[ર૮ર ] સજદહમાં દુઆ

Chapter : નમાઝ

(Page : 379-380)

સવાલ :– સજદહમાં દુઆ કરવી જાઈઝ છે કે નાજાઈઝ ? જાઈઝ હોય તો કઈ નમાઝમાં ? અમારે ત્યાં અમુક લોકો સજદએ તિલાવતની જેમ સજદહમાં જઈ દુઆ કરે છે તો શું શરઈ રૂએ આ પ્રમાણે દુઆ માંગવું જાઇઝ છે?

જવાબ :–  નમાઝના સજદહમાં દુઆ કરવી મુસ્તહબ છે, પરંતુ તે દુઆ અરબી ભાષામાં હોવી જોઈએ અને આખિરતને લગતી હોવી જોઈએ. જેમકે રહમત , મગફિરત, હિદાયત અને આફિયતની દુઆ.

               (ફતાવા મહમૂદિય્યહ – ૭ / ૧ર૯, ઈમ.ફતાવા–૧/૭૯૧)

               અને માત્ર દુઆ માટે ફકત સજદહ કરી તેમાં દુઆ માંગવી મસ્નૂન કે મુસ્તહબ નથી. અલબત્ત તેનું જાઈઝ હોવું વિવાદાસ્પદ છે, અમુક આલિમો તેને જાઈઝ કહે છે, પરંતુ ફર્ઝ નમાઝ બાદ તુરંત દુઆ માટે સજદહ કરવાને બધા જ આલિમો મકરૂહ કહે છે.

(શામી – ૧, અશિઅ્‌અહ–૧/૬ર૦, કિફા.મુફતી–૩/૩૬૮)

               સજદએ દુઆઈય્યહ વિશે ઉપરની વિગત જોતાં બેહતર અને એહતિયાતની વાત એજ છે કે દુઆ માટે સજદહ ન કરતાં બેસીને હાથ ઉઠાવીને મસ્નૂન સૂરતથી દુઆ કરવામાં આવે.   (ફતાવા રહીમિય્યહ –૧/ર૪૩)

Log in or Register to save this content for later.