Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.
(Page : 270)
સવાલ(૩૯૬–૬):–એક છોકરો પોતાના મસિયાઈ ભાઈની દીકરી સાથે નિકાહ કરવા ઈચ્છે છે,જે બન્નેવમાં કાકા–ભત્રીજીની સગાઈ છે,તો શું નિકાહ જાઈઝ છે ?
જવાબ(૩૯૬–૬):–કુર્આન શરીફ અને હદીષ શરીફથી જેઓ વચ્ચે નિકાહ કરવા જાઈઝ નથી,તેઓ પૈકી આ નથી,જયારે માસી (ખાલા) ની છોકરી સાથે નિકાહ કરવા જાઈઝ છે,તો મસિયાઈ ભાઈની છોકરી સાથે નિકાહ કરવામાં કશો વાંધો નથી,આ સગા કાકા–ભત્રીજી નથી,માત્ર સગાઈના કારણે મોંહબોલા હોય છે,માટે બન્નેવ વચ્ચે નિકાહ થઈ શકે છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.
(શામીઃ ૪/૧૧૭. સૂરએ નિસાઃ ર૪)
Log in or Register to save this content for later.