અલ-બલાગ : જાન્યુઆરી-2020

તંત્રી સ્થાનેથી 

વર્તમાન સરકારે સંસદના બંને સદનોમાં નાગરિકતા સુધારા ખરડો લાવવાનું એલાન કર્યું હતું ત્યારથી જ દેશમાં બેચેની હતી. અનેક ચુંટણી સભાઓમાં આ બાબતને જે રીતે, જે શબ્દોમાં વર્ણવવામાં આવતી હતી, એનાથી સ્પષ્ટ હતું કે એનો આશય ફકત દેશના એક વિશેષ વર્ગને ટાર્ગેટ કરીને એક કાંકરે બે પક્ષી મારવાનો છે. પ્રથમ મકસદ જાહેરમાં દેખાતો રાજકીય લાભ ખાટવાનો અને બીજો છુપો મકસદ દેશને 'હિંદુ રાષ્ટ્ર' બનાવવાનો, અથવા કમથી કમ દેશના બંધારણને એટલી હદે પ્રભાવિત કરી દેવાનો હતો કે એમાં બંધારણીય રીતે જ હિંદુ ધર્મને કાનૂની અને બુનિયાદી સ્થાન મળે, જેનાથી હવે પછી બંધારણીય રીતે એક ધર્મને પાણી પુરું પાડવામાં આવે, અને બીજા ધર્મો કે એમના અનુયાયીઓને થતા અન્યાયને 'ગુના'ની શ્રેણીમાંથી બહાર કાઢીને ન્યાય ઠેરવવામાં આવે. આ દુરગામી અસરોને જ 'બીજા દરજાના નાગરિકો' બનાવવાનું કાવત્રું કહેવામાં આવે છે. 
આવા તબક્કે અન્યાયના શિકાર થતા લોકો પાસે છેલ્લા બે રસ્તાઓ બાકી બચે છે. શાંતિપૂર્ણ વિરોધ, જેનો દરેક નાગરિકને અધિકાર છે, અને અદાલતી કાર્યવાહી...
અત્રે અફસોસ સાથે કહેવું પડે છે કે છેલ્લા ઘણા સમયથી ભારતની ઉચ્ચ અદાલતના ફેસલાઓમાં સરકારને સમર્થન વધારે મળી રહયું છે અને માનવાધિકારો, બંધારણીય હકો વગેરે બાબતો પ્રતિ દુલર્ક્ષ સેવવામાં આવે છે. એક તરફ સરકાર તો જોહુકમી રીતે અન્યાયી – મનસ્વી કાયદાઓ લાગુ કરીને લોકોને રંજાડે છે, અને લોકો જયારે એના વિરુદ્ધ અદાલતમાં જાય છે તો સરકાર ઉપર કોઈ પણ પ્રકારની રોક લગાવવાના બદલે લાંબી તારીખ આપી દેવામાં આવે છે. જેમાં અંતે સરકારને જ ફાયદો થાય છે.
નોટબંદી વેળા આ ચક્કર ખુબ ચાલ્યું હતું, અદાલતે સરકારને કોઈ સ્ટે આપ્યો નહીં, નોટબંદી ચાલતી રહી અને આજે આખો દેશ એની અસરથી પરેશાન થઈ રહયો છે. હવે નાગરિકતા સુધારા ખરડામાં પણ એમ જ થયું છે.
આ સ્થિતિમાં શાંતિપુર્ણ દેખાવો કરવાનો માર્ગ જ લોકો પાસે બાકી રહે છે, અને આવી સ્થિતિમાં લોકોના દિમાગમાં એવું ઠસી જાય છે કે અમારી પાસે કોઈ બીજા રસ્તો છે જ નહીં.. 
વર્તમાન અદાલતી વ્યવસ્થા આ બાબતની નોંધ લે અને જેમ રાજકરણીઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે એ જ હાલ અદાલતી વ્યવસ્થાનો ન થાય, એનો વિચાર કરે. સરકારમાં જીતીને આવતી પાર્ટી ચાહે બુહમતીમાં હોય, છતાં એ બહુમતી પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતી, એ 'મતદાન'ના આંકડાઓ ઉપરથી સમજી શકાય છે. ચાર – પાંચ ર્સ્પધકોમાંથી કોઈ એકને ચાર પોઇન્ટ મળે અને બીજા ત્રણને બે – બે મળે તો વિજેતા માણસ એની બહુમતીના આધારે વિજેતા નથી હોતો, બલકે વિરોધીઓના વિખરાવના કારણે વિજેતા હોય છે, અને બુહમત એના વિરુદ્ધમાં હોય છે. આમ સંસદમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા લેવાયેલ ફેસલો બહુમતિ પ્રજાના વિચારોનું પ્રતિબિંબ છે એમ ન કહી શકાય. એટલે જ આ તબક્કે સુપ્રિમ કોર્ટને મળેલ સત્તા અને વિવેકનું મહત્વ વધી જાય છે.
આજના તબક્કે પસાર કરવામાં આવેલ નવા કાયદાનો અને હજુ આવનાર અમુક સરકારી નિર્ણયોનો ખુબ વિરોધ થઈ રહયો છે, ત્યારે લોકોને એમ કહીને શાંત કરી શકાય એમ નથી કે આપણે અદાલતના સહારે આપણા અધિકારો મેળવીશું, શાંતિ રાખો, વગેરે... કારણ કે લોકો હવે અદાલતના ભરોસે રહેવાના બદલે પોતાના અધિકારો માટે સ્વંય પોતાની અવાજ બુલંદ કરવા માંગે છે.
સરકાર અને અદાલત જો એમ ઇચ્છતાં હોય કે લોકો એમના ઉપર વિશ્વાસ મુકે તો જરૂરી છે કે તેઓ પણ લોકોના વિશ્વાસ ઉપર ખરા ઉતરે.. અમુક તમુક દષ્ટિકોણો – પુર્વગ્રહો આધારિત અને સિમિત દાયરામાં રહીને નક્કી કરેલ ગેરબંધારણીય નિર્ણયોને બંધારણીય બનાવવા માટે જે કંઈ પ્રયત્નો કરવામાં આવે છે એના ઉપર રોક લગાવવામાં આવે.
પ્રજાના દિલો ઉપર રાજ કરવાના બે રસ્તા છે, એમને ખુશ રાખીને અને એમને સત્તાના જોરે દબાવીને. બંને રસ્તે ચાલવામાં સમાન મહેનત કરવી પડશે.. દબાણ અને અત્યાચારનો રસ્તો પણ સરળ નથી હોતો, તો પછી લોકોની સુખાકારી માટે મહેનત કરવામાં શું ખોટું ? 
–––––––––––––––––––––––––––––

જન્નત અને જહન્નમ કોના માટે તૈયાર કરવામાં આવી છે ? 

મુફતી ફરીદ અહમદ કાવી

يٰأَيُّهَا الَّذِينَ آمَنُوْا لَا تَأْكُلُوا الرِّبٰوا أَضْعَافاً مُّضْعَفَةً وَاتَّقُوا اللهَ لَعَلَّكُمْ تُفْلِحُون﴿130﴾  وَاتَّقُوا النَّارَ الَّتِيْ أُعِدَّتْ لِلْكٰفِرِيْنَ﴿131﴾ وَأَطِيْعُوا اللهَ وَالرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُونَ ﴿132﴾ وَسَارِعُوْٓا إِلٰى مَغْفِرَةٍ مِّنْ  رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمٰوٰتُ وَالْأَرْضُ ۙ أُعِدَّتْ لِلْمُتَّقِيْنَ ﴿133﴾ اَلَّذِيْنَ يُنْفِقُوْنَ فِي السَّرَّآءِ وَالضَّرَّآءِ وَالْكٰظِمِيْنَ الْغَيْظَ وَالْعَافِيْنَ عَنِ النَّاسِ ؕوَاللهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ ﴿134﴾ وَالَّذِيْنَ إِذَا فَعَلُوْا فَاحِشَةً أَوْ ظَلَمُوْٓا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوْا لِذُنُوْبِهِمْ وَمَنْ يَّغْفِرُ الذُّنُوْبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوْا عَلٰى مَا فَعَلُوْا وَهُمْ يَعْلَمُوْنَ ﴿135﴾ أُولٰئِكَ جَزَآؤُهُمْ مَّغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ وَجَنّٰتٌ تَجْرِيْ مِنْ تَحْتِهَا الْأَنْھٰرُ خٰلِدِيْنَ فِيْهَا   ؕ   وَنِعْمَ أَجْرُ الْعٰمِلِيْنَ ﴿136﴾ 

તરજમહ : હે ઈમાનવાળાઓ ! અનેક ગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહથી ડરો, જેથી તમે સફળતા પામો. (૧૩૦) અને તે આગથી પણ ડરો જે કાફિરો (ખુદાના ઇન્કાર કરનારાઓ) માટે તૈયાર કરવામાં આવી છે. (૧૩૧) અને અલ્લાહ તેમજ રસૂલની ફરમાબરદારી કરો. જેથી તમારા ઉપર રહમ કરવામાં આવે. (૧૩ર) અને (હે મુસલમાનો) દોડો, તમારા પરવરદિગારની બખ્શિસ અને તે જન્નત તરફ જેની વિશાળતા આકાશો અને પૃથ્વી જેવી છે, જે અલ્લાહથી ડરનારાઓ માટે તૈયાર કરવામાં આવી છે (૧૩૩) જેઓ સુખમાં અને તંગીમાં (ખુદાની રાહમાં) પૈસા ખર્ચ કરતા રહે છે, અને ગુસ્સાને કાબુમાં રાખનારા તેમજ લોકોને માફ કરનારા છે, અને અલ્લાહ આવા સારા કાર્યો કરનારાઓને ચાહે છે. (૧૩૪) આ લોકો કે જ્યારે કદી કોઇ ગુનાહનું કામ કરી બેસે છે અથવા પોતાનું કોઈ નુકસાન કરી લે છે તો અલ્લાહને યાદ કરે છે, પછી પોતાના ગુનાહોની માફી ચાહે છે અને અલ્લાહ સિવાય ગુનાહોને કોણ માફ કરે છે ? અને જે કંઈ એમણે કર્યું એના ઉપર જાણી જોઈએ અડી પણ રહેતા નથી.(૧૩પ) આ લોકોનો જ બદલો એમના પરવરદિગારની બખ્શિશ છે અને એવી જન્નતો છે જેની નીચે નહેરો વહે છે. તેઓ એમાં હમેંશા રહેશે અને કામ કરનારાઓનો આ કેવો સરસબદલો છે. (૧૩૬)        

તફસીર : અગાઉની આયતોમાં બદર અને ઉહદની લડાઈનું વર્ણન હતું. પછી એમાં અલ્લાહ તઆલાની મદદ આવવાનું વર્ણન હતું. ઉહદ વિશેનું વર્ણન હજુ ચાલુ છે.એ પહેલાં બીજી અમુક બાબતો આ આયતોમાં વર્ણવવામાં આવી છે. વ્યાજની મનાઈ, અલ્લાહ અને રસૂલની ફરમાબરદારી, જન્નત માટે કોશિશ, દરેક સ્થિતિમાં અલ્લાહ તઆલાના રસ્તામાં માલ ખર્ચ કરવો, વગેરે..           

          પહેલી આયતમાં વ્યાજના હરામ હોવાનું વર્ણન  છે. અગાઉ સૂરએ બકરહમાં પણ આ વિશે ઘણી બધી વિગત આવી ગઈ છે. અત્રે ફરી એની તાકીદ કરવામાં આવી છે.    

વ્યાજ,  એવો ગુનો છે,  જે માણસને માણસાઈથી  ખાલી કરી નાખે છે. માણસ નિખાલસ દુનિયાદાર બની જાય છે.ખુદાનો ખોફ અને લોકોની હમદર્દી ખતમ થઈ જાય છે. હદીસ શરીફમાં છે કે વ્યાજનો એક દિરહમ વાપરવાની ગુનો ૩૬ વાર  ઝિના કરવાના ગુનાથી વધારે છે.  

ઉપરોકત આયતમાં જે એમ કહેવામાં આવ્યું છે કે, 'અનેક ગણું વ્યાજ ન ખાઓ,' એનો મતલબ એવો નથી કે થોડું ઘણું વ્યાજ લઈ શકાય છે. બલકે આ આયતમાં વ્યાજખોરોમાં વ્યાજ લેવાની પ્રચલિત અત્યંત ભૂંડી રીત એમને શરમ આવે એ આશયે ઉલ્લેખ કરીને વ્યાજ લેવાને હરામ કહેવામાં આવ્યું. વ્યાજે પૈસા આપનારા ઉધાર આપીને પ્રથમ તો માસિક કે વાર્ષિક વ્યાજ નક્કી કરે છે, પછી દેણદાર આપી ન શકે તો નવી મુદ્દત નક્કી કરીને મુદ્દલ અને વ્યાજ બંને ઉપર વ્યાજ નક્કી કરે છે, એટલે કે વ્યાજને પણ મુદ્દલ ગણી લેવામાં આવે. આમ અુમક વખત થાય તો વ્યાજની રકમ મુદ્દલ કરતાં પણ વધી જાય, એવા સંજોગો બને છે. લોકોમાં પ્રચલિત આ ચક્રવૃત્તિ વ્યાજ ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આયતમાં પછી અલ્લાહ તઆલાથી ડરવાનો હુકમ છે. એનો ફાયદો આ છે કે ખુદાનો ખોફ હોય તો માણસ દરેક ગુનાથી બચે છે, ગુનો થઈ જાય તો તોબા – માફી કરી લે છે, એટલે  દુનિયા અને આખિરતની સાચી સફળતા મેળવે છે.

પછીની આયતમાં વ્યાજખોરોને વિશેષ રૂપે ઘણા જ કડક શબ્દોમાં જહન્નનમી ધમકી આપીને ડરાવવામાં આવ્યા છે. આયતમાં કહેવામાં આવ્યું કે કાફિરો – ખુદાના શત્રુઓ માટે તૈયાર કરવામાં આવેલ જહન્નમથી ડરો. એટલે કે જહન્નમ મુળ રીતે ખુદાના દુશ્મનો માટે છે, પણ અલ્લાહ તઆલાના હુકમનો અનાદર કરનારા મુસલમાનોને પણ એમાં નાખવામાં આવી શકે છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ કેટલો મોટો ગુનો છે, જેના અઝાબમાં મુસલમાનને પણ એવી જહન્નમમાં નાખવામાં આવશે જે કાફિરો માટે બનાવવામાં આવી છે.

  આયત નં ૧૩ર માં કહેવામાં આવ્યું કે, અલ્લાહ  અને એના રસૂલની ફરમાબરદારી કરો, તો અલ્લાહ તઆલાની રહમત મળશે. ખુદાની રહમત મેળવવા માટે આ બે કામો બુનિયાદી હેસિયત ધરાવે છે.      અગાઉની આયતમાં ખુદાના દુશ્મનો માટે તૈયાર કરવામાં આવેલ જહન્નમથી બચવાના કામો કરવાનો હુકમ હતો તો હવે આગળ આયત નં ૧૩૩ માં નેક –  પરહેઝગાર લોકો માટે તૈયાર કરવામાં આવેલ જન્નત  મેળવવાના માટે દોડવાનો હુકમ છે એટલે કે સદા તત્પર –  તૈયાર રહીને નેક કામો કરવાની તાકીદ છે. મવલાના  દરયાબાદી રહ. લખે છે કે, આ આયતથી પુરવાર થાય છે કે ઇસ્લામમાં ફકત બુરાઈઓ – ગુનાહોથી બચવાનું નામ નથી,  બુરાઈઓથી બચવા ઉપરાંત સકારાત્મક, રચનાત્મક, નેક કામો અને ઇબાદતો કરવી પણ જરૂરી છે.  

        જન્નતની વિશાળતા સમજાવા ખાતર અહિંયા  કહેવામાં આવ્યું કે આસમાનો અને જમીન જેવી વિશાળ છે,  એનો મુળ આશય ફકત જન્નતના અતિ વિશાળ હોવાનું વર્ણન છે. જન્નતનું અસલી ક્ષેત્રફળ તો એનાથી પણ ઘણું વિશાળ હશે.હદીસોમાં એક એક માણસને આનાથી વધારે જન્નત મળવાની ખુશખબરી છે. એટલે શકય છે કે આ આખી જન્નતનું વર્ણન ન  હોય, બલકે દરેકને અલગ અલગ મળનાર જન્નતનું વર્ણન હોય.

  આયતમાં આગળ આ જન્નતના હકદારો એટલે  કે મુત્તકીઓના અમુક ગુણોનું વર્ણન છે, એટલે કે માણસે આ ગુણો અપનાવવા જોઈએ, જેથી તે આવી જન્નતનો હકદાર બને.  અત્રે જે ગુણો – ખૂબીઓ વર્ણવવામાં આવી છે તે આ મુજબ  છે :   

  •   સુખ – સમૃદ્ધિ અને તંગી – ગરીબીના  દિવસોમાં ખુશીથી અલ્લાહ ખાતર માલ ખર્ચ કરનાર લોકો.

  •  ગુસ્સાને કાબૂમાં રાખનાર, ગુસ્સામાં કે  આવેશમાં પોતાના ઉપર કાબૂ રાખનાર, જેથી કોઈ ખોટું કામ,  ગુનો કે ઝુલમ ન થઈ જાય. ગુસ્સો તો સામે વાળાની કોઈ ખોટી  વાતથી જ આવે છે, પણ ઘણી વાર એની વાસ્તવિકતા  માણસને ખબર નથી હોતી, સામે વાળો જ સાચો હોય છે, અને  જો સામે વાળો જ ખોટો હોય છતાં ગુસ્સામાં સામાન્ય રીતે  માણસ આગળ વધી જાય છે અને હદથી વધારે કંઈ કરી બેસે  છે, જેના ઉપર પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને દીની  --  દુન્યવી બંને રીતે નુકસાન થાય છે.           

    અમુક  તફસીરકારોએ અત્રે લખ્યું છે કે, અલ્લાહ તઆલાએ એવું નથી  ફરમાવ્યું કે, જે લોકોને ગુસ્સો નથી આવતો...બલકે ગુસ્સો  આવે અને કાબુમાં રાખે, બુદ્ધિને આગળ રાખે અને આવેશને  પાછળ રાખે, એવા લોકોના વખાણ કરીને એમને જન્નતના  હકદાર ઠેરવ્યા છે. સ્વભાવમાં ગરમી આવવાથી ગુસ્સો પેદા  થાય છે, આ ગુસ્સાની જડ ખતમ થઈ જાય અને માણસને ગમે  તેવી ખોટી, અગણમતી વાત ઉપર ગુસ્સો જ ન આવે, એ ઇસ્લામના મતે કોઈ ખૂબીની વાત હરગિઝ નથી. ઇસ્લામનો  મકસદ તો માણસને હદમાં રાખવાનો છે. ગુસ્સો કરવો દરેક  વેળા મના અને ગુનાનું કામ નથી. દરેક વેળા ગુસ્સાને  નુકસાનકારક સમજવું પણ નાદાની છે. હદમાં રહીને ગુસ્સો  આવે, અને યોગ્ય વાતે, યોગ્ય સ્થળે, યોગ્ય આશયે હોય તો  ખામી નથી, બલકે ખૂબી છે.                                      

હદીસ શરીફમાં ગુસ્સાને કાબૂમાં રાખવાની ઘણી ફઝીલત આવી છે.  એક હદીસમાં છે : જે માણસ ગુસ્સાને સામા વાળા ઉપર  ઉતારવાની શકિત ધરાવતો હોય છતાં કાબૂમાં રાખે, તો  અલ્લાહ તઆલા એના દિલને શાંતિ અને ઈમાનથી ભરી દે છે.                                  

મષ્નવીમાં  હઝરત રૂમી રહ.એ એક હિકાયત લખી છે કે એક માણસે હઝરત  ઈસા અલૈ.ને પૂછયું કે કાયનાતમાં સૌથી વધારે ખતરનાક વસ્તુ  શું છે ? આપ રહ.એ જવાબ આપ્યો કે, અલ્લાહ તઆલાનો  ગઝબ – ગુસ્સો. એનાથી તો જહન્નમ પણ થરથર કાંપે છે.  એણે પૂછયું કે એનાથી બચવાની શી રીત હોય શકે ? તો આપ  રહ.એ જવાબ આપ્યો કે પોતાના ગુસ્સાને પી જવો અને કાબુમાં  રાખવો. 

  •  લોકોના કસૂર અને ભૂલોને માફ કરનાર લોકો.  ગુસ્સામાં કાબૂ કરવાથી પણ વધારે મોટું અને અઘરું આ કામ  છે. અર્થાત કોઈની ભૂલ ઉપર ગુસ્સો કર્યા વગર એને ભૂલ  મુજબ જ સજા આપવામાં આવે તો બરાબરનો વર્તાવ થયો,  અને એનાથી આગળ વધીને માફ કરી દેવામાં આવે તો એ  વધારે નેકીનું કામ છે. ગુસ્સો એક નકારાત્મક બાબત હતી, અને  માફી એનાથી આગળની એક સકારાત્મક અને રચનાત્મક ખૂબી  છે.

  •  નેકી અને એહસાન કરનાર લોકો. એટલે કે  દરેક કામ સારી રીતે કરનાર અને ઉપકાર કરનાર લોકો.  અલ્લાહ તઆલા આવા લોકોને વિશેષ મુહબ્બત કરે છે. આ  ઓર વધારે મોટી નેકીનું કામ છે. માફ કરવા પછી પણ ખોટું  કરનાર સાથે માણસ ઉપકાર અને સદાચાર દાખવે તો  અતિઉચ્ચ દરજાની નેકી છે.

  •  આ લોકોથી અગર કોઈ ગુનો કે બુરાઈ  (અલ્લાહના હકોમાં કોતાહી થાય કે બંદાના હકોમાં કોતાહી) થઈ  જાય છે તો તુંરત એનો એહસાસ કરીને અલ્લાહ તઆલાને યાદ  કરે છે અને માફી – તોબા કરે છે.

  •  જે કંઈ કોતાહી એમના તરફથી થઈ છે એના  ઉપર અડી નથી રહેતા, વારંવાર નથી કરતા. ગુનો કરવો  એમની આદત નથી.     

             આવા લોકોનો બદલો અલ્લાહ તઆલા તરફથી  જે જન્નત છે એનું આગળ સુંદર શબ્દોમાં વર્ણન છે :

''આ લોકોનો જ બદલો એમના  પરવરદિગારની બખ્શિશ છે અને એવી જન્નતો છે જેની નીચે  નહેરો વહે છે. તેઓ એમાં હમેંશા રહેશે અને કામ કરનારાઓનો  આ કેવો સરસબદલો છે.'' ––––––––––––––––––––––––––––––    


હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને કાકા અબૂતાલિબ

બાળપણમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અબૂતાલિબના જ ઘરમાં હઝરત અલી રદિ. અને એમના બીજા ભાઈઓ સાથે સગાભાઈઓની જેમ મોટા થયા. હઝરત અબૂતાલિબ મોટા માલદાર ન હતા. છતાં ભત્રીજા મુહમ્મદ (સલ.)ના ભરણપોષણ અને ઉછેરમાં કોઈ કચાસ છોડી નહીં. પોતાના સગા પુત્રો કરતાં વધારે પ્રેમ અને હેતથી વર્તતા હતા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પોતાની આંખોથી દૂર થવા દેતા ન હતા. ખાવામાં પણ આપનો વિશેષ ખ્યાલ રાખતા હતા. એકવાર અબૂતાલિબ શામની સફરે જઈ રહયા હતા. સફરની તૈયારી પૂરી થઈ અને નીકળવાનો સમય આવ્યો તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એમની જુદાઈના એહસાસમાં ગમગીન થઈ ગયા. આ દશ્ય જોઈને અબૂતાલિબનું હૈયું મુહબ્બતથી ઉભરાય ગયું. કહેવા લાગ્યા : ખુદાની કસમ ! ન તો હું આ બાકળને છોડી શકું છું અને ન તો આ બાળક મારા વગર રહી શકે એમ છે. હું એને મારી સાથે સફરમાં લઈ જઈશ.

મક્કામાં જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નુબુવ્વતનું એલાન કર્યું, મુર્તિપૂજા અને એનાથી લગતી બીજી રસમો, ઝુલમ, અત્યાચાર અને અન્ય બદીઓ વિરુદ્ધ ઈમાન, સચ્ચાઈ અને સંસ્કારની ચળવળ ચલાવી તો આખું મક્કહ આપનું વિરોધી થઈ ગયું. આ સ્થિતિમાં મુસલમાન ન હોવા છતાં અબૂતાલિબ આપના સમર્થનમાં અડગ રહયા. મક્કાના સરદારોએ આવીને અબૂતાલિબને કહયું કે તમે અમારા સરદાર છો. અમે તમારું સન્માન કરીએ છીએ. અમે તમને વિનંતી કરી હતી કે તમારા ભત્રીજાને રોકો. પણ તમે એમ કરતા નથી. અમે અમારા બાપદાદાઓનું અપમાન, અમારા માબૂદો અને મુર્તિઓની બુરાઈ ઘણી સાંભળી લીધી. હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. હવે કાં તો તમે મુહમ્મદ (સલ.)ને રોકો અથવા અમે અને તમે આમને સામે લડી લઈએ અને કોઈ એક સમુહ હાર્યો – માર્યો જાય.

અબૂ તાલિબે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બોલાવ્યા અને બધી વિગત સંભળાવીને ઇચ્છા દર્શાવી કે ભત્રીજા ! તમે મારા ઉપર અને તમારા પોતાના ઉપર કંઈક રહમ કરો. આપ સલ્લલ્લાહુઅલયહિ વ સલ્લમે જવાબ આપ્યો : આ લોકો જમણા હાથમાં સૂરજ  અને ડાબા હાથમાં ચાંદ લાવીને મૂકી દે તો પણ હું મારું કામ છોડીશ નહીં. હું મારું કામ કરતો રહીશ. પછી અલ્લાહ ચાહે તો આ કામને આગળ વધારી દે અથવા હું એમાં ખપી જાઉં. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ જવાબ સાંભળીને અબૂતાલિબે મુસલમાન ન હતાં છતાં આપને કહયું : મારા પ્યારા ભત્રીજા ! તમારું કામ જારી રાખો. જે કહેવું હોય અને જે તાલીમ આપવી હોય તે આપો. ખુદાની કસમ ! હું તમને એમના હવાલે નહીં કરું અને તમારી મદદ કરતો રહીશ.

          અબૂતાલિબની અડગતા અને સમર્થનના કારણે મક્કાના સરદારોએ અબ્દુલ મુત્તલિબના ખાનદાનનો બાયકોટ કરવાનો અને સંબંધો તોડી લેવાનો નિર્ણય કર્યો અને એક કરાર લખીને કાબા શરીફના દરવાજે લટકાવી દીધો. આ સ્થિતિમાં અબૂતાલિબ અને એમના કારણે ખાનદાનના અન્ય લોકોએ બાયકોટ સ્વીકારીને એકલા પડી જવાનું પસંદ કર્યું પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો સાથ છોડયો નહીં. આખું ખાનદાન મક્કાના ઘરો છોડીને એક તળેટીમાં રહેવા ચાલ્યું ગયું અને ત્રણ વરસ ત્યાં જ રહયું.

      આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વતના દસમાં વરસે લગભગ ૮૦ વરસની ઉમરે શવ્વાલમાં અબૂતાલિબની વફાત થઈ. અબૂતાલિબે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ભરપૂર હિમાયત કરી પણ મુસલમાન થયા નહીં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના મુસલમાન ન થવાનો ઘણો અફસોસ હતો.

        અબૂતાલિબના અહલિયહ એટલે હઝરત અલી રદિ.ના વાલિદહનું નામ ફાતિમહ બિન્તે અસદ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એમના વિશે ફરમાવતા હતા કે જે વાલિદહની કુખે મારો જન્મ થયો એમની વફાત પછી આ ખાતૂન જ મારા વાલિદહ હતાં. અબૂતાલિબના ઘરે કોઈ દાવત હોય અને બધા ભેગા હું પણ ખાવામાં શરીક હોઉં છતાં એમાંથી કંઈક બચાવીને રાખતા હતા, અને પાછળથી મને ખવડાવતાં હતાં. હઝરત ફાતિમહ બિન્તે અસદ રદિ.ને અલ્લાહ તઆલાએ ઇસ્લામની દોલતથી નવાઝયાં હતાં. મદીના હિજરત પણ કરી હતી. એમની વફાત વેળા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના હાથે પોતાના ઝભ્ભાનું કફન પહેરાવ્યું, એમની કબરમાં ઉતરીને પહેલાં પોતે એકવાર સૂઈ ગયા પછી એમને દફન કર્યાં.

 તબરાનીમાં છે કે એમની તદફીન પછી કોઈએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે, આજે જે પ્રમાણે કર્યું એવું કામ કરતા આપને અમે પહેલાં જોયા નથી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મેં એમને મારો ઝભ્ભો પહેરાવ્યો, તેઓ મને જન્નતનો ઝભ્ભો પહેરાવશે. હું એમની કબરમાં સૂઈ ગયો, જેથી કબરના દબાણમાં એમને રાહત રહે. મારી સાથે સદવર્તન કરનાર લોકોમાં અબૂતાલિબ પછી તેઓ સૌથી આગળ હતાં.

   નબવી જીવનની આ મહત્વની ઘટનાનો સાર આ છે કે સત્યનો સાથ આપવા બાબતે માણસે સદાએ અડગ રહેવું જોઈએ. અને જો સચ્ચાઈ – હકની અવાઝ ઉઠાવનાર માણસ પોતાના ખાનદાનનો હોય તો એનો સાથ આપવો ખાનદાનના લોકો ઉપર ઓર વધારે જરૂરી છે, આવો સહકાર શરઈ હુકમ તો છે જ, પણ માનવીય સંસ્કાર અને ખાનદાની અખ્લાક પણ છે. અબૂતાલિબ ઇસ્લામને સાચો સમજવા છતાં – અમુક ક્ષુલ્લક કારણોના આધારે– ઇસ્લામ અપનાવતા ન હતા, પણ ખાનદાની પરંપરા અને માનવીય સંસ્કારોના આધારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પડખે ઉભા રહયા.  .......


મુસલમાનો તબાહ થઈ રહયા છે. આવી સ્થિતીમાં એમણે શું કરવું જોઈએ ?

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ

“ઇસ્લામી સિયાસત”નો ક્રમશ અનુવાદ .મુફતી ફરીદ અહમદ કાવી

–––––––––––––––––––––––––––––––––––

પ્રશ્ન નંબર : ૪. મુસલમાનો તબાહ થઈ રહયા છે. આવી સ્થિતીમાં એમણે શું કરવું જોઈએ ?

જવાબ : આ સાચી વાત છે કે મુસલમાન દરેક રીતે પરેશાન છે. વ્યકિતગત મુસીબતો ઉપરાંત સામુહિક, સામાજિક, કોમી અને મિલ્લી બધા જ પ્રકારની ચિંતાઓ મુસલમાનોની આસપાસ વીંટળાયેલી છે. અલબત્ત આ સવાલ કે મુસલમાનોએ કયા પગલાં ભરવા જોઈએ ? એક સામાન્ય મુસલમાનના મુખે આવે એ પણ નવાઈની વાત છે, કોઈ આલિમની કલમે આવો સવાલ તો ઓર વધારે નવાઈની વાત છે.

 ઇસ્લામ એવો ધર્મ છે જેના વિશે અલ્લાહ તઆલાએ પોતાના કલામ કુરઆનમાં પરિપૂર્ણ ધર્મ હોવાનું એલાન ફરમાવી દીધું છે. અને એની ખૂબીઓને પોતાનું એહસાન તેમજ ભરપૂર નેઅમતોની ઉપમા આપી છે. કેટલા પ્યારા શબ્દોમાં આ બાબત અલ્લાહ તઆલાએ કુરઆનમાં વર્ણવી છેઃ

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِيْنَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِيْ وَ رَضِيْتُ لَكُمُ الْإِسْلَامَ دِيْناً

 તરજમહ : આજે મેં તમારા માટે તમારા દીનને પૂર્ણ કરી દીધો. અને તમારા ઉપર મારું ઇનામ પણ પૂરું કરી દીધું. અને હું ચાહું છું કે તમારો દીન ઇસ્લામ જ હોય. કેટલી મુબારક અને મહાન વિશેષતા અને નેઅમત છે !          આવો પૂર્ણ અને પવિત્ર ધર્મ પાળવાનો દાવેદાર અને અનુયાયી, આ બાબતે પરેશાન હોય કે ''મુસલમાનો શું કરે ?''

અલ્લાહ તઆલાએ અને એના સાચા રસૂલે દીન અને દુનિયાની કોઈ એવી બાબત છોડી નથી જેના વિશે સ્પષ્ટ શબ્દોમાં કોઈ હુકમ દર્શાવ્યો ન હોય. એના ફાયદા અને નુકસાનો સમજાવ્યા ન હોય. અને આ બધું ફકત મોઢાની વાતો કે પુસ્તકની તાલીમ પુરતું મર્યાદિત નથી. બલકે અલ્લાહ અલ્લાહ તઆલાના સાચા રસૂલ અને રસૂલના વફાદાર અનુયાયીઓ (સહાબા)એ અમલી રીતે સાકાર કરીને બતાવ્યું છે. મારા કહેવાનો સાર આ છે કે દીન અને દુનિયાની ભલાઈ રસૂલે ખુદાના અનુસરણમાં જ છુપાયેલી છે. પરંતુ આપણે બધા રસૂલે ખુદાના રસ્તે ચાલવાને પછાતપણું, અંધશ્રદ્ધા, અને સુન્નતના અનુસરણને સંકુચિતતા સમજીએ છીએ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની દરેક હરકત અને કામ, રિવાયત કરનાર સહાબા અને મુહદ્દિષીનની મહેનતોના પ્રતાપે કિતાબોમાં મોજૂદ છે. એક તરફ એ બધું સામે રાખો અને બીજી તરફ ઉમ્મતના હાલાત સામે રાખીને જુઓ...

મુસીબતો અને પરેશાનીઓના બાતેની અસબાબ

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક એક સુન્નતને જાણી જોઈને આગળ વધીને આપણે છોડી રહયા છે. બલકે સુન્નત વિરુદ્ધ કામ કરીને જાણે એનો મુકાબલો કરી રહયા છીએ. સુન્નતની તાકીદ – નસીહત કરનારને બેવકૂફ અને નાદાન સમજવામાં આવે છે. આ ગુનાની કોઈ હદ નથી. આવી સ્થિતિમાં મુસલમાનો કયા મોંઢે પરેશાનીની શિકાયત કરે છે ? તકરીરો અને લખાણોમાં મુસલમાનોની તબાહીનો શોર મચાવવાનો શો અર્થ ?

આ બધું તો આપણા હાથના કર્યાં આપણને વાગી રહયાં છે. પોતાના હાથે નોતરેલી મુસીબતનો શું ઇલાજ હોય શકે ?

અલ્લાહ તઆલા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે : તમને જે કોઈ મુસીબત પહોંચે છે, એ તમારા હાથોએ કરેલ કામોનું પરિણામ છે. એમાંયે અલ્લાહ તઆલા ઘણું બધું માફ કરી દે છે. અને તમે જમીન ઉપર અલ્લાહ તઆલાને હરાવી શકવાના નથી. અને અલ્લાહ તઆલા સિવાય તમારો હિમાયતી અને મદદગાર પણ નથી. (શૂરા)

કુરાનમાં બીજા એક સ્થળે છે : જલ – થલ (આખી દુનિયા)માં લોકોના કામોના પરિણામે ફસાદ – ઉત્પાત (મુસીબતો, દુકાળ, ધરતીકંપ વગેરે) મચી રહયો છે. આ એટલા માટે કે અલ્લાહ તઆલા લોકોને એમના અમુક કામોની સજા ચખાડવા ચાહે છે, કદાચ તેઓ એમના (ગુનાહિત) કાર્યોથી અટકી જાય. (સૂ. રૂમ)

 આ પ્રકારની વાત કુરઆન શરીફમાં બે – ચાર નહીં, અનેક વાર કહેવામાં આવી છે. પહેલી આયત વિશે હઝરત અલી રદિ. ફરમાવે છે : મને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હું તને આ આયતની તફસીર બતાવું છું,

''હે અલી ! તમને જે કંઈ પણ થાય, બીમારી, અઝાબ કે દુનિયાની કોઈ પણ મુસીબત હોય, બધું તમારા હાથોની જ કમાઈ છે.''

હઝરત હસન ફરમાવે છે : જયારે આ આયત નાઝિલ થઈ તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું જેના હાથોમાં મારા પ્રાણ છે, તે ઝાતની કસમ! કોઈ લાકડીની ઉઝરડો કે શરીરની નસ ફફડવી, કે પગનો ઠોકર કે પથ્થર વાગવું, જે કંઈ થાય છે એ બધું કોઈ ગુનાના કારણે જ હોય છે

હઝરત અબૂ મુસા અશ્અરી રદિ. ફરમાવે છે : નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : કોઈ બંદા ઉપર કોઈ ઝખમ અથવા એનાથી ઓછી પણ, જે મુસીબત આવી પડે છે, એ એની જ કોઈ હરકતના કારણે આવે છે. હઝરત ઇમરાન બિન હુસૈન રદિ.ના શરીરમાં કોઈ તકલીફ હતી, લોકો ખબર લેવા આવ્યા અને અફસોસ કરવા લાગ્યા. તો ફરમાવ્યું, એમાં અફસોસની કોઈ વાત નથી. કોઈ ગુનાના કારણે આ મુસીબત આવી પડી છે.

 હઝરત ઝહાક રહ. ફરમાવે છે કે, જે માણસ કુરઆન પાક પઢીને ભૂલી જાય તે કોઈ ગુનાના કારણે જ હોય છે. પછી ઉપરોકત આયત પઢી અને ફરમાવ્યું કે કુરઆન શરીફ ભૂલી જવાથી વધારે મોટી મુસીબત બીજી કઈ હોય શકે છે.

            હઝ. અબૂ બક્ર રદિ.ના પુત્રી હઝરત અસ્માઅ રદિ.ના માથામાં દુખાવો થયો તો માથા ઉપર હાથ મુકીને કહેવા લાગ્યાં કે મારા ગુનાહોના કારણે આ બધું થયું છે. (ઇબ્ને કષીર)

અમુક વાર મુસીબતો અને પરેશાનીઓના કારણે બીજા પણ હોય શકે છે. જેના કારણે અંબિયાએ કિરામ અલૈ. અને માસૂમ બાળકો ઉપર પણ પરેશાની આવે છે. અત્રે એના વર્ણવ કરવાનું સ્થળ નથી. અને મારો આશય પણ આ સ્થળે આ વિષયની બધી આયતો અને હદીસોનું વર્ણન કરવાનો નથી. મારો મકસદ તો ફકત આટલો જ છે કે આ આયતો અને હદીસોમાં એક સિદ્ધાંત વર્ણવવામાં આવ્યો છે, અને આ બધી મુસીબતો અને પરેશાનીઓનો એક વિશેષ સબબ વર્ણવવામાં આવ્યો છે. આ સબબ – પરિબળ એટલો મજબૂત છે કે એની ઝેરીલી અસરમાં ઘણીવાર એવા લોકો પણ આવી જાય છે કે જે આવા ગુનાહોમાં સપડાયેલા નથી હોતા. એક હદીસ શરીફમાં છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે : આ ઉમ્મતના છેલ્લા દિવસોમાં 'ખસફ' એટલે કે ધરતી ધસી પડવા અને એમાં લોકો – મકાનો દબાય જવાની ઘટનાઓ ઘટશે. અને 'મસખ' એટલે કે માણસો કુતરા – વાનર બની જવાની ઘટનાઓ પણ થશે. અને 'કઝફ' એટલે કે આસમાનેથી પથ્થરોનો વરસાદ થશે. કોઈકે પૂછયું કે યા રસૂલલ્લાહ ! અમારા દરમિયાન નેક લોકો હશે છતાં અમે બરબાદ થશું ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હા, જયારે બુરાઈઓ વધી પડશે તો આમ થશે.۔ (તિરમિઝી)

બુરાઈઓ વધી પડશે ત્યારે નેક લોકો હોવા છતાં અઝાબ આવી શકે છે, એવી ચેતવણી વિવિધ શબ્દોમાં બીજી અનેક હદીસોમાં પણ આવી છે કે નેક કામોમાં એક બીજાની મદદ કરતા રહો, અને બુરાઈઓથી રોકતા રહો, નહીંતર અલ્લાહ તઆલા તમારા ઉપર અઝાબ ઉતારી દેશે.

અુમક હદીસમાં આગળ આમ પણ છે કે, આવા સમયે તમે દુઆ કરશો તો દુઆઓ પણ કુબૂલ થશે નહીં. એક હદીસમાં છે કે જે સમાજ – સમુહમાં કોઈ નાજાઇઝ વાત ચાલી પડે અને સમાજના લોકો એને રોકવાની શકિત ધરાવતા હોય છતાં રોકશે નહીં તો મરવા પહેલાં અલ્લાહ તઆલા આ સમાજ – જમાતને કોઈ અઝાબમાં સપડાવશે.

એક હદીસમાં છે કે અલ્લાહ તઆલાએ હઝરત જિબ્રઇલ અલૈ.ને એકવાર કોઈ વસતીને અઝાબ સ્વરૂપે પલટાવી દેવાનો હુકમ ફરમાવ્યો. એમણે અરજ કરી કે આ વસતીમાં તો ફલાણો બંદો એવો છે જેણે કદી પણ તમારા હુકમનો અનાદર નથી કર્યો. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું : આ સાચી વાત છે, પણ મારા કારણે કદી એના માથે કરચલી નથી પડી કે મારા ખુદાના હુકમો વિરુદ્ધ લોકો કામો કરી રહયા છે. મતલબ આ છે કે મારી નાફરમાની જોઈને પણ એને કદી રંજ કે ગુસ્સો નથી આવ્યો. આ તો નેકીનો છેલ્લો દરજો છે. આટલો એહસાસ તો એને હોવો જ જોઈએ.

આ પ્રકારની બીજી પણ સેંકડો હદીસો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની રિવાયતોમાં છે. એ બધી અત્રે વર્ણવવી મુશ્કેલ છે. જેમાં નાજાઇઝ કામ જોઈને કમથી કમ રંજ – ગુસ્સો ન થવા બાબતે વઇદ (અઝાબની ધમકી) આવી છે. એટલે કે આ બુરાઈઓ રોકવા બાબતે શકિત ન હોય તો કમથી કમ બુરાઈઓ જોઈને માણસને અફસોસ થવો જરૂરી છે.

 હવે આપણે આપણા હાલાત – સંજોગોને બન્ને પ્રકારના નબવી કથનો પ્રમાણે તપાસી લઈએ. કેટલા બધા ગુનાહોમાં આપણે પોતે હર સમયે મશ્ગૂલ હોઈએ છીએ. અને આગળ આવેલી હદીસો મુજબ કેટલા બધા અઝાબ અને પરેશાનીઓ આપણા ઉપર આવવી જોઈએ. અને સાથે જ આ પણ વિચારીએ કે બીજા લોકો દ્વારા અલ્લાહ તઆલાની નાફરમાની થતી જોઈને આપણને કેટલી બેચેની – અફસોસ થાય છે ? આવી સ્થિતિમાં શું આપણી દુઆઓ કુબૂલ થઈ શકે છે ? અને આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે ? આ તો અલ્લાહ તઆલાની રહમત અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે નિસ્બત અને એમની મકબૂલ દુઆઓની બરકત છે કે અલ્લાહ તઆલા આખી કોમને એક સામટી બરબાદ નથી કરી દેતા. આપણો તો હાલ એવો છે કે ગુનાહોને આપણે ગર્વની બાબત સમજીએ છીએ. અને બેદીનીને પ્રગતિની રાહ સમજીએ છીએ. દીન – અને ઇસ્લામ બાબતે કુફ્રની વાતો બોલવાને આધુનિક વિચાર સમજવામાં આવે છે. અને આ બાબતો કોઈ ટકોર કરવા ચાહે તો એને જ બુરો સમજવામાં આવે છે, જુનવાણી મુલ્લા કહેવામાં આવે છે. દુનિયાના હાલાત અને ઝમાનાની જરૂરતોથી બે ખબર – જાહેલ કહેવામાં આવે છે. તરક્કીનો દુશ્મન અને અવરોધરૂપ સમજવામાં ઓ છે.  ·······

સુર્યગ્રહણ વિશે ઇસ્લામી માર્ગદર્શન

સુર્યગ્રહણ અને ચંદ્રગહણ અલ્લાહ તઆલાની કુદરતની નિશાની છે. એનાથી સ્પષ્ટ થાય છે કે સુર્ય અને ચંદ્ર અલ્લાહ તઆલાએ પેદા કર્યા છે અને અલ્લાહ તઆલાએ આ બધાને પોતાના તાબામાં રાખ્યા છે. એમનો પ્રકાશ અને ચમક પણ અલ્લાહના કબજામાં છે. એનાથી એ પણ સબક મળે છે કે આ બધી વસ્તુઓ અશકત અને કમઝોર છે. સુર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે અને એમનો પ્રકાશ ઝાંખો પડી જાય છે, કંઈ આડે આવી જાય છે તો પછી આ વસ્તુઓ પૂજવાને કાબેલ ન હોય શકે. એમની ઇબાદત કરવી અથવા શકિતશાળી સમજવું ખોટું છે.

ગ્રહણ, ઘરતીકંપ, વાવાઝોડું, પૂર, સુનામી વગેરે વસ્તુઓ કાયનાત અને સૃષ્ટિના સંચાલન માટે અલ્લાહ તઆલાએ જે વ્યવસ્થા બનાવી છે, એના અસ્તવ્યસ્ત હોવાની દલીલ છે, આવી જ રીતે અલ્લાહ તઆલા ગુનેગાર કોમ ઉપર અઝાબ મોકલે છે. લોકો કુદરતની સીધી ચાલના કારણે પોતાને સલામત અને પોતાની તદબીરોને કારગર સમજે છે, એવામાં જ અલ્લાહ તઆલા આવી અવ્યવસ્થા સર્જીને લોકોને અચાનક અઝાબમાં પકડી લે છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં એકવાર સુર્યગ્રહણ થયું. સંજોગોવસાત આ જ દિવસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાહબઝાદહ હઝરત ઇબ્રાહીમ રદિ.નો બાળપણમાં જ ઇન્તેકાલ થયો. એટલે અમુક લોકો કહેવા લાગ્યા કે એમના મૃત્યુના કારણે જ સુર્યને ગ્રહણ લાગ્યું છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા વિચારોને રદિયો આપ્યો અને ફરમાવ્યું કે સુર્ય અને ચંદ્ર અલ્લાહ તઆલાની નિશાનીઓ છે. કોઈના મૃત્યુ કે કોઈના જન્મ સાથે એને કોઈ લેવા દેવા નથી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ સમયે લાંબી નમાઝ પઢી. (બુખારી શરીફ)

ઇસ્લામી માન્યતા અનુસાર સુર્યગ્રહણને દુનિયામાં બનતા અન્ય બનાવો સાથે શુકન અને અપશુકન સાથે કોઈ લેવા દેવા નથી. અલબત્ત ગ્રહણ થકી અલ્લાહ તઆલાની કુદરત અને શકિત સામે આવે છે, એની સામે સુર્ય જેવો શકિતશાળી ગ્રહ પણ પોતાનો પ્રકાશ ખોઈ બેસતો હોય તો આપણા બધાની શી વિસાત ! એટલે આ સમયે અલ્લાહ તઆલાની કુદરત અને મહાનતાને યાદ કરીને એના અઝાબ – નારાઝગીથી બચવા માટે દુઆ કરવી, ગુનાહોથી તોબા કરવી, નમાઝ પઢવી, અને સદકો કરવો જોઈએ, એ ઇસ્લામની તાલીમ છે.


નમાજમાં આળસ કરવું મુનાફિકોની નિશાની છે.

મસ્જિદમાં જઈ જમાઅત સાથે નમાઝની અદાયગીમાં મોડું કરવું તથા વિના કારણે જમાઅત વગર નમાજ પઢવી યોગ્ય નથી. આવું કરવાથી માણસ આળસુ બની જાય છે અને આ ગફલત તેની ટેવ બની જાય છે, જે એક મુસલમાન માટે ખૂબ જ ગંભીર બાબત છે, નમાજમાં સુસ્તી અને આળસ કરવી, મોડું કરી નમાજ પઢવી અથવા સમય પુરો થઈ ગયા પછી કઝા પઢવી અથવા કારણ વિના કંઈ નમાજોને એક સાથે પઢવી અથવા કાયમ જમાઅતમાં એક બે રકાતો પછી શામેલ થવું, (એટલે કે રકાતો છોડવી) ખૂબ જ ગંભીર બાબત છે. જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે.

             અલ્લાહ તઆલાનો ઈર્શાદ છે :

فَوَيْلٌ لِّلْمُصَلِّيْنَ الَّذِيْنَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُوْنَ الَّذِيْنَ هُمْ يُرَاعُوْنَ وَيَمْنَعُوْنَ الْمَاعُوْنَ

અર્થ :  ફરી તે નમાજીઓની ભારે ખરાબી છે કે જેઓ પોતાની નમાઝથી બેદરકાર છે, તેઓ એવા છે કે (જયારે બંદગી કરે છે તો) દેખાડવા માટે કરે છે અને નજીવી વાપરવાની વસ્તુ માંગેથી પણ આપતા નથી.

 નાદાન કોણ ?

“ પછી તેમની પાછળ એવા નાલાયકો પેદા થયા જેમણે નમાજને બરબાદ કરી અને (નાજાઈઝ) મનેચ્છાઓની પાછળ પડી ગયા . તો એવા લોગો આગળ (આખિરતમાં) ગુમરાહી (ની સજા)ને જોઈ લેશે. (સૂરએ મરયમ : પ૯)

પરંતુ જેમણે તૌબા કરી અને ઈમાન લાવ્યા તેમજ નેક કર્મો કર્યા તો એવા લોકો જન્નતમાં પ્રવેશ કરશે અને તેમની સાથે જરાયે અન્યાય કરવામાં નહીં આવે.۔ ( સૂરએ મરયમ : ૬૦)

તો સ્પષ્ટ થયું કે નમાજમાં ગફલત કરવી એ મુનાફિકોનું કામ અને આદત છે અને જમાઅતથી દૂર રહેનાર એવી બકરી જેવો છે જે સમુહથી અલગ રહે અને પછી વાઘનો (કે કોઈ હિંસક જાનવરનો) ભોગ બને છે. એ જ રીતે અલગ રહેનારને પણ  શયતાન પોતાની જાળમાં ફસાવી દે છે, અને પછી તેને ભટકાવી દે છે.

હઝરત અબૂ દર્દા (રદિ.)થી રિવાયત છે કે મેં અલ્લાહના રસૂલ (સલ.)ના મોઢેથી સાંભળ્યું છે કે ''જે વિસ્તાર કે જંગલમાં ત્રણ માણસો હોવા છતાં (જમાઅત સાથે) નમાજનો પ્રબંધ કરવામાં ન આવે તો શયતાન તેને પોતાની જાળમાં અવશ્ય ફસાવી દે છે. માટે તમે જમાઅતનો પ્રબંધ કરો. ખરેખર વાઘ (એવી) એકલી બકરીને ખાય જાય છે જે સમુહથી અલગ રહે છે.

માટે અઝાન થતાની સાથે જ પોતાના કામકાજ છોડી મસ્જિદ તરફ દોડી જવું જોઈએ અને મસ્જિદમાં જઈ જમાઅતના ઈન્તેજારમાં બેસવું જોઈએ. અલ્લાહના નબી (સલ.) નો પણ આ જ અમલ હતો.

  હઝરત આઈશા (રદિ.) ફરમાવે છે કે  અલ્લાહના રસૂલ (સલ.) અમારી સાથે વાતો કરતા અને ઘરના અન્ય કામોમાં અમારી મદદ કરતા પરંતુ જેવી અઝાન થતી તો એ રીતે ઊભા થઈ (મસ્જિદ તરફ ચાલ્યા) જતા કે જાણે અમને ઓળખતા જ ન હોય.

  માટે તકબીરે ઊલા છૂટે નહીં તેનો હમેશાં પ્રયાસ કરવામાં આવે, અલ્લાહના રસૂલ (સલ.)નું ફરમાન છે :

'' જેણે ચાલીસ દિવસ સુધી જમાઅત સાથે તકબીરે ઊલા સાથે નમાજ અદા કરી તેને બે વસ્તુઓથી છુટકારો આપી દેવામાં આવે છે ;

           (૧)  દોજખથી 

            (ર) નિફાકથી.

   ફરિશ્તાઓ પહેલી સફવાળાઓ માટે રેહમત અને મગ્ફિરતની દુઆ કરે છે અને અલ્લાહ તઆલા પણ તેમના ઉપર રેહમતોની વર્ષા કરે છે, માટે આ ફઝીલતને પ્રાપ્ત કરવામાં આળસ કરવામાં ન આવે.

––––––––––––––––––––––––––––


શરઈ માર્ગદર્શન

ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ

તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા

(સદર મુફતી જામિઅહ જંબુસર)

 

ફર્ઝ ગુસ્લમાં નાકના પોપડા ઉખેડવાનો હુકમ

સવાલઃ (૧) સળેખમના લીધે નાકમાં પોપડા થઈ ગયા તો, ફર્ઝ ગુસલમાં એને ઉખાડવા જરૂરી છે ? ઉખેડવાથી લોહી નીકળતું હોય તો શું કરવું ?

    જવાબઃ (૧)  حامدا ومصلیا مسلما

સળેખમના લઈ નાકમાં પોપડા થઈ ગયા હોય, તો ફર્ઝ ગુસલમાં ઉપરથી પાણી વહાવી લેવું કાફી છે, એને ઉખેડી નીચે સુધી પાણી પહોંચાડવું જરૂરી નથી, માટે ઉપરથી પાણી વહાવી આપ્યું અને નીચે સુધી પાણી ન પહોંચાડયું હોય, તો પણ ફર્ઝ ગુસલમાં નાકમાં પાણી નાખવાનો ફર્ઝ અદા થઈ જશે.

(ફતાવા હિન્દીય્યહ: ૧ / ૧૯, તબ્યીનુલ હકાઈક : ૧ / ૬૧, બહરૂર્રાઈક : ૧ / ૮૯ ઝકરીય્યહ)

ઝકાત–ફિત્રા વાજિબ થવામાં છોકરાને રહેવા આપેલ ઘરની ગણતરી

સવાલ : (ર) એક ઘરના બે ભાગ કર્યા કે ઉપર નીચે રહેઠાણ કરી શકાય, તેમાંથી એક ભાગ પોતાના બાલિગ જુદા રહેતા છોકરાને રહેવા આપ્યો, તો એ ભાગ વધારાનો ગણાશે કે નહીં ? ઝકાત, ફિત્રામાં એની શું અસર પડશે ?

  જવાબ : (ર)  حامدا ومصلیا مسلما

  મકાનનો ઉપરનો ભાગ જયારે પોતાના તે બાલિગ પુત્રને રહેવા માટે આપ્યો, જે પોતાનું ગુજરાન પોતાની રીતે કરે છે, બાપની સાથે રહેતો નથી, તો મઝકૂર પુત્ર બાપની ''ઇયાલ'' માં ગણાશે નહીં, માટે ઉપરનો ભાગ પોતાની તથા પોતાની ઇયાલની જરૂરતથી વધારાનો કહેવાશે અને એનો શુમાર એવી માલદારીમાં થશે, જેના સબબથી કુર્બાની, સદકતુલ ફિત્ર વાજિબ થાય છે અને ઝકાત લેવું હરામ ઠરે છે, માટે મઝકૂર વ્યકિતના શિરે કર્ઝ ના હોય અથવા હોય, પરંતુ તે મકાનના ઉપરના ભાગની કિમતને આવરી ન લેતુ હોય અને ઝકાતના નિસાબ બરાબર એની કિમત વધતી હોય તો એવી સૂરતમાં એના ઉપર કુર્બાની અને સદકતુલ ફિત્ર તો વાજિબ ઠરશે અને સાથે જ એના માટે ઝકાત લેવી હરામ ઠરશે અને આવી વ્યકિતને ઝકાત આપવાથી ઝકાત પણ અદા થશે નહીં.

وإذا كان دار لايسكنها ويؤجرها،أولا يؤجرها تعتبر قيمته في الغناء وكذا، إذا سكنها وفضل شيء عن سكناه تعتبر قيمة الفاضل في النصاب ويتعلق بهذا النصاب أحكام وجوب صدقة الفطر ( والأضحية وحرمة وضع ( - الزكاة فيه ووجوب نفقة الأقارب (ફતાવા તાતારખાનિયા :  ૩ / ૪પ૪)

બે–ત્રણ માણસોએ વહેંચવા આપેલ ઝકાત એક વ્યકિતને આપવી

સવાલ : (૩) બે ત્રણ વ્યકિતઓએ આપણને ઝકાત વહેંચવા રકમ આપી તો એ પૈસા ભેગા કરી બધાની ઝકાતની નિય્યત કરી કોઈ વ્યકિત કે મદ્રસા અંજુમનમાં આપી શકાય કે પૈસા અલગ અલગ રાખી અલગ અલગ ઝકાત આપવી પડશે ? પૈસા અલગ અલગ રાખે, પણ દેતી વખતે પૈસા બદલાય જાય તો જે તેના નામે આપી છે. એની ઝકાત અદા થશે  કે નહીં ? અને જો ઝકાત અદા ના થતી હોય તો હવે શું કરવું પડશે ?

              જવાબ : (૩)حامدا ومصلیا مسلما

  એકથી વધુ માણસો તરફથી અલગ અલગ આપને ઝકાતની અદાયગી અને વહેંચણીના વકીલ બનાવવામાં આવ્યા હોય, આપ મઝકૂર રકમ બાબતે અમીન ગણાશો, માટે અસલ તો એ જ છે કે એને અલગ અલગ રાખવામાં આવે, ભેગી ન કરવામાં આવે, અને ભેગી કર્યા વિના આપ જે તે મુસ્તહિક વ્યકિત, ઝકાત આપવા પાત્ર અંજુમન, મદ્રસામાં આપી દયો, તેમ છતાં જરૂરત પડયે ફેરબદલ કરવાની ગુંજાઈશ છે, કારણ કે ઝકાતમાં પૈસા નકકી થતા નથી, બલકે તેની માલિય્યત નકકી થાય છે, જેમાં વધઘટ ન થવી જોઈએ, માટે પૈસા ભલે બદલાય ગયા હોય, પરંતુ આમાંથી ચોક્કસ માત્રામાં જે તે ચોક્કસ વ્યકિત, સંસ્થા સુધી ઝકાત પહોંચવી જોઈએ, તે પ્રમાણે નક્કી સ્થાને સદર સૂરતોમાં ઝકાત પહોંચી જાય છે, માટે આ તમામ સૂરતોમાં ઝકાત અદા થઈ જશે (શામી : ર / ૧ર કોઈટા, કિતાબુલ મસાઈલ : ર / ૧પ૩ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(તા. ર૩ / જુમા. ઉખરા ૧૪૩૩ હિજરી – ૧પ / પ / ર૦૧ર ઈસ્વી)


બોધકથા ..

દેશનો રાજા વિવિધ શહેરોમાં ફરીને રય્યતની ભાળ મેળવી રહયો હતો. આજે શહેરની એક પાઠશાળા – સ્કૂલમાં બાળકોને મળવાનું હતું. શિક્ષકોએ બાળકોને રાજાના સત્કાર–સન્માન હેતુ ભેટ સોગાદો લાવવાની તાકીદ કરી હતી. એટલે બધા જ બાળકો મોંઘેરી ભેટ–સોગાદો ખરીદવાની તૈયારી કરી રહયા હતા. બાળકોમાં એક બાળકી ગરીબ હતી. સ્કૂલેથી ઘરે આવી તો ઘણી જ માયૂસ હતી. એની પાસે મોંઘી ભેટ ખરીદવાના પૈસા ન હતા અને ભેટ વગર આવતી કાલે ટીચર શું કરશે એની ફિકરમાં હતી. દાદીમાંએ એને જોઈને જ સમજી લીધું કે કોઈ સમસ્યા છે. એને બોલાવીને પૂછયું તો રડતાં રડતાં એણે બધી હકીકત જણાવી.

ડોશીમાં હોશિયાર હતાં. એમણે બાળકીને એક નાનકડો કૂજો આપ્યો અને તાકીદ કરી કે કાલે સવારે નિશાળે જાય ત્યારે એમાં બરફના ટુકડા ભરી જજે. બરફ તો તને સ્કૂલના રસ્તે પહાડો ઉપર પડેલો મળી જશે. બાળકીએ દાદીમાંની સલાહ માની લીધી. બીજો કોઈ ઉપાય પણ એની પાસે  કયાં હતો ?

    આખરે સવાર પડી, બાળકો મોંઘી ભેટ સોગાદો આપવા લાગ્યા. છેલ્લે આ બાળકીએ નમ્રતા પૂર્વક કૂજો આપતાં કહયું કે હું તમારા માટે કૂજામાં બરફ ભરીને લાવી હતી, એ પણ હવે ઓગળી ગયો છે. તમે એને સ્વીકારી લ્યો તો ઉપકાર !

  રાજાએ કૂજામાં ઓગળેલા બરફનું ઠંડું પાણી જોયું તો ખુશ થઈ ગયો. એ ઘણો જ તસ્રયો હતો. ઠંડુ પાણી પી ને એને જેટલી ખુશી થઈ એ બીજી ભેટ સોગાદોથી આગળ વધી ગઈ. પછી રાજાએ આ બાળકીની સ્થિતિ વિશે ભાળ મેળવી અને એના માટે યોગ્ય માલ – અસબાબની વ્યવસ્થા કરીને ગયો.

    કહાનીનો સાર આ છે કે કોઈને ખુશ કરવા માટે, કોઈના દિલમાં ઉતરવા માટે, ધ્યેય અને લક્ષ્ય પામવા માટેના અમુક રસ્તાઓ મોંઘા અને અમુક સોંઘા હોય છે. સદ્ધર લોકોએ બુદ્ધિ વાપરવાની શી જરૂર ! તેઓ તો માલ થકી જ બધું મળી જશે એમ વિચારીને માલ દ્વારા જ ધ્યેયને પામવાની કોશિશ કરે છે. પણ ગરીબ માણસ બિચારો શું કરે ? ગરીબ માણસે બુદ્ધિ વાપરવી જોઈએ. એના થકી ગરીબ માણસ પણ સદ્ધર માણસના સ્થાને પહોંચી શકે છે. કોઈને ખુશ કરવા માટે એવી વસ્તુ આપો, જેની એને જરૂરત હોય. બધા જ માણસો પૈસાના મોહતાજ નથી, કોઈને પ્રેમ – હૂંફ અને દોસ્તીની જરૂરત હોય છે. એવું પણ હોય છે કે મીઠી વાતો કે પ્રેમ – મહોબ્બતથી દરેકની જરૂરત પૂરી નથી થઈ શકતી, ઘણા લોકોને માલ – અસબાબની જરૂરત હોય છે. દરેકની જરૂરત જાણીને એની સાથે વર્તન કરો તો સંબંધોમાં ખુશીઓનો ઉમેરો થાય છે

Why was the Citizenship Amendment Bill  (CAB) brought? And what do we do now?

After the CAB bill being passed in the parliament and the Rajya Sabha and being signed by the  President, now in India under this new law any person who has illegally emigrated from Pakistan, Bangla Desh and Afghanistan until 31st Dec. 2014, will be granted Indian citizenship provided he is not a Muslim but he can be a Hindu, Sikh, Budhist, Jain, Parsi or Christian despite any huge number.

That is BJP has not given this opportunity to all the neighboring countries but only to three countries, Pakistan, Bangladesh and Afghanistan whose people if they have come to India illegally will be granted Indian citizenship if they are not Muslims. That is the new citizenship in India is not provided based on capabilities and talents but based on religion. 

Due to various decisions of Bharatiya Janata Party like demonetisation and GST etc., the country's current declining economy requires that instead of worrying about the people coming from Pakistan, Bangladesh and Afghanistan to India illegally, the work should be done on providing employment to Indian people, protecting daughters, educating them and improving their health, but the Bharatiya Janata Party wants to enforce this law with a view of spreading hatred and agitation in the country because of which the common man is angry. Also as this new law (CAB) is against the true Indian Spirit which was created under the patronage of Dr. Ambedkar. Protests are taking place all over India against the government's decision, and most of the northeastern India has been affected, including the states of Arunachal Pradesh, Assam, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Tripura and Sikkim, with around 500 million Indian people which is almost around four per cent of India's population. Guwahati, which is the largest city not only in Assam but in northeastern India, has lost its normal life. Mass protests are also taking place in Calcutta as Indians, especially residents of these states, believe that this new law violates the right to equality, life and liberty, as former judge of the Supreme Court Markande Katju has said. This law is also causing panic among the general public.

Under the policy of the Bharatiya Janata Party, the government has spent a large part of the country's economy on conducting NRC in Assam province with a population of three and a half million. When the report came out it was found that out of the 19 lakh people whose names were removed from the NRC for non-completion of the document, about 15 lakh are Hindus. The NRC, which spent a huge amount of money on the country when it proved itself against its own agenda, made the Bharatiya Janata Party leaders lose their sleep. Now they apparently had only one way to stick to their agenda and save their dignity by passing the Citizenship Amendment Bill (CAB) to the first 15 lakh Hindus in Assam, despite not completing the documents will be provided with the citizenship and made Indians under the new law (CAB) and then obviously, if the documents are not provided by the Muslims, they will be locked up in detention centers and their lives will be made very difficult. 

The Bharatiya Janata Party government wants to impose NRC all over the country on the pattern ofAssam, as Home Minister Amit Shah has announced several times. The current government is well aware that collecting the required documents for the NRC is not an easy task for everyone. So, on the other hand, it wants to make CAB applicable to people other than Muslims on the basis of religion and give them Indian citizenship even though the documents are not complete and wants to deprive Muslims in detention centers. Under the agenda, preparations for the establishment of detention centers have also been started.

This new law is against the Indian custom and the world famous Ganga Jamuna culture, and will only increase the problems in the future, therefore it is urgent to oppose this new law. To express our displeasure with decisions of this nature, to protest or to hold a rally or to submit a memorandum to the administration is not against Indian laws, but according to the Indian Constitution, we have full right to express our displeasure. 

On Friday, 13th of December, protests were being held across India throughout the country. It should continue in a peaceful way. Political parties and national organizations should file a petition in the Supreme Court against this decision as few petitions have been filed and the case will be fought with full preparation under the supervision of experienced Indian lawyers.

The Bharatiya Janata Party has always tried to split the Hindu-Muslim politics and it considers the security of its seat in it as no major constructive work has been done for the country and the nation since 2014, so the Bharatiya Janata Party has been spreading hatred between Hindus and Muslims and trying to save their power by getting the Hindu votes by confusing the people of the country. So it is quite possible that they will soon legislate the NRC for the entire country too, though its implementation is not an easy task because the large amount of money it requires is not present in the government pact, but intuition requires that we try to complete our documents, especially the spelling of the name in all documents should be the same. 

Whenever there is a problem in India, some of them start writing against the leaders of the Ummah and probably consider it the service of Islam, even though, when their practical life is seen, it seems that rather than Prophet Muhammed Mustafa's SAW character, they apparently see their success in the way other worldly people do. These gentlemen have also started putting the responsibility of the aforementioned rule on the leaders of the ummah, though this law has not been passed due to the leaders of the Ummah, but with a full majority in the Delhi center and government in several provinces of India. The bill passed in the Lok Sabha and Rajya Sabha due to the Bharatiya Janata Party's own political interests, the duplicitous policy of some political parties, the weakness of the opposition parties and the organized agenda of the RSS. Not only this bill has been passed but the Bharatiya Janata Party has already passed several bills this year. The Bharatiya Janata Party has only demonstrated its power and has done what has been on the RSS agenda for years, and it will not only end here but it is very possible that a uniform civil code will be brought into law.

Finally, all the gentlemen are requested that since the BJP is in power for the second time in full force and their favorite candidates are in all important positions like the President's Republic, the Vice President's Republic and the Governor of the provinces, the Lok Sabha has a full majority, so work patiently and with great care, keeping your emotions aside, and work together to prepare for the future by overcoming mutual differences. In the light of the Qur'an and the Sunnah, follow our situation, respect the religious scholars, and if there is any disagreement with any of their positions, then do not leave the state of humility and respect in their expression. This country is not owned by  any particular religion, but it belongs to all Hindus, Muslims, Sikhs, Christians and Parsis, and has equal rights over all. Muslims have participated with their countrymen shoulder to shoulder for the independence of this country, and are still participating in its development. At the same time, we need to think carefully and take steps to strengthen the social brotherhood and help to improve our daily lives along with the other nations. Also let us not forget our history, even in the worst of situations, Allah creates good conditions, so there is no need to panic, strengthen your relationship with Almighty, do not neglect your duties and obligations. Pay the full rights of Allah and His servants. Maintain unity and harmony. Treat non-Muslim gentlemen with good manners so that the clouds of hatred can be cleared with love and affection.

………………………......


છેલ્લા પાને

સાચી મુસીબત

જે માણસને અન્યો તરફથી કોઈ તકલીફ પહોંચે અને તે પણ સતાવનારાઓ પાછળ પડી જાય અને પોતાના ગુનાહો અને પરવરદિગાર તરફ એની નજર ન જાય તો સમજો કે માણસ સાચે જ મુસીબતમાં છે. અને જે માણસ મુસીબતોથી શીખ લઈને તોબા – માફી કરે અને એમ સમજે કે આ બધું ગુનાહોના કારણે છે તો તકલીફ એના માટે રાહતનો સબબ બની જાય છે.

ખામોશી કયારે સારી ?

   સારી વાતો કહેવી, ખામોશ રહેવા કરતાં બેહતર છે. અને ખામોશ રહેવું બુરી વાતો કહેવા કરતાં સારું છે.

ખુદા તઆલા ઉપર વિશ્વાસ

  ઘણીવાર અલ્લાહ તઆલા હિકમત અને મહેરબાની ફરમાવીને અમુક માણસો, અમુક અસબાબ, દોલત અને કાર્યોથી આપણને દૂર રાખે છે. થોડા સમય પછી આપણને થાય છે કે આ બધું આપણા માટે રાહતની વસ્તુ હતી, પણ તે સમયે આપણે એને મુસીબત સમજતા હતા.

ખતરનાક વસ્તુથી બચવાનો ઉપાય

    મષ્નવીમાં હઝરત રૂમી રહ.એ એક હિકાયત લખી છે કે એક માણસે હઝરત ઈસા અલૈ.ને પૂછયું કે કાયનાતમાં સૌથી વધારે ખતરનાક વસ્તુ શું છે ? આપ રહ.એ જવાબ આપ્યો કે, અલ્લાહ તઆલાનો ગઝબ – ગુસ્સો. એનાથી તો જહન્નમ પણ થરથર કાંપે છે. એણે પૂછયું કે એનાથી બચવાની શી રીત હોય શકે ? તો આપ રહ.એ જવાબ આપ્યો કે પોતાના ગુસ્સાને પી જવો અને કાબુમાં રાખવો.

સેવાની મીઠાશ

    અબૂ સુલૈમાન દારાની રહ. કહે છે કે હું જયારે પણ ખાવાનો એક કોળિયો મારા કોઈ ભાઈના મોઢામાં મુકું છું તો એનો મીઠો સ્વાદ હું મારા ગળામાં મહસૂસ કરું છું.

કંઈક વધારે કરવાની આદત  

ઇમામ અહમદ બિન હંબલ રહ. ફરમાવે છે કે દરેક માણસને રાત દિવસમાં અમુક રકાત નફલો પાબંદીથી પઢવાની આદત રાખવી જોઈએ. ફુરસદ હોય તો લાંબી પઢે અને મશ્ગૂલી હોય તો ટુંકી રીતે, પણ નક્કી રકાતો પઢવાની પાબંદી કરવી જોઈએ.

સંયમની ફઝીલત

    જે માણસ ગુસ્સાને સામા વાળા ઉપર ઉતારવાની શકિત ધરાવતો હોય છતાં કાબૂમાં રાખે, અને સંયમમાં રહે તો અલ્લાહ તઆલા એના દિલને શાંતિ અને ઈમાનથી ભરી દે છે. (હદીસ)

નેક લોકો

   નેક લોકોની એક ખૂબી આ પણ હોય છે કે કોઈ બુરું કામ થઈ જાય તો તુરંત માફી – તોબા કરે છે, એના ઉપર અડી નથી રહેતા અને આદત નથી બનાવતા.

સદકએ ફિત્ર તેનો સમય અને તેની હિકમત

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ.નં.૧૩૯

સદકએ ફિત્ર તેનો સમય અને તેની હિકમત

عَنْ ابْنِ عُمَرَؓ قَالَ فَرَضَ رَسُوْلُ اللّهِ ﷺ زَكٰوةَ الْفِطْرِ صَاعاً مِنْ تَمْرٍ أو صَاعاً مِنْ شَعِيْرٍ عَلَى الْعَبْدِ وَالْحُرِّ وَالذَّكَرِ والأُنْثٰى وَالصَّغِيْرِ والْكَبِيْرِ مِنَ الْمُسْلِمِيْنَ وَأَمَرَ بِھَا أَنْ تُؤَدّٰى قَبْلَ خُرُوْجِ النَّاسِ اِلَى الصَّلٰوة - (البخاري ومسلم)

  તરજુમોઃ–હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મુસલમાનોમાંથી દરેક ગુલામ અને આઝાદ, પુરૂષ, સ્ત્રી, અને દરેક નાના મોટા પર સદકએ ફિત્ર જરૂરી કર્યો છે. એક સાઅ ખજૂર અથવા એક સાઅ જવ. અને હુકમ આપ્યો છે કે આ સદકએ ફિત્ર ઈદની નમાઝ માટે જતાં પહેલાં અદા કરવામાં આવે.

ખુલાસો :– ઝકાત જેમ સદકએ ફિત્ર પણ માલદારો પર જ વાજિબ છે. કેમકે આ વાત સામેવાળાઓ (જેમને સંબોધન કરવામાં આવે તો) પોતે સમજી શકતા હતા, જેથી આ હદીષમાં એનો ખુલાસો કરવામાં આવ્યો નથી, હવે એ વાત કે માલદાર કોણ છે. અને ઈસ્લામમાં તવંગરીની હદ શું છે ? તેનો ખુલાસો ઈન્શા અલ્લાહ ઝકાતના વર્ણનમાં કરવામાં આવશે.

  આ હદીષમાં દરેક માણસ તરફથી એક સાઅ ખજૂર અથવા એક સાઅ જવ સદકએ ફિત્ર અદા કરવાનો હુકમ આપ્યો છે. આ જ બે ચીઝો મદીનામાં અને તેની આજુ બાજુ તે સમયમાં વધુ ભાગે ખોરાકમાં વપરાતી હતી, એટલા માટે હદીષમાં એ બે નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો, અમૂક લોકોએ લખ્યુ છે કે તે સમયમાં એક નાના ઘરના લોકોના ખોરાક પેટે એક સાઅ ખજૂર અથવા એક સાઅ જવ બસ થઈ પડતા હતા. એ હિસાબે દરેક માલદાર ઘરના નાના મોટાઓ તરફથી ઈદુલફિત્રના દિવસે એટલો સદકો કરવો જરૂર ઠેરવ્યો, જેનાથી એક મામૂલી ઘરવાળાઓનો એક દિવસે ખાવાનો ખર્ચ નિકળી જાય, ભારતના વધુ પડતા આલિમોની તહકીક મુજબ અત્યારે ચાલતા શેરના હિસાબે એક સાઅ લગભગ સાડા ત્રણ શેર થાય છે.

(٢٦٥) عَنْ ابْنِ عَبَّاسٍؓ قَالَ قَرَضَ رَسُوْلُ اللهِ ﷺ زَكٰوةَ الْفِطْرِ طُهْراً لِلصِّيَامِ مِنَ اللَّغْوِ وَالرَّفَثِ وَ طُعْمَةً  لِّلْمَسَاكِيْنِ۔ (رواه أبو داود)

તરજુમોઃ–હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ રોઝાઓને બેકાર, ફુઝુલ અને નકામી વાતોના અસરથી પાક અને સ્વચ્છ કરવા માટે તેમ મિસ્કીનો અને ગરીબોના ખાવાનો બંદોબસ્ત કરવા માટે સદકએ ફિત્ર વાજિબ કર્યો.

ખુલાસો :– આ હદીષમાં સદકએ ફિત્રની બે હિકમતો અને તેના બે ખાસ ફાયદા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. એક એ કે મુસલમાનોના મોજ શોખ અને ખુશીના દિવસ સદકએ ફિત્ર મારફત જરૂરતમંદો અને નાદારોના પણ પેટ ભરવા તેમ છુટછાટની વ્યવસ્થા થઈ જશે. બીજુ એ કે જીભ બેકાર ચાલવા તેમ ન બચી શકવાથી રોઝામાં જે ખરાબ અસર પડયા, સદકએ ફિત્ર તેનો ફિદયો અને કફફારો પણ બની જશે


ઈદુલઅદહાની કુર્બાની

(٢٦٦) عَنْ عَائِشَةَؓ قَالَتْ قَالَ رَسُوْلُ اللّهِﷺ مَا عَمِلَ ابْنُ آدَمَ مِنْ عَمَلٍ يَوْمَ النَّحْرِ أَحَبَّ إِلَى اللهِ مِنْ إِهْرَاقِ الدَّمِ وَإِنَّهٗ لَيَأتِيْ يَوْمَ الْقِيٰمَةِ بِقُرُوْنِهَا وَأَشْعَارِهَا وَأَظْلَافِهَا وَإِنَّ الدَّمَ لَيَقَعُ مِنَ اللّهِ بِمَكَانٍ قَبْلَ أَنْ يَّقَعَ بِالْأَرْضِ فَطِيْبُوْا بِهَا نَفْساً - (رواه الترمذي وابن ماجة)

 તરજુમોઃ–હઝરત આયશા સિદ્દીકા (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું : ઝિલ્હજની દસ તારીખ એટલે ઈદુલ અદહાના દિવસે આદમના પુત્રનું કોઈ કામ અલ્લાહને કુર્બાનીથી વધુ પસંદ નથી, અને કુર્બાનીનું જાનવર કયામતના દિવસે તેના શિંગડાં, બાલ, અને ખળીઓ સાથે આવશે, અને કુર્બાનીનું લોહી (રકત) ઝમીન પર પડતાં પહેલાં અલ્લાહ તઆલાની ખુશી અને કબૂલિય્યતના સ્થાને પહોંચી જાય છે. જેથી અલ્લાહના બંદાઓ! ખરા અંતઃકરણથી કુર્બાની કર્યા કરો. (તિર્મિઝી, ઈબ્ને માજા)

(٢٦٧) عَنْ زَيْدِ ابْنِ أَرْقَمَؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِﷺ مَا هٰذِهِ الْأَضَاحِیْ یا رَسُوْلَ اللّهِ؟ قَالَ سُنَّةُ أَبِيْكُمْ إِبْرَاهِيْمَ عَلَيْهِ السَّلَامُ قَالُوْا فَمَا لَنَا فِيْهَا يَا رَسُوْلَ اللهِ ؟ قَالَ بِكُلِّ شَعْرَةٍ حَسَنَةٌ، قَالُوْا فَالصُّوْفُ يَا رَسُوْلَ اللّهِ قَالَ بِكُلِّ شَعْرَةٍ مِّنَ الصُّوْفِ حَسَنَةٌ ۔(رواه أحمد وابن ماجة)

  તરજુમોઃ–હઝરત ઝૈદ બિન અકરમ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના અમૂક સહાબાએ અરજ કરી યા રસૂલલ્લાહ! આ કુર્બાનીઓની શું હકીકત અને શું ઈતિહાસ છે? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યુંઃ આ તમારા (આત્મિક અને નસલી) પિતા હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ)ની સુન્નત છે. (એટલે સૌ પ્રથમ તેમને અલ્લાહ તરફથી હુકમ મળ્યો, અને તે આ કર્યા કરતા હતા, તેમની એ સુન્નત અને કુર્બાની કરવામાં તેમની તાબેદારીનો મને અને મારી ઉમ્મતને હુકમ મળ્યો છે.) તો સહાબાએ અરજ કરી, પછી અમને એ કુર્બાનીઓનો શું સવાબ મળશે ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કુર્બાનીના જાનવરના દરેક વાળના બદલે એક નેકી, તેમણે અરજ કરી, તો ઉનનો પણ એ જ હિસાબ છે.

યા રસૂલલ્લાહ! આ સવાલનો મતલબ હતો કે ઘેટી, દુમ્બા, ઘેટુ, ઉંટ જેવા જાનવરો જેમના ચામડા પર ગાય, બળદ, અથવા બકરી માફક વાળ નથી હોતા, ઉન હોય છે. અને ખરેખર તેમાંથી દરેક જાનવરના ચામડા પર લાખો કરોડો વાળ હોય છે. તો શું તે ઉનવાળા જાનવરોની કુર્બાનીનો સવાબ પણ દરેક વાળના બદલામાં એક નેકીનો હિસાબ મળશે? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ ફરમાવ્યું હા! ઉનવાળા જાનવરની કુર્બાનીનો સવાબ પણ એ જ હિસાબે મળશે. કે તેના પણ દરેક વાળના બદલામાં એક નેકી. (મુસ્નદે અહમદ, ઈબ્ને માજા)

(٢٦٨) عَنْ ابْنِ عُمَرَؓ  قَالَ أَقامَ رَسُوْلُ اللهِ بِالْمَدِيْنَةِ عَشْرَ سِنِيْنَ يُضَحِّىْ (رواه الترمذي)

  તરજુમોઃ–હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ (હિજરત પછી) મદીના તૈયબામાં દસ વર્ષ ગુઝાર્યા, અને આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) દર વર્ષે બરાબર કુર્બાની કરતા હતા. (તિર્મિઝી શરીફ)

(٢٦٩) عَنْ حَنْشٍؓ قَالَ رَأَيْتُ عَلِيّاً يُضَحِّىْ بِكَبَشَيْنِ فَقُلْتُ لَهُ مَا هٰذَا؟ فَقَالَ إِنَّ رَسُوْلَ اللّهِ ﷺ أَوْصَانِيْ أَنْ أُضَحِّىَ عَنْهُ  فَأَنَا أُضَحِّى عَنْهُ  (رواه أبو داود وروى الترمذي ونحوه) 

તરજુમોઃ–હઝરત હન્શ બિન અબ્દુલ્લાહથી રિવાયત છે કે મેં હઝરત અલી (રદિ.)ને બે ઘેટાની કુર્બાની કરતાં જોયા તો મેં તેમને પુછયું આ શું છે? (એટલે આપ એકના બદલે બે ઘેટાઓની કુર્બાની કેમ કરો છો?) તેમણે ફરમાવ્યું કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મને વસિય્યત ફરમાવી હતી કે હું આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) તરફથી પણ કુર્બાની કર્યા કરૂં, તો એક કુર્બાની હું તેમના તરફથી કરૂં છું. (અબૂ દાઉદ)

ખુલાસો :– હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)ની ઉપરોકત હદીષથી જણાયું કે મદીના તૈયબામાં રહેવા પછીથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પાબંદી સાથે દર વર્ષે કુર્બાની કરતા હતા અને હઝરત અલી (રદિ.)ની આ હદીષથી જણાયું કે પાછળ માટે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) હઝરત અલી (રદિ.)ને વસિય્યત કરી ગયા કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) તરફથી કુર્બાની કર્યા કરે, જેથી એ વસિય્યત મુજબ હઝરત અલી (રદિ.) રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) તરફથી બરાબર કુર્બાની કરતા હતા.


કુર્બાનીની રીત

عَنْ أَنَسٍؓ قَالَ ضَحّٰى رَسُوْلُ اللّهِ بِكَبَشَيْنِ أَمْلَحَيْنِ أَقْرَنَيْنِ ذَبَحَهُمَا بِيَدِهٖ وَسَمّٰى وَكَبَّرَ قَالَ رَأَيْتُهٗ وَاضِعاً قَدْمَهُ عَلٰى صَفَاحِهَا وَيَقُوْلُ  بِسْمِ اللّہِ وَ اللّہُ اَکْبَر -- 

તરજુમોઃ હઝરત અનસ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ કાળાશ પડતા અને સફેદ પડતાં રંગના શીંગડા વાળા બે ઘેટાની કુર્બાની કરી, પોતાના હાથ મુબારકથી તેમને ઝબહ કર્યા, અને ઝબહ કરતી વખતે ''બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર'' પઢયા મેં જોયું કે તે સમયે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ પોતાનો પગ મુબારક તેમની બગલ પર મુકેલો હતો, અને મોંથી બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર કહેતા જતા હતા.۔(બુખારી, મુસ્લિમ)

 (۲۷۱) عَنْ جَابِرٍؓ قَالَ ذَبَحَ النَّبِيُّ ﷺ يَوْمَ الذَّبْحِ كَبْشَيْنِ أَقْرَنَيْنِ أَمْلَحَيْنِ مَوْجُوْئَيْنِ فَلَمَّا وَجَّهَهُمَا قَالَ إِنِّيْ وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِيْ فَطَرَ السَّمٰوَاتِ وَالْأَرْضَ عَلٰى مِلَّةِ إِبْرَاهِيْمَ حَنِيْفاً وَمَا أَنَا مِنَ الْمُشْرِكِيْنَ إِنَّ صَلٰوتِيْ وَنُسُكِيْ وَمَحْيَايَ وَمَمَاتِيْ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ لَا شَرِيْكَ لَهٗ وَبِذَالِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِيْنَ اَللّٰهُمَّ مِنْكَ وَلَكَ عَنْ مُحَمَّدٍ وَأُمَّتِهِ بِسْمِ اللّهِ وَاللّهُ أَكْبَرُ ثُمَّ ذَبَحَ (رواه أحمد وأبو داود وابن ماجة والدارمي)

وفي رواية لأحمد وأبي داود والترمذي ذَبَحَ بِيَدِهِ وقَالَ بِسْمِ اللهِ واللهُ أكْبَرُ اَللّٰهُمَّ هٰذا عَنِّىْ وعَمَّنْ لَّمْ يُضَحِّ مِنْ أُمَّتِيْ .

 તરજુમોઃ હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે કુર્બાનીના દિવસે એટલે ઈદના દિવસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ કાબળા શીંગડા વાળા બે ખસ્સી કરેલા ઘેટા (મેંઢા)ની કુર્બાની કરી, જયારે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ તેમને સીધા પાસે કિબ્લા તરફ કર્યા તો આ દુઆ પઢી,

''ઈન્ની વજ્જહતુ વજહિયલિલ્લઝી ફતર સ્સમાવાતિ વલઅર્દ હનીફૌ વમા અન મિનલ મુશ્રિકીન ઈન્ન સલાતિ વનુસુકી વમહયાય વમમાતિ લિલ્લાહિ રબ્બિલ આલમીન લા શરીક લહૂ વબિ ઝાલિક ઉમિર્રતુ વ અન મિનલ મુસ્લિમીન અલ્લાહુમ્મ મિનક વલક અન મુહંમદી વ ઉમ્મતિહી બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર''

તરજમહ : (મેં મારૂ મોં તે અલ્લાહ તરફ કરી લીધું જેણે પૃથ્વીઓ અને આકાશો પેદા કર્યા, ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) ના તરીકા પર દરેક તરફ એકાંત થઈ, અને હું મુશ્રિકોમાંથી નથી, મારી નમાઝ અને ઈબાદત મારી કુર્બાની અને મારૂં જીવન મરણ સર્વે અલ્લાહ રબ્બુલ્આલમીન માટે જ છે. તેનો કોઈ ભાગીદાર નથી અને મને એનો જ હુકમ છે. અને હું હુકમ માનવા વાળાઓમાંથી છું, એય અલ્લાહ! આ કુર્બાની તારા તરફથી અને તારી તોફીકથી છે. અને તારા માટે જ છે. તારા બંદા મુહંમદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) અને તેમની ઉમ્મત તરફથી ''બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર'') આ દુઆ પઢી આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ઘેટાઓ પર છરી ચલાવી અને તેમને ઝબહ કર્યા.

અને મુસ્નદે અહમદ અબૂ દાઉદ અને તિર્મિઝીની હદીષની બીજી રિવાયતમાં છેલ્લે આ પ્રમાણે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ''અલ્લાહુમ્મ મિન્ક વલક'' કહૃયા પછી પોતાના હાથે ઝબહ કર્યા અને ઝબાનથી ''બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર'' કહ્યું, (એય અલ્લાહ ! મારા તરફથી અને મારી તે ઉમ્મત તરફથી જેમણે કુર્બાની નથી કરી.)

ખુલાસો :– કુર્બાની વખતે રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નું અલ્લાહથી અરજ કરવું કે મારા તરફથી અને મારી ઉમ્મત તરફથી અથવા મારા તે ઉમ્મતીઓ તરફથી જેમણે કુર્બાની નથી કરી એ સાફ વાત છે કે આ ઉમ્મત સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની હદ ઉપરાંત મહોબ્બત અને લાગણી છે. પરંતુ યાદ રહે કે એનો એ અર્થ નથી કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ બધી ઉમ્મત તરફથી અથવા કુર્બાની ન કરનારાઓ તરફથી કુર્બાની કરી, અને બધાઓ તરફથી અદા થઈ ગઈ, બલ્કે એનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે એય અલ્લાહ ! તેના સવાબમાં મારી સાથે મારા ઉમ્મતીઓને પણ ભાગીદાર બનાવ, સવાબમાં ભાગીદારી અલગ વસ્તુ છે. અને કુર્બાની અદા થવી અલગ વાત છે.

..................

............................................................