમદ કોલા અલ્લાહની રેહમતમાં

પાછલા દિવસોમાં તા. ૧-૧૨-૨૦૨૨ના રોજ દેવલા ગામના માજી સરપંચ અને ધી પોપ્યુલર હાઈસ્કૂલ દેવલામાં કારકૂન તરીકે સતત ૩૫ વર્ષ સુધી પોતાની વહીવટી સેવાઓ આપી નિવૃત્ત થનાર, સરપંચના હુલામણા નામથી જાણીતા સાદિક અહમદ કોલા અલ્લાહની રહમતમાં પહોંચી ગયા.

મર્હુમે દેવલા ગામમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી સારોદ મુકામે એસ.એસ.સી. સુધીનું શિક્ષણ મેળવી વિદ્યાનગરથી બી.એ. અને બી.એડ ની ડિગ્રી મેળવી હતી. ગામની હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નિમણૂંક પામી કારકૂન તરીકે જ નિવૃત્ત થયા હતા. તેઓને શિક્ષણના સંસ્કારો તેમના મોટા બાજી અબ્દુલ્લાહ ઈસા તાલીબ (T.D.O.) પાસેથી મળ્યા હતા. મર્હુમે પોતાની વહીવટી સેવાઓની સાથે ગામની મસ્જીદ, અંજુમન અને મદ્રસા કમીટીમાં સભ્ય તરીકે સેવાઓ આપી હતી.

મર્હુમ અનેક ખુબીઓના માલિક હતા. કાયદાના વિશાળ વાંચનને કારણે પંચાયતી અને રાજકીય કુશાગ્ર જ્ઞાન ધરાવતા હતા. વહીવટી બાબતોમાં સમગ્ર પંથકમાં આગવી પ્રતિભા ધરાવતા હતા. ૧૦ વર્ષ સુધી ગામમાં સરપંચ પદે રહી સેવાઓ આપી. સફળ – સર્વપ્રિય સરપંચ બનવા માટેની આગવી આત્મસુઝ કેળવી હતી. અને એક ભાવનાશાળી વ્યકિત તરીકેનો પોતાના કાર્યકાળ દરમ્યાન ગામજનોને અનુભવ કરાવ્યો હતો. કલાર્ક તરીકેની નોકરીમાં સજ્જતા કેળવી સફળતા અને પ્રતિષ્ઠા મેળવી શકયા હતા. ગામની અને તાલુકાની ઘણી બધી સહકારી, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના બંધારણની રચના તેઓએ કરી હતી. જંબુસર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સફળતા મેળવી પદ શોભાવ્યું હતું.

સામાજિક અને રાજકીય સ્થિતિઓ હલ કરનારા હતા, સેવાના રંગે રંગાયેલા અને રાજકીય, સામાજિક સેવાભાવનાને જીવનના સાહસરૂપે સ્વીકારનાર અલગારી આદમી હતા. રાજકીય હરીફોને પણ યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપતા હતા. સ્વભાવે મિલનસાર, વિચારોમાં નિષ્ઠાવાન અને સ્વમાની વ્યકિત્વ ધરાવતા હતા. જામિઅહના સ્થાપના કાળથી જ જામિઅહ સાથે સંકળાયેલા હતા અને જામિઅહની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં પ્રારંભકાળમાં તેઓનું મહત્વનું યોગદાન રહયું છે. જામિઅહના વિકાસ અને કાર્યપધ્ધતિની હમેંશા શરાહના કરતા. અલ્લાહ પાક મર્હુમની કરવટ કરવટ મગ્નિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં જગ્યા નશીબ ફરમાવે. પરિવારજનોને સબ્ર-તહમ્મુલ નસીબ કરે. (આમીન)


દેવલા ગામના માજી સરપંચ અને હાઇસ્કૂલના નિવૃત્ત કારકૂન 

             સાદિકભાઈ અહમદ કોલા અલ્લાહની રેહમતમાં

પાછલા દિવસોમાં તા. ૧-૧૨-૨૦૨૨ના રોજ દેવલા ગામના માજી સરપંચ અને ધી પોપ્યુલર હાઈસ્કૂલ દેવલામાં કારકૂન તરીકે સતત ૩૫ વર્ષ સુધી પોતાની વહીવટી સેવાઓ આપી નિવૃત્ત થનાર, સરપંચના હુલામણા નામથી જાણીતા સાદિક અહમદ કોલા અલ્લાહની રહમતમાં પહોંચી ગયા.

મર્હુમે દેવલા ગામમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી સારોદ મુકામે એસ.એસ.સી. સુધીનું શિક્ષણ મેળવી વિદ્યાનગરથી બી.એ. અને બી.એડ ની ડિગ્રી મેળવી હતી. ગામની હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નિમણૂંક પામી કારકૂન તરીકે જ નિવૃત્ત થયા હતા. તેઓને શિક્ષણના સંસ્કારો તેમના મોટા બાજી અબ્દુલ્લાહ ઈસા તાલીબ (T.D.O.) પાસેથી મળ્યા હતા. મર્હુમે પોતાની વહીવટી સેવાઓની સાથે ગામની મસ્જીદ, અંજુમન અને મદ્રસા કમીટીમાં સભ્ય તરીકે સેવાઓ આપી હતી.

મર્હુમ અનેક ખુબીઓના માલિક હતા. કાયદાના વિશાળ વાંચનને કારણે પંચાયતી અને રાજકીય કુશાગ્ર જ્ઞાન ધરાવતા હતા. વહીવટી બાબતોમાં સમગ્ર પંથકમાં આગવી પ્રતિભા ધરાવતા હતા. ૧૦ વર્ષ સુધી ગામમાં સરપંચ પદે રહી સેવાઓ આપી. સફળ – સર્વપ્રિય સરપંચ બનવા માટેની આગવી આત્મસુઝ કેળવી હતી. અને એક ભાવનાશાળી વ્યકિત તરીકેનો પોતાના કાર્યકાળ દરમ્યાન ગામજનોને અનુભવ કરાવ્યો હતો. કલાર્ક તરીકેની નોકરીમાં સજ્જતા કેળવી સફળતા અને પ્રતિષ્ઠા મેળવી શકયા હતા. ગામની અને તાલુકાની ઘણી બધી સહકારી, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના બંધારણની રચના તેઓએ કરી હતી. જંબુસર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સફળતા મેળવી પદ શોભાવ્યું હતું.

સામાજિક અને રાજકીય સ્થિતિઓ હલ કરનારા હતા, સેવાના રંગે રંગાયેલા અને રાજકીય, સામાજિક સેવાભાવનાને જીવનના સાહસરૂપે સ્વીકારનાર અલગારી આદમી હતા. રાજકીય હરીફોને પણ યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપતા હતા. સ્વભાવે મિલનસાર, વિચારોમાં નિષ્ઠાવાન અને સ્વમાની વ્યકિત્વ ધરાવતા હતા. જામિઅહના સ્થાપના કાળથી જ જામિઅહ સાથે સંકળાયેલા હતા અને જામિઅહની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં પ્રારંભકાળમાં તેઓનું મહત્વનું યોગદાન રહયું છે. જામિઅહના વિકાસ અને કાર્યપધ્ધતિની હમેંશા શરાહના કરતા. અલ્લાહ પાક મર્હુમની કરવટ કરવટ મગ્નિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં જગ્યા નશીબ ફરમાવે. પરિવારજનોને સબ્ર-તહમ્મુલ નસીબ કરે. (આમીન).


તાલુકાના આગેવાન વેપારી અને વડીલ

મરહૂમ હાજી દાઉદ હસન ઘેનધેન રહ.

મુળ કાવીના વતની અને જંબુસરમાં સ્થાયી વડીલ, આગેવાન અને લોકપ્રિય હસ્તી જનાબ હાજી દાઉદ હસન ધેનર્ધન રહ. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જંબુસર ખાતે અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઈન્નાલિલ્લાહ.

હાજી સાહેબ રહ. કાવીના મશ્હૂર ધૈનધેન કુટુંબના પ્રતિષ્ઠિત આગેવાન હતા. વેપાર ધંધા ખાતર કાવી છોડીને જંબુસરને વતન બનાવ્યું હતું. અલબત્ત વતન અને કુટુંબ સાથેનો સંબંધ અકબંધ હતો. બલકે સાચી વાત આ છે કે છેલ્લે સુધી પોતાના દરેક ઓળખીતા સાથે એમણે સંબંધ અકબંધ રાખ્યો હતો. અદના માણસની શાદીની દાવત હોય કે જનાઝહની નમાઝની હાજરી હોય, કાવી - જંબુસર ઉપરાંત આસપાસના દરેક ગામે હાજી સાહેબ અવશ્ય હાજર રહેતા હતા.

નેકદિલ, નિખાલસ, નિસ્વાર્થ અને સખીદિલ વ્યકિતત્વ ધરાવતા હતા. બહોળા સંબંધો અને વેપાર ધંધામાં આગવું સ્થાન ધરાવવા છતાં પોતાના જીવનમાં દીનદારી અને નેક આમાલને હમેંશા મહત્વ આપતા રહયા અને એક દીનદાર સજ્જન તરીકે જ આખું જીવન પુરું કર્યું. નમાઝના અને અન્ય દીની આમાલના ઘણા પાબંદ હતા. વ્યકિતગત રીતે પણ ગરીબો, મોહતાજોની મદદ કરવામાં આગળ રહેતા હતા અને મદદ સહકારનું કામ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ ખૂબ મદદ કરતા હતા. દીની સખાવતો અને સવાબના કામો ખામોશી અને શોખથી અંજામ આપતા હતા. જે એમના ઇપ્લાસ અને નેકદિલીનો મોટો પુરાવો છે.

જામિઅહ પ્રત્યે પ્રથમ દિવસથી જ મુહબ્બત રાખતા હતા. પોતાની સખાવતોમાં જામિઅહને ઘણું મહત્વ આપતા હતા. જામિઅહના દરેક જલ્સાઓમાં હાજર રહેતા હતા. વિવિધ આયોજનો કે પોગ્રામો માટે અલગથી સહાય કરવામાં પણ આગળ રહેતા હતા. દીકરાઓને ધંધો શીખવાડવાની સાથે દીન અને દીનદારો સાથે મહોબ્બત, દીની કામોમાં સખાવત અને સહકારની ભાવના પણ શીખવાડી ગયા છે

અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. નેકીઓ અને સદકએ જારિયહને કુબૂલ ફરમાવીને કયામત સુધી સવાબ જારી રાખે. દીકરા– દીકરીઓ અને સગાઓને હિમ્મત, સબ્ર આપે. એમની બરકતોને બાકી રાખે અને ખાનદાનમાં એમની ખૂબીઓના વારસદાર પેદા ફરમાવે. આમીન.


તાલુકાના આગેવાન વેપારી અને વડીલ

મરહૂમ હાજી દાઉદ હસન ઘેનધેન રહ

મુળ કાવીના વતની અને જંબુસરમાં સ્થાયી વડીલ, આગેવાન અને લોકપ્રિય હસ્તી જનાબ હાજી દાઉદ હસન ધેનર્ધન રહ. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જંબુસર ખાતે અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઈન્નાલિલ્લાહ.

હાજી સાહેબ રહ. કાવીના મશ્હૂર ધૈનધેન કુટુંબના પ્રતિષ્ઠિત આગેવાન હતા. વેપાર ધંધા ખાતર કાવી છોડીને જંબુસરને વતન બનાવ્યું હતું. અલબત્ત વતન અને કુટુંબ સાથેનો સંબંધ અકબંધ હતો. બલકે સાચી વાત આ છે કે છેલ્લે સુધી પોતાના દરેક ઓળખીતા સાથે એમણે સંબંધ અકબંધ રાખ્યો હતો. અદના માણસની શાદીની દાવત હોય કે જનાઝહની નમાઝની હાજરી હોય, કાવી - જંબુસર ઉપરાંત આસપાસના દરેક ગામે હાજી સાહેબ અવશ્ય હાજર રહેતા હતા.

નેકદિલ, નિખાલસ, નિસ્વાર્થ અને સખીદિલ વ્યકિતત્વ ધરાવતા હતા. બહોળા સંબંધો અને વેપાર ધંધામાં આગવું સ્થાન ધરાવવા છતાં પોતાના જીવનમાં દીનદારી અને નેક આમાલને હમેંશા મહત્વ આપતા રહયા અને એક દીનદાર સજ્જન તરીકે જ આખું જીવન પુરું કર્યું. નમાઝના અને અન્ય દીની આમાલના ઘણા પાબંદ હતા. વ્યકિતગત રીતે પણ ગરીબો, મોહતાજોની મદદ કરવામાં આગળ રહેતા હતા અને મદદ સહકારનું કામ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ ખૂબ મદદ કરતા હતા. દીની સખાવતો અને સવાબના કામો ખામોશી અને શોખથી અંજામ આપતા હતા. જે એમના ઇપ્લાસ અને નેકદિલીનો મોટો પુરાવો છે.

જામિઅહ પ્રત્યે પ્રથમ દિવસથી જ મુહબ્બત રાખતા હતા. પોતાની સખાવતોમાં જામિઅહને ઘણું મહત્વ આપતા હતા. જામિઅહના દરેક જલ્સાઓમાં હાજર રહેતા હતા. વિવિધ આયોજનો કે પોગ્રામો માટે અલગથી સહાય કરવામાં પણ આગળ રહેતા હતા. દીકરાઓને ધંધો શીખવાડવાની સાથે દીન અને દીનદારો સાથે મહોબ્બત, દીની કામોમાં સખાવત અને સહકારની ભાવના પણ શીખવાડી ગયા છે

અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. નેકીઓ અને સદકએ જારિયહને કુબૂલ ફરમાવીને કયામત સુધી સવાબ જારી રાખે. દીકરા– દીકરીઓ અને સગાઓને હિમ્મત, સબ્ર આપે. એમની બરકતોને બાકી રાખે અને ખાનદાનમાં એમની ખૂબીઓના વારસદાર પેદા ફરમાવે. આમીન.


દેવલા ગામના માજી સરપંચ અને હાઇસ્કૂલના નિવૃત્ત કારકૂન 

             સાદિકભાઈ અહમદ કોલા અલ્લાહની રેહમતમાં

પાછલા દિવસોમાં તા. ૧-૧૨-૨૦૨૨ના રોજ દેવલા ગામના માજી સરપંચ અને ધી પોપ્યુલર હાઈસ્કૂલ દેવલામાં કારકૂન તરીકે સતત ૩૫ વર્ષ સુધી પોતાની વહીવટી સેવાઓ આપી નિવૃત્ત થનાર, સરપંચના હુલામણા નામથી જાણીતા સાદિક અહમદ કોલા અલ્લાહની રહમતમાં પહોંચી ગયા.

મર્હુમે દેવલા ગામમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી સારોદ મુકામે એસ.એસ.સી. સુધીનું શિક્ષણ મેળવી વિદ્યાનગરથી બી.એ. અને બી.એડ ની ડિગ્રી મેળવી હતી. ગામની હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે નિમણૂંક પામી કારકૂન તરીકે જ નિવૃત્ત થયા હતા. તેઓને શિક્ષણના સંસ્કારો તેમના મોટા બાજી અબ્દુલ્લાહ ઈસા તાલીબ (T.D.O.) પાસેથી મળ્યા હતા. મર્હુમે પોતાની વહીવટી સેવાઓની સાથે ગામની મસ્જીદ, અંજુમન અને મદ્રસા કમીટીમાં સભ્ય તરીકે સેવાઓ આપી હતી.

મર્હુમ અનેક ખુબીઓના માલિક હતા. કાયદાના વિશાળ વાંચનને કારણે પંચાયતી અને રાજકીય કુશાગ્ર જ્ઞાન ધરાવતા હતા. વહીવટી બાબતોમાં સમગ્ર પંથકમાં આગવી પ્રતિભા ધરાવતા હતા. ૧૦ વર્ષ સુધી ગામમાં સરપંચ પદે રહી સેવાઓ આપી. સફળ – સર્વપ્રિય સરપંચ બનવા માટેની આગવી આત્મસુઝ કેળવી હતી. અને એક ભાવનાશાળી વ્યકિત તરીકેનો પોતાના કાર્યકાળ દરમ્યાન ગામજનોને અનુભવ કરાવ્યો હતો. કલાર્ક તરીકેની નોકરીમાં સજ્જતા કેળવી સફળતા અને પ્રતિષ્ઠા મેળવી શકયા હતા. ગામની અને તાલુકાની ઘણી બધી સહકારી, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના બંધારણની રચના તેઓએ કરી હતી. જંબુસર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સફળતા મેળવી પદ શોભાવ્યું હતું.

સામાજિક અને રાજકીય સ્થિતિઓ હલ કરનારા હતા, સેવાના રંગે રંગાયેલા અને રાજકીય, સામાજિક સેવાભાવનાને જીવનના સાહસરૂપે સ્વીકારનાર અલગારી આદમી હતા. રાજકીય હરીફોને પણ યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપતા હતા. સ્વભાવે મિલનસાર, વિચારોમાં નિષ્ઠાવાન અને સ્વમાની વ્યકિત્વ ધરાવતા હતા. જામિઅહના સ્થાપના કાળથી જ જામિઅહ સાથે સંકળાયેલા હતા અને જામિઅહની શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં પ્રારંભકાળમાં તેઓનું મહત્વનું યોગદાન રહયું છે. જામિઅહના વિકાસ અને કાર્યપધ્ધતિની હમેંશા શરાહના કરતા. અલ્લાહ પાક મર્હુમની કરવટ કરવટ મગ્નિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસમાં જગ્યા નશીબ ફરમાવે. પરિવારજનોને સબ્ર-તહમ્મુલ નસીબ કરે. (આમીન).


તાલુકાના આગેવાન વેપારી અને વડીલ

મરહૂમ હાજી દાઉદ હસન ઘેનધેન રહ.

મુળ કાવીના વતની અને જંબુસરમાં સ્થાયી વડીલ, આગેવાન અને લોકપ્રિય હસ્તી જનાબ હાજી દાઉદ હસન ધેનર્ધન રહ. તા. ૩૦ જાન્યુઆરીના રોજ જંબુસર ખાતે અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઈન્નાલિલ્લાહ.

હાજી સાહેબ રહ. કાવીના મશ્હૂર ધૈનધેન કુટુંબના પ્રતિષ્ઠિત આગેવાન હતા. વેપાર ધંધા ખાતર કાવી છોડીને જંબુસરને વતન બનાવ્યું હતું. અલબત્ત વતન અને કુટુંબ સાથેનો સંબંધ અકબંધ હતો. બલકે સાચી વાત આ છે કે છેલ્લે સુધી પોતાના દરેક ઓળખીતા સાથે એમણે સંબંધ અકબંધ રાખ્યો હતો. અદના માણસની શાદીની દાવત હોય કે જનાઝહની નમાઝની હાજરી હોય, કાવી - જંબુસર ઉપરાંત આસપાસના દરેક ગામે હાજી સાહેબ અવશ્ય હાજર રહેતા હતા.

નેકદિલ, નિખાલસ, નિસ્વાર્થ અને સખીદિલ વ્યકિતત્વ ધરાવતા હતા. બહોળા સંબંધો અને વેપાર ધંધામાં આગવું સ્થાન ધરાવવા છતાં પોતાના જીવનમાં દીનદારી અને નેક આમાલને હમેંશા મહત્વ આપતા રહયા અને એક દીનદાર સજ્જન તરીકે જ આખું જીવન પુરું કર્યું. નમાઝના અને અન્ય દીની આમાલના ઘણા પાબંદ હતા. વ્યકિતગત રીતે પણ ગરીબો, મોહતાજોની મદદ કરવામાં આગળ રહેતા હતા અને મદદ સહકારનું કામ કરતી સેવાભાવી સંસ્થાઓને પણ ખૂબ મદદ કરતા હતા. દીની સખાવતો અને સવાબના કામો ખામોશી અને શોખથી અંજામ આપતા હતા. જે એમના ઇપ્લાસ અને નેકદિલીનો મોટો પુરાવો છે.

જામિઅહ પ્રત્યે પ્રથમ દિવસથી જ મુહબ્બત રાખતા હતા. પોતાની સખાવતોમાં જામિઅહને ઘણું મહત્વ આપતા હતા. જામિઅહના દરેક જલ્સાઓમાં હાજર રહેતા હતા. વિવિધ આયોજનો કે પોગ્રામો માટે અલગથી સહાય કરવામાં પણ આગળ રહેતા હતા. દીકરાઓને ધંધો શીખવાડવાની સાથે દીન અને દીનદારો સાથે મહોબ્બત, દીની કામોમાં સખાવત અને સહકારની ભાવના પણ શીખવાડી ગયા છે

અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. નેકીઓ અને સદકએ જારિયહને કુબૂલ ફરમાવીને કયામત સુધી સવાબ જારી રાખે. દીકરા– દીકરીઓ અને સગાઓને હિમ્મત, સબ્ર આપે. એમની બરકતોને બાકી રાખે અને ખાનદાનમાં એમની ખૂબીઓના વારસદાર પેદા ફરમાવે. આમીન.


બોધકથા..

કોઈ મોટા શહેરમાં એક સખીદિલ દાનવીર માલદાર વેપારી રહેતો હતો. દિલ ખોલીને લોકોની મદદ કરતો. માંગનારને એકના બદલે દસ આપતો હતો. સામે ચાલીને આપતો હતો અને દરેકને આપતો હતો. અલબત્ત એનામાં બે બુરાઈઓ હતી. આપતી વેળા પોતાનું એહસાન - મોટાઈ જતાવવા મોટેથી બોલતો કે હે ફલાણા ! તેં આટલું માંગ્યું હતું, હું તને એનાથી વધારે આપું છું. અને જેને આપ્યું હોય એવા માણસ પાસેથી કે એની કબર પાસેથી પસાર થતો તો પ્રશ્ન કરતો કે મેં તને આટલા પૈસા આપ્યા હતા, એનું તે શું કર્યું ?

શહેરના લોકો એક તરફ એની સખાવતથી પ્રભાવિત હતા તો બીજી તરફ એની આ આદતથી પરેશાન હતા. જે ગરીબ એની પાસેથી એકવાર મદદ લેતો, એ બીજીવાર એની પાસે મદદ માટે આવવાને પસંદ કરતો નહીં.

આખર શહેરના એક માણસે આ માલદારને સબક અને બોધ આપવવાનું નક્કી કર્યું. એક દિવસે મેલાં - ફાટેલાં કપડાં પહેરીને માલદારના રસ્તા ઉપર બેસી ગયો. સામે જમીનમાં અડધો દટાયેલો એક ખાલી કટોરો મુકી દીધો. રોજની આદત મુજબ માલદાર સિક્કાઓનો થેલો ભરીને રસ્તે નીકળ્યો. રસ્તામાં બેસેલા ફકીરે એની પાસે એક બે સિક્કાની મદદ માંગી. માલદારે કહયું કે એક બે નહીં, તારો કટોરો ભરાય જશે એટલા સિક્કા હું તને આપી રહયો છું. અને ચાકરને કહયું કે સિક્કાઓથી એનો કટોરો ભરી દયો. ચાકરે એક, બે, દસ, વીસ સિક્કા નાંખ્યા પણ કટોરો ભરાયો જ નહીં. માલદારે આ જોઈને ચાકરને હુકમ કર્યો કે આખો થેલો એમાં ખાલી કરી દયો. ચાકરે આખો થેલો કટોરામાં ઠાલવી દીધો, પણ કટોરો ભરાયો જ નહીં. માલદાર હવે ખાલી હાથ હતો અને પોતાની અધૂરી સખાવતના કારણે ઘણો શરમિંદા હતો. ફકીર માણસે હવે તક ઝડપી લીધી અને કટોરો જમીનમાં ખેંચીને બતાવ્યું કે કટોરો નીચેથી કાંણો છે, અને નીચે જમીનમાં મોટો ખાડો ખોડીને ઉપર ગોઠવ્યો છે. તારા બધા સિક્કાઓ આ ખાડામાં જાય છે. અને આવી જ રીતે લોકો ઉપર એહસાન કરીને જતાવવાથી અને અપમાન કરવાથી તારી રોજની બધી સખાવત બેકાર જાય છે. લોકોનું પણ અપમાન થાય છે અને ખુદાને ત્યાં પણ એ બેકાર રહે છે.

આજે પણ ઘણા માલદારો આવા જોવા મળે છે, પણ એક આવી જ બીજી બુરાઈ સખાવત કરનારી સંસ્થાઓની છે, કોઈને બે પાંચ રૂપિયા કે થોડા ઘણા સામાનની મદદ કરે છે તો એના ઉપર સંસ્થાનું નામ મોટા અક્ષરોએ લખીને આપે છે, આપતી વેળા ગરીબના ફોટા પાડીને સોશ્યલ મીડીયા ઉપર ફેલાવવામાં આવે છે. અને ગરીબોનું ભારે અપમાન કરવામાં આવે છે.


Constitution of the Republic of India

Muslims have joined hands with their countrymen shoulder to shoulder for the country's independence

In India people of different colors, different languages and different faiths have been living for a long time. Born in Mecca, Hazrat Mohammad Mustafa () was elevated to world propaganda, meaning he was sent as a prophet for all the incarnations of the world until the resurrection. The message of Islam could not reach India in the life of the last Prophet Hazrat Muhammad (),but only 82 years after his death, Islam came to India in the seventh century, 92 AH, through the path of Sindh through Hazrat Muhammad ibn Qasim. At that time, Pakistan and Bangladesh were parts of India only. Influenced by the conduct and good manners of Hazrat Muhammad ibn Qasim, about 1300 years ago, a good number of Indians had embraced Islam, and since then Muslims have been living in this country with their other compatriots. The Ganga Jamuna culture of India is exemplified throughout the world as people from different faiths have been involved in the development of the country for hundreds of years.

Muslims have ruled in this country for over six hundred years. From 1526 to 1857, the reign of the Mughal Empire began with king Babar and continued till Bahadur Shah Zafar. Earlier, the Ghilman family ruled from 1206 to 1290, the Khalji family ruled from 1290 to 1321, the Tughlaq family from 1321 to 1412, the Syed family from 1412 to 1451 and the Lodhi family ruled Delhi from 1451 to 1526. For a long time, Muslims ruled the country but Hindu-Muslim riots never took place. In the Ganga-Jammu civilization, no one was discriminated against on the basis of religion and everyone was allowed to follow his own religious teachings.

The British came to India during the reign of Mughal Emperor Jahangir, and during the reign of Shah Jahan, the British started regular trade. The East India Company gradually started bringing arms and troops to India under the guise of trade, but the Mughal Empire in Delhi was strong enough that the British did not have much success. But after the death of Shah Jahan's son Aurangzeb Alamgir, who ruled the largest area in India, the Mughal Empire began to weaken. So as the fall of the Mughal Empire began in the eighteenth century, the British began to plan to occupy the whole country. Understanding the dangerous plan of the British, the Mujahideen of India began to confront the British. After the martyrdom of Sher Bengal Nawab Sirajud-daula and Sher-Mysore Tipu Sultan, the British became oppressive and gradually occupied most parts of the country with Delhi. Meanwhile, Shah Abdul Aziz, the eldest son of the famous Muhaddis Shah Waliullah, saw the atrocities of the British and declared that they should fight against them, after which the scholars came into the field. Mujahideen like Saeed Ahmad Shaheed and Shah Ismail Shaheed became the martyrs. Gradually the voices for the country's independence began to raise. When the British began to lament Indians their rights and the common people became concerned about the British government, a regular campaign to expel the British from India was started and in 1857 the Indian people joined together. There was a war with the British, in which Muslim scholars issued a fatwa against the British and stood up against them. The country was not liberated in the war with the British in 1857, but the learned scholars of India, especially the clerics, came out in the open for freedom. During the war of 1857, the king of India was Bahadur Shah Zafar, who was the last Indian Mughal ruler before the British, whose four sons were beheaded by the British. Zafar was cheated and arrested and sent to Rangoon forever.

Since the scholars were at the forefront of confronting the British in the war of 1857, the British took revenge on the scholars as well, so more than forty thousand scholars were hung on the gallows. Seeing this brutal treatment of the clerics, a group of scholars laid the foundation of Darul Uloom Deoband on May 30, 1866, to protect their religion and country, whose first student (Shaykh ul Hind Maulana Mahmood Hassan) used the "silk handkerchief" to overthrow the British. Maulana Abul Kalam Azad sounded the trumpet of independence through Al-Hilal and Al-Balagh newspaper. Mahatma Gandhi led the Dandi March and the Satyagraha movement. In 1942, the movement "Britishers leave India" was started. The war for the country's independence which began with the British from 1857 was finally completed on August 15, 1947. Our country was liberated, but sadly the country could not remain one, and got separated from India in the form of Pakistan and then Bangladesh. This country was liberated from the common cause of the Hindu Muslim and the selfless sacrifices of the scholars. Thousands of scholars and millions of people have sacrificed their lives  for the freedom of this country. These are the Mujahideen of independence, my grandfather, Hazrat Maulana Muhammad Ismail Sambhali, whose speeches made the British dread and made him suffer for many years in prison.

On August 15, 1947, our country was given independence but because of the country's own law, the system was governed by the "Government of India Act 1935". On August 29, 1947, a seven-member committee was formed under the patronage of Dr Bheem Rao Ambedkar to prepare the country's document. The committee drafted the country's constitution on November 4, 1947 and presented it. After two years, 11 months and 18 days of debate and numerous changes to it, the Constituent Assembly approved the country's constitution on November 26, 1949. On January 24, 1950, all members signed and on January 26, 1950, India's law was enforced throughout the country. On January 26, 1950, in Indian history, it is of special importance that the Constitution was enforced on that day and India became a sovereign country and completely democratic, which our leaders dreamed of. They had nourished this garden with their blood and tasted martyrdom to protect the sovereignty of his country. The background of this day is also that the Indian National Congress in Lahore in 1930 presided over the meeting chaired by Pandit Jawaharlal Nehru as the founder of complete independence rather than Dominion status. It was only on January 26, 1950 that Dr. Rajinder Prasad was elected as the country's first President. …


છેલ્લા પાને......

સારી વાતો

જેને સારી વાતો સાંભળવા અને વાંચવાની આદત હોય તો એવા માણસના મુખેથી જ સારી વાતો જ નીકળે છે.

ફજર સુધી કે ફજર માટે

ઘણા લોકો ફજર સુધી જાગે છે પણ ફજર એમને નસીબ નથી થતી. તો ઘણા લોકો આખી રાત સુઈ જાય છે અને છેલ્લે ઉઠીને ફજરની સઆદત મેળવે છે.

ગુનાહોની જડ

દુઆમાં કે કોઈને પરેશાન જોઈને રડવું ન આવવું દિલના પથ્થર હોવાના કારણે હોય છે. અને દિલની સખતી ગુનાહોના કારણે હોય છે. ગુનાહો મોત ભૂલી જવાના કારણે થાય છે, અને મોતની ગફલત લાંબી ઉમ્મીદોન કારણે હોય છે. લાંબી ઉમ્મીદો દુનિયાની મહોબ્બતના કારણે હોય છે... એટલે જ કહેવામાં આવે છે કે દુનિયાની મહોબ્બત દરેક ગુનાહની જડ છે.

ઈમાન ઉપર જિંદગી

લોકો એમ ચાહે છે ઈમાન ઉપર મોત આવે. પણ જિંદગી ઈમાન ઉપર ચાલે એની કોશિશ નથી કરતા.!

કયામતની નિશાનીઓ

નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે: કયામતની અમુક નિશાનીઓ આ છે કે, દીનનું ઇલ્મ – જાણકારી ખતમ થઈ જશે, ચારે તરફ દીન – મઝહબ બાબતે જહાલત - અજ્ઞાનતા હશે. શરાબ સેવન વધી જશે. અને ઝીનાકારી લોકોમાં પ્રચલિત થઈ જશે. 

રસ્તો કે રાહબર ?

જે રસ્તે ચાલીને હઝરત મૂસા અલૈ.ની કોમ સમંદર પાર કરી ગઈ એ જ રસ્તે ફિરઓનની કોમ મધદરિયે ડૂબી ગઈ. એનાથી સમજાય છે કે રસ્તાઓ કરતાં રાહબર વધારે મહત્વના છે. એ સાચા અને અસલી હોવા જોઈએ.

નસીહત

નસીહત સાચી અને કામની વાત હોય છે, પણ માણસ એના તરફ ધ્યાન નથી આપતો. અને ગીબત જૂઠી અને ધોકાની વાત હોય છે, છતાં માણસ એને ધ્યાનથી સાંભળે છે.

બીમાર કે મય્યિત પાસે જઈને

હઝરત ઉમ્મે સલ્મહ રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જયારે તમે કોઈ બીમાર કે મય્યિત પાસે જાઓ તો એના વિશે સારી વાતો બોલો. ફરિશ્તાઓ આ વેળા તમારી વાતો ઉપર આમીન કહેતા હોય છે. (મુસ્લિમ શરીફ

શરમ ન અનુભવો.

ત્રણ બાબતે શરમ અનુભવવી જોઈએ નહીં. જૂના કપડાં પહેરવામાં, ગરીબ દોસ્તો વચ્ચે બેસવામાં અને ઘરડા - અશકત માં – બાપ સાથે રહીને સેવા કરવામાં…