તંત્રી સ્થાનેથી
આખરી પયગંબર નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દ્વારા ઇસ્લામ થકી જે ક્રાંતિકારી પરિવર્તન માનવ સમાજ સામે રજૂ કરવામાં આવ્યું એમાં એક બુનિયાદી મુદ્દો 'માનવીય સમાનતા'નો પણ હતો. કુરઆનમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે બધા જ માનવીઓ એક આદમની અવલાદ એટલે કે એક જ વંશના છે. માનવીઓનો કોઈ સમુહ કે કબીલો 'ખુદાની અવલાદ' નથી કે કોઈ વિશેષ વંશ ખુદાને વધારે પસંદ હોય એવું નથી. અલ્લાહના દરબારમાં વંશ કે કુટુંબ કબીલાના આધારે કોઈ ઊંચું કે નીચું નથી. બલકે માણસના સન્માન અને ઈઝઝતનો આધાર માણસના કામો અને વર્તન છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે છેલ્લી હજ વેળા કરેલા સંબોધન – ખુત્બહમાં સ્પષ્ટ રૂપે એલાન કર્યું હતું કે કોઈ અરબીને બિન આરબ ઉપર ફકત અરબી હોવાના કારણે અને કોઈ સફેદવર્ણના વ્યકિતને શ્યામવર્ણના વ્યકિત ઉપર સફેદવર્ણના હોવાના કારણે શ્રેષ્ઠતા કે ઉચ્ચતા બિલ્કુલ નથી. અને ખુદાના દરબારમાં દરેક માણસ તકવાના કારણે જ મરતબો પામશે.
આ મુદ્દો ઇસ્લામની બુનિયાદી વિચારધારામાં શામેલ છે. કુરઆનમાં બે હુકમો દ્વારા આ વિચારને મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ આ કે માણસનું સ્થાન એના કાર્યો—આમાલ ઉપર આધાર રાખે છે. કુદરતી કે ખુદાઈ સંયોગોના આધારે નહીં. જેમ કે એક માણસ કોઈ વિશેષ ખાનદાનમાં પેદા થાય, કોઈ વિશેષ ભાષા કે પ્રદેશ કે સંસ્કૃતિમાં એનો ઉછેર થાય .. આ બધું કુદરતના સંજોગો છે. એના કારણે કોઈ માણસ ઉચ્ચ કે શ્રેષ્ઠ નથી બનતો.
આ બધા સંજોગોથી વિપરીત ઇલ્મ – જ્ઞાન માણસ પોતાની મહેનત વડે મેળવે છે. સંસ્કારો પોતાના મન અને વર્તનને કેળવવાથી પ્રાપ્ત થાય છે. અન્ય કામો શરીર અને મનની મહેનત વડે અંજામ આપવામાં આવે છે. એટલે આ બધું સંયોગ કે સંજોગ નહીં બલકે પ્રયોગ અને પ્રયાસ કહેવાય છે. આ ખૂબીઓ મેળવવા માણસે મહેનત કરવી પડે છે. કુરબાની આપવી પડે છે. એટલે જ આવી બાબતોને માણસની ઉચ્ચતા કે મહાનતાનો આધાર ગણવામાં આવે છે. માનવીય ઉચ્ચતા કે શ્રેષ્ઠતાને લગતી બધી જ હદીસો અને નબવી ફરમાનોમાં 'ઇલ્મ, અમલ અખ્લાક'ને મુખ્ય બિંદુ અને આધાર ગણવામાં આવ્યાં છે.
કુરઆને દર્શાવેલ બીજો હુકમ આ છે કે અલ્લાહ અને બંદાઓ વચ્ચે માધ્યમ તરીકે કોઈ અન્ય વ્યકિત કે હસ્તી નથી. દરેક માણસનો સીધી રીતે એના પરવરદિગાર સાથે સંબંધ સાધી શકે છે. ફકત નબીઓ અને રસૂલોનું માધ્યમ એટલી હદે છે કે તેઓ મારફતે અલ્લાહ તઆલા પોતાના હુકમો લોકો સુધી પહોંચાડે છે. નબીઓ અને રસૂલો થકી અલ્લાહના આદેશો જાણ્યા સમજયા પછી દરેક માણસે સીધી રીતે અલ્લાહ તઆલા સાથે પોતાનો સંબંધ સ્થાપવાનો છે. પોતે જ અલ્લાહની ઇબાદત કરવાની છે. અલ્લાહ તઆલાએ આપેલ ઇલ્મ જ્ઞાન દરેક માટે છે, દરેક એને શીખી સમજી શકે છે અને અન્યોને શીખવાડી શકે છે. આ હુકમ થકી પણ માનવીય સમાનતાના ઇસ્લામી સિદ્ધાંતને મજબૂત કરવામાં આવ્યો છે. જે લોકોએ માનવીય સમાજને વિવિધ તબક્કાઓ અને દરજાઓમાં વહેંચી દીધો છે, એમણે માનવીઓમાંથી એક તબક્કા અને જાતિને અલગ કરીને ખુદા અને બંદા વચ્ચે એ જાતિને સ્થાપિત કરી દીધી છે. એમના થકી લોકોને ઠસાવવામાં આવ્યું કે દરેક માણસ સીધી રીતે ખુદા તઆલા સુધી પહોંચી નથી શકતો, એના દરબારમાં સીધી રીતે હાજર થઈ શકતો નથી. આમ માનવીય સમાજમાં એક વંશના હોવા છતાં, બધા જ માનવી હોવા છતાં ઊંચ – નીચની વિચારધારા અને વહેવાર પ્રસરી ગયો. પછી આ તફાવત અને ભેદભાવ જીવનના દરેક તબક્કે અનુસરવામાં આવ્યો. અને એક માનવીઓના એક સમુહ કે વંશને આંખ બંધ કરીને અન્ય માનવીઓ કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યો.
ભારતીય ઉપખંડના મુસલમાનોમાં જે ભેદભાવ, ઊંચ – નીચ અને જાતિ – બિરાદરીની જે વાડાબંધી જોવા મળે છે એ આવી અન્ય કોમોના સહવાસના કારણે જ છે. અન્ય કોમોમાં આવા ભેદભાવનું મુળ તો ઉપર જણાવવામાં આવ્યું એ મુજબ ખુદાની ઇબાદત માટે બંદાઓ અને ખુદા વચ્ચે એક જાતિને વચ્ચે મુકવી હતી, પછી એ ભેદભાવ જીવનના અન્ય પાસાંઓમાં પ્રસર્યો. અલબત્ત મુસલમાનોમાં ખુદાની ઇબાદત કે બંદગીમાં આવા કોઈ માધ્યમનું સ્થાન નથી, એટલે એમના માંહે કોઈ કબીલો કે વંશ ધાર્મિક રીતે કે કાનૂની રીતે પોતાને ઉચ્ચ અને અન્યોને ઉતરતી કક્ષાનો કહી શકે એમ નથી. અને ખુદાના દરબારમાં બધા સમાન રીતે હાજર થાય છે, સમાન રીતે ઇબાદત કરીને ખુદાની નિકટતા મેળવે છે, બધા સમાન રીતે ધાર્મિક જ્ઞાન મેળવીને ધર્મગુરૂ કે ધાર્મિક વિદ્વાન બને છે, એટલે થોડા ઘણા જાતીય ભેદભાવ છતાં મુસલમાનો વચ્ચે એક પ્રકારની સમાનતા જરૂરી સ્થાપાયેલી રહે છે અને ભેદભાવ પણ કાયમ ચાલતો નથી.
સચ્ચાઈ કે વાસ્તવિકતા ગમે તેટલી છુપાવવામાં આવે, એક છુપી રહી શકતી નથી. સામે આવીને જ રહે છે. આપણું વતન ભારત દેશ આજે કંઈક આવા જ સંજોગોમાંથી પસાર થઈ રહયો છે. પાછલા દિવસોમાં અમુક રાજયોના મંત્રીઓ અને રાજકીય નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે હિન્દુ ધર્મના ફલાણા ગ્રંથમાં દલિતો વિશે અને સ્ત્રીઓ વિશે ધૃણા અને નફરતનું વર્ણન છે. એમને 'તાડન' એટલે કે મારવાની પાત્ર સમજવામાં આવ્યાં છે. આવા નેતાઓ કહે છે કે રામાયણ અને મનુસ્મૃતિ જેવા ગ્રંથોને બાળી દેવા જોઈએ. આ બધી ઘટનાઓ થકી હિન્દુ ધર્મની વાસ્તવિકતા લોકો સામે આવી છે. એમ તો આ બધું બીજા ધર્મની બાબતો છે. મુસલમાનોએ એમના વિવાદમાં વધારે પડવાનું રહેતું નથી. પણ ઉપરોકત ગ્રંથોના આધારે હિન્દુઓના જે વર્ગને નિશાન બનાવવામાં આવ્યો છે, એ જ વર્ગ પાછલા ઘણા વરસોથી મુસલમાનો, કુરઆન અને અનેક ઇસ્લામી આદેશો બાબતે ખોટા આરોપ કરતો આવ્યો છે. અને મીડીયાને સહારે મુસલમાનો તેમજ ઈસ્લામને બદનામ કરવાની કુચેષ્ટા કરી રહયો છે. આજે વાસ્તવિકતા એમના અંદરથી જ છાપરે ચડીને આવી છે. અને મુસલમાનો વિરુદ્ધ ઉગ્ર રહેતી સંઘ જેવી સંસ્થા પણ આજે અવઢવમાં છે કે શું કરે ? આવા ગ્રંથોનું સમર્થન કરે તો જેમના સહારે પોતાને 'હિન્દુ બહુમતિ' હોવાનું પુરવાર કરે છે એ બહુમતિ દલિતો નારાજ થાય એમ છે, અને જો દલિતોનું સમર્થન કરે તો પોતાની ઉચ્ચતા અને જાતિભેદ છોડવાં પડે એમ છે, જે એમને કદીયે સ્વીકાર્ય નથી. એટલે હાલ પુરતું તો તાત્કાલિક એવું કહી દેવામાં આવ્યું છે કે રામચરિત માનસની પંકિતઓનો અનુવાદ ખોટો કરવામાં આવ્યો હતો, જે સુધારી લેવામાં આવ્યો છે, એમ તો આ વિવાદ ફકત એક પંકિતના અનુવાદ સુધારવાથી સુધરે એમ નથી. પણ આ ઉતાવળિયા પગલાંથી સમજી શકાય છે કે અંદરની વાસ્તવિકતા કેટલી બિહામણી હશે ? કે દાયકાઓથી ચાલતા આવતા અનુવાદને તાબડતોડ બદલવાની જરૂરત પડી ગઈ.
આ વિવાદને આધાર બનાવીને વર્તમાન ઇલેકટ્રોનિક મીડીયા અને ટીવી માધ્યમો દ્વારા ઘણી કોશિશો કરવામાં આવી કે આ વિવાદમાં ઇસ્લામ અને મુસલમાનોને ઢસડી લાવવામાં આવે, પણ મુસલમાનોની સમજદારી થકી આવું થઈ શકયું નહીં અને નફરતી મીડીયાના આ બાબતે સફળ થયું નહીં.
વર્તમાન સ્થિતિ આ છે કે બિરાદરાને વતન માંહે જાતીય ભેદભાવની ચિંગારી સળગી રહી છે અને કયારે ભડકો થાય એ કહેવાય નહીં એવા સંજોગો છે. પણ ઘરની આગને ઓલવવાના બદલે સંઘ બીજેપી દ્વારા મુસલમાનો માંહે પછાત જાતિઓની શોધવાની અને એમને આગળ લાવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ પોતાની બુરાઈ ખતમ કરવાને બદલે બીજાઓ માંહે એને ફેલાવવાની આ કુચેષ્ટા છે. અને એટલે જ આ બાબતે કંઈ લખવું જરૂરી થઈ પડયું છે.
નિશંક મુસલમાનોમાં પછાતપણું છે. પણ તે બિરાદરી કે જાતીય આધાર ઉપર નથી. બલકે શિક્ષણ, રોજગાર, આર્થિક અને રાજકીય આધારે છે. એટલે જ મુસલમાનોની માંગણી છે કે એમના શૈક્ષણિક, રાજકીય અધિકારો જળવાય રહે એટલે મુસલમાન હોવાની હેસિયતથી જ એમને રિઝર્વેશન આપવામાં આવે. મુસલમાનોનું આ પછાતપણું એમની સાથે સત્તા દ્વારા કરવામાં આવતા અન્યાયને કારણે જ છે. સત્તા અને રાજકરણીઓ જો મુસલમાનોના પછાતપણાને દૂર કરવા માંગે છે તો રિઝર્વેશન થકી આ થઈ શકે છે. મુસલમાનોમાં ઉંચ – નીચ કે જાતીય ભેદભાવ ફેલાવીને મુસલમાનોની ભલાઈનો દાવો કરવો ખોટો છે. અને આવા પ્રયાસો થકી મુસલમાનોમાં જાતીય ભેદભાવ પ્રસરશે અને તેઓ પણ અમારી જેમ વહેંચાય જશે, એમ કોઈ માનતું હોય તો ખોટું છે. અમે આ લેખના આરંભે જણાવી ચુકયા છે કે ભેદભાવને મહત્વ આપતું કોઈ મુળ તત્વ કે કારણ ઇસ્લામમાં છે જ નહીં, માનવીય સમાનતા ઇસ્લામનો આધાર છે. જયારે કે અન્ય ધર્મોમાં ધાર્મિક માન્યતાઓ અને ક્રિયાકાંડો જ ભેદભાવ આધારિત છે, જેના લઈ ભેદભાવ માનવીય સમાજના દરેક પાસાંઓ સુધી પ્રસરી જાય છે.
જિહાદ નો એક મકસદ - જરૂરત
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانفِرُوا ثُبَاتٍ أَوِ انفِرُوا جَمِيعًا﴿۷۱﴾، وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّٰهُ عَلَىَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا ﴿۷۲﴾ وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِنَ اللَّٰهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُن بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا﴿۷۳﴾ فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّٰهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ وَمَن يُقَاتِلْ فِي سَبِيلِ اللَّٰهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا ﴿۷۴﴾وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّٰهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَاجْعَل لَّنَا مِن لَّدُنْكَ نَصِيرًا ﴿۷۵﴾
તરજમહ : હે ઇમાનવાળાઓ ! પોતાના રક્ષણના અસબાબ (હથિયારો)થી સજ્જ થઈ જાઓ, પછી ટુકડીઓ સ્વરૂપે અથવા ભેગા મળીને થઈ નીકળો. (૭૧) અને બેશક, તમારામાં કોઈ એવો પણ હશે જે જરૂર પાછળ રહી જશે, અને પછી જો તમારા ઉપર કોઇ મુસીબત આવી પડે તો કહેશે કે આ તો અલ્લાહે મારા ઉપર મહેરબાની કરી કે હું તેઓની સાથે હાજર ન હતો. (૭૨) અને જો તમને અલ્લાહ તઆલાનો ફઝલ (જીત કે ગનીમતનો માલ) મળી યે આવે તો જાણે કે તમારા અને તેની વચ્ચે કંઈ સ્નેહ સંબંધ જ ન હોય એમ (અજાણ્યો બનીને) કહેશે કે કાશ ! હું પણ એમની સાથે હોત તો હું પણ મોટી કામ્યાબી (માલ) મેળવત. (૭૩) આ બધા માટે અલ્લાહના માર્ગમાં તે લોકોએ લડવાનું છે, જેઓ આ દુનિયાની જિંદગીને આખિરત માટે વેચી રહયા છે અને જે કોઇ અલ્લાહના માર્ગમાં લડશે, પછી ચાહે તે માર્યો જાય અથવા જીતી જાય, (બંને સૂરતમાં) અમે તેને મોટો અજ્ર (સવાબ) આપીશું. (૭૪) અને તમને શું થઇ ગયું છે ? કે અલ્લાહના માર્ગમાં અને તે અશક્ત પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માટે લડતા નથી, જેઓ પોકારી રહયા છે કે હે અમારા પરવરદિગાર ! અમને આ વસ્તી (મક્કા)માંથી બહાર કાઢ, જ્યાંના રહેવાસીઓ ઝાલિમ છે અને અમારા માટે તારા તરફથી કોઇ હિમાયતી પેદા કર અને અમારા માટે તારા તરફથી કોઈને મદદગાર બનાવી દે. (૭૫)
તફસીર : અગાઉની આયતોમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફરમાબરદારી અને આજ્ઞાપાલનની તાકીદ ચાલી રહી હતી. આ વિષયની તાકીદ આગળ પણ આવી રહી છે એટલે હજુ આ વિષય જારી જ છે, પણ એક ખાસ હુકમ એટલે કે જિહાદમાં તાકીદ પૂર્વક તુરંત ફરમાબરદારી કરવાનો હુકમ અને એનો મકસદ વર્ણવીને જિહાદનો મકસદ વર્ણવવામાં આવ્યો છે.
આયત નં ૭૦ માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે જયારે જરૂરત આવી પડે જેમ કે એનું વર્ણન આગળ આવી રહયું છે, અને રસૂલે ખુદા સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ તરફથી કહેવામાં આવે તો મુસલમાનોએ તૈયારી કરીને લડાઈ માટે નીકળી જવું જોઈએ. લડાઈની તૈયારી માટેના સામાનમાં પોતાના બચાવનો સામાન વધારે મહત્વ રાખે છે અને એ જ હથિયારો શત્રુને મારવા – હરાવવામાં પણ ઉપયોગી થાય છે, એટલે કુરઆનના શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પોતાના રક્ષણના અસબાબ લઈને નીકળો. એનાથી માલૂમ થયું કે હથિયારો વગેરેનો મુખ્ય ફાયદો સ્વરક્ષણ છે. પછી અલ્લાહ તઆલાએ આક્રમણ કે રક્ષા માટેની લડાઈ હેતુ નીકળવાની રીત વર્ણવી છે. જેનો ખુલાસો આ છે કે લડાઈ માટે જરૂરત મુજબ મોટી સંખ્યામાં ભેગા થઈને અથવા નાની ટુકડીઓમાં નીકળવું જોઈએ. એકલું ન નીકળવું જોઈએ. એટલે કે જરૂરત મુજબની સંખ્યા સાથે રાખીને મુકાબલો સામુહિક રીતે જ કરવો જોઈએ.
આવો હુકમ કરવામાં આવે તો જે લોકો ખુદા અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો હુકમ માનવામાં સુસ્તી, આનાકાની કે પાછા પડે છે એની સ્થિતિ વર્ણન કરવાનો આ આયતનો મુખ્ય આશય છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે તમારા માંહે કોઈક માણસ એવો પણ હશે જે લડાઈમાં નીકળવા બાબતે પાછો પડશે. હુકમ માનશે નહીં, અને વર્તન – વહેવારમાં બે મોઢાની વાતો કરતો જોવા મળશે. આવા માણસો લડાઈમાં જવાથી પાછા પડે છે, પછી જો લડાઈ માટે ગયેલા મુસલમાનો ઉપર મુસીબત આવી પડે, હાર થાય કે નુકસાન થાય તો તેઓ લોકોને કહે છે કે હાશ હું બચી ગયો. અલ્લાહની મારા ઉપર મોટી મહેરબાની થઈ કે હું એમની સાથે ગયો નહીં, ગયો તો હોત માર્યો ગયો હોત. અને જો આવી લડાઈમાં મુસલમાનોના પક્ષે ફાયદો થાય, જીત મળે અને માલ મળે તો અફસોસ કરતાં કહે છે કે કાશ હું એમની સાથે ગયો હોત મને પણ ખૂબ માલ મળત. અને આ બધું એવી રીતે કહે છે કે જાણે એનો મુસલમાનો સાથે કોઈ સંબંધ જ ન હોય. કારણ કે એ પોતાને મુસલમાન જમાતનો એક સભ્ય સમજતો હોત તો કમથી કમ મુસલમાનોની જીત ઉપર ખુશ થાત, પોતાને નહીં તો અન્ય મુસલમાનોને માલ મળવા ઉપર ખુશ થાત, પણ આ બધું ભૂલીને એને ફકત પોતાના મહરૂમ - ખાલી હાથ રહી જવાની ફિકર છે. આમ મુસલમાનોના નુકસાન વેળા પોતાના બચી જવા ઉપર ખુશ થાય છે, અને મુસલમાનોને જે નુકસાન થાય છે એના ઉપર એને કોઈ અફસોસ નથી હોતો. અને મુસલમાનોની જીતમાં પોતાને સહભાગી નથી સમજતો, બલકે મહરૂમ સમજે છે. એટલે બંને સ્થિતિમાં એ પોતાને અલગ સમજે છે.
આ કોણ લોકો હતા? કુરઆનના શબ્દો મુજબ આવા લોકો મુસલમાનો માંહે જ હશે, અને મુસલમાનોમાં ગણાતા આવી માનસિકતા અને આવા અમલ વાળા લોકોને મુનાફિક કહેવામાં આવતા હતા. એટલે કહી શકાય કે આ આયત મુનાફિકીન માટે છે.
મુનાફિક લોકોની આ હરકત પછી અલ્લાહ તઆલા ફરમાવે છે કે જે સાચા ઈમાન વાળા છે, એમણે તો અલ્લાહના રસ્તામાં લડવાનું જ છે. આ લોકોએ તો દુનિયાની જિંદગી અને એશ આરામ આખિરતના બદલામાં વેચી દીધો છે, આખિરત ખરીદી લીધી છે, એટલે તેઓ દુનિયામાં જીવવા ખાતર કે એશ આરામ ખાતર લડાઈથી શીદને પાછા પડે ? તેઓ તો જરૂર લડાઈમાં જશે અને દુનિયા, દોલત, પ્રાણ અને સર્વસ્વ કુરબાન કરીને જે આખિરત ખરીદવાનો સોદો કયો છે એને પામવાનો પ્રયત્ન કરશે.
પછી આવા લોકોને લડાઈમાં જીત મળે કે હાર, દરેક સ્થિતિમાં તેઓ અલ્લાહ પાસેથી મોટો સવાબ અને બદલો પામે છે. જીતે તો દુનિયાનો પણ લાભ, માલ અને ઇઝઝત મળે છે, અને હારે તો પણ શહાદત અને અલ્લાહની રાહમાં લડવાનો મોટો સવાબ એમને મળીને રહે છે.
હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે બંદો રાહે ખુદામાં જિહાદ –લડાઈ ખાતર નીકળે છે, અને ફકત ખુદા વ રસૂલ ઉપર ઈમાનના કારણે જ નીકળે છે, પોતાની કોઈ લાલચ કે ખ્યાતિ પામવાની નિયય નથી હોતી તો અલ્લાહ તઆલાએ આવા માણસની જવાબદારી લીધી છે કે કાં તો એને જીતાડીને સવાબ ગનીમત આપીને પાછો મોકલશે અથવા (શહીદ સ્વરૂપે) જન્નતમાં દાખલ કરશે. (બુખારી શ.)
અને છેલ્લે આયત નં ૭૫ માં એક રીતે જિહાદનો એક મકસદ વર્ણવવામાં આવ્યો છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે તમને રાહે ખુદામાં લડવાથી કઈ બાબત આડે આવે છે ? કોઈ આડ અવરોધ તો છે નહીં, ઉલટા એવા કારણો અને સંજોગો છે જેના લડવું આવશ્યક થઈ પડયું છે. એટલે કે મક્કામાં કેટલાયે મુસલમાન કમઝોર પુરૂષો, ઓરતો, બાળકોને ત્યાંના કાફિરોએ જકડી રાખ્યા છે, એમના ઉપર અત્યાચાર કરે છે, મારે સતાવે છે, અને તેઓ બિચારા રાત દિવસ દુઆ કરે છે કે હે અમારા પરવરદિગાર ! અમને આ આબાદી અને એના ઝાલિમ લોકોથી છોડાવી લે. એના માટે તું તારા વિશેષ બંદાઓને અમારા મદદગાર અને દોસ્ત બનાવીને મોકલ. જેઓ અમને શત્રુઓના અત્યાચાર અને ઝુલમથી છોડાવીને સલામતીના વાતાવરણમાં લઈ જાય અને અમે શાંતિ સલામતી સાથે દીન ઉપર અમલ કરી શકીએ.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબર:૧૭૩
હજ્જતુલ વિદાઅ
એટલે હુઝૂર સલ.ની છેલ્લી હજ
(ગતાંકથી ચાલુ)
(١٦٥) عَنْ جَابِرٍؓ قَالَ نَحَرَ النَّبِيُّﷺ عَنْ نِسَائِهِ بَقَرَةً فِي حَجَّتِهِ ( مسلم)
તરજુમાઃ- હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ પોતાની હજમાં અઝવાજે મુત્તહહરાત (પોતાની પાક બીવીઓ) તરફથી ગાયની કુર્બાની ફરમાવી. (મુસ્લિમ શરીફ)
(١٦٦) عَنْ عَلِيٍؓ قَالَ أَمَرَنِيْ رَسُوْلُ اللهِ ﷺ أَنْ أَقُوْمَ عَلَى بُدْنِهٖ وَأَنْ أَتَصَدَّقَ بِلَحْمِهَا وَجُلُوْدِهَا وَاجِلَّتِهَا وَأَنْ لَا أُعْطِيَ الْجَزَّارَ مِنْهَا قَالَ نَحْنُ نُعْطِيْهِ مِنْ عِنْدِنَا (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અલી (રદિ.)થી રિવાયત છે કે હુઝૂર (સલ.)એ મને હુકમ આપ્યો કે આપની કુર્બાનીઓની વ્યવસ્થા કરૂં, અને તેનું માંસ અને ચામડાં, અને જુલો સદકો કરી દઉં, અને ખાટકીને (મહેનતાણા પેટે) તેમાંથી કોઈ વસ્તુ ન આપું, આપ સલ.એ ફરમાવ્યું કે અમે તેમને મહેનતાણુ અમારી પાસેથી અલગ આપીશું. (બુખારી, મુસ્લિમ)
(١٦٧) عَنْ أَنَسٍؓ أَنَّ النَّبِيَّﷺ اَتٰى مِنٰى فَأَتَى الْجَمْرَةَ فَرَمَاهَا ثُمَّ أَتٰى مَنْزِلَهٗ بِمِنٰى وَنَحَرَ نُسُكَهُ ثُمَّ دَعَا بِالْحَلَّاقِ وَنَاوَلَ الْحَالِقَ شِقَّهُ الْأَيْمَنَ فَحَلَقَهٗ ثُمَّ دَعَا أَبَاطَلْحَةَ الْأَنْصَارِىَّ فَأَعْطَاهُ إِيَّاهُ ثُمَّ نَاوَلَ الشِّقَّ الْأَيْسَرَ فَقَالَ اِحْلِقْ فَحَلْقَهٗ فَأَعْطَاهُ أَبَاطَلْحَةَ فَقَالَ اِقْسِمْهُ بَيْنَ النَّاسِ (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અનસ બિન માલિક (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.) (૧૦ ઝિલ્હજની સવારે મુઝદલ્ફાથી) મીના પધાર્યા, તો પહેલાં જમરએ ઉકબા પાસે પહોંચી તેની રમી કરી, પછી આપ સલ.અ પોતાના તંબુમાં પધાર્યા, અને કુર્બાનીના જાનવરોની કુર્બાની કરી, અને હજામને બોલાવી પહેલાં પોતાના માથા મુબારકની જમણી બાજુ, તેની સામે કરી, તેણે તે બાજુના વાળ મુંડી નાંખ્યા, આપ સલ.એ અબૂ તલ્હા અન્સારી રદિ.ને બોલાવી તે વાળ તેમને સોંપી દીધા, તે પછી આપ સલ. એ માથાની ડાબી બાજુ હજામની સામે કરી, અને ફરમાવ્યું કે એને પણ મુંડી નાંખો તેણે તે બાજુ પણ મુંડી નાંખી, તો આપ સલ.એ ફરમાવ્યું કે એને પણ મુંડી નાંખો તેણે તે બાજુ પણ મુંડી નાંખી, તો આપ સલ.એ તે વાળ પણ અબૂ તલ્હા રદિ.ને સોંપી ફરમાવ્યું કે આ વાળ લોકોમાં વહેંચી દો. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો : હઝરત જાબિર રદિ.ની ઉપરોકત સવિસ્તાર હદીસમાં રસૂલુલ્લહ સલ.નું માથું મુંડાવવાનો ઉલ્લેખ છુટી ગયો છે જો કે એ હજમાં દસ ઝિલ્હજના ખાસ અમલો અને મનાસિકમાંથી છે. જેમકે આ હદીસથી જાણવા મળ્યું (માથું મુંડાવવાની) ખરી રીત એ જ છે કે પહેલાં જમણી તરફના વાળ સાફ કરવામાં આવે, પછી ડાબી બાજુ.
રસૂલુલ્લહ સલ.એ તે મોકા પર પોતાના વાળ અબૂ તલ્હા અન્સારી રદિ.ને અર્પણ કર્યા એ અબૂ તલ્હા આપ સલ.ના ખાસ આશિક અને ફિદાઈઓમાંથી હતા ઉહદની લડાઈમાં કાફિરોથી હુઝૂર સલ.ને બચાવવા માટે તેમણે પોતાનું બદન તીરોથી વિંધાવી નાંખ્યું હતું તે સિવાય પણ રસૂલુલ્લાહ સલ.ની રાહત અને આરામ, તેમ આપના ત્યાં આવતા મહેમાનોનો પણ રસૂલુલ્લહ સલ.ની રાહત અને આરામ, તેમ આપના ત્યાં આવતા મહેમાનોનો પણ પુરો ખ્યાલ રાખતા હતા, મતલબ કે આવા પ્રકારની સેવાઓમાં તેવણ અને તેમની પત્નિ ઉમ્મે સુલૈમ રદિ. (હઝરત અનસ રદિ.ની વાલીદહ)નું એક ખાસ સ્થાન હતું, કદાચ તેમની આવી ખુસુસી ખિદમતોના કારણે આપ સલ.એ માથા મુબારકના વાળ તેમને અર્પણ કરી, બીજાઓને પણ તેમના જ હાથથી વહેંચાવ્યા.
આ હદીસ અલ્લાહ વાળા નેક લોકોના તબર્રૂકાત માટે પણ ખુલ્લી દલીલ અને પાયા રૂપ છે.
ઘણી જગ્યાઓએ હુઝૂર સલ.ના વાળ મુબારક બતાવવામાં આવે છે. તેમાંથી જેના વિષે ભરોષાપાત્ર ઐતિહાસિક સાબિતી અને સનદ મોજુદ છે. વધુ પડતો ગુમાન એ છે કે હજ્જતુલ વિદાઅમાં વહેંચેલા વાળોમાંથી હોવા જોઈએ.
અમૂક રિવાયતોથી જણાય છે કે હઝરત અબૂ તલ્હા રદિ.એ લોકોને એક એક બે બે વાળ વહેંચ્યા હતા. આ રીતે સ્પષ્ટ છે કે તે વાળ હજારો સહાબા રદિ. પાસે પહોચ્યા અને એ પણ સ્પષ્ટ છે કે તેમાંથી દરેકે, અને તેમના મૃત્યુ પછી તેમના પાછળવાોઅ એ આ પવિત્ર તબર્રૂકાતની હિફાઝતનો ખાસ પ્રબંધ કર્યો હશે. જેથી તેમાંથી ઘણા વાળ જો અત્યાર સુધી પણ કોઈ કોઈ જગ્યાએ સચવાયલા હોય તો તે કોઈ નવાઈની વાત નથી.
પરંતુ ભરોષાપાત્ર ઐતિહાસિક સાબિતી અને પુરાવા વગર કોઈ વાળને હુઝૂર સલ.નો વાળ મુબારક બતાવવો ઘણી જ સખત અને મહાન ગુનાહની વાત છે. મતલબ કે (અસલી હોય કે નકલી) તેને અને તેની ઝિયારતને નજાતનું સાધન માનવું જેમકે ઘણી જગ્યાઓ પર ચાલે છે. ઘણો ખરાબ ગુનોહ છે.
(١٦٨) عَنْ اِبْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللَّٰهِ ﷺ قَالَ فِي حَجَّةِ الْوِدَاعِ اللَّٰهُمَّ ارْحَمِ الْمُحَلِّقِيْنَ قَالُوْا وَالْمُقَصِّرِيْنَ يَا رَسُوْلَ اللهِ قَالَ اللَّٰهُمَّ ارْحَمِ الْمُحَلِّقِيْنَ قَالُوْاوَالْمُقَصِّرِيْنَ يَا رَسُولَ اللهِ قَالَ وَالْمُقَصِّرِيْنَ (رواه البخاري ومسلم)
તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ હજ્જતુલ વિદાઅમાં ફરમાવ્યું કે અલ્લાહની રહમત થાય તે લોકો પર જેમણે અહીંયા તેમનું માથું મુંડાવ્યું હાજર જનોમાંથી કોઈએ અરજ કરી યા રસૂલલ્લાહ! રહમતની આ જ દુઆ વાળ કપાવનારાઓ માટે પણ ફરમાવી આપો? આપ સલ.એ ફરીવાર ફરમાવ્યું કે અલ્લાહની રહમત માથું મુંડવનારાઓ પર થાય, તે લોકોએ ફરી અરજ કરી, તો ત્રીજી વખતે આપ સલ.એ ફરમાવ્યું કે: અને તે લોકો પર પણ અલ્લાહની રહમત થાય જેમણે અહીંયા વાળ કપાવ્યા. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- આદત અથવા જરૂરત મુજબ વાળ મુંડાવવા અથવા કપાવવા કોઈ ઈબાદત નથી, પરંતુ હજ અને ઉમરાહમાં જે વાળ મુંડાવવા અથવા કપાવવામાં આવે છે. તે બંદા તરફથી અબ્દીય્યત અને આજીઝીનો દેખાવ છે.
એટલા માટે ખાસ ઈબાદત છે અને એ જ નિય્યતથી મુંડાવવા અથવા કપાવવા જોઈએ. અને માથું મુંડાવવામાં અબ્દીય્યત અને આજીઝીનો દેખાવ વધુ થાય છે. એટલા માટે તે જ અફઝલ છે અને એટલા જ માટે રસૂલુલ્લાહ સલ.એ રહમતની દુઆમાં તેને આગળ રાખ્યા, વલ્લાહુ અઅલમ.
(١٦٩) عَنْ أَبِيْ بَكْرَةَؓ قَالَ خَطَبَنَا النَّبِيُّﷺ يَوْمَ النَّحْرِ قَالَ إِنَّ الزَّمَانَ اِسْتَدَارَ كَهَيْئَتِهٖ يَوْمَ خَلَقَ اللهُ السَّمٰوٰتِ وَالْأَرْضَ السَّنَةُ اِثْنٰى عَشَرَ شَهْرًا مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ثَلٰثٌ مُتَوَالِیَاتٌ ذُوالْقَعْدَۃِ وَذُوالْحَجَّۃِ وَالْمُحَرَّمُ وَرَجَبُ مُضَرَ الَّذِي بَيْنَ جُمَادَى وَشَعْبَانَ وَقَالَ أَيُّ شَهْرٍ هَذَا فَقُلْنَا اللَّٰهُ وَرَسُوْلُهٗ أَعْلَمُ فَسَكَتَ حَتّٰى ظَنَنَّا أَنَّهٗ سَيُسَمِّيْهِ بِغَيْرِ اِسْمِهٖ قَالَ اَلَيْسَ ذَالْحَجَّةِ قُلْنَا بَلٰى قَالَ أَيُّ بَلَدٍ هَذَا قُلْنَا اللَّٰهُ وَرَسُوْلَهٗ أَعْلَمُ فَسَكَتَ حَتّٰى ظَنَنَّا أَنَّهٗ سَيُسَمِّيْهِ بِغَيْرِ اِسْمِهٖ قَالَ أَلَيْسَ البَلَدَةُ قُلْنَا بَلٰى قَالَ فَأَيُّ يَوْمٍ هَذَا قُلْنَا اللّٰهُ وَرَسُوْلَهٗ أَعْلَمُ فَسَكَتَ حَتّٰى ظَنَنَّا أَنَّهٗ سَيُسَمِّيْهِ بِغَيْرِ اِسْمِهٖ قَالَ أَلَيْسَ يَوْمَ النَّحْرِ قُلْنَا بَلٰى قَالَ فَإِنَّ دِمَاءَ كُمْ وَأَمْوَالَكُمْ وَأَعْرَاضَكُمْ عَلَيْكُمْ حَرَامٌ كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا فِي بَلَدِكُمْ هَذَا فِي شَهْرِكُمْ هَذَا أَوْ سَتَلْقَوْنَ رَبَّكُمْ فَيَسْأَلُكُمْ عَنْ أَعْمَالِكُمْ أَلَا فَلَا تَرْجِعُوا بَعْدِيْ ضُلَّالًا يَضْرِبُ بَعْضُكُمْ رِقَابَ بَعْضٍ أَلَا هَلْ بَلَّغْتُ قَالُوا نَعَمْ قَالَ اللّٰهُمَّ اَشْهَدْ فَلْيُبَلِّغِ الشَّاهِدُ الغَائِبَ فَرُبَّ مُبَلَّغٍ أوْعٰى مِنْ سَامِعٍ (البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અબૂ બકર સકફી (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ
(સ.અ.વ.)એ (હજ્જતુલ વિદાહમાં) દસમી ઝિલ્હજ્જે ખુત્બો આપ્યો, જેમાં ફરમાવ્યું જમાનો ફરી ફરીને તેની અસલી હાલત પર આવી ગયો છે, જે હાલત પર જમીન અને આસમાન પેદા થતી વખતે હતો, વર્ષ બાર મહીનાનું જ હોય છે તેમાંથી ચાર માસ ખાસ ઈઝઝત કરવા લાયક છે. ત્રણ માસ તો લગાતાર સાથે છે. ઝિલ્કઅદહ, ઝિલ્હજ, મુહર્રમ, અને ચોથો તે રજબ માસ છે. જે જમાદીલ આખર અને શાબાનની વચ્ચે છે. અને જેને મુઝર કુટુંબ વાળાઓ વધુ માને છે. તે પછી આપ સલ.એ ફરમાવ્યું બતાવો આ કયો મહીનો છે? લોકોએ અરજ કરી કે અલ્લાહ અને રસૂલને જ વધુ ખબર છે. ત્યાર પછી થોડીવાર આપ ચુપ રહ્યા જેનાથી અમને ખ્યાલ થયો કે આપ સલ. હવે એ મહીનાનું બીજુ કોઈ નામ નક્કી કરશે. (પરંતુ)આપ સલ.એ ફરમાવ્યું: શું આ ઝિલ્હજનો મહીનો નથી? અમે અરજ કરી બેશક આ ઝિલ્હજ જ છે. ત્યાર પછી આપ સલ.એ ફરમાવ્યું બતાવો આ કયું શહેર છે? અમે અરજ કરી કે અલ્લાહ અને તેના રસૂલને જ વધુ ઈલ્મ છે. આપ સલ. થોડી વાર ચુપ રહ્યા, જેથી અમોએ ખ્યાલ કર્યો કે હવે આ શહેરનું કોઈ નવુ નામ નક્ક કરશે, (પરંતુ) આપ સલ.એ ફરમાવ્યુંઃ શું આ બલ્દહ શહેર નથી (મક્કાના પ્રખ્યાત નામોમાં એક નામ ''બલ્દહ" પણ હતું) અમે અરજ કરી કે બેશક એ તે જ છે તે પછી આપ સલ.એ ફરમાવ્યું આ કયો દિવસ છે? અમે અરજ કરી કેઃ અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણનાર છે. આપ સલ.એ ફરમાવ્યું શું આજે 'યૌમે નહર' નથી? (એટલે ૧૦ ઝિલ્હજ જેમાં કુર્બાનીઓ કરવામાં આવે છે)
અમે અરજ કરી બેશક આજે "યૌમે નહર" છે. ત્યાર બાદ આપ સલ.એ ફરમાવ્યું તમારૂ લોહી, તમારો માલ, તમારા ઈઝઝતો, તમારા ઉપર હરામ છે. (એટલે કોઈના માટે પણ જાઈજ નથી કે તે નાહક કોઈનું ખૂન કરે, અથવા કોઈના માલ પર અથવા તેની આબરૂ અને ઈઝઝત પર હાથ નાંખે, આ બધું તમારા ઉપર હમેશાં માટે હરામ છે.) જેમકે આજના મુબારક અને પવિત્ર દિવસમાં ખાસ આ શહેર અને આ મહીનામાં તેમ કોઈને મારી નાંખવા અથવા તેનો માલ અને ઈઝઝત લુંટવાને હરામ સમજો છો (બિલ્કુલ એ જ પ્રમાણે એ વાતો તમારા ઉપર હમેશાં માટે હરામ છે.) તે પછી આપ સલ.એ ફરમાવ્યું અને ભવિષ્યમાં (મૃત્યુ પછી આખિરતમાં) તમારા પરવરદિગાર સામે તમે હાજર થશો અને તે તમને તમારા અમલો વિષે પુછશે, જઓ, હું તમને ખબરદાર કરૂ છું કે તમે મારા પછી એવા ગુમરાહ ન થશો કે તમારામાંથી અમૂક અમૂકને કતલ કરવા શરૂ કરી દે, (તે પછી આપ સલ.એ ફરમાવ્યું) બતાવો મેં અલ્લાહનો સંદેશો તમને પહોંચાડી દીધો? બધાએ અરજ કરી કે બેશક આપે તબ્લીગનો હક અદા કરી દીધો. (તે પછી આપ સલ.એ અલ્લાહ તરફ ધ્યાન ધરી કહ્યું) અલ્લાહુમ્મ અશહદ (એય અલ્લાહ! તુ શાક્ષિ બનજે,) (તે પછી આપ સલ.એ હાજર જનોને ફરમાવ્યું) જે લોકો અહીંયા હાજર છે. (અને તેમણે મારી વિત સાંભળી છે.) તેઓ બીજા લોકો સુધી પહોંચાડી આપે, જે અહીંયા હાજર નથી અને ઘણા તે લોકો જેમને કોઈ સાંભળનાર પાસેથી વાત પહોંચે, તે સાંભળનારા કરતાં વધુ યાદ રાખનારા હોય છે. (અને તેઓ એ ઇલ્મનો હક વધુ અદા કરે છે)
ખુલાસો : આ નબવી ખુત્બાના આરંભમાં ઝમાનાનું ફરી ફરી તેના આરંભ કાળ પર આવી જવાનો ઉલ્લેખ છે. તેનો ભાવાર્થ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે જાહિલીયતમાં અરબોનો એક ગુમરાહી ભર્યો રિવાજ અને રીત એ હતી કે તેઓ તેમની ખાસ મહત હેઠળ કોઈકવાર વર્ષ તેર માસનું નક્કી કરતા હતા. અને તે માટે એક મહીનો અધીક માનતા હતા. તેનું પરિણામ એ આવતુ કે મહીનાઓની વ્યવસ્થા અને હકીકતોની વિરૂધ્ધ હતું જેથી હજ જે તેમના હિસાબે ઝિલ્હજમાં થતી હતી. તે ખરેખર ઝિલ્હજમાં ન થતી હતી, પરંતુ જાહિલીયતના સેંકડોં પચાસો વર્ષો પછી એવું થયું કે તે અરબોના હિસાબે દાખલા રૂપે જે મુહર્રમનો મહીનો હતો તે જ આસમાની હિસાબે પણ મુહર્રમનો જ મહીનો હતો એજ મુજબ અરબોના હિસાબે જે મહીનો ઝિલ્હજનો હતો તે જ અસલ આસ્માની હિસાબે જિલ્હજનો મહીનો હતો.
રસૂલુલ્લાહ સલ.એ ખુત્બાના આરંભમાં એ જ વાત દર્શાવી છે. અને બતાવ્યું છે કે આ જિલ્હજનો મહીનો જેમા હજ અદા થાય છે. ખરેખર આસમાની હિસાબે પણ જિલ્હજનો જ મહીનો છે. અને વર્ષ બાર માસનું જ હોય છે. અને હવે પછી ભવિષ્યમાં પણ એ જ અસલી વ્યવસ્થા ચાલુ રહેશે.
ખુત્બાના અંતમાં આપ સલ.એ ખાસ વસીય્યત અને સુચનાઓ ઉમ્મત માટે ફરમાવી કે મારા પછી અંદર અંદર લડાઈ જઘડો અને ખાનાજંગીમાં ફસાઈ ન જશો જો એવું થયું તો એ મહાન ગુમરાહી ગણાશે.
એ જ ખુત્બાની અમૂક રિવાયતોમાં 'ઝુલ્લાલન''ની જગ્યાએ ''કુફફારન''નો શબ્દ આવેલો છે. જેનો અર્થ એ થશે કે આપસમાં લડાઈ જઘડો અને ખાનાજંગી ઇસ્લામના હેતુ અને તેની આત્માથી બિલ્કુલ વિરૂધ્ધ કાફિરો જેવું કામ છે. અને જો ઉમ્મત તેમાં ફસાઈ ગઈ તો તેનો અર્થ એ થશે કે તેણે ઇસ્લામી રીતને બદલે કાફિરોની રીત અપનાવી છે.
ઉમ્મતને એ ચેતવણી આપ સલ.એ ઘણા અગત્યના ખુત્બાઓમાં આપી હતી અને કદાચ એનું કારણ એ હતું કે આપ સલ. પર કોઈ રીતે એ જાહેર થઈ ચુકયું હતું કે શેતાન આ ઉમ્મતના વિવિધ ભાગોને આપસમાં લડાવવામાં સફળ થઈ જશે. " وَكَانَ ذَالِكَ قَدْراً مَقْدُوراً" .ધરતીકંપ
વિજ્ઞાન અને ધર્મ શું કહે છે ?
ઇસ્લામની તાલીમનો ખુલાસો
વિજ્ઞાન મુજબ ધરતીના પેટાળમાંથી અચાનક ઉર્જા બહાર નીકળવાથી પેટાળમાં રહેલી ખડકો – પ્લેટોમાં હલન ચલન થાય છે, પરસ્પર ટકરાય છે, એના કારણે જ ધરતીકંપના ઝટકા અનુભવાય છે. ઉપરાછાપરી માટી, પથ્થર કે ખડકો સ્વરૂપે ગોઠવાયેલ પ્લેટો પોતાના સ્થાનેથી ખસકે છે, ધરતીની સપાટી ઉપર કંપનની લહેરો પ્રસરે છે, વમળ આકારે પ્રસરતી આ લહેરો દેખાતી નથી પણ એના કારણે ધરતીની સપાટી ઉપર મોજૂદ વસ્તુઓ હલી જાય છે. માનવીય ઇતિહાસમાં કુદરતી આફતોમાં સૌથી વધારે તબાહી મચાવનાર આફત ધરતીકંપ જ છે. એનાથી જેટલી તબાહી થઈ છે એટલી બીજી કોઈ કુદરતી આફતમાં નથી થઈ. પૂર, પ્રલય, ચેપી બીમારી, આંધી તોફાન, લડાઈઓ કે બીજી કોઈ પણ આફત હોય, ઇતિહાસમાં ધરતીકંપની તબાહી અને અસર બધા કરતાં વધારે છે.
લોકો ધરતીકંપ વિશે શું વિચારે છે ?
વિવિધ કોમ, સમાજ અને સમયકાળ મુજબ ધરતીકંપ વિશે લોકોની માન્યતા અને વિચારો અલગ અલગ જોવા મળે છે. ઈસાઈ પાદરીઓ કહે છે કે આ ગુનેગાર લોકોને અલ્લાહ તઆલા તરફતી આપવામાં આવતી સજા છે. જૂના જાપાની લોકો માનતા હતા કે આખી ધરતીને એક ગરોળીએ ઊંચકી રાખી છે, એ ગરોળી હલે ત્યારે ધરતીકંપ થાય છે. સાઈબ્રેરીયાના લોકો પહેલાં માનતા હતા કે ધરતી એક બર્ફીલા કુતરાની પીઠ ઉપર છે, આ કુતરો બરફ ખંખેરવા શરીરને હલાવે છે તો ધરતીકંપ આવે છે. જૂના અમેરિકનો માનતા હતા કે ધરતી એક કાચબાની પીઠ ઉપર સ્થિર છે. કાચબો હલે ત્યારે ધરતી પણ હલે છે. અમુક લોકોની માન્યતા મુજબ ધરતી એક ગાયના શીંગડા ઉપર ટીંગાયેલી છે. આ ગાય જયારે ધરતીને એક શીંગડા ઉપરથી બીજા શીંગડા ઉપર મુકે છે ત્યારે ધરતીકંપ આવે છે. પહેલાંના યૂનાની ફિલોસોફરો માનતા હતા કે ધરતી નીચે દટાયેલા મુર્દાઓ આપસમાં લડે છે એના કારણે ધરતીકંપ આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ધરતીને શેષનાગે ઉઠાવી રાખી છે, આ નાગ કરવટ બદલે છે ત્યારે ધરતીકંપ થાય છે.
ઇસ્લામ શું કહે છે ?
આપણે મુસલમાન છીએ તો ઇસ્લામી ફિલોસોફી મુજબ જોઈએ કે આ બાબતે ઇસ્લામ શું કહે છે ? કુરઆનમાં હઝરત શુઐબ અલૈ.ની કોમને ધરતીકંપ લાવીને તબાહ કરવાનું વર્ણન અલ્લાહ તઆલાએ કર્યું છે. અને એનું કારણ એ વર્ણવ્યું છે કે તેઓ માપ – તોલમાં ગરબડ કરતા હતા. કારૂન રાજાને એના ખઝાનાઓ સહિત જમીનમાં ધસાવી દેવાનું વર્ણન છે, અને એનું કારણ એના થકી અલ્લાહની નાશુક્રી વર્ણવવામાં આવ્યું છે.
હદીસ શરીફમાં નજર કરીએ તો ધરતીકંપના બીજા અમુક દીની કારણો પણ સામે આવે છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જયારે ગનીમતનો સામુહિક માલ વ્યકિતગત દોલત સમજી લેવામાં આવે, અમાનતના માલને મફતનો માલ, ઝકાતને બોજવાળો ટેકસ, સમજવામાં આવે, દીનની તાલીમ બીજા કોઈ મકસદે મેળવવામાં આવે, માણસ એની બીવીનો તાબેદાર બની જાય અને પોતાની માં ની નાફરમાની કરે, દોસ્તોને નજીક રાખે અને બાપને દૂર કરે, મસ્જિદોમાં ઊંચી અવાજે વાતો કરવામાં આવે, ફાસિક અને બુરા લોકો કબીલાના સરદાર બની જાય, બુરા અને સંસ્કારમાં ઉતરતી કક્ષાના લોકો કોમના નેતા બની જાય, ફકત કોઈની બુરાઈની બીકે એનું સન્માન કરવામાં આવે, ગીતો – ગાયનો ગાનારી સ્ત્રીઓ અને ગીત સંગીતના વાજિંત્રો લોકોમાં સામાન્ય થઈ જાય, શરાબ પીવાનું સામાન્ય થઈ જાય, ઉમ્મતમાં પછીથી આવનાર લોકો આગળ ગુઝરી જનાર લોકો ઉપર લઅનત કરવા માંડે... તો આવી સ્થિતિમાં તમે લાલ આંધી, ધરતીકંપ, જમીનમાં ધસવા, ચહેરાઓ ખરાબ થવા, પથ્થરો વરસવા, અને લગાતાર આવતી નિશાનીઓની રાહ જુઓ. આ નિશાનીઓ – મુસીબતો એક પછી એક, એવી રીતે આવશે જાણે દાણાની તસ્બીહનો દોરો તૂટી ગયો હોય. (તિરમિઝી શરીફ)
આવી જ રીતે તિરમિઝી શરીફમાં હઝરત હુઝેફા રદિ.ની રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : એ ઝાતની કસમ ! જેના કબજામાં મારી જાન છે, તમે અમ્ર બિલ મઅરૂફ અને નહી અનિલ મુન્કર કરતા રહો, નહીંતર અલ્લાહ તઆલા તમારા ઉપર પોતાનો અઝાબ નાઝિલ કરશે. પછી એવું થશે કે તમે દુઆઓ કરશો છતાં દુઆઓ કુબૂલ નહીં થાય. અબૂદાવૂદ શરીફમાં હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ની રિવાયત છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જયારે લોકો સમાજમાં બુરાઈઓ જુએ, અને એને રોકવા – બદલવાનો પ્રયત્ન પણ ન કરે તો શકય છે કે એમના ઉપર અલ્લાહનો સર્વત્ર અઝાબ નાઝિલ થાય.
બીજી એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જયારે લોકો ઝાલિમોને ઝુલમ કરતાં જોવા છતાં હાથ પકડીને ઝુલમથી રોકશે નહીં તો અલ્લાહ તઆલાના સર્વત્ર અઝાબનો શિકાર થઈ શકે છે. અબૂદાવૂદ શરીફમાં હઝરત જરીર બિન અબ્દુલ્લાહ રદિ.ની રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જે કોમમાં નાફરમાનીના કામો થતા હોય અને તે રોકવાની શકિત હોવા છતાં રોકવાની કોશિશ ન કરે તો અલ્લાહ તઆલા તરફથી અઝાબની શિકાર થઈ શકે છે.
આફતો અને ધરતીકંપ વેળા કરવાના કામો
હઝરત આઇશહ રદિ. ફરમાવે છે કે આસમાન ઉપર વાદળો અને આંધી તોફાનના ચિહનો જોઈને નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ પરેશાન થઈ જતા અને ઇસ્તિફાર વધારે પઢવા માંડતા. એકવાર હઝરત આઇશહ રદિ.એ આ વિશે પૂછયું તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અમુક ઉમ્મતો ઉપર અલ્લાહ તઆલાનો અઝાબ આંધી અને વાદળો સ્વરૂપે આવ્યો હતો, એટલે આ બધું જોઈને હું બેચેન થઈ જાઉ છું અને ઇસ્તિફાર વધારે પઢવા માંડું છું.
અલ્લાહનો અઝાબ આવવાના આવા ઘણા કારણે આજકાલ આપણી આસપાસ સામાન્ય થઈ ગયા છે. અલ્લાહની રહમતના કારણે જ આપણે હજુ સુધી બચી શકયા છીએ. આપણી ફરજ બને છે અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરીએ અને એની ઇબાદત – તાબેદારીના કામોમાં પોતાને પ્રવૃત કરીએ.
ઈસ્લામમાં ઉલમાએ ઝાહિરની વાત
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
ઉલમાએ ઝાહિરના સમર્થનમાં હઝરત મુજદ્દિદ રહ.ના કથનો
હઝરત મુજદ્દિદ અલ્ફે ષાની રહ. એમના એક મુરીદ મવલાના અમાનુલ્લાહ ફકીહના નામે લખવામાં આવેલ એક પત્રમાં લખે છે કે, સાલિક - સૂફી માટે સહુ પ્રથમ જરૂરી છે કે અહલે સુન્નત વલ જમાઅતના ઉલમાએ કિરામે કુરઆન, હદીસ અને સહાબા – તાબેઈનના ફરમાનો અનુસાર જે અકીદાઓ વર્ણવ્યા છે એ મુજબ પોતાની અકીદો રાખે. અને કુરઆન – હદીસનો મતલબ – અર્થઘટન પણ એવું જ સમજે જે ઉલમાએ હક દ્વારા વર્ણવવામાં આવેલ અર્થ મતલબ અનુસાર જ હોય. અને કદાચ સૂફી – વલી સમક્ષ કુરઆન—હદીસનો કોઈ મતલબ કશફ કે ઈલ્હામ દ્વારા એવો સામે આવે જે ઉલમાએ હક દ્વારા વર્ણવવામાં આવેલ અર્થ અનુસાર ન હોય તો આવા કશફ કે ઇલ્હામનો કોઈ એતેબાર નથી. આવા અર્થ — મતલબથી ખુદાની પનાહ માંગવી જોઈએ, અને અલ્લાહથી દુઆ કરવી જોઈએ કે આ વમળમાંથી કાઢીને ઉલમાએ હક મુજબની સહીહ સમજ અતા ફરમાવે. એમના મત વિરુદ્ધ એક શબ્દ પણ મોંઢેથી બોલે નહીં. પોતાના કશફને પણ એમના દર્શાવેલ અર્થ અનુસાર બનાવવાની કોશિશ કરે. કારણ કે એમણે બતાવેલ કુરઆન – હદીસના અર્થ કે મતલબ વિરુદ્ધની કોઈ પણ વાત દિલમાં આવે, એ મોતબર નથી. બિલકુલ ખોટી ગણાશે. કારણ કે દરેક ગુમરાહ માણસ એની પોતાની માન્યતાઓ કુરઆન – હદીસથી જ પુરવાર કરવા ચાહતો હોય છે. અને ફકત ઉલમાએ હક દ્વારા વર્ણવવામાં આવેલ અર્થ – મતલબ એટલા માટે સાચો ગણાશે કે એમણે આ મતલબ સહાબએ કિરામ અને તાબેઈનના કથનો અનુસાર સમજયો છે, હિદાયતના સિતારાઓના પ્રકાશથી તેઓ શીખ્યા સમજયા છે. માટે હમેંશાની નજાત એમની સાથે રહેવામાં જ છે. أولئك حزب الله ألا إن حزب الله هم المفلحون . તેઓ જ અલ્લાહની જમાઅત છે, અને અલ્લાહની જમાઅત જ સફળ થનાર છે. અમુક ઉલમા સહીહ અકીદહ રાખવા છતાં મસાઇલ અને અમલમાં કંઈક સુસ્તી કે કોતાહી કરે છે, ભૂલો કરે છે, તો એના આધારે બધા જ ઉલમાને એક સમાન રીતે ખોટા સમજવા કે બુરું ભલું કહેવું નાઇન્સાફી છે. બલકે આમ કરવામાં તો દીનના હુકમોના ઈન્કાર કરવા સમાન છે. કારણ કે દીનના જરૂરી હુકમો ઉલમાએ કિરામ જ બતાવે છે, હક કે નાહકની ઓળખ પણ એમના થકી જ મળતી હોય છે. મુજદ્દિદ રહ. ફરમાવે છેઃ
الولا نور هدايتهم لما اهتدينا ولولا تمييزهم الصواب عن الخطأ لغوينا وهم الذين بذلوا جهدهم في إعلاء كلمة الدين القويم وأسلكوا طوائف كثيرة من الناس على الصراط المستقيم فمن تابعهم نجى وأفلح و منخالفهم ضل وأضل (دفتر اول حصه پنجم ص: ٢٨٦)
જો આ ઉલમા હકની હિદાયતની રોશની ન હોત તો આપણે હિદાયતના રસ્તા ઉપર હોત નહીં. એમના થકી સહીહ અને ગલતનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો ન હોત તો આપણે ગુમરાહ થઈ ગયા હોત. આ લોકોએ જ દીનને બુલંદ કરવા હેતુ પોતાની મહેનતો કુરબાન કરી છે. અને કેટલાયે સમુહો —જમાતોને સીધા રસ્તે લાવ્યા છે. માટે જે કોઈ એમનું અનુસરણ કરશે, એ કામ્યાબ થશે અને નજાત મેળવશે. અને જે કોઈ એમનો વિરોધ કરશે તે પોતે પણ ગુમરાહ થશે અને અન્યોને પણ ગુમરાહ કરશે.
એક બીજા પત્રમાં તેઓ ફરમાવે છે :
فاعلم أن كلامهم إن لم يكن مطابقا بأحكام الشريعة فلا اعتبار له اصلا، فكيف يصلح للحجة والتقييد وإنما الصالح للحجة أقوال العلماء من أهل السنة فما وافق أقوالهم من كلام الصوفية يقبل وما خالفهم لا يقبل (مكتوبات ، دفتر اول حصه پنجم ص: ۲۸۹)
આ વાત સારી રીતે સમજી લ્યો કે સૂફીયાએ કિરામની વાતો જો શરીઅતના હુકમો અનુસાર ન હોય તો એનો કોઈ એતેબાર નથી. પછી એને કોઈ બાબતે દલીલ બનાવવી કે અનુસરપાત્ર સમજવી કેવી રીતે દુરુસ્ત હોય ? દલીલ અને અનુસરણપાત્ર વાત ફક ઉલમાએ સુન્નતની વાતો છે. સૂફીયાએ કિરામની જે વાતો આ ઉલમાએ દર્શાવ્યા મુજબ હોય તો મોતબર છે, એના વિરુદ્ધ હોય તો સ્વીકાર્ય નથી.
એવા મહાન સૂફીયાએ કિરામ અને વલીઓ જેમના દિલો સાચે જ નૂરથી રોશન છે, અલ્લાહની મહાનતા અને ઇબાદત, દીની હુકમોનો એહતેરામ – મહત્વ એમના દિલમાં સમાયેલું છે. શરીઅત ઉપર મરવું – કુરબાન થવું એમનો ધ્યેય છે, એમના કથનો પણ ઉલમાએ હકના સમર્થન વગર સ્વીકાર્ય નથી, અમલપાત્ર નથી, તો પછી એવા કહેવાતા સૂફીઓની વાતનો શું એતેબાર, જેઓની દીનની કોઈ ખબર નથી. કુરઆન અને હદીસની એમને હવા પણ નથી લાગી. કદી કુરઆનનો તરજુમો પઢયો અને પોતાની રીતે એક મતલબ નક્કી કરી લીધો, અને હવે તેઓ દીનના સ્વતંત્ર મહાન જાણભેદુ અને મુજતહિદ બની જવા માંગે છે. એમના વિરુદ્ધ કોઈ આલિમ બલકે બધા ઉલમા મળીને પણ કોઈ વાત કહે તો ખોટી ગણાય ! કુરઆન અને હદીસનો સહીહ મતલબ તે જ ગણાશે જે સહાબએ કિરામ રદિ.એ દર્શાવ્યો હોય, જે મુજબ એમણે અમલ કર્યો હોય.
કુર્આનમાં છે:إن الذين يلحدون في آياتنا لا يخفون علينا
(સૂ.સજદહ) અર્થાત : જે લોકો અમારી આયતોમાં (ઈલ્હાદ) ખોટો મલતબ કાઢે છે તેઓ અમારી નજરોથી છુપા નથી. સમજો તો ખરા, જે માણસને આગમાં નાંખવામાં આવે તે સારો છે, કે પછી જે માણસ કયામતના દિવરો શાંતિ– સલામતી સાથે આવે તે સારો ગણાય ? તમે જે ચાહો તે અમલ કરો. અલ્લાહ તઆલા તમારા કરતૂતોને જોઈ રહયો છે. દુર્રે મન્ષરમાં અનેક સહાબા રદિ.ના કથનોમાં ઇલ્હાદનો અર્થ આ વર્ણવવામાં આવ્યો છે કે કુરઆનની આયતના કોઈ બીજા – ખોટા અર્થમાં દર્શાવવાને ઇલ્હાદ કહે છે.
સેંકડો હદીસોમાં સલફ – પાછલા બુઝુર્ગોના અનુસરણનો હુકમ છે. હઝરત ઇરબાઝ બિન સારિયહ રદિ. ફરમાવે છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અમને સવારની નમાઝ પઢાવી, પછી અમારા તરફ મોંઢું કરીને વઅઝ – નસીહત ફરમાવી. નસીહત એવી અસરકારક હતી કે સાંભળનાર લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલો ખોફથી કાંપવા લાગ્યા. એક સહાબી રદિ.એ અરજ કરી કે યા રસૂલલ્લાહ ! આ તો જાણે આપની છેલ્લી નસીહત હોય એમ લાગે છે, માટે અમને કોઈ વસીય્યત - વિશેષ નસીહત કરી દયો. તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્મે ફરમાવ્યું : હું તમને વસીયત કરું છું કે અલ્લાહનો તકવો – ખોફ રાખો. અને અમીર (મુસલમાન હાકેમ)ના તાબેદાર રહો. ચાહે તે હબશી ગુલામ કેમ ન હોય. મારા પછી તમારામાં જે કોઈ જીવંત રહેશે એ પરસ્પરનો ભારે વિરોધ જોશે. આવી સ્થિતિમાં મારા રસ્તા ઉપર અને હિદાયત ઉપર ચાલનાર ખુલફાએ રાશીદીનના રસ્તા ઉપર દઢતાથી ચાલતો રહે. એનું જ અનુસરણ કરે. દાંતોથી કચકચાવીને પકડી રાખે. અને દીનમાં નવી નવી વાતો કાઢવાથી બચો. આવી દરેક નવી બાબત બિદઅત છે અને દરેક બિદઅત ગુમરાહી છે.
સુન્નત મુજબ અમલ માટે હઝ. ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.નો એક મહત્વનો પત્ર
હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.એ એક મહત્વનો પત્ર સુન્નત ઉપર અમલની તાકીદ અને સહાબએ કિરામ રદિ.ના અનુસરા,1 બાબતે લખ્યો હતો. અબૂદાવૂદ શરીફમાં આ પત્ર વર્ણવવામાં આવ્યો છે. એનો એક એક શબ્દ કીમતી છે. એમાં તેઓ ફરમાવે છે કે, સહાબા રદિ.ના અનુસરણમાં કોતાહી કરવી ગુનો છે. એમનાથી આગળ વધવામાં થાકીને હારી જવાશે, એક સમુહે એમના અનુસરણમાં કોતાહી કરીને ઝુલમ કર્યો. બીજાએ એમનાથી આગળ વધીને ગુલૂ—અતિરેક કર્યો. સહાબા રદિ. આવા લોકોની વધઘટના વચ્ચે સીધા રસ્તે ચાલનાર હતા.
હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ. વર્ણવે છે કે આપ રહ.એ ફરમાવ્યું : નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને આપના ખલીફાઓ દ્વારા જે તરીકાઓ જારી કરવામાં આવ્યા છે, એમને પાબંદીથી પકડી રાખવા અને અમલ કરવામાં જ અલ્લાહની કિતાબ ઉપર સાચું ઈમાન અને આજ્ઞાપાલન છે. એમાં જ દીનની મજબૂતી છે. એમાં કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. એના વિરુદ્ધ કોઈ બીજી વાત કે મંતવ્ય સ્વીકાર્ય નથી. જે કોઈ એમનું અનુસરણ કરશે એ જ કામ્યાબ છે. જે કોઈ એમની વાતોથી મદદ મેળવશે એને મદદ મળશે. જે એમના વિરુદ્ધ જશે અને મોમિના રસ્તા વિરુદ્ધ રાહ અપનાવશે તો અલ્લાહ તઆલા આવા માણસને એણે અપનાવેલા રસ્તા ઉપર અમલ કરવા દેશે અને પછી જહન્નમમાં ફેંકી દેશે, જે ઘણું ખરાબ ઠેકાણું છે.
અલ્લાહ તઆલા તોફીક આપે કે આપણે બધા આ બુઝુર્ગોના નકશે કદમ પર ચાલતા રહીએ.وما ذلك على الله بعزيز
આ બધી વિગત થકી આ સ્પષ્ટ થયું કે ઉલમાએ હકનું અનુસરણ અને એમનું સન્માન કરવું ઘણું જ જરૂરી અને મહત્વનું કામ છે. એમનું સન્માન ન કરવું આપણી પોતાની બરબાદી છે. પોતાની હલાકત છે. એમની કોઈ વાત સમજમાં ન આવે તો આપણી સમજનો કસૂર છે. હા, એમની કોઈ વાત સાચે જ અને સ્પષ્ટ રૂપે શરીઅત વિરુદ્ધ હોય તો એને સ્વીકારવામાં નહીં આવે, પણ આવી એક બે વાતોના કારણે બધા જ ઉલમાથી દૂર રહેવામાં દીનનું મોટું નુકસાન છે. જેમ કે અગાઉ હઝરત મુઆઝ રદિ.ની વસીય્યતમાં લખી ચુકયો છું. એનાથી વિપરીત બુરા — બનાવટી ઉલમાની કોઈ પણ વાત ધ્યાને લેવામાં આવશે નહીં. એનાથી બચવું જરૂરી છે. હા, એમની કોઈ વાત શરીઅત મુજબ હોય તો એના ઉપર અમલ કરવામાં આવશે. પણ કોઈ વાત વિશે શરીઅત મુજબ કે શરીઅત વિરુદ્ધ હોવાની ઓળખ પણ એવા લોકોનું કામ છે જેઓ શરીઅતથી વાકેફ હોય. ફક્ત પોતાના વ્યક્તિગ મંતવ્ય થકી કોઈ વાતે શરીઅત મુજબ કે શરીઅત વિરુદ્ધ કહી શકાય નહીં. જેમ કોઈ ગેર શરઈ વાતને શરીઅત બનાવી લેવી ગુનો છે અને રદ બાતલ છે એમ શરીઅતના કોઈ હુકમનો ઇન્કાર કરવો પણ મોટો ગુનો છે. અને જે કોઈ બાબતે શક કે અસમંજસ હોય તો એમાં સાવચેતી મુજબ અમલ કરવાનો હોય છે.
તસવ્વુફના સિલસિલાઓ
ઉમ્મતના અવલિયાએ કિરામ અને બુઝુર્ગોનું જયારે નામ લેવામાં આવે છે તો આપણે જોઈએ છીએ કે ઘણા બુઝુર્ગોના નામ પાછળ ચિશ્તી, કાદરી, નકશબંદી, વગેરે ઉપનામો અને નિસ્બત લખવામાં આવી હોય છે. આ નિસ્બતનો શું મતલબ હોય છે ? ચિશ્તી, નકશબંદી વગેરે અલગ અલગ મસ્લક કે જમાઅતનું નામ છે ? એની શું હકીકત છે ? અત્રે આ વિશે બુનિયાદી જાણકારી રજૂ કરવામાં આવે છે.
શાહ વલીયુલ્લાહ રહ. હમ્આતમાં લખે છે કે શરીઅતે મુહમ્મદીની બે હેસિયતો છે, ઝાહિર અને બાતિન. અલ્લાહ તઆલા તરફથી શરીઅતના ઝાહેરી વિભાગોની હિફાજતની પણ વ્યવસ્થા છે અને બાતેની બાબતોની પણ. ઝાહેરી બાબતોની હિફાજત માટે દરેક કાળે અલ્લાહ તઆલા ફુકહા, મુહદ્દિષીન, મુજાહિદીન, કારીઓની જમાઅત પેદા કરે છે. દીનમાં ફેરફારના કોઈ પણ પ્રયત્નોનો તેઓ વિરોધ કરીને દીનને મહફૂઝ રાખે છે.
આવી જ રીતે શરીઅતના બાતિન એટલે કે એહસાનની હિફાજત માટે પણ એક અલ્લાહના વલીઓની એક જમાઅત હોય છે.
જયારે કોઈ વલી દ્વારા અલ્લાહ તઆલા શરીઅતના બાતિનની હિફાજત કરાવવા ચાહે છે, તો એને લોકોમાં ઉચ્ચ સ્થાન આપે છે, લોકોના દિલો એના તરફ વાળે છે, લોકોમાં એની ખૂબીઓ અને નેકીઓની ચર્ચા ફેલાવે છે, જે તે કોમ અને પ્રદેશના લોકોના સ્વભાવ મુજબ શરીઅતે મુહમ્મદી અનુસાર મુજાહદહ — ઝિક્ર વગેરે અશ્ગાલ એ વલીને અલ્લાહ તઆલા ઇલ્હામ ફરમાવે છે, એ વલીની સોહબત અને કલામમાં અસર અને જોશ પેદા કરે છે, કશ્ફ, કરામત, તસર્રુફ, દુઆઓ કુબૂલ થવી, વગેરે બાબતો એને આપવામાં આવે છે. પોતાની સુધારણાના ઇચ્છુક મુરીદો મોટી સંખ્યામાં એમની પાસે ભેગા થાય છે અને તે વલીના આદેશાનુસાર અશગાલ અને અઝકાર વગેરેમાં એમનું અનુસરણ કરે છે, તો આમ કોઈ સિલસિલાની બુનિયાદ પડે છે. અને એ સિલસિલા મુજબ અનુસરણ કરીને સુલૂક પૂરો કરે છે, અને મંઝિલે પહોંચે છે. આ સિલસિલાની મદદ કરનાર અને ખેરખ્વાહી કરનાર પણ કામ્યાબ થાય છે અને બરું ચાહનાર, નુકસાન કરનાર બરબાદ થાય છે. અલ્લાહ તઆલા એ જમાઅતનો દબદબો લોકોના દિલોમાં નાંખે છે. અને બીજા અસબાબ પણ પેદા કરે છે, જેનાથી લોકો એ ખુદાના વલી સાથે જોડાય. પછી એક ઝમાના પછી અલ્લાહ તઆલા બીજા કોઈ વલીને નવાઝે છે અને બધી બરકતોનું કેન્દ્ર તે વલી બને છે. અને એક નવા સિલસિલા (خانوادہ)ની બુનિયાદ પડે છે.
પછી કાં તો પહેલો સિલસિલો પ્રાણ વગરના શરીર જેવો રહી જાય છે. અથવા અલ્લાહ તઆલા એક જ સમયે એકથી વધારે કુતુબ પેદા કરે છે, દરેક પ્રદેશમાં અલગ અલગ.
આવા સિલસિલા અનેક હતા, અનેક છે, અને હજુ અનેક સિલસિલા આવશે. એ બધાનું વર્ણન કરવાનો આશય નથી. અમુક સિલસિલા દ્વારા પાછલા સિલસિલા ફરી જીવંત થયા છે, અમુક સિલસિલા એવા છે કે એમાં બીજા અનેક સિલસિલા ભેગા ભળીને એક સિલસિલો બન્યો છે. અને અમુક સિલસિલાની બિલ્કુલ નવી બુનિયાદ પડી છે, પણ બયઅત અને ખિલાફતમાં તો તેઓ પણ આખર કોઈને કોઈ સિલસિલાથી જોડાયેલા જ હશે.
અમુક લોકો કહે છે, મુળ સિલસિલા ૧૪ (ચૌદ) છે, જેમાં ઝૈદીયહ, અયાઝીયહ, અદહમીયહ, હુબૈરિયહ, ચિશ્તીયહ, જુનૈદીયહ, અને ગાઝરૂનિયહ મહૂર છે. (હમ્આત, હમ્બહ નંબર : ૧)
(દસ્તુરૂલ ઉલમાના હવાલાથી આ ચૌદ સિલસિલાઓની વિગત આગળ આવી રહી છે.)
અમુક લોકો કહે છે કે, કુલ સિલસિલાઓ ૧૨ (બાર) છે. દસ મકબૂલ છે અને બે મરદૂદ. દસ મકબૂલ સિલસિલા જુનૈદિયહ, હકીમીયહ, મુહાસબિયહ, ખફીફીયહ, નૂરીયહ અને તૈફૂરિયહ છે.
નોટ : આ બારેવ સિલસિલાઓ – ફિરકાઓ વિશે દરેક સિલસિલાના સ્થાપક અને માન્યતાઓ, વિશેષતા વગેરે બાબતે કશફુલ મહજૂબમાં વિસ્તારથી વર્ણન છે.
એક ઝમાના પછી ઉપરોક્ત સિલસિલાઓ ઉપરાંત બીજા સિલસિલાઓ પણ સામે આવ્યા. જેમ કે, જામીયહ, કાદરીયહ, અકબરીયહ, સુહરવર્દીયહ, કુબરવીયહ, યસવીયહ, અને ખ્વાજગાન સિલસિલો, અને ભારતમાં મુઈનીયહ તરીકે ફરી જીવંત થયેલ ચિશ્તી સિલસિલો, અને નકશબંદીયહ સ્વરૂપે ફરી જીવંત થયેલ ખ્વાજગાન સિલસિલો, અને નકશબંદીયહનું નવું સ્વરૂપ અહરારિયહ સિલસિલો, વગેરે.
ત્યાર પછી બીજા અનેક સિલસિલાઓ બન્યા. જેમ કે શેખ અબ્દુલ કુદૂસ ગંગોહી રહ.નો કુદૂસિયહ સિલસિલો. શેખ મુહમ્મદ ગોષ ગ્વાલિયરી રહ.નો ગૌષિયહ સિલસિલો, ખ્વાજા મુહમ્મદ બાકી રહ.નો બાકવીયહ સિલસિલો, શેખ અહમદ સરહિંદી રહ.નો અહમદિયહ સિલસિલો. શેખ આદમ બનોરી રહ.નો આદમિયહ સિલસિલો. અમીર અબૂલઅલાનો અલાઇયહ સિલસિલો વગેરે.. આવા અનેક સિલસિલાઓ છે. અમુક સિલસિલા આજે પણ બાકી છે અને અમુક ખતમ થઈ ગયા. (હઆત, ફારસી, ઉદુ: હઅહ નં : ૧)
દસ્તુરુલ ઉલમામાં સિલસિલાઓની શરૂઆત અને એના સ્થાપકોનું સુંદર વર્ણન છે :
ચાર પીર ચૌદ ખાનવાદહ (સિલસિલા)
ચાર પીર અને ચૌદ ખાનવાદહ (સિલસિલાઓ)ની વિગત આ છે કે, હઝરત અલી રદિ.ના ચાર ખલીફાઓ હતા. બે ખાનદાનમાં અને બે ખાનદાન બહારના. ખાનદાની ખલીફા હઝરત હસન રદિ. અને હુસૈન રદિ. હતા. ખાનદાન બહારના બે ખલીફા હઝરત હસન બસરી રહ. અને હસન ખ્વાજા કુમૈલ બિન ઝિયાદ રહ. હતા.
હસન બસરી રહ.ના બે ખલીફા હતા.
(૧) એક હબીબ અજમી રહ. અને
(૨) બીજા અબ્દુલવાહિદ બિન ઝેદ રહ.
પ્રથમ ખલીફા હઝરત હબીબ અજમી રહ.થી નવ (૯) સિલસિલાઓ નીકળ્યા છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) હબીબીયાં
હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ રહ.ના પુત્રોમાં બે નેક પુત્રો હતા, તેઓ હઝરત ખ્વાજા હબીબ અજમી રહ. ના શાગિર્દ અને મુરીદ હતા. અને એમનાથી સૌપ્રથમ હબીબીયાં સિલસિલો જારી થયો.
(૨) તૈફૂરિયાં. હઝરત સુતાનુલ આરિફીન ખ્વાજા બાયઝીદ બુસ્તામી રહ.ના વતનનું નામ તૈફૂર હતું. એ આધારે આપના સિલસિલાનું નામ તૈફૂરિયાં (તૈફૂરિયહ) પડયું. આપ રહ. પણ ખ્વાજા હબીબ અજમી રહ.ના ખલીફા હતા.
(૩) કરખીયાં.
હઝરત મઅરૂફ કરખી રહ.ના સિલસિલાનું નામ છે. આપ રહ. હઝરત ખ્વાજા દાઉદ તાઈ રહ.ના ખલીફા હતા અને આ સિલસિલો પણ હઝરત હબીબ રહ. સુધી પહોંચે છે.
(૪) સકતીયાં.
હઝરત સિર્રી સકતી રહ.થી નીકળેલા સિલસિલાનું નામ છે. સિર્રી સકતી રહ. ખ્વાજા મઅરૂફ કરખી રહ.ના ખલીફા હતા.
(૫) જુનૈદિયાં
આ ખ્વાજા જુનૈદ બગદાદી રહ.નો સિલસિલો છે. આ સિલસિલાની બે શાખો છે. એક શેખ ઉસ્માન દક્કાક રહ. અને બીજી શેખ ફખ્રૂદ્દીન મન્સૂર. આ બન્ને હઝરત ઇમામ અબૂહનીફહના શાગિર્દ પણ હતા.
(૬) ગાઝરૂનીયાં.
સુલતાન અમીર ઇસ્હાક ગાઝરૂની રહ.ના સિલસિલાનું નામ છે. આપ રહ. બાદશાહત છોડીને ખ્વાજા અબ્દુલ્લાહ ખફીફ રહ.ના મુરીદ થયા હતા. ગાઝરૂન એમના શહેરનું નામ છે.
(૭) તૂસીયાં.
શેખ અલાઉદ્દીન તૂસી રહ.નો સિલસિલો છે.
(૮) સુહરવર્દીયાં.
આ સિલસિલો શેખ શિહાબુદ્દીન સુહરવર્દી રહ.ના નામ સાથે જોડાયેલ છે અને આગળ જઈને હઝરત જુનૈદ બગદાદી રહ. સુધી પહોંચે છે.
(૯) ફિરદોસીયાં.
આ સિલસિલો પણ હઝરત જુનૈદ બગદાદી રહ. સુધી પહોંચે છે. જુનૈદિયહ સિલસિલામાં આગળ જતાં ખ્વાજા ઝિયાઉદ્દીન રહ. આવે છે, એમણે એમના ખલીફા શેખ નજમુદ્દીન કુબરા રહ.ને સંબોધીને ફરમાવ્યું કે, અમે તમને ફિરદોસના મશાઇખમાં સ્થાન આપ્યું છે. એટલે પછી શેખ નજમુદ્દીન કુબરા રહ.થી આગળ ચાલેલા અનેક સિલસિલાઓમાં એક સિલસિલાને ફિરદોસીયાં કહેવામાં આવે છે.
હઝ. હસન બસરી રહ.ના બીજા ખલીફા હઝ. અબ્દુલ વાહિદ બિન ઝૈદ, રહ.થી પાંચ સિલસિલાઓ નીકળ્યા, જેની વિગત આ છે કે,
ખ્વાજા શેખ અબ્દુલ વાહિદ બિન ઝેદના બે ખલીફા હતા. એક શેખ અબ્દુર્રઝઝાક રહ. એમનાથી ચાલેલા સિલસિલાના બુઝુર્ગો પોતાને (૧૦) 'ઝયદીહ' કહે છે. બીજા ખલીફા ખ્વાજા ફુઝૈલ બિન અયાઝ રહ. હતા. એમના બે ખલીફા હતા. એક શેખ અબ્દુલ્લાહ, આ લોકો પોતાને (૧૧) અયાઝીય્યહ કહે છે. અને બીજા ખલીફા શેખ ઇબ્રાહીમ અદહમ રહ. હતા. એમના બે ખલીફા હતા. એક અબ્દુલ હમીદ રહ. તેઓ પોતાના સિલસિલાને (૧૨) અદહમીય્યહ કહે છે. બીજા ખલીફા હુઝયફહ મરઅશી રહ. હતા. એમના એક ખલીફા શેખ હુબૈરહ બસરી રહ. હતા. જેમના બે ખલીફા હતા. એક શેખ બાયઝીદ, જેઓ પોતાને (૧૩) હુબૈરિયહ (હુબૈરિયાં) કહે છે. બીજા ખલીફા શેખ મુન્શાદ દીનોરી રહ.ના એક ખલીફા શેખ અબૂ ઇસ્હાક ચિશ્તી હતા. એમનાથી (૧૪) ચિશ્તીયા સિલસિલો ચાલ્યો છે. (દસ્તૂરુલ ઉલમા, ફન્ને ષાની, પેજ : ૯૭ – ૧૦૦)
આમાંથી અમુક સિલસિલા જેમ કે ગાઝરૂનિયાં અને કરખીયાં શેખ જુનૈદ બગદાદી રહ. અને હઝરત મઅરૂફ કરખી રહ. અને એમનાથી આગળ હઝરત ઇમામ બાકિર રહ.થી હઝરત અલી રદિ. સુધી પહોંચે છે.
સિલસિલાઓની અત્યાર સુધીની વિગતથી સ્પષ્ટ થાય છે કે અગાઉથી ચાલતા આવતા સિલસિલામાં અલ્લાહ તઆલા કોઈ વિશેષ બંદાથી કોઈ પ્રદેશ કે કોમમાં વધારે કામ લેવા માંગે તો એને વધારે માન-મરતબો અને ઈલ્મ ફઝલ અને કમાલાતથી નવાઝે છે, પરિણામે લોકો ઉપર એની અઝમત અને મહાનતાની ધાક બેસી જાય છે અને અલ્લાહ તઆલા એના વડે એ કોમ અને સમાજની સુધારણાનું કામ લે છે. જેમ કે હઝરત શાહ વલીયુલ્લાહ રહ.નું લખાણ અગાઉ આવી ગયું. આવું બધા જ સિલસિલામાં થાય છે. આવા કોઈ વિશેષ સાહિબે કમાલ દ્વારા જયારે સિલસિલો આગળ વધે છે તો સિલસિલાનું પાછલું નામ ઘણીવાર ભૂલાય જાય છે. અને ઘણીવાર પાછલા નામ સાથે નવું નામ પણ જોડવામાં આવે છે.
ખાનદાનની વંશાવળી એનું સ્પષ્ટ ઉદાહરણ છે. એક બાપના ચાર બેટા હોય અને દરેક બેટાની અવલાદ હોય, પછી એ દરેકની અવલાદ હોય, તો એક બે પઢી પછી એક દાદાનું નાનકડું ખાનદાન મોટો કબીલો બની જાય છે. માટે તસવ્વુફની દરેક કડીએ જે બુઝુર્ગનું નામ હોય છે, એમની સાથે એમના બીજા અનેક પીરભાઈ હોય શકે છે. જેમનો સિલસિલો ઉપરથી બધાનો સરખો પણ એમના પછી દરેકનો અલગ અલગ સિલસિલો જારી થાય છે.
જેમ કે ચિશ્તી સિલસિલામાં હઝરત શેખ ફરીદુદ્દીન ગંજશકર રહ.ના બે મહાન ખલીફાઓ અલાઉદ્દીન અલી અહમદ સાબિર રહ. અને હઝરત શેખ નિઝામુદ્દીન અવલિયા રહ. હતા. શેખ અલાઉદ્દીન અલી અહમદ સાબિર રહ.થી આ સિલસિલો આગળ વધે છે તો એને ચિશ્તી સાબરી કહેવામાં આવે છે. અને શેખ નિઝામુદ્દીન રહ.થી આગળ વધે છે તો એને ચિશ્તી નિઝામી કહેવામાં આવે છે.
નકશબંદી મુજદ્દિદી સિલસિલાને જોઈએ તો :
હઝરત અબૂબક્ર રદિ.થી લઈને ખ્વાજા બાયઝીદ બુસ્તામી રહ. સુધી સિદ્દીકીયહ કે બકરિયહ કહેવાય છે.
પછી હઝરત બાયઝીદ બુસ્તામી રહ.ના વતની નામના આધારે ખ્વાજા અબૂબક્ર ગજદવાની રહ. સુધી તૈફૂરિયહ કહેવાય છે.
અને ખ્વાજએ ખ્વાજગાન શેખ અબ્દુલ ખાલિક ગજદવાની રહ.ની અલગ મહેનત અને બરકતના કારણે આ જ સિલસિલો 'ખ્વાજગાન' કહેવાય છે.
અને જયારે આગળ ખ્વાજા બહાઉદ્દીન નકશબંદી રહ. આવે છે તો એમના પછી એ નકશબંદી કહેવાય છે. આ જ સિલસિલો આગળ જતાં ખ્વાજા બાકી બિલ્લાહના કારણે બાકવી કહેવાય છે. અને પછી શેખ મુજદ્દિદ અલ્ફે ષાની રહ.ની વિશાળ ખિદમાતના કારણે નકશબંદી મુજિદ્દદી કહેવાય છે. (તોહફએ નકશબંદીયહ, ઉર્દૂ અનુવાદ, મુહમ્મદ બિન સુલેમાન : ૩૬)
'મશાઇખે ચિશ્ત' : હઝ. અકદસ મુફતી અહમદ ખાનપૂરી સા. દા.બ. પેજ :૮૧-૮૬માંથી)
ઈબાદત એટલે શું ?
ઉલમાના મતે આજિઝીની લાગણી અને મનોભાવ સાથે કોઈની તાબેદારી -ફરમાબરદારી કરવાને 'ઈબાદત' કહેવાય છે.
એટલે ઇબાદત માટે એવો તરીકો અપનાવવો જરૂરી છે જે અલ્લાહ તઆલાએ નક્કી કર્યો હોય. અલ્લાહ તઆલાએ જ ઇબાદત જરૂરી ઠેરવી છે અને ઇબાદતો થકી એની તાબેદારી કરવાની છે, તો પછી ઇબાદત માટે એવી કોઈ રીત અપનાવવી કેવી રીતે દુરુસ્ત હોય જેનાથી અલ્લાહ રાજી ન હોય. અથવા માણસે એ રીત પોતે નક્કી કરી હોય કે એમાં માણસના દિલમાં આજિઝીની લાગણી ન હોય. બસ, જરૂરી એ છે કે અલ્લાહ તઆલાએ બતાવેલા તરીકા મુજબ ઇબાદત કરવામાં આવે.
હવે પ્રશ્ન આ થાય છે કે કઈ બાબત અલ્લાહ તઆલાને પસંદ છે અને કઈ બાબત નાપસંદ છે, એ કેવી રીતે ખબર પડે ? આપણે તો આપણા જેવા માનવીઓની પસંદ - નાપસંદને આપણી સમજ દ્વારા જાણી સમજી શકતા નથી તો પછી અલ્લાહ તઆલાને કઈ બાબત પસંદ છે અને કઈ બાબત નાપસંદ છે એ માણસ એની બુદ્ધિ-સમજી શકે નહીં એ ચોખ્ખું છે. જયાં સુધી અલ્લાહ તઆલા પોતે ન બતાવે, અલ્લાહની પસંદ-નાપસંદ સમજવી માણસ માટે અશકય છે.
બીજી તરફ આ પણ સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલા ઘણા, મોટા, મહાન, ઉચ્ચ ઝાત છે. દરેક માનવીમાં આ કાબેલિયત ન હોય શકે અલ્લાહ તઆલાને સંબોધન કરીને એની પસંદ નાપસંદ પૂછે, બલકે અલ્લાહ તઆલા ગમે તે માનવીને પોતાની પસંદ કે ઇબાદતની રીત બતાવે એ સમજમાં આવે એવી વાત નથી. એટલે અલ્લાહ તઆલાએ એના ફઝલ વ કરમ થકી અમુક માણસોને નેકી તકવાના ઉચ્ચ મુકામે પહોંચાડીને પોતે જ એમના અંદર યોગ્યતા પેદા કરી, પછી એમને પોતાના નબી - રસૂલ તરીકે નક્કી કરીને એમના થકી સઘળા લોકોને પોતાની વાત પહોંચાડવાનો રસ્તો ખોલ્યો. આમ આ નેક લોકો ખુદાના રસૂલ – નબી કહેવાયા. અને અલ્લાહ તઆલા તરફથી એમને બતાવવામાં આવતી વાતોને વહી કહેવામાં આવે છે.
નબીઓ – રસૂલોને અલ્લાહ તઆલાએ જવાબદારી સોંપી છે કે અલ્લાહના હુકમો બંદાઓને પહોંચાડે, સંભળાવે, સમજાવે, અનુસરણ કરવાની રીત - તરીકાઓ બતાવે.
જયારથી આ સૃષ્ટિમાં માનવીય વંશવેલો ચાલી રહયો છે, નબીઓ રસૂલોની પરંપરા પણ અલ્લાહ તઆલાએ નિરંતર જારી રાખી છે. સહુપ્રથમ હઝરત આદમ અલૈ. અલ્લાહ તઆલાના નબી હતા. અને સમાયંતરે અલ્લાહ તઆલા એના વિશેષ બંદાઓને નબી – રસૂલ તરીકે નિયુકત કરતા રહયા અને લોકો સુધી પોતાના હુકમો પહોંચાડતા રહયા છે. આ નબીઓ મારફતે કોમ લોકોને કિતાબો કે સહીફાઓ પણ આપવામાં આવ્યા. જેમાં અલ્લાહ તઆલાએ એના હુકમો, માર્ગદર્શનો, જન્નત – જહન્નમ, આખિરત વગેરેની બાબતોનું વર્ણન કર્યું હોય.
નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અલ્લાહના આવા છેલ્લા રસૂલ છે. હવે પછી અલ્લાહ તઆલા તરફથી કોઈ રસૂલ કે નબી નહીં હોય. અલ્લાહ તઆલાએ નક્કી કરેલ મુદ્દત મુજબ દુનિયા ખતમ થવાની છે, અને દુનિયા ખતમ થવા સુધીના સમયગાળા માટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મારફત આપવામાં આવેલ હુકમો માર્ગદર્શનો મુજબ લોકોએ અલ્લાહની તાબેદારી – ઇબાદત કરવાની છે.
અલ્લાહ તઆલાએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જે વહી – ખુદાઈ આદેશો આપવામાં આવ્યા, એ કાં કુરઆન સ્વરૂપે છે, અથવા તો હદીસ સ્વરૂપે ઉમ્મત પાસે મહફૂઝ કરાવવામાં આવ્યા છે. કુરઆનના શબ્દો અને શબ્દો થકી વ્યકત થતા અર્થ પણ અલ્લાહ તઆલાએ બતાવેલ છે. જયારે હદીસ શરીફમાં વર્ણવવામાં આવેલ વાતોમાં શબ્દો તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના છે, અલબત્ત એમાં જે અર્થ (હુકમ, માર્ગદર્શન) છે અલ્લાહ તઆલાએ જ દર્શાવેલ છે. જેને પૂરી અમાનતદારી અને જવાબદારી સાથે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ઉમ્મત સામે રજૂ કર્યાં, સમજાવ્યાં અને જરૂરત મુજબ પોતે પણ અમલ કરીને બતાવ્યું છે. એટલે જ ઇબાદત માટે જરૂરી ઠરે છે કે કુરઆનમાં કે હદીસ શરીફમાં દર્શાવવામાં આવેલ રીત, તરીકા કે માર્ગદર્શન મુજબ હોય, એનાથી અલગ કે વિપરીત ન હોય.
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા મવ.
મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
વકફની જમીન વેચીને ભાડાની આવક હેતુ હોલ બનાવવાનો હુકમ
સવાલ : સલામ બાદ જણાવવાનું કે અમારા ગામે મસ્જિદ-મદ્રસા કમીટી સંયુકત છે, જે કુલ ૬ મસ્જિદો અને એક મદ્રસા (મકતબ)નું સંચાલન કરે છે.
આ સંસ્થાના નિભાવ માટે આપણા વડવાઓએ મસ્જિદ-મદ્રસામાં જમીન આપેલ છે, જેની ગણોતની રકમ આ સંસ્થામાં આવે છે, અને તેનો ઉપયોગ પગારખર્ચ, લાઈટ ખર્ચ વિગેરેમાં થાય છે. હાલમાં મદ્રસા બિલ્ડીંગની બાજુમાં મદ્રસાની પડતર જગ્યા છે, જેમાં એક મોટા હોલનું કામ કરી રહયા છે, જેમાં ઉપરોકત લખાણ પ્રમાણે વડવાઓએ આપેલ જમીન થોડી ઘણી વેચીને આ હોલના બાંધવામાં ઉપયોગ કરવાનો છે.
હોલનો ઉપયોગ શાદી પ્રસંગે ભાડે આપી તેની ઉપજ મસ્જિદ મદ્રસાના ખર્ચમાં કરવાનો છે, આ હોલ શાદી પ્રસંગ સિવાય કોઈ મોટો જલ્સો, ઓરતોનો ઈજતિમાઅ, વાર-તહેવાર ઈદની નમાઝ, સંજોગો અનુસાર નમાઝે જનાઝા, તેમજ કોઈ વઅઝો – નસીહત માટે ઉપયોગમાં લેવાનો હોય તો આ જમીન વેચીને આ હોલ બાંધકામમાં આ રકમનો ઉપયોગ કરી શકાય કે નહીં?
આ અગાઉ કમીટીએ થોડીક જમીન વેચીને તે રકમમાંથી દુકાનો લઈ ભાડે આપેલ. જેનું ભાડુ ખેતીની આવક કરતા ૧૦ ગણુ આવે છે. માટે ખુલાસાવાર માર્ગદર્શન આપવા મહેરબાની કરશો.
જવાબ:حامدا ومصليا ومسلما
વકફની જમીન, ખેતર વગેરેને વેચાણ કરવાની હદીસ શરીફમાં મનાઈ ફરમાવવામાં આવી છે, (બુખારી શરીફ ભાગ : ૧) માટે સામાન્ય સ્થિતિમાં વકફની જમીન, ખેતરનું વેચાણ કરવું મનાઈ છે. (શામી : ૬ / ૫૩૮) અલબત્ત ખાસ સંજોગોમાં વકફની જમીનના વેચાણ કરવાની પરવાનગી આપી છે જે પૈકી એક સૂરત આ છે કે વડવાઓ તરફથી વકફ કરવામાં આવેલ જમીન બિલકુલ આવક પાત્ર ન હોય, અથવા એટલી ઓછી આવક આવતી હોય કે તેનાથી જમીનનો ખર્ચ પણ અદા ન થઈ શકતો હોય અને જમીન બોજરૂપ બની ગઈ હોય, તો આવી સૂરતમાં મસ્જિદ-મદ્રસા કમિટીના સભ્યો, ગામના દીનદાર વ્યકિતઓ આલિમોથી સલાહ-મશવેરો કરી, યોગ્ય લાગે તો જમીનને બજાર કિંમતથી વ્યાજબી ભાવે વેચાણે આપે અને આવેલ પૈસાથી તુરંત એના બદલામાં બીજી જમીન ખરીદી કરી લે જે વેચેલ વકફની જમીનના બદલામાં વકફ શુમાર થશે. સવાલમાં વર્ણન કરવામાં આવેલ વડવાઓએ વકફ કરેલ જમીન-ખેતરની સ્થિતિ ઉપર મુજબ હોય તો કમિટીના સભ્યો, દીનદાર લોકો આલિમોથી મશવેરો કરી યોગ્ય જણાય તો બજાર ભાવે વેચાણ આપી તુરંત એના બદલામાં બીજી જમીન પ્રોપર્ટી ખરીદી લેવામાં આવે, અને સદર જમીનની સ્થિતિ ઉપર મુજબ ન હોય કે તે આવકપાત્ર છે, તેની આવક એટલી ઓછી નથી કે જમીનનો ભાર પણ અદા ન થઈ શકે તો આવી સ્થિતિમાં સદર વકફની જમીનને વેચાણે આપવું મના છે.
(શામી : ૬/૫૮૪, કિ. નવાઝિલ : ૧૩/૧૫૩-૧૬૫ ઉપરથી, નયે મસાઈલ ફિકહ એકેદમી: ૫૦-૫૩ ઉપરથી)
હોલ માટે જરૂરી જમીનની ખરીદી કરવા માટે મસ્જિદ – મસાની જરૂરતથી વધુ આવકને ઉપયોગમાં લઈ શકો છો, અને આ પડતર જમીનમાં હોલ ન બનાવતા જમીનની જોગવાઈ મુજબ ઘરો, બહુમાળી ઈમારત વગેરે પણ બનાવી શકો છો.
અસલ તો વકફની જમીનોને બચાવી, તેનું વ્યવસ્થિત આયોજન કરી આવકપાત્ર બનાવવાની જરૂરત છે, પોતાની જમીનોની જેમ તેની પણ સારી રીતે ખેતીની વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી સારી આવક ઉભી થઈ શકે છે. આજે અફસોસની વાત એ છે કે જે રીતે તેને આવકપાત્ર બનાવી શકાય છે, તે તરફ પુરતું ધ્યાન ન આપી, આવી વકફની જમીનોના વેચાણનો સિલસિલો શરૂ કરી દેવામાં આવે છે જે સુધારણા પાત્ર છે. કમિટીઓ એ આ પ્રત્યે ધ્યાન દઈ, વકફની મિલ્કતોનું રક્ષણ કરવાની સખત જરૂરત છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૩-રબજ ૧૪૩૭ હિજરી)
બોધકથા
એક માણસ પાસે જૂની અને મોંઘેરી યાદોની નિશાની સમાન એક કીમતી ઘડિયાળ હતી. માણસ એને સાચવીને રાખતો હતો. એક દિવસ આ ઘડિયાળ ઘાસના ઢગલામાં ખોવાય ગઈ. માણસ ઘણો પરેશાન થયો. ખૂબ શોધખોળ કરી પણ ઘડિયાળ મળી નહીં. અંતે મહોલ્લાના બાળકોને કામ સોંપ્યું કે ઘડિયાળ શોધો, જેને મળશે એને મોટું ઈનામ મળશે. બાળકોએ પણ ઘડિયાળ શોધવા ખૂબ પરસેવો પાડયો, પણ ઘડિયાળ મળી નહીં.
માણસે અંતે નિરાશ થઈને ઘડિયાળ શોધવાનું માંડી વાળ્યું અને સંજોગોને સ્વીકારીને ઘડિયાળ ભૂલી જવાનું નક્કી કરી લીધું અને ઇરાદો કર્યો કે આ ઘાસને હવે સળગાવી દેવામાં આવે. એવામાં એક છોકરો આવ્યો અને કહેવા લાગ્યો કે મને એકલાને ફરી એકવાર ઘડિયાળ શોધવાનો મોકો આપો, શકય છે કે હું શોધી લાવું અને મને ઈનામ મળે.
ઘડિયાળના માલિકે છોકરાને શોધવાની રજા આપી. છોકરો ગયો અને થોડી જ વારમાં ઘડિયાળ શોધી લાવ્યો. માણસને નવાઈ લાગી કે એક જ છોકરો આટલી જલદી ઘડિયાળ કેવી રીતે ગોતી લાવ્યો ?
છોકરાને પૂછયું તો એણે જણાવ્યું કે, મને વિચાર આવ્યો કે ઘડિયાળના ચાલવાનો ટક ટક અવાજ આવતો જ હશે, એટલે હું એકલો જઈને શાંત વાતાવરણમાં ટક ટક સાંભળવાનો પ્રયત્ન કરું તો કદાચ ઘડિયાળ મને મળી આવશે, મેં આમ જ કર્યું અને હું સફળ થયો.
વાર્તા નાની છે, પણ અર્થ સારો અને ગુઢ છે. માણસ એની સમસ્યાનો ઉકેલ શોધવા ભારે શોરબકોર કરે છે, અને આ શોરબકોર કે ધમપછાડા જ સમસ્યાના ઉકેલમાં અવરોધ બને છે. કોઈ પણ સમસ્યાના નિવારણ અને ઉકેલ શોધવા માટે શાંત વાતાવરણ જરૂરી છે.
માણસ પોતાના મગજને રોજ થોડી વાર આરામ આપે. વિચારો, જવાબદારીઓ અને મુંઝવણો ભૂલીને એકાંત અપનાવે, એક ચિત્ત થાય અને પછી સમસ્યા કે જવાબદારી વિશે વિચારે તો સમસ્યાનો સાચો ઉકેલ અને જવાબદારી નિભાવવાનો સરળ અને સાચો રસ્તો જરૂર મળે છે
The Virtues and Benefits of The Month of Sha'ban
Our scholars have reminded us to increase our acts of worship such as repentance in this month of Sha'ban, as shown beautifully by our beloved Prophet s.a.w, in hopes that we are able to maximise our acts of worship in the month of Ramadan.
After the sacred month of Rajab comes the month of Sha'ban. It sits just before the highly anticipated holy month of Ramadan. While many are giving their attention to the latter, this article intends to offer insights into why we shouldn't neglect Sha'ban, but welcome it as a blessed month by itself.
What are its significances? and how can we best reap its benefits?
Here are 3 virtues of Sha'ban that you may not know:
1. Sha'ban is the month when deeds are raised to Allah s.w.t.
Our Prophet Muhammad s.a.w said:
"It is a month where people tend to neglect, between the months of Rajab and Ramadan. It is a month in which the deeds are raised to the Lord of the worlds, and I like my deeds to be raised while I am fasting." (Sunan An-Nasa'i) The Prophet s.a.w. increased his acts of worship by fasting more compared to other months (other than Ramadan).
2. Sha'ban is the month when the verse commanding selawat was revealed.
As cited by Imam Al-Qastallani and Abu Dzar Al-Harawi, it is in the month of Sha'ban when verse 56 from Surah Al-Ahzab was revealed to the Prophet s.a.w. Scholars, therefore, have constantly reminded us to further increase in sending selawat (prayers) and salutations upon our Prophet s.a.w in light of the verse:
Indeed Allah and His angels bestow their prayers upon the Prophet. O you who believe, bestow prayers and peace upon him in abundance. (Surah Al-Ahzab, 33:56)
3. The Qiblah was changed on 15th of Sha'ban
In addition, Al-Imam Ibn Kathir in Al-Bidayah Wan-Nihayah, mentioned the majority of scholars are inclined to the view that the 15th of Sha'ban is also the date when the changing of the Qiblah (direction of prayer) took place. The Qiblah for Muslims in the earlier period of the Prophet's time was initially facing the Baitul-Maqdis, the holy city where Masjid Al-Aqsa is located until Allah s.w.t. later revealed to His beloved Prophet s.a.w about 2 months after the Hijrah:
"We have certainly seen the turning of your face, (O Muhammad), toward the heaven, and We will surely turn you to a qiblah with which you will be pleased. So turn your face toward al-Masjid al-Haram. And wherever you (believers) are, turn your faces toward it (in prayer)." (Al-Baqarah, 2:144)
All these blessed significance and events that took place in the month of Sha'ban are also considered as forms of encouragement for us to increase performing good deeds, such as waking up for the night vigil prayers (qiyamul lail), fasting, acts of remembrance (zikir) or as simple as reciting our supplications (dua).
છેલ્લા પાને
નેકીનું કામ
નેકીનું કામ કોને કહેવાય ? જે કામ લોકોના વખાણ કે ટીકાની પરવા વગર કરવામાં આવે, એ સાચું નેકીનું કામ છે.
સાચો શુક્ર
મોમિન વ્યકિત સારા કામ દ્વારા કોઈનો શુક્ર અદા કરે છે. અને મુનાફિક ફકત મોંઢેથી ફીણ કાઢીને શુક્ર અદા કરતો હોય છે.
ગુનાની દલીલ અને તોબા
ગુનો કર્યા પછી ખોટા તર્ક વિતર્ક થકી એને યોગ્ય ઠેરવવાનું કામ ન કરો. તર્કની લાખ દલીલો અલ્લાહ તઆલા પાસે એક ગુનો પણ માફ નહીં કરાવી શકે, પણ એક આંસુ હઝારો ગુના માફ કરાવી શકે છે. માટે ગુનો કરો તો તોબા માંગો.
સમજદાર માણસ
મોટી મોટી વાતો કરનાર માણસ સમજદાર નથી હોતો. નાની નાની વાતો સમજનાર માણસ સાચો સમજદાર છે.
દોલતની બુરાઈ
દોલત અને હોદ્દાની મુળ ખરાબી આ છે કે એ માણસ પાસે કાયમ રહેતાં નથી, અને જો લાંબો સમય રહી જાય છે તો માણસને માણસ નથી રહેવા દેતા.
ગુસ્સો
કોઈના ઉપર ગુસ્સો કરવાથી માણસના દિલમાં દૂરી અને અંતર આવી જાય છે, ચાહે અવલાદ ઉપર કેમ ન હોય ? અને એને દૂર સમજવાના કારણે જ માણસ ઊંચું બોલે છે. માટે પોતીકા માણસો ઉપર વારંવાર ગુસ્સો ન કરો.
હિકમત શું છે ?
ગમે તેવી રીતે સમસ્યા હલ કરી દેવી હિકમત કે બુદ્ધિનું કામ નથી. બલકે સારી રીતે ઓછા નુકસાને સમસ્યા હલ કરવાનું નામ હિકમત છે.
સબ્ર અને ગુસ્સાના રંગ
સબ્ર, ધીરજના પણ રંગ હોય છે અને ગુસ્સા - ક્રોધના પણ રંગ હોય છે. સબ્ર થકી માણસના જીવનમાં ખુશી શાંતિના રગ ભરાય છે અને ગુસ્સા થકી નફરત અને અશાંતિના રંગ ભરાય છે.
પરીક્ષાનો ઝમાનો
પરીક્ષાઓનો ઝમાનો (સ્કૂલ, કોલેજ..) પૂરો થયા પછી જ સારી પરીક્ષાનો ઝમાનો શરૂ થતો હોય છે.
ખુદાની રહમત
નાની નાની વાતોએ નારાજ થઈને તમારા દોસ્તો તમને તરછોડી દે છે. પણ અલ્લાહ તઆલા નાની નાની વાતોએ રાજી થઈને માણસને પોતાની રહમતમાં સમાવી લે છે.
જવાબદારી શેની ?
માણસ ઉપર આ બાબતે કોઈ જવાબદારી નથી કે એના વિશે લોકો શું વિચારે છે. હા, માણસ પોતાની એ હરકતોનો જવાબદાર જરૂર છે, જેના આધારે લોકો એના વિશે સારું કે ખરાબ વિચારવા પ્રેરાય છે.