Chapter :
(Page : )
ઈસ્લામમાં વસિય્યનુ વણૅન..
વસિયત મરનાર વ્યક્તિના તે હુકમ ને કહેવામાં આવે છે જેના પર મૃત્યુ પછી અમલ કરવામાં આવે છે,દાખલા તરીકે મરનાર આમ કહે કે મારા મરણ પછી મારી સંપત્તિ માંથી આટલો માલ અથવા આટલી વસ્તુ ફલાણા માણસ , કોઈ મદ્દસા , મુસાફરખાના, કે યતીમખાના માં અથવા બેવાઓને (વિધવાઓને) આપી દેવામાં આવે, આ પધ્ધતિ ને વસિયત કહેવામાં આવે છે વસિય્યત બે ગવાહોની હાજરીમાં લખી લેવી જોઇએ , જેથી પાછળ થી કોઈ ઝગડો ન ઉભો થાય , ઈસ્લામી કાનુન માં વસિય્યત નામી કાયદો બનાવવામાં આવેલ છે, કારણ કે વિરાસતના કાયદાની દ્રષ્ટિએ જે સગાંવહાલાં ને વિરાસતમાં થી ભાગ નથી મળતો , અને તેને મદદની જરૂર છે , જેમકે કોઈ યતીમ પોત્ર અને પોત્રી હાજર છે અથવા કોઈ છોકરાની બેવહ (વિધવા) ઔરત મદદ કરવાને પાત્ર છે અથવા કોઈ ભાઈ – બહેન , કુટુંબ ના સભ્યો મદદને લાયક છે તો વસિય્યતના માધ્યમ થી મદદ કરી શકાય.
જરૂરત અને મહત્વતા:-
ઈન્સાન દુનિયા માં રહે છે એટલે લોકો સાથે વ્યવ્હાર કરવો પડે છે. કોઈની પાસેથી કઝૅ લીધેલ હોય , અમાનતો રાખેલ હોય વગેરે……. અને મોતની કંઈ ખબર નથી કે ક્યારે આંખો બંધ થઈ જાય એટલા માટે જરૂરી છે કે વસિયતનામું , લેણદેણ હિસાબ-કિતાબ હંમેશા તૈયાર રાખે, જેનો જે કંઈ હકો છે દેવું , અમાનતો , દીની ફરાઈઝ કે વાજિબ હકો જેની અદાયગી બાકી હોય તે બધું નોટબુક માં લખી રાખે અને રોજિંદો હિસાબ કરતો રહે , અને વસિયતનામું પણ લખી રાખે જેથી જો અચાનક મોત આવી જાય તો વારિસદારો હકો અદા કરી આપે.
વસિય્યત કેટલા માલમાં થઈ શકે.??
જિંદગી અને તંદુરસ્તી ની હાલતમાં માણસ પોતાના માલમાં ખચૅ કરવાનો પુરો અધિકાર રાખે છે જો માણસ પોતાનો માલ બીજાને આપી દઈ તેને માલિક બનાવી આપે તો તેને પૂરેપૂરો અધિકાર છે. કોઈ ની રજા લેવાની જરૂર નથી. પરંતુ મૃત્યુ પછી મય્યિતના માલમાં બીજા વારસદારોનો હક લાગુ થઈ જાય છે એટલા માટે શરિઅતમા કાયદો છે કે જો મય્યિતની કોઈ વસિય્યત હોય તો તેને માલના એક તૃતિયાંશ (૧/૩ – ૩૩.૩૩%) ભાગમાંથી અદા કરવામાં આવે, બાકી બે તૃતીયાંશ (૨/૩ – ૬૬.૬૬%) ભાગમાંથી વારસદારો વચ્ચે વહેંચવામાં આવે. હા જો મય્યિતની વસિય્યત એક તૃતિયાંશ ભાગ થી વધારે હોય અને વધારાની વસિય્યત ને અદા કરવામાં બધાજ વારસદારો રાજી હોય અને કોઈ નાબાલિગ વારિસ ન હોય તો તેને અદા કરવામાં કોઈ વાંધો નથી અને જો અડધા વારિસ રાજી હોય અથવા નાબાલિગ વારિસ હાજર હોય તો વસિય્યત એક તૃતિયાંશ ભાગ થી વધારે માં ખર્ચ કરવાનો કોઈ વારિસ ને અધિકાર નથી.
Log in or Register to save this content for later.