બાવરચી તરીકે જનાર હજ્જ ફ્રી માં કરે તો ?

Chapter : હજના વિવિધ મસાઈલ

(Page : 266)

સવાલ(૩૮૬–૧૬):– અમારા સગાઓ પૈકી એક ભાઈ લંડનમાં રહે છે, જેઓ ગયા વર્ષે હજ્જ પઢી આવ્યા, તેઓ કાયમી લંડનમાં જ રહે છે, તેમના વિસ્તારમાંથી થોડા મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને હજ્જ પઢવા લંડનથી ડાયરેક બસ લઈને ગયા હતા,તેઓના સાથે અમારા એક સગા પણ ગયા, જેમને બધા મુસ્લિમ ભાઈઓ મળી ફ્રી માં લઈ ગયા,અને બસનું ભાડુ પણ એમના પાસેથી વસૂલ કર્યુ નહિં,ભાડાના બદલે હજ્જ પઢવા જનાર ભાઈઓ માટે ખાવું પકાવવાની જવાબદારી અમારા મજકૂર સગાને સોંપવામાં આવી,એ રીતે ફ્રી માં લઈ ગયા,તો અમને મુંઝવણ ઉભી થઈ છે કે આ ભાઈ આવી રીતે ફ્રી માં હજ્જ પઢવા ગયા ગણાય તો આ ભાઈની હજ્જ કબૂલ થઈ શકે કે કેમ ?

જવાબ(૩૮૬–૧૬):–  સદરહુ ભાઈએ ફર્ઝ હજ્જની નિય્યત કરીને હજ્જ અદા કરી હોય તો ફર્ઝ હજ્જ કબૂલ લેખાશે,ફરી અદા કરવી જરૂરી નથી, અને જો નફલ હજ્જની નિય્યત કરી હશે તો નફલ હજ્જ થશે,ફર્ઝ હજ્જ ફરીથી અદા કરવી પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.      (આલમગીરીઃ૧/ર૧૭)

Log in or Register to save this content for later.