[ર૯૯] નમાઝે જનાઝહની મસનૂન દુઆઓ

Chapter : નમાઝ

(Page : 400-401-402-403)

સવાલ :– બાલિગ મર્દ અથવા બાલિગ ઓરતની જનાઝહની નમાઝમાં ત્રીજી તકબીર પછી જે દુઆ પઢવાની હોય છે, તે હદીષ શરીફથી સાબિત હોય એવી દુઆ લખી જણાવશો.

જવાબ :– બાલિગ મય્યિતના જનાઝહમાં નીચેની દુઆઓ પઢવી હદીસ શરીફથી સાબિત છેઃ

اَللّٰہُمَّ اغْفِرْ لِحَیِّـنَا وَمَیِّتِـنَا وَشَاہِدِنَا وَغَائِبِنَا وَصَغِیْرِنَا وَکَبِیْرِنَا وَذَکَرِنََا وَأُنْثَانَا، اَللّٰہُمَّ مَنْ أَحْیَیْتَہُ مِنَّا فأَحْیِہٖ عَلـٰی الإِسْلاَمِ وَمَنْ تَوَفَّیْتَہٗ مِنَّا فَتَوَفَّہٗ عَلـٰی الإِیْمَانِ ، اَللّٰہُمَّ لاَ تَحْرِمْنَا أَجْرَہٗ وَلاَ تَفْتِنَّا بَعْدَہٗ۔

اَللّٰہُمَّ اغْفِرْ لـَہٗ وَارْحَمْہٗ وَعَافِہِ وَاعْفُ عَنْہُ وأَکْرِمْ نُزُلَہٗ وَوَسِّعْ مُدْخَلَہٗ وَاغْسِلْہٗ بِالمَائِ وَالثَّلْجِ وَالبَرَدِ وَنَقِّہٖ مِنَ الخَطَایَا کَمَا نَقَّیْتَ الثَّوْبَ الأَبْیَضَ مِنَ الدَّنَسِ وَأَبْدِلْـہٗ دَاراً خَیْراً مِنْ دَارِہٖ وَأَھْلاً خَیْراً مِّنْ أَھْلِہٖ وَزَوْجًا خَیْراً مِنْ زَوْجِہٖ وَأَدْخِلْہٗ الجَنَّۃَ وَأَعِذْہٗ مِنْ عَذَابِ القَبْرِ وَعَذَابِ النَّارِ۔

(૧) અલ્લાહુમ્મગ્‌ફિર લિહય્યિના વ મય્યિતિના વ શાહિદિના વ ગાઈબિના વ સગીરિના વ કબીરિના વ ઝકરિના વ ઉન્સાના, અલ્લાહુમ્મ મન્‌ અહ્‌યય્તહુ મિન્ના ફઅહ્‌યિહી અલલ્‌ ઈસ્લામિ વ મન્‌ તવફ્‌ફયતહુ મિન્ના ફતવફ્‌ફહુ અલલ્‌ ઇમાનિ

(ર) અલ્લાહુમ્મગ્‌ફિર્‌ લહુ વર્હમ્‌હુ વ આફિહિ વઅ્‌ફુ અન્હુ વ અક્‌રિમ્‌ નુઝુલહુ વ વસ્સિઅ્‌ મુદ્‌ખલહુ વગ્‌સિલ્હુ બિલ્માઈ વસ્સલ્‌જિ વલ્બરદિ વનક્‌કિહી મિનલ્‌ ખતાયા કમા યુનક્‌કસ્સવ્બુલ્‌ અબ્યઝુ મિનદ્દનસિ વ અબ્દિલહુ દારન્‌ ખય્રંમ્મિન્દારિહિ વ અ્‌હલન્‌ ખય્રંમ્મિન્‌ અહ્‌લિહિ વ ઝવ્‌જન્‌ ખય્રંમ્મિન્‌ ઝવ્‌જિહિ વ અદ્‌ખિલ્હુલ્‌ જન્નત વઅઈઝ્‌હુ મિન્‌ અઝાબિલ્કબ્રિ વ અઝાબિન્નારિ.

અર્થઃ

(૧) હે અલ્લાહ પાક ! તુ અમો  મુસ્લિમોના દરેક જીવતાની અને દરેક મરનારની અને દરેક હાજરની અને દરેક ગેર હાજરની અને દરેક નાનાની અને દરેક મોટાની અને દરેક પુરુષની અને ઓરતની મગફિરત ફરમાવી આપ. હે અલ્લાહ! તુ અમો  મુસ્લિમોમાંથી  જેને જીવન આપે, તેને ઈસ્લામ સાથે જીવંત રાખ અને અમારામાંથી જેને વફાત આપે તેને ઈમાન સાથે વફાત આપ.

(ર) હે અલ્લાહ પાક ! આ મય્યિતના ગુનાહોની મગફિરત ફરમાવ અને તેની ઉપર રહમ ફરમાવ અને તેને મુસીબત અને અઝાબથી આફિયત અતા ફરમાવ અને તેની કોતાહીઓને માફ ફરમાવ અને સન્માનપૂર્વક તેની મહેમાની ફરમાવ અને તેના રહેઠાણને (કબરને) વિશાળ ફરમાવ અને તેના ગુનાહોને પાણીથી, બરફથી અને કરાઓના  પાણીથી ધોઈ આપ અને તુ ગુનાહોથી તેને એવો પાક સાફ ફરમાવી દે જેવી રીતે સફેદ કપડું મેલથી સાફ કરવામા આવે છે અને તેના દુન્યાના ઘરથી તેને સારૂ ઘર અતા ફરમાવ અને તેના દુન્યાના ઘરવાળાઓથી સારા ઘરવાળા ઈનાયત કર અને તેની દુન્યાની ઓરતથી સારી ઓરત (અને દુન્યાના પતિથી સારો પતિ અતા ફરમાવ) અને તેને જન્નતમાં દાખલ ફરમાવ અને કબ્રના અઝાબ અને જહન્નમના અઝાબથી તેને પનાહ – હિફાઝત અતા ફરમાવ.)

               મજકૂર બે દુઆઓમાંથી પહેલી દુઆ સુનને અબૂ દાવુદ શરીફ અને મુસ્નદે અહમદની હદીસમા નકલ કરવામાં આવી છે અને બીજી દુઆ સહીહ મુસ્લિમ શરીફ, તિર્મિઝી શરીફ અને નસાઈ શરીફમાં હઝરત ઔફ બિન  માલિક (રદિ.)ની હદીસમાં નકલ કરવામાં આવી છે.                                                (શર્હે મુન્યહ –પ૮૬)

               સામાન્ય રીતે જનાઝહની નમાઝમાં  માત્ર પહેલી દુઆ પઢવામાં  આવે  છે. અને લોકોને માત્ર પહેલી જ  દુઆ યાદ હોય છે.  હાલાંકે મય્યિત સાથેની  લાગણી અને નમાઝે જનાઝહનો એહતિમામનો તકાદો  આ છે કે જનાઝહની નમાઝમાં બન્નેવ  દુઆઓ  પઢવામાં આવે અને બન્ને દુઆઓ મોઢે  યાદ  કરવામાં  આવે, જયારે જનાઝહની નમાઝમાં  શિર્કતની અને  મય્યિતનો  હક  અદા  કરવાની ખૂબ કાળજી લેવામાં આવે છે તો  પહેલી દુઆના શબ્દો તો  આમ  મુસ્લિમો માટેના  છે, તેમાં આ મય્યિત પણ શામેલ છે  અને બીજી દુઆના શબ્દો તો જે મય્યિતની નમાઝ પઢવામાં આવે છે ખાસ તેના માટે  દુઆના છે તો મઝમૂનની દષ્ટિએ પણ બીજી દુઆ  અગત્યની છે અને બીજી દુઆ પઢવામાં કોઈ લાંબો સમય પણ લાગવાનો નથી, કદાચ અડધી થી એક મિનીટ નમાઝ લાંબી થાય. અને બીજી દુઆની હદીસના રાવી હઝ. ઔફ બિન માલિક (રદિ.) ને બીજી દુઆ એટલી પસંદ આવી કે તેમણે એવી આરઝુ વ્યકત કરી કે કાશ! આ દુઆ આપ (સલ.) એ જે મય્યિત માટે ફરમાવી તે મય્યિત હું પોતે હોતે.

               અલ્લામા શામી (રહ.)એ શામીમાં જનાઝહની નમાઝની મસનૂન દુઆમાં બન્ને દુઆઓ એક સાથે નકલ કરી એ વાતનો સંકેત આપ્યો છે કે બન્ને દુઆઓ એક સાથે પઢવી જોઈએ.

(શામી–૧/પ૮૯,દુઆ–૧/પ૮પ)

               માટે જનાઝહની નમાઝ પઢાવનાર ઈમામોથી અને નમાઝ પઢનાર ભાઈઓથી ગુઝારિશ છે કે જનાઝહની નમાઝમાં માત્ર પહેલી દુઆ પઢવાને પૂરતુ ન સમજવામાં આવે, બલ્કે બીજી દુઆ યાદ કરી તેને પઢવાનો પણ એહતિમામ કરવામાં આવે અને મકાતિબમાં નમાઝે જનાઝહની દુઆમાં બાળકોને પહેલી દુઆ સાથે બીજી દુઆ શિખવાડવાનો અને યાદ કરાવવાનો પણ એહતિમામ કરવામાં આવે.

Log in or Register to save this content for later.