Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 273)
સવાલ(૪૦ર–૧ર):–મારે એક હિન્દુ સ્ત્રી સાથે આજથી ૧૧ વર્ષ પહેલાં પ્રેમ થયો હતો,એટલે મેં તે સ્ત્રીને મારી જાતે પોતે કલિમા પઢાવી મુસ્લિમ બનાવી, મારા બે મુસ્લિમ મિત્રોની હાજરીમાં મેં અને એ સ્ત્રીએ આપસમાં જાતબક્ષી કરી હતી,અને આ બન્નેવ મુસ્લિમ મિત્રોને ગવાહ રાખ્યા બાદ હમોએ આપસમાં અમારો સંસાર માંડયો,પરંતુ એ ખાનગી રાખ્યું હતું,પછી મજકૂર સ્ત્રીએ કુફ્રની હરકતો કરી નાંખી,એટલે મેં તે સ્ત્રીથી સંબંધ તોડી નાંખ્યો છે, ફરી એ સ્ત્રી મારી સાથે સંબંધ બાંધવા મને મજબૂર કરે છે; તો શું તે સ્ત્રીને ફરી રાખી શકાય ?
જવાબ(૪૦ર–૧ર):–જો તેણીને રાખવી હોય તો કુફ્રથી સર્વપ્રથમ તૌબા કરાવી પાકી મુસલમાન બનાવો,પછી નવેસરથી નિકાહ વીધીસર પઢો,બીજુાં કંઈ કરવાની જરૂરત નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૩૬૭. આલમગીરીઃ ૧/ર૮ર)
Log in or Register to save this content for later.