Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 59)
Views:
156
- એટલું ચુસ્ત અને ફિટ કપડું પહેરવું જેનાથી સતરના અવયવોનો આકાર જાહેર થતો હોય, તો મકરૂહ છે તથા ઘણી જ શરમજનક બાબત છે. પરંતુ આવી હાલતમાં પણ કપડું એટલું પાતળુ નથી કે ચામડી દેખાય, તો નમાઝ થઈ જશે. (કિતાબુલ મસાઈલ : રપ૭)
- એટલું પાતળુ કપડું પહેર્યું કે શરીરનો અંદરનો ભાગ બહાર સાફ દેખાય છે, તો એટલું પાતળુ કપડું પહેરીને નમાઝ પઢવી દુરૂસ્ત નથી. (કિતાબુલ મસાઈલ : રપ૭)
- સ્ત્રીઓએ એટલો પાતળો દુપટ્ટો પહેરીને નમાઝ પઢવી દુરૂસ્ત નથી, જેમાં વાળ સાફ દેખાય. (કિતાબુલ મસાઈલ : રપ૮)
- પુરૂષો માટે નમાઝમાં માથુ ઢાંકવું જરૂરી નથી, તેમ છતાં કોઈ ઉઝર અને કારણ વગર ફક્ત સુસ્તીના કારણે ઉઘાડા માથે નમાઝ પઢવી અદબના વિરૂદ્ધ અને મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : રપ૯)
Log in or
Register to save this content for later.