૮, ઝિલહજ્જના મિનામાં કરવાના કામો

Chapter : બહેનોની હજ્જ

(Page : 116 to117)

૮, ઝિલહજ્જના મિનામાં કરવાના કામો

                આજે ”મિના”માં આપને કોઈ ખાસ કામ કરવાનું નથી, પણ ઝુહ્‌ર,અસ્ર, મગરિબ, ઈશા અને ૯ મી ઝિલ્હજ્જની ફજ્‌રની નમાઝ ”મિના”માં અદા કરવાની છે.રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પણ પાંચ નમાઝો ”મિના”માં અદા ફરમાવી હતી. આજનો દિવસ અને આજની રાત (એટલે કે ૮ ઝિલ્હજ્જનો દિવસ અને ૮ તથા ૯, ના વચ્ચેની રાત) ”મિના”માં પસાર કરવાની, એ જ એક અહિયાંનો અમલ છે. નમાઝોના ટાઈમે નમાઝો પઢશો, અને ઝિક્ર તથા તિલાવત તેમજ દુઆઓ વિગેરેમાં મશ્ગૂલ રેહશો.

Log in or Register to save this content for later.