Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ
(Page : 50 -51)
Views:
206
- રોઝામાં વગર કારણે કોઈ વસ્તુ ચાખવી કે ચાવવી.
- રોઝાની હાલતમાં મોઢામાં થૂંક ભેગું કરીને ગળી જવું મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : ૯પ/ર)
- સંભોગ થઈ જવાનો અથવા વીર્યભંગ થવાની બીક હોય તેમ છતાં પોતાની પત્નીથી દિલ્લગી કરવી.
- રોઝાની હાલતમાં દરેક એવું કામ કરવું મકરૂહ છે, જે કામ કરવાથી કમઝોરી અને અશક્તિનો ભય હોય.
- દરેક ગુનાહનું કામ, ચાહે તે જીભથી હોય કે કોઈ પણ અવયવથી.
- નાકમાં પાણી ચઢાવવામાં અને કુલ્લી કરવામાં હદથી વધારે આગળ નીકળવું (અતિશ્યોક્તિ કરવી). (કિતાબુલ મસાઈલ : ૯૬/ર)
- સવાર સુધી નાપાકીની હાલતમાં રહેવું શ્રેષ્ઠતાની વિરૂદ્ધ છે.
- રોઝામાં ટુથ પેસ્ટ, ટુથ પાવડર, મંજન અથવા કોલસાથી દાંતસાફ કરવા. (મસાઈલે રોઝા : ૧૮૧)
Log in or
Register to save this content for later.