ઇસ્લામી અકાઇદ બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ) મવલાના ઈકબાલ સાહબ ટંકારવી
અવલિયાએ કિરામ વિશે
જ્યારે કોઈ મુસલમાન અલ્લાહપાકની ખૂબ ઈબાદત કરે છે, રિયાઝત (કઠોર પરિશ્રમ અને તપસ્યા) કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખૂબ તાબેદારી કરે છે, પોતાના બાહ્ય અને અંતર (જાહેર અને બાતિન)ને શરીઅતના પાબંદબનાવી લે છે, ગુનાહો અને લિઝઝતોથી અળગો રહે છે અને દુનિયાથી મુહબ્બત કરતો નથી, તો એવો માણસ અલ્લાહપાકનો [...]