Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 73 તો 75)
નફલી એતિકાફની ઓળખ : વાજિબ અને સુન્નત એતિકાફ સિવાય જે એતિકાફ કરવામાં આવશે તે નફલી એતિકાફ થશે.
નફલી એતિકાફની નિય્યત : નફલી એતિકાફની નિય્યતમાં આમ કહી લેવું પૂરતું છે કે, હે અલ્લાહ ! હું જેટલી વાર આ મસ્જિદમાં રહીશ, એતિકાફની નિય્યત કરું છું અને કેવળ દિલમાં ઇરાદો કરી લેવો કાફી છે, ઝબાનથી કહેવું જરૂરી નથી. (આલમગીરી : ૧/ર૧૩)
નફલી એ‘તિકાફના મસાઇલ
મસ્અલહ : નફલી એતિકાફ દરેક મસ્જિદમાં થઈ શકે છે, ચાહે ત્યાં નમાઝ બા–જમાઅતની સગવડ હોય યા ન હોય. (બહરુર્રાઇક : ર/પર૬)
મસ્અલહ : નફલી એતિકાફની કોઇ મર્યાદા નકકી નથી. એક મિનિટનો પણ હોઇ શકે છે, બલકે મસ્જિદની આગળની સફથી ચાલતી વખતે નિય્યત કરી લેવાથી દરવાજા સુધી આવવાનો યા એક દરવાજાથી પસાર થઇ બીજા દરવાજાથી નીકળવા સુધીનો પણ એતિકાફ થઇ શકે છે. (કન્ઝુકાઇક : ૭૧)
એક નસીહત
આ અલ્લાહ તઆલાની બહુ મોટી રહમત છે. એટલા માટે જયારે પણ મસ્જિદમાં જવાનું થાય. નમાઝનો સમય હોય યા ન હોય, રમઝાનુલ મુબારકનો માસ હોય યા બીજો કોઇ માસ, નફલી એતિકાફની નિય્યત કરીએ તો બીજી નિય્યતો સાથે એતિકાફનો સવાબ પણ મળી જશે. મુઅમિન તો નેકીઓનો લાલચુ હોય છે, એટલે નિય્યત કરવાની આદત બનાવીએ.
મસ્અલહ : નફલી એતિકાફ માટે રોઝહથી હોવું જરૂરી નથી, રોઝહ અને રોઝહ વિના થઇ શકે છે.
મસ્અલહ : કોઇ માણસે નફલી એતિકાફનો સમય નકકી કરી લીધો, દા.ત. એક દિવસ, બે દિવસ, એક રાત, એક કલાક, બે કલાક તો બેહતર આ જ છે કે તેને પૂરો કરે, પરંતુ દરમિયાનમાં ઊઠી ચાલ્યો જાયતો એતિકાફ ખતમ થઇ જશે, તેને એતિકાફ તોડવો નહિ કહેવાય અને બાકીના એતિકાફની કઝા કરવી વાજિબ નથી. જેટલો એતિકાફ કર્યો એટલો સવાબ પામશે. (બદાઇઅ : ર/ર૮પ)
મસ્અલહ : કોઇ સાહિબે ઇલ્મને આ મુશ્કેલી આવે કે નફલ શરૂ કર્યા પછી તેને પૂરું કરવું વાજિબ છે, તો આ વિશે (ફુકહાએ કિરામ)એ ફરમાવ્યું : જેટલો સમય એતિકાફમાં આવી ગયો તેટલો જ વાજિબ થયો હતો અને જે બાકી છે તેમાં એતિકાફ શરૂ જ થયો નથી, એટલા માટે તે વાજિબ પણ નથી અને તેની કઝા પણ નથી. (શામી : ૩/૩૮૬)
મસ્અલહ : મસ્જિદમાં દાખલ થતી વખતે નફલી એતિકાફની નિય્યત કરવાનું યાદ ન રહયું તો બાદમાં જયારે યાદ આવે ત્યારે નિય્યત કરી શકે છે. નિચોડ એ કે મસ્જિદની બહાર નીકળતાં પહેલાં યારે યાદ આવે નિય્યત કરે, તેટલો સવાબ મળી જશે. (મરાકિયુલ ફલાહ : રપ૮)
મસ્અલહ : નફલી એતિકાફમાં વારંવાર ઊઠીને ચાલ્યા જવું અને પછી આવી જવું બધું જાઇઝ છે.(આલમગીરી : ૧/ર૧૩)
Log in or Register to save this content for later.