તંત્રી સ્થાનેથી
યુનિફોર્મ સિવિલ કોડના નુકસાનો અને અમુક પ્રશ્નો
ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ જ્ઞાતિઓ, વિવિધ જાતીઓ અને વિવિધ સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવે છે, જાણે કે વિવિધ ધર્મો, જ્ઞાતિઓ, જાતિ સમુદાયો અને સંસ્કૃતિઓનું પારણું છે. વિશ્વમાં કદાચ જ કોઈ આવો દેશ હશે, ભારતની સુંદરતા એ છે કે અહીં વિવિધતામાં એકતા છે અને લોકો સેંકડો વર્ષથી એકબીજાની સાથે ખભાથી ખભા મિલાવીને ચાલી રહ્યા છે.
જયારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું તો એક સૌથી મહત્વનું પાસું એ હતું કે વિવિધતામાં એકતાને કઈ રીતે બાકી રાખવામાં આવે? અને બધાને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય? જેથી તે સમયના બૌદ્ધિકોએ ઈન્સાફ પર આધારિત એવા કાયદાઓ ઘડયા જેમાં પ્રત્યેક ધર્મ, સમુદાય, જ્ઞાતી અને સંસ્કૃતિને સમાન દરજ્જો અને સ્વતંત્રતા અર્પણ કરવામાં આવી, અને ધર્મ અને જાતિના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવની મંજૂરી ન હતી, તેથી ભારતનો દરેક નાગરિક પોતાના ધર્મ અને સંસ્કૃતિ પાળવા માટે સંપૂર્ણપણે આઝાદ છે.
યુનિફોર્મ સિવિલ કોડ, સમાન સિવિલ કોડ, કોમન સિવિલ કોડ બધા સમાનાર્થી શબ્દો છે અને બધાનો અર્થ એક જ છે કે સામાજિક જીવન સાથે જોડાયેલી બાબતોમાં સરકાર એક એવો સમાન કાયદો બનાવી દે કે બધાએ તેનું પાલન કરવું પડે અને દરેક ધર્મનો વ્યકિત પોતાના ધર્મને છોડીને આ કાયદાનું પાલન કરે. લોકોની ભાષામાં એ કહો કે બધાને એક જ લાકડીએ હાંકવામાં આવે. સમાન નાગરિક ધારાનો મુદ્દો ભારતમાં અનેક વખતે ઉઠાવવામાં આવ્યો, પરંતુ તે માત્ર ચર્ચાઓ પુરતો જ મર્યાદિત રહેતો, પરંતુ તાજેતરમાં ઉત્તરાખંડની પ્રાંતીય સરકારે સમાન નાગરિક સંહિતા કાયદાને પોતાના રાજયમાં લાગુ કરી દીધો છે અને અન્ય બીજા રાજયોમાં આ કાયદો લાગુ કરવાનો સંકેત આપ્યો છે, પરંતુ આ એક ગેરબંધારણીય પગલું છે, ભારતીય બંધારણ મુજબ રાજય સરકાર પાસે તેને અમલમાં લાવવાની સત્તા જ નથી. માત્ર કેન્દ્ર સરકાર પાસે જ આ સત્તા છે. અને તેના માટે પણ તમામ લઘુમતિ સમુદાયની સંમતિ અને પ્રતિબદ્ધતાની અભિવ્યકિત જરૂરી છે. આર્ટિકલ ૪૪ નો મતલબ આ જ છે. જો કે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવામાં આવે તો તેના નુકસાનો શું હશે ? ચાલો જાણીએ !
(૧) ધાર્મિક સ્વતંત્રતા પર અવરોધઃ યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાગુ કરવાથી વિવિધ ધર્મોના કૌટુંબિક કાનૂનો; દા.ત. નિકાહ, તલાક, વારસા વહેંચણી વગેરે નાબૂદ થઈ જશે, જે ધાર્મિક સ્વતંત્રતા પર એક મોટો હુમલો છે.
(૨) મૂળભૂત અધિકારોથી વંચિતતા: ધાર્મિક આઝાદીના અધિકારને મુખ્ય હક્કો – અધિકારોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, પ્રત્યેક ધર્મના પોતાના નિયમો, રિવાજો અને સમસ્યાઓ મોજૂદ છે, તેને નાબૂદ કરવા અથવા તેમાં ફેરફાર કરવો લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે.
(૩) લધુમતિઓના અધિકારોનું હનનઃ મુસલમાનો, ખ્રિસ્તીઓ, શીખો અને અન્ય લઘુમતિ વર્ગો પાસે પોતાના પારિવારિક કાયદાઓ છે. જે તેમના ધાર્મિક ઓળખનો ભાગ છે, જો સમાન સિવિલ કોર્ડ લાગુ કરવામાં આવે તો બહુમતી વર્ગના ધર્મ અને મુલ્યોને લઘુમતિઓ ઉપર લાદવામાં આવી શકે છે. જેનાથી લઘુમતિઓના અધિકારોનું હનન અને ઉલ્લંઘન થશે અને લઘુમતિ વર્ગ પોતાને અસુરક્ષિત મેહસૂસ કરશે.
(૪) સામાજિક અશાંતિ અને પ્રતિકારઃ દરેક ધર્મોના લોકોની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ વિભિન્ન છે, માટે એક સમાન સિવિલ કોડ લાગુ કરવાથી સામાજીક તણાવ વધશે. ખાસ કરીને ભારત જેવા વૈવિધ્યસભર સમાજમાં તે સાંપ્રદાયિકતા અને વિરોધ ઉભો કરી શકે છે.
(૫) ધાર્મિક કાયદાઓનું અપમાનઃ ઈસ્લામી કાનૂન (શરીઅત)માં નિહાક, તલાક, ઈદ્દત, વારસો, વસીયત અને વકફ વગેરે બાબતોના સ્પષ્ટ કાયદાઓ અને સિદ્ધાંતો મૌજૂદ છે જો આ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે તો તે મુસ્લિમોની ધાર્મિક બાબતોનું અપમાન અને તોહીન છે.
(૬) બહુમતિ સંસ્કૃતિની સર્વોપરિતાઃ યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ જો બધા માટે સમાન કાયદા બનાવવાનો છે, પરંતુ અમલી રીતે તેનું પરિણામ બહુમતિ વર્ગની સંસ્કૃતિને સરકારી કાનૂન તરીકે લાગુ કરવાની સૂરતમાં નીકળી શકે છે, જેના પરિણામે લઘુમતિઓની સંસ્કૃતિ અને સભ્યતા ખતમ થઈ જશે અને તેમને પોતાની ધાર્મિક ઓળખ જાળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
(૭) મહિલા અધિકારો સંબંધિત ચિંતાઓઃ યુનિફોર્મ સિવિલ કોડના સમર્થકો તેને મહિલા અધિકારોનું રક્ષણ કરવાના સાધન તરીકે ટાંકે છે પરંતુ એ વાતનું ગંભીર જોખમ છે કે મહિલાઓના અમુક ખાસ ધાર્મિક અધિકારો દા.ત. ઈસ્લામી વારસા વહેંચણીના નિયમો, મહેર અને ન્યાયિક ખુલઅ વગેરે પર અસર પડશે.
(૮) ધાર્મિક સંસ્થાઓમાં હસ્તક્ષેપઃ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી ધાર્મિક સંસ્થાઓની બાબતોમાં હસ્તક્ષેપ થશે અને તે બિનઅસરકારક રહી જશે.
(૯) કાનૂની જટિલતાઃ યુનિર્ફોમ સિવિલ કોડને લાગુ કરવાથી પહેલેથી મોજૂદ પર્સનલ – કોટુંબિક કાયદાઓને નષ્ટ અથવા તેમાં ફેરફાર કરવો પડશે, જેનાથી કાયદાકીય વ્યવસ્થામાં ઘણી મોટી જટિલતા ઉભી થશે. નવા કાયદાઓના અમલી કરણમાં ઘણી મુશ્કેલી આવે છે, અને ઘણીવાર એમાં સુધારા કરવા પડે છે, અને ઘણીવાર તો સુધારા પછી પાછલી સ્થિતિએ જ કાયદો પહોંચી જાય છે.
(૧૦) રાજકીય તણાવઃ યુનિફોર્મ સિવિલ કોડને લઈ રાજકીય પક્ષોમાં તિવ્ર મતભેદો ઉભા થશે, ખાસ કરીને જે પક્ષો લઘુમતિઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ રીતે રાજકીય તણાવ ખૂબ વધી જશે.
(૧૧) રાજકીય શોષણઃ એ વાતનો પણ ભય છે કે સમાન સિવિલ કોડના કાયદાનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે પણ થઈ શકે છે, ખાસ કરીને ખાસ પક્ષોને ફાયદો અથવા નુકસાન પહોંચાડવા માટે.
(૧૨) વ્યવહારિક અમલીકરણમાં મુશ્કેલીઓઃ ભારત જેવા દેશમાં પ્રત્યેક ક્ષેત્ર, ધર્મ, સમુદાય અને પ્રત્યેક વર્ગની પોતાના રીત-રીવાજો અને ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરાઓ છે, એક સમાન કાયદો બનાવવો માત્ર મુશ્કેલ જ નહીં બલકે તેના પર અમલ ઘણો મોટો પડકાર હશે, વિવિધ વર્ગોના પ્રતિકાર અને વિરોધને કારણે આ એક અત્યંત વિવાદાસ્પદ મુદ્દો બની શકે છે.
ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડના આ અમુક નુકસાનો છે, તો અમુક લોકો તરફથી યુનિફોર્મ સિવિલ કોડના ફાયદાઓ પણ બતાવવામાં આવે છે, જેમાં સ્ત્રી-પુરુષોના અધિકારો અને સ્વતંત્રતાની વાત કરવામાં આવે છે, પરંતુ આ બધી બાબતોને સામે રાખીએ તો આ મસ્અલો વધુ ગંભીર બની જાય છે અને અનેક પ્રશ્નો ઉભા થઈ સામે આવે છે, જેના જવાબો આપવા અનિવાર્ય છે.
(૧) ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે, ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ હેઠળ ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે, તો પછી સમાન સિવિલ કોડને લાગુ કરવાનો અર્થ શું ?
(૨) પશ્ચિમી સમાજમાં કોઈ માણસ કૌટુંબિક જીવનમાં સફળ થતું હોય એવું દેખાતું નથી, પશ્ચિમની સંપૂર્ણ કુટુંબ વ્યવસ્થાનું સત્યનાસ થઈ ગયું છે, તો આવો કાયદો શા માટે લાગુ કરવામાં આવી રહ્યો છે,જે પશ્ચિમી વિધારધારા હેઠળ તૈયાર થયો હોય ?
(૩) યુનિફોર્મ સિવિલ કોડ એવા દેશોમાં અમલમાં લાવવો યોગ્ય છે જયાં એક જ ધર્મના લોકો વસતા હોય, ભારત જેવા બહુધાર્મિક દેશમાં તેના ઉપર અમલ કેવી રીતે શકય બનશે ?
(૪) એક પુરુષ સ્ત્રી પર દુર્વ્યવહાર અને દમન ગુઝારે છે, જેના કારણે તે છૂટાછેડા ઈચ્છે છે, જો ટ્રિપલ તલાકને રબબાતલ જાહેર કરવામાં આવે તો આવી પીડિત મહિલાની સમસ્યાઓનું સમાધાન શું હશે ?
(૫) શું આવી પીડિત મહિલાઓને નાલાયક પતિઓ સાથે રહેવા માટે કાયદાકીય રીતે મજબુર કરવામાં આવશે ? અને જો છૂટાછેડાનો હલ મૌજૂદ છે તો પછી બાળકો-સંતાનોના ભરણપોષણ અને ઉછેરના હક્કો શું હશે ? અને તેમની જવાબદારી કોણ લેશે ?
(૬) અમુક આંશિક સમસ્યાઓને બુનિયાદ બનાવી સમગ્ર દેશ પર તેને શા માટે થોપવામાં આવી રહ્યો છે ? એટલે કે એક ટકા લોકોના વિચારો ૯૯ ટકા લોકો પર શા માટે લાદવામાં આવી રહયા છે ?
(૭) કેટલાક સર્વે અહેવાલ મુજબ ભારતમાં તલાકનો સરેરાસ દર સૌથી વધારે હિન્દુઓ પછી ખ્રિસ્તીઓ, પછી શીખો અને પછી પારસીઓમાં છે. મુસ્લિમોમાં તલાક-છૂટાછેડાનો સરેરાસ દર અન્ય ધર્મોની તુલનામાં સૌથી ઓછો છે. જે ધર્મમાં છૂટાછેડાનું સરેરાસ પ્રમાણ વધુ છે તેમની સમસ્યાઓને બુનિયાદ બનાવવામાં કેમ નથી આવતી ? અને તેમના વિશે કેમ કોઈ ચિંતા કે ઉકેલ નથી ?
(૮) જો સરકાર સ્ત્રી અધિકારો અને પીડિત મહિલાઓની પીડા અને વેદનાઓ પ્રતિ સંવેદનશીલ હોવાનો દાવો કરતી હોય અથવા સમાન કોડ થકી આ આશય સિદ્ધ કરવાનો આશય હોય તો સૌથી વધારે પરેશાન અને વ્યથિત સ્ત્રીઓ હિન્દુ સમાજ અને દલિત સમાજમાં છે, આ બાબતે સરકાર કેમ મૌન છે ?
(૯) યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ચળવળ એક રાજકીય ચળવળ સિવાય કંઈ જ નથી, ભારતીય બંધારણે તો ધર્મ અને રાજકારણને અલગ અલગ ઠેરવ્યા છે, તો પછી ધાર્મિક બાબતોને રાજકીય એજન્ડાઓ કેમ બનાવવામાં આવી રહયા છે ?
(૧૦) આવા કાયદાને લાગુ કરવાનો શું અર્થ ? જો કે જેની ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન છે ?
સારાંશ કે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડના અનેક નુકસાનો અને તે વિશે ઘણા પ્રશ્નો છે. અને આ એટલો વિવાદાસ્પદ અને જટિલ મુદ્દો છે કે તેનો ઉકેલ ભાગ્યે જ બૌદ્ધિકો પાસે હોય ! જો ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાગુ કરવામાં આવ્યો તો દેશની હાલત અને સ્થિતિ શી હશે તે કહી શકાય એમ નથી.
સીધી લીટીના વારસદારો ન હોય એવો માણસ એટલે કે કલાલહની વારસાઈનો હુકમ
--મુફતી ફરીદ અહમદ કાવી..
﷽ یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمْ بُرْهَانٌ مِّنْ رَّبِّكُمْ وَ اَنْزَلْنَاۤ اِلَیْكُمْ نُوْرًا مُّبِیْنًا(175) فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَ اعْتَصَمُوْا بِهٖ فَسَیُدْخِلُهُمْ فِیْ رَحْمَةٍ مِّنْهُ وَ فَضْلٍۙ-وَّ یَهْدِیْهِمْ اِلَیْهِ صِرَاطًا مُّسْتَقِیْمًا(176) یَسْتَفْتُوْنَكَؕ-قُلِ اللّٰهُ یُفْتِیْكُمْ فِی الْكَلٰلَةِؕ-اِنِ امْرُؤٌا هَلَكَ لَیْسَ لَهٗ وَلَدٌ وَّ لَهٗۤ اُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَۚ-وَ هُوَ یَرِثُهَاۤ اِنْ لَّمْ یَكُنْ لَّهَا وَلَدٌؕ-فَاِنْ كَانَتَا اثْنَتَیْنِ فَلَهُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَكَؕ-وَ اِنْ كَانُوْۤا اِخْوَةً رِّجَالًا وَّ نِسَآءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِؕ-یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اَنْ تَضِلُّوْاؕ-وَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ(177)
તરજમહ : હે લોકો ! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી દલીલ આવી ચુકી છે અને અમે તમારા તરફ સ્પષ્ટ નૂર ઉતાર્યું છે. (૧૭૫) માટે જે લોકો અલ્લાહ ઉપર ઈમાન લાવશે અને તેને મજબૂતીથી અપનાવશે, એમને અલ્લાહ તઆલા પોતાની રહમત અને મહેરબાનીમાં શામેલ કરી લેશે અને એમને પોતાના તરફ (પહોંચવા)નો સીધો રસ્તો દેખાડશે. (૧૭૬) (હે નબી !) લોકો આપને (કલાલહ વિશે) હુકમ પૂછે છે, ફરમાવી દો કે અલ્લાહ તમને 'કલાલહ'નો હુકમ બતાવે છે, જો કોઈ પુરુષ મરી જાય અને એની અવલાદ (તેમજ મા-બાપ) નથી, પણ તેની એક બહેન હોય તો જે કંઈ તે છોડી જાય એનો અડધો ભાગ તેણીને મળશે, અને આ ભાઈ તે બહેનની સઘળી (મિલકત)નો વારસ થશે જો તેણીને સંતાન (તેમજ મા-બાપ) ન હોય, અને જો બહેનો બે (અથવા વધારે) હોય તો જે કંઈ આવો (કલાલહ) ભાઈ છોડી જાય તેના બે તૃતિયાંશ ભાગો બહેનોને મળશે. અને જો (કલાલહના વારસદારોમાં) ભાઈ બહેનો ભેગા હોય તો એક પુરુષનો ભાગ બે સ્ત્રીઓના બરાબર છે. અલ્લાહ તમારા માટે આ બધું એટલે વર્ણવે છે કે કયાંક તમે ગુમરાહ ન થઈ જાઓ. અને અલ્લાહ દરેક વસ્તુને ખૂબ જાણે છે. (૧૭૭).
તફસીર : આ સૂરતમાં મુળ રીતે ઓરતો સંબંધી વિવિધ હુકમો વર્ણવવામાં આવ્યા છે, અને એનાથી પહેલાં સુરએ આલે ઈમરાન ઈસાઈઓના પ્રશ્નો અને વાંધાઓના જવાબ ખાતર જ નાઝિલ થઈ હતી, જેનું વિસ્તાર પૂર્વકનું વર્ણન આવી ગયું છે. અગાઉની આયતોમાં ઈસાઈઓ અને કંઈક યહૂદીઓના પ્રશ્નો અને વાંધાઓનો ઉલ્લેખ હતો. આ પૂર્વેની આયતોમાં સ્પષ્ટ રૂપે ત્રણ ખુદાઓની માન્યતા ઘડીને એમાં હઝરત ઈસા અલૈ.ને ખુદા તરીકે શામેલ કરવાની સ્પષ્ટ મનાઈનું વર્ણન પણ હતું. હઝરત ઈસા અલૈ.ના ખુદા હોવાની જે પાયાવિહીન દલીલો ઈસાઈઓ કરતા હતા, એનું ખંડન અલ્લાહ તઆલાએ આ સૂરતની વિવિધ આયતોમાં વર્ણન ફરમાવ્યું છે. આ બધું વર્ણન થયા પછી હવે છેલ્લે અલ્લાહ તઆલા તરફથી પ્રથમ પોતાની બધી દલીલોનો ખુલાસો વર્ણવીને આ બધી દલીલો કે કુરઆન ઉતારવાના પોતાના મકસદનું વર્ણન કરવામાં આવ્યું છે અને છેલ્લે વારસા વહેંચણી બાબતે રહી ગયેલ એક મસ્અલાને વર્ણવીને સૂરત પૂરી કરવામાં આવી છે.
આ સૂરતમાં અને બીજી બધી સૂરતોમાં અલ્લાહ તઆલા તરફથી ઉતારવામાં આવેલ આયતો, દલીલો, નિશાનીઓનો ખુલાસો આ છે કે લોકો સમક્ષ અલ્લાહ તઆલાનો હુકમ એની દલીલ અને સચ્ચાઈની નિશાની સાથે પહોંચી જાય. એ માટે અલ્લાહ તઆલાએ એક દલીલ (બુરહાન) એટલે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મોકલવામાં આવ્યા અને એમની સાથે નૂર (કુરઆન) ઉતારવામાં આવ્યું. આ બન્ને વસ્તુ થકી અલ્લાહ તઆલાનું કામ પુરું થાય છે અને બંદાઓની જવાબદારી શરૂ થાય છે, અલ્લાહ તઆલા ફરમાવે છે : જે કોઈ એના રસૂલ ઉપર ઈમાન લાવશે અને રસૂલ થકી આપવામાં આવેલ દીન કુરઆનને મજબૂત પકડશે એને અલ્લાહ તઆલા પોતાની રહમત અને મહેરબાની એટલે કે જન્નતમાં દાખલ ફરમાવશે અને સીધો રસ્તો બતાવશે. સીધો રસ્તો એટલે કે દુનિયામાં પ્રચલિત અનેક ધર્મોમાંથી સાચા ધર્મ અપનાવવાની તોફીક આપશે અને એ ધર્મ ઉપર સાચી – સંપૂર્ણ રીતે અમલ કરવાની તોફીક આપશે.
કલાલહનો હુકમ :
અરબીમાં 'કલાલહ' એવા માણસને કહેવામાં આવે છે જેના ઉપર કે નીચે સીધી લીટીના વારસદારો હયાત ન હોય. એટલે બાપ, દાદા વગેરે પૂર્વજો અને પુત્ર, પૌત્ર વગેરે વંશજો હયાત ન હોય. ફકત ભાઈ કે બહેન હયાત હોય. બીજા શબ્દોમાં કહીએ તો ભાઈ —બહેનના વારસાઈ હકનું વર્ણન છે. આવા માણસના મૃત્યુ વેળા જે ભાઈ કે બહેન હયાત હશે એ ત્રણ પ્રકારના હોય શકે છે. એક માં – બાપથી હોય એવા સગા ભાઈ બહેન. બાપ એક અને મા અલગ હોય એવા સાવકા. મા એક હોય અને બાપ અલગ હોય એવા સાવકા. આ ત્રણ પ્રકારોમાંથી પ્રથમ બે પ્રકારના વારસદારોનો હુકમ અત્રે વર્ણવવામાં આવ્યો છે. ત્રીજા પ્રકારનો હુકમ સૂરતના આરંભે વારસા વહેંચણીની આયતો માંહે આવી ગયો છે.
એક માં – બાપથી હોય એવા સગા ભાઈ બહેન અને એક બાપ (માં અલગ) હોય એવા સાવકા ભાઈ બહેન હોય. અને ભાઈનું મૃત્યુ થાય તો એક બહેન હોય તો એને ભાઈએ છોડેલ માલનો અર્ધો ભાગ બહેનને મળશે, બે બહેનો હોય તો બે તૃતીયાંશ મળશે. અને બાકીનો માલ અન્ય 'અસબા' રિશ્તેદારોને મળશે. મરનાર ભાઈ પાછળ આવી બહેનો સાથે ભાઈ પણ હોય તો મરનાર ભાઈનો બધો માલ ભાઈ બહેન વચ્ચે વહેંચાશે, ભાઈને બે ભાગ અને બહેનને એક ભાગ મુજબ. આવી જ રીતે મરનાર ઓરત (બહેન) હોય અને પાછળ એક બહેન હોય તો અર્ધો ભાગ, બે હોય તો બે તૃતીયાંશ અને સાથે ભાઈ હોય તો બધો માલ ભાઈ બહેન વચ્ચે વહેંચાશે અને ભાઈને બે ભાગ અને બહેનને એક ભાગ. ઉપરોકત બંને સુરતોમાં મરનાર ભાઈ કે બહેન પાછળ ફકત એક ભાઈ જ હોય, સાથે કોઈ બહેન ન હોય તો ભાઈ 'અસબા' હોવાના લીધે સઘળા માલનો વારસદાર ઠરશે.
સૂરએ નિસાઅ અત્રે પૂરી થાય છે. અલહમ્દુલિલ્લાહ. હવે પછી સૂરએ માઇદહ શરૂ થશે. ઈન્શાઅલ્લાહ.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નં. ૧૯૨
દુઆની કબુલિય્યત અને ફાયદાઓ
(۷۷) عَنْ اِبْنِ عُمَرَ ؓقَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ إِنَّ الدُّعَاءَ يَنْفَعُ مِمَّا نَزَلَ وَمِمَّا لَمْ يَنْزِلْ فَعَلَيْكُمْ عِبَادَ اللّهِ بِالدُّعَاء (رواه الترمذي ورواه أحمد عن معاذ بن جبل)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું દુઆ ફાયદાકારક અને કામની બને છે, એવી ઘટનાઓ બાબતે પણ જે ઉતરી ચુકી છે, અને એવી બાબતોમાં પણ જે હજુ ઉતરી નથી. જેથી હે ખુદાના બંદાઓ ! દુઆનો એહતેમામ કરો. (તિર્મિઝી શરીફ)
(ઈમામ અહમદ રહ.એ મુસ્નદમાં આ હદીસ અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.ને બદલે મઆઝ બિન જબલ રદિ.થી રિવાયત કરી છે.)
ખુલાસો :- ભાવાર્થ એ છે કે જે બલા અને મુસીબત હજુ ઉતરી નથી. પરંતુ તેનો ભય છે. તેનાથી બચવા માટે પણ અલ્લાહ તઆલાથી દુઆ કરવી જોઈએ. ઈન્શા અલ્લાહ ફાયદા કારક થશે. અને જે બલા અથવા મુસીબત ઉતરી ચુકી છે. તે દૂર કરવા માટે પણ દુઆ કરવી જોઈએ. ઈન્શા અલ્લાહ તે પણ ફાયદા કારક થશે. અને અલ્લાહ તઆલા તે મુસીબત દૂર કરી આફિયત નસીબ કરશે.
(۷۸) عَنْ سَلْمَانَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ إِنَّ رَبَّكُمْ حَیِيٌّ كَرِيْمٌ يَسْتَحْيِيْ مِنْ عَبْدِهٖ إِذَا رَفَعَ يَدَيْهٖ أَنْ يَّرُدَّهُمَا صِفْراً - (رواه الترمذي وأبو داود)
હઝરત સલમાન ફારસી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું તમારા પરવરદિગારમાં ઘણી જ વધારે શરમ અને કરમનો ગુણ છે. જયારે બંદો તેની સામે માંગવા માટે હાથ ફેલાવે છે તો તેને શરમ આવે છે કે તે હાથોને ખાલી પાછા કાઢે. (કંઈક પણ આપવાનો ફેંસલો જરૂર ફરમાવે છે) (તિર્મિઝી, અબૂ દાઉદ)
(۷۹) عَنْ جَابِرٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ أَلَا أَدُلُّكُمْ عَلٰى مَا يُنْجِیْكُمْ مِنْ عَدُوِّكُمْ وَيَدُرُّ لَكُمْ أَرْزَاقَكُمْ تَدْعُوْنَ اللّهَ فِيْ لَيْلِكُمْ وَنَهَارِكُمْ فَإِنَّ الدُّعَاءَ سِلَاحُ الْمُؤْمِنِ (رواه أبو يعلى في مسنده)
હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું શું હું તમને તે અમલ બતાવું, જે તમારા દુશ્મનોથી તમારો બચાવ કરે ? અને તમને ભરપુર રોજી અપાવે. તે એ છે કે તમારા ખુદા પાસે રાતમાં અને દિવસમાં દુઆ કર્યા કરો, કેમકે દુઆ મો'મિનનું ખાસ હથિયાર એટલે તેની ખાસ શકિત છે. (મુસ્નદે અબૂયઅલા)
ખુલાસો :- દુઆ અસલમાં તે જ છે જે ઉંડાણથી અને યકીનના આધારે હોય, કે જમીન, આસમાનના બધા ભંડાર ફકત અલ્લાહ તઆલાના કાબુમાં અને તેની મરજીમાં છે. અને તે પોતાના દરના સવાલીઓ અને માંગવાવાળાઓને અર્પણ કરે છે. અને મને ત્યારે જ મળશે જયારે તે અર્પણ કરશે. તેના દર સિવાય હું કયાંથી પણ મેળવી શકતો નથી. એ યકીન અને પોતાની અસહ્ય નાદારી અને પુરી નિરાધારીનું ભાનથી બંદાના હૃદયમાં જે ખાસ કેફિયત જન્મે છે. જેને કુર્આન પાકમાં "ઈઝતિરાર" (બેબસી) (નિરાધાર) થી યાદ કરવામાં આવી છે. તે દુઆની આત્મા છે. અને એ હકીકત છે કે જે કોઈ બંદો જયારે અંદરની આત્મા સાથે કોઈ શત્રુના હુમ્લાથી અથવા કોઈ બીજી આફત અને બલાથી બચવા માટે, અથવા રોજીની બહોળાઈ માટે અથવા કોઈ ખાસ અને આમ જરૂરત માટે અલ્લાહ તઆલાથી દુઆ કરે તો તે કરીમનો કાયદો છે કે દુઆ કબૂલ ફરમાવે છે. જેથી ચોક્કસ દુઆ તે બંદાઓનું ઘણું મોટું હથિયાર છે. જેને ઈમાન અને યકીન (ભરોષા)ની દોલત અને દુઆની આત્મા તે હકીકત પ્રાપ્ત થાય.
દુઆ વિષે સુચનાઓ
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દુઆ વિષે અમુક સુચનાઓ પણ આપી છે. જરૂરી છે કે દુઆ કરનાર બંદો તેને હમેશાં ધ્યાનમાં રાખે.
(۸۰) عَنْ أَبِيْ هُرَيْرَۃَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ أُدْعُوَ اللّهَ وَأَنْتُمْ مُوْقِنُوْنَ بِالْإِجَابَةِ وَاعْلَمُوْا أَنَّ اللهَ لَا يَسْتَجِيْبُ دُعَاءً مِنْ قَلْبٍ غَافِلٍ لَاهٍ (الترمذي)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જયારે અલ્લાહ તઆલાથી માંગો અને દુઆ કરો તો એવા યકીન સાથે કરો કે તે જરૂર કબૂલ કરશે. અને અર્પણ કરશે. અને જાણીલો તથા યાદ રાખી લો કે તે માણસની દુઆ કબૂલ કરતો નથી જેનું હૃદય (દુઆ સમયે) અલ્લાહ તઆલાથી ગાફિલ અને બે પરવા હોય. (તિર્મિઝી શરીફ)
ખુલાસો :- મતલબ એ છે કે દુઆ સમયે હૃદય એક ચિત્તે અલ્લાહ તઆલા તરફ મગ્ન હોવું જોઈએ. અને તેની કરીમી પર ધ્યાન રાખીને પૂરા ભરોસા સાથે દુઆ કબૂલ થવાની આશા રાખવી જોઈએ. ડગમગતા હૃદયે અને કુબૂલ થવાના યકીન વગર જે દુઆ કરવામાં આવે છે તે જીવ વગરની અને આત્માથી ખાલી હોય છે.
(۸۱) عَنْ أَبِيْ هُرَيْرَۃَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ إِذَا دَعَا أَحَدُكُمْ فَلَا يَقُلْ اَللّٰهُمَّ اغْفِرْ لِىْ إِنْ شِئْتَ اِرْحَمْنِيْ إِنْ شِئْتَ اُرْزُقْنِيْ إِنْ شِئْتَ و لِيَعْزِمْ الْمَسْئَلَتَہٗ إِنَّهُ يَفْعَلُ مَا يَشَاءُ وَلَا مُكْرِهَ لَهٗ - (رواه البخاری)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જયારે તમારામાંથી કોઈ દુઆ કરે તો એવું ન કહે કે અય અલ્લાહ ! જો તું ઈચ્છે તો મને બખ્શી દે, તું ઈચ્છે તો મારા પર રહમ ફરમાવ, તું ઈચ્છે તો મને રોજી આપ, હા! પોતાના તરફથી પાકા ઈરાદા અને મજબૂતી સાથે અલ્લાહ તઆલાથી માંગે. બેશક તે તેજ કરશે જે તે ઈચ્છશે એવો કોઈ નથી જે તેના ઉપર દબાણ કરી તેની પાસે કોઈ કામ કરાવી શકે. (બુખારી શરીફ)
ખુલાસો :- મતલબ એ છે કે નમ્રતા અને મોહતાજી તથા ફકીરી અને નાદારીનો તકાજો એ જ છે કે બંદો તેના પરવરદીગાર પાસે વિના શંકા અને વિના સંકોચે પોતાની જરૂરત માંગે એવું ન કહે કે અય અલ્લાહ! જો તું ઈચ્છે તો આમ કરી દે, તેમાં બે પરવાઈની વાસ આવે છે. અને એ અબ્દીય્યતના સ્થાનથી દુઆની વિરૂધ્ધ છે. અને એવી દુઆ કદી મજબુત થઈ શકતી નથી. જે બંદાએ પોતાના તરફથી આ મુજબ અરજ કરવી જોઈએ. કે મારા માલિક ! મારી આ જરૂરત પુર કરી જ આપ. બેશક અલ્લાહ તઆલ જે કંઈ કરશે તે પોતાના ઈરાદા અને મરજી મુજબ જ કરશે. એવો કોઈ નથી જે દબાણ કરી તેની મરજી વિરૂધ્ધ તેની પાસે કરાવી શકે.
(۸۲) عَنْ أَبِيْ هُرَيْرَةَ ؓمَنْ سَرَّهُ أَنْ يَسْتَجِيبَ اللّهُ لَهٗ عِنْدَ الشَّدَائِدِ وَلْيُكْثِرِ الدُّعَاءَ فِي الرَّخَاءِ(رواه الترمذي)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે કોઈ એવું ઈચ્છે કે તકલીફો અને તંગી વખતે અલ્લાહ તઆલા તેની દુઆ કબૂલ ફરમાવે. તો તેને માટે શરત આ છે કે ખુશ હાલી વખતે દુઆ વધુ કરવી જોઈએ. (તિર્મિઝી શરીફ)
ખુલાસો :- આ હકીકત અને અનુભવ છે કે જે લોકો ફકત તકલીફ અને મુશ્કેલી વખતે જ ખુદા તરફ ધ્યાન કરે છે. અને તે જ વખતે તેમના હાથ દુઆ માટે ઉઠે છે તેમનો સંબંધ અલ્લાહ તઆલા સાથે ઘણો જ નબળો હોય છે. અને અલ્લાહ તઆલાની રહમત પર તેમને તે ભરોષો હોતો નથી જેનાથી દુઆમાં આત્મા અને જીવ જન્મે છે. તેની વિરૂધ્ધ જે બંદાને હમેશાં અલ્લાહ તઆલાથી માંગવાની આદત હોય છે. અલ્લાહ તઆલા સાથે તેનો સંબંધ મજબૂત હોય છે. અને અલ્લાહ તઆલાની મહેરબાની અને તેની રહમત પર તેમને ઘણો જ ભરોષો હોય છે. જેથી તેમની દુઆ કુદરતી રીતે જ અસરકારક અને કબૂલ થવા પાત્ર હોય છે.
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ આ હદીસમાં એ જ સુચના આપી છે કે બંદાઓએ આફિયત અને રાહતના દિવસોમાં પણ અલ્લાહ તઆલાથી વધુમાં વધુ દુઆ માંગવી જોઈએ. તેનાથી તેને તે સ્થાન પ્રાપ્ત થશે, કે તકલીફો અને તંગીના સમયે જયારે તે અલ્લાહ તઆલાથી દુઆ કરશે તો તેમની દુઆ ખાસ કરી કબૂલ થશે.
દુઆમાં જલ્દી માંગવાની મનાઈ
દુઆ બંદા તરફથી અલ્લાહ તઆલાના દરબારમાં અરજી દાખલ કરવા સમાન છે. અને તે માલિકે કુલ અને કાદિરે મુતલક છે. જો તે ઈચ્છે તો તે જ સમયે દુઆ કરનાર બંદાને અર્પણ કરી દે, જે તે માંગી રહ્યો છે. પરંતુ તેની હિકમતનો તકાઝો એ નથી કે તે જાલિમ અને જાહિલ બંદાની તમન્નાની એવી પાબંદી કરે, ઘણા વખતે જાતે બંદાની મસ્લેહત એમાં જ હોય છે કે તેની માંગણી જલ્દી પુરી કરવામાં ન આવે, હા! મનુષ્યના ખમીરમાં જે ઉતાવળા પણુ છે. તેના કારણે તે ઈચ્છે છે કે જે હું માંગી રહ્યો છું તે મને તરત મળી જાય. અને જયારે તે મુજબ બનતું નથી તો તે નિરાશ થઈ દુઆ કરવાનું છોડી દે છે. એ મનુષ્યની ભુલ છે. જેના કારણે તે દુઆ કબૂલ થવાનો હકદાર રહેતો નથી. અને આખરકાર આ ઉતાવળા પણું જ તેની મેહરૂમી અને અભાગ્યતાનું કારણ બને છે.
(۸۳) عَنْ أَبِيْ هُرَيْرَةَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ يُسْتَجَابُ لِأَحَدِكُمْ مَا لَمْ يُعَجِّلْ فَيَقُولُ قَدْ دَعْوَتُ رَبِّیْ فَلَمْ يُسْتَجَبْ لي - (رواه البخاري ومسلم)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું તમારી દુઆઓ ત્યાં સુધી કબૂલ થવા લાયક નથી જયાં સુધી ઉતાવળથી કામ ન લેવામાં આવે. (ઉતાવળ એ છે કે) બંદો કહેવા લાગે કે મેં દુઆ કરી હતી. પરંતુ તે કબૂલ થઈ જ નથી. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- મતલબ એ છે કે બંદો ઉતાવળમાં અને નિરાશ થઈ કબૂલ થવાનો હક ખોઈ નાંખે છે. જેથી બંદાએ હમેશાં તેના દ્વારનો ભિખારી બનીને રહેવું જોઈએ. અને માંગતો રહે ભરોષો રાખે કે અરહમુર્રાહિમીનની રહમતો વહેલી મોડી જરૂર તેના તરફ લપકશે. કોઈ કોઈ વાર ઘણા બંદાઓની દુઆ જે ઘણા જ ઈખ્લાસ અને કાકલુદી સાથે કરે છે એટલા માટે જલ્દી કબૂલ કરવામાં નથી આવતી કે તે દુઆની લાઈન તેના માટે પ્રગતિ અને અલ્લાહ તઆલાથી નજીક થવાનું ખાસ સાધન હોય છે. જો તેમની મરજી મુજબ તેમની દુઆ જલ્દી કબૂલ કરી લેવામાં આવે તો તેઓ એ મહાન નેઅમતથી અભાગ્ય રહી જાય.
હરામ ખાનાર અને પહેરનારની દુઆ કબૂલ નથી
(٨٤) عَنْ أَبِيْ هُرَيْرَۃَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ يَا أَيُّهَا النَّاسُ إِنَّ اللّهَ طَيِّبٌ لَا يَقْبَلُ إِلَّا طَيِّباً وَإِنَّ اللّهَ أَمَرَ الْمُؤْمِنِيْنَ بِمَا أَمَرَ بِهٖ الْمُرْسَلِيْنَ فَقَالَ يَا أَيُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوْا صَالِحاً إِنِّيْ بِمَا تَعْمَلُوْنَ عَلِيْمٌ وَقَالَ يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا كُلُوْا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ثُمَّ ذَكَرَ الرَّجُلَ يَطِيْلُ السَّفَرَ أَشْعَثَ أَغْبَرَ يَمُدَّ يَدِيْهِ إِلَى السَّمَاءِ يَارَبِّ يَارَبِّ وَمَطْعَمُهُ حَرَامٌ وَمَشْرَبُهُ حَرَامٌ وَ مَلْبَسُهُ حَرَامٌ وَغُذِّيَ بِالْحَرَامِ فَأَنّٰي يُسْتَجَابُ لِذَالِكَ . (رواه مسلم عن أبي هريرة)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે અને તે ફકત પવિત્રને જ કબૂલ કરે છે. અને તેણે એ વિષે જે હુકમ તેના પયગમ્બરોને આપ્યો છે. તે જ બધા મો'મિન બંદાઓને આપ્યો છે. પયગમ્બરો માટે તેનો ઈર્શાદ છે અય રસૂલો ! તમે પવિત્ર અને હલાલ ખોરાક ખાવો, અને નેક અમલ કરો, હું તમારા અમલોને ખૂબ સારી રીતે જાણું છું, અને ઈમાન વાળાઓને સંબોધી તેણે ફરમાવ્યું કે અય ઈમાન વાળાઓ ! તમે તમારી રોજીમાંથી હલાલ અને પવિત્ર ખાવો અને હરામથી બચો. તે પછી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એક એવા માણસનું વર્ણન ફરમાવ્યું જે લાંબો સફર કરી (કોઈ પવિત્ર જગ્યાએ) એવી હાલતમાં પહોંચે છે કે તેના વાળ વિખરાયલા હોય છે. અને શરીર તેમ કપડાં ધુળથી ભરેલા હોય છે. એવી હાલતમાં આકાશ તરફ હાથ ઉઠાવી દુઆ કરે છે અય મારા પરવરદીગાર ! મારા રબ ! અને હાલત એવી છે કે તેનું ખાવું હરામ, પીવું હરામ, તેનો પહેરવેશ હરામ છે. અને હરામ ખોરાકથી તેનું જીવન બન્યું છે તો તે માણસની દુઆ કેવી રીતે કબૂલ થશે.
ખુલાસો :- આજે ઘણા દુઆ કરનારાઓના દિલોમાં એ સવાલ ઉપસ્થીત થાય છે કે જયારે દુઆ અને તેની કબૂલિય્યત હક છે. અને દુઆ કરનારાઓ માટે અલ્લાહ તઆલાનો વાયદો છે. " اُدْعُونِى اَسْتَجِبْ لَكُمْ " (તમે દુઆ કરો, હું કબૂલ કરીશ) તો પછી આપણી દુઆઓ કેમ કબૂલ થતી નથી ? આ હદીસમાં એનો પુરેપુરો જવાબ છે. આજે દુઆ કરનારાઓ કેટલા છે ? અને શાંતિથી તેઓ જે ખાઈ પી રહ્યા છે. જે પહેરી રહ્યા છે. શું તે બધું જ હલાલ અને પવિત્ર છે? અલ્લાહ પાક આપણી હાલત પર રહમ કરે
હજની ફઝીલત
હજ ઈસ્લામની બુનિયાદ ગણાતા પાંચ સ્તંભોમાંનો એક છે, અને જેમ રોજા, નમાઝ અને ઝકાતનું ફરજ હોવું કુરઆન, હદીસ અને ઉમ્મતના અમલ થકી સર્વસમંતિથી પૂરવાર છે તેમ હજનું ફરજ હોવું પણ ઉપરોકત દલીલો દ્વારા સાબિત છે. તેથી જે કોઈ હજના ફરજ હોવાનો ઈન્કાર કરે ઈસ્લામથી નીકળી જાય છે.
અલ્લાહ તઆલાનું ફરમાન છે : અને અલ્લાહ માટે લોકો પર આ ઘર (કાબા)નો હજ કરવો ફરજ છે, એવા માણસે જે ત્યાં પહોંચવાની તાકાત રાખતો હોય. અને જે ઈન્કાર કરે તો અલ્લાહ તઆલા તમામ દુન્યા વાળાઓથી બેનિયાઝ છે. (સૂરએ આલે ઈમરાન : ૯૬)
આ આયતમાં હજના ફરજ હોવા અંગે સ્પષ્ટ અને ચોક્કસ દલીલ આપવામાં આવી છે.
ઇસ્લામના બુનિયાદી પાંચ હુકમો વિશે એક હદીસમાં સ્પષ્ટ હુકમ છેઃ
ઇસ્લામને પાંચ સ્તંભો ઉપર બનાવવામાં આવ્યો છે. અલ્લાહ સિવાય બીજુ કોઈ માબૂદ - ઇબાદતને લાયક નથી એવી ગવાહી આપવી અને એકરાર કરવો. મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના પયગંબર માનવા. નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, હજ કરવી અને રમઝાનના રોજા રાખવા. (બુખારી શ.)
માનવીય સ્વભાવ મુજબ, મનુષ્ય પોતાના વતન, કુટુંબ, સગા-સંબંધીઓ અને ધન-દોલત સાથે મમતાથી જોડાયેલો હોય છે અને તેમની નજીક રહેવા ઇચ્છે છે. હજ માટે જતા સમયે વ્યક્તિએ પોતાનું વતન કુટુંબ સગા સંબંધીઓ અને સંપત્તિ બધું છોડીને જવું પડે છે. આ બધું તે માત્ર શરઇ ફરજ અદા કરવા માટે કરે છે. જેનાથી માણસના દિલમાં આ બધી વસ્તુઓની લાગણી ક્ષીણ થાય છે અને અલ્લાહના ઘર કાબામાં પહોંચીને હજની ફરજ અદા કરવાની લાગણી પ્રભાવી થાય છે. માણસના દિલમાં હજ અદા કરવાની ઉત્સુક્તા અને સવાબનો આશાવાદ જે એક નવી લાગણી અને ભાવના પેદા કરે છે એના થકી આ એક આશિકાના મુસાફરી બની જાય છે.
હઝરત અબૂ હુરયરહ (રદિ.)ની રિવાયત છે : નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછવામાં આવ્યું કે કયો અમલ શ્રેષ્ઠ છે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવવું. પૂછવામાં આવ્યું : પછી શું ? ફરમાવ્યું : અલ્લાહની રાહમાં જિહાદ કરવો. પુછવામાં આવ્યું : પછી શું ? ફરમાવ્યું : હજ્જે મબરૂર.
હજે મબરૂર એટલે એવો હજઃ
જેમાં કોઈ પણ પ્રકારનો ગુનો ન થયો હોય.
જે અલ્લાહની બારગાહમાં કબૂલ થઇ જાય.
જે રિયાકારી અથવા દેખાડા માટે ન કરવામાં આવ્યો હોય એટલે કે એમાં નિયત અને ઇરાદાની કોઈ ખામી ન હોય.
જે પછી માણસ ગુનાહો કરવાનું છોડી દે અને સારા કામો કરવાનો શોખ વધી જાય.
જે પછી માણસ દુનિયાનું ધ્યાન છોડીને આખિરત માટે વધુ ધ્યાન આપે.
આવા હજની ફઝીલત વર્ણવતા હઝરત અબૂ હુરયરહ (રદિ.) રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું :
એક ઉમરાહ બીજા ઉમરાહ સુધી થયેલા ગુનાહો માટે કફફારો છે અને હજજે મબરૂરનો બદલો ફકત જન્નત છે, એનાથી ઓછો નહીં. (બુખારી શ.)
હજ દ્વારા ગુનાહોની માફી
હઝરત ઇબ્ને શિમાસા (રહ.) ફરમાવે છે કે, અમે હઝરત અમ્ર બિન આસ (રદિ.)ની ખિદમતમાં હાજર થયા ત્યારે તેઓ મૃત્યુશૈયા પર હતા. તેઓ ઘણી વાર સુધી રડતા રહયા. પછી દિવાલ તરફ ચહેરો ફેરવી લીધો. ત્યારબાદ તેમના દીકરાએ કેટલાક પ્રશ્નો કર્યા. ત્યારે હઝરત અમ્ર (રદિ.)એ પોતાના ઇમાન સ્વીકારવાની ઘટના સંભળાવતાં ફરમાવ્યું : જ્યારે અલ્લાહ તઆલાએ મારા દિલને ઇમાનના નૂરથી રોશન કરવાનો ફેસલો કર્યો ત્યારે હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખિદમતમાં ગયો અને સવાલ કર્યો : આપનો જમણો હાથ આગળ લાવો જેથી હું ઇસ્લામ સ્વીકારવા બયઅત કરી શકું. ત્યારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હથેળી લંબાવી, પણ મેં મારો હાથ પાછો ખેંચી લીધો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે હે અમ્ર ! તને શું થયું ? મેં કહ્યું : મારી એક શરત છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું : શું શરત છે ? મેં કહ્યું : મારી મગફિરત કરી દેવામાં આવે. તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : શું તને ખબર નથી કે, ઇસ્લામ સ્વીકારવું એટલું ફઝીલત વાળું કામ છે કે ત્યાર પહેલાંના તમામ ગુનાહો ખતમ થઈ જાય છે. આવી જ રીતે હિજરત પણ એનાથી પહેલાંના ગુનાહોને મિટાવી દે છે અને હજ કરવાથી પણ એના પહેલાં થયેલા બધા ગુનાહો માફ થઈ જાય છે.(મુસ્લિમ શ.)
હઝરત અબૂ હુરયરહ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું:
વ્યક્તિ અલ્લાહ માટે હજ કરે, અને તે હજ દરમિયાન કોઈ ગાળાગાળી કે ગુનો ન કરે, તો હજ બાદ તે માણસ એવો પાક સાફ પોતાના ઘરે પાછો ફરશે જેમ આજે જ તેની માંએ તેને જન્મ આપ્યો હોય. (બુખારી શ.)
ઓરતો અને વૃદ્ધ લોકોનો જિહાદ
હઝરત અબૂ હુરયરહ (રદિ.) રિવાયત કરે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : વૃદ્ધ, અશકત વ્યક્તિ અને સ્ત્રીઓનો જિહાદ હજ અને ઉમરહ છે. (નસઈ શ.)
ઉમ્મુલ મુઅમિનીન હઝરત આયશા (રદિ.) ફરમાવે છે : મેં પૂછયું કે હે અલ્લાહના રસૂલ ! શું અમે પણ જિહાદ અને ગઝવા (લડાઈ)માં ભાગ ન લઈએ ? તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમારા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ જિહાદ હજ્જે મબરૂર છે.
હઝરત આયશા (રદિ.) કહે છે : જ્યારે મેં આ વાત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખે સાંભળી, ત્યારબાદ મેં હજ છોડી દીધો નથી. (બુખારી શ.)
હઝરત આયશા (રદિ.) આગળ ફરમાવે છે : હે અલ્લાહના રસૂલ ! અમને એવું લાગે છે કે જિહાદ શ્રેષ્ઠ અમલ છે, તો શું અમે જિહાદ ન કરીએ ? નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ના, પરંતુ શ્રેષ્ઠ જિહાદ હજજે મબરૂર છે. (બુખારી શ.)
ગરીબીનો ઇલાજ
હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) રિવાયત કરે છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હમેંશા હજ અને ઉમરહ કરતા રહો, કેમ કે આ બંને ઇબાદતો ફકર (ગરીબી) અને ગૂનાઓને દૂર કરે છે, જેમ કે ભઠ્ઠી લોઢાનો કાટ દૂર કરે છે. (મુઅજમે અવસત)
બીજી હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : હજ અને ઉમરહને એકસાથે કરો, કેમ કે આ બંને ઇબાદતો ગરીબી અને ગૂનાહોને દૂર કરે છે, જેમ કે ભઠ્ઠી લોઢા અને સોના અને ચાંદીમાંથી મેલ દૂર કરે છે, અને હજ્જે મબરૂરનો એકમાત્ર સવાબ બદલ જન્નત છે. (તિરમિઝી શ.)
હજમાં ખર્ચ કરવાની ફઝીલત
હઝરત અબૂ ઝુહૈર (રદિ.) રિવાયત કરે છે કે, નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હજમાં ખર્ચ કરવું અલ્લાહની રાહમાં ખર્ચ કરવા સમાન છે, અને એનો સવાબ સાતસો ગણો છે.(મુસ્નદે અહમદ.)
હાજીઓ માટેની દુઆની કબૂલિયત
હઝરત ઇબ્ને ઉમર (રદિ.) ફરમાવે છે : હજ અને ઉમરહ અદા કરનાર અલ્લાહના મહેમાન છે, અલ્લાહ તઆલા તેમની પરેશાનીઓ હલ કરી દે છે, તેમની દુઆઓ કબૂલ કરે છે, તેમની સિફારિશને મંજૂર કરે છે અને તેમના માટે સવાબ હજાર હજાર ગણો વધારી દે છે. (અખબારુ મક્કા)
હઝરત ઇબ્ને ઉમર (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી રિવાયત કરે છે : અલ્લાહની રાહમાં જિહાદ કરનાર, હજ અને ઉમરહ કરનાર અલ્લાહના મહેમાન છે, અલ્લાહ તઆલાએ તેમને બોલાવ્યા અને તેમણે લબ્બૈક કહ્યું, તેમણે અલ્લાહ તઆલાથી માગ્યું અને અલ્લાહે તેમને આપી દીધું. (ઇબ્ને માજહ શ.)
હજ જલદી કરવી જોઈએ.
હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) રિવાયત કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હજ ફરજ થઈ જાય તો વહેલી તકે અદા કરવાની કોશિશ કરો. કેમ કે તમને ખબર નથી કે પાછળથી તમારે શું અડચણ આવી શકે છે. (મુસ્નદે અહમદ).
હજ ન કરવા પર વઇદ (ચેતવણી)
હઝરત અલી (રદિ.) ફરમાવે છે : રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો હુકમ છે : અનુવાદ : જે વ્યક્તિ પાસે હજ કરવા માટે પૂરતો ખર્ચ અને સવારી હોય, જે તેને બયતુલ્લાહ (કાબા) સુધી લઇ જઇ શકે, છતાં હજ ન કરે, તો તે ઇચ્છે તો યહૂદી થઈ મરે કે ઇસાઇ બની મરે. કારણ કે, અલ્લાહ તઆલાએ કુરઆનમાં હુકમ ફરમાવ્યો છે કે અલ્લાહનો લોકો પર આ હક છે કે જે માણસ અલ્લાહના ઘર એટલે કે કાબા સુધી પહોંચવા સક્ષમ હોય, તેણે હજ કરવો જરૂરી છે. (તિરમિઝી શ.)
ઉપરોકત હદીસોમાં હજનો જે સવાબ વર્ણવવામાં આવ્યો છે, અને ફરજ હોવા છતાં હજ અદા ન કરનાર વિશે જે વઈદ (જહન્નમ અને અઝાબની ધમકી) વર્ણવવામાં આવી છે, એ દરેક મુસલમાનમાં હજનો શોખ પેદા કરવા માટે પૂરતી છે. અલ્લાહ તઆલાએ જે મુસલમાનોને માલની નેઅમતથી નવાઝયા હોય એમણે આ ફરજ અદા કરવામાં કોઈ પાછીપાની કરવી જોઈએ નહીં. જિંદગીનો કોઈ ભરોસો નથી. માણસે અલ્લાહ તઆલાના દરબારમાં જતાં પહેલાં ત્યાં હિસાબ આપવાની તૈયારી કરી લેવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પારિવારિક જીવન ખતમ કરવાની સાજિશ
પાછલા દિવસોમાં પી.એચ.ડી. એક થીસીસનો અનોખો વિષય મારા જોવામાં આવ્યો. અત્યંત મહત્વપૂર્ણ વિષય. એવો કે એની વિગતો જાણીને માણસને જરૂર ચિંતા ઉપજે. આ થીસીસનો વિષય છે : ''આંતરરાષ્ટ્રીય કરારો અને પારિવારિક જીવનના વિનાશમાં એની ભુમિકા પર તેનો પ્રભાવ.'' એટલે કે યુનાઈટેડ નેશન્સ થકી જે માનવાધિકારના નામે જે આંતરરાષ્ટ્રિય કરારો વિવિધ દેશો સાથે કરવામાં આવે અને ફરજ પાડવામાં આવે છે એના થકી પરિવારિક સંસ્કૃતિ નાશ પામી રહી છે. આ કરારો અને કાયદાઓનો સમાજ ઉપર નકારાત્મક પ્રભાવ પડી રહયો છે. આ ડોક્ટરલ થિસિસ ડો. કમિલિયા હિલ્મીએ સંપાદન કરી છે, આ વિષયના આધારે એમણે ત્રિપોલી, લેબનાનની શરિયત એન્ડ ઈસ્લામિક સ્ટડીઝ ફેકલ્ટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. હિજરી સન ૧૪૪૦ના શેક્ષણિક વર્ષના અંતે એમના લખાણને યુનિવર્સિટીના નિયમ મુજબ જાહેર સમીક્ષા કરવામાં આવી અને ઉચ્ચ ગ્રેડમાં એમને પી.એચ.ડીની પદવી અર્પણ કરવામાં આવી.
આ થીસીસના લેખક અને સંશોધક એક સાહસિક યુવતી છે. તેઓએ અમુક વરસો સુધી યુનાઈટેડ નેશન્સમાં સેવા આપતાં હતાં. અને વરસો સુધી માનવ અધિકારના નામે કરવામાં આવતાં વેશ્વિક કરારો અને કાયદાઓનો અભ્યાસ કરતાં હતાં. અભ્યાસ અને સંશોધનના અંતે તેઓ એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે આ કરારોનું અમલીકરણ પરિવારની આખી વ્યવસ્થાને મૂળથી ઉખાડી નાખે છે. આ માત્ર મુસ્લિમ સમાજ માટે નહિ પરંતુ સમગ્ર માનવજાત માટે ભયજનક બાબત છે.
આ અભ્યાસ દર્શાવે છે કે યુનાઇટેડ નેશનના કરારો પરિવારને નષ્ટ કરવા માટે બે મુખ્ય રસ્તાઓ અપનાવે છે :
૧. યુવાનોને લગ્નથી દૂર રાખવાનું પ્રોત્સાહન. આ રીતે નવા પરિવારોને અસ્તિત્વમાં આવવાથી અટકાવવામાં આવે છે.
આ મકસદ માટે વિવિધ કાયદાઓ થકી લગ્નને અવરોધવામાં આવે છે.
જેમ કે કાયદા દ્વારા લગ્ન માટેની ઉંમર ૧૮ વર્ષ કરવાની ફરજ પાડવામાં આવે છે. અને એ પહેલાં લગ્ન કરવા ઉપર પ્રતિબંધ લાદવાની વિવિધ દેશોને ફરજ પાડવામાં આવે છે. ત્યાં સુધી કે ૧૮ વરસ પહેલાં લગ્ન કરવામાં આવે તો પેદા થનાર બાળકને કાયદેસર એના પિતાનું બાળક ન માનવામાં આવે.
લગ્ન વગરના શારિરીક સંબંધોને પ્રોત્સાહન આપવાનો કાયદો. જેમ કે લીવ ઈન રીલેશનશીપને કાયદેસર માન્યતા આપવાનો કાયદો ઘડવાની વિવિધ દેશોને ફરજ પાડવામાં આવે છે.
લગ્નની વગર જન્મેલા એટલે કે સિંગલ પેરેન્ટ બાળકોના અધિકારના નામે સિંગલ પેરેન્ટ હોવાને સ્વીકૃત કરીને એને સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવે છે.
સેકસ લાઈફ, એને લગતા રોગો અને ઉપચાર, ગર્ભધાન, ગર્ભનિરોધક યુકિતઓ જેમ કે કોન્ડોમનો વપરાશ વગેરે બાબતોના શિક્ષણમાં નાના બાળકો બાળકીઓને પણ શામેલ કરવા અને આ બહાને એમને સેકસનું શિક્ષણ આપવામાંની આ કરારો થકી ફરજ પાડવામાં આવે છે.
લગ્ન વગરના સંબંધો થકી ગર્ભવતી થયેલ નાબાલિગ કિશોરીઓ માટે શિક્ષણ એટલે કે સ્કૂલમાં દાખલો આપવાનો કાયદો બનાવવાનો આગ્રહ.
બદકારી એટલે વ્યાભિચાર અને સમલૈગિંક સંબંધોને કાયદાકીય રીતે જાયઝ કે ગુનો ન ગણવાનો આગ્રહ.
સમલૈંગિકતા વિશેના કાયદાકીય પ્રતિબંધોને દૂર કરવાનો આગ્રહ.
૨. શાદી થકી જે પરિવારો મોજૂદ છે અથવા શાદી કરીને નવા પરિવારો બને તો એને કમઝોર કરવા.
આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિવિધ કાયદાઓ બનાવવાનો કરાર કરીને આડકતરી રીતે કે સીધી રીતે પારિવારિક જીવનને કમઝોર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેમ કે :
મહિલાઓને પુરૂષના તાબામાંથી બહાર કાઢીને સ્વતંત્ર કરવી. એટલે કે પતિ - પત્નિ વચ્ચેના કુદરતી તાળમેલને તોડીને સ્વતંત્રતાના નામે સ્ત્રીને ઘરની બહાર કાઢીને વૈવાહિક સંબંધો અને વિશ્વાસને કમઝોર કરવામાં આવે.
મહિલાઓને ઘર બહાર કામ કરવા માટે પ્રોત્સાહિત કરવી જેથી તેઓ આર્થિક રીતે પુરુષો પર નિર્ભર ન રહે.
બાળકોને આઝાદી આપવી કે આઝાદીની શિખામણ આપવી, જેથી તેઓ માતા – પિતાના કહયામાં ન રહે.
બાળકો એમના માતા – પિતાના ધર્મ, સમાજ, સંસ્કાર, પરંપરા અને રિવાજોને પડકારે એવી શિક્ષણ નીતિ બનાવવાનો આગ્રહ.
સંશોધનકર્તા ખાતૂને એમના સંશોધનમાં એ પણ દર્શાવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ આશયને હાસલ કરવા અમુક સુંદર અને જરૂરી દેખાતા લક્ષ્યો અને આદર્શોનું નામ આપે છે. આ આદર્શોની છત્રી હેઠળ વિશ્વના દેશોને ખાસ કરીને કમઝોર કે દેવામાં ડુબેલા દેશોને એવા કાયદા બનાવવા મજબૂર કરે જે એમના મુળ આશયને સિદ્ધ કરવામાં મદદ કરે. જેમ કે.
પોતાની નીતિઓને વિશ્વવ્યાપી નીતિઆનું નામ આપે છે.
૧. માનવ અધિકાર નામનો આકર્ષક મકસદ.
૨. મહિલાઓ સાથે થતી હિંસા રોકવાના કાયદાઓ.
૩. એઈડ્સની અસરથી બચવા માટેની નીતિઓ.
૪. રહેઠાણ અને શહેરી વિકાસ માટેની નીતિઓ.
૫. ટકાઉ વિકાસ માટેની નીતિઓ.
૬. સ્ત્રીઓના યોગ્ય ઘર માટેના હક્કોની નીતિઓ.
૭. આંતરરાષ્ટ્રીય શ્રમ કાયદાઓ.
૮. કામ અને નોકરી કરવાની આઝાદી
આ થિસિસમાં બધી જ બાબતોના દસ્તાવેજી પુરાવા અને આંકડાકીય માહિતી આપવામાં આવી છે. ફકત આરોપો નથી. દરેક મુદ્દા સાથે તર્ક સંગત પુરાવા પણ છે. પરિવારની પંરપરા અને ફેમીલી લાઈફનું મહત્વ સમજતા લોકો અને ધર્મો માટે આ થિસિસમાં ઘણી ચિંતાજનક વાતો છે. જે વસ્તુઓ આપણે આપણા લાભ - ફાયદાની સમજતા હતા એ બાબતો આપણા નુકસાન માટે લાગુ કરવામાં આવી છે અને નુકસાન થઈ રહયું છે એની સાબિતી પણ છે.
અરબીમાં લખાયેલ આ થિસિસ હવે પ્રકાશિત થઈ ગઈ છે અને ઇન્ટરનેટ પર المواثيق الدولية وأثرها في هدم الأسرة ના નામે ઉપલબ્ધ છે.
એક અરબી લેખનો ભાવાનુવાદ. ફરીદ અહમદ.
મહમૂદુલ ખસાઈલ
હઝ. મવલાના મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ.ની અત્યંત આધારભૂત અને મશહૂર કિતાબ શમાઇલે તિરમિઝીની ઉર્દૂ શરહ 'મહમૂદુલ ખસાઇલ'નો ગુજરાતી અનુવાદ.. અનુવાદક : જનાબ અહમદહુસેન ગાજી સા.
રસૂલુલ્લાહ (સલ.)ના પોશાકનું બયાન
ફાયદોઃ પોશાક પણ અલ્લાહ તઆલા તરફથી મળેલી નેઅમતોમાંથી એક મહાન નેઅમત છે. પોશાક વિશે ત્રણ બાબતો છે :
(૧) અસલ મકસદ "સતરે ઓરત', એટલે તેના દ્વારા વ્યકિત પોતાનું સતર(ગુપ્ત ભાગો) છુપાવે છે. (૨) બીજો મકસદ ''ઝીનત'' એટલે તેના દ્વારા વ્યકિત પોતાને શણગારે છે. (૩) ત્રીજી વસ્તુ ''તકવો'' એટલે પોશાકમાં વ્યકિત ઈસ્લામી હિદાયતને ધ્યાનમાં રાખે.
અલ્લાહ તઆલાનો ઈરશાદ છે :
અર્થઃ હે આદમની અવલાદ ! અમે તમારા માટે પોશાક ઉત્પન્ન કર્યો કે જે તમારી નગ્નતા (ગુપ્ત ભાગો) ઢાંકે છે અને (તે તમારા શરીરનો) શણગાર પણ કરે છે, પરંતુ (જે) પરહેઝગારીનો પોશાક (છે) તે સૌથી સારો છે. (સૂરએ અઅરાફ : ૨૬)
પોશાકના પ્રકાર
શરઈ હુકમ પ્રમાણે પોશાકના અનેક પ્રકાર ફુકહાએ બયાન કર્યા છે.
(૧) વાજિબઃ એટલો પોશાક જે માનવીનું સતર છુપાવી દે, જો કારણ વગર સતર ખુલ્લું રહેશે તો એ સ્થિતિમાં વ્યકિત ગુનેહગાર થશે.
(૨) મુસ્તહબઃ એવો પોશાક જેની શરીઅતે તરગીબ આપી છે, દા.ત. ઈદ અને જુમ્આના મોકા પર ઉમદા પોશાક પહેરવો, સફેદ કપડા વાપરવા, આ મુસ્તહબ છે.
(૩) મકરૂહઃ જેને ન પહેરવાની તરગીબ આપી છે. જેને શરીઅતે પસંદ કર્યો નથી, દા.ત. એક સ્ટેટસ ધારક વ્યકિતનો પોતાની હેસિયતથી કમ, જુનો, ફકીરો જેવો પોશાક એ અંદાજથી પહેરવો કે તેનાથી જાહેરમાં અલ્લાહ તઆલાની નેઅમતની નાકદરી માલૂમ પડતી હોય, તેને પસંદ કર્યો નથી. હદીસ શરીફમાં છે કે એક સાહબ એવો પોશાક પહેરીને આપ (સલ.) ની ખિદમતમાં આવ્યા, તો હઝરત નબીએ કરીમ (સલ.) એ ફરમાવ્યું : તમારી પાસે માલ નથી ? અરજ કરી કે અનેક પ્રકારનો માલ છે, તો આપ (સલ.) એ ફરમાવ્યું કે એવો પોશાક પહેરો જેનાથી અલ્લાહ તઆલાની નેઅમત જાહેર થાય. તેથી પોતાની હેસિયતથી તુચ્છ પોશાક જેનાથી જાહેરમાં અલ્લાહ તઆલાની નેઅમતની નાકદરી થતી હોય, અપ્રિય છે.
(૪) હરામ: એવો પોશાક જેની મનાઈ આવી છે, જેમકે પુરુષો માટે રેશમનો પોશાક અથવા પુરુષોએ સ્ત્રીઓનો પોશાક અથવા સ્ત્રીઓએ પુરુષોનો પોશાક પહેરવો, જેનાથી સામ્યતા દેખાય, વગેરે. આ બધાને હરામ શુમાર કર્યું છે.
(૫) જાઈઝ અને મુબાહઃ તેની ન તરગીબ આવી હોય, ન મનાઈ.
હદીસ નંબર (૫૪): હઝરત ઉમ્મે સલમહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) ને તમામ કપડાઓમાં કુર્તો પસંદ હતો.
ફાયદોઃ હુઝૂર (સલ.)ને પોશાકમાં કુર્તો વધારે પસંદ હતો کان أحب الثیاب કુર્તાને પસંદ કરવાનું કારણ શુર્રાહે હદીસ એ બયાન કરે છે કે કુર્તાથી પોશાકના બંને મકસદ પ્રાપ્ત થાય છે. સતર પણ છુપાવે છે અને શણગાર પણ હાસિલ થાય છે, જયારે કે પાયજામાથી સતર તો ઢંકાય જાય છે, પરંતુ શણગાર પ્રાપ્ત થતો નથી અથવા આ પસંદગી ચાદરના મુકાબલામાં છે, કારણ કે ચાદર વધારે કિમતી હોય છે અને કુર્તો ઓછી કિંમતનો હોય છે, તેમજ ચાદર બોઝિલ (ભારે) માલૂમ થાય છે અને કુર્તો હલકો ફૂલકો, ચાદરને સંભાળવી પડે છે અને કુર્તાને સંભાળવો પડતો નથી.
અલ્લામા દમ્યાત્તી (રહ.) ફરમાવે છે કે આપ (સલ.) પાસે એક સુતરાઉ કુર્તો હતો, જે વધારે લાંબો ન હતો અને તેની બાંયો કાંડાના સાંધા સુધી હતી એટલે તે પણ વધારે લાંબી ન હતી. હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)ની રિવાયતમાં છે કે આપ (સલ.) નો કુર્તો પગની ઘૂંટીથી ઊંચો હતો ; બલકે અલ્લામા શામી (રહ.) ફરમાવે છે કે જેમકે અડધી પિંડી સુધી લૂંગી હોવી જોઈએ, કુર્તો પણ અડધી પિંડી સુધી હોવો જોઈએ, અડધી પિંડીથી નીચે રાખવો પ્રિય નથી. અલ્લામહ બૈજોરી (રહ.) એ હઝરત આયશા (રદિ.) થી નકલ કર્યુ છે કે હઝરત નબીએ કરીમ (સલ.) પાસે કોઈ કપડાની સંખ્યા એકથી વધારે ન હતી, કુર્તો, ચાદર, લુંગી બલકે જૂતા પણ એક જોડથી વધારે ન હતા, તેનાથી માલૂમ થયું કે હઝરત નબીએ કરીમ (સલ.) સાદગીનો ખૂબ જ એહતિમામ કરતા હતા.
હદીસ નંબર (૫૫): હઝરત ઉમ્મે સલમહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) ને તમામ કપડાઓમાં કુર્તો પસંદ હતો.
ફાયદો : ઉપરવાળી જ રિવાયત છે, જેને બીજી સનદથી રજૂ કરી છે.
હદીસ નંબર (૫૬): હઝરત અબ્દુલ્લાહ બિન બુરૈદહ (રદિ.) પોતાની માતાથી નકલ કરે છે, તેઓ ઉમ્મે સલમહ (રદિ.) થી નકલ કરે છે કે રસૂલુલ્લાહ (સલ.) ને પહેરવાના તમામ કપડાઓમાં કુર્તો પસંદ હતો.
હઝરત અબૂ ઈસાએ કહ્યું: ઝિયાદ બિન ઐયુબે પોતાની હદીસમાં એવું જ કહ્યું. હઝરત અબ્દુલ્લાહ બિન બુરૈદહ (રદિ.) થી, તેમને પોતાની માતાથી, તેમને હઝરત ઉમ્મે સલમહ (રદિ.) થી અને ઘણાં રાવીઓએ અબી તુમલહથી, ઝિયાદ બિન ઐયુબની જેમ એવી જ રિવાયત કરી છે, અને અબૂ તુમલહ એ હદીસમાં એટલે તેમણે પોતાની માતાથી સાંભળ્યુંનો વધારો કરે છે અને આ સનદ વધારે સહીહ છે.
ફાયદોઃ એ જ રિવાયત છે, જે હઝરત ઉમ્મે સલમહ (રદિ.) થી ઉપર નકલ કરી છે. સનદ પ્રમાણે તેમણે કલામ કર્યુ છે કે આ રિવાયત બે પ્રકારે મરવી છે.
عن عبد الله بن بريدة عن أمه عن أم سلمة
عن عبد الله بن بريدة عن أم سلمة
ઈમામ તિરમીઝી રહ. નું કહેવું છે કે عن أمه વાળી સનદ વધારે સહીહ છે, એટલે હઝરત અબ્દુલ્લાહ બિન બુરૈદહ પોતાની વાલિદાના માધ્યમથી હઝરત ઉમ્મે સલમહ (રદિ.)થી નકલ કરે છે, આ વધારે સહીહ છે.
હદીસ નંબર (૫૭): હઝરત અસ્મા બિન્તે યઝીદ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ના કુર્તાની બાંયો કાંડા સુધી હતી.
ફાયદો: બાંયોની લંબાઈ
الی الرسع: આ રિવાયતથી કુર્તાની બાંયો, કાંડા સુધી સાબિત થઈ રહી છે અને બીજી અમુક રિવાયતોમાં આવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ની બાંયો કાંડાથી પણ આગળ હતી, પરંતુ આંગળીઓના છેડા સુધી કોઈ પણ રિવાયતમાં નથી. કેટલાક ઉલમાએ કિરામે આ બંને રિવાયતોમાં આ રીતે સુસંગતતા દર્શાવી છે કે જયારે કુર્તો ધોયેલો પહેરવામાં આવે છે તો તે વખતે તે સીધો રહે છે, ત્યારે બાંયો જરા કાંડાથી આગળ નીકળેલી રહે છે, પછી વપરાશમાં લેવાથી કપડું સંકોચાય છે, તેથી તે કાંડા સુધી આવી જાય છે. કેટલાક લોકોએ કહ્યું કે કયારેક કોઈ કુર્તો એવો હોતો જેની બાંયો કાંડા સુધી હોતી અને કોઈની તેનાથી થોડી નીચે હોતી.
હઝરત મવલાના ખલીલ અહમદ સહારનપુરી (રહ.) એ “બઝલુલ મજહૂદ” માં લખ્યું છે કે કુર્તાની બાંયો કાંડા સુધી જ રહેવી યોગ્ય છે, અને તેનાથી લાંબી પણ રાખી શકાય છે. અલ્લામા જઝરી (રહ.) ફરમાવે છે કે કુર્તા વિશે સુન્નત એ જ છે કે પહોંચો સુધી બાંયો હોય, અલબત્ત ઝભ્ભાની બાંય પહોંચોથી આગળ હોય તો કોઈ વાંધો નથી.
હદીસ નંબર (૫૮) : હઝરત કુર્રહ બિન અયાસ (રદિ.) ફરમાવે છે કે હું કબીલા મુઝયનહની એક જમાત સાથે રસૂલુલ્લાહ (સલ.) ની ખિદમતમાં હાજર થયો. અમે આપ (સલ.) થી બયઅત કરવા આવ્યા હતા. (તે વખતે) આપ (સલ.) નો કુર્તો ખુલ્લો હતો, અથવા રાવીએ એ કહ્યું કે આપના કુર્તાનો બટન ખુલ્લો હતો. (હઝરત કુર્રહ રદિ.) ફરમાવે છે કે મેં આપ (સલ.) ના કુર્તાના કોલરમાં હાથ દાખલ કરીને મુહરે નુબુવ્વતને સ્પર્શ કર્યુ.
ફાયદોઃ સહાબી (રદિ.) નો કોલરનો બટન ખુલ્લો રાખવાનો મામૂલ
હઝરત કુર્રહ બિન અયાસ (રદિ.) કબીલએ મુઝયનહના છે
તેમના કબીલાના અમુક લોકો બયઅત થવાના ઈરાદાથી હઝરત નબીએ કરીમ (સલ.) ની ખિદમતમાં હાજર થઈ રહ્યા હતા, આ પણ તેમની સાથે હતા.
હઝરત કુર્રહ (રદિ.) થી આ રિવાયત કરનાર તેમના પુત્ર મુઆવિયા બિન કુર્રહ છે અને મુઆવિયા બિન કુર્રહથી આ રિવાયત બયાન કરનાર ઉર્વહ બિન અબ્દુલ્લાહ બિન કુશેર છે. હઝરત ઉર્વહ ફરમાવે છે : મેં હઝરત મુઆવિયા અને તેમના પિતા કુર્રહ (રદિ.) ને દરેક મોસમમાં આ સ્થિતિમાં જોયા કે તેમના ગળાના બટન ખુલ્લા રહેતા હતા, કારણ કે હઝરત કુર્રહ બિન અયાસ (રદિ.) એ હઝરત નબીએ કરીમ (સલ.) ને આ જ હાલત પર જોયા હતા. તેથી તેઓ કુર્તાના બટન હંમેશા ખુલ્લા રાખતા હતા, આ મુહબ્બતની વાત છે કે મહેબૂબને જે હાલતમાં જોયા તે હાલત એટલી પસંદ આવી કે તેમાં જ પોતાને રંગી દીધા.
હદીસ નંબર (૫૯): હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) હઝરત ઉસામા બિન ઝૈદ (રદિ.) ના સહારે ઘરેથી બહાર તશરીફ લાવ્યા. (તે વખતે) આપ (સલ.) ના મુબારક શરીર પર એક યમની નકશીદાર કપડું હતું, જેમાં આપ વીંટળાયેલા હતા અને આપે સહાબાને નમાઝ પઢાવી.
હઝરત અબ્દ બિન હુમૈદ કહે છે કે મુહમ્મદ બિન ફઝલે ફરમાવ્યું : (એક દિવસે) યહ્યા બિન મઈને મારી પાસે બેસતા જ આ હદીસ વિશે પૂછયું : તો મેં હદીસ બયાન કરવાની શરૂ કરી કે حدثنا حماد بن سلمة (હજુ આટલું જ બયાન કર્યુ હતું કે) તેઓ ફરમાવવા લાગ્યા જો આપ પોતાની કિતાબમાંથી બયાન કરતા (તો બહેતર હતું) તેમના કહેવા પર હું મારી કિતાબ લેવા માટે ઉઠયો તો તેમણે મારા કપડા પકડી લીધા અને કહ્યું કે મને (પહેલા મોઢે) લખાવી દો, કારણ કે મને આ ખતરો છે કે (મોત આવી જાય અને) તમારાથી (બીજી વખત) મુલાકાત ન થાય. (મુહમ્મદ બિન ફઝલ) ફરમાવે છે કે મેં પહેલા મોઢે બયાન કર્યુ, પછી કિતાબ લાવીને બીજી વખત આપની સામે હદીસ પઢી.
ફાયદો:متکی માં વાકિયો મરઝુલ વફાત એટલે જે બિમારીમાં હઝરત નબીએ કરીમ (સલ.) ની વફાત થઈ, ત્યારનો છે, હઝરત નબીએ કરીમ (સલ.) બિમારી અને કમઝોરીને કારણે જાતે ચાલી શકતા ન હતા, એટલે હઝરત ઉસામા બિન ઝૈદ (રદિ.) ના સહારાથી મસ્જિદમાં તશરીફ લાવ્યા.
قطری : આ યમનમાં એક જગ્યા છે, ત્યાં બનેલી લીલી સુતરાઉ ચાદર પ્રખ્યાત હતી.
توشح : توشح નો અર્થ ચાદરને એવી રીતે શરીર પર વીંટાળવી કે તેનો એક છેડો જમણા ખભા પર હોય અને બીજો છેડો ડાબા ખભા પર, જમણા ખભા પરના છેડાને ડાબી બગલની નીચેથી અને ડાબા ખભા પરના છેડાને જમણી બગલની નીચેથી કાઢીને છાતી પર ગાંઠ બાંધી લેવી, જેથી તે ચાદર સરકે નહીં, કયારેક ગાંઠ ન પણ લગાવતા.
આ હદીસને એટલા માટે બયાન કરી કે અહીં કતરની બનેલી સુતરાઉ લીલી ચાદરનું વર્ણન હતું, તેથી હઝરત નબીએ કરીમ (સલ.) નો પોશાક માલૂમ થયો.
ઈલ્મની અપાર ધૂન અને મૃત્યુની યાદ
આ રિવાયત વિશે ઈમામ તિરમિઝી (રહ.) એ એક કિસ્સો વર્ણન કર્યો છે, જેમાં બુઝુર્ગોની ઈલ્મ પ્રાપ્તિની ધૂન, જઝબો અને દુનિયાની અસ્થિરતા પર યકીન અને મૃત્યુની યાદનો અંદાજો કરી શકાય છે.
હઝરત યહ્યા ઈબ્ને મઈન (રહ.) ઘણા મોટા મુહદ્દિષ ગુઝર્યા છે, તેમના વિશે ઉલમાએ લખ્યું છે કે તેમણે પોતાના હાથોથી દસ લાખ હદીસો લખી.
فانی أخاف ان لا القاک - જુઓ ! ઈલ્મ પ્રાપ્તિનો કેટલો શોખ હતો, ઈલ્મ પ્રાપ્ત કરવાનો અપાર જઝબો હતો ! આ વાત યહ્યા ઈબ્ને મઈન ફરમાવી રહ્યા છે, જેમના વિશે હમણાં બતાવ્યું કે દસ લાખ હદીસો તેમણે પોતાના હાથોથી લખી હતી. જેની પાસે ઈલ્મે હદીસનો આટલો મોટો ઝખીરો હોય, તેમ છતાં હદીસ પ્રાપ્તિનો આટલો શોખ ! હઝરત શૈખુલ હદીસ (રહ.) આ હદીસની શરહમાં ફરમાવે છે કે આ વાકિયાથી બે વાતો માલૂમ થઈ.
(૧) એક એ કે આપણા બુઝુર્ગોને મૃત્યુનો કેટલો ખ્યાલ રહેતો હતો ? દરેક વખતે મૃત્યુ નજરની સામે રહેતી કે ખબર નહીં કયારે મૃત્યુ આવી જાય.
(૨) બીજુ ઈલ્મનો શોખ
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
“સુકન્યા યોજના”થી લાભ ઉઠાવવો
સવાલ : હાલમાં સરકાર શ્રી તરફથી બેન્ક ઓફ ઈન્ડીયામાં “સુકન્યા યોજના” શરૂ કરેલ છે. જેની વિગત આ પ્રમાણે છે કે જેને ૧ થી ૧૦ વરસની દિકરી હોય તેઓએ ૧૪ વરસ સુધી દર વર્ષે ૧૦૦૦ રૂા. ભરે તો જયારે છોકરી ૨૧ વર્ષની થાય ત્યારે ૬,૦૦,૦૦૦/- (છ લાખ) રૂપિયા મળશે. આ યોજના આખા ભારતમાં શરૂ કરવામાં આવેલ છે તો શું આ યોજનામાં ભાગ લઈ શકાય ? વિગતે જણાવવા વિનંતી.
જવાબ: حامدا ومصليا ومسلما
રજૂ કરેલ સૂરતમાં સરકાર શ્રી બેંક મારફતે દસ વર્ષની દિકરીના નામે એકવીસ વર્ષની થતાં સુધી દર મહીને હજાર-હજાર રૂપિયા વસૂલ કરી પાછળથી જે છ લાખ રૂપિયા સુકન્યા યોજના હેઠળ આપે છે, તે ઉપર વ્યાજની વ્યાખ્યા સ્પષ્ટ રૂપે બંધ બેસતી હોય, સદર સ્કીમ એક વ્યાજુ રીતની સ્કીમ છે અને વ્યાજ કુર્આન અને હદીષની રૂએ હરામ છે અને તેના આચરણ ઉપર સખત વઈદ સંભળાવવામાં આવી છે, શરીઅતમાં વ્યાજની શંકા હોય એવી બાબતથી પણ બચવાની તાકીદ કરવામાં આવી છે. આ સ્કીમમાં તો હપ્તેથી એક ચોક્કસ રકમ હપ્તાઓ દ્વારા વસૂલ કરીને પછી જેટલી રકમ ખાતામાં જમા થાય છે તેથી વધુ, બલકે ત્રણ ચાર ઘણી રકમ ઉમેરીને લાંબી મુદ્દત બાદ પરત કરવામાં આવે છે, વ્યાજમાં આવું જ કરવામાં આવે છે, માટે ઉપરોકત સ્કીમમાં ભાગ લેવાથી બચવામાં આવે.(કિફાયા: ૬/૧૪૭)
ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.તા. ૧,ઝિલહજજ/૧૪૩૯
હયાતીમાં વારસા વહેંચણી કરવી
સવાલ : હું મારી હયાતીમાં (મારા એક દિકરા અને બે દિકરીઓમાં) માલ-મિલકતની વહેંચણી કરવા ઈચ્છું છું તો આ વહેંચણી કંઈ રીતે કરવામાં આવે ? શરીઅતની રોશનીમાં જવાબ આપવા વિનંતી.
જવાબ : حامدا ومصليا ومسلما
બાપ પોતાની હયાતીમાં પોતાની માલિકીની માલ-મિલકત પોતાની અવલાદ દરમિયાન વહેંચણી કરવા માંગે, તો શરઈ દ્રષ્ટિએ આ અવલાદ માટે બક્ષિસ કરવું છે, અને અવલાદને બક્ષિસ કરવાની બહેતર રીત આ છે કે અવલાદમાંથી દરેકને સરખે સરખું આપે અને આપવામાં ઓછું–વધતું કરવાથી બચે, પછી તે છોકરો હોય કે છોકરી; કારણ કે એકને વધુ આપવું શરઈ કારણ વગર અને બીજાને ઓછું આપવું, આ બીજા સાથે નાઈન્સાફી અને અન્યાય છે, હઝરત નોઅમાન બિન બશીર (રદી.)થી રિવાયત છેઃ તેમના વાલિદ સાહિબે તેમને કંઈ આપવા ઈચ્છયું, વાલિદાની ખ્વાહિશ હતી કે આ (બક્ષિસ) પર હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમને ગવાહ બનાવી લેવામાં આવે, જયારે હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની સેવામાં હાજર થયા, (અને પોતાની વાત રજૂ કરી) તો આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે સવાલ કર્યો કે શું બીજી અવલાદને પણ આવી રીતે આપ્યું છે ? તો જવાબ આપ્યોઃ નહીં, આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યુઃ પછી તો આ રીતની નાઈન્સાફી-ઝુલમની બાબત પર હું ગવાહ બની શકતો નથી. (મુસ્લીમ શરીફઃ ૨/૩૭) માટે બાપ પોતાની અવલાદને બક્ષિસ રૂપે કંઈ આપતો હોય, તો દરેકને સરખે સરખું આપવું જોઈએ.
માટે જો વાલિદ સા.ની નિય્યત માત્રને માત્ર બક્ષિસની હોય, તો પોતાની માલ મિલકતમાંથી પોતાની જીવન-જરૂરત માટે યોગ્ય માત્રામાં પોતાની માલિકી ઈખ્તિયારમાં માલ-મિલકત રહેવા દે, અને એ સિવાયની માલ-મિલકતના ત્રણ સરખા ભાગ કરે, એક ભાગ એક છોકરાને આપે, બીજો ભાગ એક છોકરીને અને ત્રીજો ભાગ બીજી છોકરીને આપે.
અલબત્ત અમુક ફુકહાએ અન્ય એક વાત પણ લખી છે, જેના પર પણ અમલ કરવાની ગુંજાઈશ છે, તે નીચે પ્રમાણે છેઃ
જો વાલિદ સા.ની નિય્યત હયાતીમાં આપવાથી બક્ષિસની નથી, બલકે વફાત પછી અવલાદમાં ઝઘડો ઉભો ન થાય અને દરેકને પોતાનો હક પુરતો મળી જાય અને કોઈ બીજા વારસદારને તેના શરઈ હકથી વંચિત ન રાખે, તો આવી સૂરતમાં વારસા વહેંચણીના નિયમ મુજબ તકસીમ કરવાની ગુંજાઈશ છે. (શામી: ૪/ ૪૪૫) તકમીલએ ફલ મુલહિમઃ ૨/૭૫ ઉપરથી), આવી સ્થિતિમાં નીચે મુજબ વહેંચણી કરી શકાય છે.
પ્રથમ વાલિદ સા. પોતાની જરૂરત માટે યોગ્ય માત્રામાં અમુક માલ મિલકત કાઢી લે, જેથી કરી જિંદગીમાં કોઈની મોહતાજગી ન રહે, ત્યાર બાદ જે માલ-મિલકત અવલાદમાં વહેંચણી કરવી છે, તેની કિંમત કરી, ૫૦% છોકરાને આપે અને બંને છોકીઓમાંથી દરેકને ૨૫%–૨૫% આપે. (અર્થાતઃ કુલ ૪ ભાગો કરી, બે ભાગો છોકરાને, એક ભાગ એક છોકરીને અને બીજો ભાગ બીજી છોકરીને આપવામાં આવે).
યાદ રહે કે વાલિદ સા.પોતાની જરૂરત અર્થે જે મિલ્કત કાઢી લે, તેમાંથી જે કંઈ વાલિદ સા.ના વફાત સમયે બાકી રહે, તેને વાલિદ સા.ના શરઈ વારસદારોમાં તેમની વફાત બાદ વારસા વહેંચણીના ઈસ્લામી નિયમ મુજબ વહેંચવામાં આવશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૨૯/૧૨/૧૪૩૯ = ૧૦/૦૯/૨૦૧૮.
સૂરએ ફાતિહા કુરઆનમાં આવેલ અલ્લાહ તઆલાના આદેશો અને નસીહતોનો નિચોડ છે. અને જેમ અર્થ — મતલબની રીતે આ સુરત આખા કુરઆનને સમાવે છે, બરકતના એતેબારથી પણ આ સુરત ઘણી જ મહત્વની છે. હદીસમાં છે કે આ સુરતમાં જે દુઆઓ છે એ દુઆઓ આ સુરત પઢવાથી અલ્લાહ તઆલા કુબૂલ ફરમાવે છે.
બોધકથા..
એક આળસુ ખેડુત હતો. ખેતરના કિનારે ઝાડ નીચે પડયો રહે, ખેતી કરવામાં પડતી મહેનત એને બિલકુલ ગમતી નહીં. થોડું અમથું કામ કરીને ઝાડ નીચે આવીને લાંબો થઈ જાય. એક દિવસ આમ જ ઝાડ નીચે સૂતો હતો ને એણે જોયું કે એક શિયાળ એક સસલા પાછળ પડયું છે. સસલું દોડે જાય છે ને શિયાળ એની પાછળ. એવામાં એને એક પછડાટનો અવાજ સંભળાય છે, ઊંચા થઈને જોયું તો પૂર ઝડપે દોડતું સસલું એક ઝાડ સાથે જોશભેર અથડાયું હતું, આળસુ ખેડૂત ઉભો થયો, સસલું લઈને ઘરે આવી ગયો. અને શિયાળ પોતાના શિકારને માણસના હાથમાં જોતું જ રહી ગયું. ખેડૂતે ઘરે જઈને સસલાનો ગોશ્ત રાંધ્યો. પેટ ભરીને ખાધો અને સસલાની ખાલ સવારે બજારમાં જઈને વેચી દીધી.
ફકત એક જ દિવસમાં કોઈ મહેનત વગર આટલું બધું મળી જવાથી ખેડૂતને નવાઈ લાગી. બીજા દિવસે ખેતરે આવીને વિચારવા લાગ્યો કે આજે પણ ગઈકાલની જેમ સસલું મળી જાય તો સારું. ઝાડ નીચે લાંબો થયો અને થોડી જ વારમાં સસલાઓનું ટોળું આવી પહોંચ્યું. ખેડૂતની થોડી આશા જાગી, પણ કંઈ થયું નહીં અને સાંજ પડી ગઈ. ખેડૂતને થોડી નિરાશા થઈ પણ એણે વિચાર્યું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દહાડે..
આમ તે ખેડુત રોજ આવતો, ઝાડ નીચે સૂઈ જતો અને સસલાના મળવાની રાહ જોતો. આમ ઘણા દિવસ પસાર થઈ ગયા. ખેતરમાં ઝાડ ઝાંખર ઉગી આવ્યાં, ખેતી સંપૂર્ણ નાશ પામી અને ખેડૂતે ભુખ્યા મરવાનો વારો આવ્યો.
વાર્તાનો સાર આ છે કે મહેનત છોડીને લોભામણી તકોની રાહ જોવી ખોટું છે. અચાનક આવતી તકો કે સંજોગોવસાત થતા લાભોની રાહ જોવામાં સમય વેડફવો જોઈએ નહીં. માણસનું મુળ કામ સતત મહેનત છે. એ જ એને રોઝી આપે છે. જંગલમાં જતાં ઠોકર વાગેને ખઝાનો મળી શકે પણ રોજ જંગલમાં જઈને ઠોકરો ખાવાથી કંઈ ન મળે. વિદ્યાર્થીઓ ચાહે છે કે પરીક્ષા પહેલાં બે ચાર પેજ કે જૂના પેપર જોઈ લઈએ, વેપારીઓ ચાહે છે કે કોઈ મોટો ઓર્ડર આવી જાય, નેતા ચાહે છે કે મહેનત વગર આગળ નીકળી જાઉં.. પણ અચાનક મળતા અવસરો દરેકને મળતા નથી અને જેને મળે છે એને પણ વારંવાર મળતા નથી.
સફળતા માટે એની રાહ જોવી બેવકૂફી છે. આ જ હાલત મુસલમાનોની પરેશાનીઓની છે. ઈમામ મહેદીની રાહ જોઈને બધા બેઠા છે, પણ પોતે કંઈ કરવા નથી
THE SHORT AND EASY METHOD OF HAJJ
There are three kinds of Hajj:
(1) Hajj-e-Tamattu:
Wear Ihram with the intention of Umrah only from Meeqaat
Perform Tawaaf & Sa'ee of Umrah
Remove Ihram after getting the hair shaved or cut
Wear Ihram for Hajj on 7th or 8th Dhul-Hajj
Go to Mina, reciting Talbiyah on 8th Dhul-Hajj
(2) Hajj-e-Qiraan:
Wear Ihram with the intention of Umrah as well as Hajj from Meeqaat
Perform Tawaaf & Sa'ee of Umrah
Remain in Ihram
Save yourselves from what is forbidden in the state of Ihram
Go to Mina, reciting Talbiyah on 8th Dhul-Hajj
(3) Hajj-e-Ifraad:
Wear Ihram with the intention of Hajj only from Meeqaat
Perform Tawaaf-e Qudoom (Sunnat)
Remain in Ihram
Save yourselves from what is forbidden in the state of Ihram
Go to Mina, reciting Talbiyah on 8th Dhul-Hajj
First day of Hajj: (8th Dhul-Hajj)
Stay in Mina today and offer Zuhar, Asr, Maghreb, Isha and Fajr of 9th Dhul-Hajj. (Offering these five Prayers and passing the night of 9th Dhul-Hajj in Mina is Sunnat)
Second day of Hajj: (9th Dhul-Hajj)
Today in the morning set out for Arafat from Mina reciting Talbiyah.
Offer Zuhar and Asr prayers in Arafat.
Pray Allah as much as you can by standing facing towards Qibla till the sun sets.
After the sunset, leave for Muzdalifa from Arafat reciting Talbiyah.
After reaching Muzdalifa offer Maghreb and Isha in the time of Isha.
Pass the night in Muzdalifa, however the ladies and old people can go to Mina after midnight.
Third day of Hajj: (10th Dhul-Hajj)
Pray Allah after offering the Fajr prayer in Muzdalifa.
Set out for Mina before the sun rises.
After reaching Mina hit the bigger and last Jamarah 7 pebbles.
Stop reciting Talbiyah... Sacrifice animal... Get the hair shaved or cut..
Remove Ihram. Do Tawaf-e-Ziyarat and Sa'ee of Hajj
(Sacrifice, cutting of hair, Tawaf-e-Ziyarat and Sa'ee of Hajj can be delayed up to Maghreb of 12th Dhul-Hajj).
Fourth and fifth day of Hajj: (11th and 12th Dhul-Hajj)
Stay in Mina and hit the 3 Jamarat with 7 pebbles each after Zawaal.
After hitting the pebbles on 12th Dhul-Hajj you can go from Mina.
Sixth day of Hajj: (13th Dhul-Hajj)
If you have not left Mina on 12th Dhul-Hajj, hit all the three Jamarat with pebbles on 13th Dhul-Hajj also.
FARAAIZ of Hajj:
(1) Ihram, (2) Staying at Arafa, (3) Doing Tawaf-e-Ziyarat. (Some scholars have included Sa'ee also in the Faraaiz of Hajj)
WAAJIBAAT of Hajj:
Not to pass the Meeqaat without Ihram.... Remaining in the field of Arafat till Maghreb on the day of Arafa.... Staying in Muzdalifa.... Hitting the Jamarat with pebbles.... Doing sacrifice (not Waajib in Hajje-Ifraad).... Getting the hair of head cut or shaved.... Doing Sa'ee.... Doing Muzdalifa
Note: If any of the FARAAIZ of Hajj is left, Hajj will not be completed and cannot even be compensated by Dum (sacrificing an animal in Hudood-e-Haram). Whereas, if any Waajib is left, Hajj will be completed but Dum would be necessary.
હઝ. મવ. સય્યિદ અબુલ હસન અલી મીયાં નદવી રહ.નું એક કથન
ઇસ્લામી વિશ્વની એક મોટી આવશ્યક્તા અને તેની એક મોટી જરૂરત આ છે કે, મુસ્લિમોના વિભિન્ન વર્ગો તથા સામાન્ય જનતામાં વાસ્તવિક જાગૃતિ પેદા કરવામાં આવે. પ્રજાની બૌદ્ધિક અને રાજનૈતિક કેળવણી કરવામાં આવે. શિક્ષણનો વ્યાપ અને પ્રસાર લોકોમાં જાગૃતિ લાવવા ઘણો સહાયરૂપ છે, પરંતુ કેવળ શિક્ષણ જ તેના માટે પ્રમાણભૂત નથી, તેની સાથે આ દિશામાં નક્કર અને વ્યવસ્થિત પગલાં લેવાની જરૂરત છે. મુસ્લિમ નેતાઓ અને સુધારકોને સારી રીતે સમજી લેવું જોઇએ કે જે લોકોમાં ચિંતનની કમી છે તે લોકો ભરોસાપાત્ર નથી, ચાહે તેમને પોતાના નેતાઓ પર કેટલોય વિશ્વાસ હોય, તેઓ તેમની તાબેદારીમાં કેવીય સ્ફૂર્તિ દેખાડે અને તેમના કહેવાથી કેટલાય મોટા બલિદાનો આપે, કારણ કે જ્યાં સુધી તેમની અંદર જાગૃતિ તથી તો તેઓ અનુભવ અને વિચારોની દષ્ટિએ પરિપકવ નથી. આવી સ્થિતિમાં પ્રત્યેક ક્ષણે આ વાતનો ભય છે કે, તેઓ કોઇ અન્ય આમંત્રણ અને ચળવળના કાર્યસાધક હાથા બની જશે અને ધડીકમાં વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે. જે લોકોમાં જાગૃતિ નથી અને પોતે વિચારવા તેમ જ ભલું બુરું સમજવાની યોગ્યતા નથી તેમને કોઇ પણ પ્રલોભન લલચાવી શકે છે અને કોઇ પણ જાદૂગર તેમને મૂર્ખ બનાવી શકે છે.
كُلُّ نَفْسٍۢ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِٱلشَّرِّ وَٱلْخَيْرِ فِتْنَةًۭ ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ ٣٥
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
છેલ્લા પાને.....
એક તૃતીયાંશ કુરઆન
હદીસ શરીફમાં છે : તમારાથી કંઈ ન થઈ શકે તો કમથી કમ રાત્રે એક તૃતીયાંશ કુરઆન પઢી લો. સહાબાએ પૂછયું કે આ કેવી રીતે શકય છે ? તો ફરમાવ્યું : કુલ હુવલ્લાહની સૂરત એક તૃતીયાંશ કુરઆન બરાબર છે.
કુરઆનના ત્રણ વિષયો
બુઝુર્ગો ફરમાવે છે કે કુરઆનમાં ત્રણ વિષયો છે : તવહીદ, અહકામ અને કિસ્સાઓ. કુલ હુવલ્લાહમાં તવહીદનું વર્ણન છે. એટલે એ એક તૃતીયાંશ કુરઆન સમાન છે.
જિદંગીનો આશય
જિંદગીનો આશય ફકત પેટ ભરવું અને સારા કપડાં પહેરવાને જ સમજવું માનવીની બુદ્ધિની અપમાન છે. જિંદગી તો અલ્લાહના દરબારમાં ઉચ્ચ સ્થાન મેળવવા માટે હોય છે.
સોહબત
બાદશાહો, અમીરો, માલદારો, હાકેમો પાસે બેસવાથી એમની ગુલામી મળે છે, પણ અલ્લાહ વાળાઓ પાસે બેસવાથી અલ્લાહની ગુલામી અને દુનિયાની બાદશાહત મળે છે.
ગુસ્સો
માણસના દિલ - દિમાગ ઉપર ગુસ્સો એકલો આવે છે, પણ જયારે પાછો વળે છે તો પોતાની સાથે માણસની બુદ્ધિ, સમજદારી, અબ્લાક,
હોશિયારી, બધું જ સાથે લઈને જાય છે.
દોલત
દોલતનો દેખાડો એવા લોકો કરે છે જેમની પાસે દોલત સિવાય બીજી કોઈ સારી વાત નથી હોતી.
અડધી જિંદગીનું ફળ
ઘણા લોકો જિંદગીનો અડધો સમય ઇલ્મ, જ્ઞાન મેળવવામાં વિતાવી દે છે, અને આટલી બધી મહેનત પછી પણ એક જ વસ્તુ શીખે છે : બીજાઓને નીચા પાડવું.
ગલત ફહમીનું નુકસાન
મહોબ્બત અને વિશ્વાસ ગમે તેવા તોફાનો અને સંકટોનો સામનો કરી શકે છે, પણ એક વસ્તુ આ બંનેને તોડી નાંખે છે : ગલત ફહમી.
ઝબાનનું ઝેર
માણસની ઝબાનનું ઝેર શામેલ ન હોય તો જિંદગી ઘણી મીઠી વસ્તુ છે.
જમાઈ અને દીકરો
પત્નિને ખુશ રાખતા જમાઈ સારા કહેવાય છે, પણ પત્નેિ ખુશ રાખતા દીકરા ખરાબ સમજવામાં આવે છે.
મહેનત અને દુઆ
પોતાની જવાબદારી મુજબ મહેનત કર્યા વગર દુઆ કરવી બેવકૂફી છે, અને મહેનત ઉપર ભરોસો કરીને દુઆ ન કરવી પણ બેવકૂફી છે.
હમ સે મત પૂછો રાસ્તે ઘર કે
હમ મુસાફિર હે જિદંગી ભર કે