Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 135 to 138)
સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો તરફથી આજકાલ સતત ગ્લોબલ વોર્મિંગના સમાચારો આવી રહયા છે. પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડિયા વડે દરરોજ લોકોને આ ખતરાથી ચેતવવામાં આવી રહયા છે.
ર૦ ડિસે. ર૦૦૭ના દિવસે ઇન્ડિયા ટી.વી. (દીલ્હી) પર એક લાંબો પ્રોગ્રામ પ્રસારિત થયો હતોે. જેનું શિર્ષક હતું, ‘‘કિયામત, પાંચ વર્ષમાં તે રિપોર્ટોમાં વૈજ્ઞાનિકોના મોઢાથી ચેતવણીરૂપે જાણકારી આપવામાં આવી કે, વાતાવરણનો પલટો હવે વાતાવરણનું સંકટ બનવા લાગ્યો છે. વિશ્વમાં હવે ગરમી બેહદ વધી રહી છે. અને જીવન સહાયક વ્યવસ્થાનું સંતુલન ખોરવાય રહયું છે. જેના કારણે પૃથ્વીપટ પર રહેવાનું દુષ્કર બની જાય એવો સમય ઝડપથી નજીક આવી રહયો છે.
પરિણામે બે રીતે બરબાદી આવશે. એક બાજુ દરિયાઓનો સ્તર ઉંચો આવશે, અને તટવર્તી પ્રદેશો ડૂબી જશે. દા.ત. બોમ્બે, મદ્રાસ વિગેરે. અને અંતરિયાળ પ્રદેશો પાણીની અછતના ભોગ બનશે. શકય છે કે, પાણી માટે ત્રીજુ વિશ્વયુધ્ધ શરૂ થઈ જાય.
દરિયાઓમાં સતત પાણી એટલા માટે ભરાયેલું રહે છે કે, પહાડોનો બરફ ધીમે ધીમે ઓગળી જઈ ઝરણાઓ રૂપે વર્ષભર ઉપરથી નીચે આવતું રહે છે. પરંતુ જ્યારે પહાડો પર જામેલો બરફ ઓગળીને ખલાસ થઈ જશે, તો સ્વભાવિક જ દરિયાનું પાણી પણ સૂકાય જશે. બીજી બાજુ બરફનું ઓગળેલુ બધુ પાણી દરિયામાં જ ભળી જશે અને બધુ મીઠુ પાણી ખારૂં થઈ જશે. ત્યાર પછી દરિયાઓમાં પાણી તો બહુ હશે, પરંતુ અત્યંત ખારૂં હોવાના લીધે ન પીવા લાયક હશે, ન સિંચવા લાયક રહેશે. જાણે કે એ સ્થિતિ સર્જાશે, જેનું ચિત્રણ એક અંગ્રેજ કવિ કોલરિજે અઢારમી સદીમા કર્યું હતું : Water Water every where Nor a drop to Drink.
ખુદાના પયગમ્બરો સતત એવું દર્શાવતા રહયા હતા કે, વર્તમાન વિશ્વ હમેંશા નથી. તેની ઉલટી ગણત્રી સતત ચાલુ છે. એક સમય આવશે, જ્યારે તે પોતાની મુદ્દત પૂરી કરી ખત્મ થઈ જશે. બધા જ સંકેતો દર્શાવી રહયા છે કે, હવે આ કાઉન્ટ ડાઉન બહુ જલ્દી પોતાના અંતિમ નંબર પર પહોંચનાર છે.
વીસમી સદીના વૈજ્ઞાનિકોએ ‘લો ઓફ એન્ટ્રોપી શોધીને દર્શાવ્યું હતું કે, વિશ્વની ઉર્જા સતત નાશ પામી રહી છે. આ કાર્યને વિપરિત દિશામાં ફેરવી શકાય એમ નથી. એટલે ચોક્કસ જ એક નિર્ધારિત સમય પછી વર્તમાન વિશ્વ ખત્મ થઈ જશે. હવે ર૧મી સદીના વૈજ્ઞાનિકો પોતાના તાજા સંશોધનો મુજબ કહી રહૃાા છે કે, હવે વિનાશની એ ક્ષણ બહુ વધારે નજીક આવી ચૂકી છે. શક્ય છે કે આ મુદ્દત ૧૦ વર્ષ કે ર૦ વર્ષથી પણ ઓછી હોય.
એ વાત જે પ્રસાર માધ્યમોમાં ગ્લોબલ વોર્મિંગના નામે આવી રહી છે તે વાસ્તવમાં ડિવાઈન વોર્નિંગ (ખુદાઈ ચેતવણી) છે. આ અલ્લાહ પાક તરફથી એ વાતનું એલાન છે કે તેની યોજના મુજબ હવે દુનિયાની નિર્ધારિત મુદ્દત ખત્મ થઈ ચૂકી છે. હવે બહુ જલ્દી એ થવાનું છે કે, વર્તમાન વિશ્વને ખત્મ કરી તેની ઉંમરનો બીજો દૌર શરૂ કરવામાં આવે. પહેલો દૌર ચકાસણી માટે તથા કામચલાઉ હતો. બીજો દૌર અંજામ માટે અને હમેંશા હશે.
વર્તમાન વિશ્વમાં માનવીને સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ સ્વતંત્રતા કોઈ અધિકારના લીધે આપવામાં આવી ન હતી, બલ્કે વચગાળાના સમય પુરતી માત્ર કસોટી માટે હતી. આ એટલા માટે હતી કે એ જોવામાં આવે કે કોણ આઝાદીનો સાચો ઉપયોગ કરે છે અને કોણ તેનો દુરૂપયોગ કરે છે. કુદરતી વ્યવસ્થા હેઠળ દરેક સ્ત્રી–પુરૂષનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહયો છે. આવનારા જીવનકાળમાં એ રેકોર્ડ અલ્લાહપાક સમક્ષ રજૂ કરવામાં આવશે. જેનો રેકોર્ડ દર્શાવશે કે તેણે પોતાની સ્વતંત્રતાનો સાચો ઉપયોગ કર્યો, તેને અલ્લાહપાક સ્વર્ગમાં સ્થાન આપશે. જ્યાં તે અનંતકાળ સુધી શાંત તથા સુખી જીવન ગાળશે. કુર્આનના શબ્દોમાં ‘‘આવા લોકો જન્નતુલ ફિરદૌસમાં જગ્યા મેળવશે જ્યાં તેઓ હંમેશ રહેશે. [અલ કહફ : ૧૦૭–૧૦૮] તેનાથી વિપરિત જે લોકોનો રેકોર્ડ એમ દર્શાવશે કે, તેઓએ પોતાની સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો, તેઓને સર્જકના ચૂકાદા મુજબ નર્કમાં મોકલી દેવામાં આવશે.
હવે અંતિમ સમય આવી ગયો છે કે, બધા સ્ત્રી–પુરૂષો જાગી ઉઠે. તેઓ આત્મપરિક્ષણ કરે. તેઓ આવનારા જીવન તબક્કામાં સફળ જીવન પ્રાપ્ત કરવાને પોતાનો એક માત્ર હેતુ બનાવે. દરેક સ્ત્રી–પુરૂષે જાણવું જોઈએ કે વર્તમાન વિશ્વમાં તેમને જે મોકો મળ્યો છે, તે પહેલો તથા છેલ્લો છે. ત્યાર પછી કોઈ બીજો ચાન્સ તેઓને મળવાનો નથી. વર્તમાન ગ્લોબલ વોર્મિંગ દર્શાવી રહી છે કે હવે લોકો ‘‘પોઈન્ટ ઓફ નો રિટર્ન પર પહોંચી ગયા છે. મળેલી તકને ઉપયોગમાં લઈ લો. એ પહેલાં કે તેનાથી લાભ લેવાનો સમય જ ખત્મ થઈ જાય. અને પછી આ વિશ્વમાં ન પાછા ફરવાની શકયતા હોય, ન આવનારી દુનિયામાં કર્મ કરવાની શક્યતા.
Log in or Register to save this content for later.