તલાક વિના બીજા સાથે નિકાહ કરવા.

Chapter : નિકાહ સહીહ નથી.

(Page : 297)

સવાલ(૪પ૩–૬૩):–એક માણસે એક ઓરત સાથે શાદી કરી ચાર વર્ષ સાથે રહયો, ઝઘડાઓને લઈ ઓરતને કાઢી મુકી,જેને અગિયાર વર્ષ થયા છે,ખર્ચો પણ આપતો નથી,અને તલાક પણ આપતો નથી,હવે ઓરત બીજી શાદી કરી શકે કે કેમ ?

જવાબ(૪પ૩–૬૩):–તલાક લીધા વિના તેણી બીજી શાદી કરી શકતી નથી, જો કરશે તો દુરૂસ્ત લેખાશે નહિં,બિલકુલ હરામ છે,જેમકે કુર્આન શરીફમાં છે, ‘‘વલ મોહસનાતિ મિનન્નિસાઅ્‌ અર્થાત બીજાની પરણેતર સ્ત્રીઓ હરામ છે,જેથી તલાક લીધા વિના નિકાહ દુરૂસ્ત નથી,પતિ ઉપર વાજિબ છે કે તેણીને પોતાની સાથે ભલાઈથી રાખે, નહિંતર છુટી કરી આપે,તેણીને આવી રીતે ઝુલ્મ કરી લટકતી રાખી ઝુલ્મ કરે નહિં, જો ધણી સીધી રીતે તલાક આપે નહિં તો ખુલઅ્‌ એટલે મેહર,ઈદ્દત ખર્ચ વિગેરે માફ કરી તલાક લઈ લે,ખુલઅ્‌ પછી ઈદ્દત વિત્યા પછી બીજા નિકાહ કરી શકે છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૧૦૦)

Log in or Register to save this content for later.