Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 98)
ઝકાતમાં ટોપીઓ આપવી
ઝકાતના હકદારને ઝકાતમાં ટોપીઓ આપવી જાઇઝ છે. સાહિબે નિસાબ જેટલી કિંમતમાં વેચતો હોય અથવા બજારમાં છૂટક ભાવથી લાવી આપતો હોય તે કિંમત ગણવી જોઇએ. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪૧)
ઝકાતની રકમથી ચશ્મો બનાવીને આપવો
ઝકાતની હકદાર વ્યક્તિને જો ચશ્માની જરૂરત હોય તો ચશ્મો ઝકાત ફંડથી બનાવી આપી શકાય છે. (મુસ્તફાદ : આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૧૭૩)
Log in or Register to save this content for later.