મકબૂલ દુઆઓ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 219 to 221)

કુર્‌આન શરીફ અને હદીષ શરીફમાં ઘણી મકબુલ દુઆઓ છે, જે અલ્લાહપાક પાસે તેની નજદીકીનું કારણ બને છે. એમાંથી અમૂક ટૂંકી અને જામેઅ દુઆઓ અત્રે રજૂ કરી છે :

  • રબ્બના આતિના ફિદ્‌ દુન્યા હસનતંવ વફિલ આખિરતિ હસનતંવ વકિના અઝાબન્નાર. (હે અમારા પરવરદિગાર ! અમને દુનિયામાં પણ ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ, અને દોઝખના અઝાબથી અમને બચાવ.)
  • રબ્બના ઈન્નના આમન્ના ફગફિરલના ઝુનૂબના વકિના અઝાબન્નાર. (હે અલ્લાહપાક ! અમે ઈમાન લાવ્યા, તો તું અમારા બધા ગુનાહ બક્ષી દે, અને અમને દોઝખના અઝાબથી બચાવી લે.)
  • રબ્બનગફિરલના ઝુનૂબના વ ઈસરાફના ફી અમરિના વસબ્બિત અકદામના વનસુરના અલલ કવ્મિલ કાફિરીન. (હે અમારા રબ ! અમારા ગુનાહ માફ કરી દે, અને અમારાથી અમારા કામોમાં જે વધુ પડતી બાબતો અને ભૂલો થઈ, તે પણ માફ કર અને અમારા કદમ હક પર જમાવી દે, અને કુફ્ર કરનારાઓના મુકાબલામાં અમારી મદદ કર.)
  • રબ્બના ઝલમ્ના અન્ફુસના વઈલ્લમ તગફિરલના વતરહમ્ના લનકૂનન્ન મિનલ ખાસિરીન. (હે અમારા પરવરદિગાર ! તારી નાફરમાની કરીને અમે પોતાના ઉપર ઘણો જ ઝુલ્મ કર્યો છે, અને જો તેં અમને માફ ન કર્યા અને અમારા ઉપર દયા ન કરી, તો અમે નામુરાદ અને બરબાદ જ થઈ જઈશું.)
  • રબ્બિર હમહુમા કમા રબ્બયાની સગીરા. (હે મારા પરવરદિગાર! મારા માં-બાપ પર દયા કર, જે પ્રમાણે કે તેમણે મને વહાલથી ઉછેર્યો, જ્યારે કે હું નાનો બાળક હતો.)
  • રબ્બિ ઝિદની ઈલ્મા. (ખુદાવંદા ! મારા ઈલ્મમાં વૃદ્ધિ અને બરકત આપ.)
  • રબ્બિગફિર વરહમ વઅન્ત ખયરૂર રાહિમીન. (હે પરવરદિગાર ! તું અમને બખ્શી દે અને રહમ કર, તું સૌથી સારો રહમકર્તા છે.)
  • અલ્લાહુમ્મ અઈન્ની અલા ઝિકરિક વ શુકરિક વ હુસ્નિ ઈબાદતિક. (હે અલ્લાહપાક ! તું મારી મદદ કર, જેથી તારો ઝિક્ર, તારો શુક્ર અને તારી સારી રીતે ઈબાદત કરૂં.)
  • અલ્લાહુમ્મ ઈન્ના નસ્અલુક મિન ખયરિ મા સઅલક મિન્હુ નબિય્યુક મુહમ્મદન સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ, વનઉઝુબિક મિન શર્રિ મસ્તઆઝક મિન્હુ નબિય્યુક મુહમ્મદન સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ. (હે અલ્લાહપાક ! તારી પાસે તે બધી જ ભલાઈઓની માંગણી કરૂં છું, જેની માંગણી તારાથી તારા નબી હઝરત મુહમ્મદ (સલ.)એ કરી, તેમજ હું તે બધી જ બુરાઈઓ અને બુરી વાતોથી તારાથી પનાહ ચાહું છું, જેનાથી તારા નબી હઝરત મુહમ્મદ (સલ.)એ પનાહ માંગી છે.)
  • યા હય્યુ યા કય્યુમ બિરહમતિક અસ્તગીસુ અસ્લિહલી શાની કુલ્લહુ. (હે હંમેશ જીવનાર ! હે સદા કાયમ રહેનાર ! હું તારી રહમતથી ફરિયાદ કરૂં છું, તું મારો સઘળો હાલ દુરૂસ્ત કરી દે.)
  • લા ઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. (તારા સિવાય કોઈ મઅ્‌બૂદ નથી, તારી ઝાત પાક છે, અને હું ઝુલ્મ કરનારાઓમાંથી છું.)
  • અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુક રિઝકન તય્યિબંવ વ ઈલ્મન નાફિઅંવ વ અમલમ મુતકબ્બલા. (હે અલ્લાહપાક ! હું તારી પાસે પવિત્ર રોઝીની અને લાભદાયી ઈલ્મની તેમજ કબૂલ થાય તેવા અમલની માંગણી કરૂં છું.)
  • અલ્લાહુમ્મફતહ લના અબ્વાબ રહમતિક વ સહહિલ લના અબ્વાબ રિઝકિક. (હે અલ્લાહપાક ! અમારા માટે તારી રહમતના દરવાજા ખોલી દે અને રોઝીના તરીકા અમારા માટે સહેલા કરી દે.)
  • અલ્લાહુમ્મ અહયિની મુસ્લિમંવ વ અમિતની મુસ્લિમા. (હે ખુદાવંદા ! મને ઇસ્લામની સાથે જીવતો રાખ અને ઇસ્લામની હાલતમાં જ મને મૌત આપ.)
Log in or Register to save this content for later.