Chapter : નિકાહ સહીહ થશે.
(Page : 291)
સવાલ(૪૪ર–પર):–ઉમર કહે છે કે છોકરીની ઉંમર છોકરા કરતાં એક વર્ષ પણ મોટી હોય તો નિકાહ જાઈઝ નથી, ઝૈદ કહે છે કે એ ખોટું છે, નિકાહમાં ઈજાબ અને કબૂલ બે ગવાહોના રૂબરૂ કરાવવાથી નિકાહ થઈ જાય છે,તો કોનુ મંતવ્ય ખરૂં છે ?
જવાબ(૪૪ર–પર):–ઝૈદનું મંતવ્ય ખરૂં છે,રસૂલે કરીમ (સ.અ.વ.) એ પહેલા નિકાહ આપની પાક બીબી હઝરત ખદીજા (રદિ.) સાથે કર્યા તે સમયે હઝરત ખદીજા (રદિ.) ની ઉંમર ૪૦ (ચાલીસ) વર્ષની હતી,અને આપની ઉંમર રપ (પચ્ચીસ) વર્ષની હતી, ઉમરની દલીલ સરકારના કાયદા મુજબ છે, શરીઅતની રૂએ મોટી છોકરી સાથે નિકાહ દુરૂસ્ત છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(મિશકાત શરીફ )
Log in or Register to save this content for later.