Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : 171 to 173)
3”હજ્જે કિરાન”ના અમલો એક નઝરમાં
૧ | ઉમરહ તથા હજ્જનું એહરામ | શર્ત |
૨ | ઉમરહનો તવાફ રમલ સાથે (રમલ સુન્નત છે.) | રૂકન |
૩ | ઉમરહની સઈ | વાજિબ |
૪ | તવાફે કુદૂમ | સુન્નત |
૫ | હજ્જ પહેલાં, સફા–મરવહની સઈ | વાજિબ |
૬ | વુકૂફે અરફાત | રૂકન |
૭ | વુકૂફે અરફાત પછી વુકૂફે ઝદલિફહ | વાજિબ |
૮ | ૧૦ ઝિલ્હજ્જના જમરએ અકબહની રમી | વાજિબ |
૯ | કુર્બાની | વાજિબ |
૧૦ | હજ્જ પછી પૂરા માથાના વાળ કપાવવા કે મૂંડાવવા | વાજિબ |
૧૧ | તવાફે ઝિયારત | રૂકન |
૧૨ | ૧૧,૧૨ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાતની રમી | વાજિબ |
૧૩ | તવાફે વદાઅ | વાજિબ |
નોટઃ અરકાનમાંથી કોઈ રૂકન છૂટી જશે, તો હજ્જ અદા થશે જ નહિ. અને જો કોઈ વાજિબ ભૂલથી કે, જાણી જોઈને અદા નહિ કરે તો તેનો બદલો આપવો પડશે, ભલે તે કુર્બાની સ્વરૂપે હોય, કે પછી સદકા સ્વરૂપે હોય.
અલ્લાહ તઆલાના હુકમથી હઝરત જિબ્રઈલ (અલ.)એ હઝરત આદમ (અલ.)ને અરફાતમાં હજ્જ કરાવી અને ત્યાર પછી તવાફે ઝિયારત (ખાનએ કઅબહનો તવાફ) અને તેની રીત બતાવી, એટલા માટે આ બંનેને હજ્જના રૂકન નકકી કરવામાં આવ્યા. અને હઝરત આદમ (અલ.) તથા હઝરત હવ્વા (અલ.)એ ગુરૂબે આફતાબ પછી મુઝદલિફહમાં રાત ગુઝારી હતી, એટલા માટે મુઝદલિફહમાં કિયામ કરવાને વાજિબ ઠેરવવામાં આવ્યું. તો શુરૂઅમાં હજ્જના પરિપુર્ણ થવા માટે આ જ ત્રણ રૂકનો હતા એટલે કે બે ફર્ઝ (વુકૂફે અરફાત અને તવાફે ઝિયારત) અને એક (વુકૂફે મુઝદલિફહ) વાજિબ. હઝરત ઇબ્રાહીમ (અલ.)ના ઝમાનામાં આમાં અમુક વસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો. જેમકે ”સઈ” (સફા–મરવહના વચમાં સાત ચકકર લગાવવા), મિનામાં રમ્યે જિમાર અને કુર્બાની અને તવાફે વદાઅ. (તારીખે ખાનએ કા’બા)
અલહમ્દુલિલ્લાહ, હજ્જના ત્રણેવ પ્રકારો પૂરા થયા, હવે પછીના પેજોમાં, ”નાબાલિગ છોકરાઓની હજ્જની રીત”, ”હજ્જે બદલ”ની વિગત, અને ”ઓરતની હજ્જ” થોડુંક અલગથી જોઈ લઈએ. જેથી જરૂર પડયે એ પ્રમાણે અમલ કરી શકાય.
Log in or Register to save this content for later.