અલ-બલાગ : માર્ચ-2021

તંત્રી સ્થાનેથી

વિશ્વભરમાં ભારતની ઓળખ એવા દેશ તરીકેની છે, જયાં વિવિધ ધર્મો, ભાષા, જાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો એક સાથે રહે છે, એક એવા બાગની જેમાં અનેકાનેક પ્રકારના ફૂલો હોય અને દરેક ફૂલ પોતાના સ્થાને આગવી સુંદરતા લઈને ઉભું હોય.

ભારત જયારે આઝાદ થયું તો વિભાજનની માંગ અને પછી ભાગલાના પ્રતાપે દેશમાં ભારોભાર અગ્નિ ભરેલો હતો. અલબત્ત દેશની સમજુ નેતાગીરી સમજતી હતી કે વિભાજનની નફરતના આધારે જ ભારતની નવો પાયો નંખાશે તો દેશને ભારે નુકસાન થશે, એટલે એમણે ભારતને કાનૂની રીતે બિનધાર્મિક (સેકયુલર) દેશ તરીકેનું બંધારણ આપ્યું, એટલે કે એવો દેશ જેમાં દરેકને એનો ધર્મ પાળવાની છૂટ હોય, પણ સરકારી કાયદાઓ કોઈ એક વિશેષ ધર્મને સમર્થન ન કરે. તે વેળાની નેતાગીરીને બહુમતી માનસિકતા અને લઘુમતિ માનસિકતાનો અંદાઝો પણ હતો, તેઓ જાણતા હતા કે ગમે તેવા સમજુ અને શિક્ષિત લોકો પણ બહુમતિમાં હોય ત્યારે ન્યાય અને સમાનતાનું સંતુલન જાળવી શકતા નથી, બહુમતિ અને શાસક પક્ષ હમેંશા બધું એની મરજી મુજબનું હોય એમ જ ઇચ્છે છે, એટલે દેશભરના વિવિધ પ્રદેશોમાં જે લઘુમતિઓ વસતી હતી એમનું અસ્તિત્વ અને અલાયદું વ્યકિતત્વ બાકી રહે એટલે વિશેષ સવલતો પણ આપવામાં આવી. દેશની બહુમતિ માનસિકતા કેવી રીતે એકતરફ ઝુકીને બધાને એકરંગે જોવા માંગે છે તે આજે આપણે સારી રીતે જોઈ સમજી રહયા છીએ.

અલબત્ત ભારત આઝાદ થયો ત્યારે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તે વેળાની નેતાગીરીએ જે રસ્તો દેશને આપ્યો હતો, એ રસ્તે ચાલીને દેશે ઘણું બધું મેળવ્યું હતું અને ધીરે ધીરે સમૃદ્ધ થઈ રહયો હતો...

પરંતુ હવે બધું બદલાય ગયું છે, ધર્મનિરપેક્ષ બંધારણને એક તરફ મુકીને સરકાર દ્વારા એક ચોક્કસ ધર્મને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. દેશની બહુમતિનો ધર્મ હોવા છતાં, ધર્મને માનનારા લોકો દરેક રીતે સંપન્ન અને સમૃદ્ધ હોવા છતાં, સ્વતંત્ર રીતે પોતાના ધર્મને સ્થાપિત કરી શકયા નહીં, તેઓ સરકારના માથે ગુનો નાખીને કહે છે કે અત્યાર સુધીની સરકારો અમારા ધર્મ પ્રત્યે અન્યાય કરતી હતી..!!!

અને આ એક જુઠાણાને એવી રીતે ચલાવવામાં આવ્યું કે ભારતીય સમાજની ભારતીયતા ભાંકીને ભૂક્કો થઈ ગઈ, હવે ભારતમાં એક મજબૂત ભારતીય સમાજ નથી વસતો, બલકે વિવિધ અલાયદા સમાજો વસે છે, જેમને એક બીજા પ્રત્યે અનેક મુદ્દાઓ પણ વિરોધ અને નફરત છે.

પાછળના એકસંપી ભારતના મુકાબલામાં વર્તમાન ભારત અને વિશેષ કરીને ૨૦૨૦ ઈ.નું વરસ એક નવા ભારતની દિશા લઈને આવી રહયું છે, એમ કહી શકાય..

ગત વરસના અંતે બીજું ઈલેક્શન જીતનાર લોકો પોતાને દેશના રક્ષક અને રખેવાળ ગણાવવાના બદલે ધર્મના સમ્રાટ અને રક્ષક સમજીને કામ કરતા હોય એમ સામે આવી ગયા. સહુપ્રથમ નાગરિકતા સંશોધન કાયદો લાવવામાં આવ્યો, જેમાં ભારતના દરવાઝા ફક્ત મુસલમાનો ઉપર બંધ કરવામાં આવ્યા, અને કહેવામાં આવ્યું કે આસપાસ મુસલમાનોના અનેક દેશો છે, એટલે મુસલમાનોએ ભારત આવવાની જરૂરત નથી. આ નિતિ પાછળ શું રમત અને ભવિષ્ય છુપાયેલું છે, એ જાણકારો સમજી શકે છે. પછી એનપીઆર અને એનઆરસી લાવવાની વાત કરવામાં આવી, જેની પાછળ દેશના અસલી નાગરિકોને ધર્મના આધારે વિભાજિત કરીને દેશમાંથી બેદખલ કરવાની યોજના છુપાયેલી છે. આ નવા કાયદાઓ વિરુદ્ધ જે લોકો બંધારણીય રીતે વિરોધ કર્યો એમને ગદાર કહીને એમને 'ગોલી મારો' જેવા નારા પોકારીને નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું. આખા દેશમાં મુસલમાનો વિરુદ્ધ નફરતનો માહોલ ઉભો કરવામાં આવ્યો, એવામાં ભારતમાં પણ કોરોના ફેલાયો તો એને સહારો બનાવીને આ નફરતને ઓર વધારે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અલબત્ત સરકારની નિષ્ફળતાઓ એટલી બધી વધી ગઈ છે કે હવે નફરતના નારા વધારે કામ નથી આપતા. નવું વરસ ૨૦૨૧ કિસાન આંદોલન લઈને આવ્યું.. પોતાને પવિત્ર સમજતી સરકાર અને સરકાર તરફી લોકો - સંસ્થાઓને દરેક વિરોધ આંખમાં કણાની જેમ ખુંચે છે. એમ પણ ધર્મના લિબાસમાં જે સરકાર આવે, એ સરકાર પોતાની નિતિઓને પણ ધર્મની જેમ પવિત્ર સમજતી હોય છે, એટલે સરકારી નિતિઓના વિરોધને પણ ધર્મ વિરોધની જેમ મહાન પાપ ગણીને આવા લોકોને મોટા ગુનેગાર ઠરાવવાનો પ્રયત્ન કરે છે. વર્તમાન લોકશાહી સરકારના નેતાઓ અને મંત્રીઓએ ઘણી જ ચાલાકીથી પોતાની સરકાર અને જન વિરોધી નિતિઓને પણ ધર્મના આવરણમાં પવિત્રતાનું લેબલ લગાડી દીધું છે. એટલે કિસાન આંદોલનને પણ દેશ વિરોધી, બલકે પાકિસ્તાની, ખાલિસ્તાની, વગેરે નામોથી બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા.

અમારા મતે વર્તમાન સરકારની બે મોટી ખામીઓ છે, પ્રજાહિતના નિર્ણયો કરવાના બદલે સરકાર કોઈ અન્ય છુપા એજન્ડા ઉપર કામ કરી રહી છે, અને એના આધારે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહયું છે, અમુક તમુક લોકો અને કોર્પોરેટ સમુહોને મોટી લોન આપીને પછી માંડવાળ કરવામાં આવી રહી છે, નોકરીઓ અને ઉત્પાદન ઓછું થાય એવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. વિદેશી ઉત્પાદનોને ભારતમાં વિશેષ છુટ આપીને ભારતીય ઉત્પાદકો અને કંપનીઓ બંધ થાય એવા સંજોગો ઉભા કરવામાં આવી રહયા છે. દરેક પ્રકારના પ્રપંચો અને કાવતરાઓ કરીને આ બધી યોજનાઓની ખરાબ અસરો છુપાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે કે પ્રજાને અન્ય મુંઝવણોમાં નાંખીને દેશની બરબાદી છુપાવવામાં આવી રહી છે. ઉપરાંત વર્તમાન સરકાર પોતાના નેતાઓ – મંત્રીઓ અને નિતિગત ફેસલાઓને ધર્મનું પહેરણ ઓઢાડીને લોકો સામે લાવે છે, જેથી લોકો પાસે શ્રદ્ધા વ્યકત કરીને એને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હોય. ચાહે એ ગમે તેવી ખોટી નીતિ હોય અને ગમે તેવા નિષ્ફળ અને ખોટા લોકો હોય.

દેશની સંપત્તિ, પ્રગતિ, સમૃદ્ધિ વિશે સરકારમાં બેસેલા લોકો પાછલા વરસોમાં શું બોલતા હતા અને આજે શું બોલી રહ્યા છે, એનો તફાવત જોઈએ તો સ્પષ્ટ નજર આવે છે કે કાં તો આ લોકો ગઈ કાલે જૂઠું બોલી રહ્યા હતા, અથવા આજે જાણી જાઈ જોઈને ખોટું કરી રહયા છે.

આવી સ્થિતિમાં દરેક નાગરિકની ફરજ બને છે કે દેશહિત, પ્રજાહિતને પ્રાથમિકતા આપે, અંગત સ્વાર્થ કે અદાવતને બાજુ પર મુકીને, દેશ અને દેશવાસીઓના વર્તમાન–ભવિષ્યને વિચાર કરે. હજુ પણ આપણે આમ નહીં કરીએ, બલકે અદાવતો કે શ્રદ્ધાના વહેણમાં વહેતા રહીશું તો આપણું કોઈ ભવિષ્ય નથી.


ખુદાના દુશ્મનોને દુનિયાનો એશ અને મુસલમાનોને જન્નત

-મુફતી ફરીદ અહમદ કાવી

  • بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

لَا  یَغُرَّنَّكَ  تَقَلُّبُ  الَّذِیْنَ  كَفَرُوْا  فِی  الْبِلَادِ(196) مَتَاعٌ  قَلِیْلٌ-  ثُمَّ  مَاْوٰىهُمْ  جَهَنَّمُؕ-وَ  بِئْسَ   الْمِهَادُ(197) لٰكِنِ  الَّذِیْنَ  اتَّقَوْا  رَبَّهُمْ  لَهُمْ  جَنّٰتٌ  تَجْرِیْ  مِنْ  تَحْتِهَا  الْاَنْهٰرُ  خٰلِدِیْنَ  فِیْهَا  نُزُلًا  مِّنْ  عِنْدِ  اللّٰهِؕ-وَ  مَا  عِنْدَ  اللّٰهِ  خَیْرٌ  لِّلْاَبْرَارِ(198) وَ  اِنَّ  مِنْ  اَهْلِ  الْكِتٰبِ  لَمَنْ  یُّؤْمِنُ  بِاللّٰهِ  وَ  مَاۤ  اُنْزِلَ  اِلَیْكُمْ  وَ  مَاۤ  اُنْزِلَ  اِلَیْهِمْ  خٰشِعِیْنَ  لِلّٰهِۙ-لَا  یَشْتَرُوْنَ  بِاٰیٰتِ  اللّٰهِ  ثَمَنًا  قَلِیْلًاؕ-اُولٰٓىٕكَ  لَهُمْ  اَجْرُهُمْ  عِنْدَ  رَبِّهِمْؕ-اِنَّ  اللّٰهَ  سَرِیْعُ  الْحِسَابِ(199) یٰۤاَیُّهَا  الَّذِیْنَ  اٰمَنُوا  اصْبِرُوْا  وَ  صَابِرُوْا  وَ  رَابِطُوْا-  وَ  اتَّقُوا  اللّٰهَ  لَعَلَّكُمْ  تُفْلِحُوْنَ(200)

તરજમહ : તમને આ કાફિરોનું ધરતી (ના શહેરો)માં હરવું – ફરવું કદી ધોકામાં ન નાખી દે. (૧૯૬) આ તો થોડા દિવસનો લાભ છે, પછી એમનું ઠેકાણું જહન્નમ જ છે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે. (૧૯૭) અલબત્ત જે લોકો એમના પરવરદિગારથી ડરીને રહ્યા એમના માટે એવા બગીચા છે, જેમની નીચે નહેરો વહે છે, તેઓ અલ્લાહ તઆલા તરફથી મહેમાની માણતા એમાં સદા રહેશે. અને જે કંઈ અલ્લાહ પાસે મળે તે બદલો જ નેક લોકો માટે બેહતર છે. (૧૯૮) અને ચોક્કસ પણે

અહલે કિતાબમાં એવા લોકો પણ છે, જેઓ અલ્લાહ ઉપર અને તમારી ઉપર જે (કુર્આન) ઉતારવામાં આવ્યું તેમજ જે કિતાબ એમના ઉપર ઉતારવામાં આવી હતી, એ બધા ઉપર અલ્લાહ તઆલાનો ખોફ રાખવા સાથે ઈમાન ધરાવે છે, (ઉપરાંત) અલ્લાહની આયતો વેચીને નગણ્ય ગણાય એવી દોલત નથી ખરીદતા, આવા લોકોને જ એમનો અજ્ર એમના પરવરદિગાર પાસે મળશે. બેશક, અલ્લાહ ઘણા જલદી હિસાબ કરનાર છે. (૧૯૯) હે ઈમાનવાળાઓ ! સબર કરો અને અડગ રહો રહો, અને મુકાબલા માટે તૈયાર રહો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે કામ્યાબ થઈ શકો. (૨૦૦)

તફસીર : અગાઉની આયતોમાં ઘરબાર વતન છોડીને હિજરત કરનાર, દીન ખાતર કુરબાની આપનાર મુસલમાનોને અલ્લાહ તઆલા તરફથી જન્નતનો બદલો અને ગુનાહોની માફીનું વર્ણન હતું, આ સંજોગોમાં હિજરત કરીને મદીનામાં આવેલા અને કષ્ટો વેઠી રહેલા અન્ય મુસલમાનોને પણ આ વિચાર આવે એ શક્ય છે કે અમારા ઉપર ઝુલમ કરનાર આ દુશ્મનો તો છૂટથી દુનિયામાં હરે ફરે છે ! ઝાલિમ હોવા છતાં એમની કોઈ પકડ કેમ નથી થતી? અલ્લાહ તઆલા સઘળા મુસલમાનોને સદાને માટે સંબોધીને એક કામની વાત દર્શાવે છે કે દુનિયાની આ છુટછાટ થોડા દિવસની મોજ મજા છે. માટે દુનિયાની દોલત, એશ – આરામ અને ભૌતિક સુવિધાઓથી એમનું સંપન્ન હોવાથી તમે ક્યાંક ધોકા અને ફરેબમાં ન પડી જજો કે તેઓ પણ સારા કામો કરે છે અને અલ્લાહ તઆલા એમની કદર કરી રહ્યા છે. મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે કે આ ફરેબ આજે સામાન્ય થઈ ગયો છે, અને વિશ્વ આજે કેટલુંયે વધારે આ ધોકા અને ફરેબમાં સપડાયેલું છે. અત્યંત ટુંક સમયની આ રાહતો છે, જે દુનિયામાં એમને મળી જશે, પછી આખિરતમાં એમનું ઠેકાણું જહન્નમ હશે. અને તે ઘણું ખરાબ ઠેકાણું છે. આખિરતની જિંદગી સામે આ દુનિયાની જિંદગી અને રાહતો સામે દુન્યવી રાહતોની કોઈ વિસાત નથી. હદીસ શરીફમાં છે કે આખિરત સામે દુનિયાની શી હેસિયત છે, એ સમજવું હોય તો અથાગ સમુદ્રમાં આંગળી નાખીને જુઓ, આંગળી ઉપર કેટલું પાણી આવે છે? દુનિયાની રાહતો અવાસ્તવિક, ક્ષણિક, કદરપાત્ર ન હોવાની વાત કુરઆનમાં વારંવાર દોહરાવવામાં આવી છે, માણસ એને યાદ રાખે તો ઇન્શાઅલ્લાહ કોઈ ગુનાહ કદી ન થશે.

આયત નં ૧૯૮માં ઉપરના લોકોથી વિપરીત જન્નતનો શ્રેષ્ટ અને સુંદર બદલો મેળવનાર નેક લોકોનું વર્ણન છે, જે લોકો એમના પરવરિદગારથી ડરે છે, એટલે કે એની ખુદાઈનો એહસાસ કરીને પોતાની તાબેદારી વ્યકત કરવા ઈમાન લાવે છે, ગુનાહોથી બચે છે, નેક કાર્યો કરે છે, એમને સદાને માટે જન્નતના બગીચાઓમાં રહેવાનું મળશે. આ જન્નતના બગીચાઓ અને રાહતો એમના માટે અલ્લાહ તઆલાની મહેમાની હશે, તેઓ મહેમાનની જેમ રહેશે, જયાં બધી સગવડો એમની પાસે હાજરહજૂર હશે. અને નેક લોકો માટે તો પરવરદિગાર પાસે જે બદલો છે એ જ સારો છે, એમણે આખિરતના બદલાને જ સામે રાખવો જોઈએ. એમણે દુનિયાની નેઅમતો તરફ ધ્યાન ન આપવું જોઈએ.

કાફિરોના અઝાબ અને એમના માહેથી ઈમાન લાવનાર લોકોને મળનાર સવાબ – જન્નતના વર્ણન પછી અહલે કિતાબ (યહૂદી, ઈસાઈ, વગેરે) લોકોને આયત નં ૧૯૯માં સંબોધન છે, એટલે કે અહલે કિતાબ લોકો પણ જો અલ્લાહ તઆલા ઉપર સાચી રીતે ઈમાન લઈ આવે, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને એમના ઉપર ઉતારવામાં આવેલ કિતાબ કુરઆન ઉપર ઈમાન લઈ આવે, સાથે જ એમની પોતાની આગલી કિતાબો વિશે પણ મુળ સ્વરૂપે અલ્લાહ તઆલાની કિતાબ હોવાનું ઈમાન રાખે, અલ્લાહ તઆલાનો ખોફ રાખે, એમના હાલના અને આગલા વડવાઓની જેમ માલદારોને રાજી કરીને માલની લાલચે અલ્લાહના આદેશો – માર્ગદર્શનોમાં હેરફેર ન કરે, અને સોદેબાજી ન કરે તો એમને પણ એમના પરવરદિગાર પાસે ઉચ્ચ બદલો જન્નત સ્વરૂપે મળશે. અને અલ્લાહનો બદલો મળતાં વાર નહીં લાગે. એનો હિસાબ ઘણો જલદી થાય છે.

સૂરતની છેલ્લી આયતમાં અત્યંત સર્વગ્રાહી નસીહત અને તાલીમ અલ્લાહ તઆલાએ આપી છે. દુનિયા અને આખિરતની સફળતાની ચાવી સ્વરૂપ ચાર બાબતો દર્શાવી છે.

(૧) જે મુસીબતો પહોંચે એના ઉપર સબ્ર કરવામાં આવે. ઇબાદતમાં તકલીફ - કષ્ટ પડે કે દુનિયાની રાહતો ન મળે, બધામાં સબ્ર કરો. હાય તોબા અને શોર ન મચાવવામાં આવે. આમ કરવાથી સ્વંય માણસને અડગતા અને હિમ્મત મળે છે, અલ્લાહ ખુશ થાય છે તો સામે પક્ષે દુશ્મનના પ્રયાસો પણ નિષ્ફળ થાય છે.

(૨) દુશ્મનના પ્રયાસો, પ્રપંચો અને હુમલાઓ સામે અડગ રહો. એટલે કે દુશ્મન કરતાં વધારે અડગતા અને તૈયારી બતાવો. જેથી તમે સફળ થાઓ અને દુશ્મન નિષ્ફળ થાય.

(૩) પૂરતી તૈયારી કરતા રહો. પોતાની શકિત, હિમ્મત ઉપરાંત સાધનો, સવારીઓ મુકાબલાના અસબાબ — હથિયારો સાથે તૈયાર રહો. જેથી કદી ગફલતમાં દુશ્મન ફાવી ન જાય. જે ક્ષેત્ર અને જે વિષયમાં મુકાબલો હોય, એમાં શ્રેષ્ઠ અને પૂરતી તૈયારી પહેલેથી જ કરી રાખવી અલ્લાહ તઆલાનો આદેશ છે. બધા યુદ્ધો લડાઈના મેદાનમાં નથી લડાતા, એટલે યુદ્ધ હોય તો શસ્ત્રો, શિક્ષણ હોય તો દલીલો અને તર્ક, સંસ્કૃતિ અને કલ્ચર હોય તો ઉચ્ચ સંસ્કાર અને અખલાક, વેપાર વહેવાર હોય તો અમાનતદારી, સંબંધો હોય તો નિખાલસતા અને પવિત્રતા... મુસલમાનોએ સજ્જ અને તૈયાર રહેવું જોઈએ. આજકાલ આ બાબતે પણ ગફલત છે. ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે.

          (૪) અને સૌથી મહત્વની વાત આ કે અલ્લાહ તઆલાથી ડરતા રહો. અલ્લાહનો ખોફ ઉપરના કામોમાં પણ મદદરૂપ છે, અને અલ્લાહની મદદનો સબબ પણ છે. આટલું કરશો તો તમે જરૂર કામ્યાબ થાશો.

હઝ. અબૂબક્ર રદિ.એ હઝરત અમ્ર બિન આસ રદિ.ને જવાબમાં લખ્યું હતું કે, તમે મુસલમાનો સંખ્યાબળ ઓછું હોવાથી કદી હારી નથી શકતા. હા, ગુનાહોના કારણે હાર થઈ શકે છે, ચાહે પછી સંખ્યાબળમાં વધારે કેમ ન હોય. માટે ગુનાહોથી બચતા રહો.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબરઃ ૧૫૨

કબરો વિષે સુચનાઓ

عَنْ جَابِرٍ ، قَالَ : « نَهَى رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُجَصَّصَ الْقَبْرُ ، وَأَنْ يُقْعَدَ عَلَيْهِ ، وَأَنْ يُبْنَى عَلَيْهِ » (رواه مسلم)

તરજુમો : હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મનાઈ કરી છે કબરને છો અને રેતી સીમેન્ટથી પાકી બનાવવાથી અથવા તેના ઉપર ઈમારત બનાવવાથી અને તેના પર બેસવાથી. (મુસ્લિમ શરીફ)

ખુલાસો : કબર વિષે શરીઅતના કાયદાની દ્રષ્ટીએ એક તરફ મૈયતના સંબંધથી તેની ઈઝઝત કરવામાં આવે. કોઈ પ્રકારની બેહુરમતી ન કરવામાં આવે, એ જ કારણે આ હદીષમાં ફરમાવ્યું કે તેના ઉપર કોઈ બેસે નહીં, આ તેના એહતેરામની વિરૂધ્ધ છે.

અને બીજી તરફ એ કે તે જોવામાં એટલી સાદી હોય કે તેને જોઈને માણસને દુનિયાની કમઝોરીનું ભાન અને આખિરતની યાદ તેમજ ફિકર દિલમાં પેદા થાય, એ જ કારણે એને રેતી સીમેન્ટથી પાકી અને શાનદાર બનાવવાની અને તેના પર યાદગાર માટે ઈમારત ઉભી કરવાની પણ મનાઈ કરવામાં આવી છે.

બીજી હિકમત આ હુકમમાં એ છે કે કબર જયારે સાદી અને કાચી હશે તેના ઉપર કોઈ શાનદાર ઈમારત પણ ઉભી કરવામાં નહીં આવે તો શિર્ક પસંદ તબીયતો તેને પરસ્તિશની જગ્યા પણ બનાવશે નહીં, જે સહાબા (રદિ.) અથવા તાબિઈન (રહ.)અથવા ઉમ્મતના વલીયોની કબરો શરીઅતના હુકમ મુજબ બિલ્કુલ સાદી અને કાચી છે. ત્યાં કોઈ ખરાબી નથી. અને જે બુઝુર્ગોના મઝારો પર શાનદાર મકબરા બનાવવામાં આવ્યા છે. ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે નઝર સમક્ષ છે. અને તેના કારણે સૌથી વધુ તકલીફ તે બુઝુર્ગોની પાક આત્માઓને જ થઈ રહી છે.

عَنْ أَبِي مَرْثَدٍ الْغَنَوِيِّ ، قَالَ : قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « لَا تَجْلِسُوا عَلَى الْقُبُورِ ، وَلَا تُصَلُّوا إِلَيْهَا » (رواه مسلم)

તરજુમો–હઝરત મુરશિદ ગનવી (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યુંઃ કબરો પર બેસો નહીં અને તેના તરફ મોં કરી નમાઝ પણ ન પઢો. (મુસ્લિમ શરીફ)

ખુલાસો :– જેમકે હમણા ઉપર બતાવવામાં આવ્યું કે કબર ઉપર બેસવાથી તેની બેઈઝઝતી થાય છે. અને આગળ લખવામાં આવતી હદીષથી જણાશે કે તેનાથી કબરવાળાને તકલીફ પણ થાય છે. અને કબર તરફ મોં કરી નમાઝ પઢવાની મનાઈનો ખરો મકસદ ઉમ્મતને શિર્કની શંકાથી પણ બચાવવાનો છે.

عَنْ عَمْرِو بْنِ حَزْمٍ ، قَالَ : رَآنِي النَّبِىُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُتَّكَأً عَلَى قَبْرٍ ، فَقَالَ : « لَا تُؤْذِ صَاحِبَ هَذَا الْقَبْرِ أَوْ لَا تُؤْذِهِ » (رواه احمد)

તરજુમો-હઝરત અમ્ર બિન હઝમ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ જાતે મને જોયો કે હું એક કબરને ટેકો દઈ બેઠો છું તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મને ફરમાવ્યું: આ કબરવાળાને તકલીફ ન આપો. (મુસ્નદે અહમદ)

કબરોની ઝિયારત

عَنِ عَبْدِاللهِ ابْنِ مَسْعُودٍ ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : « كُنْتُ نَهَيْتُكُمْ عَنْ زِيَارَةِ الْقُبُورِ ، فَزُورُوهَا؛ فَإِنَّهَا تُزَهِّدُ فِي الدُّنْيَا ، وَتُذَكِّرُ الْآخِرَةَ » (رواه ابن ماجة)

તરજુમો : હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: મેં તમને કબરોની ઝિયારતથી રોકયા હતા. હવે (રજા આપું છું) તમે કબરોની ઝિયારત કર્યા કરો, કેમકે (એનો ફાયદો એ છે કે) તેનાથી દુનિયાથી ઉચાટ પણું અને આખિરતની યાદ તેમ ફિકર પેદા થશે (ઈબ્નેમાજા)

ખુલાસો :- આરંભ કાળમાં જયારે મુસલમાનોના દિલોમાં તૌહીદ સારી રીતે જમી ન હતી અને તેમને શિર્ક અને જહાલતથી નિકળવાને થોડો જ સમય થયો હતો. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ કબરો પર જવાથી રોકયા હતા કેમકે તેનાથી તે લોકોનું શિર્ક અને કબર પુંજામાં સંડોવાય જવાનો ભય હતો.

પછી જયારે ઉમ્મતનો તૌહીદી મિજાઝ મજબૂત થઈ ગયો, અને દરેક જાતના છુપા અને ઉઘાડા શિર્કથી દિલોમાં અણગમો આવી ગયો, અને કબરો પર જવાથી શિર્કના જંતુઓ ફરી જાગૃત થવાનો ભય જતો રહ્યો, ત્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ જાહેરાત કરીને લોકોને કબરો ઉપર જવાની રજા આપી દીધી, અને એ પણ સાફ ફરમાવી દીધું કે આ પરવાનગી એટલા માટે આપવામાં આવે છે કે કબ્રસ્તાન જવું દુનિયાથી સંબંધ ઓછો કરવા તેમજ આખિરતની યાદ અને ફિકર દિલોમાં પેદા કરવા માટેનું સાધન છે.

આ હદીષથી શરીઅતનો મુળ કાયદો જાણવા મળયો કે જો કોઈ કામમાં ભલાઈ અને લાભ જણાય, અને તેનાથી કોઈ મોટા નુકસાનનો પણ ભય હોય તો તે ભયના કારણે ભલાઈ તરફ આંખ આડા કાન કરી તેનાથી રોકી દેવામાં આવશે પરંતુ જો કોઈ વખત હાલતમાં ફેરફાર થાય અને ભય બાકી ન રહે, તો તેની રજા આપવામાં આવશે.

عَنْ بُرَيْدَةَ قَالَ : " كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُعَلِّمُهُمْ إِذَا خَرَجُوا إِلَى الْمَقَابِرِ السَّلَامُ عَلَيْكُمْ أَهْلَ الدِّيَارِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُسْلِمِينَ ، وَإِنَّا ، إِنْ شَاءَ اللهُ بِكُمْ لَلَاحِقُونَ ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمُ الْعَافِيَةَ " (رواه مسلم)

 તરજુમો-હઝરત બુરૈદહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)સહાબા (રદિ.)ને તાલીમ આપતા હતા, કે જયારે તેઓ કબ્રસ્તાન જાય તો કબરવાળાઓ પર આ પ્રમાણે સલામ પઢે.

અને તેમના માટે દુઆ કરે, 'અસ્સલામુ અલૈકુમ અહલ દિયારિ' (સલામતી થાય તમારા ઉપર આ ઘરોવાળાઓ મોમિનોમાંથી અને મુસલમાનોમાંથી અને ઈન્શા અલ્લાહ અમે તમને આવીને મળીશું અને અલ્લાહથી દુઆ અને સવાલ કરીએ છીએ અમારા અને તમારા માટે આફ્રિયતનો (એટલે ચેન અને આરામનો) (મુસ્લિમ શરીફ)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ : مَرَّ النَّبِىُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِقُبُورِ الْمَدِينَةِ فَأَقْبَلَ عَلَيْهِمْ بِوَجْهِهِ ، فَقَالَ : السَّلاَمُ عَلَيْكُمْ يَا أَهْلَ القُبُورِ ، يَغْفِرُ اللهُ لَنَا وَلَكُمْ ، أَنْتُمْ سَلَفُنَا ، وَنَحْنُ بِالأَثَرِ. (رواه الترمذى)

તરજુમોઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) મદીનામાં જ અમૂક કબરો પાસેથી પસાર થયા, આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેમના તરફ મોં કરી ફરમાવ્યું 'અસ્સલામુ અલૈકુમ યા અહલલ્કુબૂર' (સલામ થાય તમારા ઉપર એય કબરવાળાઓ ! અલ્લાહ તઆલા અમારી અને તમારી મગફિરત ફરમાવે, તમે અમારાથી આગળ જવા વાળા છો. અને અમે પાછળ આવનાર. (તિર્મિઝી શરીફ)

ખુલાસો : આ બંને હદીષોમાં કબરવાળાઓ પર સલામ અને દુઆના જે કલ્મા આવેલા છે. જેમાં માત્ર શબ્દોનો નહીંવત તફાવત છે. તેમા તેમના માટે સલામ અને દુઆએ મગફિરત છે. અને સાથે સાથે પોતાની મૃત્યુની યાદી છે. જાણવા મળયું કે એ જ બે ચીઝો કોઈની કબર ઉપર જવાનો અસલ હેતુ હોવો જોઈએ, અને સહાબા (રદિ.) અને તેમના તાબિઈનનો તરીકો એ જ હતો, અલ્લાહ પાક આપણને તે જ તરીકા પર કાયમ રાખી તેના પર જ ઉઠાવે. આમીન.

મુરદાઓ માટે ઈસાલે સવાબ

કોઈના મૃત્યુ પછી તેની સેવા અને તેની સાથે સારા વર્તાવની એક રીત તો એ છે કે અલ્લાહ તઆલાથી તેના માટે મગફિરત અને રહમતની દુઆ કરવામાં આવે, અને રહમ તથા કરમની ભીખ માંગવામાં આવે, જેમકે પહેલા વર્ણન કરવામાં આવ્યું છે. જનાઝાની નમાઝનો ખરો હેતુ પણ એ જ છે. અને કબરોની ઝિયારત વિષે હમણા ઉપર જે હદીષોનો ઉલ્લેખ થયો તેમાં પણ કબરોવાળાઓ માટે સલામ સાથે મગફિરતની દુઆ પણ કરવામાં આવી છે. દુઆએ ખૈરની રીત સિવાય મુરદાઓની સેવા અને ફાયદો પહોંચાડવાની બીજી રીત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એ બતાવી છે કે તેમના તરફથી સદકો અથવા એવું બીજુ કોઈ કામ ભલાઈનું કરી તેનો સવાબ તેમને પહોંચાડવામાં આવે, "ઈસાલે સવાબ" તેને જ કહેવામાં આવે છે. એ વિષે નીચેની હદીષો વાંચો:–

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا : أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ رَضِيَ اللهُ عَنْهُ تُوُفِّيَتْ أُمُّهُ وَهُوَ غَائِبٌ عَنْهَا ، فَقَالَ : يَا رَسُولَ اللهِ إِنَّ أُمِّي تُوُفِّيَتْ وَأَنَا غَائِبٌ عَنْهَا ، أَيَنْفَعُهَا شَيْءٌ إِنْ تَصَدَّقْتُ بِهِ عَنْهَا؟ قَالَ : « نَعَمْ » ، قَالَ : فَإِنِّي أُشْهِدُكَ أَنَّ حَائِطِيَ المِخْرَافَ صَدَقَةٌ عَلَيْهَا. (رواه البخارى)

તરજુમોઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે સઅદ બિન ઉબાદહ (રદિ.)ની વાલિદાનું અવસાન એવા સમયે થયું કે પોતે હઝરત સઅદ હાજર ન હતા. (રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)સાથે એક ગઝવામાં ગયા હતા. જયારે પાછા આવ્યા) તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની સેવામાં તેમણે અરજ કરી કે યા રસુલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)! મારી ગેર હાજરીમાં મારી વાલિદાહનું અવસાન થયું તો જો હું તેમના તરફથી સદકો કરૂં તો તેમને ફાયદો પહોંચશે? (અને તેમને એનો સવાબ મળશે.) આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યુંઃ હા મળશે તેમણે અરજ કરી તો હું આપને શાક્ષી રાખું છું કે મારો બાગ (મિખ્રાફ) મેં મારી વાલિદાહ મર્હુમા માટે સદકો કર્યો. (બુખારી શરીફ)

ખુલાસો :– આ હદીષ જેમકે જણાય છે ઈસાલે સવાબના મસ્અલામાં બિલ્કુલ સાફ છે. લગભગ એ જ વાત બુખારી અને મુસ્લિમની એક હદીષમાં હઝરત આયશા સિદ્દીકા (રદિ.)થી રિવાયત કરવામાં આવી છે. તેમાં હઝરત સઅદ (રદિ.)નું નામ નથી. પરંતુ હદીષવેત્તાઓ એ લખ્યું છે કે તેનો સંબંધ પણ એ જ બનાવ સાથે છે.

عَنْ عَبْدِاللهِ عَمْرِو بْنِ الْعَاصِ أَنَّ الْعَاصَ بْنَ وَائِلٍ أَوْصَى أَنْ يُعْتِقَ عَنْهُ مِائَةُ رَقَبَةٍ ، فَأَعْتَقَ ابْنُهُ هِشَامٌ خَمْسِينَ رَقَبَةً ، فَأَرَادَ ابْنُهُ عَمْرٌو أَنْ يُعْتِقَ عَنْهُ الْخَمْسِينَ الْبَاقِيَةَ ، فَقَالَ : حَتَّى أَسْأَلَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَأَتَى النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَقَالَ : يَا رَسُولَ اللهِ إِنَّ أَبِي أَوْصَى بِعَتْقِ مِائَةِ رَقَبَةٍ ، وَإِنَّ هِشَامًا أَعْتَقَ عَنْهُ خَمْسِينَ وَبَقِيَتْ عَلَيْهِ خَمْسُونَ رَقَبَةً ، أَفَأُعْتِقُ عَنْهُ؟ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « إِنَّهُ لَوْ كَانَ مُسْلِمًا فَأَعْتَقْتُمْ عَنْهُ أَوْ تَصَدَّقْتُمْ عَنْهُ أَوْ حَجَجْتُمْ عَنْهُ بَلَغَهُ ذَلِكَ » (رواه ابوداؤد)

તરજુમોઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ (રદિ.)થી રિવાયત છે કે તેમના દાદા આસ બિન વાઈલે (જેમને ઇસ્લામ નસીબ નથી થયો, તેમના પુત્રોને) વસિય્યત કરી હતી કે તેમના તરફથી સો ગુલામ આઝાદ કરવામાં આવે. (આ વસિય્યત મુજબ તેમના પુત્ર) હિશામ બિન આસે પોતાના ભાગના પચાસ ગુલામ આઝાદ કરી દીધા. (બીજા પુત્ર) અમ્ર બન આસ (રદિ.)એ પણ ઈરાદો કર્યો કે તે પણ પોતાના ભાગના બાકી પચાસ આઝાદ કરી દે, પરંતુ તેમણે નક્કી કર્યુ કે હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને આ વિશે પૂછીશ પછી આઝાદ કરીશ, જેથી તેઓ આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની સેવામાં હાજર થયા અને અરજ કરી કે મારા બાપે સો ગુલામ આઝાદ કરવાની વસિય્યત કરી હતી. અને મારા ભાઈ હિશામે તેમના તરફથી પચાસ ગુલામ આઝાદ કરી દીધા. અને પચાસ બાકી છે, તો શું હું મારા પિતા તરફથી તે પચાસ ગુલામ આઝાદ કરી દઉં? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યુંઃ જો તમારા વાલિદ ઈસ્લામ અને ઈમાન સાથે દુનિયાથી ગયા હોત અને પછી તમે તેમના તરફથી ગુલામ આઝાદ કરતે, અથવા સદકો કરતે, યા હજ કરતે, તો તેનો સવાબ તેમને મળતે.(અબૂ દાઉદ શરીફ)

ખુલાસો :- આ હદીષ પણ ઈસાલે સવાબ વિષે બિલ્કુલ સાફ છે. તેમાં સદકાથી ઈસાલે સવાબ સિવાય હજનો પણ ઉલ્લેખ છે. અને એ જ હદીષની મુસ્નદે અહમદની રિવાયતમાં હજના બદલે રોઝાનો પણ ઉલ્લેખ છે.

મતલબ કે આ હદીષથી એ વાત કાયદા મુજબ જાણવા મળી કે મુરદાઓને તે બધા સારા કામોનો સવાબ પહોંચે છે. પરંતુ ઈમાન અને ઇસ્લામ શર્ત છે.

અલ્લાહ તઆલા આપણ સૌને લાભ મેળવવાની તૌફીક આપે. આમીન.


મુસલમાનોની સફળતાનો આધાર

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

ઈન્તાકિયાની લડાઈમાં યઝીદ બિન અબૂ સુફયાને હઝરત અબૂબક્ર રદિ.ને લડાઈની સ્થિતિ અને વિગત દર્શાવતો પત્ર લખ્યો, એમાં શરૂમાં લખ્યું હતું કે, રોમન બાદશાહ હિરકલ (હરકયુલસ)ને જયારે ખબર પડી કે અમે એની સાથે લડવા જઈ રહયા છે તો અલ્લાહ તઆલાએ એના દિલમાં એવો ડર નાખી દીધો કે તે મુકાબલો છોડીને ઈન્તાકિયા ચાલ્યો ગયો. હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ એમને જવાબ લખ્યો કે, તમારો પત્ર મળ્યો. જેનાથી ખબર પડી કે હિરકલ ડરી ગયો છે, અમે જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે લડાઈમાં જતા તો આવી જ રીતે અલ્લાહ તઆલાએ દુશ્મનના દિલોને ડરાવીને અમારી મદદ ફરમાવી છે. અલ્લાહ તઆલાએ એના ફરિશ્તાઓ વડે પણ મદદ ફરમાવી છે. અને આ જ તે દીન – ધર્મ છે જેના પ્રતિ આપણે લોકોને બોલાવીએ છીએ, અને આ દીનની બરકતથી જ અલ્લાહ તઆલા આપણી મદદ કરે છે.

હિરકલનું લશ્કર ઘણું મોટું હતું. મુસલમાનો એના મુકાબલામાં ઘણા ઓછા હતા, હઝરત અમ્ર બિન આસ રદિ.એ એની જાણ કરવા હઝરત અબૂબક્ર રદિ.ને પત્ર લખ્યો. હઝ. અબૂબક્ર રદિ.એ જવાબમાં લખ્યું કે, તમે મુસલમાનો સંખ્યાબળ ઓછું હોવાથી કદી હારી નથી શકતા. હા, ગુનાહોના કારણે હાર થઈ શકે છે, ચાહે પછી સંખ્યાબળમાં વધારે કેમ ન હોય. માટે ગુનાહોથી બચતા રહો.

આ જ તે વસ્તુ છે જેના કારણે તે સમયના મુસલમાનોને અલ્લાહ તઆલા માણસો ઉપર જ નહીં, બલકે જમીન અને દરિયા, પથ્થર અને ઝાડ, જાનવરો અને પક્ષીઓ, બધી જ વસ્તુઓ ઉપર મુસલમાનોને ફતેહ અને સત્તા આપી હતી. ઇતિહાસમાં એના પુરાવાઓ છે. અને વિગતવાર બધું લખવા માટે મોટા દળદાળ પુસ્તકોની જરૂરત છે.

આફ્રિકાના જંગલોમાં મુસલમાનોને છાવણી બનાવવી હતી. જંગલમાં અનેક પ્રકારના ફાડી ખાનારા અને ઝેરી જનાવર હતાં, હઝરત ઉકબહ રદિ. લશ્કરના અમીર હતા, અમુક સહાબા રદિ.ને સાથે લઈને જંગલમાં ગયા, એક સ્થળે ઉભા રહીને એલાન કર્યુ કે, હે જમીનમાં રહેનાર જાનવરો, દરિંદાઓ, અમે લોકો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સહાબા છીએ. અમારે અત્રે પડાવ નાખવો છે, માટે તમે બધા આ જગ્યા છોડી દયો. પછી જે કોઈ નજર આવશે એને અમે મારી નાખીશું. એમનું આ એલાન વીજળીને જેમ બધા જાનવરોના કાનમાં પહોંચી ગયું, અને બધા જ જાનવરો એમના બાળકોને સાથે લઈને જંગલ છોડી ગયાં.

હઝરત સફીના રદિ. કોઈ લડાઈમાં જઈ રહયા હતા, રસ્તામાં ભૂલા પડી ગયા. અચાનક સામેથી એક સિંહ આવી ચડયો. એમણે સિંહને કહ્યું કે હું હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ગુલામ છું. અને રસ્તો ભૂલી ગયો છું. સિંહ એક પાળતુ કુતરાની જેમ પૂંછડી હલાવવા લાગ્યો અને આગળ ચાલવા લાગ્યો. જયાં કોઈ ખતરાની દેખાતી તો દોડીને એને ખતમ કરતો અને પાછો આવીને દોરવણી કરતો. આમ લશ્કર સુધી એમને છોડી ગયો.

ઈરાનની લડાઈમાં જયારે મદાઈન શહેર ઉપર આક્રમણ કરવાનું હતું, તો રસ્તામાં મોટી દજલહ નદી આવતી હતી. નદી પાર કરવા માટેની નાવડીઓ શત્રુએ હટાવી લીધી હતી. વરસાદની ઋતુ અને નદીમાં ભરપૂર પાણી હતું. લશ્કરના અમીર હઝ. સઅદ રદિ.એ હુકમ આપ્યો કે મુસલમાનો એમના ઘોડાઓ સમંદરમાં નાખી દે. બે બે માણસો સાથે ચાલી રહયા હતા અને ઘોડાઓ શાંતિથી નદીમાં તરીને સામે પાર જવા લાગ્યા. હઝરત સઅદ રદિ.ની સાથે હઝ. સલમાન રદિ. ચાલી રહયા હતા. હઝરત સઅદ વારંવાર એમને ફરમાવતા કે, ખુદાની કસમ ! અલ્લાહ તઆલા એના દોસ્તોની મદદ જરૂર ફરમાવશે. અને દીને ઇસ્લામને ફતેહ આપીને દુશ્મનોને હરાવશે. શર્ત એટલી જ કે લશ્કરમાં ઝુલ્મ (ઝીના વગેરે) ન થાય, અને ગુનાહો નેકીઓ કરતાં વધારે ન હોય.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત પછી ઈસ્લામ છોડનાર મુરતદ લોકો સાથેની લડાઈમાં હઝરત અબૂબક્ર રદિ.એ હઝ. અલા હઝરમી રદિ.ને એક લશ્કરના અમીર બનાવીને બહરૈન તરફ મોકલ્યા. તેઓ એક એવા જંગલમાંથી પસાર થયા જયાં પાણીનું કોઈ નિશાન પણ ન હતું. તરસના કારણે લોકો મરી પરવારે એવી સ્થિતિ ઉભી થઈ. હઝરત અલા રદિ. ઘોડા ઉપરથી ઉતર્યા, બે રકાત નમાઝ પઢી, અને દુઆ કરી કે, યા હલીમુ, યા અલીમુ, યા અલીપ્યુ, યા અઝીમુ, ઈસ્કીના.. હે ઘણા સહનશીલ – માફ કરના ખુદા ! હે બધું જ જાણનાર ખુદા ! હે સૌથી ઊંચો રુતબો ધરાવનાર ખુદા ! હે સૌથી મહાન ખુદા ! અમને પાણી આપો. દુઆ પૂરી થઈ અને થોડી જ વારમાં એક નાનકડું વાદળ દેખાયું. અને પછી થોડીક જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો અને એવો મુશળધાર વરસાદ વરસ્યો કે બધાએ ધરાયને પાણી પીધું, પોતાના વાસણોમાં ભરી લીધું, સવારી અને લશ્કરના જાનવરોને પીવડાવ્યું. અહિંયાથી આગળ વધ્યા તો ખબર પડી કે મુરતદ લોકો દારીન સ્થળે ભેગા થયા છે, ત્યાં પહોંચવા માટે વચ્ચે દરિયો આવતો હતો. કિનારે મોજૂદ નાવડીઓ દુશ્મને સળગાવી દીધી હતી. હઝરત અલા રદિ. દરિયા કિનારે પહોંચ્યા તો બે રકાત નમાઝ પઢી અને દુઆ કરી : યા હલીમુ, યા અલીમુ, યા અલીપ્યુ, યા અઝીમુ, અજિઝના. હે ઘણા સહનશીલ – માફ કરના ખુદા ! હે બધું જ જાણનાર ખુદા ! હે સૌથી ઊંચો રુતબો ધરાવનાર ખુદા ! હે સૌથી મહાન ખુદા ! અમને આ પાણીમાંથી સામે પાર પહોંચાડી દે. અને પછી ઘોડાની લગામ પકડીને પાણીમાં કૂદી ગયા. હઝરત અબૂ હુરયરહ રદિ. ફરમાવે છે કે અમે ઘોડાની લગામ પકડીને પાણી ઉપર ચાલી રહયા હતા, પણ ખુદાની કસમ ! અમારા પંજા કે પગના મોજા કે થોડાના પગ, ભીના પણ નથી થયા. ચાર હઝારનું લશ્કર હતું. અમુક ઇતિહાસકારો લખે છે કે પાણી જ એટલું ઓછું થઈ ગયું કે ઘોડા અને ઊંટો સરળતાથી ચાલવા લાગ્યાં અને ફકત એમના પગ જ ભીના થતા હતા. માટે શકય છે કે ચાર હઝારના લશ્કરમાં અમુક લોકો સાથે આવું થયું હોય અને હઝ. અબૂ હુરયરહ રદિ. જેવા લોકોના મોજા પણ ભીના ન થયા હોય. અફીફ બિન મુન્ઝિર શાયર હતા અને આ લશ્કરમાં પોતે શરીક હતા. આ ઘટના વિશે બે પંકિતઓમાં ઈશારો કરતાં કહે છે કે, શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ દરિયાને પણ તાબે કરી દીધો, અને દુશ્મનો ઉપર મોટી મુસીબત નાખી દીધી. અમે તે પાક પરવરદિગાર પાસે દુઆ કરી, જેણે બની ઇસરાઈલ માટે દરિયાને રોકી દીધો હતો. એ પરવરદિગારે અમારી સાથે બની ઇસરાઈલ કરતાં વધારે મદદનો વર્તાવ ફરમાવ્યો.

દરિયા અને નદીઓ ઉપરથી પસાર થઈ જવાના અનેક કિસ્સાઓ છે, પણ મારા વહાલા ! આ બધા કિસ્સાઓ શોખથી વાંચવા માટે નથી. આપણી વર્તમાન બદહાલી અને પડતી ઉપર રડવા અને બોધ ગ્રહણ કરવા માટે છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના આદેશોમાં અને કથનોમાં દરેક બાબતનું માર્ગદર્શન આપ્યું છે. ભલાઈ અને બુરાઈના બધા રસ્તાઓ અલગ કરીને બતાવી દીધા છે. આપણા બુઝુર્ગો અને અસ્લાફે એના ઉપર અમલ કરીને સફળતા મેળવી છે, પણ આપણે ન તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના માર્ગદર્શનની કદર કરી છે, ન તો બુઝુર્ગોના ચરિત્ર અને જીવનબોધથી કંઈ શીખવાનો પ્રયત્ન કર્યો છે. આપણને ન તો અલ્લાહ તઆલાનો ખોફ છે, ન એના પ્યારા રસૂલની તાબેદારી કરવી છે. અને આ બધા છતાં જે આશાઓ અને તમન્નાઓ આપણે રાખીએ છીએ, એ તો જુવાર વાવીને ઘઉં લણવા જેવી છે. હા, જેમણે ઘઉં વાવ્યા હતા, એમણે ઘઉં લણ્યા હતા. ઈસ્લામનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લ્યો. અને એક લડાઈ – યુદ્ધને બોધગ્રહણ કરવાના મકસદે વાંચીએ, લશ્કરો રવાના કરતી વેળા શું નસીહત કરવામાં આવતી હતી? અને પછી બધી નસીહતો ઉપર લોકો કેવી પાબંદી કરતા હતા ? એ બધાથી બોધ ગ્રહણ કરવાની જરૂરત છે.

ઇરાકની લડાઈનો ટુંકો અહેવાલ હિકાયાતે સહાબા, છઠ્ઠા બાબમાં લખી ચુકયો છું. હઝરત ઉમર રદિ.એ સેનાપતિ હઝરત સઅદ રદિ.ને જે નસીહતો અને તાકીદ ફરમાવી હતી, એનો એક એક શબ્દ વિચારવા જેવો છે. અમુક શબ્દોનો અનુવાદ અત્રે લખું છું:

એવું ના વિચારજો કે તમને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મામા અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સહાબી કહેવામાં આવે છે. અલ્લાહ તઆલા બુરાઈને બુરાઈથી ખતમ નથી કરતા. બલકે બુરાઈને ભલાઈથી ખતમ કરે છે. અલ્લાહ તઆલા અને બંદાઓ દરમિયાન કોઈ સગાઈ નથી. એની સાથે ફકત બંદગીનો સંબંધ છે. એના દરબારમાં ઉંચી જાત અને નીચી જાત બધું બરાબર છે. એના ઇનામો એની તાબેદારી થકી જ મળી શકે છે. નુબુવ્વત મળ્યા પછીથી લઈને વફાત સુધીની નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું પુરું જીવન તમે જોયું જ છે. એને પોતાની સામે રાખો અને દઢતા પૂર્વક એ રસ્તે જ ચાલો. આ મારી ખાસ તાકીદ છે. એને તમે નહીં માની તો તમારી બધી મહેનત બેકાર જશે અને નુકસાન ઉઠાવશો. તમને એક ઘણા અઘરા અને મુશ્કેલ કામ માટે મોકલવામાં આવે છે, આ જવાબદારી પૂરી કરવા માટે અલ્લાહ તઆલાની ફરમાબરદારી સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે પોતાને અને પોતાના સાથીઓને ભલાઈની આદત પાડો. અલ્લાહનો ડર અપનાવો. અલ્લાહનો ખોફ બે વસ્તુઓથી આવશે. એની ઇતાઅત - ફરમાબરદારી અને ગુનાહોથી બચવામાં... અલ્લાહની ઈતાઅત જેને પણ મળે છે, એ દુનિયાથી દૂર રહેવા અને આખિરતની મુહબ્બત કરવાથી જ મળે છે.


અલ્લાહ જોઈ રહયા છે.

મજબૂત ઇમાન સાથે ફક્ત એક નેક કામ ઉપર મગફિત

શાહ અબ્દુલ અઝીઝ રહ. ફરમાવે છે કે હું જૂની દિલ્લી, કૂચા અંબિયામાં રહેતો હતો એ દિવસોમાં એક સય્યિદ ખાનદાનમાં પૂર્વી પ્રદેશની એક નોકરાણી રહેતી હતી અને ઘણી જ અભણ હતી. નમાઝની પાબંદ ન હતી. ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી, અને ઘરના બધા જ શાહઝાદાઓની એણે સેવા કરી હતી એટલે બધા ઉપર એનો હક હતો અને બધા જ એની સેવા કરવા ઉપરાંત દેખરેખ રાખતા હતા. જયારે એના મૃત્યુનો સમય આવ્યો તો તે પૂર્વી બોલીમાં અમુક શબ્દો બોલવા લાગી, પણ કોઈને એનો મતલબ સમજમાં આવતો ન હતો.

વિદ્વાનો અને બુઝુર્ગોને બોલાવીને એના શબ્દો સંભળાવ્યા પણ કોઈને સમજ પડી નહીં કે એ શું બોલી રહી છે. છેલ્લે મારા કાકા શાહ અહલુલ્લાહ રહ.ને બોલાવવામાં આવ્યા. તેઓ ત્યાં તશરીફ લઈ ગયા, એમણે એના શબ્દો સાંભળ્યા તો ખબર પડી કે એ અરબી વાકયો 'લા તખાફી' અને 'લા તહઝની' (لا تخافی و لا تحزنی) બોલી રહી છે. જેનો અર્થ થાય છે કે, હે ઓરત ! તું ડરીશ નહીં અને ગમ ન કરીશ. આ શબ્દો અલ્લાહ તઆલાએ હઝરત મૂસા અલૈ.ની વાલિદહને કહયા હતા.

શાહ અહલુલ્લાહ રહ.એ આ વૃદ્ધાની ચાકરી કરતા લોકોને કહ્યું કે એને પૂછો કે આ શબ્દો કેમ બોલી રહી છે ? ઘણા પ્રયત્નો પછી એણે બતાવ્યું કે અમુક લોકો (ફરિશ્તાઓ) મારી પાસે આવ્યા છે અને તેઓ આવું બોલી રહયા છે. એમના જ શબ્દો હું પણ બોલી રહી છું.

શાહ સાહેબે પછી પૂછાવ્યું કે તમને આ શબ્દોનો અર્થ ખબર છે ? એણે કહયું કે, ના. પણ મને એટલું સમજાય છે કે તેઓ મને તસલ્લી આપી રહયા છે.

પછી શાહ સાહેબે પૂછયુંં કે, તારા કયા કામના કારણે તને તેઓ તસલ્લી આપી રહયા છે? એણે થોડી વાર પછી જણાવ્યું કે, આ લોકો કહી રહ્યા છે કે તારી પાસે કોઈ નેક આમાલ નથી. પણ એક દિવસ ગરમીમાં તું ઘી લેવા બજારે ગઈ હતી, જયારે ઘી લાવીને ઘરે એને ગરમ કર્યું તો એમાંથી એક રૂપિયો નીકળ્યો. પહેલાં તને એમ થયું કે આ રૂપિયો સંતાડી દઊં, અને પોતાના ઉપયોગમાં વાપરી કાઢું. પછી તને વિચાર આવ્યો કે અલ્લાહ તઆલા જોઈ રહયા છે, અને આમ વિચારીને તેં એ રૂપિયો દુકાનદારને પાછો આપી દીધો. તારો આ અમલ અલ્લાહ તઆલાના દરબારમાં કુબૂલ થઈ ગયો છે, એટલે અમે તને ખુશખબરી આપી રહયા છે. (જવાહિર પારે, મવ. નઈમુદ્દીન)

મજબૂત ઇમાન અને વફાદારીની બરકત : નેક ઓલાદ

હઝરત ઉમર રદિ.ના ગુલામ અસ્લમ રહ. ફરમાવે છે કે એકવાર હઝરત ઉમર રદિ. રાતના અંધારામાં મદીનાના મહોલ્લાઓમાં ફરી રહ્યા હતા. હું પણ સાથે હતો. જયારે આપ રહ. ફરતા ફરતા થાકી ગયા તો એક દિવારને ટેક લગાવીને બેસી ગયા.

અચાનક એ ઘરમાંથી અવાજ આવ્યો કે, એક ઓરત એની દીકરીને કહે છે કે, બેટી ઉઠો, અને દૂધમાં પાણી નાખી દયો.

પછી માં દીકરી વચ્ચેનો જે વાર્તાલાપ સંભળાયો એ આ મુજબ હતોઃ

માં! તમને અમીરુલ મુઅમિનીનનો હુકમ ખબર નથી ?

માં એ પૂછયું કે અમીરુલ મુઅમિનીને શું હુકમ કર્યો છે?

બેટીએ જણાવ્યું કે, અમીરુલ મુઅમિનીને હુકમ કર્યો છે કે દૂધમાં પાણી ભેળવવામાં આવે નહીં.

માં એ કહયું કે, તું દૂધમાં પાણી ભેળવી દે, હમણા તને કોઈ અમીરુલ મુઅમિનીન જોવાના નથી.

બેટીએ કહયું કે, માં, આપણે જાહેરમાં તો અમીરુલ મુઅમિનીનની વાત માનવાનો ડોળ કરીએ અને એકલાં પડીએ તો એમના હુકમ વિરુદ્ધ કરીએ, એ ખોટું છે.

હઝરત ઉમર રદિ. માં-દીકરીની આ વાતો સાંભળી રહયા હતા. ગુલામને કહયું : અસ્લમ ! આ દરવાજે નિશાની લગાવી દયો. અને આ ઘરને યાદ રાખજો. પછી સવારે આપ રદિ.એ ગુલામને કહયું કે, અસ્લમ! જાઓ, તપાસ કરો કે પેલી વાતો કરનાર માં-દીકરી કોણ છે ? એ ઓરતનો શોહર છે કે નહીં?

હઝરત અસ્લમ ફરમાવે છે કે મેં બધી વિગત મેળવી તો ખબર પડી કે દૂધમાં પાણી ભેળવવાની વાત કહેનાર ઓરત માં છે, અને સામે એની દીકરી હતી જે આમ કરવા તૈયાર ન હતી. આ દીકરીની હજુ શાદી થઈ નથી, અને ઘરમાં કોઈ મરદ પણ નથી. હઝરત અસ્લમ રદિ. કહે છે કે મેં આવીને બધી વિગત હઝરત ઉમર રદિ.ને જણાવી દીધી.

પછી આ૫ રદિ.એ પોતાના બધા દીકરાઓને ભેગા કર્યા અને પૂછયું કે તમારામાં કોઈને શાદી કરવી હોય તો જણાવો. હું આ છોકરીની શાદી એની સાથે કરાવી દઈશ. જો મને નિકાહની જરૂરત હોત તો હું પોતે જ એ દીકરીથી શાદી કરી લેત.

હઝરત અબ્દુલ્લાહ રદિ. અને હઝરત અબ્દુર્રહમાન રદિ., બે દીકરાઓએ અરજ કરી કે અમારી બીવીઓ હજુ હયાત છે, અને વધારે શાદી કરવાની જરૂરત નથી. ત્રીજા દીકરા હઝરત આસિમ રદિ.એ અરજ કરી કે અબ્બાજાન ! હજુ મારી શાદી નથી થઈ. એ છોકરી સાથે મારી શાદી કરાવી દયો.

એટલે પછી હઝરત ઉમર રદિ.એ દીકરા આસિમ રદિ.ની શાદી એ છોકરી સાથે કરાવી દીધી. અલ્લાહ તઆલા આ નિકાહની બરકતથી એક દીકરી આપી. જેના નિકાહ પાછળથી અબ્દુલ અઝીઝ રહ. સાથે થયા અને એમના પેટે હઝરત ઉમર બિન અબ્દુલઅઝીઝ રહ.નો જન્મ થયો. જેઓ પાછળથી ખલીફા બન્યા અને એટલી બધી અમાનતદારી સાથે જવાબદારી નિભાવી કે એમના ખિલાફતકાળને ખુલફાએ રાશિદીન એટલે કે હઝરત અબૂબક્ર રદિ. હઝરત ઉમર રદિ. હઝરત ઉસ્માન રદિ. અને હઝરત અલી રદિ.ની ખિલાફત સમાન ગણવામાં આવે છે.

આમ આ અમાનતદાર દીકરી હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ના નાની હતાં. હઝરત આસિમ રદિ. એમના નાના અને હઝરત ઉમર રદિ. એમના પરનાના હતા. (જવાહિર પારે, મવ. નઈમુદ્દીન/સિફતુ સફવહ)

બકરીઓ ચરાવનાર ગુલામનું મજબૂત ઈમાન

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રદિ. એક દિવસ પોતાના સાથીઓ સંગાથે કોઈ જંગલમાં હતા અને ખાવા ખાઈ રહયા હતા. અટલામાં ત્યાંથી એક બકરીઓ ચરાવનાર પસાર થયો. હઝ. ઈબ્ને ઉમર રદિ.એ એને ખાવાની દાવત આપી, તો એણે કહયું કે મારો રોઝો છે. હઝ. ઈબ્ને ઉમર રદિ.ને નવાઈ લાગી કે આવી સખત ગરમીમાં તેં રોઝો રાખ્યો છે? અને પાછા બકરીઓ ચરાવો છો?

પછી એની કસોટી કરવા ખાતર ઇબ્ને ઉમર રદિ.એ એને પૂછયું કે, તમે આ બકરીઓમાંથી એક બકરી મને વેચી શકો છો? અમે તમને એની કિમત પણ આપીશું અને કંઈક ગોશ્ત પણ આપીશું, જેનાથી તમે રોઝો ઈફતાર કરી શકશો. એણે કહ્યું કે આ બકરીઓ મારી નથી. આ મારા માલિકની બકરીઓ છે. હું તો ફક્ત રખેવાળ છું.

હઝ. ઈબ્ને ઉમર રદિ.એ એને કહ્યું કે માલિકને કહી દેજો કે એક બકરીને વરુ ખાય ગયો. આ સાંભળીને તે એકદમ ભડકી ગયો અને આસમાન તરફ આંગળી ઊંચી કરીને આમ કહેતાં કહેતાં ત્યાંથી આગળ વધી ગયો કે, તો પછી અલ્લાહ કયાં ગયા ?

તો પછી અલ્લાહ કયાં ગયા ?

હઝ. ઈબ્ને ઉમર રદિ. ઉપર એના આ શબ્દોની ઘણી અસર થઈ, અને રડતાં રડતાં આ શબ્દો વારંવાર દોહરાવતા રહ્યા.

મદીના પહોંચીને હઝ. ઈબ્ને ઉમર રદિ.એ એના માલિકને શોધ્યો અને એની પાસેથી બકરીઓ સાથે આ ગુલામ ખરીદી લીધો અને બકરીઓ સાથે આઝાદ કરી દીધો. અને એને કહહ્યું કે,

તમારા આ એક વાક્ય થકી અલ્લાહ તઆલાએ તમને દુનિયામાં આઝાદ કરી દીધા, મારી દુઆ છે કે તમને કયામતના દિવસે દોઝખની આગથી પણ આઝાદ કરી દે.


ઇસ્લામિક ઇકોનોમી અને રોગચારો

સૂરએ અઅરાફમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : અલ્લાહે તમારા માટે પાક સાફ પવિત્ર વસ્તુઓ હલાલ ઠેરવી છે અને ખબીષ ખરાબ વસ્તુઓ હરામ ઠેરવી છે. તફસીરકારોના મત મુજબ શરાબ, સુવ્વર, લોહી, જેવી વસ્તુઓ 'ખબીસ' છે, અને હરામ છે, અને એનો વેપાર પણ હરામ છે. માનવ જીવન માટે નુકસાન કર્તા જીવજંતુઓ, કીડા મકોડા અને પૃથ્વી કે દરિયાના એવા જાનવરો જે નુકસાન કારણ છે, બધા જ 'ખબીસ' ગણાય છે.

આજકાલ વિશ્વભરમાં ખતરનાક બીમારીઓનો પ્રકોપ છે. પહેલાંથી જ વિશ્વ આવી અનેક બીમારીઓના ભરડામાં હતું અને 'કોવીડ-૧૯ની એક નવી બીમારી આવી પડી છે. આવી બીમારીઓના ફેલાવના ઘણા કારણો હોય છે, એમાંથી એક કારણ આ પણ છે કે ઘણી એવી વસ્તુઓનો ખાવા-પીવા વગેરેમાં વપરાશ વધી ગયો છે, જે માણસના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અને આ માટે આવી વસ્તુઓને પહેલાંથી જ ઈસ્લામ દ્વારા હરામ ઠેરવવામાં આવી હતી. સ્વાઈન ફલુ, સ્પેનીશ ફલુ, એચ.આઈ.વી., કેન્સર, હિપ્નાટાઈસ બી, વગેરે બીમારીઓ ઉપરાંત વર્તમાં કોવીડ ૧૯, આ બધી બીમારીઓના મુળમાં કયાંકને કયાંક ઇસ્લામી આદર્શો અને પાબંદીઓનું ઉલંઘન પણ છે. ડુક્કરનું માંસ, સમલૈગિંક સંબંધો, ઘરોમાં અને માનવીઓ સાથે કુતરાઓનો વાસ, અને બીજા પ્રતિબંધિત જાનવરોનો ગોશ્ત અને વપરાશ, આ બધી બીમારીઓનું કારણ છે. પાછલી સદીમાં ૨૦ કરોડથી વધારે લોકો આવી બીમારીઓથી મરી ચુકયા છે. એઈડઝ અને એના જેવા યૌન રોગોના મુળમાં દારૂ અને નશીલા પદાર્થોનું સેવન મુખ્ય કારણ છે, એના આંકડાકીય પુરાવાઓ પણ સામે આવી ચુકયા છે. ખત્ના કરવાથી એઈડઝથી બચી શકાય છે એ પણ પુરવાર થયું છે.પણ મુળ સમસ્યા આ છે કે બીમારી માટે કારણભૂત આવી વસ્તુઓ વર્તમાન બજાર અને માર્કેટનો મોટો ભાગ છે. આર્થિક પ્રગતિ કે લાભના નામ ઉપર લોકોને નશો કરવા અને નાઈટ લાઈફની અમર્યાદિત છુટ આવી બીમારીઓ ફેલાવવાનું મુખ્ય કારણ છે.

ઇસ્લામી જીવન વ્યવસ્થામાં માનવ જીવનની સલામતી અને તંદુરસ્તી મુખ્ય ધ્યેય છે. પણ સામે પક્ષે વર્તમાન આધુનિક વ્યવસ્થામાં આર્થિક લાભોને પ્રાથમિકતા આપવામાં આવે છે, ચાહે એના માટે માનવ સ્વાસ્થ્ય, કૌટુંબિંક વ્યવસ્થા અને સામાજિક શાંતિનું બલિદાન આપવું પડે.

એક રીતે જોઈએ તો આજકાલ વિશ્વભરમાં 'આર્થિક કટ્ટરવાદ'નો પ્રભાવ છે, અને દરેક એમાં જકડાયેલો છે. આર્થિક કટ્ટરવાદની આ વિચારસરણી હેઠળ માર્કેટ શકિતઓ ખતરનાક વસ્તુઓ અને નુકસાનકારક કામોને ધંધાકીય સ્વરૂપ આપીને પ્રચલિત કરી રહી છે. અને માનવસ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનું મુળ પણ એમાં જ છે. પહેલાં સમસ્યાઓનું વેપારીકરણ કરવામાં આવે છે, પણ એના ઉકેલ અને દવાનો વેપાર કરવામાં આવે છે.

ઈસ્લામી ફિલોસોફીમાં માનવ જીવન અને સ્વાસ્થ્ય પ્રથમ સ્થાને છે. આર્થિક લાભ અને પ્રગતિ બીજા સ્થાને છે. આર્થિક લાભના કારણે માનવ જીવનને ખતરામાં મુકવાની પરવાનગી નથી. દારૂ અને નશીલા પદાર્થોનું જેમ સેવન મના છે, એ જ પ્રમાણે એનો વેપાર પણ મના છે. આજકાલ સરકારો ગુટકા, ઈ-સિગારેટ, જેવી ઘણી બધી વસ્તુઓના સેવન ઉપર પાબંદી લગાવે છે પણ એના ઉદ્યોગ ઉપર કોઈ પાબંદી લગાવતી નથી. વર્તમાન આર્થિક પ્રગતિની રાહને નિરંકુશ ન છોડવામાં આવી હોત અને સલામત, લાભદાયી ક્ષેત્રોમાં રોકાણ કરવાને જરૂરી ઠેરવવામાં આવ્યું હોત તો આજે આવી પરિસ્થિતિ ન હોત.

હરામ – હલાલના ઈસ્લામી આદેશો જોઈએ તો એક બીજી વાત આ પણ સામે આવે છે કે ફકત શારીરિક નુકસાનો કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને 'હરામ'નો આધાર નથી બનાવવામાં આવ્યો, બલકે કોઈ વસ્તુ માનવ સ્વભાવ ઉપર કેવો પ્રભાવ પાડશે એ પણ સામે રાખવામાં આવ્યું છે, એટલે જ શિકારી કે જંગલી જાનવરો હરામ ઠેરવવામાં આવ્યા અને પાલતુ જાનવરો હલાલ ઠેરવવામાં આવ્યા છે.



લોકોને તકલીફ આપવી

હદીસે પાકમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : મુસલમાન તે માણસ છે, જેના હાથ અને ઝુબાનની (તકલીફોથી) અન્ય મુસલમાન મેહફુઝ રહે.

અન્ય એક ઈરશાદમાં છે : કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, કોઈ બંદો મોમીન નથી થઈ શકતો ત્યાં સુધી કે પોતાના ભાઈ માટે તે વસ્તુ પસંદ કરે જે પોતાના માટે પસંદ કરે. (મિશ્કાત પેજ ૪૨૨).

અન્ય એક રીવાયતમાં છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યુંઃ અલ્લાહની કસમ તે મોમીન નથી, અલ્લાહની કસમ તે મોમીન નથી, અલ્લાહની કસમ તે મોમીન નથી, પુછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ કોણ ? તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપ્યો જેનો પડોશી તેના તરફથી પહોંચાડવામાં આવેલ દુખોથી મેહફુઝ ન રહે. (મિશ્કાત પેજ ૪૨૨)

અન્ય એક રીવાયતમાં છે જે માણસ કોઈ મોમિનને નુકસાન પહોંચાડે અથવા તેની સાથે દગાબાજી કરે તેના ઉપર લઅનત છે. (મિશ્કાત પેજ ૪૨૮)

એક રીવાયતમાં છે કે જે આદમી અન્યોને નુકસાન પહોંચાડે છે, અલ્લાહ તઆલા તેને નુકસાન પહોંચાડે છે. અને જે આદમી અન્યોને તકલીફમાં નાખે છે, અલ્લાહ તઆલા તેને તકલીફમાં નાખે છે. (મિશ્કાત)

અન્ય એક રીવાયતમાં છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી કોઈ બીજાના સોદા ઉપર સોદો ન કરે. (તિરમીઝી શરીફ) એનો મતલબ એમ બયાન કરવામાં આવે છે કે એક માણસ વેપારી સાથે ભાવતાલ કરી રહયો છે, અને વેચનાર પોતાની વસ્તુ તેને વેચવા ઉપર લગભગ તૈયાર થઈ ગયો છે, પરંતુ બીજો માણસ વચ્ચે આવીને એવું કહે કે હું આનાથી વધારે પૈસા આપીશ, આ વસ્તુ મને વેચી આપ તો આ રીત જાઈઝ નથી.

મતલબ કે કોઈ મુસલમાનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું નાજાઈઝ અને હરામ છે.

હદીસે પાકમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : મુસલમાન તે માણસ છે, જેના હાથ અને ઝુબાનની (તકલીફોથી) અન્ય મુસલમાન મેહફુઝ રહે.

અન્ય એક ઈરશાદમાં છે : કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, કોઈ બંદો મોમીન નથી થઈ શકતો ત્યાં સુધી કે પોતાના ભાઈ માટે તે વસ્તુ પસંદ કરે જે પોતાના માટે પસંદ કરે. (મિશ્કાત પેજ ૪૨૨).

અન્ય એક રીવાયતમાં છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યુંઃ અલ્લાહની કસમ તે મોમીન નથી, અલ્લાહની કસમ તે મોમીન નથી, અલ્લાહની કસમ તે મોમીન નથી, પુછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ કોણ ? તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપ્યો જેનો પડોશી તેના તરફથી પહોંચાડવામાં આવેલ દુખોથી મેહફુઝ ન રહે. (મિશ્કાત પેજ ૪૨૨)

અન્ય એક રીવાયતમાં છે જે માણસ કોઈ મોમિનને નુકસાન પહોંચાડે અથવા તેની સાથે દગાબાજી કરે તેના ઉપર લઅનત છે. (મિશ્કાત પેજ ૪૨૮)

એક રીવાયતમાં છે કે જે આદમી અન્યોને નુકસાન પહોંચાડે છે, અલ્લાહ તઆલા તેને નુકસાન પહોંચાડે છે. અને જે આદમી અન્યોને તકલીફમાં નાખે છે, અલ્લાહ તઆલા તેને તકલીફમાં નાખે છે. (મિશ્કાત)

અન્ય એક રીવાયતમાં છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે તમારામાંથી કોઈ બીજાના સોદા ઉપર સોદો ન કરે. (તિરમીઝી શરીફ) એનો મતલબ એમ બયાન કરવામાં આવે છે કે એક માણસ વેપારી સાથે ભાવતાલ કરી રહયો છે, અને વેચનાર પોતાની વસ્તુ તેને વેચવા ઉપર લગભગ તૈયાર થઈ ગયો છે, પરંતુ બીજો માણસ વચ્ચે આવીને એવું કહે કે હું આનાથી વધારે પૈસા આપીશ, આ વસ્તુ મને વેચી આપ તો આ રીત જાઈઝ નથી.

મતલબ કે કોઈ મુસલમાનને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું નાજાઈઝ અને હરામ છે.


સંબંધો તોડવા

એક મુસ્લિમે બીજા મુસલમાનથી ત્રણ દિવસથી વધુ વાત-ચીત અને સલામ કલામ બંદ રાખવું ના–જાઈઝ અને હરામ છે. અને પોતાને અલ્લાહની રહમત અને મગફિરતથી મહરૂમ કરવા બરાબર છે.

હઝ. અબુ અયૂબ (રદી.) નકલ કરે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઈરશાદ ફરમાવ્યો કે કોઈ માણસ માટે જાઇઝ નથી કે પોતાના (મુસ્લિમ) ભાઈ સાથે ત્રણ દિવસથી વધુ સંબંધ છોડી રાખે. કિંવા તેનાથી વાત - ચીત બંધ કરે. એ રીતે કે જયારે બન્નેવનો આમનો સામનો થાય છે તો એક એક બાજું મોઢું ફેરવી લે છે અને બીજો બીજી બાજુ. અને બન્નેવ માં શ્રેષ્ઠ તે છે જે સલામમાં પહેલ કરે. (મિશ્કાતઃ પેજ:૪૨૭)

હઝ. અબુ ખરાશ સુલમી રદી.થી રિવાયત છે કે તેઓએ હુઝૂર સલ્લલાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા કે જે માણસ પોતાના ભાઈને એક વરસથી વધુ છોડી રાખે, કિંવા વાત ચીત બંધ કરી સંબંધો તોડી નાખે તો જાણે કે તેણે પોતાના ભાઈનું ખુન કર્યું. (મિશ્કાત:પેજ:૪૨૮).

હઝ. અબુ હુરયરહથી રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલાહુ અલયહિ વ સલ્લમે ઇરશાદ ફરમાવ્યો : દરેક સોમવાર અને જુમેરાતના દિવસે જન્નતના દરવાજાઓ ખોલી દેવામાં આવે છે. અને દરેક તે બંદાની મગફિરત કરી દેવામાં આવે છે જે અલ્લાહના સાથે કોઈને શરીક ન કરતો હોય, પરંતુ તે માણસ કે તેના અને તેના મુસ્લિમ ભાઈના દરમીયાન કીનો હોય તેની મગફિરત થતી નથી. કેહવામાં આવે છે કે એ બંન્નેવને હમણાં રહેવા દયો. ત્યાં સુધી કે આપસમાં સુલહ કરી લિયે. (મિશ્કાતઃ૪૨૭,૪૨૮) (ફતાવા રહીમિય્યહ ૨/૧૯૩ જદીદ ઉપરથી)

કયો મુસલમાન હશે જે પોતાના ગુનાહોની બખ્શીશ અને મગફિરત ન ચાહતો હોય. બેશક દરેક મુસલમાનની એ જ ખ્વાહિશ હોય છે, પોતે પણ એ જ દુઆ કરે છે અને બીજાઓથી પણ એ જ દુઆ કરાવે છે. હવે ઉપરોકત હદીસને ધ્યાનથી જુઓ. વાત - ચીત બંધ કરવા અને પોતાના દિલમાં પોતાના મુસ્લિમ ભાઈના બાબત કીનો રાખવા બદલ તે માણસ અલ્લાહની મગફિરતથી મહરૂમ રહે છે. બલકે બરકત વાળી મોટી રાતોમાં પણ તેની મગફિરત થતી નથી. આટલી સખત ધમકીઓ પછી પણ વાત-ચીત ચાલુ કરવા અને સંબંધો જાળવવા માટે આપણે તૈયાર ન થઈએ તો આપણાથી વધીને બદ કિસ્મત અને સખત દિલ કોણ હશે?


 મવલાના ગુલામ સાહેબ ખાનપૂરી રહ.

પાછલા દિવસોમાં તા. ૨૫ જમાદિલ આખર, ૧૪૪૨ હી. મુતાબિક ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ જામિઅહના ઉસ્તાદ અને કર્મચારી જનાબ મવલાના ગુલામ સાહેબ ખાનપૂરી રહ. ઈન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ.

જનાબ મવલાના ગુલામ સાહેબ ખાનપૂરના વતની હતા. દારૂલ ઉલૂમ માટલી વાલા ભરૂચના ફારિગ હતા. ફરાગત પછી અમુક સ્થળોએ દીની તાલીમની સેવા આપ્યા પછી જામિઅહના શરૂઆતના દિવસોમાં જ જામિઅહથી જોડાયા હતા. જામિઅહની બુનિયાદમાં શામેલ એના સ્થાપકોના ઇબ્લાસ અને દુઆઓના પ્રતાપે અલ્લાહ તઆલાએ શરૂઆતના દિવસોમાં એવા લોકોને જામિઅહ સાથે જોડી દીધા હતા, જેમણે એક નવા શરૂ થનાર મદરસાને એવી રીતે આગળ વધારી દીધો જાણે વરસો જૂનો કોઈ મદરસો અને સંસ્થા હોય. જામિઅહના સ્થાપક અને મોહતમિમ સાહેબ સ્વયં દીની – સામાજિક સેવાઓના અનુભવી અને કાબેલ વ્યકિત હતા, અને અલ્લાહની તવફીકથી તેઓ એવા માણસોને જામિઅહથી જોડવામાં સફળ રહ્યા કે જામિઅહની સેવા પહેલા દિવસથી જ એક જૂની સંસ્થાની જેમ વિશ્વાસપાત્ર અને ઉચ્ચ કક્ષાની ગણાતી હતી. મરહૂમ મવલાના ગુલામ રહ, પણ શરૂના દિવસોથી જ જામિઅહ સાથે જોડાયા હતા.

શરૂના વરસોમાં આપ રહ. દીનીયાત વિભાગમાં નાઝિરહની તાલીમ આપતા હતા. પછી એમના વિશેષ નરમ અને પ્રેમાળ સ્વભાવને અનુરૂપ મદરસાના ઉસ્તાદોની બાળકીઓની તાલીમ એમને સુપુરદ કરવામાં આવી હતી. આ જવાબદારીને પણ તેઓ એની બારીકાઈ અને તકાઝા મુજબ સારી રીતે પૂરી કરતા રહયા. એમની પાસે તાલીમ મેળવતી દરેક છોકરીને તેઓ પોતાની દીકરી સમજીને હેત– પ્રેમ અને લાગણી સાથે તાલીમ આપતા હતા. એમની નાઝિરહ તાલીમની વિશેષતા આ હતી કે છોકરીઓને શરૂથી જ તજવીદ સાથે સહીહ પઢાવવાનો એહતેમામ કરતા હતા.

દીનીયાતની તાલીમ સાથે તેઓ મુંબઈ અને અન્ય શહેરોમાં જામિઅહ માટે ચંદો ભેગો કરવાની ભારે મહેનત અને અમાનતદારી ભરી સેવા બજાવતા હતા. વિશેષ કરીને પવિત્ર રમઝાન માસમાં ઘરથી દૂર રહીને મસ્જિદો અને દુકાનોમાં ફરી ફરીને ચંદો ભેગો કરવું મહેનત, ધીરજ ઉપરાંત ઘણી અમાનતદારીનું કામ છે. દરેક મદરસો આવા ખંતીલા અને અમાનતદાર માણસો થકી જ સદ્ધર ગણાય છે.

છેલ્લા દસ - બાર વરસોથી આપ રહ. વહીવટી જવાબદારીઓ નિભાવતા હતા. વિશેષ કરીને આપના હાથમાં દર માસે પાબંદીથી પહોંચાતા આ માસિક 'અલ બલાગ'ની ટપાલને લગતી અને લવાજમ વગેરેની અન્ય કામગીરી આપ રહ. બજાવતા હતા. ઉપરાંત સમયાંતરે સરકારી ઓફિસોમાં અલ બલાગને લગતી કાર્યવાહી પણ આપ રહ.ના શિરે હતી. દર માસે અલબલાગની ટપાલ માટેના કવરો મહીનાના શરૂના દિવસોમાં જ તૈયાર કરી દેતા હતા, જેથી છેલ્લા સમયે દોડધામ ન કરવી પડે. ગત માસે પણ તેઓ એમની જવાબદારી પૂરી કરી ચુકયા હતા, દરેક કવર ઉપર સરનામાની પટ્ટી ચોંટાડીને તૈયાર કરી દીધાં હતાં. પછી પેટના દર્દમાં થોડા દિવસ ઘરે બીમાર રહયા, એમને મોહતમિમ સાહેબે તાકીદ કરીને જામિઅહથી સંલગ્ન અલમહમૂદ હોસ્પિટલે બોલાવ્યા, ત્યાં બધા રિપોર્ટ કરાવ્યા. બીમારીના નિદાન અને ઈલાજમાં મોડું થઈ ગયું હતું, એટલે વહેલી તકે વડોદરા ખાતે ઓપરેશન કરવામાં આવ્યું, પછી પાછા અલમહમૂદ હોસ્પિટલે લાવવામાં આવ્યા, પણ.... આપ રહ.ને પણ એવું યકીન થઈ ગયું હતું કે આ છેલ્લી બીમારી છે, એટલે મળવા જનાર દરેક સાથે સારી રીતે વાત કરીને દુઆની દરખાસ્ત કરતા હતા અને પોતાના નિખાલસ દોસ્તો સામે ખુલ્લા મને વાત કરીને કહેતા હતા કે એમના સાથે સેવા બજાવતા અને થોડાક મહીનાઓ પહેલાં અલ્લાહની રહમતે પહોંચી ચુકેલા મવલાના યાકૂબ સાહેબ મને લેવા આવ્યા છે. હવે મારો જવાનો સમય આવી ગયો છે. વગેરે..

અલ્લાહ તઆલા મરહૂમની મગફિરત ફરમાવે. સેવાઓને કુબૂલ ફરમાવે. સદકએ જારિયહ બનાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. એમના સગાઓને સબ્ર અજ્ર આપે, એમની બરકતોને એમના ખાનદાન માટે જારી રાખે. જામિઅહને પણ એમના જેવા ખંતીલા, મુબ્લિસ અને અમાનતદાર ખાદિમો આપે. આમીન.


સચ્ચાઈની બરકત

એક માણસ હુઝૂર સલ.ની સેવામાં આવ્યો, અને કહેવા લાગ્યો કે એ અલ્લાહ તઆલાના રસૂલ સલ. મારામાં ચાર કુટેવો છે.

(૧) હું પાપી છું.

(૨) હું ચોર છું.

(૩) હું દારૂડિયો છું.

(૪) હું જુઠો છું.

આ પૈકી એકને આપના કહેવાથી છોડી દઈશ, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું, તમે જુઠું બોલવાનું છોડી દો ! તો એ માણસે વચન આપ્યું કે હવેથી હું કદીયે જુઠું ન બોલીશ, જયારે રાત થઈ તો તેને દારૂ પીવાનું મન થયું, પણ તેને વિચાર આવ્યો કે સવારે હું હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દરબારમાં જઈશ, અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મને પુછશે કે રાત્રે તમે દારૂ પીધું હતું? પાપ કર્યું હતું?

તો હું શું જવાબ આપીશ ? જો હું સ્વીકારીશ તો મને દારૂ પીવાની અને બળાત્કારની સજા મળશે, જો ના કહીશ તો વચનભંગ થઈ જશે, આ વિચારી આ બંને મહાપાપોથી બચી ગયો, જયારે અડધી રાત થઈ અને અંધકાર ચોતરફ ફેલાય ગયું, તો તેને ચોરી કરવાનું મન થયું, ફરી તેને વિચાર આવ્યો કાલે પરોઢિયે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મને પુછી લીધું તો હું શું જવાબ આપીશ? જો હા પાડીશ તો ચોરીની સજા રૂપે મારા બંનેવ હાથ કાપી નાંખવામાં આવશે અને જો ના કહીશ તો દગો થશે. આ વિચાર આવતાં જ તે આ પાપથી બચી ગયો, જયારે સવાર થઈ તો તે દોડતો દોડતો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવ્યો અને કહેવા લાગ્યો એ અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ! જુઠું ન બોલવાથી મારી ચારેય કુટેવો છુટી ગઈ! નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ વાત સાંભળી ઘણા જ ખુશ થયા !


 ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા (સદર મુફતી જામિઅહ જંબુસર)

ફિકસ નફાની શરતે કોઈને વેપાર માટે પૈસા આપવા

સવાલ : એક માણસ (ઝેદ) છે, તે બીજા માણસ (ઉમર)ને એક લાખ રૂપિયા આપે અને આ જ માણસ (ઉમર) (ઝેદ)ને દર મહીને પાંચ હજાર રૂપિયા નફો આપે છે, પૈસા આપનાર (ઝેદ) જેને પૈસા આપે છે (ઉંમર) તે બે અથવા ત્રણ માસણની પાર્ટનરશીપ કરી ગાડી લાવીને કોન્ટ્રાકટ પર આપે છે, તેમાંથી જે પૈસા આવે તેને દરેક વચ્ચે પાંચ હજાર આપે છે.

નોંધ : આ ત્રણ પાર્ટનરમાંથી મહેનત એકની જ છે, તો શું પૈસા લેવા જાઈઝ છે?

જવાબ :  حامدا ومصليا ومسلما 

રજૂ કરેલ સૂરતમાં જો ઝેદે ઉમરને એક લાખ રૂપિયા વેપાર અર્થે આપતાં કહયું કે આપ અન્ય સાથે ભાગીદારીમાં ગાડી લાવી, ભાડે આપશો અને જે કંઈ ભાડાની આવક આવે, તેમાં આપણે ભાગીદાર ગણાશું તો આ સૂરત 'મુઝારબત' (વર્કિંગ પાર્ટનરશીપ)ની છે, જેના દુરૂસ્ત થવા માટે જરૂરી છે કે નફાનું ધોરણ કોઈ એકના માટે ચોક્કસ માત્રામાં ન હોવું જોઈએ, જો એવું હશે તો આવો સોદો ફાસિદ ગણાશે અને આવી સ્થિતિમાં પૈસા લેનાર પાર્ટનરને તેની મહેનતનું બજાર ભાવથી મહેનતાણું આપવાનું રહેશે અને ગાડીમાં તેના હિસ્સા પ્રમાણેથી સમગ્ર આવક પૈસા આપનારની ગણાશે.

અહીંયા જયારે કે ઝેદ પૈસા આપતાં, તેના માટે નફામાંથી ચોક્કસ માત્રા ૫૦૦૦/- રૂપિયા નફા પેટે નક્કી કરવામાં આવી હોય, મઝકૂર સોદો શરઈ દ્રષ્ટ્રિએ ફાસિદ ગણાશે અને આવેલ ભાડા આવક વિશે ઉપરોકત તફસીલ મુજબ હુકમ રહેશે.

મઝકૂર સોદાની જાઈઝ રીત એ છે કે ઝૈદ માટે ટોટલ નફામાંથી ચોક્કસ માત્રાની રકમ નકકી કરવામાં ન આવે, બલકે ટકાવારીના ધોરણે નફાનું પ્રમાણ નક્કી કરવામાં આવે, દા.ત. ટોટલ નફાના ૨૫ ટકા, ૪૦ ટકા વિગેરે એક લાખ આપનાર ઝેદનો નફો રહેશે અને બાકીનો નફો ઉમરનો રહેશે, જો આ પ્રમાણેથી નફાનું ધોરણ નક્કી કરવામાં આવે અને અન્ય કોઈ શરીઅત વિરુદ્ધની શરત ન હોય, તો આ મામલો સહીહ ગણાશે.

(દુર્ર, શામી : ૮/૪૩૦ થી ૪૩૪ ઝકરિય્યા, મ.ફિકહિય્યહ : ૪૫/૯૦ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (૨૯/૫/૧૪૩૪હિ - ૧૧/૪/૨૦૧૩ ઈ.)

કિમત નક્કી થયા પછી સમય જતાં વધારે પૈસા માંગવા

સવાલ : સલામ બાદ મારો મસ્અલો એ છે કે સને ૨૦૦૦ એપ્રિલમાં બધા ભાઈઓની સંયુક્ત ઈજાઝતથી ઘર બનાવવાની શરૂઆત કરી હતી, ત્યારે એક જ ગભાણ પર બેસી મારા વાલિદ સા.ને મેં કહયું હતુ કે હાલની કિંમત રૂા. ૮૦,૦૦૦ તમો માંગશો ત્યારે હું તમને આપીશ, તે સમયે મારા વાલિદા પણ હાજર હતા, હાલ એમની એક મુંઝવણ ઉકેલવા મેં સામે જણાવ્યું તો વાલિદ સા. કહે છે કે તે આ એંસી હજારની વાત કરી હશે એ મને યાદ નથી, એનો અર્થ એ કે એમને રકમ ઓછી પડે છે, વાલિદા એંસી હજાર લેવાની વાત કરે છે, તો ગુસ્સે થાય છે, શરીઅતની રૂએ સહી ખુલાસો આપશો, અલ્લાહ દીની સંસ્થાને તરક્કીના શિખરો સર કરાવે. એ જ દુઆ.

જવાબ :حامدا ومصليا ومصلما

સવાલમાં રજૂ કરવામાં આવેલ સૂરતમાં આપના વાલિદ સાહેબ પાસેથી સાચે જ કિંમત દર્શાવી સદર ગભાણ બાંધકામ અર્થે જે તે સમયે લીધું હોય, તો આ આપનું પોતાના વાલિદ સાહેબ પાસેથી સદર ગભાણને ખરીદ કરવું કહેવાશે, અને જયારથી આ વિશે વાતચીત થઈ તે સમયેથી દર્શાવવામાં આવેલ કિંમત ૮૦,૦૦૦/- રૂપિયાથી સદર ગભાણના માલિક થઈ ગયેલ ગણાશો. હઝરાત ફુકહાએ કિરામે આ વિશે ચોખવટ કરી છે કે ચોક્કસ વસ્તુ ખરીદ કરવામાં આવે તો ખરીદી કરનાર વ્યકિત ખરીદ-વેચાણના કોલ - કરાર પૂર્ણ થતાં જ તે વસ્તુનો માલિક થઈ જાય છે, અને જે તે સમયે નક્કી થયેલ કિંમત જ એના માથે આપવાની રહે છે.(દર્ર-શામી : ૯ / ૪૭, ઝકરિય્યા)

وفي الدر (وإذا وجدا لزم البيع)

وفي الشامية : اشتراط أن يعطيه الثمن على التفاريق أو كل أسبوع بعض ، فإن لم يشترط في البيع ، بل ذكر بعده لم يفسد، وكان له أخذ الكل جملة وتمامه في البحر؛ وقد لم يفسد؛ أي البيع فيه كلام يأتي قريبا-(શામી : ૫૩/૯, ઝકરિય્યહ) 

وفي شرح المجلة للأتاسي : قال في البدائع من كتاب البيوع؛ وذلك لأن المعقود عليه معين ، وقد ملكه المشترى بنفس العقد فصح أمر المشترى وصار البائع وكيلا له-

(શર્હુલ મજલ્લહ : ૧ / ૧૩૧)

માટે મઝકૂર સૂરતમાં સત્ય હકીકત એ જ છે કે આપની વાતચીત નક્કી કિંમત સાથે ગભાણ લેવા વિશે વાલિદ સાહેબ સાથે થઈ હતી, તો આપ તે દિવસથી જ તેના માલિક છો અને શરઈ દ્રષ્ટિએ તે દિવસે જે કિંમત નકકી થઈ હોય, તેની જ અદાયગીના આપ બંધાયેલા છે, આવી સૂરતમાં વાલિદ સાહેબે જોઈએ કે તે જ કિંમતને માન્ય રાખે અને એને વસૂલ કરી લેવી જોઈએ અને સમજમાં આવતી વાત પણ આ જ છે કે જયારે ગભાણ લેવાની વાત થઈ, તે સમયે કિમત નક્કી થઈ હશે અને તે વેળાની જ કિંમતથી લેવાની વાતચીત થઈ હશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(તા. ૧૭/જુમાદલ અવ્વલ-૧૪૩૪ હી. - ૩૦/૩/૨૦૧૩ ઈ.)


બોધકથા

ઈમામ માવરદી રહ. મોટા વિદ્વાન હતા. અબ્બાસી સલતનત કાળમાં વડા કાજીનો હોદ્દો ધરાવતા હતા.

તેઓ કહે છે કે એકવાર હું મારી મજલિસમાં હતો. અને આસપાસ મારા વિદ્યાર્થીઓ હતા. એવામાં લગભગ ૮૦ વરસના એક વૃદ્ધ ચાચા આવ્યા અને કહેવા લાગ્યા, એક ખાસ સવાલ કરવા તમારી સેવામાં આવ્યો છું. મેં એમને કહ્યું કે ફરમાવો! મને એમ હતું એમને કોઈ સમસ્યા હશે એના વિષે પૂછવા માંગતા હશે. પણ તેઓએ પ્રશ્ન કર્યો કે,

મને ઇબલીસ શયતાન અને હઝરત આદમના ગ્રહો બતાવો. આ બંને મહાન હસ્તીઓના ગ્રહો અને એમની ચાલ વિશે ફકત ઉલમા અને વિદ્વાનો જ જાણકારી રાખતા હશે, એટલે હું તમારા જેવા મહાન વિદ્વાન પાસે આવ્યો છું, બીજા જયોતિષીઓ પાસે ગયો નથી.

મને એમના પ્રશ્ન વિશે ઘણી નવાઈ ઉપજી. ગ્રહો અને એમની ચાલ વિશેની વિદ્યાને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી, અને ઉલમા આવી વિદ્યાઓની તાલીમ પણ નથી આપતા. એટલે મારી આસાપાસના અમુક લોકો આ વૃદ્ધની ઠેકડી ઉડાવવા લાગ્યા તો અમુક એમની ટીકા કરવા લાગ્યા. મેં બધાને ખામોશ કરીને કહ્યું કે તમારી આવી હરકતોથી એમને કંઈ સમજ નહીં પડે અને સંતોષ પણ નહીં થાય. એમને એમના જેવો જ જવાબ આપવો પડશે. એટલે મેં કહયું કે, ચાચાજી! ગ્રહો એન એમની ચાલ જાણવા માટે સહુ પ્રથમ એ વ્યકિતની જન્મ તારીખ જાણવી જરૂરી છે. તમે આ બંને હસ્તીઓની જન્મ તારીખ લઈ આવો તો આગળ કંઈ સમજ પડે. મારા આ જવાબથી તેઓ ખુશ થઈ ગયા અને જઝાકલ્લાહ કહીને રવાના થયા. થોડા દિવસ પછી પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે હજુ સુધી કોઈ એવો માણસ મળ્યો નથી, જેને આ બંને હસ્તીઓની જન્મ તારીખની જાણકારી હોય…!!!

કિસ્સાનો બોધ આ છે કે ઘણી વાર ખોટી ચર્ચા કે ખોટું કામ માણસના દિમાગમાં બેસી જાય છે, અને ગમે તેવા પ્રયત્નો પછી પણ એ બાબતની ખરાબી કે ગલતી એને સમજાવી શકાય એમ નથી હોતું. આવી સ્થિતિમાં માણસને એની ભૂલ સમજાવવા કરતાં બીજા કામ અને બીજા વિચારોમાં મશ્ગૂલ કરીને ખોટા કામ કે વિચારોથી દૂર કરી શકાય છે.

એક સહાબી રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે, કયામત કયારે આવશે ? તો આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે એમને ફરમાવ્યું: તમે પહેલાં એ બતાવો કે, એના માટે તમે શી તય્યારી કરી રાખી છે? •


Repentance is the key to salvation

(Allah gets highly pleased with repentance of His Slaves)

Hazrat Anas ibn Malik (رضی اللہ عنہ) narrates that the Messenger of Allah (ﷺ) said: "Allah is more pleased with the repentance of a servant as he turns towards Him for repentance than that one amongst you is upon the camel in a waterless desert and there is upon (that camel) his provision of food and drink also and it is lost by him, and he having lost all hope (to get that back) lies down in the shadow and takes a nap while he is disappointed about his camel and upon waking up, there he finds that camel standing before him. He takes hold of his nose-string and then out of boundless joy says: O Lord, You are my servant and I am Your Lord. He commits this mistake out of extreme delight." (Muslim) The pleasure of Allah with the repentance of His slave is also the result of Providence and extreme mercy. A slave, entrapped by the tricks of the devils had gone astray from the right path, has come back to His doorstep. But the repentance of the slave does not increase the exaltation of Allah in any way. He is great and will remain as such. He is needless, while we need Him. He is matchless. He is the Supreme Creator and Cherisher of the entire universe. The benefit of repentance directly comes to us, as loss caused by the disobedience of Allah accrues to us. The entire Ummah unanimously agree in the light of the Holy Qur'an and sunnah that making repentance is obligatory.

Conditions for repentance: There are three conditions for repentance to be accepted, if the sin is related to the rights of Allah, like negligence in offering Prayer and observing fast or to the acts which have been prohibited by Allah and His Messenger(ﷺ) like consuming wine and committing adultery: (1) quitting the concerned sins, (2) feeling ashamed of the sins and (3)determining not to commit that sin ever in future. But in case the sin is related to the rights of a human, there is one more condition, apart from these three, for the validity of repentance: either fulfilling the right of the concerned person or seeking forgiveness from him. In short, Allah has made an everlasting principle in regards with the rights of humans that they should be firstly fulfilled, or forgiveness should be sought from the concerned person, and then one should repent to Allah.

Repentance literally means to return. In the terminology of Shari'ah, it means to return to the obedience of Allah from His disobedience. There are three conditions for the validity of repentance in case of negligence in the rights of Allah, and four conditions for its validity in case of negligence in the rights of humans. Therefore, as we should duly fulfil the rights of Allah, so we should avoid even the least degree of negligence in the rights of humans. If we commit negligence in the rights of humans, they will, as the Prophet (PBUH) says, be fulfilled on the Day of Judgement from the good deeds of the person who has usurped them.

Allah Almighty has time and again suggested us in the Holy Qur'an to make repentance. I would, to avoid extra length, like to quote only two verses from them. Allah says: "And repent to Allah O believers, all of you, so that you may achieve success." (Surah An-Nur: v. 31) At another place, Allah says: "O you who believe, turn to Allah with a faithful repentance. It is hoped from your Lord that he will write off your faults, and will admit you to the gardens." (Surah At-Tahrim: v. 8) In the first verse, Allah says that the person who makes repentance achieves success. The second verse says that the person who makes true repentance will have his sins forgiven and will be admitted to the Paradise.

The Messenger of Allah (ﷺ) is also reported to have said: "O people, turn to Allah in repentance and seek His forgiveness. I make repentance a hundred times in a day." (Muslim)

The Prophet(ﷺ) also said: "By Allah, I seek forgiveness of Allah more than seventy times a day." (Bukhari) Our Prophet (ﷺ), despite being pure from sins, used to seek forgiveness of Allah more than seventy times. This is to teach the Ummah that we should regularly seek forgiveness of Allah from any sins. This has lot of benefit for us, as the Prophet (ﷺ) said: "He who seeks forgiveness of Allah regularly, Allah makes the way easy for him out of difficulty, gives him relief from every sort of anxiety and provides him with livelihood from the place that he cannot even imagine." (Abu Dawood)


છેલ્લા પાને

મગફિરતની ચાર શરતો

સૂરએ તાહા આયત નં ૮૨માં અલ્લાહ તઆલાએ મગરિફત માટે ચાર બાબતો શરત ઠરાવી છે. તોબા કરવી. ઈમાન હોવું. નેક અમલ કરવા. હિદાયતના રસ્તે ચાલવું.

સહુ પ્રથમ

'ખલીફા'નો લકબ સૌપ્રથમ હઝ. અબૂબક્ર રદિ. માટે બોલવામાં આવ્યો. અમીરુલ મુઅમિનીન સૌપ્રથમ હઝરત ઉમર રદિ.ને કહેવામાં આવ્યા. કાઝીયુલ કુઝાત (ચીફ જસ્ટીસ) સૌ પ્રથમ ઇમામ અબૂ યુસુફ રહ.ને હારૂન રશીદના ઝમાનામાં નિયુકત કરવામાં આવ્યા.

બાદશાહોના લકબ

ઈરાનના હાકેમને 'કિસ્સા' (Khosrow)કહેવામાં આવતા હતા. તુર્કીના હાકેમ 'ખાકાન' કહેવાતા હતા. ભારતના હાકેમો 'રાજા' કહેવાતા હતા. હબશહ (ઈથોપીયા)ના હાકેમને નજાશી કહેવામાં આવતા હતા. કિબ્તી (મિસરી) કોમના હાકેમને ફિરઓન કહેવામાં આવતા હતા. આફ્રિકાની બરબર કોમના હાકેમને 'જાલૂત' કહેવામાં આવતા હતા. યમનના હાકેમનો લકબ 'તુબ્બઅ' હતો. રોમના હાકેમને કૈસર' (Caesar) કહેવામાં આવતા હતા.

એક રાત અને ત્રણ બાદશાહો

૧૪ સપ્ટેમ્બર ૭૮૬ ઈ.ની રાતે અબ્બાસી ખલીફા હાદીની વફાત થઈ તો એના ભાઈ હારૂન રશીદને ખલીફા બનાવવામાં આવ્યો અને આ જ રાત્રે હારૂન રશીદના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ મામૂન રાખવામાં આવ્યું, જે પાછળથી મોટો ખલીફા બન્યો.

શકિતશાળી મુસલમાન

મુસલમાનો આજે ઘણા શકિતશાળી થઈ ગયા છે, ગમે તેનો મુકાબલો કરવા તૈયાર છે. બસ સામે વાળો મુસલમાન હોવો જોઈએ.

તણખલું

તણખલું સામાન્ય અને તુચ્છ વસ્તુ છે. પણ ઘણી વાર આંખને ખરાબ કરી મૂકે છે. માટે કાં એને નાનું ન સમજો, અથવા પોતાની કીમતી વસ્તુને એનાથી મહફૂઝ રાખો.

પાનખર

ઋતુઓ બદલાતી રહે છે, પાનખરમાં ઝાડ ઉપરથી જયાંથી પાદડાં પીળા થઈને ખરે છે, ત્યાંથી લીલાંછમ નવા પાદડાં ઉગે છે.

પ્યારી જિંદગી

માણસને જો જિંદગી પ્યારી છે, તો એણે સમય સાથે પણ મુહબ્બત કરવી જોઈએ. જો સમયને બરબાદ કરશો તો પ્યારી જિદંગી પણ બરબાદ થશે.

તકદીર ઉપર ઇમાન

માણસે હર હાલમાં અલ્લાહથી ખુશ રહેવું જોઈએ. અને એના માટે તકદીર ઉપર રાજી રહેવાની આદત પાડવી જોઈએ.