તંત્રી સ્થાનેથી
હજ શું છે ? એક એવા સ્થળે જયાં નબીઓ, રસૂલો અને નેક બંદાઓ દ્વારા હાજરી આપીને પોતાની બંદગી - ફરમાંબરદારીનો એકરાર કરવામાં આવ્યો છે, અને અમલીકરણ પણ કરવામાં આવ્યું છે, ત્યાં પહોંચીને પોતે પણ એવી ઈતાઅત - ફરમાંબરદારીનો એકરાર અને કરાર કરવાનું નામ છે. પોતાની બંદગી વ્યકત કરીને, ગુનાહોથી તોબા કરીને, હવે પછી સંપૂર્ણ તાબેદાર બનીને રહેવાનો કરાર કરવા માટે જ માણસ આવા પવિત્ર સ્થળે પહોંચે છે, દુનિયાનો જાહેરી લિબાસ ઉતારીને નવો પાક લિબાસ પહેરે છે, એ જ પ્રમાણે દિલને પણ એક નવો લિબાસ અને નવી પાકી આપવાનો પ્રયાસ કરે છે....
હજમાં રહેલ તોબા અને નેકી તરફના પરિવર્તનને કારણે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, હજ - ઉમરહ માણસના ગુનાહોને એવી રીતે સાફ કરી દે છે, જેમ ભઠ્ઠીમાં લોઢું સાફ થઈને બહાર આવે છે. અને કોઈ મોમિન જયારે અરફાનો દિવસ એહરામમાં પૂરો કરે છે તો એ દિવસનો સૂરજ મોમિનના ગુનાહો લઈને ડૂબે છે.
મુસ્લિમ શરીફ અને નસઈ શરીફમાં હઝ. આઇશહ રદિ.ની રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ખુશખબરી આપી છે કે અરફાના દિવસ સિવાય બીજો કોઈ દિવસ એવો નથી જેમાં અલ્લાહ તઆલા સહુથી વધારે બંદાઓને દોઝખના અઝાબથી નજાત આપતા હોય. આ દિવસે અલ્લાહ તઆલા બંદાઓની નજીક આવીને ફરિશ્તાઓ સમક્ષ ફખ્ર કરતાં ફરમાવે છે : આ બંદાઓએ જે માંગ્યું એ અમે કુબૂલ કરી લીધું છે. મુઅત્તા માલિકમાં રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ખુશખબરી આપતાં ફરમાવે છે કે બદરના દિવસ પછી, અરફાનો દિવસ જ એવો છે જેમાં શયતાન વધારે અપમાનિત અને રુસ્વા થાય છે. કેમ કે આ દિવસે એ જુએ છે કે અલ્લાહની રહમત વરસી રહી છે, અને લોકોના ગુનાહો માફ થઈ રહયા છે.. આવી અનેક હદીસો છે, જેમાં ઇખ્લાસ પૂર્વક હજ કરનાર માટે મગફિરત અને મોટી રહમતની ખુશખબરી આપવામાં આવી છે. આ જ બાબતને કુરઆનમાં આ રીતે અલ્લાહ તઆલાએ ફરમાવી છે: وأرنا مناسكنا وتب علينا હે અલ્લાહ, અમારી હજની રીત અમને શીખવાડ અને અમારી તોબા કુબૂલ ફરમાવ.
ખરી રીતે જોઈએ તો તોબાનો અર્થ પાછા ફરવાનો થાય છે, માણસ અલ્લાહ તઆલા પાસે પાછો ફરે છે. ગુનાહોથી પાછો ફરે છે, દુનિયાથી આખિરત તરફ પાછો ફરે છે, ગફલત છોડીને ઇબાદત તરફ પાછો ફરે છે. આ જ લાગણી 'લબૈક'ના શબ્દો દ્વારા વ્યકત કરવામાં આવે છે. લબૈકનો અર્થ છે: હું હાજર છું. તવાફમાં, સઈમાં, સફા– મરવહ ઉપર, અરફાત, મુઝદલિફહ અને મીનામાં, બધે જ આ શબ્દો દોહરાવવાનો હુકમ છે.
ખેર... હજનો ખુલાસો તોબા છે, ખુદાના દરબારમાં પાછા ફરવું છે. ઇબાદત તરફ, ઇતાઅત તરફ અને જન્નતના રસ્તે પાછા ફરવું છે. જે લોકો હજની સફરે જશે, તેઓ નિશંક આ મકસદને પૂરો કરશે, હવે તેઓ નેક, શરીઅત અને દીનના પાબંદ, ઇબાદતગુઝાર અને પરહેઝગાર બનીને પરત ફરશે... ઈન્શાઅલ્લાહ.....
પણ આપણે વિચારીએ.... આ મકસદ હજમાં ગયા વગર પણ આપણે મેળવી શકીએ છીએ, જે લોકો હજમાં નથી જઈ શકતા, શકિત સમૃદ્ધિ નથી, કોઈ બીજી રુકાવટ છે.. તો એમના માટે ખુદાના ઘરનો દરવાજો બંધ નથી. તોબાનો રસ્તો ખુલ્લો છે. ઇબાદત અને ઈતાઅતના પાબંદ બનવાની રાહ એમના માટે પણ સરળ છે. બસ હિમ્મતથી કામ લેવાનું છે.
અલ્લાહની રહમતની શાન નિરાલી છે. માલદાર અને ગરીબ, બંને માટે સમાન તકો આપવામાં આવે છે. દરેકને એની સ્થિતિ મુજબ કરી છુટવાનો હુકમ છે, પછી ઇનામ અને સવાબ તો એના દરબારમાં દરેકને એના ઇખ્લાસ અને નિયત મુજબ જ મળે છે, લાખો ખર્ચીને હજમાં જનારને પણ અને ગરીબ પાબંદ દીનદારને પણ…...
જિહાદ, ભલામણ અને સલામ બાબતે માર્ગદર્શન
-મુફતી ફરીદ અહમદ કાવી
﷽ فَقَاتِلۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ لَا تُكَلَّفُ اِلَّا نَـفۡسَكَ ۚ وَحَرِّضِ الۡمُؤۡمِنِيۡنَ ۖ عَسَی اللّٰهُ اَنۡ يَّكُفَّ بَاۡسَ الَّذِيۡنَ كَفَرُوۡا ۚ وَاللّٰهُ اَشَدُّ بَاۡسًا وَّاَشَدُّ تَـنۡكِيۡلًا ﴿٨٤﴾ مَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً حَسَنَةً يَّكُنۡ لَّهٗ نَصِيۡبٌ مِّنۡهَا ۖ وَمَنۡ يَّشۡفَعۡ شَفَاعَةً سَيِّئَةً يَّكُنۡ لَّهٗ كِفۡلٌ مِّنۡهَا ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ مُّقِيۡتًا ﴿٨٥﴾ وَاِذَا حُيِّيۡتُمۡ بِتَحِيَّةٍ فَحَيُّوۡا بِاَحۡسَنَ مِنۡهَاۤ اَوۡ رُدُّوۡهَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ حَسِيۡبًا ﴿٨٦﴾ اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ لَيَجۡمَعَنَّكُمۡ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ لَا رَيۡبَ فِيۡهِؕ وَمَنۡ اَصۡدَقُ مِنَ اللّٰهِ حَدِيۡثًا ﴿٨٧﴾
તરજમહ: હવે (હે નબી સલ.!) તમે પોતે અલ્લાહના માર્ગમાં (કાફિરોથી) લડો, તમે તમારી ઝાત સિવાય કોઈના જવાબદાર નથી, અને મુસલમાનોને (જિહાદ માટે) પ્રોત્સાહન આપો. આશા છે કે અલ્લાહ કાફિરોની શકિતને ડાબી દેશે. અને અલ્લાહ તઆલા વધારે શકિતશાળી અને સજા આપવામાં ઘણો સખત છે. (૮૪) જે કોઈ સારી (વાતની) ભલામણ કરે તો એ (કામના સવાબ)માં એ ભલામણ કરનારને હિસ્સો મળશે, અને જે કોઈ બુરી (વાતની) ભલામણ કરે તો એના (ગુનાહ)નો પણ કંઈ બોજો એના ભાગે આવશે. અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરતવાળો છે. (૮૫) (અને હે મુસ્લિમો !) જ્યારે તમને દુઆના કોઇ પ્રકારે દુઆ (સલામ) આપવામાં આવે તો તમે એનાથી બેહતર દુઆ (સલામનો જવાબ) આપો અથવા તેવી જ દુઆમાં જવાબ આપો. બેશક, અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ રાખનાર છે. (૮૬) અલ્લાહની હસ્તી એવી છે કે તેના સિવાય કોઈ માબૂદ નથી. તે તમને કિયામતના તે દિવસે અવશ્ય એકઠા કરશે જેમાં જરાય શંકા નથી, અને (પોતાની વાતોમાં) અલ્લાહથી વધારે સાચો કોણ હોય શકે ?(૮૭)
તફસીર : એમ તો આ આયત એક વિશેષ ઘટનાના અનુસંધાનમાં ઉતરી હતી, અલબત્ત અગાઉની આયતોમાં જિહાદની તાકીદ બાબતે જે હુકમો અને તાકીદનું વર્ણન છે, એનું પુનરાવર્તન આ આયતોમાં છે, એટલે જિહાદ સંબંધી આયતોના ક્રમમાં આ સૂરતમાં એને શામેલ કરવામાં આવી છે, એમ કહી શકાય.
ઉહદની લડાઈમાં બંને પક્ષોએ ભારે નુકસાન થયું હતું, આરંભે મુસલમાનોનું પલ્લું ભારે હતું, પછી મક્કાના શત્રુઓ હાવી થઈ ગયા હતા અને મુસલમાનો ફરીવાર એકઠા થઈને લડવા લાગ્યા તો શત્રુઓ અળગા થઈને પાછા હટી ગયા, બંને લશ્કરો થાકીને, ઝખમી થઈને પડયા હતા. એવામાં સામે પક્ષેથી ચેલેન્જ કરવામાં આવી કે આવતા વરસે હજના દિવસોમાં ફરીવાર બદર મુકામે લડવા આવીશું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ ચેલેન્જ કુબૂલ ફરમાવી. પછી જયારે બીજા વરસે ઝીકઅદહમાં લડાઈ માટે જવાનો ઇરાદો કર્યો તો અમુક મુસલમાનો એના માટે તૈયાર ન હતા, ત્યારે આ આયત નાઝિલ થઈ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આદેશ આપવામાં આવ્યો કે કોઈ સાથ ન આપે તો તમે એકલા જ લડાઈ માટે નીકળો અને લડો. તમારા ઉપર ફકત તમારી જવાબદારી છે, કોઈ ન આવે તો એ તમારો વાંક કે કસૂર નહીં ગણાય. હા, તમે મુસલમાનોને લડાઈ માટે પ્રોત્સાહન આપો, કોઈ સાથે આવે તો ઘણું સારું, નહીંતર એકલા નીકળી પડો અને એકલા હોવાના કારણે ડરશો નહીં, શક્ય છે કે અલ્લાહ તઆલા એમની શકિત – હિમ્મતને દબાવી દે, અને તેઓ લડાઈ માટે આવે જ નહીં. શત્રુની શકિતને દબાવી દેવાની વાત જાહેરી રીતે શકયતા સ્વરૂપે વર્ણવી છે, પણ અલ્લાહના કલામને સાચી રીતે સમજનાર અલ્લાહના 'ખલીલ અને દોસ્ત' નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સમજદાર સહાબા સમજતા હતા કે આ એક પાકો વાયદો છે. એટલે કે મુસલમાનો ફકત લડાઈ માટે નીકળે એટલું જ કાફી છે. શત્રુ મેદાનમાં લડવા આવશે જ નહીં અને અલ્લાહ તઆલા એના દિલમાં એવો ડર - ખોફ નાંખી દેશે કે એ લડવા આવશે જ નહીં, અને પછી આમ જ થયું. મુસલમાન નિયત સમયે નિયત સ્થળે પહોંચ્યા, અમુક દિવસ ત્યાં રોકાયા અને ત્યાં એક મેળામાં ખરીદ-વેચાણ કરીને ખૂબ નફો કમાયને પરત ફર્યા. આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલા વધારે શકિતશાળી અને ઘણી કડક સજા આપનાર છે. એટલે કે અલ્લાહ તઆલા પોતે પોતાની શકિત વડે એમને સજા સ્વરૂપે એવા કમઝોર - બુઝદિલ કરી દેશે કે કાયમને માટે એમનું જોર તૂટી જશે.
ઉપરની આયતમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હુકમ આપવામાં આવ્યો હતો કે લોકોને જિહાદ એટલે કે દુશ્મનો સાથે લડવાની તરગીબ પ્રોત્સાહન આપે. આમ કોઈને કોઈ કામ કરવાનું પ્રોત્સાહન આપવું પણ સિફારિશ અને ભલામણ ગણાય છે, એટલે આગળની આયતમાં ભલામણ અને સિફારિશનો હુકમ વર્ણવામાં આવ્યો છે કે એના થકી બીજો માણસ નેક કે બુરા, જે કામો કરશે, એમાં ભલામણ કરનાર પણ શરીક ગણાશે. એટલે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અથવા મુસલમાનોના પ્રોત્સાહનથી લોકો જિહાદ કરશે તો જેમ નેક કામ કરનારને સવાબ મળે છે એ જ પ્રમાણે પ્રોત્સાહન કરનારને પણ સવાબ મળશે. આવું જ બુરાઈ અને ગુનાહ બાબતે છે, જેમ કે અમુક મુનાફિકો પોતે પણ જિહાદથી અળગા રહેતા હતા અને અન્યોને બીવડાવીને જિહાદથી દૂર રાખતા હતા, તો એમને એમની આ બુરી હરકતનો ગુનો થશે. આમ ભલામણ કે સિફારિશ બે પ્રકારની હોય શકે એ સ્પષ્ટ થયું. સારી ભલામણ કે સારા કામની ભલામણ. બુરી ભલામણ કે બુરા કામની ભલામણ.
સિફારિશ કે શફાઅત ભલામણ કરવાનું નામ છે. નિયત લાયકાત ઉપર મોકૂફ કોઈ હોદ્દા કે જવાબદારી માટે સિફારિશ કરવાની હોય તો જરૂરી છે કે જેના માટે સિફારિશ કરવામાં આવી રહી છે એમાં કાબેલિયત હોય, અલબત્ત કોઈ અવરોધના કારણે પોતાની વાત કે યોગ્યતા ઉપર સુધી પહોંચાડી શકતો ન હોય તો એની વાત ઉપર સુધી પહોંચાડવાનું નામ સિફારિશ છે. એનાથી સ્પષ્ટ થયું કે લાયકાત ન હોય છતાં કોઈ જવાબદારી માટે સિફારિશ કરવી, ખોટું છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : એવા માણસની જરૂરત મારા સુધી પહોંચાડો, જે પોતે પોતાની જરૂરત રજૂ કરી શકતો નથી. હાકેમ પાસે આવા માણસની જરૂરત પહોંચાડનારને કયામતના દિવસે અલ્લાહ તઆલા દઢતા અડગતા આપશે.
બીજી એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : "તમે સિફારિશ ભલમાણ કરો, તમને એનો સવાબ મળશે. પછી અલ્લાહ તઆલા એના નબી વડે જે ફેસલો ફરમાવે એના ઉપર રાજી રહો". એટલે કે કોઈની જરૂરત કે ઉપર સુધી પહોંચાડો, આમ કરવાનો સવાબ મળી જશે, પણ તમારી સિફારિશ મુજબ કામ થાય એનો આગ્રહ ન રાખો. અલ્લાહ તઆલાને મંજૂર હશે એવો નિર્ણય આવશે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝ. આઈશહ રદિ.ની એક કનીઝ બરીરહ રદિ. સમક્ષ એમના પૂર્વ શોહરની સિફારિશ કરી કે તેઓ ચાહે છે કે બરીરહ ફરીવાર એમની સાથે નિકાહ માટે રાજી થઈ જાય. હઝ. બરીરહ રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે આ આપનો હુકમ છે કે સિફારિશ છે ? હુકમ હોય તો ગમે તે સ્થિતિમાં મને મંજૂર છે. અને સિફારિશ હોય મારો જવાબ આ છે કે એમની સાથે નિકાહ કરવા હું રાજી નથી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે ફક્ત સિફારિશ જ છે. તો હઝ. બરીરહ રદિ.એ સ્પષ્ટ કરી દીધું કે મને આ સિફારિશ કુબૂલ નથી. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ પણ નારાજગી વગર એમની વાત માની લીધી.
બંને હદીસોનો ખુલાસો આ જ છે કે સિફારિશ કરનાર એવો આગ્રહ ન રાખે કે મારા કહેવા મુજબ થવું જ જોઈએ. તમને સિફારિશ કરવાનો સવાબ મળી જશે. અને બુરા કામ માટે સિફારિશ કરી હશે તો ગુનો થશે, ચાહે પછી એ બૂરું કામ થવા કે કરવાને મંજૂર કરવામાં ન આવે.
સિફારિશ માટે કોઈની પાસેથી પૈસા લેવા જાઈઝ નથી. સિફારિશ ફકત કોઈને લાયકાત અને હકની માંગણીને ઉપર સુધી પહોંચાડવાનું કામ છે. આ એક નેકી છે, એનો બદલો સવાબ છે. માલ નહીં.
કોઈ એવા ગુનાની સજા માફી સિફારિશ કરવી પણ જાઈઝ નથી, જેમાં માણસ એવા ગુનામાં ગુનેગાર ઠરાવવામાં આવ્યો હોય જેની સજા કુરઆનમાં વર્ણવવામાં આવી છે. તફસીરે મઝહરીમાં છે કે કોઈ મુસલમાનની જરૂરત માટે અલ્લાહ તઆલા પાસે દુઆ માંગવી પણ સિફારિશ છે. અને દુઆ કરનારને એનો સવાબ મળશે.
આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલા દરેક પ્રકારની શકિત ધરાવે છે. એટલે કે કામ કરનારને એના કામ મુજબ સવાબ કે સજા આપવાની સાથે સિફારિશ કરનારને પણ એના હક મુજબ સવાબ કે સજા આપવાની શકિત ધરાવે છે.
આયત નં ૮૬ માં સલામ વિશેનું માર્ગદર્શન છે. કોઈને સલામ કરવામાં એના માટે અલ્લાહ પાસે સલામતીની દુઆ કરવામાં આવે છે, અને આવી દુઆ પણ સિફારિશ છે, એટલે સિફારિશ પછી અત્રે એનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઇસ્લામ પૂર્વે લોકો પરસ્પર મળતા ત્યારે એક બીજાને વિવિધ શબ્દોમાં દુઆ આપતા હતા. حیاک اللہતમને લાંબુ જીવન મળે.انعم صباحاતમારી સવાર સારી થાય.انعم بک તમને નેઅમતો – રાહત મળે, વગેરે.. આમ દુઆ આપવાને તેઓ તહિય્યહ (تحیۃ) કહેતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ત્યારે પછી આ શબ્દોને બદલીને 'સલામ'ના શબ્દો પ્રચલિત કર્યા, કારણ કે એમાં જિંદગી ઉપરાંત સલામતીની દુઆ પણ શામેલ છે. અને જન્નતી લોકો માટે પણ અલ્લાહ તઆલાએ મુલાકાતના આ જ શબ્દો નક્કી ફરમાવ્યા છે. એટલે પછી મુલાકાતના શબ્દોમાં અસ્સલામુલ અલયકુમ.. પ્રચલિત કરવામાં આવ્યા અને આ શબ્દોનું નામ પણ 'સલામ' રાખવામાં આવ્યું. અલબત્ત અરબી ભાષામાં હજુ પણ મુલાકાત વેળા કરવામાં આવતી સલામને 'તહિય્યહ' કહેવામાં આવે છે.
તફસીરકારોએ લખ્યું છે કે સલામની ચાર ખાસિયતો છે : એમાં અલ્લાહનો ઝિક્ર છે. સામા વાળા પ્રત્યે મુહબ્બત હોવાનું વર્ણન છે. એના માટે સલામતીની દુઆ છે. અને સામે વાળાને ખાતરી આપવી છે કે હું તમારા માટે સલામતીની દુઆ કરું છું, માટે મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં પહોંચે.
એક હદીસમાં છે કે : 'સલામ' અલ્લાહ તઆલાનું નામ છે. જે એટલા માટે ઉતારવામાં આવ્યું છે કે તમે એક બીજાને સલામ કરો.
સલામનો હુકમ આયતમાં વર્ણવ્યા મુજબ આ છે કે જયારે કોઈ સલામ કરે તો એના જવાબમાં એના સલામ કરતા વધારે સારા શબ્દોમાં જવાબ આપવામાં આવે અથવા કમથી કમ એના જેવા જ શબ્દોમાં એનો જવાબ આપવામાં આવે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ હુકમ ઉપર સરસ રીતે અમલ કરીને સમજાવ્યો છે :
એક વાર આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક માણસ આવ્યા અને સલામ કરી કે, યા રસૂલલ્લાહ ! અસ્સલામુ અલયક. આપ સલ.એ એમને જવાબ આપ્યો કે વઅલયકુમુસ્સલામ વ રહમતુલ્લાહ. પછી એક માણસ આવ્યો અને સલામ કરી કે, યા રસૂલલ્લાહ ! અસ્સલામુ અલયક વ રહમતુલ્લાહિ વ બરકાતુહૂ. આપ સલ.એ એમને એક શબ્દ વધારીને જવાબ આપ્યો કે, વ અલયકુમુસ્સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ્. પછી એક માણસ આવ્યા અને સલામ કરી કે યા રસૂલલ્લાહ ! અસ્સલામુ અલયક વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. આપ સલ.એ એમને જવાબમાં ફરમાવ્યું : "વ અલયક". એમના દિલમાં શિકાયત થઈ કે મને આમ ટુંકો જવાબ આપ્યો, અગાઉના લોકોને તો એક શબ્દ વધારીને જવાબ આપતા હતા, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમે કોઈ શબ્દ મારા માટે છોડયો જ નહીં, કે હું એ વધારીને તમને જવાબ આપું. બધા શબ્દો તમે તમારા સલામમાં શામેલ કરી લીધા તો મેં સલામના બીજા હુકમ ઉપર અમલ કર્યો કે, સલામ કરનારને એના જેવા જ શબ્દોથી જવાબ આપવામાં આવે, એટલે ફક્ત એટલું કહી દીધું કે તમને પણ એ બધું મળે જેની તમે મારા માટે દુઆ કરી.
આ હદીસમાં સલામના જવાબમાં કયાં સુધી વધારે શબ્દો ઉમેરીને જવાબ આપી શકાય છે એનું વર્ણન પણ છે. અને હદીસથી જ આ પણ સ્પષ્ટ થાય છે કે જો જવાબમાં ફકત 'વ અલયક' કહી દેવામાં આવે તો એ પણ કાફી છે.
ઉલમાએ કિરામ ફરમાવે છે કે કુરઆનમાં સલામનો જવાબ આપવાનો હુકમ-આજ્ઞા આપવામાં આવી છે, અને જે વાત હુકમના શબ્દોમાં વર્ણવવામાં આવી હોય એનો અમલ વાજિબ - ફરજ છે, એટલે સલામનો જવાબ આપવો વાજિબ છે. અલબત્ત પ્રથમ સલામ કરવાનો હુકમ શું છે ? એનો જવાબ હદીસ અને સીરતથી મળે છે કે સલામ કરવી સુન્નતે મુઅક્કદહ છે.
અને આ બધાનો અલ્લાહ તઆલા પાસે હિસાબ રહે છે, એટલે કે સલામ કરવાનો અને જવાબ આપનારને એમની નેકીઓનો કેવો અને કેટલો સવાબ આપવાનો છે, એનો હિસાબ રાખે છે.
ઉપરોકત આયતોમાંથી પહેલી આયત (નં : ૮૪) ના અંતે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હતું કે અલ્લાહ તઆલા વધારે શક્તિશાળી અને સજા આપવામાં ઘણો સખત છે. બીજી આયત (નં : ૮૫)ના અંતે છે : અલ્લાહ દરેક વસ્તુ પર કુદરતવાળો છે. ત્રીજી આયત (નં : ૮૬) ના અંતે છે : અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ લેનાર છે...
હવે છેલ્લી આયતમાં અલ્લાહ તઆલા પોતાની આ બધી શકિતઓની દલીલ સ્વરૂપે ફરમાવે છે કે અલ્લાહ તઆલા તો આ સઘળા વિશ્વનો એક માત્ર માલિક, ખાલિક અને માબૂદ છે. એ જ ઇબાદતને લાયક છે તો પછી આ બધી શકિતઓ એની પાસે હોય જ ને. અને શકિત, સજા, કુદરત અને હિસાબ માટે એ બધાને કયામતના દિવસે ભેગા કરશે, જયાં હિસાબ, સવાબ અને સજાના ફેસલા કરવામાં આવશે.
અને છેલ્લે ઇરશાદ છે : યાદ રાખો ! ખુદા તઆલાથી વધીને સાચું કોઈ નથી હોય શકતું.
આમ ફરમાવીને અલ્લાહ તઆલા બંદાઓને પોતાના ઉપર પાકું ઈમાન રાખવાની તાકીદ ફરમાવે છે. કારણ કે ખુદા તઆલાની કુદરત અને વાયદા ધમકી વિશે જરાયે શંકા રાખવી મોમિન માટે દુરુસ્ત નથી.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબર:૧૭૬
જમરાતની રમી તથા કુર્બાની
મીનામાં થોડા થોડા અંતરે ત્રણ જગ્યાઓ પર ત્રણ સ્થંભ બનેલા છે. તે જ સ્થંભોને જમરાત કહેવામાં આવે છે. તે જમરાત પર કાંકરીઓ મારવી પણ હજના અમલો અને મનાસિકમાંથી છે. દસમી ઝિલ્હજે ફકત એક જમરા પર સાત કાંકરીઓ મારવામાં આવે છે. અને ૧૧, ૧૨, ૧૩ ઝિલ્હજે ત્રણેવ જમરાઓ પર સાત સાત કાંકરીઓ મારવામાં આવે છે. સચોટ વાત છે કે કાંકરીઓ મારવી જાતે કોઈ નેક કામ નથી પરંતુ અલ્લાહના હુકમથી દરેક અમલમાં ઈબાદતની શાન જન્મે છે. અને બંદગી એ જ છે કે વિના સંકોચે અલ્લાહના હુકમને માનવમાં આવે તે સિવાય અલ્લાહના બંદાઓ જયારે અલ્લાહના હુકમથી તેના જલાલ અને જબરૂતનું ધ્યાન ધરી તેની મોટાઈનો નાદ જગાડે છે તો શૈતાની ખ્યાલો અને આદતો અને નફસની તમન્નાઓ ત્થા ગુનાહોને ખ્યાલમાં રાખી તેને નિશાન બનાવી જમરાઓતે કાંકરા મારવામાં આવે છે અને એ રીતે ગુમરાહી અને ગુનાઓને કાંકરા મારવામાં આવે. તો તેમના દિલોની તે સમયે જે હાલત હોય છે અને તેમની ઈમાની છાતીઓમાં જે પ્રફુલ્લતા અને ખુશી તેમ જાગૃતિ ઉત્પન્ન થાય છે. તેની મજા તેઓ જ જાણી શકે છે. મતલબ કે અલ્લાહના હુકમથી અને તેનું નામ લઈ જમરાઓ પર કાંકરીઓ મારવી પણ બસીરતવાળા લોકોની નજરમાં એક ઈમાનમાં વધારો કરનાર અમલ છે.
(١٨٥) عَنْ عَائِشَةَ عَنِ النَّبِيِّ ﷺ قَالَ إِنَّمَا جُعِلَ رَمیُ الْجِمَارِ وَالسَّعَىُ بَيْنَ الصَّفَا وَالْمَرْوَةِ لِاِقَامَةِ ذِكْرِ اللّهِ - (رواه الترمذي والدارمي)
તરજુમાઃ હઝરત આયશા સિદ્દીકા (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું જમરાઓ પર કાંકરી મારવી અને સફા, મરવાહ દરમિયાન સઈ કરવી, તેમ ચક્કર લગાડવા (બેકાર ખેલ કુદની વાતો નથી પણ) એ અલ્લાહના ઝિક્રને તાજો કરવાના વાસ્તા અને રસ્તા છે. (તિર્મિઝી શ)
(١٨٦) عَنْ جَابِرٍؓ قَالَ رَمَىٰ رَسُولُ اللهِ ﷺ الْجَمْرَةَ يَوْمَ النَّحْرِ ضُحىً وَأَمَّا بَعْدَ ذَالِكَ فَإِذَا زَالَتِ الشَّمْسُ - (رواه البخاري ومسلم)
તરજુમા:- હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ દસમી ઝિલ્હજે જમરએ ઉકબાની રમી ચાશ્ત વખતે ફરમાવી અને તે પછી અય્યામે તશરીકમાં સુર્ય ઢળી જયા (ઝવાલ) પછી રમી કરી. (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- એ જ સુન્નત છે કે દસમી ઝિલ્હજે જમરએ ઉકબાની રમી બપોર પહેલાં કરી લેવામાં આવે અને પછીના દિવસોમાં ઝવાલ પછી કરવામાં આવે.
(۱۸۷) عَنْ عَبْدِ اللّهِ بْنِ مَسْعُوْدٍ أَنَّهُ اِنْتَهٰى إِلَىٰ الْجَمْرَةِ الْكُبْرىٰ فَجَعَلَ الْبَيْتَ عَنْ يَسَارِهٖ وَمِنىٰ عَنْ يَمِينِهِ وَرَمىٰ بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ مَعَ كُلِّ حَصَاةٍ ثُمَّ قَالَ هٰكَذَا رَمىٰ الَّذِىْ أُنْزِلَتْ عَلَيْهِ سُورَةُ الْبَقَرَة (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.)થી રિવાયત છે કે તેઓ રમી માટે જમરએ કુબરા (મોટા જમરાહ) પાસે પહોંચ્યા, પછી એવી રીતે મોં કરી ઉભા રહ્યા કે બૈતુલ્લાહ (એટલે મક્કા) તેમની ડાબી બાજુ હતુ અને મીના જમણી બાજુ ત્યાર પછી તેમણે જમરાહ પર સાત કાંકરીઓ મારી દરેક કાંકરી સાથે "અલ્લાહુ અકબર" કહેતા હતા તે પછી ફરમાવ્યું કે તે પવિત્ર હસ્તી એ આ પ્રમાણે જ રમી કરી હતી જેના ઉપર સુરએ બકરાહ નાઝીલ થઈ હતી. (જેમાં હજના હુકમો અને મનાસિક બયાન કરાવમાં આવ્યા છે.) (બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.એ રસૂલુલ્લાહ સલ.ની રમી કરવાની રીત વિગતવાર યાદ રાખી હતી અને તે જ મુજબ અમલ કરી લોકોને બતાવ્યું કે રસૂલુલ્લાહ સલ. જેમના ઉપર અલ્લાહ તઆલાએ હજના હુકમો ઉતાર્યા હતા આ પ્રમાણે રમી કરતા હતા.
(۱۸۸) عَنْ جَابِرٍؓ قَالَ رَأَيْتُ النَّبِيَّﷺ يَرْمِي عَلَى رَاحِلَتِهٖ يَوْمَ النَّحْرِ وَيَقُولُ لِتَاخُذُوْا مَنَاسِكَكُمْ فَإِنِّي لَا أَدْرِيْ لَعَلِّى لَا أَحُجُّ بَعْدَ حَجَّتِي هَذِهٖ(رواه مسلم)
તરજુમા:- હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે મેં રસુલૂલ્લાહ (સલ.)ને (૧૦ ઝિલ્હજે) તેમની ઉંટડી પર બેસી રમી કરતાં જોયા આપ સલ.તે વખતે ફરમાવતા હતા કે તમે મારી પાસેથી હજના મનાસિક શીખી લો, મને ખબર નથી કે કદાચ આ હજ પછી બીજી હજ હું કરી શકું, (અને પછી તમને એવો મોકો ન મળે.)
ખુલાસો :- દસમી ઝિલ્હજે રસૂલુલ્લાહ સલ. પોતાની ઉંટડી પર સવારીથી રવાના થઈ મીના પહોંચ્યા, તો તે દિવસે આપ સલ.એ ઉટડી પર સવારીની હાલતમાં જ જમરાએ ઉકબા (મોટા જમરાહ)ની રમી કરી, જેથી બધા લોકો આપ સલ.ને રમી કરતા જોઈ રમી કરવાની રીત શીખી લે, અને સહેલાઈથી મસાઈલ અને મનાસિક પુછી શકે, પરંતુ બીજા અને ત્રીજા દિવસે આપ સલ.એ રમી પગે ચાલીને કરી મતલબ કે રમી ચાલતી હાલતમાં અને સવારી પર બન્નેવ રીતે જાઈઝ છે. આ ઈશારો હજ્જતુલ વિદાઅમાં આપ સલ.એ વારંવાર કર્યો હતો કે ઈમાન વાળાઓ મારી પાસેથી મનાસિક અને દીન શરીયતના અહકામો શીખી લે, કદાચ મારૂં થોભવું લાંબુ ન હોય.
(۱۸۹) عَنْ سَالِمٍ عَنْ ابْنِ عُمَرَؓ أَنَّهُ كَانَ يَرْمِيْ جَمَرَةَ الدُّنْيَا بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ عَلَى أَثَرِ كُلِّ حَصَاةٍ ثُمَّ يَتَقَدَّمُ حَتّٰى يُسْهِلَ فَيَقُوْمَ مُسْتَقْبِلَ الْقِبْلَةِ طَوِيْلًا وَيَدْعُوْا وَيَرْفَعُ يَدَيْهِ ثُمَّ يَرْمِيْ الوُسْطىٰ بِسَبْعٍ حَصَيَاتٍ يُكَبِّرُ كُلَّمَا رَمَىٰ بِحَصَاةٍ ثُمَّ يَاخُذُ بِذَاتِ الشِّمَالِ فَيُسْهِلُ وَيَقُوْمُ مُسْتَقْبِلَ الْقِبْلَةِ ثُمَّ يَدْعُوْ وَيَرْفَعُ يَدَيْهِ وَيَقُومُ طَوِيلًا ثُمَّ يَرْمِي جَمَرَةَ ذَاتِ الْعَقْبَةِ مِنْ بَطْنِ الْوَادِي بِسَبْعِ حَصَيَاتٍ يُكَبِّرُ عِنْدَ كُلِّ حَصَاةٍ وَلَا يَقِفُ عِنْدَهَا ثُمَّ يَنْصَرِفُ فَيَقُولُ هٰكَذَا رَأَيْتُ النَّبِيَّ ﷺ يَفْعَلُهُ - (رواه البخاري)
તરજુમાઃ- હઝરત સાલિમ બિન અબ્દુલ્લાહ તેમના વાલિદ અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) વિષે બયાન કરે છે કે જમરાતની રમી બાબત તેમનો મામૂલ અને રિવાજ હતો કે તેઓ જમરાત પર સાત કાંકરા મારતા અને દરેક કાંકરી પર અલ્લાહ અકબર કહેતા ત્યાર પછી આગળ નીચા ભાગમાં ઉતરી કિબ્લા તરફ મોં કરી ઉભા રહી હાથ ઉઠાવી ઘણીવાર સુધી દુઆ કરતા, પછી વચલા જમરાહ પર એ જ મુજબ સાત કાંકરા મારતા અને દરેક કાંકરા પર તકબીર કહેતા હતા પછી નીચેની બાજુ ઉતરી કિબ્લા તરફ મોં કરી મોડે સુધી ઉભા રહી હાથ ઉઠાવી દુઆ કરતા હતા પછી છેલ્લા જમરાહ (જમરએ ઉકબાહ) પર બત્નેવાદી પરથી સાત કાંકરા મારતા અને દરેક કાંકરા સાથે અલ્લાહુ અકબર કહેતા અને તે જમરાહ પાસે ઉભા રહેતા નહીં, પાછા ફરી જતા અને બતાવતા હતા કે મેં રસુલૂલ્લાહ (સલ.)ને આ પ્રમાણે જ કરતા જોયા છે. (બુખારી શરીફ)
ખુલાસો :- આ હદીસથી જાણવા મળ્યું કે રસૂલુલ્લાહ સલ. પહેલા અને બીજા જમરાહની રમી પછી નજીકમાં કિબ્લા તરફ મોં કરી ઉભા રહી ઘણીવાર સુધી દુઆ કર્યે પાછા ફરી જતા હતા એ જ સુન્નત છે. અફસોસ કે આપણા સમયમાં એ સુન્નત પર અમલ કરનારાઓ બલકે તેને જાણવા વાળાઓ ઘણાં જ ઓછા છે.
કુર્બાની
કુર્બાનીની ફઝીલત અને તે વિષે હુઝૂર સલ.ની સુચનાઓ ''નમાઝના બયાનમાં" ઈદુલ અદહાના વર્ણનમાં લખી ચુકયા છે અને હજ્જતુલ વિદાઅમાં રસૂલુલ્લહ સલ.એ જાતે પોતાના મુબારક હાથે ત્રેસઠ ઉટોની અને આપના હુકમથી હઝરત અલી રદિ.એ સાડત્રીસ ઉટોની જે કુર્બાની કરી હતી તેનો ઉલ્લેખ 'હજ્જતુલ વિદાઅ''ના બયાનમાં થઈ ચુકયો છે. અહીંયા કુર્બાની વિષે ફકત બે ત્રણ હદીસો વાંચો.
(۱۹۰) عَنْ عَبْدِ اللّهِ بْنِ قُرْطٍ عَنِ النَّبِيِّ ﷺ قَالَ إِنَّ أَعْظَمَ الأَيَّامِ عِندَ اللّهِ يَوْمُ ا النَّحْرِ ثُمَّ يَوْمُ الْقَرِّ (قَالَ ثَورٌ وَهُوَ الْيَوْمُ الثَّانِي قَالَ وَقُرِّبَ لِرَسُولِ اللّهِ ﷺ بَدَنَاتٌ خَمْسٌ أَوْ سِتٌّ فَطَفِقْنَ يَزْدَلِفْنَ إِلَيْهِ بِأَيَّتِهِنَّ يَبْدَءُ (رواه أبو داود)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન કુર્ત (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું અલ્લાહને સૌથી વધુ ઈઝઝતવાળો દિવસ "યૌમુન્નહર'' (કુર્બાનીનો દિવસ એટલે દસમી ઝિલ્હજનો દિવસ) છે. (એટલે અરફાના દિવસ માફક યૌમેનહર પણ ઘણી જ અઝમતવાળો દિવસ છે.) તે પછી તેના પછીનો દિવસ યૌમે અલ્કર્ર (અગીયાર ઝિલ્હજ)નું સ્થાન છે. માટે જયાં સુધી બની શકે ૧૦ ઝિલ્હજે કરી નાંખવી જોઈએ. અને કોઈ કારણસર દસ ઝિલ્હજે ન થઈ શકે તો અગીયાર ઝિલ્હજે જરૂર કરી લે, તે પછી (૧૨ ઝિલ્હજે) કરવામાં આવશે તો અદા તો થઈ જશે, પરંતુ ફઝીલતનું કોઈ સ્થાન પ્રાપ્ત થશે નહીં.) હદીસના રાવી અબ્દુલ્લાહ બિન કુર્ત રદિ. (રસૂલુલ્લાહ સલ.નો ઈર્શાદ નકલ કર્યા પછી પોતાનુ અજી અને અચંબા જનક નિક્ષણ) બયાન કરતા હતા કે એકવાર પાંચ અથવા છ ઉટ કુર્બાની માટે રસૂલુલ્લાહ સલ. પાસે લાવવામાં આવ્યા તો તેમાંથી દરેક આપની નજીક થવાની કોશીશ કરતા હતા જેથી આપ સલ. તેને ઝુબેહ કરે. (અબૂ દાઉદ)
ખુલાસો :- અલ્લાહ તઆલાની કુદરત છે કે તે જાનવરો, બલકે માટી, પથ્થર જેવી ધાતુમાં હકીકત ઓળખવાની સમજ જાગૃત કરી દે, તે પાંચ છ ઉટ જે કુર્બાની માટે રસૂલુલ્લાહ સલ. સામે લાવવામાં આવ્યા તેમાં અલ્લાહ તઆલાએ તે સમયે એ સમજ અર્પણ કરી હતી કે અલ્લાહના રસ્તામાં અને તેના પ્યારા અને મકબૂલ રસૂલ મુહમ્મદ સલ.ના હાથે કુર્બાન થવું તેમના માટે મહાન ખુશ નસીબી છે. એટલા માટે તેમનામાંથી દરેક એ તમન્ના સાથે આપની સામે આવવા ઈચ્છતા હતા કે પહેલાં આપ સલ. તેને ઝુબેહ કરે.
همه آهوان صحرا سر خود نهاده بر کف
به امید آنکه روزے، بشکار خواهی آمد
(۱۹۱) عَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِؓ قَالَ قَالَ النَّبِيُّ ﷺ مِنْ ضَحىَّ مِنْكُمْ فَلَا يُصْبِحَنَّ بَعْدَ ثَالِثَةٍ وَفِي بَيْتِهِ مِنْهُ شَيْئٌ فَلَمَّا كَانَ الْعَامُ الْمُقْبِلُ قَالُوا يَا رَسُولَ اللَّهِ نَفْعَلُ كَمَا فَعَلْنَا الْعَامَ الْمَاضِي قَالَ كُلُوْ وَاَطْعِمُوا وَادَّخِرُوْا فَإِنَّ ذَالِكَ الْعَامَ كَانَ بِالنَّاسِ جَهْدٌ فَارَدَتُّ أَنْ يُعِيْنُوْا فِيْهِمْ (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત સલમા બિન અકવઅ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ (એક વર્ષ બકર ઈદના મોકા પર) સુચના આપી કે તમારામાંથી જે કોઈ કુર્બાની કરે તો (તેનો ગોશ્ત ફકત ત્રણ દિવસ ખાય શકે છે.) ત્રીજા દિવસ પછી તેના ઘરમાં તે કુર્બાનીના ગોશ્તમાંથી કંઈ પણ બાકી રહેવું ન જોઈએ, પછી જયારે બીજુ વર્ષ થયું તો લોકોએ પુછયું? કે શું અમે આ વર્ષે પણ ગયા વર્ષ માફક કરીએ જે આપની સુચના મુજબ કર્યુ હતું? તો આપ સલ.એ ફરમાવ્યું, (નહીં આ વર્ષે ત્રણ દિવસ વાળી તે પાબંદી નથી બલકે છુટ છે કે તમે જયાં સુધી ચાહો) ખાવો, ખવડાવો અને બચાવી રાખો, ગયા વર્ષે એ સુચના એટલા માટે આપવામાં આવી હતી કે પબ્લીકને (ખોરાકની કમી અને તંગદસ્તીના કારણે) ખાવા પીવાની તકલીફ હતી. જેથી મેં વિચાર્યુ હતું કે કુર્બાનીના ગોશ્તથી તમે તેમની મદદ કરો. (જેથી મેં સયમસર એ હુકમ આપ્યો હતો અને હવે તે જરૂરત બાકી ન રહેવાથી તમારા માટે ખાવા ખવડાવવા અને બચાવી રાખવાની ગુંજાઈશ છે. (બુખારી, મુસ્લિમ)
(۱۹۲) عَنْ نُبَيْشَةَؓ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ إِنَّا كُنَّا نَهَيْنَاكُمْ عَنْ لُحُوْمِهَا أَنْ تَأْكُلُوْهَا فَوْقَ ثَلٰثٍ لِكَىْ تَسَعَكُمْ جَاءَ اللهُ بِالسَّعَةِ فَكُلُوا وَادَّخِرُوا وَائتَجِرُوْا أَلَا وَإِنَّ هٰذِهٖ الْأَيَّامَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللّهِ (رواه أبو داود)
તરજુમાઃ- હઝરત નુબૈશાહ હુઝલી (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ (ઈદુલ અદહાના મોકા પર) ફરમાવ્યુંઃ પહેલાં અમે કુર્બાનીનો ગોશ્ત ત્રણથી વધારે દિવસો ખાવનું મના કર્યુ હતું, અને એ પાબંદી એટલા માટે લગાડી હતી કે બધા લોકોને સારી રીતે સહુલતથી ગોશ્ત મળી શકે. હવે અલ્લાહની મહેરબાની છે (તે તંગી અને નાદારી વાળી વાત રહી નહીં) બલકે અલ્લાહની મહેરબાનીથી લોકો હવે ખુશ હાલ અને ખાતા પીતા છે. માટે (હવે તે પાબંદી નથી) છુટ છે. લોકો ખાય અને બચાવે તેમ કુર્બાનીનો સવાબ પ્રાપ્ત કરે આ દિવસો ખાવા પીવા અને અલ્લાહને યાદ કરવાના છે. (અબૂ દાઉદ)
ખુલાસો :- જેમકે આ બન્નેવ હદીસોથી જાણવા મળ્યું કે કુર્બાનીના ગોશ્ત વિષે છુટ છે કે જયાં સુધી ચાહે ખાય, અને બચાવે, અને છેલ્લી હદીસના છેલ્લા વાકયથી જણાય છે કે અય્યામે તશરીકમાં બંદાઓનું ખાવા પીવાનું પણ અલ્લાહને પસંદ છે. મતલબ કે તે દિવસ અલ્લાહ તરફથી બંદાઓની મેહમાનીનો દિવસ છે. પરંતુ ખાવા પીવા સાથે અલ્લાહની યાદ અને તેની મોટાઈ, અને બુઝુર્ગી ત્થા પાકી અને એકતાથી પણ જીભને તાજી રાખવી જોઈએ. તેની મિલાવટ વગર અલ્લાહના બંદાઓ માટે દરેક વસ્તુ અસ્વાદીષ્ટ છે.
" الله اكبر الله اكبر لا اله الاَّ الله والله اكبر اللهُ اكبر وللهِ الحمد" .
વર્તમાન ભારતમાં ઇસ્લામ વિરુદ્ધ પ્રોપેગન્ડાની નવી લહેર
- ફરીદ અહમદ કાવી.
અત્યાર સુધી સામાન્ય રીતે યુરોપ અને પશ્ચિમના શત્રુઓ દ્વારા ઉઠાવવામાં આવતા ઇસ્લામ વિરોધી પ્રશ્નો અને પ્રયાસોની દાસ્તાનો આપણી જાણમાં આવતી હતી. ભૂતકાળમાં ઇસ્લામ થકી પરાજય પામવાની ટીસ અને ચીડ યુરોપના દિલોમાં હતી, આજે પણ છે, એટલે તેઓ ઇસ્લામ અને મુસલમાનોથી નફરત કરતા હોય એ સ્વભાવિક છે. અને એના કારણે જ શિક્ષણ, સમાજ, મીડીયા અને બિઝનેસ અને જોબ જેવા સામાન્ય સ્તર સુધી મુસલમાનો સાથે ભેદભાવ પણ યુરોપમાં એક સામાન્ય બાબત હતી. પશ્ચિમના લોકો આરબ દેશોની નાણાકીય સદ્ધરતા અને અને એમની પાસે મોજૂદ જીવનલક્ષી ધામિર્ક માર્ગદર્શનથી પણ ડરેલા હતા. એમને ડર હતો કે આ બંને શકિતઓ થકી યુરોપનું ભવિષ્ય ઇસ્લામની છત્રછાયામાં ચાલ્યું જશે. આજે પણ યુરોપના દેશોમાં ઇસ્લામ વિરોધી આ જમણેરી વિચાર ધારાનું અસ્તિત્વ છે, અમુક લોકો કે પાર્ટીઓ એના સહારે રાજકીય રોટલા પણ શેકે છે, અમુક દેશોમાં હિજાબ ઉપર પાબંદી પણ એનો જ એક ભાગ છે, પણ ઇસ્લામનું અસ્તિત્વ હવે ત્યાં એક અટલ વાસ્તવિકતા બની ગઈ છે, અને મુસ્લિમો સઘળા વિરોધને પાર કરીને ઇસ્લામનો પરિચય કરાવી રહયા છે, પરિણામે મોટી સંખ્યામાં યુરોપના મુળ નિવાસીઓ પણ ઇસ્લામ સ્વીકાર કરી રહયા છે.
આ જ અનુસંધાનમાં એક સદીથી વધારે વરસોથી આપણે જોઈ રહયા છે કે પશ્ચિમ તરફથી મુસલમાનો ઉપર સૈન્ય આક્રમણો કરવામાં આવ્યાં, અને આજે પણ એ સિલસિલો ચાલુ છે, સાથે જ મીડીયા અને શિક્ષણમાં પણ મુસલમાનોની છબી ચીતરવામાં છેલ્લી હદ સુધીના પ્રયાસો થયા. યુરોપીય – અમેરીકન મીડીયા અને ફિલ્મોની બધી વિગતો આપણી સમક્ષ નથી, આપણા ભારતીય લોકોને એનો કંઈ પરિચય હોત તો વર્તમાન ભારતીય મીડીયાના ઈસ્લામ વિરોધી વલણથી થતી બેચેની થોડી ઓછી હોત.
બીજી તરફથી એક સદીથી આપણે આ પણ જોઈ રહયા છે કે પશ્ચિમી દેશો દ્વારા થકી થતા સૈન્ય આક્રમણો અને શિક્ષણ, મીડીયા દ્વારા ધર્મ બાબતે કરવામાં આવતા ઇસ્લામ વિરોધી પ્રપંચ, પ્રચાર અને પ્રયાસોનો ખારવા કે યોગ્ય ઉત્તર આપવાનો કોઈ પ્રયત્ન મુસલમાનોએ કર્યો નથી. મુસ્લિમ દેશો પાસે મબલખ પૈસા હોવા છતાં, અને મુસ્લિમ સમાજ પણ ઘણે અંશે સદ્ધર હોવા છતાં જ્ઞાન, શિક્ષા, ધર્મ અને ફિલોસોફી બાબતે પણ આપણે ઇસ્લામની કોઈ એવી સેવા નથી કરી કે વિરોધીઓને એનાથી જવાબ મળે.
હા, એક બાબત મુસલમાનો તરફથી વ્યકિતગત રીતે જરૂર થઈ ગઈ છે. ભલે એના માટે આપણે કોઈ સામુહિક આયોજન કે કોઈ યોજના નથી બનાવી, બસ અલ્લાહ તઆલાએ આપણી પાસે એ કામ કરાવી લીધું.. એટલે કે યુરોપ – અમેરિકામાં વસતા મુસલમાનોએ વ્યકિતગત રીતે ઘણે અંશે સાચા અને વહેવારુ મુસલમાન હોવાનો પરિચય ત્યાંના લોકોને કરાવ્યો, ત્યાંના વિરોધી વાતાવરણને અવગણીને શિક્ષણ તરફ ધ્યાન આપ્યું. નિખાલસ માનવીય વહેવાર અપનાવ્યો અને દઢતાથી પોતાની ધાર્મિક ઓળખ, ધર્મ સ્થાનો અને ધાર્મિક પરંપરાઓને સાચવી રાખી. પરિણામે આજે યુરોપીય મીડીયાની ઇસ્લામ દુશ્મની ધીરે ધીરે સિમિત થઈ રહી છે, બલકે હવે ફકત 'કાર્ટુન'ના વર્તુળમાં સમેટાય રહી છે.
વર્તમાન ભારત, એનો નફરત ભર્યો માહોલ, મીડીયાનું નફરતી પ્રસારણ અને બેરોજગાર, નશેડી, ઉન્માદી યુવાનોનું ઇસ્લામ વિરોધી વલણ ગઈકાલના યુરોપ જેવું જ કહી શકાય. અને એ માટે આપણે વિચારીએ તો યુરોપ – અમેરિકાની દર્શાવેલ ટુંકી વિગતથી સમજી શકીએ કે આપણે શું કરવાનું છે ?
આમ છતાં ભારતની વર્તમાન સ્થિતિને સામે રાખીને વિચારીએ તો આપણને દેખાય છે કે મુખ્ય રૂપે બે ક્ષેત્રે પ્રોપેગન્ડાને હથિયાર બનાવીને ઇસ્લામ મુસલમાન વિરોધી વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે. શિક્ષણ અને મીડીયા. શિક્ષણ થકી કોમવાદ, ભેદભાવ અને નફરતને શિક્ષિત લોકો સુધી પહોંચાડવામાં આવે છે, અથવા તો નવી પેઢીનું બ્રેઈનવોશિંગ કરીને ધાર્મિક ભેદભાવ અને નફરતના આધારે ઘડતર કરવામાં આવે છે, આમ આ એક દીર્ઘકાળી આયોજન છે, જે વધારે ખતરનાક કહી શકાય, અને મીડીયા થકી જનમાનસ સુધી અથવા તો શિક્ષણથી બચી જતા કે નફરતી શિક્ષણથી દૂર રહેતા લોકોના દિમાગોમાં દ્વેષ, ધૃણા અને જૂઠ રોપવામાં આવે છે.
આવા પ્રોપેગન્ડાઓ અને અસત્યો સામાન્ય પણે ત્રણ વિષયે હોય છે. (૧) ઇસ્લામી માન્યતાઓ અને ફિલોસોફી વિશે. જેમ કે ઇસ્લામમાં જિહાદનું મહત્વ અને સ્થાન, નારીનું સ્થાન, માંસાહાર અથવા કુરબાની વગેરે... (૨) ભારતીય મુસ્લિમ ઇતિહાસ. એટલે કે અમુક મુસ્લિમ રાજાઓના આક્રમણો, રાજાશાહી ક્રુર આચરણો વગેરે બાબતોના સહારે હિંદુ-મુસ્લિમ શત્રુતાને જીવંત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઈતિહાસના જે કાળની આ ઘટનાઓ છે, તે કાળે ભારતના હિંદુ રાજાઓ પરસ્પરની લડાઈઓમાં મુસ્લિમ રાજાઓ કરતાં વધારે ક્રુર અને ઘાતકી હતા. બલકે અહિંયા તો અશોકના સમયકાળથી ઘાતકીપણું અને વંશનિકંદન ચાલતું આવતું હતું. (૩) વર્તમાન ભારતીય મુસલમાનોનું ચરિત્ર ખરાબ ચીતરીને એમને દેશ માટે ખતરો કે હાનિકારક કે બિન ઉપયોગી બતાવવાની કુચેષ્ટા કરવામાં આવે છે.
ઉપરોકત ત્રણ વિષયોમાંથી પ્રથમ વિષયે ઉઠાવવામાં આવતા પ્રશ્નો કે વાંધાઓ તો સદંતર નિરાધાર અને તર્કહીન હોય છે. અને એક સામાન્ય બુદ્ધિનો માણસ પણ વાસ્તવિકતા સમજી – સમજાવી શકે છે. સ્વયં ભારતીય ધર્મો (હિંદુ, જૈન, બોદ્ધ વગેરે)ની અનેક માન્યતાઓ, ક્રિયાકાંડો અને પરંપરાઓ માનવીય સન્માન અને સમાનતા વિરુદ્ધ, બલકે સમાજ અને દેશને હાનિકારક હોવાનું પુરવાર કરી શકાય છે.
અલબત્ત મુસ્લિમ રાજાઓને લગતી અમુક બાબતો – કિસ્સાઓ અને વર્તમાન મુસલમાનોને લગતા અમુક પ્રશ્નો બાબતે અધૂરી સચ્ચાઈ હોય શકે છે, જે ગેરસમજ દ્વારા ઉદભવે છે. એટલે એને દૂર કરવા માટે આપણે સકારાત્મક અને યોગ્ય પ્રયત્નો કરવા આવશ્યક છે. અને એના માટે આપણે બે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ. પ્રથમ કામ આ કરવાનું રહે છે કે ઉગ્રવાદી હિંદુ સંસ્થાનો તરફથી મુસલમાનો વિરુદ્ધ ફેલાવવામાં આવતી ખોટી અને બનાવટી વાતો, હકીકતોના ખંડન માટે મુસલમાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સંશોધનકર્તાઓ આગળ આવે, અને ખોટા આરોપો, ગેરસમજો કે જૂઠાણાઓનું ખંડન કરે. આમ કરવામાં કુરઆન, હદીસ અને ઈસ્લામની જાણકારી ઉપરાંત વાંધા ઉઠાવનાર લોકોના ધર્મગ્રંથો અને પરંપરાઓને પણ સામે રાખીને ખંડન કરવામાં આવે કે જવાબ આપવામાં આવે.
અફસોસની વાત આ છે કે આજકાલ આપણી સંસ્થાઓ, મદરસાઓ, મસ્જિદો વગેરે થકી મસ્લકી ઇખ્તેલાફ બાબતે તો ઘણી ચોકસાઈ — જાગૃતિ દાખવવામાં આવે છે, જલ્સાઓ અને પ્રોગ્રામોમાં તકરીરો અને બયાનોમાં આ બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવે છે, બીજા મસ્લકને ઉતારી પાડવા કે ખોટો દર્શાવવા એની ઠેકડી પણ ઉડાડવામાં આવે છે, કાફિર અને મુશરિક પણ કહેવામાં આવે છે, બાળકો પાસે નાટકો જેવા પ્રોગ્રામો કરાવીને વિરોધી મસ્લકનું ખંડન કરવામાં આવે છે, પણ ઇસ્લામના સાચા દુશ્મનો તરફથી જે કંઈ કરવામાં આવી રહ્યું છે, એના જવાબ માટે અને ઈસ્લામની રક્ષા પ્રસાર માટે વિશેષ કોઈ મહેનત કરવામાં નથી આવતી. આપણા બુઝુર્ગો આ તરફ વિશેષ ધ્યાન આપતા હતા. દારૂલ ઉલૂમ દેવબંદના સ્થાપક હઝરત મવલાના કાસિમ નાનોત્વી રહ., નદવતુલ ઉલમા લખનઉના સ્થાપક મવલાના સય્યિદ મુહમ્મદ અલી મુંગેરી રહ., મદરસા સવલતિયહ મક્કહ મુકર્રમહના સ્થાપક મવલાના રહમતુલ્લાહ કીરાનવી રહ., જામિઅહ નિઝામીયહના સ્થાપક હઝ. મવ. અન્વારુલ્લાહ ફારૂકી રહ. અહલે હદીસ જમાઅતના પ્રખર વિદ્વાન મવલાના ષનાઉલ્લાહ અમૃતસરી, જમાઅતે ઇસ્લામીના મવ. અબૂલ આલા મવદૂદી, દારૂલ મુસન્નિફીનના સ્થાપક અલ્લામહ શિબ્લી અને અલ્લામહ સય્યિદ સુલેમાન નદવી... આ બધા જ બુઝુર્ગોએ એમના સમયમાં અને કાર્યક્ષેત્રમાં ઇસ્લામ ઉપર બહારના આક્રમણો અને પ્રશ્નો - ટીકાઓનો જવાબ આપવા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું હતું. આજે પણ જરૂરત છે કે મુસ્લિમ સંસ્થાઓ અને વિદ્વાનો આ તરફ વિશેષ ધ્યાન આપે.
આ માટે વિશેષ સેમીનાર, જલ્સાઓ, વર્કશોપ, સિમ્પોઝીયમ, કોન્ફરન્સ, અને હિંદુ - મુસ્લિમ એકતાની બુનિયાદ ઉપર પ્રોગ્રામ કરીને ગેરસમજોનું નિવારણ કરવામાં આવે. આવા પ્રોગ્રામો મસ્જિદ કે મદરસામાં કરવામાં આવે તો વધારે સારું પરિણામ આવી શકે છે.
આજનો સામાન્ય મુસલમાન જો નમાઝ – રોઝા વિશે બુનિયાદી જાણકારી ધરાવે છે, તો એ આપણી મહેનતનું ફળ છે, એ જ પ્રમાણે આ વિષયે આપણે એટલી મહેનત જરૂર કરવાની રહે છે કે એક શિક્ષિત મુસલમાન ઇસ્લામ ઉપર કરવામાં આવતા મુખ્ય પ્રશ્નો કે વાંધાઓની હકીકત જાણતો હોય અને એના જવાબ – ખંડન બાબતે માહિતીગાર હોય.
અને મજાની વાત આ છે કે આ કોઈ એટલું અઘરું કામ પણ નથી. આવા વાંધાઓ, ટીકાઓ અને પ્રશ્નો બધા મળીને પંદર વીસ હશે. મુસ્લિમ ઉલમા અને વિદ્વાનો આ બાબતે થોડી જાગૃતિ દાખવીને એને પોતાનું મિશન બનાવી લે અને આવા વિષયોની ચર્ચા - સમજૂતી શરુ કરી દે તો ઘણા થોડા સમયમાં આપણે મુસલમાનોને પણ સંતોષિત કરી શકીશું અને વિરોધીઓને પણ ચૂપ કરી દઈશું. ઇન્શાઅલ્લાહ…
સહાબા, તાબેઈન અને ઇમામો વગેરેના મતભેદો
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ -મુફતી ફરીદ અહમદ કાવી.
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ રદિ. ફરમાવે છે કે બદરની લડાઈ પૂરી થયા પછી જયારે દુશ્મનના કેદીઓ લાવવામાં આવ્યા તો હઝ. અબૂ બક્ર રદિ.એ અરજ કરી યા રસૂલલ્લાહ ! આ બધા તમારી કોમના માણસો છે. તમારા સગાઓ છે, એમને જીવતા છોડવામાં આવે તો સારું, શક્ય છે કે તોબા કરી લે. હઝ. ઉમર રદિ.એ અરજ કરી કે આ લોકો તમને જૂઠા કહેતા હતા. તમને મક્કા છોડવા મજબૂર કર્યા. આવા લોકોની ગરદન ઉડાવી દેવી જોઈએ. હવે બીજા લોકો પણ વહેંચાય ગયા કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કોના મત મુજબ ફેસલો કરશે. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ચુપ હતા. અંદર ગયા, પછી બહાર આવ્યા અને ફરમાવ્યું : અલ્લાહ તઆલાએ અમુક લોકોના દિલ નરમ બનાવ્યા છે. એટલાં કે દૂધથી વધારે મુલાયમ – મીઠાં હોય છે. અને અમુક લોકોના દિલ સખત બનાવ્યા છે. એટલાં સખત કે પથ્થરથી વધારે. હે અબૂબક્ર ! તમારું ઉદાહરણ હઝ. ઈબ્રાહીમ જેવું છે, જેમણે ફરમાવ્યું હતું કે,
فمن تبِعَني فإنه منى و من عصاني فإنك غفور رحيم
જેઓ મારું અનુસરણ કરશે તેઓ તો મારા છે જ, (અને એમની મગફિરતનો અલ્લાહ તઆલાએ વાયદો કરી જ દીધો છે,) અને જેઓ મારી નાફરમાની કે તો હે અલ્લાહ તમે મોટા મગફિરત કરનાર છો.
અને હે અબૂબક્ર તમારું ઉદાહરણ હઝ. ઈસા અલૈ. જેવું છે. એમણે ફરમાવ્યું હતું:
إن تعذبهم فإنهم عبادك و إن تغفر لهم فإنك أنت العزيز الحكيم
હે અલ્લાહ, તું એમને સજા આપીશ તો પણ એ તારા બંદા છે. અને તું એમને માફ કરીશ તો તું મોટો શકિતશાળી અને હિકમત વાળો છે.
અને હે ઉમર ! તમારું ઉદાહરણ હઝરત નૂહ અલૈ. જેવું છે. એમણે ફરમાવ્યું હતું:
رب لا تذر على الأرض من الكافرين ديارا
હે મારા પરવરદિગાર!ઉપર કાફિરોમાંથી એકને પણ બાકી ન રાખજે. નહીંતર એ તારા બીજા બંદાઓને ગુમરાહ કરશે.
અને હે ઉમર ! તમારું ઉદાહરણ હઝ. મૂસા અલૈ. જેવું છે. એમણે ફરમાવ્યું હતું
ربنا اطمس على أموالهم واشدد على قلوبهم فلا يؤمنوا حتى يروُ العذاب الأليم
હે અમારા રબ ! એમના માલ – દોલત નષ્ટ કરી દે અને એમના દિલો વધારે સખત કરી દે, જેથી તેઓ હવે પછી પણ ઈમાન લાવી શકે નહીં, અને આખર તેઓ દર્દનાક અઝાબ જોઈ લે.
શેખૈન એટલે કે હઝરત અબૂબક્ર રદિ. અને હઝ. ઉમર રદિ.ના મત બીજા અનેક મસ્લાઓમાં પણ વિરોધાભાસી હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત પછી અમુક લોકોએ ઝકાત આપવાનો ઇન્કાર કર્યો તો એમની સાથે લડાઈ કરવા બાબતે પણ મતભેદ હતો. એમની સાથે લડાઈ — જિહાદ થયો તો પછી એમના કેદીઓને ગુલામ બનાવવા અને માલને ગનીમત સ્વરૂપે વહેંચી લેવામાં પણ મતભેદ થયો. હઝ. ઉસામહ રદિ.ના લશ્કરને મોકલવા બાબતે પણ ઇખ્તેલાફ થયો. હઝ. ખાલિદ બિન વલીદ રદિ.ને સેનાપતિ તરીકે બરખાસ્ત કરવા બાબતે પણ ઇખ્તેલાફ થયો અને હઝરત અબૂબક્ર રદિ.એ એમના સમયકાળ દરમિયાન હઝ. ઉમર રદિ.ના આગ્રહ છતાં એમને બરખાસ્ત કર્યા નહીં અને હઝ. ઉમર રદિ.એ ખલીફા બનતા વેંત એમને બરખાસ્ત કરી દીધા. કુરઆનને ભેગું કરવા બાબતે પણ આરંભે બંને વચ્ચે મતભેદ હતો. દાદાને વારસાઈ આપવા બાબતે પણ ઇખ્તેલાફ હતો. ત્રીજી વાર ચોરી કરનાર ચોરની સજા બાબતે ઇખ્તેલાફ થયો, હઝ. અબૂબક્ર રદિ.એ ડાબો હાથ કાપવાની સજા કરી અને હઝ. ઉમર રદિ.ના ઝમાનામાં આવો કેસ આવ્યો તો એમણે હાથ કાપવાનો ઈન્કાર કરી દીધો.
આવા કેટલાયે ફિકહી મસ્લાઓ અને રાજકીય કિસ્સાઓ એવા છે જેમાં આ બંને મહાન ખલીફાઓ વચ્ચે ઇખ્તેલાફ હતો. એની વિગત માટે મોટા દફતરો જોઈએ. અન્ય સહાબા દરમિયાન પણ ઘણા મઅલાઓ બાબતે ઇખ્તેલાફ હતા અને મહૂર પણ છે.
અબૂ જઅફર મન્સૂર ખલીફા હતા ત્યારે એમણે ઇમામ માલિક રહ. સમક્ષ દરખાસ્ત કરી કે એક એવી કિતાબ સંપાદિત કરી દયો જેમાં અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. બતાવે છે એવા આકરા હુકમો ન હોય અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ બતાવે છે એવા ઘણા સહેલા હુકમો પણ ન હોય… આનાથી માલૂમ પડે છે કે આ બે સહાબા વચ્ચે પણ સ્વભાવમાં નરમી - સખતી હોવાના આધારે ઘણો ઈખ્તેલાફ હતો. વિવિધ મસ્અલાઓ બાબતે સહાબા રદિ. દરમિયાન જે ઇખ્તેલાફ હતા એ તિરમિઝી શરીફ પઢાવનાર આલિમ વધારે જાણતો હોય છે. બે પુરૂષોનું પરસ્પર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની સજા હઝ. અબુબક્રના મતે આ છે કે એને આગમાં સળગાવી દેવામાં આવે. ઈબ્ને અબ્બાસ ફરમાવતા કે એમને સૌથી ઉંચા મકાનેથી નીચે ફેંકવામાં આવે. ઘણા સહાબાના મતે આવા કૃત્યની સજા કતલ કરવાની છે. પોતાની શર્મગાહને અડવાથી પણ હઝ. ઉમર રદિ. ફરમાવતા કે વુઝૂ તૂટી જાય છે. અને હઝ. અલી રદિ. હઝ. અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ. ફરમાવતા કે વૂજૂ નથી તૂટતું.
સમુદ્રના પાણીથી વુઝૂ કરવાને લગભગ બધા જ સહાબા જાઇઝ કહે છે. જયારે હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. મકરૂહ કહે છે. જુઅહના દિવસે ખુશ્બુ લગાવવાને હઝ. અબૂ હુરયરહ રદિ. વાજિબ કહે છે, જયારે બીજા બધા સહાબા મુસ્તહબ કહે છે.
હઝ. ઉમર અને અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.ના મતે માણસના મર્યા પછી એના ઉપર કોઈ રડે તો મય્યિતને અઝાબ થાય છે. પણ હઝ. આઇશહ રદિ. અઝાબ થવાનો સદંતર ઇન્કાર કરે છે.
ઈમામ ઝુહરી રહ. ફરમાવે છે કે હઝ. અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ. અને હઝ. અબૂ હુરયરહ રદિ. દરમિયાન રમઝાનના રોઝાની કઝા બાબતે ઇખ્તેલાફ હતો કે કઝા રોઝા લગાતાર રાખવા જરૂરી છે કે છુટક પણ રાખી શકાય છે ?
ઘણા બધા સહાબા રદિ. એમ માનતા હતા કે આગ ઉપર પકાવેલી વસ્તુ ખાવાથી વુઝૂ તૂટી જાય છે. હઝ. અનસ રદિ., હઝ. અબૂ હુરયરહ રદિ., હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ., હઝ. આઇશહ રદિ. વગેરે પણ આવું જ ફરમાવતા હતા. અલબત્ત ચારેવ ખલીફા અને બીજા બધા સહાબા ફરમાવતા હતા કે આવી વસ્તુઓ ખાવાથી વૂઝૂ તૂટતું નથી.
હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. ફરમાવતા કે તયમ્મુમમાં કોણીઓ સુધી હાથ ઉપર મસહ કરવો જરૂરી છે. અને હઝ. અલી રદિ. ફરમાવતા કે તયમ્મુમમાં ફકત હાથના કાંડા સુધી મસહ કરવો કાફી છે.
હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. અને હઝ. અનસ રદિ.નો મસ્લક હતો કે નમાઝ પઢનારની સામેથી ગધેડો પસાર થાય તો નમાઝ તૂટી જશે. પણ હઝ. ઉસ્માન રદિ. હઝ. અલી રદિ. વગેરે માનતા હતા કે નમાઝ તૂટશે નહીં.
ઇમામ સાથે ફકત બે મુકતદી હોય તો હઝ. ઈબ્ને મસ્ઉદ ફરમાવતા કે ઈમામ વચ્ચે ઉભો રહે. અને બીજા બધા સહાબાના મતે આવી સૂરતમાં ઈમામ આગળ ઉભો રહેશે.
હઝ. ઉમર રદિ. અને એમના પુત્ર હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. વચ્ચે અનેક મસ્અલાઓમાં ઈખ્તેલાફ હતો. હસન બસરી રહ.ને કોઈએ કહયું કે હઝ. ઈબ્ને ઉંમર વિત્રની ત્રણ રકાતોમાં બે રકાત પછી સલામ ફેરવતા હતા. તો હઝ. હસન બસરી રહ.એ જવાબ આપ્યો કે એમના વાલિદ હઝ. ઉમર રદિ. ત્રણેવ રકાતોને એક સાથે સલામ વગર પઢતા હતા. અને તેઓ એમના દીકરા કરતાં વધારે ફકીહ (મસ્અલો સમજનાર) હતા.
આવા સેંકડો, બલકે હઝારો - લાખો ફિકહી મસ્અલાઓ અને વહીવટી બાબતોમાં સહાબા અને તાબેઈનનો પરસ્પર ઇખ્તેલાફ છે. પછી મુજતહિદ ઇમામોનો દોર આવ્યો, અને એમના દરમિયાન વિવિધ મસ્અલાઓમાં જે ઇખ્તેલાફ છે એ બારસો વરસથી ચાલી રહયો છે, દરેક ઇમામને માનનાર મુકલ્લિદો લાખો — કરોડોની સંખ્યામાં છે, એટલે એ બધાના દરમિયાન પણ ઇખ્તેલાફ છે, એમ કહી શકાય. ચાર રકાત નમાઝના કેટલા મસ્અલાઓમાં વિવિધ ઇમામો દરમિયાન ઇખ્તેલાફ છે, એકવાર એ બધા મસ્અલાઓ શોધવાનું શરૂ કર્યું તો દોઢસોથી વધારે ઇખ્તેલાફ વાળા મસ્અલા મારા જેવા અધૂરા માણસને મળ્યા. બીજા વિશાળ જાણકારી ધરાવનારના મતે આ મસ્અલાઓ કેટલાયે વધારે હશે.
જુમ્અહના દિવસે એક પવિત્ર ઘડી છે, જેમાં જે દુઆ કરીએ તે કુબૂલ થાય છે, ઉલમાના દરમિયાન આ ચોક્કસ સમય કયો છે, એ બાબતે ૫૦ થી વધારે કથનો છે. લયલતુલ કદ્ર કયારે હોય છે એ બાબતે પણ ૫૦ થી વધારે કથનો છે.
કુરઆનમાં સલાતે વુસ્તા (વચ્ચેની નમાઝ)ની ઘણી વધારે તાકીદ કરવામાં આવી છે. આ નમાઝ કયી છે, એ બાબતે ૨૨ કથનો છે.
આવા ઘણા મસ્અલાઓમાં ઉલમાના ઇખ્તેલાફ એક બે કથનો પૂરતો નથી હોતો, બલકે ઉલમા દરમિયાન અનેક કથનો હોય છે. અને આમ થતું આવ્યું છે. શું આ બધું ફિત્નો હતો કે ફિત્નો છે ? શું આ બધા ઇખ્તેલાફના કારણે ઉમ્મત મુસીબતમાં સપડાયી છે ? કે પછી એના કારણે ઉમ્મતને સહૂલત અને સરળતા મળી છે. ઇખ્તેલાફને સારો સમજનાર લોકોની વાત હું અગાઉ લખી ચુકયો છું કે હઝ. ઉમર બિન અ. અઝીઝ રહ.ને આવા ઇખ્તેલાફને કેટલો સારો સમજતા હતા. અબૂજઅફર મન્સૂર ખલીફા હતો ત્યારે એક વાર હજની સફરે ગયો. એમણે ઇમામ માલિક રહ. સમક્ષ દરખાસ્ત રજૂ કરી કે મારું દિલ ચાહે છે કે તમારી તમારી કિતાબની વધારે પ્રતો તૈયાર કરાવો. હું એને ઇસ્લામી સલતનતના વિવિધ પ્રદેશોમાં મોકલીને હુકમ કરીશ કે હવે બધાએ આ મુજબ જ અમલ કરવો જરૂરી છે અને એના વિરુદ્ધ કરવાની મનાઈ રહેશે. ઈમામ માલિક રહ. એ ખલીફાને આમ કરવાથી રોકી દીધો અને ફરમાવ્યું કે લોકો પાસે અલગ અલગ રિવાયતો પહોંચી છે. અને અલગ અલગ જમાઅતો એ રિવાયતો મુજબ અલગ અલગ અમલ કરે છે. એટલે લોકોને એમના મસ્લક પ્રમાણે અમલ કરવાની છુટ રાખવામાં આવે. અબૂ જઅફર મન્સૂર પછી ખલીફા હારૂન રશીદે ઈમામ માલિક રહ. સાથે સલાહ મશ્વેરો કર્યો કે તમારી કિતાબ 'મુઅત્તા'ની એક પ્રત કાબા શરીફમાં મુકી દેવામાં આવે અને એલાન કરી દેવામાં આવે કે બધાએ આ મુજબ અમલ કરવો જરૂરી છે. ઈમામ માલિક રહ.એ ખલીફાનો આ મશ્વેરો કુબૂલ કર્યો નહીં. અને ફરમાવ્યું કે સહાબએ કિરામ રદિ. દરમિયાન નાના – મોટા મસ્અલાઓમાં ઇખ્તેલાફ રહયો છે અને સહાબા રદિ. એમના ઇજતેહાદમાં સાચા છે, અને આ ઈખ્તેલાફ એમના પછી લોકોના અમલમાં પણ પ્રચલિત થઈ ગયો છે, લોકો એ મુજબ અમલ કરે છે, હારૂન રશીદને ઈમામ સાહેબ રહ. નો મશ્વેરો વધારે પસંદ આવ્યો.
હનફી અને શાફેઈ મસ્લકનો ઇખ્તેલાફ મશ્હૂર છે. અને હઝારો મસ્અલાઓ સુધી ફેલાયેલ છે. પણ ઇમામ શાફેઈ રહ.નું કથન છે કે કોઈએ ફકીહ (ફિકહના મસ્અલા સમજનાર) બનવું હોય તો એ ઇમામ અબૂ હનીફહ રહ.ના શાગિર્દો સાથે જોડાય જાય. હું પોતે ઇમામ મુહમ્મદ રહ.ની કિતાબો પઢીને જ ફકીહ બન્યો છું.
ઈમામ અબૂ હનીફહ રહ.એ એકવાર પોતાના શાગિર્દોથી ફરમાવ્યું કે મારા કથન વિરુદ્ધ તમને કોઈ બીજી મજબૂત દલીલ મળી આવે તો એને અપનાવી લેજો. દુર્રે મુખ્તારના લેખક અલ્લામહ હસ્કફી રહ. ફરમાવે છે કે ઇમામ સાહેબ રહ.ના આ કથનનો મતલબ એ જ છે કે ઉલમા દરમિયાન ઇખ્તેલાફ રહમત અને આસાનીની નિશાની છે. મસાઇલમાં આવો ઇખ્તેલાફ (સિદ્ધાંત મુજબ અને કુરઆન હદીસની દલીલ આધારિત) જેટલો ફેલાયેલો હશે એટલી રહમત - સરળતા વધારે હશે. (શામી)
આ બુઝુર્ગોને ઇખ્તેલાફ બાબતે કોઈ વાંધો ન હતો. એટલે હવે હું પુછું છું કે જે બાબતોમાં ઉલમા દરમિયાન ઇખ્તેલાફ નથી, એનો શું હાલ છે ? નમાઝ પઢવું જરૂરી હોવા બાબતે કોઈને ઇખ્તેલાફ છે ? દાઢી રાખવા, શરાબ – વ્યાજના હરામ હોવા વિશે કોઈ ઇખ્તેલાફ છે ? ઇખ્તેલાફ ન હોય એવા પણ હઝારો હુકમો છે, છતાં એનો જે હાલ છે એ તમે જુઓ જ છો !
=============
અલ્લાહની મદદ કયારે ?
માણસ જયારે મુસીબતમાં હોય છે તો અલ્લાહ તઆલા સમક્ષ દુઆ કરે છે, પોતાની જરૂરતો માંગે છે, મુસીબતથી છુટકારો માંગે છે, મદદ માંગે છે, પણ ઘણીવાર માણસને લાગે છે અલ્લાહ તઆલાની મદદ આવતી નથી. અને જો મુસીબત લાંબી ચાલે તો આવો વિચાર વારંવાર આવે છે. અને મુસીબતની દુઆઓમાં જે સ્થિતિ વ્યક્તિગત રીતે માણસની હોય છે, એવી જ સ્થિતિ સામુહિક અને કોમી મુસીબતોમાં પણ થાય છે. જેમ કે કોઈ કોમ લાંબા સમય સુધી અજમાયશમાં રહે અને પરેશાન થતી રહે, સામાન્ય લોકો, નેક અને બુઝુર્ગ લોકો દુઆ કરે છતાં વરસો સુધી મુસીબતમાંથી છુટકારો ન મળે તો લોકો વિચારતા થઈ જાય છે કે આવું કેમ થાય છે ?
વર્તમાન ભારતના સંજોગોમાં પણ અમુક મુસલમાનોને આ વિચાર આવે છે કે મુસલમાનો માટે અલ્લાહ તઆલાની મદદ કેમ આવતી નથી ? એમને મારવા સતાવવામાં આવે છે. એમની સંસ્થાઓ, ઘરો અને મદરેસાઓ તોડવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે, અન્યાય અને જુલમ કરવામાં આવે છે, જૂઠા આરોપો લગાવીને જેલમાં કેદ કરવામાં આવે છે, નોકરી વેપારમાં ભેદભાવ કરવામાં આવે છે,... આ બધા ઝુલમની સામે મુસલમાનો દુઆઓ પણ કરે છે, છતાં મદદ કેમ નથી આવતી ?
રહમતેં હેં તેરી અગ્યાર કે કાશાનોં પર
બર્ક ગીરતી હે તો બીચારે મુસલમાનોં પર
આવી સ્થિતિમાં કુરઆન શરીફ આપણને માર્ગદર્શન આપે છે કે મુસલમાને શું કરવું જોઈએ.
કુરઆનમાં ઘણી જગ્યાએ પાછલા ઝમાનાના નબીઓ અને એમના અનુયાયી મુસલમાનોનું વર્ણન છે. એમના ઉપર અજમાયશ અને મુસીબતો આવી હતી. એમની અજમાયશનું વર્ણન કરીને અલ્લાહ તઆલા મુસલમાનોને સંબોધે છે કે,
''શું તમે એમ સમજી લીધું છે કે તમે એમ જ જન્નતમાં દાખલ થઈ જશો, જયારે કે તમે હજુ સુધી એ મુસીબતો જોઈ પણ નથી, જે તમારા પૂર્વેના લોકો ઉપર આવી હતી, એમના ઉપર એટલી બધી મુસીબતો અને પરેશાનીઓ આવી કે અને એવા હચમચાવવામાં આવ્યા કે એમના રસૂલ અને રસૂલના તાબેદાર મુસલમાનો કહેવા લાગ્યા કે અલ્લાહની મદદ કયારે આવશે ? તો અલ્લાહ તઆલાએ એમને જવાબ આપ્યો કે સાંભળો, અલ્લાહની મદદ નજીક જ છે."
એક નબી અને એની સાથે આખી કોમ એટલી બધી અજમાયશમાં હોય કે તેઓ બધા પોકારી ઉઠે કે અલ્લાહની મદદ કયારે આવશે ? એ દર્શાવે છે કે કેવા કપરા અને આકરા સંજોગો એમના ઉપર આવ્યા હશે ?
કુરઆનની ઉપરોકત આયતમાં અજમાયશ અને કસોટી કેટલી આકરી હોય શકે છે એનું વર્ણન છે.
જયારે બીજી અનેક આયતોમાં મદદનું વર્ણન પણ છે કે મદદ કયારે આવે છે, કેવી રીતે આવે છે, અલ્લાહ તઆલાની મદદ મેળવવા માટે મુસલમાને શું શું કરવું પડે છે ? કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
જો તમે અલ્લાહની મદદ કરશો તો અલ્લાહ તમારી મદદ કરશે અને તમારા કદમ જમાવી દેશે. (સૂ.મુહમ્મદ : ૭)
આ આયત મુજબ અલ્લાહ તઆલાની મદદ મેળવવા માટે માણસે પ્રથમ અલ્લાહની મદદ કરવી જરૂરી છે. અલ્લાહની મદદ કરવાનો મતલબ આ છે કે માણસ પોતે અલ્લાહના દીન અને હુકમો ઉપર અમલ કરે અને અન્યોને પણ એમાં મદદ કરે. એટલે માણસ પોતે દીન ઉપર અમલ કરતો રહે અને અન્યોને દીન ઉપર ચાલવામાં મદદ કરે, દાવત આપે તો આવા માણસને અલ્લાહની મદદ મળે છે.
બીજી એક આયતમાં છે : મદદ ફકત અલ્લાહ તઆલા પાસેથી જ મળી શકે છે. એટલે કે સાચી મદદ અને સહાય માટે ફકત અલ્લાહ તઆલા ઉપર ભરોસો કરવો જરૂરી છે.
મુસ્લિમ સમાજ અને કોમની સાચી ચિંતા કરનાર નિખાલસ લોકો પણ આજકાલ બે ગ્રુપોમાં વહેંચાય ગયા છે, એક ગ્રુપ ફકત દીન ઉપર અમલ કરવાને જ મહત્વ આપે છે, અસબાબ અપનાવવાને બિલ્કુલ બેકાર સમજે છે. જેમ કે શિક્ષણ, વેપાર, રોજગાર વગેરે ક્ષેત્રોએ મુસલમાનો ઉપર મુસીબત છે તો આ ક્ષેત્રના અસબાબ અપનાવવાને પણ બેકાર સમજે છે, આવા લોકોના મતે માણસ અલ્લાહની ઇબાદત કરશે, સાચો દીનદાર બની જશે તો આપોઆપ બધી મુસીબતો દૂર થઈ જશે.
બીજું ગ્રુપ ફક્ત અસબાબ ઉપર જ ધ્યાન આપવાને મહત્વ આપે છે, એના મતે આ દુનિયાની મુસીબત છે તો દુનિયાના અસબાબ જ એનો હલ છે. ઇબાદત કે દુઆ કે દીનદારીને મુસીબતો સાથે કોઈ લેવા દેવા નથી. પોતાની વાતના સમર્થનમાં તેઓ કહે છે કે દુનિયાની બીજી કોમો ખુદાની નાફરમાન છે, પણ એમની પાસે અસબાબ છે એટલે તેઓ કામ્યાબ છે.
આ બધામાં સાચી વાત એ છે કે અલ્લાહ તઆલાના નિયમો મુસલમાનો માટે અને અન્ય કોમો માટે કંઈક અંશે અલગ છે. અલ્લાહ તઆલાના નિયમ મુજબ દરેક સબબ એનું પરિણામ આપે છે, એ નક્કી છે, પાણી પીવાથી તરસ છીપે છે, દવાથી બીમારીમાં રાહત મળે છે, વેપાર કરવાથી નફો મળે છે, અને બધું પણ અલ્લાહ તઆલા એના હુકમથી જ થાય છે.
પરંતુ અલ્લાહ તઆલા તરફથી અન્ય કોમોને એમના અસબાબનું ફળ પરિણામ ફકત આ દુનિયામાં જ આપી દેવાનો નિયમ છે. અને મુસલમાનો માટે બે દુનિયા રાખવામાં આવી છે. આ દુનિયા અને પેલી દુનિયા એટલે કે આખિરત.. એટલે અસબાબની દુનિયામાં અન્ય કોમો વધારે સફળ દેખાય છે. મુસલમાનો માટે નિયમ આ છે કે અસબાબ સાથે દીનદારી અને ખુદાની ફરમાબરદારી પણ જરૂરી છે. બંને સાથે હશે તો જ કામ્યાબી મળશે.
ખુલાસો આ છે કે મુસલમાનોએ દુનિયાના નિયમો મુજબ અસબાબ અપનાવવા ઉપરાંત ખુદાના નિયમો અને હુકમો ઉપર અમલ કરવો પણ જરૂરી છે. સફળતા માટે આ બુનિયાદી શરત છે. એટલે જ શરીઅતનો હુકમ છે કે દુનિયાના કામોમાં પણ હરામ કે નાજાઇઝ હોય એવી રીત, એવો રસ્તો કે સબબ અપનાવવો દુરુસ્ત નથી....
કુરબાની અને ઈદની સુન્નતો
કુરબાની એક મહત્વપૂર્ણ ઇબાદત છે. ઇસ્લામ પૂર્વે પણ લોકો કુરબાની કરતા હતા, પણ મૂર્તિઓના નામે જાનવર ઝબહ કરતા હતા. જેમ આજે પણ અલ્લાહ તઆલા સિવાય અન્યોના નામે જાનવરોની બિલ ચઢાવવામાં આવે છે, અથવા અન્ય વસ્તુઓનો ચઢાવો ચઢાવવામાં આવે છે.
આ માટે જ કુર્આનમાં ઇસ્લામ અને મુસલમાનોની વિશેષતા બતાવતાં ફરમાવવામાં આવ્યું કે "મારી નમાઝ, કુરબાની, અને જીવન — મરણ બધું જ અલ્લાહ રબ્બલ આલમીન માટે છે.''
એટલે કે સાચો મુસલમાનો જે કામ પણ કરે છે, તે ફકત અલ્લાહ ખાતર જ કરે છે, અને નમાઝ તેમજ કુરબાની જેવી ઇબાદતમાં તો આ નિય્યત ઓર વધારે પાકી હોય છે. આયતથી એ પણ પૂરવાર થયું કે કુરબાનીમાં ચડસા ચડસી કે ગોશ્ત સંઘરવા કે લાજ – શરમના ખ્યાલ દિલમાં ન આવે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે.
કુરબાનીનો સમય :
જે વસતીમાં જુમ્અહ અને ઈદની નમાઝ પઢી શકાય છે, ત્યાં ઈદની નમાઝ પહેલાં કુરબાની જાઈઝ નથી. અને નાના ગામડાંઓમાં જયાં ઈદ અને જુમ્અહની નમાઝ પઢવામાં નથી આવતી, ત્યાં દસમી ઝિલહજની સુબ્હે સાદિક પછી કુરબાની કરી શકાય છે.
કુરબાનીની રીત :
માણસે પોતાની કુરબાની પોતાના હાથે ઝબહ કરવી અફઝલ છે. પણ ઝબહ કરવાની રીતથી વાકેફ ન હોય તો બીજા દ્વારા ઝબહ કરાવી શકાય છે, પણ ઝબહ વેળા પોતે હાજર રહેવું અફઝલ છે.
કુરબાનીની નિય્યત દિલથી કરી લેવી કાફી છે. હા ઝબહ વેળા બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર કહેવું જરૂરી છે. જાનવરને જયારે ઝબહ માટે કિબ્લા તરફ મોઢું કરીને સુવડાવવામાં આવે તો આ દુઆ પઢવી સુન્નત છે.
દુઆ :
إِنِّيْ وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِيْ فَطَرَ السَّمٰوٰاتِ وَالْأَرْضَ حَنِيْفًا وَ مَا أَنَا مِنَ الْمُشْرِكِيْنَ إِنَّ صَلَوٰتِيْ وَنُسُكِيْ وَمَحْيَايَ وَمَمَاتِيْ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ
ઝબહ કર્યા પછી આ દુઆ પઢે.
اللَّهُمَّ تَقَبَّلْهُ مِنِّي كَمَا تَقَبَّلْتَ مِنْ حَبِيْبِكَ مُحَمَّدٍ وَ خَلِيْلِكَ إِبْرَاهِيمَ عَلَيْهِمَا السَّلَامُ
હે અલ્લાહ ! મારા તરફથી આ કુરબાની કુબૂલ ફરમાવો, જેમ તમે તમારા હબીબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ખલીલ ઇબ્રાહીમ અલયહિસ્સલામ તરફથી એમની કુરબાની કુબૂલ ફરમાવી હતી.
જો કોઈ બીજાના તરફથી કુરબાની કરતો હોય તો اللَّهُمَّ تَقَبَّلْهُ مِن …... પછી એ માણસનું નામ લે. અથવા એક માણસ પોતાની અને અન્યોની કુરબાની સાથે કરતો હોય તોاللَّهُمَّ تَقَبَّلْهُ مِنَّا કહે. એટલે કે અમારા બધા તરફથી કુરબાની કુબૂલ ફરમાવો.
કુરબાનીના આદાબ :
કુરબાનીના જાનવરને પાળવું અફઝલ છે. કંઈ નહી તો છેલ્લા અમુક દિવસ જરૂર એનું પાળવું જોઈએ. કુરબાની પહેલાં છરી ખૂબ તેજ કરી લેવી જોઈએ. એક જાનવરને બીજા જાનવર સામે ઝબહ કરવામાં ન આવે. ઝબહ પછી ચામડું ઉતારવામાં અને ગોશ્ત કાપવામાં જલદી ન કરે.
ઈદુલ અદહાની સુન્નતો.
• સવારે વહેલા ઉઠવામાં આવે.•શરીઅત પ્રમાણે શણગાર અને સજાવટ અપનાવે. • ગુસલ કરે. •મિસ્વાક કરે. •પોતાની પાસે હોય એવા શ્રેષ્ઠ કપડાં પહેરે.• ખુશ્બુ લગાડે.• ઈદગાહ જતાં પહેલાં કંઈ ખાવામાં ન આવે.•સવારે વહેલાં જ ઈદગાહમાં પહોંચી જવામાં આવે.•નમાઝ ઈદગાહમાં પઢવામાં આવે.•ઈદગાહમાં એક રસ્તેથી જઈને બીજા રસ્તેથી પાછું આવવું.•ઈદગાહમાં પગપાળા જવામાં આવે.•ઈદગાહ જતી વેળા બુલંદ અવાજે અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લાઇલાહ ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર અલ્લાહુ અકબર વ લિલ્લાહિલ હમ્દ પઢવામાં આવે, અને ઈદગાહ પહોંચે ત્યારે આ તસ્બીહ બંધ કરી દે.
અબ્રાહમિક દ્રષ્ટિકોણ
પાછલા દિવસોમાં ટવીટર ઉપર ફરી રહયો હતો, કર્ણાટકમાં બજરંગ દળ ઉપર પાબંદી લગાવવાની કોંગ્રેસની જાહેરાતના અનુસંધાનમાં એક ભાઈએ કર્ણાટકની ભાજપની સરકાર દ્વારા મંદિરો તોડવાની ઝુંબેશની વિગત રજૂ કરી હતી, અને તોડવામાં આવેલ અને તોડવામાં આવનાર મંદિરોની સંખ્યા વગેરે બાબતો દર્શાવીને અંતે લખ્યું હતું કે એમ લાગે છે કે આ કોઈ હિંદુ સરકાર નથી, બલકે 'અબ્રાહમિક' ધર્મની સરકાર છે, જે મુર્તિપૂજાના બધા જ સ્થાનો નષ્ટ કરવા માંગે છે.
ટવીટ પઢતાં જ મારું ધ્યાન ગયું કે હઝ. ઇબ્રાહીમ અલૈ.ની આ વિશેષતા હજુ પણ લોકો સ્વીકારે છે તેઓ શિર્ક કરનાર ન હતા. એકેશ્વરવાદી હતા. કુરઆનમાં એમના વિશે અનેક વાર કહેવાયું છે કે તેઓ શિર્ક કરનાર ન હતા.
ખરી રીતે જોઈએ તો યહૂદી, ઈસાઈ અને ઈસ્લામ, ત્રણેવ ધર્મનો આધાર એકેશ્વરવાદ છે. મુર્તિપૂજા બલકે અલ્લાહ – ઈશ્વર સિવાય અન્ય કોઈને પણ શકિતનું કેન્દ્ર માનવાની મનાઈ છે. આમ છતાં યહૂદી અને ઈસાઈ ધર્મમાં એટલા ફેરફાર કરી દેવામાં આવ્યા છે કે તેઓએ આ બુનિયાદી માન્યતાઓમાં છીંડા કે કાણા પાડી દીધાં છે, એમ કહેવાય. કુરઆનમાં તો એમને સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે તમે તવહીદ એકેશ્વરવાદ છોડીને શિર્ક – બહુદેવતાવાદમાં સપડાય ગયા છો.
હઝરત ઇબ્રાહીમ (અબ્રાહમ) અલૈ.ની આ તવહીદ અથવા કહો કે શિર્ક – મુર્તિપૂજાના વિરોધ બાબતે હઝ. ઇબ્રાહીમ અલૈ.ની આ ઓળખ એમ જ નથી બની. એમણે આ માટે ઘણી કુરબાનીઓ આપી હતી. સહુપ્રથમ પોતાના કબીલાને શિર્ક કરતો જોયો તો વિરોધ કર્યો અને દુશ્મની વહોરી, છેલ્લે પોતાના બાપને શિર્ક કરતા જોયા તો એમને પણ છોડીને ચાલી નીકળ્યા. નમરૂદ બાદશાહે આ જ ગુનામાં સળગતી આગમાં નાખવાનો હુકમ કર્યો તો એ પણ સ્વીકાર કરી લીધો.
શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
મસ્જિદના બાંધકામમાં વીજચોરી
સવાલ(૧) : અમારા ગામના ઈમામ સાહેબે જુમ્આમાં બયાન કરેલ કે મસ્જિદમાં વુઝૂ કરવા માટે જે ટાંકીમાં પાણી ઈલેકટ્રીક મોટરથી ભરવામાં આવે છે તે મોટર જી.ઈ.બી.ના મીટરના લાઈટ કનેકશનમાંથી ચલાવીને ટાંકી ભરવામાં આવતી નથી. જે જી.ઈ.બી.ના ઈલેકટ્રીકના તારમાંથી ચોરી કરીને વુઝૂ કરવાની ટાંકી ભરવામાં આવે છે, તો તે પાણીથી વુઝૂ કરવાથી નમાઝ સહીહ અદા થતી નથી.
સવાલ (૨) : હાલમાં અમારા ગામે જુની મસ્જીદ શહીદ થવાને ૧૧ મહીના થયા છે અને નવી મસ્જિદમાં પાયાથી માંડીને ચણતર, પ્લાસ્ટર, લાદી વગેરે તમામ જે કામો કરવામાં પાણીનો ઉપયોગ કરવામાં આવેલ છે તે પાણી પણ જી.ઈ.બી.ના લાઈટ કનેકશનના મીટરના કનેકશનમાંથી બોરમાંથી મોટર ચલાવીને કરેલ નથી, ડાયરેકટ લાઈટની ચોરી કરીને તમામ મસ્જિદનું બાંધકામ કરેલ છે. તો આ મસ્જિદમાં નમાઝ સહી અદા થશે કે નહીં ?
حامدا ومصليا ومسلماજવાબ ૧
:ચોરીની વીજળીથી મોટર ચલાવી, પ્રાપ્ત કરવામાં આવેલ પાણી પાક હોય તેના દ્વારા કરવામાં આવેલ વુઝૂ દુરુસ્ત છે અને આવા વુઝૂ વડે પઢવામાં આવેલ નમાઝ પણ સહીહ છે.
અલબત્ત હુકૂમતની ઈજાઝત અને મીટર બેસાડયા વગર વીજળીનો ઉપયોગ ગુનાહ છે અને આ પણ ચોરી છે, નમાઝ જેવી મહત્વની ઈબાદતની અદાયગી માટે વપરાશમાં લેવાતા પાણી ભરવામાં આ રીતની ચોરીની વીજળીનો ઉપયોગ ઘણી જ બુરી બાબત છે. હદીસ શરીફમાં છે : બેશક અલ્લાહ તઆલાની જાત પાકીઝા અને તય્યિબ છે. અને તે પાકીઝા વસ્તુને જ પસંદ ફરમાવે છે. (મુસ્લિમ શરીફ : ૧ / ૩૨૬) માટે આ રીતે પાણી ભરી, લોકોની ઈબાદતો ખરાબ ન કરવી જોઈએ. અને આ માટે જાઈઝ અને સહીહ રીત અપનાવવી જોઈએ, અને સરકારથી પરવાનગી લઈ મીટર બેસાડી વીજળીનો ઉપયોગ કરવામાં આવે, અત્યાર સુધી જે વીજળીનો વપરાશ કર્યો છે, તેનો અંદાજો કરી, તેનું વળતર સરકાર શ્રીના મહકમાને અદા કરી આપે, અલ્લાહ તઆલા અમલની તૌફીક આપે. (મહમુદુલ ફતાવા : ૪/૬૧૦)
જવાબ (૨) : ચોરી છુપીથી મીટર બેસાડયા વિના ડાયરેકટ કનેકશન થાંભલાથી કરી વીજળી વાપરવી પણ ચોરી છે. અને દુરૂસ્ત નથી, વિશેષ રીતે મસ્જિદના બાંધકામમાં આ રીતે વીજળીનો ઉપયોગ ખોટી અને વખોડવા પાત્ર બાબત છે, જે મસ્જિદના જિમ્મેદારો છે, તેઓ જ આ ગલત કૃત્યના જવાબદાર છે. તેઓએ જોઈએ કે આનાથી તોબા કરે અને અત્યાર સુધી જે કંઈ વીજ ચોરી કરેલ છે. તેનો હિસાબ લગાવી, વિદ્યુતબોર્ડમાં તેનું વળતર જમા કરી આપે. (કિતાબુન્નવાઝિલ : ૧૩ / ૩૬૧)
આવી મસ્જિદમાં નમાઝ પઢવાથી દુરૂસ્ત લેખાશે, જેમકે ફુકહાએ લખેલ છે કે ગસબ કરવામાં આવેલ જમીનને ઉપયોગમાં લેવી ગુનાહ છે, પરંતુ તેમાં નમાઝ પઢવાથી તે નમાઝ કરાહત સાથે દુરૂસ્ત છે. (શામી : ૨/ ૪૪ ઝકરિય્યા, ઈમદાદુલ ફતાવા : ૪/૧૪૭, મુ.નિઝામુલ ફતાવા :૨/૩૧૬ ઉપરથી)
મસ્જિદ ઉપર કે મદરસા ઉપર મીનારો બનાવવો
સવાલ (૩) : આ નવી મસ્જિદ બનાવી તેના ઉપર એક પણ મીનારો બનાવેલ નથી અને મદ્રસા ઉપર ગોળ ઘુમ્મટ મીનારો બનાવે છે. તો મદ્રસા ઉપર મીનારો બનાવવો જાઈઝ છે કે નહીં?
જવાબ (૩) : મસ્જિદની અલામત અને નિશાની રૂપે મીનારો બનાવવું બેહતર છે, જેથી કરી આવનાર-જનાર, પસાર થનાર લોકોને ખબર પડે કે આ મસ્જિદ છે. અલબત્ત મીનારો બનાવવો શરઈ દ્રષ્ટિએ વાજિબ અને જરૂરી નથી, મીનારા વિના પણ મસ્જિદ બની શકે છે. (કિતાબુન્નવાઝિલ : ૧૩/ ૧૯૫)
આમ તો મીનારાને મઝહબી અને ઈસ્લામી ઈમારતનું પ્રતિક પણ સમજવામાં આવે છે, આ બાબત જોતા, મદ્રસા માટે મીનારો બનાવવો દુરૂસ્ત છે, અલબત્ત ફુઝૂલખર્ચીથી બચવામાં આવે અને વકફના માલને ખર્ચ ન કરવામાં આવે. તે માટે અલગથી ફંડ ભેગુ કરી મીનારો બનાવવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા.૨/જુમા.ઉખરા ૧૪૩૭ હિજરી)
બોધકથા..
એક રાજા હતો. જંગલમાં સેર - સપાટા માટે નીકળ્યો હતો. બેચાર સીપાહીઓ અને સેનાપતિ સાથે પોતાના રસાલાથી દૂર નીકળી ગયો. ભાથું અને પાણી, બધો સરસામાન પાછળ રહી ગયો. એવામાં એને ખૂબ તરસ લાગી. પાણી શોધતા આગળ વધ્યા તો દૂર એક ઝુંપડી દેખાયી. પાણી ભરેલો ઘડો પણ બહાર હતો. રાજાએ એક સિપાહીને પાણી લેવા મોકલ્યો. સિપાહી ઝુંપડી પાસે પહોંચ્યો તો એને ખબર પડી કે ઝુંપડીનો માલિક વૃદ્ધ આંધળો છે. એણે રોફ મારીને કહયું કે, હે આંધળા ! એક લોટો પાણી જોઈએ છે. આંધળાએ સિપાહીની તુમાખી જોયી તો ઉત્તર આપ્યો કે, પાછો જા, હું તને પાણી નથી આપવાનો. સિપાહી ખાલી હાથે પરત આવ્યો તો રાજાએ સેનાપતિને પાણી લેવા મોકલ્યો. સેનાપતિએ પણ રોફ બતાવ્યો પણ થોડી લાલચ ઉમેરીને કહયું કે, આંધળા ! પાણી આપી દે, તને પૈસા મળશે. આંધળો એની વાત સાંભળીને પણ અકડમાં આવી ગયો. જવાબ આપ્યો કે, તું કદાચ પેલા સિપાહીનો સરદાર હોય એમ લાગે છે. પાછો વળી જા. હું તને પણ પાણી આપીશ નહીં. તારા પૈસાની ઐસી – તૈસી. સેનાપતિ પણ ખાલી હાથ પાછો આવ્યો તો રાજા પોતે ઝુંપડીએ ગયો, આદાબ, સલામ કરીને ધીમેથી કહયું : મહેરબાન ! તરસથી ગળું સુકાય રહયું છે. એક લોટો પાણી આપી દયો. મહેરબાની થશે. આંધળાએ જવાબ આપ્યો કે, હા, તમને પાણી આપીશ. તમારા જેવા માણસનું તો રાજા જેવું સન્માન કરવું જોઈએ. પાણી શું? હું પોતે સાક્ષાત તમારી સેવા માટે તૈયાર છું. જે હુકમ કરશો, હું પાલન કરીશ.
રાજાએ ઠંડુ પાણી પીધું, હાશ ભરી, પછી પૂછયું કે, તમને દેખાતું નથી, પછી કેવી રીતે ખબર પડી કે હું રાજા છું અને પેલા મારા ચાકરો - સિપાહીઓ હતા ? આંધળાએ જવાબ આપ્યો કે, માણસનાં વાણી, વર્તન અને વહેવાર એની અસલી કાબેલિયત અને ખાનદાની જાહેર કરી દે છે.
વાર્તાનો સાર એ છે કે ઉચ્ચ હોદ્દાએ બિરાજમાન લોકો મીઠી વાણી, નરમ સ્વભાવ અને વિનમ્ર વર્તન વાળા હોય છે. એ જ એમની ઓળખ છે. જેની પાસે આ વસ્તુઓ હોય તો સત્તા વગર પણ તે લોકોના દિલનો રાજા છે અને જેની પાસે આ બધું ન હોય તો સત્તા અને સેના હોવા છતાં હડધૂત છે.
બીજા શબ્દોમાં કહીએ તો માણસને હોદ્દો મળે તો એણે તુમાખી કે રોફના બદલે વિનમ્ર અને કૃપાળુ બનવું જોઈએ. તુમાખી તો આંધળા અને ગરીબની દોલત છે.
અભી સે ઉડને લગે હો હવા મેં, અભી તો શોહરત નઈ નઈ હે.
તુમ્હારા લહજા બતા રહા હે, તુમ્હારી દોલત નઈ નઈ હે.
HAJJ - A JOURNEY TO REVIVE THE SOUL
Hajj is a religious pilgrimage during which Muslims from literally every corner of the globe travel to Makkah, Saudi Arabia. It is the world's largest gathering of people, with close to 3 million people attending each year.
In Islam, it is compulsory for Muslims to make the pilgrimage to Mecca once in a lifetime, if they are physically and financially able to do so. For many modern societies, religious practices are alien. In fact, to a largely secular world, a religious pilgrimage is likely to be seen as a foreign concept. But for Muslims the pilgrimage to Mecca is a revered and much longed for trip; it is a retreat from the hustle-and-bustle of daily life, an opportunity to remove themselves from daily chores and connect with others who share their faith from across the globe, and more importantly, an opportunity to spend time in communal and individual contemplation and prayer in an attempt to draw closer to their Creator.
Similar to most spiritual journeys in other religious traditions, Hajj consists of a combination of spiritual and physical endurances. It involves a lot of walking and physical movement, which can be a trial in itself for those unaccustomed to the scorching Arabian heat (which is especially intense when Hajj falls in the summer months). But this physical exertion is often dwarfed by the emotional and spiritual challenges posed by leaving behind one's family and loved ones, travelling across the world, and undertaking an act of worship designed to purify the soul of sin and reconnect with the Lord.
In a state of spiritual splendour, Muslims perform various rituals including standing in prayer, reciting the Glorious Qur'an and circulating the Ka'bah, the tall, awe inspiring cube shaped structure, draped in a spectacular black and golden cloth, that Muslims face towards when they perform their five daily prayers.
Hajj is of huge symbolic and practical importance, and forms one of the 5 pillars of the Islamic faith. It reinforces the concept that all people are equal in the eyes of their Lord. During the Hajj, irrespective of background, skin colour, social class and age, Muslims cover themselves in the prescribed two plain pieces of white cloth which they are required to don for the event in a symbol of uniformity and equality. They sleep in open ground under the clear desert sky. At this point it is irrelevant whether one ordinarily resides in a mud hut in Africa where he clothes himself in simple rags, or whether his usual abode is a mansion in London which is filled with priceless heirlooms and suits from Saville Row; the two extremes and all those in between are indistinguishable from each other and are equally worthy of their Lord's devotion and forgiveness.
During the Hajj, memories of the beginning of humanity are also evoked. Muslims gather on the planes of Arafat, where they believe Prophet Adam, the first man to walk the Earth, and his wife Eve first met. Muslim retrace the footsteps of not only Prophet Muhammad but also Prophet Abraham, who is revered by Muslims, Jews and Christians alike. The rites of Hajj therefore predate Islam, as they originate from Abraham, whose inspirational story can be found in the Bible as well as in the Glorious Qur'an.
Hajj is a time when Muslims come together to reflect upon themselves and others around them, and leave with a renewed vigour for self and community improvement. They leave the cities of the Ka'ba and the blessed Prophet (peace be upon him) with hope and joy, for they have fulfilled God's injunction to humankind to undertake the pilgrimage. The Prophet has given glad tidings to such pilgrims by saying: "There is no reward for a pious pilgrimage but Paradise." [Tirmidhi]
છેલ્લા પાને.....
છેલ્લા પાને.....
આંસુ અને મુસ્કાન
આંસુ અલ્લાહ સામે અને મુસ્કાન મખ્લૂક સામે. ખુદા તઆલાની બંદગી અને મખ્લૂક પ્રત્યે સદવર્તનનો આ જ તકાજો છે.
નાકામ તદબીર
માણસની તદબીરો અલ્લાહ તઆલા ઘણીવાર ફેલ કરી દે છે, કારણ કે અલ્લાહ તઆલાને ખબર હોય છે કે એ તદબીરો માણસને ફેલ કરી દેશે.
મહોબ્બતની માં
માં ની મહોબ્બત દુનિયાની બીજી બધી મહોબ્બતોની માં હોય છે.
નાનું મોટું દિમાગ
નાના દિમાગોમાં હમેંશા ઇચ્છાઓ, કામનાઓ અને શોખ ભરેલા હોય છે. અને મોટા દિમાગોમાં ધ્યેય, અને મકસદ ભરેલા હોય છે.
શ્રેષ્ઠ આંખ
શ્રેષ્ઠ આંખ તે ગણાય, જેના વડે માણસ પોતાના અંદર જોઈ શકે.
કામ્યાબ થવા માટે
કામ્યાબ થવા માટે કોઈ બીજાથી શિખામણ લેવાની શી જરૂર ? માણસ જે શિખામણો બીજાને આપે છે એના ઉપર પોતે જ અમલ કરી લે તો કાફી છે.
બદતરીન
ગુલામોને ગુલામીની સાંકળથી જ મહોબ્બત થઈ જાય તો એ બદતરીન ગુલામી છે. આ જ પ્રમાણે ગુનેગારને ગુનાઓ સારા લાગવા માંડે તો એ બદતરીન ગુનેગાર છે.
દુઆનો રિશ્તો
દુખ, દર્દ, મુસીબત અને બિમારી, માણસ અને અલ્લાહ તઆલા વચ્ચે દુઆનો રિશ્તો જોડે છે. એશ આરામમાં શુક્ર કરવામાં આવે છે, પણ દુઆનો રિશ્તો તો પરેશાનીઓ થકી જ જોડાય છે.
જે આપો તે મળે
સુખ, સંબંધ, સગાઈ, મહોબ્બત, માલ.. માણસની ઘણી લાલસાઓ હોય છે, જેને હર પળે માણસ શોધતો હોય છે. પણ માણસ એ નથી કે અન્યોની આ બધી જરૂરતો મારા ઉપર મોકૂફ છે, માણસ હકદારોને એ બધું આપવાનું શરૂ કરી દે તો એને બીજું બધું આપો