તવાફની હરામ વાતો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 54)

૧. નાપાકી (જનાબત) અથવા માસિક કે સુવાવડવસ્થામાં તવાફ કરવો.

ર. સતરનો એટલો ભાગ નગ્ન રાખી તવાફ કરવો, જે નમાઝમાં ખુલ્લો રહેવાથી નમાઝ નથી થતી (એટલે કે ચોથો ભાગ કે એથી વધુ અંગ ખુલ્લો રાખવો).

૩. કોઈ કારણ વગર સવારી પર અથવા કોઈના ખભે ચઢી અથવા પેટ કે ઘૂંટણિએ ઉંધા પડીને અથવા ડાબી બાજુએથી તવાફ કરવો.

૪. તવાફ કરતી વેળા હતીમની વચ્ચેથી પસાર થવું.

પ. તવાફમાં કોઈ ચક્કર અથવા ચક્કરનો કોઈ ભાગ છોડી દેવો.

૬. હજરે અસ્વદ સિવાય કોઈ બીજા સ્થળેથી તવાફ શરૂ કરવો.

૭. તવાફ દરમ્યાન કાબા શરીફ તરફ છાતી કરવી મકરૂહ છે, પરંતુ હજરે અસ્વદ પાસે પહોંચી હજરે અસ્વદ તરફ મોઢુ કરવુ જાઈઝ છે. રૂકને યમાનીને ઈસ્તિલામ કરતી વખતે પણ ચહેરો કાબા શરીફ તરફ થઈ જાય તો વાંધો નથી.

૮. તવાફમાં જે વસ્તુઓ વાજિબ છે, તેમાંથી કોઈ વસ્તુ છોડી દેવી.

Log in or Register to save this content for later.