Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 53- 54)
૧. નાની–મોટી નાપાકીથી પાક થઈને તવાફ કરવો. વુઝૂ, ગુસલની હાજત હોય તો વુઝૂ, ગુસલ કરી લેવું.
ર. સતર (શર્મગાહ)ના અવયવોને સારી રીતે ઢાંકવા.
૩. પગપાળા ચાલવા શકિતમાન હોય તો પગપાળા તવાફ કરવો.
૪. જમણી તરફથી તવાફ શરૂ કરવો.
પ. હતીમને શામિલ કરી તવાફ કરવો.
૬. પુરો તવાફ કરવો, એટલે કે તવાફના વધુ ચક્કર (ચાર ચક્કર) સાથે બીજા ત્રણ ચક્કર મીલાવીને સાત ચક્કર પુરા કરવા.
૭. દરેક તવાફ પછી બે રકઅત નમાઝ પઢવી.
નોંધ : વાજિબનો હુકમ એ છે કે, કોઈ એક પણ વાજિબ છોડી દેશે તો ફરીથી તવાફ કરવો વાજિબ થશે. જો ફરીથી નહીં કરે તો જઝા (દમ) વાજિબ થશે.
Log in or Register to save this content for later.