Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 86 to 87)
Views:
102
- સ્ત્રીઓએ નમાઝ પઢવામાં બન્ને હાથ અને પગના પંજા અને ચહેરા (મોઢુ) સિવાય પુરૂ બદન ઢાંકવું ફર્ઝ છે.
- નમાઝની નિય્યત બાંધતી વખતે હાથ ચાદરમાં રાખી ખભા સુધી હાથ ઉઠાવે અને હથેળી કિબ્લહ સામે રાખે.
- તકબીરે તહરીમહ “અલ્લાહુ અકબર” કહીને હાથ છાતીની નીચેની તરફ વચ્ચે ડાબા હાથની પીઠ ઉપર જમણા હાથની હથેળી મૂકીને બાંધે.
- રુકૂઅમાં બન્ને બાઝુઓ અને બન્ને પગના ઘુટણો મેળવીને રાખે. બન્ને હાથની આંગળીઓ મેળવીને હાથને ઘુટણો ઉપર એમ જ મૂકે અને હાથથી ઘુટણો પકડે નહિ. અને થોડું ઝુકે કે ઘુટણો ઉપર હાથ મૂકી શકે અને હાથ મૂકવામાં ભાર ન મૂકે.
- સિજદહમાં હાથ-પગની આંગળીઓ કિબ્લહ તરફ રાખે અને પગ ઉભા ન રાખે, બલ્કે જમણી તરફ કાઢી મૂકે. પેટને જાંગથી અને બન્ને બાઝુઓને બન્ને પાંસળીઓથી ભીંસીને, કોહણીઓ જમીન ઉપર રાખી સંકોચાઈને સિજદહ કરે.
- સ્ત્રીઓ કાએદહમાં બન્ને પગને જમણી તરફ કાઢીને ડાબા ઢગરા પર બેસે અને હાથની આંગળીઓને મેળવેલી રાખીને જાંગ ઉપર રાખે.
- સ્ત્રીઓ ઉપર જુમ્આની નમાઝ વાજિબ નથી. પણ જો પઢી લેશે, તો અદા થઈ જશે. તેવી જ રીતે ઈદની નમાઝ પણ તેણીના ઉપર વાજિબ નથી.
Log in or
Register to save this content for later.