[૧પ૭] પહેલી રમઝાન જુમ્અહના હોય તો ભયજનક હોવું

Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ

(Page : 418)

સવાલ : આ ચાલુ સાલે ૧ રમઝાન જુમ્અહના હતી અથવા એમ કહો કે ૧પ રમઝાન જુમ્અહના હતી અને ત્યારે આગલા પાછલા મહિનામાં એમ થશે તેમ થશે અને તે રાત્રે વબા ઉતરશે  અને ફજર પછી ઘરોમાં બંધ થઈ જવું, આ બઘું હદીસથી સાબિત ખરું ?

                જેટલું હદીસથી સમજવા મળ્યું હોય તે લખી સમજાવશો. શું આ કિયામતની નિશાનીઓમાં છે ?

જવાબ : અલ્લામહ સુયૂતી (રહ.)નો પોતાની કિતાબ “અલ્લઆલિયુલ્ મસ્નૂઅહ”માં મવઝૂઅ અને મનઘડત હદીસો જમા કરવાનો જે અંદાજ અને તરીકો છે તેનાથી એવું માલૂમ પડે છે કે અલ્લામહ ઇબ્ને જવ્ઝી (રહ.)ની જેમ અલ્લામહ સુયૂતી (રહ.)ની નજરમાં પણ આ હદીસ મવઝૂઅ અને મનઘડત છે.       [“ખુત્બહ  અલ્લઆલી” : ૧] Log in or Register to save this content for later.