Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 418 to 419)
સવાલ : ઘણી મુદ્દતથી હું એક વસ્તુને જોઈ રહ્યો છું, તે આ કે નવી ખબર આવવાની અથવા ખાસ કરીને કોઈ જગ્યાએથી પૈસા આવવાના હોય અથવા બીજી કોઈ પણ રીતે આથર્િક લાભ થવાનો હોય અથવા હું જવા બેઠો હોય ઘરના બારણે તો ત્યાં મારા સામે ચકલીઓનું ટોળુંઆવે અને જમીન પર ખાલી ખાલી ચરવા લાગે અથવા આમથી તેમ ઊડા ઊડ કરે અથવા ચી ચીનો અવાઝ કરે તો આપથી ગુજારિશ કે આ શું વસ્તું હશે, જો આ જિન વગેરે હોય તો એનાથી બચવા માટે દુઆ વઝીફો બતાવશો.
જવાબ : પોતાની સામે ચકલીઓના ટોળાના ચરવાથી, ઊડવાથી કે ચી ચી કરવાથી કોઈ નેક ફાલી (શુભ શુકન) કે બદફાલી (અશુભ શુકન) લેવી જાઈઝ નથી. આવી રીતે નેક ફાલી કે બદફાલી ઇસ્લામ પુર્વે અજ્ઞાનતા અને અંધશ્રદ્વાના યુગની એક રસમ છે જે પાયાહિન અને બાતિલ છે. [“મિરકાત” : ૯ / ર]
હઝરત અબૂહુરૈરહ (રદિ.)થી નકલ છે કે : મેં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવતાં સાંભળ્યા કે : “પક્ષાીઓ વગેરેના ઊડવાથી નેકફાલી (શુભ શુકન) કે બદફાલી (અશુભ શુકન) લેવાનો કોઈ એઅતિબાર નથી.” [“મિશ્કાત શરીફ” : ૩૯૧]
જો સવાલમાં લખવા મુજબ ચકલીઓ જોઈને આવો વહેમ અને વસવસો આવતો હોય તો આ મસ્નૂન દુઆ પઢવામાં આવે :
اَللّٰھمَ لَا یاتی بالحسنات الّا اَنتَ ،ولا یذھب باسیاٰت الّا انت ولا حول ولا قوَّۃَ الّا بِکَ
અર્થ : અય અલ્લાહ ¦ આપના સિવાય કોઈ નેકીઓને વુજૂદમાં નથી લાવી શકતો, અને આપના સિવાય કોઈ બુરાઈઓને દૂર નથી કરી શકતો અને નેકીઓ કરવાની તાકાત અને બુરાઈઓથી બચવાની કુવ્વત આપની મદદ વગર હાસિલ નથી થઈ શકતી. [“હિસ્ને હસીન”] Log in or Register to save this content for later.