Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 71 - 72)
કઅબા શરીફની દીવાળનો તે ભાગ જે હજરે અસ્વદ અને દરવાજાની વચમાં છે. (જ્યાં સાઉદી પોલીસ ખડા પગે ઉભા રહે છે, તેની અને દરવાજાની વચ્ચેની જગ્યા) તેને મુલ્તઝમ કહે છે. આ જગ્યાએ ખાસ દુઆઓ કબૂલ થાય છે. સુન્નત છે કે તવાફથી ફારિગ થઈ મુલ્તઝમ પાસે જઈ તે જગ્યાની દીવાળ ઉપર પોતાના બંનેવ હાથ માથાના ઉપર કરી દીવાળ ઉપર બિછાવી આપે અને છાતી તથા ગાલ પણ દીવાળથી લગાવી ખૂબ ખુશૂઅ અને નમ્રતાથી દુઆ માંગે.
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રદી. આપﷺ થી રિવાયત કરે છે કે, મુલ્તઝમ એવી જગ્યા છે, જ્યાં દુઆ કબૂલ થાય છે. આપﷺ મુલ્તઝમને એ પ્રમાણે વળગીને દુઆ માંગતા હતા, જેમકે બાળક માંને વળગી પડે છે. બુઝુર્ગોનો પણ અનુભવ છે કે, ત્યાં માંગેલી દુઆ રદ થતી નથી.
પરંતુ અફસોસની વાત એ છે કે, લોકો આ જગ્યાએ દુઆ માંગવાનું છોડીને હજરે અસ્વદને બોસો આપવા માટે પડાપડી કરે છે. મુલ્તઝમ પાસે ઉભા રહેવાની જગ્યા મળે છે તો પણ એ છોડીને ભીડમાં પણ એમનું ધ્યાન હજરે અસ્વદને બોસો આપવા કેન્દ્રિત રહે છે. ચાહે લોકોને ગમે તેટલા ધક્કા મારીને હોય, મુલ્તઝમ પાસે દુઆ માંગવામાં કાંઈ કમી ન કરે. ખૂબ વિનમ્રતા અને રડી રડીને દુઆ માંગે. આ મોકા પર જહન્નમથી બચવા અને જન્નતમાં દાખલ થવાની દુઆ જરૂર માંગે. દુઆ આ મુજબ છે :
اَللّٰھُمَّ رَبَّ ھٰذَا الْبَیْتِ الْعَتِیْقِ اَعْتِقْ رِقَابَنَا مِنَ النَّارِ وَاَدْخِلْنَا الْجَنَّۃَ بِغَیْرِ حِسَابٍ۔
અલ્લાહુમ્મ રબ્બ હાઝલ્બયતિલ્અતીક અઅતિક્ રિકાબના મિનન્નાર વઅદખિલ્નલ્જન્નત બિ ગયરી હિસાબ
પઢે અથવા બીજી જે દુઆ યાદ હોય તે પઢે.
Log in or Register to save this content for later.