અજવાળા-અંઘારાનું દોડવુ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 38 - 39)

પ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગગારીન (Yori Gagarin) રશીયન બનાવટના અંતરિક્ષ (Vostok-1)માં ૧રમી એપ્રિલ ૧૯૬૧નાં પૃથ્વીથી ૧૮૭ માઈલની ઉંચાઈએ પહોંચ્યા. અંતરિક્ષમાં તેની ૧ કલાકમાં ૧૮ હજાર માઈલની ઝડપ હતી. દોઢ કલાકમાં તે પૃથ્વીનો એક ચક્કર લગાવતો હતો. તેણે આ અંતરિક્ષના સફરની માહિતી આપતા જણાવ્યુ કે મેં અંતરિક્ષમાંથી પૃથ્વીને જોઈ તો એમ માલુમ પડયુ કે, પૃથ્વીની ઉપર અંધારા અને અજવાળાનો એક ઝડપી સિલસિલો (Ropid Succession) જારી છે. એટલે કે પૃથ્વીના સ્તર ઉપર અંધાળુ અને અજવાળુ એવી રીતે આગળ પાછળ ચાલી રહ્યા છે જેમકે એકબીજાની પાછળ દોડી રહ્યા હોય, આશ્ચર્યની વાત છે કે રાત દિવસ વિષે કુર્આન શ.માં પણ આજ પ્રમાણે માહિતી દર્શાવવામાં આવી છે. જે અંતરિક્ષ યાત્રાથી ૧૪૦૦ વર્ષ પહેલા ઉતર્યુ હતું. કુર્આન શરીફના શબ્દો આ પ્રમાણે છે. અર્થાત્‌ : ‘‘તે જ રાતથી દિવસને એવી રીતે ઢાંકે છે, કે તે ઘણી ઝડપથી તેની પાછળ આવી લાગે છે અને તેણે જ સૂર્ય, ચંદ્ર તથા બીજા તારાઓને પોતાની આજ્ઞાને આધિન પયદા કર્યા.(સૂરએ અઅ્‌રાફ–પ૪)

પૃથ્વી ગોળકાર છે. તે પોતાની ધરી (Axis) પર કલાકના એક હજાર માઈલની ઝડપે સુર્યની આસપાસ ભ્રમણ કરે છે. આ કારણસર પૃથ્વીની સ્તર ઉપર તે વાતાવરણ સર્જાય છે. જેને ગગારીને આકાશમાં જઈને જોયું. ગગારીન પહેલાં કોઈ પણ વૈજ્ઞાનિકે અંતરિક્ષની યાત્રા નથી કરી. જેથી તે આ પ્રકારની વિગત દર્શાવી શકે. આના માટે પૃથ્વીથી હજારો માઈલ ઉપર આકાશમાં જઈ દુરબીનથી પૃથ્વીનું પ્રત્યક્ષ દર્શન કરવુ જરૂરી છે. આ વાત બધા જ જાણે છે કે, પયગમ્બરે ઇસ્લામ (સલ.)ના યુગમાં અંતરિક્ષ વિજ્ઞાને આ પ્રકારની પ્રગતિ ન સાધી હતી. છતાં જે સ્પષ્ટ હકીકતનું આપે વર્ણન કર્યું, તેને ૧૪૦૦ વર્ષ પછીનો વૈજ્ઞાનિક અંતરિક્ષમાં જઈને તે જ પ્રમાણે દર્શાવે. એ આ કુર્આન શરીફ દ્વારા સ્પષ્ટ અને નિર્ણય પુરાવો છે કે, કુર્આન શ. આકાશી પુસ્તક છે. જેને ઉતારનાર મહાન ખુદાતઆલા પૃથ્વીને ગગારીન પહેલા પણ તેજ પ્રમાણે જોઈ રહ્યા હતા, જેમ ગગારીને જઈને નિહાળ્યુ.

Log in or Register to save this content for later.