Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 256-257)
પોતાના વતનની પાસે પહોંચો ત્યારે
જયારે પોતાના વતનની પાસે પહોંચો, ત્યારે આ દુઆ પઢો :
آئِبُوْنَ تٓائِبُوْنَ لِرَبِّنَا حَامِدُوْنَ
(આઇબૂન તાઇબૂન લિરબ્બિના હામિદૂન.)
”અમો પાછા આવ્યા છે, તવબહ કરવાવાળા, ઈબાદત કરવાવાળા અને પોતાના રબના વખાણ કરવાવાળા.”
પોતાના ઘરે પોતાના આવવાની ખબર પહેલેથી કોઈના સાથે પહોંચાડી આપો. આ ઝમાનામાં ટેલીફોનની અજીબો ગરીબ રાહત થઈ જવાના કારણે આમાં ઢીલ કરવી નહિ.
પોતાના શહેરમાં રાતના ટાઈમે દાખલ ના થવું જોઈએ, સવારના અથવા સાંજના ટાઈમે દાખલ થવું જોઈએ અને શહેરમાં દાખલ થયા પછી મસ્જિદમાં જઈ (જો મકરૂહ ટાઈમ ના હોય તો) બે રકા’ત નમાઝ પઢો અને જયારે પોતાના ઘરમાં દાખલ થાઓ, તો આ દુઆ પઢો :
تَوْبًا تَوْبًا، لِرَبِّنَا اَوْبًا، لایُغَادِرُ عَلَیْنَا حُوْبًا۔
(તવ્બન તવ્બન્ લિરબ્બિના અવ્બન્ લાયુગાદિરૂ અલય્ના હૂબન્)
”અમો પાછા આવ્યા, અલ્લાહ તઆલાથી તવ્બહ કરીએ છીએ, તે અમારા બધા ગુનાહોને મુઆફ કરી આપશે”
પછી પોતાના ઘરમાં પણ બે રકા’ત નમાઝ પઢો અને અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરો, કે તેણે સલામતી અને આફિયતના સાથે આપનો સફર પૂરો કરાવ્યો અને હજ્જ, ઉમરહની આ મોટી નેઅમત બખ્શી.
Log in or Register to save this content for later.