માનવ પ્રકૃતિ- બંદગીનો એહસાસ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 37 - 38)

અમેરિકાના ખેલાડી કાર્લલ્યુવિસે (Carl Lewis) લોસ એન્જલિસમાં દોડવાની હરીફાઈમાં પ્રથમ નંબરે આવતા જે પાટા ઉપર દોડ લગાવી હતી, તેનો આભાર વ્યકત કરતા તેના ઉપર મસ્તક મૂકી શ્રધ્ધા દર્શાવી. બીજી તસ્વીર John mebnro ની છે. જેમાં તે હારી ગયો તેની પોતાની વિશ્વ ચેમ્પિયનશીપ જતી રહી, તો હાર કબુલ કરી પોતાના વિવશતા રૂપે ધરતી ઉપર મસ્તક તેજ પ્રમાણે મુકયુ, જેમ મુસ્લિમો સજદામાં પોતાના અલ્લાહ તઆલા સમક્ષ આભાર અને વિવશતા દર્શાવતા પોતાનુ મસ્તક ધરે છે. જયારે તેને ગાયબ ખુદાની ઓળખ નથી મળી શકતી, તો તે કોઈને પણ પોતાના ખુદાનું સ્થાન આપી પોતાના નેચરને આત્મસંતોષ આપવાની વ્યર્થ કોશીષ કરે છે, જેમ કે એક સંતાન વગરની માતા પ્લાસ્ટીકની ઢીંગલીને બાળક સમજી પ્યાર કરવાનો નિરર્થક પ્રયાસ કરે છે.

કેલીર્ફોનિયાની સ્ત્રી ખેલાડી(Frorence Griffith Joyner) ને ર૦૦ મીટરની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો. તે વિશ્વની(Fastest Woman) બની, તે જ વખતે તે પોતાના ખેલના કપડામાં જ જમીન ઉપર પડી ગઈ, અને નમાઝીની જેમ બેસી દુઆની જેમ પોતાના હાથ ઉઠાવી અલ્લાહપાક સામે પોતાની ભાવના વ્યકત કરવામાં વ્યસ્ત થઈ ગઈ.

Log in or Register to save this content for later.