[ર૪૧ ] મઅ્‌ઝૂરનું કુરસી અને સફથી આગળ ઉભા રહેવું

Chapter : નમાઝ

(Page : 308)

સવાલ :– (૧૦)  એક મઅ્‌ઝૂર માણસ ફર્ઝ અને વાજિબ નમાઝમાં થોડીવાર ઉભો રહી શકતો હોય અને કુરસીથી આગળ ટેબલ વગેરે મૂકીને તેના ઉપર સજદહ કરી શકતો હોય, તે માણસ સફમાં મૂકેલી કુરસીથી ઉભો રહીને થોડીવાર કયામ કરે અને કુરસીના પ્રમાણમાં સફના નમાઝીઓથી આગળ ઉભો રહે તો શું તેણે આ પ્રમાણે કુરસી અને સફથી આગળ ઉભા રહેવું જાઈઝ છે?

જવાબ :– (૧૦) આવો મઅ્‌ઝૂર માણસ કુરસીથી આગળ થોડીવાર ઉભો રહે એ જાઈઝ છે, અલબત્ત અગર ભીડના કારણે જમાઅતની પહેલી સફ ઈમામ સાહેબ સાથે બનાવવામાં આવી હોય તો એવા માણસે ઈમામથી આગળ ઉભા રહેવું જાઈઝ નથી. આવી હાલતમાં તે માણસે પહેલી સફ છોડીને પાછળની કોઈ સફમાં કુરસી તથા ટેબલ મૂકીને નમાઝ પઢવી જોઈએ, કારણ કે ઈમામથી આગળ ઉભા રહેનાર મુકતદીની નમાઝ સહીહ નથી થતી.  (શામી –૧/૩૭૦)

Log in or Register to save this content for later.