ગેરમુકલ્લિદના નિકાહ,હનફી ઓરત સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 275)

સવાલ(૪૦૭–૧૭):–એક સુન્ની–હનફી પોતાની છોકરીના નિકાહ,એક એહલે હદીષ–ગેરમુકલ્લિદ સાથે કરી આપે અથવા નિકાહ કરવા ઈચ્છે તો એ નિકાહ શરીઅતની રૂએ જાઈઝ છે કે કેમ ?

જવાબ(૪૦૭–૧૭):–સુન્નિયહ–હન્ફિયહના નિકાહ,ગેરમુકલ્લિદ સાથે જાઈઝ છે,પરંતુ બેહતર નથી,કારણ કે છોકરી ગેરમુકલ્લિદ થઈ જવાનો ભય છે,જેથી નેક સુન્ની–હનફી સાથે નિકાહ કરાવવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.                     ( હિદાયાઃ ર/૩ર૦. આલમગીરીઃ ૧/ર૯૧)

Log in or Register to save this content for later.