Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 37)
એતિકાફમાં અમુક કામો મકરૂહ અને મના છે, અમુક કામો નાજાઇઝ અને હરામ છે, તેનાથી બચવાનો પૂરો ખ્યાલ રાખવો.
(૧) એતિકાફની હાલતમાં મુઅતકિફે જાણીબુઝીને, ભૂલથી, રાત–દિવસમાં, મસ્જિદમાં અથવા ઘરે જઇ બીવીથી સંભોગ કર્યો, ચુંબન કર્યુ યા શહવતથી તેના બદનને અડકયું, આ બધું હરામ છે. (દુરરુલ હુામ : ૧/ર૧પ)
નોંધ : મજકૂર કામોથી એતિકાફ તૂટશે કે નહિ તૂટે, તેના મસાઇલ મુફસિદાતે એતિકાફમાં વર્ણન કરીશ.
(૨) અમુક વાતો દરેક હાલતમાં હરામ છે, પરંતુ એતિકાફની હાલતમાં વધારે સખતી (તિબંધ) છે. દા.ત. ગીબત કરવી, ચાડી ખાવી, લડવું અને લડાવવું, જૂઠું બોલવું, જૂઠી કસમ ખાવી, તોહમત લગાવવી, કોઇ મુસલમાનને નાહક તકલીફ પહોંચાડવી, કોઇની ઊણપ ઢૂંઢવી, કોઇને બદનામ કરવો, ઘમંડની વાતો કરવી, રિયાકારી કરવી વગેરે. આનાથી અને આ પ્રકારની બધી વાતોથી ખૂબ જ સાવચેતી દાખવે. (શામી : ૩/૩૯ર)
(૩) જે વાતો મુબાહ છે, તેને કરવામાં ન અઝાબ અને ન સવાબ છે, જરૂરતના સમયે અને જરૂરત મુજબ કરવાની ઇજાઝત છે. વિના જરૂરતે મસ્જિદમાં દુનિયાની વાતો કરવાથી નેકીઓ બરબાદ થાય છે.(દુર્રે મુખ્તાર : ૩/૩૯૩)
(૪) મુઅતકિફે વિના જરૂરતે કોઇ વ્યક્તિને મુબાહ વાતો કરવા બોલાવવી અને વાતો કરવી મકરૂહ છે અને ખાસ આ ગરજથી મહેફિલ જમાવવી નાઇઝ છે. (શામી : ૩/૩૯૩)
મુઅતકિફનું સમાચારપત્ર પઢવું
મુઅતકિફે એતિકાફની હાલતમાં એવી કિતાબો અને સામાયિકો જેમાં બેકાર, જૂઠા કિસ્સાઓ, વાર્તાઓ હોય, નાસ્તિકતાના લેખો હોય, ઇસ્લામ વિરુદ્ધ લખાણ હોય, અશ્લીલ લિટરેચર હોય, આવી રીતે સમાચારપત્રની જૂઠી ખબરો પઢવી અથવા સાંભળવી. તદુપરાંત, અખબારમાં સામાન્ય રીતે ફોટાઓ હોવાથી મુઅતકિફે બચવું જોઇએ અને જે મકસદ માટે એતિકાફ કર્યો છે, તેમાં લાગવું જોઇએ. (મસાઇલે એતિકાફ : ૬૩, સંપાદક : મવ. રફઅત કાસિમી (દા.બ.)
(૫) મુઅતકિફે બિલકુલ ખામોશી અખ્તયાર કરવી અને તેને ઇબાદત સમજવી મકરૂહે તહરીમી છે. જો ઇબાદત ન સમજે તો મકરૂહ નથી. (બહરુર્રાઇક : ર/૩૦૪)
(૬) તિજારતી અને બિન તિજારતી સામાન મસ્જિદમાં લાવી વેચવો યા ખરીદવો નાજાઇઝ છે અને સખત જરૂરત વગર ખરીદ–વેચાણની વાત કરવી પણ મકરૂહ છે. (દુર્રે મુખ્તાર : ૩/૩૯૧, બહરુર્રાઇક : ર/૩૦૩)
(૭) મુઅતકિફનું એતિકાફની હાલતમાં મસ્જિદની અંદર મહેનતાણું લઇ કોઇ કામ કરવું જાઇઝ નથી. ચાહે મઝહબી તા’લીમ હોય અથવા દીનો–દુન્યાનું બીજું કોઇ કામ હોય. (બહરુર્રાઇક : ર/પ૩૦, શામી : ૩/૩૯૧, ૩૯ર )
એ‘તિકાફમાં સિગરેટ પીવાનો હુકમ
મુઅતકિફનું મસ્જિદમાં સિગરેટ, બીડી, હુકકો વગેરે પીવું જાઇઝ નથી. એતિકાફ દરમિયાન આ વસ્તુઓથી યથાશકિત પરહેઝ કરે. હિમ્મત કરવાથી અલ્લાહ તઆલા તૌફીક આપે જ છે, પરંતુ જો કોઇ સખત તકાદો હોય અને બરદાશ્ત બહાર હોય તો જયારે પેશાબ–પાખાના માટે મસ્જિદની બહાર જાય તો રસ્તામાં અને બયતુલ ખલામાં પીવે અને પછી કોઇ એવી વસ્તુ ખાઇ લે કે મોઢામાંથી બિલકુલ બદબૂ દૂર થઇ જાય. (હા–કઝા સમિઅતુ મિમ્મુરશિદી) (મુસ્તફાદ ફતાવા રશીદિય્યહ : ૪૬૧, ફતાવા રહીમિય્યહ : પ/ર૦ર, ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૧૦/ર૩૯, મેરઠ : ૧પ/૩૧૬)
Log in or Register to save this content for later.