[૩૪] નમાઝમાં પેશાબના ટીપાં પડવાથી વુઝૂ તૂટી જશે, નમાઝ નહિ તૂટે

Chapter : તહારત

(Page : 69)

સવાલ :– મને કોઈ વાર જોરથી પેશાબ લાગે છે અને તેના કારણે ટીપાં પડી જાય છે, મોટા ભાગે આવું વુઝૂ કરતી વખતે અને નમાઝ દરમિયાન બને છે, તો શું આ પ્રમાણે ટીપાં પડવાથી વુઝૂ તૂટી જાય છે ? અને નમાઝમાં આ ટીપાં પડવાથી નમાઝ પણ તૂટી જાય છે ?

જવાબ :– જો તમો મસ્અલાની રૂએ મઅઝૂર નથી તો મજકૂર હાલતમાં પેશાબના ટીપાં પડવાથી વુઝૂ તો તૂટી જશે, પરંતુ તેનાથી નમાઝ નહિ તૂટે. જયારે આપને નમાઝની હાલતમાં આ પ્રમાણે ટીપાં પડી જાય તો ટીપાં પડતાંની સાથે જ કોઈ અન્ય કામમાં લાગ્યા વગર નમાઝની જગ્યાથી બહાર નીકળીને શકય હોય તેટલી નઝદીકની જગ્યામાં પોતાનું સતર ખોલ્યા વગર પેશાબના ટીપાંવાળું કપડું બદલીને અથવા તેને ધોઈને અને શરીર પાક કરીને તથા વુઝૂ કરીને તે નમાઝ પૂરી કરી શકાય છે, પરંતુ તે જ નમાઝને બાકી રાખીને તેને પૂરી કરવાની શર્તોનું પાલન મુશ્કેલ છે એટલા માટે બેહતર આ છે કે શરીર અને કપડું પાક કરીને અને ફરીવાર વુઝૂ કરીને નવેસરથી તે નમાઝ પઢવામાં આવે.(‘આલમગીરી ૧/૯પ)

Log in or Register to save this content for later.