Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 149)
મસ્અલોઃ બંનેવ હાથ–પગના નખો અથવા એક જ હાથ અથવા એક પગના નખ એક મજલિસમાં કાપ્યા તો દમ વાજિબ થશે. અને જો ચારેવ અવયવોને ચાર અલગ–અલગ મજલિસમાં (બેઠક)માં કાપ્યા અથવા કપાવ્યા તો ચાર દમ વાજિબ થશે.
મસ્અલોઃ પાંચ નખથી ઓછા કાપ્યા અથવા પાંચ અલગ– અલગ કાપ્યા, જેમકે એક હાથના બે અને બીજા હાથના ત્રણ અથવા સોળ નખ અલગ–અલગ જેમકે ચાર–ચાર બંનેવ હાથ પગના કાપ્યા તો ત્રણેવ સૂરતમાં દરેક નખના બદલામાં પુરો સદકો (પોણા બે કિલો) વાજિબ થશે. પરંતુ જો બધા નખનો સદકો બકરા કે ઘેટાંની કિંમત જેટલો થઈ જાય તો થોડો ઓછો કરી દેવામાં આવે. જેથી બકરા (દમ)ની કિંમતથી વધી ન જાય.
મસ્અલોઃ તૂટેલા નખને તોડવાથી કંઈ વાજિબ નથી.
Log in or Register to save this content for later.