અલ-બલાગ : જુલાઈ-2023

તંત્રી સ્થાનેથી

ભારતમાં ફરીવાર સમાન નાગરિક ધારો અથવા કોમન સિવિલ કોડની ચર્ચા શરૂ કરવામાં આવી છે. અમુક વરસો પૂર્વે બીજેપી સરકારમાં જ લો કમીશન થકી બધાના મંતવ્યો માંગ્યા પછી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભારતની વિવિધતાને ધ્યાને લેતા સમાન નાગરિક ધારો યોગ્ય નહીં કહેવાય, એ જ લો કમીશન થકી ફરીવાર આ પ્રશ્ન ઉઠાવીને લોકો સંસ્થાઓ પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યાં છે.

બંધારણમાં દરેક સમાજ, સમુહ, જાતિ અને ધર્મને સ્વતંત્રતા આપવામાં આવી છે, દરેકને પોતાની ઓળખ અને ધાર્મિક – સાંસ્કૃતિક પરંપરાઓ અને ધાર્મિક રીત રિવાજોને પાળવાની છુટ પણ આપવામાં આવી છે. એના જ અનુસંધાને કોટુંબિક અને ધાર્મિક પરંપરાઓને લગતી અમુક તમુક બાબતોમાં દરેક ધર્મના વિશેષ “પર્સનલ લો” (કોટુંબિક નિયમો)ને પણ બંધારણ થકી માન્યતા આપવામાં આવી છે. મુસ્લિમ પર્સનલ લો ઉપરાંત ઈસાઈ, શીખ, હિન્દુ અને જૈન વગેરે ધર્મના પર્સનલ લો માન્ય છે, અને દરેકને લગતા કાયદાઓ સંસદમાં પસાર કરવામાં આવ્યા છે, એમાં સુધારા વધારા પણ થાય છે.

અત્યાર સુધી એવું થતું હતું કે મુસ્લિમ પક્ષકારોના વિવાદમાં ગુંચવણ ઉભી થાય ત્યારે અમુક જજો કંટાળીને મુસ્લિમ પર્સનલ લો બાબતે નકારાત્મક ટીપ્પણીઓ કરતા હતા, પણ હવે એક એવા પક્ષની સત્તા છે, જેની વિચારસરણીમાં ભારતની આઝાદી ઉપરાંત વર્તમાન સેકયુલર બંધારણ ઉપર વધારે વિશ્વાસ નથી. તેઓ એ વેળા દ્વિરાષ્ટ્રની થિયરીમાં માનતા હતા. એક પક્ષ તો પોતાનું અલગ લઈને અલગ થઈ ગયો, પણ આ લોકો એટલા સશકત ન હતા કે મુસ્લિમ પાકિસ્તાનની સામે હિંદુ ભારતની માંગણી કરી શકે, એટલે નાછુટકે ખામોશ રહયા, આજે હવે જયારે સત્તા મળી છે તો પોતાનો શોખ પૂરો કરવા દેશના બંધારણને, સેકયુલરીઝમ અને વિવિધતા ભરી સ્વતંત્રતાને ખતમ કરવા માંગે છે. એમાંયે લોકશાહીના નામે સત્તા સુખ ભળી ગયું છે, એટલે લોકોમાં નફરત  અને અલગાવના મુદ્દાઓ ચગાવીને ધ્રુવીકરણ કરવાની જરૂરત પણ ઉભી થાય છે. એટલે કે નેતાઓ સત્તા લાલસા, ભાગલાવાદીઓની હિન્દુ રાષ્ટ્રની ઘેલછા અને અભણ – નફરતી લોકોની ધર્માંધતા... ઉપરાંત બીજું ઘણું બધું મળીને હાલ એવા સંજોગો ઉભા થયા હોય એમ લાગે છે કે હવે તેઓ સત્તા, ધંધા અને ધર્મના નામે છેલ્લી કક્ષાના પગલાં ભરવા મજબૂર છે.

આવા સંજોગોમાં મુસલમાનોએ ઘણી સાવચેતી રાખવવાની જરૂરત છે. પર્સનલ લો ખતમ કરીને સમાન નાગરિક ધારો લાવવા માટે લો કમીશન થકી બધાના મંતવ્યો માંગવામાં આવ્યા છે, મુસ્લિમ પર્સનલ લો આ બાબતે અનેક વાર પોતાના મંતવ્યો સરકાર સમક્ષ રજૂ કરી ચુકયું છે. અને જરૂરી ચળવળ કે કાનૂની લડત પણ આપી ચુકયું છે. હાલમાં પણ પર્સનલ લો તરફથી જાહેરાત કરવામાં આવી છે કે લો કમીશનમાં યોગ્ય જવાબ રજૂ કરવામાં આવશે અને લોકોને પણ એક મુસદ્દો આપવામાં આવશે, જેને દરેક માણસ વ્યકિતગત રીતે લો કમીશનમાં રજૂ કરી શકે.

વર્તમાનમાં મુસલમાનોએ મુસ્લિમ સંસ્થાઓ થકી કરવામાં આવતા પ્રયાસોને સમર્થન આપીને એકતા બતાવવાની જરૂરત છે. પોતાની આગવી ઓળખ જાળવી રાખવા માટે દરેક ધર્મના અનુયાયીઓને જે સ્વતંત્રતા આપવામાં આવી છે એનો વધારેથી વધારે ઉપયોગ કરીને પોતાની આગવી ઓળખ બતાવવાની જરૂરત છે. જે અધિકાર વાપરવામાં આવે છે, એ બાકી રહે છે, આઝાદીના અધિકારને વાપરવામાં ન આવે તો આખરે એ છીનવાય જાય છે. માટે આપણે આપણી આગવી ઓળખના અધિકારને વાપરવાની જરૂરત છે. દરેક ક્ષેત્રમાં પૂજા – ઈબાદત, લિબાસ, રહેણી – કરણી, કૌટુંબિક, ધાર્મિક અને પરંપરાગત રિવાજો, ધાર્મિક શિક્ષણ અને ઓળખ.. બધું આપણું છે, એટલે આપણી પ્રથમ જવાબદારી એને ભોગવવાની છે, એટલે કે પાળવાની છે, અને બીજી જવાબદારી એને સાચવવાની છે.

ખુલ્લા શત્રુ, દગાખોરો અને સુલહ કરીને અળગા રહેતા વિરોધીઓ : 

કોની સાથે લડવું અને કોને મારવું ?

• -મુફતી ફરીદ અહકમદ કાવી

﷽ فَمَا لَـكُمۡ فِىۡ الۡمُنٰفِقِيۡنَ فِئَـتَيۡنِ وَاللّٰهُ اَرۡكَسَهُمۡ بِمَا كَسَبُوۡا​ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَهۡدُوۡا مَنۡ اَضَلَّ اللّٰهُ​ ؕ وَمَنۡ يُّضۡلِلِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ سَبِيۡلًا‏ ﴿٨٨﴾ وَدُّوۡا لَوۡ تَكۡفُرُوۡنَ كَمَا كَفَرُوۡا فَتَكُوۡنُوۡنَ سَوَآءً​ فَلَا تَتَّخِذُوۡا مِنۡهُمۡ اَوۡلِيَآءَ حَتّٰى يُهَاجِرُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ​ ؕ فَاِنۡ تَوَلَّوۡا فَخُذُوۡهُمۡ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ وَجَدتُّمُوۡهُمۡ​ وَلَا تَتَّخِذُوۡا مِنۡهُمۡ وَلِيًّا وَّلَا نَصِيۡرًا ۙ‏ ﴿٨٩﴾ اِلَّا الَّذِيۡنَ يَصِلُوۡنَ اِلٰى قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ اَوۡ جَآءُوۡكُمۡ حَصِرَتۡ صُدُوۡرُهُمۡ اَنۡ يُّقَاتِلُوۡكُمۡ اَوۡ يُقَاتِلُوۡا قَوۡمَهُمۡ​ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقٰتَلُوۡكُمۡ​​ ۚ فَاِنِ اعۡتَزَلُوۡكُمۡ فَلَمۡ يُقَاتِلُوۡكُمۡ وَاَلۡقَوۡا اِلَيۡكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَـكُمۡ عَلَيۡهِمۡ سَبِيۡلًا‏ ﴿٩٠﴾ سَتَجِدُوۡنَ اٰخَرِيۡنَ يُرِيۡدُوۡنَ اَنۡ يَّاۡمَنُوۡكُمۡ وَيَاۡمَنُوۡا قَوۡمَهُمۡ ؕ كُلَّ مَا رُدُّوۡۤا اِلَى الۡفِتۡنَةِ اُرۡكِسُوۡا فِيۡهَا​​ ۚ فَاِنۡ لَّمۡ يَعۡتَزِلُوۡكُمۡ وَيُلۡقُوۡۤا اِلَيۡكُمُ السَّلَمَ وَيَكُفُّوۡۤا اَيۡدِيَهُمۡ فَخُذُوۡهُمۡ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوۡهُمۡ​ ؕ وَاُولٰٓٮِٕكُمۡ جَعَلۡنَا لَـكُمۡ عَلَيۡهِمۡ سُلۡطٰنًا مُّبِيۡنًا‏ ﴿٩١﴾

તરજમહ : આ તમને શું થઈ ગયું છે કે મુનાફિકોના બાબતે બે ભાગે વહેંચાય ગયા છો, જયારે અલ્લાહ તઆલા એમને કરતૂતોના કારણે ઊંધા રસ્તે વાળી દીધા છે. શું તમે એવા લોકોને હિદાયતનો માર્ગે લાવવા ચાહો છો, જેમને અલ્લાહ તઆલાએ ગુમરાહ કરી દીધા છે ? અને અલ્લાહ તઆલા જેને ગુમરાહ કરી દે, તેના માટે તમને કોઈ માર્ગ નહિ મળશે. (૮૮) તેઓ ઈચ્છે છે કે તમે પણ કાફિર થઈ જાતો સારું, જેમ તેઓ પોતે કાફિર બની બેઠા છે અને આમ તમે સરખા થઈ જાઓ. માટે એમના માંહેથી દોસ્તો ન બનાવો, જયાં સુધી કે તેઓ અલ્લાહના માર્ગમાં હિજરત ન કરે. પછી પણ જો તેઓ મોઢું ફેરવે, તો તેઓ તમને જયાં પણ મળે, એમને પકડો અને કતલ કરો. અને તેઓમાંથી કોઈને ન દોસ્ત બનાવો અને ન મદદગાર (બનાવો) (૮૯) અલબત્ત એવા લોકોને બાકાત રાખો જેઓ એવી જમાત – કબીલાથી જોડાયેલા હોય, કે તમારા અને એ કબીલા વચ્ચે કરાર (સંધિ) હોય, અથવા જેઓ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તેઓનાં દિલ(માં) તમારી સાથે લડવા બાબતે તેમજ પોતાની કૌમ સાથે લડવાથી બાબતે પણ સંકોચાતાં (રાજી ન) હોય, –અને અલ્લાહ ચાહત તો આ લોકોને તમારા ઉપર (એવા) થોપી દેત અને તેઓ તમારી સાથે લડાઈ પણ કરત- માટે આ લોકો જો તમારાથી દૂર રહે અને તમારી સાથે લડે નહિ અને તમારી સામે સુલહ સલામતીથી રજૂઆત કરે તો અલ્લાહે તમને તેઓના વિશે કોઈ અધિકાર (કત્લ કે કેદ કરવાનો) આપ્યો નથી. (૯૦) નિકટમાં તમને એવા લોકો પણ મળશે, જેઓ ચાહતા હશે કે તમારાથી પણ સલામત રહે અને પોતાની કોમથી પણ સલામત રહે. (તે છતાં) જ્યારે પણ તેઓને ફિત્ના તરફ વાળવામાં આવે તો એમાં ઊંધા જઈ પડે છે, માટે જો આવા લોકો તમારાથી દૂર ન રહે અને તમારી તરફ સલામતી – સુલેહ રજૂ ન કરે અને એમના હાથ ન રોકે, તો તેઓને જ્યાં જુઓ ત્યાં પકડો અને કતલ કરો અને આ જ તે લોકો છે જેમના ઉપર અમે તમને (પકડવા–મારવાનો) અધિકાર દલીલ આપી છે. (૯૧)

તફસીર : ઉપરોકત આયતોમાં ત્રણ પ્રકારના દુશ્મન લોકો સાથે કેવો વર્તાવ કરવો એનું વર્ણન આવ્યું છે. (૧) પ્રથમ પ્રકાર એવા લોકોનો છે, જેઓ મક્કામાં કે કોઈ કબીલામાં રહેતા હતા અને મુસલમાન પ્રત્યે હમદર્દી ધરાવતા હતા, અલબત્ત હજુ મુસલમાન થયા ન હતા, હિજરત કરીને મદીના પણ આવ્યા ન હતા. મક્કામાં રહીને શત્રુ કાફિરોની પણ સહાય કરતા હતા, અને બદ્રની લડાઈમાં મુસલમાનો વિરુદ્ધ લડવા પણ આવ્યા હતા. અમુક તફસીરકારોના મતે અમુક લોકો મુસલમાન બનીને મદીના આવ્યા અને પછી પાછા મક્કા ચાલ્યા ગયા હતા, એવા મુનાફિક લોકો પણ આ સમુહમાં શામીલ છે.

આવા લોકો બાબતે મદીનાના મુસલમાનો બે ભાગે વહેંચાય ગયા હતા, અમુક કહેતા કે એ લોકો સાથે મુસલમાનો જેવો વ્યવહાર કરવો જોઈએ, એટલે કે કાબૂમાં આવે તો એમને મારવા જોઈએ નહીં, કારણ કે તેઓ શત્રુ નથી. અને બીજા અમુક કહેતા કે તેઓ મુસલમાન નથી, શત્રુ છે, એટલે તક મળે એમને મારી નાખવા જોઈએ. આ વિશે અલ્લાહ તઆલાએ આયત નાઝિલ ફરમાવીને સ્પષ્ટ કર્યું કે તેઓ મુનાફિક છે. તેઓ મુસલમાન કેવી રીતે ગણાય ? તમે એમના બાબતે બે ભાગે કેમ વહેંચાય ગયા ? તેઓ પોતાનો સ્વાર્થ જોતા રહ્યા અને ખુલીને મુસલમાન થયા નહીં, એટલે અલ્લાહ તઆલાએ પણ એમને ઊંઘા માર્ગે વાળી દીધા. આવા લોકોને તમે હિદાયત વાળા કેમ ગણી શકો ? બલકે અલ્લાહ તઆલાએ ગુમરાહ કરી દીધા છે, એટલે એમને સીધા રસ્તે લાવવા પણ શકય નથી. આ લોકો તો અવળા એમ ઈચ્છે છે કે તમે મુસલમાનો પણ ઈસ્લામ છોડીને એમના સરીખા કાફિર બની જાઓ.

આવા લોકો વિશે કુરઆનમાં બે હુકમો આપવામાં આવ્યા :

જયાં સુધી ઈસ્લામ સ્વીકારીને હિજરત કરીને મદીના ન આવી જાય, એમને પોતાના હમદર્દ ન સમજો. એમની સાથે દોસ્તી કે સહકારનો કરાર ન કરો. તેઓ ઈસ્લામ સ્વીકારે નહીં તો જયાં પણ તેઓ મળે, જયારે પણ તેઓ હાથમાં આવે, એમની સાથે શત્રુઓ જેવું વર્તન કરવામાં આવશે અને કતલ કરી દેવામાં આવે.

(૨) બીજો સમુહ એવા લોકોનો છે જેમની સાથે લડાઈ કરવાની મનાઈ છે, એમની સાથે સલામતી અને શાંતિનો સંબંધ રાખવાનો છે. આ સમુહમાં બે પ્રકારના લોકો છે : એવા કાફિરો જેઓ સીધી રીતે તો મુસલમાનો સાથે સંધિ કે શાંતિકરારમાં નથી, પણ મુસલમાનો સાથે સાથે સંધિ કે શાંતિ કરાર ધરાવતા કબીલા સાથે એમની સંધિ અને કરાર છે. આમ આડકતરી રીતે તેઓ પણ મુસલમાનો સાથે સંધિ અને સુલહમાં શામેલ છે, એટલે એમની સાથે લડાઈ કે યુદ્ધ કે અદાવતની મનાઈ છે. એવા કાફિરો જેઓ તમારી સાથે પણ લડવા માંગતા નથી અને તમારા સાથે મુસલમાન બનીને પોતાની કોમ સાથે પણ લડવા માંગતા નથી, આવા લોકો અળગા રહે અને સુલહ કરવા માંગે તો એમની સાથે પણ લડાઈ કે અદાવત રાખવાની મનાઈ છે.

પોતાની શકિતના અભિમાનમાં આવીને આવા લોકો સાથે લડાઈ કરવાથી દૂર રહેવાની તાકીદ કરતાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે, અલ્લાહ તઆલા ચાહત તો એમને પણ તમારા વિરુદ્ધ લડાઈમાં ઉતારી દેત, અને તમારા શત્રુઓ વધી જત, તેઓ અળગા રહે છે, એ કાફી છે, માટે એમની સાથે લડાઈ ન કરો.

(૩) ત્રીજો સમુહ એવા લોકોનો છે, જેઓ શરૂમાં તો સુલહ કરી જાય છે કે અમે નિષ્પક્ષ એટલે કે તમારાથી પણ દૂર સલામત રહેવા માંગીએ છીએ અને અમારી કોમથી પણ દૂર સલામત રહેવા માંગીએ છીએ. પણ પછી જયારે એમને મુસલમાનો વિરુદ્ધ લડવા માટે ઉકસાવવામાં આવે છે તો દુશ્મનીમાં આંધળા બનીને મુસ્લિમો વિરુદ્ધ કુદી પડે છે. આવા લોકો જો કરાર મુજબ અળગા ન રહે, સુલહ ઉપર અડગ ન રહે અને મુસલમાનો વિરુદ્ધ એમના હાથ રોકે નહીં તો જયાં પણ મળે એમને પકડો અને કતલ કરી દયો. અલ્લાહ તઆલા ફરમાવે છે કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો તમને પૂરો અધિકાર છે.

વિવાદ અને વિરોધના બે મુખ્ય કારણો

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 

“ઈસ્લામી સિયાસત”નો ક્રમશ અનુવાદ 

• મુફતી ફરીદ અહમદ કાવી.

ધ્યાનથી સાંભળો ! મારી અધૂરી સમજ મુજબ આજકાલ વધી રહેલા વિરોધ – વિવાદના બે મુખ્ય કારણો છે. અને કારણ અમુક ઉલમા તરફે છે અને બીજું કારણ અવામ તરફે છે. ઉલમા તરફે આનું કારણ આ છે કે તેઓ એમના ઈલ્મી વિવાદ અને વિરોધને ઉલમાના વર્તુળ સુધી સિમિત નથી રાખતા, અને અમુક તો એવું પણ ઈચ્છે છે કે આવા વિવાદોમાં એમને અવામની મદદ અને સમર્થન મળે અને એના વડે સામા પક્ષના અહલે હક ઉલમાની તોહીન કરીને એમને નીચું દેખાડે. ઉલમા માટે બેહતર આ જ છે કે જે વાત તેઓ હક સમજતા હોય એ કોઈના ડર ખોફ વગર રજૂ કરી દે, અને કોઈ એને માને છે કે અમલ કરે છે, એની પરવા ન કરે. કોઈના અમલ ન કરવાથી અહલે હકની હક્કાનિયતમાં શું ફરક આવી શકે છે ? અમુક અંબિયાએ કિરામ પણ એવા થઈ ગયા છે કે એમના ઉપર ઈમાન લાવનાર અને એમની વાત માનનાર ફકત એક જ માણસ હતો. (મિશ્કાત શરીફ) શું આનાથી એ નબીની શાનમાં કોઈ ઉણપ આવેલી ગણાશે ? હરગિઝ નહીં માલ ભેગો કરવા બાબતે અબૂ ઝર રદિ.નું મંતવ્ય આ હતું કે માલ ભેગો કરવો બિલ્કુલ જાઈઝ નથી. તેઓ દરેક સ્થળે દરેકની સામે પોતાની વાત રજૂ કરી દેતા હતા, એમને કોઈ પરવા ન હતી કે કોઈ એમની વાત માને છે કે નથી માનતું.

અને આવા વિવાદ કે વિરોધાભાસને સામાન્ય માણસો સમજી શકતા ન હોય એવી સ્થિતિમાં તો એમની સામે વિવાદના મસ્અલાઓ વર્ણવવામાં ન આવે. ઉલમાની સામે પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવે. અને કોઈ જરૂરત કે તબ્લીગ હેતુ પોતાનો ઈલ્મી ઈખ્તેલાફ અને અલગ મંતવ્ય રજૂ કરવું જ હોય તો કરી દયો, પણ એમ જાણવા છતાં કે આ બાબતે સામાન્ય માણસોને કંઈ લેવાદેવા કે સમજ નથી, છતાં એમને આગ્રહ કરવામાં આવે કે તેઓ સમર્થન કરે, એ ખોટું જ છે. આવા ઉલમાએ સમજવું જોઈએ કે જયારે કોઈ બાબતે અન્ય ઉલમાએ હકનો મત અલગ છે, તો એનાથી અવામ માટે અમલ કરવાની વધારે સહૂલત ઉભી થાય છે, પછી લોકોને એમના વિરોધમાં શા માટે ઉકસાવવામાં આવે ? આવી હરકતનું પરિણામ એ આવે છે કે સામા પક્ષે પણ ઉલમાના સમર્થકો બને છે અને તેઓ પણ આવેશમાં આવે છે. આવા સંજોગોમાં જે સ્થિતિ નિર્માણ પામે છે એ બધાની સામે જ છે. આપણા અકાબિર અને બુઝુર્ગોની રીત – પરંપરા આ બાબતે શું હતી એ આપણે જોવી જોઈએ :

સહાબા રદિ. વિત્રની ત્રણ રકાત પઢતા હતા. હઝરત મુઆવિયહ રદિ.એ એક જ રકાત વિત્ર પઢી. હઝરત ઈબ્ને અબ્બાસ રદિ ના. ખાદિમ કુરૈબે આ જોયું અને નવાઈથી હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રદિ.ને જણાવ્યું તો એમણે જવાબ આપ્યો કે તેઓ પોતે મસ્અલા જાણનાર છે, એમને કંઈ કહેવાની જરૂરત નથી. (બુખારી)

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ રદિ. અને જમ્હૂર સહાબા સફરમાં બે રકાત નમાઝ પઢતા હતા. કોઈએ એમને કહયું કે હઝરત ઉસ્માન ગની રદિ.એ તો મુસાફિર હોવા છતાં મીનામાં ચાર રકાત નમાઝ પઢી છે. તો હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ રદિ.એ ઈન્નાલિલ્લાહ પઢીને ફકત એટલું જ કહયું કે મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે, હઝરત અબૂબક્ર રદિ. સાથે અને હઝરત ઉમર રદિ. સાથે પણ બે રકાત જ પઢી છે. અને આ બધું છતાં હઝરત ઈબ્ને મસ્ઉદ રદિ.એ હઝરત ઉસ્માન રદિ.ની ઈમામતમાં ચાર રકાત પઢી અને કોઈ વિરોધ કર્યો નહીં, કોઈકે એમને કહયું પણ કે તમે તો ચાર રકાત પઢવા બાબતે હઝરત ઉસ્માન રદિ.ની ટીકા કરી હતી, છતાં તમે ચાર રકાત પઢી લીધી, તો ફરમાવ્યું કે તેઓ ઈમામ છે, અને એમનો વિરોધ કરવો વધારે ખરાબ બાબત છે.

હઝરત ઈબ્ને મસ્ઉદ રદિ.ના મતે હઝરત ઉસ્માન મુસાફિર હતા, એટલે એમણે બે રકાત પઢવાની થતી હતી, પણ પોતાના મંતવ્ય ઉપર આગ્રહ રાખ્યો નહીં, અને હઝરત ઉસ્માન રદિ.એ જેમ નમાઝ પઢાવી એ મુજબ પઢી લીધી.

હઝરત ઉમર રદિ.ને કોઈએ પૂછયું કે શું તમે કોઈને તમારા પછી ખલીફા નક્કી કરીને જશો ? એમણે જણાવ્યું કે હું કોઈને ખલીફા નક્કી કરું નહીં તો એ પણ દુરુસ્ત છે. કારણ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના પછી કોઈને ખલીફા નક્કી કર્યા ન હતા. અને કોઈને ખલીફા નક્કી કરી દઉ તો પણ દુરુસ્ત ગણાશે. કારણ કે હઝરત અબૂબક્ર રદિ.એ પોતાના પછી ખલીફા કોણ બનશે એ નક્કી કરી દીધું હતું.

હઝરત અબૂબક્ર રદિ.ના મતે જે લોકો ઝકાત આપવાનો ઈનકાર કરતા હતા, એમની સાથે લડાઈ કરવા અને લડાઈ પછી એમનો માલ ગનીમત તરીકે લઈ લેવો જાઈઝ હતું. એમના બાળકો–ઓરતોને ગુલામ બનાવી લેવા પણ દુરુસ્ત હતું, અલબત્ત હઝરત ઉમર રદિ.ને આ બાબતે મતભેદ હતો. એટલે હઝરત અબૂ બક્ર રદિ. ના ઝમાનામાં એમના ફતવા મુજબ અમલ કરવામાં આવ્યો અને સહબા રદિ. એ એમને અનુસરતા રહયા, પછી હઝરત ઉમર રદિ.ના ઝમાનામાં હઝરત ઉમર રદિ.ના ફતવા મુજબ અમલ શરૂ થયો અને સહાબા એમને અનુસરવા લાગ્યા. (ફત્હુલ બારી)

હઝરત ઈમામ શાફેઈ રહ.ના મસ્લક મુજબ ફજરની નમાઝમાં દુઆએ કુનૂત પઢવી સુન્નત છે. એકવાર તેઓ ઈમામ અબૂહનીફહ રહ.ની કબ્ર ઉપર દુઆ કરવા આવ્યા. ફજરની નમાઝ ત્યાંથી મસ્જિદમાં પઢી તો પોતાની નમાઝમાં દુઆએ કુનૂત પઢી નહીં. અમુક રિવાયતમાં છે કે બિસ્મિલ્લાહ પણ ધીરેથી પઢી, જયારે એમના મસ્લક મુજબ જોરથી પઢવાની હોય છે. કોઈએ આ બાબતે પૂછયું તો ફરમાવ્યું કે આ કબ્ર વાળાના અદબે મને આમ કરવાથી રોકી દીધો.

અમુક લોકો આ કિસ્સા બાબતે શોર મચાવે છે કે આ કિસ્સો સાચો ન હોય શકે ! આવા કારણે સુન્નત કોણ છોડે ? એક મુજતહિદ ઈમામની કબ્રના કારણે ઈમામ શાફેઈ રહ. સુન્નત છોડી દયે ? એ શકય નથી. પણ આમ શોર કરવો ખોટો છે. વાત થોડી સમજવાની છે. ઈમામ શાફેઈ રહ.એ સુન્નત નથી છોડી. બલકે ઈમામ અબૂ હનીફહ રહ.ના અદબના કારણે એમના ઈજતેહાદ –મસ્અલાને પોતાના ઈજતેહાદ અને મસ્અલા ઉપર પ્રાથમિકતા આપી અને પોતાનો મસ્અલો છોડીને ઈમામ અબૂહનીફહ  રહ.ના મસ્અલા ઉપર અમલ કર્યો. એટલે ઈમામ અબૂ હનીફહ રહ.ના મસ્લક મુજબ દુઆએ કુનૂત ન પઢવું સુન્નત છે, બિસ્મિલ્લાહ ધીરેથી પઢવી સુન્નત છે, એટલે એના ઉપર અમલ કર્યો. એક માણસ પોતાના મસ્લક – ઈજતેહાદ મુજબ જે વસ્તુને સુન્નત સમજવા છતાં બીજા આલિમની વાત માનીને એના ઉપર અમલ કરી લે તો એમાં શું ગુનો છે. શાફેઈ વિદ્વાનો પણ આ કિસ્સાને સાચો ગણાવે છે. ઈબ્ને હજર મક્કી રહ. શાફેઈ લખે છે કે લોકો આ કિસ્સામાં સંદેહ વ્યકત કરે છે. પણ એમાં સંદેહની કોઈ વાત નથી. કારણ કે ઘણીવાર સુન્નત ઉપર અમલ કરવામાં કોઈ વાંધો આવી જાય છે, જેનાથી બચવું વધારે જરૂરી હોય છે. જેમ કે ઉલમા – ઈમામોનું સન્માન જાળવવું અને વ્યકત કરવું. હસદખોરો અને જહાલત કરનાર લોકોને સમજ પાડવા આમ કરવું ઓર જરૂરી થઈ જાય છે. અને અહિંયા તો એક તરફ દુઆએ કુનૂત અને બિસ્મિલ્લાહ પઢવાનો મસ્અલો છે, જેના હુકમ બાબતે એમ પણ ઉલમા દરમિયાન વિરોધાભાસ છે, જયારે એની સામે ઉલમા – ઈમામોનું સન્માન કરવા બાબતે બધા જ એકમત છે. ઈમામ અબૂ હનીફહ રહ. ઉપર હસદખોરો ઘણા ખોટા આરોપો લગાવતા હતા. એમના મસ્લકને ખોટો ગણાવતા હતા, ત્યાં સુધી કે ખોટા આરોપો લગાવીને એમની જિંદગી છીનવી લીધી. આવા સંજોગોમાં એમના સન્માન – મોભાને લોકો સમક્ષ વ્યકત કરવો ઘણું જરૂરી હતું. (અવજઝુલ મસાલિક)

 આપણા મશાઈખ અને અકાબિર વચ્ચે ઘણા મસ્અલાઓમાં ઈખ્તેલાફ ચાલતો આવ્યો છે. પરંતુ કદી પણ એમણે પોતાના અનુયાયીઓને એવી ફરજ નથી પાડી કે અમારી વાત ઉપર અમલ કેમ નથી કરતા ?

ઈસ્લામી નવવર્ષનો ઈતિહાસ

રમઝાન આવે છે અને રોઝા અથવા ઈદનું આયોજન થાય છે ત્યારે ઈસ્લામી વરસ અને એના મહીનાઓ કે તારીખો બધાને યાદ આવે છે. પછી બકરી ઈદ, પછી મહોર્રમ અને પછી રબીઉલ અવ્વલ. એથી વધીને કયાંક રજબ.. બાકી આખું વરસ ઈસ્લામી વરસ, એની તારીખ કે મહીનાઓ કોઈને યાદ આવતા નથી. અરે આ કયું ઈસ્લામી વરસ ચાલી રહયું છે, એનું પણ કોઈને ભાન નથી હોતું. અત્યારે વિશ્વભરમાં ઈસ્વી કેલેન્ડર પ્રચલિત છે. મુસ્લિમ દેશોમાં પણ વ્યવસ્થાતંત્રમાં આ જ ઈસ્વી કેલેન્ડરનું જ ચલણ છે.

ધરતી સૂર્યની આસપાસ એક ફેરો મારે એટલા સમયને એક સૂર્ય વરસ કહેવાય છે. આ સમયગાળો લગભગ ૩૬૫ દિવસનો હોય છે. થોડી વધઘટને ફેબ્રુઆરીના દિવસોમાં સેટીંગ કરીને પૂરી કરવામાં આવે છે. આમ ૨૦૧૨ હોવાનો મતલબ એ થયો કે હઝરત ઈસા અલૈ.ના જન્મને ૨૦૧૧ વરસ વીતી ગયાં.

બીજું ચાંદ વરસ હોય છે. ચાંદનો એક ફેરો ૨૯.૫૩ દિવસમાં પૂરો થાય છે. આમ ચંદ્રવરસ લગભગ ૩૫૪ દિવસનું હોય છે. હવે હિજરી સન ૧૪૩૩ શરૂ થઈ રહયું છે, એનો મતલબ એ થયો કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતને ૧૪૩ર વરસ પૂરા થયા.

ઈસ્લામમાં ઈબાદતોનો સંબંધ ચંદ્ર અને સૂર્ય બન્નેથી જોડાયેલ છે. નમાઝોનો સમય સૂર્યની ચાલ ઉપર આધારિત છે, તો રમઝાન અને ઈદનો દિવસ ચંદ્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાંયે દિવસ ચંદ્ર પ્રમાણે નક્કી થાય છે અને સમય સૂર્ય પ્રમાણે નક્કી કરવામાં આવે છે, જેમ કે રમઝાન માસનો આરંભ-અંત ચંદ્રથી, પણ રોઝાની સહેરી-ઈફતારનો સમય સૂર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. હજના દિવસો ચંદ્રથી નક્કી થાય છે, પણ હજના કાર્યો કરવાના સમયો સૂર્યના સમયથી નક્કી કરવામાં આવે છે.

ઈસ્લામી ઈબાદતોના દિવસો ચંદ્ર આધારિત કરવા પાછળ એક હિકમત આ પણ વર્ણવવામાં આવે છે કે, સૂર્યવરસ કરતાં ચંદ્રવરસ લગભગ દસેક દિવસ નાનું હોય છે, જેનાથી મુસલમાનોને વરસની દરેક ઋતુના રોઝા અને હજનો અવસર મળે છે. એક મુસલમાનને બાલિગ થયા પછી સામાન્ય ઉમર પ્રમાણે દરેક ઋતુમાં રોઝા રાખવાનો અવસર મળી આવે છે.

ઈસ્લામી વરસ અથવા હિજરી કેલેન્ડરના આરંભનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. સામાન્ય પ્રમાણે એમ સમજવામાં આવે છે કે હિજરતના મહીનાથી જ ઈસ્લામી વરસની ગણતરી શરૂ થઈ છે. પણ વાસ્તવિકતા એવી નથી. હિજરત રબીઉલ અવ્વલમાં થઈ હતી અને હિજરી સનની શરૂઆત અને ગણતરી હિજરત પછી ૧૭ માં વરસે મુહર્રમ મહીનાથી શરૂ કરવામાં આવી. વાત એમ બની હતી કે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ પછી હઝરત અબૂબક્ર રદિ. ખલીફા બન્યા, અત્યંત વ્યસ્ત ટુંકો શાસનગાળો પૂરો કરીને તેઓ અવસાન પામ્યા. પછી હઝરત ઉમર રદિ. ખલીફા બન્યા. હઝરત ઉમર રદિ. વ્યવસ્થાતંત્રમાં કાબેલ હતા, એમણે રાજકાજમાં એવા સુધારા અને નવા કાયદાઓ પરિચિત કરાવ્યા જે આજે પણ લાભદાયી નિવડી રહયા છે.

ઈસ્લામી વરસ અથવા હિજસ્લામી વરસ અથવા હિજરી કેલેન્ડરના આરંભનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. સામાન્ય પ્રમાણે એમ સમજવામાં આવે છે કે હિજરતના મહીનાથી જ ઈસ્લામી વરસની ગણતરી શરૂ થઈ છે. પણ વાસ્તવિકતા એવી નથી. હિજરત રબીઉલ અવ્વલમાં થઈ હતી અને હિજરી સનની શરૂઆત અને ગણતરી હિજરત પછી ૧૭ માં વરસે મુહર્રમ મહીનાથી શરૂ કરવામાં આવી. વાત એમ બની હતી કે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ પછી હઝરત અબૂબક્ર રદિ. ખલીફા બન્યા, અત્યંત વ્યસ્ત ટુંકો શાસનગાળો પૂરો કરીને તેઓ અવસાન પામ્યા. પછી હઝરત ઉમર રદિ. ખલીફા બન્યા. હઝરત ઉમર રદિ. વ્યવસ્થાતંત્રમાં કાબેલ હતા, એમણે રાજકાજમાં એવા સુધારા અને નવા કાયદાઓ પરિચિત કરાવ્યા જે આજે પણ લાભદાયી નિવડી રહયા છે.

હઝરત ઉમર રદિ. એમના ગર્વનરોને અવારનવાર અનેક આદેશો અને માર્ગદર્શનો આધારિત પત્રો અને હુકમનામાઓ રવાના કરતા હતા.એકવાર કૂફાના ગર્વનર હઝરત અબૂ મૂસા અશઅરી રદિ.એ પત્ર લખીને જણાવ્યું કે તમારા હુકમનામાઓ અમારી પાસે આવે છે પણ એના ઉપર કોઈ તારીખ નથી હોતી. એટલે ત્યારે (હિજરતના ૧૭ માં વરસે) હઝરત ઉમર રદિ. સહાબએ કિરામ રદિ.ને તારીખ વિશે મશવેરો કરવા બોલાવ્યા.

શક્યત ચાર મોટી ઘટનાઓને આ માટે આધાર બનાવી શકાય એમ હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મુબારક વિલાદત. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વત. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરત અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત. ચર્ચામાં અમુક લોકોએ મત વ્યકત કર્યો કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જન્મ મુબારકના દિવસથી તારીખ શરૂ કરવામાં આવે, પણ હઝરત ઉમર (રદિ.)ને આ વાત સ્વીકાર્ય ન લાગી, કારણ કે એમાં ઈસાઈઓનું અનુસરણ હતું. ઉપરાંત જન્મ દિવસ અને નુબુવ્વતના ચોક્કસ દિવસ માટે સહાબામાં મતભેદ પણ હતો. અમુકે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના દિવસથી તારીખ નક્કી કરવાનું કહયું, હઝરત ઉમર (રદિ.)એ આ મત પણ સ્વીકાર કર્યો નહી, કારણ કે આપની વફાત ઉમ્મત માટે મોટી મુસીબત છે, માટે એનાથી તારીખનો આરંભ યોગ્ય નથી. છેલ્લે હઝરત ઉમર (રદિ.)એ ફરમાવ્યું કે, હિજરતના દિવસથી તારીખની ગણતરી કરવામાં આવે, કારણ કે હિજરતના દિવસથી જ સત્ય-અસત્ય વચ્ચેનો તફાવત સ્પષ્ટ થયો અને ઈસ્લામના ખરા પ્રભુત્વનો આરંભ થયો.

હવે પ્રશ્ન ઈસ્લામી તારીખ (વર્ષ)નો પહેલો મહીનો નક્કી કરવાનો હતો, એમાં હઝરત ઉસ્માન રદિ. અને હઝરત અલી રદિ.એ સલાહ આપી કે મુહર્રમથી હિજરી સનનો આરંભ કરવામાં આવે. બીજા અમુક લોકોનો મત હતો કે રમઝાનથી શરૂ કરવામાં આવે, હઝરત ઉમર રદિ.એ મુહર્રમને હિજરી સનનો પ્રથમ મહીનો નક્કી કર્યો, કેમ કે અસલ હિજરતની શરૂઆત મુહર્રમથી જ શરૂ થઈ ચુકી હતી, તે એવી રીતે કે ઝિલ્હજના દિવસોમાં મદીનાથી હજ કરવા આવેલા મદીનાવાસીઓ મુસલમાન થયા અને આપના હાથ ઉપર બયઅત કરીને આપને મદીના પધારવાની દાવત અને રક્ષણ સહાય કરવાનું વચન આપ્યું. ઝીલ્હજ મહીનાના અંતે તેઓ મદીના પરત ફર્યા, અને મુહર્રમથી જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબાને મદીના હિજરત કરવાની પરવાનગી આપી દીધી અને પોતે પણ અલ્લાહ તઆલા તરફથી હુકમ મળ્યે હિજરત કરવાનું મન બનાવી લીધું. આ કારણોસર, હિજરતની ઘટના રબીઉલ અવ્વલ માસની હોવા છતાં હિજરી સનની શરૂઆત મુહર્રમથી માનવામાં આવે છે. યાદ રહે કે મહીનાઓના નામો અને ક્રમ પહેલેથી જ આરબોમાં પ્રચલિત હતાં.

મુસ્લિમ પર્સનલ લો

હઝરત અકદસ મવ. મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.

લો, એટલે કાનૂન જેના ઉપર ચાલવાથી જીવન સારી રીતે પસાર થાય અને પર્સનલ એટલે ખાનગી – વ્યક્તિગત. માટે “પર્સનલ લો”નો અર્થ એવા ખાનગી કાયદાઓ જેના ઉપર ચાલવાથી સુખમય જીવન પ્રાપ્ત થાય. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે વ્યકિતગત જીવન કાનૂન. અને “મુસ્લિમ પર્સનલ લો” નો મતલબ થયો મુસલમાનોના એવા કૌટુંબિક કાયદાઓ જેના ઉપર એક મુસલમાન માણસે અમલ કરવાનો છે.

અહીંયા સવાલ ઉદભવશે કે એવા કાયદાઓ કયા છે જેના ઉપર ચાલવાથી મુસલમાન તરીકે જીવંત રહી શકાય ? તો જાણી લ્યો કે અલ્લાહ તઆલાએ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અંતિમ નબીનો લકબ આપી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર માનવજીવન માટે એવા ઉપયોગી અને સર્વગ્રાહી સિદ્ધાંતો –આદેશો ઉતાર્યા, જેના ઉપર અમલ કરવાથી સમગ્ર વિશ્વ સંપૂર્ણ રીતે સુખમય જીવન ગુઝારી શકે છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : જે માણસ નેક કાર્ય કરશે, ચાહે મર્દ હોય યા ઔરત, શરત એટલી કે તે ઈમાનદાર હોય, તો અમે તે માણસને સુખમય જીવન આપીશું. (સુરએ નહલ). અલ્લાહ તઆલા તરફથી આ સુખમય જીવન માટે જ ઈસ્લામી જીવન બંધારણ ઉપર અમલ કરવાને વાજીબ અને જરૂરી ઠેરવવામાં આવ્યું.

સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે મનુષ્યની બધી જ હાલતો (જન્મથી મૃત્યુ સુધી, જન્મ પૂર્વે અને મૃત્યુ પછીની હાલતો)ના આદેશોને આ જીવન કાનૂન આવરી લે છે અને એ બધા જ આદેશો ઉપર અમલની ઈસ્લામ માંગણી કરે છે. સારાંશ કે કોઈ પણ હાલતમાં માણસને બેકાર છોડવામાં આવ્યો નથી. મુસલમાનો માટે સંપૂર્ણ શરીઅત પર અમલ કરવો જરૂરી છે. મુસલમાન આ શરીઅત પર અમલ કરીને એક સંપૂર્ણ મુસ્લિમ તરીકે જ જીવે એ જ ઈસ્લામનો ધ્યેય છે. આ આદેશો અલ્લાહના બનાવેલા છે, એમાં કોઈ માણસને સુધારો વધારો કરવાનો જરાયે હક નથી. કુર્આને પાકમાં અલ્લાહનો ઈર્શાદ છે કે કોઈ ઈમાનદાર મર્દ અને ઈમાનદાર ઔરત માટે ગુંજાઈશ નથી કે અલ્લાહ અને એના રસૂલ કોઈ કામનો આદેશ આપી દે પછી તેઓને એ કામમાં કોઈ બીજો ઈખ્તીયાર કે ઓપ્શન બાકી રહે. અને જે માણસ અલ્લાહ અને એના રસૂલનું કહયું નહી માને તે ચોખ્ખી ગુમરાહીમાં પડયો. (સૂરએ અહઝાબ)

હુઝૂર (સલ.)નો ઈરશાદ છે કે, જેણે અમારા દીનમાં કોઈ વસ્તુનો વધારો કર્યો તો તે રદ બાતલ થશે. (બુખારી) એનાથી પૂરવાર થાય છે કે મુસલમાન સંપૂર્ણ શરીઅત પર અમલ કરવાથી જ મુસલમાન તરીકે જીવંત રહશે. માટે ખરેખર તો પૂરી શરીઅત જ મુસ્લિમ પર્સનલ લો છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર અથવા સુધારો વધારો ગુમરાહી છે.

હવે એ પ્રશ્ન રહયો કે પછી માત્ર થોડીક બાબતો અને ગણ્યા ગાંઠયા આદેશોને જ મુસ્લિમ પર્સનલ લો કેમ કહેવાય છે ? તો એનો ઉત્તર એ છે કે ભારતમાં આ બધુ અંગ્રેજોનું કારસ્તાન અને એમના રાજકીય કાવાદાવાઓનું પરિણામ છે.

૧૮૫૭ની આઝાદીની લડતમાં જયારે અંગ્રેજો સફળ રહયા તો તેઓએ આ લડત ચલાવનારાઓ ઉપર ચાહે મુસલમાન હોય યા ગેરમુસ્લિમ, ભારે અત્યાચારો કર્યા. હજારોની ખુલ્લેઆમ કતલ ચલાવી. સેંકડોને આજીવન કેદમાં નાખ્યા અને બીજા સેંકડોને કાળા પાણીની સજા આપી. આ બધું કરવા છતાં એમને ભય હતો કે અમારા આ અત્યાચારનો ભાંડો ન ફુટી જાય, એટલા માટે એણે વિવિધ તરકીબો અપનાવવી શરૂ કરી.

જયારે અંગ્રેજોએ સત્તા ઉપર કબજો કર્યો ત્યારે પૂરા દેશમાં ઈસ્લામી કાનૂન લાગુ હતો અને મુસ્લિમ તથા ગેરમુસ્લિમ બધા જ સુખમય જીવન પસાર કરી રહયા હતા. કારણ કે ઈસ્લામી શાસનકાળમાં પણ બધી જ કોમો અને દરેક સમાજને સંપૂર્ણ સ્વાધીનતા આપવામાં આવી હતી કે પોતાના સામાજિક પ્રશ્નો પોતાના ધર્મ મુજબ હલ કરે અને એ વિષયમાં તેઓ સંપૂર્ણ મુક્ત હતા. ઈસ્લામે તેમના આ કાયદાઓને ત્યાં સુધી રક્ષણ આપ્યું છે કે અગર નિકાહ પછી બન્નેવ પતિ-પત્નિ ઈસ્લામ ધર્મ અંગીકાર કરે તો પણ એમણે ગેરમુસ્લિમ હોવાની હાલતમાં કરેલ નિકાહ માન્ય અને ચાલુ રહેશે. અંગ્રેજો એ વસ્તુ ઘણી સારી રીતે સમજતા હતા કે હમણા ઈસ્લામી કાનૂનમાં કોઈ ફાટ પાડવામાં આવી તો એમના અત્યાચારોનો ઘડો ફુટી જશે, જેને સુધારવું અશકય થઈ પડશે. બીજું એક કારણ એ પણ હતું કે મુસલમાનો ચાહે અમારી સત્તાના હેઠળ તાબામાં આવી ગયા છે પરંતુ ઈસ્લામી કાનૂન એમનો દીન અને એમનું ઈમાન છે. એ જ એમનો જીવનમંત્ર છે, મુસલમાન એને પોતાનો ધાર્મિક કાનૂન પણ સમજે છે અને વ્યકિતગત કાનૂન પણ સમજે છે. જો એમાં અત્યારથી જ ફેરબદલ અથવા ખતમ કરવામાં આવ્યો તો મુસલમાનો એને સાંખી નહી લે, માટે અંગ્રેજોએ તુરંત તો ઈસ્લામી કાનૂન ખતમ નહી કર્યો, પરંતુ એને તોડવાની ફિકરમાં લાગી ગયા. સૌ પ્રથમ તો એમણે પોતાના જુના સિદ્ધાંત “લડાવો રાજ કરો” પ્રમાણે અમલ કરી મુસ્લીમ અને ગેરમુસ્લીમોમાં મતભેદો પૈદા કર્યા અને જયારે એ મજબુત થયા તો ધીરેધીરે કાનૂનમાં ફેરફાર કરવાની નીતી અમલમાં આણી.

સૌ પ્રથમ ઈસ્લામી ફોજદારી કાનૂનને જુલ્મી બતાવી તેને ખતમ કર્યો. ત્યાર પછી દેશમાં બે જાતની અદાલતો મુસ્લિમ અને ગેરમુસ્લિમ ઉભી કરવામાં આવી અને ઘણી જ સિફત પૂર્વક કહેવામાં આવ્યું કે મુસ્લીમો પોતાની બાબતો મુસ્લિમ અદાલતમાં રજૂ કરે અને ગેરમુસ્લિમો પોતાની બાબતો ગેરમુસ્લિમ અદાલતોમાં રજૂ કરે. આ પગલું ઈ.સ. ૧૮૬૭માં ભર્યું, જેના પરિણામરૂપે મુસ્લિમ અને ગેરમુસ્લિમ મતભેદની ખાઈ વધુ ઊંડી થતી ગઈ અને બન્નેવ કૌમની આપસની એકતા જે અંગ્રેજ સત્તા માટે પડકારરૂપ હતી, તેનાથી અંગ્રેજે છુટકારો મેળવ્યો. મુસ્લીમ અદાલતોમાં જે કાનૂન લાગુ કરવામાં આવ્યો તેનું નામ મોમેડન લો આપવામાં આવ્યું. એ “લો” પણ હુબહુ રાખવામાં ન આવ્યો, બલકે એમાં પણ ફેરફારો કરી નાખ્યા. એના ઉપર મુસલમાનોએ અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ ભારતીય પ્રજાના આપસના વિખવાદને લઈ એ તરફ અંગ્રેજોએ ધ્યાન ન આપ્યું.

પછી કેટલાક મુસ્લિમ અને ગેરમુસ્લિમોને પોતાના પક્ષે લઈ લગભગ ૧૮૭૭ ઈસ્વીમાં નવો ખરડો તૈયાર કર્યો અને મોમેડન લો માં ફેરફાર કરી તેમાંથી ઘણી બાબતોને કાઢી નાખી માત્ર થોડીક બાબતો જ જેમકે નિકાહ, તલાક, વિરાસત, વસીયત, બક્ષીસ, ભરણપોષણ, વકફ વગેરે જે કુલ મળી પંદર થાય છે બાકી રાખી અને તેને મુસ્લિમ પર્સનલ લોનું નામ આપવામાં આવ્યું.

આ છે હાલના મુસ્લિમ પર્સનલ લોનો ટુંકો ઈતિહાસ અને તેની હકીકત. જેને અંગ્રેજ સરકારે પોતાની સત્તા હેઠળ ના છુટકે લાગુ રાખવાનું માન્ય રાખ્યું હતું અને એ જ મુજબ દિવાની કોર્ટો ફેસલા કરતી હતી. નહીં તો અંગ્રેજોનો ધ્યેય તો ભારતમાં સંપૂર્ણ રીતે ઈસાઈય્યતને જ ફેલાવો આપવાનો હતો. પરંતુ મુસ્લમાનોના ભારે પ્રતિકારને લઈ તેનું આ સ્વપ્ન ફળી ન શકયું.

ધર્મનો વિરોધ કરી ભારત પર સત્તા જાળવવી શકય પણ ન હતી એટલે તેઓએ ધાર્મિક બાબતોની અદાયગી તથા ધર્મ પરિવર્તન અને અનુસરણ તેમજ દરેકને તેના ધર્મના પ્રચાર – પ્રસારની સ્વતંત્રતાનું એલાન કર્યું.

ઈસ્લામના બુનિયાદી સિદ્ધાંતો ઉપર આધારિત મુસ્લિમ સમાજના એક અંગ સમાન ઈસ્લામી કાયદાઓના રક્ષણની ગેરંટી આપીને અદાલતોને પાબંદ બનાવી કે ઉપરોકત બાબતોમાં મુસ્લીમોના ધાર્મિક કાયદાઓ પ્રમાણે ફેસલા કરે. કાયદાની પોઠીમાં એને જ “મુસ્લિમ પર્સનલ લો”નું નામ આપવામાં આવ્યું. કેટલીક બાબતોમાં ફેસલો લાગુ થવા માટે મુસલમાન જજ અથવા કાજીની જે શરત હતી તે પણ પાછળથી ફગાવી દેવામાં આવી, એટલા માટે જ કેટલીક બાબત તો મુસ્લીમ પર્સનલ લો હેઠળ આવતી હોવા છતાં અદાલતના ફેસલાને મુસલમાનોએ માન્ય ન રાખ્યો.

મુસ્લીમ પર્સનલ લોનું વર્તુળ જે બાબતોને આવરી લેતું હતું તેમાં શરીઅતના ફતવા પ્રમાણે ફેસલો કરવામાં આવતો હતો અને અંગ્રેજોના પુરા શાસનકાળમાં કયારેય એ પ્રશ્ન ન ઉઠયો કે દીવાની અદાલતે મુસ્લિમ સામાજિક ખરડા વિરોધ ફેસલો આપ્યો છે.

આઝાદીની લડતમાં ભાગ લેનારા મુસ્લીમોને શ્રદ્ધા હતી કે ભારતની આઝાદી પછી ધાર્મિક બાબતોને અંગ્રેજોએ આપેલી આંશિક સ્વતંત્રતાથી વધુ બહોળારૂપમાં સ્વતંત્રતા પ્રાપ્ત થશે, અને આઝાદી પછી જે કંઈ મળશે તે હકરૂપે અમને મળશે, પણ વાસ્તવમાં આ એક વધુ પડતી આશા હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો અમો એવું સમજવા ઉપર મજબુર થયા કે “ખ્વાબ થા જો કુછ કે દેખા, જો સુના અફસાના થા.” અફસોસ અમે બેકાર હરખાતા રહયા અને હવાઈ કિલ્લા બનાવતા રહયા. •••

Common Civil Code 

સમાન નાગરિક ધારો વાસ્તવિકતાના આયનામાં

કોમન સિવિલ કોડનો હેતુ શું છે ? કોમન સિવિલ કોડના હિમાયતીઓના જણાવ્યા મુજબ તેનો ફાયદો એ છે કે લોકો તેનાથી એકબીજાની નજીક આવશે, “ભાગલા પાડો અને રાજ કરો” ની ફોર્મ્યુલા રૂપે લાગુ કરવામાં આવી હતી.સંયુકત રાષ્ટ્રભાવના પ્રાપ્તિ સરળ બનશે, “સમાનધારો” લોકોમાં “સામાન ભાવના” પેદા કરશે અને એનાથી મજબૂત ભારતનું નિર્માણ થશે, ટૂંકમાં “કોમન કોર્ડ” થી “કોમન ફિલિંગ” પ્રગટ થશે. પણ ખરી વાસ્તવિકતા એ છે કે “કોમન ફિલિંગ”નું આ ધ્યેય આજથી પહેલાં સદીઓ આપણે પ્રાપ્ત કરી લીધું હતું. દેશના વિભિન્ન વર્ગો હળીમળીને પ્રેમથી જીવન પસાર કરતા હતા અને તે વખતે “કોમન સિવિલ કોડ” જેવી કોઈ વસ્તુ જ અસ્તિત્વ ધરાવતી ન હતી. ભારતીય સમાજનું આ સંતુલન જેના કારણે ખોરવાયું, તે અસમાન નાગરિક ધારો ન હતો, બલ્કે અંગ્રેજની નીતિ હતી, જેને લેફટનન્ટ જનરલ કોક દ્વારા જેને ભાગલા પાડો અને રાજ કરો ની ફોર્મ્યુલા રૂપે લાગુ કરવામાં આવી હતી.

“કોમન સિવિલ કોર્ડ” એટલે કે સમાન નાગરિક ધારો એક એવું હથિયાર છે, જેને વીંઝીને થોડા થોડા સમયાંતરે મુસલમાનોને છંછેડવામાં આવે છે આ મુદ્દો ઉઠાવનારાઓને ખબર જ નથી કે આ મુદ્દો મુસલમાનો સાથે જેટલો સંબંધિત છે એટલો જ અન્ય ધર્મીઓથી પણ સંલગ્ન છે. વિવિધતાનું કેન્દ્ર એવા ભારતના નાગરિકો વિવિધ ધર્મો, પરંપરાઓ અને સંસ્કૃતિઓને અનુસરે છે અને એ આધારે તેઓ તેમના વહેવાર-તહેવાર અને રીતિ રીવાજ વગેરેમાં ભિન્ન છે.

જો સમાન ધારો લાવવામાં આવે તો આ બધાંએ જ તેમની પરંપરાઓ, ધાર્મિક રીતરિવાજો ત્યજવા પડે. એમ માની લેવાની કોઈ જરૂરત નથી કે આ સમાન ધારો હિન્દુ પરંપરાઓ અનુસાર જ હોય, કેમકે હિન્દુ પરંપરાઓમાં જ એટલી ભિન્નતા છે કે તેઓ કોઈ મુદ્દે એક મત થાય એ અસંભવ છે.

સમાન નાગરિક ધારાની આવશ્યકતા શી છે ? આપણે વિચારવાનું છે કે “સમાન નાગરિક ધારો” જીવનના કયા કયા પાસાંઓને આવરી લેતો હોય છે ? 

જો આ મુદ્દો ઉઠાવનારના વિચારે વિચારીએ તો એનો મતલબ એ છે કે ભારતીય બંધારણે અમુક ધાર્મિક, સામાજિક બાબતોમાં ઈસ્લામી કાયદાઓને ભારતીય બંધારણમાં જગા આપી છે, તે ખતમ કરવામાં આવે અને ધાર્મિક, સામાજિક બાબતોમાં મુસલમાનોને પણ અન્યોની જેમ આ બાબતે બંધારણના કાયદાઓ બાબતે બાધ્ય કરવામાં આવે.

જો “મુસિલમ પર્સનલ લો” નામના એ હિસ્સાને જોવામાં આવે તો ખબર પડશે કે એ બધી બાબતો ઈસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજને લગતી છે, તેમાં અન્ય ધર્મીઓને કોઈ લેવા દેવા નથી, જેમ કે નિકાહ, તલાક, વારસા વહેંચણી. એવી બાબતો જે મુસલમાન અને અન્યધર્મી ભારતવાસીઓથી સંલગ્ન છે, તેને મુસ્લિમ પર્સનલ લો માં સ્થાન આપી મુસલમાનોને બાકાત કરવામાં નથી આવ્યા, જેમકે દીવાની – ફોજદારી કાયદાઓ અને અન્ય નાગરિક ફરજો વગેરે. આ જ મુસ્લિમ પર્સનલ લોને લગતી બાબતોને મુસલમાનો છોડી દે તો તેના વિકલ્પમાં બંધારણ પાસે આજે હિન્દુ લો છે, જેને સુધારા વધારા સાથે સામાન્ય કાયદાનું સ્થાન આપી દેવાયું છે, એક મુસલમાનને કેમ કરી હિન્દુ કાયદાનું અનુસરણ કરવા બાધ્ય કરાય ? ખૂબીની વાત એ છે કે બંધારણે આવી જ વિશેષતા પારસી લો ને પણ આપી છે, ખ્રિસ્તીઓને પણ આવી બાબતોમાં ધર્મ અનુસાર વર્તવાની છુટ છે, પછી મુસલમાનો સંબંધી જ આ પ્રશ્ન કેમ વધુ ચગાવામાં આવે છે ? ઉત્તર સ્પષ્ટ છે કે અમુક તત્વો પેલી અંગ્રેજોવાળી નીતિ અપનાવી તેમનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરે છે.

જેમકે ઉપર જણાવ્યું, મુસલમાનોને પણ ભારતનુ બંધારણ સમાન રીતે લાગુ પડે છે, અને તેના સઘળા કાયદા અન્યોની જેમ મુસલમાનોને પણ બંધનકર્તા છે, પ્રશ્ન એ છે કે આવા સમાન કાયદા હોવા છતાં એ બાબતોમાં એકતા, એકરૂપતા કે કોમન ફિલિંગ કેટલું જોવા મળ્યું ? મારામારી, લૂંટ-ફાટ, ભણતર તેમજ નોકરી બાબત બધા જ માટે સરખા કાયદા છે. છતાં આ બાબતે સમાનતાનું પરિણામ નથી મળતું, બલકે ઉલટાનું મુસલમાનોને જનરલ કેટેગરીમાં મૂકી હિન્દુઓ અન્ય કવોટાનો સસ્તામાં લાભ મેળવી જાય છે.

શું સાંસદો માટે ગૃહના કાયદા સમાન નથી ? છતાં તેઓ (બે વિરોધી પક્ષો) કેટલું કોમન ફિલિંગ અનુભવે છે ? લગ્ન અને છુટા છેડા બાબતના કાયદાઓ હિન્દુઓ માટે સમાન છે, તેના લઈ તેમની કેટલી સમસ્યાઓ હલ થઈ ?

આ બધું બતાવે છે કે સમાન કાયદો એ સમસ્યાનું મૂળ નથી, સમાનતની ભાવના ઉત્પન્ન કરવી પાયાની જરૂરત છે. અને તે મળે છે દરેકને એના અધિકારો આપવાથી, ધર્માનુસરણની સ્વતંત્રતાથી.

આર.એસ.ના માજી સરસંઘસંચાલક ગુરુગોલવલકરે ૨૦ ઓગષ્ટ ૧૯૭૨ના દિલ્હીમાં દીનદયાળ રીચર્સ ઈન્સ્ટીટયુટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચન કરતાં કહયું હતું કે રાષ્ટ્રીય એકતા માટે સમાન નાગરિક ધારો કોઈ અનિવાર્ય બાબત નથી (મધરલેન્ડ ૨૧ ઓગષ્ટ/ ૧૯૭૨)

ત્યાર પછી ઓર્ગેનાઈઝરમાં તેમનો ઈન્ટરવ્યુ પ્રગટ થયો, જેમાં તેમણે કહયું કે આ પ્રકારની ધારાકીય એકતાનો રાષ્ટ્રીય એકતા સાથે કોઈ સંબંધ નથી, ભારત હંમેશા વિવિધતાનો દેશ રહયો છે, એકતા માટે આપણને સંવાદિતા(HARMONY)ની જરૂરત છે, સામ્યતા (UNIFORNITY)ની નહી.

કાનૂની હેસિયત “કોમન સિવિલ કોડ”ની વાત બંધારણની કલમ ૪૪ના હવાલાથી કહેવામાં આવે છે. પણ સાથે એ ભૂલી જવામાં આવે છે કલમ ૩૭માં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિભાગમાં જે કલમો દરજ કરવામાં આવી છે, તેને કોઈ પણ ન્યાયાલય લાગુ કરી શકે નહીં, તેનો સંબંધ સંસદ સાથે છે.

બીજી વિષેશ બાબત એ છે કે બંધારણના “કલ્ચરલ રાઈટસ” હેઠળ કહેવાયું છે કે ભારતીય નાગરિકોનો કોઈ પણ વર્ગ જે તેનું અલગ કલ્ચર કે ભાષા ધરાવતો હોય તેને તેના કલ્ચર અને ભાષાની સુરક્ષા કરવાનો અધિકાર રહેશે.

હવે મજાની વાત એ છે કે “કોમન સિવિલ કોડ”ની કલમ ૪૪ બંધારણના માર્ગદર્શક નિયમો અંતર્ગત છે, અને કલમ ૩૭ મુજબ માર્ગદર્શક નિયમોની કલમો મૂળભૂત અધિકારોને તાબે છે. સ્વતંત્ર નહી.

આટલી કાનૂની છણાવટ પછી સમજી શકાય છે કે કલમ ૪૪ હવે રદબાતલ કરવા પાત્ર છે, અથવા એને એક તરફ મુકી દેવામાં જ બંધારણની સલામતી છે, આવી અન્ય માર્ગદર્શક કલમો પણ છે, જે અન્ય મૂળભૂત અધિકારો કે જનરલ નિયમોથી ટકરાય છે, પણ આ ટકરાવમાં માર્ગદર્શક નિયમોને જ માર્ગ ભુલેલા સમજી છોડી દેવામાં આવે છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૭૭

તવાફે ઝિયારત અને તવાફે વિદાઅ

હજના અમલો અને મનાસિક તેમ એની ગોઠવણીથી જેમકે સમજી શકાય છે કે તેનો હેતુ ફકત બૈતુલ્લાહની તાઝિમ અને ઈઝઝત અને તેની સાથે આપણા લગાવનો દેખાવ, જે મિલ્લતે ઈબ્રાહીમ અલૈ.ની ખાસ નિશાની છે. માટે પહેલા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મક્કા મુકર્રમાની હાજરી પછી હજનો સૌ પ્રથમ અમલ તવાફ કરવાનો હોય છે. અહીંયા સુધી કે મસ્જીદે હરામમાં પ્રવેશ કરી પહેલાં તહિય્યતુલ મસ્જીદ પણ પઢવામાં આવતી નથી અને પહેલો તવાફ કરવામાં આવે છે. અને તવાફની બે રકાત પાછળથી પઢવામાં આવે છે, આ પહેલા તવાફને તવાફે કુદૂમ કહે છે (એટલે હાજરીનો તવાફ) એ વિષે હદીસો પહેલાં લખાય ચુકી છે. તે પછી ૧૦ ઝિલ્હજે કુર્બાની અને માથાના મુંડનથી પરવારી એક તવાફનો હુકમ છે. તેનું પ્રખ્યાત પરિભાષિક નામ “તવાફે ઝિયારત” છે. એ “વુકુફે અરફાત” પછી હજનો સૌથી મહત્વનો રૂકન છે. પછી હજથી પરવારી જયારે હાજી મક્કા મુકર્રમાથી વતન પાછો ફરે છે તો હુકમ છે કે તે છેલ્લો વિદાઈ તવાફ કરી પાછો ફરે, અને એના હજના સફરનો છેલ્લો અમલ પણ સાફ જ હોય, તેનું પ્રખ્યાત પરિભાષિક નામ “તવાફે વિદાઅ” અને “તવાફે રૂખ્સત” છે. આ બન્ને તવાફો વિષે અમૂક હદીસો નીચે વાંચો :-

(۱۹۳) عَنْ ابْنِ عَبَّاسٍ ؓأَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَرْمَلْ فِي السَّبْعِ الَّذِيْ أَفَاضَ فِيهِ (رواه أبو داود وابن ماجة) 

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ તવાફે ઝિયારતના સાત ચક્કરમાં રમલ કર્યો નથી (એટલે પુરો તવાફ પોતાની ચાલથી કર્યો) (અબૂ દાઉદ, ઈબ્ને માજા)

ખુલાસો :- પહેલાં વર્ણન થઈ ચુકયું છે કે હાજી જયારે મક્કા મુકર્રમા હાજર થઈ પહેલો તવાફ કરે (જેના પછી સફા મરવાહ વચ્ચે સઈ પણ કરવાની હોય છે) તો તે તવાફના પહેલા ત્રણ ચક્કરોમાં તે “રમલ” કરશે, હજ્જતુલ વિદાઅમાં રસૂલુલ્લાહ સલ. અને બધા સહાબા રદિ.એ એ જ મુજબ કર્યુ હતું તે પછી ૧૦ ઝિલ્હજે આપ સલ.એ મિનાથી મક્કા મુકર્રમા આવી “તવાફે ઝિયારત” કર્યો, તેમાં આપ સલ.એ “રમલ” ન કર્યો, જેમકે અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.ની આ હદીસમાં ખુલાસો છે.

(١٩٤) عَنْ عَائِشَةَ  ؓوَابْنِ عَبَّاسٍ ؓأَنَّ رَسُوْلَ اللّهِ ﷺ أَخَّرَ طَوَافَ الزِّيَارَةِ يَوْمَ النَّحْرِ إِلَى اللَّيْلِ (رواه الترمذي وأبو داود وابن ماجة)

 તરજુમાઃ- હઝરત આયશા સિદ્દીકા (રદિ.)અને હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ તવાફે ઝિયારતમાં મોડુ કર્યું, (એટલે મોડુ કરવાની છુટ આપી દીધી) દસ ઝિલ્હજની રાત સુધી.

ખુલાસો :- હદીસનો મતલબ એ છે કે તવાફે ઝિયારત માટે અફઝલ દિવસ “યૌમે નહર” (ઈદુલ અદહા)નો દિવસ છે. પરંતુ રસૂલુલ્લાહ સલ.એ છુટ આપી છે કે તે દિવસ પુરો થયા પછી રાત્રે પણ કરી શકાય છે. અને તે રાતનો તવાફ પણ ફઝીલતના આધારે ૧૦ ઝિલ્હજનો જ તવાફ ગણાશે. અરબી કાયદા મુજબ રાતની તારીખ આગલા દિવસની તારીખ હોય છે. અને દરેક રાત પાછળ આવતા દિવસ સાથે લાગે છે. પરંતુ હજના મનાસિક અને અહકામમાં બંદાઓની સહુલત માટે તેનાથી ઉલ્ટો કાયદો નક્કી કર્યો છે, અને દરેક દિવસ પછી વાળી રાત તે દિવસ સાથે જોડી દીધી છે. એ જ આધારે જે તવાફ ૧૦ ઝિલ્હજનો દિવસ પસાર થઈ ગયા પછીની રાત્રે કરવામાં આવશે તે ૧૦ ઝિલ્હજમાં જ ગણાશે ભલે કાયદા મુજબ તે ૧૧ ઝિલ્હજની રાત છે.

(١٩٥) عَنْ ابْنِ عَبَّاسٍ ؓقَالَ كَانَ النَّاسُ يَنْصَرِفُوْنَ فِيْ كُلِّ وَجْهِِ فَقَالَ رَسُوْلُ اللّهِ ﷺ لَا يَنْفِرَنَّ أَحَدُكُمْ حَتّٰى يَكُوْنَ آخِرُ عَهْدِهِ بِالْبَيْتِ إِلَّا أَنَّهٗ خَفَّفَ عَنِ الْحَائِضِ(رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે લોકો (હજ કર્યા પછી) પોત પોતાના વતન તરફ ચાલ્યા જતા હતા (તવાફે વિદાઅની પાબંદી કરતા ન હતા) તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યુંઃ તમારામાંથી કોઈ માણસ ત્યાં સુધી વતન તરફ ચાલવાનું શરૂ ન કરે, જયાં સુધી તેની છેલ્લી હાજરી બૈતુલ્લાહ પર થાય નહીં, (એટલે જયાં સુધી તવાફે વિદાઅ ન કરી લે) હા જે સ્ત્રીઓ ખાસ દિવસોની લાચારીથી તવાફથી લાચાર હોય તો આ હુકમથી અલગ છે. (એટલે તેમના માટે તવાફે વિદાઅ માફ છે.)

ખુલાસો :- જેમકે આ હદીસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પહેલા લોકો તવાફે વિદાઅની પાબંદી ન કરતા હતા, ૧૨ અથવા ૧૩ ઝિલ્હજ સુધી મીનામાં થોભી જમરાતની રમી વગેરે ત્યાંના મનાસિક અદા કરી પોત પોતાના વતન તરફ નિકળી જતા હતા રસૂલુલ્લાહ સલ.એ આ ઈર્શાદ મારફત તેના વાજિબ હોવાની અને મહત્વતાની જાહેરાત કરી, જેથી ફુકહા રહ.એ તવાફે વિદાઅને વાજિબ ઠેરવ્યો છે. હા હદીસના ખુલાસા મુજબ તે સ્ત્રીઓ જેઓ તેમના ખાસ પિરયડના દિવસોના કારણે તવાફથી લાચાર છે. તે જો તવાફે ઝિયારત કરી ચુકી હોય તો તવાફે વિદાઅ કર્યા વગર મક્કાથી રવાના થઈ શકે છે. તે સિવાય દરેક બહારથી આવતા હાજી માટે જરૂરી છે કે તે પોતાના વતન રવાના થતાં પહેલા વિદાઅ અને રૂખ્સત થવાની નિય્યતથી છેલ્લો તવાફ કરે અને હજની લાઈનનો તે છેલ્લો અમલ હોય.

(١٩٦) عَنِ الْحَارِثِ الثَّقَفِيِّ ؓقَالَ رَسُوْلُ اللّهِ ﷺ مَنْ حَجَّ هٰذَا الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلْيَكُنْ آخِرَ عَهْدِهِ الطَّوَافُ بِالْبَيْتِ (رواه احمد)

 તરજુમાઃ- હઝરત હારિસ સકફી (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: જે માણસ હજ અથવા ઉમરાહ કરે તો તેની છેલ્લી હાજરી બૈતુલ્લાહ પર હોવી જોઈએ. અને છેલ્લો અમલ તવાફ હોવો જોઈએ. (મુસ્નદ અહમદ)

(۱۹۷) عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ أَحْرَمْتُ مِنَ التَّنْعِيمِ بِعُمَرَةٍ  فَدَخَلْتُ فَقَضَيْتُ عُمْرَتِيْ وَانْتَظَرَنِيْ رَسُوْلُ اللهِ ﷺ بِالاَبْطَحِ حَتّٰی فَرَغْتُ وَاَمَرَ النَّاسَ بِالرَّحِیْلِ قَالَتْ وَأَتٰى رَسُوْلُ اللهِ ﷺ الْبَيْتَ فَطَافَ بِهٖ ثُمَّ خَرَجَ  (رواه أبو داود)

તરજુમાઃ- હઝરત આયશા (રદિ.)થી રિવાયત છે કે (હજ્જતુલ વિદાઅના સફરમાં મક્કા રોકાવાના સમય દરમિયાનની છેલ્લી રાત્રે જેમાં મદીના તરફ રવાના થવાનું હતું) મેં તન્ઈમ જઈ ઉમરાહનું એહરામ બાંધ્યું. અને ઉમરાહના અરકાનો (તવાફ, સઈ, વિ.) અદા કર્યા, અને રસુલૂલ્લાહ (સલ.)એ (મિના અને મક્કાની દરમિયાન) અબ્તહ સ્થળે મારી રાહ જોઈ, જયારે હું ઉમરાહથી પરવારી ગઈ તો આપ સલ. એ લોકોને ચાલવાનો હુકમ આપ્યો અને આપ સલ. તવાફે વિદાઅ માટે બૈતુલ્લાહ પાસે આવ્યા અને તવાફ કર્યો, અને તરત મક્કાથી મદીના જવા માટે રવાના થઈ ગયા. (અબૂ દાઉદ)

ખુલાસો :- હજરત આયશા સિદ્દીકા રદિ. જયારે હજ્જતુલ વિદાઅના સફરમાં મદીનાથી રવાના થયાં હતાં તો તેણીએ તમત્તુઅનો વિચાર કર્યો હતો, અને તે કારણે ઉમરાહનું એહરામ બાંધ્યું હતું, પરંતુ જયારે મક્કા મુકર્રમા નજીક પહોંચ્યા, તો (જેમકે આગળ વર્ણન થઈ ચુકયું) ખાસ દિવસો શરૂ થઈ ગયા, જેના કારણે તેણી ઉમરાહનો તવાફ વગેરે કંઈ પણ કરી શકી નહીં અને રસૂલુલ્લાહ સલ.ની સુચના મુજબ તેણીએ ઉમરાહ છોડી ૮ ઝિલ્હજે જમરાતની રમી કરી જયારે હુઝૂર સલ. મીનાથી પાછા ફર્યા તો આપ સલ.એ અબ્તહ સ્થળે પડાવ નાંખ્યો. અને રાત ત્યાં ગુજારવાનો ફેંસલો કર્યો, તે જ રાત્રે આપ સલ.એ હઝરત સિદ્દીકા રદિ.ને તેમના ભાઈ અ.ર્રહમાન બિન અબૂ બકર રદિ. સાથે મોકલ્યા કે હરમની હદ બહાર તન્ઈમ જઈ ત્યાંથી ઉમરાહનું એહરામ બાંધે અને ઉમરાહથી પરવારી જાય, આ હદીસમાં એ જ બનાવનો ઉલ્લેખ છે. હઝરત આયશા રદિ. જયારે ઉમરાહથી પરવારી આવ્યા તો આપ સલ.એ કાફલાને ચાલવાનો હુકમ આપ્યો, કાફલો અબ્તહ સ્થળેથી મસ્જીદે હરામ પાસે આવ્યો, આપે અને આપના સાથીઓએ અંધારામાં તવાફે વિદાઅ કર્યા, અને તે જ સમયે મદીના તરફ રવાના થઈ ગયા. હઝરત આયશા સિદ્દીકા રદિ. માટે તો એ ઉમરાહ તે ઉમરાહની કઝા હતી જે એહરામ બાંધવા છતાં ન કરી શકયા હતા, આ હદીસથી જાણવા મળ્યું કે તવાફે વિદાઅ મક્કા મુકર્રમાથી રવાના થતી વખતે જ કરવામાં આવે.

તવાફ પછી મુલ્તઝમને વળગી દુઆ કરવી

ખાનએ કાબાની ભીંતનો લગભગ બે વાર જેટલો ભાગ કાબાના દરવાજા અને હજરે અસ્વદ વચ્ચે છે. તે મુલ્તઝમ કહેવાય છે. હજના સુન્નત અમલોમાંથી એક એ પણ છે કે જો મોકો મળે તો તવાફ પછી મુલ્તઝમને વળગી દુઆ કરવામાં આવે. નીચેની હદીસથી જણાશે કે રસૂલુલ્લાહ સલ.એ હજ્જતુલ વિદાઅમાં એવું કર્યુ હતું.

(۱۹۸) عَنْ عَمْرِو بنِ شُعَيْبٍ عَنْ أَبِيهِ ؓقَالَ كُنْتُ أَطُوْفُ مَعَ أَبِيْ عَبْدِ اللّهِ بْنِ عَمْرِو بنِ الْعَاصِؓ وَرَأَيْتُ قَوْماً اِلْتَزَمُوْا الْبَيْتَ فَقُلْتُ لَهُ انْطَلِقْ بِنَا نَلْتَزِمُ الْبَيْتَ معَ هَؤُلَاءِ فَقَالَ أَعُوْذُ بِاللّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ فَلَمَّا فَرَغَ مِنْ طَوَافِهِ الْتَزَمَ الْبَيْتَ بَيْنَ الْبَيْتِ وَالْحَجَرِ وَقَالَ هٰذَا وَاللّهِ الْمَكَانُ الَّذِي رَأَيْتُ رَسُوْلَ الله ﷺ اِلْتَزَمَهٗ (رواه البيهقي بهذا اللفظ)

તરજુમાઃ- હઝરત અમ્ર બિન શુઐબ તેમના વાલિદ શુઐબથી રિવાયત છે કે તેમણે બયાન કર્યું કે હું મારા દાદા અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ. સાથે તવાફ કરતો હતો. જે અમૂક માણસોને બૈતુલ્લાહને વળગતા જોયા, તો મેં મારા દાદા (અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.)ને અરજ કરી કે મને પણ ત્યાં લઈ જાઓ તે લોકો માફક આપણે પણ બૈતુલ્લાહ સાથે વળગી જઈએ. તેમણે ફરમાવ્યું કેઃ હું અલ્લાહની પનાહ માગું છું શેતાન મરદુદથી (કદાચ ભાવાર્થ એ હતો કે જો હું તવાફ દરમિયાન તે લોકોની જેમ મુલતઝમની ખાસ જગ્યાનો ખ્યાલ કર્યા વગર બૈતુલ્લાહની દિવારના કોઈ ભાગ સાથે વળગી જાઉ તો એ સુન્નત વિરૂધ્ધ અને ખોટું કામ થશે, અને તેનાથી અલ્લાહ રાજી થશે નહીં પણ શૈતાન ખુશ થશે અને હું તે મરદુદથી અલ્લાહની પનાહ ચાહું છું (શુઐબ કહે છે કે) જયારે મારા દાદા તવાફથી પરવાર્યા તો કા'બાની દિવારના તે ખાસ ભાગ પાસે આવ્યા, જે કા'બાના દરવાજા અને હજરે અસ્વદની વચ્ચે છે. (જેને મુલ્તઝમ કહેવામાં આવે છે) અને મને ફરમાવ્યું ખુદાની કસમ! આ તે જ જગ્યા છે જેને હુઝૂર સલ. વળગી ગયા હતા. (બૈહકી)

અને અબૂ દાઉદની એક રિવાયતમાં છે કે હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. મુલ્તઝમને એવી રીતે વળગી ગયા કે પોતાની છાતી અને ચેહરો તેની સાથે લગાડી દીઘો. અને હાથ પણ ખુબ પહોળા કરી તેની ઉપર મુકી દીધા અને ફરમાવ્યું કે મેં રસૂલુલ્લાહ સલ.ને આ પ્રમાણે જ કરતા જોયા હતા.

ખુલાસો :- આ હદીસથી જાણવા મળ્યું કે મુલ્તઝમ સાથે વળગવાનો અમલ તવાફ પછી હોવો જોઈએ અને તેની ખાસ જગ્યા મુલ્તઝમ જ છે અલ્લાહના દીવાનાઓ ને તેમાં જે કેફિયત નસીબ થાય છે તે તેમના જ ફાળે જાય છે અને હજની ખાસમાંની ખાસ કેફિયતોમાંથી છે.

અર્થવ્યવસ્થા બાબતે ઈસ્લામી માર્ગદર્શન

અમુક મહત્વની બાબતોની સરળ સમજૂતી

કોઈ પણ બાબતને અમલી કે વહેવારુ રીતે સમજવા – અનુસરવા પહેલાં એના બુનિયાદી સિદ્ધાંતોથી પરિચિત થવું વધારે આવશ્યક છે. એટલે કે પ્રેકટીસ શરૂ કરતાં પહેલાં કોન્સેપ્ટ અને લક્ષ્ય સમજવાં જરૂરી છે. આ નિયમ ઈસ્લામી જીવનપદ્ધતિને લગતી વિવિધ બાબતોને પણ લાગુ પડે છે. અંધાધુંધ અનુસરણ યોગ્ય પરિણામ નથી આપતું એ બધા જ સમજી શકે એવી વાત છે. ઈસ્લામી ઈબાદતોની પાબંદી કરવાની સાથે એનો આશય અને મકસદ સમજીને ઈબાદત કરવામાં આવે તો વધારે ઉપયોગી છે. વેપાર – વહેવારના નિયમોના આશય – શરીઅતનો મકસદ સમજીને અનુસરવામાં આવે તો વધારે પરિણામદાયી પુરવાર થાય એમ છે. એવી જ રીતે સામાજિક અને કૌટુંબિક બાબતોએ ઈસ્લામે દર્શાવેલ માર્ગદર્શનના હેતુઓ સામે રાખીને અપનાવવામાં આવે તો એ સાચા અર્થમાં ઉપયોગી બને છે.

આ જ અનુસંધાને આપણે ઈસ્લામી અર્થવ્યવસ્થા બાબતે અમુક વાતો ટુંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું.

પહેલી વાત આ છે કે ઈસ્લામી જીવન વ્યવસ્થા માનવ જીવનના દરેક પાસાને આવરી લે છે. મૂડીવાદ કે સામ્યવાદ જેવી ફકત આર્થિક નીતિઓ સામે રાખીને એની તુલના કરવી ખોટી રીત છે. ઈસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થાનું નામ છે, એટલે આર્થિક નીતિઓ આ જીવન વ્યવસ્થાનો એક ભાગ છે, અને સામાન્ય જીવનના અન્ય પાસાંઓની જેમ આર્થિક બાબતે પણ ઈસ્લામી આધાર ગ્રંથો એટલે કે કુરઆન–હદીસમાં ફકત અત્યંત બુનિયાદી અને સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આધુનિક આર્થિક નીતિઓના વિદ્વાનોએ જેમ બારીકાઈથી આર્થિક નીતિ – રીતિ અને ફાયદા – નુકસાનો એમના પુસ્તકોમાં વર્ણવ્યા છે, એવી વિગતવાર માહિતી કુરઆન – હદીસમાં શોધવી બેકાર છે. કારણ કે કુરઆન હદીસનો વિષય ફકત આર્થિક નીતિનું વર્ણન કે સમજૂતી આપવાનો નથી. ખુદા તઆલા અને આખિરત ઉપર ઈમાન – વિશ્વાસ ધરાવતા ધર્મ આધારિત સર્વગ્રાહી જીવન પદ્ધતિમાં આર્થિક બાબતોનો જેટલો હિસ્સો હોય શકે એ આધારે જરૂરી સિદ્ધાંતોનું વર્ણન કુરઆન હદીસમાં મોજૂદ છે. અને જે કંઈ વર્ણન છે તે નિશંક એટલું સ્પષ્ટ, અર્થસભર અને હેતુલક્ષી છે કે સમયાનુસરે બદલાતા વહેવારો – તરીકાઓ પ્રમાણે ઈસ્લામના હેતુને સ્પષ્ટ કરવા અને એને સમજવા - અનુસરવા માટે પુરતું છે.

ખુદા અને આખિરત ઉપર વિશ્વાસ ધરાવતા ધર્મ આધારિત જીવનપદ્ધતિ હોવાના કારણે દરેક બાબતે આખિરતને સામે રાખીને જ ઉસૂલો અને નિયમો ઘડવામાં આવ્યા હોય એ સ્પષ્ટ છે. માનવીય જીવનમાં માલ – દોલત અને આર્થિક વહેવારોનું ઘણું મહત્વ છે, એનો ઈન્કાર ન થઈ શકે, કુરઆન, હદીસમાં દુનિયા અને દોલતને ખૈર, ફઝલ, બરકત જેવા સારા શબ્દો દ્વારા વર્ણન કરવામાં આવી છે. હલાલ રોઝી કમાવાને બીજી નંબરની ઈસ્લામી ફરજ ગણવામાં આવી છે. છતાં ઈસ્લામની આ વિશેષતા છે કે આર્થિક વહેવારો કે ધન – દોલતને ઈસ્લામે જીવનનો મુખ્ય આશય નથી ઠેરવ્યો. માનવીય જીવન ધન દોલત પાછળ જ દોડતું રહે એવું ઈસ્લામ કદી નથી ઈચ્છતો. બિલ્કુલ એવું પણ નથી કે દુનિયા અને દોલત છોડીને માણસ સન્યાસી બની જાય એમ ઈસ્લામ ઈચ્છતો હોય. બલકે માનવ જીવનનું મુખ્ય ધ્યેય દુનિયા ન હોય અને આખિરતને સામે રાખીને દુનિયાનું જીવન પસાર કરવામાં આવે, એ ઈસ્લામી જીવન વ્યવસ્થાનો સાર છે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે તમે તમારી અવલાદને તમારા પાછળ સદ્ધર છોડી જાઓ એ વધારે સારું છે, એના કરતાં કે એ તમારા પછી લોકો સામે હાથ ફેલાવતા રહે.

ઈસ્લામી આર્થિક નીતિઓનો બીજો મુળ સિદ્ધાંત વ્યકિતગત માલિકી અને અધિકારોનો સ્વીકાર છે. અલબત્ત ખુદા તઆલા ઉપર ઈમાનનો એકરાર કરાવીને માણસ પાસે આ એકરાર પણ કરાવી લેવામાં આવે છે કે સઘળી સૃષ્ટિનો માલિક અલ્લાહ તઆલા છે એટલે માણસ પાસે જે કંઈ છે એ બધું પણ મુળ તો અલ્લાહ તઆલાની માલિકી છે, જે અલ્લાહ તઆલા તરફથી યોગ્ય આચરણ અને વહીવટની શરતે માણસને આપવામાં આવ્યું છે.

ત્રીજી ખાસિયત આ છે કે માલની માલિકી ઉપર મર્યાદાઓ લાદવામાં આવી છે. એટલે કે અમુક ખર્ચાઓ ફરજિયાત માણસ ઉપર નાંખવામાં આવ્યા છે. જેમ કે યોગ્ય માત્રા ધરાવતા માલદારો ઉપર ઝકાત, સદકહ, ગરીબ સગાઓનું ભરણ પોષણ વગેરે અને ખર્ચાઓ જરૂરી ઠેરવીને જેમ આખિરતનો એહસાસ કરાવવામાં આવે છે એમ આ બાબત પણ માણસના મનમાં ઠસાવવામાં આવે છે કે માલ ઉપર બધો હક અલ્લાહ તઆલાનો છે, માણસ તો એમાં એક વહીવટકર્તા માત્ર છે. અને આ જ મર્યાદાને વધારે મજબૂત કરવા હેતુ માલમાં અનેક પ્રકારના વહેવાર કે વપરાશની માણસને મનાઈ છે, જેમ કે સટ્ટો, જુગાર, વ્યાજ કે અન્ય નાજાઈઝ વહેવારો કરવાની મનાઈ કરવામાં આવી છે. કુરઆનમાં છે : હે ઈમાન વાળાઓ ! શરાબ, જુગાર, મુર્તિપૂજા, પાંસા ફેંકીને માલ વહેંચવો, ગંદા એટલે કે શયતાની કામો છે. એનાથી દૂર રહો.

ચોથી ખાસિયત આ છે કે નાણાકીય વહેવારોને સમાજ, શહેર, પ્રદેશ કે દેશના હિત સાથે જોડવામાં આવ્યા છે. જે વસ્તુઓ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય એને અપનાવવાની તાકીદ કરવામાં આવી, આ જ હેતુએ એક હદીસમાં મદીનાના લોકોએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને ઈરાની તીર કામઠાં વાપરવાની મનાઈ ફરમાવી હતી. સમાજને કે માનવીય આબાદીને નુકસાન કર્તા વહેવારો એની બુરાઈ મુજબ હરામ કે મકરુહ ઠેરવવામાં આવ્યા છે. જેમ કે વેપાર - વેચાણમાં એવી શરતોની મનાઈ કરી દેવામાં આવી છે જેનાથી કોઈ એક પક્ષને ખોટું નુકસાન થતું હોય. સંગ્રહખોરી હરામ ઠેરવવામાં આવી. કરજ આપવાને સવાબનું કામ અને કરજ ઉપર વ્યાજ લેવાને મહાન ગુનો કરાર દેવામાં આવ્યો. વગેરે.

અર્થવ્યવસ્થા બાબતે ઈસ્લામી માર્ગદર્શન

અમુક મહત્વની બાબતોની સરળ સમજૂતી

કોઈ પણ બાબતને અમલી કે વહેવારુ રીતે સમજવા – અનુસરવા પહેલાં એના બુનિયાદી સિદ્ધાંતોથી પરિચિત થવું વધારે આવશ્યક છે. એટલે કે પ્રેકટીસ શરૂ કરતાં પહેલાં કોન્સેપ્ટ અને લક્ષ્ય સમજવાં જરૂરી છે. આ નિયમ ઈસ્લામી જીવનપદ્ધતિને લગતી વિવિધ બાબતોને પણ લાગુ પડે છે. અંધાધુંધ અનુસરણ યોગ્ય પરિણામ નથી આપતું એ બધા જ સમજી શકે એવી વાત છે. ઈસ્લામી ઈબાદતોની પાબંદી કરવાની સાથે એનો આશય અને મકસદ સમજીને ઈબાદત કરવામાં આવે તો વધારે ઉપયોગી છે. વેપાર – વહેવારના નિયમોના આશય – શરીઅતનો મકસદ સમજીને અનુસરવામાં આવે તો વધારે પરિણામદાયી પુરવાર થાય એમ છે. એવી જ રીતે સામાજિક અને કૌટુંબિક બાબતોએ ઈસ્લામે દર્શાવેલ માર્ગદર્શનના હેતુઓ સામે રાખીને અપનાવવામાં આવે તો એ સાચા અર્થમાં ઉપયોગી બને છે.

આ જ અનુસંધાને આપણે ઈસ્લામી અર્થવ્યવસ્થા બાબતે અમુક વાતો ટુંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું.

પહેલી વાત આ છે કે ઈસ્લામી જીવન વ્યવસ્થા માનવ જીવનના દરેક પાસાને આવરી લે છે. મૂડીવાદ કે સામ્યવાદ જેવી ફકત આર્થિક નીતિઓ સામે રાખીને એની તુલના કરવી ખોટી રીત છે. ઈસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થાનું નામ છે, એટલે આર્થિક નીતિઓ આ જીવન વ્યવસ્થાનો એક ભાગ છે, અને સામાન્ય જીવનના અન્ય પાસાંઓની જેમ આર્થિક બાબતે પણ ઈસ્લામી આધાર ગ્રંથો એટલે કે કુરઆન–હદીસમાં ફકત અત્યંત બુનિયાદી અને સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આધુનિક આર્થિક નીતિઓના વિદ્વાનોએ જેમ બારીકાઈથી આર્થિક નીતિ – રીતિ અને ફાયદા – નુકસાનો એમના પુસ્તકોમાં વર્ણવ્યા છે, એવી વિગતવાર માહિતી કુરઆન – હદીસમાં શોધવી બેકાર છે. કારણ કે કુરઆન હદીસનો વિષય ફકત આર્થિક નીતિનું વર્ણન કે સમજૂતી આપવાનો નથી. ખુદા તઆલા અને આખિરત ઉપર ઈમાન – વિશ્વાસ ધરાવતા ધર્મ આધારિત સર્વગ્રાહી જીવન પદ્ધતિમાં આર્થિક બાબતોનો જેટલો હિસ્સો હોય શકે એ આધારે જરૂરી સિદ્ધાંતોનું વર્ણન કુરઆન હદીસમાં મોજૂદ છે. અને જે કંઈ વર્ણન છે તે નિશંક એટલું સ્પષ્ટ, અર્થસભર અને હેતુલક્ષી છે કે સમયાનુસરે બદલાતા વહેવારો – તરીકાઓ પ્રમાણે ઈસ્લામના હેતુને સ્પષ્ટ કરવા અને એને સમજવા - અનુસરવા માટે પુરતું છે.

ખુદા અને આખિરત ઉપર વિશ્વાસ ધરાવતા ધર્મ આધારિત જીવનપદ્ધતિ હોવાના કારણે દરેક બાબતે આખિરતને સામે રાખીને જ ઉસૂલો અને નિયમો ઘડવામાં આવ્યા હોય એ સ્પષ્ટ છે. માનવીય જીવનમાં માલ – દોલત અને આર્થિક વહેવારોનું ઘણું મહત્વ છે, એનો ઈન્કાર ન થઈ શકે, કુરઆન, હદીસમાં દુનિયા અને દોલતને ખૈર, ફઝલ, બરકત જેવા સારા શબ્દો દ્વારા વર્ણન કરવામાં આવી છે. હલાલ રોઝી કમાવાને બીજી નંબરની ઈસ્લામી ફરજ ગણવામાં આવી છે. છતાં ઈસ્લામની આ વિશેષતા છે કે આર્થિક વહેવારો કે ધન – દોલતને ઈસ્લામે જીવનનો મુખ્ય આશય નથી ઠેરવ્યો. માનવીય જીવન ધન દોલત પાછળ જ દોડતું રહે એવું ઈસ્લામ કદી નથી ઈચ્છતો. બિલ્કુલ એવું પણ નથી કે દુનિયા અને દોલત છોડીને માણસ સન્યાસી બની જાય એમ ઈસ્લામ ઈચ્છતો હોય. બલકે માનવ જીવનનું મુખ્ય ધ્યેય દુનિયા ન હોય અને આખિરતને સામે રાખીને દુનિયાનું જીવન પસાર કરવામાં આવે, એ ઈસ્લામી જીવન વ્યવસ્થાનો સાર છે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે તમે તમારી અવલાદને તમારા પાછળ સદ્ધર છોડી જાઓ એ વધારે સારું છે, એના કરતાં કે એ તમારા પછી લોકો સામે હાથ ફેલાવતા રહે.

ઈસ્લામી આર્થિક નીતિઓનો બીજો મુળ સિદ્ધાંત વ્યકિતગત માલિકી અને અધિકારોનો સ્વીકાર છે. અલબત્ત ખુદા તઆલા ઉપર ઈમાનનો એકરાર કરાવીને માણસ પાસે આ એકરાર પણ કરાવી લેવામાં આવે છે કે સઘળી સૃષ્ટિનો માલિક અલ્લાહ તઆલા છે એટલે માણસ પાસે જે કંઈ છે એ બધું પણ મુળ તો અલ્લાહ તઆલાની માલિકી છે, જે અલ્લાહ તઆલા તરફથી યોગ્ય આચરણ અને વહીવટની શરતે માણસને આપવામાં આવ્યું છે.

ત્રીજી ખાસિયત આ છે કે માલની માલિકી ઉપર મર્યાદાઓ લાદવામાં આવી છે. એટલે કે અમુક ખર્ચાઓ ફરજિયાત માણસ ઉપર નાંખવામાં આવ્યા છે. જેમ કે યોગ્ય માત્રા ધરાવતા માલદારો ઉપર ઝકાત, સદકહ, ગરીબ સગાઓનું ભરણ પોષણ વગેરે અને ખર્ચાઓ જરૂરી ઠેરવીને જેમ આખિરતનો એહસાસ કરાવવામાં આવે છે એમ આ બાબત પણ માણસના મનમાં ઠસાવવામાં આવે છે કે માલ ઉપર બધો હક અલ્લાહ તઆલાનો છે, માણસ તો એમાં એક વહીવટકર્તા માત્ર છે. અને આ જ મર્યાદાને વધારે મજબૂત કરવા હેતુ માલમાં અનેક પ્રકારના વહેવાર કે વપરાશની માણસને મનાઈ છે, જેમ કે સટ્ટો, જુગાર, વ્યાજ કે અન્ય નાજાઈઝ વહેવારો કરવાની મનાઈ કરવામાં આવી છે. કુરઆનમાં છે : હે ઈમાન વાળાઓ ! શરાબ, જુગાર, મુર્તિપૂજા, પાંસા ફેંકીને માલ વહેંચવો, ગંદા એટલે કે શયતાની કામો છે. એનાથી દૂર રહો.

ચોથી ખાસિયત આ છે કે નાણાકીય વહેવારોને સમાજ, શહેર, પ્રદેશ કે દેશના હિત સાથે જોડવામાં આવ્યા છે. જે વસ્તુઓ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય એને અપનાવવાની તાકીદ કરવામાં આવી, આ જ હેતુએ એક હદીસમાં મદીનાના લોકોએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને ઈરાની તીર કામઠાં વાપરવાની મનાઈ ફરમાવી હતી. સમાજને કે માનવીય આબાદીને નુકસાન કર્તા વહેવારો એની બુરાઈ મુજબ હરામ કે મકરુહ ઠેરવવામાં આવ્યા છે. જેમ કે વેપાર - વેચાણમાં એવી શરતોની મનાઈ કરી દેવામાં આવી છે જેનાથી કોઈ એક પક્ષને ખોટું નુકસાન થતું હોય. સંગ્રહખોરી હરામ ઠેરવવામાં આવી. કરજ આપવાને સવાબનું કામ અને કરજ ઉપર વ્યાજ લેવાને મહાન ગુનો કરાર દેવામાં આવ્યો. વગેરે.

મુસ્લિમ પર્સનલ લો

હઝરત અકદસ મવ. મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.

લો, એટલે કાનૂન જેના ઉપર ચાલવાથી જીવન સારી રીતે પસાર થાય અને પર્સનલ એટલે ખાનગી – વ્યક્તિગત. માટે “પર્સનલ લો”નો અર્થ એવા ખાનગી કાયદાઓ જેના ઉપર ચાલવાથી સુખમય જીવન પ્રાપ્ત થાય. બીજા શબ્દોમાં એવું કહી શકાય કે વ્યકિતગત જીવન કાનૂન. અને “મુસ્લિમ પર્સનલ લો” નો મતલબ થયો મુસલમાનોના એવા કૌટુંબિક કાયદાઓ જેના ઉપર એક મુસલમાન માણસે અમલ કરવાનો છે.

અહીંયા સવાલ ઉદભવશે કે એવા કાયદાઓ કયા છે જેના ઉપર ચાલવાથી મુસલમાન તરીકે જીવંત રહી શકાય ? તો જાણી લ્યો કે અલ્લાહ તઆલાએ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અંતિમ નબીનો લકબ આપી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર માનવજીવન માટે એવા ઉપયોગી અને સર્વગ્રાહી સિદ્ધાંતો –આદેશો ઉતાર્યા, જેના ઉપર અમલ કરવાથી સમગ્ર વિશ્વ સંપૂર્ણ રીતે સુખમય જીવન ગુઝારી શકે છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : જે માણસ નેક કાર્ય કરશે, ચાહે મર્દ હોય યા ઔરત, શરત એટલી કે તે ઈમાનદાર હોય, તો અમે તે માણસને સુખમય જીવન આપીશું. (સુરએ નહલ). અલ્લાહ તઆલા તરફથી આ સુખમય જીવન માટે જ ઈસ્લામી જીવન બંધારણ ઉપર અમલ કરવાને વાજીબ અને જરૂરી ઠેરવવામાં આવ્યું.

સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે મનુષ્યની બધી જ હાલતો (જન્મથી મૃત્યુ સુધી, જન્મ પૂર્વે અને મૃત્યુ પછીની હાલતો)ના આદેશોને આ જીવન કાનૂન આવરી લે છે અને એ બધા જ આદેશો ઉપર અમલની ઈસ્લામ માંગણી કરે છે. સારાંશ કે કોઈ પણ હાલતમાં માણસને બેકાર છોડવામાં આવ્યો નથી. મુસલમાનો માટે સંપૂર્ણ શરીઅત પર અમલ કરવો જરૂરી છે. મુસલમાન આ શરીઅત પર અમલ કરીને એક સંપૂર્ણ મુસ્લિમ તરીકે જ જીવે એ જ ઈસ્લામનો ધ્યેય છે. આ આદેશો અલ્લાહના બનાવેલા છે, એમાં કોઈ માણસને સુધારો વધારો કરવાનો જરાયે હક નથી. કુર્આને પાકમાં અલ્લાહનો ઈર્શાદ છે કે કોઈ ઈમાનદાર મર્દ અને ઈમાનદાર ઔરત માટે ગુંજાઈશ નથી કે અલ્લાહ અને એના રસૂલ કોઈ કામનો આદેશ આપી દે પછી તેઓને એ કામમાં કોઈ બીજો ઈખ્તીયાર કે ઓપ્શન બાકી રહે. અને જે માણસ અલ્લાહ અને એના રસૂલનું કહયું નહી માને તે ચોખ્ખી ગુમરાહીમાં પડયો. (સૂરએ અહઝાબ)

હુઝૂર (સલ.)નો ઈરશાદ છે કે, જેણે અમારા દીનમાં કોઈ વસ્તુનો વધારો કર્યો તો તે રદ બાતલ થશે. (બુખારી) એનાથી પૂરવાર થાય છે કે મુસલમાન સંપૂર્ણ શરીઅત પર અમલ કરવાથી જ મુસલમાન તરીકે જીવંત રહશે. માટે ખરેખર તો પૂરી શરીઅત જ મુસ્લિમ પર્સનલ લો છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર અથવા સુધારો વધારો ગુમરાહી છે.

હવે એ પ્રશ્ન રહયો કે પછી માત્ર થોડીક બાબતો અને ગણ્યા ગાંઠયા આદેશોને જ મુસ્લિમ પર્સનલ લો કેમ કહેવાય છે ? તો એનો ઉત્તર એ છે કે ભારતમાં આ બધુ અંગ્રેજોનું કારસ્તાન અને એમના રાજકીય કાવાદાવાઓનું પરિણામ છે.

૧૮૫૭ની આઝાદીની લડતમાં જયારે અંગ્રેજો સફળ રહયા તો તેઓએ આ લડત ચલાવનારાઓ ઉપર ચાહે મુસલમાન હોય યા ગેરમુસ્લિમ, ભારે અત્યાચારો કર્યા. હજારોની ખુલ્લેઆમ કતલ ચલાવી. સેંકડોને આજીવન કેદમાં નાખ્યા અને બીજા સેંકડોને કાળા પાણીની સજા આપી. આ બધું કરવા છતાં એમને ભય હતો કે અમારા આ અત્યાચારનો ભાંડો ન ફુટી જાય, એટલા માટે એણે વિવિધ તરકીબો અપનાવવી શરૂ કરી.

જયારે અંગ્રેજોએ સત્તા ઉપર કબજો કર્યો ત્યારે પૂરા દેશમાં ઈસ્લામી કાનૂન લાગુ હતો અને મુસ્લિમ તથા ગેરમુસ્લિમ બધા જ સુખમય જીવન પસાર કરી રહયા હતા. કારણ કે ઈસ્લામી શાસનકાળમાં પણ બધી જ કોમો અને દરેક સમાજને સંપૂર્ણ સ્વાધીનતા આપવામાં આવી હતી કે પોતાના સામાજિક પ્રશ્નો પોતાના ધર્મ મુજબ હલ કરે અને એ વિષયમાં તેઓ સંપૂર્ણ મુક્ત હતા. ઈસ્લામે તેમના આ કાયદાઓને ત્યાં સુધી રક્ષણ આપ્યું છે કે અગર નિકાહ પછી બન્નેવ પતિ-પત્નિ ઈસ્લામ ધર્મ અંગીકાર કરે તો પણ એમણે ગેરમુસ્લિમ હોવાની હાલતમાં કરેલ નિકાહ માન્ય અને ચાલુ રહેશે. અંગ્રેજો એ વસ્તુ ઘણી સારી રીતે સમજતા હતા કે હમણા ઈસ્લામી કાનૂનમાં કોઈ ફાટ પાડવામાં આવી તો એમના અત્યાચારોનો ઘડો ફુટી જશે, જેને સુધારવું અશકય થઈ પડશે. બીજું એક કારણ એ પણ હતું કે મુસલમાનો ચાહે અમારી સત્તાના હેઠળ તાબામાં આવી ગયા છે પરંતુ ઈસ્લામી કાનૂન એમનો દીન અને એમનું ઈમાન છે. એ જ એમનો જીવનમંત્ર છે, મુસલમાન એને પોતાનો ધાર્મિક કાનૂન પણ સમજે છે અને વ્યકિતગત કાનૂન પણ સમજે છે. જો એમાં અત્યારથી જ ફેરબદલ અથવા ખતમ કરવામાં આવ્યો તો મુસલમાનો એને સાંખી નહી લે, માટે અંગ્રેજોએ તુરંત તો ઈસ્લામી કાનૂન ખતમ નહી કર્યો, પરંતુ એને તોડવાની ફિકરમાં લાગી ગયા. સૌ પ્રથમ તો એમણે પોતાના જુના સિદ્ધાંત “લડાવો રાજ કરો” પ્રમાણે અમલ કરી મુસ્લીમ અને ગેરમુસ્લીમોમાં મતભેદો પૈદા કર્યા અને જયારે એ મજબુત થયા તો ધીરેધીરે કાનૂનમાં ફેરફાર કરવાની નીતી અમલમાં આણી.

સૌ પ્રથમ ઈસ્લામી ફોજદારી કાનૂનને જુલ્મી બતાવી તેને ખતમ કર્યો. ત્યાર પછી દેશમાં બે જાતની અદાલતો મુસ્લિમ અને ગેરમુસ્લિમ ઉભી કરવામાં આવી અને ઘણી જ સિફત પૂર્વક કહેવામાં આવ્યું કે મુસ્લીમો પોતાની બાબતો મુસ્લિમ અદાલતમાં રજૂ કરે અને ગેરમુસ્લિમો પોતાની બાબતો ગેરમુસ્લિમ અદાલતોમાં રજૂ કરે. આ પગલું ઈ.સ. ૧૮૬૭માં ભર્યું, જેના પરિણામરૂપે મુસ્લિમ અને ગેરમુસ્લિમ મતભેદની ખાઈ વધુ ઊંડી થતી ગઈ અને બન્નેવ કૌમની આપસની એકતા જે અંગ્રેજ સત્તા માટે પડકારરૂપ હતી, તેનાથી અંગ્રેજે છુટકારો મેળવ્યો. મુસ્લીમ અદાલતોમાં જે કાનૂન લાગુ કરવામાં આવ્યો તેનું નામ મોમેડન લો આપવામાં આવ્યું. એ “લો” પણ હુબહુ રાખવામાં ન આવ્યો, બલકે એમાં પણ ફેરફારો કરી નાખ્યા. એના ઉપર મુસલમાનોએ અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ ભારતીય પ્રજાના આપસના વિખવાદને લઈ એ તરફ અંગ્રેજોએ ધ્યાન ન આપ્યું.

પછી કેટલાક મુસ્લિમ અને ગેરમુસ્લિમોને પોતાના પક્ષે લઈ લગભગ ૧૮૭૭ ઈસ્વીમાં નવો ખરડો તૈયાર કર્યો અને મોમેડન લો માં ફેરફાર કરી તેમાંથી ઘણી બાબતોને કાઢી નાખી માત્ર થોડીક બાબતો જ જેમકે નિકાહ, તલાક, વિરાસત, વસીયત, બક્ષીસ, ભરણપોષણ, વકફ વગેરે જે કુલ મળી પંદર થાય છે બાકી રાખી અને તેને મુસ્લિમ પર્સનલ લોનું નામ આપવામાં આવ્યું.

આ છે હાલના મુસ્લિમ પર્સનલ લોનો ટુંકો ઈતિહાસ અને તેની હકીકત. જેને અંગ્રેજ સરકારે પોતાની સત્તા હેઠળ ના છુટકે લાગુ રાખવાનું માન્ય રાખ્યું હતું અને એ જ મુજબ દિવાની કોર્ટો ફેસલા કરતી હતી. નહીં તો અંગ્રેજોનો ધ્યેય તો ભારતમાં સંપૂર્ણ રીતે ઈસાઈય્યતને જ ફેલાવો આપવાનો હતો. પરંતુ મુસ્લમાનોના ભારે પ્રતિકારને લઈ તેનું આ સ્વપ્ન ફળી ન શકયું.

ધર્મનો વિરોધ કરી ભારત પર સત્તા જાળવવી શકય પણ ન હતી એટલે તેઓએ ધાર્મિક બાબતોની અદાયગી તથા ધર્મ પરિવર્તન અને અનુસરણ તેમજ દરેકને તેના ધર્મના પ્રચાર – પ્રસારની સ્વતંત્રતાનું એલાન કર્યું.

ઈસ્લામના બુનિયાદી સિદ્ધાંતો ઉપર આધારિત મુસ્લિમ સમાજના એક અંગ સમાન ઈસ્લામી કાયદાઓના રક્ષણની ગેરંટી આપીને અદાલતોને પાબંદ બનાવી કે ઉપરોકત બાબતોમાં મુસ્લીમોના ધાર્મિક કાયદાઓ પ્રમાણે ફેસલા કરે. કાયદાની પોઠીમાં એને જ “મુસ્લિમ પર્સનલ લો”નું નામ આપવામાં આવ્યું. કેટલીક બાબતોમાં ફેસલો લાગુ થવા માટે મુસલમાન જજ અથવા કાજીની જે શરત હતી તે પણ પાછળથી ફગાવી દેવામાં આવી, એટલા માટે જ કેટલીક બાબત તો મુસ્લીમ પર્સનલ લો હેઠળ આવતી હોવા છતાં અદાલતના ફેસલાને મુસલમાનોએ માન્ય ન રાખ્યો.

મુસ્લીમ પર્સનલ લોનું વર્તુળ જે બાબતોને આવરી લેતું હતું તેમાં શરીઅતના ફતવા પ્રમાણે ફેસલો કરવામાં આવતો હતો અને અંગ્રેજોના પુરા શાસનકાળમાં કયારેય એ પ્રશ્ન ન ઉઠયો કે દીવાની અદાલતે મુસ્લિમ સામાજિક ખરડા વિરોધ ફેસલો આપ્યો છે.

આઝાદીની લડતમાં ભાગ લેનારા મુસ્લીમોને શ્રદ્ધા હતી કે ભારતની આઝાદી પછી ધાર્મિક બાબતોને અંગ્રેજોએ આપેલી આંશિક સ્વતંત્રતાથી વધુ બહોળારૂપમાં સ્વતંત્રતા પ્રાપ્ત થશે, અને આઝાદી પછી જે કંઈ મળશે તે હકરૂપે અમને મળશે, પણ વાસ્તવમાં આ એક વધુ પડતી આશા હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો અમો એવું સમજવા ઉપર મજબુર થયા કે “ખ્વાબ થા જો કુછ કે દેખા, જો સુના અફસાના થા.” અફસોસ અમે બેકાર હરખાતા રહયા અને હવાઈ કિલ્લા બનાવતા રહયા. •••

શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા

સદર મુફતી જામિઅહ જંબુસર

ભાડે આપેલ મસ્જિદની દુકાનોમાં ભાડું વધારવા વિશે શરઈ હુકમ

સવાલ : સલામ બાદ જણાવવાનું કે અમારી મસ્જિદની ઘણી દુકાનો આવેલ છે, તે ઘણા વર્ષોથી ભાડે આપેલી છે. પરંતુ તેઓનું જુનું ભાડું મહીનાનું ૫૦ થી ૫૦૦ રૂપિયા જેટલુ મામૂલી ભાડું છે. જો હાલના સમયમાં તે દુકાનોનું કાયદેસર ભાડુ રૂ. ૨૦૦૦ (બે હજાર) થાય છે. પરંતુ આ જુના ભાડૂતો જુનું જ ભાડું આપે છે. એટલે મસ્જિદને નુકસાન જાય છે. એટલે શરીઅતમાં આનો શું હુકમ છે ? જુના ભાડુતો જુનું જ ભાડું આપી શકે છે કે પછી સમય સંજોગો અનુસાર ભાડુ વધુ આપી શકે ? શરીઅતની રોશનીમાં હવાલાની સાથે જે પણ હુકમ હોય તે ચોખ્ખો અને બધા સમજી શકે તેનુ લખાણ આપી વહેલી તકે જવાબ આપવા મહેરબાની કરશો.

જવાબ:

حامدا ومصليا ومسلما : (1) 

બધી જ ફિકહ અને ફતાવાની કિતાબોમાં સવાલથી સંબંધિત મસ્અલામાં ચોખવટ કરવામાં આવી છે કે મસ્જિદ, મદરસા વકફની મિલકતોને જે તે સમયે બજારમાં પ્રચલિત ભાડાથી જ ભાડે આપવામાં આવે, અને ત્યાર બાદ જયારે બજાર ભાડું વધી જાય, ત્યારે આવી મિલકતોના ભાડામાં પણ વધારો કરી આપવામાં આવે, અને હાલના સંજોગો જોતા ભાડા કરાર સરકારી નિયમ મુજબ “૧૧” મહીના માટે કરવામાં આવે, જેથી કરી વકફની મિલકતો અને હેતુઓનું સંપૂર્ણ પણે રક્ષણ થઈ શકે. હઝરત મવલાના મુફતી અહમદ સાહેબ ખાનપુરી (મ.ઝિ.) ફતાવા “મહમૂદુલ ફતાવા” (ગુજરાતી) માં એક સવાલના જવાબમાં આ વિશે નીચે મુજબ લખે છે :

“વકફની મિલકતનું આજની રાહે જે ભાડુ ચાલી રહયું હોય તેનાથી ઓછા ભાડે આપવું દુરૂસ્ત નથી, જેને (મિલકત ભાડા પેટે) આપવામાં આવી છે, તેને કહેવામાં આવે કે કાયદેસરનું જે ભાડુ થતું હોય, તે મુજબ વધારી આપે, અને જો તે વધારી આપવા તૈયાર ન હોય, તો બીજી વ્યકિત જે કાયદેસરનું ભાડુ આપતી હોય, તેને ભાડે આપવામાં આવે.”(૨/૨૦૬)

“ફતાવા કાસમિય્યહ”માં છે :

“મસ્જિદ કમિટી કે લિયે મુનાસિબ યહી હે કે કાનૂને હિન્દ કે મુતાબિક “૧૧” મહીનો કા અગ્રીમેન્ટ કર લિયા કરેં તાકે કોઈ કિરાયાદાર મુનાસિબ કિરાયા અદા કરને મેં આનાકાની કરે, તો ઉસસે દુકાનેં આસાની કે સાથ ખાલી કરાઈ જા સકેં, ઔર દૂસરોં કો મુનાસિબ કિરાયા પર દે સકેં. ઔર મસ્જિદ હક તલફી સે મહફૂઝ રહે.” (૧૮/૨૬૮)

રજૂ કરવામાં આવેલ સૂરતમાં પ્રથમ તો લાંબી મુદ્દત માટે મસ્જિદની દુકાનોને ભાડે આપવું જ ખોટું છે અને સાથે જૂના ભાડાથી દુકાનોને ભાડે જુના ભાડૂતો પાસે રહેવા દેવું પણ ખોટું છે, મસ્જિદને નુકસાન પહોંચાડવું છે, માટે જુના ભાડૂતો નવુ બજારમાં ચાલતું ભાડું આપવા તૈયાર હોય, તો તેઓ સાથે “૧૧” મહીના માટે જ ભાડાનો કરાર કરવામાં આવે, અને તેઓ જો બજારમાં પ્રચલિત ૨૦૦૦ રૂપિયા ભાડું આપવા અને એગ્રીમેન્ટ કરવા સહમત ન હોય, તો અન્ય જે પાર્ટી બજાર ભાડું આપવા તૈયાર હોય, તેને ભાડે આપવામાં આવે અને જૂના ભાડૂત પાસેથી દુકાન ખાલી કરાવી લેવામાં આવે, જેથી કરી મસ્જિદનું નુકસાન ન થાય અને તેના હિતોનું રક્ષણ પણ થાય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.  (તા. ૧૪/સફર ૧૪૩૮ હિજરી)

સવાલ : અમારા ગામના મસ્જીદ કમિટીના ટ્રસ્ટીઓ ગામની મસ્જીદો, ઈદગાહ તથા કબ્રસ્તાનનો વહીવટ એક જ છે, ભુતકાળમાં તેમજ વર્તમાનકાળમાં તમામ વહીવટી ખર્ચ ગામનું ઉઘરાણું સખીદાતા તરફથી મળતી મદદ, જમીન હરાજી આવક ભેગી કરવામાં આવે છે. માટે અલગ અલગ ઉઘરાવવામાં આવતું નથી. હાલ પૂછવાનું એ છે કે રમઝાન માસમાં એક સખીદાતા તરફથી ઈદગાહના પી.સી.સી. કરવા માટે એક લાખ રૂપિયા મળેલ છે. બીજા ભાઈ તરફથી પચાસ હજાર રૂપિયાનો માલ આપવાનું કહયું, ગામ લોકો પાસેથી બાર હજાર જેવી રકમ મળી કુલ એક લાખ બાસઠ હજાર જેવી રકમ થાય જેનો કુલ ખર્ચ ચારથી પાંચ લાખ થાય તેમ છે તો મસ્જીદ કમિટી પોતાની પાસે બેંક બેલેન્સમાંથી ઈદગાહમાં વાપરી શકે છે ? કે ફકત ઈદગાહની નિય્યતથી મળેલ રકમમાંથી પી.સી.સી.નું કામ કરી શકાય ?

حامدا ومصليا ومسلما :1

રજૂ કરવામાં આવેલી સ્થિતિમાં જયારે કે મસ્જીદો, ઈદગાહ, કબ્રસ્તાનની એક જ કમિટી છે, અને બધાનું ઉઘરાણું તથા આવક ભેગી જ હોય છે, અને તેમાંથી જ મઝકૂર દરેક વસ્તુમાં ખર્ચ કરવામાં આવે છે, તો આવી સ્થિતિમાં ઈદગાહના પી.સી.સી. માં આવેલ ચોક્કસ રકમ ઉપરાંત જેટલી રકમ ઘટે છે, તેની વ્યવસ્થા મસ્જીદ કમિટીની આવકમાંથી કરવામાં કોઈ વાંધો નથી. (કિતાબુન્નવાઝિલ : ૧૩/ ૩૮૧ / ૩૮૨ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૯ / શવ્વાલ / ૧૪૩૭ હિ.)

_____________________________________

બોધકથા

એક યુવાને એના વડીલ અને મુરબ્બીને એકવાર પૂછયું કે સફળતા મેળવવા કેટલી મહેનત કરવી પડે ?

વડીલે એને બીજા દિવસે સવારે આવવાનું કહયું.

બીજા દિવસે બંને નદીએ ગયા. વડીલ યુવાનને લઈને નદીમાં ઉતરી ગયા અને આગળ ઊંડા પાણીમાં જવા માંડયા. પાણી યુવાનના મોઢા સુધી આવે એટલા આગળ ગયા પછી વડીલે યુવાનના વાળ પકડીને એનું માથું પાણીમાં ડૂબાડી દીધું. યુવાન શ્વાસ માટે તરફડવા માંડયો અને ઉપર આવવાનો હવાતિયાં મારવા માંડયો. એવામાં વળી કોઈ માછલી એના શરીરે કરડવા માંડી. આખરે ઘણીવારે વડીલે એને ઉપર ખેંચ્યો.

યુવાને રાહતનો શ્વાસ લીધો અને લાંબા શ્વાસ લઈને પોતાની બેચેની દૂર કરવા લાગ્યો.

હવે વડીલે એને પૂછયું કે, પાણી નીચે હતો ત્યારે શું કઈ વસ્તુ માટે તું આટલો બધો તરફડતો અને હવાતિયાં મારતો હતો ? એણે જવાબ આપ્યો કે ફકત હવા અને શ્વાસ માટે.

હવે કેળવણીકારે એને સમજાવ્યું કે કોઈ પણ ધ્યેયને શ્વાસની જેમ સમજીને એને પામવા આવી મહેનત જયારે કરવામાં આવે ત્યારે માણસ કામ્યાબ થાય છે.

કુરઆનમાં એક સ્થળે અલ્લાહની મદદની રાહ જોતા મોમિન બંદાઓને સબ્ર અને સફળતા (અલ્લાહની મદદ) કયારે મળે છે એનું વર્ણન છે :

શું તમે એમ સમજી લીધું છે કે તમે એમ જ જન્નતમાં જતા રહેશો ? અને હજુ તો તમારા ઉપર એવા સંજોગો નથી આવ્યા જેવા આગલા લોકો ઉપર આવ્યા હતા, એમના ઉપર તંગી અને બીમારીઓ આવી, અને એવા હચમચાવવામાં આવ્યા કે એમના રસૂલ અને ઈમાન લાવનારા લોકો પોકારી ઉઠયા કે અલ્લાહની મદદ કયારે આવશે ? અને ત્યારે અલ્લાહનો જવાબ આવે છે કે અલ્લાહની મદદ (સફળતા) હવે તમને જરૂર મળશે.

The Philosophy of Qurbani

The Urdu and Persian word Qurbani (Sacrificial slaughter) is derived from the Arabic word Qurban. Lexically, it means an act performed to seek Allah's pleasure. Originally, the word Qurban included all acts of charity because the purpose of charity is nothing but to seek Allah's pleasure. But, in precise religious terminology, the word was later confined to the sacrifice of an animal slaughtered for the sake of Allah.

The sacrifice of an animal has always been treated as a recognized form of worship in all religious orders originating from a divine book. Even in pagan societies, the sacrifice of an animal is recognized as a form of worship, but it is done in the name of some idols and not in the name of Allah, a practice totally rejected by Islam.

In the Shari'ah of our beloved Prophet, Sall-Allahu alayhi wa sallam, the sacrifice of an animal has been recognized as a form of worship only during three days of Zulhijjah, namely, the 10th, 11th and 12th of the month. This is to commemorate the unparalleled sacrifice offered by the Prophet Sayyidna Ibrahim, Alayhi Salam, when he, in pursuance to a command of Allah conveyed to him in a dream, prepared himself to slaughter his beloved son, Sayyidna Isma'il, Alayhi Salam, and actually did so but, Allah Almighty, after testing his submission, sent down a sheep and saved his son from the logical fate of slaughter. It is from that time onwards that the sacrifice of an animal became an obligatory duty to be performed by every well to do Muslim. 

Qurbani is a demonstration of total submission to Allah and a proof of complete obedience to Allah's will or command. When a Muslim offers a Qurbani, this is exactly what he intends to prove. Thus, the Qurbani offered by a Muslim signifies that he is a slave of Allah at his best and that he would not hesitate even for a moment, once he receives an absolute command from his Creator, to surrender before it, to obey it willingly, even if it be at the price of his life and possessions. When a true and perfect Muslim receives a command from Allah, he does not make his obedience dependent upon the command's' reasonability' as perceived through his limited understanding. He knows that Allah is All-knowing, All-Wise and that his own reason cannot encompass the knowledge and wisdom underlying the divine command. He, therefore, submits to the divine command, even if he cannot grasp the reason or wisdom behind it.

This is exactly what the Prophet Ibrahim, Alayhi Salam, did. Apparently, there was no reason why a father should slaughter his innocent son. But, when the command came from Allah, he never asked about the reason for that command, nor did he hesitate to follow it. Even his minor son when asked by his father about the dream he had seen, never questioned the legitimacy of the command, nor did he pine or whine about it, nor did he ask for one good reason why he was being slaughtered. The one and only response he made was: 'Father, do what you have been ordered to do. You shall find me, God willing, among the patients".

The present-day Qurbani is offered in memory  of this great model of submission set before us by the great father and the great son. So Qurbani must be offered in our time emulating the same ideal and attitude of submission.

This, then, is the true philosophy of Qurbani. With this in mind, one can easily unveil the fallacy of those who raise objections against Qurbani on the basis of economic calculations and depict it to be a wastage of money, resources and livestock. Unable to see beyond mundane benefits, they cannot understand the spirit Islam wants to plant and nourish among its followers, the spirit of total submission to Allah's will which equips man with most superior qualities so necessary to keep humanity in a state of lasting peace and welfare.

Qurbani is nothing but a powerful symbol of the required human conduct vis-a-vis the divine commands, however "irrational" or "uneconomic" they may seem to be in their appearance. Thus, the distrustful quest for mundane economic benefits behind Qurbani is, in fact, the negation of its real philosophy and the very spirit underlying it.

No doubt, there are in every form of worship ordained by Allah, certain worldly benefits too, but they are not the main purpose of these prescribed duties, nor should they be treated as a pre-condition to submission and obedience. All acts of worship, including Qurbani, must be carried out with a spirit of total submission to Allah, irrespective of their economic, social or political benefits. This is what Ibrahim, Alayhi Salam, did, and this is what every true Muslim is required to do.

છેલ્લા પાને......

સફર અને ભાથું

સફરના બે પ્રકારો છે. દુનિયાની સફર અને આખિરતની સફર. બંને માટે ભાથું જરૂરી છે. પણ દુનિયાની સફરની ભાથું સાથે રાખવાનું હોય છે, અને આખિરતની સફરની ભાથું પહેલાં જ મોકલી દેવાનું હોય છે.

બેસી રહેવાથી કંઈ ન વળે

માંગવાથી મળે છે, શોધવાથી સગવડ મળે છે અને ખખડાવીએ તો દરવાજો પણ ખુલે છે. પણ બેસી રહેવાથી કંઈ નથી મળતું.

માણસાઈ જતી રહે તો

મીઠાનો મીઠાશ જ ખતમ થઈ જાય તો એ ખામી કેવી રીતે દૂર થાય ? માણસમાં રહેલી માનવતાનું પણ આવું જ છે. એ જતી રહે તો કયાંથી શોધવી ?

શું વધારે જરૂરી ?

ગુનાહ થઈ જાય તો તોબા કરવી જરૂરી છે. પણ પહેલેથી જ ગુનાથી બચવું એનાથી વધારે જરૂરી છે.

મોતને પસંદ કરો

હઝરત અબુબક્ર રદિ. ફરમાવે છે કે મારી નસીહત કોઈને જોઈતી હોય તો આ છે કે મોતને જ વધારે પસંદ કરો. બીજી કોઈ વસ્તુને નહીં.

નેકીમાં આગળ વધવાની રીત

નેકીમાં આગળ વધવાની રીત આ છે કે પાછલા ગુનાહો ધોવા માટે આવતા દિવસોમાં નવી નવી નેકીઓ કરીને નેકીઓ વધારતા જાઓ.

દિલનો દરવાજો

આંખ, દિલનો દરવાજો છે. એના થકી જ બુરાઈઓ અને ગુનાહોના વિચારો દિલમાં પહોંચે છે અને બળવાન બને છે.

સલામતી હાથમાં રાખો

પોતાના ભેદ પોતાની પાસે જ રાખો. એનાથી તમારી સલામતી તમારા હાથમાં રહેશે. ભેદ જેની પાસે જશે તમારી સલામતી પણ એના હાથમાં જતી રહેશે.

રોઝી માટે મહેનત કરો

હઝરત ઉમર રદિ. ફરમાવતા કે કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે રોઝી તલાશ કરવાનું છોડી દયે અને પછી દુઆ કરે હે અલ્લાહ મને રોઝી આપો. અલ્લાહ તઆલા આસમાનેથી સીધા જ રૂપિયા નથી ઉતારતા. એણે બનાવેલ વ્યવસ્થામાં આપણે જોતરાવું પડે છે.

હરામને વધારે જ સમજો

હલાલ – હરામ ભેગા હોય તો હરામને જ વધારે સમજો અને દૂર રહો. ભલે દેખાવમાં હરામ થોડું હોય.

રાતની ઈબાદત કે ઉંઘ ?

હઝરત ઉસ્માન રદિ. ફરમાવતા હતા કે રાતભર ઈબાદત કરીને સવારે એ બાબતે પોરસાવા કરતાં આખી રાત ઉંઘમાં પસાર થઈ જાય અને સવારે એ બાબતે પસ્તાવો હોય તો એ વધારે બેહતર છે.