પતિની આગલી પત્નિનો છોકરો,અને પત્નિની આગલા પતિની છોકરી.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 271)

સવાલ(૩૯૮–૮):– બકર નામની એક વ્યકિત છે,જેના નિકાહ આયશા નામની એક સ્ત્રી સાથે થયા હતા,અને આયશાના પેટ થી પાંચ છોકરા અને બે છોકરી પૈદા થઈ,ત્યાર બાદ આયશાનો ઈન્તિકાલ થઈ ગયો,આયશાના ઈન્તિકાલ બાદ બકરે,મર્યમ નામની બીજી સ્ત્રી જે વિધવા હતી તેના સાથે નિકાહ કર્યા,જયારે વિધવા મર્યમ બકરના નિકાહમાં આવી ત્યારે તે તેના આગલા પતિથી જન્મેલ એક છોકરી સાથે લઈને આવી,બકરના નિકાહમાં આવ્યા બાદ,બકરે આયશાના પેટે જન્મેલ પોતાના પાંચ છોકરામાંથી એક છોકરા સાથે,મર્યમના આગલા પતિથી જન્મેલ છોકરીના નિકાહ કરાવી આપ્યા,તો પુછવાનું એ છે કે આ પ્રમાણે નિકાહ જાઈઝ છે ? મર્યમના નિકાહ પણ જાઈઝ છે ?

જવાબ(૩૯૮–૮):–દર્શાવેલ નિકાહ જાઈઝ છે,કારણ કે સદરહુ દંપત્તિમાં (ધણીની આગલી પત્નિનો પુત્ર અને ધણિયાણીના આગલા પતિની દીકરી) હરામ હોવાની સગાઈ નથી,બન્‍નેવના માં–બાપ અલગ છે,અને મર્યમના નિકાહ પણ જાઈઝ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૧૧૭ઃ સૂરએ નિસાઃ ર૪)

Log in or Register to save this content for later.