[૩૦૦] એક સાથે અનેક મય્યિતોની નમાઝ

Chapter : નમાઝ

(Page : 403)

સવાલ :– અગર એક જ સમયે અનેક મય્યિતોની નમાઝ પઢવાની હોય તો બધાની એક સાથે નમાઝ પઢી શકાય કે દરેકની અલગ અલગ નમાઝ પઢવી જરૂરી છે?

જવાબ :– દરેક મય્યિતની અલગ અલગ નમાઝ પઢવી બેહતર છે અને બધી મય્યિતોની એક સાથે એક નમાઝ પઢવી પણ જાઈઝ છે, જો મય્યિતોમાં અમૂક બાલિગ હોય અને અમૂક નાબાલિગ હોય તો બાલિગ અને નાબાલિગ બન્ને મય્યિતો માટેની દુઆઓ પઢવી જોઈએ.

Log in or Register to save this content for later.