[૯પ] હૈઝના દિવસોમાં આવતું થોડું લોહી અને તે પછીનું લોહી

Chapter : તહારત

(Page : 137)

સવાલ :– ઔરતોને જે હૈઝ આવે છે, તેમાં ઘણા વખતે એવું બને છે કે હૈઝની મુદ્દત પૂરી થયા પછી એકાદ દિવસ ખૂન બંધ થઈ જાય છે અને પછી બીજા દિવસે આવે છે તે પણ એકાદ દિવસ આવી બંધ થઈ જાય છે, તો તેની ગણત્રી કઈ રીતે કરવી, આખા દિવસમાં કેટલું ખૂન આવે તો તેને પૂરો દિવસ માસિકનો ગણાશે ? ખૂન પૂરો દિવસ આવવું જરૂરી છે ? અથવા દિવસમાં એકવાર પણ આવે તો તેને માસિકનું ખૂન ગણવું ?

જવાબ :– હૈઝ શરૂ થયા પછી દસ દિવસના અંદર અંદર લગાતાર અથવા ટૂકડે ટૂકડે જે ખૂન આવે તે બધું જ ખૂન હૈઝનું ગણાશે, ભલે દિવસમાં કોઈ એક સમયે થોડીવાર આવે કે તેથી વધુ પૂરો દિવસ આવે, હૈઝની મુદ્દતમાં વહેનાર ખૂનના હૈઝ હોવા માટે આખા દિવસમાં કોઈ ખાસ પ્રમાણમાં વહેવું જરૂરી નથી, બલ્કે એક ટીપું અને એક જ વાર થોડો સમય આવે તો પણ તે હૈઝ છે, બલ્કે હૈઝના દિવસોમાંથી કોઈ પૂરા દિવસમાં એક ટીપુ પણ લોહી ન આવ્યુ તો પણ તે દિવસ માસિક (હૈઝ) નો જ ગણાશે. જો હૈઝ શરૂ થવાને દસ દિવસ વીતી ગયા પછી એકાદ દિવસે ખૂન આવે તો તેને માસિક નહિં ગણાય, ભલે થોડીવાર આવે કે આખો દિવસ, અથવા તેથીય વધુ મુદ્દત વહેતું રહે. બલ્કે માસિકની આદત દસ દિવસથી ઓછી હતી અને તે આદતના દિવસો ઉપરાંત દસ દિવસના અંદર પણ ખૂન આવ્યું અને દસ દિવસ પછી પણ ખૂન આવ્યું તો નિયમિત આદતથી વધુ દિવસોમાં આવનાર ખૂન માસિકનું નહિં ગણાય બલ્કે બિમારીનું ગણાશે.  (શામી, ભાગ–૧)

Log in or Register to save this content for later.